Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-02/06/2019

શાસ્ત્રો…..સંતો…સતપુરૂશ અને સ્વયં શ્રીજી કહે છે કે અંતર માં અખંડ શાંતિ જોઈતી હોય તો…. જીવનની પ્રત્યેક ક્રિયામાં….પ્રત્યેક પળ માં એક હરિ ને….એનાં અખંડ સ્મરણ ને….સત્સંગ ને પ્રાધાન્ય આપવું….! અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નું સમગ્ર જીવન આનું જીવંત ઉદાહરણ હતુ…..હરપળ હરિ…! બીજુ કશુંયે નહીં…..અને એટ્લે જ એમને આઠૉ જામ સહજ આનંદ ની છોળો ઉછળતી…!! આજે વિશિષ્ટ યોગી જન્મોત્સવ કીર્તન સભા માં , ગરમી થી ત્રસ્ત હરિભક્તો ને આનો જ સહજ આનંદ નો અનુભવ થયો…..!પુ. રાહુલ સ્વામી જેવા સર્વોપરી સંગીતજ્ઞ …તેજ તર્રાર સંત અને એમની ટીમ દ્રારા કૈક અલગ જ કીર્તન સભા એ અદ્ભૂત માહોલ ઉભો કર્યો…..!!

સર્વપ્રથમ જગત નાં ધણી નાં મનમોહક દર્શન……મનભર કરી લો…..એનાં જેવું સુખ ક્યાંયે નથી…..

સભા ની શરૂઆત શરણાઈ નાં માદક સૂરો વચ્ચે સ્વામિનારાયણ નામ ની સર્વોપરી ધૂન ” રે લગની લાગી મુને સ્વામિનારાયણ નામ ની…..” થી થઈ….

03 જૂન, 1892 નાં રોજ ધારી ગામ માં પ્રગટ થયેલા બ્રહ્મ સ્વરુપ યોગી બાપા નું જીવન….એ સમગ્ર સત્સંગ નાં ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલું, સહજ આનંદ નું કવન છે…..આજે 127 વર્ષ બાદ પણ એ જ કેસર ભીની સુગંધ આજે પણ અનુભવાય છે….

ત્યારબાદ વયો વૃદ્ધ સંત પુ. યોગેશ્વર સ્વામી, કે જેમણે માત્ર 9 વર્ષ ની ઉંમરે યોગી બાપા ને પોતાનુ જીવન સમર્પિત કરેલું,અંગત સેવક તરીકે છેક સુધી સેવા કરેલી… તેમણે યોગી બાપા નો મહિમા વ્યકત કરતી પ્રાર્થના…” યોગી બાપા …અમારી તમે રક્ષા કરો…” રજુ કરી…! અદ્ભૂત….અદ્ભૂત…!!

ત્યારબાદ પુ.યોગીજી મહારાજ દ્રારા અંતિમ દીક્ષિત (પાર્ષદ દીક્ષા) સંત….પુ. અક્ષર પુરુષ સ્વામી( બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી દ્રારા ભાગવતી દીક્ષા પામેલા પ્રથમ સંત) દ્રારા….” આંખ થી યોગી બાપા ને મે જોયા…હૈયા મારા હળવા થયાં હો જી…”…રજુ થયુ…! ખરેખર જોગીડા નો જાદુ જ એવો હતો કે…જોનારા ઝડપાઇ જતા….!!!

અને એજ જાદુ ને ચરિતાર્થ કરતું એક અદ્ભૂત કીર્તન…વલ્લભ દાસ રચિત ” જોગીડા નો જાદુ મારા હૃદયે રમે….” પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી દ્રારા રજુ થયુ….! એ જ જાદુ ના સાક્ષી આજે સમગ્ર સંત સમાજ…. સત્સંગ અને સમગ્ર દુનિયા છે….!

એ પછી, પ્રખર વક્તા …વિદ્વાન એવા સંત પુ. અક્ષર વત્સલ સ્વામી એ …વલ્લભ દાસ રચિત….”હૈયું મારૂ યોગી ને જોઇ હરખાણુ…” રજુ કર્યું…..! જગત નું ભાન ભૂલી જવાય એવું જોગી નું દર્શન હતુ……..!

