Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS નુતન આરતી રવિસભા- 02/12/2018

” હવે આ આરતી ,મહાપૂજા અને નામાવલી હજારો વર્ષ ચાલશે , અને હજારો વર્ષ સુધી ભક્તો ને પરમ સુખ આપશે…….”


પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામિ મહારાજ – નુતન અક્ષર પુરુષોત્તમ મહારાજ ની આરતી ની રચના સમયે સૌને પત્ર દ્વારા આશીર્વાદ આપતી વખતે……….

સમય બદલાય છે તેમ તેમ સંપ્રદાય નો…શ્રીજી નો સિદ્ધાંત વધું સ્પષ્ટ થતો જાય છે….જેમ સ્પષ્ટતા વધે તેમ તેમ ભગવાન નું સર્વોપરી સ્વરુપ …એમનાં અવતરણ નો હેતુ…..કાર્ય અને મહિમા જીવ માત્ર સુધી પહોંચે તેવા પ્રયત્ન થાવા જોઈએ…..મુક્તાનંદ સ્વામી એ કાલવાણી માં જે આરતી રચી…..જય સદ્ગુરુ સ્વામી….એ આજે 200 વર્ષ થી સંપ્રદાય માં પ્રસિધ્ધ છે…..સર્વોપરી ભગવાન ને એમણે સદગુરુ કહ્યા…પણ જેમ જેમ સમય વીત્યો…ગુણાતીત ગુરુઓ એ શાસ્ત્રો માં રહેલી વાત….શ્રીજી નો હૃદય ગત સિદ્ધાંત સુસ્પષ્ટ કર્યો……બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ સિદ્ધાંત..સ્વરુપ ને મૂર્તિમંત કર્યું……અક્ષર અને પુરુષોત્તમ નાં સ્વરુપ મધ્ય મંદીર માં સ્થાપી શુદ્ધ ઉપાસના નાં ડંકા વગ઼ાડયા …..બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પુ. ભદ્રેશ સ્વામી ને આજ્ઞા કરી, જે કાર્ય સદીઓ માં થાય…તેં અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંત …તેનુ ભાષ્ય….અને સિદ્ધાંત સુધા રચ્યાં…જેને જગતે સ્વીકાર્યા……અને પરિણામે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે આ શુદ્ધ સ્વરુપ…શુદ્ધ સિદ્ધાંત જગત માં પ્રસ્થાપિત કરવા…..શ્રીજી ને તેમનાં મૂળ સ્વરુપ માં રજુ કરવા….આ નવીન આરતી ની રચના માટે પુ.ભદ્રેશ સ્વામી ને આજ્ઞા કરી જેનાં એક એક શબ્દ….શ્રીજી નાં સર્વોપરી સ્વરુપ…..સર્વોપરી સિદ્ધાંત નાં દ્યોતક છે……

માટે નવી આરતી તો શ્રીજી નાં જ સર્વોપરી સ્વરુપ ને વધું સ્પષ્ટ કરવા નો પ્રયાસ છે……જે સત્ય છે તેં સ્પષ્ટ થાય…જીવ માત્ર માં દૃઢ થાય તેમાં જ સુખ છે…..

અને આજની સમગ્ર સભા આ નુતન આરતી ના મહિમા , ભાવાર્થ પર જ હતી…………..સૌપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજ ના દર્શન…….

સભાની શરૂઆત યુવકો દ્વારા ધૂન  અને પ્રાર્થના થી થઈ ..ત્યારબાદ શરૂ થયો કીર્તન નો દોર …યુવકો એ પ્રેમાનંદ સ્વામિ રચિત ” તમારી મુર્તિ વિના મારા નાથ રે…..” ; બ્રહ્માનંદ સ્વામિ રચિત ” મારે તવ થી લાગી પ્રીત…” અને ” વ્હાલું લાગે મોહન તારું મુખડું રે…..” જેવ અદ્ભુત કીર્તન રજૂ થયા…..અને સમગ્ર માહોલ કીર્તન મય થઈ ગયો……!!

ત્યારબાદ – તમારો આહાર તમારા સ્વાસ્થ્ય અને તમારા જીવન પર શી અસર કરે છે??? તે વિષયે- વ્યયસાયે વૈજ્ઞાનિક એવા ગૌતમ કુમાર દાસ( કેનેડા માં Hindu plant based diet વિષય પર 7 વર્ષ સુધી સંશોધન કર્યું છે)  અને ધ્રુવીલભાઈ દ્વારા – એસિડિક અને બેસિક ( આલ્કલાઇન) ફૂડ અને તેની અસરો પર અદ્ભુત રજૂઆત થઈ…..જુઓ નીચેના ફોટો……! ટૂંકમાં શરીર ના pH ને અનુકૂળ હોય તેવો આહાર લેવા થી જ શરીર સારું ..તંદુરસ્ત રહે છે……!

મને એક વાત રસપ્રદ લાગી……ઘઉં ( જે રોજ ખવાય છે)…રિફાઈન્ડ તેલ….R.O. નું પાણી ..બટાકા….ખાંડ….મેંદો વગેરે શરીર માં ઍસિડ નું પ્રમાણ વધારે છે અને પરિણામે કેન્સર..રુદય રોગ નું પ્રમાણ વધતું જાય છે……! તો પછી ખાવું શું??? અઘરો પ્રશ્ન છે…ગુગલભાઇ નો મદદ લો……જવાબ મળશે…..નહિતર…છોડો ફિકર જલ્સા થી જીવો..બીજું શું… 🙂 !!!

ત્યારબાદ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની નવીન આરતી ની રચના – પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા થી પૂ. ભદ્રેશ સ્વામી એ કરી છે …..તેના વિષે વધુ માહિતી ……વિડીયો દ્વારા- પૂ. અક્ષર વત્સલ સ્વામી એ – આરતી નો ઇતિહાસ …મહિમા …પૂ.ભદ્રેશ સ્વામી એ – આ નુતન આરતી કઈ રીતે રચાઇ ..તેનો મહિમા…..વગેરે પર ઊંડાણ પૂર્વક કહ્યું……અમુક મુદ્દા હું અહી રજૂ કરું છુ……જે રસપ્રદ છે…..

https://youtu.be/qUOh3VckVSM

  • આજથી લગભગ 200 વર્ષ પહેલા મુક્તાનંદ સ્વામીએ રચેલી ” જય સદગુરુ સ્વામી ” આરતી એ એક જ આરતી સંપ્રદાય માં નથી પણ લગભગ 66 જેટલી આરતી ઑ – જુદા જુદા નંદ સંતો એ રચી ..આજની તારીખે પણ મુળી અને ભુજ ના મંદિરો માં બ્રહ્માનંદ સ્વામી રચિત આરતી ગવાય છે…….આચાર્ય મહારાજ શ્રી આનંદ પ્રસાદ જી અને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા આવી આરતી ઑ ના સંગ્રહ નું પ્રકાશન થયું છે……
  • આ નવીન આરતી ની રચના પાછળ – મહંત સ્વામી મહારાજ નો સંકલ્પ હતો કે- શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ નો મહિમા…સિધ્ધાંત…..મહારાજ અને સ્વામી નું સ્વરૂપ …બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો દાખડો અને શુધ્ધ ઉપાસના નું આ અમૃત જીવમાત્ર સુધી પહોંચે અને પરિણામે જ- નવીન આરતી…..નવીન મહાપૂજા અને સહજાનંદ નામાવલી ની રચના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશ સ્વામી એ કરી છે…..
  • મહંત સ્વામી મહારાજ નો આ આરતી ની રચના પાછળ એટલો બધો દાખડો હતો કે- તેમણે રાત દિવસ ..સતત …ચર્ચા..માર્ગ દર્શન…..સૂચન દ્વારા પૂ. ભદ્રેશ સ્વામી ને આ માટે પ્રેરિત કર્યા…પોતે રાતો જાગી ને નવી આરતી નો મુખ પાઠ કર્યો……સંતો ને પત્ર લખી..રૂબરૂ મળી ને આ આરતી ના મહિમા..તેના સર્વોપરી ફળ અંગે જણાવ્યુ…….

અદ્ભુત………ત્યારબાદ પૂ. પ્રિય સ્વરૂપ એ સ્લાઇડ્સ ની મદદ થી સમગ્ર આરતી ના શબ્દો નો અર્થ…..તેની પાછળ નો ભાવ….મહિમા ની સમજૂતી આપી…..! અદ્ભુત…અદ્ભુત……અને અંતે તો આરતી – કે જે કાર્તિક વદ પડવા ના દિવસે- જે દિવસે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલ નો ત્યાગ કરી નીકળ્યા હતા – તે તિથી એ- આ આરતી , મહાપૂજા અને સહજાનંદ નામાવલી નો લાભ- મહંત સ્વામી મહારાજ દ્વારા બોચાસણ મંદિર માં સૌને મળ્યો- તેના વિડીયો દર્શન નો લાભ મળ્યો……..જે નીચેની લિન્ક પર થી સૌ લાભ લઈ શકશે….

