Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

રસપ્રદ ફોટા-૩૦

તો..ઘણા સમય બાદ ફરીથી આ બંદા હાજર છે…..જીવન ના રંગબેરંગી નજારા ઓ ની સાથે……! કહેવાયું છે અને કહેવાતું રહેશે એમ…” એક ચિત્ર હજાર વાર્તા ઓ ની ગરજ સારે છે” ….અને એવી જ ચિત્રકથા ઓ ને માણીએ….મમળાવીએ….સમજીએ…..કૈંક ગ્રહણ કરીએ…….!

20160602_130023.jpg

રાત નાની અને વેશ ઝાઝા……એમ બોર્ડ નાનું ‘ને જરૂરિયાત વધારે…..! પાકા અમદાવાદી….ની આ અમર નિશાની તમને ઘણી જગ્યા એ જોવા મળશે…..એ મારી ગેરંટી..! અને જેને જે એડ ની ગરજ હોય …પોતાના ખપ નું હોય તે ગ્રહણ કરી લે…..બધા માટે કૈંક ને કૈંક તો છે જ…!!! હાહાહા……અને હા….તેલ ના ડબ્બા હપ્તે થી મળશે….એ સાલું સમજાયું નહિ…! તેલ ખરેખર આટલું મોંઘુ છે????? જે હોય તે….ગુજરાતી રસ્તો હાજર છે….

20160708_133003.jpg

લાલો લોખંડ….જયંતિ જોખમ….મળતું આવે છે નહિ..!…લાવ્યા…..બાપુ…કૈંક નવું લાવ્યા બાપુ…!!!!!

20160813_163051.jpg

તમે ગુજરાતી હો….ચરોતર કે મેહાંણા ( અર્થાત મહેસાણા) માં જનમ લીધો હોય તો લાંબુ વિચારવું જ નોય ભઈ…!!! જીવન નો એક જ ધ્યેય……..હેડ લ્યા અમેરિકા…! ગમે તેમ..મારી મચડી..એની બુન નું…..ઘરબાર વેચી ને પણ અમેરિકા પહોંચી જાઉં….એ જ નિશાન ! ને જુઓ ઉપર ની એડ……રાણીપ થી સીધા અમેરિકા…..!!!! બોલો જય માડી…!!!!!

20160721_120830

વાસણ ની દુકાન આગળ નું એક બોર્ડ…..ધ્યાન થી વાંચો……..સમજો….જો અંગ્રેજી સમજતા હો તો – સમજી શકશો તો સમજો……કે એક ટપકું જો ચુકી જવાય તો બ્લેન્ડર ..બ્લેડર ( મૂત્રાશય) થઇ જાય……!!! અર્થ નો અનર્થ થઇ જાય …..જિંદગી પણ આવી જ છે…..એક નાની વાત….મોટા પ્રશ્નો સર્જી શકે છે…..જીવન બદલી શકે છે…..જીવન ડુબાડી પણ શકે છે….અને મોક્ષ પણ કરી શકે છે…..!!!

20160820_115919

 

ફરીથી એ જ વાત…….Imported….Important…..Impotent વચ્ચે નો ભેદ ખબર છે??? અહિયાં ઈમ્પોટેટ માં ઉપર ટપકું….ક્યાંક આડું અવળું લાગી જાય તો આખો મતલબ જ બદલાઈ જાય …….!! વિચારો….વિચારો…….

તો ચાલો….ઘણું બધું શીખ્યા……આજના ફોટો નામા નો એ જ સંદેશ…કે જીવન હરપળ કૈંક નવું શીખવા ની વાત છે…..ક્યાય અટકવા ની વાત નથી…………અહી તો બસ ચાલતા જ રહેવાનું છે….સમય ની સાથે…સમય ની જેમ..!

રાજ

 


Leave a comment

હું ગુજરાત છું……………..!

