Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

પપ્પા…સ્કુલ પાડી દઈશ..!!!

અમારા હરિકૃષ્ણ મહારાજ સીનીયર કેજી માં ભણે છે..( કે ભણાવે છે ?? એ ખબર નથી…હહાહા..) એવું અમે માનીએ છીએ….અને હમણાં એમની સેમેસ્ટર ૧ ( અરે..હા…એમને સેમેસ્ટર આવે છે….હહાહા) ની પરીક્ષા પૂરી થઇ……પરીક્ષા..રીક્ષા ની જેમ જ જઈ…. 🙂 ….અમને તો હરી ને સ્વચ્છતા ના માર્ક્સ મળે તેવી આશા હતી……અને કેમ ન હોય?? અમે આશાવાદી માણસો છીએ…!!!..પરીક્ષા ની ઉત્તરવાહી હોય કે ઘર…સ્વચ્છતા ના માર્ક્સ જરૂર મળે…!!!

હા..તો પરીક્ષા પૂરી થઇ..એટલે ફોર્માલીટી મુજબ રીઝલ્ટ તો આવે જ…..અને અમને કહેતા ગર્વ થાય છે કે- હરિભાઈ A થી D સુધી ના બધા રેન્ક લઇ આવ્યા…..! કોઈ ને ખોટું ન લાગે ને……! ઘરે આવ્યા…રીઝલ્ટ ફેંક્યું…ને બોલ્યા……..

“પપ્પા……..હું સ્કુલ પાડી દઈશ…….’

થોડીવાર તો લાગ્યું કે- હરિ ક્યાંક પાસીયા ઓ ની સભામાં તો જઇ ને નથી આવ્યો ને…!!! હું તો સ્તબ્ધ થઇ ગયો….

મેં પૂછ્યું…કેમ?? શું થયું??

હરિ ઉવાચ-…ટીચરે મને A+ ન આપ્યો…!!!

મેં કહ્યું..બેટા..એના માટે મહેનત કરવી પડે….પરીક્ષા માં લખવું પડે….તો A+ આવે….

હરિ ઉવાચ- નાં ચાલે…….ગમે તે કરો…મારે A+ જોઈએજ….લઇ આપો….!

મેં કહ્યું- પણ એમાં સ્કુલ પાડી દેવા ની???

હરી ઉવાચ- સ્કુલ ગંદી છે..ટીચર ગંદા છે………

મેં કહ્યું…બેટા એવું ન હોય…….ભૂલ આપણી છે……સ્કુલ અને ટીચર તો સારા જ છે…….! સ્કુલ પાડી દેવા થી A+ ન આવે…!!


સાર—– સાલું આ કથા- અત્યાર ના પાસીયા વિરુદ્ધ સરકાર ની હોય એમ નથી લાગતું..?? હું પાટીદાર શબ્દ નહિ કહું..કારણ કે બધા પાટીદાર પાસીયા નથી….અને કોઈ પાસીયો..પાટીદાર નથી..!! પાટીદાર- એટલે જોમવંતી..ખુમારી વાળી….ધર્મ નિષ્ઠ…..જાત મહેનત પર જીવવા વાળી જાતી….!! આવા પાસીયા ની ગાંડી રમતો માં એ ન ભળે…….સ્વયંભુ બની બેઠેલા પાસ આગેવાન- સમાજ ને -કેવળ..અને કેવળ પોતાનો ઉલ્લુ સીધો કરવા એવી ઉશ્કેરણી કરે છે કે- જુવાનીયા સડકો પર ઉતરી આવે……૧૪- ૧૪ જણ પોલીસ ની ગોળી નો શિકાર બને……રાજ્ય માં અંધાધુંધી ફેલાઈ જાય…મારી-તમારી-સરકારી પ્રોપર્ટી નું કરોડો અબજો નું નુકશાન થાય……દુનિયાભર માં રાજ્ય ની શાખ..સમાજ ની શાખ ખરડાય…….હળીમળી ને રહેતા સમાજ માં..વર્ગવિગ્રહ ના ઝેરી બીજ રોપાય….!!!!!

છતાં..છતાં પણ ભાન ભૂલેલા પાટીદાર જુવાનીયા- પેલા હીન પાસીયા ની વાતો માં આવી…..ફેકામ્ફેંક કરે કે- આ વખતે તો ભાજપ ને..સરકાર ને પાડી દઈએ…!!! હાહાહા…શું મજાક ચાલે છે??? મારા પ્રશ્ન…

