Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

પપ્પા…સ્કુલ પાડી દઈશ..!!!

અમારા હરિકૃષ્ણ મહારાજ સીનીયર કેજી માં ભણે છે..( કે ભણાવે છે ?? એ ખબર નથી…હહાહા..) એવું અમે માનીએ છીએ….અને હમણાં એમની સેમેસ્ટર ૧ ( અરે..હા…એમને સેમેસ્ટર આવે છે….હહાહા) ની પરીક્ષા પૂરી થઇ……પરીક્ષા..રીક્ષા ની જેમ જ જઈ…. 🙂 ….અમને તો હરી ને સ્વચ્છતા ના માર્ક્સ મળે તેવી આશા હતી……અને કેમ ન હોય?? અમે આશાવાદી માણસો છીએ…!!!..પરીક્ષા ની ઉત્તરવાહી હોય કે ઘર…સ્વચ્છતા ના માર્ક્સ જરૂર મળે…!!!

હા..તો પરીક્ષા પૂરી થઇ..એટલે ફોર્માલીટી મુજબ રીઝલ્ટ તો આવે જ…..અને અમને કહેતા ગર્વ થાય છે કે- હરિભાઈ A થી D સુધી ના બધા રેન્ક લઇ આવ્યા…..! કોઈ ને ખોટું ન લાગે ને……! ઘરે આવ્યા…રીઝલ્ટ ફેંક્યું…ને બોલ્યા……..

“પપ્પા……..હું સ્કુલ પાડી દઈશ…….’

થોડીવાર તો લાગ્યું કે- હરિ ક્યાંક પાસીયા ઓ ની સભામાં તો જઇ ને નથી આવ્યો ને…!!! હું તો સ્તબ્ધ થઇ ગયો….

મેં પૂછ્યું…કેમ?? શું થયું??

હરિ ઉવાચ-…ટીચરે મને A+ ન આપ્યો…!!!

મેં કહ્યું..બેટા..એના માટે મહેનત કરવી પડે….પરીક્ષા માં લખવું પડે….તો A+ આવે….

હરિ ઉવાચ- નાં ચાલે…….ગમે તે કરો…મારે A+ જોઈએજ….લઇ આપો….!

મેં કહ્યું- પણ એમાં સ્કુલ પાડી દેવા ની???

હરી ઉવાચ- સ્કુલ ગંદી છે..ટીચર ગંદા છે………

મેં કહ્યું…બેટા એવું ન હોય…….ભૂલ આપણી છે……સ્કુલ અને ટીચર તો સારા જ છે…….! સ્કુલ પાડી દેવા થી A+ ન આવે…!!


સાર—– સાલું આ કથા- અત્યાર ના પાસીયા વિરુદ્ધ સરકાર ની હોય એમ નથી લાગતું..?? હું પાટીદાર શબ્દ નહિ કહું..કારણ કે બધા પાટીદાર પાસીયા નથી….અને કોઈ પાસીયો..પાટીદાર નથી..!! પાટીદાર- એટલે જોમવંતી..ખુમારી વાળી….ધર્મ નિષ્ઠ…..જાત મહેનત પર જીવવા વાળી જાતી….!! આવા પાસીયા ની ગાંડી રમતો માં એ ન ભળે…….સ્વયંભુ બની બેઠેલા પાસ આગેવાન- સમાજ ને -કેવળ..અને કેવળ પોતાનો ઉલ્લુ સીધો કરવા એવી ઉશ્કેરણી કરે છે કે- જુવાનીયા સડકો પર ઉતરી આવે……૧૪- ૧૪ જણ પોલીસ ની ગોળી નો શિકાર બને……રાજ્ય માં અંધાધુંધી ફેલાઈ જાય…મારી-તમારી-સરકારી પ્રોપર્ટી નું કરોડો અબજો નું નુકશાન થાય……દુનિયાભર માં રાજ્ય ની શાખ..સમાજ ની શાખ ખરડાય…….હળીમળી ને રહેતા સમાજ માં..વર્ગવિગ્રહ ના ઝેરી બીજ રોપાય….!!!!!

