Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

અક્ષરપુરુષોત્તમ દર્શન-૪

“પ્રસ્થાન” એટલે સિદ્ધાંત નું પ્રસ્થાપન કરતુ શાસ્ત્ર…..અને ત્રયી એટલે “ત્રણ” ..એમ કોઈ પણ તત્વજ્ઞાન..દર્શન કે વાદ- નું પ્રતિપાદન કરવું હોય તો પ્રસ્થાન ત્રયી કહેતા કે ત્રણ મુખ્ય ગ્રંથ- ઉપનિષદ, ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર – નો આધાર લેવો અનિવાર્ય છે..ફરજીયાત છે……અને એ ત્રણ માં થી- આજે આપણે કેન્દ્રવર્તી એવો ગ્રંથ- શ્રી ભગવદ ગીતા ને આધારે અક્ષર પુરુષોત્તમ દર્શન નો આસ્વાદ લેવાના છીએ……!

 

જયારે સ્વયમ શ્રીકૃષ્ણ ભગવાન અનુષ્ટુપ છંદ માં વિષાદગ્રસ્ત અર્જુન ( જે આપણા જેવા માયા થી ગ્રસ્ત જીવ નું પ્રતિનિધિત્વ કરે છે) ને મહા યુદ્ધ ( કે જે જગત ની આંધળી દોડાદોડી..કોલાહલ…સંસાર ના પ્રશ્નો) ની વચ્ચે – બ્રહ્મ વિદ્યા ના પાઠ ભણાવે છે…..અને કહે છે…. सर्वधर्मान परित्यज्य ..मामेकं शरणं व्रज……! શરણાગતિ ની વાત …આવી રીતે કોણ કહી શકે??? એક સ્વયમ પરમાત્મા જ આ વાત કરી શકે…..! અને એમના જ મુખે – જયારે બ્રહ્મ- અને પરબ્રહ્મ ના સ્વરૂપ..મહિમા ની વાત થાય ત્યારે બીજો પુરાવો શું જોઈએ??

krishna1_ef573577-6d9d-4d65-acdb-48954e156e5c

ચાલો ટૂંક માં પરિચય મેળવીએ – ભગવદ ગીતા નો…..

—–

ભગવદ ગીતા મહાભારત ના ભીષ્મ પર્વ ના ૨૫ માં અધ્યાય થી લઈને ૧૮ અધ્યાય સુધી લંબાયેલી છે…..આ અઢાર અધ્યાય માં કુલ ૭૦૦ શ્લોક છે…..જેમાં શરૂઆત અંધ અર્થાત અહં-મમત્વ રૂપી અજ્ઞાન ના પ્રતિક એવા ધ્રુતરાષ્ટ્ર અને સંજય ના સંવાદ થી થાય છે. જેમાં ૧ શ્લોક- ધૃતરાષ્ટ્ર દ્વારા….૪૧ શ્લોક સંજય ના મુખે….૮૪ શ્લોક અર્જુન ના મુખે અને ૫૭૪ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન ના મુખે ઉચ્ચારાયેલા છે…..ગીતા એટલી સમૃદ્ધ છે કે- ભલભલા વિષાદ ગ્રસ્ત..ડીપ્રેસન ગ્રસ્ત જીવ ને અજ્ઞાન માંથી છોડાવી- જ્ઞાન તરફ લઇ જઈ શકે….! ગીતા ને એક આગવું ઉપનિષદ તરીકે ગણી….સ્મૃતિ પ્રસ્થાન માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે…

———–

આવી ગીતા ના ૮ માં અધ્યાય અક્ષરબ્રહ્મ યોગ અને ૧૫ માં અધ્યાય – પુરુષોત્તમ યોગ માં – સમગ્ર અક્ષર પુરુષોત્તમ દર્શન નો સમાવેશ થયો છે….ચાલો જોઈએ…૮ મો અધ્યાય …

અહી શરૂઆત જ અર્જુન ના અદ્ભુત પ્રશ્ન થી થાય છે…..

किं तद् ब्रह्म ( ८/१)

અર્થાત- તે બ્રહ્મ શું છે??….જાણે કે આ પ્રશ્ન માં જ આપણા બધાનો પ્રશ્ન આવી જાય છે…..પણ એ પહેલા જોઈએ કે- આગળ ના અનેક અધ્યાય માં- કૃષ્ણ ભગવાને બ્રહ્મ શબ્દ નો ઉલ્લેખ કર્યો છે…..

एषा ब्राह्मी स्थिति : पार्थ ( २/७२)

અર્થાત- હે પાર્થ…આ જ બ્રાહ્મી સ્થિતિ છે…..

 

तस्मात सर्वगतं ब्रह्म ( ३/१५)

અર્થાત- તે બ્રહ્મ સર્વમાં રહેલું છે……

 

स ब्रह्मयोग युक्तात्मा सुखंक्षय्यं श्रुते ( ५/२१)

અર્થાત- બ્રહ્મ સાથે જોડાયેલો તે મનુષ્ય ..અવિનાશી સુખ ભોગવે છે…..

 

सुखेन ब्रह्मसंस्पर्शंत्यन्तं सुखंश्रुते ( ६/२८)

અર્થાત- બ્રહ્મ દ્વારા અનુભવતા અત્યંત આનંદ ને સુખે થી ભોગવે છે…..

 

ते ब्रह्म तद्रिदु ( ७/२९)

અર્થાત- તેઓ તે બ્રહ્મ ને જાણે છે…..

———————–

અદ્ભુત ઉલ્લેખ…!!!!  હવે જોઈએ આઠમો અધ્યાય…..તે બ્રહ્મ શું છે??? તેવા પાર્થ ના પ્રશ્ન માં શ્રીહરિ કહે છે

 

अक्षरं ब्रह्म ( ८/३)

અર્થાત- અક્ષર એ બ્રહ્મ છે……

આમ અક્ષર એ બ્રહ્મ નું નામ જ છે…..જેને આપણે સાથે મેળવી- અક્ષરબ્રહ્મ પણ કહીએ છીએ…..

 

અક્ષર નો મહિમા સમજાવતા ભગવાન કહે છે…

 

यद् अक्षरं वेदविद:वदन्ति विशन्ति यद् यतयः वीतरागा: I

यद् इच्छन्त: ब्रह्मचर्य चरन्ति तत् ते पदं संग्रहेण प्रवक्ष्ये II (८/११)

 

અર્થાત- વેદો ને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે , આસક્તિ વિના ના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે , અને જેને ઇચ્છનારા ઓ બ્રહ્મચર્ય નું પાલન કરે છે ..એવું આ અક્ષર દિવ્ય સ્થાન છે….તે સ્થાન વિષે હું ટૂંક માં કહીશ….

 

अव्यक्तोऽक्षर इत्य्युक्त्स्त्माहु: परमांगतिं

यं प्राप्य न निर्वतन्ते तद्धाम परमं मम ( ८/२१)

અર્થાત- જે અવ્યક્ત ભાવ….અક્ષર સંજ્ઞા ( શબ્દ) થી પ્રસિદ્ધ છે તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે …જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી પુનઃ પાછા આવતા નથી ..તે જ મારું પરમ ધામ ( અક્ષરધામ) છે…..

bapa-akshar

 

ટૂંકમાં અક્ષર એ જ બ્રહ્મ છે…..તેને પ્રાપ્ત કરવું એ જ મોક્ષ નું સાધન છે….પરમાત્મા..પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ને પામવા નું એ એક જ સાધન છે…..અને એજ પરબ્રહ્મ નું પરમ ધામ છે…કે જેને પ્રાપ્ત કર્યા પછી પુનઃ જન્મ ધારણ કરવો પડતો નથી…..આત્યંતિક કલ્યાણ થાય છે…..!

