Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS ગુરુપૂર્ણિમા રવિસભા- ૯/૭/૨૦૧૭

.…..એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. …………

……….અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” 


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા પ્રથમ-૩૭

આજે ગુરુ પૂર્ણિમા………જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ……..! આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે………એમનું આ ઋણ તો કદાચ ક્યએર્ય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…! આજે બોચાસણ માં આ ઉત્સવ – સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાયો……આપણા ગુરુહરિ તો અમેરિકા વિચરણ માં છે…..છતાં એમની દિવ્ય હાજરી સર્વત્ર અનુભવી શકાય છે. …..અમદાવાદ ની આજની સભા એ મહિમા ને સમજવા અર્થે જ હતી…….

સભા ની શરૂઆત પહેલા આજની પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર શ્રીજી ના અદ્ભુત દર્શન……..

collage (1)

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……”પ્રમુખ સ્વામી રે ..તમારું નવખંડ માં નામ…” ; “ગુરુદેવ તુમહારે ચરણ કમળ મેં…” અને ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …”ગુર મળ્યા ગુણવાળા…” રજુ થયું……………અને નજર સમક્ષ ગુરુહરિ નો ચહેરો…..પ્રમુખ સ્વામી મહારાજ નો ચહેરો છવાઈ ગયો……………! અદ્ભુત….!

ત્યારબાદ પુ.ગુરુસ્મરણ સ્વામી દ્વારા આપણા ગુણાતીત ગુરુઓ ની ઉપકાર વર્ષા પર અદ્ભુત વિવરણ થયું…….જોઈએ સારાંશ….

 • આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે……આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે…..એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે…..
 • સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની ..સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..
 • છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!

અદ્ભુત પ્રસંગો……..એક એક પ્રસંગ તમે સાંભળો તો થાય કે આપણા ગુરુઓ એ આપણા સુખ માટે શું શું વેઠયું છે????

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના ચિત્રાંકિત કરતો એક વિડીયો ” ગુરુદેવ તુમહારે…” રજુ થયો…….પ્રમુખ સ્વામી મહારાજ ના નેત્રો માં થી વરસતી કરુણા ગંગા અને એમના ગામેગામ…..વિચરણ ના અદ્ભુત…….દર્શન નો લાભ મળ્યો…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – ગુરુ ઋણ અને એનો મહિમા…..વિષય પર અદ્ભુત પ્રવચન થયું…જોઈએ સારાંશ….

 • જીવના કલ્યાણ માટે જરૂરી છે કે – જીવ – સત્પુરુષ ની આજ્ઞા સાથે…એમના કાર્ય સાથે…એમના રાજીપા સાથે “એકસુત્રતા…..અનુસંધાન” કહેતા કે Alignment માં રહેવું…અને એ માટે બે સાધન છે…….

૧) ભગવાન અને અને સત્પુરુષ ની આજ્ઞા મુજબ જીવન બનાવવું….

૨) ભગવાન અને સત્પુરુષ ના સ્વરૂપ ને યથાર્થ ઓળખવું……

 • ઉપનિષદ નો અર્થ જ “ગુરુ ની પાસે બેસવું…અર્થાત ગુરુ ના રાજીપા પ્રમાણે વર્તવું એમ થાય છે…..એનો અર્થ એ કે- શાસ્ત્રો પણ એ જ કહે છે કે- ગુરુ આજ્ઞા માં જે રહે…તેનો બેડો પાર થાય…
 • ગુરુ એ સર્વોપરી આદર્શ છે…અને સાચા શિષ્ય એ તેનું અનુસંધાન રાખી – ગુરુ ના પગલે ચાલવા નું છે…..
 • ગુરુ પ્રભાવી હોય તો ગમે તેવો શિષ્ય હોય….જો એ યથાર્થ જોડાયો હોય તો તેનું કલ્યાણ થયા વગર છૂટે નહિ…..
 • અને એ જ સમર્થ ગુરુ – પોતાના શિષ્ય ને તારે છે…………..પણ એ માટે જરૂરી છે…શિષ્ય એ – ગુરુ સાથે ચાલવું પડે……

અદ્ભુત…….અદ્ભુત………Transcendence પુસ્તક ના પબ્લિશર હાર્પર-કોલીન્સ કંપની ના – શાન્તનું ચોધરી અને સુકુમાર ને થયેલા અનુભવો…….એ જ વાત ની સાક્ષી પૂરતા હતા…….એમણે સ્વામીશ્રી ના સ્વરૂપ ને જાણ્યું અને પ્રભાવિત થયા…….