 • ધારો કે- સરકાર…કે બીજેપી ને પાડી દઈએ..પછી શું??? પછી કોણ?? કોંગ્રેસ?? જેને પોતાના નેતા ની ખબર નથી….સમગ્ર દેશે જેને કાઢી મૂકી છે તે…કોન્ગ્રેસ્સ?? .એક સબળ વિપક્ષ થતા પણ ન આવડ્યું……જેને રાજકારણ ના નામ પર માત્ર સમાજ-ધર્મ-ના ટુકડા કરતા જ આવડ્યા છે……તે કોંગ્રેસ?? ..
 • પેલા પાસીયા એ અનામત ને નામે લોકો ને ઉશ્કેર્યા……..અને લોકો ના જાન-માલ -શાંતિ ની ખુવારી થઇ…..હમણા જ મને મારા એક પાટીદાર મિત્ર મળ્યા…જે પાસ માં એક્ટીવ પણ છે..મેં પૂછ્યું- તો કહે..અમારે અનામત જોઈ તી જ નથી….અમને નથી મળવા ની એ ખબર જ છે…….બસ બીજેપી ને પાડી દેવા ની…!..????? …..ઓહ..સાલું…!!! તો શું સમાજ ને ઉશ્કેર્યો કેમ?? ૧૪ ૧૪ જણ..કેવળ તમારી ઉશ્કેરણી થી મરી ગયા એનું શું???? તો મને કહે…સરકાર ઘમંડી થઇ ગઈ છે…મેં કહ્યું ઘમંડ..??? ઘમંડ તો પાસ વાળા ઓ માં છે….સરકાર ને પાડી દઈએ…..ઉશ્કેરણી જનક પ્રવચનો…હલકી ભાષા…..કોઈ વિરોધ કરે તો એને પાડી દેવાનો…પોસ્ટર ફાડી દેવાના……કોઈ બીજેપી વાળો- પ્રચાર કરવા સોસાયટી માં આવે તો- એનો ઉગ્ર..હિસક વિરોધ કરવા નો……..! ઘમંડ..અહંકાર…તો આને કહેવાય……….! ને હવે કોંગ્રેસ માં એ લોકો પોતાના રામ-શ્યામ શોધવા નીકળ્યા છે..!! પાસ આગેવાનો- જાહેર સભામાં ઓ માં સોગંધ ખવડાવે છે..કોના નામ પર…પેલા ૧૪ જણ મરી ગયા તેમના નામ પર…….અને કહે છે બીજેપી ને વોટ નહીં આપવા નો…..કૉંગ્રેસ ને આપવા નો….!!!! ટૂંક માં મડદા પર રાજનીતિ કરવા ની રીત તો પાસીયા અને કોંગ્રેસ જ કરી શકે…!!
 • શું કહેવું??? જેને આંદોલન નો હેતુ જ ખબર નથી……કૉંગ્રેસ નાં કાળા કામ કેવા હતાં એની જાણકારી નથી… એ …કેવળ એક કોંગ્રેસી દલાલ ની વાત માં આવી..સમાજ ને ઉશ્કેરી …પોતાનું મનધાર્યું થાય તે માટે -તેણે બસ ખુલ્લેઆમ નક્સલવાદ જ કરવા નો???? ભાઈ..પોતાનું આંદોલન તો લાલજીભાઈ…અને અન્ય પાટીદાર આગેવાન પણ કરે છે..પણ મર્યાદા માં રહી ને…શાંતિ થી….અને સરકાર સામે સકારાત્મક પગલા પણ ભરે છે…તે નહિ જોવાનું?? બસ..એક જીદ્દી…અડીયલ…૪ વરસ ના છોકરા ની જેમ……આને પાડી દઉ..આને ઉખાડી દઉ..એવા નાટક કરવા ના???? એનો કોઈ સાર તો હોવો જોઈએ ને……!….
 • સુરત ના ઘણા પાટીદાર અગ્રણીઓ….ઊંઝા ઉમિયા માતા સંસ્થાન…..ખોડલધામ ટ્રસ્ટ….ઘણા સમાજ ના ભલા માટે અઢળક કામ કરે છે……પાસીયા ઓ એમાં ક્યાં છે?? પુર-દુષ્કાળ..કે અન્ય કુદરતી પ્રકોપ માં એકેય પાસીયો દેખાયો????? પાટીદાર સમાજ માં- દીકરીઓ ની સંખ્યા ઘટતી જાય છે………લવજીભાઈ બાદશાહ જેવા શ્રેષ્ઠી જે કાર્ય કરે છે..તેનું ૧% કાર્ય કે વિચાર આ લુખ્ખાઓ ને આવ્યો??? યુવાધન ને યોગ્ય માર્ગ દર્શન..આર્થિક સહાય ની જરૂર છે..તે માટે કોઈ પાસીયા એ વાત કરી?? ધારો કે અનામત મળી..તો શું બધા પ્રશ્ન સોલ્વ થઇ જશે??? કોઈ જ ઉત્તર નથી એ લોકો પાસે….! ટૂંક માં પાસ આગેવાનો- સમાજ ને ગુમરાહ કરી- પોતાના ખીસા-ઘર ભરી રહ્યા છે……..શરાબ-શબાબ ના ભોગ વિલાસ પુરા કરી રહ્યા છે…સમાજ ના અનેક વિકરાળ પ્રશ્નો છે..તે તરફ એમનું ધ્યાન ક્યારેય નહિ જાય..! સરદાર પટેલ ના નામ પર ચરી ખાતા આવા લોકો ને શું કહેવું?? જો- આ પાસીયા ઓ ની સચ્ચાઈ જાણવી હોય તો- એક વાર એમની સભામાં જજો..એમની વાત કોઈ પૂર્વ ગ્રહ વગર સાંભળજો…….તમને સમજાઈ જશે કે- અ લોકો શું કરવા માંગે છે???
 • મને વિશ્વાસ છે કે- પાટીદાર સમાજ જાગૃત છે..સમજુ છે…….તે આવા લુખ્ખા તત્વો ને બરાબર ઓળખી ને જરૂર જાકારો આપશે……! કારણ કે આ દેશ ની વાત છે…કોઈ ગલી-મહોલ્લા ની વાત નથી…!!

ટૂંક માં..કહેવા નું તો ઘણું છે….પણ સીધી વાત કરવી હોય તૌ……….સમાજ કે જ્ઞાતિ ..જાતિ..ધર્મ કરતા..દેશ મોટો છે………૬૦ વર્ષો બાદ- દેશ આજે કૈંક સાચા રસ્તા પર ચાલી રહ્યો છે…..રસ્તા તૂટેલા હતા..આથી સુધારો કરવા માં થોડા ઘણા ઝટકા આવશે..પણ આગળ સુપર હાઇવે છે…..તેની રાહ તો જોવી પડે ને??? ધીરજ તો જોઈએ ને…….અને ગુજરાત તો ગર્વીલું છે…એ કદાપી આવા લુખ્ખા ઓ ની ધમકી ને વશ થયું નથી….ઝૂક્યું નથી……ભલે ને કોંગ્રેસ લાખ કરે…..!!!!

વિચારજો…………..આજે નહિ વિચારો તો- કાલ તમારી નથી…………નકસલવાદ તમારી રાહ જુએ છે…!!!

તમે મને મોદી ભક્ત કહી શકો છો..મને વાંધો નથી…પણ મને ગર્વ છે કે – હું એવા માણસ ને સમર્થન આપું છું કે- જેણે ચા વેચી છે…પોતાનો દેશ નથી વેચ્યો…!!!!

રાજ


Leave a comment

આજકાલ- ૧૬/૧૦/૨૦૧૭

દિવાળી ના મહોત્સવ ની શરૂઆત થઇ ચુકી છે…….આપણા હિંદુઓ માટે આ સૌથી મોટો ..સૌથી વધુ ઝળહળતો …સૌથી વધુ મહિમા ધરાવતો ઉત્સવ આ જ છે. મનોવિજ્ઞાન કહે છે કે- ઉત્સવ મન ની તંદુરસ્તી..સમાજ ની તંદુરસ્તી માટે અનિવાર્ય છે……..જેના જીવન માં ઉત્સવ નો ઉત્સાહ નથી..એ જીવંત છે છતાં મૃત છે……….એમ સમજી રાખવું.

એટલા માટે જ – આપણા સઘળા ઉત્સવો મન થી શરુ થઇ જીવ સુધી પહોંચે છે……..અને એ પ્રક્રિયા દરમિયાન બાહ્ય જગત માં થતા ફેરફારો -જગત નો લય નક્કી કરે છે……આપણા ગુજરાતીઓ માટે તો વિક્રમ સંવંત થી શરુ થતા વરસ નો છેલ્લો દિવસ..અને કાર્તિક માસ ની શરૂઆત થી નુતન વર્ષ નો પ્રારંભ…! તો- જોઈ એ કાલચક્ર ના આ ભાગ માં અત્યારે શું ચાલે છે- આજકાલ..???

