Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

દિવાળી -૨૦૧૭

…દિવાળી આવી અને ગઈ..આજે કારતક સુદ સાતમ….જલારામ જયંતિ પણ આવી ગઈ…….અને સમય તેની મંથર પણ મજબુત ગતિ માં ચાલતો જ રહેશે……ઉત્તરાયણ..હોળી …જન્માષ્ટમી……દશેરા અને દિવાળી ફરીથી આવી જશે………જેથી કહી શકાય કે- સમય વર્તુળાકારે ચાલે છે પણ તે એક લીટી પર નથી ચાલતો…..વર્તુળ મોટું થતું જાય છે…ધીરે ધીરે જીવન ની જેમ ધુમ્મિલ થતું જાય છે……..! તો આ વખત ની દિવાળી કેવી રહી???

 • દિવાળી આ વખતે પણ એવી જ ધીમી હતી..ભારે હતી…કારણ – પિતાશ્રી ના ધામ ગમન પછીની પ્રથમ દિવાળી……હું પહેલા કહી ચુક્યો છું એમ- શોક ને લાંબો કરવા નો હું વિરોધી છું..કારણ કે જીવન ટૂંકું છે અને ખુશી ની..ઉત્સવ ની ક્ષણો એના થી પણ ટૂંકી છે…….!
 • છતાં- બધા સ્નેહી- સ્વજનો વરસ માં એક વાર ભેગા થયા એટલે – શોક ની ઘનતા ઘટી ગઈ……છોકરા ઓ એ નાની એવી ઉજવણી કરી….બધાએ વાતો કરી…હસીમજાક ની એ ક્ષણો હૃદય ને રીચાર્જ કરતી ગઈ…..
 • નવા વરસ ના દિવસે- શામળાજી અને ટોરડા સ્વામીનારાયણ મંદિરે દર્શને જવામાં આવ્યું…….શામળાજી મંદિર -રીનોવેશન સાથે વિશાલ લાગે છે..છતાં પાર્કિંગ -અને અન્ય સગવડો( મિત્ર ના અનુભવ મુજબ- જમવામાં..ભોજનશાળા માં ) સુધારા માં- અઢળક અવકાશ છે……..મંદિર નો વહીવટ સુધરે તો સારું………! ટોરડા માં- સાંધ્ય આરતી નો અદ્ભુત લાભ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ના મૂળ ઘરમંદિર,,જે હવે હવેલી બની ગઈ છે…..એ માં જ મળ્યો…..ધન્ય થઇ ગયા…….
 • બીજા દિવસે- બધા સ્નેહી સ્વજનો બાળકો ને લઇ…અમારા મૂળ વતન મઉં ગામ ના ડુંગરો ની વચ્ચે આવેલા મહાકાલી મંદિરે દર્શન- પીકનીક -આઉટીંગ માટે ગયા…….ચારેબાજુ વનરાજી…..મોટા મોટા ખડકો…ખડકાળ રસ્તાઓ…..ચેક ડેમ…..નદી ના પ્રવાહ માર્ગ ..જોઇને લાગ્યું કે- ચોમાસા માં અહી કેવો અદ્ભુત માહોલ હશે..!!! ખેર..અડધોક કિલોમીટર ચાલી ત્યાં પહોંચ્યા..પણ ગરમી લાગવા થી..ત્યાં થી પાછા ઇન્દ્રાસી ડેમ પર ગયા……..ઘોઘુર વડલો અને નીરવતા ને આધારે ત્યાં કેમ્પ રાખ્યો…..હરિ અને એની બાળ મંડળી ને- વડલા ની વડવાઈ ઓ એ હીંચ લેવા ની મજા પડી ગઈ તો મોટા બધા ક્રિકેટ- વાતું-મજાક મસ્તી માં લીન થઇ ગયા……! દિવાળી પર દુર ફરવા જવું એના કરતા આવી શાંત- જગ્યા એ જલસા કરી લેવા..એમાં વધારે સુખ છે…….ગાડરિયા પ્રવાહ માં તણાઈ – ઉત્સવ ની મજા ફિક્કી ન કરવી….જીવ ની શાંતિ માટે પણ થોડોક સમય ફાળવવો…!!! દોડાદોડી માં શું દાટ્યું છે????

 • એ જ સાંજે બધા એ સમૂહ માં ગરમાગરમ દાળ બાટી-છાસ નો લ્હાવો લીધો……..જલસા પડી ગયા……..અદ્ભુત…!! બધા સાથે હોય એટલે બધું જ મીઠું લાગે…!
 • એક દિવસ સાંજે નજીક નાં પ્રસિધ્ધ યાત્રાધામ જુના ભવનાથ માં સ્વયંભૂ મહાદેવજી ની સંધ્યા આરતી નો લાભ લેવા માં આવ્યો……અદ્ભૂત અનુભવ…….! ભૃગુ કુંડ ની નીરવ શાંતિ અને છલોછલ ભરેલા પાણી ની સપાટી પર તરતો સમય……! અનેક વાર્તા ઓ છે…અહી અનુભવવા ની…..!

 • લાભ પાંચમ ના દિવસે- પપ્પા ની પ્રથમ પુણ્ય તિથી હતી….આથી અમારા મઉં ગામ ની નાની પણ બળુકી……ભજન મંડળી ના ભજનો નો રાત્રી પ્રોગ્રામ ગોઠવવા માં આવ્યો……રાત્રે ૨ વાગ્યા સુધી- પ્રાચીન-અર્વાચીન ભજનો નો- દોર એવો ચાલ્યો કે- જીવ રીચાર્જ થઇ ગયો…….મન એકતાર થઇ ગયું……! હજુ પણ મન માં અતૃપ્ત વાસના છે કે- નીરવ શાંતિ હોય…રાત્રી નો સમય…ઠંડી નું જોર…તાપણું સળગતું હોય અને કોઈ દેશી ગાયક…….. બ્રહ્માનંદ..પ્રેમાનંદ… જેવા અષ્ટકવિ ના હરિપદ…… એના દેશી કંઠે…હૃદય રેડી ને ..માત્ર એકતારા ના તાલે છેડતો હોય…….તો આ જન્મારો સફળ થઇ જાય…!!!! …..કીડી ના પગે બાંધેલા ઝાંઝર નો રણકાર સાંભળવો- કદાચ આને કહેવાય…….!
 • દિવાળી ની આ મસ્તી માં અમારા હરિકૃષ્ણ મહારાજ તો સંપૂર્ણ દિવાળી મય થઇ ગયા છે……….”ભણવું…હોમવર્ક..સ્કુલ…” જેવા અઘરા શબ્દો એમના કાને પડતા જ નથી…..અને અમને ડર છે કે – સ્કુલ ચાલુ થશે અને હરિભાઈ અમારા કડાકા ભડાકા કાઢી નાખશે…….હહાહાહાહા…..!! 🙂

તો- યારો……….બસ જીવન ની હરેક પળ ને જીવી લેવી..અને એ જીવવું જ કદાચ ઉત્સવ કહેવાય…….મરી મરી ને તો રોજ જીવી એ છીએ…પણ એ જીવવું થોડું છે…એ તો ઢસરડા છે………..આ ઉત્સવો છે..એટલે જ જીવન આટલું રંગબેરંગી છે…..અને જો એ ન હોત તો- આપણું જીવન કદાચ રાખ ની જેમ ઉડી જાત…….!! સમય ને રંગતા રહેવું……એ જ આપણો મિજાજ હોવો જોઈએ…! તો- બસ- હરિ ને હરપળ પ્રાર્થના કે – જીવન ની પ્રત્યેક પલ ઉત્સવ બનતી રહે……..તેમાં કેસર ભીનો હરિ હૃદય ખોલી ને વરસતો રહે……….દુખ જોજનો દુર રહે……..વિપરીત સંજોગો પણ ઉત્સવ ના આ રંગ ને ફિક્કો ન કરી શકે……. જીવવું કદાચ આ જ છે……………જીવતા રહો…!!! રાજ

Advertisements


2 Comments

BAPS શ્રીહરિ સ્મૃતિ રવિસભા- ૦૪/૦૬/૨૦૧૭

અક્ષરમુક્ત મહા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં….

૧) પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…

૨) શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…

૩) દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..

૪) પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……

૫) શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..

૬) અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..

૭) લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……

૮) પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….

૯) તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માંપણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..

૧૦) કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….

૧૧) પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…

૧૨) જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-

૧૩) શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….