ત્યારબાદ, પુ.ઋષિ કેશ સ્વામી એ , શ્રીજી મહારાજ નાં ગઢડા ખાતે નાં લીલા ચરિત્ર નાં….દેહ સ્વરુપ….સ્વભાવ….ચીહન… ચિંતામણી નાં સુક્ષ્મ દર્શન સ્મૃતિ નું અદ્ભૂત પદ્ય સ્વરુપ- રાઘવ દાસ સલોકા રજુ કર્યું……! મૂળ તો યોગી બાપા ને ખૂબ પ્રિય અને પોતે તેને મહિમા સહીત ગાતા…..

( જે નીચેની લિંક પર થી જોઇ શકશો…અદ્ભૂત સ્મૃતિ…)

ખૂબ જ રસપ્રદ….વચ્ચે “હરે….હરે” નાં ઉદગાર…. અદ્ભૂત…અદ્ભૂત…!!

ત્યારબાદ સમગ્ર સભા એ એક સુર માં…. યોગી બાપા નું અષ્ટક….કે દરરોજ આરતી પછી બોલાય છે…” વાણી અમૃત થકી….” ગાયું….અને એ પછી યોગી બાપા નો એક જૂનો વિડીયો નાં દર્શન થયાં….! એ સદાયે ડોલતી રહેતી મૂર્તિ નાં દર્શન….એટ્લે સાક્ષાત અક્ષર નાં દર્શન…!!!( સભા માં બતાવેલ વિડીયો તો નથી મળ્યો…પણ એનાં જેવો જ અદ્ભૂત સ્મૃતિ વિડીયો અહી જોઈએ….)

ત્યારબાદ એક યુવકે…” વાણી માં વાંસળી વાગી…યોગી તારી વાણી માં વાંસળી વાગી…” રજુ કર્યું…! એ અક્ષર પુરુષોત્તમ ની વાંસળી નાં સુર હજુ પણ દુનિયા નાં ખૂણે ખૂણા માં ગુંજી રહી છે….ગુંજતા રહેશે…!

ત્યારબાદ બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ નાં જીવન નો સંદેશ…કે જેમને પુ. અક્ષર જીવન સ્વામી એ શબ્દ દેહ આપ્યો છે….તેને પુ. પ્રેમ વદન સ્વામી એ સ્વરબધ્ધ કર્યું….જેનાં શબ્દો હતાં….” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” …જેનાં પર સમગ્ર સત્સંગ ટકેલો છે…..અને આપણે એ શબ્દો ને જીવન માં દૃઢ કરવા નાં છે…યોગી બાપા જેવા થાવા નું છે…જેમ બ્રહ્મ સંગાથે બ્રહ્મ….એમ જ…!! અદ્ભૂત માહોલ……સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠી….!!

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી નાં પહાડી અવાજ માં…” યોગી આવો તેં રંગ મને શીદ લગાડ્યો….” રજુ થયુ……અદ્ભૂત…..મિનિટો સુધી સમગ્ર સભા એ કીર્તન માં… યોગી બાપા નાં મહિમા માં તરબોળ થતી રહી…ભીંજાતી રહી……!! બોલો જય બોલો….યૉગી રાજ ની જય બોલો…..!!!

ત્યારબાદ સદગુરુ સંત પુ. ઇશ્વર ચરણ સ્વામી એ સમગ્ર સભા પર પોતાના રાજીપા ને….યોગી બાપા નાં મહિમા નાં પદ રૂપે રજુ કર્યું…..એમનાં મુખે કીર્તન એ આશિર્વાદ થી કમ નથી….એમણે ગાયું કે…” સ્વામી શ્રીજી ને પળ ન વિસારુ રે…યોગી શરણ મે લીધુ તમારુ રે….” ! અદ્ભૂત કીર્તન…..! ઘણા એ કદાચ પ્રથમ વાર જ પુ. ઇશ્વર ચરણ સ્વામી ને ગાતા સાંભળ્યા …જોયા હશે….!