સભાને અંતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો વિડીયો દર્શન નો લાભ મળ્યો………અમુક જાહેરાત પણ થઇ…જેવી કે- આવતા રવિવારે – સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સંતો ની પધરામણી શરુ થઇ રહી છે…….આવતી રવિસભામાં – નીલકંઠ વરણી ની બદ્રીનાથ સુધી ની યાત્રા ( ભાગ-૪) ની ડીવીડી મોટા સ્ક્રીન પર બતાવવા માં આવશે…….અને અમેરિકા ના બાળકો દ્વારા કીર્તન આરાધના થયેલી જેની સીડી નું ઉદ્ઘાટન થયું…..!

તો આજની સભા એ ગુરુ ના મહિમા પર હતી કે જેણે આપણો હાથ પકડ્યો છે……અને આપણ ને શ્રીજી ના સ્વરૂપ ની યથાર્થ ઓળખાણ કરાવી એમનામાં જોડશે…..આપણું આત્યંતિક કલ્યાણ કરશે….! અને એ માટે તો આપણા અનંત જન્મ કુરબાન થાય તો એ ઓછા છે…..બસ એ માટે આપણે હરપળ એમની અનુવૃતી પ્રમાણે જીવવા નું છે…એમના રાજીપા નો વિચાર હરપળ કરવા નો છે……..!~

જય સ્વામિનારાયણ………

રાજ

Advertisements


1 Comment

BAPS ગુરુપૂર્ણિમા મુંબઈ-પ્રતિક રવિસભા- ૧૩/૦૭/૨૦૧૪

“……કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડરૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે ?…”

———- મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૧૯——-

….શાસ્ત્રો કહે છે કે- સત્પુરુષ ની કૃપા વગર…માર્ગદર્શન વગર જીવ નું કલ્યાણ થતું નથી…..ભગવાન ની પ્રાપ્તિ થતી નથી. આજની રવિસભા- મુંબઈ ખાતે હતી…..અને અવિસ્મરણીય હતી…….ગુરુપૂર્ણિમા ગઈકાલે હતી અને આજે – એ પૂર્ણિમા ની પ્રતિક રવિસભા નો અમુલ્ય લાભ- હું દોડધામ માં હોવા છતાં લઇ શક્યો- એ જ મારે માટે- શ્રીજી-સ્વામી અને ગુરુ ની દયા હતી……..અને સત્પુરુષ ચરિતમ ની આ સભા કેમ ચૂકાય???? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના સમુદ્ર સમાન ચરિત્ર ને જાણવું મારા જેવા પામર જીવ માટે શક્ય જ નથી…..પણ આ તો ” સત્પુરુષ થકી શ્રીજી ને પામવા” ની લગન ….કે સ્વામીશ્રી ના ચરિત્રો હમેંશા સાંભળતો…..વાંચતો જ રહું છું…..એજ આશ સાથે કે ક્યાંક આ જીવ ને એ ચરિત્ર થકી કલ્યાણ નો માર્ગ મળે…! તમારું કેમનું છે????

તો- આજે મુંબઈ માં હતો…..અંધેરી થી ટ્રેન માં દાદર ભાગ્યો અને ઠાકોરજી ના દર્શન કરી…….સંતૃપ્ત થઇ- સામાન મૂકી ને સભાગૃહ તરફ ભાગ્યો. તો તમે પણ કરો શ્રીજી ના દર્શન કરો……..અને સંતૃપ્ત થાઓ…..

