Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-12/05/2019

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે,

ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં.…..
તે આશરામાં ત્રણ ભેદ છે.

૧) એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને

૨) બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે.

૩)ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણનિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં.”

—————————-

વચનામૃત- ગઢડા પ્રથમ 33

આજકાલ ગરમી થોડીક ઘટી છે અને પ્રમાણ માં ઠંડક છે, આથી સત્સંગ સભા માં આવવા નું સહેજ સહેલું બન્યુ છે…..ગઇકાલે અમદાવાદ શાહીબાગ મંદીર નો 57 મો ભવ્ય પાટોત્સવ હતો….અને અમદાવાદ નાં આ સમગ્ર સત્સંગ નાં કેન્દ્ર એવા મંદીર નો ઇતિહાસ, સ્થાપના ની સ્મૃતિ આજ ની સભામાં થાવા ની હતી….

સર્વપ્રથમ હરિ……મારા હરિ નાં મનમોહક….શીતળ દર્શન…..હંમેશની જેમ જ….ચંદન નાં વાઘા જુઓ….અદ્ભૂત…અદ્ભૂત…!!

સભા ની શરૂઆત યુવકો અને સંતો દ્રારા ધૂન અને પ્રાર્થના થી થઈ….. જીવ હરિ સાથે એકતાર થઈ ગયો…. ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી એ શ્રીજી નાં આજના મોગરા આચ્છાદિત દર્શન ને ઉપલક્ષ માં કવિ માવદાન રચિત…” મોગરા નાં ફુલ સખી …મોગરા નાં ફુલ..” રજુ થયુ….અને હરિ મિશ્રિત મોગરા નો મઘમઘાટ જીવ સોંસરવો ઉતરી ગયો…!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી એ મુક્તાનંદ સ્વામી રચિત ” અનુભવી આનંદ માં ગોવિંદ ગાવે રે….” રજુ કર્યું….સાચી વાત…! એક વાર ભગવાન નો યથાર્થ અનુભવ થાય…તયારે સહજ આનંદ અંતર માં ઉભરાયા કરે છે….બ્રહ્મરૂપ થયેલા જીવ માં ભગવાન ની સ્મૃતિ અખંડ રહ્યાં છે….!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ સંપ્રદાય નું પ્રસિધ્ધ….રોજ શયન પદ માં ગવાતું….પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ…” અક્ષર નાં વાસી વ્હાલો …આવ્યાં અવની પર..” અને હૃદય શ્રીજી નાં મહિમા…કૃપા થી ગદગદ થઇ ગયુ….!!! અદ્ભૂત પદ…!!

ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાં દિવ્ય વિચરણ -૨-૩ મે, આણંદ, નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર બધા જોઇ શકશે….

ત્યારબાદ પુ. નિર્મલ ચરિત સ્વામી એ બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ નો ” મંદીર દર્શન નો ઈશક” વિષય પર વાત કરતાં કહ્યુ કે…(ટૂંક માં જોઈશું)

 • ગઢડા પ્ર.68 માં ભગવાન ની અનેક પ્રકાર ની મૂર્તિ માં રહ્યાં ની વાત કરી છે…..ગઇકાલે શાહીબાગ મર્દીર નો 57 મો પાટોત્સવ ઉજવાયો….ગુણાતીત નો મર્દીર દર્શન નો ઈશક અતુલ્ય છે…
 • આ ઈશક…દેશકાળ, પરિસ્થિતિ થી પર છે…..અત્યંત વિપરીત વાતાવરણ- અતિ વરસાદ,ગરમી,ઠંડી હોય કે અશક્તિ હોય…..મોટી સર્જરી હોય કે ગંભીર બીમારી હોય….પણ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી નાં દર્શન ચુક્યા નથી……
 • આમ, અનેક અંતરાય આવે પણ સ્વામીનો ભગવાન નાં દર્શન પ્રત્યે નો ઈશક…દંડવત,ચેષ્ટા નો ઈશક ચુક્યા નથી…..મહંત સ્વામી મહારાજ નાં જીવન માં પણ આ ઈશક એવો ને એવો દેખાય છે….જન્માષ્ટમી નાં નિર્જળા ઉપવાસ વચ્ચે ,83 વર્ષ ની ઉંમરે 71 દંડવત કર્યા હતાં…!!!!
 • આપણે પણ આવો ખટકો રાખી ભગવાન નાં નિયમિત દર્શન, કથા કીર્તન નો ઈશક રાખીએ….

