Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

  • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
  • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
  • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
  • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
  • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
  • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
  • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

  • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
  • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

  • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
  • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
  • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
  • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
  • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૧/૦૧/૨૦૧૭

” ધ્યાન ,ભજન,યોગાભ્યાસ ,જપ,તપ ,ત્યાગ-વૈરાગ્ય વગેરે નું ફળ એટલું જ છે ,જે પોતાને ભગવાન ના ભક્ત ના દાસ નો દાસ માને…….અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ……હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે, તેના પર હું પ્રસન્ન થાઉં છું…….”

“દેશકાળ સદાયે સરખા રહેતા નથી……સત્સંગ નો રંગ ચઢ્યો છે તેને જીવતા સુધી પાર પાડવો….જેની સદાયે એક સ્થિતિ રહે છે ,સુખ દુખ મા ધીરજ ડગતી નથી તેનો યશ બ્રહ્માંડ મા અખંડ રહે છે……….”

“જેના મા જેટલી સહન શક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું….સહન શક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણા મા ન્યુન છે……સહન કરે તેનો પાયો અચળ છે………..પાકો હરિજન ત્યારે કહેવાય જયારે તેનામાં સહન શક્તિ આવે…..અમારે તમને પાકા કરવા છે….જેથી જગત તમારું પ્રમાણ લે…તમારે પગલે પગલે ચાલે…….”

“સુખ મા તો સૌ સત્સંગ કરે ,પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઉતરે તેના પર અમે રાજી થઈએ છીએ…..વિપત્તિ મા ડગવું નહિ….એ અગ્નિ કરતા પણ મોટી કસોટી છે ……એ ( ભક્ત) તો એમ સમજે કે અંતર્યામી ને કશું અજાણ નથી ….વળી આત્મા ને કયા દુખ છે?? દુખ તો આં દેહ ને છે……દેહ ને ક્યરેય સુખ થવાનું નથી…..એ સિધ્ધાંત એણે દ્રઢ કર્યો છે…….”

” સહન કરવું એ અમારો મહામોટો પરમ ધર્મ છે …..સહન કરવું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ…….અમે ક્ષમાંરુપી હથિયાર ધારણ કર્યું છે ….તેનાથી અધર્મ નો નાશ કરીશું…..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- શ્રીહરી ચરીત્રામૃત સાગર

તો વર્ષ ૨૦૧૭ ની આં પ્રથમ રવિસભા હતી અને જીવે નવા વર્ષ મા….  સદાયે શું કરવા નું છે….???? તેનો ઉત્તર ઉપરોક્ત અમૃત વચનો મા છે ……અદભુત વચન…..! એક એક શબ્દ મા થી જાણે કે અમૃત નો રસ ટપકે છે……..જેણે જેણે આને ગ્રહણ કર્યો…તે સર્વે પરમ પદ ને પામ્યા છે……બ્રહ્મરૂપ થયા છે…..અને આપણે એ જ કરવા નું છે….

તો- નવા વર્ષ ની પ્રથમ રવિસભામાં સમયસર પહોંચી ગયા……કીર્તન આરાધના ની આં સભા અદભુત હતી……સર્વ પ્રથમ જગત ના નાથ ના દર્શન કરવામાં આવ્યા……..ધનુર્માસ ની સ્મૃતિ -જીવમાં વસી જાય એવી છે…..

15826530_646847335503442_6661550185346526618_n

કીર્તન રવિ સભાની શરૂઆત પૂ.પ્રેમવદન સ્વામી, પૂ. કમલનયન સ્વામી, પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી, પૂ. શુભ કીર્તન સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય દ્વારા થઇ…..અને પછી શરુ થઇ કીર્તન ની રમઝટ….જોઈએ એનો સારાંશ….

  • “મનમાળી મૂર્તિ માવ ની રે”- ગાયક-પૂ.શુભ કીર્તન સ્વામી- રચયિતા- પ્રેમાનંદ સ્વામી
  • ” શાંતિ પમાડે એને સંત કહીએ રે..”- ગાયક- પૂ.કમલ નયન સ્વામી- રચયિતા- બાપુ ભગત
  • “આજ મુને લાગ્યો ..યોગી તારો રંગ” -ગાયક- પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી- રચયિતા- દાસ વલ્લભ
  • “જોગીડા નો જાદુ મારે રુદયે રમે..”- ગાયક- પૂ.કમલનયન સ્વામી- રચયિતા- દાસ વલ્લભ
  • “હરિકૃષ્ણ ..હૈયા નો મારે હાર છે જી હો “- ગાયક- પૂ.શુભ કીર્તન સ્વામી- રચયિતા- પ્રેમાનંદ સ્વમી
  • “કાળ ના ગળે ..નગારા કાળ ના ગળે…..”- ગાયક- પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી- રચયિતા- દેવાનંદ સ્વામી

અદભુત કીર્તન આરાધના મા સર્વ સભા જાણે કે તલ્લીન થઇ ગઈ…..ધનુર્માસ ની આં કીર્તન આરાધના સતત એક સંદેશ આપે છે કે સાચું સુખ તો એક સત્પુરુષ અને શ્રીજી મા જ છે……..

ત્યારબાદ “પુરુષોતમ બોલ્યા પ્રીતે” ગ્રંથ ( શ્રીહરિ ચરીત્રામૃત સાગર ગ્રંથ – સદ. આધારાનંદ સ્વામી રચિત- નો ગુજરાતી અનુવાદ) કે જે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નો પ્રિય ગ્રંથ છે….તેમાં થી “સહન શીલતા અને ખપ” વિષય પર પૂ.ઈશ્વર ચરણ સ્વમી એ અદભુત પ્રવચન કર્યું…….જોઈએ સારંશ……

