Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૦૨/૦૭/૨૦૧૭

અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.

મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળેભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.”

જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહજે અભાવ રહે છે તેમ જેને સહજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાકો હરિભક્ત જાણવો. …………તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા પ્રથમ-૫૮

સત્સંગ માં આવ્યા પછી શું કરવા નું છે……શાનું પ્રાધાન્ય હોવું જોઈએ……??? એ સર્વે ના ઉત્તર શ્રીજી એ અહી આપ્યા છે…….અને સર્વ ના કેન્દ્ર માં છે…….સત્પુરુષ ને સમજવા…..એમનામાં નિર્દોષ બુદ્ધિ રાખવી……સત્સંગ માં દાસાનુદાસ વર્તવું………! સત્પુરુષ ના ગુણ લે તો ગુણ આવે…..અને જો અવગુણ લે તો જીવ માં અવગુણ આવે છે……માટે જીવ માટે તો પોતાનું કલ્યાણ પોતાના હાથમાં..! આ અદ્ભુત વચનામૃત પર આજની સભા હતી……

મેઘરાજા એ આજકાલ સમગ્ર ગુજરાત પર મહેર કરી છે……અને એના આ આશીર્વાદ માં ભીંજાતા ભીંજાતા સર્વે હરિભક્તો નો મહાસાગર સભામાં સમયસર આવી ગયો…..અમે પણ સમય પર પહોંચી ગયા….અને સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન…….

19657254_736029403251901_935266552897038082_n

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ…..ત્યારબાદ યુવકો દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત બે કીર્તન….” એરી એરી આજ રંગ મહારાજ…” અને …” રૂડા લાગે છે મોહનલાલ…..લટકા તારા રે……” રજુ થયા……અદ્ભુત કીર્તન હતા. ત્યારબાદ સારંગપુર અભ્યાસ પૂર્ણ કરી ને પધારેલા અને ઓસ્ટ્રેલિયા સેવા માં મુકાયેલા પુ. બ્રહ્મ્સ્મરણ સ્વામી એ વનમાળી દાસ રચિત કીર્તન  …”લાગો છો પ્યારા ..પ્યારા પ્રમુખ સ્વામી ..” રજુ થયું…….અને પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્ય મુખાકૃતિ મનોચક્ષુ સમક્ષ છવાઈ ગઈ…!

ત્યારબાદ સારંગપુર થી અભ્યાસ પૂર્ણ કરી પધારેલા સાધુ પરમકીર્તિદાસ ( કે જે પૂર્વાશ્રમ માં વેટેનરી ડોક્ટર હતા) ના મુખે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની – સારંગપુર ખાતે ની દિવ્ય સ્મૃતિ ઓ નો આસ્વાદ મળ્યો……પ્રમુખ સ્વામી મહારાજ તેમની અંતિમ દેહવસ્થા માં સારંગપુર માં બિરાજમાન હતા …અને તેમની વ્હીલચેર – ગ્રસ્ત દેહ જોઇને ઘણા ને લાગતું કે સ્વામીશ્રી હવે નિષ્ક્રિય થઇ ગયા છે…પણ સ્વામીશ્રી નું કાર્ય તો ચાલુ જ હતું…૧૮૭ થી વધુ મંદિરો…૧૦૦ થી વધુ સંતો નું નિર્માણ ત્યાં બેઠે બેઠે જ થયું……સ્વામીશ્રી નો દીવ્ય્પ્રભાવ જોઇને ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઇ ગયા…….અનેક ના જીવન બદલાઈ ગયા……..! આ બધું જ સર્વોપરી કાર્ય સ્વામીશ્રી એ કર્યું…..અને સામે સંતો એ સ્વામીશ્રી ના અ દિવ્ય ચરિત્ર ની એક એક પળ ની નોંધ રાખી……..અરે..સ્વામીશ્રી દર્શન આપવા આવે ત્યારે કેટલા બગાસા ખાધા…કેટલી વાર છડી હલાવી…આ બધું જ નોંધ કર્યું…!!!!! અદ્ભુત…! પરમકીર્તિ સ્વામી ની તેજ-અસ્ખલિત વાણી ના પ્રવાહ નો સર્વે ને અમૃત લાભ મળ્યો…!

ત્યારબાદ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના તારીખ- ૨૨,૨૩ જુન ,૨૦૧૭ ના એટલાન્ટા ,અમેરિકા ખાતે ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લીંક દ્વારા માણી શકાશે…..

ત્યારબાદ પુ.અક્ષરવત્સલ સ્વામી જેવા અતિ વિધવાન ..તેજસ્વી વક્તા સંત દ્વારા – ગઢડા પ્રથમ ૫૮ ના અદ્ભુત વચનામૃત પર ઊંડાણ પૂર્વક….સંલગ્ન પ્રસંગો ના માધ્યમ થી નિરૂપણ થયું…….જોઈ સારાંશ….

 • મુક્તાનંદ ..આનંદાનંદ….મહાભુવાનંદ સ્વામી ના પ્રશ્નો અને શ્રીજી ના ઉત્તરો પર રચાયેલું આ વચનામૃત – જીવ ને અખંડ સુખ કઈ રીતે આવે…એનું મન કઈ રીતે સ્થિર થાય……સત્સંગ માં કઈ રીતે પ્રગતિ થાય એના ઉત્તર આપે છે…..
 • આ વચનામૃત ને આધારે શ્રીજી જે રીતે જીવ્યા છે……અને આપણા ગુણાતીત પુરુષો જે રીતે જીવ્યા છે તેનો તાદ્રશ્ય ચિતાર મળે છે…….એટલા માટે જ શ્રીજી ની મૂર્તિ નું જે સુખ આપણા ગુણાતીત પુરુષો ને આવે છે…તેવું સુખ આપણ ને નથી આવતું………….
 • આપણો સંપ્રદાય- દાસત્વ ભક્તિ પર છે………સાધુઓ ના નામ ની પાછળ દાસ લખાય છે…….અને દાસ ના દાસ….દાસ ના ગુલામ થઇ ને જે જીવે તે જ આ સત્સંગ ને પચાવી શકે છે…..એમાં પ્રગતિ કરી શકે છે……
 • સ્વયમ શ્રીજી નું જીવન જુઓ……..પોતે ભગવાન હોવા છતાં પોતાના પરમહંસો ને તેમણે દંડવત કર્યા છે…એ જ રીતે આપણા ગુણાતીત પુરુષો એ તો ડગલે ને પગલે દાસત્વ ભાવ બતાવ્યો છે……યોગીબાપા તો હરિભક્તો ના સામાન ને પણ દંડવત કરતા ……..અને આજે મહંત સ્વામી મહારાજ ને જુઓ….દરેક સંત-હરિભક્ત નો મહિમા એ જાણે છે…..અને એ પ્રમાણે વર્તે છે…..બધા હરિભક્તો અને સંતો માં એમને- એમના ગુરુના દર્શન થાય છે…….
 • વળી, ગુરુ આજ્ઞા નું પાલન કરવા માં એમનો ખટકો જુઓ………એમનું સમગ્ર જીવન જ ગુરુ આજ્ઞા પર જીવાયું હોય છે…….ચાતુર્માસ આવી રહ્યો છે અને ૪ થી જુલાઈ એ – દેવ પોઢી એકાદશી છે……અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા મુજબ નો નિર્જળા ઉપવાસ છે….જોઈએ કેટલા હરિભક્તો એમની આજ્ઞા પ્રમાણે વર્તે છે…? આપણા ગુણાતીત ગુરુઓ તો દેહ ની વિપરીત પરિસ્થિતિ હોય કે ગંભીર બીમારી- પણ ગુરુ આજ્ઞા પ્રમાણે જ વર્ત્યા છે……
 • માટે જ – આપણે પણ સત્સંગ માં આવ્યા બાદ…મોટા પુરુષ…સંતો અને હરિભક્તો નો મહિમા સમજીએ…….મોટા પુરુષ નો રાજીપો શેમાં છે…એ દ્રઢ પણ સમજીએ…..એ પ્રમાણે એમની આજ્ઞા માં વર્તી – મોટા પુરુષ ને રાજી કરી લઈએ……..દાસત્વ નો ગુણ આપણા જીવન માં દ્રઢ થાય…….એમ વર્તી એ…!

અદ્ભુત …અદ્ભુત,………! જીવનમાં આટલું પણ જો સમજાય અને જીવાય તો કશું બાકી ન રહે………! મોટા પુરુષ રાજી થાય અને આપણા ફેરા ટળે………..!

સભાને અંતે ચાતુર્માસ અંગે જાહેરાત થઇ………….જેના માટે – વિશેષ નિયમ- નીચેની લીંક દ્વારા જાણી શકાશે…….

ચાતુર્માસ નિયમ

જય સ્વામિનારાયણ………….રાજી રહેજો..!

રાજ

Advertisements


Leave a comment

BAPS રવિસભા-૨૫/૧૨/૨૦૧૬

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્છા છે.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય………. ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય……….., ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતાં નથી………….. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થતું નથી……..


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૭૨

કાળ-કર્મ ને બદલવા….ભેદવા….અત્યંત કઠીન છે……જીવ કર્મ ની ગતિમાં ચાલે છે….અને કાળ ની ગતિ એમાં સાથ આપે છે……આથી સામાન્ય રીતે જીવ નું કર્મફળ- એ કર્મ અને કાળ આધારિત હોય છે….જે પ્રારબ્ધ ના પાયા પર ઘડાય છે….તો પછી કાળ અને કર્મ આધારિત ફળ બદલાય જ કેવી રીતે??? ઉત્તર ઉપરોક્ત વચનામૃત મા છે. સત્પુરુષ અને ભગવાન જો જીવ પર રાજી થાય તો એને કાળ-કર્મ અને માયા નો સ્પર્શ થતો નથી…..! આજની સભા આ વચનામૃત પર હતી….

