Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS શ્રીહરી જયંતી રવિસભા-૨૫/૦૩/૨૦૧૮

ચૈત્ર સુદ નવમી આવી,આનંદ ઉમંગ રે લાવી,

ધર્યો શ્રીજીએ અવતાર, સ્વામિનારાયણનો જય જયકાર…

પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા, અક્ષરબ્રહ્મ સાથે મુક્તોને લાવ્યા,

દર્શન સ્પર્શ પ્રસાદી વાતુ, દેતા ચારે સુખનું ભાથું,

કરી માયાથી ભક્તોની રક્ષા અપાર, …બોલો… સ્વામિનારાયણનો જય જયકાર…


“…મેરા યહ અવતાર હૈ સો તો જીવો કુ બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું…..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ

ચૈત્ર સુદ નોમ- અર્થાત- શ્રીહરિ જયંતિ અને શ્રીરામ જયંતિ નો મહોત્સવ…..! આજની રવિસભા વિશિષ્ટ હતી કારણ કે ઉત્સવ વિશિષ્ટ હતો……પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન નો પ્રાગ્ટ્યોત્સવ એ સર્વે સત્સંગી માટે અંતકરણ માં શ્રીહરિ ને બિરાજમાન કરવા નો ઉત્સવ હતો…..કેસરભીના હરિકૃષ્ણ ને..એમના સ્વરૂપ..એમના મહિમા ને ..એમની સર્વોપરિતા ને  જીવમાં દ્રઢ કરવા નો ઉત્સવ હતો…..

તો સભામાં સમયસર ( રાત્રે ૮ થી ૧૧) પહોંચી ગયા…..સર્વ પ્રથમ શ્રીજી ના – અન્નકૂટ સહીત ના દર્શન…..અને મોગરા ના મઘમઘતા પુષ્પહાર માં લપેટાયેલો હરિ………શું અદ્ભુત દર્શન હતા..!!! તમે પણ લાભ લો…..

FB_IMG_1521960478404FB_IMG_1521960474552FB_IMG_1521960470549

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા ધુન્ય પ્રાથના થી થઇ…પછી જન્મોત્સવ ના પદ ગાવવા માં આવ્યા……

 • પ્રગટ્યા શ્રીહરી…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • શ્રીહરી પલને ઝૂલાવતી મૈયા …રચયિતા- મુક્તાનંદ સ્વામી
 • પ્રેમવતી સુત જાયો……..મુક્તાનંદ સ્વામી
 • માયી રી મેં તો પુરુષોત્તમ વર પાયો…….મુક્તાનંદ સ્વામી

અદ્ભુત કીર્તન……!!! ……નાનકડા ઘનશ્યામ ના જન્મ ની એ સુવર્ણ ઘડીઓ…જાને કે હૃદય ની આરપાર પસાર થઇ ગઈ…….૨૩૭ વર્ષ પહેલા ની છપૈયા ની એ ધન્ય ભૂમિ ..પર કોટી બ્રહ્માંડ ના અધિપતિ ..પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ના અવતરણ ને જાણે કે પ્રત્યક્ષ અનુભવવા નો આનંદ મળ્યો..!!!

PDVD_001

ત્યારબાદ શરુ થયું…અમદાવાદ બાળ મંડળ દ્વારા – શ્રીહરિ ના બાળ ચરિત્ર પર આધારિત વિવિધ પ્રસંગો નું વિવરણ- નૃત્ય- સંવાદ-વિડીયો દર્શન ના માધ્યમ થી……પદ્ય નાટિકા માં સર્વે બાળકો એ અદ્ભુત મહેનત કરી હતી…….શ્રીજી નો જન્મોત્સવ..નામકરણ……કાલીદત્ત નો વધ…..મીન સરોવર માં માછલીઓ ને જીવતદાન …કાશી માં શાસ્ત્રાર્થ ના અદ્ભુત પ્રસંગો …રજુ થયા….!!! સમગ્ર સભા રાજી રાજી થઇ ગઈ……..!

This slideshow requires JavaScript.

ત્યારબાદ પ્રખર વિદ્વાન..સંશોધક….અને વક્તા એવા પુ.અક્ષર વત્સલ સ્વામી એ – શ્રીજી મહારાજ ના જીવનકાળ …એમના દ્વારા થયેલા સામાજિક ધાર્મિક પરિવર્તન પર એ સમય ના અંગ્રેજ અધિકારીઓ -પાદરી -લેખકો ના મંતવ્ય……વિવિધ પ્રસંગો ને આધારે….શ્રીજી એ આણેલી – જીવ ક્રાંતિ ને અદ્ભુત રીતે રજુ કરી…એમણે કહ્યું કે….

 • શ્રીરામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા……તેમણે પોતાના વર્તન-વિચારો દ્વારા સમગ્ર હિંદુ ધર્મ ને એક કર્યો..વેગ આપ્યો…….તો સ્વામિનારાયણ ભગવાને છપૈયા માં પ્રગટ થઇ ..ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી…સતત ૩૦ વર્ષ સુધી- એક આગવો ..સુદ્રઢ..શુદ્ધ સંપ્રદાય …..૩૦૦૦ થી વધુ સાધુ…..લાખો અનુયાયીઓ….દ્વારા સમગ્ર સમાજ માં- એક ધાર્મિક-આર્થિક-સામાજિક ક્રાંતિ લાવ્યા…….
 • એમનામાં એવું તે શું હતું કે- મહા સમર્થ ..અતિ વિદ્વાન…..ઐશ્વર્ય વાન પુરુષો એમના સાધુ બન્યા……અતિ કઠીન એવા ત્યાગાશ્રમ ને સ્વીકાર્યો..એ સમય ના કાતિલ વિરોધીઓ સામે ઝઝૂમી ને…….માર ખાઈને …..પોતાનો જીવ આપી ને પણ – ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સિદ્ધાંતો-નિયમ ધર્મ ..ભક્તિ માર્ગ નું પ્રવર્તન કર્યું……..!…..શ્રીજી આ બધું કરી શક્ય કારણ કે- એ પૂર્ણ પુરુષોત્તમ ..પરબ્રહ્મ નારાયણ હતા……..અને એ જીવ માત્ર ને બ્રહ્મરૂપ કરી – તેનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે પ્રગટ્યા હતા….
 • એ સમય ના અંગ્રેજ અધિકારીઓ- બીશપ – શ્રીજી ના આ કાર્ય ના સાક્ષી હતા…….તેમણે રંક થી માંડી ને રાજા સુધી…..નાના નાના બાળકો થી માંડી ને વૃધ્ધો સુધી ના જીવન માં જે સંસ્કાર નું સિંચન કર્યું……અને એના થી એમના જીવન માં જે બદલાવ આવ્યો તો- આ અંગ્રેજો એ પ્રત્યક્ષ નિહાળ્યો અને ગ્રંથસ્થ કર્યો…જેના પુરાવા આજે પણ સચવાયેલા છે…….
 • શ્રીજી એ બનાવેલા પરમહંસો કેવા વિદ્વાન હતા અન શ્રીજી પ્રત્યે એમની નિષ્ઠા…ભક્તિ..હેત કેવું હતું ..એનો પુરાવો- એ સંતો એ શ્રીજી ના દેખાવ…દેહ ના લક્ષણો…ચિહ્નો …નું જે ખુબ જ ઊંડું વર્ણન કર્યું છે તેના પર થી ખબર પડે છે…કદાચ આટલું ઊંડું વર્ણન….એ પણ સ્થળ-સમય-સંજોગ ના વર્ણન સાથે – મનુષ્ય જાતી ના ઈતિહાસ માં … કોઈ મનુષ્યે…કોઈ મનુષ્ય નું નહિ કર્યું હોય….!!!! અને એનું કારણ હતું…એ સંતો ને- શ્રીજી માં – પૂર્ણ પુરુષોત્તમ નો ભાવ……સ્વરૂપ નિષ્ઠા…….નવધા ભક્તિ નો રસ….!
 • અને આજે એ જ શ્રીજી પ્રગટ પ્રમાણ છે……પોતાના ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રત્યક્ષ છે…અને એ જ મોહકતા…જીવમાત્ર નું ખેંચાણ આજે પણ મહંત સ્વામી મહારાજ ના સ્વરૂપ માં જોઈ શકાય છે……બસ આપણે એ સ્વરૂપ માં પ્રીતિ અને પ્રતીતિ કરવા ની છે….!