આજે જેઠ સુદ દશમ….આજથી બરોબર ૧૮૭ વર્ષ પહેલા..( સને ૧૮૩૦) આજની તિથીએ જ શ્રીજી મહારાજ ગઢડા માં પોતાના દિવ્ય વિગ્રહ નો ત્યાગ કરી સ્વધામ પધાર્યા ..સાથે સાથે પોતાના ભક્તજનો ને કોલ આપતા ગયા કે દેહે કરી ને જે સુખ આપ્યું છે..એના થી અનંત ગણું સુખ દિવ્ય દેહે આપશે……અને પોતાના એકાંતિક સંત દ્વારા સદાયે પ્રગટ રહેશે….( વચનામૃત-વરતાલ-૧૦, ૧૧,૧૯….)….

આજે એ સ્મૃતિ…એ જ અનંત ગણા સુખ ને…એ જ શ્રીજી ના પ્રગટ પ્રમાણ ..એકાંતિક સત્પુરુષ ને ઉજવવા નો દિવસ હતો…..અને આજની સભા એ પર જ હતી.

આજે હરિભક્ત-સંપર્ક કાર્યકર અધિવેશન હતું આથી સમગ્ર દિવસ સત્સંગ…શ્રીજી સ્વામી ની પ્રસન્નતા અર્થે જ ગયો……અમદાવાદ માં હજુ મેઘરાજા પધાર્યા નથી…..છતાં બળબળતી ગરમી માં પણ સભા હરિભક્તો થી છલકાતી હતી….સૌપ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન…..

collage_20170604211425215

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……. મિત્ર નીરવ વૈદ્ય દ્વારા મુકુન્દ દાસ રચિત અવધી કીર્તન….” મન માન્યું મોહન બતિયા સે…” શાસ્ત્રીય રાગ-આલાપ સાથે રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…! રોમાંચ થી રૂંવાડા ઉભા થઇ જાય અને શ્રીજી ની એ જ સોણલી છબી અંતરપટ પર ઉભરી આવે…એવો માહોલ હતો..!!! ત્યારબાદ અન્ય યુવક દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” વ્હાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઇને જીવે રે….” રજુ થયું…….!

ત્યારબાદ સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર ( YTK) ને ૨૮/૫/૧૭ ના રોજ દશ  વર્ષ પુરા થયા અને પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની હાજરી માં -સારંગપુર ખાતે જ એની ભવ્ય ઉજવણી થઇ…એના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો……..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

એ પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન ..અનુભવી સંત ના મુખે શ્રીજી ના મહિમા ની વાતો- અઢળક ઉદાહરણો સાથે રજુ થઇ……દંતકથાઓ નહિ પણ નક્કર..પ્રત્યક્ષ પુરાવા સાથે ની શ્રીજી ની સર્વોપરિતા – ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે દર્જ છે……અને એ જ સર્વોપરી પણું….આજે એકાંતિક સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ના કાર્યો માં છલકાય છે..તે પણ પુરાવા સહીત પ્રત્યક્ષ છે…….! પુ. શ્રીહરિ સ્વામી એ – અચીન્ત્યાનંદ બ્રહ્મચારી રચિત “શ્રીહરિ લીલા કલ્પતરુ ” જેવા ઐતિહાસિક ગ્રંથ માં દર્જ – અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી દ્વારા નડીયાદ ની સભામાં કહેવાયા શ્રીજી ના સર્વોપરી પણા ના ૧૩ મજબુત પુરાવા( જે ઉપરોક્ત આપણે કહી ચુક્યા છીએ) નું ખુબ સરસ વર્ણન કર્યું…..એમણે કહ્યું કે……

 • આપણે સર્વે નો એક ધ્યેય..સંકલ્પ અક્ષરધામ જવું છે તેમ રાખવો……એ માટે શ્રીજી ને સર્વોપરી સમજવા પડે…પુરુષોત્તમ સમજવા પડે….એ સ્વરૂપ દ્રઢ કરવું પડે…..તો જ અક્ષરધામ માં જવાય…! એ સિવાય કલ્યાણ થાય ખરું..પણ અક્ષરધામ માં ન જવાય…! શ્રીજી ને જેવા જાણીએ તેવી પ્રાપ્તિ થાય….
 • અને એ માટે- શ્રીજી સર્વ અવતાર ના અવતારી….સર્વ કારણ ના કારણ…પૂર્ણ પુરુષોત્તમ છે…….તેમ સમજવું પડે…પણ એ સમજાય કઈ રીતે??? ઉત્તર છે……….ગોપાળાનંદ સ્વામી એ કહેલા – ૧૩ કારણ………અને એના સમર્થન માં અઢળક પુરાવા…!

અદ્ભુત…અદ્ભુત………….! શ્રીજી એ પોતે સદાયે પ્રગટ રહેવા નો કોલ આપ્યો…જે આજે પણ પોતાના એકાંતિક સંત દ્વારા પ્રગટ રહ્યા છે…..અને એ જ અક્ષર સુખ આપી રહ્યા છે….!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

 • તા-૯ થી ૧૧ – મહંત સ્વામી મહારાજ પુનઃ અમદાવાદ ને આંગણે ભક્તો ને સુખ આપવા પધારી રહ્યા છે…
 • તા-૭ થી ૯ – અમદાવાદ સેટેલાઈટ સંસ્કારધામ માં પુ.શ્રીરંગ સ્વામી ની પારાયણ-વક્તવ્ય છે……વધુ માહિતી માટે- સંસ્કારધામ નો સંપર્ક કરવો…
 • આજના અધિવેશન માં લગભગ ૯૦% હાજરી રહી….સર્વે નો ઉત્સાહ ખુબ જ હતો અને એના પરિણામ- જે તે વિસ્તાર ના સંસ્કારધામ માં થી મળી શકશે….

તો આજ ની સભા- આપણ ને જે પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે…..જેના દ્વારા એ સદાયે પ્રગટ રહે છે…તેવા એકાંતિક સત્પુરુષ ના મહિમા ને – પુરાવા સહીત……સમજવા ની હતી……નિષ્ઠા દ્રઢ કરવા ની હતી…કારણ કે..આપણે અક્ષરધામ જવું છે……એ જ ધ્યેય સિદ્ધ કરવા નો છે………..વચ્ચે ક્યાય લોભાવા નું નથી…..!

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૦/૧૧/૨૦૧૬

શ્રીજીમહારાજ બોલ્યા જે,

“લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય ……….અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય………. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે……….. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે………… જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકિ-રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંધ અને એકાદશ સ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય…………………… માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે.”


વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૮

દિવાળી મા  ઘટેલી વિવિધ ઘટના ઓ ને લીધે હું નવા વરસ મા શરૂઆત ની બે સભાઓ મા હાજર ન રહી શક્યો……આજની સભા એટલા માટે જ મારા માટે અગત્ય ની હતી…….મારા માટે સાચા અર્થમાં નવા વરસ ની પ્રથમ સભા હતી……આથી સમયસર મંદિરે પહોંચી ગયો……..ઠાકોરજી ના દર્શન મનભરી ને કરવા મા આવ્યા…….જીવ સંતૃપ્ત થઇ ગયો………

15056365_1156112997760000_2269017574824011333_n

સભાની શરૂઆત પૂ.પ્રેમવદન સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય દ્વારા થઈ…….કર્ણપ્રિય ધુન્ય ના સ્વર જીવ ને હરિ મા એકતાર કરતા ગયા……….અને એ પછી તો પ્રેમવદન સ્વામી ના મધુરા સ્વરે બે કીર્તન રજુ થયા……..

 • દિવ્યસભા પતિ રાય……જય જય…….( પ્રેમાનંદ સ્વામી રચિત)
 • અનુભવી….આનંદરસ ના ભોગી……….

પ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ કંઇક જુદા રાગ  મા “હમ તો એક સહજાનંદ ….સહજાનંદ ગાવે…” ..પ્રેમાનંદ સ્વમી રચિત કીર્તન નો લાભ સભાને આપ્યો…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વમી મહારાજ ના ૯-૧૧ નવેમ્બર ના રાજકોટ ખાતે ના વિચરણ ના – સ્વામીશ્રી ના આશીર્વચન નો વિડીયો-દર્શન નો લાભ સભાને મળ્યો……….નીચેની લીંક દ્વારા તેનો લાભ લઈ શકાશે……

http://www.baps.org/Vicharan/2016/05-11-November-2016-10679.aspx

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન અને અનુભવી સંત દ્વારા ગઢડા મધ્ય-૫૮ “સંપ્રદાય ની પુષ્ટિ” ના વચનામૃત પર અદ્ભુત પ્રવચન થયું……..જોઈએ સારાંશ…..

