Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ- ૧૬/૧૦/૨૦૧૭

દિવાળી ના મહોત્સવ ની શરૂઆત થઇ ચુકી છે…….આપણા હિંદુઓ માટે આ સૌથી મોટો ..સૌથી વધુ ઝળહળતો …સૌથી વધુ મહિમા ધરાવતો ઉત્સવ આ જ છે. મનોવિજ્ઞાન કહે છે કે- ઉત્સવ મન ની તંદુરસ્તી..સમાજ ની તંદુરસ્તી માટે અનિવાર્ય છે……..જેના જીવન માં ઉત્સવ નો ઉત્સાહ નથી..એ જીવંત છે છતાં મૃત છે……….એમ સમજી રાખવું.

એટલા માટે જ – આપણા સઘળા ઉત્સવો મન થી શરુ થઇ જીવ સુધી પહોંચે છે……..અને એ પ્રક્રિયા દરમિયાન બાહ્ય જગત માં થતા ફેરફારો -જગત નો લય નક્કી કરે છે……આપણા ગુજરાતીઓ માટે તો વિક્રમ સંવંત થી શરુ થતા વરસ નો છેલ્લો દિવસ..અને કાર્તિક માસ ની શરૂઆત થી નુતન વર્ષ નો પ્રારંભ…! તો- જોઈ એ કાલચક્ર ના આ ભાગ માં અત્યારે શું ચાલે છે- આજકાલ..???

 • લોકો ( કોન્ગ્રેસ્સ અને એના સગા વ્હાલા ઓ) કહે છે કે – નોટબંધી અને જીએસટી – મોદી લાવ્યો અને દેશ ની ..અર્થ તંત્ર ની પત્તર ઠોકી નાખી…!!!! બોલો..શું કહેવું આ લોકો ને??? ભાઈ…..નોટબંધી કરી હતી..નસબંધી નહિ..કે આજીવન બસ દયામણા ડાચા લઈને જ ફરવું…! મોટા અર્થશાસ્ત્રી ઓ…અરે..વિદેશ ના નિષ્ણાત પણ કહે છે કે- આ સ્ટેપ જરૂરી હતું……અને એના અને જીએસટી ના લીધે- હાલ થોડોક સમય…અસ્થાયી તકલીફ પડશે પણ એક વાર ગાડી ટ્રેક પર ચડશે પછી દેશ -દુનિયાભર માં ડંકા વગાડશે…! જીએસટી લાગુ થયે બે- એક માસ થયા છે…બધું સુધારા વધારા સાથે આગળ વધી રહ્યું છે…જેમ જેમ સમય જશે  તેમ તેમ કર માળખા ને સુવ્યવસ્થિત..સુદ્રઢ કરાશે…! આટલા વિશાલ દેશ માં ..આટલું મોટું ક્રાંતિકારી પરિવર્તન સહજ થોડું હોય..!!! થોડુક મગજ વાપરો..! ચિઠ્ઠી ઓ પર ધંધા ખુબ કર્યા( જીએસટી આવ્યા પછી પણ કરે છે…..બોલો હવે…) …હવે દેશ ને લુંટવા નુ બંધ કરી દેશ ના વિકાસ માં યોગદાન આપો..!
 • ગુજરાત માં ચૂંટણી ઓ આવી રહી છે……અને બધા રાજકીય પક્ષ- એના બટકા પર જીવતા કુતરાઓ ના સારા દિવસો આવી ગયા છે…….સરકારી કર્મચારીઓ પણ સરકાર નું નાક દબાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહી છે……પાછા સરકાર ને ગાળો બોલતા કહે છે….આટલું બધું કામ કરવા નું??? ભાઈ…..પહેલા તો નહોતા કરતા..હવે તો કરો…..પગાર મળે છે તેટલું તો કરો……અને .સાતમાં પગારપંચ થી લાભ કોને થયો……આવડત વગર પણ જો આટલો બધો પગાર મળતો હોય( ..કોઈક દિવસ પ્રાઇવેટ નોકરી કરી જો જો..સમજાઈ જશે..) પછી પણ કામ ન કરવા ના બહાના કરવા ના..???
 • રાહુલબાબા -ઉડતા ઉડતા આવી – ગુજરાતીઓ નું મનોરંજન કરી ગયા……હજુ આવતા રહેશે…….! કોંગ્રેસ ની પરિવાર ભક્તિ- નિષ્ઠા ને તો ખરેખર દાદ આપવી જોઈએ…….રાહુલબાબા ના કદમ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ઉંધા માથે પછડાયા છતાં….કોંગ્રેસી ઓ ની રાહુલ પર થી નિષ્ઠા ડગમગી નથી……!! આટલી નિષ્ઠા તો પોતાના જમાઈ પર પણ ન હોય…!!! કહેવું પડે……..ભાઈ…કહેવું પડે…!!!!!
 • વાત કરી એ કોન્ગ્રેસ્સ ના પ્યાદા ઓ ની- ….હાર્દિક/જીગ્નેશ/અલ્પેશ જેવા બની બેઠેલા અમુક વર્ગ ના હોદ્દેદારો – ભોળા સમાજ( પણ સમાજ એ સમજે તેટલો ભોળો નથી…)  ને ઉલ્લુ બનાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે….એમના પ્રવચનો તમે સાંભળજો….સમજાઈ જશે કે એમનું લેવલ કેટલું છે??? …..કોંગ્રેસે આખી જિંદગી આ જ કર્યું છે…..જાતી-જ્ઞાતિ- ધર્મ-અનામત- ના આધારે લોકો ના લાકડા લડાવી- પોતે દેશ ને લુંટ્યો જ છે…….પણ ગુજરાતીઓ એટલા ભોળા નથી………એ કોંગ્રેસ ને..એના પાલતું કુતરા ઓ ને પણ ઓળખે છે…….જાણે છે…….!!! વિકાસ તો એમને ગાંડો લાગે છે…પછી દેશ  ના કે રાજ્ય ના વિકાસ નું તો એમને યાદ જ ક્યાં થી આવે??? અનામત તો એવો રાક્ષસ છે કે- જેને બહાર રાખી એ તોયે મુશ્કેલ અને બાટલી માં પુરીએ તો એ મુશ્કેલ…!!!!! જ્યાં સુધી આ દેશ માં- લોકો- નાત-જાત-વર્ણ ની મગજમારીઓ- માં વ્યસ્ત રહેશે….ત્યાં સુધી આ દેશ નું ભલું નથી…!!! અમેરિકા માં અનામત છે????? જોઈ લ્યો વિકાસ…..!! ભાઈ ઓ ચેતતા રહેજો…………દેશ પહેલા…પછી બીજું બધું…!!
