Raj Mistry's world

Me,my stories and world around….


BAPS રવિસભા- 24/11/2019

“…..બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે.…”
————————-
અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૯૦આજની સભા વિશિષ્ટ હતી. 4 થી ડિસેમ્બર, 2019 ના રોજ નવી મુંબઇ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો 98 મો જન્મજયંતી મહોત્સવ છે..અને 2021 માં આપણા અમદાવાદ ને આંગણે ભવ્યાતિભવ્ય…. સર્વોપરી…શતાબ્દી ઉત્સવ છે…એના ઉપલક્ષ માં આજની સભા હતી…


તો, સમય પહેલા જ હું સભામાં પહોંચી ગયો, અને જેના માટે આ બધું છે…એ મારા વ્હાલા ના સદાયે સર્વપ્રથમ… મનમોહક દર્શન…..


અદભુત શણગાર…! વિચારો તો ખરા કે પૂજારી સંતો ને આવા અદભુત શણગાર કરતા કેટલો સમય લાગતો હશે?? કેટલા ભાવ થી આ કાર્ય કરતા હશે..!! નવધા ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ….!

સભા ની શરૂઆત યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…ત્યારબાદ યુવકો દ્વારા ” કથા ગુણિયલ જેની ગુંજે છે જગત માં આજ..કોટી વંદન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ…” પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ રજૂ થયું…અડસઠ તીરથ જેના ચરણો માં છે…એવા સત્પુરુષ ના મહિમા ગાન માં મોળપ હોય?? ત્યારબાદ યુવક મિત્ર નીરવ વૈદ્ય ના મધુર કંઠે પ.ભ.વલ્લભ દાસ રચિત પ્રસિદ્ધ પદ” પ્રમુખ સ્વામી રે..તમારું નવખંડ માં નામ ઘરેઘર ગવાય છે…” રજૂ થયું. અદભુત પદ…!!

યુવકો દ્વારા ” પ્રમુખ સ્વામી નો જય હો..જય જય હો….” પદ રજૂ થયું.

ત્યારબાદ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના તા. 13 થી 15 નવે. ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…

https://youtu.be/Tzxxu0RsDIA

દાસ ના દાસ થાવું- એ જ સત્સંગ નો માર્ગ…..સુખ નો રાજ માર્ગ જે છેક ભગવાન પાસે પહોંચાડે છે….એ જ સ્વામીશ્રી ના અંતર નો રાગ…!

ત્યારબાદ અમેરિકા ના સત્સંગ ની જવાબદારી વહન કરતા પૂ. યજ્ઞ વલ્લભ સ્વામી ના મુખે , અમેરિકા માં આકાર લઇ રહેલા વિશાળ અને ભવ્ય અક્ષરધામ મંદિર વિશે માહિતી મળી….


તેમણે કહ્યું કે- આ બધું સર્જન મોટા પુરુષ અને ભગવાન ના સંકલ્પ થી થાય છે….104 હરિમંદિર અને 6 શિખર બદ્ધ મંદિરો અમેરિકા માં છે….અમેરિકા નું અક્ષરધામ એક વિશ્વ અજાયબી હશે……પ્રમુખ સ્વામી મહારાજ ના વચને, ત્યાંના હરિભક્તોએ વિકટ સંજોગો આવ્યા છતાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું…ACH ( automatic clearing house) થી લઈને એડવાન્સ ધર્માદો….પોતાની ટૂંકી આવક થી ઉપર જઈને સેવા….અંગત બચત આપી ને …પોતાની સંપત્તિ વેચીને પણ સેવા કરી છે….!! આ તો હરિ ની રીત છે…એને કોઈ એક દાણો પણ અર્પે તો સામે એ હજાર ગણું પરત આપે છે….માટે જ શ્રીજી એ સ્વયં કહ્યું છે કે ધર્મકાર્ય માટે વિચાર ન કરવો…..સેવા કરી લેવી…!! અદભુત સેવા….!!

વર્ષ 2021- માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્ય ઉજવણી- અમદાવાદ માં થવા ની છે……તેના ઉપક્રમે એક સંવાદ રજુ થયો…પૂ.ધર્મજ્ઞ સ્વામી લેખિત આ સંવાદ ” ચાલો ઉજવીએ શતાબ્દી ઉત્સવ” અદભુત હતો…


2021 માં 33 દિવસ નો ભવ્ય ઉત્સવ આપણાં અમદાવાદ ને આંગણે થવાનો છે….અને અમદાવાદી હરિભક્તો તન મન ધન થી આ મહોત્સવ માં સેવા અર્થે જોડાવા થનગની રહ્યા છે……!BAPS નો ..સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય નો ઇતિહાસ સમર્પણ ની જીવંત નિશાની છે…..ભગવાન, મોટા પુરુષ ના રાજીપા અર્થે હરિભક્તો યા હોમ થઈ ગયા છે…..પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કર્યું છે…..અને આ પરંપરા આજે પણ આપણા હરિભક્તો માં દેખાય છે…..આ ઉત્સવ માટે આપણે આવનારા બે વર્ષ આ રીતે જ જીવન નું કૃષ્ણાર્પણ કરવાનું છે….! મોજશોખ…વધારા ના ખર્ચ બંધ કરી…જે બચત થશે એ ભગવદ અર્થે વપરાશે તો સ્વામી શ્રીજી રાજી થાશે….રજાઓ નું યોગ્ય આયોજન…સમય નું આયોજન અત્યાર થી જ કરવા નું છે…..!! સમગ્ર સભા નો ઉત્સાહ અદભુત હતો…..શતાબ્દી મહોત્સવ ના જય કારા થી સમગ્ર સભા ખંડ ગુંજી ઉઠ્યો……!!!!!

