Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

યાત્રા-પુરુષોત્તમ પુરા

ગયા મહીને -જયારે દેશ ગણતંત્ર દિન ની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે અમારી ગાડીઓ -ધોળકા નજીક ના નાયકા-રઢું-ગામ નજીક ના -સ્વામિનારાયણ સંપ્રદાય ના ઐતિહાસિક -પુરુષોત્તમ પુરા તરફ આગળ વધી રહી હતી……અમદાવાદ થી માત્ર ૪૦-૪૫ કિમી દુર આ પુરુષોત્તમ પુરા ગામ- વાસ્તવ માં કોઈ ગામ નથી…પણ એક જમાના માં સાવ ઉજ્જડ …..બાવળિયા ના ગીચ જંગલ  થી ઘેરાયેલી…..વેરાન -૧૦૦૦૦ એકર જમીન ને – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – મુઠ્ઠીભર ..અતિ નિષ્ઠાવાન હરિભક્તો ને આધારે એક વૃંદાવન સમા પ્રાસાદિક સ્થાન માં પરિવર્તિત કરી દીધી…એનો એક જીવંત ઈતિહાસ છે…..! અતિ નિષ્ઠાવાન હરિભક્તો- આશાભાઈ ( પુ.મોટા સ્વામી) અને ઈશ્વરભાઈ ( દાજી) ..શાસ્ત્રીજી મહારાજ ના આ અતિ વિકટ કાર્ય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ફના થઇ ગયા….એનો આ પ્રત્યક્ષ પુરાવો છે……!

અમે જેમ જેમ પુરુષોત્તમ પુરા ની એ ધરતી ને….એની દિવ્ય હવા ને  શ્વાસ માં ભરતા રહ્યા તેમ તેમ……પ.ભ. ઈશ્વરભાઈ દાજી ના મોટા પુત્ર તુલસીભાઈ ઉર્ફે વકીલ ના દીકરા ( હાલ ત્યાં જ રહે છે….૬૫-૭૦ વર્ષ ની ઉમર) ભક્તરાજ ઘનશ્યામભાઈ ના મુખે વહેતો એ ઈતિહાસ……શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નો પ્રાદુર્ભાવ…..શાસ્ત્રીજી મહારાજ ના ભીડા…લીલા ચરિત્રો……ગુણાતીત પુરુષો ના અદભુત ચરિત્ર…..અને તેની સાથે ગૂંથાયેલો એક અણજાણ્યો ઈતિહાસ….પણ અમારા હૃદય…જીવ ને તરબતર કરતો ગયો………….!! એ ઈતિહાસ વિષે લખવા બેસીએ તો- કદાચ આ જન્મારો ઓછો પડે……..પણ તેના કરતા તેને ટૂંક માં સમજવો હોય તો- આપણા વિધવાન સંત પુ. અક્ષરવત્સલ સ્વામી ની કલમે – પરમ ભક્તરાજ આશાભાઈ…ઈશ્વરભાઈ,,,,,નો ઈતિહાસ નીચેની લિંક દ્વારા વાંચી શકાય છે…..

એક એક શબ્દ વાંચજો…..અને સમજજો…….કે આવા ભક્તરાજો ની સરખામણી માં આપણે ક્યાં છીએ???? જો આટલો વિચાર પણ આપણા મગજમાં..એક સેકંડ માટે પણ ઝબકી જાય તો પણ આપણ ને આપણું લેવલ ખબર પડી જાય …! આપણે તો બસ- તૈયાર થાળ પર બેસવાનું સુખ છે…..છતાં સત્સંગમાં આપણે પલમાત્ર નો..તલ માત્ર નો ભીડો….અપમાન…કોઈ હરિભક્ત- સાધુ ના કડક વેણ સહન નથી કરી શકતા…!!!

20170126_100140.jpg

20170126_100245

20170126_100125.jpg

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલ ગુરુ મૂર્તિ ઓ

 

 

20170126_104443

પ.ભકત રાજ ઈશ્વરભાઈ દાજી ના વંશજ શ્રી ઘનશ્યામભાઈ…એમનું ઘરમંદિર-અને પ્રસાદી ની વસ્તુઓ…

હવે જોઈએ……મારા અનુભવ…..