ત્યારબાદ પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પણ – આ નવીન આરતી ની રચના…એની પાછળ – શુધ્ધ ઉપાસના નો હેતુ…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો રાજીપો……અને મહંત સ્વામી મહારાજ નો દાખડો…વગેરે ની અદ્ભુત વાત કરી…….શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે તેમ- આપણે સૌએ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે મૂંડાવ્યું છે…માટે મહારાજ -સ્વામી નો મહિમા સર્વે છડેચોક ગાવો જ જોઈએ……..! આ આરતી ની રચના પાછળ પૂ. ઈશ્વર ચરણ સ્વામી નો પણ અઢળક દાખડો રહેલો છે…….

સભાને અંતે પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી એ જાહેરાત કરી કે – આ આરતી ની  – 15 મી ડિસેમ્બર ના રોજ- રાજકોટ માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી બાદ સર્વે હરિભક્તો દ્વારા અતિ ભવ્ય રીતે શરૂઆત કરવા માં આવશે …ત્યાં સુધી સર્વે એ એને કંઠસ્થ કરી લેવા ની છે……16 મી થી સર્વે સ્થાને- ઘરમંદિરે…સંસ્થા ના બધા નાના મોટા મંદિરો એ- બધા સમયે આ જ આરતી ગવાશે…….! પૂ પ્રિય સ્વરૂપ સ્વામી એ – સ્વામીશ્રી નો આશીર્વાદ પત્ર વાંચી ને સંભળાવ્યો……..! વિશેષ માહિતી માટે જુઓ નીચે ની લિન્ક ….

નવીન આરતી અંગે 

અદ્ભુત…અદ્ભુત…….!! …..

સભાને અંતે જાહેરાત થઈ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા આવતી કાલ થી- સૂકા અને ભીના કચરા ને અલગ અલગ કલર ની કચરા પેટી માં ફરજિયાત નાખવો પડશે…….

તો- આજની સભા ઐતિહાસિક હતી…….અક્ષર પુરુષોત્તમ મહારાજ ના ડંકા જગત માં ગુંજે….. તેની હતી…..શુધ્ધ ઉપાસના….સર્વોપરી ઉપાસના….સર્વોપરી સિધ્ધાંત જીવમાત્ર સુધી પહોંચે એ માટે ની હતી…….ગુણાતીત પુરુષો ના અતુલ્ય કૃપા યત્ન ની હતી…..

જ્યાં સુધી સુરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમ મહારાજ ..એમના શુધ્ધ સિધ્ધાંત નો પ્રચાર-પ્રસાર ચાલુ રહેશે……બ્રહમરૂપ થવાનો માર્ગ પ્રશસ્ત રહેશે……ગુણાતીત ચિરંજીવી રહેશે…!

જય જય અક્ષર પુરુષોત્તમ…જય જય સ્વામિનારાયણ……

રાજ 


Leave a comment

BAPS રવિસભા -07/10/2018

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં……….

માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી…...”…..

…… એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે….. , તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…… .

……માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે……….”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા પ્રથમ-71; ગઢડા પ્રથમ-27

સંત નો મહિમા -સમગ્ર 273 વચનામૃત માં થી લગભગ 100 થી વધુ વચનામૃત માં શ્રીજી એ છડેચોક ગાયો છે….કેમ?? ઉત્તર ઉપર જ છે……કારણ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તે પોતાના ધામ અને પાર્ષદ સહિત જ અવતરે છે…..અને એ જ ધામ એટ્લે અક્ષરધામ – અક્ષરબ્રહ્મ સત્પુરુષ કે જેના અંગે અંગ માં ભગવાન સ્વયં રહ્યા છે……અને એ જ જગત નો આધાર છે…….એટ્લે જ આપણે ત્યાં આવા એકાંતિક સત્પુરુષ કે જે સ્વયં અક્ષરબ્રહ્મ છે ….તેનો આટલો બધો મહિમા છે……! આજની સભા આ જ મહિમા ની વાત હતી….કે જેને સમજ્યા ..જીવ્યા વગર મોક્ષ જ નથી……!

સભાની શરૂઆત માં સર્વ પ્રથમ શ્રીજી અને ધામ -મુક્ત ના દર્શન…..

43283114_2157451991209295_2399940726147252224_n

ત્યારબાદ યુવકો અને પૂ. અમૃતકિર્તિ સ્વામિ દ્વારા ધૂન અને કીર્તન થી શરૂઆત થઈ….કીર્તન માં નિષ્કુળાનંદ સ્વામિ રચિત ” ધન્ય ધન્ય એ સંત સુજાણ ને..” ; મુક્તાનંદ સ્વામિ રચિત..” સર્વે માન તજી…” અને પૂ. અમૃત કિર્તિ સ્વામિ દ્વારા …સુખાનંદ સ્વામિ રચિત…” સહજાનંદ કે દર્શન કરકે સબ મગન ભયે…..” રજૂ થયા…….

ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામિ મહારાજ ના ભાવનગર ખાતે ના વિચરણ ના દિવ્ય વિડીયો દર્શન નો લાભ સભાને મળ્યો …જે આપણે બધા નીચેની લિન્ક પર થી કરી શકશું…..( 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામિ એ – ભાવનગર ખાતે યોજાયેલા પ.પૂ.મહંત સ્વામિ મહારાજ ના ભવ્ય જન્મોત્સવ ના ઉપલક્ષ માં – એમના દિવ્ય ગુણ ની ચર્ચા – અદ્ભુત પ્રસંગો અને વચનામૃત ને આધારે કરી…..આપણે અહી માત્ર તેનો સારાંશ જ જોઈશું…….
  • ગઢડા પ્રથમ 71 અને ગઢડા પ્રથમ-27 માં શ્રીજી એ જેના ગુણ નું- મહિમા નું વર્ણન કર્યું છે – એવા એકાંતિક – અક્ષરબ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામિ મહારાજ આપણ ને પ્રત્યક્ષ મળ્યા છે તે જ સર્વોપરી પ્રાપ્તિ છે ….
  • એવા પુરુષ ને ઓળખવા કઈ રીતે?? તો તેની ઓળખાણ શ્રીજી એ સ્વયં આપી છે અને તેના અદ્રિતીય ગુણો નું વર્ણન કરતાં કહે છે કે એ પુરુષ માં નીચે મુજબ ના ગુણ હોય…..જે આજે મહંત સ્વામિ મહારાજ અને એ પહેલા આપણી ગુણાતીત પરંપરા માં જોવા મળ્યા છે…..એ ગુણ માં …
  1. એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા માને ….
  2. આગના અને ઉપાસના માં સ્પષ્ટ….અતિ દ્રઢતા…..નિયમ ધર્મ માં સહેજ પણ ઉણપ ન ચલાવે….
  3. સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ માં એક ભગવાન જ કેન્દ્ર
  4. પંચ વર્તમાન માં અતિશય દ્રઢતા
  5. ભગવાન નું અખંડ સ્મરણ……અને સ્મૃતિ
  6. પોતાના વર્તન…કાર્ય માં જરૂર પડ્યે દિવ્યતા-એશ્વર્ય ના દર્શન કરાવે
  7. ભક્તો ના શુભ સંકલ્પ – દર્શન માત્ર થી પૂર્ણ કરે……

આવા તો અનેક ગુણ-થી સંપન્ન આપણાં બ્રહસ્વરૂપ ગુરુ માં ભગવાન સાક્ષાત રહ્યા છે અને એમના દ્વારા જ ભગવાન પોતાનું કાર્ય…પોતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે ..એમાં કોઈ શક નથી…બસ આપણે આવા પુરુષ ને ઓળખવા ના છે એમના સ્વરૂપ ..કાર્ય માં પ્રતીતિ કરવા ની છે…….

ત્યારબાદ યુવક મંડળ દ્વારા એક અદ્ભુત સ્કીટ ની પ્રસ્તુતિ થઈ- વિષય હતો ” my favorite clip” એનું કથાનક આવું હતું કે- સ્વામીશ્રી ના વિચરણ મંડળ માં ફોટોગ્રાફર તરીકે સેવા આપતા યુવક પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કહે છે કે- સ્વામીશ્રી નો ફોટો લેવા નો પ્રયત્ન કર્યો તો – હરિકૃષ્ણ મહારાજ ની સેવા માં રહેતા પૂ. હરિપ્રકાશ સ્વામિ દર વખતે વચ્ચે આવી જાય..પરિણામે સ્વામીશ્રી નો જોઈએ તેવો ફોટો ન મળે..અને દરેક સમયે એવું થાય…….આથી પ્રશ્ન એ કે- હરિપ્રકાશ સ્વામિ જાણી જોઈને આવું કરે છે કે પછી કોઈ રહસ્ય છે???