આ ઉત્સવ ની તૈયારી અત્યાર થી જ શરૂ થઈ ગઈ છે….તેની વાત કરતા અમુક હરિભક્તો એ કહ્યું કે- અત્યાર થી જ બે માસ ની રજા ઓ મુકવી પડે તો ઘર ખર્ચ માટે, અન્ય ખર્ચ માટે બચત કરવા/રીકરીંગ કરવા નું અત્યાર થી જ શરૂ કર્યું છે….

આ જ મહોત્સવ ના આયોજન ઉપલક્ષ માં પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે……

  • આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આપણ ને બધું જ આપ્યું છે….સર્વોપરી જ્ઞાન, સિદ્ધાંત, સત્સંગ….સર્વોપરી મંદિરો…સર્વોપરી સાધુઓ આપ્યા છે….અમદાવાદ ના ઘરેઘર બાપા પધાર્યા છે…સ્મૃતિ આપી છે…
  • અખંડ શાંતિ તો એક ભગવાન માં જ છે….બાપા એ આ અમૂલ્ય …અમાપ સુખ આપણને આ સત્સંગ માં આપ્યું છે……એમના માટે જે કાંઈ આપણે કરીએ એ ઓછું જ છે…..
  • આપણે તન મન ધન થી આ દુર્લભ સેવામાં જોડાવા નું છે…..અને સ્વામીશ્રી નો મહિમા બીજા ને કહી આ સેવા ને જીવમાત્ર સુધી પહોંચાડવા ની છે…..બધા ને આ સેવામાં જોડવાના છે….
  • આજથી 80 વરસ પહેલાં મણીભાઈ સલાડ વાળા…ચંપકભાઈ બેંકર…સારીંગ વાળા મનુભાઈ ..વિગેરે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી, શાસ્ત્રીજી મહારાજ ની સુવર્ણ તુલા કરી હતી…અને ટીકા કારો ને સેવાનો..સમર્પણ નો મહિમા સમજાવ્યો હતો….એવો જ મોકો આજે આપણ ને પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મજયંતી મહોત્સવ રૂપે મળ્યો છે…..એને વધાવી લેવાનો છે….મોકો ચુકતા નહિ…
  • કોઈ મોળી વાત કરવા ની નહિ……બળ રાખી ને સેવા કરવા ની…ભગવાન એમાં ભળશે….. સર્વોપરી સુખ આવશે….બધાએ આમાં જોડાવા નું છે….ખોટા ખર્ચ બંધ કરી, ભગવાન ના માર્ગે ખર્ચ કરવું…..સ્વામી શ્રીજી અચૂક રાજી થશે……સ્વામી ના ઉપકાર ચૂકવી શકાય એમ નથી…..
  • ભવ્ય ઉત્સવ કરવા નો છે…..સ્વામી નો જયજયકાર થાય….સર્વેને સર્વોપરી સુખ આવે ..સર્વનું કલ્યાણ થાય એ માટે આ ઉત્સવમાં જોડાવા નું છે.

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…..મુંબઇ જન્મજયંતી મહોત્સવ મર્યાદિત જગ્યામાં ઉજવવા નો છે..માટે અહીંના સર્વ એ આસ્થા ટીવી પર લાઈવ લાભ લેવો…..

ખરેખર, ઊંડાણ થી વિચારીએ તો સમજાય કે સત્સંગ ની…સત્પુરુષ ની આપણા પર કેટલી મોટી કૃપા છે….! જો સત્પુરુષ ન હોત તો આપણ ને આ સત્સંગ નો મહિમા જ ન હોત….જીવ ના કલ્યાણ નો માર્ગ ધૂંધળો હોત…….આપણે ભટકતા જ હોત…! એ તો એમની પરમ કરુણા કે આપણને મોક્ષ નો માર્ગ સહજ મળ્યો………! બિન ગુરુ જ્ઞાન નહીં….બિન ગુરુ નહિ મોક્ષ……!!

એમના માટે આ જીવન પણ ઓછું પડે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૯/૦૮/૨૦૧૮

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ (પ્રશ્નો) આવે છે………., તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે………..?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે,

૧) પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન (આત્મનિષ્ઠા)

૨) તથા માયિક એવાં જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન(સાંખ્ય નિષ્ઠા)

૩) તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન ( સ્વરૂપ નિષ્ઠા) 

………એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી.


વચનામૃતમ- ગઢડા મધ્ય-૬૦

શ્રાવણ માસ ચાલે છે અને તપ-જપ ની સાથે સાથે મેઘરાજા નું પણ ધમાકેદાર આગમન થઇ ગયું છે……બસ , શ્રીજી આમ જ વરસતા રહે …તેવી તેમના પાવન ચરણો માં પ્રાર્થના…!! આજની સભામાં – સંસાર ના દલદલ માં પણ જલકમલવત …અર્થાત ગીતા કહે છે તેમ સ્થિતપ્રજ્ઞ ..કઈ રીતે રહેવાય ?? તેના ઉત્તર પર – સ્વયમ શ્રીજી ના અમૃત વચનો પર અદ્ભુત વિવરણ થયું……..

