Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

દિવાળી -૨૦૧૭

…દિવાળી આવી અને ગઈ..આજે કારતક સુદ સાતમ….જલારામ જયંતિ પણ આવી ગઈ…….અને સમય તેની મંથર પણ મજબુત ગતિ માં ચાલતો જ રહેશે……ઉત્તરાયણ..હોળી …જન્માષ્ટમી……દશેરા અને દિવાળી ફરીથી આવી જશે………જેથી કહી શકાય કે- સમય વર્તુળાકારે ચાલે છે પણ તે એક લીટી પર નથી ચાલતો…..વર્તુળ મોટું થતું જાય છે…ધીરે ધીરે જીવન ની જેમ ધુમ્મિલ થતું જાય છે……..! તો આ વખત ની દિવાળી કેવી રહી???

 • દિવાળી આ વખતે પણ એવી જ ધીમી હતી..ભારે હતી…કારણ – પિતાશ્રી ના ધામ ગમન પછીની પ્રથમ દિવાળી……હું પહેલા કહી ચુક્યો છું એમ- શોક ને લાંબો કરવા નો હું વિરોધી છું..કારણ કે જીવન ટૂંકું છે અને ખુશી ની..ઉત્સવ ની ક્ષણો એના થી પણ ટૂંકી છે…….!
 • છતાં- બધા સ્નેહી- સ્વજનો વરસ માં એક વાર ભેગા થયા એટલે – શોક ની ઘનતા ઘટી ગઈ……છોકરા ઓ એ નાની એવી ઉજવણી કરી….બધાએ વાતો કરી…હસીમજાક ની એ ક્ષણો હૃદય ને રીચાર્જ કરતી ગઈ…..
 • નવા વરસ ના દિવસે- શામળાજી અને ટોરડા સ્વામીનારાયણ મંદિરે દર્શને જવામાં આવ્યું…….શામળાજી મંદિર -રીનોવેશન સાથે વિશાલ લાગે છે..છતાં પાર્કિંગ -અને અન્ય સગવડો( મિત્ર ના અનુભવ મુજબ- જમવામાં..ભોજનશાળા માં ) સુધારા માં- અઢળક અવકાશ છે……..મંદિર નો વહીવટ સુધરે તો સારું………! ટોરડા માં- સાંધ્ય આરતી નો અદ્ભુત લાભ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ના મૂળ ઘરમંદિર,,જે હવે હવેલી બની ગઈ છે…..એ માં જ મળ્યો…..ધન્ય થઇ ગયા…….
 • બીજા દિવસે- બધા સ્નેહી સ્વજનો બાળકો ને લઇ…અમારા મૂળ વતન મઉં ગામ ના ડુંગરો ની વચ્ચે આવેલા મહાકાલી મંદિરે દર્શન- પીકનીક -આઉટીંગ માટે ગયા…….ચારેબાજુ વનરાજી…..મોટા મોટા ખડકો…ખડકાળ રસ્તાઓ…..ચેક ડેમ…..નદી ના પ્રવાહ માર્ગ ..જોઇને લાગ્યું કે- ચોમાસા માં અહી કેવો અદ્ભુત માહોલ હશે..!!! ખેર..અડધોક કિલોમીટર ચાલી ત્યાં પહોંચ્યા..પણ ગરમી લાગવા થી..ત્યાં થી પાછા ઇન્દ્રાસી ડેમ પર ગયા……..ઘોઘુર વડલો અને નીરવતા ને આધારે ત્યાં કેમ્પ રાખ્યો…..હરિ અને એની બાળ મંડળી ને- વડલા ની વડવાઈ ઓ એ હીંચ લેવા ની મજા પડી ગઈ તો મોટા બધા ક્રિકેટ- વાતું-મજાક મસ્તી માં લીન થઇ ગયા……! દિવાળી પર દુર ફરવા જવું એના કરતા આવી શાંત- જગ્યા એ જલસા કરી લેવા..એમાં વધારે સુખ છે…….ગાડરિયા પ્રવાહ માં તણાઈ – ઉત્સવ ની મજા ફિક્કી ન કરવી….જીવ ની શાંતિ માટે પણ થોડોક સમય ફાળવવો…!!! દોડાદોડી માં શું દાટ્યું છે????

 • એ જ સાંજે બધા એ સમૂહ માં ગરમાગરમ દાળ બાટી-છાસ નો લ્હાવો લીધો……..જલસા પડી ગયા……..અદ્ભુત…!! બધા સાથે હોય એટલે બધું જ મીઠું લાગે…!
 • એક દિવસ સાંજે નજીક નાં પ્રસિધ્ધ યાત્રાધામ જુના ભવનાથ માં સ્વયંભૂ મહાદેવજી ની સંધ્યા આરતી નો લાભ લેવા માં આવ્યો……અદ્ભૂત અનુભવ…….! ભૃગુ કુંડ ની નીરવ શાંતિ અને છલોછલ ભરેલા પાણી ની સપાટી પર તરતો સમય……! અનેક વાર્તા ઓ છે…અહી અનુભવવા ની…..!

 • લાભ પાંચમ ના દિવસે- પપ્પા ની પ્રથમ પુણ્ય તિથી હતી….આથી અમારા મઉં ગામ ની નાની પણ બળુકી……ભજન મંડળી ના ભજનો નો રાત્રી પ્રોગ્રામ ગોઠવવા માં આવ્યો……રાત્રે ૨ વાગ્યા સુધી- પ્રાચીન-અર્વાચીન ભજનો નો- દોર એવો ચાલ્યો કે- જીવ રીચાર્જ થઇ ગયો…….મન એકતાર થઇ ગયું……! હજુ પણ મન માં અતૃપ્ત વાસના છે કે- નીરવ શાંતિ હોય…રાત્રી નો સમય…ઠંડી નું જોર…તાપણું સળગતું હોય અને કોઈ દેશી ગાયક…….. બ્રહ્માનંદ..પ્રેમાનંદ… જેવા અષ્ટકવિ ના હરિપદ…… એના દેશી કંઠે…હૃદય રેડી ને ..માત્ર એકતારા ના તાલે છેડતો હોય…….તો આ જન્મારો સફળ થઇ જાય…!!!! …..કીડી ના પગે બાંધેલા ઝાંઝર નો રણકાર સાંભળવો- કદાચ આને કહેવાય…….!
 • દિવાળી ની આ મસ્તી માં અમારા હરિકૃષ્ણ મહારાજ તો સંપૂર્ણ દિવાળી મય થઇ ગયા છે……….”ભણવું…હોમવર્ક..સ્કુલ…” જેવા અઘરા શબ્દો એમના કાને પડતા જ નથી…..અને અમને ડર છે કે – સ્કુલ ચાલુ થશે અને હરિભાઈ અમારા કડાકા ભડાકા કાઢી નાખશે…….હહાહાહાહા…..!! 🙂