સ્કીટ ના ભાગ રૂપે જ – એક વિડીયો સંદેશ દ્વારા પૂ. હરિપ્રકાશ સ્વામિ એ – આ સાચી ઘટના પાછળ નું રહસ્ય નું નિરાકરણ કરતાં કહ્યું કે- હું દરેક ફોટો માં વચ્ચે આવતો હતો કારણ કે – એ સ્વામીશ્રી ની પોતાની આજ્ઞા હતી……..કારણ કે- સ્વામીશ્રી નહોતા ઇચ્છતા કે- હરિકૃષ્ણ મહારાજ – એમના ફોટા લેવા ની દોડાદોડી માં ગૌણ થઈ જાય…..સાઈડ માં રહે……..!!!! કેટલી અદ્ભુત પરાભક્તિ…….! સદાયે નમ્ર રહેતા સ્વામીશ્રી એ તો ઊંચા અવાજ માં પૂ.હરિપ્રકાશ સ્વામિ ને કહ્યું કે- આ હરિકૃષ્ણ મહારાજ ને લીધે જ આપણે બધા છીએ……એ કદાપિ ગૌણ ન થાય- એ સદાયે યાદ રાખવું…….!! અને ગોંડલ ના અસ્થિ વિસર્જન નો પ્રોગ્રામ હોય કે…..જામનગર ના મંદિર નો મહોત્સવ હોય……..સ્વામીશ્રી એ ઠાકોરજી ને જ કેન્દ્ર માં રાખી..આગળ રાખી- પોતે દાસાનુદાસ ભાવે વર્તી- સર્વ ને શીખ આપી છે કે- સર્વોપરી તો એક શ્રીજી જ- તે ક્યારેય ગૌણ ન થાય……..અને આપણે તો એમના દાસ…!!!

સ્વામીશ્રી ની આ પરાભક્તિ ના દર્શન કરાવતી ક્લિપ- જ આપણાં સર્વ ને- સૌથી પ્રિય ક્લિપ છે- એમાં કોઈ શક નથી…!!!

સભાને અંતે સત્સંગ શિક્ષણ પરીક્ષા ના સર્વોત્તમ દેખાવ કરેલા પરિક્ષાર્થી ઑ નું સન્માન થયું…..અને એવા હરિભક્તો કે- જેમણે કેન્સર જેવા જીવલેણ રોગ હોવા છતાં પરીક્ષા આપી ને સત્સંગ નું ગૌરવ વધાર્યું હોય- તેમનું પણ અભિવાદન થયું………

તો- સમજવા નું એટલું જ કે- આપણાં માટે શ્રીજી સર્વોપરી છે…એમના જ બે ચરણ ની ઉપાસના છે પણ સાથે સાથે- એ શ્રીજી સુધી લઈ જનાર – એમની ઓળખાણ કરાવનાર……આપણ ને શુધ્ધ કરી બ્રહમરૂપ કરનાર- આપણાં અક્ષરબ્રહ્મ ગુરુ નો મહિમા પણ અજોડ જ છે………આવા અક્ષરબ્રહ્મ ગુરુ ની ઓળખાણ થશે..એમનામાં સાંગોપાંગ જોડાવાશે ..તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ની પ્રાપ્તિ થશે…..! અને આ દર્શન કહો કે તત્વજ્ઞાન એટ્લે જ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત દર્શન…! જેને સમજ્યા સિવાય કોટિ ક્લ્પે આત્યંતિક કલ્યાણ જ નથી…….

જય સ્વામિનારાયણ……..જય જય અક્ષર પુરુષોત્તમ………

રાજ

.


Leave a comment

BAPS રવિસભા -૨૪/૦૯/૨૦૧૭

અહો…….આ અક્ષરદેરી તો સ્વામી નું સાક્ષાત સ્થાન……..! એ તો કલ્પવૃક્ષ છે…..જે કઈ શુભ સંકલ્પ કરો એ બધા પુરા કરે તેવી છે…….


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

જાન્યુઆરી-૨૩ ,૨૦૧૮ ના રોજ આપણા સંપ્રદાય ના મહાતીર્થ સ્થાન……શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પાયા નું સ્થાન…નાભિ કેન્દ્ર……અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના મૂર્તિમંત સ્થાન એવા અક્ષરદેરી…ગોંડલ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે…અને આવા મહિમાવંત સ્થાન ની ઉજવણી અર્થે – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અને પ્રેરણા થી ૧૦ દિવસ નો ભવ્ય પ્રોગ્રામ – તારીખ- ૨૦ થી ૩૦ જાન્યુઆરી ,૨૦૧૮ માં થઇ રહ્યો છે. કાર્યક્રમ ભવ્ય હોય તો પછી આયોજન માં હજારો સ્વયમ સેવક ની જરૂર પડે…અને એ માટે જ આજની સભા – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ – સ્વયમ સેવક પ્રેરણા સભા તરીકે હતી……! આપણી સંસ્થા જ સેવા ના ગુણ પર રચાયેલી છે…સ્વયમ શ્રીજી થી લઈને- ગુણાતીત પરંપરા સુધી…સર્વે સંતો-હરિભક્તો સુધી – અહી નિસ્વાર્થ..નિષ્કામ સેવા ના મહિમા પર જ – સમગ્ર તંત્ર સફળ-સુફળ રીતે ચાલી રહ્યું છે…….!

તો- વિશિષ્ટ સભા હતી ..માટે આયોજન પણ વિશિષ્ટ હતું. ઠાકોરજી ના દર્શન બાદ સર્વે સભામાં ગોઠવાઈ ગયા…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુરીલા કંઠે ગવાતા -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ એમના જ સ્વરે ” એની જ્યોતિ ઝગમગ થાય…યોગી દેરી એ ખેલે…” અને “સ્વામી ગુણાતીત આજ આવી ને અઢળ ઢળ્યા……..” રજુ થયા…….! સાક્ષાત અક્ષરબ્રહ્મ નો મહિમા ગાવો…એટલે કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન કરવું…એના જેવું છે…! અદ્ભુત…!

પછી પુ.પ્રિય સ્વરૂપ સ્વામી જેવા પ્રખર વક્તા સંત દ્વારા ” સત્સંગ નું નાભિ કેન્દ્ર- અક્ષર દેરી” પર મહિમા સભર પ્રવચન થયું. એમણે કહ્યું કે — અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું મૂર્તિમંત સ્વરૂપ એટલે અક્ષર દેરી…..અને વચનામૃત ગઢડા મધ્ય-૩ માં શ્રીજી એ કહ્યા મુજબ – એ અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ એટલે કે અક્ષર દેરી. ….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- એક અક્ષરદેરી માં સર્વે તીર્થો આવી ગયા………! અને આપની સંસ્થા નો ઉદઘોષ એ જ અક્ષરદેરી…! આટલો મહિમા સમજાય તોયે સમજાય કે- અક્ષરદેરી નું માહાત્મ્ય શું છે……..!

ત્યારબાદ અક્ષરદેરી નો મહિમા દર્શન કરાવતો વિડીયો નો લાભ સૌને મળ્યો.

પછી સતસંગ મધ્યસ્થ કાર્યાલય માં થી પુ.યજ્ઞ પ્રિય સ્વામી એ -અક્ષરદેરી અને આવનારા સરધ શતાબ્દી મહોત્સવ ની ઊંડાણ પૂર્વક જાણકારી આપતા જણાવ્યું કે……

  • આ ઉત્સવ – ગુરુહરિ ની આજ્ઞા મુજબ ૧૦ દિવસ નો ભવ્ય કાર્યક્રમ હશે..જેમાં ભવ્ય ગુણાતીત નગર બનશે જેમાં સુરત જન્મોત્સવ ની જેમ વિવિધ – ભવ્ય પ્રદર્શનીઓ હશે જેમાં- સામાજિક-અધ્યાત્મિક સંદેશ સર્વ ને મળી શકે તેનું આયોજન થશે. ..જેનો લાભ લાખો લોકો લેશે.
  • ૨૦ જાન્યુઆરી થી સર્વ કાર્યક્રમ ની શરૂઆત થશે -જેમાં નગર નું ઉદ્ઘાટન..યોગી સ્મૃતિ મંદિર નો મહોત્સવ એમ અઢળક પ્રોગ્રામ થવા ના છે…અને સર્વે આયોજન માં હજારો સ્વયમ સેવકો ની જરૂર પડશે…….
  • આપણે ત્યાં તો સેવા નો ખુબ અનેરો મહિમા છે …એવા અઢળક પ્રસંગો છે કે જેમાં સેવકો એ પોતાનો નફો-નુકસાન-સામાજિક સ્થિતિ જોયા વગર -એક કેવળ મોટા પુરુષ ને રાજી કરવા સેવા માં પોતાની જાત ને હોમી દીધી હોય…!
  • આ વખતે ઓછામાં ઓછા ૧૨ દિવસ ની સેવા છે……..તો સર્વે એ અચૂક લાભ લેવો….આ તક વારેઘડીએ આવતી નથી………
  • સેવા કરવા થી દેહાભિમાન કપાય છે……મોટા પુરુષ રાજી થાય છે……જીવ બ્રહ્મરૂપ થાય છે………અને આ ઉત્સવ – મહંત સ્વામી મહારાજ ની અનુવૃતી મુજબ નો- ૧૦ દિવસ નો ભવ્ય ઉત્સવ આયોજિત કરેલો છે……..

