Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS વિશિષ્ટ રવિ બાળસભા-09/09/2018

કાર્યકરો નો પ્રશ્ન- મહંત સ્વામિ મહારાજ ને- સત્સંગ માં આટલી સેવા કરીએ છીએ છતાં સ્વભાવ ઘટવા ને બદલે વધે કેમ છે??

મહંત સ્વામિ મહારાજ- તમને સેવા કરવા ની રીત આવડતી નથી………

કાર્યકરો- ” તો બાપા…સેવા કરવા ની સાચી રીત કઈ???”

મહંત સ્વામિ મહારાજ- ….”…..સેવા કરતી વખતે કાર્યકરો એ 6 વાતો સિધ્ધ કરવા ની છે………….જો એ થશે તો સ્વભાવ માત્ર ટળી જશે……”

  1. પોતાના ગુરુ પર દ્રઢ વિશ્વાસ ..પરમ વિશ્વાસ……એ જ મોક્ષ કરશે એવી દ્રઢ પ્રતીતિ
  2. સેવા માં ધીરજ
  3. વફાદારી થી સેવા….નિષ્ઠા માં સ્પષ્ટતા..દ્રઢતા સાથે સેવા
  4. માથે બરફ ની પાટ રાખી સેવા કરવી….
  5. સેવામાં દાસાનુદાસ…….
  6. સંપ રાખી સેવા કરવી…..

સત્પુરુષ અમદાવાદ ને આંગણે સત્સંગ નો ઉત્સવ કરી …પોતાના દિવ્ય સાનિધ્ય નું અસિમ સુખ આપી રહ્યા છે……અને હરિભક્તો પણ પાછા પડે તેમ નથી……સભાનો સમય સાંજે 5 વાગ્યા નો હતો છતાં -હરિભક્તો થી ઉપર નું સભા ગૃહ બપોર ના 3 વાગ્યા થી જ ઉભરાઇ રહ્યું હતું…….!!! અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામિ ના શબ્દો માં – ચમક નો પહાડ આવ્યો છે……જીવમાત્ર સહજ જ ખેંચાઇ રહ્યા છે……નાસ્તિક આસ્તિક બની રહ્યા છે અને મુમુક્ષુ સત્સંગી……! આ તો બાહ્ય થી અંતર તરફ ની અનંત યાત્રા ની શરૂઆત છે……સત્પુરુષ આપણ ને ક્યારે બ્રહમરૂપ કરી દેશે….એની ખબરે ય નહીં પડે……….બસ જીવ થી એની સાથે જોડાવા નું છે…..એ કહે તેમ કરવા નું છે…..! આજની વિશિષ્ટ સભા- એ બાળ સભા ના ઉત્સવ ની સભા હતી………..બન્ને સભાગૃહ ભરચક હતા અને હું નીચેના સભાખંડ માં હતો…..

જોઈએ શું થયું આજની સભામાં ?? એ પણ સંક્ષિપ્તમાં ……

સર્વ પ્રથમ શ્રાવણ માસ ના અંતિમ દિવસ ના – ઠાકોરજી ના અદ્ભુત દર્શન…..

img_20180909_162617_hdr291016890.jpg

img_20180909_162707_hdr849228927.jpg

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા ધૂન, કીર્તન થી થઈ…….કીર્તન અદ્ભુત હતા…… …..ત્યારબાદ પૂ. આત્મ સ્વરૂપ સ્વામિ જેવા તેજસ્વી….ધારદાર વક્તા દ્વારા – મહંત સ્વામી મહારાજ ના આફ્રિકા વિચરણ દરમિયાન થયેલા વિવિધ અનુભવો….સંપ નો મહિમા- પર અદ્ભુત પ્રવચન થયું…….આત્મસ્વરૂપ સ્વામી ની યાદ શક્તિ….પ્રસંગો કહેવા ની લઢણ એવી અદ્ભુત છે કે- તમે ઇચ્છો કે- કલાકો સુધી એ ચાલતું જ રહે…….!!! જોઈએ સારાંશ…..

  • samp- સંપ નું ફૂલ ફોર્મ શું થાય તો- પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની ભાષા માં – …….S- એટ્લે સહન કરવું…….A- એટ્લે અનુકૂળ થવું……M-લેએટ્લે મનધાર્યું મૂકવું અને P- એટ્લે પ્રાપ્તિ નો મહિમા સમજવો
  • સત્પુરુષ કહે તેમ કરવું એટ્લે જ સત્સંગ….એટ્લે જ સુખ…..એના વચન કદી મિથ્યા હોય જ નહીં…..
  • આફ્રિકા મંડળ ના સંપ…સુહર્દભાવ જોઈને મહંત સ્વામિ મહારાજ એટલા રાજી થયા કે- પોતાના અઢળક આશીર્વાદ એ મંડળ પર વરસાવ્યા…..અને સમગ્ર વિચરણ દરમિયાન પોતાના સારા સ્વાસ્થ્ય નો સમગ્ર જશ એને આપ્યો……!
  • સત્સંગ માં સ્વભાવ ટાળવા હોય તો- મહંત સ્વામિ મહારાજે કહેલી – ઉપરોક્ત 6 વાતો ને જીવન માં દ્રઢ કરવી પડશે……સંપ રાખવો પડશે…….
  • માટે જ હરપળ એ જ વિચાર કરવો કે- મોટા પુરુષ નો રાજીપો શામાં છે…….?? અને એ પ્રમાણે જ વર્તવું…..

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ સભા માં પધાર્યા……..સર્વપ્રથમ નીચેની સભામાં પધાર્યા અને અમને સૌને – એમના દર્શન નો અદ્ભુત લાભ..સુખ મળ્યું….એક એક હરિભક્ત ના જાણે કે દર્શન કરતાં હોય તેમ સ્વામિ સૌના ઉપર અઢળક વરસ્યા….!!! આવું સુખ તો – કદાચ ઉપર ના સભા મંડપ માં બેઠેલા હરિભક્તો ને પણ નહીં મળતું હોય…!!!

સ્વામીશ્રી ત્યારબાદ ઉપર ના સભાગૃહ માં લાભ આપવા પધાર્યા…….હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું…..અને બાલમંડળ દ્વારા – અદ્ભુત સંવાદ – ” વનરાજ” ની રજૂઆત થઈ……..બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા ની બોધકથા પર આધારિત આ સંવાદ માં- એક એવા સિંહ બાળ ની કથા હતી કે જે પોતાના પિતા થી વિખૂટું પડી એક ભરવાડ ના હાથ માં આવી ગયું અને ભરવાડે તેનો ઉછેર બકરીઑ વચ્ચે કર્યો અને એ સિંહબાળ- લીંડીયો – બકરીઓ સાથે પોતાને બકરી સમજવા લાગ્યો…પણ પોતાના પિતા વનરાજ દ્વારા – એને પોતાના સાચા સ્વરૂપ નું જ્ઞાન થયું અને- વનરાજ તરીકે જીવી ગયો……! એટલું અદ્ભુત પ્રસ્તુતિ કે- લગભગ 50 બાળકો – બાળ કાર્યકરો -સંતો ની મહિનાઓ ની મહેનત – એક દ્ર્શ્યપટલ પર ધસમસતા પ્રવાહ ની જેમ- સમગ્ર સભાને- પોતાના સંવાદ….ગીત..નૃત્ય ..વેશભૂષા …સંદેશ દવારા પ્રભાવિત કરી ગઈ……!!!

સમગ્ર સંવાદ નો એક જ સંદેશ હતો કે- જીવ પોતાના મૂળ સ્વરૂપ- સચ્ચિદાનંદ સ્વરૂપ- અક્ષર રૂપ આત્મા રૂપ તરીકે ઓળખે …દેહભાવ ટળે તો જ કલ્યાણ થાય…..અને એ માટે વનરાજ જેવા સત્પુરુષ -મહંત સ્વામિ મહારાજ જોઈએ – જે દેહભાવ માં ફસાયેલા જીવ ને પોતાના સાચું સ્વરૂપ નું જ્ઞાન કરાવે…….!!!