 

જય જય અક્ષર પુરુષોત્તમ….જય જય સ્વામિનારાયણ……

Advertisements


Leave a comment

અક્ષરપુરુષોત્તમ દર્શન-૩

હજારો વર્ષ પહેલા રચાયેલા અપુરુષેય અર્થાત કોઈ મનુષ્ય દ્વારા નહિ રચાયેલા એવા વેદો ના સાર રૂપ એવા ઉપનિષદ પૈકી – અગ્રગણ્ય એવા- મૂંડક ઉપનિષદ અને કઠોપનિષદ માં- અક્ષર અને પુરુષોત્તમ ના સ્વરૂપ…મહિમા વિષે આપણે જાણ્યું……હવે આ જ અનંત યાત્રા માં – આપણે આગળ- જોઈશું- બૃહદારણ્યક ઉપનિષદ માં ગવાયેલા અક્ષર અને પુરુષોત્તમ ના મહિમા વિષે….
બૃહદારણ્યક ઉપનિષદ
———————-
સર્વે ઉપનિષદ માં સૌથી વિશાળ એવું આ ઉપનિષદ એ વેદો ના- શુક્લ યજુર્વેદ માં સમાયેલું છે…..વિશ્વના અતિપ્રાચીન ગ્રંથો પૈકીના એક્ એવા આ ગ્રંથમાં જીવ, બ્રહ્માંડ, અને ઇશ્વર વિષે લખવામાં આવ્યું છે. દાર્શનિક રુપે મહત્વપૂર્ણ આ ઉપનિષદ પર આદિ શંકરાચાર્યએ પણ ટીકા (ટીપ્પણી) લખી છે. આ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો એક્ ખંડ પણ છે……
બ્રુહદારણ્યક ઉપનિષદમાં અદ્વૈત વેદાંત અને સંન્યાસનિષ્ઠાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉપનિષદોમાં સર્વાધિક બૃહદાકાર તેના ૩ કાંડ (મધુકાંડ, મુનિકાંડ,, ખિલકાંડ), ૬ અધ્યાય, ૮૭ બ્રાહ્મણ અને પ્રલંબિત ૮૩૬ પદોમાં શાંતિપાઠ ‘ૐ પૂર્ણમદ:’ વગેરે છે અને બ્રહ્મા તેની સંપ્રદાય પરંપરાના પ્રવર્તક છે………
આ ઉપનિષદનો નીચે મુજબનો શ્લોક સુપ્રસિદ્ધ છે –
ॐ असतोमा सद्गमय ।
तमसोमा ज्योतिर्गमय ।
मृत्योर्मामृतं गमय ॥
ॐ शान्ति शान्ति शान्तिः ॥
– बृहदारण्यकोपनिषद् 1.3.28.
નીચે મુજબનો શ્લોક બૃહદારણ્યક ઉપનિષદના આરંભ અને અંતમાં આવે છે-
पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
અક્ષર પુરુષોત્તમ દર્શન નું નિરૂપણ – જનકરાજા ના દરબાર માં મહર્ષિ યાજ્ઞવલ્કય અને ગાર્ગી નામની વિદુષી સ્ત્રી સાથે પ્રશ્નોત્તરી ના સંવાદ માં થયું છે…..
————————
તે જોઈએ….શરૂઆત અક્ષર ના સામર્થ્ય થી ….
एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि, सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठत :
एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि,ध्यावापृथिव्यौ विधृते तिष्ठत: (३/८/९)
અર્થાત- હે ગાર્ગી ..! આ અક્ષરબ્રહ્મ ના પ્રશાસન માં જ સૂર્ય અને ચંદ્ર સ્થિર રહ્યા છે ..હે ગાર્ગી ..! આ અક્ષરબ્રહ્મ ના પ્રશાસન માં જ દ્યુલોક કે પૃથ્વી લોક જેવા સર્વ લોકો સ્થિર રહે છે …
—————-
હવે અક્ષરબ્રહ્મ ને જાણવું- શા માટે અનિવાર્ય છે તે જોઈએ….
य: वा एतद अक्षरं गार्गि अविदित्वा अस्मिन लोके
जुहोति यजते तप: तप्यते बहूनि वर्षसहस्त्राणि
अन्तवद् एव अस्य तद् भवति ( ३/८/१०)
અર્થાત- હે ગાર્ગી..! જે મનુષ્ય આ અક્ષરબ્રહ્મ ને જાણ્યા વિના આ લોક માં હોમ કરે , યાગ કરે, કે હજારો વર્ષ સુધી તપ કરે ..તો પણ તે બધું જ નાશવંત થઇ જશે ..અવિનાશી ફળ નહી મળે…….
——————-
य:वा एतद अक्षरं गार्गि अविदित्वा अस्माद् लोकात् प्रैति स: कृपण:
( ३/८/१०)
અર્થાત- હે ગાર્ગી….જે આ અક્ષરબ્રહ્મ ને જાણ્યા વિના આ લોક માં મૃત્યુ પામે છે તે કૃપણ ( ગરીબ) છે..દયા ને પાત્ર છે…તેનો જન્મ એળે ગયો છે એમ સમજવું…..
अथ य:एतद् अक्षरं गार्गि विदित्वा अस्माद् लोकात् प्रैति स: ब्राह्मण:
(३/८/१०)
અર્થાત- તેની સામે હે ગાર્ગી……જે મનુષ્ય આ અક્ષર ને જાણી ને આ લોકમાં થી વિદાય લે છે તે જ સાચો બ્રહ્મવિદ્યા નો જાણકાર છે……
——————————-
અરુણ ઋષિ ના પુત્ર આરુણીએ યાજ્ઞવલ્કય ઋષિ ને પુછ્યું કે જેને આધારે આ સમગ્ર વિશ્વ ટકી રહ્યું છે તે અંતર્યામી તત્વ કોણ..કેવું છે?? તે કહો…ઉત્તર માં – પુરુષોત્તમ નો મહિમા કહેતા ઋષિ કહે છે…
य: पृथिव्यां तिष्ठन पृथिव्या अन्तर: यं पृथिवी न वेद
यस्य पृथिवी शरीरं य:पृथिवीं अन्तरो यमयति
एष: ते आत्मा अन्तर्यामी अमृत: (३/७/३)
અર્થાત- જે આ પૃથિવી ની અંદર રહ્યા છે ..એમ છતાં જેને પૃથિવી જાણતી નથી , જે પૃથિવી ની અંદર રહી ને તેનું નિયમન કરે છે , તે પરમાત્મા છે..તે અંતર્યામી છે..તે અમૃત મય છે……
————————-
2018_01_20_055_Gondal
સાર રૂપે કહેવાનું એટલું જ છે કે……
— અક્ષર ને જાણવું – એ મોક્ષ માટે અનિવાર્ય છે…એને જાણ્યા વગર પુરુષોત્તમ ને પામી શકાતું નથી….
— અક્ષર અને પુરુષોત્તમ બંને ભિન્ન તત્વ છે..બંને વચ્ચે સેવક- સ્વામી નો ભાવ છે……
— અક્ષર એક પુરુષોત્તમ સિવાય સર્વે તત્વો- જીવ, ઈશ્વર અને માયા..સર્વે થી મોટું છે……..
— એક પુરુષોત્તમ જ અક્ષર થી પર છે……અને સર્વ નિયંતા…સર્વોપરી..સંપૂર્ણ છે……
જય જય અક્ષર પુરુષોત્તમ….જયજય સ્વામિનારાયણ…..


Leave a comment

અક્ષર પુરુષોત્તમ દર્શન -૧

ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર વેદ- ઉપનિષદ-ગીતા-પુરાણ-બ્રહ્મસૂત્ર ના નીચોડ….સાર રૂપે વચનામૃત નો સર્વોપરી ગ્રંથ સમગ્ર જગત ને આપ્યો અને તેના શબ્દે શબ્દે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત- કે
 
” અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી”
19990303_1932168913697888_1341950166272451013_n
 
ને પ્રગટ કર્યો……..કહેવાનું એટલું કે- અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમ ને ન ઓળખી શકાય……પુરુષોત્તમ ને ન ભજાય…….તો પ્રશ્ન એ કે- આ અક્ષર એટલે કોણ??? અક્ષર રૂપ કઈ રીતે થવાય??? અક્ષર થી પર એવા પુરુષોત્તમ કોણ?? એમનો મહિમા શું?? અક્ષર-પુરુષોત્તમ નો મહિમા શું??? અધ્યાત્મ માર્ગ માં..મોક્ષ માર્ગ માં એમની અનિવાર્યતા શું???
 