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન, અનુભવી સંત નાં મુખે વચનામૃત ગઢડા પ્રથમ 33 પર પ્રવચન નો લાભ મળ્યો…..જેનો સારાંશ માત્ર અહી આપણે જોઈશું….

 • ભગવાન નો અતિ દૃઢ આશરો …એટ્લે કે દૃઢ વિશ્વાસ, દૃઢ આશ્રય એ જ શરણાગતિ છે, એ જ મોક્ષ નું સર્વોપરી સાધન છે….
 • જેને અનન્ય આશરો હોય તેં બીજે ચોખા મુકવા જાય જ નહીં……એક સતપુરૂશ અને એક શ્રીજી પ્રત્યે જ અનન્ય પ્રીતિ …ટેક રહે….પતિવ્રતા ની ભક્તિ રહે….દેશ કાળ વિપરીત થાય …લાભ થાય કે નુકશાન…સંકલ્પ પૂરો થાય કે ન થાય….તો પણ આશરો, વિશ્વાસ ડગે નહીં….
 • આવો દૃઢ આશરો હોય તો મોટા પુરુષ અને ભગવાન તેં જીવની અચુક સહાય કરે છે…..પણ આપણે અંતરવૃતિ કરી ને જોઈએ તો- આપણ ને આવો દૃઢ વિશ્વાસ છે?? મોટા પુરુષની આજ્ઞા…નિયમ ધર્મ…પંચ વર્તમાન પળાય છે….??? નિત્ય દર્શન, કથા વાર્તા, ઘરસભા ઇત્યાદિ નો ખટકો રહે છે???
 • આશરો એટ્લે અતિશય દૃઢ સ્વરુપ નિષ્ઠા…..મોટા પુરુષ અને શ્રીજી નું સ્વરુપ ઓળખાય…એનો મહિમા સમજાય તો દૃઢ આશરો રહે……
 • શિક્ષાપત્રી, ગુણાતીત ગુરુ ની નાની મોટી આજ્ઞા માં દ્રઢતા, ભગવાન અને સતપુરૂશ નાં ચરિત્ર માં સદાયે દિવ્ય ભાવ રાખવો…એ દૃઢ આશરા નું સ્વરુપ છે…..અને એ જ જીવન માં કેળવવા નું છે….

અદ્ભૂત….અદ્ભૂત…..!

ત્યારબાદ બાળ અધિવેશન અંગે અમુક જાહેરાત થઈ…..ગયા રવિવારે થયેલા અધિવેશન નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો……2200 જેટલા બાળકો માં થી ઉત્તીર્ણ થયેલા બાળ વિજેતા ઓ ને ઇનામ મળ્યા…..

સર્વે વિજેતા ઓ ને ખૂબ ખૂબ અભિનંદન…..!!!!

તો, આજની સભા માં સત્સંગ નું હાર્દ….મોક્ષનું સર્વોપરી સાધન- ભગવાન નો…મોટા પુરુષ નો દૃઢ આશરો જીવ માં દૃઢ કરવા નું હતુ…..

છેવટે…….એનાં સિવાય તો કલ્યાણ જ ક્યાં છે??? શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે ચાહે કોઈ પણ દેશ કાળ આવે…..પણ તેમનો આશરો છૂટે નહીં…..એક એમનાં માં જ જીવ દૃઢ રહે………

જય સ્વામિનારાયણ……..સદાયે પ્રથમ શ્રીહરિ ને રે….