અદ્ભુત…! સત્ય વચન…….પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું તેમ…અક્ષરદેરી ની સ્થાપના સમયે કે- અક્ષર મંદિર ના નિર્માણ સમયે આપણે હાજર નહોતા…….પણ આ ૧૫૦ વર્ષ ની ઉજવણી માં આપણે હાજર છીએ અને આ મોકો ગુમાવવા જેવો નથી. ગમે તેમ કરી…સમય નું યોગ્ય આયોજન કરી…જગત ને થોડુક ગૌણ કરી- આ સેવા નો લાભ અચૂક લઇ લેવો…….એના જ અનુસંધાન માં “સેવા ના વ્રતધારી અમે તો…સેવા ના…” કીર્તન સાથે નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેમાં આપણા કાર્યકરો – એમની સેવા ના દર્શન થયા……

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તી સ્વામી એ – સેવા ની આ ઉચ્ચ ભાવના ને બળ આપતા કહ્યું કે…..સેવા થી આંતરિક શુદ્ધિ થાય છે……મોટા પુરુષ રાજી થાય છે……..અને ભગવાન ના નામ ની સાથે સાથે – ભગવાન નું કામ પણ થાય છે…જે સાચા અર્થ માં લેખે લાગે છે……..

ત્યારબાદ સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને પરમ પૂજ્ય મહંત  સ્વામી મહારાજે વિડીયો ના માધ્યમ થી આશીર્વચન આપતા આ જ વાત કરી. અક્ષરદેરી તો કલ્પવૃક્ષ સમાન છે….જે કઈ સાચા મન થી સંકલ્પ કરો એ અહી અચૂક સિદ્ધ થાય છે…….યોગીજી મહારાજ નું પ્રિય સ્થાન……શાસ્ત્રીજી મહારાજ ની અટલ શ્રદ્ધા ના આ સ્થાન ના ૧૫૦ વર્ષ ની ઉજવણી – ભવ્ય રીતે થાય એમાં બધા રાજી છે…..સ્વામી-શ્રીજી રાજી છે……અને આ મોકો- ન ભૂતો..ન ભવિષ્યતિ ..એમ વિચારી જોડાઈ જવાનું છે…….આ મોકો ચૂકવા નો નથી……….! ગમે તેમ કરી- અહી સેવા માં જોડાવા નું છે……..જેમાં સ્વામી-શ્રીજી જરૂર રાજી થશે…!

અદ્ભુત…અદ્ભુત…….! સભાને અંતે સર્વે હરિભક્તો એ – સેવા માટે ના ફોર્મ ભર્યા અને પોતાની સેવા-સમર્પણ ની ભાવના દ્રઢ કરી….!

ખરેખર…………જેમાં આપણું કલ્યાણ છે…….મોટા પુરુષ અને સ્વયમ શ્રીજી ના રાજીપા નું સ્થાન છે…….જેમાં થી જગત ના જીવો નું સહજ માં કલ્યાણ કરે- એવા સિધ્ધાંત નું મૂર્તિમંત પ્રાગટ્ય છે…એવા મહાતીર્થ સ્થાન ને ૧૫૦ વર્ષ પુરા થતા હોય..અને એ ઉજવણી માં આપણ ને સેવા ની તક મળતી હોય તો- ગુમાવવા જેવી નથી જ…! તીર્થ તો કાયમ રહેવા ના…પણ આપણે કાયમ નથી…આ દેહ માં જ્યાં સુધી શક્તિ છે……ત્યાં સુધી સેવા ની આવી તક નો લાભ શક્ય હોય તેટલો લઇ લેવો…! છેવટે આ દેહ પણ કૃષ્ણાર્પણ જ છે ને….!!!!

જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

BAPS રવિસભા – ૩૦/૪/૨૦૧૭

“…..જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા…………. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે……………….. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે………… અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી ………………..અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે…………… અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………… તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………….

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે……………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા મધ્ય-૨૧- મુદ્દા નું વચનામૃત

સર્વે શાસ્ત્રો નો સાર શ્રીજી એ અતિ કરુણા કરી ને વચનામૃત માં ગ્રંથસ્થ કર્યો અને રહસ્ય જ્ઞાન ને સહજ જ્ઞાન કર્યું…….અને એમાં પણ ઉપરોક્ત મુદ્દા નું વચનામૃત – કે જેને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ ના ટ્રસ્ટી શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા ને સમજાવ્યું કે- “પ્રત્યક્ષ” ભગવાન અને સાધુ નો મહિમા શું છે?? કલ્યાણ ના માર્ગ માં એની ભૂમિકા શું છે?? દોલત રામ ને પોતાનો ઉત્તર મળી ગયો અને સમજાઈ ગયું કે- કેવળ એક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખાતર જ શાસ્ત્રીજી એ વડતાલ છોડ્યું…અને બોલી ઉઠ્યા..” જે કાર્ય કરવા શ્રીજી એ કદાચ સ્વયમ આવવું પડે..એવું કાર્ય તમે કર્યું છે…..અને એ માટે તમારા શિષ્યો તમારી સોના ની મૂર્તિ બેસાડશે…..”

આજે આ વાક્ય સત્ય ઠર્યું છે……શ્રીજી નો હૃદયગત સિદ્ધાંત…એમનું સર્વોપરી પણું…મૂર્તિમંત થઇ અક્ષર પુરુષોત્તમ મહારાજ રૂપે ૧૨૦૦ થી વધુ મંદિરો માં મધ્ય શિખરે બેઠું છે……!!!! ઘરેઘર પૂજાય છે…..અને એ પ્રસરાવનાર પ્રત્યક્ષ ગુરુહરિ- બ્રહ્મરૂપ ગુરુહરિ મહંત સ્વામી રૂપે આજે સત્સંગ માં વિચરે છે….! પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિદ્વાન સંત ના મુખે આ વચનો નું નિરૂપણ સાંભળવું..એ જીવન નો કદાચ અમુલ્ય લ્હાવો છે…..અને આજે એ લ્હાવો અમદાવાદ વાસીઓ ને મળ્યો….!

આજે યુવક-યુવતી અધિવેશન હતું…અને અમે સમયસર સભામાં પહોંચી ગયા……પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ માં જ આરામ કરી રહ્યા છે…..દર્શન-સભા અને સવાર ની પૂજા દર્શન એ મુજબ બંધ છે….છતાં હૃદય માં ઊંડે ઊંડે દર્શન ની ઝંખના તો હતી જ…! તો સર્વ પ્રથમ શ્રીજી ના…ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરવા માં આવ્યા…

collage_20170430173111676_20170430173240823

સભાની શરૂઆત- યુવકો દ્વારા કર્ણપ્રિય સ્વર માં – સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન….”મારા નૈના તણા શણગાર…..” રજુ થયું અને ત્યારબાદ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન….”ધન્ય ધન્ય એ સંત સુજાણ ને…..” રજુ થયું………..ગઢડા પ્રથમ-૨૭ નું વચનામૃત જાણે કે પધ્ય માં ગવાઈ રહ્યું હતું…..!!

ત્યારબાદ એપ્રિલ-૨૧ ના રોજ અમદાવાદ માં શ્રી વાસુદેવ કામત દ્વારા ચિત્ર કથા પુસ્તક -ભગવાન સ્વામિનારાયણ ના જીવન કથન પર પ્રગટ થયું એના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિધવાન -તેજસ્વી વક્તા સંત દ્વારા ગઢડા મધ્ય-૨૧ ના વચનામૃત પર આધારિત અદભુત પ્રવચન થયું…જોઈએ એનો સારાંશ….

  • સર્વે શાસ્ત્રો…સર્વે ગ્રંથ નો સાર એક વચનામૃત છે…………અને એ માત્ર એક પુરુષોત્તમ જ કરી શકે…..
  • પણ આપણા હિંદુ ઓ ને આપણી સંસ્કૃતિ…આપણી પ્રાપ્તિ નો મહિમા નથી..એ દુઃખદાયક છે….
  • જ્યાં સુધી આ જીવ ને આ લોક ના સુખમાં માલ મનાયો છે ત્યાં સુધી અખંડ સુખ ની પ્રાપ્તિ થવાની જ નથી…..
  • આ જગત કે બ્રહ્માંડ માં કશું પણ આપોઆપ થતું નથી……એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજીએ તો જ સમજાય કે આ બધું શું છે….
  • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા થી અહંકાર ટલે છે…..અને અહંકાર ટળવાથી સર્વ દોષો ધીરે ધીરે દુર થાય છે…….શ્રીજી ના ચરિત્ર ..એનો સાર સમજાય છે……જીવ નું પોષણ થાય છે…..
  • જીવન માં અનેક વિઘ્ન આવે…..અપમાન થાય…..છતાં પણ સ્થિર રહેવું એ – આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં થી શીખવા મળે……..અત્યારે મહંત સ્વામી મહારાજ જુઓ……આટલી મોટી સંસ્થા ના ગુરુપદે આવ્યા પછી સહેજ પણ તણાવ કે ચિંતા માં આવ્યા નથી……કારણ….ભગવાન ને કર્તાહર્તા સમજે છે….!
  • આપણી સંસ્થા માં અકલ્પનીય કામ થાય છે…પણ અહી કોઈ જશ લેવા તૈયાર જ નથી…….એ જ અહી નિર્માની પણા ની નિશાની છે……
  • ગઢડા મધ્ય-૨૧ ના આધારે શાસ્ત્રીજી મહારાજે દોલતરામ જેવા સાક્ષર ના સંશયો દુર કર્યા છતાં આજે પણ ઘણા એમ કહે છે કે….શ્રીજી તો સર્વોપરી હતા તો પોતે પોતાના હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ કેમ ન પધરાવ્યા??? ઉત્તર સ્પષ્ટ છે કે …શ્રીજી એ સમય ના માહોલ..સત્સંગીઓ ની સમજણ ને જાણતા હતા…..વડતાલ માં હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ના સ્થાપન માં પણ એમને વિઘ્નો આવ્યા…તો- આ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને મૂર્તિમંત કરવા ની વાત હતી……છેવટે યોગ્ય સમય આવ્યે- શ્રીજી એ પોતાના સંકલ્પ મુજબ પોતાના જ તેજસ્વી સાધુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા એ કાર્ય કરાવ્યું અને ગુણાતીત પરંપરા ના એ સંતે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય દેરા માં જ બેસાડી- શુદ્ધ ઉપાસના ના ડંકા વગાડ્યા…!
  • અને એ જ ગુણાતીત પરમ્પરા….એ જ ગુણાતીત સત્પુરુષ આજે પણ એ જ કાર્ય કરી રહ્યા છે…..જે આગળ પણ ચાલુ રહેશે……
  • અને યાદ રાખો- પ્રગટ વિના કલ્યાણ જ નથી…….કોટી જન્મ ઉપાય કરો…પણ પ્રગટ સત્પુરુષ….ના શરણે ગયા સિવાય આત્યંતિક કલ્યાણ જ નથી……અને એ પ્રગટ માં પ્રીતિ હશે….દ્રઢ નિષ્ઠા હશે તો જ આત્યંતિક કલ્યાણ થશે…!