આ અનેક પ્રશ્નો ના ઉત્તર આપણે- આપણા ગુણાતીત ગુરુઓ દ્વારા – સ્વયમ અક્ષર દ્વારા- સ્વયમ શ્રીજી મહારાજ દ્વારા પ્રબોધિત જ્ઞાન માં થી ગ્રહણ કરશું……અક્ષર પુરુષોત્તમ દર્શન – યાત્રા ને આધારે…….
પણ એ પહેલા- દર્શન એટલે કે- તત્વજ્ઞાન વિષે માહિતી મેળવીએ……ભારતવર્ષ માં ૬ વૈદિક દર્શન છે ..જે ષડદર્શન તરીકે ઓળખાય છે..જેની રચના હજારો વર્ષ પહેલા ઋષિ મુનીઓ એ કરેલી…..અને મનુષ્ય જીવન-સૃષ્ટિ-ભગવાન વિષે ના રહસ્યો ઉજાગર કરેલા…….જેમાં
  1. સાંખ્ય દર્શન – રચયિતા- કપિલ મુની
  2. યોગ દર્શન- પતંજલિ ઋષિ
  3. ન્યાય દર્શન- ગૌતમ મુની
  4. વૈશેષિક દર્શન- કનાદ મુની
  5. કર્મ મીમાંસા દર્શન- જૈમીની ઋષિ
  6. વેદાંત દર્શન- ભગવાન વેદવ્યાસ

અને આ છેલ્લા વેદાંત દર્શન ને આધારે વિભિન્ન દાર્શનિક સંપ્રદાયો નો ઉદ્ભવ થયો …અત્યાર સુધી ૬ વેદાંતદર્શન મુખ્ય હતા અને હવે થી તેમાં ભગવાન સ્વામિનારાયણ નું પોતાનું દર્શન- અક્ષર પુરુષોત્તમ દર્શન- એમ કુલ ૭ વેદાંત દર્શન થયા…તે જોઈએ…

  1. અદ્વૈત દર્શન- આદિ શંકરાચાર્ય
  2. વિશિષ્ટાદ્વૈત દર્શન- શ્રી રામાનુજાચાર્ય  ( શિક્ષાપત્રી માં શ્રીજી એ આને પોતાનું પ્રિય દર્શન કહ્યું છે)
  3. દ્વૈત દર્શન- શ્રી મધ્વાચાર્ય
  4. દ્વૈતાદ્વૈત દર્શન- શી નીમ્બાર્કાચાર્ય
  5. શુદ્ધાદ્વૈત દર્શન – શ્રી વલ્લભાચાર્યજી
  6. અચિંત્યભેદાભેદ દર્શન- શ્રી ચૈતન્ય મહાપ્રભુ
  7. અક્ષર પુરુષોત્તમ દર્શન- પૂર્ણ પુરુષોત્તમ શ્રી -ભગવાન શ્રી સ્વામિનારાયણ

પુ.ભદ્રેશ  સ્વામી એ- શ્રીજી નો આ વાદ- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા-કૃપા થી ગ્રંથસ્થ કર્યો માટે આદિ શંકરાચાર્ય પછી જો- ત્રણેય પ્રસ્થાન ત્રયી ગ્રંથ- ઉપનિષદ, બ્રહ્મ સૂત્ર અને ભગવદ ગીતા- ના આધારે ભાષ્ય અને તેનો જ વાદ ગ્રંથ- કોઈ પણ આગળ ના દર્શન નું ખંડન- મંડન કર્યા વગર રચી – છેલ્લા ૧૨૦૦ વર્ષ માં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સર્વ પ્રથમ આચાર્ય બન્યા….!!

Swaminarayan___BhashyamSwamishrif

શ્રીજી એ જેને વચનામૃત ના પાને પાને ભર્યો……અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ જેને ડંકા ની ચોટ પર જગત સામે મુક્યો……ભગતજી મહારાજે જેની ઓળખાણ કરાવી….શાસ્ત્રીજી મહારાજે જેનું નામાભિધાન કર્યું..મૂર્તિમંત કર્યું………યોગીજી મહારાજે જેને સાત સમુંદર પાર પહોચાડ્યું ……પ્રમુખ સ્વામી મહારાજે જેને જગત ના ખૂણે ખૂણે પહોચાડ્યું અને પુ.ભદ્રેશ સ્વામી જેવા અતિ વિદ્વાન મહામહોપાધ્યાય સાધુ ને એને શાસ્ત્ર રૂપે – દર્શન રૂપે પ્રગટ કરવા ની આજ્ઞા કરી…….અને જે આજે મહંત સ્વામી મહારાજ દ્વારા ચારે દિશા માં ગુંજી રહ્યું છે- તેવું ભગવાન સ્વામિનારાયણ ના આગવા તત્વજ્ઞાન- દર્શન- વાદ – અક્ષર પુરુષોત્તમ દર્શન ને જીવ માં દ્રઢ કરી એ- સમગ્ર જગત ના જીવ ને જણાવીએ……
 
પુ. ભદ્રેશ દાસ સ્વામી એ – પ્રસ્થાનત્રયી ( ઉપનિષદ-ભગવદ ગીતા-બ્રહ્મસૂત્ર) ને આધારે “સ્વામિનારાયણ ભાષ્ય” અને એના વાદ ગ્રંથ રચી – કાશી સંસ્કૃત વિદ્વત પરિષદ માં પ્રતિપાદિત કર્યું…શ્રીજી ના આ દર્શન ને જગત માં પ્રસ્થાપિત કર્યું……એના માટે એમણે જે મહેનત કરી છે..ભીડા- કષ્ટો- સમસ્યાઓ વેથી છે તેનો અહી ઉલ્લેખ થઇ શકે નથી પણ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ની પરમ કૃપા થી સર્વે વિઘ્નો ટળ્યા અને અશક્ય લાગતું આ હિમાલય સમ કાર્ય- તેમણે સમયસર પૂરું કર્યું……( જેનો વિશેષ અહેવાલ નીચેની લિંક પર થી વાંચી શકાશે….- પુ.ભદ્રેશ સ્વામી અને સ્વામિનારાયણ ભાષ્ય રચના
 
તો ચાલો આજે માણીએ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો અમૃત આસ્વાદ મૂંડક ઉપનિષદ ની સાથે…….
 
મૂંડક ઉપનિષદ- અગ્રગણ્ય ૧૦ ઉપનિષદ માં શિરમોર એવું મૂંડક ઉપનિષદ એ અથર્વવેદ નો ભાગ છે…..અને એમાં મહર્ષિ અંગીરા પોતાના શિષ્ય શૌનક ઋષિ સાથે નો સંવાદ છે…..
येन अक्षरं पुरुषं वेद सत्य प्रोवाच तां तत्वतो ब्रह्मविध्यां
(१/२/१३)
અર્થાત- જેના વડે અક્ષર કહેતા અક્ષરબ્રહ્મ અને પુરુષ કહેતા પુરુષોત્તમ પરબ્રહ્મ ના સ્વરૂપ નું તત્વે કરી ને જ્ઞાન થાય છે તેને બ્રહ્મવિદ્યા કહેવાય…..
———–
यया तद् अक्षरं अधिगम्यते (૧/૧/૫)
 
અર્થાત- પરવિધ્યા તેને કહેવાય કે જેના વડે અક્ષરબ્રહ્મ નું જ્ઞાન થાય….
————-
अक्षरात संभवति इह विश्वम् (૧/૧/૭)
 
અર્થાત- આ અક્ષરબ્રહ્મ માં થી સમગ્ર જગત ની ઉત્પત્તિ થાય છે…..
—————
तद् एतद अक्षरं ब्रह्म ( ૨/૨/૨)
 
અર્થાત- તે આ અક્ષરબ્રહ્મ છે……..
—————–
 
અક્ષર ના આ મહિમા ગાન પછી- મૂંડક ઉપનિષદ – અક્ષરાતીત એવા પુરુષોત્તમ નો શું મહિમા કહે છે તેના અમુક અવતરણ જોઈએ….
 
