Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા – ૧૭/૦૯/૨૦૧૭

“….સંપ, સુહ્ર્દભાવ ..અને એકતા વગર બ્રહ્મરૂપ થવાય જ નહિ…….”

પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ

આજ ની સભા – પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિ ની પ્રતિક જન્મ જયંતી ની સભા હતી…….માટે એમની રૂચી..એ જ એમનો રાજીપો હતો. આપણે પામર ભક્ત તો એમને શું આપી શકીએ?? ….કદાચ આપી શકીએ તો પણ ત્રેવડ વગર નું….પણ હા…જો એમના રાજીપા નો..એમની રૂચી પ્રમાણે આપણે- સત્સંગ અને જીવન માં – સંપ..સુહ્ર્દભાવ અને એકતા રાખી શકીએ …હરિભક્તો ..સંતો નો પરસ્પર મહિમા સમજી ને વર્તી શકીએ તો- મોટા પુરુષ રાજી થાય…!

આજની સભા – ઉત્સવ સભા હતી અને ધારણા મુજબ જ સમગ્ર સભા હોલ ખીચોખીચ ભરેલો હતો…….સૌપ્રથમ જગત ના નાથ ના દર્શન………

21462692_1454563041248326_3738121026768496242_n

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ…….પુ. શુભ કીર્તન સ્વામી એ સત્પુરુષ જન્મજયંતી ની લાગણી ઓ ને વાચા આપતું કીર્તન રજુ કર્યું….” અભિવાદન…જન્મદિન …” જાણે કે સમગ્ર સભા તરફ થી સ્વામીશ્રી ને માટે હતું. ત્યારબાદ યુવક મિત્રો એ કોરસ માં….” હે વિશ્વમ્ભર….વિશ્વનિયંતા ..સહજાનંદ અવતારી….” રજુ કર્યું……પરબ્રહ્મ ના યથાર્થ સ્વરૂપ ને જાણ્યા વગર..સમજ્યા વગર કલ્યાણ શક્ય જ નથી એ જ આ પધ્ય નો સાર હતો. ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી ની સ્પષ્ટ આજ્ઞા મુજબ – ગુરુભક્તિ ને જ હમેંશા આગળ રાખી ને બે વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જેમાં પ્રથમ વિડીયો માં પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ મળ્યો તો..બીજા માં મહંત સ્વામી મહારાજે – સદાયે પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની જ વાત કરી છે…..એની સ્મૃતિ નો લાભ મળ્યો…..! અદ્ભુત વિડીયો દર્શન…..

ત્યારબાદ પુ.નિર્મળ ચરિત સ્વામી એ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ની પરાભક્તિ ના વિવિધ પ્રસંગો રજુ કર્યા………..જેનાથી સર્વે ને સમજાયું કે ગુણાતીત પુરુષો ને શ્રીજી માટે કેવો ઈશક હોય છે……અને આપણે એમનામાં થી શું શીખવા નું છે???…જોઈ સારાંશ

 • મહંત સ્વામી મહારાજ અનિવાર્ય સંજોગો સિવાય ક્યારેય મંગળા આરતી ના દર્શન ભૂલ્યા નથી….જો એ ન થાય તો એ ઉપવાસ કરી નાખે…એટલી દ્રઢતા એમણે દર્શાવી છે…..
 • નિયમ ધર્મ ની દ્રઢતા એવી કે ગુરુ પદે આવ્યા પછી ૮૩ વર્ષ ની ઉમરે- જન્માષ્ટમી ના નિર્જળા ઉપવાસ ના દિવસે તેમણે એક જ દિવસ માં કુલ ૭૧ દંડવત કરેલા….!!! હવે વિચારો ..આપણું ગજું..આપણો ઈશક કેટલો???
 • દરેક ક્રિયા….દરેક કાર્ય માં એક શ્રીજી ને જ આગળ રાખવા ના…કર્તાહર્તા સમજી કર્મ કરતા રહેવા ના…! ભગવાન સાથે નું અનુસંધાન નિરંતર રહેવું જોઈએ..એવી દ્રઢતા…એવું વર્તન…!

ત્યારબાદ – જન્મજયંતી ની આ સભા માં વિડીયો ના માધ્યમ થી પુ.કોઠારી ભક્તિપ્રિય સ્વામી એ મહંત સ્વામી મહારાજ ના શરૂઆત ના વર્ષો અને સમગ્ર જીવન ની વાત કરતા કહ્યું કે- સ્વામી ની નિષ્ઠા…કાર્ય શૈલી એટલી પ્રબળ અને ઝીણવટ ભરી કે…શ્રીજી ની મૂર્તિ નો શણગાર હોય…હાર બનાવવા ના હોય…..કે ઠાકોરજી ની પૂજા અર્ચના હોય…તેઓ સમગ્ર ક્રિયામાં જાણે કે એકાકાર થઇ જતા…સતત કથા વાર્તા-ભક્તિ નું જ અનુસંધાન…..સ્વામી-શ્રીજી ને કઈ રીતે રાજી કરી શકાય તેનું જ તાન…! ત્યારબાદ – મહંત સ્વામી મહારાજ ના સ્વ મુખે – ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા ના અનન્ય પ્રસંગો નો લાભ મળ્યો……

પુ.ડોક્ટર સ્વામી જેવા -સ્વામીશ્રી ના સખા …સ્વામી ને અતિ નિકટ થી નિહાળેલા – એવા સદ્ગુરુ સંતે વિડીયો ના માધ્યમ થી – સ્વામીશ્રી નો મહિમા કહેતા કહ્યું કે- જયારે મહંત સ્વામી ને દીક્ષા લેવાની હતી ત્યારે – એમના ઘર ની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી…એમના ભાભી એ યોગીબાપા ને પત્ર લખી વિનંતી કરી કે- અમુક સમય બાદ -વીનું ભગત ને દીક્ષા આપવી જેથી એ સમય દરમ્યાન એ નોકરી કરી- ઘર ને મદદ કરી શકે …પણ યોગીબાપા એ કહ્યું કે……વીનું ભગત તો સંકલ્પ કરશે અને લાખો રૂપિયા ના ઢગલા થશે…!!! અને એ સત્ય સાબિત થયું. મહંત સ્વામી મહારાજ નું સમગ્ર જીવન એ ગુરુ ભક્તિ…દ્રઢ નિયમ ધર્મ..દ્રઢ નિષ્ઠા નું ઉદાહરણ છે.

ત્યારબાદ સમગ્ર સભા ને – મહંત સ્વામી મહારાજ ની ભક્ત વત્સલતા નું દર્શન કરાવતા વિડીયો નો લાભ મળ્યો. એ પછી કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા કહ્યું કે…..સત્સંગ માં એકબીજા નો મહિમા સમજાય  તો ભેટમભેટા…નહીતર છેટામછેટા ………! મહંત સ્વામી મહારાજ સર્વે નો મહિમા સમજે..નાના માં નાનો સત્સંગી હોય પણ તેનું પણ સાંભળે…..કોઈ દુર થી પ્રાર્થના કરતુ હોય..કહી ન શકતું હોય…..છતાં પણ એના અંતર નું એ સમજી લે…..એના સંકલ્પ પણ પુરા કરે…એવું અનેક પ્રસંગે જોવા મળ્યું છે…..! દરેક હરિભક્ત ને નિર્વાસનિક ..બ્રહ્મ ની મૂર્તિ જ સમજે…..કોઈ નો ય અભાવ ગુણ લેવા નો જ નહિ…..! આમ, આવા સત્પુરુષ માં આપણું જોડાણ જેટલું વધે ..તેટલું જ સતસંગ માં આપનું સુખ..આપણી સમજણ….આપણી ભક્તિ વધશે.

સાથે સાથે પુ.ત્યાગવલ્લભ સ્વામી ની નિશ્રામાં -આપણા ૧૭૬ જેટલા સંતો- ચારધામ ની યાત્રા કરી આવ્યા……તેની પણ વાત કરી…..! ત્યારબાદ વિડીયો ના માધ્યમ થી સ્વામીશ્રી એ – સ્વયમ પોતાની રૂચી- યોગી ગીતા માં વર્ણવેલા યોગીજી મહારાજ ના સિધ્ધાંત પર છે…એની વાત કરી. …સત્પુરુષ ની આજ્ઞા…એમની કસની….એમના ભીડા….એમના રાજીપા માં કઈ રીતે રહેવાય – એના માટે આપણે અંતર ને કેવું શુદ્ધ કરવું પડે……સ્વભાવો મુકવા પડે…..મન ને મારવું પડે….મહિમા સમજવો પડે……તો જ બ્રહ્મ રૂપ થવાય..! સ્વામીશ્રી એને જ બ્રહ્મવિદ્યા કહે છે…..!

