Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૦૮/૦૭/૨૦૧૮

તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા …..અને પછી એમ બોલ્યા જે,

“સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય……… ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમ(સત્સંગ)ના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી,’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો..…… અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી………..

અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં……. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકવી દઈએ તો દેતાં કઠણ ન પડે ………..ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે; ………..તેમ નિરંતર વિચાર કરવો.


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૮

શ્રીજી વચનામૃત માં કહે છે કે – પાછું વળી ને અર્થાત- અંતર્દ્રષ્ટિ કરી ને નિરંતર જોવું કે સત્સંગ ની શરૂઆત માં હું કેવો હતો અને….સત્સંગ થયા બાદ હું કેવો છું?? પરિવર્તન શું થયું…..હજુ કેટલા દોષ-સ્વભાવ મને નડે છે?? એ સર્વે નો નિરંતર વિચાર કરવો…જેથી જીવ અંતર્દ્રષ્ટિ ને આધારે સત્સંગ માં આગળ વધે….! આજની સભાનો સાર એ જ હતો….

મેઘરાજા સંતાકુકડી રમે છે અને એ વચ્ચે હું સમયસર સભામાં પહોંચી ગયો…સર્વપ્રથમ – સદાયે- શ્રીહરિ ના મનમોહક દર્શન નો ગુલાલ……

pixlr_20180708225017145

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય-કીર્તન અને સ્તુતિ થી થઇ……કીર્તન માં – ” ભગવાન સૌથી મોટા છે…..ભગવાન ભજી લેવા…….” અને વનમાળી દાસ રચિત “નમીએ નારાયણ સ્વરૂપ ..સમર્થ સંત હરી….” રજુ થયા…ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ “રહેજો રહેજો રે સદાયે સાથે રહેજો રે……” અને બ્રહ્માનંદ સ્વામી રચિત ” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાલ મીટે નહિ….” કીર્તન રજુ કર્યું….! ખરેખર સત્સંગ વિના જીવ ના દુખ મટે એમ જ નથી…..!

ત્યારબાદ પ્લાન્નીંગ સેલ માં સેવા આપતા પુ. વિનય ચરિત સ્વામી એ ” પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ભગવાન નો મહિમાં ” વિષય પર – અદ્ભુત પ્રસંગ સાથે પ્રવચન કર્યું. તેમણે વર્ણવ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ઠાકોરજી સદાયે આગળ જ રહ્યા છે…એક શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એક એમનું જ ધાર્યું થાય છે…..એમની મરજી વિના એક તરણું પણ ન તોડી શકાય – એવો દ્રઢ વિશ્વાસ એમના જીવન ની હરએક પલ માં છે. આટલા મોટા- વિશાળ મંદિરો અને એ પણ રેકોર્ડ બ્રેક ટૂંકા સમય માં – એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયા પણ એ એનો સઘળો યશ પોતાના ગુરુઓ અને ભગવાન સ્વામીનારાયણ ને જ આપતા હતા……..! એક શ્રીજી ના સંકલ્પ બળે જ સત્સંગ ની આટલી પ્રગતિ થઇ છે – એ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન નું સત્ય છે….અને એ આજે મહંત સ્વામી મહારાજ ના જીવન માં દેખાય છે…..! અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ માન-અપમાન માં પણ સ્થિર રહી શક્યા હતા……કારણ કે શ્રીજી ની મરજી જ એમનું જીવન હતું….!

એ પછી પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર ખાતે- તારીખ ૧૬-૧૭ જુન ના રોજ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…જેને  નીચેની લીંક પર થી જોઈ શકાશે….

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી એ – ગઢડા પ્રથમ-૩૮ -વણિક ના નામા – ના વચનામૃત ના આધારે – સત્સંગ માં અંતર્દ્રષ્ટિ ના મહત્વ પર અદ્ભુત પ્રવચન કર્યું……..જોઈએ સારાંશ માત્ર…..