૧ લી મેં, ૧૯૬૦ ના રોજ ગુજરાત નો રાજ્ય તરીકે જન્મ થયો…….એક ગર્વીલી….વ્યાપારી….વ્યવહારુ….સુસંકૃત….ધર્મભીરુ…..ધર્મચાહક પ્રજા ના ડંકા વાગ્યા……..અને એ મહાજાતિ ગુજરાતી આંખોમાં દુનિયા ને પોતાની કુશળતા થી સર કરવા ના સદીઓ જુના પરાક્રમ ને એક ડગલું ઓર વધારતી ગઈ……..આજે એ મહારાજ્ય ગુજરાત ને ૫૫ વર્ષ  પુરા થયા………એના જન્મદિન ની જીવથી શુભ કામનાઓ…….જરૂર અમારા કંઇક પુણ્ય તપતા હશે  કે જે  ધરતી ને  સ્વયમ શ્રીકૃષ્ણ ભગવાન…..સ્વામિનારાયણ ભગવાને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું ત્યાં જન્મ લેવા ની તક મળી……!

વધારે ન કહેતા -વોટ્સેપ પર ફરતા એક મેસેજ ના મિજાજ ને ગુલાલ કરું છું……..રચયિતા કોણ છે….??? એ જ્ઞાત નથી…..પણ એ ૧૦૦૧% નખશીખ ગુજરાતી હશે એનો પાક્કો વિશ્વાસ છે……….

Happy birthday Gujarat
દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા
સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને
દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી
જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો
ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી
મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના
પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું
પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ
ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર
વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને
ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી
રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં
અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી
ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની
કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે……………

હું ગુજરાત છું……………

હું ગુજરાત છું……………

હું ગુજરાત છું…………

હૃદય થી ……જીવથી………હું ગુજરાત છું……………!

જય શ્રી કૃષ્ણ……..જય શ્રી સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૧/૦૨/૨૦૧૬

“………..અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે……. તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં……. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી…….. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહજે જિતાઈ જશે……….”

—————————————

ભગવાન શ્રી  સ્વામિનારાયણ-વચનામૃતમ- ગઢડા મધ્ય -૧૩

આજે ૨૧ ફેબ્રુઆરી…..વિશ્વ માતૃભાષા દિવસ……જે ભાષાના પ્રથમ હુંકાર સાથે આપણે જન્મ્યા…..ગર્ભાવસ્થા માં જે ભાષા ના ધીમા-સુસવાટા-પડઘા સાંભળ્યા…..જે ભાષા માં આપણે લાગણીઓ રેડી….જેમાં આપણે વિચાર્યું….પડકાર્યું….એ મહાભાષા-માતૃભાષા-આત્મભાષા ને વધાવવા નો દિવસ…..અને  આજ  ગુજરાતી  મહાભાષા ને  સ્વામિનારાયણ  સંપ્રદાય ના  મહાન સંત કવિઓ -વિદ્વાનો એ  જે  ગૌરવ બક્ષ્યું  છે  તે  અતુલ્ય  છે…..બ્રહ્માનંદ સ્વામી – અતિ  વિદ્વાન સંત કવિ…શીઘ્ર કવિ..શતાવધાની ..અતિ તેજસ્વી  વક્તા..રાજનીતિજ્ઞ દ્વારા  વ્રજ-હિન્દી-અવધી અને ગુજરાતી  ભાષા માં  લગભગ ૮૦૦૦ થી વધુ  પદ-છંદ   રચાયેલા  છે….!!! ઈતિહાસ સાક્ષી  છે કે – ભાવનગર નરેશ ના  કહેવા થી  લાડુદાન ગઢવી  ( પૂર્વાશ્રમ નું -બ્રહ્માનંદ સ્વામી નું નામ) સ્વામિનારાયણ  ભગવાન નું ભગવાન પણું  ટેસ્ટ કરવા  ગયા અને પોતે સાધુ થઇ ગયા…….! અને  એવી તો -સહજાનંદ ની મૂર્તિ  -સ્વરૂપ રદયમાં વસ્યું કે  એ જમાના ની લાખો-કરોડો ની સંપત્તિ છોડીને -માંડ શરીર ઢંકાય એવા કંતાન ના વસ્ત્ર માં -અતિ કઠીન એવા વૈરાગ્ય ના નિયમો નું સહજ પાલન કર્યું………આજે  માતૃભાષા દિન છે..તો બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર રચિત એક ચારણી -છંદ (ચંદ્રયણા ઝૂલણા-ગ્રંથમાં થી..) માણીએ…..