  • કીર્તન આરાધના ના અમુક કીર્તન -દાસ વલ્લભ દ્વારા રચ્યા હતા….જે વલ્લભ ભાઈ ટાંક-અતિ નિષ્ઠાવાન-જ્ઞાની ભક્ત હતા….મૂળ રાજુલા ના- અને અંત અવસ્થા મા -પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા થી મહુવા -સત્સંગ કરતા હતા……એમણે શાસ્ત્રીજી મહારાજ થી લઈને છેક મહંત સ્વામી મહારાજ સુધી ના ગુણાતીત પુરુષો ની સેવા નો લાભ લીધો હતો….મહુવા નું ભવ્ય મંદિર- એમના સંકલ્પ બળ ને લીધે -સ્વામી શ્રી એ રચ્યું હતું…….દાસ વલ્લભ ગયા અઠવાડિયે ધામ મા ગયા….એમની સ્મૃતિ કરવા થી બળ મળે….
  • આપણે ત્યાં દાસ થવા ની પરંપરા છે……જેમ સત્સંગ ની દ્રઢતા વધુ…..તેમ દાસત્વ વધારે…..
  • સત્સંગ મા સહન કરે એ શ્રેષ્ઠ……..આપણી ગુણાતીત પરંપરા જુઓ……..ભગતજી મહારાજે તો અકલ્પનીય અપમાનો સહન કર્યા…..શાસ્ત્રીજી મહારાજ…યોગીબાપા…પ્રમુખ સ્વામી અને વર્તમાન કાલે મહંત સ્વામી એ અનેક અપમાનો -દુખ-ભીડા સહન કરી ને પણ સત્સંગ ને શોભાવ્યો છે…….
  • સુખ-દુખ-માન-અપમાન વચ્ચે સ્થિર રહેવા -આત્મ સત્તા રૂપે રહેવું અનિવાર્ય છે…..કારણ કે જ્યાં સુધી દેહ રૂપ છે ત્યાં સુધી દુખ છે……અને પ્રારબ્ધે દુખ આવે તો સહન કરતા શીખવું…….! માટે જીવન મા અપેક્ષા ઓ ઓછી……આત્મ સત્તા રૂપ તા વધુ તેમ સુખ વધુ……..
  • જીવન મા ક્ષમા નો ગુણ મોટો…..જે ક્ષમા કરે તેના પાર શ્રીજી રાજી થાય……અંતર મા ટાઢક રહે….સુખ રહે…..
  • જેટલો મોક્ષ નો ખપ હોય તેટલો જીવ વધુ સહન શીલ બને……..ટકી રહે …માન અપમાનો વચ્ચે સ્થિર રહે…..અને શ્રીજી ને એવા ભક્ત ગમે…
  • દંભી ભક્ત તો માની હોય…..અને તેના થી શ્રીજી રાજી થતા નથી…….માટે જ સત્સંગ મા સ્પષ્ટ રહેવું….શુદ્ધ રહેવું…….
  • સત્સંગ મા આવ્યા પછી -બીજા ના ગુણ જ જોવા…..સંપ તો પાયા મા જ રાખવો…..બેપ્સ નો વિકાસ થયો છે…એ સંપ-સુહાર્દભાવ ને કારણે જ થયો છે…..અને સંપ ને લીધે જ સહનશીલતા નો ગુણ આવે…..મોક્ષ નો ખપ રહે……..અને જો મોક્ષ નો ખપ હોય તો જ સત્સંગ મા બધું દિવ્ય લાગે …..માટે સત્સંગ મા આવ્યા પછી- બ્રહ્મરૂપ થવાનો ખપ અવશ્ય રાખવો…….

અદભુત……અદભુત……..!!!! આટલું વિચારી ને જીવ મા દ્રઢ કરીએ તો યે- બ્રહ્મ રૂપ થવા ના માર્ગ પાર જીવ આગળ વધે……..

સભાને અંતે – પ.ભ. ઘનશ્યામ ભાઈ પટેલ દ્વારા રચિત ” નીલકંઠ વરણી ની નેપાળ યાત્રા ”  પુસ્તક નું વિમોચન પૂ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા થયું…….

બસ- આપણે તો સત્સંગ મા આવ્યા પછી એટલું જ કરવા નું કે- દાસાનુદાસ થવાય….નાના મા નાના હરિભક્તો નો પણ કોઈ દિવસ અભાવ-અવગુણ ન આવે…..સહન શીલ થવાય….આત્મસતા રૂપ થવાય……અને એક – બ્રહ્મરૂપ થઇ ને પુરુષોત્તમ ને ભજવા -નો ખપ સદાયે રહે…….

આટલું થાય તો યે પૂરતું છે……..

જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૨૫/૧૨/૨૦૧૬

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્છા છે.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય………. ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય……….., ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતાં નથી………….. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થતું નથી……..


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૭૨

કાળ-કર્મ ને બદલવા….ભેદવા….અત્યંત કઠીન છે……જીવ કર્મ ની ગતિમાં ચાલે છે….અને કાળ ની ગતિ એમાં સાથ આપે છે……આથી સામાન્ય રીતે જીવ નું કર્મફળ- એ કર્મ અને કાળ આધારિત હોય છે….જે પ્રારબ્ધ ના પાયા પર ઘડાય છે….તો પછી કાળ અને કર્મ આધારિત ફળ બદલાય જ કેવી રીતે??? ઉત્તર ઉપરોક્ત વચનામૃત મા છે. સત્પુરુષ અને ભગવાન જો જીવ પર રાજી થાય તો એને કાળ-કર્મ અને માયા નો સ્પર્શ થતો નથી…..! આજની સભા આ વચનામૃત પર હતી….

સવારે “અક્ષર દેરી ગુણાતીત કેરી” વિષય પર શીબીર હતી…..અને એનો મહિમા -સત્પુરુષ નો મહિમા-કાર્ય અને રાજીપા અંગે અદભુત જ્ઞાન ની સરવાણી થઇ…..સાંજે ભક્તિ યાત્રા ચાલુ રહી અને આજનો સમગ્ર દિવસ સત્સંગ ..” હરિ હરપળ” ને સમર્પિત હતો…….ચાલો એમાં શિરમોર સમાન શ્રીજી ના અદભુત દર્શન કર્યા…….

fb_img_14826407516599768

સભાની શરૂઆત -યુએસ અને ઓસ્ટ્રેલિયા થી આવેલા યુવકો ( પાર્થ પટેલ અને કિશન સોલંકી..વગેરે) દ્વારા ધુન્ય અને કીર્તન દ્વારા થઇ……..પ્રજ્ઞાચક્ષુ એવા કિશનભાઈ દ્વારા “શ્યામ હમારે નયન કે તારે” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન અને પાર્થ પટેલ દ્વારા -શાસ્ત્રીય રાગ આધારિત સંત કવિ મહાપુરુષ દાસ રચિત ” રહેજો રહેજો રે….તમે સદાયે સાથે રહેજો રે…”  કીર્તન રજુ થયું…..અદભુત સ્વર….રાગ ના ઢાળ…..અને વાદ્ય સંગીત નો તાલ…………! અદભુત….અદભુત……! વિદેશ ની ધરતી પર રહી ને આપણા સંસ્કારો અઢળક જળવાઈ રહ્યા છે તેનો ગર્વ થાય છે…….

ત્યરબાદ પૂ.શ્રીજી ચરણ સ્વામી દ્વારા “પ્રમુખ સ્વામી મહરાજ ના દિવ્ય ચરિત્ર ” પર અદભુત કથન રજુ થયું…..વચનામૃત ગઢડા પ્રથમ ૬૭ મા શ્રીજી કહે છે એમ…..”કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે”……એ જ રીતે સને ૧૯૮૦ મા નૈરોબી મા એક પ્રશ્ન ના ઉત્તર મા સ્વામીશ્રી એ કહ્યું હતું કે…” અમને સતત ભગવન ભજવા અને ભજાવવા નો જ વિચાર રહે છે….અને કેમ કરી ને ભક્તો નું રૂડું થાય ” એમ રહે છે….! અને એજ ઉત્તર તેમણે ડો.સુબ્રમણ્યમ ને પોતાના આગલા પ્રોજેક્ટ ના પ્લાન પર આપ્યો હતો……….સ્વામીશ્રી માટે શ્રીજી નો રાજીપો સર્વોપરી હતો……..આત્મનિવેદી ભક્તિ ની આ પરાકાષ્ટા હતી…..