અદભુત……અદભુત……! આટલું સમજાય તો એ તરી જવાય..!

સભાને અંતે – ૨ જી મેં એ ઉજવનારા શાહીબાગ મંદિર ના પાટોત્સવ ની જાહેરાત થઇ….સવારે ૫:૪૫ વાગે ત્યાં પહોંચી જવું..! આ સિવાય પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય સુધારા અંગે પણ જાહેરાત થઇ……

હવે થી દરેક સભા બાદ- “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય” એમ બોલવું…….અને એની શરૂઆત પણ આજે થઇ ગઈ……સભાને અંતે સર્વ ભક્તો ને એક અદભુત ભેટ મળી……..- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં ભક્તજનો ના ભાવ ને વશ થઇ ઝરુખે પધાર્યા…હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને સર્વે ને અદભુત દર્શન આપ્યા…!!! સભા સફળ થઇ ગઈ…!!!!

બસ- હવે તો શ્રીજી ને નિરંતર પ્રાર્થના કરવા ની કે- ગુરુહરિ નું સ્વાસ્થ્ય સારું રહે……સર્વે હરિભક્તો-સંતો ને એમના દર્શન -આશીર્વાદ નો અઢળક લાભ મળે……….

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૩/૦૪/૨૦૧૭

“….આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે ……….ને ભગવાન એવા ઉદાર છે જે, જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષિસ આપી દિયે છે…………. ને સત્સંગ તો પછવાડેથી દસ હજાર ગણો થાશે પણ આ સાધુ ને આ વાતું નહિ મળે; ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહિ તો આ સાધુ બીજે હોય નહિ…………..”


અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૪/૫૧

વચનામૃત ના પાને પાને ….શ્રીજી એ પોતાનો હૃદયગત સિદ્ધાંત વર્ણવ્યો છે……કુલ ૨૭૩ વચનામૃત માં થી ૧૦૦ થી વધુ વચનામૃતો માં શ્રીજી એ પોતાના એકાંતિક સંત ની વાત ડંકા ની ચોટે કરી છે……એ એકાંતિક સત્પુરુષ એટલે જ ગુણાતીત પુરુષ…..અને એ જ અક્ષરબ્રહ્મ ….ગુણાતીતાનંદ સ્વામી , કે જેમણે ડંકા ની ચોટે કહ્યું કે….” મહારાજ ને પુરુષોત્તમ સમજ્યા સિવાય અક્ષરધામ માં ન જવાય…..”(અક્ષર વાતો-૩/૧૨)..અને એમણે પોતે જ શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ ને કોઈ શેહ શરમ વગર જગત માં પ્રસરાવ્યું…..સાથે સાથે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું….( અક્ષર વાતો-૫/૩૯૯; ૩/૪૧;૩/૩૮;૩/૧૨;૩/૪;૩/૫; ૩/૭૨;૬/૨૫૪;૨/૧૬૯;૨/૧૦૭;૫/૧૯૭)

તો- સાલ-૨૦૧૮ ની વસંતપંચમી એ – સ્વયમ અક્ષર નું સ્થાન- અક્ષરદેરી-ગોંડલ ની સાર્ધ શતાબ્દી ઉત્સવ ઉજવાશે…..અને તેની ઉજવણી ના ભાગ રૂપે અત્યારે જે વિવિધ આયોજનો ચાલે છે….તેનો એક ભાગ છે..બ્રહ્મ્સત્ર…..! અને ઉપરોક્ત અક્ષર વાતો નો સાર આજે આપણા વિધવાન ..ખુબ સારા વક્તા ..સદગુરુ સંત પુ.વિવેકસાગર સ્વામી એ પોતાના પ્રવચન માં કર્યો..!

આજે સવારે જ આપણા ગુરુ હરિ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અમદાવાદ થી કલકત્તા માટે વિદાય થયા…..અને એમના જ રાજીપા અર્થે…એમની જ અનુવૃતી અનુસાર- રવિસભા માં આજે પણ અઢળક ભીડ હતી…..ઠાકોરજી ના અદભુત મનમોહક દર્શન હૃદય ભરી ને કર્યા….અને હરિકૃષ્ણ મહારાજ તો અત્યાર થી જ ચંદન ના વાઘા માં જે શોભી રહ્યા હતા………તેનું તો વર્ણન થઇ શકે તેમ જ નથી….!

collage_20170423173024300

સભાની શરૂઆત યુવકો- સંતો દ્વારા ધુન્ય..”ભજો સ્વામિનારાયણ નામ રે….” રજુ થયું અને ત્યારબાદ કીર્તન…”શ્રીહરિ જય જ્યકારી…”……રજુ થયું….અને તે પછી પુ.શુભ કીર્તન સ્વામી દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત…” માણકી એ ચડ્યા રે મોહન વનમાળી” રજુ થયું……અને જાણે કે નજર સમક્ષ શ્રીજી અને માણકી ની એ અસવારી નો સમગ્ર સુવર્ણ …ઝળહળતો…હૃદય સ્પર્શી માહોલ ઉભો થઇ ગયો…!

ત્યારબાદ ગુરુહરિ પ.પુ. મહંત સ્વામી મહારાજ ના ૧૮ થી ૨૦ એપ્રિલ -૨૦૧૭ ના અમદાવાદ ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….નીચેની લિંક દ્વારા તમે પણ એના દર્શન કરી શકશો…..! મહંત સ્વામી મહારાજ નો ધીર ગંભીર…શાંત…નિર્માની સ્વભાવ ભલભલા નાસ્તિક ના હૃદય ને પણ આસ્તિક બનાવી દે. તેવો છે……! ગુણાતીત ની આ તો લાક્ષણિકતા છે…….જેમ જેમ સમજાય તેમ તેમ અંતર માં એ મૂર્તિ ઉતરતી જાય…!

ત્યારબાદ પુ. વિવેકસાગર સ્વામી જેવા અતિ વિધવાન…..ખુબ સારા વક્તા..અનુભવી સદગુરુ સંતે – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે- અક્ષરબ્રહ્મ નો મહિમા..અનિવાર્યતા…..વિષે અદભુત….પણ સહજ સમજાય તેવું પ્રવચન કર્યું……સ્વામી ને રૂબરૂ સાંભળવા માં જે સુખ છે તે તો અહી આવે એમ નથી….પણ સારાંશ અહી આપણે જોઈ શકીશું….

