Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

અક્ષયકુમાર મર્યો…???

ગઈકાલે રાત્રે અમે બધા જમવા બેઠા હતા , અને અચાનક જ હરિકૃષ્ણ બોલ્યો…

” પપ્પા..તમને ખબર છે ….કે અક્ષયકુમાર ને કોણે માર્યો હતો??? “

હું તો આ સાંભળી ,ઘડીભર તો થંભી ગયો…! મને થયું કે આજકાલ ભારતીય ફિલ્મ ઉદ્યોગ કપરા કાળ માં થી પસાર થઈ રહ્યો છે..અને વળી, હરિ આ ક્યાં નવા સમાચાર લાવ્યો….!!

મેં પૂછ્યું…” કયો અક્ષયકુમાર???”

હરિ ઉવાચ…” પપ્પા..તમને ખબર નથી..અક્ષયકુમાર..રાવણ નો દીકરો…..”

હું…” ઓહ….! અચ્છા…એને કોણે માર્યો??? “

હરિ ઉવાચ…” તમને ખબર નથી….!! પેલા બગીચામાં, હનુમાન દાદા એ એને ગદા મારી ને મારી નાખ્યો હતો….”

હું….” વાહ હરિ…..”

ખરેખર, લોકડાઉન નો એક ફાયદો તો જરૂર થયો છે….છોકરા રામાયણ અને મહાભારત અચૂક જુએ છે અને પોતાના ભવ્ય…સર્વોપરી વારસા થી માહિતગાર અને દ્રઢ થઈ રહ્યા છે……!

હવે લાગે છે કે…મારું, મારા પરિવાર નું…મારા દેશનું …સમગ્ર માનવજાત નું ભવિષ્ય સુરક્ષિત છે…!!

👍👍👍👍 એટલીસ્ટ આના માટે તો થેન્ક્સ કોરોના….!

રાજ  🤗😄😄


Leave a comment

આજકાલ-03/06/2020

સમય ખારા સમંદર ની ચમકતી રેત ની જેમ હાથમાં થી… આંખોમાં થી… શ્વાસો માં થી બસ સરકતો જ જાય છે…..સમય નું એક ધુમ્મીલ પ્રતિબિંબ આંખો ના ખૂણે થી થોડુંક થોડુંક ટપક્યાં કરે છે અને બસ ઈચ્છાઓ કહે છે કે સમય ન આ બુંદો ને પકડી લઉં…….!! પણ શક્ય છે ખરું?? જાને ભી દો યારો…….સમય વહેતો રહે એમાં જ સર્વ નું હિત છે…..! તો ચાલો એને વહેવા દો…. અને જોઈએ આજકાલ સમય કેવા રંગ દેખાડી રહ્યો છે??

 • સત્સંગ- સત્સંગ હમણાં ઓનલાઈન રસ્તે ધોધમાર વરસી રહ્યો છે…..જીવ ને શાંતિ મળે છે પણ વોહ બાત નહિ….!! જે પ્રત્યક્ષ નું સુખ છે….હરિ દર્શન, કથા વાર્તા કીર્તન, હરિભક્તો સંતો ના પ્રત્યક્ષ દર્શન નથી થતા અને જીવ નો એકાદ ખૂણો કોરોધાકોર રહી જાય છે……બસ સ્વામી શ્રીજી ને અંતર થી પ્રાર્થના કે – એક પળ ભી ન દૂર રહો હરિ…..!!!
 • કોરોના- મનુષ્ય જીવન ની …અને ખાસ કરી ને છેલ્લી એક શતાબ્દી ની ભયંકર વિડંબના ઓ પૈકી ની એક મહામારી ..કોરોના વાઇરસ સંક્રમણે સમગ્ર જગત ને બાન માં લીધું છે…..trillions of dollars નું નુકશાન….જગતભર ની ઇકોલોજી સુધરી છે તો ઇકોનોમી તળિયે બેસી ગઈ છે….કરોડો લોકો બેકાર થઈ ગયા છે…..તો લાખો લોકો પોતાનો દેહ છોડી ચુક્યા છે…….આવી ઘટના…આવો સમય તો મેં અને મારા જેવા અનેકો એ કદાચ પ્રથમવાર જ અનુભવ્યો છે…જોયો છે. મારી તો હોસ્પિટલ માં જોબ એટલે સજ્જડ લોકડાઉન વચ્ચે પણ ડ્યૂટી ચાલુ હતી……પણ લોકડાઉન નો સન્નાટો….અમદાવાદ ની સુમસામ સડકો ની ભેંકારતા પહેલી વાર જોઈ છે….! સદનસીબે , મારા ઘણા મિત્રો અને સગા.. કોરોના સામે ની લડાઈ માં હેમખેમ જીતી ગયા……પણ મનુષ્ય જાતિ માટે આ લડાઈ લાંબી ચાલવા ની….!! પોતાને સર્વ સમર્થ માનતો મનુષ્ય….મહાસત્તા ઓ એક વાઇરસ આગળ સાવ પામર લાગે છે……! કદાચ , આ પણ મનુષ્ય ના અહં ને તોડવા જરૂરી હતું જ…..!! જે થશે એ….હરિ ઈચ્છા બળવાન છે……એ જે કરશે એ સારા માટે જ હશે….!!
 • કુટુંબ- કોરોના ના બે માસ ચાલેલા લોક ડાઉન માં અમે અમારા પરિવાર ના બે મોભીઓ ને ટૂંકા સમય ગાળા માં જ ગુમાવ્યા…….! વડીલો ની ગેરહાજરી….પ્રસંગોપાત મન માં અચૂક અનુભવાય છે…..એમનો અનુભવ, એમનું માર્ગદર્શન….અરે એમની હાજરી માત્ર, તમને સામાજિક..પારિવારિક રીતે નિર્ભય…નચિંત કરે છે…..એમની આંખે આપણા મૂળિયાં અકબંધ દેખાય છે……એક પેઢી ને સમય ની સાથે ઢળતી જોવાનો રોમાંચ મળે છે…..નવી પેઢીઓ એ વડીલો ની આંગળી પકડી સમય ન વહેણ ને અનુભવે….એ રોમાંચ હવે છૂટતો જાય છે….!! વડીલો જેમ જેમ સમય ની રેત માં ડૂબતા જાય છે તેમ તેમ કુટુંબ પ્રથા….પરિવાર ને એક સૂત્ર માં બાંધતી કડીઓ વિખરાતી જાય છે..!!….બધાને “સ્વતંત્ર” રહેવું છે…..મન મરજી પ્રમાણે જીવવું છે…….એ ભાવ સપાટી બની સર્વ સબંધો…સયુંકત જીવન ના સુખ ને ફોલી ખાય છે અને પાછળ રહી જાય છે……ભયાવહ…..તપતપતી એકલતા….!!!! બધા એ વિચારવા નું છે કે સુખી કેમ રહેવાશે?? એકલતા સાથે કે સર્વ સાથે???
 • હરિકૃષ્ણ- અમારો હરિ તો સદાકાળ….નવપલ્લીત જ રહે છે….! જેમ જેમ એ વય માં વધતો જાય છે….તેમ તેમ તેના પ્રશ્નો….તેના તોફાનો….તેના પરાક્રમ વધતા જાય છે……..એની પણ મજા છે…….!! 😊😊 ઓનલાઈન સ્કૂલ કલાસીસ ના મજાક ને એ વેઠી રહ્યો છે અને અમારી કસોટી થઈ રહી છે…..! અને રોજ અવનવું એવું શીખી આવે છે કે અમુક વસ્તુઓ માં તો આપણે એની પાસે થી શીખવું પડે…..હાહાહા…!!
 • કેરી- મારી પ્રિય કેરી…આ વખતે કોરોના ના બહાના હેઠળ….એ મને દગો દઈ ગઈ….!! પૈસા ખર્ચે પણ સારી કેરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે….છતાં ગાડું ધીમી ગતિ એ ગબડી રહ્યું છે….જોઈએ હજુ ચોમાસા માં 15 દિવસ બાકી છે….કેરી કેવો રંગ અને કેવો સ્વાદ કરાવે છે????
 • તો…બસ બધું સમય ન આ પ્રવાહ ને આધારિત છે….આપણે એમાં ભળી એ કે ન ભળીએ… પણ સમય ના એ વહેણ સાથે વહ્યા વગર છૂટકો ક્યાં છે….!!! તો બસ હૃદય માં એક હરિ ને રાખો…..દેહ ને પુરુષાર્થ ના શસ્ત્રો વડે સજ્જ કરી સમય સાથે વહેતા રહો….!! જીવન કદાચ એ જ છે….