ત્યારબાદ અમદાવાદ ના સમગ્ર હરિભક્તો એ સ્વામીશ્રી ના જન્મદિન ને ઉજવવા – એમની રૂચી મુજબ નું એક અભૂતપૂર્વ કાર્ય કર્યું….એકબીજા નો હાથ પકડી- માનવ-ભક્તિ હાર બનાવ્યો……બેપ્સ એક પરિવાર..અમારો પરિવાર સંપીલો પરિવાર એમ કહી- સંપ ના ગુણ ના મહિમા ને- સ્વામીશ્રી ની રૂચી ને ડંકા ની ચોટે ઉજવી…!!! અદ્ભુત..અદ્ભુત…! આમ, પરસ્પર જો મહિમા સમજાય તો બાકી શું રહે???

ત્યારબાદ “જમોને જમાડું” અન્નકૂટ સેવા પ્રોજેક્ટ માં જોડાયેલા સર્વે ને બળ આપતો- અનુભવ પ્રસંગ- પ.ભ. જીતુભાઈ ચૌહાણે કહ્યો….! સર્વે ને આ સેવા નો લાભ મળે- સર્વે ની સેવા થાય……એ માટે એમણે જે દાખડો કર્યો છે…તેની વાત થાય એમ નથી. અત્યાર સુધી માં એમણે ૩૦૦ થી વધુ મુમુક્ષુઓ ને આ સેવા માં જોડ્યા છે..અને આ કાર્ય હજુ આગળ વધારતા રહેવા માટે કટિબદ્ધ છે..તેમ પણ જણાવ્યું..!!! અદ્ભુત અદ્ભુત…!!!

સભાને અંતે અમુક જાહેરાત થઇ….

 • મુંબઈ ના અંગ્રેજી પ્રકાશન Enlighten India એ પોતાના કવર પેજ પર મહંત સ્વામી મહારાજ નો ફોટો પબ્લીશ  કરી કવરેજ પણ કર્યું છે. એમના પ્રકાશક શ્રી કેતન ભાઈ અને એમના સહાયક નું સન્માન પણ જાહેર માં થયું.

21430577_1614248988627498_4354463642089004171_n

 • અમૃત હર્બલ કેર દ્વારા ૯ નવા -ઉત્પાદનો રજુ થયા..તુલસી ના અર્ક થી માંડી ને -મુખવાસ સુધી ના આ પ્રોડક્ટ્સ ને વસાવવા માં આવશે..!
 • નવા વર્ષ ના કેલેન્ડર – જેને રસ હોય તેણે મંદિર નો સંપર્ક કરવો….

છેલ્લે – આરતી અને પુષ્પાંજલિ દ્વારા સભાનું સમાપન થયું….!!!

અદ્ભુત…અદ્ભુત…!! સત્સંગ હોય કે જીવન- જો આપને એકબીજા નો મહિમા…એમના ગુણ…એમની મહત્તા નો વિચાર કરી ને વર્તીએ તો- દુનિયા ની લગભગ સંપૂર્ણ સમસ્યા ઓ નો નિકાલ સહજ થઇ જાય..! પણ કદાચ એ કઠીન છે…….પણ જો આવા સાધુ મળે…એમનો સમાગમ મળે…એમની વાત જીવ માં ઉતરે..અને શ્રીજી ની કૃપા થાય તો અશક્ય પણ શક્ય થઇ જાય…એમાં કોઈ શક નથી…!

……..સર્વે હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ…….

રાજ

 

Advertisements


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૬/૨૦૧૭

સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,

“આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે………. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે…………

તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે……….

તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે………. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો……….. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો………..”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૧૭

સત્સંગ હોય કે સંસાર- હિમત વગર ની મોળી..ઢીલી પોચી…બળહીન વાત કરનાર નપુસંક જ છે……”રોતો રોતો જાય તે મુઆ ના સમાચાર લાવે….” એ એક ગુજરાતી કહેવત સાચી છે…! સત્સંગ માં તો મનુષ્યે સદાયે ભગવતમહિમા નું બળ રાખવું…..એક એમને જ કર્તાહર્તા સમજી સર્વે ક્રિયાઓ..કાર્ય થાય તો પછી નિર્બળતા શાની આવે??? આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જુઓ……અઢળક…હૃદય ફાટી જાય તેટલા વિઘ્નો આવ્યા છે..પણ કદાપી નાહિમત થયા જ નથી……..કારણ કે શ્રીજી સદાયે સાથે જ છે એવું દ્રઢ પણે માનતા હતા અને જીવતા હતા……! આજની સભા આ જ વાત પર હતી……

ભારત પાકિસ્તાન ની મેચ હતી…સમગ્ર દિવસ સત્સંગ પરીક્ષા નો પ્રી ટેસ્ટ હતો…છતાં સમગ્ર સભા ગૃહ હરિભક્તો થી ભરચક હતો…….એ જ વાત નો દ્યોતક હતો કે- શ્રીજી …એમનો રાજીપો…સત્પુરુષ ની આજ્ઞા…કલ્યાણ નો ખપ…..કથા વાર્તા નો ઈશક સર્વોપરી છે……

સભાની શરૂઆત માં ધમધોખાર તડકા માં મીઠી ..શીતલ વીરડી સમાન શ્રીજી ના દર્શન…….

collage_20170618211915666_20170618211943192.jpg

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……ત્યારબાદ યુવક મિત્રો દ્વારા

 • સંતજન સોઈ સદા મોહે ભાવે……..રચયિતા- મુક્તાનંદ સ્વામી
 • લટકાળા લહેરી પધારો…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • મન વસીયો રે મારે મન વસિયો…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
 • હરિ મારું ગાડું ક્યાં લઇ જાય……રચયિતા- અજ્ઞાત

છેલ્લા બે કીર્તન તો ભાવનગર થી આવેલા હરિભક્તે એમના કાઠીયાવાડી સુર માં ગાયા…અને સમગ્ર સભા એમાં ઝૂમી ઉઠી….એક પ્રશ્ન જરૂર થયો કે- શ્રીજી ના સમય માં આ પદ કયા રાગ..કયા સુર માં ગવાતા હશે??? જુના માં જુનું હોય તેવું સ્વામિનારાયણ સંત ના મુખે ગવાતું કોઈ રેકોર્ડીંગ હશે???

ત્યારબાદ પુ. ત્યાગવલ્લભ સ્વામી ની સાથે ઓસ્ટ્રેલિયા..ન્યુઝીલેન્ડ….સિંગાપોર ની અધ્યાત્મિક વિચરણ માં જી આવેલા વિદ્વાન સંત પુ.પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે – ત્યાના સત્સંગ વિષે અદ્ભુત માહિતી મળી……ન્યુઝીલેન્ડ ના હિમતભાઈ પટેલ હોય કે…સિંગાપોર ના સુરેશભાઈ પટેલ……..એ હરિભક્તો ની નિષ્ઠા એવી કે -સત્સંગ અને એના કાર્ય ને પોતાના કુટુંબ થી પણ અધિક માને…..અને પોતાનું સર્વસ્વ એના કાજે કૃષ્ણાર્પણ કરી રાખે…છતાં દાસાનુદાસ થઇ ને વર્તે…! હવે આનાથી મોટી વાત કઈ હોઈ શકે??? ઓસ્ટ્રેલિયા – સિડની માં સત્સંગ વધતા નવી જમીન લેવાઈ અને ત્યાં શિખરબદ્ધ મંદિર ની રચના માટે ત્યાના હરિભક્તો એ જે સમર્પણ બતાવ્યું છે..તેની વાત સાંભળી આપનું હૈયું ભરાઈ આવે…….! આવક નો ૩૩ થી ૧૦૦% ભાગ…..નવી ગાદી-ઘર માટે ની બચત મંદિર કાજે અર્પણ કરી દીધા…..અરે…લોન લઈને પણ મંદિર ની સેવા કરી………! મહંત સ્વામી મહારાજ આ સાંભળી ને ખુબ રાજી થયા હતા…..!! અને આ જ છે બેપ્સ ના સંસ્કાર..સત્સંગ…હરિભક્તો નું સમર્પણ……! શ્રીજી માટે વેચાઈ જવા ની તૈયારી કરતા ભક્તો નો સમુદાય આજે પણ આપણે ત્યાં છે..અને તેથી જ બેપ્સ ઈઝ બેસ્ટ..!!!