  • શ્રીજી એ મુક્તાનંદ આદિક સંતો ની પ્રાર્થના થી પોતાની ઉપાસના સદાયે રહે તે માટે ત્યાગ નો પક્ષ મોળો કરી મંદિરો રચ્યા …..અને વડતાલ માં પોતાની મૂર્તિ પણ દેવ મૂર્તિઓ ભેગી મૂકી…..તો શાસ્ત્રીજી મહારાજે – એ જ શ્રીજી ની શુદ્ધ ઉપાસના અર્થે પાંચ ગગનચુંબી મંદિરો રચ્યા અને અક્ષર પુરુષોત્તમ મહારાજ તરીકે શ્રીજી અને સ્વામી ના યુગલ સ્વરૂપ ને આધારે – શાસ્ત્રો ના સર્વોપરી સિદ્ધાંત ને મૂર્તિમંત કર્યો……જેના ફળ સ્વરૂપે આજે ૧૧૦૦ થી વધુ મંદિરો જગત ના ખૂણે ખૂણે – અક્ષર પુરુષોત્તમ મહારાજ નું નામ…સ્વામિનારાયણ નું નામ પ્રસરાવી રહ્યા છે….
  • મંદિરો અદભુત બન્યા પણ..શુદ્ધ હતા તો શ્રીજી એમાં બિરાજ્યા….તો જીવ નું હૃદય…ચિત્ત જયારે શુદ્ધ બને ત્યારે જ શ્રીજી એમાં બિરાજમાન થાય છે……
  • શાસ્ત્રો કહે છે એમ ધ્રુવે આકરું તપ કરી ભગવાન ને પ્રસન્ન કરી અચળ પદ મેળવ્યું પણ ભગવાન ને અંતર માં બિરાજમાન ન કરી શક્યા…કારણ..ચિત્ત ની શુધ્ધતા નો અભાવ..અજ્ઞાનતા..! લખું ચારણ પણ શ્રીજી મહારાજ ને પ્રસન્ન કરી શકી પણ માંગતા ન આવડ્યું અને પોતાની ભેંસો અને દીકરા નું લૌકિક સુખ માંગી બેથી…કારણ…હૃદય ની અશુદ્ધિ..! માટે હૃદય શુદ્ધ હોય તો – ભગવાન આપોઆપ જ અંતર માં બિરાજમાન થાય…..
  • પણ હૃદય શુદ્ધ કરવું એટલે શું??? ઉત્તર છે….બ્રહ્મરૂપ થવું…..અનેક જન્મ ના દોષ રૂપી આવરણ આ જીવ ને વળગેલા છે…..જે આપોઆપ છૂટતા નથી..એ તો જીવ બ્રાહ્મ સ્વરૂપ સત્પુરુષ નો સમાગમ કરે ત્યારે જ એ દોષ ટલે છે..અને જીવ બ્રહ્મરૂપ થાય છે…..
  • સત્પુરુષ પોતાની શરણે આવેલા જીવ ના માયા- દોષ ના બંધન તોડાવે છે……કસણી કરી જીવ ને શુદ્ધ કરે છે…પણ જીવ ની પાસે આ સમજવા નું જ્ઞાન…..ધીરજ હોવી જોઈએ…….આમાં ઉતાવળ ન ચાલે…..!
  • માટે જ શ્રીજી જયારે આ અવની પર પધાર્યા ત્યારે જીવ ને – પોતાનું સ્વરૂપ ઓળખાવા….જીવ ને શુદ્ધ કરવા અક્ષરધામ ને સાથે લઇ ને આવ્યા………શ્રીજી ની સાથે ૫૦૦ પરમહંસ હતા અને એક એક માં એક એક અવતાર જેટલું સામર્થ્ય હતું…..છતાં ગુણાતીતાનંદ સ્વામી એ – શ્રીજી નું સર્વોપરી પણું..અનેક વિઘ્ન…અનેક અપમાનો છતાં જેવી રીતે છડેચોક પ્રસરાવ્યું…એવું બીજા કોઈએ નથી પ્રસરાવ્યું…….એટલે જ એ સમય માં સોરઠ ના ૪૫૦ થી વધુ ગામો માં શ્રીજી ના હરિમંદિર થયા…..૨૦૦ થી વધુ એવા નિષ્ઠાવાન હરિભક્તો -સંતો તૈયાર થયા કે જેમણે સ્વામી ના આ બ્રહ્મજ્ઞાન ને યથાર્થ ગ્રહણ કર્યું…….અને એટલા માટે જ સ્વામી – મૂળ અક્ષર તરીકે ઓળખાયા…………
  • એ જ ગુણાતીતાનંદ સ્વામી એ ચિરંજીવી રહેવા નું વર આપ્યું…અને જે આજે પણ પોતાની ગુણાતીત પરંપરા ના સંત- મહંત સ્વામી મહારાજ રૂપે વિચરી રહ્યા છે…………
  • માટે જ આવા સંત ની આજ્ઞા…અનુવૃતી માં દ્રઢ પણે રહેવા નું છે…..પંચ વર્તમાન માં દ્રઢ રહેવા નું છે…………સત્સંગ માં દ્રઢ રહેવા નું છે……જેથી સત્પુરુષ માં હેતે જોડાવાય…..જીવ શુદ્ધ થાય અને પરમપદ ને પામે………..
  • યોગીબાપા કહેતા તેમ….આ જીવ ને ચૈતન્ય મંદિર બનાવવા નું છે……જો એમ થશે તો જ શ્રીજી એમાં બિરાજશે…….
  • અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની ફલશ્રુતિ આ જ છે કે- અક્ષર સંગાથે અક્ષરરૂપ થવાય……..અને પુરુષોત્તમ ની પ્રાપ્તિ થાય….

ઉપરોક્ત પ્રવચન નીચેની લિંક દ્વારા સાંભળી શકાશે……….

//chirb.it/wp/LBzfs4

Check this out on Chirbit

અદભુત…અદભુત……………! સભા માં આ પ્રવચન પછી ગુંજેલી તાળીઓ નો ગડગડાટ હજુ હૃદય માં પડઘાય છે……………!!! અદભુત જ્ઞાન……સહજ રીતે….!

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાતો થઇ….

  • ૨૮/૪ થી અખાત્રીજ થી- શ્રીજી ને ચંદન ના વાઘા ધરાવવા નું શરુ થાય છે………..કોઈ પણ હરિભક્ત -મુમુક્ષુ ૩૦૦ રૂપિયા આપી આની સેવા કરી શકે છે…..મંગળા આરતી ૫-૪૫ સવારે થશે…..
  • આવતીકાલ થી સંધ્યા આરતી નો સમય- ૭:૧૫ અને સહાયન આરતી નો સમય ૮:૩૦ નો થશે….
  • આવતા રવિવારે -૩૦/૪ ના રોજ યુવા અધિવેશન છે…………..પુ.બ્રહ્મદર્શન સ્વામી એમાં લાભ આપવા ના છે….અને રવિસભામાં -તથા ૨/૫ સુધી પ્રાત:સભામાં પણ એમની વાણી નો લાભ મળશે…..
  • ૨/૫ ના રોજ અમદાવાદ શાહીબાગ મંદિર નો ૫૫ મો પાટોત્સવ છે….સેવા-દર્શન માટે મંદિર નો સંપર્ક કરવો….

અદભુત……અદભુત……! જો આજની સભા નો એક એક શબ્દ અંતરમાં ઉતરે….એ પ્રમાણે જીવાય તો- જીવ સો ટકા બ્રહ્મરૂપ થાય અને આ લખ ચોરાસી ના ફેર આ ફેરે જ ટળી જાય..! આ કાર્ય મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ…કારણ કે ગુણાતીત ગુરુ સાક્ષાત મળ્યા છે…………બસ એમનામાં મન કર્મ વચને…..જીવે કરી જોડાવા નું છે…!

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૫/૧૦/૨૦૧૫

અક્ષરધામના વાસી મારે, હૈયે કરજો વાસ,
કેમ વિસારું સ્વામિનારાયણને, જ્યાં લગી શ્વાસોચ્છ્‍વાસ… 0

શ્વાસોચ્છ્‍વાસે સમરું સ્વામી, જીવનના આધાર,
રોમે રોમે તારા નામનો વાગી રહે રણકાર,
આ અંતરના વાજિંતરમાં એક જ છે અભિલાષ… 0 અક્ષર

ભાવ ધરીને કરું છું ભક્તિ, જોજે હે ભગવાન,
હે ગુણવંતા ગાઈ રહ્યો છું તારા સદા ગુણગાન,
ઉગારજે આ દાવાનળથી એટલી રાખું આશ… 0અક્ષર

————————————————–

આવતીકાલે શરદપૂનમ…..અર્થાત…શ્રીજી ના અખંડ રહેવાના ધામ- અક્ષરધામ- એવા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી નો ૨૩૦ મો પ્રાગટયોત્સવ…….! આપણા શાસ્ત્રો-વચનામૃત કહે છે કે…જ્યાં સુધી અક્ષર ના સ્વરૂપ ની ઓળખાણ-સમજણ નથી પડતી ત્યાં સુધી..એ અક્ષર થી પર એવા પુરુષોત્તમ ના સ્વરૂપ ની ઓળખાણ…સમજણ ક્યાં થી થાય??? માટે…પુરુષોત્તમ સુધી પહોંચવા નો એક જ માર્ગ છે….અક્ષર સાથે એકતા કરી..અક્ષર રૂપ થવું…….અને પુરુષોત્તમ ને યથાર્થ પામવું…! એટલે જ કહેવાય છે કે- અધ્યાત્મ માર્ગ -ગુરુ સિવાય..સત્પુરુષ સિવાય પાર કરવો શક્ય જ નથી…”પોથી પઢે ..પંડિત ભયો ન કોય” જેવી વાત વાત છે….! એટલે જ આજની સમગ્ર સભા…એ ગુણાતીત ગુરુઓ…પ્રગટ અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ- પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ને અર્થે હતી……..જો એ સમજાશે- તો પુરુષોત્તમ નો મહિમા સમજવામાં વિઘ્ન નહિ આવે..!