એવી જ પરાકાષ્ટા દર્શાવતા ભાવ ને પ્રદર્શિત કરતો પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના વિચરણ- ૩૦/૧૧/૨૦૧૬ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……..

ત્યરબાદ સભા ના અંતિમ ભાગ મા – પૂ.અક્ષરવત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા…વિદ્વાન સંત દ્વારા વચનામૃત ગઢડા પ્રથમ-૭૨ પર આધારિત અદભુત…રસપ્રદ પ્રવચન થયું…..જોઈએ તેનો સારાંશ…..

  • કાળ અને કર્મ કોઈને છોડતા નથી…..પણ સાચા હૃદય થી થતી ભક્તિ થી એમાં થી બચી શકાય છે…..
  • નીલકંઠ વરણી રૂપે શ્રીજી એ ભક્તિ કેમ કરવી….કઈ રીતે કરવી….એ જગત ને શીખવ્યું…….સમગ્ર જીવન મા શ્રીજી હમેંશા પોતાના પ્રેમીજન ને વશ રહ્યા……..ગઢડા મા શ્રીજી સદાયે રોકાયા કારણ કે ગઢપુર વાસીઓ નો પ્રેમ -શ્રીજી ને વશ કરી ગયો…..
  • શ્રીજી એ જગત ને શીખવ્યું કે નવધા ભક્તિ કોને કહેવાય……શ્રવણ ભક્તિ ના ઉદાહરણ રૂપે- ગઢડા મા શ્રીજી એ પ્રાગજી પુરાણી  પાસે સતત સાત વાર ભાગવત ની કથા કરાવી……સાંભળી……..! તે જ રીતે પ્રેમાનંદ..બ્રહ્માનંદ સ્વામી ના ગીત..પદ પર શ્રીજી પોતે ડોલતા…….રાતોરાત ઉજાગરા વેઠી કીર્તન નો લાભ લેતા…….ભક્તો ને રાજી કરતા….
  • તો એ જ રીતે કોઈ ભક્ત શ્રીજી ની અનુંવૃતી પારખી સેવા કરે તો- એના પર અતિ રાજી થઇ પોતાના ચરનારવિંદ આપતા…..વસ્ત્ર આદિક આપતા…..ખેંગાર ભક્તે -શ્રીજી ની મરજી પારખી -ગઢડા મંદિર ના બાંધકામ મા ગજા બહાર ની સેવા કરી શ્રીજી ને રાજી કર્યા તો સામે શ્રીજી એ પોતે બીમાર હોવા છતાં -ખેંગાર ભક્ત નો સંકલ્પ પુરો કરવા ચંદન ચર્ચી ભક્ત ને મળ્યા……
  • પરમહંસો પોતે અતિ સમર્થ હોવા છતાં શ્રીજી ને રાજી કરવા તેમના અતિ કઠીન ૧૧૪ પ્રકરણ મા થી પસાર થયા…..વૈરાગીઓ ના હાથે અસહ્ય માર ખાધો….અપમાન સહન કર્યા…….છતાં તેમનો આનંદ સર્વોપરી હતો…..કારણ કે શ્રીજી ને રાજી કર્યા નો ખપ હતો…..
  • આવી ભક્તિ હોય તો શ્રીજી વશ થ્ય અને આપણા કાળ-કર્મ ટળે……..બ્રહ્મરૂપ થવાય…….અને એ આપણા ગુણાતીત ગુરુ પરંપરા મા જોવા મળે છે…..ભક્તો ના પ્રેમ-સ્નેહ-ભક્તિ ને વશ થઇ સત્પુરુષ એમના કાળ-કર્મ ને ટાળે છે……અમેરિકા ના બાલકૃષ્ણ ભાઈ -કે જેમને ડોક્ટરે મૃત જ જાહેર કર્યા હતા….તેમને પ્રમુખ સ્વામી મહારાજે જીવતદાન આપ્યું…..અને એ પછી તો બાલકૃષ્ણ ભાઈ ૧૫ વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી એ ડેથ સર્ટીફીકેટ પોતાના ખીસા મા લઇ ફરતા….!!!! કેટલો વિશ્વાસ….કેટલી શ્રદ્ધા……!
  • આમ, સત્પુરુષ અને ઇષ્ટદેવ મા અતુટ વિશ્વાસ….નિષ્ઠા…..એ ભક્તિ નું અનિવાર્ય અંગ છે…..! ભક્તિ કરતા સુખ આવે કે દુખ…..પણ જીવ નો વિશ્વાસ અતુટ રહે….ડગે નહિ…….

અદભુત…..અદભુત….! પૂ.અક્ષરવત્સલ સ્વામી ની રસાળ શૈલી……શબ્દો ની ગૂંથણી……અસ્ખલિત વાણી પ્રવાહ…….અને તીવ્ર યાદ શક્તિ……ઊંડું જ્ઞાન…..એમને એક અદભુત વક્તા બનાવે છે……..

તો ૨૦૧૬ ના વર્ષ ની અંતિમ રવિસભા અદભુત હતી…….નવા વર્ષ મા ઉજ્વળ સત્સંગ ની નોબત વગાડતી….એક ચેતના નો સંચાર કરતી સભા હતી………

બસ જરૂર છે તો- સત્પુરુષ અને શ્રીજી મા દ્રઢ નિષ્ઠા ની……સર્વોચ્ચ ભક્તિ ભાવ ની……નિષ્કામ પ્રેમ -સ્નેહ ની……..!