સભામાં સમયસર પહોંચી ગયા…….સર્વ પ્રથમ હિંડોળે ઝુલતા મારા નાથ ના અદ્ભુત દર્શન……

સભાની શરૂઆત- સારંગપુર થી પધારેલા સંત ના મુખે થઇ…..શાંત સ્વરે વહેતો સ્વર….શબ્દ ની ગંગા….જીવ ને સ્પર્શી ગઈ……ત્યારબાદ હિંડોળા ઉત્સવ ને રંગ આપતા એક પદ ” હિંડોળો ઘનશ્યામ હરી નો અતિ રૂપાળો લાગે રે……” એક યુવક ના મુખે રજુ થયું….ત્યારબાદ પુ. સંત ના મુખે , મુક્તાનંદ સ્વામી રચિત ..” મારે ઘેર આવ્યા રે …સુંદરવર શામળિયો……” રજુ થયું……..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન ” હરિવર હીરલો રે…….” એક યુવક દ્વારા એક અલગ જ અંદાજ માં રજુ થયું…….!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અટલાદરા ખાતે ના તારીખ- ૧૧-૧૨ ઓગસ્ટ ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……જેના નીચેની લીંક દ્વારા દર્શન થઇ શકશે…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૬૦ પર આધારિત પ્રવચન નો અદ્ભુત લાભ- અનેક પ્રસંગો- ઉદાહરણો દ્વારા મળ્યો……સ્વામી એ કહ્યું કે- મનુષ્ય નું જીવન જ અજીબ છે..સંસાર માં સુખ દુખ આવે જ છે……પણ જયારે ભક્તિ કરતા દુખ આવે ત્યારે જીવ ડગી જાય છે……અને પ્રશ્ન થાય છે કે- આટઆટલી ભક્તિ છતાં -મારા માથે દુખ કેમ??? દાદા ખાચર જેવા પરમ ભક્ત કે જેના ઘરે સ્વયમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેતા હતા છતાં – વારસાઈ ના કેસ માટે ૧૭-૧૭ વર્ષ – શ્રીજી ના પ્રત્યક્ષ આશીર્વાદ છતાં – ધક્કા ખાવા પડ્યા…….! બીજો કોઈ હોય તો- તે તૂટી જાય….પણ આ તો દાદા ખાચર હતા….! માટે જ આવા પ્રશ્ન ન થાય તે માટે- ગઢડા મધ્ય-૬૦ માં શ્રીજી એ કહ્યું છે તેમ- સાંખ્ય સિદ્ધ કરવા નું છે…આત્મ નિષ્ઠા દ્રઢ કરવા ની છે અને – ભગવાન ના સ્વરૂપ…મહિમા ને જીવ્સ્થ કરવા નો છે…….! જો- આ ત્રણેય વાત સિદ્ધ થશે તો- કોઈ દુખ…પ્રશ્ન કે વિક્ષેપ – આપણ ને ડગાવી નહિ શકે……..અને બ્રહ્મરૂપ સહેજે થવાશે…..!!!

પુ.સ્વામી એ અઢળક ઉદાહરણ આપ્યા પણ – મેં અહિયાં ફક્ત સાર માત્ર નો ઉલ્લેખ કર્યો છે….!

ત્યારબાદ- પુ.અક્ષરવત્સલ સ્વામી એ – બેપ્સ અમૃત હર્બલ કેર દ્વારા- હરિભક્ત માત્ર ની જરૂરીયાત પૂરી કરવા- ભોજન ના મસાલા ઓ ( ડુંગળી-લસણ-હિંગ વગર ના શુદ્ધ-સાત્વિક) ના લોન્ચિંગ ની વાત કરી……! ખરેખર જેની જરૂરીયાત વર્ષો થી અનુભવાતી હતી…..બજાર ના મસાલાઓ માં હિંગ ની ભેળસેળ થી શુધ્ધતા પર શંકા રહેતી હતી…..તેની ખોટ આજે પૂરી થઇ…! સ્વામી એ – સ્લાઈડ શો થી દર્શાવ્યું કે- બજાર માં મળતા મસાલાઓ- મરચું/હળદર/કે અન્ય ગરમ મસાલા ઓ માં શી રીતે- શાની ભેળસેળ થાય છે……અને આપણા નવીન મસાલા કઈ રીતે અલગ છે…..! ટૂંકમાં- પ્રત્યેક હરિભક્ત માટે અનિવાર્ય એવા – મસાલા હવે હાજર છે……વસાવવા માં આવશે…..

IMG_20180819_185241

ત્યારબાદ- પુ. બ્રહ્મવિહારી સ્વામી એ- સિંગાપોર થી પધારેલી આર્કિટેક ટીમ – RSP કે જે આપણા અબુધાબી માં નિર્માણ પામી રહેલા મંદિર નિર્માણ સાથે સંકળાયેલી છે- તેની ઓળખ આપી….મહિમા કહ્યો અને તેમનું અને મંદિર નિર્માણ ની અબુ ધાબી ની ટીમ નું પુ.ઈશ્વર ચરણ સ્વામી ના હસ્તે સન્માન થયું…..! આપના મંદિરો અને સંતો થી આ જગવિખ્યાત આર્કિટેક ફર્મ એવી તો પ્રભાવિત થઇ કે- પોતાની ફી ના ૧૦% મંદિર નિર્માણ માં  કરવાની છે…..એ એના એમડી- કે જે એક ચાઇનીઝ વ્યક્તિ છે તેણે પોતાની સેલેરી  ૧૦% મંદિર નિર્માણ માં દાન કરવાનો સંકલ્પ કર્યો …!!! અદ્ભુત…અદ્ભુત….!!! આ ટીમ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન-મુલાકાત માટે અટલાદરા પહોંચી હતી અને મહંત સ્વામી મહારાજે – અબુધાબી મંદિરનિર્માણ નો મહિમા કહ્યો…..અને એવું મંદિર રચવાની વાત   કરી કે જે- હજારો વર્ષ સુધી અકબંધ રહે…….!! ખરેખર મોટા પુરુષ ના સંકલ્પો એટલા બળિયા હોય છે કે- જે અશક્ય ને પણ શક્ય બનાવે છે…..