ત્યારબાદ સારંગપુર ખાતે- તારીખ ૭ થી ૧૦ જુન-૨૦૧૭ ના- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લીંક પર થી જોઈ શકાશે……

પુ.બ્રહ્મમુની સ્વામી કે જે હાલ નડીયાદ ખાતે સેવા આપે છે અને હમણાં જ એમની બદલી ન્યુઝીલેન્ડ મંદિર માં થઇ છે તેમના દ્વારા ગઢડા પ્રથમ-૧૭ પર “વાણી ના મહિમા” પર વક્તવ્ય નો અદ્ભુત લાભ મળ્યો…..એમણે કહ્યું કે….

 • વાણી એક શક્તિ છે…..એનો સદુપયોગ થાય તો તરી જવાય અને જો દુર ઉપયોગ થાય તો મહાભારત પણ થઇ શકે છે……માણસ ના સંસ્કાર….વ્યક્તિત્વ સર્વે તેની વાણી પર થી પરખાઈ આવે છે………..
 • શ્રીજી એ નબળી વાણી…ખરાબ ..તોછડી વાણી પર પોતાની સપષ્ટ અરુચિ પ્રગટ કરી છે……….
 • માટે જ ભગવાન ને રાજી કરવા હોય…કલ્યાણ નો માર્ગ સફળ કરવો હોય તો વાણી પર નિયંત્રણ રાખવું…મુક્તાનંદ સ્વામી ની જેમ પ્રિયકર વાણી વાપરવી…પણ જરૂર પડ્યે તો પંચાળા-૭ ના વચનામૃત માં કહ્યા મુજબ તીખી વાણી પણ વાપરવી…..
 • આપણો આજનો વિશ્વવ્યાપી સત્સંગ એ – વાણી ના બળે જ બન્યો છે…સતત કથા વાર્તા નું અનુસંધાન..સકારાત્મક વાતો…યોગીબાપા ની હેત ભરી વાતો ને લીધે લાખો નો સતસંગ સમાજ બન્યો………માટે- જ સત્પુરુષ અને શ્રીજી ના રાજીપા માટે..પોતાના કલ્યાણ ને અર્થે – બળભરી …મહિમા સભર વાતો કરવી……સાંભળવી…….

સભાને અંતે જાહેરાત થઇ…..

 • આજે સત્સંગ પરીક્ષા ના પ્રી ટેસ્ટ માં ૮૪% હાજરી રહી……આવનારી ૧૬/૭ એ સત્સંગ પરીક્ષા છે..માટે અત્યાર થી જ તૈયારી માં લાગી જવું…
 • ૨૧ મી જુન સુધી અમદાવાદ ના GMDC મેદાન માં સવારે ૫ થી ૮ યોગ અભ્યાસ ની શિબિર -પતંજલિ યોગ વિદ્યાપીઠ- બાબા રામદેવ દ્વારા થઇ રહી છે…તેનો અચૂક લાભ લેવો…….

સભાને અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું………………….

માટે આજ ની સભા એ – બળ ભરી વાણી ની…એના મહિમા ની હતી……..શ્રીજી ની જો આટલી વાત પણ જીવન માં ઉતરશે તો જીવ જરૂર કલ્યાણ ને પામશે…..!

જય સ્વામિનારાયણ…..


Leave a comment

BAPS જન્મોત્સવ રવિસભા-૧૨/૦૬/૨૦૧૬

“…….જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે……. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે…….. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા.……….. અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. ………….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે…………. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે……….


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૭

આજે શુક્લ પક્ષ ની આઠમ- અને નિર્ધારિત સંકલ્પ મુજબ આજે  આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ના  મહિમા ને જીવસ્થ કરવાના ભાગ રૂપે “ઘેર ઘેર જન્મોત્સવ” નો ઉત્સવ દરેક હરિભક્ત ના ઘરે ઉજવવાનો હતો….અને દરેકે ભવ્ય રીતે-નિયમ મુજબ ઉજવ્યો પણ ખરો……પ્રાપ્તિ ના આ અનેરા મહિમા ને વધાવવા નો મોકો કોણ જતો કરે??? કારણ કે  જે મળ્યા છે…તે તો પ્રગટ અક્ષરબ્રહ્મ સાક્ષાત છે…..સર્વ જગત ના આધાર રૂપ છે…..વેદ-ઉપનિષદ-ગીતા માં જેના ગુણગાન ગાયેલા છે એ સત્પુરુષ સાક્ષાત છે………અને એમની પ્રાપ્તિ નો કેફ આપણ ને ન હોય તો કોને હોય??? તો આજની સભા એ ઉત્સવને વધાવવાની હતી…..

સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન ..એ પણ મન-હૃદય-જીવની સંતૃપ્તિ થાય ત્યાં સુધી……..

collage_20160612221812950_20160612221934024.jpg

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પુ.પ્રેમ વદન સ્વામી ના સુરીલા કંઠે સ્વામિનારાયણ મંત્ર ની ધુન્ય થઇ રહી હતી…….અને ત્યારબાદ સમગ્ર સભાનું મન મોહી લે તેવું જોશીલું કીર્તન….” ચદરિયા ઝીણી રે…ઝીણી…..સહજાનંદ રસભીની ..” રજુ થયું….અને સુરાવલીઓ સાથે સમગ્ર સભા જાણે કે વહેતી જ ગઈ…….ત્યારબાદ યુવક જૈમીન  વૈદ્ય દ્વારા…સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત “હારે જેને ગુણે રીઝ્યા ગિરધારી રે…” રજુ થયું અને  શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ૩૦ ગુણ યુક્ત પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ નું ચિત્ર મનોપટ પર છવાઈ ગયું…….

ત્યારબાદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને “एषा ब्राह्मी स्थिति ..पार्थ” કહી વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ પુરુષ ના તાદ્રશ્ય દર્શન કરાવતા વિડીયો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ ચરિત્ર -પ્રસંગ નું દર્શન થયું…………સત્પુરુષ ની નિકટ રહે…..તેને મન-કર્મ-વચને સેવે એ જ સમજી શકે કે સત્પુરુષ અને એની સ્થિતપ્રજ્ઞતા શું ચીજ છે??? અદ્ભુત વિડીયો……..!

ત્યારબાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી દ્વારા સ્વામીશ્રી ની સ્થિત પ્રગ્નતા ના પ્રસંગ વર્ણવતું પ્રવચન થયું……જોઈએ સારાંશ…

 • ઘેર ઘેર જન્મોત્સવ નો વિચાર- હિમાચલ પ્રદેશ -શિમલા ના આપણા હરિભક્ત બહેનો ની સ્વામીશ્રી પ્રત્યેની નિષ્ઠા…એમના જન્મદિવસે એમના દ્વારા ઘરેઘર -અંદરોઅંદર થતા વિવિધ પ્રોગ્રામ દ્વારા  આવ્યો……અને આજે એ વૈશ્વિક ઉત્સવ બની ગયો……