અદ્ભુત…અદ્ભુત…..!!! …….શ્રીજી- એમનો અવતાર…એમનું સ્વરૂપ..એમના કાર્યો….એ કઈ દંતકથા નથી……કપોળકલ્પિત વાત નથી…….પણ માયા થી ગ્રસ્ત આપણો જીવ અવળી બુદ્ધિ માં અટવાયેલો છે…..તેને શ્રીજી ના- સત્પુરુષ ના ચરિત્ર માં મનુષ્ય ભાવ સહેજે આવી જાય છે……કારણ કે – જીવ નું એટલું જ્ઞાન નથી..સમજણ નથી……!..એના માટે તો આ સત્સંગ છે…જે ધીરે ધીરે જીવ ને – સત્પુરુષ  નું સ્વરૂપ ઓળખાવી એમના માં જોડી દેશે…અને એ સત્પુરુષ જીવ ને શ્રીજી ની ઓળખાણ કરાવી…એમનામાં સ્થિર કરી દેશે…..બ્રહ્મરૂપ કરી- પરબ્રહ્મ માં સ્થિર કરી દેશે…!

સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

 • આવતા રવિવારે…”ગૃહ શાંતિ નો રાજમાર્ગ” વિષય પર – સત્સંગ શિબિર- અમદાવાદ પશ્ચિમ માટે છે…..પુ.આત્મતૃપ્ત સ્વામી તેમાં લાભ આપશે…પાસ મેળવી લેવા…અને અચૂક હાજર રહેવું…….ખુબ જ સુંદર આયોજન છે……બસ આપણે ખટકો રાખવા નો છે…..
 • આવતા અઠવાડિયે મહિલા સભાનું પણ વિશિષ્ટ આયોજન છે…એ માટે જે તે વિસ્તાર ના મહિલા કાર્યકરો નો સંપર્ક  કરી માહિતી લેવી……

તો- આપણા મોટા ભાગ્ય કે- સહજ માં સહજાનંદ મળ્યા છે…….અને એમની ઓળખાણ કરાવનાર..એમના જ ધારક સંત…પ્રગટ ગુણાતીત મહંત સ્વામી મહારાજ રૂપે સત્પુરુષ મળ્યા છે…….! બસ – આ પ્રાપ્તિ ના ઉત્સવ ને હરપળ માણવા નો છે..ઉજવવા નો છે……!

જય સ્વામિનારાયણ…….

રાજ


1 Comment

યાત્રા-પુરુષોત્તમ પુરા

ગયા મહીને -જયારે દેશ ગણતંત્ર દિન ની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે અમારી ગાડીઓ -ધોળકા નજીક ના નાયકા-રઢું-ગામ નજીક ના -સ્વામિનારાયણ સંપ્રદાય ના ઐતિહાસિક -પુરુષોત્તમ પુરા તરફ આગળ વધી રહી હતી……અમદાવાદ થી માત્ર ૪૦-૪૫ કિમી દુર આ પુરુષોત્તમ પુરા ગામ- વાસ્તવ માં કોઈ ગામ નથી…પણ એક જમાના માં સાવ ઉજ્જડ …..બાવળિયા ના ગીચ જંગલ  થી ઘેરાયેલી…..વેરાન -૧૦૦૦૦ એકર જમીન ને – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – મુઠ્ઠીભર ..અતિ નિષ્ઠાવાન હરિભક્તો ને આધારે એક વૃંદાવન સમા પ્રાસાદિક સ્થાન માં પરિવર્તિત કરી દીધી…એનો એક જીવંત ઈતિહાસ છે…..! અતિ નિષ્ઠાવાન હરિભક્તો- આશાભાઈ ( પુ.મોટા સ્વામી) અને ઈશ્વરભાઈ ( દાજી) ..શાસ્ત્રીજી મહારાજ ના આ અતિ વિકટ કાર્ય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ફના થઇ ગયા….એનો આ પ્રત્યક્ષ પુરાવો છે……!

અમે જેમ જેમ પુરુષોત્તમ પુરા ની એ ધરતી ને….એની દિવ્ય હવા ને  શ્વાસ માં ભરતા રહ્યા તેમ તેમ……પ.ભ. ઈશ્વરભાઈ દાજી ના મોટા પુત્ર તુલસીભાઈ ઉર્ફે વકીલ ના દીકરા ( હાલ ત્યાં જ રહે છે….૬૫-૭૦ વર્ષ ની ઉમર) ભક્તરાજ ઘનશ્યામભાઈ ના મુખે વહેતો એ ઈતિહાસ……શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નો પ્રાદુર્ભાવ…..શાસ્ત્રીજી મહારાજ ના ભીડા…લીલા ચરિત્રો……ગુણાતીત પુરુષો ના અદભુત ચરિત્ર…..અને તેની સાથે ગૂંથાયેલો એક અણજાણ્યો ઈતિહાસ….પણ અમારા હૃદય…જીવ ને તરબતર કરતો ગયો………….!! એ ઈતિહાસ વિષે લખવા બેસીએ તો- કદાચ આ જન્મારો ઓછો પડે……..પણ તેના કરતા તેને ટૂંક માં સમજવો હોય તો- આપણા વિધવાન સંત પુ. અક્ષરવત્સલ સ્વામી ની કલમે – પરમ ભક્તરાજ આશાભાઈ…ઈશ્વરભાઈ,,,,,નો ઈતિહાસ નીચેની લિંક દ્વારા વાંચી શકાય છે…..

એક એક શબ્દ વાંચજો…..અને સમજજો…….કે આવા ભક્તરાજો ની સરખામણી માં આપણે ક્યાં છીએ???? જો આટલો વિચાર પણ આપણા મગજમાં..એક સેકંડ માટે પણ ઝબકી જાય તો પણ આપણ ને આપણું લેવલ ખબર પડી જાય …! આપણે તો બસ- તૈયાર થાળ પર બેસવાનું સુખ છે…..છતાં સત્સંગમાં આપણે પલમાત્ર નો..તલ માત્ર નો ભીડો….અપમાન…કોઈ હરિભક્ત- સાધુ ના કડક વેણ સહન નથી કરી શકતા…!!!

20170126_100140.jpg

20170126_100245

20170126_100125.jpg

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલ ગુરુ મૂર્તિ ઓ

 

 

20170126_104443

પ.ભકત રાજ ઈશ્વરભાઈ દાજી ના વંશજ શ્રી ઘનશ્યામભાઈ…એમનું ઘરમંદિર-અને પ્રસાદી ની વસ્તુઓ…

હવે જોઈએ……મારા અનુભવ…..