 • ગઈ ૨૫/૧૦ /૨૦૧૬ ના રોજ – પપ્પા એ દેહ છોડેલો…આ દિવાળી તેમની સ્મૃતિ માં જ રહેશે…પણ એક વાત મને ખટકે છે……..જો તત્વજ્ઞાન ની વાત કરતા હો…..ભગવાન માં માનતા હો…દેહ અને આત્મા જુદા છે…..આત્મા કદાપી મરતો નથી- એવું સમજતા હો તો પછી ક્યાં સુધી શોક નું વાતાવરણ ઉભું કરી- ઉત્સવ ની મજા ને મારી નાખવા ની??? જીવન ની આગલી પળે શું થવા નું છે…કોને ખબર?? કદાચ આ દિવાળી આપણી છેલ્લી દિવાળી હોય…કોને ખબર?? એ પણ શોક માં- નીરસ થઇ ઉજવવા ની?? અંધકાર પણ વિજય પ્રાપ્ત કરતો દીવો પણ નહિ કરવા નો???? હું- મૃત્યુ નો મલાજો જાળવવા માં માનું છું..પણ એની પાછળ સમય ને ઘસડી ને ચાલવા નથી માંગતો…..!!! જીવન છે યારો……બોજો નથી……..એની એક એક પલ ઉત્સવ છે…..મૃત્યુ તો આવનજાવન છે…એમ શું ડૂબી જવાનું??? આપણી ખુશી જોઇને ઉપરવાળા પણ ખુશ થાય એમ કરવું જોઈએ…!! મૃત્યુ ને પણ એક ઉત્સવ કરી દઈએ- તો જ્ઞાન સાચું…….!!!
 • ફટાકડા- હું એનો ડાઈહાર્ડ સમર્થક નથી………કારણ કે એમાં વપરાતા કેમિકલ્સ …એની બનાવટ માં રહી ગયેલી ત્રુટીઓ તેને બાળકો માટે જોખમી બનાવે છે…….પણ હા….બાળકો ફટાકડા ફોડે તેમાં કોઈ વાંધો નથી……એમની પાસે રહો…એમનું ધ્યાન રાખો……ઉજવણી ક્યાંક હોસ્પિટલ માં ન કરવી પડે…એનું ધ્યાન રાખવું…!
 • મીઠાઈઓ- બજાર ની તો વાત જ ન કરવી…રોજેરોજ છાપા ઓ માં- ટીવી પર બતાવે છે કે- મીઠાઈઓ માં- એની બનાવટો માં જે પ્રકારે ભેળસેળ થાય છે…..એ જોઈ ને તો જીવ કકળી ઉઠે છે……એના કરતા તો ઘરે- સુખડી-મોહનથાળ બનાવી ને ખાઈ લેવો સારો…!! ખરેખર ગામડું અત્યારે ખુબ વ્હાલું લાગે છે……એક જમાનો હતો કે- બધું જ ઘર નું હતું…..શાકભાજી થી માંડી ને- દૂધ-ઘી બધું જ…અને દિવાળી ની તૈયારી -મમ્મી જે રીતે કરતી……..ભલે ને મીઠાઈ-ગાંઠિયા-મઠીયા-જીરાપુરી ની વેરાયટી ઓછી હોય પણ -જીવ સંતૃપ્ત થઇ જતો……અત્યારે તો કાજુ બદામ વાળી હોય…૨૦૦૦ રૂપિયા/કિલો હોય છતાં ફિક્કી ફસ લાગે છે……..!!!!! લોકો એ કૃત્રિમ…એમના આચાર-વિચાર-સ્વપ્ન એ કૃત્રિમ…..લાગણીઓ …..ભોજન-કપડા પણ કૃત્રિમ……….!!!! બસ- હરી હવે તો તું જ એક સહારો…!!
 • ફરવા જવાનું- ભાઈ….દિવાળી માં ભલે છોકરા ને રજાઓ હોય….પણ અત્યારે ફરવા ન જવાય…..કેમ???? અનુભવી આનો ઉત્તર  જાણે છે…!! કેટલાક ત્રાસેલા લોકો- દિવાળી જ બહાર ઉજવે છે…..ગોવા….કેરલ કે સિંગાપોર……વગેરે…! પણ ભાઈ…ઉત્સવ તો પોતાના લોકો ની વચ્ચે જ થાય…..આખું વરસ તો એકલા જ હો છો…..જો વરસ ના અમુક દિવસ પણ પોતાના લોકો વચ્ચે નહિ રહો તો- તમારા કોન્વેન્ટિયા બચ્ચા ઓ ને- એમની સુધરેલી માતાઓ ને- કુટુંબ-પરિવાર -પોતાના – શું….એમાં સમજણ શું પડશે???  જે બસ પોતાનું જ વિચારી – એકલા રહેવા નું પસંદ કરશે તે….કરોડો કમાઈ એકલતા માં જ ઉકલી જવા ના…??? જો તમને આવા અભરખા ન હોય તો- લખી રાખો- સયુંકત કુટુંબ..સમૂહ માં જે સુખ છે…….એ જ સાચું સુખ છે………એકલા જીવવા માં કોઈ મજા નથી….!!!! સયુંકત કુટુંબ માં વિચારો ની ઊંચ નીચ હોય..પણ એમાં એ એડજસ્ટ થતા આવડશે તો- જીવન સુખ બની જશે…….બાકી એકલા તો કુતરા એ મરે જ છે ને…!!! મારા ગુરુ મહંત સ્વામી મહારાજ તો ડંકા ની ચોટે કહે છે…કે – પરિવાર હોય કે- સત્સંગ- જો સંપ નહિ હોય……એકતા નહી હોય તો- પ્રગતિ થશે જ નહિ…!!! રૂપિયા આવશે પણ સુખ નહિ આવે…!!!