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS ગુણાતીત રવિસભા -૧૬/૧૦/૨૦૧૬

સ્વામી ગુણાતીતાનંદ આજ, આવીને અઢળ ઢળ્યા;

જેને મળિયા તેનાં સરિયાં કાજ, અંતર તાપ ટળ્યા… ૧

એવા સ્વામી ને શ્રીહરિ દોય, મળી એક નામ થયું;

સ્વામિનારાયણ સુખરૂપ, એવું ભજન લ’યું… ૨

એવા સ્વામિનારાયણ રે, ભજે તેના કષ્ટ હરે;

એને ઇષ્ટ જે જાણે રે, તે તો સકુટુંબ તરે… ૩

એવા ગુણાતીતાનંદ આજ, પ્રગટ ગુરુરૂપ હરિ;

અખંડાનંદજી કહે એમ અંતર પ્રેમ ભરી… ૪


શ્રીજી ના હૃદયગત સિધ્ધાંત –સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત કહે છે…..”અક્ષર રૂપ થઇ ને પુરુષોત્તમ ની ભક્તિ કરવી” અને સ્વયમ શ્રીજી પોતાના વચનામૃત (લોયા-૭) મા કહે છે “ અક્ષર રૂપ થયા વગર પુરુષોત્તમ ની ભક્તિ ન થાય….”…વળી શાસ્ત્રો મા વર્ણવ્યું છે કે અક્ષર એ પુરુષોત્તમ ને રહેવા નું ધામ છે….શ્રીજી જયારે પૃથ્વી પર દેહ ધરે ત્યારે આ ધામ સાથે જ પધારે છે…….  તો પછી પ્રશ્ન એ કે –શ્રીજી અહી પધાર્યા એ સમયે અક્ષર કોણ?? અક્ષર ની ઓળખાણ ..સ્વરૂપ શું??? અક્ષર કઈ રીતે થવાય….??? ….આ બધા પ્રશ્નો ના ઉત્તર આજે સભામાં હતા……કારણ કે આજની સભા એ – શરદ પૂર્ણિમા એ પ્રગટેલા અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના પ્રાગટ્યોત્સવની સભા હતી……..! એક એમનું સ્વરૂપ….મહિમા…વાતો સમજાય….દ્રઢ થાય તો પુરુષોત્તમ ક્યાય છેટે નથી…….

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ પહેલા ઠાકોરજી ના પૂર્ણ ચંદ્ર દર્શન હૃદય ભરી ને કરવામાં આવ્યા……..અદ્ભુત દર્શન….!

14650313_1121393511231949_8219697805085585329_n

સભાની શરૂઆત સંતો-યુવકો દ્વારા ધુન્ય પ્રર્થના થી થઇ…..પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી તરફ થી ..અખંડાનંદ બ્રહ્મચારી રચિત પ્રખ્યાત કીર્તન…” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળક ઢળ્યા..” રજુ થયું……..!

ત્યારબાદ બાળમંડળ દ્વારા ઠાકોરજી ની આરતી થઇ……………અને એમના દ્વારા જ –સ્વામી ના નાનપણ ના પ્રસંગો…..ઠાકોરજી ને દૂધ ધરાવ્યા નો પ્રસંગ….બાળપણ થી જ ભક્તિ કરવા નો ખપ….શ્રીજી સાથેની દ્રઢ એકરૂપતા વગેરે રજુ થયા……….અને એ જ પ્રસંગો…..વિડીયો દર્શન – બાળમંડળ નું નૃત્ય પ્રદર્શન “મુળજી ઓ મુળજી” દ્વારા રજુ થયા…….અદ્ભુત રચના હતી…..! ગુણાતીતાનંદ સ્વામી નું જીવન ચરિત્ર એટલું વિશાલ છે કે તેને શબ્દો કે સંવાદ મા બાંધવું મુશ્કેલ છે….છતાં પ્રયત્ન અદ્ભુત હતો.

ત્યરબાદ યુવકમંડળ દ્વારા ઠાકોરજી ની આરતી થઇ………અને પછી પૂ.પ્રેમવદન સ્વામી દ્વારા ગુણાતીત ના મહિમા ની યશગાથા :” સહજાનંદ જી શરણે તમારે રાખો રે…..ગુણાતીતાનંદ ભવ ના બંધન કાપો રે…”  રજુ થયું…..પધ્યની અમુક પંક્તિઓ  મા સ્વામી ના ચરિત્ર અને એ જ પધ્ય નું ગધ્ય સ્વરૂપે વિવિધ વક્તા ઓ દ્વારા ઊંડાણ પૂર્વક વર્ણન – એ રીત ની રજૂઆત સમગ્ર સભા ના અંત સુધી રહી……..જોઈએ સારાંશ………..

  • પંચાળા ના દરબાર ઝીણાભાઈ ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ને સૌપ્રથમ વાર તિલક કરી હરીએ એમની ઓળખાણ આપી…..સારંગપુરમાં ફૂલદોલ ઉત્સવ મા રાઠોડ ધાધલ ને ત્યાં સ્વામી ની ઓળખાણ……વગેરે પ્રસંગો નું વર્ણન યુવક પ્રવચનકાર દ્વારા થયું……અને એ પછી ક્રમ મુજબ વડીલો દ્વારા ઠાકોરજી ની આરતી થઈ…….
  • એ પછી ની પંક્તિ મા પૂ.પ્રેમવદન સ્વામી એ જે સ્વામી ચરિત્ર વર્ણવ્યું ..એમાં ગધ્ય ના રંગ પૂરતા પૂ.વૈરાગ્ય નિધિ સ્વામી એ –મુંજો સુરુ અને વાલેરો વરૂ છાત્રસર ના પ્રતાપસિંહ…રામો હાટી જેવા અધમ મનુષ્ય કઈ રીતે….સ્વામી ના દિવ્ય પ્રતાપે મહાન ભક્ત બન્યા …એમનું જીવન પરિવર્તન થયું એની વાત કરી………! અને એ જ દિવ્યતા આજે પણ પ્રગટ ગુણાતીત પુરુષ દ્વારા ચાલુ છે….એ આફ્રિકા ના સુભાષ ભાઈ પટેલ અને અન્ય પ્રસંગો દ્વારા વર્ણવ્યું……
  • છેલ્લી પંક્તિઓ “કડ કડ બોલે કાંટા” ના ગધ્ય નિરૂપણ મા પૂ.ધર્મ તિલક સ્વામી એ કહ્યું કે- સ્વામી એ પોતાનું અક્ષર પણું…..શ્રીજી સાથે ની એકરૂપતા બાળપણ થી જ વિવિધ પ્રસંગો એ દર્શાવી હતી….અને સેવા ..વિચરણ…દર્શન નો ઇશક એવો કે એમના પગ પથ્થર જેવા થઇ ગયા હતા…..કાંટા પણ બટકાઈ જાય એવો ભીડો એમણે વેઠ્યો હતો……અને હરિભક્તો મા એવી નિષ્ઠા જગાવી હતી કે – સ્વામી રઘુવીરજી મહરાજ ને કહેતા કે હરિભક્તો એક આજ્ઞા એ અ ખેંગાર વાવ પોતાના માથા થી ભરી દે….!
  • પૂ. કોઠારી આત્મકીર્તિ સ્વામી એ પણ એ જ વાત કરતા કહ્યું કે……મોટા મોટા સંત હોય…હરિભક્ત હોય કે ખુદ આચાર્ય મહારાજ હોય….સર્વ પોતાના દોષ…ગ્રંથી ટાળવા જુનાગઢ સ્વામી પાસે જતા……આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે તો પોતાની ગ્રંથી ટાળવા સતત ત્રણ માસ સુધી એક તીર્થયાત્રી તરીકે સ્વામી નો સમાગમ કરેલો અને –સ્વામી મૂળ અક્ષર છે એ ગુણ એમને આવેલો….એ જ વાત ની પુષ્ટિ વડતાલ મંદિર ના આદિ કોઠારી ગોવર્ધન ભાઈ એ કરેલી…..! એ જ રીતે દાજીભાઈ નામના પ્રતિષ્ઠિત વ્યક્તિની કામ ગ્રંથી ટાળી હતી……નિર્વાસનિક કર્યા હતા………! આવા તો અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાય ના સુવર્ણ ઇતિહાસ મા દર્જ છે………..એ જ દર્શાવે છે કે- આ તો એક અક્ષર જ કરી શકે……

