” આપણે તો અક્ષર પુરુષોત્તમ નાં બળદિયા છીએ…”
“અમે મૂંડાવ્યુ છે એ તો અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યુ છે…”
————————————
બ્રહ્મ સ્વરુપ શ્રી શાસ્ત્રીજી મહારાજ
આજની સભા વિશિષ્ટ હતી…..કારણ કે આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય માં સુવર્ણ અક્ષરે અંકિત દિન છે….વસંત પંચમી નાં આ શુભ દિને, શ્રીજી એ વડતાલ માં, સંવત ૧૮૮૨ માં સર્વ જીવ હિતાવહ એવી શિક્ષાપત્રી ની રચના કરી હતી….આજની જ શુભ તિથિ એ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી…નિષ્કુળાનંદ સ્વામી નું પ્રાગટ્ય થયુ હતુ….તો સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને બ્રહ્માંડ માં ગજવનાર…બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નું પ્રાગટ્ય પણ આજે થયુ હતુ…..આજની સભા તેમનાં પાવન ચરણો માં ભેટ રુપ હતી…..એમનો મહિમા ગાવા ની હતી….
લગ્ન ગાળો હોવાં છતા હૈયે હૈયું દળાય એટલી ભીડ આજની સભા માં હતી…..એ જ દર્શાવે છે કે હરિભક્તો ની નિષ્ઠા કેટલી દૃઢ છે……!!!!
સર્વ પ્રથમ ફૂલો થી આચ્છાદિત શ્રીજી નાં મનમોહક દર્શન…..
સભા ની શરૂઆત પુ. દિવ્ય કિશોર સ્વામી નાં મુખે સ્વામિનારાયણ ધૂન થી થઈ….. ત્યારબાદ એમનાં જ મુખે…” જયજય યજ્ઞપુરુષ સુખ કારી..” રજુ થયુ……આવા આપણા આદ્ય ગુરુ નાં ચરણો માં જીવન અર્પી એ તો યે ઓછું છે…..!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં ગહન સ્વરે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નાં મહિમા નું…સામર્થ્ય નું ગાન કરતું પ્રસિદ્ધ કીર્તન….” સ્વામીજી તો મહા પ્રતાપી….એમનું ધાર્યું થાય…” રજુ થયુ….૩૩-૩૩ વર્ષ ગઢપુર માં મંદીર માટે રાહ જોઇ ને…સત્તા પલટો કરાવી ને પણ ….શ્રીજી નાં સંકલ્પ મુજબ ભવ્ય આરસ નું મંદીર, ટેકરા પર બનાવ્યું……ગગન ચુંબી પાંચ મંદિરોની રચના.. ….એ જ બતાવે છે કે એમનો પ્રતાપ કેવો હતો….. ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી નાં પ્રબળ સ્વર માં….” શાસ્ત્રીજી મહારાજ નો સંગ…મુને ભાગ્યે મળ્યો છે…”….રજુ થયુ….બ્રહ્મ સત્ય…!!! આપણા અનંત જન્મો નાં પુણ્ય કે શ્રીજી સાક્ષાત પ્રગટ હોય તેવા ગુણાતીત પુરુષ ..ગુરુ રૂપે પ્રગટ મળ્યા છે…!!!
પુ. વિવેક શીલ સ્વામી એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો મહિમા ગાતા કહ્યુ કે…..તેમની પ્રતિભા અતુલ્ય હતી….તેં જ પ્રતિભા નો અનુભવ નાના ડુંગર ભક્ત ને જોઇ ગામ નાં રાવજી પટેલ ને થયો….આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ ને થયો…કોઠારી ગોરધન ભાઈ…કોઠારી બેચર ભગત ને થયો…ગોંડલ નાં વિદ્યાધીકારી ચંદુલાલ ને થયો….વૃદ્ધ સાધુ મુરલીધર દાસ ને થયો….જે જે એમનાં યોગ માં આવ્યાં તેં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત થી રંગાઈ ગયા….