 • વ્યાસજી હોય કે મુક્તાનંદ સ્વામી…..સર્વ ને ભગવાન ના લીલા ચરિત્ર ની પુષ્ટિ કરતા ગ્રન્થ ની રચના થી જ શાંતિ થઇ હતી……..આથી શ્રીજી ના વચનો મુજબ આત્યંતિક કલ્યાણ તો- પોતાના ઇષ્ટદેવ ના લીલા ચરિત્ર ના સતત મનન-પઠન-રચના થી જ થાય…….
 • ભગવાન સ્વામીનારાયણે કારીયાણી ગામે- મહામુક્ત ગોપાળાનંદ સ્વામી ને -પોતાના પૃથ્વી પર ના પ્રાગટ્ય માટે ના ૬ હેતુ કહેલા…..સદ.નિષ્કુળાનંદ સ્વામી એ એ બંધ રૂમ ના બારણા ની તિરાડ માં કાન ધરી ને એ સાંભળ્યા અને એને પ્રગટ કર્યા……જેના એક હેતુ પર થી પ્રખર વિધવાન બ્રહ્મચારી અચીત્યાનંદ વર્ણીએ “શ્રીહરીલીલાકલ્પતરુ” માં શ્રીજી નું સર્વોપરી પણું પ્રતિપાદિત કર્યું ….અને શ્રીજી ની આજ્ઞા થી સ્વયમ ગોપાળાનંદ સ્વામી એ -શ્રી હરિ ના “અવતારી-સર્વાવતારી પણા” ની સાક્ષી પૂરતા ૧૩ લક્ષણો -નડિયાદ ની ભરસભા માં કહ્યા….. એ શ્રીજી પ્રાગટ્ય ના ૬ હેતુ કયા….????

  1) પોતાના એકાંતિક ભકતને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા

  2) અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવા ભકિત- ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી

  3)પોતાનું સર્વોપરિ જ્ઞાન તથા સર્વોપરી ઊપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુકત ભેળા ભેળવવા

  4)પોતાના અવતારોને તથા અવતારોના ભકતોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઊપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઇ જવા

  5)એકાતક ધર્મને સ્થાપન કરવો તથા દુષ્ટ જનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું

  6)મુમુક્ષુને મુકત કરવા તથા પોતાના અને પોતાના મુકતોના દર્શન – સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો

   

 • અને એ જ વાત શ્રીજી એ પોતાના રહસ્ય ગ્રંથ -વચનામૃત મા કહી……સદસ્ય ગ્રન્થ -શિક્ષાપત્રી દ્વારા પોતાના રહસ્ય નો વિસ્તાર અન્ય ગ્રંથ થકી સમજવો–એમ કહી….પોતાના સર્વોપરી પણા ની વાત- સત્પુરુષ થકી સમજવાની વાત કરી……
 • અને એ જ શ્રીજી નું સર્વોપરી પણું….કોઈ પણ સંકોચ વગર એમના ધામ- મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ જગત મા ડંકા ની ચોટે પ્રસરાવ્યું…….અને એ જ કાર્ય આજે પણ ગુણાતીત ગુરુ ઓ દ્વારા ચાલુ છે……
 • એક ઉદ્ધવજી ને જ્ઞાન કરાવવા કૃષ્ણ ભગવાને કેટલો દાખડો કરવો પડેલો …..તો શ્રીજી ના એક પત્ર થી જ ૫૦૦ યુવાનો સાધુ થઇ ગયેલા……અને આંજે એ જ પરંપરા મા -હજારો સુશિક્ષિત….ગર્ભશ્રીમંત…એકના એક સંતાન એવા  નવજુવાનો- ગુણાતીત પુરુષ ને રાજી કરવા હસતા હસતા -ત્યાગાશ્રમ નો કાંટાળો માર્ગ સ્વીકારે છે………એ જ સર્વોપરીતા દર્શાવે છે……..
 • અને એ જ સર્વોપરી શ્રીજી ને પામવા -પ્રગટ બ્રહ્મરૂપ સત્પુરુષ સંગે બ્રહ્મરૂપ થયા સિવાય છુટકો જ નથી……એ સિવાય પુરુષોત્તમ ની પ્રાપ્તિ શક્ય જ નથી………( લોયા-૭…લોયા-૧૨…)
 • માટે જ બ્રહ્મરૂપ થવા……યોગીબાપા ના સિધ્ધાંત મુજબ- જીવન મા- નમવું…ખમવું…..કટ વળી જવું અને મનગમતું મુકવું……..એ સાર્થક કરવું જ પડશે….અને જો એ થશે તો- સત્પુરુષ સતત આપણી સાથે જ છે તેનો અનુભવ થાશે………..બધા હરિભક્તો -સત્સંગીઓ બ્રહ્મ ની મૂર્તિ જેવા લાગશે…..કોઈનો પણ અભાવ-અવગુણ નહિ આવે…….આ બધી સભાઓ -અક્ષરધામ ની સભા ઓ જેવી લાગશે……..

અદભુત……અદભુત……….! જો એટલું સમજાય તો બાકી શું રહે????? જીવન મા આ કર્યા સિવાય છુટકો જ નથી……ભગવાન ના લીલા ચરિત્ર થી જ જીવ બળીયો થાય…..અખંડ શાંતિ થાય……આત્યંતિક મુક્તિ થાય……

ત્યારબાદ – દુનિયા ના વિવિધ દેશો ની સંસદ…..આપણા દેશ ની સંસદ ના બંને ગૃહ મા પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને શ્રદ્ધાંજલિ અપાઈ -એના વિડીયો ના દર્શન થયા……અદભુત મહિમા……!!

સભાને અંતે- ૭ ડીસેમ્બર ના રોજ -સુરત મા થનાર પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવ અંગે અગત્ય ની જાહેરાત થઇ…..જેની વધુ માહિતી સમયાંતરે આપણી સંસ્થા ની વેબસાઈટ પર થી મળી શકશે…..

http://www.baps.org/Janma-Jayanti-Mahotsav%E2%80%932016-Accommodation.aspx

તો- આજની સભા શ્રીજી-સત્પુરુષ ના મહિમા ને સમજવાની…ચરિત્ર ને હૃદયસ્થ કરવા ની હતી…….અને એ દ્વારા અક્ષર ની ઊંચાઈ ને પ્રાપ્ત કરવા ની હતી………જે કર્યા સિવાય કોટી કલ્પે કલ્યાણ જ નથી………

સમજતા રહો………સત્સંગ એ સમજણ નો માર્ગ છે……

જય સ્વામિનારાયણ……..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૦૭/૦૮/૨૦૧૬

પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૫૮

વચનામૃત પંચાળા-૧ માં શ્રીજી એ કહ્યું તેમ- એક વિચાર…સત્પુરુષ અને શ્રીજી ના રાજીપા નો વિચાર જો અંતરમાં દ્રઢ થઇ જાય તો બાકી કશું ન રહે……જીવ ને મોક્ષ જોઈએ તો તે પણ આ રાજીપા ના વિચાર થી મળે…પણ જીવ હૈ કી માનતા નહિ…!! 🙂 અને એટલા માટે જ આ સર્વોપરી સત્સંગ નો નિત્ય અભ્યાસ કરવો……..જીવને એમાં જ કેળવવો….મેળવવો…….ભેળવવો……!

આજની સભા – સત્પુરુષ અને શ્રીજી ના આ રાજીપા પર હતી……અને સાથે સાથે મેઘરાજા ના -જીવમાત્ર પર ના રાજીપા પર પણ હતી…..આ બાજુ સભા ચાલુ અને બહાર મેઘરાજા ની શ્રાવણી ની અવિરત બોછાર સર્વને શાતા આપી રહી હતી…..ચાલો જીવ ને અખંડ શાંતિ આપે એવા દર્શન કરીએ……અક્ષર ધણી ના …..