ત્યારબાદ વિડીયો નાં માધ્યમ થી યોગીજી મહારાજ નાં વિવિધ દર્શન નો લાભ સૌને મળ્યો….!!

1961 માં, ગઢડા માં , સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં સૌ પ્રથમ વાર સુશિક્ષિત 51 સંતોને , જોગી સ્વામી એ દીક્ષા આપેલી…..એમા નાં એક માત્ર સદગુરુ સંત, પુ. ઇશ્વર ચરણ સ્વામી કે જેમણે ચાર ચાર ગુણાતીત ગુરુઓ ને સેવ્યા છે…એમનાં મુખે જોગી બાપા નાં મહિમા સાંભળવા નો મોકો મળ્યો….જોઈએ સારાંશ…

  • પુ. અક્ષર પુરુષ સ્વામી, યુવક તરીકે, યોગી બાપા આફ્રિકા પધારેલા, તયારે તબલા વગાડતા….અને યોગી બાપા ની દ્રષ્ટિ પડી ગઇ…અને એ સાધુ થયા…
  • બાપા બહુ નિર્માની…. સરળ..ખૂબ જ ગમ્મત કરતા કરતા સત્સંગ ની અઘરી વાતો સૌને સમજાવી દેતા…..કાગળ નાં પેક માં દૂધ જોઇ, બાપા એ કરેલી ગમ્મત નો પ્રસંગ સ્વામી એ કહ્યો..
  • સૌ બાળકો..યુવકો ને સાધુ થાવા નું પૂછતાં…!! આફ્રિકા માં સ્વામી એ ખૂબ વિચરણ કરેલું…16 થી 18 કિશોરો ને સાધુ કરેલા….કિશોરો ને કોઈ જ્ઞાન નહીં…પણ કેવળ સ્વામી નાં વચને બધા ત્યાગી થયેલા….આમ, બાપા નાં જીવન માં હરપળ હરી….એટ્લે 24 કલાક એક ભગવાન ભજવા ની જ વાત…!
  • જોગી બાપા કહેતાં કે અમે ભીંત માં માથું નથી અફળવતા…. જીવ ને જોઇ ને સાધુ કરીએ છીએ…

અદ્ભૂત સ્મૃતિ….!!

સભામાં આજે ભારત સરકાર નાં નવનિર્મિત મોદી સરકાર નાં મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા હાજર હતાં….એમની સાદગી ને લીધે એ દેશ માં પ્રસિધ્ધ છે….એમણે કહ્યુ કે….પ્રમુખ સ્વામી મહારાજે સમાજ ને ધર્મ સાથે જોડ્યો…….BAPS એ સમગ્ર જગત માં ભારતની સંસ્કૃતિ ને જીવંત રાખી છે…..

અદ્ભૂત સભા…..!

જોગી સ્વામી નું જીવન જો આપણ ને સમજાય….એમનાં ગુણ આપણાં જીવ માં પણ આવે તો બાકી શુ રહૈ???

બસ શ્રીજી સ્વામી ને એ જ નિરંતર પ્રાર્થના કે , આપણે મન કર્મ વચન અને જીવ થી એક ભગવાન અને આવા ગુણાતીત સંત માં જોડાઇ શકીએ….!!

જય સ્વામિનારાયણ….સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૦/૦૩/૨૦૧૯

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે?

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્નિપ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડાં દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં.”

—————————–

વચનામૃત- ગઢડા અંત્ય ૨૦

ઉનાળો હવે અમદાવાદ ને આંગણે દસ્તક દે છે, અને દોડતું ભાગતૂ અમદાવાદ, જાણે કે એક પળ શ્વાસ લેવા રવિવાર ની આ સત્સંગ સભા માં ગોઠવાઈ જાય છે……!!! અને જીવ માત્ર રિચાર્જ થઈ જાય છે….

સર્વ પ્રથમ…શીતળતા નાં સ્ત્રોત એવા શ્રીજી નાં ધામ, મુકત સાથે નાં દર્શન….! શ્રીજી ની શોભા તો જુઓ…કદાચ આવા વાઘા.. શણગાર તો બીજે કોઈ ઠેકાણે નહીં હોય….!!!