IMG_20180819_192442

પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ જાહેરાત કરી કે- ૨ જી સપ્ટેમ્બર સાંજે- સત્પુરુષ ના પાવન પગલા અમદાવાદ ના આંગણે થવા ના છે અને એમના દર્શન-સમીપ દર્શન- સેવા- વિવિધ દિન-ઉત્સવ -કથા વાર્તા નો લાભ છેક ૨૩ સપ્ટેમ્બર સુધી અમદાવાદી ઓ ને મળવા નો છે……..! આનંદો..અમદાવાદીઓ..આનંદો…….!!

IMG_20180819_193048IMG_20180819_192805

તો- આજની સત્સંગ સભાની ફલશ્રુતિ એ જ કે- જીવન માં ભગવાન નો- મોટા પુરુષ નો આશરો દ્રઢ રાખવો……..એમના મળ્યા પછી આપણું પ્રારબ્ધ- એ એમની મરજી….એમ વિચારી ને જીવી જવું..પણ એ માટે -સર્વ ઇન્દ્રિયો ને અંતર્મુખી કરવી પડશે…આપણે દેહ નથી પણ આત્મા છીએ -એ સત્ય ને દ્રઢ કરવું પડશે…..અને આ જગત…..આજુબાજુ ના સુખ સાધનો…..દેહ ના સગા….સબંધી સર્વે નાશવંત છે…….રાખ ના ઢગલા છે…તેમ સમજવું પડશે..દ્રઢ કરવું પડશે…..! પ્રથમ દ્રષ્ટિ એ આ અઘરું લાગે છે….પણ એક વાર અક્ષરબ્રહ્મ પુરુષ સાથે દ્રઢ પ્રીતિ થશે…..એટલે બધું સહજ થઇ જશે…! બસ……..- ડ્રાઈવર ની સીટ- સત્પુરુષ અને શ્રીજી ને સોંપી..નચિંત થઇ જાઓ…!!!!

કર્મ કરવા- એ જ આપણું કર્તવ્ય………!!! કર્મયોગ જ આપણું જીવન………બાકી બધું એનું..!!

જય સ્વામિનારાયણ………..સમજણ માં જ સુખ છે…..

રાજ


Leave a comment

જુના મિત્રો….યાદો નો ખજાનો….

“……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


બાકાયદા બક્ષી દા

કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૧૫/૦૯/૨૦૧૩

” નૌકા મેં ઘનશ્યામ , વિરાજત નૌકા મેં ઘનશ્યામ ;
ધ્વજ તોરણ જૂત( અર્થાત યુક્ત..) નાવ મનોહર, સબ વિધ શોભા ધામ …..૦
યમુના જળ મધ્ય નાવ ચલાવત , ગાવત વૈષ્ણવ વૃંદ;
વિવિધ ભાંતિ વાજિંત્ર બજાવત, પાવત પરમાનંદ……..૦
વ્રજવાસી જળ મધ્ય આરતી, કીનીહે અતિ મૂદ પાય;
મુક્તાનંદ કે પ્રભુ કી અલૌકિક , યા છબી બરની ન જાય……વિરાજત…..”

————— સદ. મુક્તાનંદ સ્વામી—————

 આજે રવિવાર……પરિવર્તિની અર્થાત જળ ઝીલણી એકાદશી……અને રવિસભા…..! સંયોગ અદ્ભુત હતો……અને માહોલ પણ…! ભગવાન ના વિવિધ લીલા ચરિત્રો ને મન-હૃદય-જીવ સાથે નિરંતર કેમ જોડી રાખવા? એ તો કોઈ આપણા સંપ્રદાય ને જ પૂછે…..જવાબ અહિયાં પળેપળ જોવા મળે છે…..અને જીવ ને પરિવર્તન નો એક ભાગ બનાવી….હરિ સાથે કેમ જોડાયેલા રહેવું..એ આજ ના ઉત્સવ માં થી શીખવા નું છે….તો સવારે- મંદિર માં- હમેંશ ની જેમ ઠાકોરજી ને પાંચ વાર નૌકા વિહાર કરાવવા માં આવ્યા….

તો સાંજે- રવિસભામાં – શ્રીહરિ સ્વામી દ્વારા આ પાર્શ્વ પરિવર્તિની એકાદશી માં માહાત્મ્ય ને રજુ કરવામાં આવ્યું…….હું સમયસર મંદિરે પહોંચી ગયો….નિર્જળા ઉપવાસ હતો આથી- દેહ ને થોડીક તકલીફ લાગી પણ ઉત્સાહ  વધતો જ હતો……મંદિરે પહોંચી ને સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન -મનભરી ને કરવામાં આવ્યા….આખરે- રવિસભા નો સાર જ એ છે….સત્વ જ એ છે……મૂળ તત્વ જ એ છે……તમે પણ કરો શ્રીજી -સ્વામી ના દર્શન….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભામાં ગોઠવાયા ત્યારે -યુવાનો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય એક અનોખા ..કર્ણપ્રિય સ્વર માં થઇ રહી હતી…..હૃદય સહજ જ એમાં જોડાઈ ગયું……શ્રીજી મહારાજ કહે છે એમ…ભગવાન ના નામ સ્મરણ માં જે સુખ છે એવું ક્યાંય નથી…….એ પ્રત્યક્ષ અનુભવાયું….! ત્યારબાદ – એક કિશોર ના સ્વર માં કૃષ્ણા નંદ  સ્વામી ના દ્વારા રચિત એક ભાવ ભીનું કીર્તન રજુ થયું……” શોભે શોભે રસીક્વર છેલ રે…….હરિ ધર્મ કુંવર સુખદાયી…..” …ભગવાન નું નામ- લીલાઓ-એમની મૂર્તિ- સ્વરૂપ…હમેંશા સુખદાયી..આનંદ દાયક…મોક્ષ દાયક હોય છે..એમાં કોઈ શંકા નથી….એ બાદ- પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …” મુને સંત મળ્યા…ભગવંત મળ્યા……..” કીર્તન રજુ થયું…..અને આપણું કલ્યાણ થઇ ચુક્યું જ છે…..એમાં કહેવાનું શું? બસ…સંતપુરુષ અને ભગવાન નો રાજીપો કાયમ રહે- એ જોવાનું છે….

