Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

 • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
 • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
 • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
 • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
 • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
 • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
 • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

 • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
 • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

 • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
 • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
 • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
 • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
 • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ

Advertisements


2 Comments

BAPS પ્રમુખ વરણી દિન પ્રતિક રવિસભા- ૧૭/૦૫/૨૦૧૫

“કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં…………”

——————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૬૭

આજની રવિસભા- એવા ગુણાતીત પુરુષ ના નિસ્વાર્થ પ્રેમ ને સમર્પિત હતી કે -જેના મહિમા નું ગાન ગાવા બેસીએ તો અનંત જન્મો વીતી જાય..છતાં એનો પાર ન આવે…..સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ની તેજસ્વીતા છતાં એકદમ નિસ્પૃહ..નિર્માની…અતિ દયાળુ…..અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ…..! એવા મારા-આપણા વ્હાલા ગુરુ-પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ -ને “પ્રમુખ” તરીકે ની નિમણુક-બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે-આંબલીવાળી પોળ માં ૨૧/૦૫/૧૯૫૦ ના રોજ મુઠ્ઠીભર હરિભક્તો-સંતો ની હાજરી માં કરી હતી……અને એ સમયે બબુભાઈ કોઠારી ના સંશય ના ઉત્તર માં શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા…” તમે એના દેહ સામે  જુઓ છો…હું એના જીવ સામું જોઉં છું…” અને એ અસીમ વિશ્વાસ આજે – બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ ના જયનાદ સાથે ગુંજી રહેલો સ્પષ્ટ દેખાય છે……..!

સૂરજદેવ પણ આજકાલ પૃથ્વી ની સફરે છે……હું મારા હૃદય ના ટુકડા- મારા વ્હાલા દીકરા અને પત્ની ને -એના પિયર મુકવા ગયો હતો…ઇડર રસ્તા માં આવ્યું તો જોયું તો તાપમાન- ૪૭ ડીગ્રી ને સ્પર્શી રહ્યું હતું…….ગાડી નું એસી એની સામે બાથ ભીડી રહ્યું હતું અને છતાં- અમદાવાદ પરત આવ્યો અને જોયું કે આજની સભા માં હરિભક્તો સમાતા નહોતા…….કારણ- પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા વિદ્વાન-અત્યંત કુશળ વક્તા ને મુખે- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રેમાળ વ્યક્તિત્વ નું વર્ણન  થવાનું હતું…પછી મોકો કેમ ચુકી જવાય???  તો- બળબળતી ગરમી માં પણ -જીવ-હૃદય ને શાતા પહોંચાડતા મારા વ્હાલા ના દર્શન…..

10417750_400186346836210_7614592610401104115_n 11181828_400186266836218_3968528172446808899_n

સભાની શરૂઆત- પુ.પ્રેમવદન સ્વામી ના મધુર સ્વરે ગવાતા “સ્વામિનારાયણ નામ……ભજમન સ્વામિનારાયણ….” રજુ થયું……અને સભા જાણે કે એમાં વહેતી જ ગઈ….ત્યારબાદ એમના જ સ્વરે….” છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી” અને ” અમને પ્યારું પ્યારું લાગે…..પ્રમુખ સ્વામી કેરું નામ..” રજુ થયું…..સભાખંડ સંપૂર્ણ પણે ભરાઈ ગયો…..અને માહોલ જામતો જ ગયો……

ત્યારબાદ પુ.યોગીપુરુષ સ્વામી એ ” અણનમ માથા ભલે નમે” વિષય પર વક્તવ્ય આપ્યું…સ્વામીશ્રી ના પ્રસંગો નું વર્ણન કરતા કહ્યું કે….