 • અત્યારે તો દસ હજાર એકર જમીન નથી…પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અહી વારંવાર પધારી…..જે સુખ- લીલા ઓ આપેલા…તેના પ્રતાપે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના ચરિત્ર સ્મૃતિ ને ચિરંજીવ રાખવા – એક નાનું હરિમંદિર બન્યું છે……૫૦૦૦ વ્યક્તિઓ જમી શકે તેવી સગવડ ધરાવતું રસોડું છે……અને પ.ભ.ઘનશ્યામ ભાઈ જેવા – નિષ્ઠાવાન હરિભક્તો -એ દિવ્ય ગાથાઓ કહેવા…આ સ્મૃતિઓ- ખીજડા ના વૃક્ષ ને સાચવવા……અહી રહે છે…..તેમનો પરિવાર શહેરોમાં-વિદેશોમાં સ્થાયી થઇ ગયો છે……એમના પછી શું??? એ કોઈ ને ખબર નથી….પણ અહી મંદિર છે……બેપ્સ સંસ્થા….શાસ્ત્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ ની સ્મૃતિ છે…તેથી- તેની આ ઐતિહાસિક “જાહોજહાલી” સદાયે રહેવા ની…..!
 • આશાભાઈ એ અને ઈશ્વરભાઈ એ -પોતાનું સમગ્ર તન-મન-ધન શાસ્ત્રીજી મહારાજ…..આપણી સંસ્થા ને અર્પણ કર્યું……આશાભાઈ તો આટઆટલી સેવા પછી એ બાકી હોય તેમ…..પાછલી ઉમરે …પરિવાર-કુટુંબ..ધન વૈભવ સર્વ ત્યાગી ને  ત્યાગાશ્રમ માં જોડાયા…..સાધુ યજ્ઞપ્રિય સ્વામી ( મોટા સ્વામી) તરીકે ઓળખાતા…….અને અટલાદરા મંદિર માં સેવા કરી..છતાં આપણા મંદિર પ્રત્યે મમત્વ એટલું બધું કે…જો પુરુષોત્તમ પુરા નો ધર્માદો અટલાદરા મંદિર માં ન પહોંચે કે મોડો પડે…તો ત્યાગી ના નિયમ વિરુદ્ધ એ પોતે – પુરુષોત્તમ પુરા જઈ  ને લાકડી પછાડી બોલતા…” કઈ છે..એ ધર્માદો ન મોકલનારી???”……..અને એમની ખુમારી જોઇને….એમના વંશજો ની ખુમારી જોઇને આપણા ગુણાતીત ગુરુઓ- એમને શેઠ….બાદશાહ….સરકાર……વકીલ….મુખી….એવા હુલામણા નામે બોલાવતા……અને એ સમય સમગ્ર બાપ્સ( જો કે સંસ્થા ની સ્થાપના થઇ નહોતી) નો વહીવટ…કહો કે…શાસ્ત્રીજી મહારાજ નું કાયમ રોકાવા નું..વહીવટ કરવાનું સરનામું- પુરુષોત્તમ પુરા રહેતું……..
 • પ.ભ. ઘનશ્યામભાઈ જયારે નાના હતા ત્યારે તેમના દાદા – ઈશ્વરભાઈ દાજી સાથે બોચાસણ ગયેલા…..બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ની હાજરી માં દાજી એ દેહ મુક્યો ત્યારે આ નાનકડા ઘનશ્યામ ભાઈ ને રડતા રોકવા- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આખી રાત -તેમનું માથું પોતાના ખોળા માં લઇ બેઠા હતા….!!!
 • પ.ભ. ઘનશ્યામ ભાઈ ના મુખે – આપણી સંસ્થા…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની લીલાઓ ને- ચરોતરી મિજાજ માં સંભાળવી…એક અમુલ્ય લ્હાવો છે………….અમને એમના અંગત ઘર મંદિર માં- આપણી સંસ્થા ની પ્રથમ – શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ……બ્રાહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ નું પ્રાસાદિક કેડિયું……શ્રીજી ની પ્રાસાદિક રાખડી …ગુણાતીત ગુરુઓ ની પ્રાસાદિક અસ્થિ ફૂલ ના દર્શન કરાવ્યા…..!!! રદય…જીવ…તરબતર થઇ ગયો…..!
 • આપણા ૪૮૦ થી વધુ સંતો અને બ્રાહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં સ્નાન કરેલું…તે સ્વામીંગ પુલ્સ ના દર્શન નો લાભ મળ્યો……..
 • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની અદભુત લીલા…રિસામણા…મનામણા ..ની લીલા….સાંભળી ને …હસી-હસી ને થાકી ગયા…….અને અદભુત વાત એ કે–એક બાજુ તમારું ત્રણ માળ નું ઘર સળગતું હોય…જીવન ભર ની પુંજી આગમાં સ્વાહા થતી હોય….અને બીજી બાજુ..શાસ્ત્રીજી મહારાજ રિસામણા-મનામણા જેવા ચરિત્ર કરી….સારંગપુર મંદિર માટે આર્થિક મદદ માંગતા હોય…..તો આપણે શું વિચારીએ??? કરીએ???……પણ આપણી માન્યતા થી વિરુદ્ધ- પરમ ભક્તરાજ આશાભાઈ..ઈશ્વરભાઈ દાજી એ – ઘર ને બળતું રાખી….એ સમયે શાસ્ત્રીજી મહારાજ ને -વ્યાજે રૂપિયા આપી સેવા કરી હતી….!!! ગુણાતીત પુરુષ ના ચરિત્ર…..અને સામે એવા જ પરમ એકાંતિક ભક્તો નું સમર્પણ…તમે સાંભળો તો- તમારું હૃદય ભરાઈ આવે…!!! આવા તો અનેક પ્રસંગો ની આ ધરતી સાક્ષી છે…કે જ્યાં કેવળ ગુરુ ને રાજી કરવા હરિભક્તો એ પોતાનું શિર સુદ્ધા એમના ચરણ માં સમર્પિત કરી દીધું હોય…….!
 • આજે આપણા હરિભક્તો..સંતો અહી- દર્શન કરવા આવે છે…..શિબિર પણ અહી યોજાય છે……..
 • અમે લોકો એ – અહી આ ઈતિહાસ ના શ્રવણ પાન ની સાથે સાથે – સંતો સાથે ગોષ્ઠી….ની મજા પણ માણી……ક્રિકેટ રમી ને સમય ને વધુ આનંદિત બનાવ્યો……………
 • વળતી વખતે -નિર્માણઆધીન -ધોળકા મંદિર ના દર્શન કરી પુનઃ અમદાવાદ પરત આવ્યા……………

અદભુત મહિમાવંત યાત્રા……..!!! શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિષે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે….આ સ્વયમ શ્રીજી ની..એમના સર્વોપરી સિદ્ધાંત ની સંસ્થા છે……જેના પાયા ભૂતલે છે………જ્યાં શ્રીજી સદાય પોતાના ગુણાતીત પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ રહે છે………એ સત્ય આજે પ્રત્યક્ષ દેખાય છે……! જ્યાં આવા સર્વોપરી નિષ્ઠા વાળા હરિભક્તો હોય……શ્રીજી ના હૃદયગત સિદ્ધાંતો ના મૂર્તિમંત સ્વરૂપ એવા કર્મઠ સંતો હોય……..ગુણાતીત..પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ હોય…….ત્યાં પછી બાકી શું રહે???

આવા પ્રસાદી ના..ઐતિહાસિક સ્થાનો ની યાત્રા સૌએ કરવી જ જોઈએ….એની સાથે સંકળાયેલા હરિભક્તો-સંતો-ગુરુ ની ગાથા ઓ સમજવી જોઈએ….અને એ પ્રમાણે આપણું દાયિત્વ શું છે…..આપણ ને જે વારસો મળ્યો છે…તેની જાળવણી…તેનું સંવર્ધન કઈ રીતે સર્વોપરી થઇ શકે….એ આપણે વિચારવા નું છે….વર્તવા નું છે…..!

અને સત્પુરુષ…આપણી સાથે હરપળ છે……..જેની આજ્ઞા માં રહી…જેને રાજી કરી….આગળ વધતા રહીએ તો- જરૂર બ્રહ્મરૂપ થઇ….જેને પામવા ના છે…એ પુરુષોત્તમ નારાયણ ને અચૂક પ્રાપ્ત કરી શકશું..

જય સ્વામિનારાયણ…….


