Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 14/07/2019

साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि॥

——————

भागवत -९.४.६८

અર્થાત- એવાં ભક્તો સદાયે મારા હૃદય માં રહે છે…અને હુ એમનાં હૃદય માં રહુ છું…..મારા ભક્તો મારા થી વધું જાણતા નથી….હુ પણ એમને ક્યારેય વિસરતો નથી…..

આવા ભક્તો નું જો લિસ્ટ બને તો આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ સર્વ પ્રથમ આવે કારણ કે એમની પરા ભક્તિ નો જોટો આ જગ માં મળે એમ નથી….

મેઘરાજા અમદાવાદ થી જાણે કે રુઠી ગયા છે…..મિડ જુલાઈ માં ભર ઉનાળા જેવી કાળઝાળ ગરમી ….અસહ્ય છે…..! હશે …હરિ ની જેવી મરજી…..!! આપણે તો એક એની મરજી પ્રમાણે જ જીવવા નું……એ રાખે તેમ હસતે મુખે રહેવા નું….કારણ કે “દાસ નો દુશ્મન હરિ કોઈ દી’ હોય નહીં……”

તો ઘણા સમય બાદ, વિવિધ કારણોસર સભા નો લાભ ન્હોતો મળ્યો….તેનો ભાર ઓછો કરવા સમય પહેલાં સભા માં પહોંચી ગયો….. અને સર્વ પ્રથમ….હા… જીવન માં સદાયે સર્વ પ્રથમ શ્રીજી મહારાજ નાં ધામ અને મુકતો સાથે નાં મનમોહક દર્શન….!!

ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા એવી આ સભા ની શરૂઆત યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. સમગ્ર સભા એકતાર થઈ ગઇ…… ત્યારબાદ આજની સભા ને અનુરૂપ એક કીર્તન ” ગુરુદેવ નાં ચરણ માં કરી એ કરોડ વંદન….” રજુ થયુ….! આવા સમર્થ…સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુરુ હોય તેનાં ચરણ માં તો કરોડો વંદન કરીએ તો યે ઓછાં છે….!!! ત્યારબાદ એક યુવકે ભક્ત રાજ વનમાળીદાસ રચિત પદ” વંદન ગુરુજી….વંદન મહંતજી” રજુ કર્યું…..ગુરુની સેવા માં રહેવા મળે… એમનો રાજીપો મળે… એનાં થી મોટી વાત કઇ હોઇ શકે??? ગુરુ નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે….એમ શાસ્ત્રો કહે છે, એ સત્સંગ માં આવ્યાં પછી જીવ થી અનુભવાય છે…..

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી એ એમનાં પહાડી સુર માં ” ગુરુ મળ્યા ગુણ વાળા …જી મુને ..” રજુ કર્યું…ગુરુ નાં પગલે ચાલવા થી જ જીવન માં અખંડ અજવાળું પથરાય છે, તેં કાઈ નાની સૂની વાત નથી…..! અનંત જન્મો થી જીવ માં ઘૂસેલા જગત ને કેવળ ગુરુ કૃપા એ જ દુર કરી શકાય છે….!

ત્યારબાદ આવા સતપુરૂશ નાં મહિમા નું ગાન કરતો એક અદ્ભૂત વિડીયો….” ધીરે ધીરે મહંત સ્વામી….તમારો નેહડો લાગ્યો….” રજુ થયો….! અદ્ભૂત વિડીયો જોઇ હૃદય ભરાઈ ગયુ…..મારા ગુરુ….સાક્ષાત અક્ષર છતા કેવો દિવ્ય દાસ ભાવ….અતુલ્ય નિર્માનીપણું…..એક નાનાં માં નાનો હરિભક્ત હોય કે સાક્ષાત ઠાકોરજી…..સ્વામી સદાયે દાસ ભાવે જ વરત્યાં છે…!!!

એ પછી પુ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ સ્વામીશ્રી નાં પરા ભક્તિ નાં ગુણ વિશે વિશેષ માહીતી આપતાં કહ્યુ કે……સ્વામીશ્રી માટે હરિકૃષ્ણ મહારાજ જ સર્વસ્વ…!! એ મૂર્તિ નું અખંડ સુખ હરપળ લે છે….વિમાન માં ઠાકોરજી માટે AC નાં વેંટ ફેરવવા નાં હોય કે….તડકો રોકવા નો હોય….રાજકોટ જન્મ જયંતિ માં ઉદ્ઘાટન ની મીણબત્તી શ્રીજી ને ધરાવવા ની હોય….રોબિન્સ વિલે માં શ્રીજી ને ધરાયા પછી હાર સ્વીકારવા નો હોય……મંદીર માં વિપરીત પરિસ્થિતિ માં પણ દર્શન નો ઈશક…….સર્વે પ્રસંગો માં સ્વામીશ્રી ની પરા ભક્તિ કે જેમાં ” સદાયે પ્રથમ શ્રી હરિ” ભાવ નાં દર્શન થાય છે……! બધુ જ ભગવાન ની મરજી સમજી વર્તવું….બધુ જ ભગવાન અર્થે જ કરવું…..એ જ એમનાં જીવન નો સાર રહ્યો છે…….!

ત્યારબાદ પુ. પ્રેમવદન સ્વામી દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભૂત કીર્તન….” ગુરુ પરમેશ્વર રે….જે સેવે સાચે મને….” રજુ થયુ….! ગુરુ સાક્ષાત પરબ્રહ્મ …નું સ્વરુપ નજરું સમક્ષ છવાઈ ગયુ……સમગ્ર સભા આ મહિમા ગાન માં જોડાઇ ગઇ….!!

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી દ્રારા ગુરુ મહિમા પર અદ્ભૂત પ્રવચન થયુ….જોઈએ એનો સારાંશ માત્ર..

  • લૌકિક કાર્ય હોય કે પરલોક નું કાર્ય…ગુરુ વગર કશુ જ શકય નથી…..ભણવા જેવી એકમાત્ર વિદ્યા ..બ્રહ્મ વિદ્યા ભણવા ગુરુ અનિવાર્ય છે..
  • વેદ વ્યાસજી એ કહ્યુ કે ધ્યેયો નારાયણો હરિ: …આમ, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ અને ભગવાન વગર જ્ઞાન જ નથી…..ભાગવત કહે છે કે આવા સાચા સંત નાં હૃદય માં હુ એટ્લે કે ભગવાન રહે છે….
  • આવા મોટા પુરુષ નું જીવન પણ શાસ્ત્રો કહે છે એમ સ્વયં શાસ્ત્ર સમાન હોય છે…..
  • આવા ગુરુ મળ્યા તો છે, પણ આપણે એમનાં માટે શુ કરવા નું છે?? જે કરવા નું છે એ- નિર્દોષ બુદ્ધિ, એમની આજ્ઞા માં દૃઢતા, એમની પ્રત્યેક ક્રિયા માં દિવ્ય ભાવ…મન ધાર્યું મુકી ગુરુ મરજી માં વર્તવા નું….બુદ્ધિ નહીં વાપરવા ની…. યુક્તિ પ્રયુક્તિ નહીં કરવા ની….બિન શરતી શરણાગતિ……સંપ,સુંહ્રદ ભાવ,એકતા નો ભાવ…નિયમ ધર્મ માં દ્રઢતા રાખવી…
  • દરેક સતપુરૂશ ની રીત અલગ છે….પણ હેતુ એક જ…જીવ ને શુદ્ધ કરી કલ્યાણ કરવું….
  • બસ….આપણે બધુ જ આવા ગુરુ ને સમર્પિત કરી રાજી કરવા નાં છે…..છેક દાદા ખાચર થી લઇને આજે પણ ઘણા ભક્ત રાજ આવુ જીવન જીવી ગયા છે…..
  • જેટલું આપણુ પાત્ર એમનાં દ્રારા ઘડાશે….એટલું જ વધું બ્રહ્મ નું સુખ આવશે…..