ત્યારબાદ- પુ. શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત દ્વારા…..” પરિવર્તિની અર્થાત જળ ઝીલણી એકાદશી” ના માહાત્મ્ય….સાથે જોડાયેલી દંતકથાઓ ના વિષે પ્રવચન થયું…..જોઈએ એનો અમુક સારાંશ…..

 • પરિવર્તિની એકાદશી એટલે કે- બલિરાજા ની ભક્તિ થી પ્રસન્ન થયેલા નારાયણે – બલિરાજા ના દ્વાર પર નિંદ્રા દરમ્યાન પોતાનું પડખું ફેરવ્યું…..એ કથા પર થી ઉજવાય છે……શાસ્ત્રીજી મહારાજ સ્વર- આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે…તમે કર્યો?
 • બીજી એક કથા અનુસાર- શ્રી કૃષ્ણ ભગવાને – ગોપીઓ સાથે નૌકા વિહાર કરેલું…અને બદલામાં એમની પાસે દહીં માંગ્યું…….અને ગોપીઓ એ પોતાનું સર્વસ્વ આપ્યું…….કહેવાનું શું કે- જેમ ગોપીઓ પોતાના હૃદય- મન ને મૂકી ને ભગવાન માં જોડાઈ- એમ મન છૂટે તો જ હરિ મળે…..
 • શ્રીજી મહારાજ ના વિવિધ પ્રસંગો- જેવા કે માંગરોળ ના દેવા ભક્ત નો પ્રસંગ હોય કે કુંડળ ના ઉતાવળી નદી માં સ્નાન નો પ્રસંગ……..શ્રીજી એ દર્શાવ્યું કે- એ સ્નાન હોય કે બીજી કોઈ ક્રિયા…..ભગવાન ના સ્મરણ વગર કોઈ ક્રિયા ન કરવી…….ટૂંક માં જીવન માં હરપળ માં શ્રીજી ભળવા જ જોઈએ…
 • આપણું મન મર્કટ સમાન છે…..સત્પુરુષ ની આજ્ઞા પળાય તો જ એ સ્થિર થાય અને  કલ્યાણ નો આ માર્ગ મળે…અને સફળ થવાય ….પ્રમુખ સ્વામી મહારાજ હોય કે આપણા ગુણાતીત ગુરુઓ……બસ ગુરુ ની આજ્ઞા માં જ પોતાનું સર્વસ્વ જોડી દીધું અને અધ્યાત્મ માં સર્વોપરી થઇ ગયા…….આમેય સત્સંગ માં જે – નિર્માની પણે વર્તે અને દાસાનુદાસ થાય એ જ સર્વોપરી…એ જ પ્રમુખ…..! જોઇલો પ્રમુખ સ્વામી મહારાજ ની જિંદગી…..!
 • શ્રીજી મહારાજ- પોતાના કર્યો જીવન અને દિવ્યતા થી સમાજ માં- અદ્ભુત પરિવર્તન લાવ્યા અને એમની એક આજ્ઞા એ હજારો-લાખો લોકો – એ ભગવાન નો- સાચો માર્ગ પકડ્યો…નિયમ ધર્મ સ્વીકાર્યા અને અક્ષરધામ ને પામી ગયા……
 • ગણેશ ભગવાન નું સ્વરૂપ પણ આ જ કહે છે…..- આજ્ઞા પાલન, સહન શીલતા, બુધ્દી ચાતુર્ય, નિરીક્ષણ ક્ષમતા……બધું ભક્તિ માં અનિવાર્ય છે…….

અને ત્યારબાદ અમુક જાહેરાતો થઇ…..

 • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ ખાતે ૧૦ માસ જેટલું રોકાયા અને જે જે ઉત્સવો- પ્રસંગો કાર્ય એની ત્રણ ડીવીડી – સ્વરૂપે સંકલન થયું છે…નામ છે….”ગુરુ હરિ દર્શન ઉત્સવ ગાથા…..” …જે ખરીદવામાં આવશે…..
 • બેપ્સ હર્બલ દ્વારા- વિવિધ મુખવાસ બહાર પડ્યા છે…….મુખવાસ ના ઘટકો ની ચીકી પણ બહાર પડી છે……..આનંદો હરિ ભક્તો…..આનંદો…!
 • આવતા રવિવારે- અમદાવાદ ના બાળકો માટે – શુભ સમાચાર………સાંજે ૫ -૭ – મંદિર પ્રાંગણ માં જ આનંદ મેળો છે………બાકાયદા અમારા હરિકૃષ્ણ ને લઇ જવામાં આવશે……
 • ગયા રવિવારે થયેલી સત્સંગ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ભક્તો નું સન્માન કરવામાં આવ્યું…..
 • નવા વાડજ ના હરિભક્તો માટે ખુશ ખબર-  ગાંધીનગર ના વિદ્વાન સંત વક્તા- પુ. શ્રુતિ પ્રકાશ સ્વામી દ્વારા તા- ૧૭ થી ૨૧/૦૯ સુધી રાત્રે- ૯ થી ૧૦.૩૦ કથા પારાયણ નું આયોજન થયું છે………જરૂર લાભ લેવો……

ત્યારબાદ-  જળ ઝીલણી એકાદશી ની પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિવિધ જગ્યાઓ એ ઉજવણી- થયેલી- એનો વિડીયો રજુ થયો………મોટા પુરુષ ના વિવિધ ઉત્સવો- ચરિત્રો ..એમનું સતત સ્મરણ- જીવ ને નિર્મળ- નિર્માની બનાવે છે…..અને એ જ આજની રવિસભા ની ફલશ્રુતિ હતી…..