Leave a comment

BAPS રવિસભા- ૦૭/૧૨/૨૦૧૪

પૂર્વનાં પુણ્ય ફળ્યાં, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે,
સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખસ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા…૦
ઘરોઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોનાં દુઃખ સુખ આપે અપાર,
શ્રીજી હૈયાનો હાર તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાયે પાવન નરનાર,
આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, મીઠે સ્વરે મોર ટહુક્યા રે…..૦
સ્વામી જગનો આધાર, તું છો ગુણનો ભંડાર, શ્રીજી આજ્ઞા અનુસાર સદા તું તો રહેનાર,
તારી આંખમાં જોનાર, જીભા માંહી બોલનાર, તારા અંગોઅંગે હો રહ્યો વ્યાપી કિરતાર,
ભક્તિના ભાવ ભર્યા, ધર્મના સાજ ધર્યા, શ્રીજીના એંધાણાં જડ્યાં રે…..૦

————————————————–

પુ.જ્ઞાનેશ્વર દાસ સ્વામી

આજે ૭ મી ડીસેમ્બર…આજ ના જ દિવસે ઈસ્વીસન ૧૯૨૧ માં ચાણસદ મુકામે….આપણા ગુરુ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નો શાંતિલાલ તરીકે જન્મ થયો હતો…આથી ઈસ્વીસન ની આ તારીખ આ અદ્યાત્મ ના આ ઈતિહાસ માં સદાયે ઝળહળતી રહેશે….અને એટલે જ આજની સમગ્ર સભા આ મહાપુરુષ ના જન્મ જયંતી ની સભા હતી…..વિશેષ સભા હતી.

આથી આજે મંદિરે- હરિભક્તો નો વિશેષ ધસારો હતો અને હું સમયસર સભામાં પહોંચી ગયો……સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન……… હમેંશા ની જેમ હૃદય ના ઊંડાણ થી કરવામાં આવ્યા……તમે પણ કરો…

10678838_338544576333721_713666376555326730_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુમધુર કંઠે ધુન્ય ગવાતી હતી….” જય જય અક્ષર પતી પુરુષોત્તમ ..જય જય સ્વામી સહજાનંદ” ..અદ્ભુત હતી..ત્યારબાદ – પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ ” વ્હાલમ વધામણા હો…આજ સ્વામી ને  હર્ષે વધાવીએ” રજુ થયું….અને સમગ્ર સભા જાણે કે આ વધામણી ની સહભાગી થઇ ગઈ…..! સત્પુરુષ ના ગુણલા ગવાય એટલા ઓછા છે.

ત્યારબાદ- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન થયું અને એ પછી પુ.યોગીપુરુષ સ્વામી દ્વારા – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહાન સંતો પૈકી અમુક સંતો નો પરિચય આપવામાં આવ્યો…….જોઈએ એ સંતો કોણ હતા…..

 • પુ.સનાતનદાસ સ્વામી- લખા ભગત તરીકે ઓળખાતા અને શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ છોડી ને નીકળ્યા અને પછી થી લગભગ ૨૭ જેટલા સાધુઓ એમની સાથે જોડાયા હતા..એમાંના એક સાધુ- સનાતન સ્વામી પણ હતા…..યોગીબાપા ની જેમ સનાતન સ્વામી ને પણ સર્પ કરડ્યો હતો અને એનું ઝેર- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી ઉતરી ગયું હતું…..પોતાનો અંતિમ સમય અટલાદરા મંદિર ની સેવા માં વિતાવ્યો હતો.
 • પુ.નીલકંઠ દાસ સ્વામી- મૂળ ભાયલી ગામ ના અને પૂર્વાશ્રમ નું નામ- જીવાભાઈ…અત્યંત નિષ્ઠાવાન ભક્ત હતા અને આર્થિક રીતે..સ્વભાવે ખુબ જ નબળા….પણ શાસ્ત્રીજી મહારાજે એમને સાચવ્યા અને ” સુણો ચતુર સુજાણ” વાળો અદ્ભુત પ્રસંગ..એમની અનન્ય નિષ્ઠા ના દર્શન કરાવે છે…..પુરુષોત્તમ પુરા અને શ્રીજીપુરા ની જમીનો ની કાર્યવાહી-સંભાળ આ સાધુ કરતા….
 • પુ.ઘનશ્યામ દાસ સ્વામી- મૂળ ખાત્રજ ના અને ચતુરભાઈ નામ હતું….પત્ની અને પુત્ર ધામ માં જતા..શાસ્ત્રીજી મહારાજે, એમની વિનંતી થી એમને સાધુ ની દીક્ષા આપી….પ્રમુખ સ્વામી મહારાજ ને – ચાણસદ માં – શાસ્ત્રીજી મહારાજ નો ગૃહ ત્યાગ નો પત્ર આપવા જનાર સંતો માં – ઘનશ્યામ દાસ અને નાના અક્ષરદાસ સ્વામી હતા. મંદિર માં દાળ-ચોખા નો ખરડો લાવનાર સાધુઓ માં એમનું નામ શિરમોર હતું. અંતિમ સમય આણંદ માં ગુજાર્યો.

ખરેખર..આ સંતો ના જીવન ચરિત્ર સંભારી એ તો ખબર પડે કે- એમની નિષ્ઠા કેટલી દ્રઢ હતી…..એમનો સ્વાર્થ શું???દેહ ના અસહ્ય ભીડા..અપમાનો વચ્ચે પણ પોતાના ગુરુ..ઇષ્ટદેવ અને સિધ્ધાંત પ્રત્યે દ્રઢ નિષ્ઠા હોવી…….એના થી મોટી વાત શું હોઈ શકે??? અદ્ભુત..!

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા વર્ણવતું પદ રજુ કર્યું….” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..”  અદ્ભુત હતું. પૂર્વ જન્મો ના પુણ્ય હોય  તો જ આવા પુરુષ આપણ ને સાક્ષાત મળે…..ગુરુ તરીકે મળે અને આપણ ને સ્વીકારે…!

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન સંતે -સ્વામીશ્રી ના જીવન ના વિવિધ પ્રસંગો ના વર્ણન દ્વારા સ્વામીશ્રી ના ગુણાતીત ગુણો નું વર્ણન કર્યું……એમણે કહ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ જેવા નિર્માની, દાસાનુદાસ, નિયમ-ધર્મ માં દ્રઢ, ભક્ત ના સુખે રાજી, સ્થિર, સ્થિતપ્રજ્ઞ, ભગવાન ના અખંડ ધારક  સંત દુર્લભ છે…….પ્રસંગો માં એમણે વલ્લભ વિદ્યાનગર ના અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ના અનેક રસપ્રદ પ્રસંગો વર્ણવ્યા…….જે સાંભળી ને સ્વામીશ્રી ના અદ્ભુત ગુણો નો પરિચય સભા ને થયો…..! આટલો બધો મહિમા હોવા છતાં તદ્દન નિર્માની..દાસાનુદાસ વર્તવું…….એ જાણે કે અશક્ય વાત ને – સ્વામીશ્રી સહજ સિદ્ધ કરી બતાવ્યું…..!

ખરેખર સત્પુરુષ ના પ્રસંગો…એમના ચરિત્રો સંભાળી રાખવા..એનું સતત મનન….વિચાર કરવો જોઈએ અને એમાંથી સાર સ્વરૂપે- સ્વામીના ગુણો નો વિચાર થવો જોઈએ……ઘણા હરિભક્તો- સ્વામીશ્રી એ કેટલી વાર છડી હલાવી….કેટલા ડંકા વગાડ્યા ..કેટલી વાર સ્મૃતિ મંદિર ગયા…કેટલી વાર લટકું કર્યું…કેટલી વાર હસ્યા….એવા ચરિત્રો ની માયા માં ખોવાઈ ને- સ્વામીશ્રી એ શું વાત કરી છે?? શું સમજવાનું છે અને વર્તવાનું છે??? સ્વામી શું કહેવા માંગે છે??  એ મૂળ વાત ભૂલી જાય છે અને ભટકી પડે છે…..! તો સર્વોપરી પુરુષ ની સર્વોપરી વાત સમજવી જોઈએ….પ્રસંગો- એ માત્ર પ્રસંગો નથી… પણ એક સંદેશ છે- એ જ્ઞાન થવું જોઈએ….

