Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS રવિસભા-21/07/2019

“…જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.…”

————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય ૨૮

એક ભગવાન નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે…એ સમજાશે તો , કલ્યાણ નાં આ માર્ગ માં કોઈ વિઘન નહીં આવે…..

તો અમદાવાદી ઓ…..really a bad news…!! ઉનાળો હજુ ગયો જ નથી….!! અને મેઘરાજા ક્યારે પધારશે…? એ જાણે કે કોઈને ખબર નથી….just keep your fingers crossed…! હવે તો એક હરિ જ આધાર છે…..બસ એનાં ચરણો માં અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરવી છે કે…હે મહારાજ ..! વરસો… ખૂબ વરસો…!!!

આજની સભા ની શરૂઆત શ્રીજી નાં અદ્ભૂત દર્શન થી….. હિંડોળા દર્શન નો અદ્ભૂત લાભ મળ્યો….

સભા ની શરૂઆત યુવકો દ્રારા ધૂન થી થઈ…. ત્યારબાદ એક યુવક દ્રારા હિંડોળા ઉત્સવ પ્રસંગે બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભૂત પદ ” આવો ઘનશ્યામ …ઝુલાવૂ રી હિન્ડોરના મે….” રજુ થયુ…! શ્રીજી ને અંતર નાં હિંડોળા માં ઝુલાવી… જીવ ને એક એમનાં માં જ સ્થિર કરવા નો છે….એ ભાવ સાથે આ અદ્ભૂત ઉત્સવ રંગેચંગે ઉજવાય છે….એ પછી પુ. વિવેક મુનિ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત….પ્રેમ ભીનું….ખૂબ જ પ્રસિધ્ધ કીર્તન ” મારો નવલ સનેહી ઝૂલે નાથ રે….નૌતમ હિંડોળે …” રજુ કર્યું….ખરેખર….આજથી 200 વરસ પહેલા કેવો માહોલ હશે…..?? શ્રીજી કેવા કેવા હિંડોળે ઝુલતા હશે??? વિચાર માત્ર થી જ સમાધિ થઈ જાય છે…..!!

વરસાદ ખેંચાયો છે….અને સર્વે જીવ માત્ર ની પ્રાર્થના ને વાચા આપતું પદ ..દાસ રસિક દ્રારા રચિત ” વાદળી ઉતરજે ઘેલા ને તીર….” પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ દર્દ ભર્યા સુરે રજુ કર્યું….! ઇતિહાસ સાક્ષી છે કે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી નાં સમય માં આ જ કીર્તન દ્રારા શ્રીજી ને હરિભક્તો એ પ્રાર્થના કરી હતી અને ધોધમાર વરસાદ થકી, સ્વામી શ્રીજી એ સર્વનો સંકલ્પ પૂરો કર્યો હતો…..! ચાલો , આપણે પણ એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરીએ….!! ત્યારબાદ એક યુવક દ્રારા દેવા નંદ સ્વામી રચિત ” સહજાનંદ સુજાણ દેખી ભ્રમણા ભાંગી રે….” રજુ કર્યું……

ત્યારબાદ 14-15 જુલાઈ નાં સ્વામીશ્રી નાં બોચાસણ ખાતે નાં દિવ્ય વિચરણ દર્શન નો વિડીયો લાભ મળ્યો….

ત્યારબાદ ગુણાતીત ને રાજી કરવા વિપરીત પરિસ્થિતિ ઓ માં પણ જે નિષ્ઠાવાન હરિભક્તો એ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી….એમનાં પ્રસંગો વિશે પ.ભ. જયેશ ભાઈ માંડણકા એ લાભ આપ્યો. તેમણે કહ્યુ કે…

  • ગુણાતીત ગુરુઓ એ હમેંશા જ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે આગ્રહ કર્યો છે….
  • કેટલાંક હરિભક્તો એ વિપરીત પરિસ્થિતિ માં પણ કેવળ ગુરુ ને રાજી કરવા પરીક્ષા આપી….કોઈકે નોકરી માં રજા મુકી…કોઈકે ધંધા માં રજા પાડી…તો કોઈકે નોકરી ચાલુ રાખી…ઉજાગરા કરી ને….કોઈકે કેનેડા ની ટિકિટ રદ કરી….કોઈકે નવજાત સંતાન સાથે પરીક્ષા આપી….કોઇક નાં નિકટ નાં સ્વજન ધામ માં ગયા હોય…કોઈકે વિપરીત દૈહિક સ્થિતી માં પરીક્ષા આપી….!! આપણ સૌને આવુ બળ મળે એ માટે પ્રાર્થના….

ત્યારબાદ વચનામૃત નો મહિમા સમજાવતા વિડીયો સંવાદ ” કદી ન આથમતો સુરજ…” રજુ થયુ….! ખરેખર જીવન નાં પ્રત્યેક સમસ્યા નો ઇલાજ, એક વચનામૃત માં આપેલો છે…..!! વચનામૃત જો શબ્દે શબ્દ જીવાય તો જીવ બ્રહ્મરૂપ થયાં વગર રહે નહીં…..જગત નાં …દેહ નાં સુખ દુખ નડે જ નહીં…..

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી એ “ભગવાન અને મોટા પુરુષ નાં રાજીપા નો વિચાર” પર વિવિધ રસપ્રદ પ્રસંગો સાથે અદ્ભૂત પ્રવચન કર્યું……જોઈએ એનો સારાંશ માત્ર….

  • મનુષ્ય નાં જીવન માં એક ઉચ્ચ ..દૃઢ વિચાર હોવો જ જોઈએ…..
  • વચનામૃત માં 6 પ્રકાર નાં વિચારની વાત થઈ છે…૧) પ્રાપ્તિ નો વિચાર ૨) રાજીપા નો વિચાર ૩) સાંખ્ય નો વિચાર…૪) આત્મનિષ્ઠા નો વિચાર ૫) મહિમા જ્ઞાન નો વિચાર ૬) વૈરાગ્ય નો વિચાર
  • રાજીપા નો વિચાર- સૌથી અગત્ય નો ….લોક ને રાજી કરવા નાં વિચાર કરતા ભગવાન ને…સંત ને રાજી કરવા નું વિચારીએ તો… જીવન સફળ થાય…
  • રાજીપો એટ્લે શુ?? મધ્ય ૨૮ નાં વચનામૃત માં આની વ્યાખ્યા કહી છે…..ગ.અંત્ય 20 માં આ જ વાત કરી છે…..અંત્ય-૨૫ નાં વચનામૃત માં આ જ વાત છે……ભગવાન નો રાજીપો એ જ આત્યંતિક કલ્યાણ નો માર્ગ છે….
  • ભગવાન ને રાજી કરવા થતી ક્રિયા એ નિર્ગુણ ક્રિયા છે…..એમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં…( ગ.અ.25, ગ.પ્ર.58..ગ.પ્ર.78..કા.10…) .માટે જ મોટા પુરુષ આગળ કપટ રહિત થાવું…નિર્માની થાવું…….એ કહે તેમ કરવું…..અને તેથી મોટા પુરુષ રાજી થઈ જીવ નું કલ્યાણ કરશે….
  • ભગવાન ની.. મોટા પુરુષ ની આજ્ઞા માં દૃઢ પણે વર્તી એ …તો એ રાજી થાય….પ્રસન્ન થાય….ભગતજી મહારાજે , ગુણાતીત સ્વામી ને અજોડ સેવા થી રાજી કરી લીધાં….
  • મોટા પુરુષ નો રાજીપો કૈક અલગ વાત છે…..એમનાં રાજીપા માટે જગત નાં સુખ છોડવા પડે…..એમની આજ્ઞા માં ટૂક ટૂક વર્તવું પડે…..એમની અનુવૃતિ પ્રમાણે જીવવું …વર્તવું પડે….એમની કસોટી માં ઉત્તીર્ણ થાવું પડે…
  • મન કર્મ વચને ..ગુરુ માં જોડાવું પડે તો ગુરુ રાજી થાય. સત્સંગ લાંબી પ્રક્રિયા છે….ઘડતર થાય તયારે જીવ સત્સંગી થાય છે…