 • સ્વામી શ્રી ની દિવ્યતા છુપી છુપાતી નથી…..અક્ષરધામ ના હુમલા સમયે- સંતો ની ચારધામ નો પ્રસંગ હોય કે…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના શ્રાદ્ધ નો પ્રસંગ હોય……સ્વામીશ્રી ના એક એક શબ્દ માં આવનારી સ્થિતિ નો જાણે કે ચિતાર સ્પષ્ટ જણાતો હતો…..સમજનારા -એમના આ દિવ્યતા ને સમજી શક્યા હતા….
 • ડો.સુબ્રમણ્યમ જેવા વિશ્વ વિખ્યાત હાર્ટ સર્જન -કે જેમણે સ્વામીશ્રી ની બાયપાસ સર્જરી કરી હતી- તે વાસ્તવ માં અત્યંત નાસ્તિક હતા- પણ સ્વામીશ્રી ની સર્જરી બાદ- એમના માં એવું તે પરિવર્તન આવ્યું કે- ભારત માં આવ્યા બાદ- સ્વામીશ્રી ના દર્શન કરવા સ્પેશ્યલ હિમતનગર ગયા ……અને સારંગપુર ફૂલદોલ સમયે તો જાહેરમાં સ્વામીશ્રી ને દંડવત કર્યા….! એવો તે પ્રમુખ સ્વામી નો શું જાદુ હતો???
 • ડો.વર્ગીસ કુરિયન- પણ જાણીતા નાસ્તિક અને -ભારત ની શ્વેત ક્રાંતિ ના જનક….કોઈ સંત આગળ ન નામે-પણ સ્વામીશ્રી ના મુખારવિંદ ને જોઇને એમને સ્વામી ના નિર્માની પણા નો અનુભવ થયો…અને એમની સેવામાં ડૂબી ગયા……આ પ્રસંગ એમણે અન્ય ને કહ્યો….
 • ડો.અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ -સ્વામીશ્રી ના અનન્ય ભક્ત છે- એ આખી દુનિયા જાણે છે…….અક્ષરધામ ના દર્શન કરી ને સ્વામીશ્રી ની દિવ્યતા નો જે અનુભવ થયો- એ એમણે અનેક વાર- જાહેર માં લોકો ને કહ્યો છે………..
 • એ જ રીતે નીરવ દોશી કરી ને સુરત ના સાઈ ભક્ત ને- શિરડી સાઈબાબા એ સ્વપ્નમાં દર્શન આપી -પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું વર્ણન કર્યું હતું…….અને આવા અનેક ઉદાહરણો- સુસ્પષ્ટ છે….

ત્યારબાદ વિડીયો દર્શન દ્વારા- યોગીજી મહારાજ જન્મજયંતી પર -સારંગપુર ખાતે સ્વામીશ્રી ની નિશ્રા માં ઉજવાયેલા ઉત્સવ ના દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ જેની રાહ જોવાતી હતી-તે પ્રવચન- પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા અતિ વિધવાન..કુશળ વક્તા  સંત ના મુખે સાંભળવા નો મોકો મળ્યો……વિષય હતો…… પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ- A leader of love …જોઈએ એના અમુક અંશ…..

( નીચેની ઓડીઓ લીંક- પ્રવચન ની છે- જે મોબાઈલ થી રેકોર્ડેડ છે- આથી ક્વોલીટી માં ફેર હોઈ શકે છે)