અદ્ભુત…..અદ્ભુત…….સભાને અંતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણાતીત પ્રાગટ્યોત્સવ પ્રસંગે આશીર્વચન નો વિડીયો રજુ થયો………એ જ ગુણાતીત ચિરંજીવી પણે આજે પણ પ્રગટ છે…….અને ભવિષ્ય મા પણ સદાયે પ્રગટ રહેશે………

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

  • આવતા રવિવારે ભવ્ય બાળ મેળો છે……સ્થળ- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ મેદાન…..સમય- સાંજે ૫ થી ૭……….આનંદો હરિ..આનંદો……!
  • જમો ને જમાડું-અન્નકૂટ સેવા અભિયાન ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે……સર્વ સેવા કરનાર ને પ્રાર્થના કે – અન્નકૂટ ના દર્શન કરવા અચૂક પધારે………..
  • આવતી પરા સભા ઓ ( જે તે વિસ્તાર ની અઠવાડિક સભાઓ) મા – સ્વામિનારાયણ પ્રકાશ નો વિશેષ અંક-(૧૬૦ પેજ નો…..પ્રમુખ ચરિતમ થી ભરપુર) રૂબરૂ સર્વ ગ્રાહક હરિભક્તો ને પ્રાપ્ત થશે…….સાથે સાથે દિવાળી ગ્રીટિંગ કાર્ડ ( કે જેમાં અન્નકૂટ પ્રસાદી કાર્ડ હશે) પ્રાપ્ત થાશે……..
  • સંત વ્યાખ્યાન માળા ના નવા અંક- એમ પી થ્રી રૂપે પ્રગટ થયા છે……સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધ્યાન થયા એ પછી સારંગપુર મા થયેલા ભક્ત ચિંતામણી પારાયણ ની MP3 પણ પ્રગટ થઇ છે…….

અને અંતે આરતી બાદ – સૌને દૂધ પૌંઆ નો મસ્ત મજાનો પ્રસાદ પ્રાપ્ત થયો……અક્ષર ના મહિમા સાથે ની શીતળ પૂર્ણિમા –જીવ અને દેહ બંને ને શાંત ..સંતૃપ્ત કરતી ગઈ….! ગુણાતીત ની આ તો લાક્ષણિકતા છે કે જ્યાં ભક્તિ-અધ્યાત્મિકતા ના ગહન રહસ્ય –જીવન ની રોજબરોજ ની ક્રિયા ઓ સાથે સહજ રીતે વણાઈ જાય છે……જીવન નો એક ભાગ બની જાય છે……..!

જય જય ગુણાતીત…..કે જેને સમજ્યા વગર શ્રીજી ઓળખાતા નથી…………જેને જાણ્યા વગર શ્રીજી પમાતા નથી……કે જેના સંગ વગર અક્ષર થવાતું નથી…..ભવ ના ફેરા ટળતા નથી……!

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૨/૦૫/૨૦૧૬

બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સૂધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે જે, ‘મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.’ માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થશે.”

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું સાધન તો અંતર્દ્રષ્ટિ છે. તે અંતર્દ્રષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક, વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંતર્દ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદ્રષ્ટિ છે.


વચનામૃત-ગઢડા -પ્રથમ-૪૯

ભગવાન માં  જ  જીવ ને જોડવો…..એક એમની સામે  દ્રષ્ટિ હશે તો બધું જ  છે…..બાકી  બધું ફોગટ છે. …અંતર્દ્રષ્ટિ ..Introspection … ની વ્યાખ્યા શ્રીજી અહી અલગ જ રીતે કરે  છે…….પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એની મૂર્તિ સામે જોઈ રહેવું…એક એમનામાં જ વૃતિ રાખવી એ જ અંતર્દ્રષ્ટિ…..બાકી બધું બાહ્ય્દ્રષ્ટિ..! આજની સભા આ નિષ્ઠા પર હતી….સત્સંગ સભા ના આ બે કલાક – અઠવાડિયા ના ૧૬૮ કલાક ની જીવ પર ચડેલી ધૂળ ને ખંખેરી નાખે છે……!!! જીવના રીચાર્જ માટે આનાથી ઉત્તમ સાધન બીજું કોઈ નથી…….

સભામાં પહોંચ્યા ત્યારે સર્વપ્રથમ ઠાકોરજી ના દર્શન…….ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ મન મોહક હતી…

collage_20160522173242301_20160522173421214.jpg

..ત્યારબાદ સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને યુવકો દ્વારા “ભજમન સ્વામિનારાયણ’ ધુન્ય ચાલી રહી હતી…….ત્યારબાદ  યુવકો ના મુખે સદગુરુ દેવાનંદ રચિત કીર્તન…” ભજીલે ભગવાન સાચા સંત ને મળી”….ત્યારબાદ  અખંડાનંદ બ્રહ્મચારી રચિત કીર્તન….” થાય છે જય જય કાર ..સ્વામી નો..” રજુ થયું…….અને પછી શ્રી સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ નો વિડીયો( ૧૨ મેં-૨૦૧૬) નો રજુ થયો……….

અદ્ભુત…..અદ્ભુત……સ્વામીશ્રી ના મો પર તેજ જુઓ……સારંગપુર ઉત્સવ નો ઉત્સાહ જુઓ….તો સમજાય કે સ્વામીશ્રી ને સારંગપુર તીર્થસ્થાન નો..મંદિર નો મહિમા કેટલો છે…..અને ઉત્સવ મહારતી….મંદિર શણગાર ના અદ્ભુત દર્શન…..અદ્ભુત લાઈટીંગ…….જોઇને લાગે કે મોતીભાઈ ને -બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સુવર્ણ જડિત જે  ત્રણ માળ નું અદ્ભુત મંદિર જમીનમાં થી પ્રગટ કરીને બતાવ્યું હતું….એ આજે બધાની નજર સમક્ષ સાક્ષાત ઉભું હતું…..