મહંત સ્વામિ મહારાજે પોતાના આશીર્વચન માં એ જ કહ્યું……..અને સમગ્ર સભા ને જાણે કે કલ્યાણ ની ચાવી મળી ગઈ…….માટે જ જેને કલ્યાણ જોઈતું હોય તેણે – સત્પુરુષ નો મન ..કર્મ..વચને સંગ કરી લેવો……જીવ ને એમનામાં જોડી દેવો…!!!!

તો- આજની સમગ્ર સભાની ફળશ્રુતિ આ જ હતી…………સત્પુરુષ ની જે પ્રાપ્તિ થઈ ચ્હે તેનો મહિમા સમજવા નો છે……..પોતાને અક્ષર રૂપ સમજી……એ ગુણાતીત પુરુષ માં જોડાઈ જવાનું છે……..!

……….શુભ રાત્રિ……………સર્વ ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ ……….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૮/૦૭/૨૦૧૮

તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા …..અને પછી એમ બોલ્યા જે,

“સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય……… ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમ(સત્સંગ)ના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી,’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો..…… અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી………..

અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં……. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકવી દઈએ તો દેતાં કઠણ ન પડે ………..ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે; ………..તેમ નિરંતર વિચાર કરવો.


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૮

શ્રીજી વચનામૃત માં કહે છે કે – પાછું વળી ને અર્થાત- અંતર્દ્રષ્ટિ કરી ને નિરંતર જોવું કે સત્સંગ ની શરૂઆત માં હું કેવો હતો અને….સત્સંગ થયા બાદ હું કેવો છું?? પરિવર્તન શું થયું…..હજુ કેટલા દોષ-સ્વભાવ મને નડે છે?? એ સર્વે નો નિરંતર વિચાર કરવો…જેથી જીવ અંતર્દ્રષ્ટિ ને આધારે સત્સંગ માં આગળ વધે….! આજની સભાનો સાર એ જ હતો….

મેઘરાજા સંતાકુકડી રમે છે અને એ વચ્ચે હું સમયસર સભામાં પહોંચી ગયો…સર્વપ્રથમ – સદાયે- શ્રીહરિ ના મનમોહક દર્શન નો ગુલાલ……

pixlr_20180708225017145

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય-કીર્તન અને સ્તુતિ થી થઇ……કીર્તન માં – ” ભગવાન સૌથી મોટા છે…..ભગવાન ભજી લેવા…….” અને વનમાળી દાસ રચિત “નમીએ નારાયણ સ્વરૂપ ..સમર્થ સંત હરી….” રજુ થયા…ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ “રહેજો રહેજો રે સદાયે સાથે રહેજો રે……” અને બ્રહ્માનંદ સ્વામી રચિત ” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાલ મીટે નહિ….” કીર્તન રજુ કર્યું….! ખરેખર સત્સંગ વિના જીવ ના દુખ મટે એમ જ નથી…..!

ત્યારબાદ પ્લાન્નીંગ સેલ માં સેવા આપતા પુ. વિનય ચરિત સ્વામી એ ” પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ભગવાન નો મહિમાં ” વિષય પર – અદ્ભુત પ્રસંગ સાથે પ્રવચન કર્યું. તેમણે વર્ણવ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ઠાકોરજી સદાયે આગળ જ રહ્યા છે…એક શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એક એમનું જ ધાર્યું થાય છે…..એમની મરજી વિના એક તરણું પણ ન તોડી શકાય – એવો દ્રઢ વિશ્વાસ એમના જીવન ની હરએક પલ માં છે. આટલા મોટા- વિશાળ મંદિરો અને એ પણ રેકોર્ડ બ્રેક ટૂંકા સમય માં – એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયા પણ એ એનો સઘળો યશ પોતાના ગુરુઓ અને ભગવાન સ્વામીનારાયણ ને જ આપતા હતા……..! એક શ્રીજી ના સંકલ્પ બળે જ સત્સંગ ની આટલી પ્રગતિ થઇ છે – એ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન નું સત્ય છે….અને એ આજે મહંત સ્વામી મહારાજ ના જીવન માં દેખાય છે…..! અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ માન-અપમાન માં પણ સ્થિર રહી શક્યા હતા……કારણ કે શ્રીજી ની મરજી જ એમનું જીવન હતું….!

એ પછી પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર ખાતે- તારીખ ૧૬-૧૭ જુન ના રોજ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…જેને  નીચેની લીંક પર થી જોઈ શકાશે….

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી એ – ગઢડા પ્રથમ-૩૮ -વણિક ના નામા – ના વચનામૃત ના આધારે – સત્સંગ માં અંતર્દ્રષ્ટિ ના મહત્વ પર અદ્ભુત પ્રવચન કર્યું……..જોઈએ સારાંશ માત્ર…..

  • આપણે કથા વાર્તા સાંભળી એ છીએ -પણ એના શબ્દ યથાર્થ રીતે સમજાય..જીવન માં ઉતરે તો જ એનો અર્થ સરે છે……અને એટલા માટે જ સત્સંગ માં કથા વાર્તા નો મહિમા છે….
  • આ વચનામૃત માં શ્રીજી મહારાજ ઝાઝું વિચારી ને બોલે છે..કેમ?? કદાચ શ્રીજી ને એમ લાગતું હોય કે- સામે બેઠેલા સંતો-હરિભક્તો- એમના વચન ને કેટલું સમજે છે……?? એનો તાગ લેવા ની ઈચ્છા હોય….
  • સત્સંગ માં આવીએ એટલે- સત્સંગ ની દિશાનું જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ…..ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ……સત્સંગ માં આવ્યા પહેલા અને સત્સંગ થયા પછી- સ્વભાવ-દોષ ટળ્યા છે કે નહિ?? તેનું જ્ઞાન હોવું જરૂરી છે…….અને એ માટે જરૂરી છે..પાછું વળી ને જોવું..અર્થાત- અંતર્દ્રષ્ટિ કરવી…….કે સત્સંગ થયા પછી મારી સ્થિતિ માં શું ફર્ક પડ્યો……
  • અંતર્દ્રષ્ટિ માટે સમજણ હોવી જોઈએ…જો સમજણ અવળી હોય તો- જીવ ભટકી જાય…સત્સંગ માં થી પડી જાય…અને જો સમજણ સવળી હોય તો- જીવ વિવેકબુદ્ધિ ને સહારે સત્સંગ માં પ્રગતિ કરતો રહે…..
  • ગઢડા પ્રતઃમ-૨૦ માં શ્રીજી કહે છે કે- જે જીવ પોતાના દોષ-પોતાના ગુણ જોતો નથી તે મૂરખ છે..નીચ છે…….માટે – અંતર્દ્રષ્ટિ દ્વારા પોતાના ગુણ-અવગુણ જોવા…….બીજા ના ગુણ-અવગુણ જોવા જશું તો રહી જશું…….માટે સત્પુરુષ નો સંગ કરીએ ત્યારે- તેમના ગુણ સામે જ જોવું..અને એ ગુણ આપણા માં કઈ રીતે આવે- તેનો હરપળ વિચાર કરવો……
  • માટે જ આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન ચરિત્ર નો વિચાર કરીશું તો એમના ગુણ આપણા માં આવે ..સત્સંગ પાકો થશે……અને સત્સંગ માં આગળ વધાશે…….

અદ્ભુત વાત…….! વણિક વેપારી ની જેમ -“જીવ નું નામું ” લખતા આવડશે….અંતર્દ્રષ્ટિ કરતા આવડશે તો- સત્સંગ માં આપણી- ગતિ-માર્ગ અને ગંતવ્ય ની ખબર પડશે…સત્સંગ નો વિવેક આવશે…..જીવ ગુણગ્રાહક બનશે અને -સત્સંગ માં થી પડી નહિ જાય……!

સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવારે- આપણા ગુરુઓ ની રાજીપા ની વાત- શ્રીજી ના રાજીપા ની વાત- સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સર્વે એ – ગુરુ ના રાજીપા નો વિચાર કરી- ખટકો રાખી- ભરપુર તૈયારી સાથે પરીક્ષા ને અચૂક આપવા ની છે……આપણા ગુરુ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે કે – આ પરીક્ષા એ અક્ષરધામ માં પ્રવેશ ની પરીક્ષા છે……એમ વિચારી ને ચુક્યા વગર પરીક્ષા આપવી..!

તો- બસ- સત્સંગ હોય કે જીવન- સતત પાછા વળી ને અંતર માં દ્રષ્ટિ કરી ને જોવું કે- હું શું કરવા આવ્યો છું…અને શું કરી રહ્યો છું???? જો એ પ્રશ્ન થશે તો ઉત્તર શોધવા માં ઝાઝી મહેનત નહિ પડે……

સત્સંગ એ ૯૦% સમજણ છે તેવું આપણા ગુણાતીત ગુરુઓ કહે છે……માટે- સમજતા રહો……!

જય સ્વામિનારાયણ………

રાજ

 

 


Leave a comment

BAPS રવિસભા – ૦૬/૦૫/૨૦૧૮

…….ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહીં અને જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.”

સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડાં દેશકાળાદિકને વિષે રહ્યો છે……. અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડાં દેશકાળાદિકનો યોગ થયો છે………… માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૧

છેલ્લા રવિવારે અમદાવાદ માં હોવા છતાં રવિસભા છૂટી ગઈ……પુ.બ્રહ્મવિહારી સ્વામી નું પ્રવચન ચુકી જવાયું…..તેનો અફસોસ છે …આથી જ આ રવિવારે -સમય પહેલા જ હું મંદિરે પહોંચી ગયો…વૈશાખી વાયરા ઓ વચ્ચે અમદાવાદ જાણે કે ભડકે બળે છે, છતાં પણ આજની સભામાં નોંધપાત્ર સંખ્યા હતી…….સત્સંગ ની ઠંડક નો મહિમા બધાને છે….કારણ કે આ સત્પુરુષ ની આજ્ઞા..એમનો રાજીપો છે, અને એમના ગમતા માં વર્તવું એટલે જ આત્મસત્તા નું સુખ ભોગવવું…!

સૌપ્રથમ- આંખો ણે- મન-હૃદય અને જીવને ઠંડક આપતા મારા વ્હાલા ના દર્શન ……..

IMG_20180506_164805

IMG_20180506_164903

IMG_20180506_165020

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ …ત્યારબાદ એક યુવકે…” મન કરો ઉસીકી પ્રાર્થના ..” ( જેના રચનાકાર ની જાણકારી નથી) કીર્તન રજુ કર્યું…ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી ની રચનાઓ- ” પ્રાણી સ્વામિનારાયણ …સ્વામિનારાયણ..” અને ..” હુમ તો એક સહજાનંદ …” કૈક અલગ જ રાગ માં , પુ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયું .

ત્યારબાદ પુ.ધર્મજ્ઞ સ્વામી હમણાં પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે દુબઈ,બહેરીન જેવા મિડલ ઇસ્ટજેવા દેશો માં વિચરણ નો લાભ લઇ આવ્યા છે તેમણે , ત્યાના હરિભક્તો ની ભક્તિ, નિષ્ઠા અને મહિમા ની વાત કરી…..જોઈએ સારાંશ …..

  • મોટા પુરુષ ના કાર્ય તો જુઓ…..જેમ ગઢડા પ્રથમ-૩૧ માં વૃતિ દ્વારા ઈંડા ણે સેવતા પક્ષી ની વાત છે તેમ સત્પુરુષ પોતાના સંકલ્પ દ્વારા જ અનાર્ય દેશ માં પણ ભક્તિ ના બીજ વાવી શકે છે…..
  • દુબઈ ના રોહિત પટેલ નો બહોળો ધંધો અને મોટો પરિવાર છે છતાં વર્ષ માં લગભગ ૧૨૦ થી વધુ સંતો ણે પોતાના ઘરે ઉતારો આપે છે….સંતો ણે સ્વયમ જ લેવા જાય-છોડવા જાય…..અને સંતો ની સેવા માં ખડેપગે ઉભા રહે છે…..રવીન્દ્ર કદમ ..જયેશ ભાઈ અને અનેક બાળકો એ સ્વેચ્છા એ ટીવી ..બહાર ના ભોજન નો સદંતર ત્યાગ કર્યો છે…..અને અમુક બાળકો તો તિલક ચાંદલા સહીત સ્કુલ માં જાય છે…….
  • તો બહેરીન માં- પુરુષોત્તમ સાપરિયા સતત ૧૩ વર્ષ થી નિત્ય પૂજા -ચેષ્ટા ના નિયમ દ્રઢતા થી પાળે છે…અને જે દિવસે ચેષ્ટા બોલવાની રહી જાય તો બીજે દિવસે ઉપવાસ કરવા નો- નિયમ એમણે રાખ્યો છે…તો રસિકભાઈ પટેલ , જે ૭૦ વરસ ના છે- તે છેલ્લા ૧૮ વર્ષ થી બધી જ એકાદશી નિર્જળા કરે છે……તો પરમ ભગવદીય- જસબીર સિંહ ( IIT Roorkie -civil engr) એ તો પોતાના ઘરે પ્રમુખ સ્વામી પધાર્યા હતા – એ રૂમ- વસ્તુઓ ણે પ્રસાદી ગણી યથાવત રાખી મૂકી છે…..દ્રઢ નિયમ ધર્મ…અતિશય મહિમા અને વળી , પોતાની ઓફીસ ની વચ્ચે વચ પ્રમુખ સ્વામી મહારાજે સ્પર્શેલા વૃક્ષ ને અકબંધ રાખી સઘળું ઓફીસ મેનેજ કરે છે……! કેવો મહિમા??? ભાર ની કોઈ વસ્તુ ખાવા ની નહિ……રોજ ભગવાન નો થાળ કરી ને જ જમવાનું..! અદ્ભુત…અદ્ભુત…!!!
  • તો સામે સદ્ગુરુ તરીકે ડોક્ટર સ્વામી ની કરકસર જુઓ……ત્યાં આગળ પાણી નો પ્રશ્ન છે…પણ રોજ ની જેમ વર્ષો થી ડોક્ટર સ્વામી – પોતાના ન્હાવા ના પાણી નું છેક છેલ્લું ટીપું પણ ઉપયોગ માં લે છે……!!! બાથરૂમ નો નળ ફક્ત સવારે જ ખોલવાનો……પછી ન્હાયા બાદ એકત્રિત કરેલ પાણી નો જ ટોઇલેટ માં ઉપયોગ કરવા નો…!!!

અદ્ભુત….સંતો- હરિભક્તો ની નિષ્ઠા-કાર્ય-વર્તન તો જુઓ…..! સત્પુરુષ ના રાજીપા ને એ લોકો પલેપલ જીવે છે…..!

ત્યારબાદ હિમાચલ પ્રદેશ માં- સીમલા જેવા પર્યટન સ્થળ માં નુતન મંદિર મૂર્તિ પ્રતિસ્થા – હમણા જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા સંપન્ન થઇ છે , તેના વિડીયો દર્શન નો લાભ સર્વે ને મળ્યો……! જેના દર્શન તમે પણ નીચેની લીનક પર થી કરી શકશો……

ત્યારબાદ પૂજ્ય શ્રીહરિ સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૫૧ ના વચનામૃત આધારિત સુંદર પ્રવચન નો લાભ સર્વે ને મળ્યો…..જોઈએ સારાંશ….