રાજ


Leave a comment

જુના મિત્રો….યાદો નો ખજાનો….

“……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


બાકાયદા બક્ષી દા

કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

રાજ


Leave a comment

આજકાલ- ૨૪/૧૧/૨૦૧૭

ઠંડી વધી છે પણ “ગરમી” વધતી જાય છે…….જે આવતી ૧૮ ડીસેમ્બર ના રોજ એની ચરમસીમા એ પહોંચશે……! પણ ત્યાં સુધી ગુજરાત ના લોકો લોહી ઉકાળા માં જ બફાતા રહેવા ના…!

તો શું ચાલે છે આજકાલ??

 • ૧૨/૧૧ -રવિવાર ના રોજ અમારા સત્સંગ મિત્ર બંધુઓ – સપ્તેશ્વર મહાદેવ ના દર્શન-પીકનીક પર જઈ આવ્યા….અમદાવાદ થી લગભગ ૮૬ કિમી દુર- મહુડી -વિજાપુર-જેપુર નજીક સાબરમતી નદી ને કિનારે આ અદ્ભુત મંદિર આવેલું છે……એનો ઈતિહાસ કદાચ ખુબ પુરાણો છે..પણ મને સ્થળ…નદી….માહોલ ખુબ જ ગમ્યો…….સ્વચ્છ નદી…..ખુબ ઊંડું નહિ…ખુબ છીછરું નહિ તેવું પાણી….કપડા બદલવા ની વ્યવસ્થા…જમવા ની વ્યવસ્થા…..ખરેખર સારી હતી. આ જગ્યા એ પિતૃ તર્પણ ની વિધિ પણ થાય છે…..અને મને ન ગમી એ બાબત કે-  તર્પણ ના પૂજાપા ને નદી માં પધરાવવા માટે અલગ આરો-કિનારો-ઘાટ હોવો જોઈએ……બધા સ્નાન કરતા હોય અને નજીક માં જ પૂજાપો પધરાવવા નું…કદાચ અજુગતું લાગે..!!!

