Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS રવિસભા-03/02/2019

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે? કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે.”

પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો એમ છે જે,

વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જિતાય છે અને ભગવાનની માહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જિતાય છે.”
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

“જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે,

“જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે,….. તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે; એ જ એનો ઉત્તર છે.”

જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. અને ગમે તેવાં દેશકાળાદિક ભૂંડાં આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં.”

(શ્રીજી મહારાજે પછી સીતાજી નાં ત્યાગ નો પ્રસંગ નો આધાર લઇ પ્રશ્ન પૂછ્યો….જે)

…….જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે. અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે પણ સીતાજીના જેવી સમજણ નથી….. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી?”

પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે,

ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો,…… પણ અતિશય વૈરાગ્ય ને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં.”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”


વચનામૃત ગઢડા અંત્ય-૧૧

ગયા રવિવારે બ્રહ્મ ઉત્સવ સોલા ભાગવત ખાતે હતો અને આજની સભા નિયમિત હતી…..ઠંડી નું જોર ઘટ્યું છે પણ હરિભક્તો નું જોર..જોશ….અકબંધ હતાં……રવિ – સત્સંગ સભાનું બળ એવું પ્રબળ છે કે અઠવાડીયા નો જગત ની માયા રૂપી મેલ જે જીવ પર ચડ્યો છે ..એ પળ વાર માં ખરી પડે છે…….! માટે જ આપણાં ગુણાતીત ગુરુઓ ની આજ્ઞા નિયમિત રવીસભા ની છે…….

તો સર્વ પ્રથમ….મારા કેસર ભીના વ્હાલા નાં દર્શન….

સભાની શરૂઆત યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…. ત્યારબાદ યુવક મિત્ર જૈમિન વૈદ્ય દ્રારા મુક્તાનંદ સ્વામી રચિત ” મોહે તો તુમ પ્રભુ એક આધારા…” રજુ થયુ…..બ્રહ્મ સત્ય…! આ ખારા દોર જગત વચ્ચે મીઠાશ નો દરિયો…કોઈ હોય તો….આપણો એકમાત્ર આધાર હોય તો… એ શ્રીજી જ છે…એનાથી જ આપણે “જીવંત” છીએ…! ત્યારબાદ…” જોગી એ ગોંડલ ને ગોકુળ બનાવીયું…” રજુ થયુ….મહાતીર્થ સ્થાન ગોંડલ અક્ષર મંદીર નાં મહિમા ને જગત ભર માં, જોગીબાપા એ પોતાની સાધુતા અને સ્નેહ થી પ્રસરાવ્યો….ત્યારબાદ બુલંદ અવાજ માં બ્રહ્માનંદ સ્વામી રચિત” વ્હાલા લાગો છો વિશ્વ આધાર રે….સગપણ તમ સાથે..” કીર્તન રજુ થયુ…ખરેખર સગપણ તો હરિવર અને એમનાં સંત નું જ સાચું….બાકી બીજે ક્યાંય બંધાયા તો ઊંધે માથે લટકવા નું જ છે….

ત્યારબાદ સ્વામીશ્રી નાં મુંબઇ ખાતે નાં 12-13 જાન્યુઆરી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જેનાં દર્શન આપણે નીચે ની લિંક પર થી કરી શકીશું…