યા મગરી મગરી તગરી, નગરી નગરી સગરી બગરી હૈ;

વાટ પરી ડગરી ડગરી ,ખગરી ખગરી કગરી અગરી હૈ;

શીશ ભરી ગગરી ગગરી ,પગરી ઘૂઘરી ઉગરી ભુગરી હૈ;

બ્રહ્મમુની દ્રગરી ફગરી ,લગરી લગરી રગરી સારી હૈ…….

અદ્ભુત….અદ્ભુત…..! આ એ  ઝૂલણા છંદ  છે જેને અમદાવાદ ના વૈષ્ણવ આચાર્ય કે જે સંસ્કૃત ના મહા પંડિત હતા તે પણ ઉકેલી ન શક્યા…….!!!! અને જયારે  સ્વામીએ  -એમને કૃષ્ણ લીલા નું  આ પદ  સમજાવ્યું ત્યારે તે  સ્વામી ને પગમાં પડી ગયા…!!! લોકભાષા નો-આત્મ ભાષા નો આ જ  વૈભવ છે….

તો આજની સભા  -બ્રહ્માનંદ સ્વામી ના…એમના  ચરિત્રના….એમના ગુરુ- ભગવાન સ્વામિનારાયણ ના  મહિમા ના વૈભવ પર હતી…..! જયારે જે વસ્તુમાં-ક્રિયામાં ભગવાન ભળે-એટલે  એ  વસ્તુ ગમે તેટલી સામાન્ય હોય-પણ તે અમુલ્ય બની જાય છે…..! તો એ મહિમા સાથે કરીએ-શ્રીજી-ધામ-મુકતો ના દર્શન…..

12744500_514044215450422_7144945182469206212_n

સભાની શરૂઆત પુ.પ્રેમ વદન સ્વામી દ્વારા સંસ્કૃત શ્લોકાવલી સાથે “ભજમન સ્વામિનારાયણ…” ની ધુન્ય થી થયું……હૃદય ભક્તિથી ઉભરાઈ ગયું….ત્યારબાદ એમના દ્વારા જ બે કીર્તન રજુ થયા

 • આવો મારા મોહન મીઠડા લાલ…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • અનુભવી આનંદ માં…બ્રહ્મરસ ના ભોગી…….રચયિતા- મુક્તાનંદ સ્વામી

ત્યારબાદ પ.પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૮-૧૯ ફેબ્રુઆરી -૨૦૧૬ ના -સારંગપુર ખાતેના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જેના અદ્ભુત દર્શન તમે નીચેની લીંક પરથી કરી શકો છો……

ત્યારબાદ ભાવનગર થી પધારેલા -ભાવનગર અક્ષર મંદિર ના મહંત-અતિ વિદ્વાન..ખુબ સારા રસાળ વક્તા એવા પુ.સોમપ્રકાશ સ્વામી ….જે ભક્તોમાં “સોમબાપુ” તરીકે ઓળખાય છે…..એમના દ્વારા “બ્રહ્માનંદ સ્વામી- જીવન આખ્યાન” પર સતત ૬૦ મિનીટ સુધી…..ખુબ જ માહિતીપ્રદ…મહિમાંપ્રદ….રસપ્રદ પ્રવચન થયું…..! બધી માહિતી તો અહી આપવી શક્ય નથી પણ જોઈએ એના સારાંશ…..