તો- યારો……….બસ જીવન ની હરેક પળ ને જીવી લેવી..અને એ જીવવું જ કદાચ ઉત્સવ કહેવાય…….મરી મરી ને તો રોજ જીવી એ છીએ…પણ એ જીવવું થોડું છે…એ તો ઢસરડા છે………..આ ઉત્સવો છે..એટલે જ જીવન આટલું રંગબેરંગી છે…..અને જો એ ન હોત તો- આપણું જીવન કદાચ રાખ ની જેમ ઉડી જાત…….!! સમય ને રંગતા રહેવું……એ જ આપણો મિજાજ હોવો જોઈએ…! તો- બસ- હરિ ને હરપળ પ્રાર્થના કે – જીવન ની પ્રત્યેક પલ ઉત્સવ બનતી રહે……..તેમાં કેસર ભીનો હરિ હૃદય ખોલી ને વરસતો રહે……….દુખ જોજનો દુર રહે……..વિપરીત સંજોગો પણ ઉત્સવ ના આ રંગ ને ફિક્કો ન કરી શકે……. જીવવું કદાચ આ જ છે……………જીવતા રહો…!!! રાજ


Leave a comment

આજકાલ- ૧૬/૧૦/૨૦૧૭

દિવાળી ના મહોત્સવ ની શરૂઆત થઇ ચુકી છે…….આપણા હિંદુઓ માટે આ સૌથી મોટો ..સૌથી વધુ ઝળહળતો …સૌથી વધુ મહિમા ધરાવતો ઉત્સવ આ જ છે. મનોવિજ્ઞાન કહે છે કે- ઉત્સવ મન ની તંદુરસ્તી..સમાજ ની તંદુરસ્તી માટે અનિવાર્ય છે……..જેના જીવન માં ઉત્સવ નો ઉત્સાહ નથી..એ જીવંત છે છતાં મૃત છે……….એમ સમજી રાખવું.

એટલા માટે જ – આપણા સઘળા ઉત્સવો મન થી શરુ થઇ જીવ સુધી પહોંચે છે……..અને એ પ્રક્રિયા દરમિયાન બાહ્ય જગત માં થતા ફેરફારો -જગત નો લય નક્કી કરે છે……આપણા ગુજરાતીઓ માટે તો વિક્રમ સંવંત થી શરુ થતા વરસ નો છેલ્લો દિવસ..અને કાર્તિક માસ ની શરૂઆત થી નુતન વર્ષ નો પ્રારંભ…! તો- જોઈ એ કાલચક્ર ના આ ભાગ માં અત્યારે શું ચાલે છે- આજકાલ..???