છતાં..છતાં પણ ભાન ભૂલેલા પાટીદાર જુવાનીયા- પેલા હીન પાસીયા ની વાતો માં આવી…..ફેકામ્ફેંક કરે કે- આ વખતે તો ભાજપ ને..સરકાર ને પાડી દઈએ…!!! હાહાહા…શું મજાક ચાલે છે??? મારા પ્રશ્ન…

 • ધારો કે- સરકાર…કે બીજેપી ને પાડી દઈએ..પછી શું??? પછી કોણ?? કોંગ્રેસ?? જેને પોતાના નેતા ની ખબર નથી….સમગ્ર દેશે જેને કાઢી મૂકી છે તે…કોન્ગ્રેસ્સ?? .એક સબળ વિપક્ષ થતા પણ ન આવડ્યું……જેને રાજકારણ ના નામ પર માત્ર સમાજ-ધર્મ-ના ટુકડા કરતા જ આવડ્યા છે……તે કોંગ્રેસ?? ..
 • પેલા પાસીયા એ અનામત ને નામે લોકો ને ઉશ્કેર્યા……..અને લોકો ના જાન-માલ -શાંતિ ની ખુવારી થઇ…..હમણા જ મને મારા એક પાટીદાર મિત્ર મળ્યા…જે પાસ માં એક્ટીવ પણ છે..મેં પૂછ્યું- તો કહે..અમારે અનામત જોઈ તી જ નથી….અમને નથી મળવા ની એ ખબર જ છે…….બસ બીજેપી ને પાડી દેવા ની…!..????? …..ઓહ..સાલું…!!! તો શું સમાજ ને ઉશ્કેર્યો કેમ?? ૧૪ ૧૪ જણ..કેવળ તમારી ઉશ્કેરણી થી મરી ગયા એનું શું???? તો મને કહે…સરકાર ઘમંડી થઇ ગઈ છે…મેં કહ્યું ઘમંડ..??? ઘમંડ તો પાસ વાળા ઓ માં છે….સરકાર ને પાડી દઈએ…..ઉશ્કેરણી જનક પ્રવચનો…હલકી ભાષા…..કોઈ વિરોધ કરે તો એને પાડી દેવાનો…પોસ્ટર ફાડી દેવાના……કોઈ બીજેપી વાળો- પ્રચાર કરવા સોસાયટી માં આવે તો- એનો ઉગ્ર..હિસક વિરોધ કરવા નો……..! ઘમંડ..અહંકાર…તો આને કહેવાય……….! ને હવે કોંગ્રેસ માં એ લોકો પોતાના રામ-શ્યામ શોધવા નીકળ્યા છે..!! પાસ આગેવાનો- જાહેર સભામાં ઓ માં સોગંધ ખવડાવે છે..કોના નામ પર…પેલા ૧૪ જણ મરી ગયા તેમના નામ પર…….અને કહે છે બીજેપી ને વોટ નહીં આપવા નો…..કૉંગ્રેસ ને આપવા નો….!!!! ટૂંક માં મડદા પર રાજનીતિ કરવા ની રીત તો પાસીયા અને કોંગ્રેસ જ કરી શકે…!!
 • શું કહેવું??? જેને આંદોલન નો હેતુ જ ખબર નથી……કૉંગ્રેસ નાં કાળા કામ કેવા હતાં એની જાણકારી નથી… એ …કેવળ એક કોંગ્રેસી દલાલ ની વાત માં આવી..સમાજ ને ઉશ્કેરી …પોતાનું મનધાર્યું થાય તે માટે -તેણે બસ ખુલ્લેઆમ નક્સલવાદ જ કરવા નો???? ભાઈ..પોતાનું આંદોલન તો લાલજીભાઈ…અને અન્ય પાટીદાર આગેવાન પણ કરે છે..પણ મર્યાદા માં રહી ને…શાંતિ થી….અને સરકાર સામે સકારાત્મક પગલા પણ ભરે છે…તે નહિ જોવાનું?? બસ..એક જીદ્દી…અડીયલ…૪ વરસ ના છોકરા ની જેમ……આને પાડી દઉ..આને ઉખાડી દઉ..એવા નાટક કરવા ના???? એનો કોઈ સાર તો હોવો જોઈએ ને……!….
 • સુરત ના ઘણા પાટીદાર અગ્રણીઓ….ઊંઝા ઉમિયા માતા સંસ્થાન…..ખોડલધામ ટ્રસ્ટ….ઘણા સમાજ ના ભલા માટે અઢળક કામ કરે છે……પાસીયા ઓ એમાં ક્યાં છે?? પુર-દુષ્કાળ..કે અન્ય કુદરતી પ્રકોપ માં એકેય પાસીયો દેખાયો????? પાટીદાર સમાજ માં- દીકરીઓ ની સંખ્યા ઘટતી જાય છે………લવજીભાઈ બાદશાહ જેવા શ્રેષ્ઠી જે કાર્ય કરે છે..તેનું ૧% કાર્ય કે વિચાર આ લુખ્ખાઓ ને આવ્યો??? યુવાધન ને યોગ્ય માર્ગ દર્શન..આર્થિક સહાય ની જરૂર છે..તે માટે કોઈ પાસીયા એ વાત કરી?? ધારો કે અનામત મળી..તો શું બધા પ્રશ્ન સોલ્વ થઇ જશે??? કોઈ જ ઉત્તર નથી એ લોકો પાસે….! ટૂંક માં પાસ આગેવાનો- સમાજ ને ગુમરાહ કરી- પોતાના ખીસા-ઘર ભરી રહ્યા છે……..શરાબ-શબાબ ના ભોગ વિલાસ પુરા કરી રહ્યા છે…સમાજ ના અનેક વિકરાળ પ્રશ્નો છે..તે તરફ એમનું ધ્યાન ક્યારેય નહિ જાય..! સરદાર પટેલ ના નામ પર ચરી ખાતા આવા લોકો ને શું કહેવું?? જો- આ પાસીયા ઓ ની સચ્ચાઈ જાણવી હોય તો- એક વાર એમની સભામાં જજો..એમની વાત કોઈ પૂર્વ ગ્રહ વગર સાંભળજો…….તમને સમજાઈ જશે કે- અ લોકો શું કરવા માંગે છે???
 • મને વિશ્વાસ છે કે- પાટીદાર સમાજ જાગૃત છે..સમજુ છે…….તે આવા લુખ્ખા તત્વો ને બરાબર ઓળખી ને જરૂર જાકારો આપશે……! કારણ કે આ દેશ ની વાત છે…કોઈ ગલી-મહોલ્લા ની વાત નથી…!!