13423863_558481531006690_4929794686473868180_n

 • ગીતામાં જે પુરુષ ને બ્રહ્મરૂપ કહેવાયા છે…..ગઢડા પ્રથમ-૨૭, મધ્ય-૩૦ માં સ્વયમ શ્રીજી એ જેનો મહિમા વર્ણવ્યો છે તેવા પુરુષ આ -પ્રમુખ સ્વામી મહારાજ છે…..કે જે શ્રીજી ના પંચવર્તમાન ના નિયમ જીવ્યા છે…..અષ્ટ પ્રકારે સ્ત્રી-ધન ના ત્યાગી છે….
 • એમના સામર્થ્ય-દિવ્યતા ને આખું જગત માને છે…છતાં તે એકદમ નિર્માની….સાધારણ મનુષ્ય રૂપે વર્તે….ઇન્દ્રિયો -અંતઃકરણ ને દાબી ને વર્તે એવા પુરુષ છે…….અને ગુણાતીત હોય-એ પુરુષ થી જ આ થઇ શકે…..બીજા કોઈનું કામ નહિ….
 • એ જીવમાત્ર ને એક શ્રીજીમાં જોડે છે……દરેકમાં ભગવાન ને જુએ છે…..અને દરેક સ્થિતિ માં આનંદ મય – સહજ રહે છે…સ્થિર રહે છે……વિશ્વ વિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલે જયારે સ્વામીશ્રી ના હૃદય માં પેસ મેકર મુક્યું ત્યારે તેમને સમજાયું કે “સ્થિતપ્રજ્ઞ પુરુષ” એ સત્ય વાત છે…..બ્રાહ્મી સ્થિતિ એ સત્ય વાત છે….એમણે ખુદ વીડિયોના માધ્યમ થી આ કહ્યું……અમેરિકા ના પ્રખ્યાત ડો. સુબ્રમણ્યમ હોય કે શિરીષ થાનવાળા બધાને આ અનુભવ થયો છે……..
 • પ્રખ્યાત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા ના તત્કાલીન તંત્રી હરિકિશન મેહતા એ લીધેલા એક ઈન્ટરવ્યું માં સ્વામીશ્રી એ પોતાના અંતર ના આ સુર ને શબ્દદેહ આપતા કહ્યું કે- તેમને કોઈની ટીકા-નિંદા ની પરવા નથી……જે માન-અપમાન છે તે આ દેહ ને છે…….બસ બધાને ભગવાન ભજવવા છે……

ત્યારબાદ- ખાસ બોચાસણ થી પધારેલા સદ્ગુરુ સંત પુ.ત્યાગવલ્લભ સ્વામી એ આ જ વાત કરતા કહ્યું કે….

 • શ્રીજી નો સંકલ્પ કે- સો કરોડ મનવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે……અને પોતે સત્પુરુષ થકી પ્રગટ રહ્યા થકા આ કાર્ય આજે કરી રહ્યા છે…..તે સ્પષ્ટ દેખાય છે…
 • વચનામૃત વરતાલ-૪ માં સ્વયમ શ્રીજી કહે છે કે …..”…“ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.”
 • અને મન-કર્મ-વચને સત્પુરુષ નો સંગ કરવો…એટલે મન ની ગાંઠો સત્પુરુષ આગળ મૂકી દેવી…..એમના ચરિત્ર ને રદય્સ્થ કરવા……સંભારવા…….એવું કાર્ય કરવું કે- જેમાં સત્પુરુષ કેમ રાજી થાય…એનો વિચાર હોય…..અને એક એમની આજ્ઞામાં..વચનમાં …. સાંગોપાંગ  વર્તવું…….નિર્દોષ બુદ્ધિ રાખવી……દ્રઢ નિષ્ઠા રાખવી…..
 • આજે ૧૨૦૦ થી વધુ મંદિરો…..૯૦૦ થી વધુ અતિ વિદ્વાન ..જ્ઞાની સંતો આ વાત ની સાક્ષી પૂરે છે કે- સત્પુરુષ ક્યાં પ્રગટ છે…અને એમનો મહિમા શું છે……
 • આપણે પણ સત્પુરુષ ને મન-કર્મ-વચને રાજી કરવા…..એમનો મહિમા સમજવો..અને અન્ય ને સમજાવવો…..

ત્યારબાદ અમદાવાદ ના બે હરિભક્તો એ – આજના “ઘેર ઘેર જન્મોત્સવ” ની ઉજવણી પોતાના ઘરે કરી એનો ચિતાર આપ્યો…….અદ્ભુત…અદ્ભુત…….!!!! હરિભક્તો ની નિષ્ઠા…ઉત્સાહ જુઓ તો સમજાય કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ આખી ખેંગાર વાવ- હરિભક્તો ના માથા થી ભરવાની જે વાત કરી હતી…….એવી દ્રઢ નિષ્ઠા આજના હરિભક્તોમાં છલકાય છે…!!! પ્રગટ ગુણાતીત પુરુષ નું આ તો લક્ષણ છે કે- લક્ષાવધી મનુષ્યો ને પોતાના માં સહજ આકર્ષિત કરે છે…પોતાના કહ્યા માં વર્તાવે છે……….કારણ કે એ પુરુષમાં સ્વયમ શ્રીજી પ્રગટ પ્રમાણ બેઠા છે…..!!

સભાને અંતે સ્વામીશ્રી ના આશીર્વચન નો વિડીયો દ્વારા લાભ મળ્યો……પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન…શબ્દ સાંભળો તો – શ્રીજી- શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ -એમના સંકલ્પો-એમનો રાજીપો સિવાય કશું સાંભળવા ન મળે……..! હરપળ હરિ—- તે આનું નામ..!

ખરેખર આજની સભા વિશિષ્ટ હતી…ઘેર ઘેર જન્મોત્સવ – દ્વારા સત્પુરુષ મળ્યા છે- એની પ્રાપ્તિ નો મહિમા સમજવાની  હતી………જો આપણ મળેલા સત્પુરુષ યથાર્થ ઓળખાય…એમને કેમ રાજી કરી શકાય -એનો વિચાર નિરંતર જીવમાં રહે તો આપણી હરપળ એક ઉત્સવ થઇ જાય….!!!!

સત્સંગમાં સમજતા રહેજો…..

રાજી રહેજો………જય સ્વામિનારાયણ….

 

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૧૬/૦૨/૨૦૧૪

” અને અષ્‍ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે. એવું જે પુરૂષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર….. તે રૂપે પોતે રહ્યો થકો પુરૂષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્‍પ નિશ્વયવાળો કહીએ”

——-ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-લોયા-૧૨——-

“નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ …..” આપણા મંદિરો -ઘરમંદિરો મા રોજ ગુંજતી આરતી ના સ્વરો મા- આ શબ્દો ગૂંથાયેલા આપણે રોજ સાંભળી એ છીએ- પણ કદાચ સમજીએ છીએ ઓછા……! નિર્વિકલ્પ એટલે શું? ઉત્તમ ભક્ત એટલે શું? એવા પ્રશ્ન અને એના જવાબ- લોયા વચનામૃત- ૧૨ મા થી મળે છે…..ઉત્તમ ભક્ત- એ જ અક્ષર……અને એ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સર્વોપરી પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી…..! બસ- “અક્ષર રૂપ થઇ ને એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી”  એ તત્વ સાથે ના વચનામૃત ગઢડા  મધ્ય ૨૧ -પર જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થા છોડી ને નીકળ્યા હતા…..અને એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ ને ૨૦૧૫- મા વસંતપંચમી ને દિવસે ૧૫૦ વર્ષ પુરા થાય છે……એ “શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ” ની ઉદઘોષ સભા- આજે હતી……અને સર્વોપરી અક્ષર પુરુષોત્તમ ના સિદ્ધાંત અને ઉપાસના- થી આજની સભા ગાજી ઉઠી……..!

આજે સભા વિશિષ્ટ હતી આથી સમય પહેલા પહોંચી ગયો અને આરામ થી ઠાકોરજી ના દર્શન કરવામાં આવ્યા…….તમે પણ કરો ધામ-ધામી અને મુક્ત ના મહા- દર્શન………

1604606_230862820435231_127760441_n

સભા ની શરૂઆત- યુવકો ના સ્વરે- અદભૂત રાગ મા થઇ………સ્વામિનારાયણ ધૂન્ય કેટલા રાગ-ઢાળ-લય મા થઇ શકે? વિચારવા જેવી વાત છે…..પણ એમાં ભાવ- જોડાણ એક જ…..હરિ નું રહે છે……..એ સત્ય છે.  ત્યારબાદ- કીર્તન રજુ  થયા……બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા ના ….

 • નમન કરું બહુ નામી ..જય જય….યજ્ઞપુરુષ સુખકારી…..
 • શાસ્ત્રીજી મહારાજ નો સંગ……..