12744657_963274543710514_5376451888922762465_n

 • રાજસ્થાન ના સિરોહી રાજ્ય ના ખાણ ગામ માં – સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય  શંભુદાનજી-અને લાલુબા  ને ત્યાં -લાડુદાન ગઢવી નો જન્મ વિક્રમ સંવંત-૧૮૨૮ ની મહા સુદી પંચમી ને રોજ થયો…..નાનપણ થી જ ધાર્મિક સંસ્કારો….ચમત્કારો વચ્ચે એમની સરસ્વતી સાધના ચાલુ રહી….એમના જ્ઞાન થી પ્રભાવિત થઇ ત્યાના રાજા એ – પોતાના ખરચે ભુજમાં- પિંગળ શાસ્ત્ર ભણવા મોકલ્યા…..રસ્તામાં શ્રીજી એ -બ્રાહ્મણ અને મારવાડી શેઠ ના વેશે સહાયતા કરી…….૧૦ વર્ષ ભુજમાં ભણી -અતિ વિદ્વતા તો પરિચય આપી- ગુરુ અભયદાનજી ને રાજી કર્યા……અને વધુ અભ્યાસ માટે ધમ્કડા આવ્યા….ગુરુ ભટ્ટાચાર્યજી પાસે રોકાઈ- સંસ્કૃત અને શાસ્ત્રીય સંગીત નો અભ્યાસ કર્યો…..૨૪ કલાઓ શીખ્યા …એ સમયે વિપ્ર ભટ્ટાચાર્ય એ -એમને જીવન ની સર્વોપરી…અમુલ્ય-અતુલ્ય કળા નું જ્ઞાન આપતાં  કહ્યું કે- આ કળા  એટલે- એક ભગવાન ને સદાયે સાથે રાખવાની કળા…એમાં જે  સુખ છે-એ ક્યાંય નથી..એ શીખવાડ્યું……!! ત્યાં જ શ્રીજી મહારાજે -ત્યાના મુક્ત કરણીબા ની સાક્ષીએ- નીલકંઠ વરણી રૂપે -લાડુદાન ને  તળાવ કિનારે દર્શન આપ્યા…..અને છેવટે તો- અનેક ઉપમા-માન-પાન-ધન-સંપતી પામી- લાડુદાન ગામેગામ ફરતા -ભાવ નરેશ ના  કહેવા થી -શ્રીજી ના  પુરુષોત્તમ પણા ની પરીક્ષા કરવા ગયા અને પોતાની “પરીક્ષા ” થઇ ગઈ……!
 • શ્રીજી મહારાજ ના  સ્વરૂપ ને ઓળખી- દીક્ષા લઇ -ભેખ ધારણ કર્યો…..શ્રીરંગ દાસ -નામ મળ્યું અને એ નામે- લગભગ ૧૮ પદ  રચ્યા……”સ્વામિનારાયણ….સ્વામિનારાયણ નિત્ય રે..” પદ થી લઇ….” સુણો ચતુર સુજાણ…” પદ રચ્યા…….! એમનું  નામ- બ્રહ્માનંદ કઈ રીતે પડ્યું…એ પ્રસંગનું પણ વિવરણ થયું…….
 • ત્યારબાદ- તો બ્રહ્માનંદ સ્વામી ના  એટલા બધા પ્રસંગ છે કે..તેનું વર્ણન કરવા  માટે  જાણે કે એક જન્મ લેવો પડે…!!!!!  એક ઝલક બ્રહ્માનંદ સ્વામી અર્થાત લાડુ દાન ગઢવી ના વંશવેલા પર…( સોર્સ-કવિ બ્રહ્માનંદ -એક અધ્યયન-ડો.રાજુલ ગાલા)

12743717_963274547043847_2851898336375202272_n

પુ.સોમ બાપુ એ અનેક કીર્તનો-સાખીઓ-છંદો -પદ ને મોંઢે ગાઈને- સમગ્ર સભાને બ્રહ્મરસ માં તરબોળ કરી દીધી……બ્રહ્માનંદ સર્વે છવાઈ ગયો……!! જો બ્રહ્માનંદ જેવા  શિષ્ય નું આખ્યાન  આવું હોય તો એમના સ્વામી…ગુરુ સર્વોપરી શ્રીજી નું જીવન આખ્યાન કેવું હશે…???? મહિમા  કેવો  હશે???