 • આપણે કથા વાર્તા સાંભળી એ છીએ -પણ એના શબ્દ યથાર્થ રીતે સમજાય..જીવન માં ઉતરે તો જ એનો અર્થ સરે છે……અને એટલા માટે જ સત્સંગ માં કથા વાર્તા નો મહિમા છે….
 • આ વચનામૃત માં શ્રીજી મહારાજ ઝાઝું વિચારી ને બોલે છે..કેમ?? કદાચ શ્રીજી ને એમ લાગતું હોય કે- સામે બેઠેલા સંતો-હરિભક્તો- એમના વચન ને કેટલું સમજે છે……?? એનો તાગ લેવા ની ઈચ્છા હોય….
 • સત્સંગ માં આવીએ એટલે- સત્સંગ ની દિશાનું જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ…..ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ……સત્સંગ માં આવ્યા પહેલા અને સત્સંગ થયા પછી- સ્વભાવ-દોષ ટળ્યા છે કે નહિ?? તેનું જ્ઞાન હોવું જરૂરી છે…….અને એ માટે જરૂરી છે..પાછું વળી ને જોવું..અર્થાત- અંતર્દ્રષ્ટિ કરવી…….કે સત્સંગ થયા પછી મારી સ્થિતિ માં શું ફર્ક પડ્યો……
 • અંતર્દ્રષ્ટિ માટે સમજણ હોવી જોઈએ…જો સમજણ અવળી હોય તો- જીવ ભટકી જાય…સત્સંગ માં થી પડી જાય…અને જો સમજણ સવળી હોય તો- જીવ વિવેકબુદ્ધિ ને સહારે સત્સંગ માં પ્રગતિ કરતો રહે…..
 • ગઢડા પ્રતઃમ-૨૦ માં શ્રીજી કહે છે કે- જે જીવ પોતાના દોષ-પોતાના ગુણ જોતો નથી તે મૂરખ છે..નીચ છે…….માટે – અંતર્દ્રષ્ટિ દ્વારા પોતાના ગુણ-અવગુણ જોવા…….બીજા ના ગુણ-અવગુણ જોવા જશું તો રહી જશું…….માટે સત્પુરુષ નો સંગ કરીએ ત્યારે- તેમના ગુણ સામે જ જોવું..અને એ ગુણ આપણા માં કઈ રીતે આવે- તેનો હરપળ વિચાર કરવો……
 • માટે જ આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન ચરિત્ર નો વિચાર કરીશું તો એમના ગુણ આપણા માં આવે ..સત્સંગ પાકો થશે……અને સત્સંગ માં આગળ વધાશે…….

અદ્ભુત વાત…….! વણિક વેપારી ની જેમ -“જીવ નું નામું ” લખતા આવડશે….અંતર્દ્રષ્ટિ કરતા આવડશે તો- સત્સંગ માં આપણી- ગતિ-માર્ગ અને ગંતવ્ય ની ખબર પડશે…સત્સંગ નો વિવેક આવશે…..જીવ ગુણગ્રાહક બનશે અને -સત્સંગ માં થી પડી નહિ જાય……!

સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવારે- આપણા ગુરુઓ ની રાજીપા ની વાત- શ્રીજી ના રાજીપા ની વાત- સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સર્વે એ – ગુરુ ના રાજીપા નો વિચાર કરી- ખટકો રાખી- ભરપુર તૈયારી સાથે પરીક્ષા ને અચૂક આપવા ની છે……આપણા ગુરુ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે કે – આ પરીક્ષા એ અક્ષરધામ માં પ્રવેશ ની પરીક્ષા છે……એમ વિચારી ને ચુક્યા વગર પરીક્ષા આપવી..!

તો- બસ- સત્સંગ હોય કે જીવન- સતત પાછા વળી ને અંતર માં દ્રષ્ટિ કરી ને જોવું કે- હું શું કરવા આવ્યો છું…અને શું કરી રહ્યો છું???? જો એ પ્રશ્ન થશે તો ઉત્તર શોધવા માં ઝાઝી મહેનત નહિ પડે……

સત્સંગ એ ૯૦% સમજણ છે તેવું આપણા ગુણાતીત ગુરુઓ કહે છે……માટે- સમજતા રહો……!

જય સ્વામિનારાયણ………

રાજ

 

 


Leave a comment

૧૧ પ્રશ્ન……

“..પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે………..એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે……….“જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે…………હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે.”

————————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા પ્રથમ-૨૦

 આજે દુનિયાની વાત નથી કરવી….પોતાની વાત કરવી છે……….વચનામૃત માં જેમ શ્રીજી મહારાજ કહે છે તેમ- “..પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે………..એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે……….“ તો આપણે ક્યાં છીએ??? મુર્ખ છીએ ?? અજ્ઞાની છીએ???  નીચ છીએ??? એ પ્રશ્ન નો ઉત્તર આપણા હાથ માં છે. જીવન માં- સત્સંગ હોય કે લોક વ્યવહાર કે બિઝનેસ મેનેજમેન્ટ ની વાતો……….બધામાં સેલ્ફ એનાલીસીસ ( Self Analysis…introspection) કહેતા કે આત્માવલોકન…..અંતર્દ્રષ્ટિ …અનિવાર્ય છે. જો આપણે પોતાને ન “જાણતા” હોઈએ તો દુનિયા  ને શું જાણવા ના??? તો શરૂઆત હમેંશા પોતાના થી કરવી…..