ત્યારબાદ- અમરાઈવાડી ના બે યુવાનો કે જેમણે  સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ૨૮૨ કલાક ( અર્થાત ૧૨ દિવસ) ના કઠીન તપ -વ્રત કર્યા હતા એમનું જાહેર માં સન્માન થયું….પરેશભાઈ અને રાજેશ ભાઈ રાઠોડ ને શત શત વંદન,…..!

ત્યારબાદ સભાને અંતે થયેલી જાહેરાતો માં….

 • આદર્શમુની સ્વામી રચિત સંવાદ ” સમસ્યા અનેક…..સમાધાન એક”  ની ડીવીડી પ્રગટ થઇ છે…
 • સંત વ્યાખ્યાન માળા- ૭ અને ૮ ( શ્રુતિપ્રકાશ સ્વામી અને બ્રહ્મ વિહારી સ્વામી ના પ્રવચન) ની એમપી થ્રી પ્રગટ થઇ છે….
 • આવતા રવિવારે-૧૪ મી ડીસેમ્બર અને એના પછી ના રવિવાર- ૨૧ મી ડીસેમ્બર ની સભાઓ વિશિષ્ટ સભાઓ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે થઇ રહેલી આ સભા ઓ- વિવિધ કીર્તનો, સંવાદો થી ભરપુર હશે……

અને સભાને અંતે પુ. સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના વિચરણ નો અદ્ભુત વિડીયો દર્શન થયા….

તો- આજની સભા- સત્પુરુષ ના મહિમા ની હતી..એમના જન્મજયંતી ને – મહિમા વર્ષા ના પ્રસંગ તરીકે ઉજવવા ની સભા હતી….

જય સ્વામિનારાયણ…….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૩/૦૬/૨૦૧૩

“….વળી શ્રીજી મહારાજે કૃપા કરી એમ વાર્તા કરી જે…”મુમુક્ષુ ને ઉત્કૃષ્ટ ગુણ ની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાન ની કથા વાર્તા સાંભળ્યા માં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગત નો અભાવ થાય તથા કામ,ક્રોધ,લોભાદિક દોષ નો નાશ થાય.અને જો કથા વાર્તા માં જેને આળસ હોય તેની કોર ની એમ અટકળ કરવી જે…”એમાં મોટા ગુણ નહિ આવે” અને શાસ્ત્ર માં નવ પ્રકાર ની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિ ને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વ ભક્તિ ના અંગ એને પ્રાપ્ત થશે…..”

—— ઇતિ વચનામૃતમ-ગઢડા અંત્ય-૨૪——

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ઘણીવાર હરિભક્તો ને કહેતા કે..” સદાયે કથા વાર્તા ચાલુ જ રાખવી….” અને ગઢડા મધ્ય ૪૯ માં સ્વયમ શ્રીજી કહે છે કે….એમને તો ભગવાન ની કથા,કીર્તન કે વાર્તા ..એમાં થી કોઈ કાલે મન ની તૃપ્તિ થતી જ નથી……” અને આ જ કથા વાર્તા નો ઈશક છે કે જેને કારણે આજે આપણો સંપ્રદાય નવપલ્લિત છે…..આગળ વધતો જ છે……દ્રઢ છે. રવિસભા- એ પણ કથાવાર્તા નું એક માધ્યમ છે-અને એના કારણે જ હું એને “મન-હૃદય-આત્મા નું રીચાર્જ” કહું છું……તો આજની રવિસભા આના પર જ હતી…..

આજે છે- અક્ષર પૂર્ણિમા અને ખગોળશાસ્ત્ર ની દ્રષ્ટી એ આજે “સુપર મુન” ની ઘટના ઘટી રહી છે…જેમાં આપણી પૃથ્વી થી સામાન્યતઃ 3,65000 કિમી દુર રહેલો ચંદ્રમાં આજ રાત્રી એ ૩,૫૬૦૦૦ કિમી પર આવવા નો છે અને લગભગ ૮% વધુ મોટો અને ૧૭% વધુ તેજસ્વી  લાગવાનો છે- તો પછી આજ નો દિવસ અને આજની રાત્રિ અને અલબત્ત આજની સભા ને સામાન્ય થોડી કહેવાય??? શ્રીજી નો રાજીપો પણ આજે અનંત ઘણો રહેવાનો જ……તો- આજે સમયસર મંદિરે પહ્નોચ્યો અને સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન કરવામાં આવ્યા…….આશ્ચર્ય ની વાત એ થઇ કે- ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ને નવો ઓપ -અને વચ્ચે ના શિખર માં બિરાજમાન- અક્ષરપુરુષોત્તમ અને મહામુક્ત ની મૂર્તિઓ ને પણ નવો ઓપ આપવામાં આવ્યો છે……તો દર્શન અદ્ભુત થયા…..તમે પણ કરો…..

આજના દર્શન....

આજના દર્શન….

1013439_537587219612584_1772055537_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- અમેરિકા ના યુવાન- યોગી દ્વારા અત્યંત મધુર સ્વર માં સ્વામીનારાયણ મહામંત્ર ની ધૂન થઇ રહી હતી…….ભગવાન અને એમને ધારણ કરનાર ગુણાતીત પરંપરા – એ સાચા અર્થમાં ભવતારણ છે એ ડગલે ને પગલે અનુભવાય છે……ત્યારબાદ- સંતકવિ અને ગવૈયા દેવાનંદ સ્વામી દ્વારા રચિત..”ઘનશ્યામ સાજન સુખકારી….” રજુ થયું…….શ્રીજી નું નામ- હરપળ-હરઘડી સુખ કારી જ છે…….જીવન માં એ જ એક સુખ છે જે- અસીમ છે….અનંત છે……કાયમ છે……..

ત્યારબાદ સભામાં- એક નવો પ્રયોગ થયો- કિશોરમંડળ ના કિશોરો માટે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન- રોજીંદી ચેષ્ટા ઓ પર આધારિત એક ક્વીઝ રાખવામાં આવી……સ્વામી કયા હાથે ગોળી ગળે છે કે- દંડવત કરતી વખતે કયો પગ આગળ કરે છે……એવા અનેક સુક્ષ્મ સવાલો પૂછવામાં આવ્યા……અદભુત પ્રયોગ હતો…..આપણે ભગવાન અને સત્પુરુષ ના દર્શન રોજ કરીએ છીએ પણ ઝીણવટ પૂર્વક નથી કરતા…એ હકીકત છે, અને આજે ઘણી નવી વાતો જાણવા મળી…..શીખવા મળ્યું……દર્શન નો માર્ગ મળ્યો……-સાથે સાથે આ ક્વીઝ માં વિવિધ ફોટા, અને કીર્તન ની ટયુન વગાડવા માં આવી…..સમગ્ર સભા ને અદ્ભુત લાભ મળ્યો….

કેદારનાથ-ઉત્તરાખંડ માં આજકાલ- જાણે કે આફત ના પર્વતો તૂટી પડ્યા છે-હજારો લોકો માર્યા ગયા છે તો હજારો હજુ લાપતા છે- આ સંજોગો માં અમદાવાદ થી ગયેલા ૨૬ સત્સંગીઓ નું એક ગ્રુપ મહારાજ-સ્વામી અને પ્રમુખ સ્વામી ની દયા થી કેવી રીતે આબાદ-નિર્વિઘ્ન બચી ગયા એનો અનુભવ એક હરિભક્તે કર્યો……..સાચી વાત છે- ઘણીવાર જીવન માં અમુક સંજોગો વખતે જ – મનુષ્ય ને પોતાની પામરતા અને શ્રીજી ની દયા નો અનુભવ થતો હોય છે….સવાલ છે- આપણે એમાંથી શું શીખી એ છીએ?