અદ્ભૂત….અદ્ભૂત પ્રવચન…! આમ જ જો ગુરુ નો મહિમા સમજાય અને એમનાં માં યથાર્થ જોડાવાય તો ભયો ભયો……

સભા ને અંતે જાહેરાત થઈ કે – પૂનમ ને દિવસ ચંદ્ર ગ્રહણ છે….16 તારીખે બપોરે 4 વાગ્યે વેંધ બેસશે….રાત્રે 1.30 વાગ્યા થી સવારે 4.30 સુધી આ ગ્રહણ ચાલશે…..તો સંતો ની આજ્ઞા મુજબ આપેલી સુચના ઓ નું પાલન કરવું……

અંતે ગુરુ પૂજન માં મંત્ર પુષ્પાંજલિ નો પ્રોગ્રામ થયો…..

આજની સભા સતપુરૂશ ને ઓળખવા ની… એનો મહિમા સમજવા ની હતી…..જો એ ઓળખાશે તો હરિ ક્યાંય દુર નથી…..

સમજતા રહેજો……સત્સંગ સમજણ જ છે…

જય સ્વામિનારાયણ….. પ્રથમ શ્રી હરી ને …

રાજ


Leave a comment

છગનભાઇ અને “વટ” સાવિત્રી વ્રત…

“વાયુ” એ ગુજરાત ને….અને ખાસ તો સદાયે “તરસ્યા” અમદાવાદીઓ ને દગો દીધો….અને હુ પણ એક અમદાવાદી તરીકે વરસાદ નહીં પણ ભેજ થી ભીંજાતો…. નિસાસા નાખતો “વાયુ” ત્યાગ કરવા નીકળ્યો……! ચપ્પલ પગે ટીન્ગાવી બહાર પગ મુક્યો કે સામે નજર પડી……..દેવાળીયા થઈ ગયેલાં પાકિસ્તાન ની જેમ ગરીબડૂ ડાચુ લઈ છગનભાઇ , મોદી ત્રસ્ત કૉંગ્રેસ ની જેમ ઉભા પગે બેઠેલા…..અને કૈક બબડતા હતાં…..

મે સહજ જ પુછ્યું…..કેમ છગન કાકા ….શુ થયુ?? કેમ આમ ઉદાસ બેઠા છો….???

છગનભાઇ મો વાંકુ કરી બોલ્યા … જાવા દો ને રાજભૈ.. ચૉય શાંતિ જ નથી….!!

હુ- પણ બોલો તો ખરાં….શુ થયુ???

છગનભાઈ ઉવાચ….શુ કહું રાજ ભૈ….. એક જમાનો હતો કે બૈરા એમનાં ધણી માટે હુ નતા કરતા…!! ચેટલા ય જાત નાં વ્રત ન વાર કરતાં…… ન’ અવ તો હારો જમાનો ય એવો આયો શ ક….બધાં વંઠી જયાં શ….!!!

હુ…….કેમ થયુ શુ???

છગન ભાઈ……- ભઈ…. મી તારી કાકી નું કહ્યુ ક…આજ વટ સાવિત્રી નું વ્રત શરુ થાય શ….ઇમ આ છાપા વાળા કે’શ……તેં તુ ય કર ન લી…!! અન.. ભઈ… આ હામ્ભળી એ તો જમ ના પાડા ની જયમ ભડકી…..ઝાડુ પસાડી મનઅ વટ મારતી બોલી…..” ચય્મ બધાં વ્રત અમાર જ કરવા નાં…??? ન તમાર કાંઇ નઈ….?? ચય્મ અમે ઠેકોં લઈ રાખ્યો શ…??? જમ તમન કાલ લઈ જતા હોય તો આ જ લઈ જાય….!!! ખબરદાર જો વ્રત નું નામ લીધુ શ તો..!!!”

છગન ભાઈ તો બોલતાં બોલતાં ઢીલા થઈ ગયા……અને જાણે રડતા હોય એમ બોલ્યા….

” જોયું….શેવા દા’ડા આયા શ…..!! તારી કાકી જેવી ડોહી ઓ ઓમ ફરી જાય શ…તો તમારી નવી પેઢી ની તો શી હાલત હશે???”

હુ બોલ્યો- ” કાકા….કાકી ની વાત તો અમુક અંશે સાચી જ છે……આજકાલ સ્ત્રી ઓ દરેક કાર્ય માં પુરુષ જેટલો જ દાખડો કરે છે….નોકરી ધંધો કરે છે…..તો આવા વ્રત કદાચ ન કરે તો વાંધો નહીં…..બળ જબરી ન કરાય …આ તો સમજણ અને પ્રેમ ની ..મહિમા ની વાત છે….”

છગન ભાઈ બોલ્યા……” હુ કનકોંળા નો પ્રેમ…!!! અલ્યા….આખી જીંદગી અમે આ ઉપાધિ ન’ નભાઈ….રોજ એની કચકચ હામ્ભળી ન કાંન બે’રા થઈ જયાં…… તો આપણા માટ આટલું વ્રત ન થાય ભઈ….??? એમાં હું નવઈ કર શ!!! ઇન પૈયણી ન હું લઈ આયો….તેં ચાર મહિના પશી મારો હાહરો..મારી પાહે બેહી દાંત કાઢતા કે….છગનલાલ…..કંકુ ન તમાર હારુ પૈણાઇ તો…મારૂ તો વજન પાંચ કિલો વધ્યું…..!!! હવ બોલા …મારઅ હુ કે’વું એ ડોહા ન….!!!

હુ હસતા હસતા બોલ્યો……કાકા…જે હોય તેં….કાકી તમારી આટલી બધી સેવા તો કરે છે…..પછી બીજુ શુ જોઈએ…???

છગન ભાઈ તો આ સાંભળી બગડ્યા….બોલ્યા….” અલ્યા…તમારા જેવા નવી પેઢી નાં વહુ ઘેલા ઓ ને લીધે જ અમારાં આ દા”ડા આયા શ…..!! તમે તમારી બાયડી આગળ મિદંડી મે થઈ જાઓ શો…..ન અમન સલાહ આલવા નીકળ્યા શૉ…!! આં કઇ વાયુ વાવાઝોડું નથી ક ગાજે પણ વરસે નહીં…..! જોઉં શુ તારી કાકી ન….ચય્મ વ્રત ન કર….? ઈ ન કરઅ …તો હુ કરીશ….પણ ઇન નહીં છોડું…!!

…………

આ સાંભળી મને લાગ્યું કે….મારી સાવિત્રી આ વાતચીત સાંભળી , મારો ખો બોલાવી દે… એનાં કરતાં ચાલો ભાગીએ….!

“વટ” સાવિત્રી ની વટ ભરી….છગન ભાઈ ની તીખી બોલી સાંભળી…..વાયુ વાવાઝોડા નો પીછો કરવા હુ તો ભાગ્યો…..!!

ઓમ શાંતિ…..શાંતિ….

રાજ


1 Comment

BAPS રવિસભા- ૨૬/૦૫/૨૦૧૯

સ્વામિનારાયણ હરે…..સ્વામીએ વાત કરી જે…

“….કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે…….

…… અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય…”

————————–

અક્ષર વાતો-૨/૫૫

સત્સંગ માં પ્રગતિ ની ઉપરોક્ત વાત સાથે બાહ્ય જગતમાં ગ્રીષ્મ નું જોર યથાવત છે……તો સત્સંગ પણ હંમેશની જેમ યથાવત….કેસર ભીનો છે…..! આજની સભા માં એ કેસરિયો રંગ ભક્તિ બની છવાયો હતો….

અને જેનાં રાજીપા અર્થે આ બધુ છે…તેં જગતના નાથ નાં તમે દર્શન જુઓ તો સમજાય કે….એ સાંવરા ગુમાની ની છટા શુ છે…?? સારંગપુર ૧ નાં વચનામૃત માં કહ્યુ છે…તેમ આજના શ્રીજી નાં નીમિષ માત્ર નાં દર્શન માં અનંત બ્રહ્માંડ નું સુખ સમાઈ જાય તેવું હતુ…!!!

સભા ની શરૂઆત વિશિષ્ટ યજમાન…પ્રસિધ્ધ વૈષ્ણવ ગાયક….શાસ્ત્રીય ગાયક એવા પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ જેવા વિદ્વાન ગાયક અને યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન થી થયુ…..

ત્યારબાદ પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ નાં અત્યંત કર્ણપ્રિય ..ઘૂંટેલા સ્વર માં…શાસ્ત્રીય સુંરાવલી સાથે..કબીર જી નું પદ.” સબસે ઉંચી પ્રેમ સગાઈ…” રજુ થયુ…..!! અદ્ભૂત…..અદ્ભૂત…!! સગાઈ તો એક હરિ ની જ સાચી…..કે જયાં જીવ હરિ નો જ થઈ જાય છે….!!!

ત્યારબાદ એમનાં જ સુરીલા કંઠે , બ્રહ્મ કવિ બ્રહ્માનંદ સ્વામી નું પ્રસિધ્ધ પદ…” રે શિર સાટે નટવર ને ભજીએ…” રજુ થયુ……! ખરેખર માથું તો એક હરિ માટે જ મુકવા જેવું છે….અને જેમણે આ કર્યું છે, તેં જ જીવન ને સાર્થક કરી ગયા છે….! ભક્તિ માર્ગ નું સાધન…સાધ્ય…અને માર્ગ આ જ છે…!

ત્યારબાદ તેમણે બિલવ મંગળ આચાર્ય રચિત પ્રસિધ્ધ સ્તોત્ર…” શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવેતિ…” રજુ કર્યો…..!! સરગમ ની સુંરાવલી માં શ્રીજી ને ગૂંથી ને જે અમૃત તૈયાર થાય છે…..તેનુ બ્રહ્મ સુખ આજે સૌને આ પદ દ્રારા મળ્યું….! હરપળ હરિ….સદાયે…!!

પંડિત શ્રી નીરજ ભાઈ પરીખ નાં પિતાશ્રી પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ, યોગીજી મહારાજ નાં અત્યંત કૃપા પાત્ર હતાં…..અને આ ભક્તિ વારસો આજે પ્રત્યક્ષ દેખાય છે……

ત્યારબાદ શ્રીજી નાં ચંદન નાં વાઘા નાં મનમોહક દર્શન નો વિડીયો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્રારા વચનામૃત અને સ્વામીની વાતો (૨/૫૫) પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ મળ્યો….જેનો સારાંશ માત્ર આપણે અહી જોઈશું….

  • કલ્યાણ નો માર્ગ શ્રીજી એ વચનામૃત માં આપ્યો છે…..ગુણાતીત સ્વામીએ પોતાની અક્ષર વાતો માં પણ એ જ કહ્યુ છે…..સ્વભાવ, દોષ…રોજબરોજ નાં સંસાર નાં પ્રશ્નો…મોક્ષ માર્ગ નાં સાધનો ઇત્યાદિ સર્વે ને શ્રીજી એ વચનામૃત માં કહી છે….
  • જીવન માં એકબીજા સાથે અનુકુળ થાતાં આવડે….એકબીજા ને વશ થઈએ…નમીએ તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય…….
  • વ્યક્તિ નાં સ્વભાવ ઓળખી રાખવા….અને તેને સ્વીકારી …અનુકુળ થાવું…એકબીજા નું સન્માન જાળવવું….કોઈનું ઘસાતું ન બોલવું….અવગુણો ન ગાવા….
  • દરેક ને એક હરિભક્ત ની દ્રષ્ટિ એ જુઓ….મહિમા સમજો…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
  • આપણે સામા વાળા નાં થશુ તો… એ આપણાં થઈ જશે……પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સૌના થઈ ને રહ્યાં છે…માટે જ જીવ માત્ર એમનાં થઈ ને રહ્યાં છે…..ગુણાતીત પુરુષો એ કોઇના અવગુણ જોયા જ નથી….
  • મહંત સ્વામી મહારાજ ને જુઓ…..સદાયે દાસ ભાવે વર્તે છે….સૌના ગુણ જ જુએ છે….સૌનો મહિમા જ ગાય છે…એ ભાવે જ જુએ છે….આપણે પણ એમ જ કરવા નું છે….!!

અદ્ભૂત….અદ્ભૂત….! આ જો જીવન માં થાય તો જરૂર કલ્યાણ થાય….!

( ઉપરોક્ત પ્રવચન નું મોબાઇલ રેકોર્ડિંગ નીચેની લિંક પર ઉપલબ્ધ છે……ગુણવત્તા ઓછીવધું હોઇ શકે છે)

https://drive.google.com/file/d/1-0Rf5NhEy52WQ5WtkIMunSvrNipV5H-n/view?usp=drivesdk

  • 27/5 સારંગપુર બાળ અધિવેશન છે…ઉતારાની…. સ્વામીશ્રી નાં દર્શન ની વ્યવસ્થા થાશે નહીં..
  • રાયસન વિદ્યામંદિર માં હાયર સેકન્ડરી માં એડ્મીસન માટે સંપર્ક કરવો….
  • આવતાં રવિવારે ભવ્ય કીર્તન આરાધના નું આયોજન છે….અચુક લાભ લેવો…

તો, આજની સભા અદ્ભૂત હતી……સંસાર હોય કે મોક્ષ ની વાત……જીવન કઈ રીતે જીવવું…એ આજની સભામાં થી શીખવા મળ્યું…..! એટલું આવડ્શે તો યે બ્રહ્મ માર્ગે આગળ વધાશે…એમા કોઈ શંકા નથી…!

અંતે સુરત માં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થી ઓ ની સ્મૃતિ માં સ્વામિનારાયણ ધૂન થઈ…….પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં આશ્વાસન…આશીર્વચન વિડીયો સંદેશ નો લાભ મળ્યો….સર્વે નાં સુખ શાંતિ માટે સ્વામીએ પ્રાર્થના કરી… સર્વે નું કલ્યાણ થાય….સર્વે ને શાંતિ મળે એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના…!!

સદાયે હરિ ને આગળ રાખો…..એ છે તો બધુ જ છે…એ જ સર્વસ્વ છે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

મે’હાંણા ની મુલાકાતે…

ઉનાળો હવે ઉંબરે ઊભી ડોળા કાઢી રહ્યો છે…અને સ્કૂલો માં વેકેશન ના પગરવ સંભળાય છે…અને સ્વાભાવિક છે કે મન અત્યાર થી જ આયોજન કરવા બેસી જાય છે કે- આ વખતે વેકેશન માં ક્યાં જાશું??? ભેંસ ભાગોળે અને છાસ છાગોળે- જેવી ઘટના છે કારણ કે કાળ ને તો આપણે જાણતા જ નથી ….અને આજ પણ આપણાં હાથ માં થી સરકતી જાય છે…..સમય ને તમે પકડો છો કે- સમય તમને ?? ઉત્તર કઠિન છે પણ રસપ્રદ છે……!