 • અત્યારે તો દસ હજાર એકર જમીન નથી…પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અહી વારંવાર પધારી…..જે સુખ- લીલા ઓ આપેલા…તેના પ્રતાપે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના ચરિત્ર સ્મૃતિ ને ચિરંજીવ રાખવા – એક નાનું હરિમંદિર બન્યું છે……૫૦૦૦ વ્યક્તિઓ જમી શકે તેવી સગવડ ધરાવતું રસોડું છે……અને પ.ભ.ઘનશ્યામ ભાઈ જેવા – નિષ્ઠાવાન હરિભક્તો -એ દિવ્ય ગાથાઓ કહેવા…આ સ્મૃતિઓ- ખીજડા ના વૃક્ષ ને સાચવવા……અહી રહે છે…..તેમનો પરિવાર શહેરોમાં-વિદેશોમાં સ્થાયી થઇ ગયો છે……એમના પછી શું??? એ કોઈ ને ખબર નથી….પણ અહી મંદિર છે……બેપ્સ સંસ્થા….શાસ્ત્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ ની સ્મૃતિ છે…તેથી- તેની આ ઐતિહાસિક “જાહોજહાલી” સદાયે રહેવા ની…..!
 • આશાભાઈ એ અને ઈશ્વરભાઈ એ -પોતાનું સમગ્ર તન-મન-ધન શાસ્ત્રીજી મહારાજ…..આપણી સંસ્થા ને અર્પણ કર્યું……આશાભાઈ તો આટઆટલી સેવા પછી એ બાકી હોય તેમ…..પાછલી ઉમરે …પરિવાર-કુટુંબ..ધન વૈભવ સર્વ ત્યાગી ને  ત્યાગાશ્રમ માં જોડાયા…..સાધુ યજ્ઞપ્રિય સ્વામી ( મોટા સ્વામી) તરીકે ઓળખાતા…….અને અટલાદરા મંદિર માં સેવા કરી..છતાં આપણા મંદિર પ્રત્યે મમત્વ એટલું બધું કે…જો પુરુષોત્તમ પુરા નો ધર્માદો અટલાદરા મંદિર માં ન પહોંચે કે મોડો પડે…તો ત્યાગી ના નિયમ વિરુદ્ધ એ પોતે – પુરુષોત્તમ પુરા જઈ  ને લાકડી પછાડી બોલતા…” કઈ છે..એ ધર્માદો ન મોકલનારી???”……..અને એમની ખુમારી જોઇને….એમના વંશજો ની ખુમારી જોઇને આપણા ગુણાતીત ગુરુઓ- એમને શેઠ….બાદશાહ….સરકાર……વકીલ….મુખી….એવા હુલામણા નામે બોલાવતા……અને એ સમય સમગ્ર બાપ્સ( જો કે સંસ્થા ની સ્થાપના થઇ નહોતી) નો વહીવટ…કહો કે…શાસ્ત્રીજી મહારાજ નું કાયમ રોકાવા નું..વહીવટ કરવાનું સરનામું- પુરુષોત્તમ પુરા રહેતું……..
 • પ.ભ. ઘનશ્યામભાઈ જયારે નાના હતા ત્યારે તેમના દાદા – ઈશ્વરભાઈ દાજી સાથે બોચાસણ ગયેલા…..બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ની હાજરી માં દાજી એ દેહ મુક્યો ત્યારે આ નાનકડા ઘનશ્યામ ભાઈ ને રડતા રોકવા- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આખી રાત -તેમનું માથું પોતાના ખોળા માં લઇ બેઠા હતા….!!!
 • પ.ભ. ઘનશ્યામ ભાઈ ના મુખે – આપણી સંસ્થા…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની લીલાઓ ને- ચરોતરી મિજાજ માં સંભાળવી…એક અમુલ્ય લ્હાવો છે………….અમને એમના અંગત ઘર મંદિર માં- આપણી સંસ્થા ની પ્રથમ – શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ……બ્રાહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ નું પ્રાસાદિક કેડિયું……શ્રીજી ની પ્રાસાદિક રાખડી …ગુણાતીત ગુરુઓ ની પ્રાસાદિક અસ્થિ ફૂલ ના દર્શન કરાવ્યા…..!!! રદય…જીવ…તરબતર થઇ ગયો…..!
 • આપણા ૪૮૦ થી વધુ સંતો અને બ્રાહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં સ્નાન કરેલું…તે સ્વામીંગ પુલ્સ ના દર્શન નો લાભ મળ્યો……..
 • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની અદભુત લીલા…રિસામણા…મનામણા ..ની લીલા….સાંભળી ને …હસી-હસી ને થાકી ગયા…….અને અદભુત વાત એ કે–એક બાજુ તમારું ત્રણ માળ નું ઘર સળગતું હોય…જીવન ભર ની પુંજી આગમાં સ્વાહા થતી હોય….અને બીજી બાજુ..શાસ્ત્રીજી મહારાજ રિસામણા-મનામણા જેવા ચરિત્ર કરી….સારંગપુર મંદિર માટે આર્થિક મદદ માંગતા હોય…..તો આપણે શું વિચારીએ??? કરીએ???……પણ આપણી માન્યતા થી વિરુદ્ધ- પરમ ભક્તરાજ આશાભાઈ..ઈશ્વરભાઈ દાજી એ – ઘર ને બળતું રાખી….એ સમયે શાસ્ત્રીજી મહારાજ ને -વ્યાજે રૂપિયા આપી સેવા કરી હતી….!!! ગુણાતીત પુરુષ ના ચરિત્ર…..અને સામે એવા જ પરમ એકાંતિક ભક્તો નું સમર્પણ…તમે સાંભળો તો- તમારું હૃદય ભરાઈ આવે…!!! આવા તો અનેક પ્રસંગો ની આ ધરતી સાક્ષી છે…કે જ્યાં કેવળ ગુરુ ને રાજી કરવા હરિભક્તો એ પોતાનું શિર સુદ્ધા એમના ચરણ માં સમર્પિત કરી દીધું હોય…….!
 • આજે આપણા હરિભક્તો..સંતો અહી- દર્શન કરવા આવે છે…..શિબિર પણ અહી યોજાય છે……..
 • અમે લોકો એ – અહી આ ઈતિહાસ ના શ્રવણ પાન ની સાથે સાથે – સંતો સાથે ગોષ્ઠી….ની મજા પણ માણી……ક્રિકેટ રમી ને સમય ને વધુ આનંદિત બનાવ્યો……………
 • વળતી વખતે -નિર્માણઆધીન -ધોળકા મંદિર ના દર્શન કરી પુનઃ અમદાવાદ પરત આવ્યા……………

અદભુત મહિમાવંત યાત્રા……..!!! શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિષે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે….આ સ્વયમ શ્રીજી ની..એમના સર્વોપરી સિદ્ધાંત ની સંસ્થા છે……જેના પાયા ભૂતલે છે………જ્યાં શ્રીજી સદાય પોતાના ગુણાતીત પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ રહે છે………એ સત્ય આજે પ્રત્યક્ષ દેખાય છે……! જ્યાં આવા સર્વોપરી નિષ્ઠા વાળા હરિભક્તો હોય……શ્રીજી ના હૃદયગત સિદ્ધાંતો ના મૂર્તિમંત સ્વરૂપ એવા કર્મઠ સંતો હોય……..ગુણાતીત..પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ હોય…….ત્યાં પછી બાકી શું રહે???