ટૂંક માં..કહેવા નું તો ઘણું છે….પણ સીધી વાત કરવી હોય તૌ……….સમાજ કે જ્ઞાતિ ..જાતિ..ધર્મ કરતા..દેશ મોટો છે………૬૦ વર્ષો બાદ- દેશ આજે કૈંક સાચા રસ્તા પર ચાલી રહ્યો છે…..રસ્તા તૂટેલા હતા..આથી સુધારો કરવા માં થોડા ઘણા ઝટકા આવશે..પણ આગળ સુપર હાઇવે છે…..તેની રાહ તો જોવી પડે ને??? ધીરજ તો જોઈએ ને…….અને ગુજરાત તો ગર્વીલું છે…એ કદાપી આવા લુખ્ખા ઓ ની ધમકી ને વશ થયું નથી….ઝૂક્યું નથી……ભલે ને કોંગ્રેસ લાખ કરે…..!!!!

વિચારજો…………..આજે નહિ વિચારો તો- કાલ તમારી નથી…………નકસલવાદ તમારી રાહ જુએ છે…!!!

તમે મને મોદી ભક્ત કહી શકો છો..મને વાંધો નથી…પણ મને ગર્વ છે કે – હું એવા માણસ ને સમર્થન આપું છું કે- જેણે ચા વેચી છે…પોતાનો દેશ નથી વેચ્યો…!!!!

રાજ


Leave a comment

પ્રજા”સટ્ટાક” દિવસ-૨૦૧૬

આપણો એટલે કે કહેવાતા મનુષ્ય જાતી -પ્રજાતિ નો ઈતિહાસ આશરે ૫૦૦૦૦ વર્ષ જુનો છે……પણ આટલા વરસો માં આપણે શીખ્યા છીએ એના કરતા ભૂલ્યા છીએ વધારે………..!! જો કે  આગળ જ  ચાલવું  એ સૃષ્ટી નો નિયમ છે  છતાં પાછા વળી ને……… કરેલી ભૂલો માં થી સારું શીખવાનું આપણે  શીખ્યા નથી……! તો મારા માટે  પ્રજાસત્તાક દિવસ  એ  પ્રજા”સટ્ટાક” દિવસ છે………કેમ????? આગળ  વાંચો….