સવારે “અક્ષર દેરી ગુણાતીત કેરી” વિષય પર શીબીર હતી…..અને એનો મહિમા -સત્પુરુષ નો મહિમા-કાર્ય અને રાજીપા અંગે અદભુત જ્ઞાન ની સરવાણી થઇ…..સાંજે ભક્તિ યાત્રા ચાલુ રહી અને આજનો સમગ્ર દિવસ સત્સંગ ..” હરિ હરપળ” ને સમર્પિત હતો…….ચાલો એમાં શિરમોર સમાન શ્રીજી ના અદભુત દર્શન કર્યા…….

fb_img_14826407516599768

સભાની શરૂઆત -યુએસ અને ઓસ્ટ્રેલિયા થી આવેલા યુવકો ( પાર્થ પટેલ અને કિશન સોલંકી..વગેરે) દ્વારા ધુન્ય અને કીર્તન દ્વારા થઇ……..પ્રજ્ઞાચક્ષુ એવા કિશનભાઈ દ્વારા “શ્યામ હમારે નયન કે તારે” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન અને પાર્થ પટેલ દ્વારા -શાસ્ત્રીય રાગ આધારિત સંત કવિ મહાપુરુષ દાસ રચિત ” રહેજો રહેજો રે….તમે સદાયે સાથે રહેજો રે…”  કીર્તન રજુ થયું…..અદભુત સ્વર….રાગ ના ઢાળ…..અને વાદ્ય સંગીત નો તાલ…………! અદભુત….અદભુત……! વિદેશ ની ધરતી પર રહી ને આપણા સંસ્કારો અઢળક જળવાઈ રહ્યા છે તેનો ગર્વ થાય છે…….

ત્યરબાદ પૂ.શ્રીજી ચરણ સ્વામી દ્વારા “પ્રમુખ સ્વામી મહરાજ ના દિવ્ય ચરિત્ર ” પર અદભુત કથન રજુ થયું…..વચનામૃત ગઢડા પ્રથમ ૬૭ મા શ્રીજી કહે છે એમ…..”કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે”……એ જ રીતે સને ૧૯૮૦ મા નૈરોબી મા એક પ્રશ્ન ના ઉત્તર મા સ્વામીશ્રી એ કહ્યું હતું કે…” અમને સતત ભગવન ભજવા અને ભજાવવા નો જ વિચાર રહે છે….અને કેમ કરી ને ભક્તો નું રૂડું થાય ” એમ રહે છે….! અને એજ ઉત્તર તેમણે ડો.સુબ્રમણ્યમ ને પોતાના આગલા પ્રોજેક્ટ ના પ્લાન પર આપ્યો હતો……….સ્વામીશ્રી માટે શ્રીજી નો રાજીપો સર્વોપરી હતો……..આત્મનિવેદી ભક્તિ ની આ પરાકાષ્ટા હતી…..

એવી જ પરાકાષ્ટા દર્શાવતા ભાવ ને પ્રદર્શિત કરતો પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના વિચરણ- ૩૦/૧૧/૨૦૧૬ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……..

ત્યરબાદ સભા ના અંતિમ ભાગ મા – પૂ.અક્ષરવત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા…વિદ્વાન સંત દ્વારા વચનામૃત ગઢડા પ્રથમ-૭૨ પર આધારિત અદભુત…રસપ્રદ પ્રવચન થયું…..જોઈએ તેનો સારાંશ…..

 • કાળ અને કર્મ કોઈને છોડતા નથી…..પણ સાચા હૃદય થી થતી ભક્તિ થી એમાં થી બચી શકાય છે…..
 • નીલકંઠ વરણી રૂપે શ્રીજી એ ભક્તિ કેમ કરવી….કઈ રીતે કરવી….એ જગત ને શીખવ્યું…….સમગ્ર જીવન મા શ્રીજી હમેંશા પોતાના પ્રેમીજન ને વશ રહ્યા……..ગઢડા મા શ્રીજી સદાયે રોકાયા કારણ કે ગઢપુર વાસીઓ નો પ્રેમ -શ્રીજી ને વશ કરી ગયો…..
 • શ્રીજી એ જગત ને શીખવ્યું કે નવધા ભક્તિ કોને કહેવાય……શ્રવણ ભક્તિ ના ઉદાહરણ રૂપે- ગઢડા મા શ્રીજી એ પ્રાગજી પુરાણી  પાસે સતત સાત વાર ભાગવત ની કથા કરાવી……સાંભળી……..! તે જ રીતે પ્રેમાનંદ..બ્રહ્માનંદ સ્વામી ના ગીત..પદ પર શ્રીજી પોતે ડોલતા…….રાતોરાત ઉજાગરા વેઠી કીર્તન નો લાભ લેતા…….ભક્તો ને રાજી કરતા….
 • તો એ જ રીતે કોઈ ભક્ત શ્રીજી ની અનુંવૃતી પારખી સેવા કરે તો- એના પર અતિ રાજી થઇ પોતાના ચરનારવિંદ આપતા…..વસ્ત્ર આદિક આપતા…..ખેંગાર ભક્તે -શ્રીજી ની મરજી પારખી -ગઢડા મંદિર ના બાંધકામ મા ગજા બહાર ની સેવા કરી શ્રીજી ને રાજી કર્યા તો સામે શ્રીજી એ પોતે બીમાર હોવા છતાં -ખેંગાર ભક્ત નો સંકલ્પ પુરો કરવા ચંદન ચર્ચી ભક્ત ને મળ્યા……
 • પરમહંસો પોતે અતિ સમર્થ હોવા છતાં શ્રીજી ને રાજી કરવા તેમના અતિ કઠીન ૧૧૪ પ્રકરણ મા થી પસાર થયા…..વૈરાગીઓ ના હાથે અસહ્ય માર ખાધો….અપમાન સહન કર્યા…….છતાં તેમનો આનંદ સર્વોપરી હતો…..કારણ કે શ્રીજી ને રાજી કર્યા નો ખપ હતો…..
 • આવી ભક્તિ હોય તો શ્રીજી વશ થ્ય અને આપણા કાળ-કર્મ ટળે……..બ્રહ્મરૂપ થવાય…….અને એ આપણા ગુણાતીત ગુરુ પરંપરા મા જોવા મળે છે…..ભક્તો ના પ્રેમ-સ્નેહ-ભક્તિ ને વશ થઇ સત્પુરુષ એમના કાળ-કર્મ ને ટાળે છે……અમેરિકા ના બાલકૃષ્ણ ભાઈ -કે જેમને ડોક્ટરે મૃત જ જાહેર કર્યા હતા….તેમને પ્રમુખ સ્વામી મહારાજે જીવતદાન આપ્યું…..અને એ પછી તો બાલકૃષ્ણ ભાઈ ૧૫ વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી એ ડેથ સર્ટીફીકેટ પોતાના ખીસા મા લઇ ફરતા….!!!! કેટલો વિશ્વાસ….કેટલી શ્રદ્ધા……!
 • આમ, સત્પુરુષ અને ઇષ્ટદેવ મા અતુટ વિશ્વાસ….નિષ્ઠા…..એ ભક્તિ નું અનિવાર્ય અંગ છે…..! ભક્તિ કરતા સુખ આવે કે દુખ…..પણ જીવ નો વિશ્વાસ અતુટ રહે….ડગે નહિ…….

અદભુત…..અદભુત….! પૂ.અક્ષરવત્સલ સ્વામી ની રસાળ શૈલી……શબ્દો ની ગૂંથણી……અસ્ખલિત વાણી પ્રવાહ…….અને તીવ્ર યાદ શક્તિ……ઊંડું જ્ઞાન…..એમને એક અદભુત વક્તા બનાવે છે……..

તો ૨૦૧૬ ના વર્ષ ની અંતિમ રવિસભા અદભુત હતી…….નવા વર્ષ મા ઉજ્વળ સત્સંગ ની નોબત વગાડતી….એક ચેતના નો સંચાર કરતી સભા હતી………

બસ જરૂર છે તો- સત્પુરુષ અને શ્રીજી મા દ્રઢ નિષ્ઠા ની……સર્વોચ્ચ ભક્તિ ભાવ ની……નિષ્કામ પ્રેમ -સ્નેહ ની……..!

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૮/૦૮/૨૦૧૬

ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે………… જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઈને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઈ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે……….


ભગવાન શ્રી સ્વામિનારાયણ-પંચાળા-૭

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને અક્ષરધામ ગમન ને ૧૫ દિવસ થયા પણ એમની સ્મૃતિ જીવમાં થી સહેજે દુર થતી નથી…….શોક કે વિષાદ નથી પણ એક ખાલીપો જરૂર છે…….જીવ જાણે છે કે- સત્પુરુષ આ પૃથ્વી પર થી ક્યારેય જતા જ નથી…અને  એ જ “પ્રમુખ ગુણાતીત તત્વ” આજે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી સ્વરૂપે પ્રત્યક્ષ વિચરી રહ્યું છે……..છતાં પ્રમુખ સ્વામી મહારાજે જે સુખ આપ્યું હતું તેની સ્મૃતિ જ એ ખાલીપા નો ભાવ ભરી શકે એમ છે……આથી આ સભા -સ્વામી બાપા ની એ અદ્ભુત સ્મૃતિ પર જ હતી……

તો મંદિરે સમયસર પહોંચી ગયા…..એકાદશી ના દિવસ ના અદ્ભુત દર્શન કરવામાં આવ્યા…..

14064049_1750125448608620_7569462358082319596_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય -પ્રાર્થના થી થઇ……..યુવક મિત્ર નીરવ વૈદ્ય દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત “બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી…” કીર્તન રજુ થયું…….અદ્ભુત…..અદ્ભુત……..!!! સભાનો માહોલ ..હરિમય થઇ ગયો………! ત્યારબાદ પુ.શુભ કીર્તન સ્વામી ના ઘાટીલા અવાજ માં ” કોડે કોડે એકાદશી કીજીએ રે…’ બ્રહ્માનંદ સ્વામી રચિત એકાદશી ઉત્સવ ના મહિમા આધારિત પદ રજુ થયું……

ત્યારબાદ શ્રાવણ માસ ની પારાયણ ચાલુ છે તે નિમિત્તે પુ.ધર્મ તિલક સ્વામી દ્વારા યથાયોગ્ય પૂજા વિધિ -યજમાનો વડે કરાવવા માં આવી……આજની પારાયણ ના વક્તા વિદ્વાન…ખુબ સારા વક્તા પુ.અક્ષર વત્સલ સ્વામી હતા……..ચાલો જોઈએ સારાંશ…..