તો- આજે સમયસર સભામાં પહોંચી ગયા…….સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન……જીવ સંતૃપ્ત થાય ત્યાં સુધી…

11222569_477877119067132_2749656369473606478_n

સભામાં ગોઠવાયા બાદ…..શરૂઆત પુ.વિવેક્મુની સ્વામી ના બળવત્તર અવાજ માં ગવાતી કર્ણપ્રિય ધુન્ય” ભજમન સ્વામિનારાયણ” થી થઇ….ત્યારબાદ એમના અને એક અન્ય સંત ના સ્વરે જ બે કીર્તન નો લાભ મળ્યો…” અક્ષરધામ ના વાસી મારે હીયો કરજો વાસ…” અને ” જય સહજાનંદ..જય ઘનશ્યામ….” અદ્ભુત હતા…….! જીવમાં જયારે એક ભગવાન પ્રવેશે છે…ત્યારે આઠોજામ-હરઘડી-અખંડ -સહજ આનંદ ની છોળો ઉછળે છે……! અને એ સુખ ને હરીસુખ કહેવાય………..જે દરેક ના ભાગ્ય માં નથી હોતું……….

ત્યારબાદ- સ્વામીશ્રી ના ૨ ૩ ઓક્ટોબર ના- સારંગપુર દર્શન નો વિડીયો રજુ થયો…….અત્યંત જીર્ણ દેહાવસ્થા..છતાં મુખ પર હરિ નું તેજ……! અદ્ભુત છે…….સત્પુરુષ ની આ જ નિશાની છે…દેહ દેહ નું કામ કરે…અને જીવ જીવનું..!

ત્યારબાદ સંસ્થા ના વિદ્વાન સંત- પુ.વિવેકજીવન સ્વામી દ્વારા “સત્પુરુષ મહિમા” પર અઢળક પ્રસંગો દ્વારા પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ….

  • જીવન હોય કે અધ્યાત્મ……એક મધ્યવર્તી વિચાર તેમાં હોય છે..જેના દ્વારા એ ચલિત થાય છે..ચેતનવંતુ થાય છે…..
  • દુનિયાનો ઈતિહાસ જુઓ….ફ્રાંસ હોય કે ઇટાલી….એમની ક્રાંતિઓ-વિકાસ માં- એક મધ્યવર્તી વિચાર હતો…….લોકસત્તા….સત્તામાં જન ભાગીદારી……જયારે ભારત ના વિકાસ માં -ઈતિહાસ માં મધ્યવર્તી વિચાર છે- ભગવાન માં શ્રદ્ધા……એ જ રીતે આપણી સંસ્થા- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નો મધ્યવર્તી વિચાર છે- આજ્ઞા અને ઉપાસના…
  • આજ્ઞા અને ઉપાસના- એ અધ્યાત્મ માર્ગ ની બે પાંખો છે……જો એ હોય તો જ જીવનમાં શાંતિ-શ્રદ્ધા,સુખ અને કલ્યાણ આવે…..મોક્ષ થાય….
  • આજકાલ જોઈએ તો જીવન માં અનેક પ્રશ્નો આવે છે….અને આવવાના જ…એની પાછળ મુખ્ય કારણ છે…૧) સ્વભાવ ૨) અપેક્ષાઓ ૩) બાહ્ય પરિબળો ….
  • એમાંથી બહાર આવવું હોય તો – સ્વભાવ છોડવા પડે…..અપેક્ષા-મોહ-આસક્તિઓ મર્યાદિત કરવી પડે…..સ્થિર રહેવું પડે…અને એ માટે- સત્સંગ અને સત્પુરુષ અનિવાર્ય છે……
  • મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ ૩૦૦ જણા ને બ્રહ્મ વિદ્યા ભણાવેલી………અને ઈતિહાસ કહે છે કે- એ વિદ્યા ભણ્યા બાદ- એ બધાની સ્થિતપ્રજ્ઞ સ્થિતિ થઇ ગયેલી……
  • જેમ સત્પુરુષ માં પ્રીતિ જેમ વધે …એટલું જગત વધુ છૂટે………
  • બ્રહ્મચારી અચિન્ત્યાનંદે સંસ્કૃત માં – શ્રીહરિ લીલાકલ્પતરુ ની રચના કરી…….ચંપાનું પુષ્પ આપી ને ગુણાતીતાનંદ સ્વામી એ આજ્ઞા કરી કે- ભગવાન સુધી પહોંચવા સત્પુરુષ નો આશ્રય જરૂરી છે…એ જ સહાય કરે છે…..અને પરિણામે- ૧૦-૧૫ શ્લોક રોજ રચવાની શક્તિ ધરાવતા બ્રહ્મચારીએ- રોજ ના ૨૦૦-૩૦૦ શ્લોક રચવાની શરૂઆત કરી…..અને આ મહા ગ્રંથ- આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ની આજ્ઞા થી મળ્યો……અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ના આશીર્વાદ થી મળ્યો….
  • આમ, મોટા પુરુષ ના બળે..અશક્ય લાગતા મોટા કાર્યો સહજ થાય છે…………જરૂર છે તો દ્રઢ નિષ્ઠા-શ્રદ્ધા ની…….
  • જ્યાં સુધી સત્પુરુષ માં આપણી શ્રદ્ધા દ્રઢ થતી નથી..ત્યાં સુધી આપણી પ્રાર્થના સફળ થતી નથી……..બાકી એ તો આપણી સહાય માં જ બેઠા છે…..
  • સત્પુરુષ જ આપણી આંગળી પકડી ને- શ્રીજી નું સાચું સ્વરૂપ ઓળખાવે છે…….એનો મહિમા સમજાવે છે…….જગત ના દુઃખોમાં થી ઉગારે છે………..અને જીવ ને અખંડ સુખ ની લ્હાણી કરે છે………..

અદ્ભુત…અદ્ભુત…………….! જો આટલું જીવન માં દ્રઢ થાય તો- કશું બાકી ન રહે………………ધન્ય ધન્ય અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત..!

સભાના અંત માં અમુક જાહેરાત થઇ…..

  • આવતીકાલે શરદપૂનમ- સાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ સભા છે……..અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી મહારાજ નો જન્મજયંતી ઉત્સવ-ધામધૂમ થી ઉજવાશે….
  • આવનારા અન્નકૂટ ઉત્સવ અંગે જાહેરાતો થઇ…………….

તો- આજની સભા અદ્ભુત હતી…………..સત્પુરુષ નો સંગ કરી એમના ગુણો ને-મહિમા ને આત્મસાત કરવાની હતી…………અક્ષર રૂપ થઇ ને પુરુષોત્તમ ને પામવાની હતી……………

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૫/૦૭/૨૦૧૫

“……….અને અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ………….”

—————————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-લોયા-૧૨

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત કે જે વેદોક્ત છે……હજારો-લાખો વર્ષ થી વેદો દ્વારા પ્રસ્તુત…સ્વયમ પુરુષોત્તમ દ્વારા…..ગુણાતીત પુરુષો દ્વારા ઉદગારેલ સિધ્ધાંત છે…..અને આ સિધ્ધાંત ને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -કપરા સમય માં પણ પાંચ ગગનચુંબી મંદિરો સ્થાપ્યા..- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય ખંડ માં સ્થાપિત કરી એ સિધ્ધાંત ને..શ્રીજી-સ્વામી ના હૃદયગત સિધ્ધાંત ને મૂર્તિમંત કર્યો…….અને પરિણામ??? આજે ૧૫૦૦ થી વધુ મંદિરો…..૯૫૦ થી વધુ અતિ વિદ્વાન સંતો – લાખો નિષ્ઠાવાન હરિભક્તો….દુનિયા ના ખૂણે ખૂણે….પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રામાં – એક સુરે આ સિધ્ધાંત નું ગાન કરી રહ્યા છે……”येनाक्षरम पुरुष वेदं……सत्यम प्रोवाच,,..तामं तत्वतो ब्रह्मविघ्याम.’ !

આજની સભામાં – આ સિધ્ધાંત ને વરેલા -સંસ્થા ના અતિ વિધવાન સંત- વેદો માં ડી.લીટ. અને અક્ષર પુરુષોત્તમ ભાષ્ય ના રચયિતા પુ.ભદ્રેશ સ્વામી- વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ -થાઈલેન્ડ માં – આ સિધ્ધાંત ના- સંસ્થા ના- સત્પુરુષ અને શ્રીજી ના ડંકા વગાડી ને આવ્યા હતા….એમને ત્યાં આગળ અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત થયું……વેદાંત માર્તંડ ની ઉપાધિ મળી…..એમને રચેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્ય ના ગ્રંથો બેંગકોક ની પ્રતિષ્ઠિત યુનીવર્સીટી માં સ્થાન પામ્યા……!!! અને દુનિયા આખી માં – સ્વામિનારાયણ સંપ્રદાય નો પોતાનો…”તત્વ વાદ” મળ્યો……જે ” બ્રહ્મ-પરબ્રહ્મ દર્શન” અથવા “સ્વામિનારાયણ દર્શન” તરીકે દુનિયામાં સ્પષ્ટ થયું…..! તો આજની સભા આ સિધ્ધાંત ને…આ વિદ્વાન પુરુષ ને…ગુણાતીત પુરુષો ના મહિમા ને સમર્પિત હતી….