 • લોકો ( કોન્ગ્રેસ્સ અને એના સગા વ્હાલા ઓ) કહે છે કે – નોટબંધી અને જીએસટી – મોદી લાવ્યો અને દેશ ની ..અર્થ તંત્ર ની પત્તર ઠોકી નાખી…!!!! બોલો..શું કહેવું આ લોકો ને??? ભાઈ…..નોટબંધી કરી હતી..નસબંધી નહિ..કે આજીવન બસ દયામણા ડાચા લઈને જ ફરવું…! મોટા અર્થશાસ્ત્રી ઓ…અરે..વિદેશ ના નિષ્ણાત પણ કહે છે કે- આ સ્ટેપ જરૂરી હતું……અને એના અને જીએસટી ના લીધે- હાલ થોડોક સમય…અસ્થાયી તકલીફ પડશે પણ એક વાર ગાડી ટ્રેક પર ચડશે પછી દેશ -દુનિયાભર માં ડંકા વગાડશે…! જીએસટી લાગુ થયે બે- એક માસ થયા છે…બધું સુધારા વધારા સાથે આગળ વધી રહ્યું છે…જેમ જેમ સમય જશે  તેમ તેમ કર માળખા ને સુવ્યવસ્થિત..સુદ્રઢ કરાશે…! આટલા વિશાલ દેશ માં ..આટલું મોટું ક્રાંતિકારી પરિવર્તન સહજ થોડું હોય..!!! થોડુક મગજ વાપરો..! ચિઠ્ઠી ઓ પર ધંધા ખુબ કર્યા( જીએસટી આવ્યા પછી પણ કરે છે…..બોલો હવે…) …હવે દેશ ને લુંટવા નુ બંધ કરી દેશ ના વિકાસ માં યોગદાન આપો..!
 • ગુજરાત માં ચૂંટણી ઓ આવી રહી છે……અને બધા રાજકીય પક્ષ- એના બટકા પર જીવતા કુતરાઓ ના સારા દિવસો આવી ગયા છે…….સરકારી કર્મચારીઓ પણ સરકાર નું નાક દબાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહી છે……પાછા સરકાર ને ગાળો બોલતા કહે છે….આટલું બધું કામ કરવા નું??? ભાઈ…..પહેલા તો નહોતા કરતા..હવે તો કરો…..પગાર મળે છે તેટલું તો કરો……અને .સાતમાં પગારપંચ થી લાભ કોને થયો……આવડત વગર પણ જો આટલો બધો પગાર મળતો હોય( ..કોઈક દિવસ પ્રાઇવેટ નોકરી કરી જો જો..સમજાઈ જશે..) પછી પણ કામ ન કરવા ના બહાના કરવા ના..???
 • રાહુલબાબા -ઉડતા ઉડતા આવી – ગુજરાતીઓ નું મનોરંજન કરી ગયા……હજુ આવતા રહેશે…….! કોંગ્રેસ ની પરિવાર ભક્તિ- નિષ્ઠા ને તો ખરેખર દાદ આપવી જોઈએ…….રાહુલબાબા ના કદમ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ઉંધા માથે પછડાયા છતાં….કોંગ્રેસી ઓ ની રાહુલ પર થી નિષ્ઠા ડગમગી નથી……!! આટલી નિષ્ઠા તો પોતાના જમાઈ પર પણ ન હોય…!!! કહેવું પડે……..ભાઈ…કહેવું પડે…!!!!!
 • વાત કરી એ કોન્ગ્રેસ્સ ના પ્યાદા ઓ ની- ….હાર્દિક/જીગ્નેશ/અલ્પેશ જેવા બની બેઠેલા અમુક વર્ગ ના હોદ્દેદારો – ભોળા સમાજ( પણ સમાજ એ સમજે તેટલો ભોળો નથી…)  ને ઉલ્લુ બનાવી પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે….એમના પ્રવચનો તમે સાંભળજો….સમજાઈ જશે કે એમનું લેવલ કેટલું છે??? …..કોંગ્રેસે આખી જિંદગી આ જ કર્યું છે…..જાતી-જ્ઞાતિ- ધર્મ-અનામત- ના આધારે લોકો ના લાકડા લડાવી- પોતે દેશ ને લુંટ્યો જ છે…….પણ ગુજરાતીઓ એટલા ભોળા નથી………એ કોંગ્રેસ ને..એના પાલતું કુતરા ઓ ને પણ ઓળખે છે…….જાણે છે…….!!! વિકાસ તો એમને ગાંડો લાગે છે…પછી દેશ  ના કે રાજ્ય ના વિકાસ નું તો એમને યાદ જ ક્યાં થી આવે??? અનામત તો એવો રાક્ષસ છે કે- જેને બહાર રાખી એ તોયે મુશ્કેલ અને બાટલી માં પુરીએ તો એ મુશ્કેલ…!!!!! જ્યાં સુધી આ દેશ માં- લોકો- નાત-જાત-વર્ણ ની મગજમારીઓ- માં વ્યસ્ત રહેશે….ત્યાં સુધી આ દેશ નું ભલું નથી…!!! અમેરિકા માં અનામત છે????? જોઈ લ્યો વિકાસ…..!! ભાઈ ઓ ચેતતા રહેજો…………દેશ પહેલા…પછી બીજું બધું…!!
 • ગઈ ૨૫/૧૦ /૨૦૧૬ ના રોજ – પપ્પા એ દેહ છોડેલો…આ દિવાળી તેમની સ્મૃતિ માં જ રહેશે…પણ એક વાત મને ખટકે છે……..જો તત્વજ્ઞાન ની વાત કરતા હો…..ભગવાન માં માનતા હો…દેહ અને આત્મા જુદા છે…..આત્મા કદાપી મરતો નથી- એવું સમજતા હો તો પછી ક્યાં સુધી શોક નું વાતાવરણ ઉભું કરી- ઉત્સવ ની મજા ને મારી નાખવા ની??? જીવન ની આગલી પળે શું થવા નું છે…કોને ખબર?? કદાચ આ દિવાળી આપણી છેલ્લી દિવાળી હોય…કોને ખબર?? એ પણ શોક માં- નીરસ થઇ ઉજવવા ની?? અંધકાર પણ વિજય પ્રાપ્ત કરતો દીવો પણ નહિ કરવા નો???? હું- મૃત્યુ નો મલાજો જાળવવા માં માનું છું..પણ એની પાછળ સમય ને ઘસડી ને ચાલવા નથી માંગતો…..!!! જીવન છે યારો……બોજો નથી……..એની એક એક પલ ઉત્સવ છે…..મૃત્યુ તો આવનજાવન છે…એમ શું ડૂબી જવાનું??? આપણી ખુશી જોઇને ઉપરવાળા પણ ખુશ થાય એમ કરવું જોઈએ…!! મૃત્યુ ને પણ એક ઉત્સવ કરી દઈએ- તો જ્ઞાન સાચું…….!!!
 • ફટાકડા- હું એનો ડાઈહાર્ડ સમર્થક નથી………કારણ કે એમાં વપરાતા કેમિકલ્સ …એની બનાવટ માં રહી ગયેલી ત્રુટીઓ તેને બાળકો માટે જોખમી બનાવે છે…….પણ હા….બાળકો ફટાકડા ફોડે તેમાં કોઈ વાંધો નથી……એમની પાસે રહો…એમનું ધ્યાન રાખો……ઉજવણી ક્યાંક હોસ્પિટલ માં ન કરવી પડે…એનું ધ્યાન રાખવું…!
 • મીઠાઈઓ- બજાર ની તો વાત જ ન કરવી…રોજેરોજ છાપા ઓ માં- ટીવી પર બતાવે છે કે- મીઠાઈઓ માં- એની બનાવટો માં જે પ્રકારે ભેળસેળ થાય છે…..એ જોઈ ને તો જીવ કકળી ઉઠે છે……એના કરતા તો ઘરે- સુખડી-મોહનથાળ બનાવી ને ખાઈ લેવો સારો…!! ખરેખર ગામડું અત્યારે ખુબ વ્હાલું લાગે છે……એક જમાનો હતો કે- બધું જ ઘર નું હતું…..શાકભાજી થી માંડી ને- દૂધ-ઘી બધું જ…અને દિવાળી ની તૈયારી -મમ્મી જે રીતે કરતી……..ભલે ને મીઠાઈ-ગાંઠિયા-મઠીયા-જીરાપુરી ની વેરાયટી ઓછી હોય પણ -જીવ સંતૃપ્ત થઇ જતો……અત્યારે તો કાજુ બદામ વાળી હોય…૨૦૦૦ રૂપિયા/કિલો હોય છતાં ફિક્કી ફસ લાગે છે……..!!!!! લોકો એ કૃત્રિમ…એમના આચાર-વિચાર-સ્વપ્ન એ કૃત્રિમ…..લાગણીઓ …..ભોજન-કપડા પણ કૃત્રિમ……….!!!! બસ- હરી હવે તો તું જ એક સહારો…!!
 • ફરવા જવાનું- ભાઈ….દિવાળી માં ભલે છોકરા ને રજાઓ હોય….પણ અત્યારે ફરવા ન જવાય…..કેમ???? અનુભવી આનો ઉત્તર  જાણે છે…!! કેટલાક ત્રાસેલા લોકો- દિવાળી જ બહાર ઉજવે છે…..ગોવા….કેરલ કે સિંગાપોર……વગેરે…! પણ ભાઈ…ઉત્સવ તો પોતાના લોકો ની વચ્ચે જ થાય…..આખું વરસ તો એકલા જ હો છો…..જો વરસ ના અમુક દિવસ પણ પોતાના લોકો વચ્ચે નહિ રહો તો- તમારા કોન્વેન્ટિયા બચ્ચા ઓ ને- એમની સુધરેલી માતાઓ ને- કુટુંબ-પરિવાર -પોતાના – શું….એમાં સમજણ શું પડશે???  જે બસ પોતાનું જ વિચારી – એકલા રહેવા નું પસંદ કરશે તે….કરોડો કમાઈ એકલતા માં જ ઉકલી જવા ના…??? જો તમને આવા અભરખા ન હોય તો- લખી રાખો- સયુંકત કુટુંબ..સમૂહ માં જે સુખ છે…….એ જ સાચું સુખ છે………એકલા જીવવા માં કોઈ મજા નથી….!!!! સયુંકત કુટુંબ માં વિચારો ની ઊંચ નીચ હોય..પણ એમાં એ એડજસ્ટ થતા આવડશે તો- જીવન સુખ બની જશે…….બાકી એકલા તો કુતરા એ મરે જ છે ને…!!! મારા ગુરુ મહંત સ્વામી મહારાજ તો ડંકા ની ચોટે કહે છે…કે – પરિવાર હોય કે- સત્સંગ- જો સંપ નહિ હોય……એકતા નહી હોય તો- પ્રગતિ થશે જ નહિ…!!! રૂપિયા આવશે પણ સુખ નહિ આવે…!!!