 • નવધા ભક્તિ ( કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે – ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા)…..થી ભગવાન અને મોટા પુરુષ રાજી થાય…….
 • અને એ નવધા ભક્તિ જેના જીવન માં રગેરગ માં સમાયેલી હતી….એ મોટા પુરુષ કે જેના ગુણ ભગવાન સમાન જ હતા…..તેવા પુરુષ ના જીવન કાળ દરમિયાન આપણો જન્મ થયો એ જ આપણા મોટા ભાગ્ય છે………
 • સત્પુરુષને પામીએ ..એમનો સમાગમ કરીએ…પણ જો એમની સ્મૃતિ મન માંથી નીકળી જાય તો થયેલી પ્રાપ્તિ નિષ્ફળ થઇ જાય…….જીવના દુષ્કાળ…ખાલીપા ને ટાળવા નો એક જ ઉપાય છે…..એ સ્મૃતિઓ ને પલેપલ વાગોળવી…….
 • આ તો અમૃત ની બુંદો છે…જેને મેળવવી અઘરી અને મેળવ્યા પછી સાચવવી એના કરતા પણ અઘરી…….!
 • નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ વ્યક્તિ હતા જેને શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ નો નિશ્ચય થયો……અને એ જ સદ્ગુરુ એ શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ ના પદ ની સાથે સાથે આવા સત્પુરુષ ના ગુણ પણ યથાર્થ ગાયા છે…….
 • ગઢડા પ્રથમ-૫૮..૬૭ વગેરે માં શ્રીજી એ પણ આવા પુરુષ ના ગુણ વિષે કહ્યું છે……જેવા એ પુરુષ ને સમજીએ ..એવો આપણો સ્વભાવ થાય……આપણા ગુણ થાય….
 • પુ.ઈશ્વર ચરણ સ્વામી કહે છે કે- બાપા એ અનેક સર્વોપરી કાર્યો કર્યા…પણ જો સૌથી મોટું કાર્ય કર્યું હોય તો તે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા આખી દુનિયામાં વગાડી દીધા…..
 • સ્વામીશ્રી ની આભા..પ્રભાવ એવો હતો કે એમના અંતિમ દર્શન વખતે આવતા બિન સત્સંગી મીડિયા વાળા પણ સત્સંગી થઇ ગયા…..તરુણ વિજય જેવા પ્રખર રાજનીતિજ્ઞ ને તો દરેક હરિભક્ત માં સ્વામીશ્રી ના દર્શન થયા……..
 • સ્વામીશ્રી ભાગવત માં વર્ણવેલા સંત ના બધા લક્ષણ ધરાવતા હતા…છતાં એમની સરળતા..અહં શૂન્યતા….જગ જાહેર છે……
 • અમદાવાદમાં નાટક સંવાદ સમયે સંતો ની સુચના મુજબ પાછલા દરવાજે થી સ્ટેજ પર એન્ટ્રી લેવાનો પ્રસંગ હોય કે પાર્ષદો દ્વારા સ્ટેજ પર ખેંચવા નો નિષ્ફળ પ્રયાસ વાળો પ્રસંગ હોય………સ્વામીશ્રી સંતો ને રાજી કરવા એમની સુચના મુજબ વર્ત્યા છે…એમની ભૂલો માફ કરી છે……..
 • પ્રખ્યાત પત્રકાર હરિકિશન મહેતા એ પૂછ્યું કે- સ્વામીશ્રી તમારી આટલી બધી ટીકા-અપમાન થાય તો તમને કેવું લાગે છે?? સ્વામીશ્રી એ સ્વસ્થતા થી ઉત્તર આપ્યો કે -બધું ભગવાન ની સાક્ષી એ કરીએ -એટલે માન-અપમાન કશું નડે નહિ…….
 • ભલભલી વિકટ સમસ્યાઓ…વ્યવહારિક પ્રશ્નો…..અક્ષરધામ દિલ્હી નિર્માણ સંબંધી પ્રશ્નો હોય પણ સ્વામીશ્રી સ્વસ્થ રહી ને..નચિંત રહી ને વર્ત્યા છે…..અલમસ્ત થઇ ને સ્થિતપ્રજ્ઞ તા થી વર્ત્યા છે……
 • જીવમાત્ર નું કલ્યાણ થાય…….અક્ષરધામ ની પ્રાપ્તિ થાય તે માટે બાપા પોતાના દેહ ની પરવા કર્યા વગર ૪૫ વર્ષ દોડ્યા છે….તો આપણી એમના પ્રત્યે કોઈ ફરજ નથી??? આપણે સ્વામીશ્રી ની સ્મૃતિ માટે કોઈ સંકલ્પ ન કરી શકીએ???
 • ચાલો આપણે સ્વામીશ્રી ના રાજીપા માટે સંકલ્પ કરીએ કે- આપણે પંચ વર્તમાન….નિયમ ધર્મ માં દ્રઢ રહીએ…….સત્સંગમાં નિયમિત રહીએ……અન્ય ને પણ સ્વામી ના મહિમા ની વાત કરીએ…સત્સંગ કરાવીએ……….

અદ્ભુત……અદ્ભુત…….!! આટલું પણ જીવન માં દ્રઢ થાય તો સ્વામીશ્રી પ્રત્યે આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે………! ત્યારબાદ શિકાગો યુનીવર્સીટી ના વિદ્વાન પ્રોફેસર વિલિયમ્સ ( હિન્દી વિભાગ ના હેડ છે) જે પ્રોફ. યોગી ત્રિવેદી સાથે ભારત મુલાકાતે છે તેમનું જાહેર સન્માન થયું……..આટલા મોટા પ્રોફેસર- પુ.ઈશ્વર સ્વામી અને પુ.અક્ષરવત્સલ સ્વામી ને પગે પડ્યા…અને શુદ્ધ હિન્દી માં જય સ્વામિનારાયણ સાથે પોતાના પ્રવચન ની શરૂઆત કરી…!!! અદ્ભુત…..અદ્ભુત……….પ્રોફ. વિલિયમ્સ દ્વારા શુદ્ધ હિન્દી માં થયેલા પ્રવચન માં એમણે કબીર ની સાખી ઓ દ્વારા કહ્યું કે- ભક્તિ એ  પ્રેમ નો જ ભાગ છે……..અઢી અક્ષર નો પ્રેમ- મનુષ્ય ને પંડિત બનાવી શકે છે…….સ્વામિનારાયણ સંપ્રદાય નું અભૂતપૂર્વ યોગદાન ભક્તિ સંપ્રદાય માં રહ્યું છે…….અને આજે બેપ્સ ના સંતો- ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિ ને જોડી રહ્યા છે…તે ભવિષ્ય માં વધુ મજબુત થશે…..!!!! અદ્ભુત……અદ્ભુત…!!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…! પશ્ચિમી સભ્યતા ના વ્યક્તિ ને  આપણી સંસ્કૃતિ વિષે અહોભાવ છે…..અને આપણા લોકો ને જ એનો મહિમાં નથી….!!!

સભાને અંતે જાહેરાત થઇ કે આવતીકાલે આપણા ગુરુહરિ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અમદાવાદ પધારી રહ્યા છે………….તેમનું સ્વાસ્થ્ય …..આપણી સંસ્થા-હરિભક્તો ની વિશાળતા ને લીધે સર્વ હરિભક્તો ને રૂબરૂ મળવું એમના માટે મુશ્કેલ છે છતાં -એ પોતે દેહ ની મર્યાદા ઓ ને બાજુમાં મૂકી- ભક્તો ને અઢળક લાભ આપી રહ્યા છે………….પણ આપણે એમનું ધ્યાન રાખી ને વર્તવા નું છે……! ગુણાતીત પુરુષો આપણો અમુલ્ય ખજાનો છે…….એમનો રાજીપો એ જ આપણું સર્વસ્વ……..મમત માં એમને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી આપણી છે……

તો- ચાલો સત્પુરુષ કે જે ચિરંજીવી છે……તેના મહિમા ને સમજીએ……..એમનામાં સદાયે દિવ્યભાવ રાખીએ…..એમના ચરિત્ર -સ્મૃતિ ને જીવમાં દ્રઢ કરીએ……..આખરે એ પ્રગટ અક્ષરબ્રહ્મ ને સંગ જ બ્રહ્મરૂપ થવાશે…………..અને શ્રીજી મળશે……..!!!

એટલે જ સત્પુરુષ એ જ સર્વસ્વ……………….!

જય સ્વામિનારાયણ……………

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૦/૦૭/૨૦૧૪

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,……….

“કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી ? ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી ?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે……….

“જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે……….. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે.”

———–ઇતિ વચનામૃતમ- પંચાળા-૫———–

સત્સંગ માં – વિવેક અને સમજણ- એ બે અગત્ય ના- અનિવાર્ય સાધનો છે…જેના વગર સત્સંગી પોતાના ધ્યેય- પુરુષોત્તમ ને પામતો નથી. આજની સભા- આ “વિવેક” પર હતી. વચનામૃત ના ઘણા સુવર્ણ પૃષ્ઠો પર સ્વયમ શ્રીજી એ માની ને- માન વાળા ભક્ત ને – નિમ્ન ગણ્યો છે…..ગઢડા પ્રથમ-૪૧, ૫૬..૬૨….વગેરે વચનામૃતો માં “માની” ભક્ત ના પતન ની વાત- શ્રીજી એ કરી છે……તો આના થી ઉલટું – પંચાળા ના ઉપરોક્ત વચનામૃત માં શ્રીજી એ “માન” રાખવા નું કહ્યું છે……..પણ સવાલ છે …ક્યાં માન રાખવું? અને ક્યાં ન રાખવું? – એ યક્ષ પ્રશ્ન નો સુંદર જવાબ પણ ઉપરોક્ત વર્ણવ્યો છે. આમ, સત્સંગ માં જો “વિવેક- ( અર્થાત ક્યાં આગળ ..કઈ રીતે વર્તવું) ” હોય તો- પછી જોવું ન પડે…….! તો આજ ની સમગ્ર સભા- સત્સંગ માં- વિવેક, સમજણ અને પક્ષ પર હતી…….

