Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS ગુરુપૂર્ણિમા રવિસભા- ૯/૭/૨૦૧૭

.…..એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. …………

……….અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” 


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા પ્રથમ-૩૭

આજે ગુરુ પૂર્ણિમા………જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ……..! આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે………એમનું આ ઋણ તો કદાચ ક્યએર્ય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…! આજે બોચાસણ માં આ ઉત્સવ – સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાયો……આપણા ગુરુહરિ તો અમેરિકા વિચરણ માં છે…..છતાં એમની દિવ્ય હાજરી સર્વત્ર અનુભવી શકાય છે. …..અમદાવાદ ની આજની સભા એ મહિમા ને સમજવા અર્થે જ હતી…….

સભા ની શરૂઆત પહેલા આજની પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર શ્રીજી ના અદ્ભુત દર્શન……..

collage (1)

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……”પ્રમુખ સ્વામી રે ..તમારું નવખંડ માં નામ…” ; “ગુરુદેવ તુમહારે ચરણ કમળ મેં…” અને ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …”ગુર મળ્યા ગુણવાળા…” રજુ થયું……………અને નજર સમક્ષ ગુરુહરિ નો ચહેરો…..પ્રમુખ સ્વામી મહારાજ નો ચહેરો છવાઈ ગયો……………! અદ્ભુત….!

ત્યારબાદ પુ.ગુરુસ્મરણ સ્વામી દ્વારા આપણા ગુણાતીત ગુરુઓ ની ઉપકાર વર્ષા પર અદ્ભુત વિવરણ થયું…….જોઈએ સારાંશ….

 • આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે……આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે…..એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે…..
 • સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની ..સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..
 • છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!

અદ્ભુત પ્રસંગો……..એક એક પ્રસંગ તમે સાંભળો તો થાય કે આપણા ગુરુઓ એ આપણા સુખ માટે શું શું વેઠયું છે????

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના ચિત્રાંકિત કરતો એક વિડીયો ” ગુરુદેવ તુમહારે…” રજુ થયો…….પ્રમુખ સ્વામી મહારાજ ના નેત્રો માં થી વરસતી કરુણા ગંગા અને એમના ગામેગામ…..વિચરણ ના અદ્ભુત…….દર્શન નો લાભ મળ્યો…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – ગુરુ ઋણ અને એનો મહિમા…..વિષય પર અદ્ભુત પ્રવચન થયું…જોઈએ સારાંશ….

 • જીવના કલ્યાણ માટે જરૂરી છે કે – જીવ – સત્પુરુષ ની આજ્ઞા સાથે…એમના કાર્ય સાથે…એમના રાજીપા સાથે “એકસુત્રતા…..અનુસંધાન” કહેતા કે Alignment માં રહેવું…અને એ માટે બે સાધન છે…….

૧) ભગવાન અને અને સત્પુરુષ ની આજ્ઞા મુજબ જીવન બનાવવું….

૨) ભગવાન અને સત્પુરુષ ના સ્વરૂપ ને યથાર્થ ઓળખવું……

 • ઉપનિષદ નો અર્થ જ “ગુરુ ની પાસે બેસવું…અર્થાત ગુરુ ના રાજીપા પ્રમાણે વર્તવું એમ થાય છે…..એનો અર્થ એ કે- શાસ્ત્રો પણ એ જ કહે છે કે- ગુરુ આજ્ઞા માં જે રહે…તેનો બેડો પાર થાય…
 • ગુરુ એ સર્વોપરી આદર્શ છે…અને સાચા શિષ્ય એ તેનું અનુસંધાન રાખી – ગુરુ ના પગલે ચાલવા નું છે…..
 • ગુરુ પ્રભાવી હોય તો ગમે તેવો શિષ્ય હોય….જો એ યથાર્થ જોડાયો હોય તો તેનું કલ્યાણ થયા વગર છૂટે નહિ…..
 • અને એ જ સમર્થ ગુરુ – પોતાના શિષ્ય ને તારે છે…………..પણ એ માટે જરૂરી છે…શિષ્ય એ – ગુરુ સાથે ચાલવું પડે……

અદ્ભુત…….અદ્ભુત………Transcendence પુસ્તક ના પબ્લિશર હાર્પર-કોલીન્સ કંપની ના – શાન્તનું ચોધરી અને સુકુમાર ને થયેલા અનુભવો…….એ જ વાત ની સાક્ષી પૂરતા હતા…….એમણે સ્વામીશ્રી ના સ્વરૂપ ને જાણ્યું અને પ્રભાવિત થયા…….

સભાને અંતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો વિડીયો દર્શન નો લાભ મળ્યો………અમુક જાહેરાત પણ થઇ…જેવી કે- આવતા રવિવારે – સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સંતો ની પધરામણી શરુ થઇ રહી છે…….આવતી રવિસભામાં – નીલકંઠ વરણી ની બદ્રીનાથ સુધી ની યાત્રા ( ભાગ-૪) ની ડીવીડી મોટા સ્ક્રીન પર બતાવવા માં આવશે…….અને અમેરિકા ના બાળકો દ્વારા કીર્તન આરાધના થયેલી જેની સીડી નું ઉદ્ઘાટન થયું…..!

તો આજની સભા એ ગુરુ ના મહિમા પર હતી કે જેણે આપણો હાથ પકડ્યો છે……અને આપણ ને શ્રીજી ના સ્વરૂપ ની યથાર્થ ઓળખાણ કરાવી એમનામાં જોડશે…..આપણું આત્યંતિક કલ્યાણ કરશે….! અને એ માટે તો આપણા અનંત જન્મ કુરબાન થાય તો એ ઓછા છે…..બસ એ માટે આપણે હરપળ એમની અનુવૃતી પ્રમાણે જીવવા નું છે…એમના રાજીપા નો વિચાર હરપળ કરવા નો છે……..!~

જય સ્વામિનારાયણ………

રાજ

Advertisements


Leave a comment

BAPS ગુરુ પૂર્ણિમા પ્રતિક રવિસભા- ૨૬/૦૭/૨૦૧૫

” જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ્ય ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહજે જ હેત થાય છે…………અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોય પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે.”