સભા ની શરૂઆત સંતો અને યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. અદ્ભૂત લય….!!! ત્યારબાદ એક યુવક દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ ” પધારો ને સહજાનંદજી …” રજુ થયુ……..અદ્ભૂત…!! આપણા જેવા તો અનંત જીવ એમની સેવા માં છે…પણ એ શ્રીજી આપણા માટે અનન્ય છે…એક જ ધણી છે….! એ પછી પુ. વિવેક મુનિ સ્વામી નાં બુલંદ સ્વરે એ જ પ્રેમાનંદ નું” મન વસિયો રે મારે મન વસિયો….સહજાનંદ મારે મન વસિયો” રજુ થયુ…..! એ મન માં વસ્યો હોય પછી જગત અને એનાં રાગ મન માં.. હૃદય માં શાના ઘુસે??? ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરુપ સ્વામી ને સ્વરે ફરીથી પ્રેમાનંદ સ્વામી નું જ પદ ” હમ તો એક સહજાનંદ ગાવે…” કૈક અલગ સુર માં રજુ થયુ….! સર્વોપરી મળ્યા પછી બીજે ક્યાંય જવું પડે…??? ન જ જવું પડે….કારણ કે એક એનાં માં જ સર્વ જીવ સૃષ્ટિ આવી ગઇ…કોટી બ્રહ્માંડ નું સુખ આવી ગયું..! અને પુનઃ કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં કંઠે ” પ્રાણી સ્વામિનારાયણ ગાઈએ…” પદ રજુ થયુ….જેનાં શબ્દો પુનઃ પ્રેમાનંદ સ્વામી નાં જ હતા…! અત્યંત રસ ભીના…પ્રેમ થી તરબતર શબ્દો એ પ્રેમાનંદ સ્વામી નાં જ હોય…..એમનાં સિવાય આટલી અદ્ભૂત પ્રેમ ભીની શબ્દ રચના કોઈની હોઇ શકે જ નહીં…!

ત્યારબાદ 1 થી 3 માર્ચ દરમિયાન નાં સેલવાસ ખાતે નાં સ્વામીશ્રી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેનો ગુલાલ તમે પણ નીચે ની લિંક પર થી થઈ શકશે…

આજનો સત્સંગી બાળક…આવતીકાલ નો અક્ષર પુરુષોત્તમ યોદ્ધા છે- એમ સ્વામીશ્રી એ સેલવાસ માં ઉદગારેલા અક્ષર વચન ભવિષ્ય નાં ઉજ્જવળ સત્સંગ નું ચિત્ર દર્શાવે છે…!

ત્યારબાદ કોઠારી પુ. આત્મ કીર્તિ સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૨૦ પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ સભા ને આપ્યો….જેનો સાર માત્ર જ આપણે અહી જોશું….

  • સ્વભાવ એ ટાળવા અઘરા છે પણ અશક્ય નથી જ…..ભગવાન ની ભક્તિ કરતા સંકલ્પ થાય તેને સ્વભાવ કહેવાય…
  • સ્વભાવ નાં દર્શન થી મનુષ્ય ઓળખાય છે…જીવ ની અંદર સંકલ્પ વિકલ્પ નાં બૂળઠુનઁઠા પડ્યા છે જેને ટાળવા માટે જ આ સત્સંગ માં આપણે સૌ આવ્યાં છીએ…..ગુણાતીત પુરુષો ની પણ આ જ મરજી છે..કે જીવનો સ્વભાવ ટળે અને બ્રહ્મરૂપ થાય
  • એક ભગવાન દૃઢ પણે પક્ડાશે …..એમનું સ્વરુપ…એમનો મહિમા દૃઢ થાશે….. જીવ નું મૂળ રુપ…આત્મા સ્વરુપ ઓળખાશે ( લોયા 16) તો સ્વભાવ સહેજે ટળશે…ભગવાન ની માહાત્મ્ય યુક્ત ભક્તિ આપણ ને કાળ કર્મ થી બચાવે છે….દેશકાળ માં આપણી રક્ષા થાય છે..માટે જ આ માર્ગ શ્રેષ્ઠ છે
  • મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનાં જીવન માં ભક્તિ ન હોય તો તેનુ જીવન નિષ્ફળ છે…એવું શિક્ષાપત્રી માં લખ્યું છે….માટે જ જીવ નાં સ્વભાવ ટાળવા….કલ્યાણ કરવા ભક્તિ જ એક સહારો છે… અંત્ય 33 માં ભક્તિ નાં પ્રકાર છે…તેમાં દસમા પ્રકાર ની ભક્તિ વિશે યોગી બાપા કહેતાં કે પ્રગટ સતપુરૂશ માં દૃઢ નિષ્ઠા …નિર્દોષ બુદ્ધિ…આત્મ બુદ્ધિ એ ભક્તિ છે…સતપુરૂશ મારો આત્મા છે..તેમ મનાય તો બધુ આવી જાય
  • ગુણાતીત પુરુષ એક પળ પણ ભક્તિ વીના જીવતાં નથી…હરપળ હરિ….એ જ નિશાની ગુણાતીત ની છે…

શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આપણાં જીવન માં પણ આવી ભક્તિ આવે….!

ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ પણ પોતાના આશીર્વચન માં કહ્યુ કે….સ્વભાવ વાસના જીવ સાથે એકરસ થઈ ગયા છે જે શ્રીજી નાં વચન મુજબ કેવળ આત્મ નિષ્ઠા સહીત ની ભક્તિ થી જ દુર થાશે….ધર્મે સહીત ભક્તિ કરવી….નવધા ભક્તિ એ ગુણાતીત નું અંગ છે….હરપળ ભગવાન નું જ સ્મરણ…મહિમા…એમનાં જીવન માં દેખાય છે…એટ્લે જ શ્રીજી નું સ્વરુપ…એનો સર્વોપરી મહિમા ગુણાતીત દ્રારા જ સમગ્ર સંપ્રદાય માં ફેલાયો છે….અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન એ આનો જ સાર છે…સ્વભાવ પ્રકૃતિ એ આવી ભક્તિ થી જ ટળશે….( કારિયાણી 12)….યોગી બાપા એ તો ભીડા ભક્તિ ની પણ વાત કરી છે…સમૈયા ઉત્સવ એ આ ભીડા ભક્તિ નાં ઉદાહરણ છે જયાં સર્વે હરિભક્તો સંતો નાં પ્રત્યક્ષ દર્શન એક જ સ્થળે થાય…..!! પ્રત્યક્ષ ગુરુ ને સેવી લેવા….

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…

  • આ વખતે સારંગપુર ફૂલદૌલ ઉત્સવ ફુલ થી જ ઉજવાશે
  • મહિલા દિન- 16 માર્ચ, બપોરે 1 થી 4….વિષય- જીવન માં સંતુલન….સ્થળ- શાહીબાગ મંદીર

અદ્ભૂત….અદ્ભૂત….! જીવન માં આવી ભક્તિ દૃઢ થાય તો આપણો મોક્ષ આપણાં હાથ માં જ છે…..

રાજી રહેજો….

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા-૧૦/૦૨/૨૦૧૯

” આપણે તો અક્ષર પુરુષોત્તમ નાં બળદિયા છીએ…”

“અમે મૂંડાવ્યુ છે એ તો અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યુ છે…”

————————————

બ્રહ્મ સ્વરુપ શ્રી શાસ્ત્રીજી મહારાજ

આજની સભા વિશિષ્ટ હતી…..કારણ કે આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય માં સુવર્ણ અક્ષરે અંકિત દિન છે….વસંત પંચમી નાં આ શુભ દિને, શ્રીજી એ વડતાલ માં, સંવત ૧૮૮૨ માં સર્વ જીવ હિતાવહ એવી શિક્ષાપત્રી ની રચના કરી હતી….આજની જ શુભ તિથિ એ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી…નિષ્કુળાનંદ સ્વામી નું પ્રાગટ્ય થયુ હતુ….તો સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને બ્રહ્માંડ માં ગજવનાર…બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નું પ્રાગટ્ય પણ આજે થયુ હતુ…..આજની સભા તેમનાં પાવન ચરણો માં ભેટ રુપ હતી…..એમનો મહિમા ગાવા ની હતી….