અદ્ભૂત….અદ્ભૂત…..!! આપણે શ્રીજી સ્વામી ને આવા જ રાજીપા માટે પ્રાર્થના કરવા ની છે…..

સભા ને અંતે ધર્માદા દાન અંગે જાહેરાત થઈ…. બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ નાં જીવન ચરિત્ર નો બીજો ભાગ પ્રકાશિત થયો છે…..મહંત સ્વામી મહારાજ નાં મહિમા નું પુસ્તક પણ પ્રગટ થયુ છે……વચનામૃત આધારિત 5 પુસ્તક , પણ પ્રગટ થયાં છે….

આજની સભા , શ્રીજી સ્વામી ને કઇ રીતે રાજી કરી શકાય એ પર હતી…..

છેવટે એમનો રાજીપો એ જ આપણું જીવન…એ જ ભક્તિ….એ જ સત્સંગ….એ જ કલ્યાણ…

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- 14/07/2019

साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि॥

——————

भागवत -९.४.६८

અર્થાત- એવાં ભક્તો સદાયે મારા હૃદય માં રહે છે…અને હુ એમનાં હૃદય માં રહુ છું…..મારા ભક્તો મારા થી વધું જાણતા નથી….હુ પણ એમને ક્યારેય વિસરતો નથી…..

આવા ભક્તો નું જો લિસ્ટ બને તો આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ સર્વ પ્રથમ આવે કારણ કે એમની પરા ભક્તિ નો જોટો આ જગ માં મળે એમ નથી….

મેઘરાજા અમદાવાદ થી જાણે કે રુઠી ગયા છે…..મિડ જુલાઈ માં ભર ઉનાળા જેવી કાળઝાળ ગરમી ….અસહ્ય છે…..! હશે …હરિ ની જેવી મરજી…..!! આપણે તો એક એની મરજી પ્રમાણે જ જીવવા નું……એ રાખે તેમ હસતે મુખે રહેવા નું….કારણ કે “દાસ નો દુશ્મન હરિ કોઈ દી’ હોય નહીં……”

તો ઘણા સમય બાદ, વિવિધ કારણોસર સભા નો લાભ ન્હોતો મળ્યો….તેનો ભાર ઓછો કરવા સમય પહેલાં સભા માં પહોંચી ગયો….. અને સર્વ પ્રથમ….હા… જીવન માં સદાયે સર્વ પ્રથમ શ્રીજી મહારાજ નાં ધામ અને મુકતો સાથે નાં મનમોહક દર્શન….!!

ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા એવી આ સભા ની શરૂઆત યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. સમગ્ર સભા એકતાર થઈ ગઇ…… ત્યારબાદ આજની સભા ને અનુરૂપ એક કીર્તન ” ગુરુદેવ નાં ચરણ માં કરી એ કરોડ વંદન….” રજુ થયુ….! આવા સમર્થ…સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુરુ હોય તેનાં ચરણ માં તો કરોડો વંદન કરીએ તો યે ઓછાં છે….!!! ત્યારબાદ એક યુવકે ભક્ત રાજ વનમાળીદાસ રચિત પદ” વંદન ગુરુજી….વંદન મહંતજી” રજુ કર્યું…..ગુરુની સેવા માં રહેવા મળે… એમનો રાજીપો મળે… એનાં થી મોટી વાત કઇ હોઇ શકે??? ગુરુ નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે….એમ શાસ્ત્રો કહે છે, એ સત્સંગ માં આવ્યાં પછી જીવ થી અનુભવાય છે…..

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી એ એમનાં પહાડી સુર માં ” ગુરુ મળ્યા ગુણ વાળા …જી મુને ..” રજુ કર્યું…ગુરુ નાં પગલે ચાલવા થી જ જીવન માં અખંડ અજવાળું પથરાય છે, તેં કાઈ નાની સૂની વાત નથી…..! અનંત જન્મો થી જીવ માં ઘૂસેલા જગત ને કેવળ ગુરુ કૃપા એ જ દુર કરી શકાય છે….!

ત્યારબાદ આવા સતપુરૂશ નાં મહિમા નું ગાન કરતો એક અદ્ભૂત વિડીયો….” ધીરે ધીરે મહંત સ્વામી….તમારો નેહડો લાગ્યો….” રજુ થયો….! અદ્ભૂત વિડીયો જોઇ હૃદય ભરાઈ ગયુ…..મારા ગુરુ….સાક્ષાત અક્ષર છતા કેવો દિવ્ય દાસ ભાવ….અતુલ્ય નિર્માનીપણું…..એક નાનાં માં નાનો હરિભક્ત હોય કે સાક્ષાત ઠાકોરજી…..સ્વામી સદાયે દાસ ભાવે જ વરત્યાં છે…!!!

એ પછી પુ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ સ્વામીશ્રી નાં પરા ભક્તિ નાં ગુણ વિશે વિશેષ માહીતી આપતાં કહ્યુ કે……સ્વામીશ્રી માટે હરિકૃષ્ણ મહારાજ જ સર્વસ્વ…!! એ મૂર્તિ નું અખંડ સુખ હરપળ લે છે….વિમાન માં ઠાકોરજી માટે AC નાં વેંટ ફેરવવા નાં હોય કે….તડકો રોકવા નો હોય….રાજકોટ જન્મ જયંતિ માં ઉદ્ઘાટન ની મીણબત્તી શ્રીજી ને ધરાવવા ની હોય….રોબિન્સ વિલે માં શ્રીજી ને ધરાયા પછી હાર સ્વીકારવા નો હોય……મંદીર માં વિપરીત પરિસ્થિતિ માં પણ દર્શન નો ઈશક…….સર્વે પ્રસંગો માં સ્વામીશ્રી ની પરા ભક્તિ કે જેમાં ” સદાયે પ્રથમ શ્રી હરિ” ભાવ નાં દર્શન થાય છે……! બધુ જ ભગવાન ની મરજી સમજી વર્તવું….બધુ જ ભગવાન અર્થે જ કરવું…..એ જ એમનાં જીવન નો સાર રહ્યો છે…….!