  • આ વચનામૃત યોગીબાપા નું પ્રિય વચનમૃત હતું…અને સર્વે યુવકો ણે શરૂઆત માં આ જ વચનામૃત મોઢે કરાવતા …..યોગીબાપા ણે મુખપાઠ નો મોટો મહિમા- એમણે પોતે -સ્વામી ની વાતો ના બધા પ્રકરણ….૮૦૦ થી ૧૦૦૦ જેટલા કીર્તન …વચનામૃત બધુ જ મોઢે હતું,……
  • સત્સંગ માં આવ્યા પછી અમુક સ્વભાવ ટલે’ છે પણ જીવ સાથે જોડાયેલા સ્વભાવ- કહેતા કે વાસના…કારણ શરીર ટળતા નથી……અને એ ટાળવા માટે તો સત્પુરુષ નો સમાગમ કરવો પડે……એમની આજ્ઞા- રાજીપમાં રહેવું પડે ત્યારે એ સ્વભાવ ટલે છે……
  • જે ભગવાન અને સત્પુરુષ નો રાજીપો સમજે છે..અને એ મુજબ વર્તે છે…જીવે છે તે સુખિયો થાય છે…..અંતરમાં શાંતિ રહે છે…..ઊંઘ-સુષુપ્તિ માં પણ શાંતિ રહે છે…સત્વ ગુણ વધે છે…….ભગવાન રક્ષા કરે છે…….અને બ્રહ્મરૂપ થાય છે…..
  • આત્મસત્તા રૂપ થવા થી સુખ આવે પણ સાચું સુખ તો ગુરુ અજ્ઞા એ વર્તી આત્મસત્તા રૂપ થઇ વર્તવા માં છે…..યોગીબાપા નો..સર્વે ગુણાતીત ગુરુઓ નો એક જ સુર હતો કે- આજ્ઞા મુજબ વર્તે તો જ સુખ આવે…શ્રીજી તો કહે છે કે- જે અમારી આજ્ઞા માં રહી વર્તે છે તેને અમારી મૂર્તિ આપી દઈએ…..
  • આમ, કેવળ આત્મસત્તા રૂપે જ નથી વર્તવા નું પણ સત્પુરુષ ણે રાજી કરી લેવા ના છે…..એમની આજ્ઞા ણે સારધાર પાળવાની છે……સત્પુરુષ ને પોતાનો આત્મા સમજી…..એમની આજ્ઞા મુજબ – સત્સંગ સભા….ઘરસભા ણે દ્રઢતા પૂર્વક કરવાની છે…..

અદ્ભુત…!! જીવને આટલું સમજાય તો એ જરૂર – સત્પુરુષ ણે રાજી કરી બ્રહ્મરૂપ થાય……! છેવટે કરવાનું તો આ જ છે ને…!

સભાને અંતે કેટલીક જાહેરાત થઇ…..

  • આવતા રવિવારે- ૧૩/૦૬- સત્સંગ પરીક્ષાર્થી સંમેલન છે- શાહીબાગ મંદિરે સવારે ૯ થી ૧૧ – સંમેલન માં અચૂક ભાગ લેવો….
  • વળી આવતા શનિવારે- ૧૨/૦૬ યોગીબાપા નો પ્રાકટ્યોત્સવ આવી રહ્યો છે- તો ૧૩/૦૬ ની રવિસભામાં સંતો દ્વારા અદ્ભુત કીર્તન આરાધના નો લાભ મળશે….
  • એ પછી ના બે રવિવાર- ૧૯/૦૬ અને ૨૬/૦૬- પુ. બ્રહ્મદર્શન સ્વામી – અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મી- પર અદ્ભુત પ્રવચન નો લાભ મળશે……
  • ગ્રીષ્મ પારાયણ ની શરૂઆત થઇ રહી છે…..અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં આ પારાયણ- સસ્ન્થા ના વિધવાન સંતો કરશે…..વધુ માહિતી- જે તે મંદિરે થી મળશે……

IMG_20180506_165157

તો- બસ- ચારેબાજુ સત્સંગ ની ઠંડક છે…જે આવી ગરમી માં- હૈયાહોળી સામે ઝઝૂમી રહી છે……! સત્પુરુષ ની આજ્ઞા…રાજીપા માં રહેવાય તો – આપણો જીવ સો ટકા બ્રહ્મરૂપ થાય….!

તો ચાલો- શરૂઆત હજુ સુધી ન કરી હોય તો કરીએ……..! કલ્યાણ માટે મુહુર્ત ન જોવાનું હોય..!

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS શ્રીહરી જયંતી રવિસભા-૨૫/૦૩/૨૦૧૮

ચૈત્ર સુદ નવમી આવી,આનંદ ઉમંગ રે લાવી,

ધર્યો શ્રીજીએ અવતાર, સ્વામિનારાયણનો જય જયકાર…

પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા, અક્ષરબ્રહ્મ સાથે મુક્તોને લાવ્યા,

દર્શન સ્પર્શ પ્રસાદી વાતુ, દેતા ચારે સુખનું ભાથું,

કરી માયાથી ભક્તોની રક્ષા અપાર, …બોલો… સ્વામિનારાયણનો જય જયકાર…


“…મેરા યહ અવતાર હૈ સો તો જીવો કુ બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું…..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ

ચૈત્ર સુદ નોમ- અર્થાત- શ્રીહરિ જયંતિ અને શ્રીરામ જયંતિ નો મહોત્સવ…..! આજની રવિસભા વિશિષ્ટ હતી કારણ કે ઉત્સવ વિશિષ્ટ હતો……પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન નો પ્રાગ્ટ્યોત્સવ એ સર્વે સત્સંગી માટે અંતકરણ માં શ્રીહરિ ને બિરાજમાન કરવા નો ઉત્સવ હતો…..કેસરભીના હરિકૃષ્ણ ને..એમના સ્વરૂપ..એમના મહિમા ને ..એમની સર્વોપરિતા ને  જીવમાં દ્રઢ કરવા નો ઉત્સવ હતો…..

તો સભામાં સમયસર ( રાત્રે ૮ થી ૧૧) પહોંચી ગયા…..સર્વ પ્રથમ શ્રીજી ના – અન્નકૂટ સહીત ના દર્શન…..અને મોગરા ના મઘમઘતા પુષ્પહાર માં લપેટાયેલો હરિ………શું અદ્ભુત દર્શન હતા..!!! તમે પણ લાભ લો…..

FB_IMG_1521960478404FB_IMG_1521960474552FB_IMG_1521960470549

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા ધુન્ય પ્રાથના થી થઇ…પછી જન્મોત્સવ ના પદ ગાવવા માં આવ્યા……

  • પ્રગટ્યા શ્રીહરી…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
  • શ્રીહરી પલને ઝૂલાવતી મૈયા …રચયિતા- મુક્તાનંદ સ્વામી
  • પ્રેમવતી સુત જાયો……..મુક્તાનંદ સ્વામી
  • માયી રી મેં તો પુરુષોત્તમ વર પાયો…….મુક્તાનંદ સ્વામી

અદ્ભુત કીર્તન……!!! ……નાનકડા ઘનશ્યામ ના જન્મ ની એ સુવર્ણ ઘડીઓ…જાને કે હૃદય ની આરપાર પસાર થઇ ગઈ…….૨૩૭ વર્ષ પહેલા ની છપૈયા ની એ ધન્ય ભૂમિ ..પર કોટી બ્રહ્માંડ ના અધિપતિ ..પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ના અવતરણ ને જાણે કે પ્રત્યક્ષ અનુભવવા નો આનંદ મળ્યો..!!!

