Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૨૮/૦૮/૨૦૧૬

ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે………… જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઈને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઈ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે……….


ભગવાન શ્રી સ્વામિનારાયણ-પંચાળા-૭

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને અક્ષરધામ ગમન ને ૧૫ દિવસ થયા પણ એમની સ્મૃતિ જીવમાં થી સહેજે દુર થતી નથી…….શોક કે વિષાદ નથી પણ એક ખાલીપો જરૂર છે…….જીવ જાણે છે કે- સત્પુરુષ આ પૃથ્વી પર થી ક્યારેય જતા જ નથી…અને  એ જ “પ્રમુખ ગુણાતીત તત્વ” આજે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી સ્વરૂપે પ્રત્યક્ષ વિચરી રહ્યું છે……..છતાં પ્રમુખ સ્વામી મહારાજે જે સુખ આપ્યું હતું તેની સ્મૃતિ જ એ ખાલીપા નો ભાવ ભરી શકે એમ છે……આથી આ સભા -સ્વામી બાપા ની એ અદ્ભુત સ્મૃતિ પર જ હતી……

તો મંદિરે સમયસર પહોંચી ગયા…..એકાદશી ના દિવસ ના અદ્ભુત દર્શન કરવામાં આવ્યા…..

14064049_1750125448608620_7569462358082319596_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય -પ્રાર્થના થી થઇ……..યુવક મિત્ર નીરવ વૈદ્ય દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત “બિહારી થારી અંખિયાં, અજબ જાદુગારી…” કીર્તન રજુ થયું…….અદ્ભુત…..અદ્ભુત……..!!! સભાનો માહોલ ..હરિમય થઇ ગયો………! ત્યારબાદ પુ.શુભ કીર્તન સ્વામી ના ઘાટીલા અવાજ માં ” કોડે કોડે એકાદશી કીજીએ રે…’ બ્રહ્માનંદ સ્વામી રચિત એકાદશી ઉત્સવ ના મહિમા આધારિત પદ રજુ થયું……

ત્યારબાદ શ્રાવણ માસ ની પારાયણ ચાલુ છે તે નિમિત્તે પુ.ધર્મ તિલક સ્વામી દ્વારા યથાયોગ્ય પૂજા વિધિ -યજમાનો વડે કરાવવા માં આવી……આજની પારાયણ ના વક્તા વિદ્વાન…ખુબ સારા વક્તા પુ.અક્ષર વત્સલ સ્વામી હતા……..ચાલો જોઈએ સારાંશ…..

 • નવધા ભક્તિ ( કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે – ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા)…..થી ભગવાન અને મોટા પુરુષ રાજી થાય…….
 • અને એ નવધા ભક્તિ જેના જીવન માં રગેરગ માં સમાયેલી હતી….એ મોટા પુરુષ કે જેના ગુણ ભગવાન સમાન જ હતા…..તેવા પુરુષ ના જીવન કાળ દરમિયાન આપણો જન્મ થયો એ જ આપણા મોટા ભાગ્ય છે………
 • સત્પુરુષને પામીએ ..એમનો સમાગમ કરીએ…પણ જો એમની સ્મૃતિ મન માંથી નીકળી જાય તો થયેલી પ્રાપ્તિ નિષ્ફળ થઇ જાય…….જીવના દુષ્કાળ…ખાલીપા ને ટાળવા નો એક જ ઉપાય છે…..એ સ્મૃતિઓ ને પલેપલ વાગોળવી…….
 • આ તો અમૃત ની બુંદો છે…જેને મેળવવી અઘરી અને મેળવ્યા પછી સાચવવી એના કરતા પણ અઘરી…….!
 • નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ વ્યક્તિ હતા જેને શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ નો નિશ્ચય થયો……અને એ જ સદ્ગુરુ એ શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ ના પદ ની સાથે સાથે આવા સત્પુરુષ ના ગુણ પણ યથાર્થ ગાયા છે…….
 • ગઢડા પ્રથમ-૫૮..૬૭ વગેરે માં શ્રીજી એ પણ આવા પુરુષ ના ગુણ વિષે કહ્યું છે……જેવા એ પુરુષ ને સમજીએ ..એવો આપણો સ્વભાવ થાય……આપણા ગુણ થાય….
 • પુ.ઈશ્વર ચરણ સ્વામી કહે છે કે- બાપા એ અનેક સર્વોપરી કાર્યો કર્યા…પણ જો સૌથી મોટું કાર્ય કર્યું હોય તો તે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા આખી દુનિયામાં વગાડી દીધા…..
 • સ્વામીશ્રી ની આભા..પ્રભાવ એવો હતો કે એમના અંતિમ દર્શન વખતે આવતા બિન સત્સંગી મીડિયા વાળા પણ સત્સંગી થઇ ગયા…..તરુણ વિજય જેવા પ્રખર રાજનીતિજ્ઞ ને તો દરેક હરિભક્ત માં સ્વામીશ્રી ના દર્શન થયા……..
 • સ્વામીશ્રી ભાગવત માં વર્ણવેલા સંત ના બધા લક્ષણ ધરાવતા હતા…છતાં એમની સરળતા..અહં શૂન્યતા….જગ જાહેર છે……
 • અમદાવાદમાં નાટક સંવાદ સમયે સંતો ની સુચના મુજબ પાછલા દરવાજે થી સ્ટેજ પર એન્ટ્રી લેવાનો પ્રસંગ હોય કે પાર્ષદો દ્વારા સ્ટેજ પર ખેંચવા નો નિષ્ફળ પ્રયાસ વાળો પ્રસંગ હોય………સ્વામીશ્રી સંતો ને રાજી કરવા એમની સુચના મુજબ વર્ત્યા છે…એમની ભૂલો માફ કરી છે……..
 • પ્રખ્યાત પત્રકાર હરિકિશન મહેતા એ પૂછ્યું કે- સ્વામીશ્રી તમારી આટલી બધી ટીકા-અપમાન થાય તો તમને કેવું લાગે છે?? સ્વામીશ્રી એ સ્વસ્થતા થી ઉત્તર આપ્યો કે -બધું ભગવાન ની સાક્ષી એ કરીએ -એટલે માન-અપમાન કશું નડે નહિ…….
 • ભલભલી વિકટ સમસ્યાઓ…વ્યવહારિક પ્રશ્નો…..અક્ષરધામ દિલ્હી નિર્માણ સંબંધી પ્રશ્નો હોય પણ સ્વામીશ્રી સ્વસ્થ રહી ને..નચિંત રહી ને વર્ત્યા છે…..અલમસ્ત થઇ ને સ્થિતપ્રજ્ઞ તા થી વર્ત્યા છે……
 • જીવમાત્ર નું કલ્યાણ થાય…….અક્ષરધામ ની પ્રાપ્તિ થાય તે માટે બાપા પોતાના દેહ ની પરવા કર્યા વગર ૪૫ વર્ષ દોડ્યા છે….તો આપણી એમના પ્રત્યે કોઈ ફરજ નથી??? આપણે સ્વામીશ્રી ની સ્મૃતિ માટે કોઈ સંકલ્પ ન કરી શકીએ???
 • ચાલો આપણે સ્વામીશ્રી ના રાજીપા માટે સંકલ્પ કરીએ કે- આપણે પંચ વર્તમાન….નિયમ ધર્મ માં દ્રઢ રહીએ…….સત્સંગમાં નિયમિત રહીએ……અન્ય ને પણ સ્વામી ના મહિમા ની વાત કરીએ…સત્સંગ કરાવીએ……….