તો- ચાલો..રજા લઉં…….! બધા ને એડવાન્સ માં- શુભ દિવાળી……નુતન વર્ષાભિનંદન…………શ્રીજી મહારાજ  -સ્વામી અને મારા ગુરુ મહંત સ્વામી મહારાજ- સર્વે નું રૂડું કરે…..સર્વે ના શુભ સંકલ્પો પૂર્ણ થાય તેવી જ તેમના ચરણો માં પ્રાર્થના…!!

રાજી રહેજો………! નહીતર થાય તે કરી લેજો……… 🙂

રાજ


Leave a comment

આજકાલ -૨૦/૧૧/૨૦૧૫

નવરાત્રી ગઈ..દિવાળી ગઈ…નવું વર્ષ-વિક્રમ સંવંત ૨૦૭૨ શરુ થઇ ગયું અને આમનેઆમ આંખ ના પલકારા ની જેમ એ પણ ક્યાં સમય ની ગર્તા માં ખોવાઈ જશે……ખબર નહિ પડે….અને એ જ રીતે આ દેહ ની આવરદા પણ હવ્વા થઇ જશે…..આંખો ના ઊંડાણ માં બસ સ્વપ્ન તુલ્ય આ દુનિયા ની મીઠી-ખરી-તુરી-ધૂંધળી છબીઓ રેલાતી રહેશે…..!!!

તો શું ચાલે છે આજકાલ???  મારા માટે તો હજુ એ જ યથા સ્થિતિ જ પ્રવર્તે છે…..સમય સ્થિર છે……શ્રીજી જાણે કે દુર ઉભા હસતા હસતા કહી રહ્યા છે કે…..જોઈએ કે તું “મારો” કેટલો થયો છે…અને કેટલો “દુનિયા” નો થયો છે???? આપણા માટે તો એની મરજી જ જીવન છે………એનાથી આગળ કશું વિચારવું જ નથી…..!!!! એ જે કરતો હશે તે સારૂ જ હશે……! દાસ ના દુશમન હરિ કોઈ દી હોય નહિ……! તો ચાલો સમય ની એરણ પર ચડી ને જોઈએ કે આજકાલ શું ચાલે છે???

 • આજકાલ-મારો હરિ……અને મારો હરિકૃષ્ણ  અનરાધાર વરસી રહ્યા છે……..! હરિકૃષ્ણ મહારાજ ના નીતનવા નાટકો…એના નિર્દોષ પ્રશ્નો……ચરિત્રો…..કાલી કાલી ભાષા માં અઢળક વાતો………..જાણે કે અધ્યાત્મ ના મસમોટા પ્રવાહ ની જેમ મને વહાવી જાય છે……! એના મુખ પર હરિ ની હાજરી જોઈ શકું છું…………!
 • દિવાળી હમેંશ ની જેમ સારી ગઈ…ગામડે બધા ભેગા થયા……સંબંધો રીચાર્જ થયા……અજવાળું ફેલાયું……! ક્યાંય ફરવા ન જવાયું……..પણ અક્ષર મુક્ત મહા યોગી ગોપાળાનંદ સ્વામી ના જન્મ સ્થાન ટોરડા -દર્શન કરવા ગયા….એમના જન્મ સ્થળે હવેલી બને છે..અને બસો વર્ષ પહેલા ના પ્રસાદી ના મહા અદ્ભુત સ્થાનો- જાણે કે ખોવાઈ રહ્યા છે……..નવીનીકરણ- પ્રસાદી ના સ્થાનો ને જેમ છે એમ જાળવી ને- ન થઇ શકે???
 • આજે જ હરિકૃષ્ણ મહારાજ ને કાંકરિયા ની યાત્રા એ લઇ ગયા……. સર્વ પ્રથમ પ્રાણી સંગ્રહાલય જોવા ગયા……પહેલા તો કાર પાર્કિંગ જ ન મળ્યું……કોઈ નિશાની જ નહિ..છેવટે પૂછતાં પૂછતાં પહોંચ્યા……ઝૂ માં ગયા….જોઇને દુખ થયું કે- કોઈ મેનેજમેન્ટ જ નથી..અસહ્ય ગંધ….પ્રાણીઓ-પક્ષીઓ- બધા જાણે કે ગંદકી માં જ જીવી રહ્યા હોય એવું લાગ્યું…….વૈવિધ્ય પણ ઓછું છે……અને નાના બાળકો તો બિચારા ચાલતા ચાલતા જ થાકી જાય…! આ વ્યવસ્થા માં કોઈ સુધારો ન થઇ શકે???? બાલવાટિકા તો સાવ ખાડે ગયેલી છે……કોંગ્રેસી યાદો હજુ એમાં પગપેસારો કરેલી -જીવંત લાગે છે…..માત્ર બહાર ટ્રેન-બોટ રાઈડીંગ-અને અન્ય વ્યવસ્થા ઓ જ સારી લાગી…….થેન્ક્સ ભાજપ…!!! હરિભાઈ ને જલસા પડી ગયા……પણ એની એક ઈચ્છા અધુરી રહી ગઈ….ઘોડા પર બેસવા ની…!!!! કારણ કે ઘોડેસવારી હવે ત્યાં બંધ થઇ ગઈ છે…….! બેટર લક નેક્સ્ટ ટાઈમ…….બેટા..!
 • સારંગપુર- સાદ પાડી ને બોલાવી રહ્યું છે………..! હું આવી રહ્યો છું…………..
 • ચૂંટણી સમય— જે પ્રજાનું કામ કરે ….જેનો હેતુ શુદ્ધ હોય…દેશ નો વિકાસ જેના માટે સર્વોપરી હોય…….તેને વોટ મળે……..અને અમદાવાદ ની- ગુજરાત ની-દેશ ની જે સુધરેલી હાલત નજર સમક્ષ છે….પછી વિચારવાનું શું????  બુદ્ધિ વાપરો……….પોતાની લાગણીઓ પર  કાબુ રાખો……..ટૂંકી બુદ્ધિ વાપરી ને દેશ ને કાયમી નુકશાન ન કરો……! બિહાર ની મને દયા આવે છે……………..!

