Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

 • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
 • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
 • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
 • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
 • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
 • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
 • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

 • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
 • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

 • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
 • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
 • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
 • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
 • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા- ૩૦/૦૩/૨૦૧૪

“પરાભક્તિ……! પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય માં પ્રભુ-પ્રેમ નો અહોરાત્ર ઉછળતો મહાસાગર ..! પરબ્રહ્મ સાથે બ્રહ્મસ્વરૂપે અતુટ અને અપાર પ્રીતિ ધરાવતા સ્વામીશ્રી , વિશ્વ ને શ્રેષ્ઠ ભક્તિ નો આદર્શ પુરો પાડે છે…….વહેલી સવારે “મહારાજ- સ્વામી..” ઉચ્ચારતા આંખો ખોલે ત્યારથી લઈને , મોડી રાત્રે ફરીથી ” સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…..” બોલતા આંખો મીચે ત્યાં સુધી ની પ્રત્યેક પળે , અરે…યોગનીન્દ્રા માં પણ એમને પરમાત્મા નું અનવરત અનુસંધાન રહે છે……”

————————————————————

“પરાભક્તિ” નવીન પ્રકાશન માં થી- પુ.અક્ષર જીવન સ્વામી

આજની સભા વિશિષ્ટ હતી…..કારણ કે “સ્નેહી ને સથવારે” સભા હતી. આજની સભા માં સત્સંગી માત્ર ને વિનંતી હતી કે પોતાના સ્નેહીઓ ને પણ આ સભામાં લઈને આવવા…સત્સંગ નું સુખ..અખંડ સુખ…….વૈભવ નો પ્રત્યક્ષ અનુભવ કરાવવો……! અને આશા છે કે- ઘણા સ્નેહીઓ ને- આનો અનુભવ થયો જ હશે. સત્સંગ ના સર્વોપરી માર્ગ માં ખર્ચાતી એક પળ પણ મોક્ષ સુધી લઇ જવા નિમિત્ત બને છે….એ સત્ય વચન છે.  આમેય આ માર્ગ- હરિ નો છે…….બ્રહ્મ-પરબ્રહ્મ નો છે…….પરાભક્તિ નો છે……….અને આ “પરાભક્તિ” શબ્દ અદ્ભુત છે……ગીતાના ૧૮ માં અધ્યાય માં શ્રીકૃષ્ણ ભગવાન  પોતે કહે છે કે……

“બ્રહ્મભુત: પ્રસંનાત્માં ન શોચતિ ન કાંઅક્ષતી
સમ : સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ……”……

– (શ્રી કૃષ્ણ ભગવાન- શ્રીમદ ભાગવત ગીતા-૧૮-૫૪ )

અર્થ- જે બ્રહ્મરૂપ થયો છે અને જેનું મન સદા પ્રસન્ન છે અને જે કોઈ પ્રકાર નો શોક કરતો નથી , તેમ કોઈ પદાર્થ ને ઇચ્છતો નથી, સર્વ ભૂત માં જેને સમભાવ છે, તે પુરુષ મારી પરા ભક્તિ ને પામે છે…..!

તો આવો પુરુષ અત્યારે કોણ છે? જાતે સમજો-વિચારો અને પછી નક્કી કરો………અને એક વાર પરાભક્તિ ને પામેલ આવા બ્રહ્મ રૂપ સત્પુરુષ નો સમાગમ થાશે તો આપણે પણ બ્રહ્મ રૂપ થઇ શકશું અને પુરુષોત્તમ ની ભક્તિ ના અધિકારી થઇ શકશું…..!

તો આજની સભા – સત્સંગ ની શરૂઆત થી માંડી ને પરાભક્તિ ના અંતિમ છોર સુધી ની હતી……! તો ચાલો આ બ્રહ્મ -પરબ્રહ્મ ની યાત્રા એ…!

ખેર….ગયા રવિવારે- સાધના સત્ર ની શીબીર ને કારણે રવિસભા ન હતી આથી આ સભા માં હાજર રહેવું મારા માટે જરૂરી હતું.  આથી તૈયારી સવાર થી હતી પણ મારા દીકરા હરિકૃષ્ણ ને નીકળવા ના સમયે જ ઊંઘ આવી અને રીના ને અને મમ્મી ને ઘરે છોડી ને જ નીકળવું પડ્યું…! હરી ઈચ્છા…! સર્વ પ્રથમ કરો શ્રીજી ના અદ્ભુત દર્શન……