લીમડી ઠાકોર ને અક્ષર મંદીર નાં નિર્માણ સમયે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજે છડેચોક સંભળાવ્યું કે…” મધ્ય ખંડ માં તો અક્ષર પુરુષોત્તમ જ બેસશે….આ એમનાં માટે જ મૂંડાવ્યુ છે…..” એ સંવાદ સ્વરૂપે યુવક મિત્રો દ્રારા રજુ થયો….! અદ્ભૂત પ્રસંગ…
ત્યારબાદ પુ. ધર્મ તિલક સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યુ કે….શાસ્ત્રીજી મહારાજે કરેલા કલ્પનાતિત…અસહ્ય ભીડા વાળું વિચરણ….હરિભક્તો ની ઉપાસના ની શુદ્ધિ માટે નો અસહ્ય દાખડો….સદાયે અતુલ્ય રહેશે…૮૬ વર્ષ નું જીવન આ સિદ્ધાંત કાજે કૃષ્ણારપણ કરી દીધું….વિપરીત દેશ કાળ વચ્ચે પણ એ અટક્યા નથી….પોતાના દેહ ને આ સિદ્ધાંત માટે ઘસી નાખ્યો છે…સખત વા… ટૂંકી સગવડો વચ્ચે પણ એમનું વિચરણ અટક્યું નથી….એ તો કહેતાં કે ” ખાટલે પડીંશુ તયારે આ વિચરણ બંધ થશે…”
ત્યારબાદ રજુ થયેલા એક સંવાદ માં આ જ અદ્ભૂત વિચરણ….શાસ્ત્રીજી મહારાજ નો સર્વોપરી સિદ્ધાંત માટે નો..હરિભક્તો નાં કલ્યાણ માટે નો દાખડો રજુ થયો….સખત વા…. એ પણ એમનું વિચરણ અટક્યું નથી…..છેક છેલ્લાં શ્વાસ સુધી એમનો આ યજ્ઞ ચાલુ જ રહ્યો…
વિડીયો દર્શન દ્રારા પણ એ જ ભીડા નાં…કલ્યાણ યાત્રા નાં દર્શન થયાં…અંધારી રાત્રિ માં..ભોગાવૉ નદી નાં અતિશય પૂર વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ નું વિચરણ અટક્યું નથી…..ચલાય એમ ન હોય તો હરિભક્ત નાં ખભે બેસી ને વિચરણ કર્યું છે….એ પ્રસંગ રજુ થયો…
ત્યારબાદ યુવક મિત્રો દ્રારા સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નાં મહિમા નું ગાન કરતા એક નૃત્ય ની રજુઆત થઈ….. જય હો..જય હો…અક્ષર પુરુષોત્તમ ની….!!…આજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ નાં વિજયધ્વજ બ્રહ્માંડ માં ફરકે છે….
પુ.ઇશ્વર ચરણ સ્વામી એ નૃત્ય વચ્ચે , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ ની મૂર્તિ ને ગુલાબ નો હાર પહેરાવ્યો…અને સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠ્યો…..
ત્યારબાદ પુ.ઇશ્વર ચરણ સ્વામી એ, કે જેમને શાસ્ત્રીજી મહારાજ નો પ્રત્યક્ષ લાભ લીધો છે…તેમણે એક પ્રશ્ન ઉત્તર રૂપી સંવાદ માં કહ્યુ કે…..( આપણે અહી એનાં સાર..અંશ માત્ર જોઈશું) ..
- મુંબઇ..નંદા સાહેબ ને બંગલે…૧૯૫૦માંશાસ્ત્રીજી મહારાજ આરામ કરવા આવેલા…૧૦ વરસ ની ઉંમરે ત્યાં લગભગ ૧૦-૧૨ વાર જવાનો લાભ મળેલો…સ્વામી આડા પડી ને માળા જ ફેરવતા હોય…મારી ટચલી આંગળી નીચે નાં તલ ને વખાણતા…. સ્વામી નાં પગ દબાવતા…પગ એકદમ કોમળ…કેરી અને થૂલું જમતા…એ ઇદંમ આજે પણ સાંભળે છે…સ્વામી અંતર થી પુષ્પ જેવા કોમળ પણ મન થી વજ્ર જેવા મજબૂત હતાં….આફ્રિકા નાં મગન ભાઈ આરતી સમયે અતિશય ભાવ વેશ માં આવી જતા…એ યાદ છે…ચંદન ની અરચા કરવા નો લાભ મળેલો…જે રૂમાલ માં સંઘરેલો..