Screenshot_2017-11-24-21-27-37-067_com.google.android.apps.maps

 • અમારી જમવાની વ્યવસ્થા ત્યાં આગળ અગાઉ થી જ નક્કી કરી રાખી હતી…..જવાનું બસ માં હતું પણ શ્રીજી ની દયા એ – મંદિર ની બહાર નીકળતા જ બસ “હેલીકોપ્ટર” બની ગઈ…..અમને ડરાવતી હોય તેવા અવાજ સાથે -રિસાઈ ને રોડ સાથે ચોંટી ગઈ….હહાહાહા……!!….પછી તો અમે બધા જીદ પર આવી ગયા…પોતપોતાની ગાડીઓ લઇ આવ્યા અને સંઘ ઉપડ્યો સપ્તેશ્વર…..! ત્યાં આગળ જમવાનું તૈયાર હતું..જમી ને સીધા નદી માં……હરિ ને તો જલસા પડી ગયા……પાણી માં થી બહાર નીકળે એ બીજો…!! હહાહા…….પછી તો બધા ગેમ રમ્યા……છેક ચેક ડેમ સુધી ગયા અને પાણી માં જ- શ્રીજી મહારાજે નદી માં કરેલી વિવિધ ચરિત્ર-ચેષ્ટા ઓ નું મનન-ચિંતન-ગોષ્ઠી કરી……..જનમંગલ ના પાઠ કર્યા…..સ્વામિનારાયણ ધુન્ય સાથે શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરી કે- આ પાણી માં જે જે જીવ સ્નાન કરે તેનું રૂડું થાય……!!!! હરિ તો એટલું ન્હાયો કે – ભાઈ ને ટાઢ ચડી ગઈ……પાર્ટી વાઈબ્રેટર મોડ પર આવી ગઈ..છેવટે મારે એને લપેટી લઇ…..શાંત કરવો પડ્યો…!!!
 • બપોર પછી – સપ્તેશ્વર થી ૨૮ કિમી દુર આવેલા હિમતનગર જવામાં આવ્યું……….ત્યાં આગળ રવિસભા નો લાભ લીધો…..પ્રસાદી નો લાભ લઇ રાત્રે પરત આવ્યા……..હિમતનગર નું મંદિર- હૈયું ઠરી જાય તેવું છે…..અને રવિસભા પણ ખીચોખીચ ભરેલી……શાંતિ થી બેસવા માટે બગીચો પણ ખરો….અને નાસ્તા માટે પ્રેમવતી પણ હાજર…! પછી બાકી શું રહે…..!
 • ટૂંકમાં- જીવન માં જ્યાં “જગા” મળે ત્યાં …જીવ ની તૃપ્તિ નો લાભ લઇ લેવો……….જીવનમાં – સત્સંગ ભળેલો હશે તો -બધી પળ ઉત્સવ થઇ જશે…….!
 • ચુંટણી- એની પંચાત અહી કરવી નથી………..બધી રાજરમતો ચાલે છે…સમાજ ના નામે પથરા તરે છે….લોકો રોજ બેવકૂફ બને છે…..વચનો ની લ્હાણી થાય છે……અને વાણી નો વિલાસ તો ચરમસીમા એ છે…..બની બેઠેલા નેતાઓ શું બોલે છે…….કેવું વર્તે છે…..એનું ભાન ક્યાં છે?? વર મરો…કન્યા મરો..પણ ગોર નું તરભાણું ભરો…! જેવું છે……! પાટીદારો પણ જાણે છે કે – અનામત મળવા ની નથી પણ ….એના વણ નોતર્યા ….બની બેઠેલા  બેશરમ મુરતિયા હથેળી માં ચાંદ બતાવી…..ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી…….પોતાના ખીસા  …પથારીઓ…ગરમ કરી રહ્યા છે…..!! છોડો વાત……અરે..હા…..તમારે ત્યાં ઠંડી કેવી છે????
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતિ ૨૭/૧૧ ના રોજ – આ વખતે આણંદ માં છે……મારે તો કદાચ રૂબરૂ જવાનો મેળ નહિ પડે……પણ આસ્થા ચેનલ પર સાંજે લાઈવ ટેલીકાસ્ટ છે…તેનો આનંદ લેવામાં આવશે……! ગુરુ…અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સાનિધ્ય હરપળ અનુભવાય છે…………..”બિન ગુરુ જ્ઞાન નહિ…” એનો અનુભવ હરપળ થાય છે……….

IMG-20171106-WA0005

 • હરિ – ને ભણવા નું..સ્કુલ માં જવાનું..હોમવર્ક કરવા નું…અને લખવા નું…ઝેર જેવું લાગે છે…….! હહાહાહા…..ભાઈ ને સવારે ઉઠાડી સ્કુલ માં મોકલવો એટલે અમારા માટે એક તપ જેવું છે…..ભાઈ સ્કુલ માં માંડ માંડ જાય….મૂળ હોય તો ટીચર લખાવે એ લખે..નહીતર સ્વચ્છતા નો આગ્રહ રાખે…!!!! ઘરે આવી ને તો હોમવર્ક નું નામ નહિ…….સામ-દામ-દંડ અપનાવી એ -એટલે કુંવર બેસે…..અને થોડીક શરત સાથે હોમવર્ક પૂરું કરે..ત્યારે આપણ ને હાશ થાય..! ઘણીવાર – હરિ જે ભણે છે..અને જે રીતે શિક્ષકો ભણાવે છે…શિક્ષણ વ્યવસ્થા છે..તે જોઈ ને તો લાગે છે કે- ખરેખર – આ વ્યવસ્થા થી તો “ગધેડા” જ વધવા ના…!! આપણી શિક્ષણ વ્યવસ્થા જ બોગસ છે…..! આટલા નાના બાળકો ને સ્પેલિંગ ગોખાવવા ના…પ્રેક્ટીકલ ને નામે તો મીંડું…!! નકરી ગોખણ પટ્ટી..!!! અને ફી તો- માથા ના વાળ ઊંચા થઇ જાય એટલી……………!!! સરકારે આમાં  સુધારો લાવવા ની જરૂર છે…….નહીતર – આવડત વગર ના – ભણેલા સમાજ માં અનામત માંગતા ફરશે……!!!!!