यत्र अमृत: स:पुरुष: हि अव्ययात्मा (૧/૨/૧૧)
 
અર્થાત- પૂર્વે કહ્યું જે અક્ષર- તેમાં અમૃતમય અને અવિનાશી એવા પુરુષ અર્થાત પુરુષોત્તમ નિવાસ કરી ને રહ્યા છે…..
————–
पुरुष: एव इदं विश्वम् ( ૨/૧/૧૦)
 
અર્થાત- આ સમગ્ર વિશ્વ માં પુરુષોત્તમ રહ્યા છે એટલે તે પુરુષોત્તમ મય છે
———————
अक्षरात परत: पर : ( ૨/૧/૨)
 
અર્થાત- પર એવા અક્ષર થી પર એવા પુરુષોત્તમ છે……
( જીવ,ઈશ્વર અને માયા થી પર એવું અક્ષર છે…..અને એના પર એવા પુરુષોત્તમ છે….)
 
========================
તો આજે આપણે ઉપનિષદ – મૂંડક ઉપનિષદ ને આધારે બ્રહ્મવિદ્યા, અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ વિષે જાણ્યું……આગળ- કઠોપનિષદ ને આધારે અક્ષર પુરુષોત્તમ દર્શન ને માણીશું……
 
જય જય અક્ષર પુરુષોત્તમ…..જય જય સ્વામિનારાયણ……


Leave a comment

BAPS રવિસભા-૧૧/૦૨/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતાં હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો……., અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં…………; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો.

અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે……….. અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે……………

અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતાં હોય તો તેને પણ પાછાં પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું………… 


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય-૨૬

ગઢડા અંત્ય-૧૩ માં શ્રીજી મહારાજ કહે છે કે – ભગવાન ના ભક્ત માટે તો- “… ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે, તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું…” અને આ જો જીવનમાં દ્રઢ  થાય તો- સુખ આવે કે દુખ- ભગવાન ની મરજી લોપાય નહિ અને જીવ વિપરીત પરિસ્થતિ માં  એ સ્થિર રહે ..! આજની સભા..આ સત્યને સમજવા ની …જીવ માં દ્રઢ કરવા ની હતી….અનંત જન્મો સુધી મનધાર્યું કર્યું છે હવે તો સાક્ષાત ..સંત રૂપે ભગવાન પ્રગટ પ્રમાણ મળ્યા છે  એમની મરજી..એમની અનુવૃતી..એમની આજ્ઞા મુજબ જીવીએ તો બ્રહ્મરૂપ થવાય….

ઘણા સમય બાદ આજે રવિસભા નો લાભ મળ્યો ..અને વળી આજે એકાદશી છે આથી આનંદ બેવડાઈ ગયો……સૌપ્રથમ- શ્રીજી ના દર્શન….

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ…યુવક મિત્રો દ્વારા “..શ્રીહરિ જય જય જય જયકારી.”….અને મંજુકેશાનંદ સ્વામી રચિત “તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે….” કૈંક અલગ જ અંદાજ માં રજુ થયું……”સ્વામી તારો જગ માં જય જયકાર…” રજુ કરી યુવકો એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયેલા વિરાટ વિશ્વવ્યાપી કાર્યો નો મહિમા સુંદર રીતે રજુ કર્યો…..અને આજે જ સ્વામી ના સંકલ્પ થી અબુ ધાબી માં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શિલા ન્યાસ થયેલા મંદિર એ વાત નો દ્યોતક છે……ત્યારબાદ એક યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત  -કીર્તન “મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો….” રજુ કર્યું અને શ્રીજી..એની મનમોહક મુરત  ખરેખર મન માં વસી ગઈ …..

ત્યારબાદ સારંગપુર માં સંસ્કૃત વેદાંતનો  અભ્યાસ કરતા  પુ.જ્ઞાનાનંદ સ્વામી દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ચરિત્ર પ્રસંગો નું નિરૂપણ થયું…..સ્વામીએ કઈ રીતે સાધક-સંતો ને સમજાવ્યું કે- ગમે તે સાધન કરો પણ સત્પુરુષ વગર આત્યંતિક કલ્યાણ શક્ય જ નથી…..એ અદ્ભુત પ્રસંગ હતો….પુ.ચિદાનંદ સ્વામી નો અનુભવ હોય કે- સ્વામી ના ધામ ગમન બાદ એમના પાર્થિવ દેહ ના દર્શને આવેલ કહેવાતા નાસ્તિક લોકો ના જીવન પરિવર્તન ની વાત હોય…..બધું અદ્ભુત હતું. ..! ખરેખર સત્પુરુષ નો મહિમા – શ્રીજી એ અનેક વચનામૃત માં સ્પષ્ટ વર્ણવ્યો છે એ બધો જ સ્વામી ના જીવન માં સાર્થક -યથાર્થ દેખાય છે…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના -૧-૩ ફેબ્રુઆરી વચ્ચે દિલ્હી અક્ષરધામ સમય ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…..જે નીચેની લિંક થી જોઈ શકાશે…..

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામી એ ગઢડા મધ્ય ૨૬ ના આધારે અનેક પ્રસંગો ની મદદ થી અદ્ભુત પ્રવચન કર્યું…જોઈ સારાંશ માત્ર….

  • સત્સંગ માં શું સવળું છે..અને શું અવળું છે તે જાણી રાખવું….
  • શ્રીજી એ કહ્યું છે કે- ભગવાન ની આજ્ઞા થી થતી પ્રત્યેક પ્રવૃત્તિ એ ભક્તિ છે અને એમાં સુખ છે પણ આપણે સત્સંગ માં અનેક વર્ષ થી છીએ છતાં સત્સંગ નું જેવું જોઈએ તેવું સુખ આવતું નથી…..કારણ??? આપણે આજ્ઞા તો પાળીએ છીએ પણ શ્રીજી ની મરજી મુજબ વર્તતા નથી….
  • ભગવાન ભજતા…ભક્તિ કરતા જે જે વસ્તુ આડી આવે તેનો ત્યાગ કરવો પણ એ આપણા માટે અઘરું છે કારણ કે- આપણે શ્રીજી ની મરજી મુજબ નથી વર્તતા પણ આપણું મનધાર્યું કરીએ છીએ…..
  • માટે જ સત્સંગ માં સાચું સુખ જોઈતું હોય તો મોટા પુરુષ ની અનુવૃતી પારખવી…એમની મરજી મુજબ જ વર્તવું..એમને જ રાજી કરવા જેથી ગમે તેવો દેશકાળ આવે પણ સત્સંગ ચૂંથાઈ ન જાય …ડગી ન જવાય….
  • જેતલપુર  ના વચનામૃત માં શ્રીજી કહે છે કે- સમગ્ર બ્રહ્માંડ માં અમારું ધાર્યું થાય છે માટે ભગવાન ના ભક્તે તો સમજી રાખવું કે- ભક્તિ કરતા સુખ આવે કે દુખ- એ તો ભગવાન ની મરજી થી જ આવે છે……”દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય જ નહિ..” એમ સમજી એમની મરજી પ્રમાણે જીવી જવું …..
  • સત્સંગ માં જેમ આજ્ઞા થઇ હોય તેમ આવક અને આયુષ્ય નો ધર્માદો કાઢવો……અને પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે- એમ કરવા થી ભક્તો ના દુખ ટળ્યા છે…..
  • વળી, પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની મરજી…કે સંપ રાખવો- જો એ જીવન માં દ્રઢ થાય તો કોઈ પરિવાર હોય કે સત્સંગ મંડળ- ક્યાય દુખ ન રહે ….આમ, મોટા પુરુષ ની અનુવૃતી પારખવી અને આજ્ઞા મુજબ જ જીવન જીવવું એમાં જ સુખ છે…….મોક્ષ છે…..