આજે હું પરિવાર સાથે – સભામાં ગયો આથી સ્વાભાવિક છે એમ- મોડો પહોંચ્યો……..આથી દર્શન બંધ હતા પણ ઠાકોરજી ના મનભાવન દર્શન નો લાભ સભા પછી લેવામાં આવ્યો………અત્યારે હિંડોળા ચાલે છે…..તો ચાલો કરીએ એ અદ્ભુત દર્શન……

10526150_274516766069836_9192048306997770299_n

10409408_274517599403086_7135342247656914305_n

સભામાં ગોઠવાયા ત્યારે- પુ.શુક્મુની સ્વામી ના કંઠે- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું કીર્તન “પ્યારું પ્રમુખ સ્વામી નામ……” પૂરું થયું હતું અને સભામાં- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થઇ રહ્યું હતું. સમૂહ ગાન – નો એક એક શ્લોક- અને શબ્દ- અગાધ છે…….જો સમજાઈ જાય- અને જીવાઈ જવાય- તો શ્રીજી ની પ્રાપ્તિ અને પ્રતીતિ પાકી…!

ત્યારબાદ- પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા- અને વિદ્વાન સંત ના મુખે- ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- પંચાળા -૫ ના વચનામૃત પર રસપ્રદ -બળવત્તર પ્રવચન થયું. જોઈએ અમુક અંશ…….

 • સમગ્ર વચનામૃત માં- શ્રીજી એ “માની” ને નિમ્ન ગણ્યો છે……પણ આ વચનામૃત માં સ્વયમ શ્રીજી એ ” માન” રાખવા ની આજ્ઞા કરી છે……પણ ક્યાં? એ ના ઉત્તર માટે- એ વચનામૃત વાંચવું પડે……
 • ભગવાન , ભગવાન ના સંત અને ભક્ત- ના વિષે કોઈ ઘસાતું બોલે તો- સાંભળી ન લેવું……પણ તીખા શબ્દો નો પ્રયોગ કરી – માન રાખી ને- પણ -ભગવાન-સંત અને ભક્ત નો પક્ષ રાખવો………”રે શિર સાટે નટવર ને વરીએ….” ની જેમ……!
 • પક્ષ માટે- માથું પડે તો એ પીછે હઠ ન કરવી…..એમાં જ ભગવાન રાજી છે…..
 • પણ સત્સંગ માં- માન- અભિમાન-શ્રીજી ને સ્વીકાર્ય નથી જ……ભક્ત ના માન નું ખંડન થાય- એવું જ શ્રીજી કરે છે….પુ.મહંત સ્વામી કહે છે એમ- આપણે ભગવાન આગળ – લૌકિક સુખો ની માંગણી કરીએ છીએ- પણ સત્સંગ માં “માન ક્યાં મળે છે” એમ શોધતા ફરીએ છીએ…..
 • ભગવાન ની માપ પટ્ટી- અલગ છે………તમે ગમે તેટલું દાન કરો- નિયમ ધરમનું પાલન કરો – તપ કરો કે વ્રત કરો…..પણ અંતર શુદ્ધ ન હોય તો- શ્રીજી એને સત્સંગ માં મોટેરો ગણતા નથી……જયરે પર્વતભાઈ જેવા સાવ ગરીબ પણ અંતર ના શુદ્ધ ભક્ત ને મુક્તાનંદ સ્વામી જેવા મુક્ત ગણ્યા છે…..
 • ગઢડા મધ્ય ૬૦- ૬૧ પ્રમાણે- પોતાના ગુરુ-સત્સંગી અને ભગવાન ( ઇષ્ટદેવ) નો હમેંશા પક્ષ રાખવો…….શ્રીજી એ પક્ષ રાખનાર પર રાજી રહે છે…..
 • પોતાના સગા-વ્હાલા માં જેવું હેત છે- એવું ભગવાન અને ભગવાન ના સંત માં રાખે- તો પોતાને આત્મ સત્તા રૂપ મનાય- અને પક્ષ નું બળ મજબુત બને……અને જીવ નું કલ્યાણ થાય…….
 • ભગવાન, સંત અને ભક્ત- નો પક્ષ રાખે- એને તો બ્રહ્મ હત્યા ના પાપ માં થી મુક્તિ મળે……..બીજા બધા સાધન- આ એક પક્ષ માં આવી જાય……અને જે પક્ષ ન રાખે- એ કાયર છે…..એમ શ્રીજી કહે છે…..
 • આપણે- પક્ષ નથી રાખી શકતા કારણ કે- આપણા ઇષ્ટદેવ-સત્પુરુષ અને સત્સંગ વિષે- આપણો અભ્યાસ ઓછો છે……ઈસ્વીસન ની ૧૮૨૩ ની એશિયાટીક જર્નલ કહે છે કે- ભગવાન શ્રી સ્વામિનારાયણ જો ગુજરાત માં ન વિચર્યા હોત તો- ગુજરાત નો સામાજિક વિકાસ ન થયો હોત…….એવું એમનું માહાત્મ્ય ઇતિહાસ કહે છે…..આમ ઇતિહાસ – ની સાક્ષી એ માહાત્મ્ય જાણવું- અને નિષ્ઠા દ્રઢ કરવી- પક્ષ નું અંગ મજબુત કરવું.
 • આપણ ને મળેલો- સત્સંગ-સત્પુરુષ અને શ્રીજી- સર્વોપરી છે……એ અનુભવ ને આધારે- છાતી ઠોકી ને કહી શકો છો……..પ્રગટ પુરાવા નજર સમક્ષ છે……
 • માટે- સત્સંગ માં તો- નિયમ,નિશ્ચય અને પક્ષ- એ જ સર્વોપરી- અને પક્ષ રાખે એ જ સાચો સત્સંગી……..

અદ્ભુત……અદ્ભુત………! એટલા  માટે જ જેમ બને તેટલો- વધારે અભ્યાસ કરતા રહો- સંશોધન કરો- સંતો- શાસ્ત્રો ના સંપર્ક માં અખંડ રહો- તો સમજાય કે આપણ ને જે મળ્યું છે- તે કેવું છે? પુ.ઈશ્વરચરણ  સ્વામી એ પણ આ વાત ને આગળ ધપાવી- અને સત્સંગ ની -પક્ષ ની સર્વોપરિતા ની વાત કરી……….એમણે કહ્યું કે- ગુરુ ની આજ્ઞા પળાય……..એમની દરેક ક્રિયા માં નિર્દોષ ભાવ રહે- તો સમજવું- કે હવે આપણે આત્મ સત્તા રૂપ થયા છીએ……..અને પક્ષ નું અંગ દ્રઢ થયું છે….

એ પહેલા- સારંગપુર મહાતીર્થ સ્થાને બિરાજમાન- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની વિચરણ લીલા ઓ નો વિડીયો રજુ થયો……..બાપા ના મુખ પર તેજ અને તરવરાટ જ એ વાત નું દ્યોતક છે કે- સાધુતા…દિવ્યતા…..શ્રીજી નું પ્રગટ પ્રમાણ અહી જ છે…….અહી જ છે…..! વળી- “વડતાલ ગામ ફૂલવાડી રે …” વિડીયો સાથે- સમગ્ર સભા ઝૂમી ઉઠી………

ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાતો થઇ…….

 • આવતા રવિવાર- ૨૭/૭ થી શ્રાવણ માસ ની શુભ શરૂઆત થઇ રહી છે……અને એજ દિવસ થી સંત ના મુખે પારાયણ પણ….! વિસ્તાર-વિસ્તાર પ્રમાણે અલગ અલગ- સંત અને સમય છે…….
 • પુ.ડોક્ટર સ્વામી સ્વયમ- શાહીબાગ મંદિરે- તા-૭/૮ થી ૧૪/૮- એમ સતત ૮ દિવસ- પ્રાતઃસભા માં સત્સંગ પ્રવચન નો લાભ આપવા ના છે…….આનંદો..અમદવાદીઓ…..આનંદો…!
 • ૨૭/૭ ના રોજ- બાલિકા મંડળ ની પારાયણ ની પણ શરૂઆત થઇ રહી છે……સ્થળ – શાહીબાગ મંદિર- સમય- ૧૨ થી ૪
 • સિધ્ધાંત પોથી- ભરાઈ ગયા બાદ ક્યાં જમા કરાવવી?- તો એની જાહેરાત અમુક સમય બાદ કરવા માં આવશે- ત્યાં સુધી એને પોતાની પાસે જ સાચવી ને રાખવી……
 • આવતીકાલે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને અન્ય બે સંતો- અમેરિકા જઈ રહ્યા છે……..અક્ષરધામ ના નુતન મંદિર ની પ્રતિષ્ઠા નિમિત્તે

તો- આજની સભા- સત્સંગ- માં- સમજણ-વિવેક અને પક્ષ ની હતી……..યાદ રાખવું- “જે ભગવાન નો પક્ષ રાખે……એનો પક્ષ ભગવાન હમેંશા રાખે છે……”

ચાલો ત્યારે સત્સંગ માં- આ સાધનો દ્રઢ કરી રાખજો…….જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

રે શિર સાટે નટવરને વરીએ…….

……આજે રવિસભા ન હતી- કારણ કે આજે સવારે જ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે-ડાબરા અથવા દાબડા ઉત્સવ હતો…….અને સભા ત્યાંજ હતી…..પણ હું કણભા( પૂ.ધ્યાની સ્વામી નું કણભા…પ્રસાદી નું ગામ છે……) હતો……અને ત્યાં પરિવાર સાથે જ -ઘરે જ શાકોત્સવ કરવામાં આવ્યો…રીંગણ નું શાક,મકાઈ ના રોટલા, દહીં, કાઠીયાવાડી કઢી અને આથેલા મરચા……….ઠાકોરજી પણ ખુશ….હરિ પણ ખુશ અને હરિ ના બાપા યે ..મા યે  ખુશ…..! સાંજે- કણભા ગુરુકુળ ખાતે ‘શ્રી સત્સંગિજીવન” નો સમૈયો હતો- પૂ.સ્વામી ના દર્શન થયા…..એમનાં વિષે ઘણું સાંભળ્યું હતું અને વિશ્વાસ છે કે- શ્રીજી ના સંતો હમેંશા દિવ્ય જ રહેવા ના…..!