તો- ચાલો..રજા લઉં…….! બધા ને એડવાન્સ માં- શુભ દિવાળી……નુતન વર્ષાભિનંદન…………શ્રીજી મહારાજ  -સ્વામી અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજ- સર્વે નું રૂડું કરે…..સર્વે ના શુભ સંકલ્પો પૂર્ણ થાય તેવી જ તેમના ચરણો માં પ્રાર્થના…!!

રાજી રહેજો………! નહીતર થાય તે કરી લેજો……… 🙂

રાજ


Leave a comment

જીવન અને પળોજણ….

જીવન….જિંદગી…..જિંદગાની…..આયખું……- ઘણા બધા શબ્દ છે એને વર્ણવવા માટે પણ એનો પ્રવાહ તો એક જ હોય છે. જીવન , ને તમે કયા અર્થમાં બાંધવા ઈચ્છો છો? તેની વ્યાખ્યા શું? તેનો સાચો અર્થ કયો? ઘણાબધા સવાલો એની સાથે સંકળયેલા છે અને એને સમજવાની મથામણ મા ફસાયેલા આપણે એના જવાબો શું? એ સમજી શકતા જ નથી……
ટૂંકમાં, આ બધી તત્વજ્ઞાનીક વાતો મને અત્યારે એટલા માટે યાદ આવી કે- દેહ કે જે આત્મા થી નોખો છે….એ આજકાલ પોતાના બધા જ રંગ અમને બતાવી રહ્યો છે. જીવન ના આ ચરિત્ર પઠન મા મહત્વ નો હિસ્સો – અમને આજે યાદ કરાવી રહ્યો છે કે – જો તમે મને નહી સાચવો તો હું તમને નહી સાચવું……..! તા ૨૦ મી ઓગસ્ટ , કે જે દિવસે મારો જન્મદિવસ પણ હતો , એ જ દિવસે- ઘરે થી પપ્પા નો ફોન આવ્યો કે મમ્મી ની તબિયત અચાનક જ બગડી છે આથી – ગાડી લઈને ફટાફટ નીકળી ગયો અને ભાગમભાગી કરી ને મમ્મી ને ઇમરજન્સી વોર્ડ મા દાખલ કરવા પડ્યા……..બધા ટેસ્ટ પણ ઝડપ થી કરવામાં આવ્યા અને અંતે જણાયું કે- આંતરડા નું મોટું ઇન્ફેક્શન છે અને એના કારણે મમ્મી – નો દેહ અત્યારે હેરાન કરી રહ્યો છે…….બધા જ ટેન્શનમાં…..કારણ કે વારેઘડી એ શૌચ જાવું પાડે અને પલભર પણ આરામ કે નિયંત્રણ નહી……આથી મન – એના વૈચારિક કક્ષ મા પહોચી ગયું……આવું થવાને કારણ શું? ઘણું વિચાર્યું અને- આવું થવા માટે મમ્મી ના જીવન ની કડીઓ એક પછી એક નેપથ્ય મા થી બહાર આવતી ગઈ…..અને વાર્તા ને જોડતી ગઈ…….તો જુઓ શું કારણ હતા….

 • ખાનપાન ની પધ્ધતિ- મારી મમ્મી ને- ટેસ્ટી ફૂડઝ, અતિશય મારી-મસાલા વાળું, ગમે ત્યારે ઉપવાસ કરવાના અને ઉપવાસ મા બટાકા ની તૈયાર વેફર્સ કે ફરાળી ચેવડો ખાવા ની ટેવ…….હવે વિચારો- બાકી શું રહે…..???? વળી પાછી મોટી ઉંમર……! ઉપવાસ – એટલે કે ઇન્દ્રિયો ના સયંમ માટે થાય- આથી સદંતર ભૂખ્યા રહો અને જો એને અનુરૂપ ન રહો તો- ખરાબ અસર થાય જ….આથી તમે – ચાર ની જગ્યા એ બે રોટલી ખાઓ તો એ મારા માટે ઉપવાસ જ છે……ફરાળી ખાઈ ને પેટ ન બગાડવું…..!
 • સ્વભાવ- ચિંતા કરવા નો સ્વભાવ……જેની વિપરીત અસર શરીર પર થયા વગર રહે નહી…..
 • ચરી ન પાડવી- મોટી ઉંમર કે જેમાં શરીર સાથ ન આપે – છતાં પણ – મીઠું-મરચું -ખાતું,તળેલું અને ખાંડ( ગળ્યું) જેવા પદાર્થો નો આહાર મા અતિશય ઉપયોગ – તમારી હાલત બગડી શકે છે. વિજ્ઞાન કહે છે કે ખાંડ નો અતિશય ઉપયોગ – તમારી વૃદ્ધાવસ્થા ની પ્રક્રિયા ની ઝડપી બનાવે છે અને સાથે અનિયંત્રિત મીઠું- પણ તમારા લોહી ના દબાણ ને ખોરવી શકે છે…….
 • દવાઓ નિયમિત ન લેવી- એક વસ્તુ મે ખાસ નોંધી છે- કે અત્યાર ના વૃદ્ધ લોકો ને- મન મા એક વાત ઘર કરી જાય છે કે – એમને તો માત્ર ફલાણા દાક્તર ની દવા થી જ ફર્ક પડે…..પાછી ભલે ને એને તમે સુપર સ્પેશીયાલીસ્ટ દાક્તર પાસે લઇ જાઓ……અને દવાઓ જે લખાય- એ તો થોડા દિવસ લેવાય અને પાછી- ફરીથી એની એ જ રામાયણ…..! મારી મમ્મી એ – એના વા ના રોગ ના ઈલાજ માટે ઓછા મા ઓછા પચાસ ડોકટર્સ અને વૈદ-ભૂવા ( હા ..ભૂવા….. :-)) બદલ્યા છે…..અને દવાઓ પાછળ અઢળક સમય-પૈસા બગાડ્યા છે…….
 • જાતે જ ડોક્ટર થાવું…( સેલ્ફ મેડીકેશન) – ખાસ ટેવ…..કંઇ પણ દુખાવો થાય એટલે – પેઈન કિલર્સ – મમરા ની જેમ ફાકી જવાની…..કઈ દવા ક્યારે લેવાય- કોની સાથે લેવાય…..તેની શું આડઅસર છે…..એ કંઈજ જોવા નું નહી……મારી મમ્મી ને – આવી જ ટેવ- મે એમને લાખ સમજાવ્યા પણ સમજે એ બીજા…..!
 • ગામડા ના ડોક્ટર્સ – હું એવું નથી કહેતો કે બધા ગામડા ના ડોક્ટર્સ ( અર્થાત ત્યાં ક્લીનીક ધરાવતા) ખરાબ હોય છે- પણ મે જાતે અનુભવ કર્યો છે કે- એ ડોક્ટર્સ ને ત્યાં- સબ ચલતા હૈ- એવું ચાલે છે- પેશન્ટ ને એક્ષ્પાયર્ડ દવાઓ છૂટ થી અપાય….ગ્લુકોઝ ની બોટલ તો પાણી ની બોટલ જેમ ચડાવવા ની….ભલે ને જરૂર હોય કે નહી…..અને આજકાલ- ઇસીજી મશીન નો વાયરો ચાલ્યો છે…..કોઈ પેશન્ટ છાતી મા ગભરામણ ની ફરિયાદ લઇ ને આવે- એટલે સીધું જ ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ ખેંચી જ લેવાનો- અને સો-બસો રૂપિયા ખંખેરી જ લેવાના……! પછી સીધું જ “લોહી પાતળું” કરવા ની દવાઓ( સ્ટેટીન્સ, ઇકોસ્પ્રીન વગેરે) ચાલુ કરી દેવાની….જરૂર પડે તો કેસ – મોટા શહેર મા – “મોટી” હોસ્પિટલ મા ફોરવર્ડ કરી દેવાનો- અને પછી શરુ થાય- મહા ખેલ……..! મારી મમ્મી ને આવું જ થયું….સ્ટેટીન ક્લાસ ની દવાઓ થી ( જેની જરૂર જ નહોતી) જ આંતરડા મા રક્તસ્ત્રાવ  ચાલુ થઇ ગયું….અને અમે ઇમરજન્સી મા પહોંચી ગયા…..અરે ગામડા ના એ એમ ડી ( મેડીસીન) ડોક્ટરે – મમ્મી ને હૃદય રોગ ની વાત કરેલી- એ અમદાવાદ ની શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા થયેલા ટેસ્ટ મા – સદંતર નકારી કાઢયો…..! હવે ધારો કે- અમે એ ગામડા ના ડોક્ટર ની વાત માની ને- કોઈ કોર્પોરેટ  કે અન્ય કોઈ હોસ્પિટલ મા પહોંચી ગયા હોત તો શું થાત?????