  રાજ


  Leave a comment

  આજકાલ-28/11/2019

  ……??? શુ કહું?? જીવન માં અમુક પ્રશ્ન એવા હોય છે કે…ઘડીકવાર થાય કે આ પ્રશ્ન ઉભો જ કઇ રીતે થયો? ખરેખર …આવા પ્રશ્ન ની જરૂર હતી??? વગેરે…વગેરે……ચાલ્યા કરે….!આખરે જીવન ની વ્યાખ્યા જ એ છે કે…..જે અનિશ્ચિત છે..તે જીવન છે……! અને પ્રશ્ન ની માયાજાળ પર તો પ્રશ્નોપનિષદ  રચાયું છે…તો આપણે કઈ વાડી ના મૂળા??? 😊

  છોડો હરિકથા…..અને ચાલો જોઈએ શુ ચાલે છે આજકાલ???

  • આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે કે…” ઇન્ડોનેશિયા માં લગ્ન પહેલા 3 મહિના નો કોર્સ ફરજીયાત….ફેલ થાય તો લગ્ન નહીં કરી શકે…” 😊😊 હાહાહા….. મને વિચાર આવે છે કે ભારત માં આવું કર્યું હોય તો?? સાલું..પ્રશ્ન જ એવો છે કે ઊંધા થઈ જવાય…!! લગ્ન પહેલા બધે જ સારી સારી સ્કીમ ચાલતી હોય છે….અને જેમ જેમ લગ્ન માં સમય પસાર થતો જાય તેમ તેમ ચળકાટ ઉતરતો જાય અને બરછટ સપાટી ઉપર આવે અને તમને છોલી નાખે…!! ભારત માં લગ્ન ખાલી બે વ્યક્તિ વચ્ચે નથી થતો…પણ આખું ગામ એમાં ભળેલું હોય છે….આથી પ્રશ્નો એક તરફ થી નહિ પણ અણધારી દિશામાં થી યે આવી શકે….!! એમાં આવા કોર્સ ની શુ હાલત થાય…?? મારો હરિ જાણે….🙄🙄🙄
  • મહારાષ્ટ્ર માં ભવાઈ ની ભાંજઘડ– ખરેખર મહારાષ્ટ્ર ના લોકો ને જોઈ ને દયા પણ આવે છે ‘ને હસવું પણ…..!! બધા પક્ષ પોતપોતાની ચડ્ડી ઓ ધોવા મંડ્યા છે….ને બિચારી જનતા વિચારે છે કે મારા વોટ ની કિંમત શુ?? સૌથી મોટો પક્ષ જેની સાથે ચૂંટણી લડ્યો તે તેની સામે જ આજે ઉભી છે…..ચોથા ક્રમે ધકેલાયેલી પાર્ટી આજે જનતા ના માથે બેસી રહી નાચી રહી છે…..અને જનતા….???? હશે…. ઘણીવાર જનતા પણ પદાર્થ પાઠ ને લાયક જ હોય છે……ઠેબે ચડે તો જ લોકશાહી માં શુ કરવું..ન કરવું સમજાય…!!
  • ખેડુતો ની રામાયણ- સાલું….એક તર્ક શાસ્ત્ર સમજાતું નથી કે…..ઓછો વરસાદ પડે તો યે સરકારે વળતર આપવા નું……ને વધારે વરસાદ પડે તો યે ખેડૂતો ને વળતર આપવા નું…!! અલ્યા…જેમાં તમને નફો ન મળતો હોય તો એવો ધંધો બંધ કરી..બીજું કૈક કરો ને……જનતાના મફત ના પૈસે જલસા કરવા ને બદલે..!! પાછી દાદાગીરી કેવી…….કે અમારી મગફળી ભીની હોય કે સડેલી…….સરકારે તેને નિશ્ચિત ભાવે ખરીદવી જ પડશે…..નહીંતર આંદોલન કરશું…! ઓત્તા રી……કુદરતી આફત આવે કે તમારી અજ્ઞાનતા….પાક નિષ્ફળ જાય તો સરકાર જવાબદાર?? અને જો વળતર ન આપે તો સરકાર સામે દાદાગીરી થી બાંયો ચડાવવા ની??? ખેતી સિવાય ના કયા ધંધા માં આટલા બધા જલસા છે??? જનતા અહીં ટેક્સ ભરી ભરી ને મરી જાય ને…ખેતી નામે વેપલો કરતા ખેડૂતો એક પાઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર……મફત નો વીમો….મફત નો લઘુતમ ભાવ….મફત નું વળતર…..ચાઉ થઈ જાય તેવી વગર વ્યાજ ની લૉન……મફત વીજળી…..વગેરે..વગેરે…..મેળવે છતાં ઉણા ને ઉણા….. રોતા ને રોતા…!! ખરેખર …ખેડૂતો ને આવી ટેવો પાડી….. વોટબેંક ની રાજનીતિ કરનાર પીંઢારાઓ ને છડેચોક લટકાવવા જોઈએ….!! ખેતી કરવી કોઈ સેવા નથી…..એ એક ધંધો છે…ધંધામાં નફો પણ હોય અને નુકશાન પણ હોય…..ખેડૂતો એ આ વાત સમજવી જોઈએ….જવાબદારી સ્વીકારવી જોઈએ….અને દેશ ને લૂંટવામાં નહિ…..એના ઘડતર માં યોગદાન આપવું જોઈએ…! ઘણા ખેડૂતો આજે વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે….દેશ નું નામ ઊંચું કરે છે……
  • અત્યારે ન્યુઝ ચાલે છે……ડુંગળી ના ભાવ આસમાને….!! ન્યૂઝચેનલ છેલ્લા અડધો કલાક થી આ ફાલતુ મુદ્દા પર ચર્ચાઓ કરી રહી છે…..શુ આટલું હલકું લેવલ છે આપણા મીડિયા નું??? દેશમાં બીજા અનેકો મુદ્દા છે ચર્ચા કરવા…પણ ડુંગળી….!!! ?? હદ થાય છે….એક ડુંગળી ના ભાવ વધારા ને લીધે જે દેશ ની સરકારો ને હલાવવા માં આવતી હોય…તે દેશ..તે દેશ ની જનતા નો…બસ ભગવાન જ મલિક છે….!!! 😢😢😢
  • ઠંડી…..ડિસેમ્બર શરૂ થવા નો છે…ને હજુ પંખા ચાલુ કરવા પડતા હોય તો શું વિચારવું??? મિત્રો કહેતા હતા કે…આ વખતે છેક માર્ચ સુધી ઠંડી પડશે……!! જો એવું થાય તો …કેરીઓ ક્યારે આવશે?? …હાહાહા…….જે હોય તે…..અત્યારે તો હરિ…ઠંડી નું બહાનું કાઢી….સવારે વહેલા ઉઠવા માં ચરિત્ર કરે છે…..!!!