 • લોકો ( કોન્ગ્રેસ્સ અને એના સગા વ્હાલા ઓ) કહે છે કે – નોટબંધી અને જીએસટી – મોદી લાવ્યો અને દેશ ની ..અર્થ તંત્ર ની પત્તર ઠોકી નાખી…!!!! બોલો..શું કહેવું આ લોકો ને??? ભાઈ…..નોટબંધી કરી હતી..નસબંધી નહિ..કે આજીવન બસ દયામણા ડાચા લઈને જ ફરવું…! મોટા અર્થશાસ્ત્રી ઓ…અરે..વિદેશ ના નિષ્ણાત પણ કહે છે કે- આ સ્ટેપ જરૂરી હતું……અને એના અને જીએસટી ના લીધે- હાલ થોડોક સમય…અસ્થાયી તકલીફ પડશે પણ એક વાર ગાડી ટ્રેક પર ચડશે પછી દેશ -દુનિયાભર માં ડંકા વગાડશે…! જીએસટી લાગુ થયે બે- એક માસ થયા છે…બધું સુધારા વધારા સાથે આગળ વધી રહ્યું છે…જેમ જેમ સમય જશે  તેમ તેમ કર માળખા ને સુવ્યવસ્થિત..સુદ્રઢ કરાશે…! આટલા વિશાલ દેશ માં ..આટલું મોટું ક્રાંતિકારી પરિવર્તન સહજ થોડું હોય..!!! થોડુક મગજ વાપરો..! ચિઠ્ઠી ઓ પર ધંધા ખુબ કર્યા( જીએસટી આવ્યા પછી પણ કરે છે…..બોલો હવે…) …હવે દેશ ને લુંટવા નુ બંધ કરી દેશ ના વિકાસ માં યોગદાન આપો..!
 • ગુજરાત માં ચૂંટણી ઓ આવી રહી છે……અને બધા રાજકીય પક્ષ- એના બટકા પર જીવતા કુતરાઓ ના સારા દિવસો આવી ગયા છે…….સરકારી કર્મચારીઓ પણ સરકાર નું નાક દબાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહી છે……પાછા સરકાર ને ગાળો બોલતા કહે છે….આટલું બધું કામ કરવા નું??? ભાઈ…..પહેલા તો નહોતા કરતા..હવે તો કરો…..પગાર મળે છે તેટલું તો કરો……અને .સાતમાં પગારપંચ થી લાભ કોને થયો……આવડત વગર પણ જો આટલો બધો પગાર મળતો હોય( ..કોઈક દિવસ પ્રાઇવેટ નોકરી કરી જો જો..સમજાઈ જશે..) પછી પણ કામ ન કરવા ના બહાના કરવા ના..???
 • રાહુલબાબા -ઉડતા ઉડતા આવી – ગુજરાતીઓ નું મનોરંજન કરી ગયા……હજુ આવતા રહેશે…….! કોંગ્રેસ ની પરિવાર ભક્તિ- નિષ્ઠા ને તો ખરેખર દાદ આપવી જોઈએ…….રાહુલબાબા ના કદમ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ઉંધા માથે પછડાયા છતાં….કોંગ્રેસી ઓ ની રાહુલ પર થી નિષ્ઠા ડગમગી નથી……!! આટલી નિષ્ઠા તો પોતાના જમાઈ પર પણ ન હોય…!!! કહેવું પડે……..ભાઈ…કહેવું પડે…!!!!!
 • વાત કરી એ કોન્ગ્રેસ્સ ના પ્યાદા ઓ ની- ….હાર્દિક/જીગ્નેશ/અલ્પેશ જેવા બની બેઠેલા અમુક વર્ગ ના હોદ્દેદારો – ભોળા સમાજ( પણ સમાજ એ સમજે તેટલો ભોળો નથી…)  ને ઉલ્લુ બનાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે….એમના પ્રવચનો તમે સાંભળજો….સમજાઈ જશે કે એમનું લેવલ કેટલું છે??? …..કોંગ્રેસે આખી જિંદગી આ જ કર્યું છે…..જાતી-જ્ઞાતિ- ધર્મ-અનામત- ના આધારે લોકો ના લાકડા લડાવી- પોતે દેશ ને લુંટ્યો જ છે…….પણ ગુજરાતીઓ એટલા ભોળા નથી………એ કોંગ્રેસ ને..એના પાલતું કુતરા ઓ ને પણ ઓળખે છે…….જાણે છે…….!!! વિકાસ તો એમને ગાંડો લાગે છે…પછી દેશ  ના કે રાજ્ય ના વિકાસ નું તો એમને યાદ જ ક્યાં થી આવે??? અનામત તો એવો રાક્ષસ છે કે- જેને બહાર રાખી એ તોયે મુશ્કેલ અને બાટલી માં પુરીએ તો એ મુશ્કેલ…!!!!! જ્યાં સુધી આ દેશ માં- લોકો- નાત-જાત-વર્ણ ની મગજમારીઓ- માં વ્યસ્ત રહેશે….ત્યાં સુધી આ દેશ નું ભલું નથી…!!! અમેરિકા માં અનામત છે????? જોઈ લ્યો વિકાસ…..!! ભાઈ ઓ ચેતતા રહેજો…………દેશ પહેલા…પછી બીજું બધું…!!
