પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે,
જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. ….
અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……
અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે …….
….તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………
………તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. ….
તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે….
વચનામૃત -ગઢડા મધ્ય ૨૧
ઇસ્વીસન ૨૦૧૯ નાં વર્ષ ની આ પ્રથમ સભા સત્સંગ થી ભરપૂર હતી….સવારે કાર્યકર સત્સંગ શિબિર અને સાંજે સત્સંગ નાં ધસમસતા દરિયા સમાન રવિસભા……! નવા વર્ષ માં…. તન મન જીવ ને રિચાર્જ કરવા આના થી પ્રબળ સાધન ક્યુ હોઇ શકે??? મુદ્દા નાં વચનામૃત પર આધારિત આજની સભા અદ્ભૂત હતી….
નવા વર્ષ ની પ્રથમ સભા માં… સર્વ પ્રથમ જગત નાં નાથ નાં દર્શન…
સભા ની શરૂઆત યુવક મંડળ દ્રારા ધૂન થી થઈ….કીર્તન ની શરૂઆત…વનમાળી દાસ રચિત..”નમી એ નારાયણસ્વરુપ…” ગુરુ મહિમા નાં પદ થી થઈ….એ પછી એવું જ એક પદ ” થાય છે જય જય કાર….” રજુ થયુ. …ત્યાર બાદ પુ. અમૃત કીર્તન સ્વામી (લંડન મંદીર) એ “કેમ વિસારુ અંતર માં યે રે…પ્રમુખ સ્વામી પ્યારા રે…” ગરબી નાં ઢાળ માં રજુ કર્યું…..અને એજ ઢાળ માં, પુ.સ્વામી એ ” લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી….” રજુ કર્યું….સમગ્ર સભા માં ગુરુ ભક્તિ નો જોશ આવી ગયો…!
પુ. અમૃત કીર્તન સ્વામી કે જે હાલ લંડન મંદીર માં સેવા આપી રહ્યાં છે…તેમણે ત્યાં નાં મંદીર વિશે જણાવતા કહ્યુ કે….લંડન મંદીર નાં વિચાર નો જન્મ આફ્રિકા મંડળ નાં યોગી બાપા ને કરેલી પ્રાર્થના માં થી થયો….હેરો માં મંદીર નો સંકલ્પ…નિષ્ફળતા…નીસડન માં 1985 માં મંદીર ની સ્થાપના….. અને એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો હરિભક્તો નો દાખડો અદ્ભૂત હતો…..એ મંદીર ને લીધે બાળકો માં પડેલા સંસ્કાર …સ્કુલ શિક્ષકો પર એમનાં લીધે પડેલો શુભ પ્રભાવ….આ મંદીર ની એક ફળષૃતિ ની ઝલક છે….અહી બાપા નાં શબ્દો માં…. મંદીર નાં પથ્થરો પણ સત્સંગ કરાવશે….એ સાબીત થયુ છે. અહી નાં અતિ નિષ્ઠાવાન હરિભક્તો નાં પ્રસંગો અદ્ભૂત છે….જેમાં શબ્દે શબ્દે સેવા છલકે છે….નીગ્રો હરિભક્ત ની નિષ્ઠા….અમર પારેખ દ્રારા ઉજ્જવળ કારકિર્દી છોડી…ભગતજી મહારાજ નાં જીવન ચરિત્ર નાં અંગ્રેજી ભાષાંતર માટે સંપુર્ણ સમર્પણ હૃદય ને સ્પર્શી ગયુ…. એવાં અનેક નિષ્ઠાવાન હરિભક્તો નાં પ્રસંગ સ્વામી એ કહ્યા…..