PDVD_001

ત્યારબાદ શરુ થયું…અમદાવાદ બાળ મંડળ દ્વારા – શ્રીહરિ ના બાળ ચરિત્ર પર આધારિત વિવિધ પ્રસંગો નું વિવરણ- નૃત્ય- સંવાદ-વિડીયો દર્શન ના માધ્યમ થી……પદ્ય નાટિકા માં સર્વે બાળકો એ અદ્ભુત મહેનત કરી હતી…….શ્રીજી નો જન્મોત્સવ..નામકરણ……કાલીદત્ત નો વધ…..મીન સરોવર માં માછલીઓ ને જીવતદાન …કાશી માં શાસ્ત્રાર્થ ના અદ્ભુત પ્રસંગો …રજુ થયા….!!! સમગ્ર સભા રાજી રાજી થઇ ગઈ……..!

This slideshow requires JavaScript.

ત્યારબાદ પ્રખર વિદ્વાન..સંશોધક….અને વક્તા એવા પુ.અક્ષર વત્સલ સ્વામી એ – શ્રીજી મહારાજ ના જીવનકાળ …એમના દ્વારા થયેલા સામાજિક ધાર્મિક પરિવર્તન પર એ સમય ના અંગ્રેજ અધિકારીઓ -પાદરી -લેખકો ના મંતવ્ય……વિવિધ પ્રસંગો ને આધારે….શ્રીજી એ આણેલી – જીવ ક્રાંતિ ને અદ્ભુત રીતે રજુ કરી…એમણે કહ્યું કે….

  • શ્રીરામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા……તેમણે પોતાના વર્તન-વિચારો દ્વારા સમગ્ર હિંદુ ધર્મ ને એક કર્યો..વેગ આપ્યો…….તો સ્વામિનારાયણ ભગવાને છપૈયા માં પ્રગટ થઇ ..ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી…સતત ૩૦ વર્ષ સુધી- એક આગવો ..સુદ્રઢ..શુદ્ધ સંપ્રદાય …..૩૦૦૦ થી વધુ સાધુ…..લાખો અનુયાયીઓ….દ્વારા સમગ્ર સમાજ માં- એક ધાર્મિક-આર્થિક-સામાજિક ક્રાંતિ લાવ્યા…….
  • એમનામાં એવું તે શું હતું કે- મહા સમર્થ ..અતિ વિદ્વાન…..ઐશ્વર્ય વાન પુરુષો એમના સાધુ બન્યા……અતિ કઠીન એવા ત્યાગાશ્રમ ને સ્વીકાર્યો..એ સમય ના કાતિલ વિરોધીઓ સામે ઝઝૂમી ને…….માર ખાઈને …..પોતાનો જીવ આપી ને પણ – ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સિદ્ધાંતો-નિયમ ધર્મ ..ભક્તિ માર્ગ નું પ્રવર્તન કર્યું……..!…..શ્રીજી આ બધું કરી શક્ય કારણ કે- એ પૂર્ણ પુરુષોત્તમ ..પરબ્રહ્મ નારાયણ હતા……..અને એ જીવ માત્ર ને બ્રહ્મરૂપ કરી – તેનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે પ્રગટ્યા હતા….
  • એ સમય ના અંગ્રેજ અધિકારીઓ- બીશપ – શ્રીજી ના આ કાર્ય ના સાક્ષી હતા…….તેમણે રંક થી માંડી ને રાજા સુધી…..નાના નાના બાળકો થી માંડી ને વૃધ્ધો સુધી ના જીવન માં જે સંસ્કાર નું સિંચન કર્યું……અને એના થી એમના જીવન માં જે બદલાવ આવ્યો તો- આ અંગ્રેજો એ પ્રત્યક્ષ નિહાળ્યો અને ગ્રંથસ્થ કર્યો…જેના પુરાવા આજે પણ સચવાયેલા છે…….
  • શ્રીજી એ બનાવેલા પરમહંસો કેવા વિદ્વાન હતા અન શ્રીજી પ્રત્યે એમની નિષ્ઠા…ભક્તિ..હેત કેવું હતું ..એનો પુરાવો- એ સંતો એ શ્રીજી ના દેખાવ…દેહ ના લક્ષણો…ચિહ્નો …નું જે ખુબ જ ઊંડું વર્ણન કર્યું છે તેના પર થી ખબર પડે છે…કદાચ આટલું ઊંડું વર્ણન….એ પણ સ્થળ-સમય-સંજોગ ના વર્ણન સાથે – મનુષ્ય જાતી ના ઈતિહાસ માં … કોઈ મનુષ્યે…કોઈ મનુષ્ય નું નહિ કર્યું હોય….!!!! અને એનું કારણ હતું…એ સંતો ને- શ્રીજી માં – પૂર્ણ પુરુષોત્તમ નો ભાવ……સ્વરૂપ નિષ્ઠા…….નવધા ભક્તિ નો રસ….!
  • અને આજે એ જ શ્રીજી પ્રગટ પ્રમાણ છે……પોતાના ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રત્યક્ષ છે…અને એ જ મોહકતા…જીવમાત્ર નું ખેંચાણ આજે પણ મહંત સ્વામી મહારાજ ના સ્વરૂપ માં જોઈ શકાય છે……બસ આપણે એ સ્વરૂપ માં પ્રીતિ અને પ્રતીતિ કરવા ની છે….!

અદ્ભુત…અદ્ભુત…..!!! …….શ્રીજી- એમનો અવતાર…એમનું સ્વરૂપ..એમના કાર્યો….એ કઈ દંતકથા નથી……કપોળકલ્પિત વાત નથી…….પણ માયા થી ગ્રસ્ત આપણો જીવ અવળી બુદ્ધિ માં અટવાયેલો છે…..તેને શ્રીજી ના- સત્પુરુષ ના ચરિત્ર માં મનુષ્ય ભાવ સહેજે આવી જાય છે……કારણ કે – જીવ નું એટલું જ્ઞાન નથી..સમજણ નથી……!..એના માટે તો આ સત્સંગ છે…જે ધીરે ધીરે જીવ ને – સત્પુરુષ  નું સ્વરૂપ ઓળખાવી એમના માં જોડી દેશે…અને એ સત્પુરુષ જીવ ને શ્રીજી ની ઓળખાણ કરાવી…એમનામાં સ્થિર કરી દેશે…..બ્રહ્મરૂપ કરી- પરબ્રહ્મ માં સ્થિર કરી દેશે…!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

  • આવતા રવિવારે…”ગૃહ શાંતિ નો રાજમાર્ગ” વિષય પર – સત્સંગ શિબિર- અમદાવાદ પશ્ચિમ માટે છે…..પુ.આત્મતૃપ્ત સ્વામી તેમાં લાભ આપશે…પાસ મેળવી લેવા…અને અચૂક હાજર રહેવું…….ખુબ જ સુંદર આયોજન છે……બસ આપણે ખટકો રાખવા નો છે…..
  • આવતા અઠવાડિયે મહિલા સભાનું પણ વિશિષ્ટ આયોજન છે…એ માટે જે તે વિસ્તાર ના મહિલા કાર્યકરો નો સંપર્ક  કરી માહિતી લેવી……

તો- આપણા મોટા ભાગ્ય કે- સહજ માં સહજાનંદ મળ્યા છે…….અને એમની ઓળખાણ કરાવનાર..એમના જ ધારક સંત…પ્રગટ ગુણાતીત મહંત સ્વામી મહારાજ રૂપે સત્પુરુષ મળ્યા છે…….! બસ – આ પ્રાપ્તિ ના ઉત્સવ ને હરપળ માણવા નો છે..ઉજવવા નો છે……!

જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

BAPS રવિસભા -૨૪/૦૯/૨૦૧૭

અહો…….આ અક્ષરદેરી તો સ્વામી નું સાક્ષાત સ્થાન……..! એ તો કલ્પવૃક્ષ છે…..જે કઈ શુભ સંકલ્પ કરો એ બધા પુરા કરે તેવી છે…….