હે રામ……! જીવન ની આ જ કહાની છે……ગૂંચવણ ભરી- અને આપણા જેવા ૯૫% લોકો આમ જ છેતરાતા હોય છે……પણ આના માટે જવાબદાર પણ આપણે જ છીએ. દેહ ના રોગ તો આવે જ છે- પણ જાતે વહોરી ને માંગેલા રોગ- માટે શું?????

ઉપર ના કારણો વાંચો- અને સમજો………નક્કી કરો કે તમારે શું કરવું છે………….

બાકી- આપણે આપણું સ્વાસ્થ્ય સાચવવું, ઉંમર પ્રમાણે-પ્રકૃતિ પ્રમાણે આહાર-વિહાર-વર્તન રાખવા અને છતાં જો દુઃખ આવે તો – બધું સ્વામી શ્રીજી પર છોડી- હિંમત માંગવી -કે જેથી આવેલું દુઃખ સહન કરી શકાય…..લડી શકાય…..

સાથે રહેજો…….કારણ કે જીવન ટૂંકું છે…..અર્થ ઘણા છે……..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- તા ૨૭/૧૧/૨૦૧૧

રવિસભા – હવે તો જાણે કે જીવન નો એક ભાગ બની ગઈ છે…..આત્મા નો એક ભાગ બની ગઈ છે આથી જયારે પણ રવિસભા મા હાજર ન રહેવાય- એ સમય આ મન-હૃદય નો એક હિસ્સો જાણે કે ખોટો પડી ગયો હોય એમ લાગે છે. રવિસભા ની પાછળ, જીવ માત્ર ના કલ્યાણ ની એક મોટી , મનોવૈજ્ઞાનિક પરિભાષા છે………આથી આજે ઘણા સમય બાદ- રવિસભા મા હાજર રહેવા ની એવી તો ઉત્કંઠા હતી કે સગા-વ્હાલા ના લગ્ન મા જવાનું છોડી ને……ઘર ના પેન્ડીંગ કામ રીના ને સોંપી ને -હું રવિસભા માટે ભાગ્યો.

થોડોક મોડો પહોંચ્યો પણ ” ફેરો હમેંશ ની જેમ ક્યારેય ફોગટ નથી જતો”- એમ ઠાકોરજી ના દર્શન કરી ને મન- હૃદય ખુશ ખુશ થઇ ગયું. વળી, આજના – ઠાકોરજી ના વાઘા ખુબ જ મનમોહક હતા. ” એની શોભા અતિ ન્યારી રે…..” તમે જાતે જુઓ તો ખબર પડે….એ બનારસી પાઘ અને “બને આજ લાલ લાલ….” જેવા અદભૂત રંગો નો સમન્વય જોવા જેવો હતો…..જુઓ નીચે નો ફોટો….

આજ ના દર્શન

આજે સભા ઉપર ના ગૃહ મા હતી. નવો સભા ગૃહ અત્યંત આધુનિક છે, હજુ કામ બાકી છે આથી જયારે સંપૂર્ણ પણે એ તૈયાર થઇ જાશે ત્યારે – એ ખુબ જ ઉપયોગી સાબિત થાશે – એમાં કોઈ શંકા ને સ્થાન નથી. હું જયારે સભામાં પહોંચ્યો ત્યારે પ.પૂ. પ્રમુખ સ્વામી ના વિચરણ વિષે , સંતો દ્વારા પ્રવચન ચાલતું હતું. વિવિધ પ્રસંગો દ્વારા ,સ્વામીશ્રી ના ઉપદેશો ને દર્શાવવા મા આવ્યું…….સાર હતો કે….

 • જીવ માત્ર પ્રત્યે દયા રાખવી….બીજા ના વિકટ સમય મા – એની સહાય – એ મહારાજ ના રાજીપા માટે જ છે….
 • શ્રીજી મહારાજ ના કોઈ પણ આશ્રિત …ને…..મદદ કરવા હમેંશા તૈયાર રહેવું
 • સ્થિતિ કોઈ પણ હોય….મુશ્કેલીઓ અનંત હોય પણ હરિ પર નો ભરોસો કાયમ રાખવો….
 • માત્ર એક શ્રીહરિ જ કર્તા-હર્તા છે…….
 • નિર્માની થઈએ તો જ ભક્તિ થાય
 • વૃધ્ધો એ પોતાના ઘડપણ મા શું સાચવવું….શું કરવું – એ સમય સાથે શીખવું જોઈએ….
 • ” કરત ન આત્મઘાત” – ભલે કઈ પણ દુઃખ કેમ ન હોય- પણ શ્રીહરિ ની આ આજ્ઞા નું પાલન કરવું….

ત્યારબાદ કીર્તન થયા. ” લાગો છો પ્યારા પ્રમુખ સ્વામી…..” વનમાળીદાસ દ્વારા રચિત કીર્તન ગવાયું. ત્યારબાદ નું કીર્તન મને વધારે ગમ્યું…”મન વસિયો  રે મન વસીયો ..સહજાનંદ મારે મન વસીયો…” પૂ. બ્રહ્માનંદ સ્વામી ના આ કીર્તને સમગ્ર હરિ ભક્તો ને ડોલાવી દીધા…! ત્યારબાદ, બધા જાણે છે એમ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ નો જન્મદિવસ ૨ જી ડિસેમ્બરે આવી રહ્યો છે , એના સંદર્ભ મા પૂ. વિવેક જીવન સ્વામી એ – સ્વામીશ્રી ના જીવન પ્રસંગો ને આધારે , એમના ચરિત્ર નું પઠન કર્યું. વચનામૃત ના વડતાલ ૩ , અંત્ય નું ૨૬ મુ અને મહંત સ્વામી ના પુસ્તક ” જેવા અમે નીરખ્યા” ના આધારે પૂ. સ્વામીશ્રી ના મહિમા વિષે વાત થઇ……એના અમુક અવતરણો….