ત્યારબાદ પુ. પ્રેમવદન સ્વામી દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભૂત કીર્તન….” ગુરુ પરમેશ્વર રે….જે સેવે સાચે મને….” રજુ થયુ….! ગુરુ સાક્ષાત પરબ્રહ્મ …નું સ્વરુપ નજરું સમક્ષ છવાઈ ગયુ……સમગ્ર સભા આ મહિમા ગાન માં જોડાઇ ગઇ….!!

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી દ્રારા ગુરુ મહિમા પર અદ્ભૂત પ્રવચન થયુ….જોઈએ એનો સારાંશ માત્ર..

  • લૌકિક કાર્ય હોય કે પરલોક નું કાર્ય…ગુરુ વગર કશુ જ શકય નથી…..ભણવા જેવી એકમાત્ર વિદ્યા ..બ્રહ્મ વિદ્યા ભણવા ગુરુ અનિવાર્ય છે..
  • વેદ વ્યાસજી એ કહ્યુ કે ધ્યેયો નારાયણો હરિ: …આમ, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ અને ભગવાન વગર જ્ઞાન જ નથી…..ભાગવત કહે છે કે આવા સાચા સંત નાં હૃદય માં હુ એટ્લે કે ભગવાન રહે છે….
  • આવા મોટા પુરુષ નું જીવન પણ શાસ્ત્રો કહે છે એમ સ્વયં શાસ્ત્ર સમાન હોય છે…..
  • આવા ગુરુ મળ્યા તો છે, પણ આપણે એમનાં માટે શુ કરવા નું છે?? જે કરવા નું છે એ- નિર્દોષ બુદ્ધિ, એમની આજ્ઞા માં દૃઢતા, એમની પ્રત્યેક ક્રિયા માં દિવ્ય ભાવ…મન ધાર્યું મુકી ગુરુ મરજી માં વર્તવા નું….બુદ્ધિ નહીં વાપરવા ની…. યુક્તિ પ્રયુક્તિ નહીં કરવા ની….બિન શરતી શરણાગતિ……સંપ,સુંહ્રદ ભાવ,એકતા નો ભાવ…નિયમ ધર્મ માં દ્રઢતા રાખવી…
  • દરેક સતપુરૂશ ની રીત અલગ છે….પણ હેતુ એક જ…જીવ ને શુદ્ધ કરી કલ્યાણ કરવું….
  • બસ….આપણે બધુ જ આવા ગુરુ ને સમર્પિત કરી રાજી કરવા નાં છે…..છેક દાદા ખાચર થી લઇને આજે પણ ઘણા ભક્ત રાજ આવુ જીવન જીવી ગયા છે…..
  • જેટલું આપણુ પાત્ર એમનાં દ્રારા ઘડાશે….એટલું જ વધું બ્રહ્મ નું સુખ આવશે…..

અદ્ભૂત….અદ્ભૂત પ્રવચન…! આમ જ જો ગુરુ નો મહિમા સમજાય અને એમનાં માં યથાર્થ જોડાવાય તો ભયો ભયો……

સભા ને અંતે જાહેરાત થઈ કે – પૂનમ ને દિવસ ચંદ્ર ગ્રહણ છે….16 તારીખે બપોરે 4 વાગ્યે વેંધ બેસશે….રાત્રે 1.30 વાગ્યા થી સવારે 4.30 સુધી આ ગ્રહણ ચાલશે…..તો સંતો ની આજ્ઞા મુજબ આપેલી સુચના ઓ નું પાલન કરવું……

અંતે ગુરુ પૂજન માં મંત્ર પુષ્પાંજલિ નો પ્રોગ્રામ થયો…..

આજની સભા સતપુરૂશ ને ઓળખવા ની… એનો મહિમા સમજવા ની હતી…..જો એ ઓળખાશે તો હરિ ક્યાંય દુર નથી…..

સમજતા રહેજો……સત્સંગ સમજણ જ છે…

જય સ્વામિનારાયણ….. પ્રથમ શ્રી હરી ને …

રાજ


Leave a comment

BAPS રવિસભા-12/05/2019

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે,

ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં.…..
તે આશરામાં ત્રણ ભેદ છે.

૧) એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને

૨) બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે.

૩)ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણનિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં.”

—————————-

વચનામૃત- ગઢડા પ્રથમ 33

આજકાલ ગરમી થોડીક ઘટી છે અને પ્રમાણ માં ઠંડક છે, આથી સત્સંગ સભા માં આવવા નું સહેજ સહેલું બન્યુ છે…..ગઇકાલે અમદાવાદ શાહીબાગ મંદીર નો 57 મો ભવ્ય પાટોત્સવ હતો….અને અમદાવાદ નાં આ સમગ્ર સત્સંગ નાં કેન્દ્ર એવા મંદીર નો ઇતિહાસ, સ્થાપના ની સ્મૃતિ આજ ની સભામાં થાવા ની હતી….

સર્વપ્રથમ હરિ……મારા હરિ નાં મનમોહક….શીતળ દર્શન…..હંમેશની જેમ જ….ચંદન નાં વાઘા જુઓ….અદ્ભૂત…અદ્ભૂત…!!

સભા ની શરૂઆત યુવકો અને સંતો દ્રારા ધૂન અને પ્રાર્થના થી થઈ….. જીવ હરિ સાથે એકતાર થઈ ગયો…. ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી એ શ્રીજી નાં આજના મોગરા આચ્છાદિત દર્શન ને ઉપલક્ષ માં કવિ માવદાન રચિત…” મોગરા નાં ફુલ સખી …મોગરા નાં ફુલ..” રજુ થયુ….અને હરિ મિશ્રિત મોગરા નો મઘમઘાટ જીવ સોંસરવો ઉતરી ગયો…!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી એ મુક્તાનંદ સ્વામી રચિત ” અનુભવી આનંદ માં ગોવિંદ ગાવે રે….” રજુ કર્યું….સાચી વાત…! એક વાર ભગવાન નો યથાર્થ અનુભવ થાય…તયારે સહજ આનંદ અંતર માં ઉભરાયા કરે છે….બ્રહ્મરૂપ થયેલા જીવ માં ભગવાન ની સ્મૃતિ અખંડ રહ્યાં છે….!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ સંપ્રદાય નું પ્રસિધ્ધ….રોજ શયન પદ માં ગવાતું….પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ…” અક્ષર નાં વાસી વ્હાલો …આવ્યાં અવની પર..” અને હૃદય શ્રીજી નાં મહિમા…કૃપા થી ગદગદ થઇ ગયુ….!!! અદ્ભૂત પદ…!!

ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાં દિવ્ય વિચરણ -૨-૩ મે, આણંદ, નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર બધા જોઇ શકશે….