http://chirb.it/wp/2mh0vy

Check this out on Chirbit

http://chirb.it/2mh0vy

 • પ્રમુખ સ્વામી નો પ્રેમ સુસ્પષ્ટ છે…….સંસ્થા..સંતો અને હરિભક્તો ના મુખ પર એ સ્પષ્ટ દેખાય છે….અનુભવાય છે…….ચાલો..આપણે આપણી જાત ને પૂછીએ…!
 • ગોધરા કાંડ વખતે- એ સમય ના સરંક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ ની સાથે ની રસપ્રદ મુલાકાત માં -સ્વામી એ કહ્યું હતું કે- પ્રેમ ની ભાષા એક જ હોય છે…..અને એ જ અમારી ભાષા છે……જેની અસર લાંબો સમય સુધી રહે છે…..
 • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષ ના નારાયણ સ્વરૂપ દાસ ને “પ્રમુખ” નીમ્યા….પોતાના સ્થાને બેસાડ્યા- તો એમણે શું જોયું હતું??? પ્રમુખ સ્વામી નો જીવ..એમનું અંતર અને એમના અંતર માં રહેલો અસીમ પ્રેમ જોયો હતો….
 • પ્રમુખ સ્વામી માટે પ્રેમ એટલે- નિસ્વાર્થ પ્રેમ…..ભક્તો ને દુખે દુખિયા અને એમના જ સુખે સુખિયા…….સહજાનંદ સ્વામી ભગવાને -હરિભક્તો ના સુખ માટે જે બે વર- રામાનંદ સ્વામી પાસે માંગ્યા હતા -એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તો ના દુખ પોતાને માથે લીધા છે..સંતો ને પણ એ જ આજ્ઞા કરી છે…….
 • આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમ નો મહિમા અદ્ભુત છે……ટી. ફર્નાન્ડીઝ નામનો સર્વેયર-શ્રીજી ના સમયમાં લક્ષ્મીવાડી માં રોકાયો હતો અને પોતાના અનુભવ ની વાત કરતા લખે છે કે- ગઢડા ના સત્સંગી છોકરામાં પણ શ્રીજી એ એવા સંસ્કાર નું સિંચન કર્યું છે કે- રૂપિયા ની લાલચ ખાતર પણ એ એકબીજા સાથે લડતા નથી…
 • અનેક રીસર્ચ સ્ટડીઝ દ્વારા -બ્રહ્મ વિહારી સ્વામી એ કહ્યું કે- પ્રેમ ને લીધે- કોમા માં ગયેલા પાછા આવે છે……થોર ના છોડ પણ કાંટા વગર ના થાય છે……ગુનેગારો પણ સુધરી જાય છે……સંતાનો પણ સંસ્કારી બને છે……હિમત હારેલા પણ જ્વલંત સફળતા મેળવે છે..!!! અદ્ભુત અદ્ભુત….!
 • સત્પુરુષ નો પ્રેમ- સર્વસ્વ હોય છે…માં-બાપ ના સયુંકત પ્રેમ થી વિશેષ હોય છે……સત્પુરુષ ભક્તો ના સુખ ખાતિર પોતાના દેહ ને પણ કૃષ્ણાર્પણ કરી દે છે……બોડેલી માં- હરિભક્તો ને રાજી કરવા -પ્રમુખ સ્વામી એ ભારે તાવ વચ્ચે પણ હરિભક્તો ને દર્શન નું-પ્રવચન નું સુખ આપેલું…..મૂળ ભારતીય એવા અમેરિકન યુવક ની ગાળો-અપમાનો ને માફ કરી-એને ગળે લગાવેલો……તો ફિલાડેલ્ફીયા ઇન્કવાયર ની રવિપૂર્તિ ના તંત્રી- રોનાલ્ડ પટેલ ને નાસ્તિક માં થી આસ્તિક કરેલો….એક પિતા જેવું સુખ આપેલું……
 • ૧૯૯૨ માં -એક ગાંધીનગર ના મુસ્લિમ યુવકે- સ્વામીશ્રી ને એક પત્ર લખેલો- શરતચૂક થી તે લગભગ ૧૮ વરસ પછી- સંતો ના હાથમાં આવેલો- સ્વામીશ્રી પાસે એની વાત થઇ તો- સ્વામીશ્રી એ -એ યુવક નું નવું સરનામું શોધાવ્યું-એને રૂબરૂ બોલાવ્યો અને આશીર્વાદ આપી-સ્નેહ અમી વરસાવ્યા………………”રે સ્વામી વરસ્યા અનરાધાર…..” જેવો અદ્ભુત પ્રસંગ થયો..!
 • સ્વામીશ્રી જેનો હાથ પકડે છે -એને છોડતા નથી……..જો અજાણ્યા……અલ્પ મુલાકાતી ને પણ અક્ષરધામ નું સુખ આપતાં હોય તો- આપણા હરિભક્તો પણ એમનો રાજીપો કેવો હશે??? બસ- આપણે એમને રાજી કરવાના છે…..