13935155_1740256336262198_1159660664106209950_n.jpg

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય ચાલી રહી હતી…ત્યારબાદ યુવક મિત્ર પ્રશાંતભાઈ દ્વારા “અહોનિશ દર્શન દેજો રે…” સદ. જગદીશાનંદ દ્વારા રચિત પદ રજુ થયું…..ત્યારબાદ અમેરિકા ના વિદ્વાન પ્રોફેસર મિત્ર…..અનેક વિદ્યાના નિષ્ણાત મિત્ર  યોગી ત્રિવેદી દ્વારા શાસ્ત્રીય સુરાવલી ઓ માં બ્રહ્માનંદ સ્વામી નું પદ….” સંત સમાગમ કીજે..” રજુ થયું …..!!! અદ્ભુત….અદ્ભુત……! પ્રોફ. યોગીભાઈ ને સાંભળવા એક અવર્ણનીય લ્હાવો છે………!!!  પુ .વિવેકમુની સ્વામી એ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યા છે તે ઉપલક્ષ માં ” મારો નવલ સનેહી ઝૂલે નાથ રે……” પ્રેમાનંદ સ્વામી નું આ પદ રજુ થયું….. જે  એટલું અદ્ભુત હતું કે એના શબ્દો….એનો મિજાજ હજુ મનમાં પડઘાય છે….!

ત્યારબાદ શ્રાવણ માસ પારાયણ નીમીત્તે પુ.શ્રીહરિ સ્વામી જેવા અનુભવી..વિદ્વાન સંત દ્વારા ” રાજીપા ના વિચાર” પર અદ્ભુત પ્રવચન થયું…………જોઈએ સારાંશ……

 • વચનામૃત પંચાળા-૧ માં શ્રીજી ને જે વિચાર સદાયે રહેતો હતો…એ જ વિચાર …એ જ ભગવાન ના રાજીપાનો વિચાર….મહિમાનો વિચાર આપણા જીવમાં સદાયે રહે તો બાકી શું રહે??? અને અંતે તો કરવાનું એ જ છે……
 • શુકદેવજી એ પરીક્ષિત ને જે ભાગવત સંભળાવી નિર્ભય કર્યો…એમ હમેંશા સકારાત્મક વિચારવું…સવળું વિચારવું……કે આપણે આ ક્ષણ ભંગુર દેહ નથી…પણ આત્મા છીએ…..! જે દોષ..વિષય…દુખ છે તે દેહ ને છે…આત્મા ને નહિ…
 • અને જો અવળો વિચાર આવે તો જીવ ને -સન્માર્ગ..સત્સંગમાં થી પાડી દે……મંથરા ના શબ્દો થી કૈકેયી નું મન કલુષિત થયું…..રામાયણ રચાયું…..! એમ આજે ઠેર ઠેર “મંથરા” રૂપી કુસંગ છે……..જીવ ને સાચવવો….
 • મોટા પુરુષ રાજી થાય……તો ગઢડા પ્રથમ-૫૮ માં શ્રીજી એ કહ્યું તેમ….જીવ ના સઘળા દોષ નાશ પામે…જીવ નું ભાગ્ય ..સદભાગ્ય થઇ જાય….અને એ પરમપદ ને પામે…..
 •  જીવન માં ગમે તેટલી પ્રવૃત્તિ કરીએ…..પણ એક વિચાર નિરંતર રાખવો……..અને એ વિચાર- મોટા પુરુષ ને….શ્રીજી ને રાજી કરવાનો રાખવો……..તો એ પ્રવૃત્તિ ભક્તિ થઇ જાય…..
 • પણ મોટા પુરુષ અને શ્રીજી ને રાજી કઈ રીતે કરવા………..??? ઉત્તર અનેક વચનામૃત માં છે………ગઢડા પ્રથમ-૨૭,ગ.મધ્ય-૨૧,કારીયાની-૧૧, મધ્ય-૬૨,મધ્ય-૨૫ ..ગઢડા અંત્ય-૧ …વગેરે વગેરે માં આનો ઉત્તર છે…..
 • શ્રીજી કહે છે..કે…….એ માટે જીવે….૧) આજ્ઞા ૨) નિયમ-ધર્મ ૩) શ્રીજી ને સર્વ કર્તાહર્તા સમજવા ૪) સાંખ્ય સિદ્ધ કરવું…..આત્મનિષ્ઠ બનવું……
 • સત્પુરુષ નો મહિમા સમજવો………યાદ રાખો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન નથી…….ભગવાન ના દાસ છે…..એમના રોમેરોમ માં શ્રીજી અખંડ નિવાસ કરી રહ્યા છે……એટલા માટે જ એ અક્ષરબ્રહ્મ છે….એ અક્ષર સત્ય દ્રઢ કરી રાખવું……
 • એટલે જ વરતાલ-૫ ના વચનામૃત મુજબ -તે ઉત્તમ ભક્ત ની ભગવાન ની સાથે પૂજા થાય છે…….અને જો એમનો દ્રોહ થાય તો શ્રીજી કુરાજી થાય છે………યાદ કરો લાલદાસ ગોરા નો પ્રસંગ…શ્રીજી એ એમની ભક્તિ થી રાજી થઇ-અંત સમયે તેડવા આવવા નું વચન આપ્યું હતું…પણ એમણે ગોપાળાનંદ સ્વામી નો દ્રોહ કર્યો અને શ્રીજી કુરાજી થયા….લાલદાસ ગોરા પ્રેત યોની માં ગયા…!!!!
 • માટે સત્પુરુષ-શ્રીજી ને રાજી કરવા હોય તો એમની અનુવૃતી સમજવી…..એમની આજ્ઞા માં રહેવું……એમની પ્રત્યેક ક્રિયા ને દિવ્ય સમજવી…..સહેજે મનુષ્ય ભાવ ન લાવવો……એ જે કરશે એ સારા માટે જ હશે ..એમ સમજવું……..દ્રઢ આશરો..દ્રઢ વિશ્વાસ હશે તો જ સત્સંગ નું..સત્પુરુષ નું..શ્રીજી નું સુખ આવશે…..
 • ચાલો…શ્રીજી અને સત્પુરુષ ને પ્રાર્થના કરીએ કે……એમના માં સદાયે દિવ્યભાવ રહે…….એમની સર્વ ક્રિયા દિવ્ય લાગે…….એમનો રાજીપો એ જ જીવન..!

અદ્ભુત…..અદ્ભુત……!!! જીવનમાં આટલું સમજાય…સદાયે રાજીપા નો વિચાર રહે તો – જીવ અચૂક બ્રહ્મરૂપ થાય…..!!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

 • સહજ સંપર્ક અભિયાન શરુ થઇ રહ્યું છે…….વધુ માહિતી – આપણા વિસ્તાર ના સંપર્ક કાર્યકાર આપશે…..પરા સભા..અઠવાડીક સભા માં આપવામાં આવશે……
 • શ્રાવણ માસ ની પ્રાતઃ સભામાં આવતીકાલ થી પુ.આત્મસ્વરૂપ સ્વામી “બ્રહ્મ વિદ્યા-સત્ર ” પર પ્રવચન કરવાના છે…..

તો- આજની સભા…….રાજીપા ના એ સર્વોપરી વિચાર પર હતી…….દુનિયા આખી ને કદાચ રાજી કરી લઈએ પણ જો સત્પુરુષ અને શ્રીજી ને રાજી ન કરી શકીએ તો ..બધું ધૂળ છે……!! અને જો મોટા પુરુષ અને શ્રીજી રાજી છે તો…પછી બીજા કોઈ ની કાહે કો ફિકર…!!!! કારણ કે એ આપણા જીવ સામે જુએ છે……..અને જગત આપણા દેહ  સામે….!!!!

સમજતા રહો………….અધ્યાત્મ સમજણ ની વાત છે….

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૦/૦૩/૨૦૧૬

“….પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ  એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે….”

—————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-વરતાલ-૧૯

જીવ માટે સૌથી મુશ્કેલ કાર્ય  કયું??? ઉત્તર આપતાં  શાસ્ત્રો  કહે છે કે  -જગતની  ઝંઝટો વચ્ચે સત્પુરુષ અને ભગવાન ની  યથાર્થ  ઓળખાણ થવી એ…!!! વડતાલ ના ચાર ચાર પેઢી ના  કોઠારી ગોરધનભાઈ ના  ભત્રીજા ગીરધરભાઈ એ વરતાલ-૧૯ ના  વચનામૃત પ્રમાણે સત્પુરુષ ને  શોધવા દાખડો-તપશ્ચર્યા કરી અને હરિકૃષ્ણ મહારાજે સ્વયમ પ્રગટ થઇ તે સમયના ગુણાતીત પુરુષ ભગતજી મહારાજ ની ઓળખાણ કરાવી …..અને ગીરધરભાઈ -વિજ્ઞાનદાસ સ્વામી તરીકે ત્યાગાશ્રમ સ્વીકારી એ ગુણાતીત પુરુષ ના ડંકા જગતમાં વગાડતા ગયા…..!!! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સાધારણ ગૃહસ્થ ભગતજી મહારાજ ને ગુરુ તરીકે સ્વીકાર્યા …..અને અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત ને મૂર્તિમંત કર્યો….આજે હજારો મંદિરો…. એ  સિધ્ધાંત ને , પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ થકી જીવમાત્ર સુધી પ્રસરાવી રહ્યા છે….! “સત્પુરુષ આ પૃથ્વી પરથી જતા જ નથી” એ ગુણાતીત વચન આજે સ્પષ્ટ દેખાય છે….! આજની સભા ભગવાન સ્વામિનારાયણ ના દ્રિતીય અધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની જન્મજયંતી ( ફાગણ સુદ પૂનમ-હોળી) ની પ્રતિક સભા રૂપે હતી…….! તો ચાલો આગળ વધીએ અને શરૂઆત કરીએ- શ્રીજી ના અદ્ભુત દર્શન થી…..