 • જે પ્રજા પોતાના સ્વાર્થ -માટે  દેશ ના હિત ને તડકે મૂકી દેતી હોય તેના માટે આજનો દિવસ ..પ્રજા”સટ્ટાક” દિવસ છે…..
 • અનામત,ધર્મ,જાતી,મંદિર -મસ્જીદ ના મુદ્દા ઓ ના  આધારે લલ્લુઓ-યાદવો-ગાંધીઓ -દેશ ને બરબાદ કરે….અને પાછા રાજ કરવા હરખે હરખે ચૂંટાઈ આવે……એ પ્રજા ની સમજણ માટે…………. પ્રજા”સટ્ટાક” દિવસ છે………..
 • જ્યાં કાયદા પણ ધર્મ ને આધારે અલગ-અલગ ભેદ વાળા હોય…..દેશ ની કુલ વસ્તી નો  ૧૭% ભાગ હોય છતાં પોતાને લઘુમતી કહેતા હોય…….તે પ્રજા ને માટે આજનો દિવસ …પ્રજા”સટ્ટાક” દિવસ છે…..
 • જ્યાં વાત-વાત માં અસહિષ્ણુતા છવાઈ જતી હોય…….બીકાઉ મીડિયા ના તાપ ને આધારે અર્ધ પાકેલી  -બળેલી અસહિષ્ણુતા ની બિરયાની ને જે પ્રજા શાંતિ થી…..ચુપચાપ પણે ….કૌરવ સભાની જેમ ખાતી હોય……અને દરેક વાત માં મોદી-મોદી ને જ જવાબદાર ગણતી હોય તે પ્રજા ને માટે……આજનો દિવસ પ્રજા”સટ્ટાક” દિવસ છે………
 • ડુંગળી-બટાકા-ટામેટા ના ભાવ ના આધારે જ્યાં દેશ ની સરકારો બદલાઈ જતી હોય……તે પ્રજાને………..માટે……….પ્રજા”સટ્ટાક” દિવસ છે………….
 • સરકારી નોકરીઓમાં સંતોષકારક પગાર મળતો હોવા છતાં ખુલ્લેઆમ લાંચ માંગવામાં શરમ ન અનુભવનાર એશઆરામી “અકર્મ”ચારીઓને…..આજનો દિવસ એટલે  પ્રજા”સટ્ટાક” દિવસ……………
 • જ્યાં માં-બાપ ને બે દીકરા ભારે ન પડતા હોય પણ દીકરા મોટા થઇ -ઘરડા માં-બાપ ને ભાર-સમજી ચલક ચલાણું રમે…….એ પ્રજાને માટે આજનો દિવસ પ્રજા”સટ્ટાક” દિવસ છે…………..
 • જ્યાં પ્રજા આટઆટલુ વેઠ્યા બાદ…..દુખી થયા બાદ ….”સમજ્યા” બાદ પણ એક ની એક ભૂલ વારંવાર કરે…તે પ્રજા માટે આજનો દિવસ…..પ્રજા”સટ્ટાક” દિવસ છે….

સટ્ટાક………………..!!!!

જય હો………….

રાજ

 


Leave a comment

આજકાલ-૨૦/૦૮/૨૦૧૫

“વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે…………..”

——————————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા અંત્ય-૩૦

શાસ્ત્રો માં જણાવ્યા મુજબ ,આદર્શ સ્થિતિ પ્રમાણે ..આ દેહ ને બસ હવે ૬૨ વર્ષ આ પૃથ્વી પર રહેવાનું છે………અને જે પણ કર્યું છે…કરી રહ્યો છું….એનો  આંશિક સંતોષ છે…..અને શ્રીજી-સ્વામી ની દયા થી હજુ ઘણું કરવા નું બાકી છે…..જે થશે એ પણ એની મરજી થી જ થશે…..! જાણે કે…

“..પળેપળ જીવતો ‘ને પળેપળ મરતો હું…..

જાણે કે જીવ પર વસ્ત્ર ઢાંકી ફરતો હું……”

જેવું છે. આમેય વિદ્વાનો કહે છે કે જો તમને હરપળ મૃત્યુ નું અનુસંધાન રહે તો તમે ખોટું કામ કરતા અચકાઓ…..હૃદય માં એક અનેરો વૈરાગ્ય…સ્થિતપ્રજ્ઞતા નો ભાવ સહજ રહે…અને એનું પરિણામ…અંતર માં અખંડ સુખ….શાંતિ….એક ભગવાન ને પામ્યા નું જ સુખ…..! જગત તો એમને  એમ જ છૂટી જાય……….પણ હમમમ…..ભાઈ હું સંસાર છોડી ને વૈરાગ્ય ની વાત નથી કરતો પણ સંસાર માં રહી ને વૈરાગ્ય ના ભાવ ની વાત કરું છું……..ખેર..! તો શું ચાલે છે આજકાલ…..?