ત્યારબાદ પુ. નિર્મલ ચરિત સ્વામી એ બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ નો ” મંદીર દર્શન નો ઈશક” વિષય પર વાત કરતાં કહ્યુ કે…(ટૂંક માં જોઈશું)

  • ગઢડા પ્ર.68 માં ભગવાન ની અનેક પ્રકાર ની મૂર્તિ માં રહ્યાં ની વાત કરી છે…..ગઇકાલે શાહીબાગ મર્દીર નો 57 મો પાટોત્સવ ઉજવાયો….ગુણાતીત નો મર્દીર દર્શન નો ઈશક અતુલ્ય છે…
  • આ ઈશક…દેશકાળ, પરિસ્થિતિ થી પર છે…..અત્યંત વિપરીત વાતાવરણ- અતિ વરસાદ,ગરમી,ઠંડી હોય કે અશક્તિ હોય…..મોટી સર્જરી હોય કે ગંભીર બીમારી હોય….પણ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી નાં દર્શન ચુક્યા નથી……
  • આમ, અનેક અંતરાય આવે પણ સ્વામીનો ભગવાન નાં દર્શન પ્રત્યે નો ઈશક…દંડવત,ચેષ્ટા નો ઈશક ચુક્યા નથી…..મહંત સ્વામી મહારાજ નાં જીવન માં પણ આ ઈશક એવો ને એવો દેખાય છે….જન્માષ્ટમી નાં નિર્જળા ઉપવાસ વચ્ચે ,83 વર્ષ ની ઉંમરે 71 દંડવત કર્યા હતાં…!!!!
  • આપણે પણ આવો ખટકો રાખી ભગવાન નાં નિયમિત દર્શન, કથા કીર્તન નો ઈશક રાખીએ….

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન, અનુભવી સંત નાં મુખે વચનામૃત ગઢડા પ્રથમ 33 પર પ્રવચન નો લાભ મળ્યો…..જેનો સારાંશ માત્ર અહી આપણે જોઈશું….

  • ભગવાન નો અતિ દૃઢ આશરો …એટ્લે કે દૃઢ વિશ્વાસ, દૃઢ આશ્રય એ જ શરણાગતિ છે, એ જ મોક્ષ નું સર્વોપરી સાધન છે….
  • જેને અનન્ય આશરો હોય તેં બીજે ચોખા મુકવા જાય જ નહીં……એક સતપુરૂશ અને એક શ્રીજી પ્રત્યે જ અનન્ય પ્રીતિ …ટેક રહે….પતિવ્રતા ની ભક્તિ રહે….દેશ કાળ વિપરીત થાય …લાભ થાય કે નુકશાન…સંકલ્પ પૂરો થાય કે ન થાય….તો પણ આશરો, વિશ્વાસ ડગે નહીં….
  • આવો દૃઢ આશરો હોય તો મોટા પુરુષ અને ભગવાન તેં જીવની અચુક સહાય કરે છે…..પણ આપણે અંતરવૃતિ કરી ને જોઈએ તો- આપણ ને આવો દૃઢ વિશ્વાસ છે?? મોટા પુરુષની આજ્ઞા…નિયમ ધર્મ…પંચ વર્તમાન પળાય છે….??? નિત્ય દર્શન, કથા વાર્તા, ઘરસભા ઇત્યાદિ નો ખટકો રહે છે???
  • આશરો એટ્લે અતિશય દૃઢ સ્વરુપ નિષ્ઠા…..મોટા પુરુષ અને શ્રીજી નું સ્વરુપ ઓળખાય…એનો મહિમા સમજાય તો દૃઢ આશરો રહે……
  • શિક્ષાપત્રી, ગુણાતીત ગુરુ ની નાની મોટી આજ્ઞા માં દ્રઢતા, ભગવાન અને સતપુરૂશ નાં ચરિત્ર માં સદાયે દિવ્ય ભાવ રાખવો…એ દૃઢ આશરા નું સ્વરુપ છે…..અને એ જ જીવન માં કેળવવા નું છે….

અદ્ભૂત….અદ્ભૂત…..!

ત્યારબાદ બાળ અધિવેશન અંગે અમુક જાહેરાત થઈ…..ગયા રવિવારે થયેલા અધિવેશન નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો……2200 જેટલા બાળકો માં થી ઉત્તીર્ણ થયેલા બાળ વિજેતા ઓ ને ઇનામ મળ્યા…..

સર્વે વિજેતા ઓ ને ખૂબ ખૂબ અભિનંદન…..!!!!

તો, આજની સભા માં સત્સંગ નું હાર્દ….મોક્ષનું સર્વોપરી સાધન- ભગવાન નો…મોટા પુરુષ નો દૃઢ આશરો જીવ માં દૃઢ કરવા નું હતુ…..

છેવટે…….એનાં સિવાય તો કલ્યાણ જ ક્યાં છે??? શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે ચાહે કોઈ પણ દેશ કાળ આવે…..પણ તેમનો આશરો છૂટે નહીં…..એક એમનાં માં જ જીવ દૃઢ રહે………

જય સ્વામિનારાયણ……..સદાયે પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

BAPS રવિસભા-28/04/2019

આજકાલ ઉનાળો જરા વહેલો પાંગર્યો છે…..ગરમી 45 ડીગ્રી એ છલકાઈ રહી છે, અને અમદાવાદ પીગળી રહ્યુ છે…..છતા ત્રણ ત્રણ અઠવાડિયા બાદ રવિસભા ની શરૂઆત, આંખો ને ઠારી દે તેવી હતી….45 ડીગ્રી પણ હરિભક્તો નાં સત્સંગ માં ઓટ આણી શકી નથી….એ જ એ વાત નો પ્રત્યક્ષ પુરાવો છે કે સત્સંગ કેટલો પ્રભાવી છે….!!

સૌપ્રથમ ચિહ્ન ચિંતામણી નાં પદ ને પ્રસ્તુત કરતી….આંખો ને ઠારી દેતી…ધન્ય કરી દેતી શ્રીજી ની મનમોહક મૂર્તિ નાં દર્શન…..!! એક નીમિષ માત્ર નાં દર્શન થી કોટી પાપ બળી જાય એવી આ ક્ષણ હતી….!

સભાની શરૂઆત યુવકો દ્રારા ધૂન પ્રાર્થના થી થઈ….અદ્ભૂત માહોલ…!!! ત્યારબાદ એક યુવક દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ ” લાલા તોરી મોરી લગની લાગી રે….” રજુ કર્યું….અદ્ભૂત શબ્દ….!! લગની લગાડવી હોય તો એક શ્રીજી ની જ લગાડવી….તો ક્યારેય પસ્તાવું નહીં પડે…!! ત્યારબાદ એ જ યુવક જૈમિન વૈદ્ય દ્રારા…કૈક અલગ જ સુર માં પ્રેમાનંદ સ્વામી રચિત “સહજાનંદ સનેહી સુખ ધામ છે જો રે…” રજુ થયુ….સામાન્ય રીતે શાંત સ્વરે ગવાતા આ પદ ને આવા અલગ સુર માં સાંભળવું રસપ્રદ હતુ…! એક વિચાર આવે છે કે, પ્રેમાનંદ સ્વામી નાં આ પ્રેમ ભીના પદ , શ્રીજી પ્રત્યે કેટલા ભાવ થી રચાયા હશે…?? એક એક શબ્દે પ્રેમ ટપકે છે….હેત નાં દરિયા છલકાય છે….! ત્યારબાદ અન્ય એક યુવક દ્રારા ” પુર્વ નાં પુણ્ય ફ્ળયા…. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા….” રજુ થયુ…..શ્રીજી સદાયે પ્રગટ છે….એનાં એકાંતિક સંત થકી….! એ મહિમા ને જીવસ્થ કરીશું તો કલ્યાણ નાં માર્ગ માં લેશ માત્ર વિઘન નહીં આવે…! ત્યારબાદ સતપુરૂશ નાં મહિમા નું ગણ કરતું એવું જ એક પદ…” સાત સમંદર પાર…. સ્વામી તારો જગ માં જય જય કાર…” રજુ થયુ. …..! અદ્ભૂત…અદ્ભૂત….આજકાલ જુઓ..અબુ ધાબિ નું મંદીર હોય કે અમેરિકા નું અક્ષરધામ….!!