  બજાર માં મેથી ની ભાજી સરસ મળતી થઈ ગઈ છે………………તો શું??? શું એટલે…?? યાર…..ગરમાગરમ ગોટા બનાવવા ના….ને મસ્ત મજા ની કેપેચીનો કોફી….!!! મજ્જા ની લાઈફ….!!

  કેફ માં રહેવું….કેફ માં રહેવું…..!

  રાજ


  Leave a comment

  જુના મિત્રો….યાદો નો ખજાનો….

  “……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


  બાકાયદા બક્ષી દા

  કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

  ” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

  અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

  અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

  બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

  ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

  તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

  તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

  ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

  રાજ


  Leave a comment

  જગત નો તાત…અને રાજકારણ

  ચુંટણી પુરી થઇ…ભાજપ ૯૯ પર અટકી ને પણ જીતી ગઇ….અને કેટલાક બુધ્ધિહીન દેડકાઓ હારી ને પણ ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યા…..!! ચાલ્યા કરે…પણ ભાજપ ને જે ફટકો પડ્યો એ સૌરાષ્ટ્ર માં પડ્યો…કારણ…ખેડુતો ની નારાજગી….!! કેમ?? કારણ….કે

  –સરકારે કપાસ ના ટેકા ના ભાવ ખેડુતો ની મરજી મુજબ ન કર્યા…
  — પાક નિષ્ફળ જાય તો સરકારે વળતર ન આપ્યુ…
  — હાર્દિક બાબા…રાહુલબાબા એ કહ્યુ કે સરકાર ખેડુત વિરોધી છે……

  હવે…પ્રશ્ર્ન એ કે….

  — ખેડુતો ને સરકારે નર્મદા ના નીર પુરા પાડ્યા….સિંચાઇ ની વ્વસ્થા કરી…દેવા માફ કર્યા….બજારની માંગ..પેદાશ ની ગુણવત્તા મુજબ પુરતા ટેકા ના ભાવ આપ્યા…પછી પણ ખેડુતો ને ધરાવો કેમ નથી…??? છેવટે…ખેતી એ કંઇ સેવા તો નથી જ….એ નફા નુકશાન ના ધોરણે ચાલતો ધંધો છે……ખેતી માં કરોડો ની આવક થાય તો પણ એક રુપિયો એ ટેક્ષ તરીકે સરકાર કે સમાજ ને ચુકવવો પડતો નથી…તો..પાક નિષ્ફળ જાય તો સરકારે શા માટે વળતર આપવુ જોઇએ…???

  પ્રસિધ્ધ નીડર..અભ્યાસુ પત્રકાર શ્રી કિન્નર આચાર્ય એ પોતાની વાત રજુ કરતા લખ્યુ કે…

  “…….છાપામાં અમારી કોલમું બંધ થઈ જાય તો અમને કલમ વીમો નથી મળતો, તમને પાકવીમો મળે છે, અમને વિચારો અને આક્રોશ અને જુનુન પર સબસિડી નથી મળતી, તમને ખાતર પર સબસિડી મળે છે. અમને લેખનાં મુળ વિચાર જેમાં અંકુર પર સરકારી સહાય નથી – તમને બિયારણ પર એ મળે છે. માની લો કે રાઈટર્સ બ્લોક આવ્યો અને છ મહિના સુધી અમારું દિમાગ વાંઝણી ધરા જેવું થઈ ગયું તો પણ અમારે મકાનનાં ઈ.એમ.આઈ. ભરવાનાં છે. તમને વ્યાજ પણ માફ થાય છે, ઋણ પણ માફ થતું અમે નિહાળ્યું છે. જે પંખાની કે એરકન્ડિશનરની શીતળ હવા નીચે બેસીને અમે કલમ ઘસીએ છીએ તેનું પુરેપુરું ઈલેક્ટ્રિસિટી બિલ અમે ચૂકવીએ છીએ, તમે જેમાંથી આજીવિકા રળો છો અને ખેતી અને સિંચાઈ માટે તમે મહિને હજાર રૃપિયા ખર્ચવા પણ તૈયાર નથી હોતા. અમે વર્ષે ચાર લાખ રળીએ તો પણ ટેક્સ ચૂકવીએ છીએ. તમે ચાલીસ લાખ રળો તો પણ તમારે એ ભરવાનો નથી.

  ખેતી સાથે સંકળાયેલા લોકોને એ માલુમ થવું જોઈએ કે, તમને મળતાં અગણિત લાભો અને ગેરલાભોની ચૂકવણી કંઈ કેન્દ્ર સરકાર પોતાનાં ગજવામાંથી નથી કરતી. દેશનો સામાન્ય નાગરિક તનતોડ મહેનત કરી સરકારી તિજોરીઓ છલકાવે છે ત્યારે આ તાગડધિન્ના થઈ શકે છે. દરેક વ્યવસાયનું રાષ્ટ્રના નિર્માણમાં યથાશક્તિ પ્રદાન છે. ડોક્ટર વગર આપણને ચાલવાનું નથી તેમ છતાં કોઈ તેમને જગતનો તાત નહીં કહે. છાપું વાંચ્યાવગર તમારી આંખો ખુલતી નથી-અફસોસ, અમે જગતનાં તાત નથી. લાઈટ વગર ચાલતું નથી… કોઈ એન્જિનિયરને જગતાતનું બિરુદ નહીં મળે.