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

જાન્યુઆરી-૨૩ ,૨૦૧૮ ના રોજ આપણા સંપ્રદાય ના મહાતીર્થ સ્થાન……શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પાયા નું સ્થાન…નાભિ કેન્દ્ર……અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના મૂર્તિમંત સ્થાન એવા અક્ષરદેરી…ગોંડલ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે…અને આવા મહિમાવંત સ્થાન ની ઉજવણી અર્થે – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અને પ્રેરણા થી ૧૦ દિવસ નો ભવ્ય પ્રોગ્રામ – તારીખ- ૨૦ થી ૩૦ જાન્યુઆરી ,૨૦૧૮ માં થઇ રહ્યો છે. કાર્યક્રમ ભવ્ય હોય તો પછી આયોજન માં હજારો સ્વયમ સેવક ની જરૂર પડે…અને એ માટે જ આજની સભા – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ – સ્વયમ સેવક પ્રેરણા સભા તરીકે હતી……! આપણી સંસ્થા જ સેવા ના ગુણ પર રચાયેલી છે…સ્વયમ શ્રીજી થી લઈને- ગુણાતીત પરંપરા સુધી…સર્વે સંતો-હરિભક્તો સુધી – અહી નિસ્વાર્થ..નિષ્કામ સેવા ના મહિમા પર જ – સમગ્ર તંત્ર સફળ-સુફળ રીતે ચાલી રહ્યું છે…….!

તો- વિશિષ્ટ સભા હતી ..માટે આયોજન પણ વિશિષ્ટ હતું. ઠાકોરજી ના દર્શન બાદ સર્વે સભામાં ગોઠવાઈ ગયા…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુરીલા કંઠે ગવાતા -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ એમના જ સ્વરે ” એની જ્યોતિ ઝગમગ થાય…યોગી દેરી એ ખેલે…” અને “સ્વામી ગુણાતીત આજ આવી ને અઢળ ઢળ્યા……..” રજુ થયા…….! સાક્ષાત અક્ષરબ્રહ્મ નો મહિમા ગાવો…એટલે કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન કરવું…એના જેવું છે…! અદ્ભુત…!

પછી પુ.પ્રિય સ્વરૂપ સ્વામી જેવા પ્રખર વક્તા સંત દ્વારા ” સત્સંગ નું નાભિ કેન્દ્ર- અક્ષર દેરી” પર મહિમા સભર પ્રવચન થયું. એમણે કહ્યું કે — અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું મૂર્તિમંત સ્વરૂપ એટલે અક્ષર દેરી…..અને વચનામૃત ગઢડા મધ્ય-૩ માં શ્રીજી એ કહ્યા મુજબ – એ અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ એટલે કે અક્ષર દેરી. ….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- એક અક્ષરદેરી માં સર્વે તીર્થો આવી ગયા………! અને આપની સંસ્થા નો ઉદઘોષ એ જ અક્ષરદેરી…! આટલો મહિમા સમજાય તોયે સમજાય કે- અક્ષરદેરી નું માહાત્મ્ય શું છે……..!

ત્યારબાદ અક્ષરદેરી નો મહિમા દર્શન કરાવતો વિડીયો નો લાભ સૌને મળ્યો.

પછી સતસંગ મધ્યસ્થ કાર્યાલય માં થી પુ.યજ્ઞ પ્રિય સ્વામી એ -અક્ષરદેરી અને આવનારા સરધ શતાબ્દી મહોત્સવ ની ઊંડાણ પૂર્વક જાણકારી આપતા જણાવ્યું કે……

  • આ ઉત્સવ – ગુરુહરિ ની આજ્ઞા મુજબ ૧૦ દિવસ નો ભવ્ય કાર્યક્રમ હશે..જેમાં ભવ્ય ગુણાતીત નગર બનશે જેમાં સુરત જન્મોત્સવ ની જેમ વિવિધ – ભવ્ય પ્રદર્શનીઓ હશે જેમાં- સામાજિક-અધ્યાત્મિક સંદેશ સર્વ ને મળી શકે તેનું આયોજન થશે. ..જેનો લાભ લાખો લોકો લેશે.
  • ૨૦ જાન્યુઆરી થી સર્વ કાર્યક્રમ ની શરૂઆત થશે -જેમાં નગર નું ઉદ્ઘાટન..યોગી સ્મૃતિ મંદિર નો મહોત્સવ એમ અઢળક પ્રોગ્રામ થવા ના છે…અને સર્વે આયોજન માં હજારો સ્વયમ સેવકો ની જરૂર પડશે…….
  • આપણે ત્યાં તો સેવા નો ખુબ અનેરો મહિમા છે …એવા અઢળક પ્રસંગો છે કે જેમાં સેવકો એ પોતાનો નફો-નુકસાન-સામાજિક સ્થિતિ જોયા વગર -એક કેવળ મોટા પુરુષ ને રાજી કરવા સેવા માં પોતાની જાત ને હોમી દીધી હોય…!
  • આ વખતે ઓછામાં ઓછા ૧૨ દિવસ ની સેવા છે……..તો સર્વે એ અચૂક લાભ લેવો….આ તક વારેઘડીએ આવતી નથી………
  • સેવા કરવા થી દેહાભિમાન કપાય છે……મોટા પુરુષ રાજી થાય છે……જીવ બ્રહ્મરૂપ થાય છે………અને આ ઉત્સવ – મહંત સ્વામી મહારાજ ની અનુવૃતી મુજબ નો- ૧૦ દિવસ નો ભવ્ય ઉત્સવ આયોજિત કરેલો છે……..

અદ્ભુત…! સત્ય વચન…….પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું તેમ…અક્ષરદેરી ની સ્થાપના સમયે કે- અક્ષર મંદિર ના નિર્માણ સમયે આપણે હાજર નહોતા…….પણ આ ૧૫૦ વર્ષ ની ઉજવણી માં આપણે હાજર છીએ અને આ મોકો ગુમાવવા જેવો નથી. ગમે તેમ કરી…સમય નું યોગ્ય આયોજન કરી…જગત ને થોડુક ગૌણ કરી- આ સેવા નો લાભ અચૂક લઇ લેવો…….એના જ અનુસંધાન માં “સેવા ના વ્રતધારી અમે તો…સેવા ના…” કીર્તન સાથે નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેમાં આપણા કાર્યકરો – એમની સેવા ના દર્શન થયા……

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તી સ્વામી એ – સેવા ની આ ઉચ્ચ ભાવના ને બળ આપતા કહ્યું કે…..સેવા થી આંતરિક શુદ્ધિ થાય છે……મોટા પુરુષ રાજી થાય છે……..અને ભગવાન ના નામ ની સાથે સાથે – ભગવાન નું કામ પણ થાય છે…જે સાચા અર્થ માં લેખે લાગે છે……..

ત્યારબાદ સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને પરમ પૂજ્ય મહંત  સ્વામી મહારાજે વિડીયો ના માધ્યમ થી આશીર્વચન આપતા આ જ વાત કરી. અક્ષરદેરી તો કલ્પવૃક્ષ સમાન છે….જે કઈ સાચા મન થી સંકલ્પ કરો એ અહી અચૂક સિદ્ધ થાય છે…….યોગીજી મહારાજ નું પ્રિય સ્થાન……શાસ્ત્રીજી મહારાજ ની અટલ શ્રદ્ધા ના આ સ્થાન ના ૧૫૦ વર્ષ ની ઉજવણી – ભવ્ય રીતે થાય એમાં બધા રાજી છે…..સ્વામી-શ્રીજી રાજી છે……અને આ મોકો- ન ભૂતો..ન ભવિષ્યતિ ..એમ વિચારી જોડાઈ જવાનું છે…….આ મોકો ચૂકવા નો નથી……….! ગમે તેમ કરી- અહી સેવા માં જોડાવા નું છે……..જેમાં સ્વામી-શ્રીજી જરૂર રાજી થશે…!

અદ્ભુત…અદ્ભુત…….! સભાને અંતે સર્વે હરિભક્તો એ – સેવા માટે ના ફોર્મ ભર્યા અને પોતાની સેવા-સમર્પણ ની ભાવના દ્રઢ કરી….!