——————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૭૬

સત્સંગ નો અર્થ જ એ છે કે- સત્પુરુષ અને શ્રીજી ના રાજીપમાં …મનગમતા માં રહેવું…….! પોતાનું મનગમતું મુકાય અને સ્વભાવ છૂટે તો જ સત્સંગ થાય…..અને એટલા માટે જ આ માર્ગ અઘરો છે…..અને જો આ થાય તો એના જેવો સહજ માર્ગ એકેય નહિ..! આ અદ્ભુત..પાયા નું વચનામૃત એટલા માટે કે- આપણા ગુણાતીત ગુરુઓ એ – પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ને રાજી કરવા -પોતાના દેહ કે એની એષણાઓ સામે એક વાર પણ જોયું નથી…..યોગીબાપા સિત્તેર વર્ષ ની ઉમરે કહેતા કે -હરિભક્તો ને રાજી કરવા -શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરે તો રોજ ના દસ ગામ ફરું..!  જુઓ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ….૯૪ વર્ષ ની ઉમરે એક માત્ર હરિભક્તો ને રાજી કરવા દિવસ માં બે-બે ત્રણ-ત્રણ વાર દર્શન આપવા પધારે છે……! અને આપણે પણ આવા પાકા સત્સંગી થવાનું છે….આ ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શ્રીજી ને રાજી કરવા માટે આ જ કરવાનું છે….એમના ગમતા માં  જ રહેવાનું છે..! એ દિન કહે તો દિન…અને રાત કહે તો રાત…..મન ની ગાંઠો મેલી હવે..બસ એના ચાંદે ચાંદ..!

તો આજની સભા- ગુરુ પૂર્ણિમા કે જે ૩૧ મી જુલાઈ એ- બોચાસણ માં- પુ.સદગુરુ સંતો સાથે ઉજવવા ની છે…એની પ્રતિક સભા રૂપે હતી….વરસાદ ની જોરદાર હેલી વચ્ચે ભક્તિ ની હેલી……અદ્ભુત હતી…અમદાવાદ વરસાદ થી તરબોળ હતું પણ હતોત્સાહી નહોતું…..સભામાં નોંધપાત્ર ભીડ હતી…..અને હું તો છેક પૂર્વ છોર થી પશ્ચિમ છોર સુધી..મારા હરિ ને ઊંઘતો મૂકી ને શ્રીહરિ ને મળવા આવ્યો હતો…………….તો ચાલો તમે પણ લાભ લો..!

20150726_165027

સભાની શરૂઆત- પુ.શુભ કીર્તન સ્વામી ના પહાડી અવાજે ગવાતી જોશભરી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ….સભા અને વરસાદ બંને ગુંજી ઉઠ્યા…..અને ત્યારબાદ કીર્તન..” ગુરુ મળ્યા ગુણવાળા……” અને ” ગુરુ ના ગુણ ગાવો રે ગાવો રે…’ રજુ થયા…વચ્ચે થોડીક ટેકનીકલ ખામી ને લીધે સાઉન્ડ સીસ્ટમ  બંધ થઇ ગઈ….પણ હરિભક્તો નો જોમ અસ્ખલિત જ રહ્યો…સભા ગુંજતી રહી..! વાહ…..સત્સંગ..!

ત્યારબાદ- આપણા ગુરુ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ દિવ્ય ચરિત્ર નું પાન કરાવતો અદ્ભુત વિડીયો “દિવ્ય સાનિધ્ય” રજુ થયો………ભક્તો-સંતો-સદગુરુ સંતો ની ગુરુ હરિ વિષે ની કથની….સ્વામીશ્રી ની વિવિધ મુદ્રાઓ…..અદ્ભુત હતી….

ત્યારબાદ- ચાતુર્માસ ના નિયમો અંગે ની જાહેરાત થઇ…..આવતીકાલે નિયમ ની નિર્જળા એકાદશી છે……સર્વે એ યાદ રાખવી..બળ રાખી યથાશક્તિ -નિયમ નું પાલન કરવું…..

New Doc 27_1

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી એ પ્રસંગોચિત આશીર્વચન નો લાભ આપતાં કહ્યું કે….

 • આવતીકાલે નિયમ ની એકાદશી છે……બ્રહ્મસ્વરૂપ યોગીબાપા તો બધા હરિભક્તો ને પત્ર લખી જણાવતા અને બળ આપતાં….તો આપણે પણ ખટકો રાખી એ નિયમ પાળવા ના છે….
 • શ્રીજી મહારાજે સંયમ ની વાત કરી છે……સ્વધર્મ અને મહિમા થી ભક્તિ થતી હોય તો વિઘ્ન ન આવે…..
 • શ્રીજી મહારાજે વચનામૃત ના ગઢડા પ્રથમ-૭૬ માં કહ્યું કે આપણું મનગમતું મુકવું અને એક એમના મનગમતા માં રહેવું…..અને જે તેમાં ટકી રહે તે જ પાકો સત્સંગી…
 • આપણા સ્વભાવ આપણે છોડવાના છે……જીવનમાં અનેક પ્રશ્નો આવશે પણ ગુરુ અને ભગવાન માં લેશ માત્ર સંશય કરવાનો નથી…કે એમનામાં સહેજ પણ મનુષ્યભાવ લાવવા નો નથી……
 • માટે ચાતુર્માસ ના નીયમ લેવાના છે…..જીવ શુદ્ધ થશે….કોઈનો અભાવગુણ લેશ માત્ર ન લેવો…….
 • આ પ્રાપ્તિ દુર્લભ છે…….તેનો મહિમા સમજવો…..
 • મોટા પુરુષ સર્વે જુએ છે…જાણે છે…..આપણા અંતર નું જાણે છે…..એમ સમજી ને -નિયમ ધર્મ માં દ્રઢ રહેવું…..એમના રાજીપમાં રહેવું…
 • ગુણાતીત સદાયે પ્રગટ છે……ચિરંજીવી છે…….એમણે રાજી કરવા એ જ આપણી ભક્તિ……
 • પ્રમુખ સ્વામી મહારાજે -પોતાના ગુરુઓ ની આજ્ઞા પાળવા…હરિભક્તો ને રાજી કરવા જે ભીડા વેઠ્યા છે…તે તો કોઈ ભાગ્યે જ કરી શકે…..એમ એમનો મહિમા સમજવો…અને અન્ય ને સમજાવવો…..
 • ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન એટલે એમના માં દિવ્ય ભાવ…….નિર્દોષ ભાવ……..પણ આપણું મન અવળચંડુ છે..જો અભાવગુણ ઘુસ્યો તો ગુરુ માં પણ મનુષ્યભાવ આવશે…….અને સત્સંગ ચૂંથાઈ જશે…..
 • માટે જ સત્સંગ માં કદી મોળી વાત કરવી નહિ….કોઈનો પણ અભાવગુણ લેવો નહિ……બધાનો મહિમા સમજવો અને સતત જાણપણું રાખવું……એનું અનુસંધાન રાખવું………

ત્યારબાદ યુવકો દ્વારા….”વંદન..કરીએ કરોડો કરોડો…..પ્રમુખ સ્વામી ચરણો માં..” કીર્તન પર અદ્ભુત નૃત્ય થયું……..