અદ્ભુત……અદ્ભુત…….!! આટલું પણ જીવન માં દ્રઢ થાય તો સ્વામીશ્રી પ્રત્યે આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે………! ત્યારબાદ શિકાગો યુનીવર્સીટી ના વિદ્વાન પ્રોફેસર વિલિયમ્સ ( હિન્દી વિભાગ ના હેડ છે) જે પ્રોફ. યોગી ત્રિવેદી સાથે ભારત મુલાકાતે છે તેમનું જાહેર સન્માન થયું……..આટલા મોટા પ્રોફેસર- પુ.ઈશ્વર સ્વામી અને પુ.અક્ષરવત્સલ સ્વામી ને પગે પડ્યા…અને શુદ્ધ હિન્દી માં જય સ્વામિનારાયણ સાથે પોતાના પ્રવચન ની શરૂઆત કરી…!!! અદ્ભુત…..અદ્ભુત……….પ્રોફ. વિલિયમ્સ દ્વારા શુદ્ધ હિન્દી માં થયેલા પ્રવચન માં એમણે કબીર ની સાખી ઓ દ્વારા કહ્યું કે- ભક્તિ એ  પ્રેમ નો જ ભાગ છે……..અઢી અક્ષર નો પ્રેમ- મનુષ્ય ને પંડિત બનાવી શકે છે…….સ્વામિનારાયણ સંપ્રદાય નું અભૂતપૂર્વ યોગદાન ભક્તિ સંપ્રદાય માં રહ્યું છે…….અને આજે બેપ્સ ના સંતો- ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિ ને જોડી રહ્યા છે…તે ભવિષ્ય માં વધુ મજબુત થશે…..!!!! અદ્ભુત……અદ્ભુત…!!! સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી…! પશ્ચિમી સભ્યતા ના વ્યક્તિ ને  આપણી સંસ્કૃતિ વિષે અહોભાવ છે…..અને આપણા લોકો ને જ એનો મહિમાં નથી….!!!

સભાને અંતે જાહેરાત થઇ કે આવતીકાલે આપણા ગુરુહરિ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અમદાવાદ પધારી રહ્યા છે………….તેમનું સ્વાસ્થ્ય …..આપણી સંસ્થા-હરિભક્તો ની વિશાળતા ને લીધે સર્વ હરિભક્તો ને રૂબરૂ મળવું એમના માટે મુશ્કેલ છે છતાં -એ પોતે દેહ ની મર્યાદા ઓ ને બાજુમાં મૂકી- ભક્તો ને અઢળક લાભ આપી રહ્યા છે………….પણ આપણે એમનું ધ્યાન રાખી ને વર્તવા નું છે……! ગુણાતીત પુરુષો આપણો અમુલ્ય ખજાનો છે…….એમનો રાજીપો એ જ આપણું સર્વસ્વ……..મમત માં એમને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી આપણી છે……

તો- ચાલો સત્પુરુષ કે જે ચિરંજીવી છે……તેના મહિમા ને સમજીએ……..એમનામાં સદાયે દિવ્યભાવ રાખીએ…..એમના ચરિત્ર -સ્મૃતિ ને જીવમાં દ્રઢ કરીએ……..આખરે એ પ્રગટ અક્ષરબ્રહ્મ ને સંગ જ બ્રહ્મરૂપ થવાશે…………..અને શ્રીજી મળશે……..!!!

એટલે જ સત્પુરુષ એ જ સર્વસ્વ……………….!

જય સ્વામિનારાયણ……………

રાજ

Advertisements


Leave a comment

BAPS જન્મોત્સવ રવિસભા-૧૨/૦૬/૨૦૧૬

“…….જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે……. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે…….. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.……….. અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. ………….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે…………. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે……….


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૭

આજે શુક્લ પક્ષ ની આઠમ- અને નિર્ધારિત સંકલ્પ મુજબ આજે  આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ના  મહિમા ને જીવસ્થ કરવાના ભાગ રૂપે “ઘેર ઘેર જન્મોત્સવ” નો ઉત્સવ દરેક હરિભક્ત ના ઘરે ઉજવવાનો હતો….અને દરેકે ભવ્ય રીતે-નિયમ મુજબ ઉજવ્યો પણ ખરો……પ્રાપ્તિ ના આ અનેરા મહિમા ને વધાવવા નો મોકો કોણ જતો કરે??? કારણ કે  જે મળ્યા છે…તે તો પ્રગટ અક્ષરબ્રહ્મ સાક્ષાત છે…..સર્વ જગત ના આધાર રૂપ છે…..વેદ-ઉપનિષદ-ગીતા માં જેના ગુણગાન ગાયેલા છે એ સત્પુરુષ સાક્ષાત છે………અને એમની પ્રાપ્તિ નો કેફ આપણ ને ન હોય તો કોને હોય??? તો આજની સભા એ ઉત્સવને વધાવવાની હતી…..

સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન ..એ પણ મન-હૃદય-જીવની સંતૃપ્તિ થાય ત્યાં સુધી……..

collage_20160612221812950_20160612221934024.jpg

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પુ.પ્રેમ વદન સ્વામી ના સુરીલા કંઠે સ્વામિનારાયણ મંત્ર ની ધુન્ય થઇ રહી હતી…….અને ત્યારબાદ સમગ્ર સભાનું મન મોહી લે તેવું જોશીલું કીર્તન….” ચદરિયા ઝીણી રે…ઝીણી…..સહજાનંદ રસભીની ..” રજુ થયું….અને સુરાવલીઓ સાથે સમગ્ર સભા જાણે કે વહેતી જ ગઈ…….ત્યારબાદ યુવક જૈમીન  વૈદ્ય દ્વારા…સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત “હારે જેને ગુણે રીઝ્યા ગિરધારી રે…” રજુ થયું અને  શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ૩૦ ગુણ યુક્ત પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ નું ચિત્ર મનોપટ પર છવાઈ ગયું…….

ત્યારબાદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને “एषा ब्राह्मी स्थिति ..पार्थ” કહી વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ પુરુષ ના તાદ્રશ્ય દર્શન કરાવતા વિડીયો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ ચરિત્ર -પ્રસંગ નું દર્શન થયું…………સત્પુરુષ ની નિકટ રહે…..તેને મન-કર્મ-વચને સેવે એ જ સમજી શકે કે સત્પુરુષ અને એની સ્થિતપ્રજ્ઞતા શું ચીજ છે??? અદ્ભુત વિડીયો……..!

ત્યારબાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી દ્વારા સ્વામીશ્રી ની સ્થિત પ્રગ્નતા ના પ્રસંગ વર્ણવતું પ્રવચન થયું……જોઈએ સારાંશ…

 • ઘેર ઘેર જન્મોત્સવ નો વિચાર- હિમાચલ પ્રદેશ -શિમલા ના આપણા હરિભક્ત બહેનો ની સ્વામીશ્રી પ્રત્યેની નિષ્ઠા…એમના જન્મદિવસે એમના દ્વારા ઘરેઘર -અંદરોઅંદર થતા વિવિધ પ્રોગ્રામ દ્વારા  આવ્યો……અને આજે એ વૈશ્વિક ઉત્સવ બની ગયો……

13423863_558481531006690_4929794686473868180_n

 • ગીતામાં જે પુરુષ ને બ્રહ્મરૂપ કહેવાયા છે…..ગઢડા પ્રથમ-૨૭, મધ્ય-૩૦ માં સ્વયમ શ્રીજી એ જેનો મહિમા વર્ણવ્યો છે તેવા પુરુષ આ -પ્રમુખ સ્વામી મહારાજ છે…..કે જે શ્રીજી ના પંચવર્તમાન ના નિયમ જીવ્યા છે…..અષ્ટ પ્રકારે સ્ત્રી-ધન ના ત્યાગી છે….
 • એમના સામર્થ્ય-દિવ્યતા ને આખું જગત માને છે…છતાં તે એકદમ નિર્માની….સાધારણ મનુષ્ય રૂપે વર્તે….ઇન્દ્રિયો -અંતઃકરણ ને દાબી ને વર્તે એવા પુરુષ છે…….અને ગુણાતીત હોય-એ પુરુષ થી જ આ થઇ શકે…..બીજા કોઈનું કામ નહિ….
 • એ જીવમાત્ર ને એક શ્રીજીમાં જોડે છે……દરેકમાં ભગવાન ને જુએ છે…..અને દરેક સ્થિતિ માં આનંદ મય – સહજ રહે છે…સ્થિર રહે છે……વિશ્વ વિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલે જયારે સ્વામીશ્રી ના હૃદય માં પેસ મેકર મુક્યું ત્યારે તેમને સમજાયું કે “સ્થિતપ્રજ્ઞ પુરુષ” એ સત્ય વાત છે…..બ્રાહ્મી સ્થિતિ એ સત્ય વાત છે….એમણે ખુદ વીડિયોના માધ્યમ થી આ કહ્યું……અમેરિકા ના પ્રખ્યાત ડો. સુબ્રમણ્યમ હોય કે શિરીષ થાનવાળા બધાને આ અનુભવ થયો છે……..
 • પ્રખ્યાત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા ના તત્કાલીન તંત્રી હરિકિશન મેહતા એ લીધેલા એક ઈન્ટરવ્યું માં સ્વામીશ્રી એ પોતાના અંતર ના આ સુર ને શબ્દદેહ આપતા કહ્યું કે- તેમને કોઈની ટીકા-નિંદા ની પરવા નથી……જે માન-અપમાન છે તે આ દેહ ને છે…….બસ બધાને ભગવાન ભજવવા છે……

ત્યારબાદ- ખાસ બોચાસણ થી પધારેલા સદ્ગુરુ સંત પુ.ત્યાગવલ્લભ સ્વામી એ આ જ વાત કરતા કહ્યું કે….