બસ- આટલું જ…………….

રાજી રહેજો…………

રાજ


Leave a comment

યાત્રા- બોચાસણ, વડતાલ,ડભાણ…….

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્રણ સ્થળ કે ત્રણ નગરો – પાયા ના છે…..ગઢડા, અમદાવાદ અને વડતાલ……કારણ? જે સત્સંગી છે એ બધા સુપેરે જાણે જ છે કે – શ્રીજી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાય – ની લીલાઓ, ચરિત્રો કે જીવન મા બધું જ જાણે કે આ પ્રસાદી ના સ્થળો એ જ થયું છે…..પણ એ સિવાય- પણ…અનેક સ્થળો એવા છે જે કે જેમણે શ્રીજી ની સાક્ષી એ -સ્વામિનારાયણ સંપ્રદાય નો રુખ બદલ્યો. ઈસવીસન ૧૯૦૭ મા જયારે – શાસ્ત્રી શ્રી યજ્ઞપુરુષદાસ , વડતાલ થી પાંચ સંતો લઈને નીકળ્યા ત્યારે- કોઈ જાણતું ન હતું કે – પાણા( મંદિર બાંધવા પથ્થરો)-નાણા-માણા( અર્થાત માણસો) -દાણા વગર ના આ શાસ્ત્રી શું કરી દેખાડશે??? પણ હરીકૃપા થી…..હરિ ની મરજી થી- મોટાપુરુષ ના સંકલ્પો અને કાર્યો – મોટા જ હોય છે…..અને એ મુજબ- 5 જૂન,૧૯૦૭ ના રોજ- શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રથમ મંદિર તરીકે- બોચાસણ નું મંદિર- અનેક વિકટ પરિસ્થતિઓ અને ભીડા ઓ વચ્ચે બન્યું………ત્યારબાદ તો પૂ.શાસ્ત્રીજી મહારાજે એક પછી એક , એમ પાંચ મંદિરો નું કામ એક સાથે ઉપાડ્યું……..હિમાલય જેવી અડગતા અને અક્ષરપુરુષોત્તમ નો સર્વોપરી સિધ્ધાંત, કર્મનિષ્ઠ-બ્રહ્મસ્વરૂપ સંતો અને ત્યાગમૂર્તિ જેવા હરિભક્તો ને કારણે- આજે દેશ-પરદેશ સમગ્ર દુનિયામાં બેપ્સ ના વિજયપતાકા ઓ લહેરાય છે……….

તો, રવિવાર હતો, પણ રવિસભામાં ન જઈ શક્ય – કારણ કે- આજે અમે- ગાડી લઈને- બોચાસણ,વડતાલ અને ડભાણ ની યાત્રા કરી આવ્યા……..આ યાત્રા પણ રવિસભા થી ઓછી ન હતી- કારણ કે- આ તીર્થધામ સાથે સંકળાયેલ મહિમા અને ઠાકોરજી ના દર્શન નો લાભ- અમુલ્ય હતો…..તો અમારી યાત્રા ના અમુક અંશ…..