10417557_272401246281388_11992766508951709_n

10300234_272401129614733_5916881055053065224_n

સભા ચાલુ થઇ ગઈ હતી અને પુ.ભગવત્સ્વરૂપ સ્વામી તેમના રસપ્રદ અંદાજ માં- પ્રમુખ સ્વામી મહારાજ ના ચરિતમ નું ગાન કરી રહ્યા હતા……

 • શ્રીજી ના ચરિત્રો અદ્ભુત હતા……મુક્તાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામી જ પૂર્ણ પુરુષોત્તમ છે- એ કેવી રીતે સમજાયું??? એનું સુંદર નિરૂપણ એ કરી રહ્યા હતા. પણ એકવાર શ્રીજી નું સ્વરૂપ ઓળખ્યા પછી- “જય સદગુરુ સ્વામી” આરતી જે એમણે રચી- એ એટલા ભાવ થી રચાઈ હતી કે- ૨૦૦-૨૦૦ વર્ષ પછી આજે પણ એ જગત માં ગુંજી રહી છે……
 • પ્રમુખ સ્વામી મહારાજ – આજકાલ અદ્ભુત લીલાઓ કરી રહ્યા છે…..અત્યારે સ્વાસ્થ્ય એક દમ મસ્ત..અને ગઈકાલે તો લગભગ પોણો કલાક- હરિભક્તો ને દર્શન આપ્યા હતા……..
 • એમના ભૂતકાળ ના પ્રસંગો માં- એ જૈન મંદિર ના ટ્રસ્ટી હોય કે- રાષ્ટ્રપતિ ભવન ના રાષ્ટ્રપતિ કે એમનો વોચમેન- બધા ને પોતાના સ્નેહભીના-દિવ્ય આશીર્વાદ નો લાભ આપ્યો છે……..સત્પુરુષ હમેંશા વરસતા રહ્યા છે……….
 • સ્વયમ શાસ્ત્રીજી મહારાજ જેવા ગુણાતીત પુરુષ ને એવા રાજી કર્યા કે- એમણે- પોતાના આ પરમ શિષ્ય ના વખાણ જાહેર માં કર્યા…અને પોતાની જગ્યા એ સંસ્થા ના પ્રમુખ સ્થાપ્યા…….અને પોતાનું ગુણાતીત પણું આપ્યું……..

અદ્ભુત…..અદ્ભુત……..પ્રમુખ સ્વામી મહારાજ ના અગાધ ગુણ -જેટલા કહેવાય એટલા ઓછા છે……..

ત્યારબાદ- પ્રમુખ સ્વામી મહારાજ ની વિવિધ સ્મૃતિ ઓ દર્શાવતો વિડીયો રજુ થયો…..” ગુરુદેવ તુમહારે ચરણ કમલ મેં…” પણ અદ્ભુત હતો…..સ્નેહ નીતરતી એમની આંખો જોઈને પણ ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઇ જાય એટલી દિવ્યતા સ્પષ્ટ દેખાતી હતી…..

ત્યારબાદ- મારા માટે અત્યંત આનંદ ની વાત હતી કે પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ ના પ્રત્યક્ષ  દર્શન અને આશીર્વચનો નો લાભ -આજની સભા માં મળ્યો. મહંત સ્વામી- આવતીકાલે- ચાર સંતો સાથે અમેરિકા  જઈ  રહ્યા છે……ન્યુજર્સી માં બનતા અક્ષરધામ માટે- એમનું વિચરણ છે. એમણે એમના અત્યંત પ્રભાવી આશીર્વચન માં કહ્યું કે…..