20150726_190022

અને ત્યારબાદ અમુક જાહેરાતો……

 • ગુરુપૂર્ણિમા ઉત્સવ બોચાસણ છે…..અને તેનો ઉત્સવ સદગુરુ સંતો ની નિશ્રા માં થવાનો છે…..સારંગપુર કોઈ ઉત્સવ નથી…અને ૩૦-૩૧ બે દિવસ-ઉતારા ની કોઈ સગવડ નથી….સર્વે હરિભક્તો એ વિશેષ ધ્યાન આપવું………સ્વામીશ્રી રોજીંદા કાર્યક્રમ મુજબ જ દર્શન નો લાભ આપી શકે છે………….
 • સંત પ્રવચન માળા-૯ એમપીથ્રી પ્રગટ થઇ છે..જેમાં પુ.આનંદસ્વરૂપ સ્વામી ના “પરાવિધ્યા” પર ના પ્રવચનો છે…….મેં ખરીદી છે……અને તમારે પણ ખરીદવા જેવી છે….
 • બાળ  સંસ્કાર અને ઘડતર પર ના સંવાદ રજુ કરતી બે ડીવીડી પ્રગટ થઇ છે…..
 • નોની જ્યુસ પર આધારિત હેલ્થ સીરપ બહાર પડ્યું છે……………

અંતે- ગુરુ પૂર્ણિમા ની પ્રતિક સભામાં- ગુરુહરિ ને મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી…………….અને મન-રદય-જીવ ગુરુ ના મહિમા થી ભરાઈ ગયો…!

અંતે સમજવાનું તો- ગઢડા પ્રથમ-૭૬ માં વર્ણવ્યું એ જ છે………મનગમતું મુકવું…એ જેમ રાખે તેમ રહેવું……એમની મરજી પ્રમાણે જીવવું……એમના રાજીપા માં જ જીવન માનવું…………અને એ એજ સાચી ગુરુ પૂર્ણિમા…..!

શોભો સાધુ ગુણે સદા સરળ ને ..જક્તે અનાસક્ત છો,
શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની, કૃપાતણું પાત્ર છો;
ધારી ધર્મધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જ છો,
નારાયણસ્વરૂપદાસ ગુણીને, સ્નેહે જ વંદું અહો………….

બસ આપણા ધન્ય ભાગ્ય કે આવા સર્વોપરી ગુરુ મળ્યા…સર્વોપરી સિધ્ધાંત..સર્વોપરી સત્સંગ…સર્વોપરી શ્રીજી મળ્યા..!

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS પ્રમુખ વરણી દિન વિશિષ્ટ રવિસભા- ૧૬/૦૬/૨૦૧૩

                               “…અને એમ જાણે જે….”ભગવાન વિના બીજો કોઈ જગત નો કર્તા છે જ નહિ અને એમ જાણે જે ..ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી..” એવી જેને ભગવાન વિષે સાકાર પણા ની દ્રઢ પ્રતીતિ હોય ને જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે……………એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગ ની રજ ને તો અમે પણ માથે ચઢાવી એ છીએ અને તેને દુખવતા થકા મન માં બીએ છીએ અને તેના દર્શન ને પણ ઇચ્છીએ છીએ…

——– શ્રી સ્વામીનારાયણ ભગવાન -વચનામૃત ગઢડા પ્રથમ-૩૭——-

“નારદ મેરે સંત સે અધિક ન કોઈ….” જેવા સર્વોત્તમ પદો ને સ્વયમ શ્રીહરિ એ સમર્થન આપ્યું છે..પોતાનો રાજીપો બતાવ્યો છે. આવા સંત અને ભગવાન મળે એટલે જીવન કશું જ બાકી રહેતું નથી…એ જ વાત આજે -વિશિષ્ટ રવિસભામાં કરવામાં આવી…અને હૃદય ખુશ થઇ ગયું. એ સત્પુરુષ- એટલે કે આપણા ગુર -પ્રમુખ સ્વામી મહારાજ- કે જેમના શરણ માં ગયા પછી -હરિ અને અક્ષરધામ આપણા માટે સહજ બન્યું છે….એમના ચરણો માં લાખ લાખ વંદન…..

તો આજે રવિસભા નો ઇન્તઝાર…મન-તન-હૃદય ને રીચાર્જ કરવાનો…તરબતર કરવા નો ઇન્તઝાર પૂરો થયો….! થેન્ક્સ શ્રીજી….! ગયા રવિવારે હું રાજકોટ હતો અને આ રવિવારે બપોર સુધી- બરોડા માં….પણ જેવું કામ પૂરું થયું કે- તરત જ ઘરે ભાગવામાં આવ્યું…મારા હરિ માટે…..મારા હરિકૃષ્ણ માટે……!

પણ વાતાવરણ માં ભેજ ની બુંદો ભરપુર હતી અને ગમે ત્યારે ખરી પડે એવું લાગતું હતું, અને એવું જ થયું…..ચાલુ રવિસભા એ અમદાવાદ માં- આજે ધોધમાર વરસાદ પડ્યો……શ્રીજી જાણે કે હૃદય થી વરસ્યા…અને સત્સંગ ની સાથે સાથે ભીની ભીની બુંદો થી હરિભક્તો ભીંજાતા રહ્યા……અને રવિસભા આજે ખરા અર્થમાં “હૃદય”સભા બની રહી….

સમયસર મંદિરે પહોંચ્યો ત્યારે -મંદિર માં હરિભક્તો ની ભીડ જરા વધારે હતી- કારણ હતું…પ્રમુખ વરણી દિન ની વિશિષ્ટ રવિસભા….! આથી સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા….

944402_534832993221340_1860798756_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.શુકમુની ના મધુરા સ્વરે ધુન્ય-કીર્તન -પ્રાર્થના ચાલી રહ્યા હતા…પુ.પ્રેમ્વાદન સ્વામી અને પુ. શુકમુની સ્વામી સગા ભાઈઓ છે અને બંને સંગીત-સ્વર માં અત્યંત પારંગત છે- એમના મુખે કીર્તન ને સાંભળવા એટલે કે હરિને તાદ્રશ્ય નિહાળવા……! “રહો ને સ્વામી આજ મારા હૃદય મંદિર માં…..” ગુરુ ભક્તિ ના રંગે રંગાયેલું આ કીર્તન -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને તાદ્રશ્ય કરતુ ગયું…..ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા વિધવાન અને પુ.સ્વામીશ્રી ના અત્યંત નિકટ ના સંત ના મુખે- “ગુરુભક્તિ” પર અદ્ભુત પ્રવચન રજુ થયું…….બ્રહ્મવિહારી સ્વામી ની ખાસિયત છે- અનુભવો-પ્રસંગો ને અદ્ભુત રીતે ગુંથી ને – શ્રોતાઓ ને અધ્ય્તામિક ઊંડાઈ સુધી લઇ જાવા……તો ચાલો જોઈએ અમુક અંશ…..