આવા પ્રસાદી ના..ઐતિહાસિક સ્થાનો ની યાત્રા સૌએ કરવી જ જોઈએ….એની સાથે સંકળાયેલા હરિભક્તો-સંતો-ગુરુ ની ગાથા ઓ સમજવી જોઈએ….અને એ પ્રમાણે આપણું દાયિત્વ શું છે…..આપણ ને જે વારસો મળ્યો છે…તેની જાળવણી…તેનું સંવર્ધન કઈ રીતે સર્વોપરી થઇ શકે….એ આપણે વિચારવા નું છે….વર્તવા નું છે…..!

અને સત્પુરુષ…આપણી સાથે હરપળ છે……..જેની આજ્ઞા માં રહી…જેને રાજી કરી….આગળ વધતા રહીએ તો- જરૂર બ્રહ્મરૂપ થઇ….જેને પામવા ના છે…એ પુરુષોત્તમ નારાયણ ને અચૂક પ્રાપ્ત કરી શકશું..

જય સ્વામિનારાયણ…….


Leave a comment

BAPS રવિસભા- ૨૮/૧૨/૨૦૧૪

“…..પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે ?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે……”

————————————————

ઇતિ વચનામૃતમ-ગઢડા મધ્ય-૬૨

એક ભગવાન ના રાજીપા અર્થે શું ન થાય???? વિચારવા જેવો પ્રશ્ન છે….ઉત્તર જરૂર મળે..પણ જો માહાત્મ્ય યુક્ત જ્ઞાન હોય……સત્પુરુષ નો નિત્ય સમાગમ હોય..તો ભગવાન નો મહિમા સમજાય….અને પછી ઉત્તર આવે..! અત્યારે ધનુર્માસ ચાલે છે..લૌકિક કાર્યો માટે મનાઈ…પણ અધ્યાત્મિક કાર્યો માટે સુવર્ણ અવસર…! અને દાન-સમર્પણ -ત્યાગ નો મહિમા સમજવા નો છે…..એક સત્પુરુષ કાજે…..એક સત્સંગ કાજે…..એક સર્વોપરી શ્રીજી માટે જ આ બધું કરવાનું છે……અને આજની સભા- આ સમર્પણ પર હતી……

ગયા રવિવારે લાભ ન મળ્યો…આથી આ રવિવારે કોઈ સંજોગોમાં મોકો છોડવો ન હતો……આથી આજે વહેલી સવાર થી જ સત્સંગ ની છોળો ઉછળતી હતી…..સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય..અને સાંજે રવીસભાનો અદ્ભુત લાભ….! ચાલો અનંત ની સફરે…..પ્રારંભ- શ્રીજી ના અદ્ભુત દર્શન થી……શાકોત્સવ નો માહોલ…..અને અદ્ભુત દર્શન….

10885432_347334898788022_6507013914637694720_n

સભાની શરૂઆત..યુવકો ના મુખે ધુન્ય -કીર્તન થી થઇ…..” સુન્દર શ્રી ઘનશ્યામ મારે મોલે પધારો……” ભક્ત કવિ દાસ દ્વારા રચિત કીર્તન -મિત્ર નીરવ વૈદ્ય એ અદ્ભુત રીતે રજુ કર્યું……અને ભક્તિ નો એક અનોખો માહોલ ઉભો થયો….!

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંતે- પોતાના અગાધ જ્ઞાન નો પરિચય આપતાં…સ્વામિનારાયણ સંપ્રદાય ના ત્યાગ-બલિદાન-સમર્પણ ના ઝળહળતા સુવર્ણ ઈતિહાસ ને રજુ કર્યો……અને જાણે કે એક જીવમાત્ર ને કલ્યાણ નો માર્ગ બતાવી દીધો..! જોઈએ અમુક અંશ…

 • ગઢડા મધ્ય-૬૨,લોયા-૩ વગેરે વચનામૃતો માં -એક ભગવાન માટે શું ન થઇ શકે??? એનો ઉત્તર સ્વયમ શ્રીજી એ આપ્યો છે….મોક્ષ નું રહસ્ય આ જ છે….
 • આપણા સંપ્રદાય માં પાંચ “સ” નું મહત્વ છે…અને એના પર જ સમગ્ર સંપ્રદાય ઉભો છે…એમ કહી શકાય……૧) સિધ્ધાંત….૨) સત્પુરુષ…૩) સાધુતા…ગઢડા અંત્ય-૨૭ ના આધારે.. ૪) સંપ …૫) સમર્પણ…..અને આ જ પાંચ “સ” પર આજે – દુનિયાભર માં ૪૫ થી વધુ શિખર બદ્ધ મંદિરો….૧૨૦૦ થી વધુ નાના-મોટા હરિમંદિરો માં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ના..સ્વામિનારાયણ મહામંત્ર ના વાવટા ફરકી રહ્યા છે….
 • અને સમર્પણ નો ઈતિહાસ તો આનાથી પણ વધારે અદ્ભુત છે……શ્રીજી ના એક વચને હજારો લોકો એ મહા કઠીન વૈરાગ્ય નો માર્ગ અપનાવ્યો..તો મંદિરો અને સિધ્ધાંત ના સંવર્ધન માટે- હરિભક્તો એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું…..જે આજે પણ થઇ રહ્યું છે…….જુઓ લંડન મંદિર નો ઈતિહાસ…..!
 • સમર્પણ માટે પણ પાંચ પ્રકાર છે…૧) આયુષ્ય કે સમય નું સમર્પણ……- ભક્તો પોતાના નોકરી-ધંધા છોડી ને પણ સેવા કરે છે….૨) સંપત્તિ નું-..હજારો ઉદાહરણ છેક શ્રીજી મહારાજ થી માંડી ને પ્રમુખ સ્વામી મહારાજ ના સમય સુધી છે…. ૩) સંતતિ નું..અર્થાત દીકરાનું…..- આજે આપણી સંસ્થા ના ૯૫૦ સંતો માં થી ૮૦-૯૦ સંતો એવા છે કે જે પૂર્વાશ્રમ માં પોતાના માં-બાપ ના એક ના એક સંતાન હતા…..અને એમના માં-બાપે હસતા હસતા ગર્વ થી એમને પ્રમુખ સ્વામી મહારાજ ને સોંપ્યા…! ૪) પોતાના દેહ નું સમર્પણ…… ૫) પોતાના મન નું સમર્પણ……મન ને સત્પુરુષ ના ચરણો માં સોંપ્યા વગર સત્સંગ નું સુખ આવતું નથી…..
 • અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે  પણ સત્સંગ માં ટકી રહેવા..સત્પુરુષ ને રાજી કરવા…..શ્રીજી ને રાજી કરવા પાંચ વિચાર આપ્યા છે……. ૧) આ બધું જ ભગવાન નું છે..આપણે તો માત્ર નિમિત્ત માત્ર છીએ…..એમનું આપેલું છે….૨) લૌકિક પદાર્થોમાં થી આસક્તિ છોડવી…. ૩) ભગવાન ને આર્પિત કરેલું જ જીવ સાથે જોડાયેલું રહે છે…. ૪) ભગવાન ને અર્પેલું..અનેક ઘણું થઇ ને પાછું આવે છે……કારણ કે આ “દેના” બેંક છે….. ૫) ભગવાન ને સમર્પણ કરવું…..એટલે કે અનંત જન્મો નું ઋણ ચુકવવું…..