અંતે- સંતો દ્વારા -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા મુજબ -સમગ્ર મંદિરો માં- રવિસભા ઓ માં- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય- એ પીડિત લોકો  ની શાંતિ માટે કરવા માં આવી…..

ત્યારબાદ-પુ.પ્રિય સ્વરૂપ  સ્વામી એ એમના રસપ્રદ અંદાજ માં – વચનામૃત ના ગઢડા અંત્ય-૨૪ પર આધારિત પ્રવચન કરતા કહ્યું  કે…..

 • અખંડ કથા વાર્તા-હરિનામ-જીવ નો આધાર છે…..સ્વયમ શ્રીજી મહારાજ-ગુણાતીત પરંપરા એ અનેક વાર કહ્યું છે…..
 • જીવને- વિષય થી મુક્ત કરી- હરિ સાથે જોડવામાં- કથા વાર્તા જ અદભુત અને સહજ સાધન છે- પણ મોટાભાગ ના લોકો માટે  એ થોડુક કઠીન છે.પણ એના સિવાય છૂટકો જ નથી.
 • પૂર્વાશ્રમ માં ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી અનેક ગાઉં ચાલી ને રોજ રાત્રે -કથાવાર્તા માટે ભેગા થતા…….તો સ્વયમ શ્રીજી મહારાજ મધરાત્રે, બપોરે કે વહેલી સવારે…અરે બીમાર હોય છતાં પણ કથા વાર્તા કરતા રહેતા…..સંવંત ૧૮૬૧-૬૨, એમ એક વર્ષમાં- શ્રીજી મહારાજે- પ્રાગજી પુરાણી દ્વવારા સાત સાત વાર ભાગવત નું પારાયણ કરાવ્યું હતું…તો ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિર માં ૮-૮ પુરાણી રાખ્યા હતા કે જે- અખંડ કથા વાર્તા નું સુખ ભક્તો ને આપ્યા કરતા……
 • આપણા શાસ્ત્રીજી મહારાજે તો એમની પાછલી અવસ્થા માં ડોક્ટર્સ ની સલાહ ને અવગણી- બાબુ કોઠારી ને કહ્યું હતું કે..” શ્રીજી મહારાજ ની વાતો કરતા આ દેહ જાય તો આ દેહ લેખે લાગે…….”
 • ભક્તચિંતામણી અને શ્રીહરિ લીલામૃતમ માં લખ્યું છે કે- જેમ પાણી મેલ ને દુર કરે છે એમ કથાવાર્તા હૃદય ના દોષ દુર કરે છે અને અંતઃકરણ શુદ્ધ કરે છે……..” જે જીવ ના કલ્યાણ નું કારણ બને છે…..

તો- હે સર્વ હરિજનો……..ભગવાન ની કથા વાર્તા નું અખંડ સુખ મેળવી લેવું…….અને એ જ પળ સાચું જીવન છે – એ યાદ રાખવું…..

ત્યારબાદ- ધોરણ- ૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરેલ તેજ્સ્વી વિદ્યાર્થી ઓ નું સન્માન થયું…….ગર્વ ની વાત છે કે- નવી પેઢી- સ્પષ્ટ છે…..સમજદાર છે…….અને અધ્યાત્મિક છે…….

ત્યારબાદ અમુક જાહેરાત થઇ…….

 • મોટી જાહેરાત- આવનારી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી-બોચાસણ માં થવાની છે…કોઈ એ સારંગપુર ન જવું……ગુરુ ની આજ્ઞા છે…..
 • આવતા રવિવારે- બાળમંડળ  માં થી કિશોર કે યુવક મંડળ માં પ્રવેશ માટે ની માહિતી આપતો- સાંસ્કૃતિક પ્રોગ્રામ આવતા રવિવારે શાહીબાગ મંદિર એ રાખેલ છે- સભા નો સમય…..માટે સર્વ એ હાજર રહેવું…..
 • ભગવાન સ્વામીનારાયણ ના જીવન પર અંગ્રેજી બુક પ્રગટ થઇ છે…..Bhagwan swaminarayan- A life saga…પ્રગટ થઇ છે….

તો- આજની સભાનો એક જ સાર- આ જીવ નું કલ્યાણ કરવું  હોય તો- એમાં જગત ની વાતો ન ઘાલવી……એમાં ભગવાન ને જ જોડવા…..સતત કથા વાર્તા, કીર્તન…..કે હરિ નું ધ્યાન – એ જ જીવ ના કલ્યાણ ના સાધન છે……ગોખી રાખવું…..

તો આજના “સુપર મુન” સાથે આપણા હૃદય ના પૂર્ણ ચંદ્ર -શ્રીજી ને દ્રઢ પણે  સાથે રાખવા……..

રાજી રહેશો….

જય સ્વામીનારાયણ

રાજ

 

 


1 Comment

BAPS રવિસભા- તા ૨૭/૦૩/૨૦૧૧

ગયા ૩-૪ રવિવાર થી મારા માટે , રવિસભામાં જવાનું શક્ય ન બન્યું. પૂ. યોગીબાપા ,એમની અમૃત જેવી વાણીમાં કહેતા કે – આપણા સત્સંગમાં તો એટલું બળ છે કે, એકવાર માટે લાખો નો ધંધો જતો હોય તો જવા દેવો પણ સત્સંગ નો મોકો ન ચૂકવો……!! પણ આપણે અધ્યાત્મ ની એ ઊંચાઈ સુધી પહોંચતા ઘણો સમય લાગવા નો છે…….છતાં, જ્યાં….જયારે તક મળે ત્યારે હરિ ની સ્મૃતિ કરી લેવી…..શક્ય હોય તો હરિની સ્મૃતિ અખંડ રાખવી…..!!

તો આજે, હું અને રીના વહેલા, ૫ વાગ્યા ના જ મંદિરે પહોંચી ગયા ….મન ભરી ને ઠાકોરજી ના દર્શન કર્યાં….આજે હરિના વાઘા અદભૂત હતા….અને તમે ઘનશ્યામ મહારાજ ની શોભા જુઓ તો ખબર પડે…..!!

ઘનશ્યામ મહારાજ....

પુરુષોત્તમ ...અક્ષરસહ...

હરિકૃષ્ણ....શ્રી કૃષ્ણ.....

હરિભક્તો નો મહેરામણ ઉભરાતો હતો….કારણ ????….કારણ હતું…આજની કીર્તન આરાધના….એ પણ શ્રી જયદીપ સ્વાદિયા જેવા પ્રખ્યાત ગાયક,ભજનીક, સંગીતકાર અને એમની ટીમ દ્વારા…..!! જયદીપ ભાઈ ના ઘણા બધા ગીતો નો સંગ્રહ મારી પાસે છે….એમના પર પૂ.પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો નો વિશેષ ભાવ રહ્યો છે અને , એમણે પોતાની કાબેલિયત સંગીત ક્ષેત્રે સફળતા પૂર્વક સાબિત કરી છે….રાગ-સુર – સંગીત દ્વારા શ્રીજી ની ભક્તિ મા એમની ભાવુકતા અને ભક્તિ જોવાલાયક હોય છે….

શરૂઆત , હરિ- ગુરુ-પરંપરા ની વંદના થી થઇ અને પછી…જયદીપ ભાઈ….એકધારા સવા બે કલાક સુધી ….સતત વરસતા રહ્યા અને શ્રોતાઓ…સંતો…હરિભક્તો ..એમના સુર-લયમાં તરબોળ થતા રહ્યા…..તાળીઓ નો ગડગડાટ એટલો બધો હતો કે …કાન મા આછી પાતળી બહેરાશ આવી ગઈ……પણ એ પણ સ્વીકાર્ય….!!!  સહજ સ્વીકાર્ય………જો હરિ ના સુર….આટલા સુરીલા અવાજ મા સંભાળવા મળતા હોય તો બધું જ સ્વીકાર્ય….!!! એમણે ઘણી અજાણી પણ ભાવ થી ભરપુર…રચનાઓ સંભળાવી અને મને એમાં થી….