 • ૨૧-૦૫-૧૯૫૦ ના રોજ- આંબલી વાળી પોળ માં – શાસ્ત્રીજી મહારાજે -૩૦ વર્ષીય તેજસ્વી નવજુવાન શાસ્ત્રી શ્રી નારાયણસ્વરૂપ દાસ ને શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે – તેમણે કહ્યું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”- જે આજે સ્પષ્ટ દેખાય છે…૯૦૦ થી વધુ વિધવાન સંતો- ( ૧૮૦૦% નો વધારો- ૧૯૫૦ અને ૨૦૧૩ વચ્ચે સરખામણી કરીએ તો..) અને ૧૨૦૦ થી વધુ મંદિરો( અધધ..૨૨૦૦૦% નો વધારો…૧૯૫૦ થી ૨૦૧૩ વચ્ચે) – પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અસ્તિત્વ માં આવ્યા છે….એમાં શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ શક્તિ અને પ્રમુખ સ્વામી મહારાજ ની શિષ્ય ભક્તિ દેખાય છે……
 • ડો.અબ્દુલ કલમ હોય કે…આર.કે લક્ષમણ જેવા તદ્દન નાસ્તિક માણસ…..બીલ ક્લીન્ટન હોય કે અટલાદરા નો એક અંધ હરિભક્ત…દરેક ના હૃદય ને સ્વામીશ્રી સ્પર્શ્યા છે……અરે આર .કે. લક્ષ્મણ તો સ્વામી નો હાથ પકડી ને નાના બાળક ની જેમ રડી પડ્યા હતા…….એટલું એમનું હૃદય ઉભરાઈ ગયું હતું.
 • સ્વામીશ્રી હરિભક્તો ને હમેંશા હૃદય માં રાખે છે…..પણ એ માટે આપણે એ યોગ્યતા લાવવા ની છે..એમને રાજી કરવાના છે…..
 • સ્વામીશ્રી એ જે આજે સંસ્થા નો વિકાસ કર્યો છે..એ એમના પ્રેમ..સ્નેહ અને અધ્યાત્મિક દિવ્યતા ને આભારી છે. એ અધ્યાત્મિક દિવ્યતા અને હૃદય ની શુદ્ધ પવિત્રતા વગર આ શક્ય જ નથી……સ્વામીશ્રી પોતાના સઘળા કર્યો નું શ્રેય પોતાના ગુરુઓ ને જ આપે છે……અને દરેક કાર્ય માં એમને જ આગળ રાખે છે……
 • ગુરુ આજ્ઞા અને ગુરુ રાજીપા વગર કશું જ શક્ય નથી. ….પ્રમુખ સ્વામી ને આજે પણ એમની ઓળખાણ પૂછો તો કહેશે….” હું -યોગીજી મહારાજ નો શિષ્ય”…..અદ્ભુત..અદ્ભુત…નિર્માની પણું ….શિષ્ય પણું…..
 • આપણી આ સંસ્થા શ્રીજી ની સંસ્થા છે…..ગુણાતીત પરંપરા ની સંસ્થા છે…..શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ ની સંસ્થા છે…..પ્રમુખ સ્વામી મહારાજ ની “ગુરુભક્તિ” ની આ સંસ્થા છે…..
 • રઘુવંશ માં કવિકાલિદાસ કહે છે એમ- આજે પણ સ્વામીશ્રી ના દર્શન માત્ર થી હરિભક્તો ના દુખ માત્ર નાશ પામે છે…….મન ના વિકાર ટળી જાય છે……મન નિર્મળ થઇ જાય છે…….એ જ અધ્યાત્મિક દિવ્યતા છે….

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ જ કહ્યું…..ગઢડા પ્રથમ ૩૭ પ્રમાણે – એક ભગવાન ને જ કર્તાહર્તા જાણે……અને એમના સાકાર પણા ની દ્રઢ નિષ્ઠા સમજે એ સંત તો ભગવાન ને પણ અતિશય પ્રિય છે……અને એવા જ સત્પુરુષ આપણ ને મળ્યા છે…..એમને સેવી લેવા એ જ આપણા કલ્યાણ નું…મોક્ષ નું…પરબ્રહ્મ ને પ્રાપ્ત કરવાનું કારણ બને છે….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • ધોરણ-૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ ધરાવતા વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ નું સન્માન થવાનું છે…..તા-૨૧-બપોર ૧૨ વાગ્યા સુધીમાં -જરૂરી પત્રકો સાથે શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…..
 • IAS-IPS જેવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માંગતા યુવાઓ માટે- ઉચ્ચ અધિકારીઓ કે જેમણે આ પડવી હાંસિલ કરી છે -તેમના દ્વારા માર્ગદર્શન- આવતા શનિવારે -શાહીબાગ મંદિર કહતે સાંજે ૬-૮ – રાખવામાં આવેલ છે……
 • આર્ષ-ગાંધીનગર અક્ષરધામ ખાતે ૨૨/૬/૧૩  ના રોજ- સાંજે- ૪-૭ -પુ.બ્રહ્મવિહારી સ્વામી નું “તત્વજ્ઞાન-મનુષ્ય જીવનમાં” પર પ્રવચન છે…..

અંતે એક અદભુત લાભ સર્વ હરિભક્તો ને મળ્યો…….ફૂલડોલ ઉત્સવ પર સ્વામીશ્રી એ રંગ છાંટી ને પ્રસાદી ના કરેલ માળા ઓ ના મણકા સર્વ હરિભક્તો ને સ્વામીશ્રી ના સ્મૃતિ ફોટા સાથે -બધા ને આપવા માં આવ્યા…………..

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

અંતે સ્વામીશ્રી ના પ્રમુખ વરણી દિન ની સારંગપુર ખાતે ઉજવણી નો વિડીયો બતાવવા માં આવ્યો…….

પ્રમુખ વરણી દિન ઉત્સવ-સારંગપુર

આજ ની રવિસભા- સાચા અર્થમાં ગુરુ ભક્તિ ના મહિમા ની સભા હતી…….પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની સભા હતી…….અને આ માટે જ…આપણા એ ગુરુ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન…….કે જેમણે આપણ ને શ્રીજી ની પ્રાપ્તિ- અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરાવી…..બસ હવે ગુરુ-સ્વામી-શ્રીજી ને રાજી કરવા ના છે…..

શુભ રાત્રી……શ્રીજી ની ચેષ્ટા ના પદો સાથે…..

જય સ્વામીનારાયણ….