 • આજકાલ બસ- સેવા અને સત્સંગ નો ભરપુર લાભ મળી રહ્યો છે………………થેન્ક્સ શ્રીજી…!  એની મરજી એ જ આપણું જીવન..એમાયે એ કૈંક વધારે સારું કરવા માંગતો હશે…..
 • આજે જન્મદિવસ હતો…….પાપા-મમ્મી સાથે હતા તો દીકરો અને પત્ની દુર…..!  થોડીક ખુશી…થોડોક ગમ……..બસ જીવન નો એ જ રંગ અદ્ભુત છે………..જે હોય તે…બસ હૃદયભરી ને શ્રીજી ની મરજી ને માણવી છે……….! સાથે સાથે આજે સ્વ.ચંદ્રકાંત બક્ષી નો જન્મદિવસ…….લંડન નીસ્ડન સ્વામિનારાયણ મંદિર ની પ્રતિષ્ઠા નો દિવસ……..એવું ઘણું બધું…!!!!
 • સવારે સંકલ્પ મુજબ મંદિરે ગયા………મનભરી ને દર્શન થયા……….શ્રીજી મહારાજ નો અદ્ભુત અભિષેક લાભ મેં પણ લીધો અને પપ્પા એ પણ લીધો….એમનો સંકલ્પ પૂરો થયો..એનો વિશેષ આનંદ થયો. સંતો ના દર્શન નો- આશીર્વાદ નો પણ લાભ મળ્યો……ડ્રાઈવ કરતી વખતે દીકરા હરિ નો ફોન આવ્યો અને આજનો દિવસ સફળ થઇ ગયો…….! મમ્મી ના હાથ ની પુરણપોળી એ પેટ માં શાંતિ કરી દીધી….! પછી કાહે કી ફીકર….??? અને સ્નેહી-સ્વજનો-મિત્રો ના ફોન-ફેસબુક પર મેસેજિસ -વોટ્સેપ પર મેસેજીસ નું એવું પુર આવ્યું કે એમની લાગણીઓ માં હું તણાતો જ ગયો……………..અને લાગ્યું કે..સાલું …આપણે વેડફાઈ નથી ગયા…..આ દેહ અને એના સંબંધો અંતર સુધી પહોંચ્યા છે……!
 • આજકાલ નવું નવું શીખવાનું રોજેરોજ મળી રહ્યું છે…………ભલે ને હરિ હોય…રીના હોય કે મિત્રો………જ્ઞાન ના પાઠ ચારે કોર ફેલાયેલા છે….સબ ભૂમિ ગોપાલ કી..મનચાહે તેમ જ્ઞાન ને લુંટો….! જોઈએ જીવન હવે કઈ તરફ લઇ જાય છે????? જે થશે એ સારું જ થશે……..એમ માની ને કાર્ય ચાલુ જ છે…………આગે દેખિયે ..હોતા હૈ ક્યાં??? આમેય આપણે ક્યાં અહી કાયમ માટે આવ્યા છીએ….બસ ફરવા…જાણવા આવ્યા છીએ……………ફરીને પાછા જવાનું જ છે……!
 • પટેલો ની અનામત……….ગર્વીલી ..જોમ જુસ્સા ….વાળી એક મહા જ્ઞાતિ ને કેટલાક લેભાગુ “પછાત” સાબિત કરવા મંડ્યા છે…………અને ભોળા મનુષ્યો એમની સમજણ વગર ની વાતો માં આવી ને હોબાળા કરી રહ્યા છે………….સુપ્રીમ ના કાયદા વાંચો……બંધારણ જુઓ…..અનામત ના નિયમો જુઓ……..કોઈના હાથ માં કશું આવવા નું નથી………બસ મનોરંજન થઇ રહ્યું છે…અને એક ગર્વીલી જ્ઞાતિ રાજકારણ નો ભોગ બની વેડફાઈ રહી છે…………..! હું તો કહું છું…દેશમાં થી અનામત જ કાઢી નાખો…….અને જો રાખો તો માત્ર આવક ને આધારે બધા ને આપો………કાંતો અખા દેશ ની બધી જ્ઞાતિઓ ને અનામત માં સામેલ કરી દો…..!!!!!!! ખરેખર …..કોંગ્રેસ અને એના મળતિયા ઓ એ દેશ ને જેટલું નુકશાન કર્યું છે…….એટલું તો કદાચ અંગ્રેજો એ પણ નહોતું કર્યું….! અફસોસ…..! અમેરિકા કે બ્રિટન….ક્યાંય આ અનામત નું ભૂત છે????? એ શું ગરીબ થઇ ગયા???? જાગો પટેલો જાગો…!
 • લોકો નો આત્મવિશ્વાસ તો જુઓ………પપ્પા ની નર્વ ડેમેજ ની ટ્રીટમેન્ટ માં એક નિષ્ણાતે એવો મત આપ્યો કે- એકયુપંકચર થી બે દિવસ માં અ ઠીક થઇ જાશે…!!!! ખરેખર……????? ચમત્કાર કે પછી……????  હવે તો એવું થયું છે કે- જે કોઈ પણ મળે- એ બિન્દાસ પોતાની અવનવી સલાહ અમને આપે છે……………! હહાહાહાહા……..છે ને દુનિયા રંગબેરંગી….!!!  ખરેખર …બીમાર પડીએ અને લોકો ખબર પૂછવા આવે…….ત્યારે એમની વાતો ની નોંધ કરી લેવી…!!! કમસેકમ સાજા થઇ ત્યારે એક પુસ્તક જરૂર લખી શકાય……!
 • ગઈકાલે…રીના માટે કૈંક સરપ્રાઈઝ ગીફ્ટ નું શોધતો હતો…તો અચાનક જ સ્ટોર મેનેજર મને પાટણ નું પટોળું જોવા લઇ ગયા……….! જેને બનાવવા માં ૬ માસ જેટલો સમય લાગે છે…….એની કિંમત તમે કેટલી ધારો છો…..??? ભાઈ….પોણા બે લાખ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને છેક ૧૦ લાખ સુધી ના પટોળા મળે છે……………! મેં તો પ્રાઈઝ ટેગ જોઇને જ મૂકી દીધું અને મેનેજર મારી સામે જોઈ ને હસી પડ્યા…!! એ બોલ્યા…આપણે તો અમેરિકા ના ડ્રેસ જ સારા…….!!!! 🙂 બાપ રે………………હહાહાહાહા……….