 • બોચાસણ- અમદાવાદ થી લગભગ- ૧૨૦-૩૦ કિમી ની આસપાસ થાય છે. રસ્તો- અહીં થી આણંદ, બોરસદ અને ત્યાંથી બોચાસણ…..હાઈવે છે- આથી તકલીફ ઓછી છે….અમે લોકો સવારે આણંદ, વિદ્યાનગર, નાપા ,બોરસદ થઇ ને બોચાસણ પહોંચ્યા….અદભૂત-વિશાળ,ખુબ જ સુંદર મંદિર છે……ઠાકોરજી ની મૂર્તિઓ તો અદભૂત જ હતી…..અને દર્શન  ને વાર હતી, આથી ઉતારા લઈને આરામ કર્યો અને ચાર વાગ્યે- મન ભરી ને દર્શન કર્યાં……

જય જય અક્ષરપુરુષોત્તમ ……….બોચાસણ….


 • દર્શન બાદ- અમે સંતો ની સલાહ અનુસાર- ફરીથી આણંદ ના રસ્તે – જુના હાઈવે( નેશનલ હાઈવે-૮) થી વડતાલ ગયા…..આથી બોચાસણ થી તમે મહેળાવ( પૂ. શાસ્ત્રીજી મહારાજ નું જન્મસ્થાન) જઈ શકો…પણ સમય ના અભાવે એ ન થયું અને અમે- વડતાલ ગયા….અને ત્યાંથી ડભાણ……
 • વડતાલ- ના શ્રી લક્ષ્મીનારાયણદેવ  મંદિર ની આ અમારી – ચોથી મુલાકાત હતી….અદભૂત મંદિર છે…..પણ મને અમદાવાદ ના નરનારાયણ દેવ  મંદિર પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે……કારણ? મને ખબર નથી….પણ શ્રીજી દ્વારા નિર્મિત આ પરમ પ્રસાદી ના મંદિર એ- સંપ્રદાય માટે હમેંશા ભક્તિ અને પ્રેરણા નો સ્ત્રોત રહ્યા જ છે. અત્યારે વડતાલ મંદિર-ના મધ્ય  શિખર ને સુવર્ણ મા મઢવા ની કામગીરી ચાલે છે……
 • વડતાલ થી બહાર નીકળી ને- લગભગ- ૨૦-૨૨ કિમી ને અંતરે જુના હાઈ વે પર જ – ડભાણ આવેલું છે. નાનકડું ગામ પણ મહિમા જબરજસ્ત….! શ્રીજી મહારાજ અહિયા અનેક વખત પધારી ચુક્યા છે, અને અહિયા જ મહાયાગ થયો હતો…..જેમાં મુળજી ભક્ત ને – મૂળ અક્ષર મૂર્તિ- પૂ.ગુણાતીતાનંદ સ્વામી તરીકે દીક્ષા- સ્વયં શ્રીજી ના હસ્તે જ મળી હતી……આથી આપણા માટે મહા-પ્રસાદી નું સ્થાન કહી શકાય એવું છે.
 • ડભાણ- મા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંચાલિત જુનું મંદિર છે- કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામી ના દીક્ષા પ્રસંગો ને યાદ કરાવતી જગ્યા ને સ્મૃતિ મંદિર તરીકે- જાળવી રાખવામાં આવી છે. અને સાથે જ – લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાયજી નું મંદિર પણ છે. શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા ના તાબા હેઠળ નું સુંદર મંદિર પણ છે….જે વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. અમે બંને જગ્યા એ દર્શન કર્યાં…..અને પછી અમદાવાદ આવવા નીકળ્યા…..

યાત્રાધામ-ડભાણ….


 • શક્ય હોય તો- ડભાણ મા દર્શન કરી- પુનઃ નડિયાદ થઇ- એકપ્રેસ હાઈવે જ પકડવો……જુના હાઈવે પર અસહ્ય ટ્રાફિક રહે છે અને રોડ સાંકડો હોવા ને કારણે સમય- પેટ્રોલ બગડી શકે છે……