રાજ

 


Leave a comment

આજકાલ- તા ૦૬/૧૨/૨૦૧૨

ઉફફફ…..! જીવન ની એ જ ઘટમાળ પણ સાથે સાથે – હર પળ એક નવી જ પળ……હર સવાર …એક નવી સવાર  અને ક્ષણ -બે ક્ષણ  – મનમાં ઝબકી જતા  નવા વિચારો…..નવી કલ્પનાઓ…! લાગે છે કે- જીવન ને સમજવું- કદાચ એને જીવવા કરતાં પણ અઘરું છે. શ્વાસો કદાચ ખૂટી જાશે પણ જીવન વિશેના આ સવાલો ની ઝડીઓ – નહી ખૂટે. આથી- અમદાવાદી છું…..ગુજરાતી છું….આથી રસ્તો બચાવીશ અને ટૂંકો રસ્તો પકડીશ અને -જીવન ને જીવી જઈશ. મારી એક ટેવ છે- વારેઘડીએ બોલવાની- ” હું અહીં કઈ વસાવવા નથી આવ્યો, પણ ફરવા આવ્યો છું…” એના જેવું જ છે આ જીવન…તમને એક ઠેકાણે ઉભા રાખી શ્વાસ લેવાની “વેલ્યુ એડેડ સર્વિસ” નથી આપતું…..આથી વિચરણ ચાલુ જ રાખવું પડે છે……..અને હવે “ચાલવું એ જ જીવન છે….”

તો- સરવાળે- આજકાલ શું ચાલે છે?????

 • વિચરણ કાલ ના હાલ ના નક્ષત્ર મા હું- અત્યારે બરોડામાં છું…..અમદાવાદ ની સરખામણીમાં – બરોડા મને સાંકડું- પણ સીધું લાગ્યું છે – તો સુરત- સર્પાકાર લાગ્યું છે…..એ અલગ વાત છે. તો સાથે સાથે- બરોડા- થોડુંક વધારે પોલીશ્ડ….વધારે મરાઠી…..અને વધારે એનઆરઆઈ લાગ્યું છે. 
 • ચૂંટણીઓ- ફુલબહારમાં ચાલે છે- અને એની અસર અત્યારે- બધાના વિચારો-દિમાગો- અને વર્તન પર દેખાઈ રહી છે……અને એક વાત મે સામાન્ય ચર્ચાતી અનુભવી છે- બધી જગ્યા એ- ” ભાઈ- મોદી વિષે શું માનવું છે???” – ખરેખર- મોદી નું જે થવાનું હશે એ થાશે- પણ નરેન્દ્ર મોદી- ગુજરાતીઓ ના માનસ પર રાજ કરે છે- એ નક્કી છે- ડીટ્ટો- પેલી હકીકત જેવું કે ” તમે અમુક લોકો ને ચાહી શકો….લડી શકો….તિરસ્કૃત કરી શકો ….વિરોધ કરી શકો પણ અવગણી ન શકો” ………શું માનો છો???????
 • લગ્નો-શુભ પ્રસંગો- ચારેકોર છે…..ધનારક કમુરતા બેસે ( તા ૧૬ મી ડીસેમ્બર,૨૦૧૨ થી બેસે છે…..જાણકારી ખાતર) , એ પહેલા શુભ કાર્યો નીપટાવી લેવા- એવી ભાવના બધાની છે……પણ શુભ કાર્યો- શુભ હેતુ ઓ મા – મૂહુરત શું જોવાનું????  લો હરિ નું નામ- ભરો હૃદય મા હામ અને કાર્ય ની શરૂઆત કરો……બીજું શું જોઈએ??? જે હોય તે- માર્કેટ ને કોઈ મૂહુરત નથી નડતું- એ હકીકત છે………..
 • મારા લેપી ( લાડલું નામ છે – મારા લેપટોપ નું….) એ મારા મોબી ( મારો એન્ડ્રોઇડ મોબાઈલ) નો જીવ બચાવ્યો…….બિચારો મોબી – એની લીમીટેડ ઇન્ટરનલ મેમરી થી પરેશાન થઇ ગયો હતો- તો જરૂરી સુધારા વધારા માટે- એના સોફ્ટવેર નું ઓપરેશન કરવામાં આવ્યું અને એનો “જીવ” બચી ગયો……..સાથે સાથે- ઘણું બધું શીખવા મળ્યું – એ લટકામાં…..! પણ હવે લાગી રહ્યું છે કે- વહેલો મોડો- મારો મોબી- દમ તોડશે અને ખર્ચો કરાવશે જ…….જેવી હરિ ઈચ્છા….!

છેવટે- ખુબ જ અંતર ની વાત- મારા ગુરુ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ માટે- દેહ ની પાછલી અવસ્થા થી પરેશાન સ્વામી- હાલમાં અસ્વસ્થ છે- અને એમનાં પ્રાત: દર્શન બંધ છે……તો- શ્રીહરિ ને – હૃદય ના ઊંડાણ થી પ્રાર્થના કે- તેમનું સ્વાસ્થ્ય જલ્દી થી સુધરે અને અમ હરિભક્તો ને દર્શન-સેવા નો લાભ મળે. આખરે- ” બિન ગુરુ જ્ઞાન નહી…..બિન ગુરુ નહી મોક્ષ…….પડું પાય ઉસ ગુરુ કો- જીન ગોવિંદ દિયો બતાય….” ગુરુ ના કારણે જ આ જીવ ને ભગવાન ની ઓળખાણ થઇ છે…..પોતાનું “જ્ઞાન” થયું છે…..માર્ગ મળ્યો છે ……અને કદાચ આ જીવન અમુક અંશે સફળ થયું છે- આ ફેરો સફળ થવા નો માર્ગ મળ્યો છે.

"બિન ગુરુ જ્ઞાન નહી........

“બિન ગુરુ જ્ઞાન નહી……..

આથી- બસ જીવન જીવી જાઓ- અને જો- ગુરુ પ્રતાપે કે હરિ દયા થી જીવન નો મર્મ સમજવા મળે તો- સમજવું કે- આ વિચરણ અંતિમ હતું……….બાકી- મારી જેમ- વિચરણ મા જ ખુશ રહેવું…………..ભલે હૃદય મા ને કે ન માને…….!

રાજ


Leave a comment

નવી નવેલી દિવાળી….

                                                                                               “ઈલા દિવાળી દીવડા કરીશું……તારા ખર્યા વ્યોમ થકી મહીં શું”

  જેવી બાળપણ ની કાવ્ય પંક્તિ ઓ – આજે પણ હૃદય ને સાંભરી આવે છે. વર્ષ મા એકવાર – આવો સમય આવે છે કે- બધા- પરિવાર ના બધા જ સભ્યો એકસાથે હોય છે અને બે-ત્રણ દિવસ ઘરમાં જાણે કે “ઉજાસ” નો માહોલ હોય છે…..અને આ એક જ કારણ છે કે -મારો સૌથી પસંદગી નો તહેવાર – દિવાળી જ છે.ઉત્સાહ-ઉમંગ-ઉજાસ- બોનસ મળ્યું નથી કે બધા બજારો ધમ-ધમ્યા નથી……અને શહેરો તરફ થી ગામડાઓ તરફ એક મહા-પ્રયાણ ચાલુ થઇ જાય છે…ગામડાઓ ઉભરાઇ જાય છે…..! મજા ની છે આ ઘટના…….કારકિર્દી ની ભાગમભાગી મા – છૂટી ગયેલું જીવન સત્વ- અર્થાત સંબંધો- રીન્યુ કરવા નો સમય આ જ છે…..