તો- આ મંગળવારે રીના ને રજા હતી તો- હરિ ને એની મનગમતી રજા પડી…!!! અને અમે અચાનક જ આયોજન કર્યું કે- ચાલો આજે અમદાવાદ ની 100-120 કિમી ની પરિઘી માં આવતા ઐતિહાસિક સ્થળો ની મુલાકાતે જઈએ….આમેય આપણાં બધા નું એવું છે કે- આપણે આખી દુનિયા ફરી આવીએ પણ ઘર ના ઓરડા જ બાકી રહી જાય…હું આટલા વર્ષ થી અમદાવાદ માં રહું છુ , છતાં અમદાવાદ ના જ ઘણા સ્થળ હજુ મે નથી જોયા…!! તો- નક્કી કર્યું કે- ચાલો મોઢેરા , પાટણ-સિદ્ધપુર જેવા ખૂબ જ ઐતિહાસિક ખ્યાતિ ધરાવતા સ્થળો ની મુલાકાત લઈએ……એક જ દિવસ નો પ્રવાસ અને પછી સાંજે સભા……દેહ નું અને જીવ બંને નું પોષણ જરૂરી છે…આથી જ ફટાફટ આયોજન કરી…ગૂગલ બાબા ના સહારે …GPS ભોમિયા ને આગળ રાખી ..નીકળી પડ્યા…! ધોમ ધખતો તડકો પણ અમારી ગાડી ના એસી મય વાતાવરણે અમારી હીમત ટકાવી રાખી…….! રસ્તો તો સાવ સીધો…..અમદાવાદ- મેહસાણા-પાલનપુર વાળો હાઇવે પકડવા નો…..અને અમારી યાત્રા મુજબ પહેલા પહોંચ્યા – ઊંઝા…મહેસાણા …વટાવો એટ્લે ત્યાંથી માત્ર 20-25 કિમી દૂર છે……માં ઉમિયા ના દર્શન કર્યા અને ઠંડા થયા…એમ કરી એ- સ્થળ પ્રમાણે જ મારા અનુભવો અહી લખું- કે જેથી તમને વધુ ખ્યાલ આવે…..શરૂઆત કરીએ…

  • ઊંઝા– આખા એશિયા નું સૌથી મોટું મસાલા અને તેલીબિયા નું બજાર છે……જીરું, વરિયાળી, ઈસબગુલ નું સૌથી મોટું માર્કેટ છે….અહી કડવા પાટીદારો ની કુળદેવી શ્રી ઉમિયા માં નું મંદિર છે , જેના દર્શને બધા જ આવે છે….ખ્યાતિ અંબાજી જેવી જ….પણ હાલ તેનું નવીનીકરણ કર્યું છે અને મંદિર ખૂબ જ સારી રીતે – બધા ભાવિકો ને શાંતિ થી દર્શન નો લાભ મળે- તેમ આયોજિત છે. ઉપર માતાજી ..બાજુમાં મહાદેવજી અને નીચે -ગણેશજી ની ખૂબ જ પ્રાચીન મુર્તિ ના દર્શન થાય છે…..અમે અહી જમવા નો લાભ લીધો…..માત્ર 30 રૂપિયા માં ગરમાગરમ ભોજન પ્રસાદ નો લાભ કોણ આપે?? ખરેખર- મંદિર ના દર્શન અચૂક કરવા…..! સર્વપ્રથમ અહી આવવા નું કારણ એ હતુ કે શાંતિ થી દર્શન થાય અને ભોજન નો સમયસર લાભ લઈ, અહી થી સીધા સિદ્ધરાજ જયસિંહ ની નગરી….સિદ્ધપુર પહોંચી શકાય….
  • સિદ્ધપુર– ઉંઝા થી 15-20 કિમિ દુર, સોલંકી વંશ ની રાજધાની એવું આ અતિ પુરાણું નગર, મહારાજા સિદ્ધરાજ જયસિંહે વસાવ્યું હતુ….એ સમયે કુંવારીકા નદી સરસ્વતી ને કિનારે વસેલા આ નગર ની ખ્યાતિ છેક ભારત ભર માં હતી…..રુદ્ર મહાલય, સિદ્ધેશ્વર મહાદેવ, બિંદુ સરોવર અને અને ત્યાં આગળ આવેલું મ્યુઝિયમ એક ખૂબ જ જોવાલાયક સ્થળ છે… અમે જ્યારે પહોંચ્યા ત્યારે google બાબાએ અમને સિદ્ધપુરની ગલી કૂંચીઓ માં ખૂબ ફેરવ્યા અને છેવટે રુદ્રમહાલય પહોંચ્યા તો ત્યાં આગળ પોલીસની હાજરી હતી….. છતાં અમે અંદર પ્રવેશ્યા અને મોબાઈલથી ફોટા લેવાનો પ્રયત્ન કર્યો તો અમને કોર્ટનો આદેશ બતાવી ફોટા લેવાની મનાઈ કરવામાં આવી……થોડાક નિરાશ થયાં.. છતાં ખુદ પોલીસે અમને એ સ્થળની માહિતી આપતા જણાવ્યું કે રુદ્રમહાલય સાત માળનો હતો અને અલાઉદ્દીન ખીલજીએ અને અહમદ શાહ પ્રથમ તેને તોડ્યો…..સિદ્ધપુર નો નાશ મોહંમદ ઘોરી એ સોમનાથનું મંદિર તોડ્યું ત્યારે રસ્તામાં આ નગર પર આક્રમણ કરી ને કર્યો…. અને ઈતિહાસ નું એક બેનમૂન સ્થાપત્ય ધૂળમાં મળી ગયું….. અત્યારે જે ખંડેર છે અને તોરણ છે એ જોઈને એક હજાર વર્ષ જૂના ભવ્ય ઇતિહાસ નો ખ્યાલ આવે છે …..અફસોસ…!!!એ પછી અમે એટલા જ પુરાના સિધેશ્વર મહાદેવ ના દર્શને ગયા ત્યાં આગળ સરસ્વતી નદી નો આરો છે અને માતૃ તર્પણ ની ક્રિયાઓ અહીં થાય છે….નદી તો અત્યારે સાવ સૂકી ભઠ છે, પણ ચોમાસા માં અહી પાણી રહેતું હશે…. સરકારે અહી ખૂબ જ વિકાસ કર્યો છે, જે સ્પષ્ટ દેખાય છે….. એ પછી અમે બિંદુ સરોવર ગયા…. સરકારના પુરાતત્વ વિભાગે ખુબજ પ્રસંશનીય કાર્ય કરી સમગ્ર વિસ્તારને આધુનિક ઓપ સાથે દર્શનીય બનાવ્યો છે સાથે-સાથે ત્યાં આગળ માતૃ તર્પણ ની પૂજા પણ થાય છે….અમે મોક્ષ પીપળા ને જળ ચડાવી, પ્રદક્ષિણા કરી, અમારાં માતૃ દેવો ની શાંતિ નું કાર્ય કર્યું…..બ્રાહ્મણો ત્યાં બેઠા જ હોય છે, આથી સાચવવું….!!! 😊 અને સિધ્ધપુર અને ગુજરાત ના ભવ્ય ઇતિહાસ ની ઝલક આપતું એક સંગ્રહાલય પણ છે એની અચૂક મુલાકાત લેવી….
  • પાટણ:- તમે સિધ્ધપુર જાઓ પછી ત્યાંથી અડધો કલાક દૂર વસેલું ઐતિહાસિક પાટણ શહેર છે,તેંની મુલાકાત ન લો તો ના ચાલે …..!!! ત્યાં જવું જ પડે કારણકે સિદ્ધપુરની ભવ્યતા નો ઇતિહાસ પાટણ સાથે જોડાયેલો છે અમે અડધો કલાક નો રસ્તો કાપી સીધા જ રાણકીવાવ પર પહોંચ્યા …..અદભુત વ્યવસ્થા અને સ્થળ કે જ્યાં ગ્રીન લૉન થી છવાયેલા બગીચાની વચ્ચે રાણકીવાવ સ્થિત છે જે ઈસવીસન ૧૦૬૩ માં રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી …….! શું અદભૂત કોતરણી….!! તમે જુઓ ને દંગ થઈ જાઓ ……અમે- હરિ, રીના અને હું છેક નીચે સુધી ગયા( અત્યારે છેક પાણી સુધી જવાતું નથી…) અને ઢગલાબંધ ફોટા પાડ્યા…. એક એક શિલ્પ ની કોતરણી એટલી અદભુત છે કે તમારો સમગ્ર દિવસ એના અભ્યાસમાં જ વીતી જાય …..!!!અદભુત અદભુત…!! ઇતિહાસ ની આ ધરોહર ને પણ મુસલમાન આક્રમણખોરોએ તોડી નાખી…….અને મનુષ્ય ઇતિહાસ નાં આ દુર્લભ સ્થાન ને વર્ણવી ન શકાય એવું નુકસાન પહોંચાડ્યું છે…… ખરેખર એ સમયના ઇતિહાસ ને જો મુસલમાન આક્રમણખોરો એ નુકસાન ન પહોંચાડ્યું હોત તો સમગ્ર દુનિયામાં આ સ્થળો આજે દુનિયાભરમાં પ્રવાસીઓને અભ્યાસુઓને માટે એક અજાયબી થી ઓછા ન હોત …એમનો ડંકો વાગતો હોત…! અહી ના પત્થરો એ પોતે જ એક સંદેશ છે….!!! અદભુત અદભુત ….!!! તમને અચુક વિચાર આવે કે, આટલું મોટુ સ્થાપત્ય એ સમય માં કઈ રીતે બન્યુ હશે?? એ શિલ્પ કારો કેવા હશે??? …..ત્યારબાદ અમે પાટણના પટોળા માત્ર બહારથી જોઈ( ભાવ સાંભળો તો કપડા પહેરવા નું છોડી દો…😊) …. મન ને મનાવી….. પાટણ ના જગ વિખ્યાત દેવડા નો સ્વાદ માણી….. મોઢેરા જવા રવાના થયા……. gps ખુબજ કામ લાગ્યું…..સમય, ઇંધણ…ખૂબ બચ્યા….
  • નીચે ની લિંક પર વાવ નો વિડીયો અનુભવ કરી શકીશું…..
  • મોઢેરા– આ પણ અદ્ભૂત , પ્રાચિન સ્થળ છે, જે રાજા ભીમદેવે લગભગ 1000 વર્ષ પહેલાં વસાવ્યું હતુ…..સુર્ય મંદીર, જ્ઞાનેશ્વરી વાવ ને કારણે હજારો પ્રવાસીઓ અહીં ખેંચાઈ આવે છે બાજુમાં મોઢેરા ગામ છે……અમે પહોંચ્યા ત્યારે ખરાં બપોર નો સમય હતો, તડકો જોરદાર હતો, છતા પ્રવાસીઓ ઘણા હતાં…..સરકારે આ ઐતિહાસિક સ્થળ ને સાચવવા નો ઘણો પ્રયત્ન કર્યો છે, છતા જનતા હૈ કી માનતી નહીં…!! લોકો આડેધડ ફોટા પાડવા ની લહાય માં આ અદ્ભૂત શિલ્પ કૃતિ, તેનાં ઇતિહાસ તેનાં મહિમા ને ભૂલી જાય છે….બસ ફોટા પાડી ને રવાના…!! પણ જરાક ઇતિહાસ માં ડોકિયું તો કરો…..!! સરકાર દર વર્ષે અહી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માં સુર્ય ઉત્સવ ઉજવે છે…..ત્યાં આગળ હજારો લોકો તેનાં દર્શને આવી આ સ્થળ નો મહિમા સમજવા પ્રયત્ન કરે છે……! ત્યાં પણ જે ખંડિત શિલ્પો છે , તેની પ્રદર્શની પણ છે…….