  એક વાહિયાત તર્ક એવો પણ સાંભળ્યો છે કે, કિસાન જો અનાજ નહીં ઉગાડે તો તમે ખાશો શું ? વેલ, અમે સી ફૂડ ખાઈ લઈશું. પરંતુ વારંવાર એમ ના કહો કે, કોઈ અમારા પર ઉપકાર કરે છે. કિસાનો કાર નથી બનાવતા તો જગતમાં શું કાર નથી બનતી ? ખેડૂતો પૂલ નથી બાંધતા તો શું પૂલનું નિર્માણ નથી થતું ? જે દિવસે ખેડૂતો ખેતી બંધ કરશે – અમે એ અપનાવી લઈશું, કોર્પોરેટ્સ એ સુવર્ણ તક ઝીલી લેશે.

  હા ! એ સોના મઢેલી તક જ ગણાય આજનાં સમયમાં. જમીનનાં મસમોટા ટૂકડામાંથી અડધો અડધ વેંચી નાખી શહેરમાં આલિશાન બંગલો ખરીદ કરવાનો. વધેલી રકમનાં વ્યાજમાંથી જલસા કરવાનાં. ગામડે ગોધરિયાને પચાસ ટકામાં ખેતર ખેડવા આપી દેવાનું. શહેરની આવકને ખેતીમાં સેટ કરી દેવાની અને રિટાયર્ડ કલેક્ટર જેવી જિંદગી જીવવાની. છાતીએ ‘જગતનો તાત’ પેલો ચંદ્રક ટીંગાડો શેષવર્ગને ઉપકરનો અહેસાસ કરાવ્યા કરવાનો…..”

  અદ્ભુત વાત…..!!! વિચારવા જેવી વાત છે…….ભારત ના રાજકારણ માં ખેડુત…ખેતી ના મુળિયા ઘણા ઉંડા છે…….સમજતા રહો…..જાગતા રહો…..

  સરકાર…સમાજ….નોકરીયાત વર્ગ ને જગત ના તાત ને નામે બ્લેકમેલ કરવાનુ બંધ કરો….!!! ખેડુતો એ વાસ્તવિક્તા સમજવી પડશે…..સસ્તુ..નમતુ…મફત…..વધારે….જેવા શબ્દો ને આધારે સરકાર ને…સમાજને…. લુંટવાનુ બંધ કરો…..ખેતી ન પોસાય તો બીજો ધંધો કરો…પણ પોતાના સમાજ…દેશ ને ખોખલો ન કરો…!!

  રાજ


  Leave a comment

  પપ્પા…સ્કુલ પાડી દઈશ..!!!

  અમારા હરિકૃષ્ણ મહારાજ સીનીયર કેજી માં ભણે છે..( કે ભણાવે છે ?? એ ખબર નથી…હહાહા..) એવું અમે માનીએ છીએ….અને હમણાં એમની સેમેસ્ટર ૧ ( અરે..હા…એમને સેમેસ્ટર આવે છે….હહાહા) ની પરીક્ષા પૂરી થઇ……પરીક્ષા..રીક્ષા ની જેમ જ જઈ…. 🙂 ….અમને તો હરી ને સ્વચ્છતા ના માર્ક્સ મળે તેવી આશા હતી……અને કેમ ન હોય?? અમે આશાવાદી માણસો છીએ…!!!..પરીક્ષા ની ઉત્તરવાહી હોય કે ઘર…સ્વચ્છતા ના માર્ક્સ જરૂર મળે…!!!

  હા..તો પરીક્ષા પૂરી થઇ..એટલે ફોર્માલીટી મુજબ રીઝલ્ટ તો આવે જ…..અને અમને કહેતા ગર્વ થાય છે કે- હરિભાઈ A થી D સુધી ના બધા રેન્ક લઇ આવ્યા…..! કોઈ ને ખોટું ન લાગે ને……! ઘરે આવ્યા…રીઝલ્ટ ફેંક્યું…ને બોલ્યા……..

  “પપ્પા……..હું સ્કુલ પાડી દઈશ…….’

  થોડીવાર તો લાગ્યું કે- હરિ ક્યાંક પાસીયા ઓ ની સભામાં તો જઇ ને નથી આવ્યો ને…!!! હું તો સ્તબ્ધ થઇ ગયો….

  મેં પૂછ્યું…કેમ?? શું થયું??

  હરિ ઉવાચ-…ટીચરે મને A+ ન આપ્યો…!!!

  મેં કહ્યું..બેટા..એના માટે મહેનત કરવી પડે….પરીક્ષા માં લખવું પડે….તો A+ આવે….

  હરિ ઉવાચ- નાં ચાલે…….ગમે તે કરો…મારે A+ જોઈએજ….લઇ આપો….!

  મેં કહ્યું- પણ એમાં સ્કુલ પાડી દેવા ની???

  હરી ઉવાચ- સ્કુલ ગંદી છે..ટીચર ગંદા છે………

  મેં કહ્યું…બેટા એવું ન હોય…….ભૂલ આપણી છે……સ્કુલ અને ટીચર તો સારા જ છે…….! સ્કુલ પાડી દેવા થી A+ ન આવે…!!


  સાર—– સાલું આ કથા- અત્યાર ના પાસીયા વિરુદ્ધ સરકાર ની હોય એમ નથી લાગતું..?? હું પાટીદાર શબ્દ નહિ કહું..કારણ કે બધા પાટીદાર પાસીયા નથી….અને કોઈ પાસીયો..પાટીદાર નથી..!! પાટીદાર- એટલે જોમવંતી..ખુમારી વાળી….ધર્મ નિષ્ઠ…..જાત મહેનત પર જીવવા વાળી જાતી….!! આવા પાસીયા ની ગાંડી રમતો માં એ ન ભળે…….સ્વયંભુ બની બેઠેલા પાસ આગેવાન- સમાજ ને -કેવળ..અને કેવળ પોતાનો ઉલ્લુ સીધો કરવા એવી ઉશ્કેરણી કરે છે કે- જુવાનીયા સડકો પર ઉતરી આવે……૧૪- ૧૪ જણ પોલીસ ની ગોળી નો શિકાર બને……રાજ્ય માં અંધાધુંધી ફેલાઈ જાય…મારી-તમારી-સરકારી પ્રોપર્ટી નું કરોડો અબજો નું નુકશાન થાય……દુનિયાભર માં રાજ્ય ની શાખ..સમાજ ની શાખ ખરડાય…….હળીમળી ને રહેતા સમાજ માં..વર્ગવિગ્રહ ના ઝેરી બીજ રોપાય….!!!!!