” સર્વે સખી જીવન જોવાને હાલો ને…..કે શેરડીયું મા આવે લટકંતો લાલો રે…..” રચના ખુબ જ ગમી…….સરગમ અને વિવિધ વાદ્યો નો તાલમેલ – અદભૂત હતો…..મને ફરીથી ” હેતના ટેભા” વાળી વાર્તા યાદ આવી ગઈ……..હૃદયનો  ઊંડાણપૂર્વક ના ભાવ હોય …તો જ આવી રચના…આવા સુર રચાય…!!!  જયદીપ ભાઈ…..ધન્યવાદ કે – તમારા સુરે કીર્તન નો લાભ આટલો સુલભ થયો….!!!

પ.ભ. જયદીપ ભાઈ અને ટીમ...

જે હોય તે પણ એકવાત તો મેં માની છે……હરિ નો સાથ અને રાજીપો હોય તો તમારું કોઈ પણ કાર્ય એ શ્રેષ્ઠ જ હોય…..સફળ જ હોય…!!!

જયદીપભાઈના સ્વરોમાં ચોંટી ગયેલી સભા …..તાળીઓના અસ્ખલિત ગડગડાટ થી જ જાગી…!! સ્વામિનારાયણ ધૂન ના શબ્દો હજુ પણ સભામાં ગુંજી રહ્યા હતા….ત્યારબાદ જાહેરાત થઇ કે ..શાહીબાગ મંદિર ની સામે બની રહેલી નવી હોસ્પિટલ ટૂંક સમયમાં જ ખુલવાની છે….અને એ પણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના હસ્તે…..! આથી અમદાવાદ ને બાપા ની સેવા નો લાભ જલ્દી થી મળવાનો છે…

ત્રીસમી માર્ચે…મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી છે….૧ થી ૪ વચ્ચે ઉજવણી થવાની છે…..આ પ્રસંગે…સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્નો- પર એક પુસ્તક પ્રગટ થયું છે….આ રત્નો એ સંપ્રદાય ની જે સેવા કરી છે એ -એનો ઇતિહાસ સાક્ષી છે….અને એમનું મહત્વ કદાચ સર્વોચ્ચ છે….ભલે લોકો અજાણતા એને ઉલટી રીતે કહેતા હોય….આખરે અજ્ઞાનતા એ એક અપરાધ જ છે…!!

ત્યાં સુધી….જય સ્વામિનારાયણ…..

“વંદુ શ્રી હરિને સદાય હૃદય થી……..ગુણાતીતાનંદ ને……

વંદુ શ્રી પ્રાગજી ભક્ત ને વળી નમું…શાસ્ત્રી મહારાજ ને……..

વંદુ શ્રી કરુણા નિધાન ગુરુ ને….શ્રી યોગી મહારાજ ને…….

વંદુ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ ને…….કલ્યાણ દાતા તમે…….”

વાસ્તવમાં આ મંગલાચરણ છે…..આથી શરૂઆત સારી છે……..એક અધ્યાત્મિક યાત્રા ની…….!!

સાથે રહેજો…..

રાજ


Leave a comment

ભાવનગર…અઢી વર્ષ બાદ..

આજે લગભગ અઢી વર્ષ ના લાંબા અંતરાલ બાદ, ભાવનગર ની મુલાકાતે છું. અમદાવાદ થી ભાવનગર નો રસ્તો એટલો બધો સારો નથી પણ હરિ દયા એ ટ્રાવેલ્સ ની સગવડ સારી છે, જો કે સમય સારો એવો બગાડે છે, એ પણ હકીકત છે. તો, અઢી વર્ષ બાદ ભાવનગરમાં મને શું પરિવર્તન દેખાયું?????

સાચું કહું તો ખાસ ,કઈ નહી, પણ રસ્તા થોડાક પહોળા લાગ્યા….શહેર થોડુંક ચોખ્ખું લાગ્યું……અને અમારી અક્ષરવાડી હવે સંપૂર્ણ લાગી….!! આજે જલ્દી થી કામ પૂરું થતા , ગઢડા જવાની ઈચ્છા હતી,પણ તપાસ કરતાં ખબર પડી કે હજુ પણ , ત્યાં પહોંચતા દોઢ થી બે કલાક થાય છે,અને એ પણ એસ ટી બસ દ્વારા જવું પડે….આથી, હવે ગઢડા, ધોલેરા,સારંગપુર -સીધા અમદાવાદ થી જ ગાડી લઈને જવામાં આવશે………તો સાંજે અક્ષરવાડી જવામાં આવ્યું, આરતી પૂરી થઇ ગઈ હતી આથી, માત્ર ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ના દર્શન થયા….પણ ફેરો સફળ થઇ ગયો. આછી રોશની અને ચન્દ્રમા ની હાજરીમાં ,મંદિર મનમોહક મુદ્રામાં  શોભતું હતું….!! જુઓ નીચેનો ફોટો…..ત્યાં આગળ કલાકો ને કલાકો બેસી રહો છતાં …તમારી “તરસ” ન છીપાય એવું લાગતું હતું……..કોતરણી મનમોહક હતી…….અને ભાવનગર ની ભૂમિ તો સ્વામિનારાયણ સંપ્રદાય ની વાર્તા ઓ થી…..પવિત્ર થયેલી જ છે…..

અક્ષરવાડી...ભાવનગર

અદભૂત પાષાણ કળા....અક્ષરવાડી

તો, પૂ.ભંડારી સ્વામી સાથે વાત થયા અનુસાર, આ વખતે, સારંગપુરમાં ફૂલદોલ નો ભવ્ય ઉત્સવ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની હાજરીમાં  ,હમેંશ ની જેમ, ધામધૂમ થી ઉજવાવવાનો છે….તો ભાવનગર ની અક્ષરવાડી ,નો પણ રસ્તામાં દર્શન, ભોજન નો લાભ લઈને ત્યાં જઈ શકાય….!!

જોઈએ – આ વખતે હું  ફૂલદોલ ઉત્સવ વખતે ક્યાં છું……..???? હું આજકાલ મંઝીલ કરતાં રસ્તા અને સફર ને માણવા માં વધારે પડ્યો છું……..કદાચ ગીતા ના સંદેશ ની જેમ…….ફળ ની આશા રાખ્યા વગર કર્મ કરે જાઓ…..તો કર્મ આપણા હાથમાં છે તો..એને કેમ ન માણીએ….!!

જય સ્વામિનારાયણ…

મને વાંચતા રહો…

રાજ


Leave a comment

BAPS રવિસભા-મુંબઈ-૬/૩/૨૦૧૧

છેલ્લા કેટલાય રવિવાર થી હું અમદાવાદ ની શાહીબાગ ખાતે ની રવિસભામાં , હાજર ન રહી શક્યો, એનો મને અફસોસ છે…આજે પણ સરખી જ સ્થિતિ હતી,કારણ કે હું આજે મુંબઈ આવ્યો છું. પણ આજે હું રવિસભા નો મોકો ચૂકવા ન માંગતો હતો. દાદર મંદિરે આ મારી બીજી રવિસભા હતી. આમે ય દાદર મંદિર ની શોભા અને એમાંયે ઠાકોરજી ની મૂર્તિઓ , એટલી અદભૂત છે કે , તમે એક પળ પણ નજર હટાવવા નું નામ ન લો….!!! શ્રીહરિ ની માયા જ એ છે…..અને જો ભગવાનમાં જ ચિતડું ચોટતું હોય તો ચિંતા ની કોઈ વાત નથી…….જુઓ નીચે ના ફોટા………

શોભે શ્રી ઘનશ્યામ....