તો બસ…ચાલ્યા કરે…એટલે તો એનું નામ જીવન છે…….અહી તો અટકવું એ જ મૃત્યુ છે…………..! સ્વાગત છે…………જીવ ની આ અનંત યાત્રા માં…! ……………આપણે તો બસ અમેરિકન ડ્રેસ જ સારા………હહાહાહાહાહા……!!!! પટોળા???  ભૂલવામાં જ ભલાઈ….!

રાજ……….

 .


Leave a comment

આજકાલ -૦૭/૦૯/૧૨

સલામ   મેઘરાજા……..! તો ૯૦% ભારત આજે મેઘરાજા ના પ્રભાવ હેઠળ છે……રાજસ્થાન અને મધ્યપ્રદેશ ને મેઘરાજા ઘમરોળી રહ્યા છે અને ગુજરાત એના પરિણામ ભોગવી રહ્યું છે. પંચમહાલ, મધ્ય અને ઉત્તર ગુજરાત આ ઝંઝાવાત નો સામનો કરી રહ્યા છે…….તો આ વરસાદી ધુમ્મલ વાતાવરણ મા આજકાલ શું ચાલી રહ્યું છે?????

 • જીવન હવે સાચા અર્થ મા વિચરણ બની ચૂક્યું છે……ઘરે રહું એના કરતાં તો હોટલ્સ મા હું વધારે રહેવા લાગ્યો છું……ખતરા ની ઘંટી વાગવા ની તૈયારી છે……તો સાથે સાથે ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે -ભવિષ્ય મા કોઈ વ્યક્તિ કાયમી ઘર નહી વસાવે……પણ જુદા જુદા શહેર મા રહેલા પ્રી-પ્રીપેર્ડ હાઉસ આવા ઘુમક્કડ લોકો નું અસ્થાયી રહેઠાણ બની રહેશે…….
 • અત્યારે હું કેટલાક દિવસ થી સુરત મા છું અને સુરત ના વરસાદી રંગ પણ માણવા મળ્યા…..લગભગ રોજ વરસાદ અને એમાં ભીંજાવવા નું……..સાથે સાથે તાપી ને પુલ દ્વારા રોજ લાંઘવા નું…..અને રોજ એની વધતી સપાટી ને નિહાળવા ની……….! આજે તો તાપી – એના રૌદ્ર સ્વરૂપ મા જોવા મળી….અને એને જોવા માટે સુરતી ઓ એ જે લાઈન લગાવી કે નાનપુરા-અઠવા લાઈન્સ ના બધા ઓવર બ્રીજ જામ થઇ ગયા……!  અડાજણ સ્વામિનારાયણ મંદિર ના ઝાંપા સુધી તાપી આવી ગઈ હતી અને જો આમ જ ચાલતું રહ્યું તો છેક મંદિર ના દાદર સુધી પહોંચી જાશે……..
 • કોલસા ની કાળી રામાયણ…..અફસોસ થાય છે કે – દેશ ને આ પીંઢારા ઓ જે રીતે લુંટી રહ્યા છે…..અને એને આપણે ચુપચાપ જોયા કરી એ છીએ..!..સંસદ ને – ડુંગળી ના પડ ની જેમ રોજ સપાટી પર આવતા આ ચોરી-લુંટ વિષે જાણે કે કશી નથી પડી અને બધા- આરક્ષણ..અનામત ના ભૂત ને ધુણાવી ને પ્રજા ને મુરખ બનાવી રહ્યા છે…….શું થાશે????? આ અનામત નું ભૂત- કોંગ્રેસે જ પેદા કર્યું હતું અને આજે એ દેશ ને તોડી રહ્યું છે………