  છતાં..છતાં પણ ભાન ભૂલેલા પાટીદાર જુવાનીયા- પેલા હીન પાસીયા ની વાતો માં આવી…..ફેકામ્ફેંક કરે કે- આ વખતે તો ભાજપ ને..સરકાર ને પાડી દઈએ…!!! હાહાહા…શું મજાક ચાલે છે??? મારા પ્રશ્ન…

  • ધારો કે- સરકાર…કે બીજેપી ને પાડી દઈએ..પછી શું??? પછી કોણ?? કોંગ્રેસ?? જેને પોતાના નેતા ની ખબર નથી….સમગ્ર દેશે જેને કાઢી મૂકી છે તે…કોન્ગ્રેસ્સ?? .એક સબળ વિપક્ષ થતા પણ ન આવડ્યું……જેને રાજકારણ ના નામ પર માત્ર સમાજ-ધર્મ-ના ટુકડા કરતા જ આવડ્યા છે……તે કોંગ્રેસ?? ..
  • પેલા પાસીયા એ અનામત ને નામે લોકો ને ઉશ્કેર્યા……..અને લોકો ના જાન-માલ -શાંતિ ની ખુવારી થઇ…..હમણા જ મને મારા એક પાટીદાર મિત્ર મળ્યા…જે પાસ માં એક્ટીવ પણ છે..મેં પૂછ્યું- તો કહે..અમારે અનામત જોઈ તી જ નથી….અમને નથી મળવા ની એ ખબર જ છે…….બસ બીજેપી ને પાડી દેવા ની…!..????? …..ઓહ..સાલું…!!! તો શું સમાજ ને ઉશ્કેર્યો કેમ?? ૧૪ ૧૪ જણ..કેવળ તમારી ઉશ્કેરણી થી મરી ગયા એનું શું???? તો મને કહે…સરકાર ઘમંડી થઇ ગઈ છે…મેં કહ્યું ઘમંડ..??? ઘમંડ તો પાસ વાળા ઓ માં છે….સરકાર ને પાડી દઈએ…..ઉશ્કેરણી જનક પ્રવચનો…હલકી ભાષા…..કોઈ વિરોધ કરે તો એને પાડી દેવાનો…પોસ્ટર ફાડી દેવાના……કોઈ બીજેપી વાળો- પ્રચાર કરવા સોસાયટી માં આવે તો- એનો ઉગ્ર..હિસક વિરોધ કરવા નો……..! ઘમંડ..અહંકાર…તો આને કહેવાય……….! ને હવે કોંગ્રેસ માં એ લોકો પોતાના રામ-શ્યામ શોધવા નીકળ્યા છે..!! પાસ આગેવાનો- જાહેર સભામાં ઓ માં સોગંધ ખવડાવે છે..કોના નામ પર…પેલા ૧૪ જણ મરી ગયા તેમના નામ પર…….અને કહે છે બીજેપી ને વોટ નહીં આપવા નો…..કૉંગ્રેસ ને આપવા નો….!!!! ટૂંક માં મડદા પર રાજનીતિ કરવા ની રીત તો પાસીયા અને કોંગ્રેસ જ કરી શકે…!!
  • શું કહેવું??? જેને આંદોલન નો હેતુ જ ખબર નથી……કૉંગ્રેસ નાં કાળા કામ કેવા હતાં એની જાણકારી નથી… એ …કેવળ એક કોંગ્રેસી દલાલ ની વાત માં આવી..સમાજ ને ઉશ્કેરી …પોતાનું મનધાર્યું થાય તે માટે -તેણે બસ ખુલ્લેઆમ નક્સલવાદ જ કરવા નો???? ભાઈ..પોતાનું આંદોલન તો લાલજીભાઈ…અને અન્ય પાટીદાર આગેવાન પણ કરે છે..પણ મર્યાદા માં રહી ને…શાંતિ થી….અને સરકાર સામે સકારાત્મક પગલા પણ ભરે છે…તે નહિ જોવાનું?? બસ..એક જીદ્દી…અડીયલ…૪ વરસ ના છોકરા ની જેમ……આને પાડી દઉ..આને ઉખાડી દઉ..એવા નાટક કરવા ના???? એનો કોઈ સાર તો હોવો જોઈએ ને……!….
  • સુરત ના ઘણા પાટીદાર અગ્રણીઓ….ઊંઝા ઉમિયા માતા સંસ્થાન…..ખોડલધામ ટ્રસ્ટ….ઘણા સમાજ ના ભલા માટે અઢળક કામ કરે છે……પાસીયા ઓ એમાં ક્યાં છે?? પુર-દુષ્કાળ..કે અન્ય કુદરતી પ્રકોપ માં એકેય પાસીયો દેખાયો????? પાટીદાર સમાજ માં- દીકરીઓ ની સંખ્યા ઘટતી જાય છે………લવજીભાઈ બાદશાહ જેવા શ્રેષ્ઠી જે કાર્ય કરે છે..તેનું ૧% કાર્ય કે વિચાર આ લુખ્ખાઓ ને આવ્યો??? યુવાધન ને યોગ્ય માર્ગ દર્શન..આર્થિક સહાય ની જરૂર છે..તે માટે કોઈ પાસીયા એ વાત કરી?? ધારો કે અનામત મળી..તો શું બધા પ્રશ્ન સોલ્વ થઇ જશે??? કોઈ જ ઉત્તર નથી એ લોકો પાસે….! ટૂંક માં પાસ આગેવાનો- સમાજ ને ગુમરાહ કરી- પોતાના ખીસા-ઘર ભરી રહ્યા છે……..શરાબ-શબાબ ના ભોગ વિલાસ પુરા કરી રહ્યા છે…સમાજ ના અનેક વિકરાળ પ્રશ્નો છે..તે તરફ એમનું ધ્યાન ક્યારેય નહિ જાય..! સરદાર પટેલ ના નામ પર ચરી ખાતા આવા લોકો ને શું કહેવું?? જો- આ પાસીયા ઓ ની સચ્ચાઈ જાણવી હોય તો- એક વાર એમની સભામાં જજો..એમની વાત કોઈ પૂર્વ ગ્રહ વગર સાંભળજો…….તમને સમજાઈ જશે કે- અ લોકો શું કરવા માંગે છે???
  • મને વિશ્વાસ છે કે- પાટીદાર સમાજ જાગૃત છે..સમજુ છે…….તે આવા લુખ્ખા તત્વો ને બરાબર ઓળખી ને જરૂર જાકારો આપશે……! કારણ કે આ દેશ ની વાત છે…કોઈ ગલી-મહોલ્લા ની વાત નથી…!!