તો- સત્સંગ નો સારાંશ આ જ છે…..મન-કર્મ-વચને સત્પુરુષ નો સંગ……તન-મન-ધન અને જીવ થી શ્રીજી ને સમર્પણ – એજ સાચો સત્સંગ..! અદ્ભુત…!

ત્યારબાદ અટલાદરા છાત્રાલય ના વિદ્યાર્થી ઓ એ આધુનિક વિજ્ઞાન નો ઉપયોગ કરી- UV light હેઠળ – યોગીબાપા ની બોધકથા ” અમ સ્નાનમ..તમ સ્નાનમ” નાટક રજુ કર્યું……અદ્ભુત સંયોજન…..! અને બીજા ભાગ માં ” સહી હતી ફૂલ જેવા સ્વામી એ અગ્નિ ની વર્ષા” બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પર થયેલા હુમલાઓ…અપમાનો..ભીડા ઓ ને UV light માં તાદ્રશ્ય કર્યા……….! અદ્ભુત..અદ્ભુત……….! વિજ્ઞાન નો ઉપયોગ કરી ને અધ્યાત્મ ની ગહન વાત પણ સહજ રીતે સમજાવી શકાય છે…એ આનું નામ…! તાળી ઓ ના ગડગડાટ થી ભક્તો એ – એ ૩૧ યુવકો ને વધાવી લીધા…! પુ.પરમપ્રેમ સ્વામી ને વધાવી લીધા..!

10712944_782806938423943_8870911595374285855_n 1964881_782806891757281_5605658012583246693_n

ત્યારબાદ- સભાને અંતે અમુક જાહેરાતો થઇ…….

 • ૨૪ જાન્યુઆરી-૨૦૧૫ -શનિવાર-સાંજે ૫ થી ૮ – આજવા રોડ-બરોડા ખાતે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી ની ભવ્ય ઉજવણી થવાની છે……સદગુરુ સંતો હાજર રહેશે……કોઈ ઉતારા ની સગવડ નથી….
 • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી વર્ષ  નિમિત્તે- હરિભક્તો એ લખેલી સિધ્ધાંત પોથીઓ- જે તે વિસ્તાર ના સંસ્કાર કેન્દ્રો માં જમા કરાવવા ની છે……જેને દિવ્ય આહુતિ દ્વારા – બરોડા મહોત્સવ માં જ ઉજવવા માં આવશે…..માટે સર્વ પોથીઓ જાળવી રાખવી…
 • “Hindu  vegetarian” પુસ્તક સંસ્થા ના વિદ્વાન સંત પુ.મુકુન્દ ચરણ સ્વામી એ લખ્યું- એ પ્રકાશિત થયું છે…..
 • આ સિવાય- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી નિમિત્તે ટી -શર્ટ પણ બહાર પડી છે……

સભાને અંતે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નો અમૃત દીક્ષા જયંતી નો વિડીયો રજુ થયો…..!

બસ- આપણે તો એક વાત યાદ રાખવી..જેટલું ભગવાન માટે થાય…..એટલું જ આપણું…..!

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૧૧/૦૫/૨૦૧૪

“…કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી……”

“…અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીનેપરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે….”

—————ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા પ્રથમ-૫૬, મધ્ય-૨૭————

ઉપાસના- અર્થાત “ની પાસે બેસવું” અર્થાત- ભગવાન ની નિકટ રહેવું..અથવા તો અન્ય અર્થમાં- ગુરુ ની પાસે બેસી..નિકટ રહી ..સત્સંગ કરી- ભગવાન ને જાણવા….! અને શ્રીજી ના શબ્દો માં એના સિવાય કોઈ વાત સિદ્ધ થતી નથી અને એટલા માટે જ-ઉપાસના માટે જ શ્રીજી એ ત્યાગ નો પક્ષ મોળો કરી -મંદિરો બનાવ્યા કે જેથી- ઉપાસના રહે…જીવ- ભગવાન સાથે ..ભગવાન ને પામવા સાતત્ય જાળવી રાખે. નિયમ ધર્મ પાકા રહે. અને આ જ અર્થમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- પોતાનો અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને જગત માં પ્રવાર્તાવા -મંદિરો બનાવવા નો- અક્ષર પુરુષોત્તમ મહારાજ નું સ્થાપન કરવા નું મહાન -ગહન કાર્ય કર્યું અને આ સિધ્ધાંત-ઉપાસના ના પાયા ભૂતલે નાખ્યા…આજે ૧૨૦૦ થી વધુ શુદ્ધ ઉપાસના- અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો- આ જ બ્રહ્મ જ્ઞાન ના ડંકા દુનિયાભર માં વગાડી રહ્યા છે…..! આજ ની સભા- આ જ હેતુ ની સ્પષ્ટતા માટે હતી….!