તો- ચાલો બધું શ્રીજી ને હવાલે કરીએ……………એની મરજી ને જ જીવન બનાવીએ……….પણ કર્મયોગ ન છોડીએ…….કારણ કે એ પણ એની જ આજ્ઞા છે..!

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૮/૧૧/૨૦૧૫

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉ છું;………’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય ?”

પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. ……જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે ……..તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે,

‘યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥’

(અર્થ : જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વબુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો ગધેડો જાણવો)

એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

——————————————-

વચનામૃત ગઢડા મધ્ય ૫૪

સત્સંગ નો મહિમા……સત્પુરુષ નો મહિમા……ભગવાન ના સંત-અને ભક્ત માં આત્મબુદ્ધિ સાથે નો મહિમા……..આ સર્વે સમજાય તો બીજું કશું સમજવું બાકી રહ્યું નથી..એવું શ્રીજી કહે છે…….અને જો આવું ન હોય તો- એને ભગવાને ગોખર અર્થાત- ગધેડા જેવો કહ્યો છે……! તો આજની સભા- સત્પુરુષ નો મહિમા સમજી..એમાં દ્રઢ ભાવે પ્રીતિ જોડવા ની હતી…..અને આજ અમદાવાદ ને આંગણે સારંગપુર થી વિદ્વાન સંતો – પુ.અક્ષર ચરણ સ્વામી અને પુ. મધુરવદન સ્વામી પધાર્યા હતા…..જેમના દ્વારા ઉપરોક્ત વચનામૃત નો લાભ – કીર્તન નો લાભ સભા ને મળ્યો…..

આજે વાક્બારસ….અર્થાત જ્ઞાન નો દિવસ…દિવાળી ની શરૂઆત…..અને અન્નકૂટ મહોત્સવ ની ભરપુર સેવાઓ ચાલી રહી છે….આથી એ સેવાનો લાભ લઇ તરત જ સભામાં પહોંચી ગયો…પણ હમેંશ ની જેમ શ્રીજી ના અદ્ભુત દર્શન…..

12208547_1635928666694966_5827435264395889066_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો ને મુખે સ્વામિનારાયણ ધુન્ય ચાલી રહી હતી…ત્યારબાદ સારંગપુર થી પધારેલા – વિદ્વાન ગાયક સંત- પુ.મધુરવદન સ્વામી દ્વારા બે કીર્તન- શાસ્ત્રીય ગાન ની સુરાવલી ઓ સાથે અદ્ભુત રીતે રજુ થયા…..

 • બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત..” મોહન પધારો મોરે…”
 • મુને શીખવો..આતમ સંગીત હે પ્રમુખ સ્વામી…..( રચિયતા-અજ્ઞાત)

મધુર-સુરીલો કંઠ અને રાગો નું અદ્ભુત જ્ઞાન-મન-હૃદય ને પ્રભાવિત કરી ગયું……ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ નું- ૫/૧૧/૨૦૧૫ ના રોજ નું -સારંગપુર ખાતે નું અદ્ભુત વિડીયો દર્શન રજુ કર્યું……નીચેની લીંક દ્વારા તમે પણ એ દર્શન જોઈ શકો છો….

http://www.baps.org/Vicharan/2015/05-November-2015-8712.aspx

ત્યારબાદ- સારંગપુર સંતો ની વિદ્યાપીઠ માં ગુરુજી તરીકે સેવા આપતાં અતિ વિદ્વાન સંત- પુ.અક્ષર ચરણ સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૫૪ ના વચનામૃત પર આધારિત- સંતપુરુષ મહિમા પર રસપ્રદ પ્રવચન થયું………….જોઈએ એના સારાંશ….

 • સત્પુરુષ ને ઓળખવા-એમનો મહિમા સજ્વો અને એમનામાં દ્રઢ પ્રીતિ સહીત જોડાવું- એટલે જ સત્સંગ……
 • ગઢડા પ્રથમ-૩૮, સારંગપુર-૧૮ ના વચનામૃત નો સાર કહે છે કે- જેમ વણિક નામું માંડે-તેમ સત્સંગ માં આવ્યા પછી જીવે પાછા વળી- અર્થાત અંતર્દ્રષ્ટિ કરી જોવું……કે આપણે સત્સંગ માં કેટલે છીએ??? સત્પુરુષ માં કેટલા જોડાયા છીએ??
 • દીનાનાથ ભટ્ટ-મહા વિદ્વાન બ્રાહ્મણ હતા..જેમણે આખું ભાગવત-એના ૧૮૦૦૦ શ્લોક કંઠસ્થ હતા..તેમને શ્રીજી એ પૂછ્યું કે- આ બધા શ્લોક માં થી તમારા અંગ નો…મોક્ષ નો શ્લોક કયો??? ભટ્ટ જી જવાબ ન આપી શક્યા…..અને છેવટે શ્રીજી એ કહ્યું કે તમારો શ્લોક છે….