10628153_524561111065399_1635553485123209427_n

સભાની શરૂઆત- પુ.સંતો- અને યુવકો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……પુ.શુભ કીર્તન સ્વામી, પુ. વિવેક્મુની સ્વામી ,પુ.ધર્મ પ્રકાશ સ્વામી ( માણ વાળા સ્વામી) અને યુવકો એ  રંગ રાખ્યો…..કીર્તનમાં

 • બાજે બાજે રે……કે આવી ગયો ફાગણિયો…..
 • દેરીએ ડંકા વાગ્યા ..ભગતજી ….(રચયિતા-વનમાળી દાસ)

રજુ થયા……અને જાણે કે  બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ની શ્વેત વસ્ત્ર આચ્છાદિત છબી -હરિના રંગે રંગાઈ ગઈ…..અને હરિભક્તોના તન-મન એમાં વહી ગયા………!!!

04_London_Bhagatji_Maharaj_Jayanti_2014f

ત્યારબાદ- ભગતજી મહારાજ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે- પુ.હરિચિંતન સ્વામી દ્વારા “ભાદરોડ ની લીલા” પ્રસંગનું રસપ્રદ વિવરણ થયું…..જોઈએ એના અમુક અંશ….

 • મહુવા નજીક ભાદરોડ ગામ છે..ત્યાં આગળ -બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના ઈશક માં  મરણીયા થયેલા સંતો -વિમુખ થઈને ભગતજી ના દર્શને-રોકાણા અને ભગતજી મહારાજે જે જ્ઞાન..સ્નેહ…પ્રેમ ના ખજાના ખુલ્લા મુક્યા તેનો પ્રસંગ છે……! સંતો કહેતા કે- જો આ પ્રસંગની સ્મૃતિ કોઈ કરે તો તેના કામ-દોષ સર્વે ટળી જાય..!
 • ભગતજી મહારાજ નું સ્વરૂપ સ્વામી વિગ્નાનદાસ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ,જેઠા ભગત,બેચર ભગત સર્વે એ જાણ્યું….સમજ્યું  અને  એવા તો એમનામાં જોડાયા કે- દ્રેષવાળા સાધુઓ એ અપમાન કર્યા…ધોળા પહેરાવ્યા…સંપ્રદાય બહારકર્યા છતાં કોઈની નિષ્ઠા ડગી નહિ……અરે,ખુદ ભગતજી એ ચરિત્ર કરી સર્વે ને કાઢ્યા…..પોતાના થી દુર કર્યા છતાં -આ ભક્તો અટક્યા નહિ….અને છેવટે ભગતજી એ રાજી થઇ- સંતો-ને પોતાના સ્વરૂપની-શ્રીજી ના સ્વરૂપની- ગુણાતીત જ્ઞાન ને અઢળક વાતો કરી….અડધો રોટલો માંડ ખાઈ શકનાર કૃશકાય સાધુઓ ને ત્રણ ત્રણ રોટલા-રીંગણ નું શાક ખવડાવ્યું અને બદલામાં સંતો ને ભગતજી ને ચંદન અર્ચા નો અમુલ્ય લાભ મળ્યો….!!!!!!!  શ્રીકૃષ્ણ ભગવાન ની મહારાસ લીલા માં  જેમ ગોપીઓ -ભગવાનમાં એક થઇ ગઈ..તેમ અહિયાં- ભગતજી મહારાજ ના સ્નેહ માં -ભક્તો-સંતો એક થઇ ગયા…………..!!!
 • આમ ,જીવ એકવાર સત્પુરુષ ને  ઓળખે…એનામાં રહેલા પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ ને ઓળખે એટલે – બીજે ક્યાંય બંધાય જ નહિ……આ જ્ઞાન પોતે સમજે અને અન્યને પણ દ્રઢ કરાવે જેથી અન્યનું પણ કલ્યાણ થાય….

અદ્ભુત…..અદ્ભુત………! પુ.હરીચીન્તન સ્વામી ની સાહજિક અદા….અને રસપ્રદ નિરૂપણ થી સર્વને ભગતજી મહારાજે કરેલ દાખડો -રદયમાં ઉતાર્યો..સમજાયો…..!

ત્યારબાદ- પુ.વિવેક્મુની સ્વામી એ “માંગો માંગો ભગતજી…..” કીર્તન રજુ કર્યું……અને પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા “ભગતજી મહારાજ ના જીવન ચરિત્ર અને ગુણાતીત પણા” પર માહિતીપ્રદ પ્રવચન રજુ થયું…..જોઈએ એના અમુક અંશ…

 • પ્રાગજી ગોવિંદજી -મહુવાના સામાન્ય ગૃહસ્થ હતા અને સદગુરુ સ્વામી યોગાનંદજી નો યોગ થી સત્સંગમાં પ્રવેશ થયો….અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી ની સાથે ૧૩-૧૩ વર્ષ સુધી સેવા કરી અક્ષર ના અમૃત પીધા અને જયારે ગોપાળ સ્વામી ધામ માં ગયા ત્યારે પ્રાગજી ભક્ત ને જુનાગઢ જઈ- ગુણાતીતાનંદ સ્વામી નો યોગ કરવાનું કીધું……! એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાથે મન-કર્મ-વચને જોડાયા…સ્વામી ના  મૂળ સ્વરૂપ- અક્ષર સ્વરૂપ ને ઓળખ્યું..સમજ્યા પછી- ભગતજી મહારાજ પાછા પડ્યા નથી……! ગુણાતીત માટે દેહ કુરબાન કરી દીધો…..સતત સાડા ત્રણ વર્ષ સુધી એકધારી -દેહ ના ચુરા કરી દેતી સેવા કરી અને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ – એક સામાન્ય -દરજી ગૃહસ્થ ને પોતાનું ગુણાતીત જ્ઞાન આપ્યું…બ્રહ્મરૂપ કર્યો…..અખંડ શ્રીજી આપ્યા…….અને આજ્ઞા કરીકે – સ્વામીનું અક્ષર પણા ની છડેચોક વાત કરવી…..!!
 • ભગતજી એ જે -આ વાત કરવામાં જેટલા અપમાનો સહન કર્યા છે તેટલા કદાચ સંપ્રદાય માં કોઈએ નહિ કર્યા હોય……વિમુખ થયા….હડધૂત થયા…માર પડ્યો….લાડવા માં ઝેર આપવામાં આવ્યું…..છતાં ભગતજી ડગ્યા નહિ….કોઈના પ્રત્યે લેશ માત્ર દ્રેષ-અણગમો નહિ…..અખંડ શાંતિ-સુખ એમના ચહેરા પર દેખાતા…..અને પરિણામે એ જ્યાં જાય ત્યાં લોકો-ભક્તો-સંતો-વિદ્વાનો ટોળે વળતા…….અતિ વિદ્વાન એવા શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્ય થયા……….અને ભગતજી ની સેવા કરી અતિ રાજી કર્યા અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને મૂર્તિમંત કરવાનું બીડું ઝડપ્યું…….!!!
 • ભગતજી ભલે સીધા સાદા ગૃહસ્થ હતા……દરજી હતા પણ અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ને રાજી કર્યા અને બધા યોગ સિદ્ધ થયા …જ્ઞાન ની સરવાણી ઓ ફૂટી……મહા સમર્થ થયા…..બ્રહ્મરૂપ થયા…….! એ કહેતા કે જીવ જયારે સાંગોપાંગ ભગવાનમાં જોડાય ત્યારે ભગવાન એને વશ થઇ જાય છે…..અને એ ભગવાન સ્વામિનારાયણ ને પ્રતાપે એમનું ધાર્યું થાય છે……પીજ ના મોતીલાલ ભાઈ ને તેમના તપ ના ફળ સ્વરૂપ શ્રીજી મહારાજે દર્શન આપી કહ્યું કે ” વર્તમાન કાલે હું પ્રાગજી ભક્ત દ્વારે પ્રગટ છું…..તું તેમને ઉઘાડા કરીને સૌને ખબર કર…..મારી આજ્ઞા છે…”
 • એ જ ભગતજી મહારાજ- શાસ્ત્રીજી મહારાજ ને પોતાનો કોડીલો લાલ કહેતા અને શાસ્ત્રીજી મહારાજે -જે જુનાગઢ માં ભગતજી નું અપમાન થયું હતું ત્યાં જ -આચાર્ય મહારાજ ના જેવું જ..એમની સાથે જ….મહા સન્માન કરાવડાવ્યું…..ગુણાતીત જ્ઞાન ના  ડંકા ચારેકોર વગાડ્યા…..! અને ભગતજી ના ગુણાતીત જ્ઞાન ના અધ્યાત્મિક વારસ બન્યા…….!