 

નીચેના  QR code ને સ્કેન કરીને  તમે  એ  રેકોર્ડેડ પ્રવચન ને  મોબાઈલ પર  સાંભળી શકો  છો……….અથવા નીચેની  ચીર્બિત લીંક નો ઉપયોગ કરી  શકો  છો……( ક્વોલીટી -મોબાઈલ રેકોર્ડીંગ હોવાથી ઓછીવત્તી હોઈ શકે  છે…)

//chirb.it/wp/htLOqM

Check this out on Chirbit

 

 

અદ્ભુત…..અદ્ભુત…….! ત્યારબાદ  પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- પણ બ્રહ્માનંદ સ્વામી ના  વડતાલ મંદિર નિર્માણ નો પ્રસંગ…એમનું મંદિર બનાવી ને  નીકળી જવું……અતિશય નિર્માની પણું  દર્શાવવું….એ  પ્રસંગો  ને  યાદ  કરતા  કહ્યું કે- મોટા પુરુષ અને ભગવાન માં  સદાયે દિવ્ય ભાવ રાખી…..નિર્દોષ બુદ્ધિ રાખીએ તો આવું ટકી રહેવાય……! પોતાના દોષ અને બીજા ના ગુણ જોવા- એજ સત્સંગ માં પ્રગતિ નો માર્ગ છે…………!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…….

 • ૨૮/૨ ના રોજ- સવારે ૮-૩૦ થી સાંજે- ૫-૩૦ સુધી બ્રહ્મ સત્ર -પૂજ્ય નારાયણ મુની સ્વામી અને પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ના મુખે થવાનું છે……આથી આવતી રવિસભા- ૫-૪૫ એ  શરુ થશે…….- આ બ્રહ્મસત્ર- માત્ર પૂર્વ અમદાવાદ ના ભક્તો માટે જ છે……..

તો- આજની સભા શ્રીજી નો મહિમા- એમના ભક્તો ના મહિમા થકી સમજવાની હતી…….ભક્ત ને જાણ્યા વગર-ભગવાન ને  ન  જાણી શકાય………….!!!!!

જય  સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

અદ્બુત કહેવતો

ચાલો આજે ગુજરાતી મહાભાષા ના અખૂટ ભંડાર માં થી,  પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને ગમતી….એમના દ્વારા સત્સંગ પ્રવચનો માં વપરાતી લોક કહેવતો નો આસ્વાદ માણી એ…. તસ્વીર સૌજન્ય- સ્વામિનારાયણ પ્રકાશ  image જય સ્વામિનારાયણ…..


Leave a comment

રસપ્રદ ફોટો-૨૯

ચાલો ફોટા ને જ બોલવા દઈએ……….અને આપણે “આંખો” થી સાંભળીએ…….!!!

ઓછી મહેનત.....'ને સ્વાઈન ફ્લુ થી રાહત.....!

ઓછી મહેનત…..’ને સ્વાઈન ફ્લુ થી રાહત…..!

આજકાલ સ્વાઈન ફ્લુ નો તરખાટ છે………તકેદારી રાખવા ની સુઝ નથી…….દવાઓ નથી અને બસ દુઆ ઓ નો જ સહારો લેવો પડે એવા દહાડા છે…….!!! આપણે -પોતે-જાતે ક્યારે સુધરશું???????? જો સુધરવું ન હોય તો- બસ ઉપરોક્ત દુઆ ને સહારે હાંક્યે રાખો…બીજું શું?????