પૂ.અક્ષર વત્સલ સ્વામી એક અદભૂત અવાજ ના માલિક છે……એક અદભૂત વક્તા છે અને એક ઉત્તમ લેખક પણ છે. આજે કબાટો ફેદતા- એક અદભૂત સત્ય ઘટના-માત્ર પાત્રો ના નામ- બદલ્યા છે- વાંચવા મળી…….જેના લેખક- પૂ.અક્ષર વત્સલ સ્વામી છે. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે- કેવા ઉચ્ચ નિષ્ઠા વાળા- ચારિત્ર્ય વાન ભક્તો તૈયાર કર્યાં છે…….એ આ પ્રસંગ થી જાણવા મળે છે…….જો કે આવા અનેક પ્રસંગો હશે……..અને આથી જ મને- આવા ગુરુ…આવા સંપ્રદાય અને આવા સર્વોપરી ઇષ્ટદેવ ના ભક્ત હોવા પર ગર્વ થાય છે……જોઈએ એ પ્રસંગ…….

———————————————————-

‘હજુ કહું છું, માની જાવ. આ ગામમાં કોઈની માએ એવી સવાશેર સૂંઠ ખાધી નથી કે જે મારી સામે પડવાની હિંમત કરે, સમજ્યો ? ધનોતપનોત નીકળી જશે…’
‘પણ બાપજી ! અમે ક્યાં તમારી સામે પડ્યા છીએ ? અમે તો અમારી રીતે ભજન-ભક્તિ કરીએ છીએ…’
‘તે એ સામે જ પડ્યા ને ! આ ગામમાં બધાએ મારો દોરો બાંધ્યો છે ને એક તેં જ કેમ નહીં ?’
‘મેં તો મારા ગુરુ પ્રમુખસ્વામી અને યોગીજી મહારાજ પાસે સ્વામિનારાયણી કંઠી બાંધી છે. એટલે એમની ઉપાસના કરું છું. તે બરાબર છે…’
‘તેં એની કંઠી બાંધી એટલે જાણે દાદો થઈ ગયો એમ ? તને મારી શક્તિનો પરચો મળ્યો નથી એટલે તું વધારે ફાટ્યો છે ને ! બોલ જોવું છે કે ઝૂકવું છે ?’
‘પણ આમાં જોવાનો કે ઝૂકવાનો સવાલ જ ક્યાં છે ! આ તો સૌની પોતપોતાની શ્રદ્ધાની વાત છે…’
‘એટલે તને મારામાં શ્રદ્ધા નથી એમ ને ! તો હવે જોઈ લેજે. તારા સ્વામીને કહી દેજે, તાકાત હોય તો તને ઉગારે…’
‘એમ તમે ધમકી આપતા હો તો પછી તમતમારે જે થાય તે કરી લેજો. મારી ઉપર હજાર હાથવાળો બેઠો છે. એની મરજી વિના સૂકું પાંદડુંય હલતું નથી… સમજ્યા…!’
‘સૂકું પાંદડુ શું ! આખા જગતને હલાવી દઈશ તને ઝુકાવવા, જા ! પાંચ વરસમાં તને ભીખ માગતો ન કરી દઉં તો મારું નામ…’
એ વાક્ય પૂરું સંભળાય એ પહેલાં તો વિનુભાઈ ઊભા થઈને ચાલવા માંડ્યા અને પીરની જગ્યાનાં પગથિયાં ઊતરી ગયા. જગ્યાનો મહંત ખેમજી ભૂવો ડોળા ફાડીને બબડતો રહ્યો.
ગામમાં ભારે ગોકીરો થઈ ગયો. હાહાકાર મચી ગયો. ચોરે ને ઓટલે ચર્ચાનો પવન ઊપડ્યો : ‘બહુ ભારે કરી વિનુભાઈએ. ખેમજી બાપજીની સામે થવાતું હશે ?! આ બધા મરવાના ધંધા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ…’
ખેમજી ભૂવો એટલે આ રામપુર ગામનો તારણહાર અને રક્ષણહાર ! ગામમાં કોઈને પણ કાંઈ પણ મુશ્કેલી આવે કે તરત દોડે ખેમજી બાપજી પાસે, તાવીજ ને દોરો બંધાવી આવે, પીરને પગે લાગી આવે, બાપજીનાં ચરણોમાં ભેટ મૂકી આવે. બાપજી જે માગે એ ધરી દઈએ એટલે પત્યું. આપણાં બધાં જ વિઘ્નો દૂર થઈ જ જાય ! ગામના નાનામાં નાના ટેણિયાનેય એવો વિશ્વાસ !
એકલું રામપુર ગામ જ નહીં, આજુ બાજુ ના આખા પંથકમાં ખેમજી બાપજીનું એવું મોટું નામ ! સૌ એનાથી ધ્રૂજે. ભારેખમ અને પરસેવાથી ગંધાતો કાળો દેહ, મોટી ફાંદ, ફૂલી ગયેલું પહોળું નાક, માથે ભૂખરી પડી ગયેલી મોટી જટા, રાજાપરી લીંબુ લટકે એવી મોટી, ધૂણી ચઢેલી મૂછો, કાયમ લાલઘૂમ રહેતી મોટી પહોળી આંખો, કપાળ પર સિંદૂરની આડ્ય, કાનમાં લટકતાં ચાંદીના મેલાં કુંડળો, ગળામાં લાંબી મોટા મણકાની માળા, ભુજા પર અને ગળામાં ચાંદીનાં તાવીજવાળા લટકતા કાળા દોરાઓ… કેડ્યે ચાંદીની ગૂંથેલી સાંકળો… અને ચલમ-ગાંજાની ધૂમ્રસેરો વચ્ચે એનો વસવાટ… એના આવા વેશ કેશ, ગામનાં સૌને માટે ‘દિવ્ય વ્યક્તિત્વ’ના પ્રતીક સમાન હતાં. એ જે કરે ને જે કહે તે ઠીક જ હોય.
ગામના બે-પાંચ મોવડીઓને લાગ્યું કે આવા બાપજીની સામે પડીને વિનુભાઈએ આ ઠીક નથી કર્યું. વિનુભાઈ માટે બધાને લાગણી, એટલે સૌને થયું કે ચાલો એમને સમજાવીને પાછા વાળીએ.
વિનુભાઈના ઘરે ટોળું ગયું.
‘વિનુભાઈ ! હાથે કરીને શું કામ ઉપાધિ ઊભી કરો છો ? તમારે પૈસે ટકે ક્યાં ખોટ છે ? મોટર-બંગલા-સ્કૂટર ફેકટરી આટલું બધું છે તો પછી આ બાપજી જે માગે તે ભેટમાં આપી દ્યો, દોરો બાંધી લ્યો, બાપજી ડબ્બલ પાછું વાળી આપશે… બાપજી કોઈનો પાડ રાખતા નથી…’
‘પણ મારે ક્યાં કોઈ સવાલ છે ! હું એક ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખસ્વામીમાં શ્રદ્ધા ધરાવું છું, એમાં હું એમને નડતો હોય એવું એમને લાગે છે… બાકી મારે કાંઈ નથી… હું મારી શ્રદ્ધા નહીં છોડું…’
‘એમ નહીં ! તમે સમજ્યા નહીં ! તમે સ્વામિનારાયણની કંઠી ભલે બાંધી, પણ ઉપર એમનો દોરોય રાખો ને ભેગી બાપજીની કૃપા લઈ લ્યો ને ! એમાં તમને વાંધો ક્યાં છે ? બાકી એક વખત બાપજીનું ત્રીજુ _ લોચન ખૂલ્યું પછી ખલાસ ! અને એની કૃપા થઈ જાય તો ન્યાલ થઈ જવાય…’
ઘણી ચર્ચા ચાલી. બહુ દલીલો થઈ. પણ છવટે બધાને લાગ્યું કે વિનુભાઈ વટનો કટકો છે. એમનેમ નહીં માને. બરાબર પછડાશે પછી આવશે, વાંકા વળીને આવશે.
વિનુભાઈને ગામમાં મોટું ઘર અને ૧૦૦ વીઘાની લીલી છમ વાડી તો હતાં જ, પણ રહેવાનું બાજુ ના શહેરમાં હતું. મોટો બંગલો, ગાડી, નોકર, ચાકર બધી રીતે ત્યાંય સુખી. શહેરમાં પોતાને ધમધોકાર ચાલતી ટિન ફેકટરી, કાપડનો ધીકતો વેપાર અને બીજા નાના મોટા વેપાર પણ ખરા. એ બધામાં વિનુભાઈ એટલા બધા વ્યસ્ત રહેતા કે વતનના ગામડે-રામપુર મહિનામાં એકાદ વખત માંડ જાય.
મહિના પછી બીજી વખત ગામડે ગયા ત્યારે ખમજી બાપજીએ કોઈના દ્વારા વિનુભાઈને કહેવડાવ્યું કે ‘હજુ તક છે ઊગરવાની. નહીંતર પાંચ વરસમાં જોઈ લેજો.’ પણ વિનુભાઈને એની કાંઈ પરવા નહોતી.
બે-ચાર મહિનાઓ પછી એક સાંજે વિનુભાઈ ફેકટરીએથી ઘરે પહોંચ્યા. ત્યાં ફેકટરીએથી સુપરવાઈઝરનો ફોન આવ્યો કે ‘મશીનો આપોઆપ બંધ પડી ગયાં છે. ઈલેક્ટ્રિક કરંટ બરાબર આવે છે, પણ કોણ જાણે કેમ ! મશીનો ચાલતાં નથી !’ ટેક્‌નિશિયનને લઈને વિનુભાઈનો જ્યેષ્ઠ પુત્ર શ્યામ તાત્કાલિક ફેકટરીએ પહોંચ્યો. એ સાંજે ક્યાંય ખામી પકડાઈ નહીં, પરંતુ બીજે દિવસે સવારે આપોઆપ મશીન ચાલુ થઈ ગયાં !
ત્યાર પછી તો આવું અવારનવાર બનવા લાગ્યું. કારણ અગમ્ય હતું. દિવસે દિવસે ઉત્પાદન પર એની અસર થવા લાગી. ઉત્પાદનની ક્ષમતા ઘટવા લાગી. બીજી તરફ તેમને મળેલા કેટલાક મોટા મોટા કોન્ટ્રેક્ટ પણ આશ્ચર્ય સર્જાય એ રીતે કેન્સલ થવા લાગ્યા. કાપડની દુકાનમાં પણ ધીમે ધીમે ખોટ આવવા લાગી. ઉઘરાણીઓની કેટલીય મોટી મોટી રકમો જાણે માંડી વાળવાની જ હોય એવું લાગવા માંડ્યું. ખેતીની ઊપજ પણ ૠુતુએ ૠતુએ ઘટવા માંડી. અને ધીમે ધીમે પાંચ જ વરસમાં એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે જ્યારે વિનુભાઈ કોઈ ફેક્ટરીના કે વેપાર ધંધાના માલિક નહોતા રહ્યા. પરંતુ એક મોટા દેવાદાર હતા ! બંગલા-મોટરની સુખ સાહ્યબી તો જાણે વીતી ગયેલું સપનું બની ગઈ.
દરમ્યાન એવું બન્યું કે પોતાની ખેતી સંભાળતા નાનાભાઈ ચીમનલાલને, ખેમજી બાપજીના ‘આશીર્વાદ અને તેમની માનતા’ના પ્રતાપે ઘણા વર્ષે પુત્રપ્રાપ્તિ થઈ ! અને પછી તો એય બાપજીનો પૂરો ભક્ત બની ગયો ! એણે વિનુભાઈને કહી મોકલ્યું કે ‘બાપજીના આશ્રિત થશો તો મારી સાથે વહેવાર રહેશે અને તો જ ખેતીની ઊપજમાં ભાગ મળશે. નહીંતર રામ રામ…’
આ સમાચાર લાવનાર બાપજીના ‘દૂતે’ સાથે સાથે વિનુભાઈને એ પણ કહ્યું : ‘વિનુભાઈ ! આપણા ગામના પેલા ધના વાણિયાને બાપજીએ કરોડપતિ બનાવી દીધો ઈ તમે ન જોયું ? અને બબાભાઈને આવડી ઉંમરે દીકરો થ્યો ઈ ય પરચો જ છે ને ! ઓલા શના વાઘરીનેય આ બાપજીએ બે બંગલાનો ધણી બનાવી દીધો…. તો હવે તમેય ન્યાલ થઈ જાવને ! શું કામ ખાલી ખોટા હેરાન થાવ છો ? તમારા હગા ભાઈને જ પૂછી જુ ઓ ને ! બાપજીએ તો ત્યાં લગી કીધું છે કે જ્યાં ઈ મોટર લઈને આવતો ઈ જ ગામમાં એને ઘરે ઘરે લોટ માગતો લોટિયો ન કરી દઉં તો મને કહેજો !’
વિનુભાઈ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા : ‘ભઈ લોટ તો અમારા ભગવાન સ્વામિનારાયણે ય માંગેલો, તો અમે માંગીએ એમાં વળી નાનપ શાની ? અને મારા અન્ન-વસ્ત્રની ચિંતા એમણે રામાનંદ સ્વામી પાસે મારા જન્મ પહેલાં માગી લીધી છે, તો હવે હું શું કામ ચિંતા કરું ?’
ત્યાર પછી પણ આર્થિક રીતે અને શારીરિક રીતે દિવસે દિવસે ફટકા ખાઈને દુર્બળ થતા જતા વિનુભાઈ ઉપર, આ પાંચ વરસ દરમ્યાન રામપુરથી અવાર નવાર ખેમજી બાપજીનાં કહેણ પણ આવતાં હતાં કે કેમ છે ? હજુ કાંઈ વિચાર બદલાય છે ? પાછા વળવું છે કે વધુ જોવું છે ?’