 • લૌકિક કે દેહ સંબંધી કામો નો કોઈ અંત નથી પણ- સત્પુરુષ થકી થતા કાર્યો એ આનાથી પણ કરોડ ઘણા અધિક હોય છે….કારણ કે એ જીવો ને કલ્યાણ નો માર્ગ બતાવી શ્રીજી માં જોડે છે…..
 • જીવન માં અનુભવ વગર પાત્રતા આવતી નથી…..સ્વયમ શ્રીજી કહે છે કે- આ વાત અમે અનુભવે સિદ્ધ કરી છે…….તો પછી એમની વાતો માં સંશય શાનો???? આપણા ગુણાતીત પુરુષો અને પ્રગટ બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે – એ સર્વે અનુભવે સિદ્ધ છે…..આથી વધારે વિશ્વાસ પાત્ર છે……
 • મન- ડગમગે તો બ્રહ્મ ન ઓળખાય અને પ્રગટ બ્રહ્મ ઓળખાયા વગર…એમાં જોડાયા વગર – કલ્યાણ કઈ રીતે થાય????
 • યોગીબાપા ના જીવન માં જોવા મળે છે કે- સત્પુરુષ ની એક આજ્ઞા પાળવા માં -એમને કેટલો ઉત્સાહ હતો…….! એ તો કહેતા કે- સત્પુરુષ ની એક આજ્ઞા પળાય તો એ આત્મસત્તા રૂપે વર્તાય અને ……..બ્રહ્મ રૂપ પણ થવાય…..!
 • સ્વયમ શ્રીજી કહે છે કે- એ પોતાના ભક્ત ને આધીન છે…..પણ ભક્ત કેવો? નિષ્ઠાવાન હોય……શ્રીજી ના રાજીપા માં વર્તતો હોય તેવો……!
 • સંત અને ભક્ત માં પ્રીતિ હોય તો- અને તો- જ ભગવાન માં પ્રીતિ થાય…….! તો વિચારો કે- આપણે – સત્સંગીઓ પ્રત્યે કેવો ભાવ રાખીએ છીએ? આપણા સ્વભાવ કેવા છે? આપણે કેવું વર્તીએ છીએ…..?
 • માટે- કોટી કલ્પે- અનંત જન્મ ના પુણ્યે આ સત્સંગ મળ્યો છે……….તો સત્સંગ કરી લેવો……સત્પુરુષ -પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને રાજી કરી લેવા………કલ્યાણ ચોક્કસ થશે…..

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ…..

 • પુ.મહંત સ્વામી અને અન્ય ચાર સંતો- પુ.ભગવત્સ્વરૂપ સ્વામી, મુની ચિંતન સ્વામી વગેરે- અમેરિકા સત્સંગ વિચરણ- માટે જઈ  રહ્યા છે…..આવતીકાલે…! ધન્ય અમેરિકા…! હવે પુ.સ્વામીશ્રી પણ ત્યાં પહોંચી શકે તો ભયો ભયો…….!
 • સભામાં- ટાન્ઝાનિયા ના પરમ હરિભક્ત- સુભાષભાઈ , ટોની બ્લેર ( બ્રિટન ના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ) ના પાયલોટ કેપ્ટન- વીનેશભાઈ પણ હાજર હતા…….એમનું પણ સન્માન થયું……
 • પુ.ત્યાગાનંદ સ્વામી- મુંબઈ મંદિર સંત મંડળ માં જોડાયા છે……
 • ૨૦ મી જુલાઈ- ના રોજ- રવિસભા ખાસ છે- આ તારીખે- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની હરિભક્તો એ સુવર્ણ તુલા અને પ્લેટીનમ તુલા કરી હતી………તો એની વિશેષ સ્મૃતિ થશે…..
 • આથી ૨૦ મી એ રાખેલો મેડીકલ કેમ્પ- રદ અથવા પાછો ઠેલાયો છે( આની સત્યતા માટે- મંદિર નો ખાસ સંપર્ક કરવો……)

સભા ને અંતે- પુ. મહંત સ્વામી , પુ.કોઠારી સ્વામી અને પુ.અભય સ્વરૂપ સ્વામી એ- શ્રીજી-સ્વામી અને પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિમા ઓ ને ચંદન -કુમકુમ થી પૂજા કરી ને પોતાની ગુરુ ભક્તિ અર્પણ કરી……અને માનનીય પરમ હરિભક્તો ના હાથે ……જે સંતો વિદેશ જઈ રહ્યા છે એમનું પણ સન્માન થયું……

તો- આજની રવિસભા ખાસ હતી……આપણે તો ધન્ય ધન્ય થઇ ગયા કે-આ જન્મે- આ દેહે- આ આ નેત્રે- પ્રમુખ સ્વામી મહારાજ જેવા- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના દર્શન નું સુખ મળ્યું……..અને સૌથી મોટી વાત- ગુરુ તરીકે એ મળ્યા અને આપણ ને સ્વીકાર્યા…..! બસ- હવે તો એમને જ રાજી કરી લેવા છે……એટલે મારો શ્રીજી રાજી…!

શત શત વંદન.....વ્હાલા ગુરુ ને......!

શત શત વંદન…..વ્હાલા ગુરુ ને……!

જય સ્વામિનારાયણ…..

રાજ