લગ્ન ગાળો હોવાં છતા હૈયે હૈયું દળાય એટલી ભીડ આજની સભા માં હતી…..એ જ દર્શાવે છે કે હરિભક્તો ની નિષ્ઠા કેટલી દૃઢ છે……!!!!

સર્વ પ્રથમ ફૂલો થી આચ્છાદિત શ્રીજી નાં મનમોહક દર્શન…..

સભા ની શરૂઆત પુ. દિવ્ય કિશોર સ્વામી નાં મુખે સ્વામિનારાયણ ધૂન થી થઈ….. ત્યારબાદ એમનાં જ મુખે…” જયજય યજ્ઞપુરુષ સુખ કારી..” રજુ થયુ……આવા આપણા આદ્ય ગુરુ નાં ચરણો માં જીવન અર્પી એ તો યે ઓછું છે…..!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં ગહન સ્વરે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નાં મહિમા નું…સામર્થ્ય નું ગાન કરતું પ્રસિદ્ધ કીર્તન….” સ્વામીજી તો મહા પ્રતાપી….એમનું ધાર્યું થાય…” રજુ થયુ….૩૩-૩૩ વર્ષ ગઢપુર માં મંદીર માટે રાહ જોઇ ને…સત્તા પલટો કરાવી ને પણ ….શ્રીજી નાં સંકલ્પ મુજબ ભવ્ય આરસ નું મંદીર, ટેકરા પર બનાવ્યું……ગગન ચુંબી પાંચ મંદિરોની રચના.. ….એ જ બતાવે છે કે એમનો પ્રતાપ કેવો હતો….. ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી નાં પ્રબળ સ્વર માં….” શાસ્ત્રીજી મહારાજ નો સંગ…મુને ભાગ્યે મળ્યો છે…”….રજુ થયુ….બ્રહ્મ સત્ય…!!! આપણા અનંત જન્મો નાં પુણ્ય કે શ્રીજી સાક્ષાત પ્રગટ હોય તેવા ગુણાતીત પુરુષ ..ગુરુ રૂપે પ્રગટ મળ્યા છે…!!!

પુ. વિવેક શીલ સ્વામી એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો મહિમા ગાતા કહ્યુ કે…..તેમની પ્રતિભા અતુલ્ય હતી….તેં જ પ્રતિભા નો અનુભવ નાના ડુંગર ભક્ત ને જોઇ ગામ નાં રાવજી પટેલ ને થયો….આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ ને થયો…કોઠારી ગોરધન ભાઈ…કોઠારી બેચર ભગત ને થયો…ગોંડલ નાં વિદ્યાધીકારી ચંદુલાલ ને થયો….વૃદ્ધ સાધુ મુરલીધર દાસ ને થયો….જે જે એમનાં યોગ માં આવ્યાં તેં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત થી રંગાઈ ગયા….

લીમડી ઠાકોર ને અક્ષર મંદીર નાં નિર્માણ સમયે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજે છડેચોક સંભળાવ્યું કે…” મધ્ય ખંડ માં તો અક્ષર પુરુષોત્તમ જ બેસશે….આ એમનાં માટે જ મૂંડાવ્યુ છે…..” એ સંવાદ સ્વરૂપે યુવક મિત્રો દ્રારા રજુ થયો….! અદ્ભૂત પ્રસંગ…

ત્યારબાદ પુ. ધર્મ તિલક સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યુ કે….શાસ્ત્રીજી મહારાજે કરેલા કલ્પનાતિત…અસહ્ય ભીડા વાળું વિચરણ….હરિભક્તો ની ઉપાસના ની શુદ્ધિ માટે નો અસહ્ય દાખડો….સદાયે અતુલ્ય રહેશે…૮૬ વર્ષ નું જીવન આ સિદ્ધાંત કાજે કૃષ્ણારપણ કરી દીધું….વિપરીત દેશ કાળ વચ્ચે પણ એ અટક્યા નથી….પોતાના દેહ ને આ સિદ્ધાંત માટે ઘસી નાખ્યો છે…સખત વા… ટૂંકી સગવડો વચ્ચે પણ એમનું વિચરણ અટક્યું નથી….એ તો કહેતાં કે ” ખાટલે પડીંશુ તયારે આ વિચરણ બંધ થશે…”