બસ- મોટા પુરુષ મળ્યા…..સાક્ષાત ભગવાન મળ્યા……દિવ્ય સત્સંગ મળ્યો…તો સ્વભાવ…મન…..હૃદય…જીવ માં પરિવર્તન તો આવવું જ જોઈએ ને…! શું કહો છો? ….

 


Leave a comment

BAPS રવિસભા- તા ૧૬/૦૧/૨૦૧૧

આજકાલ ઠંડી અને ગરમી બંને ઋતુ નો એક સાથે અનુભવ થઇ રહ્યો છે…..બપોરે ગરમી અને સાંજે ,ધ્રુજાવતી ઠંડી!!!!! તો, અમે ,આજે જરા જલ્દી થી મંદિરે ગયા હતા….કારણ કે ઠાકોરજીના દર્શન શાંતિ થી કરવા હતા. આજે અગિયારસ હતી આથી, મંદિરમાં થી ખીચડી મળે એની સંભાવના ઓછી હતી….પણ ..છતાં પ્રેમવતી ,ભોજન રસિક સત્સંગીઓ થી ઉભરાતી હતી…..

સભાની શરૂઆત, હમેંશ ની જેમ ,કીર્તન આરાધના થી થઇ…ત્યારબાદ ,પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ નું વર્ણન સંતો દ્વારા થયું. વિચરણ વર્ણન, એક અદભૂત કાર્ય છે…..ડગલે ને પગલે,મોટા પુરુષોના જીવન વૃતાંત અને પ્રસંગો દ્વારા, આપણ ને જીવન નો સાર સહજતા થી મળતો હોય છે…..અને ભક્તિમાં ટકી રહેવાની , સહજ પ્રેરણા પણ સહજતા થી મળતી હોય છે…..!!પૂ. વિશ્વરૂપ સ્વામી એ , એક કર્ણપ્રિય કીર્તન સંભળાવ્યું…..”સખી સમજણમાં ઘણું સુખ છે જે  હો………” પૂ. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત આ કીર્તન, સમગ્ર અધ્યાત્મ નો સહજ ભાષામાં અર્થ સમજાવે છે….

ત્યારબાદ,જેની બધાને પ્રતીક્ષા હતી..તે સમય આવ્યો. પૂ.ડોક્ટર સ્વામી આજકાલ અમદાવાદ ને આંગણે, સત્સંગ નો લાભ આપી રહ્યા છે….અને આજની રવિસભા, એમના ધારદાર પ્રવચન થી ગાજી ઉઠી…..

પૂ. ડોક્ટર સ્વામીની એક વાત તો માનવી પડશે કે,એ જયારે બોલવાનું શરુ કરે ત્યારે, શ્રોતાઓ નો તંતુ,અનાયાસે જ એમની વાણી સાથે જોડાઈ જાય છે….એકદમ સીધી વાત….ન ગોળ ગોળ ફેરવવા ની વાત….ન કોઈ વાયા વાયા વાત…..!! ભક્તિનો માર્ગ, સમજો તો સીધો જ છે…..અને ન સમજો તો ગૂંચવાડો ભર્યો…!! પૂ. ડોક્ટર સ્વામી એ વાત કરી કે , કોઈ પણ મોટી કૃતિ કે રચના હોય તો….ખાસિયત એના રચનાકાર ની હોય છે…….રચનાકાર જ એની પ્રતિભા ને આધારે સામાન્ય વસ્તુ ને અસામાન્ય બનાવે છે…..!! આથી રચનાકાર ની પ્રતિભા જ સર્વસ્વ છે……એ જ રીતે કાર્યકર ના ગુણો, ઉચ્ચ વર્તન…..ઉચ્ચ ચારિત્ર્ય….અને એકનિષ્ઠા જ ,કોઈ પણ કાર્ય ને સફળ,સર્વોત્તમ બનાવે છે…….!! બધા કાર્યો….કર્મો અને કાર્યકરો નો એક જ ધ્યેય હોવો જોઈએ…..અક્ષરરૂપ થઇ, પુરુષોતમ ની ભક્તિ કરવી….!!

સ્વયમ , શ્રીહરિ એ વચનામૃત ,સારંગપુર ૧૦ મા કહ્યું છે કે , શ્રીહરિ, સદાયે,આપણા અંતકરણ મા વિરાજમાન હોય છે…..આથી જે ભક્ત એક નિષ્ઠ ,હોય , હરિને સદાયે રાજી રાખવા વિષે જ ,કર્મ કરતાં હોય, તેમણે, ચિંતા કરવાની સહેજે જરૂર નથી. એવા ભક્તો નો યોગ-ક્ષેમ નું વહન ,શ્રીહરિ સ્વયમ કરે છે.