અદ્ભુત…..અદ્ભુત……….સત્પુરુષ આ પૃથ્વી પર થી જતા જ નથી….એ ગુણાતીત વિધાન ને – શ્રીજી ના વિધાન ને બ્રહ્મસત્ય સાબિત કર્યું છે………..સાબિતી આપણી નજર સમક્ષ જ છે…..જુઓ પ્રમુખ સ્વામી મહારાજ..!!

ત્યારબાદ- આવી રહેલા ફૂલદોલ મહા ઉત્સવ અંગે અમુક જાહેરાતો થઇ……

 • તારીખ ૩૦/૩ થી સારંગપુર ખાતે સંત શિબિર શરુ થાય છે……આથી ત્યાં આગળ હરિભક્તો માટે ઉતારા બંધ છે….
 • ફૂલદોલ ઉત્સવ- અગાઉ જણાવ્યા મુજબ- કોઈ મોટા ઉત્સવ તરીકે સારંગપુર ખાતે નથી….આથી જે તે વિસ્તાર ના મંદિરોમાં નિયમ મુજબ જ ઉત્સવ ઉજવવાનો છે…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રા માં-ઉજવાયેલા ફૂલદોલ ઉત્સવ ના દર્શન નો અમુલ્ય લાભ વિડીયો માધ્યમ થી મળ્યો…..સાથે સાથે સ્વામીશ્રી ના એ સમય ના આશીર્વચન નો પણ લાભ વિડીયો દર્શન થી મળ્યો…….!!! અદ્ભુત સ્મૃતિ…..દર્શન…….!જોઈએ એક એવો જ આશીર્વચન નો વિડીયો નીચેની લીંક દ્વારા…..

( સૌજન્ય-બેપ્સ ચેનલ્સ -યુટ્યુબ )

તો ચાલો- શ્રીજી ને- સ્વામી ને પ્રાર્થના કરીએ કે- ભગતજી મહારાજ જેવા સેવા,આજ્ઞા પાલન ના ગુણ આપણા માં પણ આવે…………! આ દેહે કરીને- મને કરીને-જીવે કરીને- સ્વામી-શ્રીજી ને રાજી કરી શકીએ એટલે – આ જન્મારો સફળ.!!!!

જય સ્વામિનારાયણ….

રાજ

 


1 Comment

BAPS શ્રીજી મહારાજ સ્વધામગમન તિથી-રવિસભા-૦૮/૦૬/૨૦૧૪

“મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહિ. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, ‘પુરુષોત્તમ કેમ જાણવા ? ને બ્રહ્મરૂપ કેમ થવાય ?’ ત્યારે કહ્યું જે, ‘મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.’ તે ઉપર  મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમુંને વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું ? એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’

—— અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૩/૧૨——

આજે જયેષ્ઠ સુદ દશમી- અને આજની તિથી એ જ આજ થી ૧૮૪ વર્ષ પહેલા – ગઢડા -દાદા ખાચર ના દરબાર માં -વિક્રમ સંવંત ૧૮૮૬ માં- શ્રીજી મહારાજ આ પૃથ્વી પર થી અંતર્ધ્યાન થયા પણ ભક્તો ને વચન આપતા ગયા- કે અમે સદાયે પ્રગટ રહીશું………છતે દેહે જેટલા કાર્ય કર્યા છે-એના થી અનંત ગણા વધારે પ્રગટ પ્રમાણે કરીશું………!આજે જુઓ- શ્રીજી પ્રગટ પ્રમાણ જ છે……અને સ્વામિનારાયણ સંપ્રદાય આજે દિગંત માં ડંકા વગાડી રહ્યો છે………સદાયે ચેતન વંત……સદાયે નવપલ્લિત જ છે……અને રહેશે…….! કવીશ્વર દલપત રામ જેવા મૂર્ધન્ય કવિ- શ્રીજી નું એક લટકું…પળભર ના દર્શન અને બોલ…..સિત્તેર સિત્તેર વર્ષ પછી પણ ભૂલી ન શકતા હોય તો- આપણ ને તો શ્રીજી પ્રગટ પ્રમાણ મળ્યા છે…….તો કેમેય વિસરાય?????? આપણા ધન્ય ધન્ય ભાગ્ય……કે જન્મજન્માંતર ની તપશ્ચર્યા……પ્રતીક્ષા પછી……આવો સર્વોપરી સત્સંગ……સર્વોપરી સત્પુરુષ……સર્વોપરી સિધ્ધાંત અને સર્વોપરી ભગવાન છતે દેહે મળ્યા……!એ જ પ્રમાણ છે- કે શ્રીજી ક્યાય દુર નથી……અહી જ છે……અહી જ છે……અહી જ છે……….! બસ એ બ્રહ્મ સત્ય ની સત્પુરુષ થકી પ્રતીતિ કરવા ની છે…….! આજની સભા આ પ્રતીતિ માટે ની જ હતી. 

હું હમેંશ ની જેમ સમયસર પહોંચી ગયો….અસહ્ય ગરમી પણ મને ન રોકી શકી અને બીજા હજારો હરિભક્તો પણ રવિસભામાં આ ગરમી ને મ્હાત કરી ને આવ્યા હતા……કારણ કે- રવિસભા- આત્મા ને જે “ઠંડક” આપે છે ..શ્રીજી નું અતિ સુખ આપે છે- એવું બીજે ક્યાંય નથી……! તો ચાલો શરૂઆત કરીએ- શીતળ..આહલાદક દર્શન થી….

10371498_261036620751184_5078384270349111813_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું- ત્યારે યુવકો ના મધુર સ્વરે- ખુબ જ સુંદર ઢાળ માં – સ્વામિનારાયણ ધૂન થઇ રહી હતી…હૃદય નો પ્રત્યેક તાર જાણે કે એમાં જ જોડાઈ ગયો…..ત્યારબાદ ” શ્રીહરિ જય જય જયકારી…….” રજુ થયું અને ત્યારબાદ સંતો ના સ્વરે – પ્રેમાનંદ સ્વામી નું અદ્ભુત પદ- શ્રીજી ના વચનો….”બોલ્યા શ્રીહરિ રે……….” રજુ થયું…..! જો આ પદ ના એક એક શબ્દ પર ધ્યાન આપવામાં આવે તો -જીવ ને “શ્રીજી” ના મહિમા સમજાઈ જાય..!

ત્યારબાદ – વિધવાન સંત પુ. શ્રીહરિ સ્વામી એ ” શ્રીજી મહારાજ ની સર્વોપરિતા- સંપ્રદાય ના ગ્રંથો ને આધારે” વિષય પર રસપ્રદ પ્રવચન કર્યું…..જોઈએ સારાંશ…..