અંતે, મોઢેરા માં અમારી મે’હાંણા યાત્રા ને વિરામ આપી GPS ની મદદ થી અમદાવાદ પરત ફર્યા….રસ્તામાં અમારા પ્રિય સ્થળ- ત્રિમંદીર માં સાંજ ની પેટ પૂજા પુરી કરવા માં આવી…..અને ભારે ટ્રાફિક વચ્ચે ઘરે પધાર્યા…….

હવે અમે ફરી ને તો આવ્યાં….પણ એનાં આધારિત મારી વણ માગી સલાહો…આ અનુભવ ને આધારે સાંભળી લ્યો….

  • ગરમી માં ફરવા જવું એ એક પોતે જ પડકાર છે….ગાડી નું એસી પાવરફુલ હોય, ટોપી ચશ્મા અને ઘણુ બધુ પાણી સાથે લઈ લેવું….સૂકો નાસ્તો પણ સાથે રાખવો……મેહાંણાં બાજુ અને લગભગ આખા ગુજરાત માં ગરમી પાપડ શેકાય તેવી પડે છે……
  • જમવા નું ઉંઝા માં જ ગોઠવવું….બીજી કોઈ જગ્યા એ ..હોટલ સિવાય તમારો મેળ નહીં પડે….સિદ્ધપુર કે મોઢેરા જેવા સ્થળો એ તો વિદેશી પર્યટકો પણ આવે છે….છતા કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટ નો અભાવ છે….પાટણ રણકી વાવ પાસે માં ગુજ સરકાર ની તોરણ કરી ને હોટલ છે તો મોઢેરા માં તોરણ નામે મજાક છે……આથી જ ઉંઝા માં 12 વાગ્યા સુધી માં દર્શન અને ભોજન થઈ જશે….અને વળતી વખતે ત્રિમંદીર, અડાલજ માં શુદ્ધ સાત્વિક ભોજન મળી શકશે….
  • આ બધા ઐતિહાસિક….પ્રાચિન સ્થળ છે….ફરવા જતા પહેલા તેં વિશે થોડોક અભ્યાસ કરી ને જાઓ તો વધું મજા આવે……સિદ્ધપુર માં ચોમાસા માં જવું…..સરસ્વતી નદી માં પાણી દેખાશે……
  • જો પ્રવાસ એક દિવસ થી વધું નો ગોઠવવોં હોય તો અડાલજ, બેચરાજી, મહુડી જેવા સ્થળો પણ એમા આવરી શકાય……રોડ સારા છે, પણ ટ્રાફિક ની સરખામણી માં ઉતરતા કહેવાય…….

તો વધું શુ કહેવું?? જાતે જ ફરો……જાતે જ અનુભવ કરો….ઇતિહાસ ને ઊંડાણ થી વાંચો….અને મહિમા સમજો……

ઢગલા બંધ ફોટા પાડ્યા છે…..મિત્રો માટે ફેસબૂક પર ચોંટાડયા છે……

ફરતા રહો…..