બસ કાર્યકર, એવા હોવા જોઈએ…કે પોતાના વર્તન, જીવન પદ્ધતિ થી ઓળખાય…આપણી સાથે કોણ છે , આપણે કોના છીએ.., એ ખબર હોવી જરૂરી છે. પૂ. શાસ્ત્રીજી મહારાજ….યોગીજી મહારાજ….પ્રમુખ સ્વામી મહારાજ…કઈ વધારે ભણેલા નહોતા…પણ એમની આધ્યાત્મિક પ્રતિભા ગગનચુમ્બી હતી….આથી, જ્ઞાની લોકો પણ એમના ચરણોમાં શીશ નમાવે છે….એનું કારણ શું? …કારણ ભગવાન….હરિ ની હાજરી….હરિ નો સાથ.  અધ્યાત્મ કે ભગવાન ની હાજરી વગર , ગમે તેટલો મોટો જ્ઞાની પણ કેમ ન હોય…..એ પતન ને પામે છે..!!

તો, આજની સભા , હરિ નું મહત્વ…..એક સાચા કાર્યકર ના ગુણો વિષે -પૂ. ડોક્ટર સ્વામી ના ધારદાર શબ્દો મા વ્યક્ત એક મહોત્સવ હતો.  મને ઘણીવાર થાય છે કે, શ્રોતા ઓ સભામાં આવે છે….”ચાર્જ” થાય છે પણ એ “ચાર્જીંગ” કેટલો સમય ટકે છે?????….સમજણ….જ્ઞાન….વિચારશક્તિ…..અને હરિ પર અનન્ય વિશ્વાસ /નિષ્ઠા જ આ સત્સંગ ને સાર્થક બનાવે છે…….સ્વામિનારાયણ સંપ્રદાય નો , મુખ્ય ઉદ્દેશ જ એ છે કે……” અક્ષર રૂપ થઇ….પુરુષોત્તમ ની ભક્તિ અને પ્રાપ્તિ કરવી……..”

બસ જરૂર છે….સમજવાની…..વર્તવાની…..અને એક સાચા સત્સંગી તરીકે જીવવાની…..!!

આવતા રવિવારે – સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે, સવારે જ સભા- દાબડા ઉત્સવ છે…..આથી, સાંજ ની સભા નહી થાય…..!! પણ, ઠાકોરજી ના દર્શન તો થાશે ને…..!!

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

“કે આવી દિવાળી…”

તો,આજ થી દિવાળી ની વિધિવત “શરૂઆત” થઇ….આજે રમા એકાદશી છે અને સાથે વાઘ બારસ પણ છે..( આ વાઘ બારસ કેમ કહેવાય છે??? સંશોધન નો વિષય છે..). ખબર નથી પણ ઘણા કેટલાક સમય થી તીથીઓ બધી સાથે સાથે ચાલે છે….અગિયારસ સાથે બારસ….ધનતેરસ અને કાળી ચૌદસ સાથે સાથે….!!! બેસતા વર્ષ અને દિવાળી વચ્ચે પડતર દિવસ…!!! શું થઇ રહ્યું છે ..યાર!! મને ખબર નથી પડતી…પણ મારા અંગત મત મુજબ..લોકો તો તીથીઓ ભેગી થાય કે ન થાય પણ..એક તિથી એક દિવસ મુજબ જ ચાલે છે…!!

આજે સાંજે રીના એ કહ્યું કે આજ થી જ દીવા કરવાનું શરુ કરીએ…!! મેં કહ્યું ચાલો…………આજે જ શરૂઆત કરીએ..! લગભગ ,બે વર્ષ પહેલા ,ફક્ત દિવાળી માટે લવાયેલી , ઓટો ફંકશન વાળી લાઈટ સીરીઝ ,જે હજુ ચાલે છે..એને દરવાજા પર લગાવવા મા આવી…જુઓ નીચે નો ફોટો….!! સાથે સાથે દીવા નું કોડિયું પણ પ્રગટાવવા મા આવ્યું…એક જમાનો હતો કે જયારે અમારું ઘર , એટલા બધા દીવડા થી સજાવવા મા આવતું કે…એનો પ્રકાશ જ સમગ્ર ઘર ને ઉજાસ થી ભરી દેતો….કયારેક થાય છે કે..દિવાળી આવે એ દિવસે, બધા લોકો એ સ્વેચ્છા એ જ બધી લાઈટો- ઘર ની,શેરીની ,બંધ કરી..આ દીવડા ના ઝળહળતા પ્રકાશ ને મનભરી ને માણવો જોઈએ….!!!! ફોટો જુઓ…

'કે આવી દિવાળી...!!

ટમટમતા કોડિયા ને સથવારે...

એક કવિતા પણ વાંચો…..

” આજ સખી , રુદિયા ને દ્વાર આવી એવી દિવાળી….
કે, રોમે રોમ છવાયા , દીવડા બની, એવા સ્વપ્ના ઉખાળી…
હૈયું થનગની રહ્યું આજ, કે , બની રંગ હો “રાજ” , છવાઉં રંગોળી એ…
‘ને બની ઉજાશ કરું,કોઈ કેરી જીંદગી અજવાળી…….૦૦

તો ચાલો…ઉત્સવ ને….જીવન ને……ઉજાસ ને …વધાવીએ…

રાજ


Leave a comment

દાસ્તાં-એ-સફર…

ગઈકાલે સાંજે,હું ભિલોડા પહોંચ્યો…જ્યાં આગળ મારું બાળપણ વીત્યું અને હજુ પણ, પરિવાર ત્યાં રહે છે.અમે મૂળ “મઉ” ગામના,કે જે ભિલોડા થી ૧૨ કિમી ના અંતરે છે, ડુંગરાઓ વચ્ચે ઘેરાયેલું,ઇન્દ્રાસી નદી ને કિનારે વસેલું,આ ગામ,હજુ પણ અમને બધા ને આકર્ષિત કરે છે. એક જમાનામાં ત્યાં બારેમાસ ,નદીમાં પાણી રહેતું..હવે પરિસ્થિતિ બદલાઈ છે..જુના ભવનાથ જેવા પ્રાચીન સ્થળ,અને તેની આજુબાજુ , બનેલા ઇન્દ્રાસી ડેમ ને કારણે, નદીનો પ્રવાહ ઘટ્યો અને કાળક્રમે સુકાઈ ગયો. જુઓ થોડાક ફોટા…..