પ.પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ કહે છે કે- આ સત્સંગ માં આવ્યા પછી આપણ ને ૯૦% પ્રાપ્તિ તો એમ ને એમ જ થઇ ગઈ છે…….પણ ભક્તો જેમાં રહી જાય છે તે ૧૦% માં જ રહી જાય છે…….૯૦% પ્રાપ્તિ એટલે કે – જગત આખું ભગવાન ક્યાં છે -એ શોધવા ભટકે છે..અને આપણ ને અહી એ સત્પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ મળ્યા છે…….અને ૧૦% માં રહી જવું એટલે- કે જે મળ્યા છે તેની પ્રતીતિ – પોતાની આળસ…આત્માવલોકન ની ઉણપ ને લીધે થતી નથી……તે..!

અંતર ખોજ ....સત્પુરુષ ને સથવારે....

અંતર ખોજ ….સત્પુરુષ ને સથવારે….

૧૧ પ્રશ્ન- એટલા માટે કે- અમુક દિવસ પહેલા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે- પુ.બ્રહ્મ દર્શન સ્વામી ( વેદ શાસ્ત્ર માં ડોકટરેટ છે…..) જેવા અતિ વિદ્વાન…..ખુબ સારા ..તેજસ્વી…મેરેથોન વક્તા કે જેમની પાસે વેદો-શાસ્ત્રો -વચનામૃત નું અગાધ જ્ઞાન છે તેમના મુખે “આંતર ખોજ” નામે – કાર્યકરો ની શિબિર માં લાભ લેવા નો અમુલ્ય લાભ મળ્યો……સતત ૬.૩૦ કલાક – સ્વામી- એકધારા વરસતા રહ્યા……અને જીવ ને એવો તે ઢંઢોળ્યો કે…..અંતર ની ખોજ યાત્રા જાણે કે જીવંત થઇ ઉઠી..!!!!!!! અદ્ભુત વાતો…..અદ્ભુત ઉદાહરણો……અદ્ભુત પ્રસંગો થી જાણવા મળ્યું કે આપણે જીવન માં શું કરવાનું છે……શું કરી રહ્યા છીએ….અને કેટલે પહોંચ્યા છીએ??? ..તો વાચકો ની જાણકારી ખાતિર- ૧૧ પ્રશ્નો અહી મુકું છું……..જેનો જવાબ આપવા નો પ્રમાણિક પ્રયાસ કરજો……..વિચારજો……

—————————

પ્રશ્ન-૧- મને કેવા સંત..ભગવાન મળ્યા છે?????  ( પ્રાપ્તિ નો..મહિમા નો સતત વિચાર)

પ્રશ્ન-૨ -એ મને કેવો બનાવવા માંગે છે….??? ( સત્સંગમાં આવ્યા બાદ થતા પરિવર્તન નો વિચાર)

પ્રશ્ન-૩ – એ માટે મેં શું કર્યું છે??? ( એ પરિવર્તન માટે મારો દાખડો..મહેનત)

પ્રશ્ન-૪- એ માટે કરવામાં- મેં શું નથી કર્યું??? ( મારો દાખડો ક્યાં ઓછો પડ્યો?? )

પ્રશ્ન-૫ -એ બધું કર્યા છતાં હું અત્યારે કેવો છું?? ( આત્મ વિશ્લેષણ…..આત્મ અવલોકન)

પ્રશ્ન-૬ – અત્યારે જેવો છું..એના માટે જવાબદાર કોણ?? વાંક કોનો?? ( આત્મ અવલોકન…પરિબળ વિચાર)

પ્રશ્ન-૭- મારી ભૂલ..મારી ખોટ….મારી ચૂક શેમાં છે?? ( આત્મ વિશ્લેષણ)

પ્રશ્ન-૮- મારે ક્યાં સુધી આવા ને આવા રહેવું છે??? ( જીવન માં બદલાવ નો વિચાર )

પ્રશ્ન-૯- હવે સુધરવું છે??? ( બદલાવ માટે..આપણી માનસિક તૈયારી)

પ્રશ્ન-૧૦- ( બદલાવ માટે) જે કરવા નું છે..એમાં થી હું શું શું કરી શકું??? ( આત્મ શક્તિ ..દ્રઢતા નો વિચાર)