  ટૂંક માં..કહેવા નું તો ઘણું છે….પણ સીધી વાત કરવી હોય તૌ……….સમાજ કે જ્ઞાતિ ..જાતિ..ધર્મ કરતા..દેશ મોટો છે………૬૦ વર્ષો બાદ- દેશ આજે કૈંક સાચા રસ્તા પર ચાલી રહ્યો છે…..રસ્તા તૂટેલા હતા..આથી સુધારો કરવા માં થોડા ઘણા ઝટકા આવશે..પણ આગળ સુપર હાઇવે છે…..તેની રાહ તો જોવી પડે ને??? ધીરજ તો જોઈએ ને…….અને ગુજરાત તો ગર્વીલું છે…એ કદાપી આવા લુખ્ખા ઓ ની ધમકી ને વશ થયું નથી….ઝૂક્યું નથી……ભલે ને કોંગ્રેસ લાખ કરે…..!!!!

  વિચારજો…………..આજે નહિ વિચારો તો- કાલ તમારી નથી…………નકસલવાદ તમારી રાહ જુએ છે…!!!

  તમે મને મોદી ભક્ત કહી શકો છો..મને વાંધો નથી…પણ મને ગર્વ છે કે – હું એવા માણસ ને સમર્થન આપું છું કે- જેણે ચા વેચી છે…પોતાનો દેશ નથી વેચ્યો…!!!!

  રાજ


  Leave a comment

  આજકાલ -૬/૩/૨૦૧૭

  જીવન વહેતું જાય છે…….અને એ વહેતું રહે એ સારું જ છે. પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે. ….જો જીવન વહેતું ન હોત…સમય એક જ જગ્યા એ સ્થિર થઇ જાત તો શું થાત??? એકધારા જીવન થી…એની બીબાઢાળ લઢણ થી સુખ-દુખ નો રોમાંચ જ ખતમ થઇ જાત…………! માટે જ જગત ના નાથે જે ચક્ર બનાવ્યું છે…..એ સારું જ છે…….કે કમસેકમ જીવન ના પ્રત્યેક રંગ અનુભવવા તો મળે છે……..

  તો શું ચાલે છે આજકાલ???

  • બસ। .વો હી રફતાર…….જીવન ના ત્રિભેટે ઉભા રહી દોડતા રહેવા નું….! જીવન ની દરેક આગલી ક્ષણ કયો મારગ પકડશે…અહી કઈ જ ખબર નથી……! બસ સારથી તરીકે શ્રીજી છે…અને મારે તો બસ યુદ્ધ જ લડવા નું છે……! તો- આગળ..એની મરજી…! અને એ જ મારું પ્રારબ્ધ..!
  • પપ્પા ને દેહ છોડ્યે પાંચ માસ થવા આવ્યા છે………અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેમનો ખાલીપો વજનદાર બનતો જાય છે……! દિવસ માં રોજ બે વાર ફોન પર વાત કરવા ની…..તેમના દ્વારા અલક મલક વાતો ..મમ્મી ના પરાક્રમ….જરૂરી બિન જરૂરી સલાહ સૂચનો સાંભળવા નુ હવે નથી….! એ જ વાત ભારે લાગે છે. કદાચ જીવન ની આ જ કહાની છે……..સમય ની સાથે બધું રાખ થતું જાય છે…..અને યાદો ધુમ્મિલ…..!
  • હરિ પણ સમય ની સાથે વધતો જાય છે…અને એના પરાક્રમ એના થી પણ વધુ ગતિ એ વધતા જાય છે…..! જીભ તો અદ્દલ મારી જેમ ધારદાર છે…..જેની મીઠી મધુરી દલીલો હૃદય ને તરબતર કરતી જાય છે…….! પોતાના સંતાન ને મોટા થતા જોવા એટલે…પોતાના બાળપણ ને નજર સમક્ષ પસાર થતું જોવું…! અને હરિ ને જોઈ ને- હું અને રીના – આ જ અનુભવી એ છીએ……
  • ગઈકાલે હરિ મને કહે……”પાપા…મારે ડાયનોસોર લાવવું છે….”…..હું..: ???????? અહી તો કુતરા થી પણ બીક લાગે છે  ‘ને આ ડાયનોસોર ની વાત કરે છે….!!! સારું છે કે – ઉત્ક્રાંતિ માં ડાયનોસોર અને એનો વેલો ખોવાઈ ગયો………..નહીતર આજે શું થાત???
  • ઉત્તર પ્રદેશ ની ચૂંટણી ના સમાચાર આજકાલ બધી ચેનલ્સ પર ભરપુર ચાલે છે………મોદી ..મતદારો પાછળ અને બાકી બધા પક્ષ મોદી પાછળ…?? હહાહા……ભરપુર મનોરંજન થાય છે……….અને જયારે પણ મૂડ ખરાબ હોય ત્યારે માનનીય “પપ્પુભાઈ” ના મનોરંજક પ્રવચન ની કલીપ ને જોઈએ લઈએ..સાંભળી લઈએ…..એટલે ફરીથી તાજામાજા..!
  • ગુજરાત માં ચૂંટણી આવતીસાલ આવે છે………….અને કોંગ્રેસ..એના પ્યાદા જેવો હાર્દિક જે નાટક- ત્રાગા કરી રહ્યા છે…….એ પણ મનોરંજક જ છે…..અને સાથે સાથે અફસોસ એ વાત નો છે કે -ભણેલા ગણેલા લોકો એમની વાત માં આવી જાય છે…..!! અલ્યા ..થોડું તો વિચારો…..

  તો……..બસ……ચાલતા રહીએ…………જીવન સાથે…સમય સાથે………कर्मण्ये वाधिकारस्ते महा फ़लेषु कदाचन …….અનુસાર ચાલવા નું છે…કર્મયોગ ને જીવવા નું છે………સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરવા ના છે……….!

  રાજ


  Leave a comment

  ૧૦ રૂપિયામાં ટેબ …..!!!

  …આજકાલ ચોમાસું ચાલી રહ્યું છે  અને  વરસાદ  ની સાથે સાથે ઓનલાઈન ધંધો કરતી વેબસાઈટ નો પણ વરસાદ થઇ રહ્યો છે….કેટલા ડૂબ્યા અને કેટલા તર્યા??? એ તો ભગવાન જાણે પણ ઘરાકો ને તો ઘી-કેળા જેવું જ છે……ઘરે બેઠા આકર્ષક ..લોભામણી ..ડિસ્કાઉન્ટેડ વસ્તુઓ( જરૂર હોય કે ન હોય..) ની લ્હાણી થઇ રહી છે………પૈસા અદ્રશ્ય રીતે જાય છે…..અને દ્રશ્ય વસ્તુઓ નો ખડકલો ઘરમાં થઇ રહ્યો છે…….! નાની ટાંકણી થી માંડી ને મોટા જહાજો આજકાલ નેટ પર ઘરેબેઠા મળે છે…..પછી તમારૂ નસીબ……પછી બાકી શું રહે???