સૌજન્ય- ગુગલ અર્થ

 

મઉ- ઉપગ્રહ ની નજરે....

 

 

જુના-ભવનાથ - આજુબાજુ ડેમ-વચ્ચે મંદિર...

 

અમે જયારે નાના હતા,ત્યારે બધા, વેકેશન,નવરાત્રિ મા , દાદા-બા પાસે ,મઉ જતા અને ,ત્યાં આગળ,ડુંગરાઓ મા ફરવાનું, દરબાર-ગઢ ના ખંડેરો, જુના ભવનાથ ચાલતા જવાનું…બધું ખુબ યાદ આવે છે. મઉ મા, ભાવસાર,સોની,બારોટ ,પટેલ અને સુથાર ની વસ્તી ઘણી છે, અને અત્યારે નવી પેઢીઓ , નોકરી-ધંધા ને લીધે, છેક મુંબઈ અને અમેરિકા સુધી પહોંચી છે…છતાં,જે વડીલો, લોકો હજુ ત્યાં છે, એ મઉ ના “મહત્વ” ને સાચવી ,જાળવી રહ્યા છે…ત્યાં આગળ,પહેલા નવરાત્રિ થતી,ત્યારે આખું ગામ,અને મૂળ વતનીઓ,દુનિયાના ખૂણે ખૂણા- જ્યાં હોય ત્યાં થી નવરાત્રીમાં આવતા, અને વારાહી માતાજી ની પૂજા નો લાભ લેતા. રાત્રે ૧૨ વાગ્યા સુધી દેશી ગરબા ચાલતા…ત્યારબાદ, આરતીની ઉછામણી, પુજાભાભા દ્વારા અનોખા અંદાજમાં બોલાતી….પહેલી આરતી એક વાર…સવા બે વાર….પોણા ત્રણ વાર…!!! એમ બોલાતી…એમની એક પાળેલી કુતરી હતી..લાલી…-એના નામ પર પણ આરતી બોલાતી…!!!

પણ ખરી મજાતો આરતી પૂરી થયા બાદ આવતી…ગામના લોકો, ઐતિહાસિક કૃતિઓ,રચનાઓ- જીગર-અમી, નરસિંહ મેહતા, શેઠ શાગળશા, મેહંદી નો રંગ….જેવી રચનાઓ પર નાટક ભજવતા. આના માટે બાકાયદા, બધો સરંજામ- વેશભૂષા,પડદા,વાદ્ય સાધનો, શસ્ત્ર-સરંજામ…બધું,મંડળી એ વસાવેલું. આ નાટકો, ભજવવા મા મુખ્ય ફાળો, મણિકાકા, જયંતી સોની,નવીન શાહ, અમરત સુથાર,, અશોક ભાવસાર, ,રાયચંદ કાકા, ચકુભાઈ ભાવસાર …નો હતો….એ બધાની મોટી ફોજ હતી…!! અને નાટકો,એટલા બધા પ્રખ્યાત કે લોકો દુર દુર થી જોવા માટે આવતા….છાપાં ઓ મા પણ  એ વાત ચમકતી…!!! અમારા જેઠીબા ને એટલો બધો શોખ કે ,નાટક જોવા પહેલી હરોળ મા બેસતા અને શો પુરો થયા બાદ જ ઘરે આવતા…..આ વાત ને લઈને દાદા-બા ,વચ્ચે જે ઝઘડો થાય.., એ જોવા જેવો હતો….!!! નવરાત્રિ પૂરી થયે, બારસ ના દિવસે, આખું ગામ, ડુંગરા ની તળેટી કે જુના ભવનાથ મંદિરે, ઉજાણી કરતા…..દૂધપાક, ચોળી-કોળા નું શક અને પૂરી…હજુ પણ યાદ છે….અને સદ-ભાગ્યે–આજે પણ આ ઉજાણી પ્રથા ચાલુ છે…દુર્ભાગ્યે હવે મને સમય નથી….!!! ભલે ને નાટકો ,સમય ને અભાવે બંધ થઇ ગયા છે…..પણ એ કલાકારો પૈકી અમુક હજુ હયાત છે….અને એમણે જોઈને, આનંદ થાય છે….બધું યાદ આવે છે….

ગઈકાલે,હું ત્યાં હતો, અને ત્યાં હવે નવરાત્રિ ની ઝાકળ-માકળ ઘટી ગઈ છે…લોકો ઓછા આવે છે….ઉત્સાહ ઘટતો જાય છે,જે ચિંતા નો વિષય છે…..

સવાલ એ છે કે…શું આધુનિક,થવા ની લાયમાં આપણે- આપણી સંસ્કૃતિ, વારસા કે ઉત્સવો નો ભોગ આપવા નો….???? મારું મન જરા ગ્લાની થી ભરાઈ ગયું છે…..કદાચ અમારા સંતાનો ને…મઉ ના આ વૈભવ,ઉત્સાહ, કે ઉજવણી ના મહિમા નો ખ્યાલ નહિ હોય……!!!

આખરે, સારી અને ખરાબ વાત એ છે કે સમય…ક્યારેય અટકતો નથી……!!

હરિ ઈચ્છા બળવાન છે…….

રાજ