ખરેખર…………જેમાં આપણું કલ્યાણ છે…….મોટા પુરુષ અને સ્વયમ શ્રીજી ના રાજીપા નું સ્થાન છે…….જેમાં થી જગત ના જીવો નું સહજ માં કલ્યાણ કરે- એવા સિધ્ધાંત નું મૂર્તિમંત પ્રાગટ્ય છે…એવા મહાતીર્થ સ્થાન ને ૧૫૦ વર્ષ પુરા થતા હોય..અને એ ઉજવણી માં આપણ ને સેવા ની તક મળતી હોય તો- ગુમાવવા જેવી નથી જ…! તીર્થ તો કાયમ રહેવા ના…પણ આપણે કાયમ નથી…આ દેહ માં જ્યાં સુધી શક્તિ છે……ત્યાં સુધી સેવા ની આવી તક નો લાભ શક્ય હોય તેટલો લઇ લેવો…! છેવટે આ દેહ પણ કૃષ્ણાર્પણ જ છે ને….!!!!

જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

BAPS ગુરુપૂર્ણિમા રવિસભા- ૯/૭/૨૦૧૭

.…..એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. …………

……….અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” 


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા પ્રથમ-૩૭

આજે ગુરુ પૂર્ણિમા………જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ……..! આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે………એમનું આ ઋણ તો કદાચ ક્યએર્ય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…! આજે બોચાસણ માં આ ઉત્સવ – સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાયો……આપણા ગુરુહરિ તો અમેરિકા વિચરણ માં છે…..છતાં એમની દિવ્ય હાજરી સર્વત્ર અનુભવી શકાય છે. …..અમદાવાદ ની આજની સભા એ મહિમા ને સમજવા અર્થે જ હતી…….

સભા ની શરૂઆત પહેલા આજની પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર શ્રીજી ના અદ્ભુત દર્શન……..

collage (1)

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……”પ્રમુખ સ્વામી રે ..તમારું નવખંડ માં નામ…” ; “ગુરુદેવ તુમહારે ચરણ કમળ મેં…” અને ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …”ગુર મળ્યા ગુણવાળા…” રજુ થયું……………અને નજર સમક્ષ ગુરુહરિ નો ચહેરો…..પ્રમુખ સ્વામી મહારાજ નો ચહેરો છવાઈ ગયો……………! અદ્ભુત….!

ત્યારબાદ પુ.ગુરુસ્મરણ સ્વામી દ્વારા આપણા ગુણાતીત ગુરુઓ ની ઉપકાર વર્ષા પર અદ્ભુત વિવરણ થયું…….જોઈએ સારાંશ….

  • આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે……આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે…..એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે…..
  • સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની ..સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..
  • છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!

અદ્ભુત પ્રસંગો……..એક એક પ્રસંગ તમે સાંભળો તો થાય કે આપણા ગુરુઓ એ આપણા સુખ માટે શું શું વેઠયું છે????

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના ચિત્રાંકિત કરતો એક વિડીયો ” ગુરુદેવ તુમહારે…” રજુ થયો…….પ્રમુખ સ્વામી મહારાજ ના નેત્રો માં થી વરસતી કરુણા ગંગા અને એમના ગામેગામ…..વિચરણ ના અદ્ભુત…….દર્શન નો લાભ મળ્યો…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – ગુરુ ઋણ અને એનો મહિમા…..વિષય પર અદ્ભુત પ્રવચન થયું…જોઈએ સારાંશ….

  • જીવના કલ્યાણ માટે જરૂરી છે કે – જીવ – સત્પુરુષ ની આજ્ઞા સાથે…એમના કાર્ય સાથે…એમના રાજીપા સાથે “એકસુત્રતા…..અનુસંધાન” કહેતા કે Alignment માં રહેવું…અને એ માટે બે સાધન છે…….

૧) ભગવાન અને અને સત્પુરુષ ની આજ્ઞા મુજબ જીવન બનાવવું….

૨) ભગવાન અને સત્પુરુષ ના સ્વરૂપ ને યથાર્થ ઓળખવું……

  • ઉપનિષદ નો અર્થ જ “ગુરુ ની પાસે બેસવું…અર્થાત ગુરુ ના રાજીપા પ્રમાણે વર્તવું એમ થાય છે…..એનો અર્થ એ કે- શાસ્ત્રો પણ એ જ કહે છે કે- ગુરુ આજ્ઞા માં જે રહે…તેનો બેડો પાર થાય…
  • ગુરુ એ સર્વોપરી આદર્શ છે…અને સાચા શિષ્ય એ તેનું અનુસંધાન રાખી – ગુરુ ના પગલે ચાલવા નું છે…..
  • ગુરુ પ્રભાવી હોય તો ગમે તેવો શિષ્ય હોય….જો એ યથાર્થ જોડાયો હોય તો તેનું કલ્યાણ થયા વગર છૂટે નહિ…..
  • અને એ જ સમર્થ ગુરુ – પોતાના શિષ્ય ને તારે છે…………..પણ એ માટે જરૂરી છે…શિષ્ય એ – ગુરુ સાથે ચાલવું પડે……

અદ્ભુત…….અદ્ભુત………Transcendence પુસ્તક ના પબ્લિશર હાર્પર-કોલીન્સ કંપની ના – શાન્તનું ચોધરી અને સુકુમાર ને થયેલા અનુભવો…….એ જ વાત ની સાક્ષી પૂરતા હતા…….એમણે સ્વામીશ્રી ના સ્વરૂપ ને જાણ્યું અને પ્રભાવિત થયા…….

સભાને અંતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો વિડીયો દર્શન નો લાભ મળ્યો………અમુક જાહેરાત પણ થઇ…જેવી કે- આવતા રવિવારે – સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સંતો ની પધરામણી શરુ થઇ રહી છે…….આવતી રવિસભામાં – નીલકંઠ વરણી ની બદ્રીનાથ સુધી ની યાત્રા ( ભાગ-૪) ની ડીવીડી મોટા સ્ક્રીન પર બતાવવા માં આવશે…….અને અમેરિકા ના બાળકો દ્વારા કીર્તન આરાધના થયેલી જેની સીડી નું ઉદ્ઘાટન થયું…..!

તો આજની સભા એ ગુરુ ના મહિમા પર હતી કે જેણે આપણો હાથ પકડ્યો છે……અને આપણ ને શ્રીજી ના સ્વરૂપ ની યથાર્થ ઓળખાણ કરાવી એમનામાં જોડશે…..આપણું આત્યંતિક કલ્યાણ કરશે….! અને એ માટે તો આપણા અનંત જન્મ કુરબાન થાય તો એ ઓછા છે…..બસ એ માટે આપણે હરપળ એમની અનુવૃતી પ્રમાણે જીવવા નું છે…એમના રાજીપા નો વિચાર હરપળ કરવા નો છે……..!~

જય સ્વામિનારાયણ………

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૯/૦૩/૨૦૧૭

ब्रह्मविद् आप्नोति परम्’ (તૈત્તિરીય આનંદવલ્લી, ૧)

અર્થાત- જે અક્ષરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.’

‘आविः..एजत्‌ प्राणन्निमिषत्व्च यदेतज्जानथ…वरेण्यं परं विज्ञानाद्‌ वरिष्ठं प्रजानाम्‌। …तदेतद्‌ अक्षरं ब्रह्म।’ (મુંડક ઉપનિષદ ૨/૨/૧,૨). ‘आविः’ કહેતાં તે અક્ષરબ્રહ્મ આવિર્ભૂત થાય છે. અનેક આત્માઓના ઉદ્ધાર માટે તે તે બ્રહ્માંડોમાં મનુષ્યરૂપ ધારી પ્રગટ થાય છે.