 • કોઇપણ સંપ્રદાય ના બે પ્રકાર ના ગ્રંથ હોય…૧. સદસ્ય ગ્રંથ( જે સંપ્રદાય ના વિસ્તાર માટે હોય)  ૨. રહસ્ય ગ્રંથ- ( જે સંપ્રદાય ના સિદ્ધાંતો /સંપ્રદાય ની મજબૂતાઈ માટે હોય) – આપણા સંપ્રદાય માં શિક્ષાપત્રી છે એ સદસ્ય ગ્રંથ છે…તો વચનામૃત છે- એ રહસ્ય ગ્રંથ….
 • વેદો-શાસ્ત્રો કહે છે કે- અવતારો અસંખ્ય થયા છે અને થશે…..પણ આ અવતારો માં- શ્રીજી ને સર્વાવતારી જાણવા ની જરૂર શી છે? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો (૩/૧૨) માં કહે છે કે- “મહારાજ ને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામ ન જવાય….” માટે- શ્રીજી નું સર્વોપરી જાણવું અનિવાર્ય છે….
 • શ્રીજી ના સર્વોપરી પણા અંગે- તેમના પરમહંસો- નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ની દલીલો- અંગે નો પ્રસંગ જગજાહેર છે……આપણે પણ – નિત્યાનંદ સ્વામી જેવી દ્રષ્ટિ અને સમજણ કેળવવા ની છે….
 • વચનામૃત ગઢડા- અંત્ય ૩૮, મધ્ય -૧૩ જેવા અનેક વચનામૃત છે- કે જેમાં શ્રીજી એ પોતાના સર્વોપરી પણા નો ઉલ્લેખ કર્યો છે….
 • આ સિવાય- શતાનંદ મુની દ્વારા રચિત- સત્સંગિજીવન અને એના સંસ્કૃત સ્વરૂપ – શ્રીહરિ વાક્ય સુધા સિંધુ અને તેના પર ટીપ્પણી /ટીકા ઓ માં પણ અંત્ય -૨ વચનામૃત ની ટીકા માં- આ જ વાત છે……
 • ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ની વાતો- માં તો ખુલ્લેઆમ- આ સર્વોપરી પણા નો ઉલ્લેખ છે…..અવતાર-અવતારી વચ્ચે નો ભેદ અહી સ્પષ્ટ છે….
 • અચિન્ત્યાનંદ બ્રહ્મચારી રચિત- શ્રીહરિ લીલાકલ્પતરુ  માં લગભગ ૩૩૦૦૦ સંસ્કૃત શ્લોકો માં સર્વોપરી પણા ની વાતો છે…….એમાં એ પ્રસંગ નો પણ ઉલ્લેખ છે કે જેમાં- નડિયાદ માં- શ્રીજી ની આજ્ઞા થી અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી એ – શ્રીજી ના સર્વોપરી પણા ના લક્ષણ સાબિત કરતા- ૧૩ લક્ષણો દર્શાવ્યા હતા…….શ્રી દુર્ગપુરમાહાત્મ્ય- માં પણ આ જ વાત છે…જેમાં મૂળ સારીંગ ગામ ના પરમહંસ રામદાસ સાધુ એ- પોતાના અંતકાળે- સર્વ સંતો-હરિભક્તો ને શ્રીજી ના સર્વાવતારી- સર્વોપરી પણા ની વાત કરી હતી…..શ્રીહરિ લીલા કલ્પતરુ ને તો મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પોતાના – હૈયા નો ગ્રંથ” કહેતા…..
 • આ સિવાય- ભક્ત ચિંતામણી માં પણ- શ્રીજી – જીવ માત્ર ના દોષો ને દુર કરે છે….અને જીવ ને ઉચ્ચ સ્થિતિ આપે છે- એ વાત પર પોતાનું સર્વોપરી જણાવ્યું છે….તો રૂગનાથ ચરણ દાસ કૃત- શ્રીહરિ ચરિત્ર ચિંતામણી- પ્રકરણ-૬ માં- પણ અવતાર-અવતારી નો ભેદ દર્શાવ્યો છે….
 • વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ -માં પણ શ્રીજી ના સર્વોપરી- સર્વાવતારી પણા નો ઉલ્લેખ છે….
 • શ્રીજી માહાત્મ્ય  ની આ ગહન વાતો- એમ ને એમ સમજાતી નથી- પણ સત્પુરુષ થકી જ સમજાય છે…….

અંતે એક અદ્ભુત વિડીયો રજુ થયો- શ્રીજી ના સર્વોપરી પણા ના લક્ષણો- સમાધિ – એક સાથે ૫૦૦ પરમહંસો ને દીક્ષા વગેરે પર “ઘનશ્યામ ચરિત્ર” એનીમેશન મુવી ક્લિપ્સ દ્વારા અને પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રસંગોપચિત પ્રવચન દ્વારા- અદ્ભુત નિરૂપણ થયું…….

સાથે સાથે સભાને અંતે- બાળમંડળ દ્વારા – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત – નું સમૂહ ગાન પણ રજુ થયું……

10442334_687198727984765_1153149844821409085_n

તો યુવક-યુવતી- આંતરરાજ્ય પરિષદ અને સત્સંગ પરીક્ષા માં ઉતીર્ણ – વિજેતાઓ નું સન્માન પણ થયું…..

તો- આજની સભા- શ્રીજી ને નામ હતી…….બસ એ જ શ્રીજી ના ચરણો માં પ્રાર્થના કરવાની કે- તેમના સ્વરૂપ ને સમજવા ની શક્તિ- સમજણ- હિંમત અને સત્પુરુષ નો સાથ આપે…..

જય સ્વામિનારાયણ

રાજ

 


1 Comment

વૈરાગ્ય મૂર્તિ સદ.નિષ્કુળાનંદ સ્વામી…

“ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ..કરીએ કોટી ઉપાય જી….

અંતર ઊંડી જે ઈચ્છા રહે , તે તો કેમ તજાય જી……

વેશ લીધો વૈરાગ્ય નો , દેશ રહી ગયો દુર જી….

ઉપર વેશ અચ્છો બન્યો, માહીં મોહ ભરપુર જી….

પલ માં જોગી પલ માં ભોગી, પલ માં ગૃહી ને ત્યાગી જી….

નિષ્કુળાનંદ કે’એ નર નો , વનસમજ્યો વૈરાગ્ય જી…”

ઉપરોક્ત પદ – એ મહાત્મા ગાંધી ની પ્રાર્થના સભા માં- સાબરમતી આશ્રમ ખાતે રોજ ગવાતું……અને  આ પદ કોઈ પણ સત્સંગ કે અધ્યાત્મ નો પાયો છે…..એક દમ સો ટકા શુદ્ધ સોના જેવી ચમકતી વાત…..કે કોઈ પણ ત્યાગ -વૈરાગ્ય વિના ટકતો નથી….કારણ કે ત્યાગ એ બાહ્ય છુટકારો છે જયારે વૈરાગ્ય એ અંતર ની …માંહ્યલી વાત છે…જો મન માં મણ મોહ ભર્યો હોય તો….ભાગવા કામ નથી લગતા….ત્યાગી નથી થવાતું…! આ બ્રહ્મવચનો ઉદગારનાર છે- સ્વામિનારાયણ સંપ્રદાય નું ઝળહળતું રતન…વૈરાગ્ય ની સાક્ષાત મૂર્તિ- સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી……! એમને આજે યાદ કરવાનું ખાસ કારણ એ છે કે – આજ ના દિવસે જ…બરોબર ૧૬૫ વર્ષ પહેલા અર્થાત ઈસ્વીસન ૧૮૪૮ માં( એટલે કે શ્રીજી મહારાજ ના સ્વધામ ગમન ના ૧૮ વર્ષ બાદ…) આજની તિથી – કૃષ્ણ પક્ષ ની નોમ- અષાઢ માસ ના દિવસે- ધોલેરા મુકામે- ૮૨ વર્ષ ની ઉમરે અક્ષરધામ વાસી થયા હતા……..આવા મહા અદ્ભુત- સંત-વૈરાગ્ય ની મૂર્તિ- અને મહાકવિ- નિષ્કુળાનંદ ને જો યાદ ન કરી એ તો -સ્વામીનારાયણ સત્સંગ અધુરો લેખાય……..સર્વોપરી અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત અધુરો લેખાય…….!

તમને આશ્ચર્ય થશે કે પૂર્વાશ્રમ ના નિષ્કુળાનંદ સ્વામી- શેખપાટ ગામના  લાલજી સુથાર તરીકે ઓળખાતા અને કંકુ નામ ની સ્ત્રી ને પરણેલા….એમના બે દીકરા પણ હતા..અને એક દમ સીધુંસાદું ગૃહસ્થ જીવન જીવતા હતા…..શાસ્ત્રો ની રચના એટલે શું? એમણે લેશ માત્ર પણ જાણકારી ન હતી, પણ સ્વામિનારાયણ ભગવાન ની કૃપા થી એમણે નાના-મોટા ૨૪  ગ્રંથો રચ્યા..! પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભક્તિનિધિ, હૃદયપ્રકાશ, કલ્યાણનિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજીવિનય, અવતાર-ચિંતામણિ, ચિહ્ûનચિંતામણિ, પુષ્પચિંતામણિ, લગ્નશુકનાવલિ, વૃત્તિવિવાહ, શિક્ષાપત્રી પદ્યરૂપા, ચોસઠપદી અને ભક્તચિંતામણિ……અને યમદંડ …..!!