ત્યારબાદ બેપ્સ યોગીજી મહારાજ હોસ્પીટલમાં ચાલતા આયુર્વેદિક વિભાગ-નિરામય- ના વડા -વૈદ્ય શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ દ્વારા ગ્રીષ્મ-વર્ષા ઋતુ માં શું -ધ્યાન રાખવું જોઈએ…કેવો આહાર લેવો જોઈએ….એ પર સ્લાઈડ શો દ્વારા ઉંડાણ પૂર્વક પ્રવચન થયું…….ઘણી રસપ્રદ માહિતી હતી…..સાથે સાથે નિરામય વિભાગમાં કઈ પ્રકાર ની સગવડો…સારવાર પદ્ધતિઓ છે……તેની માહિતી પણ આપવામાં આવી…….નિરામય નો લાભ જરૂર લેવામાં આવશે….અને વર્ષાઋતુ માં એમની સલાહ મુજબ વર્તવાનો પ્રયત્ન કરવામાં આવશે….

This slideshow requires JavaScript.

ત્યારબાદ સંસ્થા ના વિદ્વાન સંત પુ. વિવેક જીવન સ્વામી દ્વારા વચનામૃત- ગઢડા પ્રથમ-૪૯ -અંતર્દ્રષ્ટિ પર રસપ્રદ પ્રવચન થયું…….જોઈએ સારાંશ…..

  • જીવની વૃતિ એક ભગવાનમાં રહે તેને અંતર્દ્રષ્ટિ કહેવાય…..
  • પણ જીવ છે જ એવો કે એને જગતના વિષયો સાચા મનાય છે…..ભગવાન મળે પણ એમાં જોડાઈ શકતો નથી……
  • જ્યાં સુધી જગતમાં આસક્તિ છે ત્યાં સુધી  ભગવાનમાં વૃતિ નહિ જોડાય……
  • જગતના કાર્યો -વ્યવહારો તો ચાલુ જ રહેવાના પણ એ વચ્ચે જીવને એક શ્રીજીમાં જોડવાનો છે…..
  • ગઢડા મધ્ય-૮ પ્રમાણે- જીવને શ્રીજી માં જોડવો એટલે જ્ઞાનયજ્ઞ કરવો……અને આ જ્ઞાનયજ્ઞ એટલે જ અંતર્દ્રષ્ટિ…….એના વગર કલ્યાણ ન થાય…..
  • જીવનમાં – પ્રખ્યાત માર્શલ આર્ટીસ્ટ બ્રુસ લી ના Split second pause ની જેમ જગતના વ્યવહાર માં અમુક પળો પોતાના માટે લઇ લેવી…..પોતાના જીવ વિષે વિચારી…જીવને શ્રીજી માં જોડી  દેવો……
  • આપણા ગુણાતીત પુરુષો એ એ જ કર્યું છે…..અખંડ ભગવાનની મૂર્તિ ને અંતરમાં ધારી છે……દરેક કાર્ય માં ભગવાનને આગળ રાખ્યા છે…દેહ અને આત્મા ને અલગ-અલગ જાણ્યા છે…સમજ્યા છે….અને વર્ત્યા છે….
  • આપણે પણ એ જ કરવાનું છે……જીવને દેહ થી નોખો સમજી…તેને  સત્પુરુષ થકી બ્રહ્મરૂપ કરી એક પુરુષોત્તમ માં જોડવાનો છે……

અદ્ભુત….અદ્ભુત…….જીવને જો આવી અંતર્દ્રષ્ટિ થાય તો- કલ્યાણ હાથ વેંત માં રહે……

સભાને અંતે – તારીખ- ૨૬ થી ૨૮ મેં- પ્રમુખ વાટિકા- શાહીબાગ માં યોજાનાર “પારિવારિક સંબંધો- વક્તા- પુ.આદર્શજીવન સ્વામી…..પારાયણ પર જાહેરાત થઇ…….અચૂક લાભ લેવો……સમય રાત્રે-૮ થી ૧૧ નો છે…..

તો આજની સભા – અંતર્દ્રષ્ટિ ની સભા હતી…જીવ ને ક્યાં જોડવો??? કઈ રીતે જોડવો??? એના પર હતી………તમે ઊંડું વિચારશો તો સમજાશે કે- જગતમાં વિષયો-ભોગ-સુખ પાછળ નો દોડાદોડ એ ફોગટ ના ફેરા જ છે………..સાચું ધ્યેય અને અખંડ સુખ તો એક ભગવાનમાં જ છે………..! ભગવાન સિવાય બીજે ક્યાય જીવ લાગે તો પસ્તાવા નું જ છે……

જય સ્વામિનારાયણ

શુભ રાત્રી…..

રાજ

 

 


1 Comment

BAPS કીર્તન રવિસભા -૧/૫/૨૦૧૬

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં….૦
મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી… માવા રે..૦
હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી… માવા રે..૦
અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી… માવા રે..૦
બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી… માવા રે..૦


બ્રહ્માનંદ સ્વામી

સંવંત ૧૯૮૫-મહા સુદી છઠ નો શુભ દિવસ……સારંગપુર  મહાતીર્થ સ્થાન માં  અક્ષર પુરુષોત્તમ  મહારાજ નું ગગનચુંબી મંદિર આકાર લઇ રહ્યું હતું……હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ નું સ્થાપન થયું હતું….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મુખે “..જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં…” કીર્તન નો બ્રહ્મનાદ રેલાઈ રહ્યો હતો…અને  તત્કાલીન વડતાલ આચાર્ય મહારાજ લક્ષ્મીપ્રસાદ ના સુપુત્ર રાધારમણ પ્રસાદ એકીટસે એ મૂર્તિ નું દર્શન કરી રહ્યા  હતા…..બ્રહ્મ સ્વરૂપ ના  સુર અને  પરબ્રહ્મ ના  દર્શન -નો સંગમ..રાધારમણ પ્રસાદ ને સમાધિ પ્રકરણ માં ખેંચી ગયો…!!! શ્રીજી મહારાજ ના  સમાધિ પ્રકરણ પછી ઘણા સમયબાદ નું એ સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ફરીથી શરુ થયું હતું….એમાં શ્રીજી ની જ કૃપા હતી…..! આ હતો કીર્તન…હરિ ના  દર્શન નો અદ્ભુત સમન્વય..જે સત્પુરુષ દ્વારા ..શ્રીજી ની કૃપા સમાધિ નું નિમિત્ત બન્યું…..!!!! આજે સભામાં એવો જ માહોલ હતો…સારંગપુર વિદ્યામંદિર થી પધારેલા વિદ્યાર્થી મંડળ દ્વારા અદ્ભુત કીર્તન આરાધના નો જે માહોલ ઉભો થયો કે જાણે કે સમગ્ર સભા સમાધિ માં જ ડૂબી ગઈ….! તો ચાલો….એ કીર્તન સભાને  શબ્દ દેહે માણીએ….

અમદાવાદ આજકાલ ૪૩-૪૫ ડીગ્રી ગરમી માં શેકાઈ રહ્યું છે…..અને સાંજ લગભગ ૮ વાગ્યે પડે છે….આવા સમયમાં હૈયે હૈયું દળાય -એટલી ભીડ રવિસભામાં ઉમટે -એ  શ્રીજી નું પ્રગટ પ્રમાણ જ કહેવાય…..!! શ્રીજી ના અદ્ભુત દર્શન કર્યા….