 • શ્રીજી નો સંકલ્પ કે- સો કરોડ મનવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે……અને પોતે સત્પુરુષ થકી પ્રગટ રહ્યા થકા આ કાર્ય આજે કરી રહ્યા છે…..તે સ્પષ્ટ દેખાય છે…
 • વચનામૃત વરતાલ-૪ માં સ્વયમ શ્રીજી કહે છે કે …..”…“ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.”
 • અને મન-કર્મ-વચને સત્પુરુષ નો સંગ કરવો…એટલે મન ની ગાંઠો સત્પુરુષ આગળ મૂકી દેવી…..એમના ચરિત્ર ને રદય્સ્થ કરવા……સંભારવા…….એવું કાર્ય કરવું કે- જેમાં સત્પુરુષ કેમ રાજી થાય…એનો વિચાર હોય…..અને એક એમની આજ્ઞામાં..વચનમાં …. સાંગોપાંગ  વર્તવું…….નિર્દોષ બુદ્ધિ રાખવી……દ્રઢ નિષ્ઠા રાખવી…..
 • આજે ૧૨૦૦ થી વધુ મંદિરો…..૯૦૦ થી વધુ અતિ વિદ્વાન ..જ્ઞાની સંતો આ વાત ની સાક્ષી પૂરે છે કે- સત્પુરુષ ક્યાં પ્રગટ છે…અને એમનો મહિમા શું છે……
 • આપણે પણ સત્પુરુષ ને મન-કર્મ-વચને રાજી કરવા…..એમનો મહિમા સમજવો..અને અન્ય ને સમજાવવો…..

ત્યારબાદ અમદાવાદ ના બે હરિભક્તો એ – આજના “ઘેર ઘેર જન્મોત્સવ” ની ઉજવણી પોતાના ઘરે કરી એનો ચિતાર આપ્યો…….અદ્ભુત…અદ્ભુત…….!!!! હરિભક્તો ની નિષ્ઠા…ઉત્સાહ જુઓ તો સમજાય કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ આખી ખેંગાર વાવ- હરિભક્તો ના માથા થી ભરવાની જે વાત કરી હતી…….એવી દ્રઢ નિષ્ઠા આજના હરિભક્તોમાં છલકાય છે…!!! પ્રગટ ગુણાતીત પુરુષ નું આ તો લક્ષણ છે કે- લક્ષાવધી મનુષ્યો ને પોતાના માં સહજ આકર્ષિત કરે છે…પોતાના કહ્યા માં વર્તાવે છે……….કારણ કે એ પુરુષમાં સ્વયમ શ્રીજી પ્રગટ પ્રમાણ બેઠા છે…..!!

સભાને અંતે સ્વામીશ્રી ના આશીર્વચન નો વિડીયો દ્વારા લાભ મળ્યો……પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન…શબ્દ સાંભળો તો – શ્રીજી- શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ -એમના સંકલ્પો-એમનો રાજીપો સિવાય કશું સાંભળવા ન મળે……..! હરપળ હરિ—- તે આનું નામ..!

ખરેખર આજની સભા વિશિષ્ટ હતી…ઘેર ઘેર જન્મોત્સવ – દ્વારા સત્પુરુષ મળ્યા છે- એની પ્રાપ્તિ નો મહિમા સમજવાની  હતી………જો આપણ મળેલા સત્પુરુષ યથાર્થ ઓળખાય…એમને કેમ રાજી કરી શકાય -એનો વિચાર નિરંતર જીવમાં રહે તો આપણી હરપળ એક ઉત્સવ થઇ જાય….!!!!

સત્સંગમાં સમજતા રહેજો…..

રાજી રહેજો………જય સ્વામિનારાયણ….

 

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૧૪/૦૨/૨૦૧૬

વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે………………અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં……………..

અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં તે શૂરવીર સાચો…….. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં………”

———————————

ભગવાન શ્રી  સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૭

જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં…….. અને  …મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ???? …. એક એક શબ્દ જાણે કે  સ્વયમ શ્રીજી ની આજ્ઞા બની -જીવ-અંતરમાં પડઘાઈ રહ્યો છે..!! એક ભગવાનમાં જે સુખ છે..તેવું બીજે ક્યાંથી હોય?? અને આવી પ્રાપ્તિ થઇ હોય તો ચુપ રહેવાય?? ન રહેવાય……આજની સભામાં  પુ.ઈશ્વરચરણ સ્વામી એ  આજ  વાત કરી ને  જીવ સાથે ચોંટેલા જગતના મેલ દુર કરી દીધા….પુનઃ જીવ બળિયો થઇ બ્રહ્મસત્ય ને પામી રહ્યો..!

ગયા રવિવાર ની સભા અંગત કારણોસર ચુકી ગયો અને એથી જ આજની સભા હું કોઈ સંજોગોમાં ચૂકવા માંગતો ન હતો….સમયસર પહોંચી ગયો…અને જોયું તો સંખ્યા રોજ કરતા આજે ઓછી હતી..કારણ લગ્ન ગાળો…..! સભામાં સ્થાન ગ્રહણ કરતા પહેલા મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…..અમારે તો શ્રીજી છે તો રોજેરોજ  વેલેન્ટાઈન ડે હોય છે…..એમાં કહેવાનું શું???

12742826_1666837550270744_1862411986022862563_n

સભા ની શરૂઆત- યુવકો-સંતો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ……..

 • યુવકો દ્વારા “ધર્મ કુંવર હરિકૃષ્ણજી …..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન…..
 • પુ.વિવેક્મુની સ્વામી દ્વારા ” મારે સ્વામિનારાયણ ભજવા રે..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયા….

ત્યારબાદ પુ. નિર્મલચરિત સ્વામી દ્વારા ૨૦૦૭ થી ૨૦૧૧ સાલ સુધીના -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગોનું પઠન-વિવરણ થયું…..જોઈએ સારાંશ….

 • વચનામૃત -કારીયાણી-૬ માં શ્રીજી કહે છે એમ- આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે- શ્રીજી ની જેમ જ પોતાનો દેહ -ભક્તો ના રાજીપા -સુખાકારી અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે…….ભલે ને  એ ભરૂચ માં આવેલો હાર્ટ એટેક હોય કે ૧૦૨ ડીગ્રી તાવ હોય…….પણ સ્વામીશ્રી નું ભક્તો ને રાજી કરવાનું કાર્ય અટક્યું નથી…
 • માત્ર ભક્તો જ નહિ પણ મુમુક્ષો-ગુણભાવી મનુષ્યો માટે પણ સ્વામીશ્રી સદાયે મદદ-પ્રાર્થના -આશીર્વાદ આપતાં રહ્યા છે……
 • એક પ્રશ્ન ના ઉત્તર માં સ્વામીશ્રી એ  સમાજ સુધાર માટે કહ્યું કે- બાળકો ને  -શરૂઆત થી જ બાળમંડળ માં મોકલો -તો ભવિષ્ય માં કોઈ વૃધ્ધાશ્રમ ની જરૂર નહિ પડે…! અદ્ભુત વાત..!