અદ્ભુત…અદ્ભુત…….! કદાચ સમગ્ર સત્સંગ નો સાર જ આ છે……..આટલું જીવન માં સમજાય તો એ- જીવ બ્રહ્મરૂપ થઇ જાય..!

સભાને અંતે અમુક જાહેરાત થઇ….

  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે- યોગયજ્ઞ નિયમ દરેક હરિભક્તો લેતા હોય છે..આ વખતે પણ જે તે વિસ્તાર ની પરા સભાઓ માં આની જાહેરાત થઇ ગઈ હશે અને નહિ થઇ હોય તો થશે…..યથા શક્તિ નિયમ ગ્રહણ કરવા…
  • તારીખ- ૧૭-૧૮ ફેબ્રુઆરી- આવતા શની-રવિ – પુ. ભદ્રેશ સ્વામી જેવા અતિ વિદ્વાન સંત દ્વારા – અક્ષર પુરુષોત્તમ દર્શન પર વિશેષ સત્ર છે…સમય- શનિવારે- સાંજે ૮ થી ૧૦-૩૦ અને રવિવારે સાંજે- ૫ થી ૭-૩૦ …..સર્વ ને આમંત્રણ છે…….અચૂક પધારજો…..શાહીબાગ મંદિર,અમદાવાદ

IMG-20180210-WA0005

  • અને “અક્ષર પુરુષોત્તમ દર્શન” નો ટૂંક માં સાર સમજાવતી એક બુકલેટ પ્રગટ થઇ છે…..અવશ્ય વસાવવી………

તો આજની સભા- એ બ્રહ્મ સત્ય ની સમજુતી માટે હતી કે- સાચા ભક્ત માટે તો પોતાના ઇષ્ટદેવ ની અને પોતાના ગુરુ ની મરજી જ પોતાનું પ્રારબ્ધ -એમ દ્રઢ કરી જીવન ને સફળ-સુફળ-સ્થિતપ્રજ્ઞ બનાવી શકાય…….

આટલું સમજાશે તો એ- જીવ માં આત્યંતિક કલ્યાણ માટે નું બળ રહેશે……

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

જગત નો તાત…અને રાજકારણ

ચુંટણી પુરી થઇ…ભાજપ ૯૯ પર અટકી ને પણ જીતી ગઇ….અને કેટલાક બુધ્ધિહીન દેડકાઓ હારી ને પણ ડ્રાઉ ડ્રાઉ કરવા લાગ્યા…..!! ચાલ્યા કરે…પણ ભાજપ ને જે ફટકો પડ્યો એ સૌરાષ્ટ્ર માં પડ્યો…કારણ…ખેડુતો ની નારાજગી….!! કેમ?? કારણ….કે

–સરકારે કપાસ ના ટેકા ના ભાવ ખેડુતો ની મરજી મુજબ ન કર્યા…
— પાક નિષ્ફળ જાય તો સરકારે વળતર ન આપ્યુ…
— હાર્દિક બાબા…રાહુલબાબા એ કહ્યુ કે સરકાર ખેડુત વિરોધી છે……

હવે…પ્રશ્ર્ન એ કે….

— ખેડુતો ને સરકારે નર્મદા ના નીર પુરા પાડ્યા….સિંચાઇ ની વ્વસ્થા કરી…દેવા માફ કર્યા….બજારની માંગ..પેદાશ ની ગુણવત્તા મુજબ પુરતા ટેકા ના ભાવ આપ્યા…પછી પણ ખેડુતો ને ધરાવો કેમ નથી…??? છેવટે…ખેતી એ કંઇ સેવા તો નથી જ….એ નફા નુકશાન ના ધોરણે ચાલતો ધંધો છે……ખેતી માં કરોડો ની આવક થાય તો પણ એક રુપિયો એ ટેક્ષ તરીકે સરકાર કે સમાજ ને ચુકવવો પડતો નથી…તો..પાક નિષ્ફળ જાય તો સરકારે શા માટે વળતર આપવુ જોઇએ…???

પ્રસિધ્ધ નીડર..અભ્યાસુ પત્રકાર શ્રી કિન્નર આચાર્ય એ પોતાની વાત રજુ કરતા લખ્યુ કે…

“…….છાપામાં અમારી કોલમું બંધ થઈ જાય તો અમને કલમ વીમો નથી મળતો, તમને પાકવીમો મળે છે, અમને વિચારો અને આક્રોશ અને જુનુન પર સબસિડી નથી મળતી, તમને ખાતર પર સબસિડી મળે છે. અમને લેખનાં મુળ વિચાર જેમાં અંકુર પર સરકારી સહાય નથી – તમને બિયારણ પર એ મળે છે. માની લો કે રાઈટર્સ બ્લોક આવ્યો અને છ મહિના સુધી અમારું દિમાગ વાંઝણી ધરા જેવું થઈ ગયું તો પણ અમારે મકાનનાં ઈ.એમ.આઈ. ભરવાનાં છે. તમને વ્યાજ પણ માફ થાય છે, ઋણ પણ માફ થતું અમે નિહાળ્યું છે. જે પંખાની કે એરકન્ડિશનરની શીતળ હવા નીચે બેસીને અમે કલમ ઘસીએ છીએ તેનું પુરેપુરું ઈલેક્ટ્રિસિટી બિલ અમે ચૂકવીએ છીએ, તમે જેમાંથી આજીવિકા રળો છો અને ખેતી અને સિંચાઈ માટે તમે મહિને હજાર રૃપિયા ખર્ચવા પણ તૈયાર નથી હોતા. અમે વર્ષે ચાર લાખ રળીએ તો પણ ટેક્સ ચૂકવીએ છીએ. તમે ચાલીસ લાખ રળો તો પણ તમારે એ ભરવાનો નથી.

ખેતી સાથે સંકળાયેલા લોકોને એ માલુમ થવું જોઈએ કે, તમને મળતાં અગણિત લાભો અને ગેરલાભોની ચૂકવણી કંઈ કેન્દ્ર સરકાર પોતાનાં ગજવામાંથી નથી કરતી. દેશનો સામાન્ય નાગરિક તનતોડ મહેનત કરી સરકારી તિજોરીઓ છલકાવે છે ત્યારે આ તાગડધિન્ના થઈ શકે છે. દરેક વ્યવસાયનું રાષ્ટ્રના નિર્માણમાં યથાશક્તિ પ્રદાન છે. ડોક્ટર વગર આપણને ચાલવાનું નથી તેમ છતાં કોઈ તેમને જગતનો તાત નહીં કહે. છાપું વાંચ્યાવગર તમારી આંખો ખુલતી નથી-અફસોસ, અમે જગતનાં તાત નથી. લાઈટ વગર ચાલતું નથી… કોઈ એન્જિનિયરને જગતાતનું બિરુદ નહીં મળે.

એક વાહિયાત તર્ક એવો પણ સાંભળ્યો છે કે, કિસાન જો અનાજ નહીં ઉગાડે તો તમે ખાશો શું ? વેલ, અમે સી ફૂડ ખાઈ લઈશું. પરંતુ વારંવાર એમ ના કહો કે, કોઈ અમારા પર ઉપકાર કરે છે. કિસાનો કાર નથી બનાવતા તો જગતમાં શું કાર નથી બનતી ? ખેડૂતો પૂલ નથી બાંધતા તો શું પૂલનું નિર્માણ નથી થતું ? જે દિવસે ખેડૂતો ખેતી બંધ કરશે – અમે એ અપનાવી લઈશું, કોર્પોરેટ્સ એ સુવર્ણ તક ઝીલી લેશે.