  પણ એમાં કેવા કેવા અનુભવ થાય છે ….એ છાપાઓ માં વાંચી લેવા…! મારો જ અનુભવ કહું….તાજેતરમાં એક મિત્ર એ  Paytm નામની વેબસાઈટ કે જે ઓનલાઈન પેયમેન્ટ માટે ખ્યાતનામ છે ..અને સાથે સાથે ચીજ વસ્તુઓ પણ વેચે છે…..તેની એક લીંક મોકલી. લિંક માં એવું કે – એક વિદ્યાર્થી ઓ માટેનું ટેબ્લેટ ( ગળવા ની ગોળી નહિ….) માત્ર ૧૦ રૂપિયા માં મળે. આપણે રહ્યા મનુષ્ય જીવ..એ ય પાછા અમદાવાદી…..પાકા ગુજરાતી……આથી થોડાક લોભાણા ….અને પછી શંકા એ પડી કે ફક્ત ૧૦ રૂપિયા માં ટેબ…..?? શક્ય જ નથી…..કદાચ ટેબ ના નામે ટેબ નો ફોટો આવે…! છતાં એ સાઈટ પર તપાસ કરી તો ખરેખર ૧૦ રૂપિયા માં ટેબ્લેટ……..! ઓ તારી….! આથી હરિ ને કામ લાગશે એમ વિચાર્યું …..અને ફટાફાટ પેયમેન્ટ કરી..ટેબ નોંધાવવા માં આવ્યું……..કન્ફર્મેશન મેસેજ પણ આવી ગયો……

  Screenshot_2016-08-12-14-33-20.png

  છતાં મન પાછું આઘુપાછું થાય…….કારણ કે ૧૦ રૂપિયા નું ટેબ અને તેનો કુરિયર ચાર્જ ૨૫ રૂપિયા………! હારું…..ઘાટ કરતા ઘડામણ મોંઘુ…….! પણ એમ માન્યું કે હશે……આપણેય ક્યાં કરોડો ખર્ચી નાખ્યા છે….!! જે થશે  એ હરિ ઈચ્છા…!!

  આપણે તો એક નોંધાવ્યું…….પણ એ મિત્રે તો બે -ત્રણ નોંધાવ્યા………અને પછી જેની શંકા હતી એ જ થયું……….!! વેબ્સાઈટનો મેસેજ આવ્યો…………Apologies…..!!! પૈસા રીફંડ કરી દીધા એમની સાઈટ પર જ કે-ભવિષ્ય માં એ પૈસા એમના માધ્યમ થી જ વપરાય…!!!!

  Screenshot_2016-08-12-14-32-51.png

  હાહાહા………પણ થોડુક વિચારવા જેવું…..

  • આટલી મોટી વેબ સાઈટ ..અને આવડી મોટી ભૂલ??? મજાક??? કે પછી જાણીબુઝી ને ઘરાક ખેંચવા ની ચાલબાજી????
  • આવું આવું કરતા- વેબસાઈટ વાળા ઓ ને પોતાની ઈજ્જત ની નહિ પડી હોય???? Brand image….brand equity જેવું કૈંક ખરું કે નહિ????
  • આપણા જેવા લોકો પણ કેવા લલચાઈ જાય છે…….! એ જોવા જેવું છે…..
  • ઓનલાઈન ખરીદી ના ફાયદા-ગેરફાયદા આપણે વાંચીએ છીએ????? કે ખાલી ભાવ જ જોઈએ છીએ??

  તો- ચાલો જે થયું એ હરિ ની મરજી…………! કમસેકમ પૈસા તો પાછા આવ્યા…….! ૧૦ રૂપિયા માં અત્યારે ચા નથી મળતી તો ટેબ્લેટ ( એ ય પાછું ચાલુ…..) ક્યાંથી મળે????

  રાજ

   


  Leave a comment

  પ્રજા”સટ્ટાક” દિવસ-૨૦૧૬

  આપણો એટલે કે કહેવાતા મનુષ્ય જાતી -પ્રજાતિ નો ઈતિહાસ આશરે ૫૦૦૦૦ વર્ષ જુનો છે……પણ આટલા વરસો માં આપણે શીખ્યા છીએ એના કરતા ભૂલ્યા છીએ વધારે………..!! જો કે  આગળ જ  ચાલવું  એ સૃષ્ટી નો નિયમ છે  છતાં પાછા વળી ને……… કરેલી ભૂલો માં થી સારું શીખવાનું આપણે  શીખ્યા નથી……! તો મારા માટે  પ્રજાસત્તાક દિવસ  એ  પ્રજા”સટ્ટાક” દિવસ છે………કેમ????? આગળ  વાંચો….

  • જે પ્રજા પોતાના સ્વાર્થ -માટે  દેશ ના હિત ને તડકે મૂકી દેતી હોય તેના માટે આજનો દિવસ ..પ્રજા”સટ્ટાક” દિવસ છે…..
  • અનામત,ધર્મ,જાતી,મંદિર -મસ્જીદ ના મુદ્દા ઓ ના  આધારે લલ્લુઓ-યાદવો-ગાંધીઓ -દેશ ને બરબાદ કરે….અને પાછા રાજ કરવા હરખે હરખે ચૂંટાઈ આવે……એ પ્રજા ની સમજણ માટે…………. પ્રજા”સટ્ટાક” દિવસ છે………..
  • જ્યાં કાયદા પણ ધર્મ ને આધારે અલગ-અલગ ભેદ વાળા હોય…..દેશ ની કુલ વસ્તી નો  ૧૭% ભાગ હોય છતાં પોતાને લઘુમતી કહેતા હોય…….તે પ્રજા ને માટે આજનો દિવસ …પ્રજા”સટ્ટાક” દિવસ છે…..
  • જ્યાં વાત-વાત માં અસહિષ્ણુતા છવાઈ જતી હોય…….બીકાઉ મીડિયા ના તાપ ને આધારે અર્ધ પાકેલી  -બળેલી અસહિષ્ણુતા ની બિરયાની ને જે પ્રજા શાંતિ થી…..ચુપચાપ પણે ….કૌરવ સભાની જેમ ખાતી હોય……અને દરેક વાત માં મોદી-મોદી ને જ જવાબદાર ગણતી હોય તે પ્રજા ને માટે……આજનો દિવસ પ્રજા”સટ્ટાક” દિવસ છે………
  • ડુંગળી-બટાકા-ટામેટા ના ભાવ ના આધારે જ્યાં દેશ ની સરકારો બદલાઈ જતી હોય……તે પ્રજાને………..માટે……….પ્રજા”સટ્ટાક” દિવસ છે………….
  • સરકારી નોકરીઓમાં સંતોષકારક પગાર મળતો હોવા છતાં ખુલ્લેઆમ લાંચ માંગવામાં શરમ ન અનુભવનાર એશઆરામી “અકર્મ”ચારીઓને…..આજનો દિવસ એટલે  પ્રજા”સટ્ટાક” દિવસ……………
  • જ્યાં માં-બાપ ને બે દીકરા ભારે ન પડતા હોય પણ દીકરા મોટા થઇ -ઘરડા માં-બાપ ને ભાર-સમજી ચલક ચલાણું રમે…….એ પ્રજાને માટે આજનો દિવસ પ્રજા”સટ્ટાક” દિવસ છે…………..
  • જ્યાં પ્રજા આટઆટલુ વેઠ્યા બાદ…..દુખી થયા બાદ ….”સમજ્યા” બાદ પણ એક ની એક ભૂલ વારંવાર કરે…તે પ્રજા માટે આજનો દિવસ…..પ્રજા”સટ્ટાક” દિવસ છે….