 • ગઈ ૨૫/૧૦ /૨૦૧૬ ના રોજ – પપ્પા એ દેહ છોડેલો…આ દિવાળી તેમની સ્મૃતિ માં જ રહેશે…પણ એક વાત મને ખટકે છે……..જો તત્વજ્ઞાન ની વાત કરતા હો…..ભગવાન માં માનતા હો…દેહ અને આત્મા જુદા છે…..આત્મા કદાપી મરતો નથી- એવું સમજતા હો તો પછી ક્યાં સુધી શોક નું વાતાવરણ ઉભું કરી- ઉત્સવ ની મજા ને મારી નાખવા ની??? જીવન ની આગલી પળે શું થવા નું છે…કોને ખબર?? કદાચ આ દિવાળી આપણી છેલ્લી દિવાળી હોય…કોને ખબર?? એ પણ શોક માં- નીરસ થઇ ઉજવવા ની?? અંધકાર પણ વિજય પ્રાપ્ત કરતો દીવો પણ નહિ કરવા નો???? હું- મૃત્યુ નો મલાજો જાળવવા માં માનું છું..પણ એની પાછળ સમય ને ઘસડી ને ચાલવા નથી માંગતો…..!!! જીવન છે યારો……બોજો નથી……..એની એક એક પલ ઉત્સવ છે…..મૃત્યુ તો આવનજાવન છે…એમ શું ડૂબી જવાનું??? આપણી ખુશી જોઇને ઉપરવાળા પણ ખુશ થાય એમ કરવું જોઈએ…!! મૃત્યુ ને પણ એક ઉત્સવ કરી દઈએ- તો જ્ઞાન સાચું…….!!!
 • ફટાકડા- હું એનો ડાઈહાર્ડ સમર્થક નથી………કારણ કે એમાં વપરાતા કેમિકલ્સ …એની બનાવટ માં રહી ગયેલી ત્રુટીઓ તેને બાળકો માટે જોખમી બનાવે છે…….પણ હા….બાળકો ફટાકડા ફોડે તેમાં કોઈ વાંધો નથી……એમની પાસે રહો…એમનું ધ્યાન રાખો……ઉજવણી ક્યાંક હોસ્પિટલ માં ન કરવી પડે…એનું ધ્યાન રાખવું…!
 • મીઠાઈઓ- બજાર ની તો વાત જ ન કરવી…રોજેરોજ છાપા ઓ માં- ટીવી પર બતાવે છે કે- મીઠાઈઓ માં- એની બનાવટો માં જે પ્રકારે ભેળસેળ થાય છે…..એ જોઈ ને તો જીવ કકળી ઉઠે છે……એના કરતા તો ઘરે- સુખડી-મોહનથાળ બનાવી ને ખાઈ લેવો સારો…!! ખરેખર ગામડું અત્યારે ખુબ વ્હાલું લાગે છે……એક જમાનો હતો કે- બધું જ ઘર નું હતું…..શાકભાજી થી માંડી ને- દૂધ-ઘી બધું જ…અને દિવાળી ની તૈયારી -મમ્મી જે રીતે કરતી……..ભલે ને મીઠાઈ-ગાંઠિયા-મઠીયા-જીરાપુરી ની વેરાયટી ઓછી હોય પણ -જીવ સંતૃપ્ત થઇ જતો……અત્યારે તો કાજુ બદામ વાળી હોય…૨૦૦૦ રૂપિયા/કિલો હોય છતાં ફિક્કી ફસ લાગે છે……..!!!!! લોકો એ કૃત્રિમ…એમના આચાર-વિચાર-સ્વપ્ન એ કૃત્રિમ…..લાગણીઓ …..ભોજન-કપડા પણ કૃત્રિમ……….!!!! બસ- હરી હવે તો તું જ એક સહારો…!!
 • ફરવા જવાનું- ભાઈ….દિવાળી માં ભલે છોકરા ને રજાઓ હોય….પણ અત્યારે ફરવા ન જવાય…..કેમ???? અનુભવી આનો ઉત્તર  જાણે છે…!! કેટલાક ત્રાસેલા લોકો- દિવાળી જ બહાર ઉજવે છે…..ગોવા….કેરલ કે સિંગાપોર……વગેરે…! પણ ભાઈ…ઉત્સવ તો પોતાના લોકો ની વચ્ચે જ થાય…..આખું વરસ તો એકલા જ હો છો…..જો વરસ ના અમુક દિવસ પણ પોતાના લોકો વચ્ચે નહિ રહો તો- તમારા કોન્વેન્ટિયા બચ્ચા ઓ ને- એમની સુધરેલી માતાઓ ને- કુટુંબ-પરિવાર -પોતાના – શું….એમાં સમજણ શું પડશે???  જે બસ પોતાનું જ વિચારી – એકલા રહેવા નું પસંદ કરશે તે….કરોડો કમાઈ એકલતા માં જ ઉકલી જવા ના…??? જો તમને આવા અભરખા ન હોય તો- લખી રાખો- સયુંકત કુટુંબ..સમૂહ માં જે સુખ છે…….એ જ સાચું સુખ છે………એકલા જીવવા માં કોઈ મજા નથી….!!!! સયુંકત કુટુંબ માં વિચારો ની ઊંચ નીચ હોય..પણ એમાં એ એડજસ્ટ થતા આવડશે તો- જીવન સુખ બની જશે…….બાકી એકલા તો કુતરા એ મરે જ છે ને…!!! મારા ગુરુ મહંત સ્વામી મહારાજ તો ડંકા ની ચોટે કહે છે…કે – પરિવાર હોય કે- સત્સંગ- જો સંપ નહિ હોય……એકતા નહી હોય તો- પ્રગતિ થશે જ નહિ…!!! રૂપિયા આવશે પણ સુખ નહિ આવે…!!!