ત્યારબાદ- સ્વામીશ્રી એ ૭ ફેબ્રુઆરી-૨૦૧૬ ના રોજ- સારંગપુર માં -પોતાના સ્થિર રોકાણ ના -૧૦૦૮ દિવસ પુરા કર્યા ..એની સ્મૃતિ અને દર્શન કરાવતો વિડીયો – દર્શન થયું….તમે પણ નીચેની લીંક પરથી એ દર્શન કરી શકો છો….

 

ત્યારબાદ- મુંબઈ થી પધારેલા પુ.અક્ષરકીર્તન સ્વામી એ  પોતાના સુમધુર સ્વર દ્વારા..” હરિ ભજતા સહુ મોટ્યપ પામે..” કીર્તન રજુ કર્યું……..

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ  પોતાના તેજસ્વી અંદાજમાં વચનામૃત ના વિવરણો ને આધારે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને  એના મહિમા-પ્રસાર માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના દાખડા -કાર્યો અંગે પ્રવચન કરતા કહ્યું કે…

 • આપણા ગુણાતીત પુરુષો ના આપણા પર અનંત ઉપકાર છે….જે પોતાના સર્વોપરી-જ્ઞાન અને સિધ્ધાંત માટે સ્વયમ શ્રીજીએ અનેક વચનામૃતો માં થોડોક સંકોચ રાખી ને વાત કરી છે…..એ જ વાત- શ્રીજી ના સર્વોપરી પણા ની વાત -શાસ્ત્રીજી મહારાજે – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને આધારે છડેચોક કરી…..ડંકાની ચોટે-કોઈની શેહ શરમ રાખ્યા વગર કરી…..અનેક અપમાનો-ઉપાધિઓ-ભીડા વેઠી ને કરી….
 • એમાયે શ્રીજી સ્વયમ જયારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભલભલા જીવ છેતરાઈ જાય છે અને ભટકી જાય છે…….એ મનુષ્ય ચરિત્ર માં થી જ દિવ્ય ચરિત્ર સમજવા માટે -સત્પુરુષ ની જરૂર પડે છે…..
 • અને એ સત્પુરુષ થકી જે થોડું ઘણું સ્વરૂપ નિષ્ઠા નું જ્ઞાન આવે છે…એ પણ શ્રીજી ની જ કૃપા થી જ આવે છે………..
 • ગઢડા મધ્ય-૫૭ ના વચનામૃત પ્રમાણે- ભગવાન ના સાચા ભક્ત થવું અને પોતાને જે સ્વરૂપ મળ્યું છે..તેની વાત- કોઈ શરમ-સંકોચ રાખ્યા વગર શુરવીરતા થી કરવી…..
 • અને આમ કરવાથી વિઘ્નો જરૂર આવશે…..પણ ગભરાવવું નહિ….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન જુઓ……એક બ્રહ્મ સત્ય- સર્વોપરી સિધ્ધાંત કાજે – અપમાનો-હુમલાઓ સહન કરી- વડતાલ છોડી- અનેક કષ્ટો વેઠી ગગનચુંબી મંદિરો બનાવ્યા……..નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ- સાચી વાત કરવામાં બીવું નહિ…એ સાબિત કર્યું….
 • ૩૩ વર્ષ સુધી ધીરજ રાખી- અનેક દાખડા ઓ  કર્યા- રાજપલટો કરાવી ને પણ- શ્રીજી ના સંકલ્પ સિદ્ધ કરવા- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – ગઢડા માં શુદ્ધ આરસપહાણ નું મંદિર- ટેકરા પર બનાવ્યું…….કલેકટર ગોવિંદસિંહ ચુડાસમા ને ૬ કલાક સુધી- આ સિધ્ધાંત-મંદિર સ્થાપવાનો મહિમા-એની પાછળ નું રહસ્ય સમજાવી- શ્રીજી ના આ સંકલ્પ ને સિદ્ધ કર્યો……
 • એ જ રીતે – નડીયાદ ના સાક્ષર- અને વડતાલ ગાદી ના ટ્રસ્ટ બોર્ડ ના સભ્ય – દોલતશંકર કૃપાશંકર પંડ્યા ને – પોતાની વડતાલ છોડવા નું કારણ….અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો મહિમા…..વચનામૃત- વરતાલ-૫,લોયા-૧૨, ગઢડા મધ્ય-૩, મધ્ય-૨૧ ના આધારે સમજાવ્યો…….અને પંડ્યા સાહેબ એટલા પ્રભાવિત થઇ ગયા કે- બોલી ઉઠ્યા કે- જે સર્વોપરી જ્ઞાન પ્રસરાવવા શ્રીજી ને ફરી વખત આવવું પડે..એ તમે કર્યું છે………!!!
 • આમ, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ દ્વારા અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન પામ્યા પછી- શાસ્ત્રીજી મહારાજ અટક્યા નથી…..એમણે  આ જ્ઞાન ને છડેચોક- બધે જ ફેલાવ્યું છે……આમ, શુરવીર બનવું…………!

અદ્ભુત…અદ્ભુત……!! જો આ સમજાય- તો જીવ બળિયો બને..શ્રીજી ના -સ્વામી ના આ સર્વોપરી જ્ઞાન ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે..!!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • તીર્થ જ્યોતિ- ઓડીઓ-વિઝ્યુઅલ શ્રેણી -ના બેનર હેઠળ આજે આ સીરીઝ માં ત્રીજો ભાગ પ્રગટ થયો છે….જેમાં શ્રીજી દ્વારા નિર્મિત મંદિરો-પ્રસાદી ના સ્થાનો નો મહિમા- વિડીયો- પ્રવચન દ્વારા રજુ કરવામાં આવ્યો છે…….અચૂક વસાવવી…..મેં ખરીદી છે…તમે???

12705532_959887674049201_5671871889730188835_n

 • બ્રહ્મ સત્ર – પ્રવચન હેઠળ- તારીખ ૨૮/૨ અને ૧૩/૩ પુ.નારાયણમુની સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો નું રસપાન થવાનું છે…..સર્વે હરિભક્તો એ અવશ્ય લાભ લેવો…….

12744228_959887760715859_2061960018954683992_n

તો આજની સભા વિશિષ્ટ હતી………….સાચા…યથાર્થ…શુરવીર ભક્ત બની ને – આ સર્વોપરી સિધ્ધાંત-સર્વોપરી જ્ઞાન ને જીવમાત્ર સુધી પહોંચાડવાની હતી…..! વિઘ્નો-મુશ્કેલીઓ ભલે આવે……….પણ આ સર્વોપરી શ્રીજી ના રાજીપા ની યાત્રા અટકવાની નથી…એ વાત સ્પષ્ટ..અને ચોક્કસ છે…!!

જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ………જય જય સ્વામિનારાયણ………..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- ૧૩/૦૯/૨૦૧૫

એ સંત ની પાસે હું અખંડ રહું છું કારણ કે એ સંત ને મારા સિવાય બીજા કોઈની આશા મન માં નથી,એવા સંત ના ગુણો નો કોઈ અંત લઇ શકે તેમ નથી. અમે પરમ એકાંતિક સંત થી કોઈને પર જાણતા નથી…જીવો ને એ પરમપદ ની પ્રાપ્તિ કરાવવા માટે હવે હું સંત થયો છું……….”
________________
ભગવાન શ્રી સ્વામિનારાયણ…શ્રીહરીચરીત્રામૃત સાગર -૩/૪૯/૪૪-૪૮

તો આજની સભા પુ.ઈશ્વરચરણ સ્વામી ના મુખે આપણી સંસ્થા ના વિકાસ ની ગાથા….સત્પુરુષ ના દિવ્ય પ્રતાપ અને મહિમા ની ગાથા હતી…………..જ્યાં ગુણાતીત દ્વારા શ્રીજી સદાયે પ્રગટ પ્રમાણ હોય ત્યાં …..ખોટ શાની હોય????