દીવડો ધરો રે સ્વામી …દીવડો ધરો…..મુજ અંતર કેરું તિમિર હરો…….સ્વામી તિમિર હરો….પ્રભુ તિમિર હરો……

ફોટો સૌજન્ય- બેપ્સ

આથી અમે તો દર વર્ષે- દિવાળી પર અમારા વતન- જન્મસ્થળ ..માદરેવતન -ભિલોડા ( સાબરકાંઠા) જ પહોંચી જઈ એ છીએ…..અને દિવાળી ની સાંજે બધા ભેગા થાય- રાત્રે મોડા સુધી  ગપ્પા મારવાના…અને નવા વર્ષ ના દિવસે- ક્યાં જવું એનું પ્લાનીંગ કરવાનું……આ વખતે પણ આ જ ઘટમાળ છે ……બધા આવી ગયા છે……..અને દિવાળી બસ આજે રાત્રે……..કાલ થી નવું વર્ષ…..અને નવા નિયમો……………અને નવી વાનગીઓ….મોહનથાળ, ઘારી, બેક્ડ બિસ્કીટ્સ,ફરસાણ અને અન્ય ગરમાગરમ વ્યંજનો નો દોર ચાલુ જ રહેશે……..!

મારા વ્હાલા વાચક મિત્રો ને  આ  શુભ પ્રસંગે- દિવાળી ની ખુબ ખુબ શુભ કામનાઓ………..અને નવા વર્ષ માટે ની ખુબ ખુબ શુભેચ્છાઓ………મારા વ્હાલા શ્રીહરિ ને- ગુરુહરિ ને પ્રાર્થના કે- આ સમય અને આવનારો સમય- બધા માટે અનેક ઘણી ખુશીઓ …..અનેક ઉપલબ્ધિઓ લઇ ને આવે….સારું સ્વાસ્થ્ય….સારા વિચારો લઈને આવે……..આપણે બસ કર્મ કરતાં રહી એ…અને આપનું તથા અન્ય ના જીવન મા ઉજાસ ફેલાય એવા પ્રયત્નો સાથે  બાકી નું બધું ભગવાન પર છોડી ને- સ્થિતપ્રજ્ઞ ની સ્થિતિ સુધી પહોંચી શકીએ…એટલે ભયો ભયો………!

અમદાવાદ માટે ખુશી ની વાત છે કે આ વખતે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અહીં છે અને દિવાળી નો મહા ઉત્સવ અહીં ઉજવવા ના છે….અન્નકૂટ નો મહા ઉત્સવ છે પણ આપણે – આપણા હૃદય નો..ભક્તિભાવ નો  “અન્નકૂટ” કરી ને શ્રીજી-સ્વામી ના રાજીપા માટે કર્મ કરતાં રહીએ…અને .બસ આમ જ હરિ અને ગુરુ ની દયા-ભક્તજનો પર રહે અને જીવમાત્ર નું કલ્યાણ થાય …..એવી ફરીથી પ્રાર્થના…….

ચાલો ત્યારે- શરીર-મન-કર્મ-વચન નું ધ્યાન  રાખજો………અને હરપળ… હર ક્ષણ – જીવન એક ઉત્સવ રહે – એનો દાખડો રાખજો……બાકી આપણો સાથ તો કાયમ છે અને આમ જ જ્ઞાન ની વાતો કરતાં રહેશું…….

“गुणातीतो अक्षरम ब्रह्म  भगवान पुरुषोत्तम

जानोजानाम्निदम सत्यं मुच्यते भव्बंध्नात

જય સ્વામિનારાયણ…..

રાજ


1 Comment

પૂ.બ્રહ્મવિહારી સ્વામી અને ગુરુ શિષ્ય ઋણાનુબંધ

તો , આ પહેલા ની મારી પોસ્ટ –પૂ.બ્રહ્મવિહારી સ્વામી અને power of imagination પણ બેપ્સ સાધુ ઓ ના અદભુત વિદ્વતા અને અનુભવ વાણી પર જ આધારિત હતી. આજે સવારે થી જ હું થનગની રહ્યો હતો કારણ કે- પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અત્યંત , પ્રખર વિદ્વાન સંત અને તેમની મનમોહક, હૃદયસ્પર્શી પ્રવચન નો લાભ- AMA hall મા દર વર્ષ ની જેમ મળવા નો હતો. empowering relationship ના નેજા હેઠળ આ વર્ષે પણ અઠવાડિયા સુધી , વિવિધ વિદ્વાન સંતો- તત્વજ્ઞાન ની અદભુત વાતો કરવા ના હતા. જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ ના આ પ્રયાસો હવે રંગ લાવે છે.

તો, જીવન ના અ અદભુત પ્રસંગ ને અનુભવવા – હું અને રીના લગભગ ૪.૩૦ વાગ્યા ના ( સાંજે ૬.૩૦ પ્રવચન હતું) હોલ મા ગોઠવાઈ ગયા હતા. જો કે અમે એકલા ન હતા અને એ પણ જ્ઞાત હતું કે- જો અડધો કે પોણો કલાક પણ મોડા આવ્યા હોત તો- ઉભા ઉભા કે નીચે બેસી ને પ્રવચન સાંભળવા નો વારો આવ્યો હોત…..અને હમેંશ ની જેમ જોત-જોતામાં તો સમગ્ર હોલ-સીટ વચ્ચે ની જગ્યાઓ- અન્ય હોલ્સ પણ બધા ઉભરાઇ ગયા….અને લોકો મા તાલાવેલી એવી હતી કે -વારંવાર ની જાહેરાત છતાં લોકો એ ઉભા ઉભા -ભીડમાં પણ ઉભા રહેવાનું પસંદ કરી -પ્રવચન નો લાભ લીધો…..

P.Brahmvihari swami at AMA hall.