ત્યારબાદ પુ.ધર્મ તિલક સ્વામી એ ” આર્ષ દ્રષ્ટા પ્રમુખ સ્વામી મહારાજ” વિષય પર ટૂંક માં પ્રવચન કરતા કહ્યુ કે….મોટા પુરુષ જે સહજ વચન પણ બોલે એ સિદ્ધ થાય જ….! ગઢડા નું આરસ નું સુંદર મંદીર, એ શાસ્ત્રીજી મહારાજ નાં વચન નું પ્રગટ પ્રમાણ છે….એ જ રીતે યુકે,અમેરિકા નો સત્સંગ…દિલ્હી નું અક્ષરધામ… પણ ગુણાતીત વચન નો જ પ્રતાપ છે…! મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે….પણ આપણ ને વિશ્વાસ નથી આવતો…અનેક પ્રસંગો રજુ થયાં…જેનો ઉલ્લેખ આપણે અહી કરતા નથી…..અબુ ધાબિ નું મંદીર હાલ બની રહ્યુ છે, તેં પ્રમુખ સ્વામી નાં જ સંકલ્પ નો પ્રતાપ છે….

એ જ સંકલ્પ નો વિડીયો દર્શન નો લાભ સૌને મળ્યો…..ચાલો તેને નિહાળી એ નીચે ની લિંક દ્રારા….

અદ્ભૂત વિડીયો…..!! ગુણાતીત નાં ડંકા આજ બ્રહ્માંડ માં ગુંજે છે…….!!! …

ત્યારબાદ પુ.વિવેક મુનિ સ્વામી એ એમનાં બુલંદ સ્વર માં પ્રગટ સતપુરૂશ નાં સર્વોપરી મહિમા નું ગાન કરતું….મુનિ અખંડા નંદ રચિત પદ…” થઈ રહ્યો છે જય જયકાર રે….સ્વામી મળવા થી….” રજુ કર્યું….! ગુણાતીત મળ્યા પછી બાકી શુ રહે….??? પ્રાપ્તિ નો કેફ સદાયે રહેવો જ જોઈએ….

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…

  • 11/05 નાં રોજ અમદાવાદ શાહીબાગ મંદીર નો પાટોત્સવ ઉજવાશે…
  • 7/05 અખાત્રીજ થી ઠાકોરજી ને ચંદન નાં વાઘા ની સેવા શરુ થાશે….અચુક લાભ લેવો..
  • પુ. ડૉક્ટર સ્વામી એ આપણી નવી અક્ષર પુરુષોત્તમ આરતી નું નિત્ય…મહિમા સાથે ગાન કરવા ની આજ્ઞા કરી છે….
  • તિલક ચાંલ્લો કરવા માટે ગોપી ચંદન હવે પાવડર ફોર્મ માં મળી શકશે….

ત્યારબાદ સભા ને અંતે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી(જે હજુ બે દિવસ અમદાવાદ ને લાભ આપવા નાં છે અને પછી વિદેશ વિચરણ માં જાવા નાં છે) એ પોતાના આશીર્વચન નો લાભ આપતાં કહ્યુ કે…

  • માત્ર 5 વર્ષ નાં બાળક ધ્રુવ ને તેમની માતા એ ભગવાન નો મહિમા સમજાવી ભગવાન માં જોડ્યા…..આપણે મા બાપ તરીકે આવુ કરવા નું છે…બાળક ને સત્સંગ…સંસ્કાર આપવા નાં છે…
  • આપણે કોઈ સામાન્ય નથી….આપણે બધા ભગવાન નાં જ દિકરા…સંતાન છીએ…
  • જે દેહ નો કોઈ ભરોસો નથી…એનાં સુખ પાછળ બધા ફરે છે, પણ જીવ નાં સુખ ની કોઈ વાત કરતું નથી…..આપણે સાંખ્ય વિચાર થકી આ જ કરવા નું છે કે જીવ નાં સુખ નો વિચાર કરવા નો…!
  • ભગવાને આપેલા નિયમ ધર્મ માં દૃઢ રહેવું…..જગત નાં સુખ કરતાં ભગવાન નું સુખ અધિક છે….સંતો ભક્તો નો મહિમા સમજો….અને એમનાં ગુણ લો….જીવન માં ઉતારો….એમનાં જેવું જીવન કરો..

તો આજની સભા, સત્સંગનો….સતપુરૂશ નો….સ્વયં શ્રીજી નો મહિમા જાણવા ની…. ઉજવવા ની હતી….અને જો આ મહિમા જીવ માં દૃઢ હશે તો બ્રહ્મ પરબ્રહ્મ નું જ્ઞાન પણ સહજ થઈ જશે….મોક્ષ નો ધ્યેય…માર્ગ સુસ્પષ્ટ થાશે….અને એ પ્રમાણે જીવાશે…!

છેવટે, કરવા નું તો આ જ છે…..અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…… સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…!!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૦/૦૩/૨૦૧૯

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે?

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્નિપ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડાં દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં.”

—————————–

વચનામૃત- ગઢડા અંત્ય ૨૦

ઉનાળો હવે અમદાવાદ ને આંગણે દસ્તક દે છે, અને દોડતું ભાગતૂ અમદાવાદ, જાણે કે એક પળ શ્વાસ લેવા રવિવાર ની આ સત્સંગ સભા માં ગોઠવાઈ જાય છે……!!! અને જીવ માત્ર રિચાર્જ થઈ જાય છે….

સર્વ પ્રથમ…શીતળતા નાં સ્ત્રોત એવા શ્રીજી નાં ધામ, મુકત સાથે નાં દર્શન….! શ્રીજી ની શોભા તો જુઓ…કદાચ આવા વાઘા.. શણગાર તો બીજે કોઈ ઠેકાણે નહીં હોય….!!!