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન ચરિત્ર- જે વાંચે-સમજે એણે જ ખબર પડે કે યજ્ઞપુરુષ નો આટલો મહિમા કેમ?  સત્પુરુષ દ્વારા જ ભગવાન ની સાચી ઓળખાણ થાય છે……પ્રગટ રહે છે……એ સ્વયં હરિ ના વચનો ની સાતત્યતા અહીં જ દેખાય છે…..! ત્યારબાદ – એક વિડીયો સંવાદ દ્વારા રજુ થયું કે………”અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની વાસ્તવિકતા” શું છે?  મહાતીર્થ બોચાસણ મા – અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ સ્થાપન પ્રસંગે- મહારાજ ની મૂર્તિ સ્થાપિત થઇ પણ સ્વામી ની મૂર્તિ ન બેઠી…..હરિભક્તો ના અનેક પ્રયત્નો છતાં- તે ઉંચી જ ન થઇ અને છેવટે- શાસ્ત્રીજી મહારાજે- સ્વામી ની મૂર્તિ ને પ્રાર્થના કરતાં કહ્યું કે…..હે સ્વામી- તમારે કાજ- અપમાનો,ભીડા વેઠ્યા અને આ એક સિદ્ધાંત માટે વડતાલ છોડી નીકળ્યા……કૃપા કરી આપ યથા સ્થાને બિરાજો……! અને ચમત્કાર થયો ને મૂર્તિ એક ટાંકણા ના સ્પર્શ થી ઉંચી થઇ અને હરિભક્તો એ યથા સ્થાને ગોઠવી…….! એ અદભૂત દિવ્ય પ્રસંગ ને સ્મૃતિ ને એક સંવાદ મા ગુંથી ને- અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને- વિવિધ વચનામૃત- વડતાલ-૫, ગઢડા મધ્ય ૨૧, પ્રથમ-૨૧, પ્રથમ-૭૧…લોયા ૧૨ .વગેરે …આધારે સહજ સમજાવ્યો…અને અદભૂત બળ ની વાતો કરી…! અદભૂત..અદભૂત……!

ત્યારબાદ પૂ. સંતો દ્વારા- શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપલક્ષ મા- એમનાં પાયા ના ચાર સિદ્ધાંત- આજ્ઞા, ઉપાસના , સદભાવ અને પક્ષ- પર પ્રસંગ યોગ્ય પ્રવચન થયા……..પ્રથમ પ્રવચન મા- પૂ.યોગીનંદન સ્વામી એ “ઉપાસના ની દ્રઢતા” પર કહ્યું કે…..

 • ઉપાસના એટલે- આત્મા ના કલ્યાણ માટે- ભગવાન ની પાસે બેસવું……બીજા શબ્દો મા- જીવ ને એક ભગવાન સાથે જોડવો…..એમનાં સ્વરૂપ ને દ્રઢ કરવું……..
 • આપણા સંપ્રદાય મા- ઉપાસના ના ત્રણ મૂળભૂત પાયા  છે…..- ૧)સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે, ૨) ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે….. ૩) પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષ નું દ્વાર છે…….
 • અને ઉપરોક્ત ત્રણ પાયા ના સિદ્ધાંત કે પક્ષ કઈ રીતે સાબિત થાય? આ બ્રહ્મ સત્યો ની સાબિતી- વચનામૃત, સ્વામી ની વાતો, શાસ્ત્રો, ભગવાન/સત્પુરુષ ના જીવન અને કાર્ય પર થી થાય….
 • આજે સત્સંગ મા શ્રીજી – સત્પુરુષ દ્વારા પ્રગટ છે એમ કહેવું હોય તો- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના અત્યાર ના કાર્યો- જીવન ના પ્રસંગો ની સરખામણી- દેશકાળ ની સાપેક્ષ મા- શ્રીજી મહારાજ ના કાર્ય- અને ચરિત્રો સાથે કરી શકાય……..
 • આ ઉપાસના- જો દ્રઢ થાય- નિષ્ઠા પાકી થાય તો જીવન મા આમુલ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે……આથી જ સહજ માર્ગ એ છે કે- બ્રહ્મ હોય એની વાતો નિરંતર કરવી…..એના સંગ-સત્સંગ થી આ જીવ પણ બ્રહ્મ રૂપ થઇ જાશે…..

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના પરમ ભક્ત શિષ્ય- શ્રી ગુલઝારીલાલ નંદા( ભારત ના પ્રધાન મંત્રી-૧૯૬૪,૬૬) ના જીવન મા- એમનાં ગુરુ ની “આજ્ઞા” પાલન નો પક્ષ રજુ થયો. વિવિધ પ્રસંગો દ્વારા જાણવા મળ્યું કે- શ્રી ગુલઝારી લાલ નંદા – આટલા ઉંચા હોદ્દા પર હોવા છતાં એક પલ પણ આજ્ઞા -નિયમ-ધર્મ મા થી ચુકતા નહોતા….રોજ ૧૨૫ જપ માળા…..નિત્ય પૂજામાં- વચનામૃત અને સ્વામી ની વાતો નું પઠન…પંચ વર્તમાન નો દ્રઢ આગ્રહ…..ગઢડા મંદિર માટે પોતાની નવી મોટર વેચી દીધી……..!…અદભૂત હતા…..! ખરેખર-એ વાત તો સત્ય છે કે- તમે એક વાર નિયમ ધર્મ પાલન નો દ્રઢ નિર્ધાર કરો તો શ્રીજી પણ તમારી મદદ કરવા તત્પર રહે છે……!

ત્યારબાદ- પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી એ વચનામૃત -ગઢડા પ્રથમ-૩૪ ને આધારે “આજ્ઞા” પાલન પર વિશેષ ધ્યાન દોર્યું…….ભગવાન ના વચન ને લોપીએ તો દુઃખ આવે છે……અને પાલન કરીએ તો ભગવાન નો અનરાધાર રાજીપો વર્તાય છે…..સુખ વર્તાય છે……પુના ના સંજય ભાઈ અજમેરા હોય કે એટલાન્ટા નો હરિ…….સર્વે ભક્તો દ્રઢ આજ્ઞા નું પાલન કરી ને- શ્રીજી સ્વામી -ગુરુ ને રાજી કરી રહ્યા છે……

ત્યારબાદ વિડીયો પ્રવચન મા પૂ.ત્યાગવલ્લભ સ્વામી એ “સદભાવ” ની વ્યાખ્યા કરતાં કહ્યું કે- સદભાવ એટલે કે દિવ્યભાવ…..ભગવાન ના રાજીપા પ્રમાણે વર્તવું…….એ જે કરે છે -એ મારા સારા માટે જ કરે છે- એમ માનવું- એટલે કે સદભાવ…. સત્સંગ મા ભક્ત માત્ર નો મહિમા જાણવો અને એ પ્રમાણે વર્તવું- એટલે જ સદભાવ…….

ત્યારબાદ- અન્ય એક વિડીયો પ્રવચન મા- પૂ.મહંત સ્વામી એ “સંપ” વિષે કહ્યું કે- સંપ એટલે કે પક્ષ- અને પક્ષ એટલે કે- સત્સંગ, સંસ્થા અને સત્પુરુષ ને દ્રઢ પણે વફાદાર રહેવું………..અને જે હરિભક્ત નો પક્ષ રાખે- એ હરિ ને ગમે છે………શાસ્ત્રીજી મહારાજ ને વડતાલ સંસ્થા એ અપમાનિત કર્યાં…..છતાં- શંકરાચાર્ય ( જે વડતાલ વિરુદ્ધ હતા) ની મદદ ની વાત ને નકારી…….એ જ રીતે- લીંબડી ઠાકોર ને એક અવાજે સંભળાવ્યું કે- અક્ષર પુરુષોત્તમ મહારાજ તો મધ્ય મંદિર મા જ બિરાજશે…..” અને પોતાની શુરવીરતા દેખાડી……પક્ષ સાચવ્યો…..આમ સંપ- અર્થાત પક્ષ એટલે કે- when you are right and whole world is wrong…..do it……and if you are wrong and whole world is right….don’t do it…! અને સાથે સાથે આ પક્ષ- ઝનુન ન બનવો જોઈએ…..એ યાદ રાખવા નું છે……

ત્યારબાદ- આપણી સંસ્થા ના ૯ યોગેશ્વરો પૈકી ના એક વિદ્વાન સંત- પૂ.ભગવતપ્રિય સ્વામી( સંસ્કૃત શાસ્ત્રો મા ડોક્ટરેટ છે…..કલકત્તા મા હાલ સત્સંગ નું સુખ આપી રહ્યા છે…..અને સારંગપુર ખાતે- સંતો ના શિક્ષક તરીકે રહી ચુક્યા છે….આ વર્ષે એમને દીક્ષા ના ૭૫ વર્ષ પુરા થયા…..) એ આજે સભા ને પ્રવચન નું સુખ આપ્યું……એના અમુક અંશ….

 • આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું જ્ઞાન સામાન્ય નથી……કારણ કે એ જ્ઞાન આપનારા ભગવાન..શાસ્ત્રો..અને સત્પુરુષ સામાન્ય નથી………
 • સદભાવ- એ દિવ્યભાવ છે……..પૂ.ડોક્ટર સ્વામી કહે છે એમ- બેપ્સ-એક પરિવાર-એ સુત્ર ચરિતાર્થ થાવું જોઈએ…તો સદભાવ કહેવાય……
 •  સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- એ શાસ્ત્રોક્ત છે…..અને જો- શાસ્ત્ર નીં આ વાત ન મનાય તો- પોતાને હેત હોય એવા સત્પુરુષ અથવા ગુરુ ની આજ્ઞા મા રહેવું…..અને એની આજ્ઞા ના પાલન થી જ આ સિદ્ધાંત સમજાઈ જાય…..
 • સત્સંગ મા- જેટલી સમજણ- એટલું જ સુખ……
 • આપણે ભગવાન ના છીએ……….માયા ના નથી……એમ મનાય તો કલ્યાણ છેટું નથી……..

ત્યારબાદ- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ નો એક જુનો વિડીયો રજુ થયો- એમાં પ્રવચન આપતા બાપા એ કહ્યું કે- આ સત્સંગ ની સેવા…સિદ્ધાંત ની સેવા- એ સ્વયં શ્રીજી ની સેવા છે…….શાસ્ત્રીજી મહારાજ ની સેવા છે……! બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ મા શ્રીજી સ્વયં પ્રગટ હતા…..તેથી જ આવી તકલીફો-ભીડા ઓ વચ્ચે પણ આવા દિવ્ય કાર્યો થયા અને સત્સંગ ફેલાયો……અન્ય બીજા કોઈ થી આ કામ ન થાય……

ત્યારબાદ- સભા ના અંત મા- શાહીબાગ મંદિર ના કોઠારી સ્વામી અને પૂ.ભગવતપ્રિય સ્વામી …પૂ.યજ્ઞપ્રિય સ્વામી…..અને હરિભક્તો -સભા દ્વારા “ધજા ફરકાવો અક્ષર પુરુષોત્તમ મહારાજ ની દસે દિશા મા……” એમ ઉદઘોષ ગાન સાથે સમગ્ર સભા મા- આ સર્વોપરી સિદ્ધાંત ની ગુંજ પ્રસરી ગઈ………અદભૂત દ્રશ્ય હતું એ-…..અને આ સાર્ધ શતાબ્દી મહોત્સવ- અને એની પૃષ્ઠ ભૂમિ -જે સમજે- તે કલ્યાણ ને પામ્યો છે- એવી જ લાગણી થાય………

1620711_637178946320077_978489879_n

અંતે- ધૂન્ય-પ્રાર્થના-આરતી સાથે સભા ની પુર્ણાહુતી થઇ………

તો આજની સભા- જીવ માત્ર ના સહજ કલ્યાણ ની હતી…….એક ધ્યેય ની હતી- કે અક્ષર રૂપ થાવું અને પુરુષોત્તમ ની ભક્તિ કરી- અક્ષર ધામ ને પામવું………! સત્પુરુષ ની અતુલ્ય ગાથા ની હતી….કે જેણે પોતાના કાર્ય-જીવન દ્વારા- હરિ ની મરજી…..દસે દિશા મા ફેલાવી……..ડંકા ની ચોટ પર ફેલાવી……!

બસ- સત્સંગ- અને આ સિદ્ધાંત મા સમજતા રહો…….કારણ કે….”સખી સમજણ મા ઘણું સુખ છે ……..”

જય સ્વામિનારાયણ…….જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ…….સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય હો……!

રાજ


1 Comment

BAPS રવિસભા- તા ૦૨/૦૯/૧૨

તો હવે મેઘરાજા પણ મહેરબાન છે અને સમય પણ….! છતાં ઠાકોરજી ને પ્રાર્થના કે- મેઘરાજા ની પધરામણી સાર્વત્રિક થાય અને જીવ માત્ર ને શાતા મળે ! છેલ્લા કેટલાય દિવસ થી પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય બગડ્યું છે આથી સ્વામીશ્રી સંપૂર્ણ આરામ મા છે અને હરિભક્તો બસ ઠાકોરજી ને નિરંતર પ્રાર્થના કરે છે કે એ જલ્દી થી સ્વસ્થ થઇ જાય અને એમના દર્શન નો લાભ સર્વ ને મળે…..કરો આજ ના દર્શન…

આજ ના દર્શન…

આજે જયારે સભામાં પહોંચ્યો ત્યારે સભા , ચાલુ થઇ ચુકી હતી અને સર્વ હરિભક્તો ના સદભાગ્ય કે – શ્રી હરિકૃષ્ણ મહારાજ ની ચલિત મૂર્તિ – ની પધરામણી અતિ ભવ્યતા થી સભા મા ચાલી રહી હતી. એમની ફૂલોઆછાદિત પાલખી ને હરિભક્તો ના સમૂહ દ્વારા સભામાં ફેરવવા મા આવી રહી હતી. બીજી આનંદ ની વાત એ હતી કે- ગઈકાલ સાંજ થી અમદાવાદ યુવક-યુવતી મંડળ દ્વારા સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય માટે અખંડ ચાલતા -જનમંગલ નામાવલી ની ધૂન ના આજે સામુહિક પારણાં હતા. લગભગ ૧૦૦૦૦ પાઠ કરવામાં આવ્યા હતા અને આ યુવાનો નો જે ભાવ અને ભક્તિ સ્વામીશ્રી પ્રત્યે જોવા મળી- એ અવર્ણનીય હતી.

બીજી એક આનંદ ની વાત હતી કે આજે -સંપ્રદાય ના બધા સદગુરુ સંતો- પુ.ડોક્ટર સ્વામી, પુ.મહંત સ્વામી,પુ.ત્યાગવલ્લભ સ્વામી, પુ.ઈશ્વરચરણ સ્વામી, પુ.વિવેકસાગર સ્વામી બધા જ સભામાં હાજર હતા. શ્રી હરિકૃષ્ણ મહારાજ ને અન્નકૂટ પણ ધરાવવા મા આવ્યો અને સાથે સાથે સમગ્ર સભા એ -સામુહિક રીતે જનમંગલ ના પાઠ કર્યા . આ બધું બસ- પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના સુખાકારી માટે જ હતું. શિષ્યો દ્વારા પોતાના ગુરુ ના માટે થતા આ પ્રયત્નો ને – ગુરુદક્ષિણા નો એક ભાગ ગણી શકાય. આખરે , આપણ ને જે મળ્યા છે એ સર્વશ્રેષ્ઠ જ છે.

સદગુરુ સંતો એ પોતાના પ્રવચનમાં કહ્યું કે……

 • પુ. સ્વામીશ્રી નો હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે નો ભાવ -અદ્રિતીય છે. બોસ્ટન ની કાર વાળો પ્રસંગ હોય કે સ્વયમ સ્વામીશ્રી ની બાયપાસ સર્જરી વાળો પ્રસંગ- સ્વામીશ્રી ના જીવન મા સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન અને એમની સેવા જ રહી છે.
 • સ્વામીનારાયણ મહામંત્ર નો અદભુત મહિમા વર્ણવતા પુ.મહંત સ્વામી એ કહ્યું કે- જીવન ના પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન…શ્રીજી નું પોતાનું સ્વરૂપ અને અક્ષરધામ ની કુંચી- એ આ મહામંત્ર જ છે. એનું સતત પઠન જીવ ને- મૃત્યુ ના ડર થી બચાવે છે…..
 • પુ. ડોક્ટર સ્વામી એ એમના ચીર પરિચિત અંદાજ મા કહ્યું કે- સત્સંગ મા આવ્યા પછી- હૃદય ની શુદ્ધિ જરૂરી છે….અને હમેંશા સંત અને ભગવાન મા નિર્દોષ બુદ્ધિ રાખવી. કોઈનું ઘસાતું બોલવું કે કોઈનો અભાવ લેવો – એ યોગ્ય નથી.