અને સમયસર- શરુ થયું- પુ.બ્રહ્મવિહારી સ્વામી નું અદભુત પ્રવચન….અસ્ખલિત પ્રવચન…..! વિષય હતો- ” ગુરુ શિષ્ય ઋણાનુબંધ અને તેની મહત્તા” – વિષય એવો હતો કે સ્વામીનારાયણ સંપ્રદાય – જેના પર ઉભો છે….ઇતિહાસ પળેપળ -બસ આ વાત નો જ સાક્ષી છે. ભક્ત અને ભગવાન..ગુરુ અને શિષ્ય …અદભુત સંબંધો છે. વળી, શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા , આ જ ગુરુ-શિષ્ય પરંપરા પર રચાયેલી છે. વક્તા તરીકે – પુ. બ્રહ્મવિહારી સ્વામી હોય- પછી તો વાત જ શી કરવી? શરૂઆત જ અદભુત થઇ…બ્રહ્મવિહારી સ્વામી નું જયારે ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે -તેમણે પોતાના પહેલા એ પુષ્પ- પોતાના ગુરુ -પ્રમુખ સ્વામી મહારાજ અને ઇષ્ટદેવ સ્વામીનારાયણ ભગવાન ને અર્પણ કર્યા પછી સ્વીકાર્યા…સમગ્ર સભા પ્રભાવિત થઇ ગઈ….!

પછી – એમને પોતાનું પ્રવચન શરુ કર્યું…..સતત બે કલાક સુધી એકધારા એ વરસતા રહ્યા અને શ્રોતાગણ – ચુપચાપ-તાળીઓ ના ગડગડાટ સાથે એમનો સાથ આપતા રહ્યા…..જુઓ એના અમુક અંશ….

 • મનુષ્ય ના જીવન મા સંબંધો જ તેને કંઇક ઓળખાણ આપે છે….એકલતા -ક્યારેક તમને જોડે છે તો ક્યારેક તોડે છે…આથી સંબંધો અગત્ય ના છે- પણ એમને સમજવા અને નિભાવવા મુશ્કેલ છે.
 • સંબંધો મા નવો દ્રષ્ટિકોણ જરૂરી છે….અન્ય સંબંધો થી ગુરુ શિષ્ય નો સંબંધ નિરાળો છે કારણ કે ગુરુ શિષ્ય ને ધરતી પર જ સ્વર્ગ રચવાનું શીખવાડે છે….જો તમે કોઈના થી પણ સકારાત્મક પણે પ્રેરિત થવાનું જાણો છો તો તમે આજીવન શિષ્ય છો…..
 • ઉપનિષદ ( ની નજીક બેસવું) એ ગુરુ નું સ્વરૂપ જ છે…..ગુરુ ની પ્રગટ હાજરી તમને મોટા મોટા પ્રશ્નો થી બચાવે છે….જીવન-સમાજ-દુનિયામાં મોટા મોટા બદલાવ લાવે છે…
 • શિષ્ય બનવા માટે જરૂરી છે- વિશ્વાસ પાત્રતા અને ગુરુ માટે જરૂરી છે – સત્ય પાલન….ગુરુ શિષ્ય સાથે મળી ને સંપૂર્ણ થાય છે. અને ગુરુ ની આજ્ઞા – પૂર્ણ શ્રધ્ધા થી પાળવામાં આવે ત્યારે શિષ્ય નો જન્મ સફળ થાય છે…પૂર્ણ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે…..
 • યોગીજી મહારાજ નો એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ની અનન્ય નિષ્ઠા….પ્રમુખ સ્વામી મહારાજ નો- એમના ગુરુ યોગીજી મહારાજ મા અતુટ વિશ્વાસ…આજે ૧૦૦૦ થી વધારે મંદિરો- ૯૦૦ થી વધારે સંતો અને બે અક્ષરધામ મા દેખાય છે…..છતાં- પ્રમુખ સ્વામી મહારાજ આ બધા નો શ્રેય- એમના ગુરુ ને જ આપે છે….એ અદભુત છે.
 • પ્રમુખ સ્વામી મહારાજે – એમના શિષ્યો ના કલ્યાણ-સુખાકારી માટે સમગ્ર જીવન ઘસી નાખ્યું છે…..કિરણ પીઠવા નો પ્રસંગ હોય કે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયર ના અર્ધ ગુજરાતી તંત્રી રોનેલ પટેલ ની વાત હોય…….સ્વામીશ્રી એમના એક સ્વજન થી યે અધિક વર્ત્યા છે અને એના કારણે- આજે હજારો હરિભક્તો- પોતાના ગુરુ -પ્રમુખ સ્વામી માટે હસતા હસતા સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે….
 • ગુરુ – પોતાના શિષ્ય ને મોક્ષ નો માર્ગ બતાવે છે…..અને બસ એટલા થી નથી અટકતા- પણ ભગવાન નો તાદ્રશ્ય અનુભૂતિ પણ કરાવે છે…..બહેરીન મેડીકલ સેન્ટર ના ડૉ.ફૈઝલ ઝીયા હોય કે આપણા જગ વિખ્યાત રાષ્ટ્રપતિ ડૉ.કલામ હોય…એમણે પ્રમુખ સ્વામી મા ભગવાન નો અનુભવ કર્યો છે…..
 • આમ ગુરુ – માઈક્રો લેવલે – શિષ્ય ના સુખાકારી માટે વર્તે છે- જે શિષ્ય ના જીવન મા મેક્રો લેવલે જોવા મળે છે….સાચો ગુરુ -શિષ્ય ના જન્મ અને મરણ બન્ને મા સાથે હોય છે…..સાચો માર્ગ દર્શક હોય છે…..અને બધાને સપ્રેમ સ્વીકારે છે…..

………..પુ.બ્રહ્મવિહારી સ્વામી -નું પ્રવચન એટલું અદભુત હતું કે- સમગ્ર શ્રોતાગણ- એમના લય મા એકરસ થઇ ગયા હતા. અદભુત ઉદાહરણો……અને ઝીણી ઝીણી વિગતો નું અદભુત નિરૂપણ- સ્વામી ની ખાસિયત છે. ખરેખર – બ્રહ્મવિહારી સ્વામી ને આ રીતે સાંભળવા એક અવિસ્મરણીય લ્હાવો જ છે. બેપ્સ ના સંતો- ભગવાન સ્વામીનારાયણ ના અદભુત સંત-પંક્તિ સમાન જ શ્રેષ્ઠ છે…વિદ્વાન છે…….આ બધું ભગવાન ના રાજીપા વગર શક્ય જ નથી……પ્રમુખ સ્વામી મહારાજ – મા આજે સ્વામીનારાયણ ભગવાન સાક્ષાત બિરાજી ને જાણે કે સત્સંગ નો ચો તરફ પ્રસાર કરાવી રહ્યા હોય એવું લાગે છે….