 • પ્રમુખ સ્વામી- જેમ રોયલ બેંગાલ ટાઈગર -ત્યાના વાતાવરણ મા – પોતે જંગલ નો રાજા હોવા છતાં સહજતા થી એકરૂપ થઇ જાય છે એમ- સ્વામી શ્રી પોતે તો ખુબ જ પ્રભાવી અને મહિમાવાન હોવા છતાં – સર્વ હરિભક્તો , સંતો વછે એકરૂપ થઇ જાય છે.
 • પૂ. સ્વામીશ્રી નો મહિમા વિશાળ હોવા છતાં – સામાન્ય વ્યક્તિ ની જેમ જ વિચરણ કરે છે….વર્તે છે- એ કીડી અને હાથી ના રૂપક દ્વારા દર્શાવ્યું.
 • ગઢડા પ્રથમ ના ૫૬ મા વચનામૃત પ્રમાણે- મોટા પુરુષો -આત્મબુદ્ધિ ને આધારે હરિ ને અખંડ હૃદય મા ધારણ કરે છે અને જીવમાત્ર ના કલ્યાણ ખાતર જ સર્વ ક્રિયાઓ કરે છે……..પ્રમુખ સ્વામી મહારાજ એનું જીવંત ઉદાહરણ છે…..
 • ઇન્ટર નેશનલ મલ્ટીમીડિયા ના પ્રોફ. ફ્રીદ્ઝ , બિલ ક્લીન્ટન, પૂ.અધ્યાત્માનંદજી , ચૈતાન્યાનંદજી સ્વામી, આત્માનંદ જી સ્વામી વગેરે ના મંતવ્યો રજુ થયા. એ બધા પૂ. સ્વામીશ્રી ની નમ્રતા, પવિત્રતા, શુધ્ધ આચરણ થી ખુબ પ્રભાવિત થયા…..
 • એમાં એક પ્રખ્યાત ફ્રેંચ લેખક( નામ યાદ નથી) એ પોતાના હિંદુ ધર્મ પર ના પુસ્તક મા – વૈષ્ણવ /સ્વામિનારાયણ ધર્મ ન પાયા ના સિદ્ધાંતો મા મુખ્ય પાંચ સિધ્ધાંત દર્શાવ્યા છે….૧. સત્સંગ ૨. હરિ નામ સ્મરણ ૩. કીર્તન ૪. ભગવાન ની પૂજા ૫. ગુરુ નું શરણું – અને આ બધા સિદ્ધાંતો – સ્વામીશ્રી ના જીવન મા – ઉપદેશો મા સ્પષ્ટ જોવા મળે છે.

અંતે જાહેરાત થઇ કે…….

 • આવતા રવિવારે- મોટી સભા- અર્થાત ઉદઘોષ સભા છે અને એ પૂ. શાસ્ત્રીજી મહારાજ પર આધારિત હશે.
 • આવતી કાલ થી વિદ્વાન સંતો ના મુખે – સવારે ૮ થી ૯ રોજ- પ્રમુખ પર્વ ની ઉજવણી શરુ થાશે. જે ૨ જી ડીસેમ્બર સુધી ચાલશે.
 • ૨ જી ડિસેમ્બરે- આંબલી વાળી પોળ ના દર્શને જવાની હરિ ભક્તો ને વિનંતી કરવામાં આવે છે , અને એ જ દિવસે- એટલે કે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મ જયંતિ ની સભા રાત્રે માત્ર શાહીબાગ મંદિરે જ થાશે- ૮ થી ૧૦ – રાત્રે- બાળ  મંડળ, સંતો  અને ઓડીઓ-વિઝ્યુઅલ ના મધ્યમ થી આ સભા થાશે.

મને ખબર નથી કે આવતા રવિવારે હું ક્યાં છું? પણ શ્રીહરિ ને પ્રાર્થના કે – મને એ રવિસભા નો લાભ મળે.  સત્સંગ ની એક ક્ષણ પણ ગુમાવવી- એટલે જીવ માટે ની ખોટ ની વાત.

બસ, આમ જ હરિ માટે….પ્રત્યેક ક્ષણ જીવાય…..સંસાર મા રહ્યા છતાં – એ મારો વ્હાલો- એક પળ પણ ન વિસરાય – એ ની કાળજી રાખવા ની જવાબદારી મારી છે….જેમાં ” નો કોમ્પ્રોમાઈઝ” ………………..

અને હા એક વાત – આઈમેક્ષ થીયેટર મા દર્શાવાતી- મિસ્ટિક ઇન્ડિયા ( Mystic India) ની ડીવીડી , મે આજે લીધી છે અને હું ખુશ છું. શ્રીહરિ ની વિચરણ લીલા અને જીવ માત્ર ના કલ્યાણ માટે ની આ વિકટ યાત્રા ને – ભારતીય સંસ્કૃતિ ના રંગો સાથે સમન્વિત કરી ને જોવા ની મજા કંઇક અનેરી જ છે.

Mystic India- The iMax movie for life

જય સ્વામીનારાયણ….

રાજ


Leave a comment

દેહ ની રામાયણ…….

શરીર……વપુ…….ખોળિયું……બોડી……દેહ…..! નામ અનેક છે પણ કામ મુખ્ય ત્રણ…..