ગયા રવિવારે હું દાદર મંદિરે – સભામાં હતો તો આજે મૂળ સ્થાને- અમદાવાદ મંદિરે સભામાં હતો. સમયસર પહોંચી ગયો -કારણ કે જીવ ને સત્સંગ નો ખપ હતો…અઠવાડિયા માં રવિવાર નો દિવસ- તન-મન-જીવ ને રીચાર્જ નો હોય છે..તો શા માટે આ મોકો ગુમાવવો? સત્સંગ ના આ બે કલાક -જીવ ને જ્ઞાન કરાવે છે કે- મૂળ કરવાનું તો આ છે…બાકી આખું અઠવાડિયું જે કર્યું એતો વેઠ હતી…..! તો ચાલો રવિસભા ની શરૂઆત કરીએ- આજના અદ્ભુત દર્શન થી….

10320441_253571868164326_8051973338832327165_n

સભા ની શરૂઆત- પુ.પ્રેમ વદન સ્વામી જેવા અત્યંત નિષ્ણાત-કર્ણપ્રિય ગાયક સંત ના સ્વરે- સ્વામિનારાયણ ધુન્ય થી થઇ….”ભજ મન સ્વામિનારાયણ નામ…..” જાણે કે અંતર માં વસી ગયું…! ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન..”મંદિરે આવો માણીગર માવા….માવા તમને ખમ્મા..ઘણી ખમ્મા..” પ્રેમ વદન સ્વામી ના મધુર કંઠે જ થયું….! ત્યારબાદ ભક્તરાજ છગન રચિત- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા નું પદ…” એની મરજી વિના કોઇથી તરણું ન તોડાય….સ્વામીશ્રી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય..” પ્રેમવદન સ્વામી એ જ રજુ કર્યું અને સમગ્ર સભા જાણે કે બ્રહ્મ ભાવમાં..મહિમાભાવ માં આવી ગઈ..!

ત્યારબાદ ગાંધીનગર અક્ષરધામ માં ચાલતા આર્ષ ( AARSH) ના સંચાલક સાધુ- અત્યંત વિધવાન સંત- પુ.શ્રુતિપ્રકાશ સ્વામી એ..” શાસ્ત્રીજી મહારાજ નું કાર્ય-ઉપાસના ના ધામ-મંદિરો નું નિર્માણ” પર ઊંડાણપૂર્વક ની માહિતી સાથે નું વક્તવ્ય રજુ કર્યું……..જયારે- શાસ્ત્રીજી મહારાજ વડતાલ થી એક સર્વોપરી સિધ્ધાંત ખાતર અલગ પડ્યા ત્યારે ૪-૪ દિવસ ના ઉપવાસ હતા…ક્યાં ખવાશે? એનો વિચાર સુધ્ધા ન હતો……સાથે મુઠ્ઠીભર સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો હતા…પણ હૈયે હામ અને હરિકૃષ્ણ મહારાજ -અઢળક હતા…..બસ આ જ ઈતિહાસ ની શરૂઆત સાથે શાસ્ત્રીજી મહારાજે -માણા,પાણા ,નાણા અને દાણા વગર જ પાંચ પાંચ મંદિરો માં અક્ષર પુરુષોત્તમ મહારાજ ને સ્થાપ્યા અને જીવમાત્ર ના કલ્યાણ નો માર્ગ મોકળો કર્યો…..! જોઈએ પ્રવચન ના અમુક અંશ….

 • મંદિરો સ્થાપન પાછળ- શાસ્ત્રીજી મહારાજ નો એક જ હેતુ હતો……સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું જ્ઞાન- જન જન સુધી પહોંચાડવું…..સ્વયમ શ્રીજી-સ્વામી અને ગુણાતીત ગુરુઓ ના સંકલ્પો પુરા કરવા…..
 • પ્રથમ- બોચાસણ નું મંદિર…..ત્યારબાદ સારંગપુર નું…ગોંડલ નું અક્ષર મંદિર…..અટલાદરા નું…અને ગઢડા નું મંદિર કર્યા…જેમને સંપૂર્ણ પુરા- યોગીબાપા એ અને પ્રમુખ સ્વામી મહારાજે કર્યા…….
 • શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- એમનો જન્મ જ મંદિર કરવા સારું થયો છે……અને જીવન ના છેલ્લા શ્વાસ સુધી આ જ કામ કર્યું……
 • શાસ્ત્રીજી મહારાજે -પોતાની અદ્ભુત સાધુતા અને દિવ્યતા નો આધાર લઇ ને અક્ષર પુરુષોત્તમ મહારાજ નું નામ જગ માં ફેલાવ્યું…આજે એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ- પોતાના નાના-મોટા ૧૨૦૦ થી વધુ મંદિરો દ્વારા…૯૨૯ સંતો દ્વારા કરી રહ્યા છે…….
 • એક રસપ્રદ માહિતી- ગઢડા મંદિર ને લઇ ને મળી…….સ્વયમ ગોપાળાનંદ સ્વામી એ પોતાની વાતો- મહારાજ ની લીલા -માં કહ્યું છે કે- ગઢડા ઘેલા ના ટેકરા પર મહારાજ ને મંદિર કરવાની ઈચ્છા હતી અને મહારાજે સ્વયમ- મંદિર ની ગોઠવણી-ડીઝાઈન પણ કહી હતી…એજ વાત- દુર્ગપુરમાહાત્મ્ય અને રઘુવીરજી મહારાજ રચિત-ઉન્ન્મત્ત ગંગા માહાત્મ્ય માં પણ અંકિત છે…વર્ણવેલી છે…….અને મહારાજ ની ઈચ્છા પ્રમાણે જ શાસ્ત્રીજી મહારાજે ઘેલા નદી ના એ ટેકરા પર સંપૂર્ણ આરસ નું મંદિર કર્યું…….!