રાજ


2 Comments

BAPS રવિસભા-૧૭/૦૩/૨૦૧૯

વચનામૃત સર્વ શાસ્ત્રો નો સાર છે….જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન , વચનામૃત માં થી મળે છે…


બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ

જીવે જો બ્રહ્મરૂપ થાવું હશે તો, પોતાના સ્વભાવ દોષ…માયા નાં ગહન પડ ટાળ્યાં સિવાય છૂટકો જ નથી…. અને એ માટે સ્વયં શ્રીજી નાં અમૃત વચનો સિવાય બીજો કોઈ મોટુ સાધન જ નથી…. માટે જ વચનામૃત નો નિત્ય અભ્યાસ, જીવ ને મોક્ષ માટે અનિવાર્ય છે….આજની સભા વચનામૃત નાં મહિમા પર જ હતી…

તો છેવટે ઉનાળા નાં પગરવ થઈ ગયા છે….અને આ વખતે જેમ કડકડતી ઠંડી હતી તેમ ગરમી પણ આસમાન ને આંબશે…એમ અનુભવ અને વિદ્વાનો કહે છે….પણ એક વાત ચોક્કસ છે કે ભક્તિ માં ઓટ કદાપિ નહીં આવે….

તો આજની આમલકિ એકાદશી નાં, શ્રીજી નાં મનમોહક દર્શન……ઘનશ્યામ મહારાજ તો “બને આજ લાલ…લાલ….” પદ ને ચરિતાર્થ કરી રહ્યાં હતાં…

સભા ની શરૂઆત યુવક મિત્રો નાં સ્વરે ધૂન પ્રાર્થના થી થઈ……..જીવ સ્થિર થઈ ગયો….એક યુવકે મુકતાનંદ સ્વામી રચિત…”સંત જન સોહી સદા મોહે ભાવે..” રજુ કર્યું….અદ્ભૂત રાગ..!! અન્ય એક યુવક દ્રારા ” આજ એકાદશી માવ મળ્યા …” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન, આજની એકાદશી ની પ્રાપ્તિ નાં મહિમા વિશે રજુ કર્યું….ત્યારબાદ પુ.વિવેક મુનિ સ્વામી એ , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો મહિમા ગાતું પદ…” સ્વામી શ્રીજી નું એ ગાન… સિંહ ગર્જના સમાન…” રજુ કર્યું…અદ્ભૂત પદ…! હાથ માં માથું રાખી ને જ આ સર્વોપરી સિદ્ધાંત ગવાય…એવું આ સર્વોપરી કાર્ય આપણાં ગુણાતીત ગુરુઓ એ કર્યું છે…કરી રહ્યાં છે…!!

ત્યારબાદ સ્વામીશ્રી નાં સેલવાસ ખાતે નાં 4-5 માર્ચ, નાં રોજ નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો અદ્ભૂત લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર જોઇ શકાશે…

ત્યારબાદ પુ. પ્રિય સ્વરુપ સ્વામી દ્રારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વડે ક્હેવાયેલ વચનામૃત નાં મહિમા વિશે વાત કરી….જોઈએ સારાંશ

  • બાપા કહેતાં કે વચનામૃત માં બધુ જ આવી ગયુ….સર્વ શાસ્ત્રો નો સાર… જીવન નાં પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન એમા છે…એનું જ્ઞાન થાય તો બાકી નાં બધા શાસ્ત્રો નું જ્ઞાન સહજ માં થઈ જાય
  • વચનામૃત સિવાય બીજે માલ મનાય એ જ મોહ……એનાં નિત્ય અભ્યાસ થી એ ધીરે ધીરે સમજાશે….હિમત ન હારવી….

ત્યારબાદ યુવકો દ્રારા વચનામૃત નાં મહિમા વિશે એક પદ…પ્રેમાનંદ સ્વામી રચિત ” વ્હાલી લાગે વાલમ તારા મુખ ની વાણી રે….” રજુ થયુ…

એ પછી… પુ. યજ્ઞપ્રિય સ્વામી એ વચનામૃત મહિમા ની અદ્ભૂત વાતો કરી…. જેનો સારાંશ માત્ર અહી વર્ણવ્યો છે….

  • ગુણાતીત સ્વામી એ, સત્સંગ નું વાતો નો અભૂતપૂર્વ મહિમા કહ્યો છે….શ્રીજી ની એ જ આજ્ઞા હતી..તેમને પોતાને અડધી રાત્રે વાતો કર્યા નો ઉલ્લેખ વચનામૃત માં છે….શ્રીજી સ્વામી ની વાતો થી જીવ નાં દોષ ટળે છે..જીવ બ્રહ્મરૂપ કરે છે….
  • તમામ શાસ્ત્રો નો સાર… શ્રીજી એ એક વચનામૃત માં આપ્યો છે…..એ એમનાં અનુભવે સિદ્ધ કરેલો છે…માટે જ વચનામૃત સર્વોપરી છે
  • જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન અહી છે….જીવ કઈ રીતે બ્રહ્મરૂપ થઈ શકે…એનો માર્ગ..સાધન અહી સહજ રીતે શ્રીજી એ વર્ણવ્યા છે…
  • જીવન માં સવળૉ વિચાર કઈ રીતે રાખવો….અંતર માં કઈ રીતે શાંતિ રાખવી…સુખી કઈ રીતે થાવું…વિગેરે ..એ બધા નું સમાધાન વચનામૃત માં શ્રીજી એ કહ્યુ છે….
  • જીવ ને જગત નાં સુખ પાછળ ભટકવા ની વૃત્તિ…વચનામૃત નાં અભ્યાસ થી ટળે છે….તેં પોતાને ઓળખે છે…સતપુરૂશ…ભગવાન નાં સ્વરુપ ને…એમનાં મહિમા …સર્વ કર્તાહર્તા પણા ને સમજે છે…..અને પરમ પદ ને પામે છે…
  • તો ચાલો….વચનામૃત નો નિત્ય અભ્યાસ કરીએ ..જીવ માં શ્રીજી નું અમૃત દૃઢ કરીએ અને બ્રહ્મ પદ ને પામીએ….રોજ એક વચનામૃત નો અભ્યાસ અચુક કરીએ….”વચનામૃત સ્નેહી ને સથવારે” પ્રોજેક્ટ માં અચુક ભાગ લઇએ…

સભા ને અંતે જાહેરાત થઈ કે….

  • આવતાં રવિવારે …સવારે 9 થી 12 …વચનામૃત સ્નેહી ને સથવારે- પ્રોજેક્ટ થાશે…વધું માહીતી કાર્યકર પાસે થી મળશે…
  • સારંગપુર ફૂલદૌલ અંગે જાહેરાત થઈ..
  • Aarsh ..ગાંધીનગર , 23 માર્ચ નાં રોજ સાંજે 4 વાગે ..નેચરોપથી પર પ્રવચન થાશે..

તો આજની સભા નો સાર… વચનામૃત ને જીવ માં દૃઢ કરવા ની…એ મુજબ જીવી ને બ્રહ્મ પદ ને પામવા ની હતી…

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૩/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

“જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં જેવું અંગ બંધાય જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજુ થતુ નથી…….તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ; ….

શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે,

‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’

પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ-બુદ્ધિવાળો જાણવો.……..

બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે,

‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે

—————————-

વચનામૃત ગઢડા અંત્ય ૨

દેહ અને આત્મા ને અલગ સમજવા….જગત અને તેનાં પદાર્થ નાશવંત છે…એમ સમજીએ તો જ સત્સંગ જીવ પર ચઢે છે…..અને સત્સંગ માં આવી ને આ જ કરવા નું છે……આજની સભા આ જ વચનામૃત પર હતી….