ત્યારબાદ તારીખ 30-31 ડિસેમ્બર નાં પુ. સ્વામીશ્રી નાં મુંબઇ ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે…
આજે અદ્ભૂત દિન છે…પોષ સુદ પડવો…આજની તિથિ એ અક્ષર દેરી માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે , શાંતિ ભગત ને ભાગવતી દીક્ષા આપી નારાયણ સ્વરુપ દાસ નામ આપ્યું …ભગવા વસ્ત્રો ની જગત માં લાજ વધારી…..એની સ્મૃતિ સાથે પુ. અક્ષર વત્સલ સ્વામી એ ગ.મ.૨૧ પર અદ્ભૂત પ્રવચન કર્યું….અહી જોઈએ એનો સારાંશ માત્ર…
- પ્રમુખ સ્વામી મહારાજ ની સર્વોપરી સાધુતા નું કારણ હતુ….એક ભગવાન નું સર્વોપરી પણું….સર્વ કર્તાહર્તા પણું સમજવું…..જે ગ.મધ્ય ૨૧ નાં આ મુદ્દા નાં વચનામૃત માં વર્ણિત છે.
- જીવન હોય કે શાસ્ત્ર….કલ્યાણ નો મુદ્દો કે સાર પકડવો…એ જ ફળષૃતિ…. અને સ્વામિનારાયણ ભગવાને અહી આ વચનામૃત માં કહ્યુ છે….
- ગ.પ્ર.74 માં..ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી એ તો ભગવાન રાજી થાય…શાંતિ નો અનુભવ થાય એમ કહ્યુ છે ….માટે આ સાધન કલ્યાણ માટે સર્વોપરી છે….ગુણાતીત સ્વામી એ પણ અંતર ધગી ન જાય તેનાં ઉપાય માં પણ ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા નું કહ્યુ છે
- ભગવાન, ભક્ત નાં અંતર માં રહી એની ધીરજ ની કસોટી કરે છે….સાચો ભક્ત આ સમજે છે અને સદાયે આનંદ માં રહે છે….
- ગ.અંત્ય ૧૩ માં શ્રીજી કહે છે….ભગવાન નાં ભક્ત માટે , ભગવાન ની મરજી એ જ એનું પ્રારબ્ધ……માટે એ મુજબ રાજી થી જીવવું.
- બધી સાધના ઓ થી પર …..માયા થી પાર એકમાત્ર સર્વ કર્તાહર્તા પણા ની સાધનાં છે……વાર્તાલ ૨, કારિયાણી ૧૦- માં તો ભગવાન ને સર્વ કર્તાહર્તા ન સમજવા ને અપરાધ…દ્રોહ…ભુલ કહી છે….
- આપણા ગુણાતીત ગુરુઓ એ આ જ સાધના સિદ્ધ કરી છે અને આપણ ને આ જ કરવા ની આજ્ઞા કરી છે……માટે જ શ્રીજી જેવા જ સર્વોપરી, એમનાં જ ધારક સંત મહંત સ્વામી મહારાજ મળ્યા છે….માટે આપણી પ્રાપ્તિ નો કોઈ પાર ન કહેવાય….
- આપણે બસ…એ જ ગુરુ ની આજ્ઞા માં દૃઢ રહેવાનું છે….એમનો મહિમા સમજવા નો છે….આ સર્વોપરી સંસ્થા…સર્વોપરી સિદ્ધાંત માટે પ્રમુખ સ્વામી મહારાજે …ગુણાતીત પુરુષો એ વેઠેલો ભીડો સમજવા નો છે….એની પાછળ શ્રીજી નું કર્તાહર્તા પણું સમજવા નું છે….દૃઢ કરવા નું છે….સંસાર માં પણ આ જ સત્ય જીવવા નું છે.
અદ્ભૂત…..ત્યારબાદ સભા ને અંતે જાહેરાત થઈ…
- ઝોળી દાન ની સભા આ વખતે ૧૩/૧ રવિવાર નાં રોજ થવાનું છે…..14 તારીખે કોઈ પ્રોગ્રામ નથી…. સમય -૮ થી ૧૧ સવારે
- આંબલી વાળી પોળ માં નવીનીકરણ ચાલે છે…માટે દર્શન માટે મંદીર દ્રારા અપાયેલી સુચના નું પાલન કરવું….
ટૂંક માં એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજી ને પોતાના કર્મો કરતા રહીએ એટલે ભયો ભયો….સ્થિત પ્રગય્તા એમને એમ આવે…..
આખરે એની મરજી એ જ આપણુ જીવન….!!
જય સ્વામિનારાયણ
રાજ…