‘પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥’

( અર્થાત- જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”)  -ભાગવત-૩/૨૫/૨૦ ;ગઢડા પ્રથમ-૫૪

 • આમ શ્રીજી પણ સ્પષ્ટ વાત કરતા -મોક્ષ નું દ્વાર એકાંતિક સંત ને કહે છે……અને સમગ્ર શાસ્ત્રો નો સાર પણ આ જ છે……
 • જો આ વાત દ્રઢ થાય તો- પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજાય- એમનામાં ભગવાન અખંડ પ્રગટ છે…..એ સમજાય છે…….
 • અને પુ.મહંત સ્વામી કહે છે એમ- આપણ ને ૯૦% પ્રાપ્તિ તો થઇ ગઈ છે……હવે જે બાકી છે..એ સત્પુરુષ માં જોડાવા નું છે…….હવે પ્રશ્ન પૂછો-તમે કેટલું જોડાયા છો??? ઓદરખા ના રામસંગ બાપુ- વાલિયા માં થી વાલ્મીકી બન્યા એમ- પ્રમુખ સ્વામી ની કૃપા એ પરિવર્તન પામ્યા..અને એમણે આપેલા વચન મુજબ- એમના અંત સમયે શ્રીજી મહારાજ ગુલાબ નો હાર લઇ- રામસંગ ભાઈ ને તેડવા આવ્યા…!!!!
 • પણ સત્પુરુષ મળે- એ પણ એમની કૃપા હોય તો જ જીવ ને મળે છે……માટે અપને સત્સંગ માં આવ્યા છીએ- એ સત્પુરુષ ની કૃપા થી જ આવ્યા છીએ…….આથી એ સત્પુરુષ નો મહિમા દ્રઢ થવો જોઈએ…..
 • કરિયાણી-૧૧ વચનામૃત માં કહ્યા મુજબ જેમ ગોપીઓ શ્રીકૃષ્ણ માં જોડાઈ હતી…….એવી રીતે આપણે સત્પુરુષ અને શ્રીજી માં જોડાયા છીએ???? એવી દ્રઢ પ્રીતિ છે????
 • સત્પુરુષમાં- દ્રઢ પ્રીતિ,નિર્દોષ ભાવ, આજ્ઞામાં રહેવો નો ખપ…………..મોક્ષ નું કારણ બને છે……
 • સત્પુરુષ માં મનુષ્ય ભાવ-અભાવ ગુણ- એ પતન નું કારણ છે………એ આપણ ને સહેજે ન આવવું જોઈએ…..કારણ કે આપણે આ છેલ્લો જન્મ કરવો છે….

અદ્ભુત અદ્ભુત…………! જો આ સમજાય તો-બીજું કશું સમજવું ન પડે………..જીવ એમ જ અક્ષર રૂપ થઇ જાય………..એ જ વાત કરતા- વિક્રમ સંવંત ૨૦૭૧ ની આ છેલ્લી રવિસભા માં આશીર્વચન આપતાં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ કહ્યું કે….

 • બ્રહ્મસ્વરૂપ યોગીબાપા આવા જ ચરિત્ર કરતા……હરિભક્તો ને વિવિધ સેવા આપી ને એમની કસોટી કરતા……માન-અપમાન -ધીરજ-કલ્યાણ નો ખપ- એ માપતા………
 • સત્સંગ માં- ભગવાન અને સંત થી મન નોખું પડી જાય એ જ મોટું વિઘ્ન…..
 • યોગીબાપા -સ્વામીની વાતું માં- ૩/૩૩-૩૪ વાતો હમેંશા વાંચવી ને બ્રહ્મરૂપ થવાની વાતો કરતા……અને કહેતા કે કલ્યાણ નો ખપ હોય તો જ સત્સંગમાં ટકાય………
 • મોટા પુરુષ થી અંતરાય ન રાખવો…એમનામાં- નિસ્વાર્થ, કપટ હીન, અંતરાય વગર નો ભાવ હોય તો જ હેત થાય……..
 • સત્પુરુષ ને નિર્દોષ,સર્વજ્ઞ…..નિષ્કપટ જાણવા…….જો એમ જાણી એ તો આપણે પણ એમના જેવા થઈએ….

અદ્ભુત………….અદ્ભુત………………..

સભાને અંતે- અન્નકૂટ-દિવાળી ઉત્સવો ની વિસ્તૃત જાહેરાત થઇ…………

તો આજની- વર્ષની અંતિમ સભા- રદયમાં એક નવી પ્રભાત…જ્ઞાન ની પ્રભાત લઈને આવે એવી હતી………….હવે આપણે વિચારવાનું છે કે- આ જ્ઞાન-પ્રભાત ને સ્વીકારવી છે કે નહિ…..???

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૨/૧૧/૨૦૧૪

“..જેને અપમાન લાગે છે તેને સત્સંગ થયો જ નથી……જે આત્મકાળે ( આત્મસત્તા રૂપ) વર્તે એનો વજ્ર ના કોટ માં નિવાસ છે…”

—————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ -શ્રીહરીચરીત્રા મૃત સાગર

આત્મસત્તા રૂપે વર્તવું એટલે કે- દેહભાવ છોડી- પોતાને એક શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા માનવો……અને અક્ષર રૂપ..બ્રહ્મરૂપ વર્તવું….! સ્વયમ શ્રીજી કહે છે કે જે આત્મસત્તા રૂપ વર્તે છે તે વજ્ર સમાન બને છે….લૌકિક દુખો-સુખો એને નડતા જ નથી. નવા વર્ષ ની આ સ્નેહમિલન રવિસભા ના આશીર્વચનો માં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ શ્રીજી ના આ વચનો થી હરિભક્તો ને આત્મસત્તા રૂપ વર્તવા નું માર્ગદર્શન આપ્યું….અને શુભ શરૂઆત તેનાથી જ થઇ….

ગયા રવિવારે તો અમદાવાદ ની બહાર હતો આથી આ રવિવાર ની સભા ની ઉત્કંઠા થી પ્રતીક્ષા હતી આથી સમયસર જ મંદિર પહોંચી ગયો…..અને હમેંશ ની જેમ નવા વર્ષમાં- શ્રીજી ના મનભરી ને…હૃદય ના ઊંડાણ થી દર્શન કરવામાં આવ્યા……ચાલો સાથે જોડાઈએ…

10701960_325234657664713_3216912175636113058_n

સભાની શરૂઆત- પુ.સંતો ના મુખે થી સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ ભક્તરાજ નારણ દાસ રચિત..” સજની ટાણું આવ્યું રે ભવજલ તરવા નું…” રજુ થયું…….આવનારી પળે શું થશે કોને ખબર??? આથી જ તો- જીવન ની પ્રત્યેક પળે….પ્રત્યેક શ્વાસેશ્વાસ શ્રીજી ને સંભારી લેવા…..