પ્રશ્ન-૧૧- જે નક્કી કર્યું હતું- તે કર્યું કે ન કર્યું??? પાછા વળી ને જોયું??? ( સતત આત્મ અવલોકન..અંતર્દ્રષ્ટિ….આત્મખોજ)

————————–

તો- વચનામૃત નો સહારો લો……સગા વ્હાલા-સ્નેહી-મિત્રો-સત્સંગી-સંતો નો સહારો લો…સત્પુરુષ નો વિચાર કરો…..અને આંતર ખોજ ની શરૂઆત કરો……સ્વયમ જગત નો નાથ ,પોતાના અમૃત વચનો ( ગઢડા મધ્ય-૫૫)  માં પોતાના માટે કહે છે કે….“અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણ તો દેહ થકી પૃથક્ આત્મા છીએ પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં ! તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ….” 

એમ- સતત- પાછા વળી ને….અંતર્વૃત્તિ કરી ને……જીવ થી વિચાર કરતા રહેવું……! આખરે -આપણે જગત નું તો analysis તો આપણે બહુ કરીએ છીએ..રોજ કરીએ છીએ…પણ પોતાનો ..પોતાના જીવ નું analysis….scanning…..MRI..X-ray કદીયે કર્યું છે?????  પ.પુ.મહંત સ્વામી ના શબ્દો ને ફરી યાદ કરીએ…..અને જે ૧૦% કસર છે………….પોતાની આળસ ને લીધે – જે પ્રત્યક્ષ ભગવાન ની- સત્પુરુષ ની- એમના મહિમા ની- પોતાની જાત ની- પ્રતીતિ બાકી રહી જાય છે અને જન્મ મરણ છૂટતું નથી…………એને ટાળી લઈએ…..આ જન્મે જ ટાળી લઈએ….! છેવટે સવાલ આ ૧૦% નો જ છે…………..પછી અક્ષરધામ તો પાકું જ છે..!

જાગતા રહેજો…………..આંતરખોજ કરતા રહેજો……………!

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૧૭/૧૧/૨૦૧૩

“….પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તેતો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્‍યારે રહે છે, અને જગતના પદાર્થ સન્‍મુખ તો એની મેળે જ રહે છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ. અને તેને તો એજ ફીકર રહે છે જે ‘મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.’ માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એજ કઠણ છે. અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ. અને તે સત્‍સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થશે.

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્‍યાનું શું સાધન છે.?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનું સાધન તો અંતર્દષ્‍ટિ છે, તે અંતર્દષ્‍ટિ તે શું ? તો જેવા પોતાને પ્રત્‍યક્ષ ભગવાન મળ્‍યા છે તેની મૂર્તિ સામું જોઇ રહેવું એ અંતર્દષ્‍ટિ છે……..”

—– ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ ૪૯ —–

તો- આજ ની સભા – દેવ દિવાળી ની સભા હતી…..એક આત્મ-ઉત્સવ ની સભા હતી. “આત્મ ઉત્સવ” એટલે- અંતર્દ્રષ્ટિ દ્વારા – આત્મ ને ઓળખી- પરમાત્મા સાથે તાદાત્મ્ય -એકાકાર રૂપતા ધારણ કરવી…….! વળી-  આજે દેવદિવાળી- અર્થાત શાસ્ત્રીજી મહારાજ નો ડુંગર ભક્ત મા થી – યજ્ઞપુરુષ દાસ તરીકે ભાગવતી દીક્ષા દિન- ૨૯ નવેમ્બર-૧૮૮૨ અને યોગીજી મહારાજ નો પાર્ષદ તરીકે નો દીક્ષા દીન- ૮ નવેમ્બર-૧૯૦૮- ના રોજ થયા હતા- તેની યાદગીરી….!

આજે રવિસભા મા પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું- આથી ઠાકોરજી ને થાળ ધરાવી ચુક્યા હતા અને એ જમી રહ્યા હતા….આથી પલભર તો દર્શન ન થયા પણ એક મિત્ર એ મદદ કરી અને એણે પોતાના મોબાઈલ થી ખેંચેલા ફોટા દ્વારા મને લાભ આપ્યો…..તો તમે પણ કરો આજ ના દર્શન……

આજ ના દર્શન....

આજ ના દર્શન….

સભા મા સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કીર્તન પુરા થઇ ગયા હતા…..પણ હરિભક્તો દ્વારા જાણવા મળ્યું કે- ” હો રાજ મારે દીન દીન દિવાળી” અને અન્ય બે કીર્તન- સંતો દ્વારા રજુ થયા હતા..અને અમદાવાદ- શાહીબાગ ખાતે દિવાળી નિમિત્તે થયેલા ઉત્સવ નો વિડીયો રજુ થયો……….ત્યારબાદ- પૂ.વિવેકજીવન સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે- ગઢડા પ્રથમ -૪૯ ના વચનામૃત પર અદભૂત પ્રવચન -રસપ્રદ પ્રસંગો દ્વારા રજુ થયું…….જોઈએ સારાંશ….