- નિર્ગુણ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ નો છેલ્લો મિલાપ ત્યાં જોયેલો…જાગા સ્વામી યે લખેલું…અક્ષર વાતો નુ ત્રીજું પ્રકરણ ખૂબ ગમતું…સુર્ય નારાયણ વાડી માં એની સાત દિવસ ની પારાયણ કરાવેલી…
- અટલાદરા માં શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સવારી નીકળી હતી….સુવર્ણ તુલા થઈ હતી એનો લાભ મળેલો….સ્વામીએ તુલા સામે નજર પણ નહોતી કરી…..હજારો હરિભક્તો ભેગા થયેલા….સભા માં સુતા સુતા કથા કરે…માળા ફેરવે….શંકર ભગત નાં પ્રબળ અવાજ માં રાત્રીએ ભજન થાતાં….
- સ્વામીએ મારો હાથ એકવાર પકડ્યો હતો તેં સતત ૭ દિવસ સુધી એટલાં ભાગ માં થી સુખડ ની સુગંધ આવતી હતી…….! ગઢડા…સલાડ…ઠીકરિયા ગામ માં લાભ મળેલો….સલાડ વાલા મણીભાઈ એ શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સ્વાગત યાત્રા કાઢેલી…હાથી એ સૂંઢથી ગુલાબ નો હાર પહેરાવેલો….એ હાથી એ નૃત્ય પણ કરેલું…એ યાદ છે
- કોઇના પ્રત્યે દ્વેષ નહીં….અવગુણ અભાવ નહીં…બસ પોતાની લીટી જોવી…..પુરુષાર્થ કરવો…એ સ્વામી નો સ્વભાવ હતો…
- આપણે આજે એ જ ગુણાતીત દિવ્ય પુરુષ સાક્ષાત મળ્યા છે…તેનો આનંદ લેવો..મહિમા સમજવો…જીવ માં દૃઢ કરવો…
- સદ્ગુરુ ખેલે વસંત….વાળો પ્રસંગ….ભગતજી મહારાજે , ગુણાતીત સ્વામી ની કરેલી સાંગોપાંગ સેવા ની વાતો સ્વામી વારે વારે કરતા….
- શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ માં સમાધિ પ્રકરણ ચલાવેંલું…. એ પ્રત્યક્ષ જોયેલું….સમાધિ વાળા બહેનો નાં મુખ માં થી દૂધ નીકળતું જોયેલું….પણ સ્વામી તો અલમસ્ત ભાવે વર્તતા…..નંદાજી…મોરિંસ ફ્રેડમેન…એ વિવિધ પરીક્ષણ દ્રારા આ સમાધિ પ્રકરણ ની સાતત્યતા ચકાસેલી……જાહેર માં સમાધિ પ્રકરણ થતુ, પણ સ્વામી ને આવા પરચા માં બહુ રસ નહીં…..પછી એમની ઇચ્છા થી બંધ થયેલા….
- ૪ વર્ષ ની ઉંમરે મને ….શાસ્ત્રીજી મહારાજે ભાવનગર થી બોટાદ જતા પેન્ડો જમાડેલો….એનો ઉલ્લેખ યોગીજી મહારાજે પોતાના પત્ર માં કરેલો…..
- પુ. અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું કે કરાચી માં ૧૯૪૭ માં કરેલી પારાયણ નો પત્ર સદ્ગુરુ નિર્ગુણ સ્વામીએ ….પુ. ઇશ્વર ચરણ સ્વામી( એ સમયે અરુણ ) ને લખેલો….એ સાક્ષી છે કે સ્વામી ને ઇશ્વર સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો….
અદ્ભૂત સ્મૃતિ…….પ્રત્યક્ષ સાક્ષી નાં મુખે આ સાંભળવા નો લ્હાવો…અવિસ્મરણીય રહેશે….
ત્યારબાદ જાહેરાત થઈ….
- હર્બલ Moisture નું લોન્ચિંગ થયુ….
- આવતાં રવિવારે પુર્વ અમદાવાદ માટે બ્રહ્મ સત્ર છે…વધું માહીતી માટે જે તેં વિસ્તાર નાં કાર્યકર નો/સંસ્કાર ધામ નો સંપર્ક કરવો…..
તો આજની સભા અદ્ભૂત હતી…..કેવા મોટા પુરુષ…ગુણાતીત સાક્ષાત આપણ ને મળ્યા છે, એનાં મહિમા ને સમજવા ની હતી…..
એ જ પ્રત્યક્ષ ગુણાતીત માં જીવ સાંગોપાંગ જોડાશે …દૃઢ હેત થાશે તો જીવ જરૂર બ્રહ્મ રુપ થાશે….એમા કોઈ શક નથી….
જય સ્વામિનારાયણ
રાજ