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૧૧ પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • ઇન્દ્રિય અને અંતઃકરણ વચ્ચે નો ભેદ સમજવો અને એમનાં કાર્ય…એનાં થી મળતું પરિણામ સમજવું જરુરી છે
  • ઇન્દ્રિયો ને જીતવી…અઘરી છે, પણ એ કર્યા વગર સુખી નહીં થવાય….સત્સંગ નું સાચું સુખ નહીં આવે……પ્રાગજી પુરાણી કઢી માં… તો પ્રેમાનંદ સ્વામી લોક નાં સુર લય માં ખેંચાયા….માટે ઇન્દ્રિય ને જીતી લીધી જ છે…એવો આત્મ વિશ્વાસ રાખવો નહીં…..
  • દૃઢ નિયમ ધર્મ રાખશું તો ઇન્દ્રિય ને કાળક્રમે નિયંત્રિત કરી શકશુ…… અને મન ને જીતવા તો નવધા ભક્તિ ..એ પણ માહાત્મ્ય સહીત…સિવાય કોઈ જ આરો નથી….એનાથી મન સ્થિર થાય છે અને એક ભગવાન માં જોડાશે..
  • મન નો કદાપિ વિશ્વાસ ન કરવો….અને સદાયે ભગવદ બળ રાખવું…..અને એ બળ..સત્સંગ થકી જ મળે…બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં કે…મન અસ્થિર છે…એક ભગવાન જ સ્થિર છે…માટે જો મન એક ભગવાન અને એનાં સંત માં જોડાશે તો તેં આપોઆપ સ્થિર થશે…
  • માટે જ જો પ્રત્યક્ષ સતપુરૂશ માં આત્મ બુદ્ધિ થશે ..દૃઢ જોડાણ થશે તો આપોઆપ નિર્વિકલ્પ સમાધિ જેવી અંતર માં શાંતિ થશે…
  • જગત માં છીએ…વ્યવહાર કરવા પડે… પણ જેવી જગત અને સ્નેહી માં પ્રીતિ છે….તેથી અધિક જો ભગવાન અને સંત માં કરીએ તો…. અંતર માં શાંતિ થાય….
  • ભગવાન અને સંત પોતાના ભક્ત ની આકરી કસોટી કરે તો પણ જો, એમનાં માં આત્મબુદ્ધિ દૃઢ હોય તો…. ભગવાન અને સંત નાં આ ચરિત્ર માં…સત્સંગ માં અભાવ…અવગુણ ન આવે…….ભાયલિ નાં જીવા ભાઈ અને તેમનાં પર શાસ્ત્રીજી મહારાજ નાં ગુસ્સા નું ચરિત્ર આ આત્મ બુદ્ધિ નું દ્યોતક છે…કેનેડા નાં ઉપેન્દ્ર ભાઈ ઓઝા અને ભગવાન ભાઈ માંડવીયા જેવા અનેક હરિભક્ત આજે પણ સત્સંગ માં આના જીવંત ઉદાહરણ છે….
  • અંતર માં…. સત્સંગ માં સમજણ હોય તો આત્મબુદ્ધિ દૃઢ રહે….

અદ્ભૂત પ્રસંગો……અદ્ભૂત પ્રવચન…!! જીવન માં જો આટલું સિદ્ધ થાય તો જીવ જરુર બ્રહ્મરૂપ થાય…!

ત્યારબાદ પુ. ઇશ્વરચરણ સ્વામીએ પણ ઉપરોક્ત પ્રવચન ને લગતા જ પ્રવચન નો લાભ આપતાં કહ્યુ કે….સતપુરૂશ નું સ્વરુપ …એમનો મહિમા ઓળખાશે તો આપોઆપ આત્મબુદ્ધિ થશે….ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર આનો પુરાવો છે…..સત્સંગ માં મોટા પુરુષ અને ભગવાન…બીજા માં રહી ને આપણી કસોટી કરવા નાં જ….!! માટે તેની તૈયારી રાખવી જ…..

ત્યાંરબાદ સભા માં જાહેરાત થઈ કે…

  • આવતાં રવિવારે વસંત પાંચમી છે…..બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો પ્રતીક જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાશે…..
  • જ્ઞાન સત્ર નો લાભ પુ. આદર્શ જીવન સ્વામી આપવા નાં છે….તારીખ 17 અને 24 ફેબ્રુઆરી…રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે….જે તેં વિસ્તાર નાં કાર્યકરો નો સંપર્ક કરવો….

જો આજની સભા નો એક એક શબ્દ જીવ માં દૃઢ થાય તો કશુ બાકી ન રહે…….બસ સત્સંગ માં જીવ દૃઢ રાખવો…..સમજણ રાખવી…………સમજણ અને મહિમા થી જ આ સત્સંગ જીવ માં દ્રઢ થશે…જીવ બ્રહમરૂપ થશે અને પરમપદ ને પામશે….અક્ષર સુખ- શાંતિ નો અનુભવ થશે.

જય સ્વામિનારાયણ…… જાગતા રહેજો….

રાજ