અદ્ભુત અદ્ભુત…….સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવાર થી આવનારા સળંગ ત્રણ રવિવાર- પુ.બ્રહ્મ દર્શન સ્વામી જેવા અતિ વિધવાન-જ્ઞાની સંત ના મુખે પારાયણ નો લાભ મળવા નો છે……………….મોકો ચૂકવા જેવો નથી જ..!

તો- આજની સભા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ને સમજવાની હતી…એમના ગુણાતીત ગુણો ને માણવા ની હતી…….એમની સ્નેહ વર્ષા માં તરબોળ થવાની હતી…………! સત્પુરુષ માં મહિમા સાથે જોડાવાશે તો જ જીવ એમના માં લાગશે અને કલ્યાણ થશે…!

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા- ૨૬/૦૪/૨૦૧૫

“……….અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીનેપરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે.

અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યાં જોઈએ, તુલસી લાવ્યાં જોઈએ, ભાજી-તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ-બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યાં જોઈએ. માટે જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાડીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યાં છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યાં છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે…….”

——————————————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા મધ્ય-૨૭

ગઈકાલે – શાહીબાગ મંદિર -અમદાવાદ નો ૫૩ મો પાટોત્સવ હતો…….૧૦-મી મેં,૧૯૬૨ ના રોજ- અત્યંત ધામધૂમ પૂર્વક બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે શાહીબાગ મંદિરે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી….મંદિરો નું મનુષ્ય ના જીવન માં મહત્વ…..સમાજ ના ઘડતર માં મહત્વ ..સ્વયમ શ્રીજી એ પોતાના ઉપરોક્ત વચનામૃત માં કહ્યું છે. અને એટલા માટે જ આજની સભા વિશિષ્ટ હતી …એ સુવર્ણ ઈતિહાસ ની પળો ને માણવા ની હતી…..તે સમયે આપણે ક્યાં હતા…કયા સંજોગોમાં હતા……અને આજે શું વસ્તુ સ્થિતિ છે??? એ સમજવાની હતી.

ધોમધખતા તડકા વચ્ચે પણ હરિભક્તો નો ઉત્સાહ અનેરો હતો આથી સભા શરુ થઇ ત્યારે ભીડ સ્પષ્ટ દેખાતી હતી. આકર્ષણ નું કેન્દ્ર હતા- એ વડીલ હરિભક્તો..ઊંચેરા હરિભક્તો-કાર્યકરો કે- જેમણે દિવસ-રાત જોયા વગર પોતાનું સમગ્ર જીવન -આ મંદિર ને-સત્સંગ ને- સત્પુરુષ ને -સંસ્થા ને સમર્પિત કર્યું છે…..એમનું આજે જાહેર માં સન્માન થયું અને પાટોત્સવ સફળ થઇ ગયો……સત્પુરુષ અને શ્રીજી રાજી થઇ ગયા…..

હું સભામાં ગોઠવાયો -એ પહેલા હમેંશ ની જેમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કર્યા……ચાલો તમે પણ જોડાઓ…..

1509946_836742903030346_2210860919985699709_n

સભાની શરૂઆત પુ.દિવ્ય કિશોર સ્વામી ના મધુર સ્વરે ગવાતા ધુન્ય થી થઇ..” પ્રેમે પ્રેમ થી બોલો સ્વામિનારાયણ ભગવાન ….” સમગ્ર સભા એમાં જોડાઈ ગઈ….ત્યારબાદ પ્રેમાનંદ દ્વારા રચિત ” છબી નૈનન બીચ બસો ..નટવર ધર્મ દુલારે કી..” રજુ થયું…….જેણે અદ્ભુત માહોલ રચ્યો…..અને એ જ સંત દ્વારા ” અંતર આનંદ નો ભિન્ન આવે રે( મુક્તાનંદ સ્વામી રચિત ) રજુ થયું….