 1. ભોગ અને સંતૃપ્તિ
 2. રક્ષણ અને અસ્તિત્વ
 3. કર્મ અને પ્રદર્શન
અને આ મુખ્ય ત્રણ કાર્ય નીચે તમે ચાહો- એ લક્ષણ આ ખોળિયા ને માટે મૂકી શકો છો. વ્યાખ્યાઓ અનંત છે….તો એની પરિભાષા પણ અનંત છે. તમે ” છગનભાઈ” છો…એ તમારું ખોળિયું છે કે એને ચલાવનારો તમારો ” માંહ્યલો” અર્થાત આત્મા છે…..??????..( માંહ્યલો – શબ્દ અમારા ગાંઠીયોલ કે ગોધમજી ના એક સિદ્ધ પુરુષ થઇ ગયા- શ્રીમદ જેસીંગ બાપા- એમનો તકિયા કલામ હતો. મારા મોટાબાપા ને ત્યાં એમની પધરામણીઓ અને મેળાવડા થતાં- એમાં અમે બાળકો – આને સાંભળતા રહેતા…)…..નક્કી કરવું મુશ્કેલ છે…..કારણ કે આત્મા ના સ્વધામ ગયા પછી પૂછીએ તો કહેવાય છે કે ” છગનભાઈ ધામ મા ગયા……..” ! તો જ્યાં સુધી આત્મા આ દેહ ને ચલાવે છે ત્યાં સુધી – તમે દેહ ને – આત્મા ના એકાકાર સ્વરૂપે ઓળખો છો.  અને જે મહાપુરુષો- પોતાને કેવળ ” એક આત્મા સ્વરૂપ” જ ઓળખે છે એ સ્થિતપ્રજ્ઞ થઇ – બ્રહ્મ ને પામે છે…..આ હું નહી- ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે…..અને વચનામૃતમાં – શ્રીજી કહે છે……!
તો દેહ શું છે……????  આયુર્વેદ કહે છે કે – દેહ છે , એ પંચમહાભૂતો ( જળ,વાયુ,આકાશ,અગ્નિ,પૃથ્વી) ને ત્રિદોષ( કફ,પિત્ત, વાયુ) થી બનેલું છે. એક અતીશુક્ષ્મ DNA ડીઝાઈન થી શરુ થયેલી આ રચના – એક ૬ ફૂટ ના માણસ મા બદલાઈ જાય છે – એ કઈ નાની સુની ઘટના નથી.  તમે કદાચ- આ ગર્ભધારણ થી લઇ ને જન્મ સુધી ની – ઘટના નો અભ્યાસ કરો તો યે તમે આસ્તિક થઇ જાઓ……એ ગેરંટી મારી….!!!
તો દેહ નું સ્વરૂપ- સ્પષ્ટ થયા પછી- એની બાહ્ય દુનિયા પછી – શરુ થાય છે……” દેહ ની રામાયણ…..”…દેહ ની આસક્તિ ના કારણે- એને નભાવવા ના કારણે- મનુષ્ય કે જીવ- બધું જ ( નૈતિક – અનૈતિક) કર્મો કરે છે……હવે તમે એક રૂટીન જીવન ના પ્રવાહ વિષે  વિચારો……..
 • બાળક નો જન્મ થયો- એટલે જેવો દેહ – ગર્ભાશય ની બહાર આવે- ગર્ભધારણ ના ૯ માસ- મા ના ગર્ભાશય  ના સલામત વાતાવરણ મા રહેલા બાળક ને  બહાર નું વાતાવરણ – એને સાનુકુળ નથી જ લાગતું…..આથી મહા કષ્ટ…વેઠી ને જન્મ થાય….
 • ૧- ૧.૫ વર્ષ સુધી- રોજ નવું નવું શીખવા ની રામાયણ……( રોગ-ભય-જીજ્ઞાસા-આનંદ-સ્વાદ તો સાથે હોય છે……..)
 • પછી શરુ થાય સ્કુલ મા પ્રવેશ- …..પહેલી વાર સ્કુલ મા જવાનું..દરેક બાળક માટે કઈ મજા ની વાત નથી હોતી……સ્કુલ મા જવાની આનાકાની- વિરોધ-ધમપછાડા……ચાલુ તે આખી જિંદગી ચાલુ જ રહે માત્ર નામ બદલાયા કરે…….
 • અભ્યાસ પુરો- એટલે નોકરી ની માયાજાળ- પોતાની ” જાત” ને ગોઠવવા ની……ધન.ધાન-સંપત્તિ- નાર- પ્રતિષ્ઠા — માટે નો જંગ શરુ થઇ જાય…..કેટલાક ની ગાડી – આમાં સડસડાટ ચાલે તો કેટલાક ની અટકી અટકી ને- પણ ગાડી તો ચલાવવી જ પડે…….છુટકો જ નહી……
 • અને પછી લગ્ન- ઘર-પત્ની-છોકરાં- અને ફરી એજ ઘટમાળ……..! ચાલુ ને ચાલુ જ…….!
ઘણીવાર થાય કે- બસ આ જ જિંદગી છે…….શું તેને કોઈ એક વ્યાખ્યા મા બાંધવી શક્ય છે??????  તો દેહ- પણ જિંદગી સાથે સંકળાયેલો છે- દેહ છે તો જીવન છે- આ રામાયણ છે………અને તેને અંતે- દેહ ની રામાયણ કહી શકાય….!
   હું મારી પોતાની વાત કરું તો- હું પણ અન્ય ને જેમ ” ફસાયેલો” જ છું……એ પણ પોતાની રાજીખુશી થી..! સ્થિતપ્રજ્ઞ થવાનો પ્રયત્ન- ચાલુ જ છે- હજુ સુધી ૦.૧% સુધી નથી પહોંચાયું……..હકીકત છે. અન્ય સસ્તન જીવો ની જેમ અસ્તિત્વ માટે લડતો રહ્યો છું……હજુ લડતા જ રહેશું……! સંસાર મા ઘુસ્યા છીએ તો – ખબર પડી કે – એક તદ્દન ભિન્ન વિચારો ધરાવતી વ્યક્તિ સાથે – કઈ રીતે અનુકુળ થાવું……એમાં પણ હજુ સંપૂર્ણ સફળ નથી થયા……! જવાબદારીઓ ચાલુ જ છે……..અને એ આવતી જ રહેશે……એનો કોઈ અંત નથી…..! દેહનની આસક્તિ ના કારણે ઘણા દુઃખી થાય છીએ……થવાના છીએ…..પણ શું કરીએ- દેહ દેહ નું કાર્ય કરે…..એ પણ પોતે એક પ્લાન્ટ જેવું છે- એને જે જોઈએ તે જોઈએ જ..( અલબત્ત ..દેહ એ મન નું ગુલામ છે…….એ યાદ રાખો…) અને સાથે દુઃખ આવે છે- એ – એ જોઈ શકતું નથી……દુઃખ આવે એટલે દેહ- તડપે અને એ વાત પણ અન્ય લોક મુખે સાંભળે- ” કોણે કહ્યું ‘તું કે બેટા બાવળિયે ચડજો……..”
આ બધી રામાયણ અને લેખ નો વિચાર એટલા માટે આવ્યો કે – આ પંચમહાભૂતીય દેહ- શરીર દોષ ના ઇમ્બેલેન્સ ને લીધે અત્યારે ખાટલા મા છે……! જયારે બીમારી આવે ત્યારે જ યાદ આવે કે- સાલું આ શરીર – આપણા કહ્યામાં નથી……અને જો શક્ય હોય તો શ્રીજી ને રૂબરૂ મળી પ્રાર્થના કરવી છે કે – હે………હરિ- જીવન ના એક-બે વર્ષ…..( હા….માત્ર એક-બે વર્ષ જ…અમદાવાદી છું ભાઈ….) બીમારી ના જ સમજી એને કાપી નાખો- અને કમ સે કમ ૯૮-૯૯ વર્ષ વગર બીમારી ના – કોઈ દેહ-વ્યાધી વગર ના આપો……” !!
જો કે આ વિચાર નર્યો સ્વાર્થી છે-  દેખાય છે….!!!!………ઇતિહાસ સાક્ષી છે કે – દુનિયામાં કોઈ મનુષ્ય-જીવ કે અવતાર એવો નથી થયો કે જેને દેહ ની વ્યાધી ન આવી હોય……! સ્વયં ભગવાન ને પણ દેહ  દુઃખ આવ્યા છે……! પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને પણ પાર વગર ની દેહ-વ્યાધિઓ છે……!  અપન જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે…..દેહ સાથ આપે છે ત્યાં સુધી- કર્મ ચાલુ જ રહેવા નું…..અને કર્મ કરતાં જ રહેશું………મન મક્કમ છે….!
” થાકી ને બેસી પડનાર  અમે નથી…..ભાઈ…..
હારી ને રડી પડનાર અમે નથી ……ભાઈ….
ભલે આ દેહ સાથ આપે ન આપે હો “રાજ”…
એમાં અટવાઈ ને ખોવાઈ જનાર અમે નથી…..ભાઈ….”
તો – ભાઈ આ તો ભાડા નું મકાન છે…..ગમે ત્યારે ખાલી કરવું પડશે……જ્યાં સુધી છે ત્યાં સુધી એને બરોબર જાળવો…..અને એનો સાચો ઉપયોગ કરો……સ્થિતપ્રજ્ઞ થઇ શકાય છે- બસ ધીરે ધીરે પોતાને નિમિત્ત અને શ્રીજી ને સર્વ-કર્તા હર્તા મની- એના પર છોડતા જાઓ- એ સુખ આપે તો યે અને દુઃખ આપે તો યે…..એની મરજી- એનું સન્માન કરો અને જીવન ને જીવી જાઓ…..!
રાજ


Leave a comment

સોમ થી શનિ……

તો આ અઠવાડિયું પણ પૂરું થયું……બસ એમ જ….એ જ મંથર ગતિ એ…..” ક્ષણે ક્ષણ મરતો હું તો….’ને ક્ષણે ક્ષણ જન્મતો…..હું એ જ અવિનાશી….હું એ જ અંતહીન……”

તો , કેવું રહ્યું આ અઠવાડિયું….??? અર્થાત સોમ થી શનિ ની કહાની…..