સેવા+ધંધો

સેવા+ધંધો

મને ઉપરોક્ત ફોટો જોઈને એક ગુજરાતી જોક યાદ આવી ગયો………..તમે બધાએ જો કે એને સાંભળ્યો જ  હશે છતાં કહી દઉં…….- એક ગુજરાતી વેપારી ના કાકા ધામ મા ગયા……તો એને લાગ્યું કે – ચાલો છાપા મા શ્રદ્ધાંજલિ છપાવી દઈએ……તો બધાને રૂબરૂ-કે ફોન ન કરવા પડે……એમ વિચારી-એમણે છાપા વાળા નો સમ્પર્ક કર્યો. હવે છાપાવાળા ની જાહેરખબર છાપવા નો ચાર્જ સાઈઝ, લાઈન પર કે શબ્દ પ્રમાણે હોય……ને એમાં યે પાછું- મીનીમમ- જેવું પણ હોય……આથી વેપારી એ ખર્ચો બચાવવા- લખાવ્યું કે- “કાકા ધામ મા ગયા..” પણ હવે મીનીમમ રુલ મુજબ શબ્દો ઓછા અને ચાર્જ તો સરખો જ લાગ્યો…….આથી વેપારી એ -સસ્તું અને સારું( ગુજરાતીઓ ને આ શબ્દો ઊંઘ મા યે ગમે) વિચાર્યું અને જાહેરખબર મા લખાવ્યું…….” કાકા ધામ મા ગયા……જુનું સ્કુટર વેચવાનું છે……સમ્પર્ક કરો……” એક પંથ ચાર-પાંચ  કાજ..!!!

તો અહિયા મોદી કાકા એ ખુશ ( સેવા ની સેવા) + ડ્રાઈવર જોઈએ છે….( આ રીક્ષામાં ડ્રાઈવર તો હશે ને??? ) + પસ્તીવાલા.કોમ…!!!

બધું આવી ગયું…….!!!! જીવન પણ આવું જ સગવડિયું છે…….પોતાની જરૂરિયાત પ્રમાણે- પોતે જ એડજસ્ટ થઈ જાય છે…….પોતે જ નિયમો બનાવે છે…પોતે જ એને તોડે છે……પોતે જ એને કોસે છે………પોતે જ હારે છે……ને પોતે જ જીતે છે…..! પોતાની વ્ય્ખાયાઓ…પોતાની જ વાર્તા ઓ અને પોતાની જ ટીકાઓ-સમેટી ને બેઠેલા જીવન વિષે શું કહેવું??????

સમજ્યા કરો………..ક્યાંક તો બ્રહ્મજ્ઞાન નો છેડો પકડાશે…..અને આ પળોજણ મા છૂટાશે….!

રાજ


Leave a comment

રસપ્રદ ફોટા-૨૪

મેઘરાજા ની પધરામણી થાય કે ન થાય પણ મારું વિચરણ ચાલુ જ રહે છે…..કારણ કે “સાધુ તો ચલતા ભલા….”….અહિયા સાધુ એટલે સન્યાસી નહિ પણ સજ્જન મનુષ્ય -એમ સમજવું( 🙂 ) ! હું તો ચાલુ છું પણ સાથે સાથે સમય પણ હમેંશ ની જેમ ચાલતો જ રહે છે……અને આપણે તો તેનો સાથ મને-કમને નિભાવવો જ પડે…છુટકો જ નહિ…! તો- આપણે સમય સાથે દોસ્તી કરી લીધી અને એક પડકાર ને તક માં બદલી દીધો. જ્યાં જાય તક મળે ત્યાં ત્યાં -જીવન માટે -કંઇક નવું જોવા-સમજવા-શીખવા નું શરુ કરી દીધું અને એ પણ કેમેરા ની દ્રષ્ટિ સાથે…….તો- ચાલો- આ કેમેરા ની દ્રષ્ટિ એ જગત  ના રંગો ને નિહાળીએ……માણીએ……….

 

"સગવડીયો" ગુજરાતી....

“સગવડીયો” ગુજરાતી….