સંસાર ની પળોજણ માં અટવાયેલો હું-આજે સભામાં જરાક મોડો પહોંચ્યો…….સભાની શરૂઆત થઇ ચુકી હતી અને હું હમેંશ ની જેમ શ્રીજી ના-સ્વામી ના દર્શને પહોંચી ગયો…..આજે શ્રાવણ માસ નો અંતિમ દિવસ ..અમાવાસ્યા…….અને રવિસભા નો દિવસ……પછી શ્રીજી ની મૂર્તિ વધારે માધુરી કેમ ન લાગે??? એમની શોભા જુઓ તો તમને સમજાય કે જીવ માત્ર એમનામાં સ્થિર કેમ થઇ જાય છે……તો ચાલો “સ્થિર” થઈએ….

ravisabha-130915

સભાની શરૂઆત- ધનુય થી થઇ હશે..અને હું સભામાં પહોંચ્યો ત્યારે પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા ગવાતા કીર્તન..’ આવો આવો સહજાનંદ સ્વામી…” પૂરું થઇ ચુક્યું હતું અને આજની અંતિમ દિવસ ની શ્રાવણ પારાયણ ની યજમાન પૂજા વિધિ ચાલતી હતી……પુ.ઈશ્વર ચરણ સ્વામી પોતે આજે પારાયણ ના વક્તા હતા…….એમના સ્વાસ્થ્ય પર ભીડા ની અસર દેખાય છે……..બધા સદગુરુ સંતો -આટલી મોટી વયે પણ સત્સંગ માટે જે દાખડા કરે છે…એ કોઈ નજીક થી…બારીકાઇ થી જુએ તો એમના ચરણો માં જ ઝુકી જાય……! એ લંડન માં વિચરણ કરી ને પધાર્યા હતા અને “પુરુષોત્તમ બોલ્યા પ્રીતે” પુસ્તક ( સદ.આધારાનંદ દ્વારા રચિત શ્રી હરિ ચરિત્રા મૃત સાગર ગ્રંથ ની ફલશ્રુતિ ગ્રંથ છે..) પર તેમનું પ્રવચન હતું…..જોઈએ અમુક અંશ…

 • આફ્રિકા ના યુગાન્ડા માં આપણા ગુણાતીત પુરુષો ના દાખડા થી ત્રણ મંદિરો હતા પણ ઈદી અમીન ના ત્રાસ થી આપણા લોકો એ છોડી ને બ્રિટન માં વસ્યા પણ સાથે સત્સંગ લઈને ગયા……અને અતુલ્ય દાખડા કરી…..બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા થી નીસ્ડન માં ભવ્ય મંદિર બન્યું..અને આજે ત્રણ થી વધુ મંદિર લંડન માં છે……………..
 • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્યતા જુઓ……આજે ઓકલેન્ડ-ન્યુઝીલેન્ડ માં ઠાકોરજી ની મંગળા થતી હોય ત્યારે એ જ સમયે દુનિયા ના બીજે ખૂણે લોસ એન્જલસ માં ઠાકોરજી ની શયન આરતી થતી હોય….!!!! આમ, દુનિયા ના ખૂણે ખૂણે આપણો સત્સંગ પહોંચ્યો છે…..
 • અરે..ફ્રાંસ જેવા ધર્મ ની બાબત માં અતિ કડક કહેવાતા દેશ માં – કાલીભાઈ નામના અતિ સંનિષ્ઠ અને આગળ પડતા સત્સંગી બંધુ -દ્વારા યુવાનો- હોલ ભાડે કરી ને દર રવિવારે સભા કરે છે………અને મંદિર માટે પણ પ્રયત્નો ચાલુ છે………શ્રીજી સારું જ કરશે…..
 • પુરુષોત્તમ બોલ્યા પ્રીતે- ગ્રંથ માં જે ભક્તિ શ્રીજી એ વર્ણવી છે…એના વિષે યોગીબાપા -નિર્દોષ ભક્તિ તરીકે વર્ણવતા…..
 • જે આત્મા રૂપ છે તે વજ્ર ના કોટ ( કિલ્લા) માં રહે છે………જે આત્મારૂપ નથી વર્તતા તે ઉઘાડા પડ્યા સિવાય રહેતા નથી…….
 • સત્સંગ માં માની ની ભક્તિ આસુરી ભક્તિ છે……અને શ્રીજી એ માન નું ખંડન કરાવવા પ્રસંગ જરૂર ઉભા કરી છે……અને સત્સંગ માં અપમાન લાગે તો સત્સંગ થયો જ નથી……..એમ સમજવું…
 • એક દીવાસ આ બધું જ છોડવા નું છે…તો અત્યાર થી જ સત્પુરુષ ના વચન પ્રમાણે -ભગવાન માં જ જીવ કેમ ન જોડીએ..???
 • ભગવાન અને સત્પુરુષ ના ચરિત્રો માં મનુષ્ય ભાવ ન આવવો જોઈએ…..એ જ સત્સંગ છે………..
 • આ સભા.. આ સત્સંગ એ દિવ્ય છે…અલૌકિક છે………પણ એ મનાતું નથી….પણ કોઈ એને માને…..સમજે ..અને વિચારે તો- એમાં એ મગ્ન થઇ જાય….અને જગ જીતી જાય…….આઠે પહોર આનંદ રહે છે………..
 • સત્પુરુષ…અને એમના દિવ્ય ચારૂતર ને ઓળખવા એ જ સત્સંગ નો સાર છે…………….

અદ્ભુત અદ્ભુત………………………આ બધું જો સમજાય અને જીવ માં ઉતરે તો આપણો આ જગ માં ફેરો સફળ થાય………………

સંસારિક જવાબદારીઓ ને લીધે મારે સભા છોડી ને જવું પડ્યું…..આથી આગળ શું થયું- એ વિષે જણાવવા અસમર્થ છું………પણ ખરેખર અઠવાડિયા ની આ સભા તન-મન-હૃદય અને જીવ ને રીચાર્જ કરનારી હોય છે….એમાં કોઈ શંકા નથી…….છેવટે તો કરવા નું આ જ છે………તો આજે કેમ નહિ???

જય સ્વામિનારાયણ…………….રાજી રહેજો…..

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૮/૦૯/૨૦૧૪

વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ…..૦
સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ… ૦
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ…૦
વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ…૦

આ સ્વામિનારાયણ સંપ્રદાય ના સુવર્ણ ઈતિહાસ નું  એક સુવર્ણ….શીઘ્ર રચાયેલું પદ છે….અને વચનામૃત ના ગઢડા મધ્ય ૪૮ માં એનો ઉલ્લેખ છે……આ પદ- સ્વયમ પ્રેમાનંદ સ્વામી ના સ્વરે સાંભળી શ્રીજી મહારાજ પોતે બોલી ઉઠ્યા….”

“..બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ..”

…અદ્ભુત..અદ્ભુત…..એના શબ્દેશબ્દ માં એક હરિ નો મહિમા તાદ્રશ્ય દેખાય છે..અને આ કીર્તન આજની સભા માં સંતો ના મુખે ગવાયું..અને એક ઈતિહાસ…શ્રીજી ની એ મૂર્તિ… નજર સામે તરવરી ઉઠી ..!….આજની સભા -એક પરમ ભક્ત થવા પર હતી….સત્સંગ માં સમજણ નું માહાત્મ્ય એ પર હતી…..સમજી રાખો..જો સત્સંગ સમજણ વિનાનો હશે તો -ફોગટ ના ફેરા કહેવાશે…..

તો આજે ઘણા સમય બાદ જગત ની ઝંઝાળ છોડી ને હરિ ના કાજે …જીવ ના કલ્યાણ કાજે સત્સંગ ની આ  મહા સભા માં હતો…..આથી સમય પહેલા પહોંચી ગયો…..અને મનભરી ને શ્રીજી- ધામ-ધામી ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા….તમે પણ સાથે જોડાઓ….