હા ! એ સોના મઢેલી તક જ ગણાય આજનાં સમયમાં. જમીનનાં મસમોટા ટૂકડામાંથી અડધો અડધ વેંચી નાખી શહેરમાં આલિશાન બંગલો ખરીદ કરવાનો. વધેલી રકમનાં વ્યાજમાંથી જલસા કરવાનાં. ગામડે ગોધરિયાને પચાસ ટકામાં ખેતર ખેડવા આપી દેવાનું. શહેરની આવકને ખેતીમાં સેટ કરી દેવાની અને રિટાયર્ડ કલેક્ટર જેવી જિંદગી જીવવાની. છાતીએ ‘જગતનો તાત’ પેલો ચંદ્રક ટીંગાડો શેષવર્ગને ઉપકરનો અહેસાસ કરાવ્યા કરવાનો…..”

અદ્ભુત વાત…..!!! વિચારવા જેવી વાત છે…….ભારત ના રાજકારણ માં ખેડુત…ખેતી ના મુળિયા ઘણા ઉંડા છે…….સમજતા રહો…..જાગતા રહો…..

સરકાર…સમાજ….નોકરીયાત વર્ગ ને જગત ના તાત ને નામે બ્લેકમેલ કરવાનુ બંધ કરો….!!! ખેડુતો એ વાસ્તવિક્તા સમજવી પડશે…..સસ્તુ..નમતુ…મફત…..વધારે….જેવા શબ્દો ને આધારે સરકાર ને…સમાજને…. લુંટવાનુ બંધ કરો…..ખેતી ન પોસાય તો બીજો ધંધો કરો…પણ પોતાના સમાજ…દેશ ને ખોખલો ન કરો…!!

રાજ


Leave a comment

પપ્પા…સ્કુલ પાડી દઈશ..!!!

અમારા હરિકૃષ્ણ મહારાજ સીનીયર કેજી માં ભણે છે..( કે ભણાવે છે ?? એ ખબર નથી…હહાહા..) એવું અમે માનીએ છીએ….અને હમણાં એમની સેમેસ્ટર ૧ ( અરે..હા…એમને સેમેસ્ટર આવે છે….હહાહા) ની પરીક્ષા પૂરી થઇ……પરીક્ષા..રીક્ષા ની જેમ જ જઈ…. 🙂 ….અમને તો હરી ને સ્વચ્છતા ના માર્ક્સ મળે તેવી આશા હતી……અને કેમ ન હોય?? અમે આશાવાદી માણસો છીએ…!!!..પરીક્ષા ની ઉત્તરવાહી હોય કે ઘર…સ્વચ્છતા ના માર્ક્સ જરૂર મળે…!!!

હા..તો પરીક્ષા પૂરી થઇ..એટલે ફોર્માલીટી મુજબ રીઝલ્ટ તો આવે જ…..અને અમને કહેતા ગર્વ થાય છે કે- હરિભાઈ A થી D સુધી ના બધા રેન્ક લઇ આવ્યા…..! કોઈ ને ખોટું ન લાગે ને……! ઘરે આવ્યા…રીઝલ્ટ ફેંક્યું…ને બોલ્યા……..

“પપ્પા……..હું સ્કુલ પાડી દઈશ…….’

થોડીવાર તો લાગ્યું કે- હરિ ક્યાંક પાસીયા ઓ ની સભામાં તો જઇ ને નથી આવ્યો ને…!!! હું તો સ્તબ્ધ થઇ ગયો….

મેં પૂછ્યું…કેમ?? શું થયું??

હરિ ઉવાચ-…ટીચરે મને A+ ન આપ્યો…!!!

મેં કહ્યું..બેટા..એના માટે મહેનત કરવી પડે….પરીક્ષા માં લખવું પડે….તો A+ આવે….

હરિ ઉવાચ- નાં ચાલે…….ગમે તે કરો…મારે A+ જોઈએજ….લઇ આપો….!

મેં કહ્યું- પણ એમાં સ્કુલ પાડી દેવા ની???

હરી ઉવાચ- સ્કુલ ગંદી છે..ટીચર ગંદા છે………

મેં કહ્યું…બેટા એવું ન હોય…….ભૂલ આપણી છે……સ્કુલ અને ટીચર તો સારા જ છે…….! સ્કુલ પાડી દેવા થી A+ ન આવે…!!


સાર—– સાલું આ કથા- અત્યાર ના પાસીયા વિરુદ્ધ સરકાર ની હોય એમ નથી લાગતું..?? હું પાટીદાર શબ્દ નહિ કહું..કારણ કે બધા પાટીદાર પાસીયા નથી….અને કોઈ પાસીયો..પાટીદાર નથી..!! પાટીદાર- એટલે જોમવંતી..ખુમારી વાળી….ધર્મ નિષ્ઠ…..જાત મહેનત પર જીવવા વાળી જાતી….!! આવા પાસીયા ની ગાંડી રમતો માં એ ન ભળે…….સ્વયંભુ બની બેઠેલા પાસ આગેવાન- સમાજ ને -કેવળ..અને કેવળ પોતાનો ઉલ્લુ સીધો કરવા એવી ઉશ્કેરણી કરે છે કે- જુવાનીયા સડકો પર ઉતરી આવે……૧૪- ૧૪ જણ પોલીસ ની ગોળી નો શિકાર બને……રાજ્ય માં અંધાધુંધી ફેલાઈ જાય…મારી-તમારી-સરકારી પ્રોપર્ટી નું કરોડો અબજો નું નુકશાન થાય……દુનિયાભર માં રાજ્ય ની શાખ..સમાજ ની શાખ ખરડાય…….હળીમળી ને રહેતા સમાજ માં..વર્ગવિગ્રહ ના ઝેરી બીજ રોપાય….!!!!!

છતાં..છતાં પણ ભાન ભૂલેલા પાટીદાર જુવાનીયા- પેલા હીન પાસીયા ની વાતો માં આવી…..ફેકામ્ફેંક કરે કે- આ વખતે તો ભાજપ ને..સરકાર ને પાડી દઈએ…!!! હાહાહા…શું મજાક ચાલે છે??? મારા પ્રશ્ન…