ત્યારબાદ મંદિરો નો મહિમા- આપણા ગગનચુંબી મંદિરો નો પ્રભાવ અને….શાહીબાગ મંદિર પાટોત્સવ – પ્રસંગે- ૧૯૬૨ માં યોગીબાપા દ્વારા જે મૂર્તિ પ્રતિષ્ઠા થઇ- એ ઉત્સવ ના સંસ્મરણો વિડીયો દ્વારા રજુ થયા….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- જેનો પ્લાન બનાવેલો અને વચન ઉદગાર્યા હતા કે- અહી ભીડ  સમાશે નહિ…મંદિર નાનું પડશે…..એ આજે તદ્દન ..સંપૂર્ણ સત્ય લાગે છે…..પ્રગટ પ્રમાણ  દેખાય છે.

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા વિદ્વાન વક્તા દ્વારા- મંદિર ના-મૂર્તિ ના માહાત્મ્ય વિષે, અમદાવાદ મંદિર ના ઈતિહાસ વિષે- રસપ્રદ પ્રવચન થયું….જોઈએ એના અમુક અંશ…

 • દુનિયાભર ના ઈતિહાસકારો એ- ભારત વર્ષ ના મંદિરો- વિષે અઢળક લખ્યું છે……અને મંદિરો નો એ સમય માં વૈભવ,પ્રભાવ,ઉત્તમ-ગગનચુંબી રચનાઓ – આજે પણ આપણા ગર્વ નું કારણ છે….
 • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ – આંબલીવાળી પોળ માં- બાબુભાઈ કોઠારી ની સાંકડી મેડી એ રોકાતા….અને બાબુભાઈ કોઠારી ના સમર્પણ -આગ્રહ થી અમદાવાદ મંદિર ના પાયા ઘડાયા……બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્લાન બનાવ્યો અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે- મંદિર ની રચના કરી…મૂર્તિ પ્રતિષ્ઠા કરી…..
 • અને આ મંદિર કે અન્ય કોઈ મંદિરો – કોઈ ની સ્પર્ધા માટે નહોતું થયું….થયા…..પણ મધ્ય ખંડ માં – અક્ષર પુરુષોત્તમ મહારાજ યથા સ્થાને બેસે- અને જગત ના જીવમાત્ર નું કલ્યાણ થાય -એ જ આશય હતો…..
 • અને આપણા ગુણાતીત પુરુષો કહે છે એમ- મંદિર – એ કઈ સામાન્ય મકાન નથી- પણ સાક્ષાત ભગવાન ને રહેવાનું સ્થાન છે…….પ્રમુખ સ્વામી તો કહે છે કે- આ ભગવાન ની મૂર્તિઓ- સત્પુરુષ દ્વારા સ્થાપિત થાય એટલે એમાં સાક્ષાત ભગવાન રહે…એમનું સ્વરૂપ થાય અને એમ સમજી ને જ – ભાવ સાથે દર્શન કરવા….થાળ કરવા………મહિમા સમજવો..સમજાવવો………એમાં જ બધાનું કલ્યાણ છે…..
 • એમાં એ- આપણા શાહીબાગ મંદિર માં- લાલજી મહારાજ ની નાની મૂર્તિ છે…….એની પૂજા-સેવા તો સ્વયમ પ્રમુખ સ્વામી મહારાજે કરેલી…….
 • અને એકવાર આ જ મંદિર ના પાટોત્સવ સમયે- પ્રમુખ સ્વામી મહારાજે- સર્વ ને વિશિષ્ટ સંદેશો આપ્યો હતો….

11174929_836871943017442_5904705142500670145_n

 • અમુક પ્રશ્ન આપણી જાત ને……મૂર્તિમાં ભગવાન સાક્ષાત છે- એની દ્રઢ શ્રદ્ધા છે????? જરૂર વિચારવું……મંદિર નો આશય- બે વાત માટે છે- દર્શન અને સત્સંગ………કારણ કે- અનંત જીવ નું કલ્યાણ કરવાનું છે…..
 • મન ને સ્થિર કરે એ મંદિર……..એમ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ કહેતા……

ત્યારબાદ વિડીયો સંદેશ દ્વારા – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે અભિષેક મંડપ માં – ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ સ્થાપન કર્યું- એ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા- એ રજુ થયા……..સ્વામીશ્રી- નો ભગવાન માટે નો ખપ……નિષ્ઠા…..ભાવ..હેત અતુલ્ય છે…….એમના જીવન માં એક ભગવાન સિવાય બીજું કશું જ નથી..એ સ્પષ્ટ જણાય છે.