ત્યારબાદ પુ.પ્રિયસ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના કાજે થયેલી મહાયાત્રા ના સાથી સંતો ને વિષે સુંદર માહિતી મળી…..સ્વામી એ બે સંતો વિષે માહિતી આપી…એ સંતો હતા…

૧.  પુ.નિરંજન દાસ સ્વામી- એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના ગુરુભાઈ હતા( પુ.વિજ્ઞાનાનંદ સ્વામી ના શિષ્ય) અને જયારે સ્વામીશ્રી એ વડતાલ છોડ્યું ત્યારે એ – એમની સાથે જ હતા….અત્યંત નિષ્ઠા વાળા અને શાસ્ત્રીજી મહારાજ નો મહિમા સમજતા હતા….એમણે મોટેભાગે બોચાસણ મંદિર માં જ પોતાનું જીવન પસાર કર્યું હતું અને એમનો અંત સમય અદ્ભુત હતો……શાસ્ત્રીજી મહારાજ અને સંતો ની હાજરી માં- શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજ સ્વયમ એમને તેડવા પધાર્યા હતા…..એ વાત ના બધા સાક્ષી હતા…

૨. પુ.ભક્તીજીવન સ્વામી – એ માનત સ્વામી તરીકે પણ ઓળખાતા…..જન્મે ક્ષત્રીય પણ અત્યંત સેવાભાવી સંત…..એમણે પોતાના જીવન ના લગભગ ૩૭ વર્ષ સારંગપુર ક્ષેત્ર માં- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સાથે ઝોળી માંગવા માં વિતાવેલા…….એટલી બધી ઝોળી માંગેલી કે એમના ખભા પર આંકા પડી ગયા હતા….! આમ છતાં, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા…..અને વડતાલ થી એમની સાથે જ નીકળેલા….

અદ્ભુત માહિતી……! આ સિધ્ધાંત કાજે…અક્ષર પુરુષોત્તમ મહારાજ કાજે- આપણા ગુણાતીત પુરુષો અને મહાન સંતો એ જે ભોગ આપ્યા છે..એમની વાત થાય એમ નથી….! આટલો મહિમા સમજાય તોપણ આ સર્વોપરી સત્સંગ આપણા જીવ ને ચોંટે..એમાં કોઈ શક નથી…!

ત્યારબાદ- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ નવા વર્ષ ની શરૂઆત માં- આશીર્વચનો આપતાં કહ્યું કે…..

 • દિવાળી નો ઉત્સવ અનેરો છે..અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કાર્તિક પૂર્ણિમા સુધી ભક્તો ને બેસતા વર્ષ ના આશીર્વાદ આપતાં….
 • શ્રીજી ની વાત -ઉપરોક્ત પ્રમાણે કરતા કહ્યું કે….આપણે આત્મસત્તા રૂપ વર્તી એ એમાં જ શ્રીજી ની મરજી છે….ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો માં કહે છે કે….”આ જીવ ને બ્રહ્મ રૂપ જાણે એ પોતે બ્રહ્મ રૂપ થયા વગર રહે નહિ…” આમ, સત્પુરુષ અને ભગવાન માં નિર્દોષ બુદ્ધિ રાખવી…..
 • શ્રીજી કહે છે કે- જે આત્મ સત્તા રૂપ થયો -એ નિર્ભય થઇ ગયો……જીવનો માયિક ભાવ ટાળવો છે તેથી અપમાન કરીશું….માનભંગ કરીશું….અને એમાં જીવ ને બ્રહ્મરૂપ કર્યા સિવાય બીજો કોઈ સ્વાર્થ અમારે નથી…ભગવાન ના ચરિત્ર માં સંદેહ ન થાય તો એમાં સર્વ સાધન આવી ગયા……જેને ભગવાન નો આવો દ્રઢ નિશ્ચય રહે છે તેને નિરંતર તેનો કેફ રહે છે….
 • ભગતજી મહારાજે અને આપણા ગુણાતીત પુરુષો એ અનેક અપમાનો સહન કર્યા…પણ એમના માટે તો સત્સંગ માં રહેલા દરેક ભક્ત-સંત બ્રહ્મ ની મૂર્તિ હતા…..આથી જ શ્રીજી ના રાજીપા નો કેફ હમેંશા રહેતો…..
 • શ્રીજી કહે છે કે- સત્સંગમાં સમજણ બે પ્રકાર ની છે…..લૌકિક સમજણ- એ હોય તો જે નજીક હોય તોપણ દુર ભાસે…અને દિવ્ય સમજણ- એ હોય તો દુર હોય તોપણ નજીક ભાસે….માટે ભગવાન ને ભજતા સર્વ હરિભક્તો દિવ્ય છે…એ જે સમજે…ધરે અને વિચારે..એ આ જગ જીતી જાય છે…..
 • આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા હજારો મંદિરો- અક્ષરપુરુષોત્તમ મહારાજ અને એ સિધ્ધાંત ને જગત માં ફેલાવી રહ્યા છે…..એ મંદિરો- બ્રહ્મ વિદ્યા ની કોલેજો છે…..કે જેમાં જીવ- બ્રહ્મરૂપ થવા ના પાઠ શીખે છે…..માટે આ મંદિરો- એ અનિવાર્ય અંગ છે….
 • માટે કોઈ હરિભક્ત નો અવગુણ લેવો નહિ……….સર્વ ને બ્રહ્મ ની મૂર્તિઓ સમજવી……અને સુહાર્દ ભાવ રાખવો…….અને યાદ રાખવું કે- ભગવાન ના બળ થી બીજું કોઈ બળ મોટું નથી……

અદ્ભુત…અદ્ભુત…………ઉપરોક્ત વચનો માં જાણે કે સર્વ બ્રહ્મ સિધ્ધાંત આવી જાય છે…….લૌકિક વ્યવહાર માં આ બધું અશક્ય લાગે પણ એક વાર સત્સંગ નો નિરંતર સંગ થાય- એટલે સમજવું કે- આ બધું સહજ થઇ ગયું…..