પુરુષોત્તમ ...અક્ષરે સહીત...

રાધે કૃષ્ણ...હરિકૃષ્ણ..

તો આ થઇ જગત ના ધણી ની શોભા ની વાત……..દાદર મંદિર ની સજાવટ ચાલી રહી છે….જગ્યા ઓછી છે અને ભક્ત પ્રવાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે મારે રવિસભા નો લાભ લેવો હતો આથી હું , યોગી સભાગૃહ માં સમયસર ગોઠવાઈ ગયો…કીર્તન આરાધના ચાલી રહી હતી. સભાખંડ ,અમદાવાદ ની સરખામણી એ નાનો છે પણ , જગ્યા પુરતી છે….કીર્તન આરાધના પૂરી થયા બાદ, વીડીઓ દર્શન દ્વારા , યુવક તાલીમ કેન્દ્ર -સારંગપુર ના અનુભવો વહેંચવામાં આવ્યા…..વાસ્તવમાં ,આજની આખી સભા જ યુવાન તાલીમ માટે હતી……તો સવાલ એ છે કે – યુવાન એટલે શું?…..એનું કર્તવ્ય શું છે….? અને જવાબ હોઈ શકે કે- યુવાન એક શક્તિ નો અગાધ..પ્રચંડ સ્ત્રોત છે….અને એનું કર્તવ્ય- કે આ સ્ત્રોત અને તેના પ્રવાહ ને યોગ્ય જગ્યા એ ઉપયોગ કરી , સમજમાં પ્રગતિ,સ્થિરતા લાવવી…….

દર વર્ષે- સારંગપુર ધામમાં , સંત તાલીમ કેન્દ્ર અને યુવક તાલીમ કેન્દ્રોમાં , સત્સંગી યુવકો માટે ૬ માસ નો અધ્યાત્મિક વિકાસ નો કોર્સ વગર પૈસે ચાલે છે……બસ જરૂર છે..સમય અને પ્રતિબદ્ધતા ની!!! ત્યાં આગળ તાલીમ લઈને આવેલા યુવકો એ પોતાના અનુભવો અને જીવનમાં આવેલા બદલાવો- પ્રશ્નગોષ્ઠી દ્વારા વર્ણવ્યા…..સાંભળી ને લાગ્યું કે આપણે “બસ ” ચુકી ગયા છીએ…….મનુષ્ય ના જીવનમાં ચાર પ્રકારે ઉન્નતી જરૂરી છે….

 1. શારીરિક/માનસિક
 2. આર્થિક
 3. સામાજિક
 4. અધ્યાત્મિક

અને જો આ ચારે પ્રકારમાં ઉન્નતી સન્માર્ગે,યોગ્ય માર્ગે થાય તો મનુષ્ય નું જીવન સફળ કહી શકાય. વળી, આધ્યાત્મિક ઉન્નતી ,સૌથી અગત્ય ની છે, જો એ ન હોય તો , મનુષ્ય ચાહે ગમે તેટલી પ્રગતિ કરે પણ એ પતન થી બચી શકતો નથી. આથી, આજના આધુનિક લેખકો પણ આધ્યાત્મિક ઉન્નતી ને ખુબ જ મહત્વ ની ગણે છે. ” સેવા એ જ જીવન” એ પંચલાઈન સાથે થતી આ તાલીમ, યુવક ને જીવનમાં , સફળ બનાવવા….સ્થિર રાખવા – અગત્ય નો ભાગ ભજવે છે…..જીવનમાં ઉચ્ચ સિદ્ધાંતો- વર્તન,વાણી,ધર્મ,નિયમ – ભલે વિકટ પરિસ્થિતિ હોય પણ કાયમ રહેવા જોઈએ…..વળી , ” બિન ગુરુ નહી જ્ઞાન” એ નિયમનુસાર, જીવનમાં ગુરુ આજ્ઞા નું મહત્વ પણ, સુપેરે સમજાવવા માં આવે છે……એક મસ્ત સવાલ, એક યુવક( જે સેવક તરીકે જ – ઓળખાય છે…)દ્વારા રજુ કરવામાં આવ્યો કે – શિક્ષક અને ગુરુ વચ્ચે ભેદ શું?…….જવાબ સારો હતો….શિક્ષક એટલે કે જે માર્ગ બતાવે…..અને ગુરુ એટલે કે જે એ શીખવાડે કે એ માર્ગ પર ચાલવું કઈ રીતે….અને ચાલવા માટે જોઈતું બળ,હિંમત પૂરી પાડે….”

યોગી સભાગૃહ...દાદર સ્વામિનારાયણ મંદિર

પૂ. જ્ઞાનવત્સલ સ્વામી એ પણ પોતાના પ્રભાવી પ્રવચનમાં કહ્યું કે …મનુષ્ય શું છે…?? મનુષ્ય એટલે “bundle of his own thoughts” …અને આ તાલીમ ,યુવકો ને સંપૂર્ણ બનાવવા માં , એક પરિબળ તરીકે ભાગ ભજવે છે…..ખુદ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે – આ યુવકો, કે જે “સેવક” તરીકે ઓળખાય છે….એ શું શીખે છે….?? એક ઉત્તમ સેવક બનવાના બધા લક્ષણો શીખે છે ..જેવા કે…..ઉત્તમ સેવક કઈ રીતે બનાય?….

 1. જે માથે “બરફ” રાખે- અર્થાત- કોઈ પણ સ્થિતિમાં ,મન પર કાબુ ન ગુમાવે….
 2. ન કોઈ હક કે ન કોઈ દાવો રાખે…..બસ નિશ્વાર્થ વર્તે….
 3. મનગમતું મુકે……મન ની મમત ન રાખે….
 4. દેહ ને ભગવાન માટે..અન્ય માટે ઘસી જાણે…..

બસ આટલું કરી એ તો અક્ષરધામ પાકું……!!!!!

સભાના અંતે , ઘરસભા વિષે વીડીઓ દર્શન હતું…..અગાઉ મેં વર્ણવ્યું છે એમ…ઘરના બધા સભ્યો, દિવસ નો એકાદ કલાક કે અમુક સમય, બધા સાથે મળી, સત્સંગ ની વાતો કરે….અધ્યાત્મ ની વાતો કરે…એકબીજા ને સમજે….અનુકુલન સાધે….મનગમતું મૂકી ને બીજા માટે જીવી જાણે …..તો એ ઘરસભા કહેવાય…..!! આજના ઝડપી જમાના માં જ્યાં સંબંધો માત્ર નામના રહ્યા છે ત્યાં – આપણું ઘર….ઘર જ રહે…”મકાન” ન બની જાય એના માટે , ઘરસભા એ જ ઉકેલ છે…..

આજે મારો અનુભવ કહું તો- મારી સાથે મુસાફરી કરતાં એક પરિવાર કે જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા થી હતો, જેમના બાપ-દાદા પણ ત્યાં જન્મ્યા હતા….એ પૈકી , એમની એક દીકરી ને મેં વાત નીકળતા પૂછ્યું કે – તમે આજે પણ શુધ્ધ ગુજરાતી બોલો છો…..શું લાગે છે..કે આવનારી તમારી પેઢી- તમારા જેવું બોલી,વર્તી શકશે….??? પોતાની સંસ્કૃતિ જાળવી શકશે….??? મને જવાબ મળ્યો….” કદાચ નહી…..” !!

હવે મને લાગે છે કે – ધર્મ,નિયમ, સંસ્કૃતિ….શાસ્ત્ર ….ઘરસભા …કેટલી જરૂરી છે……!!

તો , સાથે રહેજો……જે યુવકો પાસે સમય હોય, એ સારંગપુર – ૬ માસ ની તાલીમ માં અચૂક જઈ આવજો…..આવો મોકો ફરી મળે ન મળે…..!!

જાય સ્વામિનારાયણ…