અંતે- બ્રહ્મવિહારી સ્વામી એ શ્રોતાઓ ને -પુ.ડોક્ટર સ્વામી એ , એમને આપેલા આદેશ મુજબ- ગુરુ ને, માતા-પિતા ને રોજ કઈ રીતે પંચાંગ પ્રણામ કરવા જોઈએ….એ જાહેરમાં કરી બતાવ્યું……! તેમનું, આટલું બધું નિર્માની પણું જોઈને સમગ્ર સભા ઉભી થઇ ગઈ અને તાળીઓ નો જોરદાર વરસાદ લાંબા સમય સુધી અસ્ખલિત વરસતો રહ્યો……!

ગૌરવ છે મને- મારા સત્સંગી હોવા પર…..મારા ઇષ્ટદેવ શ્રી સ્વામીનારાયણ ભગવાન પર….મારી અદ્રિતીય ગુરુ પરંપરા પર….મારા પ્રગટ ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પર અને આવા અદભુત સંતો પર………કે જેમના ઉચ્ચ આચાર,વિચાર, આચરણ અને ચારિત્ર્ય દ્વારા શરણાગતો નું કલ્યાણ કરી રહ્યા છે…..

જય સ્વામીનારાયણ……

રાજ


1 Comment

BAPS રવિસભા- તા ૦૨/૦૯/૧૨

તો હવે મેઘરાજા પણ મહેરબાન છે અને સમય પણ….! છતાં ઠાકોરજી ને પ્રાર્થના કે- મેઘરાજા ની પધરામણી સાર્વત્રિક થાય અને જીવ માત્ર ને શાતા મળે ! છેલ્લા કેટલાય દિવસ થી પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય બગડ્યું છે આથી સ્વામીશ્રી સંપૂર્ણ આરામ મા છે અને હરિભક્તો બસ ઠાકોરજી ને નિરંતર પ્રાર્થના કરે છે કે એ જલ્દી થી સ્વસ્થ થઇ જાય અને એમના દર્શન નો લાભ સર્વ ને મળે…..કરો આજ ના દર્શન…

આજ ના દર્શન…

આજે જયારે સભામાં પહોંચ્યો ત્યારે સભા , ચાલુ થઇ ચુકી હતી અને સર્વ હરિભક્તો ના સદભાગ્ય કે – શ્રી હરિકૃષ્ણ મહારાજ ની ચલિત મૂર્તિ – ની પધરામણી અતિ ભવ્યતા થી સભા મા ચાલી રહી હતી. એમની ફૂલોઆછાદિત પાલખી ને હરિભક્તો ના સમૂહ દ્વારા સભામાં ફેરવવા મા આવી રહી હતી. બીજી આનંદ ની વાત એ હતી કે- ગઈકાલ સાંજ થી અમદાવાદ યુવક-યુવતી મંડળ દ્વારા સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય માટે અખંડ ચાલતા -જનમંગલ નામાવલી ની ધૂન ના આજે સામુહિક પારણાં હતા. લગભગ ૧૦૦૦૦ પાઠ કરવામાં આવ્યા હતા અને આ યુવાનો નો જે ભાવ અને ભક્તિ સ્વામીશ્રી પ્રત્યે જોવા મળી- એ અવર્ણનીય હતી.

બીજી એક આનંદ ની વાત હતી કે આજે -સંપ્રદાય ના બધા સદગુરુ સંતો- પુ.ડોક્ટર સ્વામી, પુ.મહંત સ્વામી,પુ.ત્યાગવલ્લભ સ્વામી, પુ.ઈશ્વરચરણ સ્વામી, પુ.વિવેકસાગર સ્વામી બધા જ સભામાં હાજર હતા. શ્રી હરિકૃષ્ણ મહારાજ ને અન્નકૂટ પણ ધરાવવા મા આવ્યો અને સાથે સાથે સમગ્ર સભા એ -સામુહિક રીતે જનમંગલ ના પાઠ કર્યા . આ બધું બસ- પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના સુખાકારી માટે જ હતું. શિષ્યો દ્વારા પોતાના ગુરુ ના માટે થતા આ પ્રયત્નો ને – ગુરુદક્ષિણા નો એક ભાગ ગણી શકાય. આખરે , આપણ ને જે મળ્યા છે એ સર્વશ્રેષ્ઠ જ છે.

સદગુરુ સંતો એ પોતાના પ્રવચનમાં કહ્યું કે……

 • પુ. સ્વામીશ્રી નો હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે નો ભાવ -અદ્રિતીય છે. બોસ્ટન ની કાર વાળો પ્રસંગ હોય કે સ્વયમ સ્વામીશ્રી ની બાયપાસ સર્જરી વાળો પ્રસંગ- સ્વામીશ્રી ના જીવન મા સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન અને એમની સેવા જ રહી છે.
 • સ્વામીનારાયણ મહામંત્ર નો અદભુત મહિમા વર્ણવતા પુ.મહંત સ્વામી એ કહ્યું કે- જીવન ના પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન…શ્રીજી નું પોતાનું સ્વરૂપ અને અક્ષરધામ ની કુંચી- એ આ મહામંત્ર જ છે. એનું સતત પઠન જીવ ને- મૃત્યુ ના ડર થી બચાવે છે…..
 • પુ. ડોક્ટર સ્વામી એ એમના ચીર પરિચિત અંદાજ મા કહ્યું કે- સત્સંગ મા આવ્યા પછી- હૃદય ની શુદ્ધિ જરૂરી છે….અને હમેંશા સંત અને ભગવાન મા નિર્દોષ બુદ્ધિ રાખવી. કોઈનું ઘસાતું બોલવું કે કોઈનો અભાવ લેવો – એ યોગ્ય નથી.

આજે સભામાં આફ્રિકા ના તાન્ઝાનિયા દેશ ના દાર-એ-સલામ ના ગવર્નર મી. સાદીકી, આવ્યા હતા. એમની માતૃશ્રી ની સર્જરી શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા થવાની છે. અને એમના સ્વાગત બાદ ના સ્વાહિલી ભાષા મા કરેલા પ્રવચન મા કહ્યું કે- સ્વામીશ્રી અને ભગવાન સ્વામીનારાયણ ના સત્સંગીઓ – આફ્રિકા મા કેટલી મોટી સેવા કરી રહ્યા છે….! આ બધું સાંભળી ને , મને ગર્વ થાય છે કે મારા ઇષ્ટદેવ અને મારા ગુરુ- સર્વશ્રેષ્ઠ જ છે અને એક દિવસ એવો આવશે કે દુનિયા ના પ્રત્યેક ખૂણા મા સ્વામીનારાયણ મહામંત્ર નો જાપ થતો હશે અને અસંખ્ય જીવો નું કલ્યાણ સહજ હશે…..

બસ- ગુરુ અને હરિ નો સાથ હંમેંશ રહે…..રાજીપો કાયમ રહે એ જ પ્રાર્થના …..!

જય સ્વામીનારાયણ

રાજ