તો- ચાલો..રજા લઉં…….! બધા ને એડવાન્સ માં- શુભ દિવાળી……નુતન વર્ષાભિનંદન…………શ્રીજી મહારાજ  -સ્વામી અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજ- સર્વે નું રૂડું કરે…..સર્વે ના શુભ સંકલ્પો પૂર્ણ થાય તેવી જ તેમના ચરણો માં પ્રાર્થના…!!

રાજી રહેજો………! નહીતર થાય તે કરી લેજો……… 🙂

રાજ


Leave a comment

આજકાલ – ૨૮/૦૮/૨૦૧૩

                               “સમય જયારે વિપરીત હોય ત્યારે મનુષ્ય માત્ર એ ધીરજ રાખવી……કારણ કે સમય સ્થિર નથી હોતો…”

——- એક કહેવત- અજ્ઞાત—–

આજકાલ બહુ ભારે સમય જઈ રહ્યો છે…..ખાસ કરીને દેશ માટે….કાળ બહુ સારો નથી……!  તો આ સમય વચ્ચે જીવન ની ડગર કેવી છે??? જોઈએ ચાલો…

 • વિચરણ ચાલુ જ છે…..કારણ કે જીવન ચાલુ જ છે……આથી નો મોર કોમેન્ટ્સ ..!
 • ગુજરાતીઓ માટે તહેવારો શરુ થઇ ગયા છે…..એક જમાનો હતો કે  બોળ ચોથ થી શરુ થતા તહેવારો છેક પારણા ( અર્થાત જન્માષ્ટમી પછી નો દિવસ…) સુધી ની રજાઓ -મીઠાઈઓ-ઉત્સાહ લઈને આવતા…….પણ અફસોસ…..આજે જન્માષ્ટમી છે- અને અમારી અમેરિકન કંપની માં તેની રજા નથી………
 • ડોલર નો ભાવ…ઉફ્ફ…! ૧ ડોલર – આજે લગભગ ૬૯ રૂપિયે જઈને અટક્યો……..અને સરકાર…..અર્થાત “મૌન”મોહન આણી કંપની- મેડમ ની સેવા માં થી અને દેશ ના ગરીબ-અબુધ-અણસમજ લોકો ને પંપાળી ને વોટ ભેગા કરવામાં થી ઉંચી નથી આવતી….!  આવનારા દિવસો માં- સરવાળે- પેટ્રોલ-ડીઝલ-અને ક્રમશઃ બધી ચીજ વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચવાના જ……! યાર…મને એ નથી સમજાતું કે- આટલા વર્ષો થી કરોડો લોકો ભૂખે મરતા હતા…કરોડો ટન અનાજ સડી જાતું હતું……એ સમયે કોઈને આ યોજના લાગુ પાડવાનું કેમ ન સુઝ્યું? અને ૨૦૧૪ ની ચૂંટણી ઓ આવી- અને મેડમ ને “ગરીબ” સાંભળ્યા……!  મારા-તમારા -જનતા ના પૈસા “લુંટી” ને- ગરીબો ને અંગુઠો ચુસાડવા નો આઈડિયા- તો કોંગ્રેસ ના લોકો ને જ આવે….! બસ- બહુ થયું……હવે દેશ આ લોકો થી મુક્તિ માંગે છે…..નહીતર- ડોલર -૧૦૦ રૂપિયે પહોંચશે…અને આપણે તળિયે..!
 • વાતાવરણ માં- ભીની ભીની ઠંડક અનુભવી શકાય છે……સાથે સાથે શરદી-ઉધરસ જેવા રોગો પણ……! હરિકૃષ્ણ ને શરદી ની અસર થઇ છે…પણ ભાઈ…..હસતા જ રહે છે…….! એ એક આશા નું કિરણ છે…….
 • આજે મંદિર જવાની ઇચ્છા હતી…પણ શાહીબાગ મંદિર જવાના બધા માર્ગ- ૧૦ વાગ્યા સુધી મેળા માં જાવા વાળા લોકો ને કારણે બંધ હોય છે……વળી- હરિ અને રીના આવી શકશે નહિ- આથી- સોસાયટી ના જ જન્માષ્ટમી ઉત્સવ નો લાભ લેવામાં આવશે……..પણ રીના એ આજે- હરિને હરિકૃષ્ણ બનાવ્યો……! પોતાના ઘરેણા નું ઉપયોગ કરી ને હરિ ને એવો તે સજ્જ કર્યો કે- હું ફોટા જોઇને- ખુશ ખુશ થઇ ગયો…….એનો એ સદાયે હસતો ચહેરો …..ખુશ ખુશાલ મુદ્રા …સોણલી મુરત…..હૈયા માં થી કયારેય ભૂંસાશે નહિ………! આ બધા માટે- શ્રીજી- સ્વામી ને હૃદય ના ઊંડાણ થી કોટી કોટી વંદન……!
"રાજ ઘેર આનંદ ભયો.....જય હરિકૃષ્ણ મહારાજ કી....."

“રાજ ઘેર આનંદ ભયો…..જય હરિકૃષ્ણ મહારાજ કી…..”

બસ- આ બધા માટે…..આ સુખદ પળો માટે- શ્રીજી ને ફરી થેન્ક્સ……અને હા…..દેશ માટે……………………. જાગતા રહેજો……….જગાડતા રહેજો….!

રાજ


Leave a comment

આજકાલ-૨૭/૦૭/૨૦૧૩

મેઘરાજા અત્યારે બુલંદ છે અને મેઘ મા થી વરસતા ફોરા ઓ જાણે કે હૃદય ની લાગણીઓ સાથે જ રેલાઈ જાય છે…….અને સંવેદનાઓ નું…વિચારો નું એક મેઘ ધનુષ્ય હરપળ આકાર લે છે ……..અને પળેપળ નિરાકાર થાતું જાય છે……શબ્દો બસ એમ જ સરકી પડે છે એક સહજ-આનંદ ની જેમ……!  જીવન આજકાલ હોટલો મા વધારે અને ઘર મા ઓછું વ્યતીત થાતું રહે છે…….એના ફાયદા-ગેરફાયદા અનેક છે……પણ જીવન ને હમેંશા સકારાત્મક જોવાની તેજાબી આદત ધરાવતા આ જીવ ને બસ એમ જ લાગે છે કે- વિચરણ જ સારું…….જો એક સ્થળે સ્થિર રહેલું પાણી પણ ગંધાઈ  ઊઠતું હોય તો- આપણા સતત સ્થિર અને એવોપરેટ થાતા જીવન નું શું કહેવું??? વિચરણ એ હરિ નો ઉપકાર છે- સતત યાત્રા દ્વારા એ સમજાવે છે કે- ચાલતા રહેવું જીવન છે અને અટકવું મોત……!

તો- આજકાલ જીવન મા શું ચાલી રહ્યું છે??

 • વરસાદી ધુમ્મસ આજકાલ ગુજરાત-મુંબઈ મા સર્વત્ર જોવા મળે છે……ચમકતા સુરજ ને જોયે દહાડા વીતી ગયા છે…….જોઈએ- મેઘાદાદા   જીતે છે કે- સુરજ દાદા……જે જીતે એ – સરવાળે ફાયદો પૌત્રો ને જ થવાનો છે……! 🙂
 • તો સાથે સાથે ભારત ના સૌથી મોટા સર્કસ- રાજકારણ મા જોકરો વધતા જાય છે…….મુક રાજા…..મુરખ સરકાર અને મૂઢ જનતા…….ખેલ અદભૂત ચાલે છે…….ખાઉધરી કોંગ્રેસ ના મોટા પેટ વાળા નેતાઓ ભસી રહ્યા છે કે- એક વ્યક્તિ માત્ર ૧ રૂપિયા થી લઈને ૧૨ રૂપિયા સુધી મા ભરપેટ જમી શકે છે…….! આપણે હસવું કે રડવું? ખબર નથી પડતી……..પણ જો આ નિકમ્મા નેતાઓ-અને એમની સરકારો લાંબો સમય રહી તો- આપણે માત્ર ૧ રૂપિયા જેટલું જ ખાવા લાયક રહેશું……….! જાગો સજ્જનો..સન્નારીઓ જાગો……….
 • ચોમાસું આવે ને- અમદાવાદ ની ગલી ગલી એ રોડ ધોવાઈ જાય છે……ભૂવાઓ- ખાડાઓ જાણે કે વર્લ્ડ રેકોર્ડ તોડવાના હોય એમ “ઉગી” નીકળે છે……..યાર- આ લોકો એવા તે કયા પ્રકાર ના રોડ બનાવે છે કે- એક વરસાદી ઝાપટા થી ધોવાઈ જાય…??? રોડ કોન્ટ્રક્ટરો…..અને મ્યુનિસિપલ એન્જીનીયરો ને જવાબદાર ગણી- એમને સજા કે પેનલ્ટી થવી જ જોઈએ…નહીતર પેલાં MNS ની “ગુંડાગર્દી” ની જેમ જનતા જ કાયદો હાથ મા લઇ લેશે………
 • આ બધા પ્રશ્નો સાથે મારા માટે ..અનેક લોકો માટે એક મુસ્કુરાહટ ભર્યું આશા નું કિરણ…..ચાતુર્માસ ચાલુ છે…….અને સત્સંગ આજકાલ ભરપુર થઇ રહ્યો છે……..જીવનું-મન નું-આ હૃદય નું શુદ્ધિકરણ માટે આ અનિવાર્ય છે……સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ ના અદભૂત દર્શન……એમનાં સ્વાસ્થ્ય મા ચમત્કારી સુધારો……સત્સંગ મા અનેક ઘણો વધારો કરે છે…….શાસ્ત્રો કહે છે કે-” સત્પુરુષ ની હાજરી માત્ર ની મન-અંતઃકરણ ને શાતા મળે છે….”
 • મારો વ્હાલો દીકરો હરિકૃષ્ણ…….આજકાલ મેઘરાજા ની જેમ અનરાધાર વરસી રહ્યો છે……..એના તોફાનો -લીલાઓ અમારા માટે એક ચેલેન્જ બની ગઈ છે……અને પાછા એના માટે રમકડા ખરીદવા મા આવ્યા છે…..આથી અમે તો ઉલટા એની “ખુશી” મા “ફસાઈ” ગયા છીએ………! જો કે હું તો બહાર ને બહાર  જ ફરતો હોઉં છું…..આથી સેલ્યુટ ટુ રીના…..! રીના અદભૂત “મા” છે………હરિ ની પાછળ એ પળેપળ લાગેલી જ રહે છે……….અને મને સતત યાદ કરાવતી રહે છે કે…. ” મા હોઉં એટલે શું?”   ખરેખર “મા” ની તોલે કોઈ ન આવે……….ઘણીવાર તો એ જ મને હરિ નું સ્વરૂપ લાગે છે……..
હરિ.....હરિકૃષ્ણ ની લીલાઓ.....