 • એક બાજુ ગરમી એ માજા મૂકી તો બીજી બાજુ શુક્રવાર ના વરસાદે – તન મન ને ઠંડા કરી નાખ્યા….! ઘરમાં , અચાનક જ પાણી ઘુસી ગયું..અને હું – ઇન્કમ ટેક્ષ ની અચાનક રેડ પડે ને વ્યક્તિ ના જે હાલ થાય- એવો થઇ ગયો……!જો કે પછી , એના માટે ના પગલા લેવાઈ ગયા એટલે હવે શાંતિ….!
 • બાબા રામદેવ અને અન્ના હજારે – ના ઉપવાસ થી – જાડી ચામડી ના કોન્ગ્રેસીયા નેતાઓ હલશે કે કેમ? એ સવાલ છે- પણ રીના ને આ ” ઉપવાસ અભિયાન” થી મારી સામે તાકવા માટે “તીર” જરૂર મળી ગયું છે…અને મને એ આજકાલ- ઉપવાસ ના ફાયદા વિષે સમજાવી રહી છે……..! લાગે છે કે- કોંગ્રેસ ને ફેર પડે કે ન પડે- મારી ચામડી જરૂર “પાતળી” થઇ જવાની….!
 • બહુ સમયે ગાડી ને પાર્કિંગ માં થી બહાર કાઢી- સાફ કરતાં થાકી ગયા……અને ગાડી ચાલુ કરી ને ચલાવી તો એનું મ્યુઝીક પ્લેયર – બિચારૂ ખોરંભે ચડી ગયુ….!…..માંડ માંડ ચાલુ થયું છે……પહેલા વરસાદે જ આવું????? નો ચાલે …..ભઈ……નો ચાલે….!
 • અમારી સોસાયટીમાં – પ્લાસ્ટિક ના બોલ થી રમાતી- SPL ( સ્વામિનારાયણ પાર્ક લીગ) મેચ ચાલી રહી છે……ટીમ ના નામ- તમારી જાણ ખાતર- …..જય ગોગા, પ્રેમ-૧૧, ડોક્ટર -૧૧, દબંગ…ઉમિયા….વકીલ….એડવોકેટ…..!……રાત્રે ૧૧-૧૧.૩૦ વાગ્યા સુધી- આ મહાભારત ચાલે જ છે…….!
 • ઘરે-ગામડે- અમારા એક કાકા ધામ માં ગયા…..” નૈનમ છીન્દંતી શસ્ત્રાણી………શ્લોક યાદ આવી ગયો- કે મૃત્યુ એક શરીર નું થાય છે..આત્મા નું નહી…! તો આખરે આપણે શું છીએ..??? એક શરીર ….કે પછી એક આત્મા????? છગનભાઈ એ કોનું નામ છે?????? શરીર નું કે આત્મા નું????? ………………………………… ????? પ્રશ્નો ઘણા છે …..જવાબ શોધવા માટે આ જિંદગી કદાચ આમ જ વીતી જાશે….પણ જીવન નો મર્મ નહી સમજાય…!
તો…..પાછા “મૃત્યુલોક” પર આવીએ…..રીના બુમો પાડે છે કે ” જમવાનું શું બનાવશું????”………….કદાચ જીવન-મર્મ નો જવાબ મળી જાશે પણ……” જમવાનું શું બનાવશું?…..” એ યક્ષપ્રશ્ન…..સળગતા પ્રશ્ન નો કદી યે કોઈ જવાબ નહી મળે……..!
ચાલો ત્યારે……..કાલે પ્રમુખ વરણી દિન છે……અમદાવાદ ની આંબલી વાળી પોળ- એ પ્રસંગ ની સાક્ષી છે….!
રાજ 


2 Comments

૬૭ બાકી….!!!!

હમમમ ….તો ગઈકાલે આ શરીર નો જન્મ દિવસ હતો…( આત્મા અર્થાત હું તો અજરાઅમર છું….) અને હમેંશા “સાચા” એવા જ્યોતિષો ના કથન મુજબ આ શરીર ૧૦૦ વર્ષ અર્થાત ૨૦૭૭ ની સાલ સુધી તો રહેવા નું જ ….તો હજુ આ શરીર ને ૬૭ વર્ષ ટકવાનું છે જ !! એવો મારો નહિ જ્યોતિષીઓ નો વિશ્વાસ છે….અને આમેય મારું માનવું છે કે ઘણા માણસો ઉમર મુજબ સો વર્ષ જીવે, પણ વાસ્તવમાં ૧૫ કે ૨૦ વર્ષ જ “જીવ્યા” હોય….અને અમુક માણસો એમની ત્રીસી મા ધામમાં જાય પણ સો વર્ષ તો “જીવ્યા” જ હોય….

એટલે જ માનનીય આ બ્લોગ લેખકનું માનવું છે કે – તમે કેટલું જીવ્યા એ અગત્ય નું નથી, પણ “કેવું” જીવ્યા એ અગત્ય નું છે….સમુદ્રી કાચબા ૩૦૦-૪૦૦ વર્ષ જીવે જ છે ને….પણ કેવું? એ બધા જાણે જ છે….તો સો વર્ષ જીવવું આ શરીર માટે અશક્ય નથી જ….મિત્રો,સગાસંબંધીઓ, હિતેચ્છુઓ, અને દુશ્મનો( મારા કોઈ દુશ્મન હોય, એ હજુ મારી જાણ મા નથી આવ્યું) ની દુઆઓ કામ લગે અને આ શરીર કામ કર્યાં કરે….કહેવાય છે કે ” મૃત્યુ મને ગમે છે કારણ કે મને જીવન થી પ્રેમ છે….”અને શ્રીહરિએ , જે કામ માટે મોકલ્યા છે, એ કામ પૂરું થાશે એટલે, ધામમાં સ્થાયી થઇ જાશું….ત્યાં સુધી, કામ તો કરીએ…..તો ગઈકાલે અર્થાત ૨૦ ઓગસ્ટે શું કર્યું?…..