સભાને અંતે- અમદાવાદ- શાહીબાગ મંદિર માં સેવા આપતાં- વડીલ-ઊંચેરા-નિષ્ઠાવાન હરિભક્તો-કાર્યકરો નું જાહેર માં સન્માન થયું……….જેમનું સમગ્ર જીવન- સત્પુરુષ ની- સસ્ન્થા ની-શ્રીજી ની સેવામાં વ્યતીત થયું છે……એમને જોઇને આપણે કેટલા વામણા છીએ…..એ સ્પષ્ટ જણાય છે. આપણે પણ આપણા આયખા નો ૧૦ મો ભાગ શ્રીજી ને અર્પવાનો છે એ ભૂલવાનું નથી…………….છેવટે- આ બધું એનું છે….અને એને જ અર્પવાનું છે……

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS પ્રમુખ વરણી દિન વિશિષ્ટ રવિસભા- ૧૬/૦૬/૨૦૧૩

                               “…અને એમ જાણે જે….”ભગવાન વિના બીજો કોઈ જગત નો કર્તા છે જ નહિ અને એમ જાણે જે ..ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી..” એવી જેને ભગવાન વિષે સાકાર પણા ની દ્રઢ પ્રતીતિ હોય ને જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે……………એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગ ની રજ ને તો અમે પણ માથે ચઢાવી એ છીએ અને તેને દુખવતા થકા મન માં બીએ છીએ અને તેના દર્શન ને પણ ઇચ્છીએ છીએ…

——– શ્રી સ્વામીનારાયણ ભગવાન -વચનામૃત ગઢડા પ્રથમ-૩૭——-

“નારદ મેરે સંત સે અધિક ન કોઈ….” જેવા સર્વોત્તમ પદો ને સ્વયમ શ્રીહરિ એ સમર્થન આપ્યું છે..પોતાનો રાજીપો બતાવ્યો છે. આવા સંત અને ભગવાન મળે એટલે જીવન કશું જ બાકી રહેતું નથી…એ જ વાત આજે -વિશિષ્ટ રવિસભામાં કરવામાં આવી…અને હૃદય ખુશ થઇ ગયું. એ સત્પુરુષ- એટલે કે આપણા ગુર -પ્રમુખ સ્વામી મહારાજ- કે જેમના શરણ માં ગયા પછી -હરિ અને અક્ષરધામ આપણા માટે સહજ બન્યું છે….એમના ચરણો માં લાખ લાખ વંદન…..

તો આજે રવિસભા નો ઇન્તઝાર…મન-તન-હૃદય ને રીચાર્જ કરવાનો…તરબતર કરવા નો ઇન્તઝાર પૂરો થયો….! થેન્ક્સ શ્રીજી….! ગયા રવિવારે હું રાજકોટ હતો અને આ રવિવારે બપોર સુધી- બરોડા માં….પણ જેવું કામ પૂરું થયું કે- તરત જ ઘરે ભાગવામાં આવ્યું…મારા હરિ માટે…..મારા હરિકૃષ્ણ માટે……!

પણ વાતાવરણ માં ભેજ ની બુંદો ભરપુર હતી અને ગમે ત્યારે ખરી પડે એવું લાગતું હતું, અને એવું જ થયું…..ચાલુ રવિસભા એ અમદાવાદ માં- આજે ધોધમાર વરસાદ પડ્યો……શ્રીજી જાણે કે હૃદય થી વરસ્યા…અને સત્સંગ ની સાથે સાથે ભીની ભીની બુંદો થી હરિભક્તો ભીંજાતા રહ્યા……અને રવિસભા આજે ખરા અર્થમાં “હૃદય”સભા બની રહી….