10013746_242093362645510_1556225666_n

સભા ની શરૂઆત બાળ મંડળ દ્વારા ધૂણ્ય અને પ્રાર્થના થી થઇ……જય જય અક્ષર પતિ પુરુષોત્તમ……જય જય સ્વામી સહજાનંદ……”..ત્યારબાદ કીર્તન રજુ થયું….” હે અક્ષર પુરુષોત્તમ પ્યારા મંગળ કરનારા…..પાય પડી ને વંદન કરતા બાળક બહુ સારા….”…..અદ્ભુત હતા….! ત્યારબાદ વલ્લભદાસ દ્વારા રચિત….પદ…” સદગુરુ એ સાનમાં સમજાવ્યું રે લોલ , સત્સંગ વિના સુખ ક્યાય નથી રે લોલ…….” શુક્મુની સ્વામી એ સુમધુર સ્વર માં સંભળાવ્યું. બ્રહ્મ સત્ય છે……..સત્સંગ વિના – ક્યાય સુખ નથી- એ સુસ્પષ્ટ દેખાય છે , અને એક ભગવાન વિના કોઈ જગ્યા એ કલ્યાણ નથી- એ જીવ ને દેખાય છે પણ સમજાય છે- સદગુરુ દ્વારા જ…..!

ત્યારબાદ સ્ટેજ પર “સુખ નું પહેરણ” એ સંવાદ યુવકો દ્વારા રજુ થયો. સંવાદ નો સારાંશ એ હતો કે….

 • લૌકિક રીતે સુખી દેખાતા વ્યક્તિ ઓ- કદાચ સુખી ન પણ હોય……પૈસા-પ્રસીધ્ધીકે માન -સન્માન થી સગવડો વધે છે-પણ સુખ નથી આવતું…….
 • સુખ તો એક ભગવાન માં જ છે…..સત્પુરુષ માં જ છે……સત્સંગ માં જ છે……
 • વિડીયો દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ એ જ બ્રહ્મ વચન કહ્યા કે- એક ભગવાન ને જ કર્તા હર્તા સમજીએ તો- જીવન માં સહેજે ભાર ન લાગે……અને ભગવાન માં જ સાચો માલ માનવો………અખંડ સુખ તો ત્યાં જ છે…….એમ સમજી રાખવું…..યોગીબાપા ના શબ્દો માં- આ માળા તો એટમ બોમ્બ છે…..ભગવાન નું નામ સ્મરણ જે કરે- એ દુનિયામાં કોઈ ન કરી શકે …..!

1501676_655151987856106_1250926595_n

ત્યારબાદ- અમુક અગ્રણી હરિભક્તો ના અનુભવ  વિડીયો  દ્વારા રજુ થયા…..સાર હતો- કે જીવન માં સત્સંગ- રવિસભા નું મહત્વ શું છે? જોઈએ અમુક સારાંશ….

 • ડો. હરીશ ત્રિવેદી( ભૂતપૂર્વ હાર્ટ સર્જન- યુ.એન.મેહતા કાર્ડી.ઇન્સ્ટી.;અમદાવાદ અને પુ. પ્રિયસ્વરૂપ સ્વામી ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી) એ જણાવ્યું કે – એક સત્સંગ અને રવિસભા ને કારણે- તેમના સ્વભાવો છુટ્યા..ગુસ્સો ગયો…….એસીડીટી ની સમસ્યા ગઈ…….અને સહનશક્તિ વધી……સ્થિરતા વધી…
 • મહેન્દ્ર ભાઈ પટેલ( વ્યાપારી- ભરુચ) – સત્સંગ ને કારણે- જીવન ની અત્યંત વિપરીત પરિસ્થિતિ ઓ -કે જેમાં તે પુરેપુરા પાયમાલ થઇ ગયા…દીકરા ને અકસ્માત માં ગુમાવ્યો- છતાં ટકી રહ્યા…….અને આ અપાર દુખો ને હસતા હસતા જીરવી લીધા……જીવ ને શાંત રાખ્યો….
 • નરેન્દ્રભાઈ ચૌહાણ( સરકારી અધિકારી- અમદાવાદ-વાડજ) -પત્ની ને સતત રહેતો પેટ નો દુખાવો-કે જે શારીરિક કરતા માનસિક વધારે હતો- તેના થી- સત્સંગ થી સુધાર્યો…..” સત્સંગી ને મૃત્યુ નો ડર ન હોય…..એ તો હરિ ઈચ્છા..” એ સત્ય થી માનસિક રીતે ઘુસી ગયેલા -પેટ ના દુખાવા થી પીછો છૂટ્યો……

ટૂંક માં- સત્સંગ જ શીખવાડે છે કે – આપણે આત્મસત્તા રૂપ છીએ…..અને આ દેહ એ તો ખોખું માત્ર છે…સુખ દુખ હરિ ની ઈચ્છા થી જ આવે છે…..અને એમ સમજી ને જીવીએ તો- અખંડ સુખ સર્વત્ર પ્રવર્તે……

ત્યારબાદ- અતિ વિદ્વાન સંત પુ.અક્ષર વત્સલ સ્વામી એ “સત્સંગ ની મહત્તા” પર રસપ્રદ ઉદાહરણ દ્વારા પ્રવચન કર્યું. એમનો ઘૂંટાયેલો સ્વર અને રસાળ શૈલી- શ્રોતાઓ ને જકડી રાખે છે. જોઈએ એના સારાંશ…..