કહેવાય છે કે -પથ્થર માં થી પાણી કાઢે- એ ગુજરાતી. આજકાલ મહાનગરો માં વિકાસ નો પવન ફૂંકાયો છે અને મહાનગર પાલિકા ઓ – જનતા ને સેવા આપવા માં જાણે કે ઉમટી પડી છે…..જ્યાં જગ્યા મળી ત્યાં- થાંભલા નાખી દીધા, ફૂટપાથ બનાવી દીધી કે રોડ બની ગયા……..વીજળી ના ડબ્બા પણ જ્યાં ત્યાં ઉભા થઇ ગયા……હવે વિચારો કે- તમારા ધંધા આગળ આવો ડબ્બો ઉભો થઇ જાય તો શું કરવા નું??? નગરપાલિકા કે વીજળી કંપની સાથે લડવા બેસવા નું??? કોઈ ની રાહ જોવાની??? ભાઈ- ગુજરાતી ને આવો સમય બગાડ ન પોસાય……આથી- એ ડબ્બા ની સાઈઝ નું ટેબલ બનાવી દઈ- એના પર ગોઠવી દેવાનું…..! છે ને મજ્જા ની લાઈફ…….! સમસ્યા ગઈ ખાડે- ધંધો ટનાટન…..! લક્ષ્મીજી ને પણ રોકાવા નું મન થાય એવા કાર્યો કરે એ જ ગુજરાતી…!

સમસ્યા અને સમાધાન.....!

સમસ્યા અને સમાધાન…..!

નેહરુનગર બસ સ્ટોપ- ઠંડા પાણી ની સગવડ છે પણ સમસ્યા- પાણી નો નળ- લોખંડ ના પાંજરા ની અંદર…..! હવે આ પાંજરું કેમ બનાવ્યું હશે ?? એમ સવાલ થાય..( કોઈક બુદ્ધિ નો બ** હશે…) ….પણ મરવા દો ને…..આ સવાલ ની ઝંઝટ ને…રેલ્વે માં એ જાજરા માં ડબલા બાંધેલા જ હોય છે ને……..! આ પાંજરા માં થી પાણી કેમ પીવું/બાટલા કેમ ભરવા એ વિચારો ને યાર……! તો પુનઃ ગુજરાતી દિમાગ ધંધે લાગ્યું…….બાજુ ના ચંપા ના ઝાડ પર થી પાંદડું તોડી ને પાંજરા માં યોગ્ય ખૂણે- જગ્યા એ ગોઠવ્યું અને -પાણી ની ધાર સીધી ગ્લાસ/બાટલા માં….! પ્રશ્ન…સોલ્વ થઇ ગયો….! બીજું શું????

ચાલો ચોર ને પકડીએ...!

ચાલો ચોર ને પકડીએ…!

 

વરસાદ ખેંચાયો એટલે ચોરી ઓ ચાલુ થઇ એવું નથી……..ચોર તો પોતાનો ધંધો ચાલુ જ રાખવા ના….! પછી ભલે ને એ ચપ્પલ ની ચોરી કેમ ન હોય……! આથી હોસ્પિટલો…મંદિરો……કે અન્ય સ્થાનો માં- જ્યાં બુટ ચપ્પલ બહાર ઉતારી ને જ પ્રવેશ મળે છે…….તેવા સ્થળે- આવા પોસ્ટર્સ કે નોટીસ જરૂર જોવા મળે……….!  પણ આ પોસ્ટર્સ જોઈએ ને ગુજરાતી મગજ જાગી ઉઠ્યું……

 • આ બુટ ચપ્પલ ચોર ને પકડવા ની એજન્સી ચાલુ કરી એતો???
 • બુટ ચપ્પલ સાચવવા માટે ની સર્વિસ પૂરી પાડવા ની એજન્સી ચાલુ કરીએ તો????
 • કાંતો બુટ ચપ્પલ ઉતારવા જ ન પડે- જગ્યા નું માન પણ સચવાઈ જાય- એવી વ્યવસ્થા પૂરી પાડી એ તો?????
 • બુટ- ચપ્પલ નો વીમો આપવા નું કામ કરીએ તો?????
 • છેલ્લો તુક્કો- બુટ- ચપ્પલ ચોરવા નું જ કામ કરીએ તો?????? ( ઉપાય -લાળ ટપકાવે તેવો છે……પણ સાલું એક સવાલ ઓર- ચોરેલા- બુટ ચપ્પલ વેચવા ના ક્યાં?????? અને ધારો કે વેચીએ તો આપણ ને શું મળે???? જોખમ+ દોડધામ+નફો……ગણતા કંઇક ફાયદો થાય કે નહિ???)