સમયસર મંદિરે પહોંચ્યો ત્યારે -મંદિર માં હરિભક્તો ની ભીડ જરા વધારે હતી- કારણ હતું…પ્રમુખ વરણી દિન ની વિશિષ્ટ રવિસભા….! આથી સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા….

944402_534832993221340_1860798756_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.શુકમુની ના મધુરા સ્વરે ધુન્ય-કીર્તન -પ્રાર્થના ચાલી રહ્યા હતા…પુ.પ્રેમ્વાદન સ્વામી અને પુ. શુકમુની સ્વામી સગા ભાઈઓ છે અને બંને સંગીત-સ્વર માં અત્યંત પારંગત છે- એમના મુખે કીર્તન ને સાંભળવા એટલે કે હરિને તાદ્રશ્ય નિહાળવા……! “રહો ને સ્વામી આજ મારા હૃદય મંદિર માં…..” ગુરુ ભક્તિ ના રંગે રંગાયેલું આ કીર્તન -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને તાદ્રશ્ય કરતુ ગયું…..ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા વિધવાન અને પુ.સ્વામીશ્રી ના અત્યંત નિકટ ના સંત ના મુખે- “ગુરુભક્તિ” પર અદ્ભુત પ્રવચન રજુ થયું…….બ્રહ્મવિહારી સ્વામી ની ખાસિયત છે- અનુભવો-પ્રસંગો ને અદ્ભુત રીતે ગુંથી ને – શ્રોતાઓ ને અધ્ય્તામિક ઊંડાઈ સુધી લઇ જાવા……તો ચાલો જોઈએ અમુક અંશ…..

 • ૨૧-૦૫-૧૯૫૦ ના રોજ- આંબલી વાળી પોળ માં – શાસ્ત્રીજી મહારાજે -૩૦ વર્ષીય તેજસ્વી નવજુવાન શાસ્ત્રી શ્રી નારાયણસ્વરૂપ દાસ ને શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે – તેમણે કહ્યું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”- જે આજે સ્પષ્ટ દેખાય છે…૯૦૦ થી વધુ વિધવાન સંતો- ( ૧૮૦૦% નો વધારો- ૧૯૫૦ અને ૨૦૧૩ વચ્ચે સરખામણી કરીએ તો..) અને ૧૨૦૦ થી વધુ મંદિરો( અધધ..૨૨૦૦૦% નો વધારો…૧૯૫૦ થી ૨૦૧૩ વચ્ચે) – પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અસ્તિત્વ માં આવ્યા છે….એમાં શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ શક્તિ અને પ્રમુખ સ્વામી મહારાજ ની શિષ્ય ભક્તિ દેખાય છે……
 • ડો.અબ્દુલ કલમ હોય કે…આર.કે લક્ષમણ જેવા તદ્દન નાસ્તિક માણસ…..બીલ ક્લીન્ટન હોય કે અટલાદરા નો એક અંધ હરિભક્ત…દરેક ના હૃદય ને સ્વામીશ્રી સ્પર્શ્યા છે……અરે આર .કે. લક્ષ્મણ તો સ્વામી નો હાથ પકડી ને નાના બાળક ની જેમ રડી પડ્યા હતા…….એટલું એમનું હૃદય ઉભરાઈ ગયું હતું.
 • સ્વામીશ્રી હરિભક્તો ને હમેંશા હૃદય માં રાખે છે…..પણ એ માટે આપણે એ યોગ્યતા લાવવા ની છે..એમને રાજી કરવાના છે…..
 • સ્વામીશ્રી એ જે આજે સંસ્થા નો વિકાસ કર્યો છે..એ એમના પ્રેમ..સ્નેહ અને અધ્યાત્મિક દિવ્યતા ને આભારી છે. એ અધ્યાત્મિક દિવ્યતા અને હૃદય ની શુદ્ધ પવિત્રતા વગર આ શક્ય જ નથી……સ્વામીશ્રી પોતાના સઘળા કર્યો નું શ્રેય પોતાના ગુરુઓ ને જ આપે છે……અને દરેક કાર્ય માં એમને જ આગળ રાખે છે……
 • ગુરુ આજ્ઞા અને ગુરુ રાજીપા વગર કશું જ શક્ય નથી. ….પ્રમુખ સ્વામી ને આજે પણ એમની ઓળખાણ પૂછો તો કહેશે….” હું -યોગીજી મહારાજ નો શિષ્ય”…..અદ્ભુત..અદ્ભુત…નિર્માની પણું ….શિષ્ય પણું…..
 • આપણી આ સંસ્થા શ્રીજી ની સંસ્થા છે…..ગુણાતીત પરંપરા ની સંસ્થા છે…..શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ ની સંસ્થા છે…..પ્રમુખ સ્વામી મહારાજ ની “ગુરુભક્તિ” ની આ સંસ્થા છે…..
 • રઘુવંશ માં કવિકાલિદાસ કહે છે એમ- આજે પણ સ્વામીશ્રી ના દર્શન માત્ર થી હરિભક્તો ના દુખ માત્ર નાશ પામે છે…….મન ના વિકાર ટળી જાય છે……મન નિર્મળ થઇ જાય છે…….એ જ અધ્યાત્મિક દિવ્યતા છે….