આજે સભામાં આફ્રિકા ના તાન્ઝાનિયા દેશ ના દાર-એ-સલામ ના ગવર્નર મી. સાદીકી, આવ્યા હતા. એમની માતૃશ્રી ની સર્જરી શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા થવાની છે. અને એમના સ્વાગત બાદ ના સ્વાહિલી ભાષા મા કરેલા પ્રવચન મા કહ્યું કે- સ્વામીશ્રી અને ભગવાન સ્વામીનારાયણ ના સત્સંગીઓ – આફ્રિકા મા કેટલી મોટી સેવા કરી રહ્યા છે….! આ બધું સાંભળી ને , મને ગર્વ થાય છે કે મારા ઇષ્ટદેવ અને મારા ગુરુ- સર્વશ્રેષ્ઠ જ છે અને એક દિવસ એવો આવશે કે દુનિયા ના પ્રત્યેક ખૂણા મા સ્વામીનારાયણ મહામંત્ર નો જાપ થતો હશે અને અસંખ્ય જીવો નું કલ્યાણ સહજ હશે…..

બસ- ગુરુ અને હરિ નો સાથ હંમેંશ રહે…..રાજીપો કાયમ રહે એ જ પ્રાર્થના …..!

જય સ્વામીનારાયણ

રાજ


Leave a comment

BAPS પ્રમુખ સ્વામી દર્શનસભા- ૧/૦૭/૨૦૧૨

     ” આજ સખી આનંદ ની હેલી….હરિમુખ જોઈને હું થઇ છું રે ઘેલી…..”

રુદિયા ના ભાવ આજે જાણે કે રોકે-રોકાતા નથી…..એવું તો શું છે કે- આગળ વધતા પગ ને રોકવા માંગું તો રોકાતા નથી….?? અધ્યાત્મ, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય…..બધું જ જ કે જે હરિ તરફ લઇ જાય છે – એ સ્નેહ અને પ્રેમ થી જોડાયેલું છે. પેલી સતી- કે જેના એના બીજા અવતાર મા મહાદેવ ને પાર્વતી સ્વરૂપે મળે છે અને – મહાદેવ ને રીઝવવા નો પ્રયત્ન કરે છે પણ- મહાદેવ સહેજે મચક આપતા નથી અને તપ-વૈરાગ્ય નું કારણ આપી પાર્વતી ને ઓળખવા ની- સ્વીકારવા ની ના પાડી દે છે……પણ પાર્વતી- શિવ ને કહે છે કે’ હે મહાદેવ- પ્રેમ વિના વૈરાગ્ય પણ મહત્તા હીન છે…………..” બસ આવું જ છે……જયારે કોક જુવાનીયો- વૈરાગ ધારણ કરે છે- ત્યારે એ વૈરાગ – હરિપ્રેમ થી લથબથ હોય છે અને જો- એ પ્રેમ સહેજ પણ માર્ગ ચુકે તો – વૈરાગ એક તણખલા ની જેમ હણાઈ જાય છે……!

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા પુરુષ- આજકાલ અમદાવાદ ના આંગણે છે….અને આપણા જેવા હરિભક્તો ને ખુબ જ મોટું- એવું દર્શન નું સુખ આપી રહ્યા છે. સવાર ના દર્શન મા- તમે હરિભક્તો ની ભીડ જુઓ તો ખબર પડે કે – યોગીબાપા તદ્દન સાચા હતા……યોગીબાપા એ- જયારે કે પ્રમુખ સ્વામી મહારાજ-  સંસ્થા ની સેવા મા એક સામાન્ય કાર્યકર ની જેમ- દાખડો કરી રહ્યા હતા ત્યારે- હરિભક્તો ને કહ્યું હતું કે – આ પ્રમુખ સ્વામી ના દર્શન કરી લો……ભવિષ્ય મા આ સાધુ ની વાંસે લાખો માણસ ફરશે…..એમને મળવા નું- દર્શન કરવા નું દુર્લભ થઇ જાશે……! છેલ્લા બે દિવસ થી હું પણ આ સુખ પ્રાપ્ત કરી રહ્યો છું…..સવારે ૭.૩૦ ની આરતી મા જવાનું અને પછી- બાપા ના દર્શન કરવા – યોગ્ય જગ્યા એ- અન્ય હરિભક્તો ની જેમ ગોઠવાઈ જવાનું….! બાપા ના સહજ દર્શન થાય- એવી જગ્યા કઈ??? મને તો સીડી ( મંદિર ના રમણા) વાળી જગ્યા લાગી…….! અને બે-કલાક- સંતો ની ધૂન્ય અને કથાવાર્તા નો લાભ લેવાનો……તડકો વેઠવા નો…..પણ જયારે સ્વામીશ્રી આવે અને એમનું તેજસ્વી- હસતું મુખ જોવા મળે- એટલે બધું વસુલ…..!

તો આજે સવારે- સ્વામીશ્રી ના દર્શન નો અદભૂત લાભ મળ્યો…..ભીડ-સમય ના કારણે- ઠાકોરજી ના દર્શને ન જવાયું……પણ એ પહેલા- પૂ. ડોક્ટર સ્વામી એ કથાવાર્તા નો લાભ આપતા કહ્યું કે….

 • એક ભગવાન મા અટલ શ્રદ્ધા અને સંત નું માહાત્મ્ય ઓળખાય એટલે બધું જ સમજાય- બધા શાસ્ત્રો,પુરાણો કે વેદો મા આ જ વાત કરી છે…….
 • તપ-નિયમ-વ્રત થી દેહ ના ભવ ટાળવા- એ વાત એમણે વચનામૃત ને આધારે કહી……ગઈકાલે મે પણ નિર્જળા ઉપવાસ કર્યો હતો( મે મારી જિંદગી મા ક્યારેય ઉપવાસ નથી કર્યાં પણ – એક હરિ નો રંગ લાગ્યા પછી- એ સહજ થાય છે…..મને ખુદ ને આશ્ચર્ય છે…) – સંતો-હરિભક્તો એ પણ આ રીત થી દેહ ના ભવ ટાળ્યા છે…..અને આ તો ભક્તિ માર્ગ નું પ્રથમ પગથીયું છે….જ્યાં દેહ ના ભવ ટાળી- આત્મા ને – પરમાત્મા તરફ પ્રેરવા નો છે……

ત્યારબાદ- પૂ. સ્વામીશ્રી – ઠાકોરજી ના દર્શને પધાર્યા – એ સમયે- એમના દર્શને આવેલા- મહાનુભાવો- નું સ્વાગત થયું……સિંગાપોર એરલાઈન્સ ના વડા – ખાસ સ્વામીશ્રી ના દર્શને આવ્યા હતા……! આવા પ્રસંગો એ- પ્રમુખ સ્વામી કોણ છે??? શું છે?? એ સમજાય છે. તદ્દન સાદું વ્યક્તિત્વ પણ- હજારો લોકો એમની એક આજ્ઞા એ જીવન બદલી દે છે…..એ શું ઓછી વાત છે??? જુઓ સ્વામીશ્રી ના દર્શન….ગઈકાલ અને આજ……

સ્વામીશ્રી – દર્શન-૩૦/૦૬

સ્વામીશ્રી-દર્શન-૧/૦૭

અને નવાઈ ની વાત એ છે કે- દુર દુર થી હરિભક્તો અને -જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત નથી- એ લોકો પણ એમના દર્શને આવે છે….! બસ – મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી નો સંકલ્પ- કે પાંદડે પાંદડે – સ્વામિનારાયણ નું ભજન કરાવવું છે…….એ હવે સત્ય લાગે છે…..