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી

( ફોટો – અજ્ઞાત)

અદ્ભુત…અદ્ભુત………! ‘ભક્તચિંતામણિ’ શ્રીજીમહારાજની લીલાનો અદ્‌ભુત ગ્રંથ છે. ‘પુરુષોત્તમ પ્રકાશ’માં શ્રીજીમહારાજને પરબ્રહ્મ-અવતારી તરીકે તેમણે સુપેરે નિરૂપ્યા છે. ‘ચોસઠપદી’માં તો સંત-અસંતનાં લક્ષણ, ભગવાનની પ્રાપ્તિની મહત્તા, પંચવિષય, દોષો-વિકારોને ટાળવાનો કીમિયો, અક્ષરધામનું સુખ-વર્ણન વગેરે સ્વાનુભૂતિની નીપજ છે.  એવો પણ ઇતિહાસ છે કે તેમણે ચોસઠપદી પાંચવાર રચેલી. પોતે રચીને તૈયાર કરે ને કોઈ દ્વૈષી તેની ઉઠાંતરી કરી ફાડી નાખે. છેવટે એક એક પાનું વાંસની ભૂંગળીમાં સંતાડતા એમ, ચોસઠપદી જળવાઈ, ને ગ્રંથસ્થ થઈ. આ ઉપરાંત તેમણે બે હજાર જેટલાં ઉપદેશપદો અને મૂર્તિનાં પદો રચ્યાં છે.  નિષ્કુળાનંદ સ્વામીએ રચેલાં આ ગ્રંથો તેમજ કાવ્યોનું પરિશીલન કરતાં ખ્યાલ આવે છે કે એમનું શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત શબ્દોનું જ્ઞાન, જનજીવનનો બહોળો અનુભવ, ભૌગોલિક ખ્યાલ, ઇતિહાસ-પુરાણનાં દૃષ્ટાંતો રજૂ કરવાની હાથવગી ફાવટ, કડવો ઉપદેશ પણ મધુરતાનો પુટ ચઢાવીને આપવાની કુશળતા, સંત-અસંતની સદૃષ્ટાંત ઓળખ, અંતર્દૃષ્ટિ-આતમખોજની સૂઝ , ભગવાનના સુખનું અધિકાધિક પરપણું પરખાવવાની શક્તિ, શ્રીજીમહારાજના હૃદગત સિદ્ધાંતને નિરૂપતી સચોટ, નિઃશંક, સ્વાનુભૂત રજૂઆત… કેટકેટલું એમના દ્વારા સત્સંગને પ્રાપ્ત થયું છે ! અને ધોલેરા મંદિર ની અત્યંત કલામય તોરણ કળા આજે પણ એમની વિદ્વતા નો પુરાવો છે……..!

એમના જીવન ના બધા જ પ્રસંગો- જેવા કે શેખપાટ માં જન્મ….ગુણાતીતાનંદ સ્વામી ( પૂર્વાશ્રમ માં મુલજી શર્મા) સાથે રાતો-રાતો જાગી ને કરેલો મહા- સત્સંગ……કે શ્રીજી મહારાજ દ્વારા એમણે કચ્છ ના રણ માં ભોમિયા તરીકે લઇ જઈ ને- પોતાનું સ્વરૂપ ઓળખાવવું……ગૃહસ્થ માં થી ત્યાગી બનાવવા….અદ્ભુત અદ્ભુત છે……..! અરે…શ્રીજી મહારાજે જયારે એમની પરીક્ષા કરવા…..અલ્ફી પહેરાવી અને ભીક્ષા માંગવા- એમની સાસરી -અધોઈ ગામ માં જ મોકલ્યા…પત્ની કંકુ- ૪ વર્ષ ના માધવજી અને ૧ વર્ષ ના કાનજી ને લઇ ને- પિયર માં જ હતી….અને નિષ્કુળાનંદ સ્વામી નો આવો ભેખ જોઇને- રડી પડી……સંસાર ન ત્યજવા ઘણાયે કાલાવાલા કર્યા પણ- હરિપ્રેમ આગળ આ સંસાર ઓગળી ગયો……અને “નિષ્કુળાનંદ ” આપણ ને સાક્ષાત મળ્યા…..પછી તો પાછું વળી ને જોયું નથી……અધોઈ ગામ માં જ- શ્રીજી એ એમને યમદંડ ગ્રંથ રચવાની આજ્ઞા કરી……અને સીધાસાદા નિષ્કુળાનંદ દ્વારા જગ ને – સાહિત્ય ની દ્રષ્ટિ એ અત્યંત અમુલ્ય ગ્રંથ મળ્યો…જે આજે પણ અનેક યુનીવર્સીટી ઓ માં સાહિત્ય સંશોધન માં વપરાય છે…..એમની કળા કારીગરી ની વાત કરીએ તો….ધોલેરાનું મંદિર બાંધવામાં નિષ્કુળાનંદ સ્વામીની સેવા મુખ્ય છે. આ મંદિરની તમામ કલાકૃતિઓનાં રેખાંકનો એમણે કર્યાં હતા એટલું જ નહીં તેમણે જાતે ઘડેલ પત્થરનું તોરણ આજે પણ તેમની શિલ્પ તથા સ્થાપત્યની પ્રીતિ કરાવતું ઝૂલી રહ્યું છે.

ધોલેરા મંદિર

ધોલેરા મંદિર

નિષ્કુળાનંદ સ્વામીની સર્વોત્તમ કલા એમણે વડતાલમાં બનાવેલા બાર દરવાજાવાળા હિંડોળામાં વ્યક્ત થઈ છે. આ હિંડોળામાં બેસીને શ્રીજીમહારાજ ઝૂલ્યા હતા ત્યારે તેના બારેય દરવાજામાંથી તેમણે પોતાના સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. સ્વામીએ પોતાની કલા-કારીગીરી ગઢડા તથા જૂનાગઢમાં પણ દર્શાવી છે.

આ ત્યાગ અને વૈરાગ્ય ની મૂર્તિ નો પ્રભાવ એવો હતો કે…….સં. ૧૮૭૪માં નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજી ૧૮ વર્ષના થયા ત્યારે તે તેમનાં દર્શન માટે આવ્યા. એક માસ સુધી તે મંદિરમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને પિતાને પ્રણામ કરી પછી ઘેર જવા જણાવ્યું. પિતા પાસે પુત્ર ગયો ત્યારે પિતાએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને પુત્ર માધવજીએ સંસારનો ત્યાગ કર્યો, અને ગોપાળાનંદ સ્વામીએ એમને સાધુની દીક્ષા આપી ગોવિંદાનંદ નામ પાડ્યું. તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું કે ‘સિંહનાં સંતાન સિંહ જ હોય!’
ગોવિંદાનંદ સ્વામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા. આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા-આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી…….!

સ્વયમ શ્રીજી મહારાજ ના આ અવની પર અવતરણ ના મુખ્ય ૬ હેતુ- પોતાના ગ્રંથો માં વર્ણવ્યા….ગુણાતીત સંતો નો મહિમા પણ એમણે છડેચોક ગાયો….જોઈએ એક પદ….

“ધન્ય ધન્ય એ સંત સુજાણને, 
જેનું ઊલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ.’
એવા શ્રીહરિના અખંડ ધારક સંતને ઓળખવા ગાયું: 
‘તમે અંતરની આંખે ઓળખી, 
કરો સદ્‌ગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે…”

આવા વૈરાગ્ય ના સાક્ષાત સ્વરૂપ એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ના ચરણો માં કોટી કોટી વંદન……..કે જેની ચોસઠ પદી  ના આધારે- એવું જ વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા સંતો ની પ્રાપ્તિ આજે સદેહે થઇ………ભગવદગો મંડળ -ગુજરાતી ભાષા કોશ -નિષ્કુળાનંદ સ્વામી માટે લખે છે કે…..”માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુળાનંદના કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમના કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે. તેમનું વાચન વધારે વિશાળ છે. તેમનું મનુષ્ય-સ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે. તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે. તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્યવસ્તુ વધારે વિસ્તૃત છે.”

બસ સાથે રહેજો…..અને નિષ્કુળાનંદ સ્વામી ના વૈરાગ્ય ને…એમના પદો ને માણતા રેજો……….

જય સ્વામિનારાયણ

રાજ