પણ વિનુભાઈનો કાયમી એક જ જવાબ હતો : ‘ભગવાન સ્વામિનારાયણની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. જોવા જેવા તો એ જ છે અને એમને જ જોઉં છું…’
માથે ચઢી ગયેલું દેવું ભરપાઈ કરવા માટે છેલ્લી મૂડી રૂપ બંગલો વેચવાનો વારો આવ્યો ત્યારે તો ઘરમાં બધાની ધીરજનો અંત આવી ગયો હતો. વિનુભાઈ અને જ્યેષ્ઠ પુત્ર શ્યામ વચ્ચે પણ ઉગ્ર ચર્ચા જામી ગઈ :
‘પપ્પા, આપણે એનો દોરો બાંધી લઈએ ને એની બાધા લઈએ એમાં આપણી ટેક ક્યાં ડગી જવાની છે ? તમે મનથી એને ન માનતા, ઉપર ઉપરથી કહેવા ખાતર તો બાપજીને પગે લાગી આવીએ ! આપણને શી ખોટ જવાની છે ?’
‘શ્યામ ! આ માથું એક ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખસ્વામીને ઝૂક્યું છે એ બીજે ક્યાંય નહીં ઝૂકે ! અને એમ આપણે ડરી જઈએ તો આપણે આપણા ઇષ્ટદેવનો મહિમા શું સમજ્યા છીએ? અનંતકોટિ બ્રહ્માંડમાં માત્ર એમનું જ ધાર્યું થાય છે. એક સામાન્ય ભૂવામાં તને વિશ્વાસ આવતો હોય તો પછી આવા સર્વોપરી પરમાત્મામાં કેમ નથી આવતો ?’
‘પણ આવા ભગવાન કેવા ? દુઃખી દુઃખી થઈ ગયા!’
વિનુભાઈનાં ધર્મપત્નીમાં પણ શ્રદ્ધા જ્યોતનું દિવેલ જાણે ખૂટ્યું હતું.
‘એમ ઢીલા પડ્યે કાંઈ ન વળે. દાસના દુશ્મન હરિ કેદિ હોય નહીં… ભગવાન આપણા દુશ્મન નથી. એ જે કરે છે તેમાં આપણું ભલું જ છે.’
‘પણ તમે પ્રમુખસ્વામી બાપાને વાત તો કરો કે આપણા માથે આવી પસ્તાળ પડી છે ! તમે તો એમનાય આશીર્વાદ લેવા જતા નથી ને ખેમજી બાપજીનેય ઝૂકતા નથી… તમારે ન જવું હોય તો પછી…’ ‘જુ ઓ, ભગવાન અને સ્વામીબાપા અંતર્યામી છે. એમને આપણા તમામ વ્યવાહરની ખબર જ છે. એમને શું કહેવાનું ? કાં તો તેઓ આપણી કસોટી કરતા હોય ને કાં તો આપણું શૂળીનું દુઃખ કાંટે ય કાઢતા હોય ! આપણને શી ખબર પડે ! આપણે બધી રીતે રાજી રહેવું. વચનામૃત ખોલો. તે દિવસે ડા”ક્ટર સ્વામીએ સભામાં સમજાવ્યું’તું એ વચનામૃત કાઢો. ગઢડા પ્રથમનું ૬૧મું વચનામૃત ! મહારાજે કેવી અદ્‌ભુત વાત કરી છે : ‘ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ્ય થઈ જશે. શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ્ય થશે અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે,’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.’ જુ ઓ આ શ્રીજીમહારાજના શબ્દો છે. મારા નથી…’
પિતાની આવી અદ્‌ભુત સમજણથી પુત્ર અવાક્‌ થઈ ગયો. પણ તોય સાવ હાથે પગે થઈ ગયાનું દુઃખ જીરવી ન શકાયું. એટલે મંદિરે જઈને સંતો સમક્ષ રડી પડ્યો : ‘સ્વામી ! તમે મારા પપ્પાને સમજાવો.’
દર રવિવારે ખુમારીભેર નિયમિત સભામાં આવતા વિનુભાઈના મોં પરથી આજ સુધી કોઈને અણસાર પણ નહોતો આવ્યો કે વિનુભાઈ કેટકેટલા પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા હતા ! એ મૂક સેવકે કદીય પોતાના પ્રશ્નો માટે કોઈનીય આગળ મુખ ખોલ્યું જ નહોતું !
સંતોએ બહુ પૂછ્યું ત્યારે વિનુભાઈએ ખુલ્લા દિલે બધી વાત કરી. પરંતુ એમના મોં પર ચિંતાની આછી લકીર પણ દેખાતી ન હતી. ઊલટું, ત્યાં તો નિષ્ઠા અને શ્રદ્ધાના અડગ ધવલ હિમાલયની દિવ્ય કાંતિ લહેરાતી હતી.
સંતોના આગ્રહથી વિનુભાઈ પ્રમુખસ્વામી મહારાજને પરિસ્થિતિની વિગતનો પત્ર લખવા તૈયાર થયા. જોકે એ ય એમણે જાતે ન જ લખ્યો. એમના વતી સંતોએ અને પુત્રે પત્ર લખ્યો. પ્રમુખસ્વામી મહારાજ એ વખતે વિદેશમાં હતા. એમનો તાબડતોબ સાત પાનાનો પ્રત્યુત્તર આવ્યો. પણ એમાં શબ્દે શબ્દે વિનુભાઈની નિષ્ઠા પર ધન્યવાદની વર્ષા થઈ હતી. સ્વામીશ્રીએ એમની નિષ્ઠાને બિરદાવીને ધીરજનું ભાથું બંધાવતાં લખ્યું હતું કે…
‘પૂર્વના પ્રારબ્ધ મુજબ થાય છે એટલે દુનિયામાં ચડતીપડતી આવે છે. તેમાં આપણને આવા માણસો વહેમ નાંખે એટલે આપણને એમ થાય કે તેના કારણે તેમ થતું હશે. પણ સર્વકર્તા શ્રીજીમહારાજ છે તેના સિવાય કોઈથી કાંઈ થઈ શકતું નથી.
શ્રીજીમહારાજ સાક્ષાત્‌ બિરાજતા તેમ છતાં દાદાખાચરને કેટલાં બધાં દુઃખ અને ઉપાધિ આવેલાં. એક વખત તો ઘરમાં ખાવાના દાણા પણ નહીં. ખળામાંથી દાણા તણાઈ ગયા અને બીજી વખત ખળામાંથી ભાવનગર દરબાર તૈયાર દાણા લેવા ન દે તેવી પરિસ્થિતિ થઈ હતી. ગરાસ બધો સરકારે જપ્ત કર્યો. આવી ઘણી ઉપાધિ અને મુશ્કેલી અને કુટુંબમાં સમાજમાં તેઓને દુઃખી કરવાના અનેક પ્રયત્નો હંમેશા થતા. તોપણ મહારાજનો આશરો મૂક્યો નથી. અને બીજાને આશરે ગયા નથી. ને બધાં દુઃખોને ઉપરથી હસતે મોઢે સહન કરેલ છે. અને બીજા પણ ઘણા ભક્તોના પ્રસંગોમાં આવા પ્રસંગો થયા છે તોપણ સહન કર્યા છે. કારણ કે આ પણ કસોટી મહારાજ પોતે આપણી ધીરજ જોવા માટે કરે છે. હવે તેમાં જો ડગી જવાય તો મહારાજનું કર્તાપણું જાય.
આગળના પરોક્ષ ભક્તોમાં પણ મહાન મુશ્કેલીઓ અને દુઃખો આવેલ છે. હરિશ્ચંદ્ર રાજાનું પણ રાજપાટ ગયું અને હાથેપગે થયાની વાત છે, પરંતુ તેમ છતાં તેમણે સત્ય મૂકેલ નહીં. માટે મહારાજ કર્તા છે. આપની કસોટી છે. અને કદાચ પ્રારબ્ધનું હોય તો ભોગવવાનું રહે છે.
આપણને શૂળીએ ચઢાવ્યા હોય તો પણ મહારાજ સિવાય કોઈ રક્ષાનો કરનાર નથી અને તેઓની ઇચ્છાથી સુખ જ છે તેમ માની રાજી રહેવું, પણ મહારાજ સિવાય બીજાનો આશરો કે બીજા દુઃખ મટાડનાર છે તેમ માનવું નહીં. માટે આપણે તેનું (ખેમજી ભૂવાનું) ખરાબ બોલવું નથી અને તેની સાથે બગાડવું પણ નથી. આપણે મહારાજનો આશરો છે તે દૃઢ રાખી ભજન કરવું અને જે દુઃખ ઉપાધિ આવેલ છે તે સહન કરવું છે. લોકમાં લાજ આબરૂ પણ જાય અને વહેવારમાં દુઃખ, ધંધામાં દુઃખ, મુશ્કેલીઓ રાજકીય, સામાજિક, કૌટુંબિક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ રાખીને ભજન મહારાજનું કરવું. પ્રારબ્ધનું છે, મહારાજની ઇચ્છા હશે તેમ માની રાજી રહેવું.’
આ પત્ર વાંચતાં જ વિનુભાઈ ગદ્‌ગદિત થઈ ગયા : ‘અરે સ્વામી ! મારા જેવા સામાન્ય માણસ માટે આટલી બધી તસ્દી લીધી !’
ત્યાર પછી તો ટૂંકાગાળામાં સ્વામીશ્રી ભારત પધાર્યા. વિદેશયાત્રાએથી પધાર્યા બાદ બીજે જ દિવસે અમદાવાદ પધાર્યા અને અમદાવાદમાં એમનું સૌથી પહેલું કામ વિનુભાઈને મળવાનું હતું.
ભક્તોની ભીડ વચ્ચે પણ સ્વામીશ્રીની આંખોએ વિનુભાઈને તરત જ શોધી લીધા. એમને નજીક બોલાવ્યા અને ત્યાર પછી તો એમની સાથે અર્ધો કલાક એકાંતમાં બિરાજ્યા. એ અર્ધો કલાક દરમ્યાન વિનુભાઈને લાગ્યું કે વાત્સલ્યસભર પિતાના ખોળે રમતું નાનું શિશુ પોતાના અન્ન-વસ્ત્ર માટે જેટલું નિશ્ચિંત હોય છે એટલા નિશ્ચિંત પોતે થઈ રહ્યા છે. ભવોભવના યોગ અને ક્ષેમનો બોજ ઉપાડનાર સ્વયં વિશ્વંભરના ખોળે બેઠાનો રોમાંચ એમને પળે પળે હર્ષાશ્રુ લાવી દેતો હતો. ‘કાયમ ભેગા ફરનારા એક વખતના મિત્રો, સગાંસંબંધીઓ, ભાઈ-ભગિનીઓ આજે દૂર ઊભાં ઊભાં સુફિયાણી વાતો કરતાં હાથતાળી દઈ રહ્યાં હતાં. જ્યારે આ વિરક્ત મહાપુરુષ મને ભીડ વચ્ચેથી શોધીને મારો હાથ ઝાલી રહ્યા છે.’ એ વિચારતાં વિનુભાઈ ગળગળા થઈ ગયા. સુરદાસનું ભજન એમને યાદ આવી ગયું. ‘તુમ બીન કોન સગો હરિ મેરો…’
સ્વામીશ્રીનાં કરુણાસભર નેત્રોમાંથી ટપકતું વાત્સલ્ય પી રહેલા વિનુભાઈ અર્ધા કલાકને અંતે ઊભા થયા ત્યારે આંખોમાં ડોકાઈ રહેલો આભારનો અને કૃતકૃત્યતાનો ભાવ આંસુ બની છલકાઈ રહ્યો હતો.
સ્વામીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે વિનુભાઈ પુનઃ શ્રદ્ધા અને ધૈર્યની કેડીએ આગળ ધપતા રહ્યા. અને બે જ વર્ષમાં વિનુભાઈનો ઢળી ગયેલો સૂરજ જાણે ફરીથી આકાશે ચઢવા લાગ્યો. એમના મરી પરવારેલા વેપાર ધંધામાં જાણે ફરીથી ચેતન રેડાવા માંડ્યું. ધીમે ધીમે અદૃશ્ય થયેલાં માન-મોભા ફરીથી દૃશ્યમાન થવા લાગ્યાં.
વિનુભાઈના એક મિત્રે એમને એક દિવસ કહ્યું : ‘વિનુભાઈ, તમારી શ્રદ્ધા અને તમારા ગુરુહરિ – બેય ને ધન્યવાદ છે ! આ એક ચમત્કાર જ કહેવાય કે તમારું ખોવાયેલું બધું પાછું મળવા માંડ્યું…’
વિનુભાઈ હસી પડ્યા. એમણે કહ્યું : ‘બધો એમનો જ પ્રતાપ છે અને અમારા સત્સંગની વાત જ નોંખી છે. અમારી સભામાં સંતો કીર્તન ગાય છે –
‘તન ધન જાતાં
હરિજન હોય ને હરિભક્તથી નવ ચળે…’
આ તો ઠીક છે કે ભગવાનની ઇચ્છાથી પાછું મળતું થયું. બાકી ક્યારેક ન પણ મળે ! પણ મૂળ તો એમની ભક્તિ અખંડ થાય એ જ મહત્ત્વનું છે. એમાં જ જિંદગી સાર્થક છે. અને એમાં જે સુખ છે એની આગળ આ બધાં સુખ-દુઃખની શી વિસાત છે !
હું તો કાયમ મહારાજ પાસે એ જ માગું છું કે તમારી ભક્તિમાંથી ક્યારેય ન ડગાય એવું આપજો… મને એક ભજન બહુ ગમે છે…….