હરિ…..હરિકૃષ્ણ ની લીલાઓ…..

બસ…….જીવન ની રફતાર આ જ છે……..થોડીક મસ્તી……થોડીક અલ્લડતા……ઘણોબધો સત્સંગ…….અને એક સંપૂર્ણ હરિ…….! એટલે જીવન નું આ ચક્ર સંપૂર્ણ કહેવાય………..

સાથે રહેજો……

રાજ


1 Comment

આજકાલ-૧૪/૦૬/૨૦૧૩

તો છેવટે , તન-મન-હૃદય સંતૃપ્ત થયા ખરા……! મેઘરાજા ને આપણા પર દયા આવી ખરી…..ભલે ને એ અલપઝલપ હોય….પણ વરસવા ના તો આપણા પર જ છે ને……! ઘણીવાર એવું લાગે છે કે- વરસતા વરસાદ મા છત્રી લઇ ને ફરનાર ને દંડ થાવો જોઈએ……ખેર….આ તો અંગત વિચાર છે….નકારાત્મક પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવી નહી ….જરાક ભીંજાઈ લેવું યારો….!

અત્યારે બરોડા -ધોધમાર વરસાદ નો લાભ અને આનંદ લઇ રહ્યો છું…….અલબત્ત ઘર થી દુર છું એટલે જરાક દુઃખ છે પણ ચાલ્યા કરે……નિલકંઠ વરણી ના પેલાં બ્રહ્મ ઉપદેશ ની જેમ…..” વાદળ જો એક જ જગ્યા એ રહેવા લાગે તો બાકી ની ધરતી તરસી મરી જાય……” આથી ચલતા રહેવું જીવન છે અને અટકવું- મોત……! તો આજકાલ શું ચાલે છે?

 • ગયો વીક એન્ડ અને આ સમગ્ર અઠવાડિયું- ભારે ગયું…….પ્રવાસ..પ્રવાસ…..જ…અને લગભગ ૧૦૦૦ થી વધુ લોકો સાથે મુલાકાત-અલગ વિચારો…..ની આપલે…..! એક વાત તો અનુભવી…..યાર નોકરી કરવી તો- માર્કેટિંગ ની જ કરવી…..કમસેકમ- તમને એકલતા ક્યારેય  ન સતાવે…..
 • મારા હીરો-હરિકૃષ્ણ ના નખરા વધતા જાય છે………સવારે સવારે એલાર્મ ક્લોક ની જરૂર નથી પડતી…..એક દમ નિયમિત રીતે ઉઠી જવાય છે…… 🙂 અને ઘણા બધા કામ એકસાથે કેવી રીતે કરવા- એ શીખવા મળી રહ્યું છે……હરિ રોજ- એક નવી ચેલેન્જ આપે છે……જોઈએ કેટલા પાર ઉતરીએ છીએ…?????
 • અને છાપાં- મીડિયા વાળા- અને કોંગ્રેસ વાળા- જાણે કે આદું-ફૂદીના-મરચા-લવિંગ-તજ ખાઈ ને મોદી ની પાછળ પડ્યા છે……….નમોફોબિયા- એ બધા ને તો ઠીક પણ હવે તો અડવાણી ને પણ નડવા માંડ્યો છે……..અને મોદી સાહેબ ને બેઠા બેઠા અઢળક પ્રસિદ્ધી મળી રહી છે એ લટકા મા…..! જો – આ બધા જનતા ની પસંદગી ને નહી સમજે તો – ટાઢા પાણી એ જવા ના છે…..લખી રાખો…..
 • ગુજરાત ની હોટલો વિષે એક ફરિયાદ છે……યાર થોડુંક કસ્ટમર સર્વિસ મા તો સમજો…….! ખેર…..પતંગ હોટલ મા ઘણા સમય બાદ પુનઃ જવામાં આવ્યું…….ફૂડ તો ઠીક હતું- પણ ઉપર થી અમદાવાદ નો- સાબરમતી નો- રિવરફ્રન્ટ નો નજારો દિલ ને ભાવ્યો………..
 • અને છેલ્લે- આપણે બધા ગુજરાત મા છીએ…..ગુજરાતી બોલીએ-જાણીએ -સમજીએ છીએ…..છતાં- એકબીજા સાથે અંગ્રેજી મા વાત કેમ????? વોલ્વો-કલ્ચર મા મે વારંવાર જોયું છે અને એ પણ છોકરીઓ મા ખાસ………! યાદ રાખો- જે પ્રજા ને પોતાની સંસ્કૃતિ…..પોતાના સંસ્કાર….પોતાના ધર્મ…..પોતાના સાહિત્ય-શાસ્ત્રો…..પોતાના સંગીત પર…..પોતાની ભાષા પર ગર્વ નથી…..એ નામશેષ થઇ જાય છે……..! યાર- આપણે પણ ભણેલા-ગણેલા છીએ….સારું અંગ્રેજી જાણીએ-બોલીએ-સમજીએ છીએ……છતાં શરૂઆત તો ગુજરાતી મા જ કરીએ છીએ……

તો- બસ મેઘરાજા ને માણતા રહો……અને પોતાની જાત ને ઢંઢોળતા રહો……ક્યાંક પોતાની “જાત” જડી જાય…….!