10414400_311079569080222_3192040336766514001_n

સભામાં ગોઠવાયા ત્યારે શરૂઆત સંતો-યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય દ્વારા થઇ….ત્યારબાદ-પ્રેમસખી નું આ કીર્તન..” વંદુ સહજાનંદ ..” રજુ થયું…..અને ત્યારબાદ આચાર્ય મહારાજ વિહારી લાલજી મહારાજ દ્વારા રચાયેલું રાસ પદ- “જુઓ જુઓને સાહેલીઓ આજ, રસિયો રાસ રમે..” અને સમગ્ર સભા જાણે કે પંચાળા માં થયેલા એ રાસ માં -સાક્ષાત હોય એમ અનુભવી ઉઠી…! નવરાત્રી નું પવિત્ર પર્વ અને સત્સંગ નો આવો માહોલ..પછી બાકી શું રહે??

ત્યારબાદ- સંસ્થા ના વિધવાન સંત- પુ.વિવેકજીવન સ્વામી દ્વારા “સત્સંગ માં સમજણ” પર અદ્ભુત વક્તવ્ય આપ્યું….જોઈએ સારાંશ….

 • સત્સંગ હોય કે જીવન- લોકો ચાર પ્રકાર ના હોય છે…૧. જે સમજણ ધરાવે છે… ૨. જેમની સમજણ માં ફેર રહે છે… ૩. જેમની સમજવા ની શક્તિ મર્યાદિત છે  ૪. જે સમજવા માંગતા જ નથી…
 • આમ જુઓ તો- મનુષ્ય ને કોઈ નથી નડતું….એનો સ્વભાવ જ નડે છે…..માન, મત્સર,કામ,ક્રોધ, ઈર્ષ્યા ,કપટ વગેરે દોષો એને નડે છે….
 • જે સમજવા માંગે છે ..એને બધું સમજાય છે. પણ શાસ્ત્રો ની બધી વાતો -પોતાની બુદ્ધિ એ સમજાતી નથી…એ તો સત્પુરુષ એને સમજાવે ત્યારે જ સમજાય છે…શુકમુની પોતે વિધવાન અને મધ્ય નું ૯ મુ વચનામૃત પોતે જ લખેલું….છતાં મહારાજ ની એ વાત- ગુણાતીતાનંદ સ્વામી એ સમજાવી ત્યારે જ એમને સમજાઈ….
 • જગત નો વ્યવહાર – સાચો સત્સંગ કરવા માં નડે છે…..દંભ, આડંબર…મન ની કુટિલતા..બુદ્ધિ નો ડોળ- આના માટે જવાબદાર છે….
 • જ્યાં સુધી- પંચવિષય નો રાગ, આજ્ઞા નો લોપ….અજ્ઞાન છે ત્યાં સુધી- સત્સંગ નું  સાચું સુખ આવતું નથી….
 • ભગવાન અને સત્પુરુષ ની રૂચી માં રહેવાય..એમના રાજીપા માં રહેવાય તો જીવ સાથે જોડાયેલા દોષ દુર થાય …જીવ સવળા માર્ગે ચાલે અને સત્સંગ નું સાચું..સુખ આવે…
 • સાચું Art of living આ જ છે…કે જેને ગુણાતીત પુરુષો જીવી ગયા છે……અને આપણી નજર સમક્ષ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવી રહ્યા છે…….

અદ્ભુત છણાવટ……! નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે…” સખી સમજણ માં ઘણું સુખ છે…….” ..અને આજે એ જ વાત હતી.

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ….કે અમદાવાદ સેટેલાઈટ વિસ્તાર ની ( તા- ૩,૪,૫) અને મણીનગર ની પારાયણ( તા- ૨,૩,૪)  ૨ થી ૫ ઓક્ટોબર વચ્ચે છે…..સમય સાંજ નો છે- ૮ થી ૧૦ વાગ્યા નો..! અને મણીનગર ના હરિભક્તો માટે આનંદ ની વાત એ છે કે- પુ. અક્ષર વત્સલ સ્વામી -આ પારાયણ નો લાભ આપવા ના છે….

ત્યારબાદ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન થયું…..એના પ્રત્યેક શ્લોક નો અર્થ જો સમજાઈ જાય તો પછી સમજવાનું કશું બાકી ન રહે….

એ પછી ના પ્રવચન માં પુ.ઈશ્વર ચરણ સ્વામી શ્રીહરિ ચરિત્રામૃત સાગર ના આધારે  કહ્યું કે…

 • શ્રીજી મહારાજ કહે છે કે -જે સવળો વિચાર કરે તે ધર્મી અને જે અવલો વિચાર કરે તે અધર્મી….
 • આ જગત માં થી જીવ ને છોડાવવો અને એક ભગવાન માં..પોતાના માં જોડવો એ જ શ્રીજી ની રૂચી છે……અને એજ ધર્મી છે…
 • સત્સંગ માં- ભક્ત ના ..સંત ના દોષ ન જોવા…..હમેંશા પોતાના દોષ જોવા…..હરિભક્તો ના ગુણ લેવા …
 • સત્સંગ માં કદાપી મોળી વાત ન કરવી……..અહિયાં તો બળભરી વાતો જ જીવ ના કલ્યાણ માટે થાય છે….
 • નિયમ ધર્મ – સત્પુરુષ અને ભગવાન ની આજ્ઞા -નું પાલન – એ જ આપણી શોભા છે….નવરાત્રી માં ધર્મ નિયમ ન સચવાય તો ન જવાય…..આપણા મંદિરો માં અત્યારે ભક્તિ પર્વ ચાલે છે…..એમાં જઈ વિશેષ નિયમ દ્વારા – નવરાત્રી ના મહાપર્વ નો આનંદ ઉઠાવી શકાય…..

અંતે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ વિચરણ વખતે  સંતો સાથે કરેલી રાસ લીલા ના દર્શન વિડીયો ના માધ્યમ થી થયા…..

તો- આજની સભા ‘સત્સંગ માં સમજણ ” ની હતી…..શ્રીજી ના રાજીપા ની હતી…..

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૬/૦૭/૧૪

10338690_700607279977243_2661902203969918293_n

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના બ્રહ્માંડ પ્રવર્તન માટે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે – અપમાનો, ભીડા વેઠ્યા એના આગળ તો આપણા દુખો ની કોઈ વિસાત નથી. એક સિધ્ધાંત ખાતિર આવા બ્રહ્મ નિષ્ઠ પુરુષ ને – ગામેગામ- ભૂખ્યા ભટકવું પડ્યું……છતાં પોતાનું ધ્યેય છોડ્યું નહિ……અને અનંત જીવો ના કલ્યાણ માટે નો એક સહજ માર્ગ બતાવ્યો….આજ ની સભા આ સત્પુરુષ અને એમના સિધ્ધાંત માટે હતી…..

આજે સમયસર સભામાં પહોંચી ગયો..શરુ શરુ માં ભીડ ઓછી લાગી…કારણ? ગરમી….પણ ધીરે ધીરે સભા ભરચક થઇ ગઈ…..તો ચાલો- તન-મન-જીવ ને શાતા આપતાં -જગત ના નાથ ના દર્શન કરીએ….

10527755_270505283137651_2403712839906070958_n

સભાની શરૂઆત- પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે ગવાતા સ્વામિનારાયણ ધુન્ય અને પ્રાર્થના થી થઇ…..એમના દ્વારા જ બે કીર્તન રજુ થયા અને બંને ના રચયિતા – ભક્ત કવિ રસિક દાસ હતા…..”વાદલડી ઉતરજે ઘેલા ને તીર …..” અદ્ભુત હતું……અત્યારે વરસાદ ખેંચાયો છે અને શ્રીજી ની કૃપા ની વિશેષ જરૂર છે, ત્યારે આવું કીર્તન હૃદય ના તાર ને ઝણઝણાવી જાય એમાં શું શંકા????  અન્ય કીર્તન- “અક્ષરધામ થી મહા એકાંતિક અવની ઉપર આવ્યા…” પણ અદ્ભુત હતું.