વસંત પંચમી પછી હજુ પણ ઉનાળા નાં પગરવ સંભળાયા નથી…… શિયાળા અને ઉનાળા ની વચ્ચે કમોસમી માવઠા વચ્ચે ફસાયેલા અમદાવાદ માં આજની સભા અધ્યાત્મિક જોશ થી ભરપૂર હતી….

સર્વ પ્રથમ મારા વ્હાલા નાં દર્શન….અંતર નાં ઉમંગ સહીત….

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન ની રમઝટ થી થઈ….. અંતર નાં તાર એક હરિ માં સહેજે જોડાઇ ગયા….અને એ જ અંતર ના પુકાર સાથે એક યુવકે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી રચિત…’ હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી…” કીર્તન રજુ કર્યું….ત્યારબાદ એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત” રસિયા વર સુંદર શ્યામ હસી ને બોલાવો રે…” કીર્તન રજુ કર્યું….! અદ્ભૂત કીર્તન…..!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી નાં ઘૂંટાયેલ સ્વરે ” સાચે સાચું કહેશું રે…હરિ રાખે એમ રહેશું રે….”સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…..સતપુરૂશ નાં મહિમા થકી અંતર માં હરી ને પામવા ની ઝંખના જાણે કે શબ્દ સ્વરે સભા માં છવાઈ ગઇ….!!!

ત્યારબાદ પુ. સ્વામીશ્રી નાં સાંકરી ખાતે નાં તા-૨૫-૨૬ ફેબ્રુઆરી નાં રોજ નાં દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી આપણે જોઇ શકીશું…

અદ્ભૂત દર્શન……સાથીડા… મેરો નેહ નિભાવણા… બેકગ્રાઉન્ડ માં વાગતા પ્રેમ સખી નાં આ હૃદય ભીના કીર્તને ચક્ષુ નાં ખૂણા અશ્રુ ઓ થી ભરી દીધાં….!!!

આજે સભા માં , ખૂબ જ અનુભવી, વિદ્વાન, પ્રખર વક્તા અને સતત 40 વર્ષ સુધી બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપરું વિચરણ કર્યું છે…તેવા સદ. વિવેક સાગર સ્વામી હાજર હતાં …તેમણે ગ.અંત્ય ૨ વચનામૃત પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો માત્ર સારાંશ જ અહી જોશું..

  • બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ વચનામૃત નાં ભોમિયા હતાં….તેને સાક્ષાત જીવ્યા હતાં…એ સમયે એમણે સંતો ને સમગ્ર વચનામૃત નો મુખ પાઠ કરાવતા….
  • યૉગી બાપા ને ગ.અંત્ય 2, ભગતજી મહારાજ ને વરતલ-૧૬, શાસ્ત્રીજી મહારાજ ને ગ.મધ્ય ૭, પ્રમુખ સ્વામી ને અંત્ય-૭, મહંત સ્વામી ને અંત્ય ૫ નું વચનામૃત અતિ પ્રિય છે…
  • અંત્ય-૨ નાં વચનામૃત, માં જગત નાં નાશવંત પણા નો ઉલ્લેખ કર્યો છે….જેને ગુણાતીત પુરુષો સાક્ષાત જીવ્યા છે….આપણે આ બ્રહ્મ સત્ય ને સમજીએ તો જીવ જગત માં બંધાય જ નહીં…..સહજ જ વૈરાગ્ય અંતર માં જાગી ઉઠે…
  • જગત ની …એનાં સુખ ની આસક્તિ છોડવી અઘરી છે…..અને સર્વે દુખ એમા થી જ આવે છે…માટે જ ભગવાન ને સર્વે સુખ નાં સિંધુ જાણવા જેથી જગત માં થી આસક્તિ છૂટી એક ભગવાન માં થાય….
  • જીવ ને જગત નાં નાશવંત પણા નું જ્ઞાન હોવાં છતા એ મોક્ષ માર્ગે આગળ વધતો નથી…જગત નું પ્રધાન પણું ટળતુ નથી…. કાંરણ કે ..જીવ ને સત્સંગ માં કોઈ અંગ બંધાઈ જાય છે જે છેક સુધી રહી જાય છે…જીવ વિભ્રાંત થઈ જાય છે….પણ આત્મ વિચાર રહે તો તેમા થી બહાર નીકળી શકાય….એમ સત્સંગ માં આનું અંગ કેળવવું…..સમજણ રાખવી…
  • સતપુરૂશ ને સત્સંગ માં પ્રધાન રાખવા…..એમનાં થકી જ સત્સંગ નું અંગ સુદ્રઢ થાય છે….સત્સંગ માં આગળ વધાય છે…..કલ્યાણ નો માર્ગ ખુલે છે…..એમનો યોગ બ્રહ્મરૂપ કરે છે…
  • સતપુરૂશ નો યોગ તો દેવ પણ ઇચ્છે છે….માટે જ સર્વે અર્થ સિદ્ધ કરવા પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ ને ઓળખી…એમનો યથાર્થ સમાગમ કરી લેવો….પણ પ્રત્યક્ષ ની પ્રતીતિ આવવી અઘરી છે….જે નિત્ય અભ્યાસ, સતપુરૂશ માં દૃઢ હેત અને વિશ્વાસ, રાજીપા થી જ આવે…..મોક્ષ તો પ્રત્યક્ષ થી જ થાય….એ સિવાય ન થાય…!
  • આજે મહંત સ્વામી રૂપે શ્રીજી પ્રગટ છે….એમ દૃઢ …પરિપૂર્ણ સમજાય તો કશુ બાકી ન રહે…જીવ ને કેફ ચઢી જાય….જગત માં થી વૃત્તિ નીકળી એક ભગવાન માં સ્થિર થઈ જાય…
  • આ મોક્ષ ની વાત છે…..કલ્યાણ ની વાત છે…..જેને સમજ્યા સિવાય છૂટકો જ નથી…..

અદ્ભૂત….અદ્ભૂત…..!! જીવ ને આટલી પ્રતીતિ આવે તો મોક્ષ પ્રત્યક્ષ જ છે……બસ શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આ મુદ્દા ની વાત જીવમાં દૃઢ થાય…..

આજે સભા માં પ્રસિધ્ધ ઇતિહાસ વિદ મકરંદ મેહતા હાજર હતાં….તેમનુ સન્માન થયુ…..

સભા માં અંતે સારંગપુર ખાતે ના ફૂલદૌલ ઉત્સવ ની જાહેરાત થઈ….

મહિલા દિન 16/3 નાં રોજ શાહીબાગ મંદિરે ઉજવાશે…..સમય માટે મંદીર નો સંપર્ક કરવો….

તો આજની સભા મોક્ષ માટે ની હતી…..પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ માં દૃઢ પ્રતીતિ માં જ બધુ આવી ગયું….