  • ધારો કે- સરકાર…કે બીજેપી ને પાડી દઈએ..પછી શું??? પછી કોણ?? કોંગ્રેસ?? જેને પોતાના નેતા ની ખબર નથી….સમગ્ર દેશે જેને કાઢી મૂકી છે તે…કોન્ગ્રેસ્સ?? .એક સબળ વિપક્ષ થતા પણ ન આવડ્યું……જેને રાજકારણ ના નામ પર માત્ર સમાજ-ધર્મ-ના ટુકડા કરતા જ આવડ્યા છે……તે કોંગ્રેસ?? ..
  • પેલા પાસીયા એ અનામત ને નામે લોકો ને ઉશ્કેર્યા……..અને લોકો ના જાન-માલ -શાંતિ ની ખુવારી થઇ…..હમણા જ મને મારા એક પાટીદાર મિત્ર મળ્યા…જે પાસ માં એક્ટીવ પણ છે..મેં પૂછ્યું- તો કહે..અમારે અનામત જોઈ તી જ નથી….અમને નથી મળવા ની એ ખબર જ છે…….બસ બીજેપી ને પાડી દેવા ની…!..????? …..ઓહ..સાલું…!!! તો શું સમાજ ને ઉશ્કેર્યો કેમ?? ૧૪ ૧૪ જણ..કેવળ તમારી ઉશ્કેરણી થી મરી ગયા એનું શું???? તો મને કહે…સરકાર ઘમંડી થઇ ગઈ છે…મેં કહ્યું ઘમંડ..??? ઘમંડ તો પાસ વાળા ઓ માં છે….સરકાર ને પાડી દઈએ…..ઉશ્કેરણી જનક પ્રવચનો…હલકી ભાષા…..કોઈ વિરોધ કરે તો એને પાડી દેવાનો…પોસ્ટર ફાડી દેવાના……કોઈ બીજેપી વાળો- પ્રચાર કરવા સોસાયટી માં આવે તો- એનો ઉગ્ર..હિસક વિરોધ કરવા નો……..! ઘમંડ..અહંકાર…તો આને કહેવાય……….! ને હવે કોંગ્રેસ માં એ લોકો પોતાના રામ-શ્યામ શોધવા નીકળ્યા છે..!! પાસ આગેવાનો- જાહેર સભામાં ઓ માં સોગંધ ખવડાવે છે..કોના નામ પર…પેલા ૧૪ જણ મરી ગયા તેમના નામ પર…….અને કહે છે બીજેપી ને વોટ નહીં આપવા નો…..કૉંગ્રેસ ને આપવા નો….!!!! ટૂંક માં મડદા પર રાજનીતિ કરવા ની રીત તો પાસીયા અને કોંગ્રેસ જ કરી શકે…!!
  • શું કહેવું??? જેને આંદોલન નો હેતુ જ ખબર નથી……કૉંગ્રેસ નાં કાળા કામ કેવા હતાં એની જાણકારી નથી… એ …કેવળ એક કોંગ્રેસી દલાલ ની વાત માં આવી..સમાજ ને ઉશ્કેરી …પોતાનું મનધાર્યું થાય તે માટે -તેણે બસ ખુલ્લેઆમ નક્સલવાદ જ કરવા નો???? ભાઈ..પોતાનું આંદોલન તો લાલજીભાઈ…અને અન્ય પાટીદાર આગેવાન પણ કરે છે..પણ મર્યાદા માં રહી ને…શાંતિ થી….અને સરકાર સામે સકારાત્મક પગલા પણ ભરે છે…તે નહિ જોવાનું?? બસ..એક જીદ્દી…અડીયલ…૪ વરસ ના છોકરા ની જેમ……આને પાડી દઉ..આને ઉખાડી દઉ..એવા નાટક કરવા ના???? એનો કોઈ સાર તો હોવો જોઈએ ને……!….
  • સુરત ના ઘણા પાટીદાર અગ્રણીઓ….ઊંઝા ઉમિયા માતા સંસ્થાન…..ખોડલધામ ટ્રસ્ટ….ઘણા સમાજ ના ભલા માટે અઢળક કામ કરે છે……પાસીયા ઓ એમાં ક્યાં છે?? પુર-દુષ્કાળ..કે અન્ય કુદરતી પ્રકોપ માં એકેય પાસીયો દેખાયો????? પાટીદાર સમાજ માં- દીકરીઓ ની સંખ્યા ઘટતી જાય છે………લવજીભાઈ બાદશાહ જેવા શ્રેષ્ઠી જે કાર્ય કરે છે..તેનું ૧% કાર્ય કે વિચાર આ લુખ્ખાઓ ને આવ્યો??? યુવાધન ને યોગ્ય માર્ગ દર્શન..આર્થિક સહાય ની જરૂર છે..તે માટે કોઈ પાસીયા એ વાત કરી?? ધારો કે અનામત મળી..તો શું બધા પ્રશ્ન સોલ્વ થઇ જશે??? કોઈ જ ઉત્તર નથી એ લોકો પાસે….! ટૂંક માં પાસ આગેવાનો- સમાજ ને ગુમરાહ કરી- પોતાના ખીસા-ઘર ભરી રહ્યા છે……..શરાબ-શબાબ ના ભોગ વિલાસ પુરા કરી રહ્યા છે…સમાજ ના અનેક વિકરાળ પ્રશ્નો છે..તે તરફ એમનું ધ્યાન ક્યારેય નહિ જાય..! સરદાર પટેલ ના નામ પર ચરી ખાતા આવા લોકો ને શું કહેવું?? જો- આ પાસીયા ઓ ની સચ્ચાઈ જાણવી હોય તો- એક વાર એમની સભામાં જજો..એમની વાત કોઈ પૂર્વ ગ્રહ વગર સાંભળજો…….તમને સમજાઈ જશે કે- અ લોકો શું કરવા માંગે છે???
  • મને વિશ્વાસ છે કે- પાટીદાર સમાજ જાગૃત છે..સમજુ છે…….તે આવા લુખ્ખા તત્વો ને બરાબર ઓળખી ને જરૂર જાકારો આપશે……! કારણ કે આ દેશ ની વાત છે…કોઈ ગલી-મહોલ્લા ની વાત નથી…!!

ટૂંક માં..કહેવા નું તો ઘણું છે….પણ સીધી વાત કરવી હોય તૌ……….સમાજ કે જ્ઞાતિ ..જાતિ..ધર્મ કરતા..દેશ મોટો છે………૬૦ વર્ષો બાદ- દેશ આજે કૈંક સાચા રસ્તા પર ચાલી રહ્યો છે…..રસ્તા તૂટેલા હતા..આથી સુધારો કરવા માં થોડા ઘણા ઝટકા આવશે..પણ આગળ સુપર હાઇવે છે…..તેની રાહ તો જોવી પડે ને??? ધીરજ તો જોઈએ ને…….અને ગુજરાત તો ગર્વીલું છે…એ કદાપી આવા લુખ્ખા ઓ ની ધમકી ને વશ થયું નથી….ઝૂક્યું નથી……ભલે ને કોંગ્રેસ લાખ કરે…..!!!!

વિચારજો…………..આજે નહિ વિચારો તો- કાલ તમારી નથી…………નકસલવાદ તમારી રાહ જુએ છે…!!!

તમે મને મોદી ભક્ત કહી શકો છો..મને વાંધો નથી…પણ મને ગર્વ છે કે – હું એવા માણસ ને સમર્થન આપું છું કે- જેણે ચા વેચી છે…પોતાનો દેશ નથી વેચ્યો…!!!!

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૩/૧૨/૨૦૧૭

ગયા રવિવાર ની સભાનો અંગત પ્રસંગ ને લીધે લાભ લઇ ન શકાયો……એનો રંજ આજે – રવિસભામાં – મધ ઝરતા સુર સાથે …જેના શબ્દેશબ્દે મહિમા નો કેસર ભીનો શ્યામ પ્રગટતો હતો એવા કીર્તન-આરાધના નો લાભ- સારંગપુર ના જુવાન સંતો ના મુખે મળ્યો…..એમાં દુર થઇ ગયો…! નવધા ભક્તિ માં કીર્તનમ…..એક એવી ભક્તિ છે..જેમાં શબ્દ ની સાથે હૃદય સહેજે ભળે છે…..નાસ્તિક પણ આસ્તિક થઇ જાય એવી તાકાત એના સુર માં હોય છે……! પછી બાકી શું રહે??? પુ.ઈશ્વરચરણ સ્વામી પણ ખુબ રાજી થયા………એ પણ આજની સભાની ફલશ્રુતિ હતી…..

તો- સભાની શરૂઆત – મારા વ્હાલા ના અદ્ભુત..મનમોહક દર્શન થી……

24294230_1719808671390427_2039045024833458426_n

ત્યારબાદ ૧૦-૧૧ સંતો – કે સારંગપુર થી ખાસ – પુ.મધુરવદન સ્વામી ની આગેવાની હેઠળ – કીર્તન આરાધના નો લાભ આપવા પધાર્યા હતા..તેમણે સભાની શરૂઆત – અદ્ભુત..શાસ્ત્રીય રાગ-આલાપ આધારિત સ્વામિનારાયણ ધુન્ય…ગુણાતીત પરંપરા ની વંદના થી થયું…..અને પછી શરુ થયું – અસ્ખલિત ..એકધારું…..કર્ણપ્રિય..હૃદયપ્રિય કીર્તનો નું મધુર વાવાઝોડું…….જોઈએ કયા કીર્તન નો લાભ અહી મળ્યો….