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ જ કહ્યું…..ગઢડા પ્રથમ ૩૭ પ્રમાણે – એક ભગવાન ને જ કર્તાહર્તા જાણે……અને એમના સાકાર પણા ની દ્રઢ નિષ્ઠા સમજે એ સંત તો ભગવાન ને પણ અતિશય પ્રિય છે……અને એવા જ સત્પુરુષ આપણ ને મળ્યા છે…..એમને સેવી લેવા એ જ આપણા કલ્યાણ નું…મોક્ષ નું…પરબ્રહ્મ ને પ્રાપ્ત કરવાનું કારણ બને છે….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • ધોરણ-૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ ધરાવતા વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ નું સન્માન થવાનું છે…..તા-૨૧-બપોર ૧૨ વાગ્યા સુધીમાં -જરૂરી પત્રકો સાથે શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…..
 • IAS-IPS જેવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માંગતા યુવાઓ માટે- ઉચ્ચ અધિકારીઓ કે જેમણે આ પડવી હાંસિલ કરી છે -તેમના દ્વારા માર્ગદર્શન- આવતા શનિવારે -શાહીબાગ મંદિર કહતે સાંજે ૬-૮ – રાખવામાં આવેલ છે……
 • આર્ષ-ગાંધીનગર અક્ષરધામ ખાતે ૨૨/૬/૧૩  ના રોજ- સાંજે- ૪-૭ -પુ.બ્રહ્મવિહારી સ્વામી નું “તત્વજ્ઞાન-મનુષ્ય જીવનમાં” પર પ્રવચન છે…..

અંતે એક અદભુત લાભ સર્વ હરિભક્તો ને મળ્યો…….ફૂલડોલ ઉત્સવ પર સ્વામીશ્રી એ રંગ છાંટી ને પ્રસાદી ના કરેલ માળા ઓ ના મણકા સર્વ હરિભક્તો ને સ્વામીશ્રી ના સ્મૃતિ ફોટા સાથે -બધા ને આપવા માં આવ્યા…………..

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

અંતે સ્વામીશ્રી ના પ્રમુખ વરણી દિન ની સારંગપુર ખાતે ઉજવણી નો વિડીયો બતાવવા માં આવ્યો…….

પ્રમુખ વરણી દિન ઉત્સવ-સારંગપુર

આજ ની રવિસભા- સાચા અર્થમાં ગુરુ ભક્તિ ના મહિમા ની સભા હતી…….પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની સભા હતી…….અને આ માટે જ…આપણા એ ગુરુ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન…….કે જેમણે આપણ ને શ્રીજી ની પ્રાપ્તિ- અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરાવી…..બસ હવે ગુરુ-સ્વામી-શ્રીજી ને રાજી કરવા ના છે…..

શુભ રાત્રી……શ્રીજી ની ચેષ્ટા ના પદો સાથે…..

જય સ્વામીનારાયણ….

રાજ