થોડા માં ઘણુ સમજો….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

હેલિકોપ્ટર રીના …

હાહાહાહા………”હેલિકોપ્ટર રીના” હેડિંગ વાંચીને આડા અવળા વિચાર ન કરવા…કારણ કે મારી અર્ધાંગિની -હેલિકોપ્ટર નથી કે એ હેલિકોપ્ટર માં સવારી નથી કરી રહી…..કે રીના બ્રાન્ડ નું કોઈ હેલિકોપ્ટર બહાર નથી પડયું……! આ તો થયું એવું કે – ગયા રવિવારે ટીવી પર – હરિ, રીના અને હું એક હિન્દી મુવી – ” હેલિકોપ્ટર એલા “ જોઈ રહ્યા હતા…… કે જેમાં એક અતિ ઉત્સાહી સિંગલ મધર (એકલી માતા) પોતાના એકમાત્ર સંતાન- પુત્ર પ્રત્યે એટલી બધી પઝેસીવ હતી કે સતત એની આગળ પાછળ જ ફર્યા કરતી…એણે શું ખાધું હશે…શું કરતો હશે એ સતત ચિંતા સાથે બાળક ની પાછળ પાછળ જતી॥..એ બાળક મોટો થયો..તો પણ તેનું એની પાછળ હેલિકોપ્ટર ની જેમ સતત આગળપાછળ મંડરાવા નું બંધ ન થયું…અરે..એની પાછળ એની કોલેજ માં ..એના ક્લાસ માં એડમિશન લઈને પણ એનો પીછો ન છોડયો..!! છેવટે એ યુવકે એની માં ને ચોખ્ખા શબ્દ માં કહ્યું કે “ મને તારા થી ગૂંગળામણ થાય છે…મને મારા માટે થોડીક સ્વતંત્રતા જોઈએ છે….. I need my space..” અને ઘર અને પોતાની માં ને છોડી ને જતો રહ્યો….ત્યારે પેલી વધુ પડતી ભાવુક માં ને –પોતાની ભૂલ સમજાણી અને ઠેકાણે પડી…!

આ ફિલ્મ જોઈ રહ્યા હતા..ત્યારે હરિ બોલ્યો……” હેલિકોપ્ટર રીના…” હાહાહાહા…!!! જો કે ફિલ્મ ની એલા અને મારી રીના વચ્ચે ઘણો ફર્ક છે…..પણ હા રીના નું હરિ પ્રત્યે નું “હેલિકોપ્ટર પણું” ક્યારેક ક્યારેક છલકાઈ આવે છે …..ખાસ કરી ને હરિ ને જમવા અને કપડાં બાબતે…..!!! હરિ ને જંમવુ ન હોય…અને જે રીતે રીના એની પાછળ આદું ખાઈ ને પડે છે…..તે જુઓ તો ખબર પડે કે- હેલિકોપ્ટર કેટલું ફાસ્ટ ઊડે છે..!! હાહાહાહા………! અને રાત્રે ઊંઘવા ના સમયે હરિ ને ફરજિયાત બાથરૂમ કરાવવા મુદ્દે…રીના જે રીતે એની પાછળ પડે છે……એ જોઈ ને તો તમે હસી હસી ને બેવડા વળી જાઓ……..! માં- દીકરા નો- બાથરૂમ જવા-ન જવા બાબતે જે વિવાદ ચાલે- તે જોઈને તો- ભાજપ-કોંગ્રેસ નો વિવાદ…પણ ઝાંખો લાગે…..!!!! હાહાહા….છેવટે મારે એમાં જંપલાવું પડે અને બંને શાંત થાય…….પણ રીનાબેન ના હેલિકોપ્ટર નો પંખો તો ચાલુ જ હોય…..! હરિ – કપડાં બદલી..સ્વેટર મોજા લગાડી સૂઈ ન જાય ત્યાં સુધી – હેલિકોપ્ટર રીના નો પંખો હરિ પર જ મંડરાતો હોય..!!!!

જો કે – આ હેલિકોપ્ટર રીના એકલી નથી…..ઘરે ઘરે હેલિકોપ્ટર માતા ઑ ઊડતી ફરે છે…કોઈક ઓછી તો કોઈક વધુ……! અને કેમ ન હોય- માં નો પ્રેમ જ એવો હોય છે…..પોતાનું સંતાન સદાયે સલામત રહે –સ્વસ્થ રહે એની ચિંતા સતત રહે એ સ્વાભાવિક છે…પણ એ જ ચિંતા બાળક ને ગળામાં ફ્ંદાની જેમ ખૂંચે છે…..તેની પોતાની સ્પેસ…સ્વતંત્રતા છીનવાતી હોય તેમ લાગે છે…અને બાળક પર તેની અવળી અસર થાય છે……

તો- તમે પણ હેલિકોપ્ટર ન બનો…..પણ એક સ્વસ્થ માતા બની…બાળક ને આત્મવિશ્વાસ થી ભરપૂર….હીમતવાન બનાવો ..એ માટે મારા અમુક મંતવ્ય…

  • બાળક ની સમજણ પાકટ ન હોય…તેથી તેને આપણાં માર્ગદર્શન ની ..હિમત ની જરૂર પડે જ ..સતત ધ્યાન પણ રાખવું પડે…..પણ એટલું બધુ ધ્યાન ન રાખવું કે- બાળક ને એવું લાગે કે- હું કાઇ કરી શકું એમજ નથી….બધે મારી માં કે બાપ જ બધુ કરી આપશે……!! અને બાળક ને તેટલી તો સ્વતંત્રતા આપો કે- એ અમુક સંજોગો માં પોતે નિર્ણય લઈ શકે….સ્થિતિ નો સામનો કરી શકે…..ગૂંગળાઈ ન જાય…
  • બાળક ને જેમ જેમ ઉમર વધે તેમ તેમ તેની સમજણ..સ્વતંત્રતા ની લાગણી વધતી જાય…..તમે એને વારેઘડી એ ટોક ટોક કરો તો તેને તમારો અભાવ થઈ જાય…..પણ જો એને વિશ્વાસ માં લઈ- યોગ્ય માર્ગ થી..એક મિત્ર ભાવે તેને સમજાવવા માં આવે તો – એ જરૂર સમજે…..યોગ્ય નિર્ણય લઈ શકે…થોડુક એને એની મેળે નિર્ણય લેવા દો..અને એ નિર્ણય જે કાઇ -એને ભોગવવું પડે તે- ભોગવવા દો……તેથી તેની સમજણ વિકાસ પામશે….વિવેક બુધ્ધિ આવશે…..
  • એક વાત સદાયે યાદ રાખો કે- મજબૂત ઘર..હમેંશા મજબૂત પાયા પર ઊભું હોય છે……એટલા માટે બાળક નાનું હોય ત્યાર થી જ એને હીમતવાન..શૂરવીર…સમજણ વાળું બનાવો….અને એટલા માટે જ – અમારા ગુરુ પ્રમુખ સ્વામિ મહારાજે બાળકો માટે- શિશુ મંડળ-બાળ મંડળ-યુવક મંડળ અને ઘરસભા જેવા અદ્ભુત વિચાર આપ્યા…..જેમાં બાળકો ના નાનપણ થી જ ઉચ્ચ વિચાર..સંસ્કાર…સમજણ આપી ને એક આદર્શ મનુષ્ય બનવા ની પ્રેરણા અપાય છે…ઘરસભા જેવા વિચાર થી- ઘરમાં –પરિવાર માં બધા ને એકબીજા માટે પૂરતો સમય મળે…એકબીજા ને સમજી શકાય…તેવું વાતાવરણ ઊભું થાય છે….અને ઘર માં સુખ શાંતિ રહે છે….

જો આટલું થાય તો- કોઈ માતા ને “હેલિકોપ્ટર” બનવા ની જરૂર જ ન પડે…..પણ હા….એક દિવસ પોતાના આદર્શ સંતાન- દીકરા/દીકરી સાથે હેલિકોપ્ટર માં જરૂર સફર કરી શકે….!!

ત્યાં સુધી…હરિ ની માં- હેલિકોપ્ટર રીના…!!! હાહાહાહા……..

( આ લખ્યા પછી મારેય રીના થી સંભાળવું પડશે…)

રાજ