સભા ની શરૂઆત સંતો અને યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. અદ્ભૂત લય….!!! ત્યારબાદ એક યુવક દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ ” પધારો ને સહજાનંદજી …” રજુ થયુ……..અદ્ભૂત…!! આપણા જેવા તો અનંત જીવ એમની સેવા માં છે…પણ એ શ્રીજી આપણા માટે અનન્ય છે…એક જ ધણી છે….! એ પછી પુ. વિવેક મુનિ સ્વામી નાં બુલંદ સ્વરે એ જ પ્રેમાનંદ નું” મન વસિયો રે મારે મન વસિયો….સહજાનંદ મારે મન વસિયો” રજુ થયુ…..! એ મન માં વસ્યો હોય પછી જગત અને એનાં રાગ મન માં.. હૃદય માં શાના ઘુસે??? ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરુપ સ્વામી ને સ્વરે ફરીથી પ્રેમાનંદ સ્વામી નું જ પદ ” હમ તો એક સહજાનંદ ગાવે…” કૈક અલગ સુર માં રજુ થયુ….! સર્વોપરી મળ્યા પછી બીજે ક્યાંય જવું પડે…??? ન જ જવું પડે….કારણ કે એક એનાં માં જ સર્વ જીવ સૃષ્ટિ આવી ગઇ…કોટી બ્રહ્માંડ નું સુખ આવી ગયું..! અને પુનઃ કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં કંઠે ” પ્રાણી સ્વામિનારાયણ ગાઈએ…” પદ રજુ થયુ….જેનાં શબ્દો પુનઃ પ્રેમાનંદ સ્વામી નાં જ હતા…! અત્યંત રસ ભીના…પ્રેમ થી તરબતર શબ્દો એ પ્રેમાનંદ સ્વામી નાં જ હોય…..એમનાં સિવાય આટલી અદ્ભૂત પ્રેમ ભીની શબ્દ રચના કોઈની હોઇ શકે જ નહીં…!

ત્યારબાદ 1 થી 3 માર્ચ દરમિયાન નાં સેલવાસ ખાતે નાં સ્વામીશ્રી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેનો ગુલાલ તમે પણ નીચે ની લિંક પર થી થઈ શકશે…

આજનો સત્સંગી બાળક…આવતીકાલ નો અક્ષર પુરુષોત્તમ યોદ્ધા છે- એમ સ્વામીશ્રી એ સેલવાસ માં ઉદગારેલા અક્ષર વચન ભવિષ્ય નાં ઉજ્જવળ સત્સંગ નું ચિત્ર દર્શાવે છે…!

ત્યારબાદ કોઠારી પુ. આત્મ કીર્તિ સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૨૦ પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ સભા ને આપ્યો….જેનો સાર માત્ર જ આપણે અહી જોશું….

  • સ્વભાવ એ ટાળવા અઘરા છે પણ અશક્ય નથી જ…..ભગવાન ની ભક્તિ કરતા સંકલ્પ થાય તેને સ્વભાવ કહેવાય…
  • સ્વભાવ નાં દર્શન થી મનુષ્ય ઓળખાય છે…જીવ ની અંદર સંકલ્પ વિકલ્પ નાં બૂળઠુનઁઠા પડ્યા છે જેને ટાળવા માટે જ આ સત્સંગ માં આપણે સૌ આવ્યાં છીએ…..ગુણાતીત પુરુષો ની પણ આ જ મરજી છે..કે જીવનો સ્વભાવ ટળે અને બ્રહ્મરૂપ થાય
  • એક ભગવાન દૃઢ પણે પક્ડાશે …..એમનું સ્વરુપ…એમનો મહિમા દૃઢ થાશે….. જીવ નું મૂળ રુપ…આત્મા સ્વરુપ ઓળખાશે ( લોયા 16) તો સ્વભાવ સહેજે ટળશે…ભગવાન ની માહાત્મ્ય યુક્ત ભક્તિ આપણ ને કાળ કર્મ થી બચાવે છે….દેશકાળ માં આપણી રક્ષા થાય છે..માટે જ આ માર્ગ શ્રેષ્ઠ છે
  • મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનાં જીવન માં ભક્તિ ન હોય તો તેનુ જીવન નિષ્ફળ છે…એવું શિક્ષાપત્રી માં લખ્યું છે….માટે જ જીવ નાં સ્વભાવ ટાળવા….કલ્યાણ કરવા ભક્તિ જ એક સહારો છે… અંત્ય 33 માં ભક્તિ નાં પ્રકાર છે…તેમાં દસમા પ્રકાર ની ભક્તિ વિશે યોગી બાપા કહેતાં કે પ્રગટ સતપુરૂશ માં દૃઢ નિષ્ઠા …નિર્દોષ બુદ્ધિ…આત્મ બુદ્ધિ એ ભક્તિ છે…સતપુરૂશ મારો આત્મા છે..તેમ મનાય તો બધુ આવી જાય
  • ગુણાતીત પુરુષ એક પળ પણ ભક્તિ વીના જીવતાં નથી…હરપળ હરિ….એ જ નિશાની ગુણાતીત ની છે…

શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આપણાં જીવન માં પણ આવી ભક્તિ આવે….!

ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ પણ પોતાના આશીર્વચન માં કહ્યુ કે….સ્વભાવ વાસના જીવ સાથે એકરસ થઈ ગયા છે જે શ્રીજી નાં વચન મુજબ કેવળ આત્મ નિષ્ઠા સહીત ની ભક્તિ થી જ દુર થાશે….ધર્મે સહીત ભક્તિ કરવી….નવધા ભક્તિ એ ગુણાતીત નું અંગ છે….હરપળ ભગવાન નું જ સ્મરણ…મહિમા…એમનાં જીવન માં દેખાય છે…એટ્લે જ શ્રીજી નું સ્વરુપ…એનો સર્વોપરી મહિમા ગુણાતીત દ્રારા જ સમગ્ર સંપ્રદાય માં ફેલાયો છે….અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન એ આનો જ સાર છે…સ્વભાવ પ્રકૃતિ એ આવી ભક્તિ થી જ ટળશે….( કારિયાણી 12)….યોગી બાપા એ તો ભીડા ભક્તિ ની પણ વાત કરી છે…સમૈયા ઉત્સવ એ આ ભીડા ભક્તિ નાં ઉદાહરણ છે જયાં સર્વે હરિભક્તો સંતો નાં પ્રત્યક્ષ દર્શન એક જ સ્થળે થાય…..!! પ્રત્યક્ષ ગુરુ ને સેવી લેવા….

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…

  • આ વખતે સારંગપુર ફૂલદૌલ ઉત્સવ ફુલ થી જ ઉજવાશે
  • મહિલા દિન- 16 માર્ચ, બપોરે 1 થી 4….વિષય- જીવન માં સંતુલન….સ્થળ- શાહીબાગ મંદીર

અદ્ભૂત….અદ્ભૂત….! જીવન માં આવી ભક્તિ દૃઢ થાય તો આપણો મોક્ષ આપણાં હાથ માં જ છે…..

રાજી રહેજો….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૩/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

“જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં જેવું અંગ બંધાય જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજુ થતુ નથી…….તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ; ….

શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે,

‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’

પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ-બુદ્ધિવાળો જાણવો.……..

બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે,

‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે

—————————-

વચનામૃત ગઢડા અંત્ય ૨

દેહ અને આત્મા ને અલગ સમજવા….જગત અને તેનાં પદાર્થ નાશવંત છે…એમ સમજીએ તો જ સત્સંગ જીવ પર ચઢે છે…..અને સત્સંગ માં આવી ને આ જ કરવા નું છે……આજની સભા આ જ વચનામૃત પર હતી….

વસંત પંચમી પછી હજુ પણ ઉનાળા નાં પગરવ સંભળાયા નથી…… શિયાળા અને ઉનાળા ની વચ્ચે કમોસમી માવઠા વચ્ચે ફસાયેલા અમદાવાદ માં આજની સભા અધ્યાત્મિક જોશ થી ભરપૂર હતી….