શુભ રાત્રિ

રાજ


1 Comment

રસપ્રદ ફોટા-૧૨

આજકાલ ગુજરાત બે ઋતુ ઓ એક સાથે અનુભવી રહ્યું છે- એક તો વાતવરણ મા ઠંડી , અને બીજી લોકજીવન મા ચૂંટણી ની “ગરમી” …..આવતીકાલે- બપોર નું ખાણું ખવાતું ..કડી રોટલા ના સબડકા લેવાતા ….. હશે ત્યારે જ  ખબર પડી જશે કે- ગુજરાત ની દિશા અને દશા શું હશે…?? વિશ્વાસ છે કે જે થશે એ સારું જ થશે, કારણ કે- જગત ના ધણી ને પણ હમેંશા ગુજરાત પ્રત્યે અનોખો ભાવ રહ્યો છે…અને અહી આવી ને વસ્યો છે…….તો આપણા હૃદય ની વાત..ગુજરાત ના મિજાજ ની વાત- એ કેમ નહિ સાંભળે???    તો ફોટોનામા ની શરૂઆત – એ વાત થી જ કરીએ…..

મોદી ને જીતાડો....કોંગ્રેસ બચાવો....

મોદી ને જીતાડો….કોંગ્રેસ બચાવો….

એકદમ- ટકોરા જેવી વાત….રણકતા રૂપિયા જેવી એકદમ ચોખ્ખી વાત……જો આવતી કાલ ના પરિણામ મા કોંગ્રેસ હારશે તો- ગુજરાત મા કોન્ગ્રેસીયા કે એમના ધોતિયા…એમની દિશા-દશા સાથે શોધ્યા નહિ જડે……..અને નરેન્દ્ર મોદી ના સિંહ સમા નેતૃત્વ નો- દુનિયા સ્વીકાર કરશે…..! આથી મારા ફેવરીટ અજીત નીનાન ના કાર્ટુન મા સ્પષ્ટ દેખાય છે એમ- કોંગ્રેસ ના ગણિત પ્રમાણે -જો મોદી- ગુજરાત ભારે મત થી સર કરે તો- ૨૦૧૪ મા પ્રધાનમંત્રી ની ચૂંટણી માટે- દિલ્હી શીફ્ટ થાય અને કોંગ્રેસ ને કમસેકમ “આત્મવિશ્વાસ” તો આવે કે- હાશ….હવે મોદીં  નથી તો ગુજરાત મા કમસેકમ હવે ટકી તો શકાશે….!! જોઈએ….કાલ- કોંગ્રેસ માટે શું લઈને આવે છે?????? જે થાય એ- કેટલાક કોન્ગ્રેસીયા તો કાલ ના પરિણામ થી મૂછ મા…. આ આસમાની ખ્વાબ સાથે મલકાતા હશે જ….

IMG1458

હવે શું કહેવું??? ગુજરાતીઓ જન્મજાત જ સંશોધક હોય છે- એનો આ પુરાવો છે…..બસમાં ડીકી ન હોય….અથવા..ડીકી નાની પડતી હોય…..અથવા તો વધુ મુસાફરો બેસે એ માટે ડીકી નો ભોગ લેવાયો હોય અને કામચલાઉ બાહ્ય ડીકી બનાવવી પડી હોય……..જે હોય તે- પણ દેખાવ ની પરવા કર્યા વગર- આ સગવડ -આકર્ષક છે…શું કહેવું છે??? કદાચ આપણા જીવન માટે -કંઇક સાર મળે એમ છે??? વિચારો…વિચારો…………

IMG1460

પેટ્રોલ ની કાણ-મોકાણ ચોતરફ છે……તો ત્રસ્ત થયેલા લોકો હવે ગેસ ના રવાડે ચડ્યા છે…..ભલે ને  એ એલપીજી હોય કે સીએનજી …..અને માન્ય ગેસકીટ હોય કે ન હોય……ગેસ પુરાવવા કલાકો લાઈન મા ઉભા રહેવું પડે કે ન પડે……પણ એક જ સુર…એક જ વાત…..ગેસ ની સેર સાથે- ગેસકીટ જોઈએજ….! તો બાઈક પણ હવે ગેસકીટ સાથે જોવા મળે છે…..જે માન્ય છે કે નહિ? એ ખબર નથી……અને એવરેજ…૧૦૦-૧૨૦ કે ૧૪૦ કિમી….પ્રતિ ટેંક …?? જે હોય તે- લોકો અન્ય રસ્તો શોધી જ લેવાના……..

તો- બસ આજુબાજુ ના જીવન ને નિહાળતા રહો…..સમજતા રહો અને વહેંચતા રહો……જીવન ને જીવવા ની..સમજવાની વાત – એમાંથી પણ મળી શકે છે….

રાજ

 


Leave a comment

આજકાલ- ૩૧/૧૦/૨૦૧૨

તો ભાઈ- આજે ઓક્ટોબર પણ ગયો…..બાકી રહ્યા નવેમ્બર અને ડીસેમ્બર- પછી ૨૦૧૨ પૂરું અને ૨૦૧૩ શરુ…..અને પછી એની એ જ ઘટમાળ…..! દરેક ક્ષણ નવી હોય છે……દરેક સવાર નજીક હોય છે પણ “દેજા વું” ( deja vu) ઇફેક્ટ કાયમ કેમ રહે છે? એવું કેમ લાગે છે કે – થઇ રહેલી દરેક ઘટના માત્ર પુનરાવર્તન છે…….??? જે હોય તે….મગજ ના કેમિકલ લોચા મા નથી પડવું, પણ ફોકસ એ નવી પણ ને “નવી” તરીકે જોવામાં અને માણવા મા રાખવું છે…….

તો, શું છે આજકાલ?????