  સટ્ટાક………………..!!!!

  જય હો………….

  રાજ

   


  Leave a comment

  રસપ્રદ ફોટા-૧૬

  ઘણો સમય વીતી ગયો અને હું, સમયસર હમેંશ ની જેમ નીતનવી પોસ્ટ ન મૂકી શક્યો…….કારણ એ જ છે કે જેને સુજ્ઞ લોકો “માયા” કહે છે…..તો આજકાલ આ સંસાર ની માયા- મારા પર હાવી થઇ ગઈ છે અને મારા નાનકડા “હરિકૃષ્ણ ” ને સંભાળવા માં મારા “હરિ” થી છેટું પડી રહ્યું છે……સમય ના પાલવ ને ખેંચવા નો પ્રયત્ન કરું છું પણ -ખેંચાઈ હું જાઉં છું…..સમય તો એની એ જ મંથર -ધીમી-મધ્ધમ સ્થિર ગતિ થી ચાલતો રહે છે…..દોડવું આપણે પડે છે……! શ્રીજી ને ફરીથી પ્રાર્થના કે- તારી-મારી વચ્ચે કોઈ ન આવે….આવે તો એ સહાયક બને….વિઘ્નકર્તા નહિ..છેવટે તો- “સગપણ હરિવર નું સાચું…..બીજું સર્વે ક્ષણભંગુર કાચું”…….જેવું છે. અમારા એક વડીલ કહેતા…..”અલ્યા ..સંસાર માં કૈં સાર નથી……” સાચી વાત છે…પણ આપણે તો સંસાર માં રહી ને હરિ ને પામવા છે….આથી આ ખેંચાખેંચ તો રહેવા ની જ…..! તો- આ સમયકાળ દરમ્યાન જીવન કયા ચિત્રો માં કંડારાયું…???? જોઈએ આ ફોટા નામા માં…..

  IMG1785

  આજકાલ આવું બધું બહુ જોવા મળે છે….આપણા દેશ ની ઈકોનોમી અને એના લોકો ની સ્થિતિ બંને સરખા છે……મહાહારામી -સુપર હરામી-નફફટ રાજકારણીઓ -એમના દીકરા-જમાઈઓ-દીકરીઓ-ભત્રીજાઓ-ભાણીયા ઓ એ આ દેશ ને એવો તે લુંટ્યો છે કે- ઘણીવાર થાય છે કે- આપણો જન્મ જ કદાચ લુંટાઈ જવા થયો છે……એક મરઘી- એક દિવસ માં ૪૦ કિલો અનાજ ખાઈ જાય છે……! હદ થઇ ગઈ…..ભારત ની મરઘીઓ આટલી હિંમતવાળી…??? અને આવું સાબિત કરવા વાળા- ઘાસચારા ખાઈ જનાર “સજ્જન” રાજકારણી ઓ ખુલ્લેઆમ સભાઓ ગજવી રહ્યા છે……! યાદ કરો કેટલા રાજકારણી- જેલ ના સળિયા પાછળ છે? સી બી આઈ તો બિચારી પાલતું કુત્તા જેવી છે…આથી આપણા કપાળે હાથ મુક્યા સિવાય છૂટકો નથી….!  ક્યાંક રેડ પડે તો- કરોડો સિવાય વાત નથી થતી……..પછી શ્રીમાન રાહુલબાબા- એક છાપા ના ૧૦૦૦ રૂપિયા આપે જ ને…! પણ આમ જનતા નો સવાલ તો ઉભો જ રહેવા નો…..કદાચ આપણે આને જ લાયક છીએ…!

  IMG1752

  આ હૈયા ઉકાળા વચ્ચે- જરા શાતા આપતી વાત……! થેન્ક્સ ઈશિતા……..! ઘણીવાર સંસાર માં આપણે- એક દમ સંપૂર્ણ -સારા વ્યક્તિ ની તલાશ કરવા જઈએ ને- અઆપની જિંદગી એ પહેલા જ -આપણ ને પૂર્ણવિરામ કરી દે…..! આથી સમય ટૂંકો છે- વેશ ઝાઝા છે….અને તલાશ લાંબી છે……તો શા માટે- ટૂંકો માર્ગ કેમ અપનાવવા માં ન આવે? તો- બસ સામે ની વ્યક્તિ ની સારાઈ કઈ…..ગુણ કયા…..એના પર જ ધ્યાન રાખીએ….બાકી અવગુણો તો શોધ્યા વગર જ તમને દેખાશે…કારણ કે અપની દ્રષ્ટી જ એવી છે. એક કઠીન કાર્ય …તમને જે વ્યક્તિ દીઠી ન ગમતી હોય…એના માં કયા ૪ સારા ગુણ છે…વાત છે..એનું લીસ્ટ બનાવો…! જોઈએ- તમે પાસ થાઓ છો કે નહિ…અમારા સ્વામિનારાયણ સત્સંગ માં તો શીખવાડવા માં આવે છે કે- હરિ ના સંપર્ક માં રહેલો એક સામાન્ય હરીજન પણ દંડવત ને લાયક છે…….કોઈના દોષ પરઠવા એના કરતા એના ગુણ જોઇને એને સ્વીકારવો- એ સારું રહેશે…….સકારાત્મક વિચાર જ મનુષ્ય ને તારે છે….યાદ રાખો-પછી ભલે ને એ કોઈ કાર્ય હોય કે જીવન….

  IMG1784

  ના…..ના…..ના……કન્ફયુઝ નહિ થવા નું…! સ્પેલ-ચેક કે ગુજરાતી જોડણી ના દોષ શોધવા ની લ્હાય માં -કુદરતી આવેગો નું સત્યાનાશ નહિ કરવાનું……સમજ્યા…! હોતા હૈ- ભાઈ…..આથી જ કહ્યું છે કે- ઘણી વસ્તુ ઓ સાન માં જ સમજી લેવી…..

  ચાલો હસતા રહેજો…ખુશ રહેજો…..પણ સાથે રહેજો…

  રાજ