  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ને આવકારતું સ્વાગત ગીત…..- પુ.મધુર વદન સ્વામી અને સંતો
  • છબી નૈનન બીચ રહો……..ગાયક- પુ.બ્રહ્મ કીર્તન સ્વામી
  • દાદા ખાચર ના લગ્ન- ભટવદર ના નાગપાલ વરુ ની દીકરી જ્સુબા સાથે થયા…જસુબા એ શ્રીજી મહારાજ ના આશીર્વાદ માંગતી વખતે જે પ્રાર્થના કરી…..તે પ્રાર્થના નું – પધ્ય સ્વરૂપ..એના ભાવ..એના શબ્દો…..” મારી ચૂડી નો ભંગ ન થાય એ માંગુ વર નાથજી…….” ..એની ગહનતા એટલી અદભુત હતી કે- હજુ એ મારા દિલોદિમાગ માં ગુંજે છે……ભવિષ્ય માં – જો એ પ્રાર્થના પુરેપુરી મળશે તો જરૂર ગુલાલ કરીશું…..એ પુ. સંતો દ્વારા રજુ થયું…
  • “ટેકીલો ટેક ન મેલે રે..” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…
  • “તારી મૂર્તિ પ્યારી રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન..પુ.સારંગ કીર્તન સ્વામી ના મુખે સાંભળવા મળ્યું….
  • “વહેતું જીવન તમારું..ગંગા ની ધારા..’ પુ.પ્રેમવદન સ્વામી ના મધુર કંઠે ગવાયું…..! અદ્ભુત…..
  • “મોજમાં રે’વું…..મોજ માં….” …એટલું અદ્ભુત હતું કે- સમગ્ર સભા – “મોજ” માં આવી ગઈ..!! શ્રીજી -સત્પુરુષ મળ્યા ની પ્રાપ્તિ નો કેફ….! અવર્ણનીય હતો…………
  • BAPS એક પરિવાર- ના સૂત્ર ને ચરિતાર્થ કરતું કીર્તન……’ અમારો સમ્પીલો પરિવાર….” પુ.મધુર વદન સ્વામી દ્વારા રજુ થયું…….
  • ” સહજાનંદ સ્વામી..અંતરજામી..” નિષ્કુળાનંદ સ્વામી ના કીર્તન ને દોહા-છંદ ની છાંટ સાથે સંતો એ રજુ કર્યું…………અને સમગ્ર સભા – ઝૂમી ઉઠી……….! અદ્ભુત.અદ્ભુત………..કીર્તનો-દોહા-છંદ-સાથે કેસર ર્ભીનો શ્યામ – એનો રંગ- બધા ને રંગી ગયો…………!!!

અદ્ભુત..અદ્ભુત…!! આજની કીર્તન આરાધના ના વખાણ કરીએ એટલા ઓછા છે……! કીર્તનો ની અદ્ભુત ગૂંથણી…..સુર-તાલ નો લય- પુ.રાહુલ સ્વામી ની વાંસળી ..ઓકટોપેડ ના અદ્ભુત બીટ્સ…..વાદ્ય નો તાલ મિલાવતા સંતો ની જુગલબંદી……………………અદ્ભુત..અદ્ભુત…!!!

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- સંતો ને આશીર્વાદ આપી પોતાનો રાજીપો પ્રગટ કર્યો………એમણે આશીર્વચન આપતા કહ્યું કે- આજની કીર્તન આરાધના પરમ ભક્ત પરિવાર- કિશોરભાઈ..બીરજુભાઇ ગઢિયા પરિવાર અને આફ્રિકા ના લાલ પરિવાર તરફ થી- શ્રી બીરજુભાઇ ના લગ્ન પ્રસંગે – સેવા રૂપે સમર્પિત હતી….! ગઢિયા પરિવાર- દેલ્હી માં સ્થાયી છે….અને છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સમય થી સત્સંગ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહ્યા છે….નવી દિલ્હી અક્ષરધામ નિર્માણ માં છેક શરૂઆત થી અંત સુધી અને હાલ પણ અદ્ભુત સેવા નો લાભ આપી રહેલા છે…સમગ્ર પરિવાર- હાલ- અક્ષરધામ ની સેવા માં સમર્પિત છે……તો સામે લાલ પરિવાર પણ દારે સલામ -આફ્રિકા માં- સત્સંગ ની અપ્રતિમ સેવા સમર્પણ માટે જાણીતો છે…..! આ બંને પરિવાર વછે લગ્ન થી – એક અનેરો સબંધ બંધાયો છે…..જે સત્સંગ ને બળ-વૃદ્ધિ આપશે….

સ્વામી એ કહ્યું કે- ગુણાતીત પુરુષો નો એક જ રાગ રહ્યો છે- સંપ….હે હશે તો સત્સંગ માં – સુહ્ર્દભાવ..એકતા…સમર્પણ….નમ્રતા સહેજે આવશે…….! સત્સંગ માં એકબીજા નો મહિમા જાણવો-સમજવો….યોગીબાપા તો કહેતા કે- એકબીજા ને દંડવત કરવા……કિશોરભાઈ ગઢિયા ની જેમ..સંતો ઘરે પધારે તો – કિશોરભાઈ નાચે-કુદે..દંડવત કરે……!! જો એટલું આવડે તો સત્સંગ માં મોજ જ છે…..!! બસ લાભ લેતા આવડવો જોઈએ..!

અદ્ભુત..!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…

  • આવતા રવિવારે- ૧૦/૧૨ ના રોજ- શાહીબાગ મંદિર ખાતે- આંતર રાષ્ટ્રીય વિરાટ મહિલા સંમેલન- છે જે પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતી ઉજવણી ના ભાગ રૂપે ઉજવાશે..તેમાં કેન્દ્રીય મ્ન્તે- સ્મૃતિ ઈરાની પણ ભાગ લેવા ના છે……..સમય છે- બપોરે- ૧ થી ૪
  • આવતા રવિવારે- એલ.ડી.આર્ટસ કોલેજ ના સંસ્કૃત ડીપાર્ટમેન્ટ ના હેડ- અને જગ વિખ્યાત -અતિ વિધવાન પ્રોફેસર ડો. ગજેન્દ્ર પાંડા -સાહેબ – પુ.ભદ્રેશ સ્વામી રચીતમ- શ્રી અક્ષર પુરુષોતમ દર્શનમ પર – પોતાના તેજસ્વી પ્રવચન નો લાભ આપશે…..પુ.ડોક્ટર સ્વામી પણ પોતાના આશીર્વાદ નો લાભ આપશે……રવિસભામાં- આનો અચૂક લાભ લેવો……….! અવિસ્મરણીય…..!
  • અમદાવાદ ના અમુક વિસ્તારો માં- સંસ્કાર ધામ ખાતે- રાત્રે- ૮-થી-૧૦ વચ્ચે વિશિષ્ટ ખીચડી ઉત્સવ નો લાભ મળશે….જે તે વિસ્તાર ના મંદિરો નો સંપર્ક કરવો………
  • પરાવાણી….અને બ્રહ્મ્સત્ર ના પ્રવચનો ની સીડી પ્રગટ થઇ છે…………અચૂક ખરીદવી..!

અદ્ભુત..અદ્ભુત……..! આજે તો બીજું કશું વિચારવું જ નથી………એ જ કીર્તનો…..એ જ જસુબા ની ભીની આંખો સાથે થતી પ્રાર્થના……….શ્રીજી ની એ જ મર્માળી..કેસર ભીની મૂર્તિ…………ને બસ- અંતર માં..જીવ માં વસાવી દેવી છે…………!!

પ્રથમ શ્રી હરી ને રે…………

જય સ્વામીનારાયણ…….

રાજ