‘यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ। तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥’ (શ્વેતાશ્વતર ઉપનિષદ, ૬/૨૩)

અર્થાત-જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ, ૨)


અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ – ભક્તજનો ના કલ્યાણ માટે વર આપ્યું કે “હું તો ચિરંજીવી છું” અને ગુણાતીત પરંપરા આપણ ને ભેટ આપી….શ્રીજી  એ વચનામૃત- વરતાલ-૧૯ માં કહ્યું તેમ…પોતાના એ ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહેવા નું વચન આપ્યું……માટે જે સત્સંગ સુખ ના  હિલોળા શ્રીજી ના સમય માં -ભક્તો ને મળ્યા ..એવા જ સુખ ના હિલોળા આજે પણ પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ- મહંત સ્વામી મહારાજ ના સાનિધ્ય માં આપણ ને મળી રહ્યા છે….શ્રીજી નું પ્રગટ પ્રમાણ આજે પણ અનુભવાય છે……..તો આજ ની સભા એ આનંદ ને યથાર્થ માણવા ની હતી….સત્પુરુષ ને સમજવા ની હતી…..કારણ કે પ્રગટ અક્ષર ને સમજીશું તો જ શ્રીજી ઓળખાશે…..અને એ જ અક્ષર ને વિષે જો આત્મબુદ્ધિ થશે તો જ શ્રીજી ની પ્રાપ્તિ થશે…….(વરતાલ-૧૧)

સભામાં સમયસર પહોંચી ગયા અને સર્વ પ્રથમ શ્રીજી ના શ્વેત વસન માં દિવ્ય દર્શન નો લાભ પ્રાપ્ત થયો…..

collage_20170319174224668_20170319174332162.jpg

સભાની શરૂઆત પુ.વિવેક્મુની સ્વામી દ્વારા “ભજમન સ્વામિનારાયણ…” ધુન્ય થી થઇ અને પછી યુવક મિત્ર દ્વારા મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન- “સુખસાગર હરિવર સંગે સુખ માય જો…” અને પુ.વિવેક્મુની સ્વામી દ્વારા “વંદન વારંવાર યોગીજી ને..” રજુ થયા……

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ  મહંત સ્વામી મહારાજ નો ન્યુ પીંડવારા અને માઉન્ટ આબુ ગુરુકુળ ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જે નીચેની લિંક પર થી જોઈ શકાશે…

ત્યારબાદ નવસારી મંદિર ના મહંત પુ. આચાર્ય સ્વામી એ તેમની ખુબ જ રસાળ..રસપ્રદ અને રમુજી શૈલી માં -ઉપરોક્ત ઉપનિષદો એ ગયેલા- અક્ષરબ્રહ્મ ના મહિમા નું વર્ણન કરતા…..જીવ ને એક પ્રગટ અક્ષર બ્રહ્મ સત્પુરુષ માં જોડવા વિષે ઊંડાણ પૂર્વક વાત કરી…..જોઈએ સારાંશ…..

  • કથા વાર્તા….કીર્તન….ધ્યાન એ સર્વે ભગવાન ને રાજી કરવા ના ઉપાય છે…..નિર્દોષ બુદ્ધિ …..એ પણ ભગવાન ને -સંત ને રાજી કરવા નો એક શ્રેષ્ઠ ઉપાય છે..જેના વગર સત્સંગ માં આગળ વધાતું જ નથી….
  • સત્પુરુષ ના પ્રત્યેક શબ્દ એ જો જીવ માં ઉતરે તો કશું બાકી ન રહે…..જેના મનન..નિદિધ્યાસ થી જીવ એ અક્ષરબ્રહ્મ સંગે અક્ષર રૂપ થાય છે….
  • પણ અક્ષરબ્રહ્મ પુરુષ ને ઓળખવા કઈ રીતે??? એ માટે એ પુરુષ ને પારખવા પડે…..તેમના ગુણ….ગુરુ પરમ્પરા ને જોવી પડે……એમના નિત્ય સમાગમ માં રહેવા થી જ એ ઓળખાય…અને સમજાય કે મૂળ અક્ષર તો એક જ હોય…..એ પુરુષ મળે તો આપણા ભાગ્ય નો પાર ન રહે…..એમના માં હેત આપોઆપ થાય…જગત ના બંધનો છૂટી પડે……અને જીવ બ્રહ્મરૂપ થવા માટે આગળ વધે…..!
  • માટે જ સત્સંગ માં- જીવ ની સૌથી નજીક ભગવાન હોય છે અને દેહભાવ સૌથી દુર……બસ આ દેહભાવ..અહં ભાવ ટળે એટલે જ ભગવાન મળે……”હું ટલે હરિ ઢૂંકડા” જેવી વાત છે…..
  • માટે જ સત્સંગ માં આવીએ – એટલે સત્પુરુષ ઓળખાયા…..એમનો મહિમા જાણવો….તેનું નિરંતર મનન કરવું……તેમનામાં સહેજે હેત કરવું….આત્મ બુદ્ધિ દ્રઢ કરી..દીવ્યભાવે જોડાવું…તો સહેજે નિર્વાસનિક થવાશે…કારણ શરીર ટળશે…….
  • સત્પુરુષ ને રાજી કરી લેવા…એ માટે આજ્ઞા..ઉપાસના…સંપ..સુહાર્દ ભાવ..એકતા ..પક્ષ જેવા ગુણ કેળવવા….મહંત સ્વામી મહારાજ કહે છે તેમ- સર્વે હરિભક્ત માં દિવ્ય ભાવ રાખવો…..સત્સંગ માં કોઈનો અવગુણ ન લેવો…સંપ રાખવો……
  • તો જ અંતર માં ટાઢું રહેશે…..ભગવાન નું ભજન આપોઆપ થશે…..પ્રત્યેક ક્રિયામાં ભગવાન આગળ રહેશે…..અને ભજન કરતા કરતા ક્રિયા થશે…..અડચણ નહિ આવે….
  • છેલ્લે- સત્સંગ…સમજણ અને વિવેક વગર નકામો……..! એ નિરતંર યાદ રાખવું….અને એ સાથે સત્પુરુષ માં દિવ્યભાવ રાખી દ્રઢ પણે જોડાવું…………

અદભુત…..અદભુત….! આ તો સાર માત્ર અહી લખ્યો છે….બાકી- પુ.આચાર્ય સ્વામી ને રૂબરૂ સાંભળવા નો લ્હાવો લો તો ખબર પડે કે- મહિમા…બળ…નિષ્ઠા નો કેફ કોને કહેવાય??? અત્યંત સરળ પણ રસપ્રદ શૈલી માં સર્વ મહિમા પ્રસંગો ને વચનામૃત- સ્વામી ની વાતો ને આધારે એકબીજા સાથે ગુંથી ને જે અતુલ્ય પ્રવચન બને છે……તે સાંભળી ભલભલા ના હૈયા ડોલી ઉઠે…!!!

છેવટે – સભાને અંતે….અમુક જાહેરાતો થઇ…

  • યોગી દેરી એ ખેલે…..નામનું પુસ્તક પ્રગટ થયું છે….
  • અમદાવાદ માં બ્રહ્મસત્ર નો પ્રથમ ભાગ- આવતા રવિવારે છે…..પૂ.અપૂર્વમુનિ લાભ આપવાના છે…….
  • ગાંધીનગર અક્ષરધામ નો વોટર શો- વાર્ષિક મેન્ટેનન્સ માટે 20 માર્ચ થી 4 એપ્રિલ સુધી બંધ રહેશે।….

અદ્ભૂત। .અદભુત…….! બ્રહ્મજ્ઞાન ની વાતો….એ પણ સહજ શૈલી માં તો અહી જ શીખવા મળે….! વિચારવા જેવું છે કે- જો એક રવિસભા ચુકી જવાય તો આ જીવ ને કલ્યાણ માં કેટલું છેટું પડી જાય??? એ માટે જ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે….પચીસ હજાર નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો,….

જય સ્વામિનારાયણ…….

રાજ