આથી, આજનો દિવસ- શ્રીજી મહારાજ, મૂળ અક્ષર- ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને , આપણી સંસ્થાના સ્થાપક- પૂ. શાસ્ત્રીજી મહારાજ ની સ્મૃતિ માટે નો હતો…..લગભગ ૨૫૦ કિમી ના આ પ્રવાસે- મને વિચારતો કરી મુક્યો કે- આજ થી લગભગ ૨૦૦ વર્ષ પહેલા- આવનજાવન માટે પગ- અથવા ઘોડા કે ગાડા નો ઉપયોગ કાચા રસ્તા ઓ પર થતો…ઘનઘોર જંગલ અને દિવસો નો પ્રવાસ……અને આવા સમય મા શ્રીજી અને સંતો- એ છેક ભુજ થી લઈને- વલસાડ કે ખાનદેશ સુધી કઈ રીતે પ્રવાસ કર્યો હશે????? કેટ-કેટલા ભીડા વેઠ્યા હશે???? કોના માટે? કોના કલ્યાણ  માટે????

વિચારવા જેવું છે……જો જીવમાત્ર ના કલ્યાણ માટે- સ્વયં ભગવાન આટલું કષ્ટ વેઠી શકતા હોય તો- આ જગત ના એ ધણી માટે- કે જે જીવ માત્ર નો ધારક-પ્રેરક-પાલક-સંહારક છે….એના માટે આપણો સ્વભાવ, વૃતિઓ, એષણાઓ, આસક્તિઓ કે આચાર -વિચાર ન બદલી શકીએ???? એના રાજીપા માટે ન જીવી શકીએ…..???

બસ , શ્રીહરિ ને પ્રાર્થના કે- આ જીવ માત્ર તમારા મા જ જોડાય…..તમારા સિવાય બીજા કશામાં ન બંધાય……..

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા- તા ૨૪/૧૦/૨૦૧૦

આજે , હું અને રીના સવારે એક સામાજિક પ્રસંગમાં નરોડા ગયા હતા, બપોરે આવ્યા ,થોડોક આરામ કર્યો અને મંદિરે જવા રવાના થયા. મને શાહીબાગ ની રવિસભામાં સૌથી વધારે ચિંતા પાર્કિંગ ની હોય છે….એટલી બધી ભીડ હોય છે કે , ગાડી ક્યાં પાર્ક કરવી, એજ મોટો યક્ષ પ્રશ્ન હોય છે…..અમદાવાદમાં ઠેર ઠેર – ભીડ- અને પાર્કિંગ , અમીબા ની જેમ પ્રત્યેક ક્ષણે વધતા જ જાય છે…..

ખેર..!! અમે મંદિરે પહોંચ્યા…ઠાકોરજીના દર્શન કર્યાં, અને તમે એમની શોભા જુઓ તો ખબર પડે કે , કોઈના દેખાવ…રૂપ પર મોહિત કેમ થવાય છે…!!! નીચે સભાગૃહ મા  સભા ચાલતી હતી…આજની સભા વિશિષ્ટ હતી, કારણ કે આણંદ નું અક્ષરપુરુષોત્તમ મંદિર કે જેની સ્થાપના શાસ્ત્રીજી મહારાજ ની યાદગાર સંઘર્ષમય સફર ની સાક્ષીએ , પૂ.પ્રમુખ સ્વામી મહારાજે, આજ થી દસ વર્ષ પહેલા કરી હતી….અને આવનારા સમયમાં , એની દશાબ્દી ધૂમ-ધામ થી ઉજવાશે…..એના ઉપલક્ષ મા હતી…..પણ દસ વર્ષ પુરા થાય, એમાં એટલો બધો ઉમંગ શાને???….કારણ કે…..