તો બસ- હસતા રહો…….જોતા રહો…સાથે ચાલતા રહો…….

રાજ

 

 


1 Comment

બખા…………!

હમણાં હું પરિવાર સાથે ગામડે હતો. અમારું ગામ- ઉત્તર ગુજરાત માં અરવલ્લી ની ગિરિમાળા ઓ માં વસેલું છે અને પેલી કહેવત છે ને કે…”સાત ગાઉ એ બોલી બદલાય” એમ અમારી ગુજરાતી બોલી પણ અદ્ભુત છે………ગુજરાત માં ક્યાય પણ ફરતા હો….અમારું મો ખુલે અને જેવા શબ્દો બહાર નીકળે કે તરત જ આજુબાજુ ના સમજદાર લોકો જાણી જાય કે પાર્ટી -ઉતર ગુજરાત ની છે……..! એવું જ મહેસાણા ના લોકો સાથે…ખેડા કે ચરોતર ના લોકો સાથે…….સુરતીઓ સાથે કે કાઠીયાવાડી ઓ સાથે થાય છે…….! અને એક ગુજરાતી તરીકે- ભારતીય તરીકે- આ બોલી વૈવિધ્ય ..ભાષા વૈભવ પર દિલ ફાટી જાય એટલો ગર્વ છે…….! તો ગામ માં મુલાકાત દરમિયાન અમુક અદ્ભુત શબ્દો મેં સાંભળ્યા…….થયું કે લાવો તમારી સાથે પણ વહેંચીએ………શક્ય છે કે આ શબ્દો- તમે પહેલા સાંભળ્યા પણ હોય….અને ન પણ હોય……..! જે હોય તે- પણ જ્ઞાન વધશે- એ મારી ગેરંટી….

શરુ કરીએ…….

૧. બખા- બખ્ખમ બખ્ખા એ બખ્ખા નહિ……..અહિયા બખા એટલે કે કચરો…ઝીણો -ઘરેલું કચરો……અન્ય અર્થ- કકળાટ ,કંટાળો

૨. ગુલુંપ- લાઈટ નો બલ્બ……..

૩. બપોરીયું- બપોરે ખાઈ પી ને એક નાની સરખી ઊંઘ લઇ લેવી

૪.બબુચક- ( મને આ શબ્દ નો સ્ત્રોત…મતલબ ખરેખર સમજાયો નથી..) મુરખ..

૫.થોબડું- મોઢું…….ડાચું

૬.ખોદુ– ઝાડ નું થડ

૭. ભેન્સો( ભેંસા જેવો છે….) – પાડો…..

૮.પોપટિયું- કેરોસીન નો દિવેટ વાળો દીવો…..

૯.ચગદવું- પેટભરી ને લીમીટ બહાર જમવું…..

….લીસ્ટ ઘણું લાંબુ છે, પણ અત્યારે યાદ નથી આવતું……કદાચ તમે મદદ કરી શકો…! મને લાગે છે કે કદાચ આવા તો હજારો શબ્દ હશે કે તમે કદાપી સાંભળ્યા કે બોલ્યા નહિ હો……..કદાચ ભગવદ ગોમંડળ કે પન્નાલાલ પટેલ ની નવલકથાઓ વાંચવા ની ચાલુ કરવી પડશે એવું લાગે છે…….ખેર..! જે હોય તે- પણ આ સંસ્મરણ અદ્ભુત છે……..રસપ્રદ છે…..

સાથે રહેજો

રાજ