 • અંતર્દ્રષ્ટિ- એટલે કે એક પ્રગટ ભગવાન ને અંતર મા વસાવવા- માધ્યમ- સતત સત્સંગ-કથા વાર્તા-લીલા ચરિત્ર નું પઠન….
 • એક ભગવાન મા જ જીવ જોડવો…….જો જગ ના વ્યવહાર મા જીવ રહે તો સત્સંગ માત્ર- ૫૦% જ કહેવાય…….
 • એક ભગવાન સિવાય કશે સુખ નથી………અને આ સુખ – સત્પુરુષ ના સમાગમ થી- હરિ સાથે જોડાઈ ને મળે છે……..ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે- સત્પુરુષ ના સાચા- સતત સમાગમ થી જગ ના વ્યવહાર થી થતો ફેર ટળી જાય છે……..
 • એક ભગવાન નો માર્ગ જ છે કે- જેના પર ચાલી ને જ મોક્ષ થાય……એ સદાયે યાદ રાખવું……
 • ગઢડા પ્રથમ-૩૮ ના વચ્નામૃત મા કહ્યું છે એમ- આ જીવ- ની ઉન્નતી નું નામું રાખવું……..સદાયે- એણે હરિ સાથે જોડી રાખવો અને ખબરદાર થઇ ને- આ જોડાણ નો ખ્યાલ રાખવો………
 • ભગવાન ને વશ કરવા- એમનાં ધારક સંત -ભક્ત ને વશ કરવા પડે…….અને તો જ મોક્ષ થાય….કલ્યાણ થાય…..
 • અંતર્દ્રષ્ટિ હોય તો- ગમે તેવો વિપરીત દેશકાળ કેમ ન હોય………સત્સંગ ટકી રહે છે…….

અદભૂત- વાત……બસ તો સાચા સત્સંગ ની શરૂઆત આત્મ ખોજ થી જ…..! અંતર્દ્રષ્ટિ થી જ……..

ત્યારબાદ- હિંમતનગર મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા ડીસેમ્બર- ૯ થી ૧૨ તારીખ સુધી ભવ્ય ઉજવણી સાથે થવાની છે- તે ભવ્ય ઉત્સવ ની ઉપલક્ષ મા ત્યાના મંદિર ના કોઠારી પૂ. ધર્મ વિનય સ્વામી એ મંદિર -સત્સંગ નો ટૂંક મા પરિચય આપ્યો…..અને બધા ને પરિવાર સહીત હાર્દિક નિમંત્રણ પણ પાઠવ્યું………..સ્વયં પ્રમુખ સ્વામી મહારાજે- અહિયા શીલા ન્યાસ કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા કે- “દિલ્હી અક્ષરધામ અને ગાંધીનગર અક્ષર ધામ વચ્ચે- હાઈ વે પર આ મંદિર હોવા થી- એ પણ અક્ષરધામ તુલ્ય- ભવ્ય બનશે……” અને આજે એ બધા જોઈ શકે છે……..! જય હો………!

સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ………

 • આજે બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ ના સહયોગ થી બ્રહ્મ મહોલ ખાતે- રક્તદાન શીબીર હતી- જે સફળ થઇ……
 • આવતા રવિવાર ની સભા- વિશિષ્ટ સભા છે- સમય સાંજે- ૫.૧૫ – જેમાં કીર્તન આરાધના- વિશેષ થાશે………સર્વે લાભ લેવો….
 • લગ્ન કંકોત્રી અને કાર્ડઝ- નવી ડીઝાઈન સાથે આવી ગયા છે- જેને રસ હોય તેણે મંદિર નો સંપર્ક કરવો…..
 • સ્વામિનારાયણ અક્ષર પીઠ મા- એક્ષ્પોર્ટ સુપરવાઈઝર ની જરૂર છે- સંપર્ક કરવા- મંદિર ઓફીસ જવું….

તો- બસ- સત્સંગ ની શરૂઆત કરીએ……..કારણ કે “પહેલું સુખ…..(તન નું હોય કે મન નું…..કે આત્મા નું)…….તે…જાતે નર્યા…” યાદ રાખવું….

રાજી રહેશો….

જય સ્વામિનારાયણ….

રાજ