 • અને આપણી ગુજરાત કોંગ્રેસ – અને એની મોઢવાડીયા આણી કંપની- ગુજરાતી ગરીબ-અભણ લોકો ને વધારે ઉલ્લુ બનાવી રહી છે…..ઘર નું ઘર ( કેન્દ્ર મા એમની જ સરકાર આપણ ને- આપણા રૂપિયા આપણા ઘર ને છડેચોક લુંટી રહી છે….) , મફત લેપટોપ ( એક દમ હલકો આઈડિયા- એક સવાલ- આ બધા માટે કોંગ્રેસ પૈસા ક્યાંથી લાવશે?……અલબત્ત કોલસા અને ૨ જી ના લુંટ ના પૈસા મા થી જ ને……!) જેવા કોણી એ ગોળ – લગાડવા ના તર્કહીન થર્ડકલાસ નુસખા કરી- પ્રજા ને ભ્રમિત કરી રહી છે…..ગુજરાતી ઓ એ જાગવું પડશે….એમનું હિત ક્યાં છે એ સમજવું પડશે. કમ સે કમ દેશ ના હિત માટે- ગુજરાત આવા પીંઢારા ઓ થી બચે એ અગત્ય નું છે. કેશુ બાપા ને તો જાણે કે ધોળા મા ધૂળ પડી છે…….ગુજરાત નું તો પરિવર્તન તો એ કરી રહ્યા….પોતાનું બૌદ્ધિક મ્યુટેશન  થઇ રહ્યું છે – એ એમને સમજાતું નથી…!
 • પેટ્રોલ ના ભાવ ” વધુ વધુ….ક્યારે વધુ….” એમ કરી રહ્યા છે…….તો અમુક મંત્રી ઓ દેશ ના લોકો ને “હૈયાધારણ” આપી રહ્યા છે કે – હમણાં નહી વધે…..! તો જનતા દળ ના નેતા સુબ્રમણ્યમ સ્વામી ની વાત સાચી માની એ તો – દેશ ની બધી પેટ્રોલીયમ કંપની ઓ – આપણ ને ધોળા દિવસે લુંટી રહી છે…..એમનો નફો અને ડિવિડન્ડ વધતા જાય છે….અને આપણે ડૂબી રહ્યા છીએ…..!
 • આ બધી નેગેટીવ -નકારાત્મક વાતો મા – એક વાત સકારાત્મક એ મળી કે- પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય હવે સારું છે………ભગવદ ગીતા ના કથન પ્રમાણે કે- જયારે જીવ ને બધે જ ગઢ અંધકાર જણાતો હોય ત્યારે- એક હરિ નો સહારો….એનું જાણપણું જ – આ અંધકાર મા થી ઉગારનાર બને છે.  છેવટે આપણે બધું કરી -કરી ને કરવા નું શું છે??? મન ની શાંતિ – એ જ અંતિમ ધ્યેય હોય તો – એના માટે અધ્યાત્મિક જ્ઞાન અને હરિ નો સહારો- એના થી વિશેષ કશું જ નથી.