અદ્ભુત…….અદ્ભુત………બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું કદ નાનું હતું પણ એમના કાર્યો એટલા વિશાલ હતા કે ભલભલા ભડવીરો થકી ને બેસી જાય……! BAPS ને જાણવી હોય તો શાસ્ત્રીજી મહારાજ અને એના મંદિરો નો ઈતિહાસ જાણો….બધું જ સમજાઈ જાશે…….!

ત્યારબાદ- સભામાં- ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા , કિરીટભાઈ શેલત ( IAS ) અને શ્રેયસ ભાઈ પંડ્યા ( સાહિત્ય મુદ્રણાલય) નું આગમન થયું. પુ.બ્રહ્મ વિહારી સ્વામી એ મહેમાનો ના પરિચય આપતા કહ્યું કે- ભુપેન્દ્રભાઈ સત્સંગી છે અને એમના સુપુત્રે સત્સંગ માં કાર્યકર તરીકે સેવાઓ આપેલી છે. ભુપેન્દ્રભાઈ એ પોતાના પ્રવચનમાં આ જ વાત કરી. આપણી સંસ્થા દ્વારા થતા સેવા ના કાર્યો- અદ્ભુત છે..એ વાત પણ કરી. એમનું આ સભામાં આવવા નું પ્રયોજન હતું…..ભક્તરાજ કિરીટભાઈ શેલત દ્વારા લિખિત ” યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ” ની ૨૦૧૪ -ની નવી આવૃત્તિ નું લોકાર્પણ કરવું…….કિરીટભાઈ એ- પોતાના લંડન મંદિર ની મુલાકાત બાદ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન વિષે લખવા નું વિચાર્યું. મૂળ ઉમરેઠ ના- અને શ્રીજી મહારાજ ના સમય થી સત્સંગી કુટુંબ ના વારસ- કિરીટભાઈ નો સમગ્ર પરિવાર- અત્યંત બુદ્ધિજીવી અને સત્સંગ ને સમર્પિત છે. કિરીટભાઈ એ પોતાના- અહોભાવ અને અનુભવ-પ્રમુખ સ્વામી મહારાજ વિષે વર્ણવ્યા……અદ્ભુત હતા……! જુઓ બુક…..

10270559_673546326016672_6309761363848589888_n

મેં આ બુક ખરીદી છે…અને સર્વે હરિભક્તો ને પ્રાર્થના છે કે- આ પુસ્તક જરૂર ખરીદવું…..આપણી નિષ્ઠા ને…બાપા ના મહિમા ને જરૂર મજબુત કરશે…દ્રઢ કરશે…….

સભાને અંતે અમુક જાહેરાતો થઈ…..

— આવનારા રવિવાર ની સભા- “સ્નેહી ના સથવારે” વિશિષ્ટ સભા છે…….જેમાં વિદ્વાન સંતો- કથાવાર્તા નો લાભ આપશે…..જરૂર- લાભ લેવો..લેવડાવવો……..

તો- આજની સભા શુદ્ધ ઉપાસના ની હતી…….મંદિર માહાત્મ્ય ની હતી…અને સત્પુરુષ ની દિવ્યતા…સાધુતા અને અપ્રતિમ ભક્તિ અને હિમ્મત ની હતી…….! બસ- જીવવું તો શ્રીજી-સ્વામી અને સિદ્ધાંત માટે જ……

જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-તા ૨૫/૦૩/૨૦૧૨

ઉનાળો અને ગરમી- બસ હવે તેજી માં છે. કારણ કે દેશ હવે પરિવર્તન ને માર્ગે છે તો ઋતુઓ કેમ બાકી રહી જાય?  પણ અમારી સફર ચાલુ જ છે, બ્રહ્મ માટેનું આ વિચરણ- અદભુત છે…..આથી રવિસભા માં હાજરી…..અત્યંત જરૂરી છે. આખા અઠવાડિયાના મેલ દુર કરવા – આ જરૂરી છે.તો ચાલો ફ્રેશ થઇ જાવ…..

આથી મંદિર પહોંચ્યા અને હમેંશ ની જેમ શ્રીજી ના દર્શન કર્યા…..

આજના દર્શન...

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા- આવનારા ષષ્ટિ પૂર્તિ અધિવેશન પ્રસંગે વિવિધ પ્રવચનો અને પ્રોગ્રામો થઇ રહ્યા હતા. ચાંદલોડિયા યુંવ્વક મંડળ દ્વારા નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન રજુ થયા…”આજ મેં તો દીઠા રે અલ્બેલા ને આવતા રે..”- કીર્તન ના પ્રવાહમાં જાણે કે એમ લાગ્યું કે- સ્વયમ શ્રીજી મહારાજ માણકી પર સવાર થઇ સંત-હરિજન સાથે આવી રહ્યા હોય…….કાશ એક ટાઈમ મશીન હોત..!!