 1. છાપાં જોયા….રાજીવજી જેવા “મહાન” અને “ક્રાંતિકારી” વ્યક્તિના ફોટા , “મહાન” કોંગ્રેસ” સરકારે ,લોક -પ્રેરણા માટે,લોક ખર્ચે , પાને પાને છપાવ્યા હતા…આથી ખુશી થઇ કે , આવા મહાન માણસો, આપણા જન્મદિને પ્રગટે છે….પછી ચિંતા પણ થઇ કે…એ તો બોમ્બ મા ગયા…અને આપણે?
 2. ચંદ્રકાંત કેશવલાલ બક્ષી…જેવા સમર્થ અને તેજસ્વી,ક્રાંતિકારી લેખક , કે જેમણે ગુજરાતી સાહિત્ય ને નવા આયામો , નવા પરિમાણો આપ્યા….એમનો જન્મદિવસ એટલે કે ૨૦મી ઓગસ્ટ,૧૯૩૨……મને આ દિવસે જન્મવા પર ગર્વ છે….અમારામાં સ્વભાવ( એ પણ અંશત:) સિવાય બીજી કોઈ સામ્યતા નથી…..
 3. રીનાએ રજા પાડી, અને મને એકાદશીનો ઉપવાસ હોવાથી, ફરાળી જમણ જમાડ્યું…..દિવસમાં બે-ત્રણ વાર તો ખાધું જ….મારા પપ્પાએ નોન-ફરાળી અને ફરાળી બંને ખાધા….એમનું માનવું એવું છે કે ,ભૂખ્યા રહેવા થી, સ્વર્ગ મા પહોંચતા થાકી જવાય…પેટ ભરેલું હોય તો જ સ્વર્ગમાં જવાની તાકાત મળે…!!!વિચારવા જેવું છે..!!!
 4. મારે તો રજા પડાય એવું ન હતું, આથી, થોડું ઘણું બહાર નું કામ હતું એ કર્યું, અને ઘરે આવી, રિપોર્ટ્સ બનાવ્યા…”marketing is 24 hrs job..!!!”
 5. સાંજે, શાહીબાગ મંદિર ગયા…ઠાકોરજી ના મનભરી ને દર્શન કર્યાં….નીલકંઠવરણી નો અભિષેક કર્યો…પૂ. ઈશ્વરચરણ સ્વામીના પગે પડ્યા…ફરાળી બિસ્કીટ ,પ્રેમવતીમા થી લીધા..( બેકરી મંદિરની જ છે…આથી ક્વોલીટી સારી છે), નેશનલ હેન્ડલુમ ગયા અને રીના એ મને એક ટૂંકો ઝભ્ભો( કુર્તી) લઇ આપી….અને ઘરે રીટર્ન……!!!
 6. મિત્રોના ઢગલાબંધ ફોન આવ્યા…ઘણા એ મિસકોલ પણ માર્યા…એ પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી….!! અને પાર્ટીઓ “ઉધાર” રહી….!! કંપનીએ “ફાલતું ખર્ચ” ઘટાડવા – ફૂલ,કાર્ડ કે ગીફ્ટ વાઉચર મોકલવાનું બંધ કર્યું છે…..સારું છે,નહીતર કંપની પ્રત્યે પ્રેમ વધી જાય તો, બીજી કોઈ કંપનીમાં સારી તક મળતી હોય તો જવાની ઈચ્છા ન થાય!!!!!

તો રાજ ભાઈ નો જન્મ દિવસ સારો ગયો…..બધા સ્નેહીઓ, કે જેમણે વિશ કર્યું, ન કર્યું…એ બધાનો ખુબ ખુબ આભાર…..તમારો પ્રેમ છે તો અમે છીએ…..બાકી અમારી કીમત શું?…

ઠાકોરજી, ના તો અગણ્ય ઉપકારો છે…..જે ચૂકવવા તો ,આવા અનંત જન્મો ઓછા પડે…..!!

૬૭ બાકી છે….પણ પૂરતા નથી….!!

જય સ્વામિનારાયણ…

ब्रह्माहम कृष्णो दास्योस्मी……

રાજ


Leave a comment

પ્રેમની એકસો વ્યાખ્યાઓ- ભાગ ૯

” યે સફર બહોત હૈ કઠીન મગર ..ન ઉદાસ હો મેરે હમસફર..” આજે મારે તમને એક સવાલ પૂછવો છે? તમે ક્યારેય એટલા બધા હતાશ થયા છો કે એ પળે તમને તમારી જીંદગી ડૂબતા જહાજ જેવી લાગી હોય?……મને તમારા “જહાજ” ની ખબર છે અને આથી જ આ જીવન આપણ ને રંગ-બે-રંગી લાગે છે…

” એક પળ જુઓ તો રાખ છે એ અને બીજી પળ કેસર…

જીવન તો આમ જ છે હમસફર,જો તને પડે ખબર”…..

અને જીવન ને સમજવા માટે મથવું પડે..નીચોઈ જવું પડે..સ્વપચને ઘેર વેચાવું પડે….અને ત્યારે સમજાય કે જીવન ને સમજવા માટે નો સરળ,ટૂંકો રસ્તો તો મેં અજમાવ્યો જ નથી….!!!! આ સરળ..ટૂંકો …મનગમતો રસ્તો એટલે કે પ્રેમ……તો શા કાજ તમે ભટકો છો…મારી સાથે ચલો…પ્રેમ ની સફરે…

પ્રેમની આગળની વ્યાખ્યાઓ…..

૮૧.એમના પળભરના વિયોગ ના કારણે ..સો સ્ક્વેર ફીટ નો રૂમ અચાનક જ હજાર સ્ક્વેર ફીટ નો થઇ જાય ,એવી પ્રતીતિ કરાવે એ પ્રેમ

૮૨.કોઈક પારકા ને ખાતર જમાના સાથે છેક સુધી લડી લેવા ની તૈયારી એટલે કે પ્રેમ

૮૩.જેની ગેરહાજરી મા જમાના ના સઘળા સુખ ફિક્કા લાગે ,એ તત્વ એટલે કે પ્રેમ…

૮૪.જીવન ને હકારત્મક જોવા માટેનો માઈક્રોસ્કોપ એટલે કે પ્રેમ

૮૫.હૃદયનો અર્ક એટલે કે પ્રેમ…

૮૬.દ્વેષરૂપી ઝેરનું મારણ એટલે કે પ્રેમ

૮૭.જ્ઞાનરૂપી હોડી ને સકારાત્મક દિશા મા દોરી જતો સઢ એટલે કે પ્રેમ..

૮૮. .શ્રી હરિ ને રીઝવવા નો એક માત્ર માર્ગ એટલે કે પ્રેમ…

૮૯.આત્માનું એલાર્મ-ક્લોક એટલે પ્રેમ…

૯૦.જે સહેલાઈ થી મળતું,મુશ્કેલી થી પરખાતું અને વહેંચવા થી વધતું ..એટલે કે પ્રેમ..

તો સફર જારી છે દોસ્તો…જામ-એ-“વ્યાખ્યા” બાકી છે…રાત બાકી છે અને જીવન…જીવનમાં શીખવાનું ઘણું બાકી છે….

રાજ