શરૂઆત- શ્રીજી ના અદ્ભુત દર્શન થી…………

11703038_441233176064860_3064997417090149059_n

યુવકો દ્વારા ધુન્ય થી શરૂઆત થઇ……ત્યારબાદ- તેમના દ્વારા જ બે કીર્તન રજુ થયા…..”મન વસિયો રે મારે..મન વસિયો…” અને “વ્હાલા તારી મૂર્તિ અતિ રસરૂપ…..” પ્રેમાનંદ સ્વામી રચિત રજુ થયું……….અને ત્યાર બાદ જેની ઉત્કંઠા થી રાહ જોવાતી હતી- એ પુ.ભદ્રેશ સ્વામી નું પ્રવચન શરુ થયું………પુ.ભદ્રેશ સ્વામી,પુ.અક્ષર વત્સલ સ્વામી અને અન્ય એક સંત તથા ચારેક હરિભક્તો – બેંગકોક- આંતરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ માં- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના વાવટા ફરકાવી ને- ચાર દિવસ ના પ્રવાસે થી પાછા આવ્યા છે……..જોઈએ એનો સારાંશ….

10409357_865175886853714_4740774473844568335_n

  • અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની પ્રાપ્તિ અજોડ..અતુલ્ય છે……
  • આ સિધ્ધાંત સનાતન એટલે કે નિત્ય છે…વેદોક્ત છે…..કોઈ ખુણીયુ જ્ઞાન નથી……કે શાસ્ત્રીજી મહારાજે પોતે નીપજાવેલું જ્ઞાન નથી…..
  • અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને વરેલી આપણી સંસ્થા……એ સ્વયમ શ્રીજી ના સિધ્ધાંત ને વરેલી સંસ્થા છે…..વચનામૃત ને પાને પાને- આ સિધ્ધાંત છે…………વેદો-ઉપનિષદ, ગીતા, બ્રહ્મ સૂત્ર માં પણ આ સિધ્ધાંત પ્રસરેલો છે…….અને એનો સાર શ્રીજી એ કાઢ્યો- અને વચનામૃત માં સહજ ભાષા માં રેડયો…..
  • ૧૦૮ થી વધુ ઉપનિષદ છે પણ મુખ્ય ૧૦ ઉપનીષદો માં- આ સિધ્ધાંત મૂળ તત્વ તરીકે છે……..પ્રસ્થાન ત્રયી( ઉપનિષદ+ગીતા+બ્રહ્મ સૂત્ર) માં આ વર્ણવેલો છે…………..
  • મૂંડક ઉપનિષદ માં બ્રહ્મ વિદ્યા એટલે- અક્ષર અને પુરુષોત્તમ ને જાણવા ની વિદ્યા ની સ્પષ્ટ વ્યાખ્યા છે….
  • લોયા-૧૨, લોયા-૬ ,ગઢડા મધ્ય-૩, ૧૩, પ્રથમ-૨૮, ૭૧ વગેરે અનેક વચનામૃતો માં અક્ષર બ્રહ્મ તત્વ નો મહિમા -સ્વરૂપ શ્રીજી એ કહ્યું છે…….
  • ગીતા ના અધ્યાય ૧૫ માં- ૧૬ થી ૧૮ શ્લોક માં – અક્ષર અને પુરુષોત્તમ ની વ્યાખ્યા- કૃષ્ણ ભગવાને કરી છે……
  • એ જ રીતે ૧૮ માં અધ્યાય માં -૫૪ માં શ્લોક માં – સ્પષ્ટ કહ્યું છે કે- જે બ્રહ્મ રૂપ થાય છે તેને જ પરબ્રહ્મ ની ભક્તિ નો અધિકાર છે…..
  • તૈતરીય ઉપનિષદ ના ત્રણ ભાગ છે- એમાં મધ્ય નો ભાગ- આનંદ વલ્લી તરીકે ઓળખાય છે…..તેના પ્રથમ શ્લોક માં જ -અક્ષર અને પુરુષોત્તમ ની વ્યાખ્યા છે….
  • ગીતા ની શરૂઆત જ અર્જુન ના વિષાદ ને દુર કરવા માં થી થાય છે….અર્જુન ને ત્રણ દુખ છે….દુખ, માયા અને અશ્રુ……અને ભગવાન – અર્જુન ને મોહ-માયા માં થી મુક્ત કરી પોતાના માં સ્થિર કરવા જે સંદેશ કરે છે- તે જ ગીતા…….આમ, જે મોહ માં થી મુક્ત થઇ- એક ભગવાન માં સ્થિર થાય તે જ સ્થિતપ્રજ્ઞ…તે જ બ્રહ્મ……અને આમ, આખી ગીતા – બ્રહ્મ -પરબ્રહ્મ કહેતા કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત પર જ છે…..
  • અને આવા જ બ્રહ્મ રૂપ..સ્થિતપ્રજ્ઞ પુરુષ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે………….તેમને જાણવા થી જ આપણે પણ બ્રહ્મ રૂપ થઇ શકીએ……ગીતાનો અધ્યાય ૨ -આ જ કહે છે……….અને પરિણામે- પ્રમુખ સ્વામી મહારાજ આજે સવાયું કામ કરી રહ્યા છે……….કરતા રહેશે……
  • આમ, આ સિધ્ધાંત એ જીવવા નો સિધ્ધાંત છે…..મૂર્તિમંત છે…..અને પ્રમુખ સ્વામી રૂપે સ્પષ્ટ જોઈ શકાય છે…………..બ્રહ્મ રૂપે એ સ્વયમ પુરુષોત્તમ ને પ્રગટ પ્રમાણ ધારી રહ્યા છે…………..

અદ્ભુત………અદ્ભુત…..અદ્ભુત…..! અગાધ જ્ઞાન……અદ્ભુત છણાવટ………………!!! પુ.ભદ્રેશ સ્વામી ના ચરણો માં કોટી વંદન……….

નીચેની ઓડીઓ લીંક થી આ પ્રવચન ( મોબાઈલ રેકોર્ડેડ) સાંભળી શકાશે…….

પુ.ભદ્રેશ સ્વામી પ્રવચન- રવિસભા-અમદાવાદ

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ થાઈલેન્ડ યાત્રા ની માહિતી આપી…..

  • થાઈલેન્ડ ની બેંગકોક ની  યુનીવર્સીટી માં સંસ્કૃત નો વિશિષ્ટ વિભાગ છે…..થાઈલેન્ડ ના રાજકુમારી પણ સંસ્કૃત માં ડોકટરેટ ની ડીગ્રી ધરાવે છે……અને પરિણામે- આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ નું -ચાર દિવસ નું આયોજન અહી થયું કે જેમાં- જુદા જુદા દેશ ના ૬૫૦ થી વધુ નિષ્ણાતો એ ભાગ લીધો……
  • પુ.ભદ્રેશ સ્વામી ને ઉદ્ઘાટન ના દિવસે જ પ્રવચન નો લાભ મળ્યો……એમના ભાષ્ય ના ગ્રંથો ને ઉદ્ઘાટન ના દિવસે જ- રાજકુમારી ને હાથે પરિષદ માં સન્માન મળ્યું…..યુનીવર્સીટી માં સ્થાન મળ્યું……બધા મહાનુભાવો ની પ્રશસ્તિ મળી..સન્માન મળ્યા અને સ્વામિનારાયણ ભગવાન, એમના આ સિધ્ધાંત અને આપણા ગુરુ હરિ ની જય જય કાર થઇ…………..
  • ત્યારબાદ વિડીઓ સ્લાઈદ્ઝ દ્વારા પણ એનું દર્શન સમગ્ર સભા ને થયું ………અદ્ભુત..!
  • ત્યાના આપણા ભારતીય રાજદૂત દ્વારા સંતો ને જે સન્માન મળ્યું તે પણ અદ્ભુત હતા…….ડો.અબ્દુલ કલામ દ્વારા લિખિત બુક – Transcendence નું પણ સન્માન થયું…………..

અને સભા ને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા – પુ.ભદ્રેશ સ્વામી નું જાહેર માં સન્માન થયું…’ વેદાંત માર્તંડ ” ની ડીગ્રી ફરીથી એનાયત થઇ……….અને સમગ્ર સભા તાળીઓ ના શોર થી ગુંજી ઉઠી…………..સતત પાંચ મિનીટ થી વધુ સમય સુધી એકધારી તાળીઓ પડતી રહી………

આવતા ૧૧ તારીખે- સાંજે- ગાંધીનગર અક્ષર ધામ – AARSH માં- પુ ભદ્રેશ સ્વામી નું ઊંડાણ પૂર્વક પ્રવચન છે……….જરૂર લાભ લેવો………. આ સિવાય- બે નવી બુક- અંગ્રેજી માં- Impressions( શ્રીજી ચરિત વિહાર પર આધારિત) અને  Hinduism  પ્રગટ થયા…….એ સિવાય બે ડીવીડી- “કફન” અને બાળ વિકાસ પર આધારિત – પ્રગટ થયા એનું અનાવરણ થયું………….

તો આજની સભા- અદ્ભુત હતી…………મુદ્દા ની હતી……..પાયા ની હતી………અવિસ્મરણીય હતી…………..

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને સમજતા રહેજો…………..જીવતા રહો……….એ સમજ્યા-જાણ્યા-જીવ્યા સિવાય છૂટકો જ નથી……….

गुणातीतो अक्षरम ब्रह्म भगवान् पुरुषोत्तम

जनोजानम नीदं सत्यम मुच्यते भव बंधनात

જય સ્વામિનારાયણ…………..અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય હો…….

રાજ