સર્વ પ્રથમ મારા વ્હાલા નાં દર્શન….અંતર નાં ઉમંગ સહીત….

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન ની રમઝટ થી થઈ….. અંતર નાં તાર એક હરિ માં સહેજે જોડાઇ ગયા….અને એ જ અંતર ના પુકાર સાથે એક યુવકે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી રચિત…’ હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી…” કીર્તન રજુ કર્યું….ત્યારબાદ એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત” રસિયા વર સુંદર શ્યામ હસી ને બોલાવો રે…” કીર્તન રજુ કર્યું….! અદ્ભૂત કીર્તન…..!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી નાં ઘૂંટાયેલ સ્વરે ” સાચે સાચું કહેશું રે…હરિ રાખે એમ રહેશું રે….”સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…..સતપુરૂશ નાં મહિમા થકી અંતર માં હરી ને પામવા ની ઝંખના જાણે કે શબ્દ સ્વરે સભા માં છવાઈ ગઇ….!!!

ત્યારબાદ પુ. સ્વામીશ્રી નાં સાંકરી ખાતે નાં તા-૨૫-૨૬ ફેબ્રુઆરી નાં રોજ નાં દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી આપણે જોઇ શકીશું…

અદ્ભૂત દર્શન……સાથીડા… મેરો નેહ નિભાવણા… બેકગ્રાઉન્ડ માં વાગતા પ્રેમ સખી નાં આ હૃદય ભીના કીર્તને ચક્ષુ નાં ખૂણા અશ્રુ ઓ થી ભરી દીધાં….!!!

આજે સભા માં , ખૂબ જ અનુભવી, વિદ્વાન, પ્રખર વક્તા અને સતત 40 વર્ષ સુધી બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપરું વિચરણ કર્યું છે…તેવા સદ. વિવેક સાગર સ્વામી હાજર હતાં …તેમણે ગ.અંત્ય ૨ વચનામૃત પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો માત્ર સારાંશ જ અહી જોશું..

  • બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ વચનામૃત નાં ભોમિયા હતાં….તેને સાક્ષાત જીવ્યા હતાં…એ સમયે એમણે સંતો ને સમગ્ર વચનામૃત નો મુખ પાઠ કરાવતા….
  • યૉગી બાપા ને ગ.અંત્ય 2, ભગતજી મહારાજ ને વરતલ-૧૬, શાસ્ત્રીજી મહારાજ ને ગ.મધ્ય ૭, પ્રમુખ સ્વામી ને અંત્ય-૭, મહંત સ્વામી ને અંત્ય ૫ નું વચનામૃત અતિ પ્રિય છે…
  • અંત્ય-૨ નાં વચનામૃત, માં જગત નાં નાશવંત પણા નો ઉલ્લેખ કર્યો છે….જેને ગુણાતીત પુરુષો સાક્ષાત જીવ્યા છે….આપણે આ બ્રહ્મ સત્ય ને સમજીએ તો જીવ જગત માં બંધાય જ નહીં…..સહજ જ વૈરાગ્ય અંતર માં જાગી ઉઠે…
  • જગત ની …એનાં સુખ ની આસક્તિ છોડવી અઘરી છે…..અને સર્વે દુખ એમા થી જ આવે છે…માટે જ ભગવાન ને સર્વે સુખ નાં સિંધુ જાણવા જેથી જગત માં થી આસક્તિ છૂટી એક ભગવાન માં થાય….
  • જીવ ને જગત નાં નાશવંત પણા નું જ્ઞાન હોવાં છતા એ મોક્ષ માર્ગે આગળ વધતો નથી…જગત નું પ્રધાન પણું ટળતુ નથી…. કાંરણ કે ..જીવ ને સત્સંગ માં કોઈ અંગ બંધાઈ જાય છે જે છેક સુધી રહી જાય છે…જીવ વિભ્રાંત થઈ જાય છે….પણ આત્મ વિચાર રહે તો તેમા થી બહાર નીકળી શકાય….એમ સત્સંગ માં આનું અંગ કેળવવું…..સમજણ રાખવી…
  • સતપુરૂશ ને સત્સંગ માં પ્રધાન રાખવા…..એમનાં થકી જ સત્સંગ નું અંગ સુદ્રઢ થાય છે….સત્સંગ માં આગળ વધાય છે…..કલ્યાણ નો માર્ગ ખુલે છે…..એમનો યોગ બ્રહ્મરૂપ કરે છે…
  • સતપુરૂશ નો યોગ તો દેવ પણ ઇચ્છે છે….માટે જ સર્વે અર્થ સિદ્ધ કરવા પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ ને ઓળખી…એમનો યથાર્થ સમાગમ કરી લેવો….પણ પ્રત્યક્ષ ની પ્રતીતિ આવવી અઘરી છે….જે નિત્ય અભ્યાસ, સતપુરૂશ માં દૃઢ હેત અને વિશ્વાસ, રાજીપા થી જ આવે…..મોક્ષ તો પ્રત્યક્ષ થી જ થાય….એ સિવાય ન થાય…!
  • આજે મહંત સ્વામી રૂપે શ્રીજી પ્રગટ છે….એમ દૃઢ …પરિપૂર્ણ સમજાય તો કશુ બાકી ન રહે…જીવ ને કેફ ચઢી જાય….જગત માં થી વૃત્તિ નીકળી એક ભગવાન માં સ્થિર થઈ જાય…
  • આ મોક્ષ ની વાત છે…..કલ્યાણ ની વાત છે…..જેને સમજ્યા સિવાય છૂટકો જ નથી…..

અદ્ભૂત….અદ્ભૂત…..!! જીવ ને આટલી પ્રતીતિ આવે તો મોક્ષ પ્રત્યક્ષ જ છે……બસ શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આ મુદ્દા ની વાત જીવમાં દૃઢ થાય…..

આજે સભા માં પ્રસિધ્ધ ઇતિહાસ વિદ મકરંદ મેહતા હાજર હતાં….તેમનુ સન્માન થયુ…..

સભા માં અંતે સારંગપુર ખાતે ના ફૂલદૌલ ઉત્સવ ની જાહેરાત થઈ….

મહિલા દિન 16/3 નાં રોજ શાહીબાગ મંદિરે ઉજવાશે…..સમય માટે મંદીર નો સંપર્ક કરવો….

તો આજની સભા મોક્ષ માટે ની હતી…..પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ માં દૃઢ પ્રતીતિ માં જ બધુ આવી ગયું….

થોડા માં ઘણુ સમજો….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા- 30/09/2018

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે………..

ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ – એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો, એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તનાં લક્ષણ કહીએ છીએ. તેમાં

——–જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને

——-જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને

—–શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતાં રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહીં. અને ચોથો જે

——પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહીં.

…. અને એ ચાર અંગ માંહેલું એક પ્રધાન હોય ને બીજાં ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે અને ચાર માંહેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં.”