13082577_542379242616919_3562701539582650633_n

સભામાં ગોઠવાયા ત્યરે સારંગપુર વિદ્યામંદિર ના આ નાના પણ રાઈ ના દાણા…..સ્ટેજ પર “શસ્ત્ર” સરંજામ સાથે ગોઠવાયા હતા……ધુન્ય…પ્રાર્થના….ના  બહુ વચની સુરો ચારે તરફ સભાને ગુંજવી રહ્યા હતા……..અને પછી જે અદ્ભુત કીર્તન…..કીર્તન ની વચ્ચે મીઠી મધુરી કોમેન્ટ્રી……ની સરવાણી શરુ થઇ …..તે દર્શનીય હતી….જોઈએ એ કીર્તન આરાધના ની પ્રસ્તુતિ…..સારાંશ…

20160501_184939.jpg

  • મન નો મોરલીયો રટે તારું નામ….મારી ઝુંપડી એ આવો ઘનશ્યામ …..( ગાયક-નીલકંઠ)
  • આ કાયામાં થી હંસલો અચાનક ઉડી જશે….( ગાયક-હાર્દિક)
  • જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં…….( ગાયક-આકાશ)
  • શોભે શોભે રસીક્વર છેલ રે……( ગાયક-ગુંજન)
  • દિખલા દીદાર પ્યારા ..મેહબૂબ હમારા…..( ગાયક- ગુંજન..આકાશ..કોરસ)
  • સંત સમાગમ કીજે…..( શાસ્ત્રીય રાગમાં)
  • ધન્ય ધન્ય હે સ્વામી …….
  • દોહા-છંદ ની રમઝટ ………એટલી અદ્ભુત હતી કે  સભા -બાળકો સાથે ઝૂમી ઉઠી……તાળીઓ ના અસ્ખલિત ગડગડાટ અટકવાનું નામ જ નહોતો લેતો……!!!

સતત દોઢ-પોણા બે કલાક સુધી ચાલેલા આ ભવ્ય..અવિસ્મરણીય કીર્તન આરાધના એ સૌના હૃદય ને તાજા કરી દીધા……..વક્તા એ કહ્યું કે- આ વિદ્યાર્થીઓ માત્ર ગાવામાં જ નહિ…પણ રાજ્ય લેવલે -ભણવામાં પણ નંબર લાવે છે……૧૦૦% રીઝલ્ટ સાથે આવી ભક્તિ…..કીર્તન-સેવા….પછી બાકી શું રહે???? આ બાળકો એ – સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ( ૧૩ મેં-૨૦૧૬..સાંજે ૭ વાગ્યે…સૌને સહર્ષ આમંત્રણ છે..) પ્રસંગે આવી ૨૫ કીર્તન આરાધના નો સંકલ્પ કર્યો હતો…….અમદાવાદ ની આ આરાધના ૨૩ મિ હતી…….અને છેલ્લી કીર્તન આરાધના સ્વયમ સત્પુરુષ- પ્રમુખ સ્વામી મહારાજ આગળ થવાની છે……….!!!

સભાને અનુચિત પ્રવચન માં  પુ.કોઠારી આત્મકીર્તી સ્વામીએ કહ્યું કે – લક્ષાવધી મનુષ્યો ને સમાધિ થવી એ શ્રીજી નું એક પુરુષોત્તમ હોવાનું લક્ષણ હતું…..અને આજની સભા એવી જ રહી…કે જ્યાં સત્પુરુષ અને શ્રીજી પ્રગટ પ્રમાણ છે……સારંગપુર વિદ્યામંદિર માં વિદ્યાદાન ની સાથે સાથે સંસ્કાર-ઘડતર નું જે કાર્ય થાય છે…એવું તો કદાચ આપણા ઘરે પણ ન થઇ શકે…….!! અંતર ના સંતાપ શમાવવા આવા ઘડતર…સંસ્કાર…વિદ્યા-જ્ઞાન ની જરૂર પડે…અને એ માટે -સત્પુરુષ અને શ્રીજી ને નિરંતર સાથે રાખવા પડે…….!! એટલે વધુ સુખ માટે એમની સાથે વધુ જોડાવવું પડે…..!

અંતે જાહેરાત થઇ કે- મંદિર અને બાળ સંસ્કાર -પર અંગ્રેજીમાં એક પુસ્તક પ્રગટ થયું છે………માં-બાપ અને શિક્ષકોએ જરૂર વસાવવું…..

સાથે સાથે ગ્રીષ્મ પારાયણ ની પણ જાહેરાત થઇ……

This slideshow requires JavaScript.

તો આજની સભા અદ્ભુત હતી…..અવિસ્મરણીય હતી……..સમાધિ ની શરૂઆત કરાવે એવી હતી…..સત્સંગનો સહજ માર્ગ પ્રશસ્ત કરાવે એવી હતી……..!! કોટી કોટી વંદન વિદ્યામંદિર ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને કે- જેમના લીધે સત્પુરુષ અને શ્રીજી ના મહિમા..રાજીપા નો માર્ગ સહજ સમજાયો……!

બસ- એક એમના રાજીપા નો જ વિચાર કરવો………જો એ થશે તો બધા જ રાજી થશે..!

જય સ્વામીનારાયણ….

રાજ


Leave a comment

BAPS કીર્તન રવિસભા -૩૧/૦૧/૨૦૧૬

ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂરતિ મારે મનમાની
  જીવન જોયા લાગ છે રે...૦
તરુણ મનોહર મૂરતિ રે,  રેખા ઉઠે નાની નાની... જીવન° ૧
મસ્તક મુગટ જડાવનો રે,  કુંડલ મકરાકાર... જીવન
કેસર તિલક લલાટમાં રે,  જોઈ જોઈ વાધે પ્યાર... જીવન° ૨
ઉરમાં અનોપમ ઉતરી રે,  કંચન કેરી અનૂપ... જીવન
રતને જડિત બાજુ બાંધિયા રે,  સુર નર મુનિ ને ભૂપ... જીવન° ૩
વેઢ વીંટિયું કડાં સાંકળા રે,  શોભે છે કરવર માંયે... જીવન
પ્રેમાનંદ છબી ઉપરે રે,  તન મન ધન બલ જાયે... જીવન° ૪
--------------------------------------
સદગુરુ પ્રેમાનંદ  સ્વામી 

તો કીર્તન પર થી જ અંદાજો આવ્યો હશે કે  આજની સભા  વિશિષ્ટ  કીર્તન સભા  હતી……ગઈ  બે રવિસભા  વિવિધ કારણોસર માણી ન શક્યો એથી આજની સભા છોડવા  ની  કોઈ  જ  તૈયારી  ન હતી……સમયસર પહોંચી ગયા અને ઠાકોરજી  ના દર્શન કરી  સભામાં સ્થાન લીધું

12647239_1662131914074641_519801996203376873_n

એ  સમયે સારંગપુર-અમદાવાદ-અટલાદરા થી આવેલા  સંતો-યુવકો  યોગ્ય સ્થાને  ગોઠવાયેલા  હતા…….અને  પુ.મધુર કીર્તન  સ્વામી  ના સુમધુર કંઠે “ઓમ સ્વામિનારાયણ નમ: ” મંત્રોચ્ચાર સાથે  કીર્તન  આરાધના  ની અદ્ભુત-મનોનીય  શરૂઆત થઇ….. જોઈએ-ધુન્ય અને કીર્તન  ની રમઝટ નો ચિતાર….