ત્યારબાદ હમેંશ ની જેમ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થયું……પણ આ સમયે કોરસ માં શ્રોતાઓ એ પોતાનો સુર પુરાવવા નો હતો…..પ્રયોગ સારો હતો. ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત ના મુખે – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના “સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની નિષ્ઠા અને પ્રવર્તન” વિષય પર ઊંડાણ પૂર્વક નું સંશોધિત પ્રવચન થયું…..જોઈએ અમુક અંશ…

 • કહેવાય છે કે- શાસ્ત્રીજી મહારાજ નો જન્મ જ મંદિર કરવા સારું થયેલો……એમના બાળપણ ના પ્રસંગો એ વાત ના દ્યોતક છે અને જયારે કિશોર વયે એમણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો ત્યારે શ્રીજી ના મળેલા સંત વિજ્ઞાનાનંદ સ્વામી ને ગુરુ કર્યા
 • સુરત માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ની પ્રતિષ્ઠા સમયે- બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સાથે પ્રથમ મિલન થયું- કે જેણે શાસ્ત્રીજી મહારાજ નું જીવન બદલી નાખ્યું અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના પાયા નાખ્યા…..
 • શાસ્ત્રીજી મહારાજે એમના જીવન માં ત્રણ વાત દ્રઢ કરી- ૧) સહજાનંદ સ્વામી- સર્વોપરી, સર્વાવતારી પુરુષોત્તમ- સ્વામિનારાયણ ભગવાન છે….૨) ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષરબ્રહ્મ છે ૩) શ્રીજી- સદાયે પ્રગટ રહે છે……પોતાના સંત દ્વારા ….- અને આ ત્રણ વાત- એમણે અનેક પરીક્ષણો – અનુભવો- જાત ચકાસણી થી સાબિત કરી છે…..
 • વઢવાણ માં- અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા – પછી શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે- વડતાલ માં વિરોધ વધ્યો…..એમના અપમાનો થયા….મારી નાખવા સુદ્ધા ના પ્રયાસો થયા અને છેવટે -કૃષ્ણજી અદા ની આજ્ઞા થી પાંચ સંતો સાથે વડતાલ છોડ્યું અને એના એક જ વર્ષ માં તો બોચાસણ માં – મધ્ય ખંડ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા……અને સમગ્ર પૃથ્વી પર અક્ષર પુરુષોત્તમ મહારાજ નો ડંકો વાગ્યો…..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો ડંકો વાગ્યો…….જેના પરિણામે આજે ૧૨૦૦ થી વધુ મંદિરો અને ૯૩૦ થી વધુ સંતો- પૃથ્વી પર વિચરી ને આ સિધ્ધાંત નું પ્રવર્તન કરી રહ્યા છે……
 • આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી પ્રગટ પ્રમાણ છે……અને આ સિધ્ધાંત ગુંજતો રહેશે……

ત્યારબાદ- એક વિડીયો રજુ થયો જેમાં સ્વયમ પ્રમુખ સ્વામી મહારાજે- શાસ્ત્રીજી મહારાજ ના અ સર્વોપરી કાર્ય- અને સિધ્ધાંત વિષે જણાવ્યું. ત્યારબાદ- બાળમંડળ દ્વારા – આ જ અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના માહાત્મ્ય વિષે ગાન રજુ થયા……

994456_700566173314687_4349462479366895449_n

ત્યારબાદ- ઉદ્ઘોષક દ્વારા વાત થઇ કે- યોગીબાપા ના સંકલ્પ હતા એમાં એક એવો સંકલ્પ હતો કે અનાર્ય દેશો માં પણ – સ્વામિનારાયણ મંદિર બને…..અને તાજેતર માં હોંગકોંગ માં- આપણું મંદિર બન્યું…..પુ.ઈશ્વરચરણ સ્વામી દ્વારા ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઇ- ખુબ જ આનંદ ની વાત છે કે- આપણી કલ્પના ન હોય ત્યાં આગળ પણ- આપણો સંપ્રદાય- આપણો સિધ્ધાંત જઈ રહ્યો છે……..મોટા પુરુષો ના વચનો મિથ્યા નથી હોતા એનું આ એક પ્રમાણ છે….

પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – તારીખ- ૯/૭ -બુધવાર થી શરુ થતા ચાતુર્માસ માં લેવા ના વિશેષ નિયમો વિષે બળ ભરી વાત કરી……જોઈએ સારાંશ…

 • શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપા ને તપ- વ્રત ખુબ જ પસંદ હતા- યોગીબાપા તો યુવકો ને ધારણા-પારણા ના વ્રત આપતાં……શ્રીજી ને પણ તપ-ખુબ જ વ્હાલું…..
 • આથી- નિયમ ના પાંચ નિર્જળ ઉપવાસ ( ૯ જુલાઈ – ના રોજ દેવ પોઢી અગિયારસ છે….નિર્જળા ઉપવાસ જરૂર કરવો) અને ચાતુર્માસ ના વિશેષ ઉપવાસ કરવા
 • જુવાનો એ- સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધારણા પારણા ( એક દિવસ ઉપવાસ- એક દિવસ જમવાનું) જરૂર કરવા અને વડીલો- એ એકટાણા જરૂર કરવા……! જોઈએ આપણા થી શું થાય છે????
 • આ સિવાય- ચાતુર્માસ ના વિશેષ નિયમો જરૂર લેવા( વધારા ની માળા, સત્સંગ, વાંચન વગેરે)

આ સિવાય પણ અમુક જાહેરાતો થઇ…..

 • અક્ષર પીઠ દ્વારા – યુવા અધિવેશન ની ડીવીડી બહાર પડી છે…..
 • ૧૨-જુલાઈ -એ ગુરુ પૂર્ણિમા છે- અને મોટા સંતો ની આજ્ઞા મુજબ- આ મહા ઉત્સવ- હમેંશ ની જેમ બોચાસણ જ ઉજવાશે….કોઈએ સારંગપુર જવું નહિ…સ્વામીશ્રી ની નાદુરસ્ત તબિયત અને આરામ ને ધ્યાનમાં રાખી ને ત્યાં આગળ ઉત્સવ ની કોઈ વ્યવસ્થા રાખેલ નથી- તેની વિશેષ નોંધ  લેવી….
 • આવતા રવિવારે સભા- એ ગુરુ પૂર્ણિમા ની વિશેષ સભા છે……..અચૂક લાભ લેવો…પુ.ડોક્ટર સ્વામી પણ વિશેષ લાભ આપવા ના છે…..
 • આ સિવાય- સત્સંગ પરીક્ષા ને લગતી અમુક જાહેરાતો થઇ…..

આજના દિવસે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય ની સર્જરી ને ૨૦ વર્ષ પુરા થયા…..અને વરસાદ ખેંચાયો છે – આથી સર્વ જન હિત માટે – સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય માટે- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય મિત્ર- નીરજ વૈદ્ય ના સુમધુર સ્વર માં થઇ…..! ચાલો આપણે પણ એમાં જોડાઈએ…..

સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ………

રાજી રહેશો

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-૧૮/૦૫/૨૦૧૪

પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;

જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે… 0પ્રેમીજન 

પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે;

પ્રેમીના પ્રસંગ માં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે… 0પ્રેમીજન 

પ્રેમની  વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે;

સમજીને શુકમુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે… 0પ્રેમીજન 

વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;

મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે… 0પ્રેમીજન

 ————મુકતાનંદ સ્વામી————-

આજ ની સભા વિશિષ્ટ હતી કારણ કે આજ ની સભા “સ્નેહી ને સથવારે” હતી…..આ ” સ્નેહ..”પ્રેમ”..”હેત” શબ્દો અદ્ભુત છે……આ શબ્દો એ શ્રીજી ના રાજીપા ની કુંચી છે…..જે ભગવાન ને સાચા હૃદય થી ચાહે છે……એને શ્રીજી પણ અઢળક ચાહે છે…! ઉપર નું પદ મારું પ્રિય પદ છે……તમે તપ નહિ કરો તો ચાલેશે….જપ નહિ કરો તો ચાલશે…પણ પ્રેમ નહિ કરો તો- શ્રીજી નહિ રીઝે…..! ભક્તો ના પ્રેમ ની ખાતિર તો એ તુલસી ને પાંદડે તોલાય છે તો સુકો રોટલો પણ ખાઈ ને અક્ષરધામ આપે છે……! ભક્તિ  મારગ ની આ તો વિચિત્રતા છે……જ્યાં મોટા મોટા જ્ઞાનીઓ ગોથા ખાય છે ત્યાં ત્યાં નરસૈયા જેવા ભક્તો…..દાદા ખાચર જેવા ભક્તો એક લટકા માં શ્રીજી ને પામે છે….!