ત્યારબાદ રજુ થયેલા એક સંવાદ માં આ જ અદ્ભૂત વિચરણ….શાસ્ત્રીજી મહારાજ નો સર્વોપરી સિદ્ધાંત માટે નો..હરિભક્તો નાં કલ્યાણ માટે નો દાખડો રજુ થયો….સખત વા…. એ પણ એમનું વિચરણ અટક્યું નથી…..છેક છેલ્લાં શ્વાસ સુધી એમનો આ યજ્ઞ ચાલુ જ રહ્યો…

વિડીયો દર્શન દ્રારા પણ એ જ ભીડા નાં…કલ્યાણ યાત્રા નાં દર્શન થયાં…અંધારી રાત્રિ માં..ભોગાવૉ નદી નાં અતિશય પૂર વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ નું વિચરણ અટક્યું નથી…..ચલાય એમ ન હોય તો હરિભક્ત નાં ખભે બેસી ને વિચરણ કર્યું છે….એ પ્રસંગ રજુ થયો…

ત્યારબાદ યુવક મિત્રો દ્રારા સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નાં મહિમા નું ગાન કરતા એક નૃત્ય ની રજુઆત થઈ….. જય હો..જય હો…અક્ષર પુરુષોત્તમ ની….!!…આજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ નાં વિજયધ્વજ બ્રહ્માંડ માં ફરકે છે….

પુ.ઇશ્વર ચરણ સ્વામી એ નૃત્ય વચ્ચે , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ ની મૂર્તિ ને ગુલાબ નો હાર પહેરાવ્યો…અને સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠ્યો…..

ત્યારબાદ પુ.ઇશ્વર ચરણ સ્વામી એ, કે જેમને શાસ્ત્રીજી મહારાજ નો પ્રત્યક્ષ લાભ લીધો છે…તેમણે એક પ્રશ્ન ઉત્તર રૂપી સંવાદ માં કહ્યુ કે…..( આપણે અહી એનાં સાર..અંશ માત્ર જોઈશું) ..