તો , બસ હવે આવતીકાલ ના સૂર્યોદય ની પ્રતીક્ષા છે……કારણ કે હર એક સવાર નવી હોય છે……હરપળ નવી હોય છે અને વિચારો- પણ નવા હોય છે……તાજા હોય છે…….તો ચાલો સુરજ નો પીછો કરીએ……!

રાજ


Leave a comment

અનામત નું ભૂત….

આજે સમાચાર માં એક વાત વારેઘડીએ છવાયેલી રહી….ભારત ના જાટ સંપ્રદાયે , જો એમને જાતી આધારિત અનામત નહિ મળે તો દિલ્હી ને મળતો પાણી પુરવઠો અટકાવવા ની ધમકી આપી!!!! શું થઇ રહ્યું છે આ બધું????? જો રાજસ્થાન ના , ગુર્જર સમાજ, અનામત માટે જનતા ની ટ્રેનો, મિલકતો ને નુકશાન પહોંચાડી શકતો હોય તો જાટ કેમ પાછળ રહી જાય….? અનામત નું ભૂત હવે એટલું બધું વકર્યું છે કે એ ભારત ના વિકાસ માટે એક મોટી આફત બની ગયો છે અને કહેવાતા આપણા નેતાઓ , અને સરકારો ચુપચાપ આ ખેલ ને જોયા કરે છે…પ્રોત્સાહન આપે છે….જ્યાં પ્રજા જ આવી હોય ત્યાં રાજા માટે શું અપેક્ષા રખાય?????અરે “ખાપ” તરીકે ઓળખાતી હરિયાણા ની પંચાયતો એમના ફાલતું સિદ્ધાંતો ને કાયદો બનાવવા છે ક સંસદ કે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે……તાલિબાનો ભારત માં જ છે….

મારા કેટલાક “ફાલતું” સજેશન….”ફાલતું” એટલા માટે કે એના થી કોઈનામાં સુધારો થવાનો નથી….બસ મન ની ભડાશ નીકળશે….એટલું જ…..

 • કોંગ્રેસ અને જનતા સરકારે જે માંડલ પંચ નું ભૂત ઉભું કર્યું છે…એના વધુ અમલ માટે…સરકારે એક ખરડો પસાર કરવો જોઈએ અને સમગ્ર ભારત ને જાતી આધારિત વહેંચી, બ્રાહ્મણ,વાણિયા થી માંડી ને મુસલમાનો ને અનામત ફીક્ષ કરી આપવું જોઈએ….જે જન્મ થી લઈને મૃત્યુ સુધી દરેક ક્ષેત્રે, સાર્વજનિક કે પ્રાઇવેટ ..બધી જગ્યા એ લાગુ પડે….આથી બધા ખુશ…!!!! બધા અનામત….!!!
 • ક્યાંતો બધા લોકો ની અટક કે જાતિ જ કાઢી નાખવી જોઈએ…કોઈ એની અટક થી ઓળખાય જ નહિ….ન રહેગા બાંસ , ન બજેગી બાંસુરી….( આ વિચાર કે તુક્કો અશક્ય છે..હું જાણું છું…પણ વાતો ના વડા ક્યારેક સારા લાગે છે…)
 • સરકારી નોકરીઓ માત્ર અનામત ને આધારે જ અપાય….કોઈ જનરલ કે સામાન્ય સીટ રાખવા ની જ નહિ….ઓપન વાળા ક્યાં જશે??? એ જાતે જ કઈ ક તો શોધી જ લેશે…ભાઈ એને પણ જીવવા નું છે….
 • ક્યાંતો અનામત માત્ર જરૂરીયાતમંદ કે ગરીબ લોકો ને( “ગરીબ” ની વ્યાખ્યા કરવી પડે…મોટો પ્રશ્ન???) માટે જ રાખવી…..

અટવાઈ ગયા  ને??? હું નહિ પણ પ્રત્યેક ભારતીય ક્યાંક ને ક્યાંક તો અટવાયેલો જ છે…..અનામત ચીજ જ એવી છે….જેને માટે , જે હેતુ માટે બનાવેલી…એ પણ ક્યાંક અટવાયેલા જ છે ને…!! આમાં નુકશાન કોને છે???? ભારત ને જ ને…..મને -તમને બધા ને….!!!

સમજી ને ચાલો….સફર અનંત છે અને વળાંક નો પાર નથી…..

રાજ