ત્યારબાદ- રીતેશ અને જય નામના બે યુવકો ના અનુભવ રજુ  થયા. ૧૦૦ થી વધારે વચ્નામૃત, ૬૦૦ થી વાધારે સાખીઓ અને ૫૦૦ થી વધારે સ્વામી ની વાતો….આટલું બધું- એ લોકો મુખપાઠ કરવાના છે…..આટલું બધું યાદ રાખવું…એ સ્મૃતિ ની એક પરિસીમા છે…..ત્યારબાદ સંસ્થા સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વિધ્વ્વાન ડોક્ટર વ્રજલાલ પટેલે – મગજ અને મનુષ્ય – વિષે પાવરપોઈન્ટ સ્લાઈડ્સ દ્વારા સમજાવ્યું કે- મગજ કોઈ પણ વાત યાદ કઈ રીતે રાખે  છે. માત્ર દોઢ કિલો વજન- અને સો કરોડ ન્યુરોન્સ ધરાવતું મગજ- એક અદભુત રચના છે જે ભલભલા સુપર  કોમ્પુટર ને પણ પાછા પાડી દે……..! ડોક્ટર સાહેબે કહ્યું કે-મનુષ્ય મગજ ની મર્યાદાઓ કાલ્પનિક છે…..અને એની શક્તિઓ અનંત છે.. વચનામૃત માં મહારાજે કહ્યું છે એમ- ભગવાન સંબંધી પદાર્થો નું….સતત સ્મરણ..મનન….ચિંતન અને સંપર્ક….મનુષ્ય ને..જીવ ને ભગવાન સંબંધી વાર્તા કે વસ્તુઓમાં જોડી રાખે છે અને પરમ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.

ત્યારબાદ, સત્સંગ પર આધારિત ક્વીઝ થઇ. સહજાનંદ- અને નીલકંઠ- એમ બે ટીમ વચ્ચે થયેલી આ સ્પર્ધા, એના સવાલો જોઈને લાગ્યું કે- ભાગ લેન્નાર યુવકો ખરેખર સત્સંગ અને એના જ્ઞાન માં ખુબ આગળ છે. સત્સંગ નો માર્ગ ખુબ જ વિકટ છે  પણ જ્ઞાન એને સહજ બનાવે છે. “સમજણ સમજણ માં ઘણું સુખ છે…..હો જી…”નીલકંઠ ટીમ ની જીત થઇ…..પણ સાચી વાત તો એ છે કે બધા હરિભક્તો જીત્યા ……

ત્યારબાદ ,પુ. ઈશ્વરચરણ  સ્વામી એ- ૧૯૫૨ માં પુ.યોગીબાપા સ્વામી દ્વારા શરુ થયેલી આ યુવક પ્રવૃત્તિ વિષે-એના ઇતિહાસ અને ઘટનાઓ વિષે ઊંડાણપૂર્વક જણાવ્યું….યોગીબાપા દ્વારા આફ્રિકાના હરિભક્તોને -પત્ર દ્વારા – યુવક પ્રવૃત્તિ માં રસ લેવાની વાતો….યુવકો ને વિચરણમાં જ મુખપાઠ ના અધ્યાય શીખવાડવાની વાતો…અદભુત હતી. ૧૯૬૯ માં અટલાદરા ખાતે પ્રથમ અધિવેશન થયું….અને ૧૯૭૧ માં પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના માર્ગદર્શનમાં એ સંકલ્પ યાત્રા વિરાટ બની…..આજે આ પ્રવૃત્તિ ના પડઘા સમગ્ર દુનિયામાં સંભળાય છે…..સતત મુખપાઠ અને વચનામૃતનો અભ્યાસ – એ યુવકો ની દીવાદાંડી બની રહ્યો…અને આજે પણ જો માતાપિતા -ઇચ્છતા હોય કે એમના દીકરા સંસ્કારી પાકે- તો યુવક પ્રવૃત્તિ અને ભગવદ કાર્યો માં એમને જોડવા જોઈએ….!

અંતે- અમુક જાહેરાતો થઇ……

 • ૧/૪ અર્થાત  આવતા રવિવારે- રામનવમી અને શ્રીહરિ જયંતી ની ઉજવણી છે….શાહીબાગ મંદિરે ૭.૩૦ થી ૧૦.૩૦ રાત્રે વિશિષ્ટ સભાનું આયોજન છે…..સાથે આજ્ઞા પ્રમાણે ઉપવાસ પણ છે…..
 • ૨૯/૪ ના રોજ વિશ્વશાંતિ સ્વામીનારાયણ મહાયાગ છે…..સત્વરે નામ નોંધાવવા વિનંતી…
 • ૨૮/૩ થી રોજ સવારે- વિદ્વાન સંતો દ્વારા શ્રીહરિ ચરિત્ર પર વક્તવ્ય રજુ થશે…કથાવાર્તા નો લાભ લેવા વિનંતી…..
 • અખિલ ભારતીય(???) યુવક અધિવેશન જુન માસ માં થશે….સ્થળ અને તારીખ – નક્કી નથી….મંદિર નો સંપર્ક કરવા વિનંતી…..
 • અને યુવક તાલીમ કેન્દ્ર,સારંગપુર માં ૬ માસ ની તાલીમ લેવા ઇચ્છતા યુવકો એ શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…

હું આવતા રવિવારે ક્યાં છું? ખબર નથી- કારણ કે વિચરણ ચાલુ જ છે……જીવન પ્રવાહિત છે…..આથી બસ મારો હરિ જ્યાં લઇ જાય ત્યાં જવું…….

જય સ્વામીનારાયણ…

રાજ


Leave a comment

અટલાદરા સ્વામિનારાયણ મંદિર..

તો છેવટે આજે સમય મળી જ ગયો, અને હું અટલાદરા બેપ્સ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જઈ શક્યો. દર્શન સફળ થઇ ગયા કારણ કે ,મંદિર સજી-ધજી રહ્યું હતું અને મેં ,એક હરિભક્તને પૂછ્યું તો ખબર પડી કે , આવતી કાલે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ , વડોદરા ,ખાતે પધારી રહ્યા છે ,અને એ પણ લાંબા સમય માટે, સંસ્કારનગરી ના સુજ્ઞ હરિભક્તો ને દર્શન નો લાભ આપવાના છે………!!

ખરેખર, એક સારી વાત છે અને ,મેં તો મજાકમાં , એક હરિભક્ત ને કહ્યું કે, વસંતપંચમી નો સમૈયો ,ભલે સ્વામી સાથે વડોદરામાં ઉજવો,પણ આ વખતે ફૂલદોલ ઉત્સવ, સ્વામીબાપા ,અમદાવાદને આંગણે જ ઉજવે…..!!! જે હોય તે…..મહારાજ ની ઈચ્છા…!!!