 • ભવિષ્ય ની અનિશ્ચિતતા અને આયોજન ની લાલસા- જ ચિંતા નું મુખ્ય કારણ  છે.
 • જેવું કંઇક નવું આયોજન થયું કે એની સાથે સાથે એ આયોજન ને લગતી ચિંતાઓ શરુ થઇ જાય છે……પણ સવાલ એ કે- માત્ર ચિંતા કરવા થી જ સમસ્યા દુર થાય છે….કે એ આયોજન સફળ થાય છે?
 • આ ચિંતા ઓ ને દુર કરવા ની ચાવી છે- સમજણ…..જ્ઞાન…….અને સમજણ હોય તો સ્વભાવ ટળે…….ચિંતાઓ દુર થાય……
 • સત્સંગ દ્વારા જ આ સમજણ આવે છે……જ્ઞાન આવે છે કે- કર્મ એ ચિંતા કરવા થી અધિક છે…..સમજણ થી જીવન પ્રત્યે એક સકારાત્મક દ્રષ્ટિ આવે છે……શક્તિ આવે છે
 • આજે સ્વામીશ્રી સારંગપુર ખાતે  બિરાજમાન છે……એ પોતે મહા સમર્થ હોવા છતાં દેહ ના રોગો- જીર્ણ અવસ્થા ને સ્વીકારે છે…..કારણ કે એ માને છે કે- દેહ એટલે જ રોગો નું ઘર……એ નશ્વર છે- અને એમાં રોગ આવવા ના જ…..આમ છતાં આપણા સંપ્રદાય ના ઇતિહાસ માં અનેક દાખલા છે કે- સ્વામીશ્રી ના આશીર્વાદ  થી ભક્તો ની ગંભીર બીમારીઓ સહેજ માં ટળી ગઈ હોય…….! પણ પોતાના માટે- આવી કોઈ એષણા નહિ……!આને કહેવાય અધ્યાત્મિક સર્વોપરિતા..!
 • મન સાથે યુદ્ધ કરવું પડે તો કરવું……પણ સત્સંગ માં રહેવું- કારણ કે સત્સંગ જીવતા શીખવાડે છે……જીવન માં- જીવ ને ક્યાં જોડવો અને ક્યાં ન જોડવો? એ શીખવાડે છે…….દુખ ને કેમ દુર કરવું એના કરતા- આવનારા દુખ માં પણ કેવી રીતે “હળવાફૂલ” રહેવું એ શીખવાડે છે…….

ત્યારબાદ- અમુક જાહેરાતો થઇ…….

 • આવતા રવિવારે- યુવક મંડળ દ્વારા- વિશિષ્ટ રવિસભા છે…….”જીવીશું સ્વામી ને માટે..”  વિષય છે- આથી અદ્ભુત સભા આયોજન હશે તેમાં કોઈ સંશય નથી…….સમય- સાંજે ૫ થી ૮……..!
 • ઉનાળો શરુ થઇ ગયો છે- આથી સાંજ ની આરતી નો સમય હવે થી- ૭.૧૫ નો રહેશે…..
 • “પરાભક્તિ” – અક્ષર પીઠ નું નવીન પ્રકાશન છે…….પ્રોફ. એ.સી.બ્રહ્મભટ્ટ સાહેબે- ખુબ જ ઊંડાણ પૂર્વક – પુ.અક્ષર જીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા રચિત આ પુસ્તક નો સાર કહ્યો…….પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ – જે  પરા  ભક્તિ નું અમૃત પાન અખંડ કરે છે- એનું તાદ્રશ્ય વર્ણન અહી થયેલું છે…….મેં આ પુસ્તક ખરીદ્યું છે……..તમારું કેમનું છે? અવશ્ય લેવું…….

1240513_655233747847930_1242856656_n

ત્યારબાદ સભા ને અંતે- આરતી બાદ – સારંગપુર ખાતે થયેલા પાર્ષદ-દીક્ષા મહોત્સવ નો વિડીયો રજુ થયો……..સ્વામીશ્રી ના મુખ પર એનો ઊંડો સંતોષ અને રાજીપો સ્પષ્ટ દેખાય છે…….૯૩-૯૩ વર્ષે પણ સત્સંગ માં આટલી દિવ્યતા અને કરુણા- બીજે ક્યાય જોવા મળે છે?……

ધન્ય ધન્ય આ સત્સંગ ને…….આ ગુણાતીત પુરુષો ને કે- બસ એક લટકા માં અક્ષરધામ મળે…..હરિ મળે- એવું સુખ – હરિભક્તો ને- જીવ માત્ર ને કરી આપ્યું છે……..આપણે યાદવો ની જેમ અભાગિયા નથી રહેવું…..બસ- સત્સંગ ના આ અમૃત ને પામી લેવું છે…….

જય સ્વામિનારાયણ…….

રાજ