13_07_21_042f
‘રે શીર સાટે નટવરને વરીએ,
રે પાછા તે પગલાં નવ ભરીએ…’

—————————————
(એક સત્ય ઘટનાના આધારે અમુક સંવાદો સિવાય પરમ પૂજ્ય સ્વામીશ્રીના પત્રલેખનના શબ્દો સહિત બધું જ વાસ્તવિક ઘટનાનો એક ભાગ છે.)

 

એક સવાલ- શું આપણા મા આવી નિષ્ઠા છે?…….આપણ ને આવો સત્સંગ ચડ્યો છે???????

જય સ્વામિનારાયણ
રાજ


Leave a comment

BAPS રવિસભા-તા ૧૧/૦૮/૨૦૧૩

“..અને વળી આ પાંચ વાર્તા નું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં

 • એક તો એમ જે , આપણે અ દેહ ને મૂકી ને જરૂર મારી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે ” આ ઘડી , આ ક્ષણ માં આપણે મરવું છે ” ને સુખ દુખ , રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયા માં એવી રીતે વર્તે છે , એવો વૈરાગ્ય કહ્યો…
 • અને બીજું એમ જે , આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે .
 • અને ત્રીજું એમ જે ,અમારા મન માં પંચવિષય ની વાસના ટળી ગઈ છે….કે નથી ટળી? અને એમ જાણું છું જે , ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષય ની જે  ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય? એમ અણવિશ્વાસ નું નિરંતર અનુસંધાન રહે છે
 • અને ચોથું એમ જે , મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વ છે તેને પંચવિષય ની વાસના ટળી ગઈ છે કે નહિ? અને આની વાસના ટળી છે ને આને આની નથી ટળી , એમ સર્વે ના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે .
 • અને પાંચમું એમ જે , જો હું મારા મન ને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય…માટે એમ જાણીએ છીએ જે..”મન ને ઉદાસી ન કરવું” . કેમ જે , ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ , પરમહંસ રાજીપે બેઠા ભગવદ ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવદ ભક્તિ ને કરતા દેખી ને મનમાં બહુ રાજીપો થાય છે જે …..મારી તો સર્વે ને જવું છે પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યા નો મોટો લાભ છે , એમ નિરંતર અનુસંધાન રહે છે “

————- પૂર્ણ પુરુષોત્તમ સ્વામીનારાયણ ભગવાન- વચનામૃતમ-ગઢડા અંત્ય-૩૦————–

રવિસભા ની આ તો અદ્ભુત વાત છે…….સર્વ જનો ને સમજ માં આવે તેમ – આ બ્રહ્મજ્ઞાન ની ગહન વાતો સહજ લહેકા માં…ઉત્તમ ઉદાહરણો દ્વારા જે રીતે રજુ થાય છે…..એ જોતા લાગી રહ્યું છે કે- જો રવિસભા નિરંતર ભરવામાં આવે તો- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના અક્ષર વચન ની જેમ- આ જીવ જરૂર બ્રહ્મરૂપ થઇ જાશે….!  ” દેહ તો વસ્ત્રો સમાન છે અને જે નિરંતર છે…શાશ્વત છે એ તો આ જીવ છે….” અને આ જીવ જ છે- જે “હું” છું..એમ જો આત્મ સત્તા રૂપ મનાય તો- સ્થિત પ્રગ્ન થવાય અને અક્ષરધામ ને પ્રાપ્ત કરાય….