 • સ્વયમ શ્રીજી મહારાજ જયારે પ્રથમ વખત, આણંદ મા પધારેલા, ત્યારે, એ વખતે, ત્યાના ગેર-માર્ગે દોરાયેલા ,નાગરિકોએ એમનું “સ્વાગત” ધૂળ-ઢેફા ,છાણ થી કરેલું….મહારાજ ની સાથે , ઘોડેસવાર દરબારો, કાઠીઓ, ક્ષત્રિયો હતા, પણ શ્રીહરિ ની આજ્ઞા ને માન આપી, વિના વિરોધે કે પ્રતિકારે, એ અપમાન સહન કર્યું હતું…..અને આવા અપમાન પછી..શ્રીહરિ એ ભક્તો  ને કહેલું કે “આજ તમે ઈડરિયો ગઢ જીત્યા…” મન પર ,ક્રોધ પર વિજય મેળવ્યો ….અમારો રાજીપો તમારા પર સદાયે રહેશે….આણંદ આમ સીધી રીતે, શ્રીહરિ દ્વારા ભક્તો ની પરીક્ષા ,નું નિમિત્ત બનેલું….
 • પૂ.શાસ્ત્રીજી મહારાજે,જયારે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના કાજે, પોતાની મહા-સફર શરુ કરી, ત્યારે, આણંદ ના હરિભક્તો જેવા કે મોતી ભગત, સોમ ભગત,શંકર ભગત જેવા એ પોતાનું સર્વસ્વ આર્પણ કરી, સ્વામીનો પક્ષ રાખેલો…..
 • આણંદ ના ખુમારી વાળા , ચરોતરીયા હરિભક્તો એ , બેપ્સ ના પાયા મજબુત કરવા મોટો ફાળો આપેલો છે….પૂ. મહંત સ્વામી અને પૂ.ડોક્ટર સ્વામી જેવા સદગુરુ સંતો, ત્યાની જ દેન છે….

આ પ્રસંગે, કિશોર મંડળ દ્વારા , પૂ.શાસ્ત્રીજી મહારાજે વેઠેલા ભીડા, અને હરિ ભક્તો એ , સ્વામી માટે કરેલા અભૂતપૂર્વ ત્યાગ ની ગાથા , નાટક સંવાદ દ્વારા સુંદર રીતે રજુ કરી. પૂ. સર્વમંગલ સ્વામી એ આણંદ મા સ્વામિનારાયણ સંપ્રદાય નો પ્રભાવ અને શાસ્ત્રીજી મહારાજ ના કાર્યો વિષે જણાવ્યું. ત્યારબાદ વિડિઓ દ્વારા , પૂ. પ્રમુખ સ્વામી મહારાજે, આણંદ મા કરેલા વિચરણ અને મંદિર ના સ્થાપન વિષે જણાવવા મા આવ્યું. સભાને અંતે, આણંદ ના દશાબ્દી મહોત્સવ ને કાજે, કિશોર મંડળે, રોમાંચિત કરી દે એ અંદાજમાં  એક નૃત્ય રાજુ કર્યું……બેપ્સ ના સ્વયમ સેવકો નો આ જ અંદાજ, એમને બધા થી અલગ બનાવે છે………….

નૃત્ય- આણંદ દશાબ્દી મહોત્સવ.....

શોભા એની તો શી કહું.....

અંતે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગોંડલ તીર્થરાજ મા ઉજવાયેલા શરદ પૂર્ણિમા -ગુણાતીતાનંદ ઉત્સવ  નો વિડિઓ રજુ થયો…..અક્ષર મંદિર ચાંદની ના અજવાળા મા , અદભૂત લાગતું હતું…અને હજારો હરિભક્તો ની ભક્તિ, પૂ.સ્વામી બાપા ની હાજરી, એ ચાંદનીમાં વધારો કરતી હતી……જાણે કે અક્ષર-પુરુષોત્તમ ની આભા , ચો તરફ રેલાતી હોય,એવું નયન રમ્ય દ્રશ્ય , મન ને મોહિત કરી ગયું………..

બસ, હરિ ની આ તો માયા છે કે, એ એક વાર લાગ્યા પછી,બાકી બધી… દુન્યવી માયાઓ તુચ્છ લાગે છે……રવિસભા, એક અદભૂત વિચાર છે…..એક અદભૂત લ્હાવો છે…..

જય સ્વામિનારાયણ…

રાજ