 • આજે સરદાર પટેલ નો જન્મદિવસ છે……તો ઇન્દીરા ગાંધી નો મૃત્યુ દિન…..! પણ અફસોસ- મીડિયા વાળા માત્ર ઇન્દીરા ગાંધી પાછળ જ મંડ્યા છે….સરદાર – કદાચ કોરાણે મૂકી ગયા છે……દેશ નું દુર્ભાગ્ય ચાલુ જ છે……….
 • નવરાત્રિ પૂરી અને શરદપૂનમ પણ પૂરી…..આથી હવે રાત્રીઓ વધારે શાંત છે. મને યાદ આવે છે- દશેરા નો અમારી સોસાયટી મા જમણવાર- જેમાં સમૂહ ભોજન નો પ્રોગ્રામ હતો….રસોઈ સારી હતી અને એક પ્રસાદી ના ભાવ થી લેવાની હતી…..આથી થાળી મા અન્ન નો બગાડ ન થાય એ જરૂરી હતું, પણ લોકો એ હમેંશ ની જેમ કર્યું- તો વ્યવસ્થા ના ભાગ રૂપે- સ્વયંસેવકો એ જડતાં પૂર્વક- એ નિયમપાલન કરાવવા મા બળજબરી કરવા નો પ્રયત્ન કર્યો…….વાત પૂરી થઇ ગઈ પણ એક સવાલ- અન્ન બગાડવું ન જોઈએ….સહમત- પણ નિયમ નું પાલન કરાવવા મા જડ થાવું જરૂરી છે?  કોઈ પણ નિયમ-ધર્મ- લોકો સમજી ને- મન થી સ્વીકારે તો જ ટકી શકે…..”પરાણે પ્રીત ન થાય….પણ ભવાડો જ થાય….”
 • શરદપુનમ- ચંદ્ર ની શીતળતા સાથે સાથે ઠંડી નું જોર વધતું જાય છે…..સાથે સાથે અમુક સવાલો નું જોર પણ વધતું જાય છે…..- દા.ત. એ રાત્રે ઘોંઘાટભર્યા ગરબા પ્રોગ્રામ ને બદલે- કંઇક શાંતિ ભર્યા- ચંદ્ર ના અજવાળે થતાં રાસ પ્રોગ્રામ ન થઇ શકે? દૂધ પૌવા ને- આયુર્વેદિક દ્રષ્ટી મુજબ-માત્ર ચંદ્ર ની શીતળતા આધારે ન બનાવી શકાય? ફ્રીજ તો બારેમાસ હોય જ છે ને….પણ શરદ પૂનમ ની શીતળતા…અનોખી જ છે- મે ભૂતકાળ મા સફળ પ્રયોગો કરેલાં છે……..
 • આજકાલ અમેરિકા મા સેન્ડી….ભારત મા નીલમ…..નું જોર ભરપુર છે….હજારો લાખો લોકો- એની અસર હેઠળ છે…..ફરી એક સવાલ- સેન્ડી….નીલમ..કેટરીના…..માત્ર સ્ત્રીવાચક નામ જ કેમ? ( વાવાઝોડા અને સ્ત્રી મા સામ્યતા છે એટલે…???) છગન..મગન કે રોબર્ટ …એવું કેમ નહી??? હવામાન ખાતું કદાચ પુરુષ વિરોધી છે……ક્યાંતો પછી- પુરુષો તરફી છે……..
 • એસ ટી બસ મા જે મુસાફરી કરે છે- એ લોકો ને ખબર છે કે- અમુક સીટ પર લખ્યું હોય છે કે ” સ્ત્રીઓ માટે અનામત…” “ધારાસભ્ય માટે અનામત” ……તમે કદીયે કોઈ ધારાસભ્ય ને /નેતા ને- બસ મા મુસાફરી કરતો જોયો છે???? ભાઈ- આપણા નેતાઓ એટલા તો ગરીબ નથી કે- એસ ટી ની ખખડધજ બસ મા સફર કરી- પોતાની ઈજ્જત નું સરે આમ લીલામ કરે…..! અને સ્ત્રી માટે ની અનામત સીટ પર પુરુષ જ બેઠા હોય છે…..મુંબઈ સીટી બસો મા – સ્ત્રીઓ પોતાની આ જગ્યા વિષે જાગૃત જણાઈ છે- પણ ગુજરાત મા – આ લખાણ માત્ર લખવા ખાતર જ છે…..
 • અરવિંદ કેજરીવાલ- આજે પુનઃ એક ધડાકો કરવા ના છે…….કોન્ગ્રેસીયા અને ભાજપી-યા ટેન્શન મા છે………પણ ક્યારેક લાગે છે કે- અરવિંદ કેજરીવાલ જેના પર આરોપ લગાવે છે- એનું પ્રોમોશન થઇ જાય છે……( આ જોઈ અમુક કોન્ગ્રેસીયા ઓ એ – અરવિંદ કેજરીવાલ ને , પોતાના પર આરોપ લગાવવા માટે વિનંતી કરી છે………એવું સાંભળવા મા આવ્યું છે….) …..પણ કેજરીવાલ ને એક વણમાગી સલાહ- કોઈ એક ને ટાર્ગેટ કરો- એનો અંત લાવો પછી બીજા ને પકડો……નહીતર પ્રમોશન ચાલુ જ રહેશે…..અને જનતા ની યાદશક્તિ લાંબી નથી હોતી….ફરીથી – એ જ ભ્રષ્ટ નેતાઓ-પાર્ટી ચૂંટાઈ આવશે………
 • કેટલાક નવા રાજકીય  જોક્સ-૧) “કોંગ્રેસ ના આત્મવિશ્વાસ થી ભરેલા – મોઢવાડીયા સાહેબે- મોદી પર આરોપ લગાવ્યો છે કે- મોદી સરકાર કાળા નાણા પર ચાલે છે……એની તપાસ થવી જોઈએ….૨)” કેશુબાપા- હજુ ભયભીત છે…..ભય દુર થયો નથી…….૩) મોદી ના લગ્ન અને કહેવાતા “ધર્મ પત્ની ” નું મુદ્દો- કોંગ્રેસ ઉછાળી શકે છે…..(શશી થરૂર ના બચાવ મા…..) ૪) ભાજપ ના પ્રમુખ ગડકરી ના ઘર ની બહાર – ઉમેદવારો ની લાઈન લાગી છે…..ઉમેદવારી – એમનાં ડ્રાઈવર અને રસોયા બનવા માટે ની છે…..( કારણ કે મોટા માણસો ના ડ્રાઈવરો પણ કંપની ના ડાયરેક્ટર બની શકે છે….)
 • દશા અને દિશા વાળા – કોંગ્રેસી “ભાડુતી પ્રચારક” બહેન- તુલિકા પટેલ – ને ભાજપી ઓ એ ફેસબુક પર “અપહરણ” કર્યું છે…..અને ફેસબુક પર એ બહેન હવે- ભાજપ અને મોદી ના ગુણગાન ગાતા નજરે પડે છે……..( અરે એ તો ઠીક- મોઢવાડીયા અને ગોહિલ પણ ભાજપ ને વોટ આપવા ની વિનંતી કરી રહ્યા છે…..) …..આથી ઊંઘતી ઝડપાયેલી કોંગ્રેસે- તુલિકા પટેલ ની જ વેબ સાઈટ બનાવી ને જાહેર કરી છે…..- ગમે તે હોય પણ- અમારા જેવા મેનેજમેન્ટ વાળા ઓ ને શીખવા માટે – ખુબ મટીરીયલ મળે છે…….

🙂

રાજ