  • મુંબઇ..નંદા સાહેબ ને બંગલે…૧૯૫૦માંશાસ્ત્રીજી મહારાજ આરામ કરવા આવેલા…૧૦ વરસ ની ઉંમરે ત્યાં લગભગ ૧૦-૧૨ વાર જવાનો લાભ મળેલો…સ્વામી આડા પડી ને માળા જ ફેરવતા હોય…મારી ટચલી આંગળી નીચે નાં તલ ને વખાણતા…. સ્વામી નાં પગ દબાવતા…પગ એકદમ કોમળ…કેરી અને થૂલું જમતા…એ ઇદંમ આજે પણ સાંભળે છે…સ્વામી અંતર થી પુષ્પ જેવા કોમળ પણ મન થી વજ્ર જેવા મજબૂત હતાં….આફ્રિકા નાં મગન ભાઈ આરતી સમયે અતિશય ભાવ વેશ માં આવી જતા…એ યાદ છે…ચંદન ની અરચા કરવા નો લાભ મળેલો…જે રૂમાલ માં સંઘરેલો..
  • નિર્ગુણ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ નો છેલ્લો મિલાપ ત્યાં જોયેલો…જાગા સ્વામી યે લખેલું…અક્ષર વાતો નુ ત્રીજું પ્રકરણ ખૂબ ગમતું…સુર્ય નારાયણ વાડી માં એની સાત દિવસ ની પારાયણ કરાવેલી…
  • અટલાદરા માં શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સવારી નીકળી હતી….સુવર્ણ તુલા થઈ હતી એનો લાભ મળેલો….સ્વામીએ તુલા સામે નજર પણ નહોતી કરી…..હજારો હરિભક્તો ભેગા થયેલા….સભા માં સુતા સુતા કથા કરે…માળા ફેરવે….શંકર ભગત નાં પ્રબળ અવાજ માં રાત્રીએ ભજન થાતાં….
  • સ્વામીએ મારો હાથ એકવાર પકડ્યો હતો તેં સતત ૭ દિવસ સુધી એટલાં ભાગ માં થી સુખડ ની સુગંધ આવતી હતી…….! ગઢડા…સલાડ…ઠીકરિયા ગામ માં લાભ મળેલો….સલાડ વાલા મણીભાઈ એ શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સ્વાગત યાત્રા કાઢેલી…હાથી એ સૂંઢથી ગુલાબ નો હાર પહેરાવેલો….એ હાથી એ નૃત્ય પણ કરેલું…એ યાદ છે
  • કોઇના પ્રત્યે દ્વેષ નહીં….અવગુણ અભાવ નહીં…બસ પોતાની લીટી જોવી…..પુરુષાર્થ કરવો…એ સ્વામી નો સ્વભાવ હતો…
  • આપણે આજે એ જ ગુણાતીત દિવ્ય પુરુષ સાક્ષાત મળ્યા છે…તેનો આનંદ લેવો..મહિમા સમજવો…જીવ માં દૃઢ કરવો…
  • સદ્ગુરુ ખેલે વસંત….વાળો પ્રસંગ….ભગતજી મહારાજે , ગુણાતીત સ્વામી ની કરેલી સાંગોપાંગ સેવા ની વાતો સ્વામી વારે વારે કરતા….
  • શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ માં સમાધિ પ્રકરણ ચલાવેંલું…. એ પ્રત્યક્ષ જોયેલું….સમાધિ વાળા બહેનો નાં મુખ માં થી દૂધ નીકળતું જોયેલું….પણ સ્વામી તો અલમસ્ત ભાવે વર્તતા…..નંદાજી…મોરિંસ ફ્રેડમેન…એ વિવિધ પરીક્ષણ દ્રારા આ સમાધિ પ્રકરણ ની સાતત્યતા ચકાસેલી……જાહેર માં સમાધિ પ્રકરણ થતુ, પણ સ્વામી ને આવા પરચા માં બહુ રસ નહીં…..પછી એમની ઇચ્છા થી બંધ થયેલા….
  • ૪ વર્ષ ની ઉંમરે મને ….શાસ્ત્રીજી મહારાજે ભાવનગર થી બોટાદ જતા પેન્ડો જમાડેલો….એનો ઉલ્લેખ યોગીજી મહારાજે પોતાના પત્ર માં કરેલો…..
  • પુ. અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું કે કરાચી માં ૧૯૪૭ માં કરેલી પારાયણ નો પત્ર સદ્ગુરુ નિર્ગુણ સ્વામીએ ….પુ. ઇશ્વર ચરણ સ્વામી( એ સમયે અરુણ ) ને લખેલો….એ સાક્ષી છે કે સ્વામી ને ઇશ્વર સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો….

અદ્ભૂત સ્મૃતિ…….પ્રત્યક્ષ સાક્ષી નાં મુખે આ સાંભળવા નો લ્હાવો…અવિસ્મરણીય રહેશે….

ત્યારબાદ જાહેરાત થઈ….

  • હર્બલ Moisture નું લોન્ચિંગ થયુ….
  • આવતાં રવિવારે પુર્વ અમદાવાદ માટે બ્રહ્મ સત્ર છે…વધું માહીતી માટે જે તેં વિસ્તાર નાં કાર્યકર નો/સંસ્કાર ધામ નો સંપર્ક કરવો…..

તો આજની સભા અદ્ભૂત હતી…..કેવા મોટા પુરુષ…ગુણાતીત સાક્ષાત આપણ ને મળ્યા છે, એનાં મહિમા ને સમજવા ની હતી…..

એ જ પ્રત્યક્ષ ગુણાતીત માં જીવ સાંગોપાંગ જોડાશે …દૃઢ હેત થાશે તો જીવ જરૂર બ્રહ્મ રુપ થાશે….એમા કોઈ શક નથી….

જય સ્વામિનારાયણ

રાજ