વળી આનંદ ની વાત એ છે કે- આ વખતે – મંગળવારે -૩/૦૭ – ના રોજ ગુરૂપુર્ણીમાં છે- જે શાહીબાગ મંદિર ના સામે – આવેલા એડવાન્સ મિલ ના મેદાન મા થવાની છે( જગ્યા ચેક કરી લેવી….)…..પણ સવારે ૮ થી ૧૦ સુધી ની ગુરુ પૂર્ણિમા ની વિશેષ સભા – શાહીબાગ મંદિર ના નીચેના હોલ મા થવાની છે….અને મહાપ્રસાદ ની વ્યવસ્થા તમામ આગંતુકો માટે રાખેલી છે……

આજે – રાત્રે મારે બહાર  જવાનું હોવાથી- હું રવિસભા નો લાભ નહી લઇ શકું….આજે રવિસભા મા – પૂ. ડોક્ટર સ્વામી,મહંત સ્વામી અને પૂ.ત્યાગવલ્લભ સ્વામી -કથાવાર્તા નો લાભ આપવા ના છે…….અને ગુરૂપુર્ણીમાં ની સભા પણ કદાચ – ચુકી જવાશે…….આથી બસ- ઠાકોરજી ના ચરણો મા પ્રાર્થના કે- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ ની ભેટ અમને આપી ને- અમને સર્વસ્વ આપી દીધું છે……અને એમના થકી જ અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરી છે……આથી શ્રી ગુરુહરિ ના ચરણો મા શત્ શત્ વંદન કે- જેના કારણે ગોવિંદ ની પ્રાપ્તિ સહજ થઇ છે……

वंदे श्री पुरुषोत्तम च परमं ,धाम्यक्षरम ग्नान्दम,

वंदे श्री प्रागजी भक्तमेव मनगं ,ब्रह्म्स्वरुपम मुदा….

वंदे श्री यग्नपुरुष दास चरणं ,योगिराजम तथा…..

वंदे श्री प्रमुख्म गुनालय गुरूम ,मोक्षाय भक्त्या सदा….”

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS રવિસભા- તા.૧૭/૦૪/૨૦૧૧

તો ઉનાળો, આજકાલ, જોર પકડી રહ્યો છે અને રવિવાર હમેંશ ની જેમ , ટૂંકો જ હોય છે…( કેમ????) ..આખો દિવસ ક્યાં વીતી જાય છે ,ખબર જ નથી પડતી,અને અમદાવાદ માં તો રવિવાર અને બપોર ,એટલે કે સ્વૈચ્છિક કરફ્યું…..!! તો, અમે મંદિરે ગયા ત્યારે, ગરમી તો ખુબ હતી…પણ હરિભક્તો,પણ નોંધપાત્ર સંખ્યામાં હતા….ઠાકોરજી ના દર્શન થયા..જુઓ આજના દર્શન….

હરિકૃષ્ણ...મહારાજ...!

ત્યારબાદ રવિસભા માં ગયા. પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગો નું વર્ણન એક સંત દ્વારા થઇ રહ્યું હતું. આમ તો ,કોઈ પ્રસંગ નું વર્ણન કરવામાં આવે ત્યારે કઈ ખાસ નથી હોતું, પણ અહિયા ભેદ એ હતો કે , પ્રસંગ સામાન્ય હતો,પણ એને જોવાની દ્રષ્ટી ,બદલવામાં આવી રહી હતી…..શ્રીકૃષ્ણ ભગવાન ,ગોપીઓ સાથે રાસ રમ્યા….તો એ એક સામાન્ય દ્રષ્ટી એ, એ પ્રસંગ માત્ર છે….પણ આધ્યાત્મિક ભેદ…એમાં સર્જનહાર ની લીલા…દર્શાવે છે….!પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ, હરિભક્તોના પત્રો, વાંચવાનું….તેના પ્રત્યુત્તર આપવા નું અકલ્પનીય છે….!

ત્યારબાદ, પૂ.સંતો દ્વારા, પૂ.બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત એક કીર્તન ,ખુબ જ ભાવપૂર્ણ લઢણ દ્વારા ગાવામાં આવ્યું…..

 “સગપણ હરિવર નું સાચું…બીજું બધું ક્ષણ ભંગુર કાચું….”

અને  ખરેખર ,આ હકીકત છે….બીજા બધા સગપણ ને સમય ની..સંજોગ ની સાપેક્ષતા નડે છે, પણ જે સગપણ હરિ સાથે હોય તે , શાશ્વત ..અમર જ હોય છે…બીજા સગપણ, દુઃખ લાવે છે..પણ હરિ પ્રત્યે ની અઢળક….અતુટ પ્રીતિ…સુખ નો સાગર લાવે છે…

” હરિ નામનો ચૂડલો….હરિ વર નું કંકુ…..

લાગ્યું હવે મુજ ને ..જન્મોજન્મ ની સોહાગણ બંધાણી હવે…..”

આજે સભામાં, પૂ.ત્યાગવલ્લભ સ્વામી અને પૂ.ડોક્ટર સ્વામી જેવા બે-બે સદગુરુ સંતો ની હાજરી હતી, આથી શ્રોતાઓ ને, બંને સંતો ની વાણી નો લાભ મળ્યો. પૂ.ત્યાગવલ્લભ સ્વામી ,એ પોતાના પ્રવચન માં જણાવ્યું કે….પૂ, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે – આ જીવ લાખો જન્મો થી , અનેક વિષયો ભોગવતો આવ્યો છે….અને એ વિષયો નું સુખ વાસના બની…એના જીવને ચોટેલા છે…તો આ વિષયો..દેહાસક્તિ કેવી રીતે છોડવી????એના માટે ભગવાનમાં , માહાત્મ્ય સહિતે અઢળક પ્રીતિ…..અખંડ સ્મરણ…ચરિત્રો નું પઠન….જરૂરી છે….ગઢડા અંત્ય ના ૩૮ માં વચનામૃતમાં ,સ્વયં શ્રીહરિ એ આ વિષે વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે….

પૂ.ત્યાગવલ્લભ સ્વામી..

ત્યારબાદ પૂ.ડોક્ટર સ્વામીએ , પોતાના તેજ ઝરતી વાણીમાં સમજાવ્યું કે ,મનુષ્ય ચાહે લાખ પ્રગતિ કરે….વિકાસ કરે પણ જો એની જીંદગીમાં ,અધ્યાત્મિક વિકાસ ન હોય તો સરવાળે બધું જ શૂન્ય છે….પૂ.યોગીબાપા કે પૂ.પ્રમુખ સ્વામી મહારાજ..બહુ ભણેલા નથી..પણ એ અધ્યાત્મ ના સર્વોચ્ચ સાર સુધી પહોંચેલા છે…ભગવાન ,એ સર્વ શૂન્ય આગળ નો એકડો છે…એ સત્ય યાદ રાખવાની જરૂર છે….!!

ત્યારબાદ, એક અવિસ્મરણીય સત્ય ની જાહેરાત કરવામાં આવી….એવા હરિભક્તો વિષે જણાવવામાં આવ્યું કે ..કોઈ સ્વાર્થ વગર છેલ્લા ૨૦-૨૫ વર્ષ થી એક પણ દિવસ ચુક્યા વગર….કોઈ ઋતુ માં અટક્યા વગર….રોજ સવારે ૨-૩ વાગ્યે ઉઠી….સવારે ૪ વાગ્યે મંદિરે પહોંચી…ઠાકોરજી માટે ફૂલના હાર ગૂંથવાની સેવા કરે છે……એવા એક નહી પણ ૧૦-૧૫હરિભક્તોનું જાહેર સન્માન કરવામાં આવ્યું……!!! એમની ભક્તિ ,ખરેખર….પ્રણામ ને પાત્ર છે…..એમાં ,એક હરિભક્ત તો ૮૦ વર્ષના છે અને રોજ સવારે…૬-૭ કિલોમીટર ચાલી ને મંદિર જવાનું એમને હજુ પણ રાખ્યું છે….!!!

…….શું કહું???? આમ ની આગળ તો , આપણી સેવા તો નગણ્ય પણ ન કહેવાય એવી છે……. !!! ભક્તિ ની કોઈ સીમા નથી હોતી…..એ સાબિત થયું છે…અંતે એક હરિભક્ત નું પણ સન્માન કરવામાં આવ્યું….જે જૈન હોવા છતાં, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી ના સંપર્કમાં આવ્યા ,અને શરુ થઇ એમની, ઉપવાસ યાત્રા…..!! આજે પણ એ, છેલ્લા ૪ વર્ષ થી ધારણા-પારણા ( એક દિવસ ઉપવાસ અને એક દિવસ જમવાનું) નું વ્રત કરી રહ્યા છે….અને એ પણ એમની રોજીંદી ક્રિયાઓ…નોકરી ધંધા ચાલુ રાખીને…!!!

તો સફર અનંત છે…..હરિભક્તો અનંત છે…..ભક્તિ અનંત છે…..અને હરિકથા પણ અનંત છે……..!

જય સ્વામિનારાયણ….

રાજ