  1. ધુન્ય- પુ.મધુર કીર્તન સ્વામી અને સંતો-યુવકો
  2. વ્હાલા રુમઝુમ કરતા કાન…… – રચયિતા- મુક્તાનંદ  સ્વામી; કંઠ- પુ.ગુરુ નયન સ્વામી
  3. ભૂલીશ હું જગત ની માયા- રચયિતા- રસિક દાસ – કંઠ- પુ.ગુરુકીર્તન સ્વામી
  4. ધર્મકુંવર હરિકૃષ્ણ ની રે મૂર્તિ મારે મનમાની – પ્રેમાનંદ- કંઠ- પુ.શુભ કીર્તન સ્વામી
  5. ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ- પ્રેમાનંદ સ્વામી- કંઠ- પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી
  6. મળ્યા આપ  મુજને- પુ.મધુરવદન સ્વામી- કંઠ -પુ.મધુર કીર્તન સ્વામી
  7. તું રંગાઈ જાને રંગમાં……- રચયિતા-અજાણ્ય- કંઠ-પુ. ગુરુકીર્તન સ્વામી
  8. દોહા-છંદ ની રમઝટ- પુ.મધુર ક્રીતન સ્વામી અને પુ.શુભ કીર્તન સ્વામી અને સંતો-યુવકો

અદ્ભુત……અદ્ભુત………દોઢ કલાક માં થયેલી  કીર્તન ની આ સુમધુર વર્ષા બધાને તરબોળ કરતી ગઈ…..મનમાં ઈચ્છા હતી કે હજુ કીર્તન ચાલે અને આમ જ બસ ભીંજાતા જઈએ…..

ત્યારબાદ- સભામાં હાજર પરમ પૂજ્ય મહંત સ્વામી એ  અત્યંત રાજી થઇ- સભાને પોતાના આશીર્વચનો નો લાભ આપતાં કહ્યું કે……

  • દલપતરામ કવીએ પોતાના પદ માં કહ્યું છે એમ- અન્ય ના તો એક… આપના અઢાર છે……એમ, અન્ય ના તો ગુણ જોવા..પણ આપણા જે અનંત દોષ છે..તે અંતર્મુખી થઇ ને જોવા…..
  • આપણા પુણ્ય નો તો કોઈ પાર નથી…..મનુષ્ય જન્મ મળવો અને એ પણ આવા સત્સંગ માં જન્મ મળવો- એ અતિ દુર્લભ છે…ભગવાન ની આવી કૃપા વગર…અહી જન્મ મળે જ નહિ…….. પણ આપણ ને સમજાતું નથી…..!! કેમ????
  • કેમ કે – આપણે જગત ના સુખ-સુખ સમજી ને ગોથા ખાઈએ છીએ……એનું અન્ય કારણ છે….સંતો-અને સત્સંગીઓ નો અભાવ…….અભાવ ગુણ – એ ઝેર છે…….એને લીધે જીવ સત્સંગમાં થી પાછો પડી જાય છે…..અંતે લખ ચોરાસી માં ભટકે છે……
  • શ્રીજી કહે છે કે- સત્સંગમાં જીવ ને જેટલો ખપ -એટલું જ એનું કારણ શરીર ટલે છે…………..અને કારણ શરીર -ટળવું એ મોટું સાધન-મોટી પ્રાપ્તિ છે……..
  • શ્રીજી કહે છે કે- નિયમ ધર્મ માં રહે…….પ્રત્યક્ષ માં જેટલી દ્રઢ નિષ્ઠા -એ જ સાચો હરિભક્ત………
  • ભગવાન ના સ્વરૂપ માં અખંડ અને સ્થિર વૃતિ રાખવી એનાથી કઠીન કાર્ય બીજું કોઈ નથી…….અને એનાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી…….! ભક્ત ને જ્યાં  સુધી ભગવાન સિવાય-અન્ય બીજે આલંબન હોય ત્યાં સુધી ભગવાન પ્રગટ થતા નથી…………એક ભગવાન માં જ જીવ રાખવો…..

અદ્ભુત……….! પરમ પૂજ્ય મહંત સ્વામી ની સાધુતા…..ધીર-ગંભીર-ઘૂંટાયેલો અવાજ અને એની ગહનતા -જો સમજાય તો જીવ બ્રહ્મરૂપ જરૂર થઇ જાય……….! પુ.પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા અમુક જાહેરાત થઇ….

  • પરમ પૂજ્ય મહંત સ્વામી નું સ્વાસ્થ્ય હવે સારું છે અને આવતીકાલે તે પુનઃ પોતાનું વિચરણ શરુ કરી રહ્યા છે……પુ.સત્સંગિજીવન સ્વામી એ – સ્વામીશ્રી નું ફૂલહાર થી અભિવાદન કર્યું અને સભાએ ભગ્ન હૃદયે -સ્વામી ને વિદાય આપી….
  • તારીખ-૭ /૨ એ પશ્ચિમ અમદાવાદ ના હરિભક્તો માટે દાબડા ઉત્સવ- સોલા ભાગવત ખાતે છે…..અને ૧૪ તારીખે- પૂર્વ અમદાવાદ માટે- લંબે હનુમાન- દાસ્તાન સર્કલ – ખાતે છે…..સમય-સવારે ૯-૧૨ અને સાંજે- રવિસભા રાબેતા મુજબ છે…..
  • પુ.નારાયણ મુની દ્વારા- બ્રહ્મ્સત્ર -નું અધિવેશન- પણ બે ભાગમાં છે…..તારીખ-સમય માટે- શાહીબાગ મંદિર અથવા પોતાના મંડળ સંચાલક નો સંપર્ક કરવો……

અદ્ભુત………અદ્ભુત………….!! નવધા ભક્તિમાં કીર્તન આરાધના નો પ્રકાર- સહજ-સાધન છે-કે જેનાથી જીવ-એક ભગવાનમાં સહજ જોડાઈ જાય……………! તો કીર્તન- ને માણવું..સમજવું……જીવમાં દ્રઢ કરવું………..

જય સ્વામિનારાયણ……….

રાજ