કમનસીબે- આજે રવિસભામાં સમયસર ન જવાયું , આથી જયારે રવિસભા માં પહોંચ્યો ત્યારે પુ.વિવેક્મુની સ્વામી ના સ્વરે અદ્ભુત હિંડોળા કીર્તન..” હિન્ડોરના મેં હોરે હોરે ઝૂલો મહારાજ……” પૂરું થઇ ચુક્યું હતું અને પુ.અક્ષરવત્સલ સ્વામી દ્વારા “ગઢડા અંત્ય-૩૦” પર આધારિત અદ્ભુત પ્રવચન થઇ રહ્યું હતું…….ઠાકોરજી થાળ આરોગી રહ્યા હતા આથી આરતી ના સમયે જ મારા નાથ ના દર્શન રૂદિયા ને ખોલી ને કરવામાં આવ્યા…….તમે પણ કરો આજ ના દર્શન…..

હિંડોરનામેં હોરે હોરે ઝૂલો મહારાજ....!

હિંડોરનામેં હોરે હોરે ઝૂલો મહારાજ….!

હિંડોળા ના દર્શન કરી ને ધન્ય થઇ જવાયું….ધન્ય આ આંખલડી ને કે- આવા આવા અદભુત દર્શન હમેંશ જોવા મળે છે…..!

પુ.અક્ષરવત્સલ સ્વામી એ પોતાના વચનામૃત ના ગઢડા પ્રકરણ ના અંત્ય-૩૦ “”પાંચ વાર્તા ના અનુસંધાન નું..” પર કથાવાર્તા નો લાભ આપતાં જણાવ્યું કે….

 • આ દેહ નું લક્ષણ જ છે- નાશવંત હોઉં…..બહ્ગ્વાન ખુદ..કે એમના અવતારો કે- મુકતો ની પંક્તિઓ….સર્વ જયારે મનુષ્ય દેહ ધારણ કરે છે- એ કાલાંતરે -મૃત્યુ ને વશ થયા જ છે……પણ જે નાશ પામ્યું છે- તે દેહ છે….આત્મા કદીયે મરતો નથી..અજરામર હોય છે…
 • આજ ના વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે- જે મરે છે એ દેહ છે….અને આત્મા અવિનાશી રહે છે- જે પુનર્જન્મ પણ લે છે. આથી મૃત્યુ પર શોક ન હોય..ભય ન હોય……જે આવવા નું જ હોય તેના થી ભાગવું કે ડરવું શું કામ?
 • ગુણાતીતાનંદ સ્વામી એ- પણ શ્રીહરિ ની સર્વોપરિતા દર્શાવી ને- ગોંડલ ના મહારાજા- સંગ્રામ સિંહ નો- સંસાર નો શોક દુર કર્યો……જ્ઞાન એ પણ સત્પુરુષ ના દ્વારા- મોટા મોટા અજ્ઞાન- ભય- કે શોક થકી છોડાવે છે….
 • આપણે તો નસીબદાર છીએ કે આપણ ને આવો દિવ્ય  સત્સંગ મળ્યો છે…….આવી ગુણાતીત પરંપરા પ્રાપ્ત થઇ છે કે – જે અંતકાળે પોતાના શરણાગત ને અક્ષરધામ લઇ જાવા પોતે પધારે છે…….તો પછી- આ લોક ને છોડવામાં દુખ શાને? પ્રમુખ સ્વામી મહારાજ ના ખોળા માં આપણે બેઠા છીએ…..અને આપણા અંત સમય ના બેલી એ છે…..જે આપણ ને અક્ષરધામ લઇ જાશે- એ અદ્ભુત વચન આપેલું છે….

અનેક રમુજી પ્રસંગો દ્વારા- પુ.અક્ષરવત્સલ સ્વામી સમગ્ર સભા ને જાણે કે બાંધી રાખી……શ્રીજી મહારાજ ના આવા અદ્ભુત પણ ગહન બ્રહ્મ જ્ઞાન ને સહજ કરી ને- સભા ને નચિંત…નિર્ભય કરી……..હવે સમજવા નું આપણે છે…..

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • ૧૭/૮ ના રોજ મહિલા મંડળ દ્વારા પારાયણ નું આયોજન થયેલ છે- સમય- બપોરે ૩થી ૪
 • આપણા સદનસીબ ની વાત- પુ.ડોક્ટર સ્વામી આવતા અઠવાડિયે અમદાવાદ પધારી રહ્યા છે…..અને ૧૭ તારીખ પછી એ કથા પારાયણ નો લાભ સર્વ હરિજનો ને આપવાના છે…
 • સત્સંગી ઓ માટે શિબિર નું આયોજન ઓગસ્ટ અંત માં થયેલું છે – જે તે વિસ્તાર ના કાર્યકરો નો સંપર્ક કરવો…
 • તા- ૧૧/૮ થી અમદાવાદ ના વિવિધ વિસ્તારો  માં સંત પારાયણ નુંઆયોજન થયેલું છે
 • યુવા પ્રવૃત્તિ- ષષ્ટિપૂર્તિ મહોત્સવ ની ડીવીડી પ્રગટ થઇ છે……

ત્યારબાદ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ વિચરણ દરમ્યાન ના પ્રસંગો ને દર્શાવતો વિડીયો રજુ થયો……

તો- બસ આજની સભા થી એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે- “હું” કોણ છું? આ જ્ઞાન જેને થાય એ આ ભવસાગર તરી જાય…..”આત્મ સત્તા રૂપે ” વર્તવું- એટલે કે અક્ષરધામ ના અધિકારી થવું…….બસ- શ્રીજી ને- સ્વામી ને- સત્પુરુષ ને રાજી કરી લેવા….

જય સ્વામિનારાયણ

રાજ

 

 


Leave a comment

BAPS રવિસભા- તા ૧૧/૦૩/૨૦૧૨

આંજે રવિસભામાં સમયસર પહોંચી ગયા કારણ કે- સભા પૂરી થાય એ પહેલા ઘરે પાછા આવવા નું હતું. આથી હમેંશ ની જેમ- પહેલા ઠાકોરજી ના દર્શન….આજે વાઘા એટલા અદભુત હતા કે- જોઈ ને જ દ્રષ્ટી સ્થિર થઇ ગઈ…..તમે પણ કરો….આજ ના દર્શન..

ત્યારબાદ અમે સભામાં ગોઠવાયા – એ પહેલા કદાચ સ્વામીશ્રી ના વિચરણ પ્રસંગો નું પઠન પૂરું થઇ ગયું હતું, પણ અમારા સદનસીબે અમને પુ.શુક્મુની જેવા અદભુત ગવૈયા સંત ના સ્વરે – ” એ રી એ રી….આજ રંગ મહારાજ….’ અને ” હમારે પિયાજી કી ચાલ દેખોરી….”  પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા અનોખા કીર્તનો ને સંભાળવાની તક મળી. એમની સાથે દીવ્ય્મુની સ્વામી પણ હતા કે જેમણે કીર્તન ના ઘણા આલ્બમો માં સંગીત સંયોજક ની સેવાઓ આપી છે.

ત્યારબાદ પુ.અક્ષર્વત્સલ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે લોયા ના બીજા વચનામૃત પર તેજસ્વી સત્સંગ પ્રવચન નો લાભ મળ્યો…..એના અમુક અંશ…

 • લોયાના આ વચનામૃત માં શ્રીજી મહારાજ ,પરમહંસો ણે પ્રશ્ન પૂછે છે કે – કયા હરિભક્તો ને મૃત્યુ નો ભય સતાવતો નથી?
 • ઉત્તર પણ એ પોતેજ આપે છે અને કહે છે કે- વિશ્વાસી, જ્ઞાની, શુરવીર અને ભગવાન માં પ્રીતિવાળા -ભક્તો ને મૃત્યુ નો ભય ક્યારેય સતાવતો નથી – કારણ કે એ દેહ અને આત્મા ને નોખા માને છે….અને એક હરિ ના ધામ ની જ આશા  રાખે છે…..
 • પૂર્વ ના સત્સંગીઓ, અને અત્યાર ના સત્સંગીઓ જેમ કે લંડન વાળા બી.કે.દેસાઈ અને કેનેડા ના ભગવાનજી માંડલિયા- મરણ ને આસને હોવા છતાં – સત્સંગ ની એ જ ખુમારી અને મૃત્યુ ના સહેજ પણ ભય વગર જીવ્યા હતા…..
 • તો, રતનજી, ભગુજી જેવા હરિભક્તો- કે મુક્તાનંદ,નિષ્કુળાનંદ સ્વામી જેવા પરમહંસો- એ નિયમ ધર્મ-ભગવાન ના આશરા પર – શુરવીર પણું દર્શાવ્યું હતું…….” કે શિર સાતે નટવર ને ભજી એ…..” જેવા પદો દર્શાવે છે કે – હરિ નો પક્ષ રાખતા જો, માથું આપવું પડે તો આપવું….અને એવા ભક્તો ના યોગ-ક્ષેમ નું વહન હરિ કરે છે…..
 • જ્ઞાની ભક્તો અને પ્રીતિ વાળા ભક્તો- પર હરિ રાજી રહે છે…..એમને મોત નો ડર નથી લાગતો કારણ કે- એ પ્રીતિ એ કરી ને હરિનો મહિમા જાણે છે….અનન્ય આશરો રાખે છે….દેહ-આત્મા ને નોખા માને છે….અને માને છે કે અંત કાલે એમનો ઇષ્ટદેવ જ તેડવા આવશે…..કોઈ માને કે ન માને- પણ આપણા સંપ્રદાય માં આ વાત ના અસંખ્ય પુરાવા છે…..આખરે આ વિશ્વાસ ની વાત છે….

અંતે- અમે તો સભામાં થી નીકળી ગયા પણ અન્ય હરિભક્તો ના જણાવ્યા અનુસાર- સારંગપુર ફૂલદોલ નો વીડીઓ બતાવવા માં આવ્યો….અને ગોંડલ ના પુ. નિરંજન સ્વામી ધામ માં ગયા એ નિમિત્તે ધૂન થઇ…..

તો, ચાલો- આવતા રવિવારે પુનઃ મળીએ…..આ સત્સંગ ના સફરમાં…..હરિના સફરમાં…..

જય સ્વામીનારાયણ……

રાજ