આજે ગરમી અસહ્ય હતી..અમદાવાદ જાણે કે તવા પર હતું અને આશા ના નામ પર દુર દુર કાળા વાદળો દેખાતા હતા……પણ એકવાર મંદિરે પહોંચ્યો એટલે કે- બધો સંતાપ….ગરમી ના કંટાળા- હરિ ના દર્શન થી ઠંડી છાલક માં ફેરવાઈ ગયા…….ચંદન માં લપેટાયેલા હરિકૃષ્ણ મહારાજ કે અદ્ભુત શોભા માં દીપતા ઘનશ્યામ મહારાજ…..જુઓ અને દર્શન કરો તો ખબર પડે….! રવિસભા એમણે એમ કઈ આત્મ સભા નથી……અહી બધું જ છે…! તમે પણ કરો દર્શન….

10376323_255476737973839_4798309088969861737_n

10308405_255476784640501_9171403508815432212_n

સભાની શરૂઆત પુ.કૃષ્ણચરણ સ્વામી દ્વારા મધુર સ્વરે ગવાતી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ તેમણે જ કીર્તન ની રમઝટ બોલાવી……” તમે મારા થયા..હું તમારો થયો…આવો આવો સહજાનંદ સ્વામી…”રજુ થયું….સત્ય વચન….સત્ય શબ્દો…..! ભગવાન ને પામતા પહેલા ભગવાન ના થવું પડે……અને એક વાર થયા પછી કોઈ ખામી ન રહે…એ પણ બ્રહ્મ સત્ય..!  ત્યારબાદ રજુ થયેલું પદ….”આવો મારા મીઠડા બાલમા…” પણ અદ્ભુત હતું.

ત્યારબાદ પુ.આત્મસંતોષ સ્વામીએ – ભક્તિ ના અદ્ભુત પ્રકાર- નવધા ભક્તિ પર પ્રવચન રજુ કર્યું……નવધા ભક્તિ- કદાચ એવો પ્રકાર છે કે જેમાં શ્રીજી ના રાજીપા ની બધી વાતો છે……નવધા ભક્તિ એટલે… શ્રીજી ની  નવ પ્રકારની ભક્તિ : કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે – ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા)……..આ પ્રકારો સાથે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના  જીવન ના વિવિધ  પ્રસંગો ને જોડ્યા….ત્યારે સમજાયું કે- પ્રમુખ સ્વામી મહારાજ ની પાસે શ્રીજી અખંડ કેમ છે?  કદાચ ….કદાચ…પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ની એક પલ પણ એવી નહિ હોય કે જેમાં શ્રીજી સાથે ન હોય…..એમની ભક્તિ સાથે ન હોય..એમનું સ્મરણ સાથે ન હોય..!  ધન્ય ધન્ય આ આયખા ને કે આવા ગુરુ આપણ ને સાક્ષાત મળ્યા…..! 

ત્યારબાદ- સ્વામીશ્રી ની પરાભક્તિ દર્શાવતો એક વિડીયો બતાવવા માં આવ્યો……..૯૩ વર્ષ ની ઉમર- અત્યંત નાજુક સ્વાસ્થ્ય પર ભક્તિ નું તેજ…..અદ્ભુત…અદ્ભુત…..! એક શ્રીજી ને જ નીરખવા ની ઝંખના…..! કોઈ નાસ્તિક આ જુએ તો એ પણ આસ્તિક થઇ જાય..!

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી એ ” જીવન માં શ્રદ્ધા..ભક્તિ ની મહત્તા” વિષય પર પ્રસંગોપચિત પ્રવચન કર્યું…જોઈએ એના અમુક અંશ….

 • શિક્ષાપત્રી માં શ્રીજી કહ્યું છે કે- મનુષ્ય ગમે તેટલો વિધવાન કેમ ન્હોય પણ ભક્તિ- અધ્યાત્મ વગર એ શૂન્ય છે……
 • સ્વયમ શ્રીજી એ -ભક્તિ-ઉપાસના કાયમ રહે તે માટે ત્યાગ નો પક્ષ મોળો કરી ને મંદિરો કરાવ્યા..શાસ્ત્રો- સંતો કર્યા…….
 • સાચી- શુદ્ધ -પરમ ભક્તિ એ ગુણાતીત સંત ના સમાગમ થી જ આવે……અને શુદ્ધ ભક્તિ વગર કલ્યાણ શક્ય નથી…એ યાદ રાખવું…
 • ભક્તિ- એટલે કે ભગવાન નો અનન્ય આશરો…દ્રઢ આશરો…….અને આ આશરો- ભગવાન ને ઓળખ્યા પછી- માત્ર એમના દિવ્ય ચરિત્રો માં જ નહિ પણ પ્રાકૃત ચરિત્રો માં પણ આવે……..કાયમ રહે..દ્રઢ રહે…..
 • વચનામૃત ગઢડા અંત્ય ૩૫ માં કહ્યા મુજબ- શ્રીજી ને – માંન -હઠ-ઈર્ષ્યા સહેજે ગમતા નથી……આ ત્રિદોષ- મનુષ્ય ને ભક્તિ માં થી પાડે છે…..પતન કરાવે છે…..ભક્તિ કરવી હોય તો- માન-હઠ- ઈર્ષ્યા છોડવા પડે…….
 • ભક્તિ માટે જરૂરી છે- અનન્ય દાસત્વ ભાવ…….આત્મ નિષ્ઠા…….અહં શૂન્યતા…….
 • અને ભક્તિ ની સર્વોપરી સીમા છે…અક્ષર રૂપ થઇ ને ભક્તિ કરવી……પુરુષોત્તમ ને સેવવા…! એ જ કલ્યાણ નો માર્ગ છે…..

સભાને અંતે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થયું……..અને સમગ્ર સભા -જાણે કે એક બની ગઈ- અક્ષર સભા બની ગઈ…..અને છેલ્લે અમુક જાહેરાતો થઇ…

 • “નિત્યગાન ” નામ ની  એમપીથ્રી બહાર પડી છે…….પ્રભાતિયા થી લઈને- શયન પદ સુધી ના   બધા પદ નો અદ્ભુત સંગ્રહ છે- મેં ખરીદી છે…..તમે?
 • 10347506_676719162366055_7471671380861602337_n
 • મુખવાસ- પાન પ્લસ – બહાર પડ્યો છે- એ પણ મેં ખરીદ્યો છે……સ્વાદિષ્ટ લાગ્યો…..સાથે સાથે “સુંઠ ચૂર્ણ” બહાર પડ્યું છે……કેરી ની સીઝન છે- એમાં આનો ઉપયોગ થઇ શકે- એવું મારું માનવું છે……
 • ગયા રવિવારે- અને આ રવિવારે કાર્યકરો ની સ્પર્ધા હતી- અમદાવાદ ક્ષેત્ર અને ગુજરાત ક્ષેત્ર- માં આપણા શાસ્ત્રો ના મુખપાઠ- પ્રવચન- વર્ણન પર આધારિત આ સ્પર્ધા ના વિજેતા ઓ નું બહુમાન થયું…….

તો બસ- ભક્તિ કરતા રહો……..એ પણ પ્રેમધા…….નવધા……..! સાચું સુખ તો એ જ છે……એ સમજ્યા સિવાય શ્રીજી ની પ્રાપ્તિ શક્ય નથી જ….! ચાલો જગત ના નાથ ને શયન પદ સાથે- ચેષ્ટા ના પદ સાથે પોઢાડી એ….. ” પોઢો પોઢો સહજાનંદ સ્વામી……”

જય સ્વામિનારાયણ

રાજ