વચનામૃત- લોયા-૨

આજની સભા- એવા હરિભક્તો માટે હતી કે જે ભક્તિ માં પોતાનું અંગ જાણે છે…..પોતે -વિશ્વાસી…જ્ઞાની ..શૂરવીર કે ભગવાન માં પ્રીતિ વાળા છે કે નહીં?? તે જાણે છે અને તે મુજબ વર્તે છે…….જો આપણે એમાં થી એકેય ન હોઈએ તો- આપણે એવા ગુણ કેળવવા ના છે અને આ જન્મે જ ભક્તિ ને સફળ કરવા ની છે …..

ગયા રવિવારે ગુરુ મહંત સ્વામિ મહારાજ અમદાવાદ થી વિદાય થયા હતા અને એ પછી નો આ પ્રથમ રવિવાર હતો…..પણ મંદિર માં હજુ પણ બંધાયેલી હાલત માં રહેલા શમિયાણા અને હરિભક્તો નો ઉત્સાહ જોઈને તો એમ જ લાગે છે કે સ્વામીશ્રી અહી જ હાજર છે……! તો આજની સભામાં પહોંચ્યા અને સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન કરવા માં આવ્યા…….ચાલો કરીએ ગુલાલ…..

ભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ પછી પ્રેમાનંદ સ્વામિ રચિત કીર્તન..” તેરી સાવરી સુરત પર હો વારિયા ..” બ્રહ્માનંદ સ્વામિ રચિત ..” રંગ રેલ પિયા ગિરધારી”…..; અને પ્રેમાનંદ સ્વામિ રચિત એક આની કીર્તન ” ધર્મકુંવર હરી મુર્તિ તમારી ….” જોશીલા અંદાજ માં રજૂ થયું…….!

ત્યારબાદ સ્વામીશ્રી નો અમદાવાદ માં ઉજવાયેલો તારીખ મુજબ નો જન્મોત્સવ ( ૧૩/૦૯) ની વિડીયો દર્શન દ્વારા સ્મૃતિ કરવા માં આવી..જે નીચે ની લિંક દ્વારા આપ પણ કરી શકશો………

ત્યારબાદ – સભામાં ભારત ના ખૂબ જ પ્રખ્યાત …અતિ વિધવાન …ભારત નું ગૌરવ કહી શકાય તેવા પ્રોફ.ડો. સત્યવ્રત શાસ્ત્રીજી પધાર્યા હતા….પૂ. શ્રીહરિ સ્વામિ એ અને પૂ.અક્ષરવત્સલ સ્વામિ એ તેમને આવકાર્યા…!…સંસ્કૃત ના વિશ્વ માં- ભારત થી લઈને છેક ઇંડોનેશિયા સુધી – શીર્ષસ્થ એવા પ્રોફેસર ૮૯ વર્ષ ની ઉમરે પણ અતિ કઠિન એવું સંશોધન કરી રહ્યા છે …વિશાળ એવા ગ્રંથ ની રચના કરી રહ્યા છે અને એમણે વાત કરતાં કહ્યું કે- જીવન માં એમને ઘણા સન્માન મળ્યા છે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ દ્વારા મળેલા આશીર્વાદ એ- સૌથી વિશેષ છે…….અને ગઇકાલે સારંગપુર ખાતે – મહંત સ્વામિ મહારાજ દ્વારા એમનું સન્માન થયું અને એ ગદગદ થઈ ગયા……અને કહ્યું કે- એમના જીવન માં માત્ર બે વાત નું વ્યસન રહ્યું છે……૧) વિધ્યા અભ્યાસ…૨) હરિ સ્મરણ …અને ભગવાન ને પ્રાર્થના કરતાં કહ્યું કે -જીવન ના છેલ્લા શ્વાસ સુધી બસ આ જ કરતો રહું……!!! અને સ્વામીશ્રી એ એમને શતાયુ થવા ના આશીર્વાદ આપેલા છે………!!! અદ્ભુત……સાવ એકવડિયું શરીર પણ તેજ જુઓ….હિમ્મત જુઓ તો સમજાય કે – જ્ઞાન કોને કહેવાય…!!

ત્યારબાદ કોઠારી પૂ.આત્મ કિર્તિ સ્વામી એ લોયા-૨ ના વચનામૃત પર આધારિત અદ્ભુત પ્રવચન કર્યું……આપણે અહી તેના સાર રૂપ અંશ માત્ર જોઈશું…..

  • આપણે બધા વિશ્વાસ થી ભગવાન સાથે જોડાયેલા છીએ પણ જો દેશકાળ આવે તો તેમાં વિઘ્ન આવે પણ જો સત્સંગ મજબૂત હોય …જ્ઞાન જીવ માં દ્રઢ હોય તો વાંધો ન આવે …..
  • અને એ જ્ઞાન એટ્લે આત્મા પરમાત્મા નું જ્ઞાન….સંપ્રદાય ના પાયા નું જ્ઞાન ..જો એ દ્રઢ હોય તો જીવ વિપરીત દેશકાળ વચ્ચે પણ અડગ રહે…..
  • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યું છે કે – સત્સંગ દ્રઢ રહે તેના માટે આત્મા પરમાત્મા નું જ્ઞાન…..સાંખ્ય વિચાર સતત રહે એ જરૂરી છે …..અને એ માટે જ્ઞાન આપે એવા સત્પુરુષ ની જરૂર પડે છે…..અને સત્પુરુષ એટ્લે એ જ્ઞાન કહે એટલું જ નહીં પણ એમના વર્તન માં પણ એ જ્ઞાન આત્મસાત કર્યું હોય એવું જોઈએ…..! એવા જ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ને જ્ઞાન ની ગોષ્ઠી બહુ જ પસંદ છે ……એમનો એના પર ખૂબ રાજીપો છે .
  • આપણું જ્ઞાન સબીજ છે…….અને એ જ્ઞાન જીવ માં ઘૂસે અને દ્રઢ થાય તો જ્ઞાની બ્રહમરૂપ વર્તી શકે અને જો એમ થાય તો એને ભગવાન સિવાય બીજી કોઈ કામના ન રહે……..દેહભાવ ટળી જાય
  • એ માટે મોટા પુરુષ નો સતત સમાગમ કરવો…એમનો મહિમા દ્રઢ કરવો…..એમના ગુણ નો સતત વિચાર..મનન કરવું જેથી એ જીવ માં દ્રઢ થાય અને બ્રહ્મજ્ઞાન થાય….
  • આવા ભક્ત થવાય તો મૃત્યુ નો ભય સહજ માં ટળે છે…….

અદ્ભુત…અદ્ભુત…….! સત્સંગ માં આ જ શીખવા નું છે…….મૃત્યુ નો ડર સૌથી મોટો હોય છે…અને સત્પુરુષ ના સંગે બ્રહ્મજ્ઞાન જીવ માં દ્રઢ થાય તો આ લૌકિક ડર સહેજ માં છૂટી જાય છે અને સહજ નિર્ભય પણું આવે છે…….અને કદાચ એ જ બ્રહ્મ માર્ગ ની ફળશ્રુતિ છે……

તો બસ સત્સંગ કરતાં રહો………..સત્પુરુષ અને સિધ્ધાંત ને ..સતત આત્મસાત કરી ..બ્રહ્મ જ્ઞાન ને જીવસ્થ કરતાં રહો……!

જય સ્વામિનારાયણ….

રાજ