તો જુઓ, ઠાકોરજીની શોભા….અટલાદરા મંદિરમાં….આજના દર્શન….

બસ મનમોહન ની શોભા જોઈને જ આંખો ..અંતર…..હૃદય….મન….આત્મા….ને જે શાંતિ મળે છે ,એ ક્યાંયે નથી અનુભવાતી…!! આથી જ તો પૂ.બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે….

“માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે…..પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે…

તમ વિના નાથ ત્રિલોક માહીં રે…વ્હાલું નથી કોઈ કોઈ રે……

બ્રહ્માનંદ કહે તમ સારું….કુલ મરજાદા ખોઈ ખોઈ રે…..”

હરિની મરજાદા આગળ, સંસારની કોઈ જ મરજાદા મોટી નથી….પેલી ઉત્તર ગુજરાત ની સ્ત્રી ઓ દ્વારા શ્રીજી મહારાજ ને પ્રાર્થના માં કહેવાયું હતું તેમ…શ્રીહરિની મૂર્તિના સુખ સિવાય…હવે કોઈ જ જગ્યા એ સુખ નથી…..મન હવે કોઈ સુખ નથી ઈચ્છતું….!!

કદાચ ભક્તિ ની આજ સર્વોચ્ચ સ્થિતિ છે…….આપણે ક્યાં છીએ?…….અંતરમાં ઝાંખો….ખબર પડશે…..

સાથે રહેજો…

રાજ


Leave a comment

સંસ્કારનગરી માં……

મને એક સવાલ થાય છે…..વડોદરા ને શા માટે સંસ્કારનગરી કહેવાય છે???…..જવાબ મને ખબર નથી, છતાં ગાયકવાડ સરકારે જે , કાળ-સાહિત્ય-પ્રબુધ્ધી ને પ્રાધાન્ય આપ્યું, એના કારણે, કદાચ આને સંસ્કારનગરી કહેવાતી હોય, એમ બને…..!! જે હોય તે….વડોદરા મારા માટે હમેંશા આકર્ષણ નું કેન્દ્ર રહ્યું છે…..કમ સેકમ અમદાવાદ ની સરખામણીમાં અહિયા પ્રદુષણ ઓછું, શાંતિ વધારે લાગે છે…..( પણ અમદાવાદ નો મિજાજ કંઇક અલગ જ છે…) તો ગરમી અમદાવાદ થી અહિયા વધારે લાગે છે અને વરસાદી પાણી અહિયા વધારે “ઉભરાય” છે……!!

ખેર!! મને વડોદરા ,યાદ આવવાનું કારણ એટલું જ કે…..

 • હું વડોદરામાં ૬ માસ માટે રહ્યો છું, એ પણ છાણી-જકાતનાકા ના એરિયા માં….જ્યાં શ્રીજી મહારાજ નું હરિજનો દ્વારા સ્વાગત થયું હતું અને હરિજન જેવી વર્ણ- ઉજળીયાત ને શરમાવે એવા નિયમ-ધર્મ-ચોખ્ખાઈ રાખતા થયા…..
 • પૂ. ગોપાળાનંદ સ્વામી દ્વારા શાસ્ત્રાર્થ માં વિજય અને સ્વામિનારાયણ સત્સંગ નો ફેલાવો , વડોદરામાં ફેલાયો હતો…..
 • અટલાદરા ના મંદિર નિર્માણમાં, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની મહેનત આજે દેખાય છે……શ્રીજી મહારાજ ના રાજીપા માટે રોમે રોમ નો ઘસારો – દેહ ને ઘસારો -સર્વસ્વ સ્વીકાર્ય છે……પૂ. શાસ્ત્રીજી મહારાજ, પૂ.યોગીજી મહારાજ અને આજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ- સંતો-ભક્તોમાં આ ગુણ દેખાય છે…..
 • હું જયારે પ્રથમ વાર જ , વડોદરા -કામકાજે નીકળ્યો ત્યારે, હું કારેલી બાગ ના સ્વામિનારાયણ મંદિરે ગયો હતો અને એ દર્શન ની પ્રત્યેક ક્ષણ મને હજુ યાદ છે……
 • વૈષ્ણવ મરજાદી પરમ્પરા – વડોદરા અને રાજકોટમાં -મેં જોઈ છે….અનુભવી છે…..શ્રીનાથજી બાવાના અદભૂત ચિત્રોના મોહમાં- હું વડોદરા દ્વારા જ પડ્યો….!!
 • જગદીશ નો લીલો ચેવડો – ખુબ જ નામ સાંભળ્યું હતું અને વડોદરા માં વસેલા અનેક ડુપ્લીકેટ “જગદીશો” દ્વારા શરુ શરૂમાં છેતરાયેલો પણ છું…..છતાં આજે પણ જયારે વડોદરા આવું ત્યારે જગદીશ ની જૈન ભાખરવડી અને લીલો ચેવડો ઘર માટે લેવાનો ભૂલતો નથી….!!

ISKCON Temple-darshan_Baroda

ઇસ્કોન મંદિર...વડોદરા

આજે સાંજે સમય મળતા હું, ઇસ્કોન મંદિરે દર્શન માટે ગયો…..જુઓ ઉપર નો ફોટો…..! અટલાદરા મંદિર જવાની ઈચ્છા છે…જોઈએ કેવો સમય મળે છે..??

આમ, વડોદરામાં “સંસ્કાર” જાળવી રાખે એ બધું જ છે…..પણ સંસ્કાર સ્વીકારવા, જાળવવા એ છેવટે મનુષ્ય ની અંગત મરજી ની વાત છે……

બસ સાથે રહેજો…..અને હવે અમદાવાદ થી વડોદરા ઘણું નજીક છે…….એ પણ યાદ રાખજો….!!

રાજ