સભાને અંતે- અમુક જાહેરાત થઇ…

— આવતીકાલે પ્રબોધિની એકાદશી – અર્થાત ચાતુર્માસ નો અંતિમ દિવસ…અને એ જ તિથી એ સદગુરુ રામાનંદ સ્વામી એ શ્રીજી ને પીપલાણા માં આચાર્ય પદે  સ્થાપ્યા હતા…..અને એ જ દિવસે આંબલીવાળી પોળ માં પ્રમુખ સ્વામી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજે પાર્ષદી દીક્ષા આપી હતી…..માટે આજ્ઞા મુજબ કાલે નિર્જળા ઉપવાસ……! તૈયાર છો ને..??? બસ- શ્રીજી-સ્વામી ને રાજી કરી લઈએ….

સભાને અંતે – અમદાવાદ-શાહીબાગ મંદિર ના અન્નકૂટ ઉત્સવ નો વિડીયો રજુ થયો…….! હરિભક્તો -સંતો ની દિનરાત ની મહેનત….નિષ્ઠા એમાં સ્પષ્ટ પણે દેખાતી હતી…..! શત શત વંદન- એ હરિભક્તો અને સંતો ને…..!

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

આજકાલ-૨૩/૧૧/૨૦૧૩

એક સવાલ- સવાર સવાર મા…..ધારો કે પૃથ્વી ગોળ ને બદલે ચોરસ હોત તો?……….આપો જવાબ……!  મારા મત પ્રમાણે પૃથ્વી ચોરસ હોત તો- આપણે એક જ જગ્યા એ વારંવાર ન પહોંચતા હોત……કે એની કોઈ શક્યતા ન હોત……..અને એના ચોસલા પર ફરવા ની કેવી મજા આવતી હોત… ! અને એના બાકાયદા- ઉત્ક્રાંતિ થી લઈને- આજના  જીવન ની લઢણ પર એની અસર હોત……! ગમે તો હોય પણ કલ્પના – અદભૂત છે……..!

તો જીવન આજકાલ આમ જ જઈ રહ્યું છે………તો શું છે નવાજુની?

 • બારેમાસ ઠંડા પાણી થી ન્હાનારો હું- દિવાળી ના સમય થી શરદી-ઉધરસ મા ફસાયો છું………ઉંચી એન્ટી બાયોટિક લેવામાં આવી પણ- શરદી જઈ ને પાછી આવી ગઈ……! કેટલો પ્રેમ……! એ મને છોડવા જ નથી માંગતી……! ખેર…હવે દેશી ઉપચાર- ગંઠોડા અને મધ- ચ્યવન પ્રાશ શરુ કર્યો છે…….જોઈએ શું થાય છે…..? અરે- મને તો ઠીક પણ મારા દીકરા હરિ અને રીના ને પણ – ભરપુર શરદી છે……જે જવા નું નામ જ નથી લેતી…….! અને હરિ એ કેટલી દવાઓ લેવાની??? યાર- આનો કોઈ ઈલાજ નથી?
 • જીવન મા મોટું પરિવર્તન આવી રહ્યું છે……..હરિ ના કાજે- રીના છેલ્લા ઘણા સમય થી રજા પર હતી…..અને હવે એ સમય પુરો થવા આવ્યો છે……..પૈસા-કારકિર્દી ની લ્યાહ મા- અમારે – હરિ માટે કેટ-કેટલા ભોગ આપવા પડશે????  મને હજુ ઘણા  સવાલ નો જવાબ નથી મળ્યો……..સ્ત્રી એ નોકરી કરવી જોઈએ કે નહી? સંતાન ઉછેર એના માટે સૌથી મોટી જવાબદારી નથી? સંતાનો ને ટલ્લે ચડાવી- બસ પૈસા કે કારકિર્દી ની પાછળ ભાગ્યા કરવા નું? શું આપણા સપના ઓ- અપેક્ષા ઓ ઓછી ન થઇ શકે? કે સ્ત્રી ઓ માટે- પોતાના સંતાનો અને કારકિર્દી – બંને નું સંતુલન જળવાય એવી કોઈ સિસ્ટમ નથી? ……….હરિ જ બચાવે- આવી સ્થિતિઓ થી……
 • અને ઉપરોક્ત- સવાલો મા થી જ મને મારો ભૂતકાળ યાદ આવ્યો- ગામડા મા- સયુંકત કુટુંબ વચ્ચે- છોકરાં ક્યાં અને કયારે મોટા થઇ જાય- એની ખબર જ ન પડે………..અને એ પણ એક દમ તંદુરસ્ત વાતાવરણ વચ્ચે…….! અને હવે- ન્યુક્લીયર કુટુંબ- અર્થાત સીમિત પરિવાર કે જ્યાં- ઘરડા મા-બાપ કે- પરિવાર ના અન્ય સભ્યો નું સ્થાન જ ન હોય- ત્યાં- પતિ-પત્ની-( પાછા બંને નોકરી કરતાં…) ને પોતાના બાળકો- પેદા કરવા નું અને એમને ઉછેરવા નું…….કઈ રીતે ફાવે? અને ધારો કે- તમે કોઈ કેર ટેકર કે આયા બાઈ રાખી ને છોકરાં ઉછેરો તો- એના સંસ્કાર- સ્વભાવ નું શું? ટૂંક મા- એકલા રહેવા ની લ્યાહો એ જ -આવનારી પેઢી નું વૈચારિક-માનસિક ..પારિવારિક….સામાજિક  “ખુન” કર્યું છે…….! આથી ઘણીવાર થાય છે કે- બળ્યા પૈસા અને આ નોકરી……! એને છોડી કોઈ ગામડે- ખેતરે ગોઠવાઈ જઈએ- રોજ તાજા શાકભાજી અને ચોખ્ખા દૂધ-ઘી ખાઈ એ- અને સંતાનો નો સર્વોત્તમ વિકાસ- ગામ વચ્ચે- ભજન-ભક્તિ અને ભણતર-ગણતર સાથે કરીએ……! પણ તૈયારી છે?  ………જવાબ????- યક્ષ પ્રશ્ન છે……વિચારજો….
 • લગ્નો ની મોસમ ચાલુ થઇ રહી છે…….અને આપણો ઘાટ- અનેક બાજુ થઇ ઘડાવા નો છે…….ભવિષ્ય મા અનેક ખર્ચાળ પ્રસંગો- એક સાથે આવી રહ્યા છે…….અને મોંઘવારી તો હવે કાયમી થઇ ગઈ છે……..અને પગારો તો એના એ જ………! પાલવે અને પટપટે તો નોકરી કરો- અન્યથા- રસ્તા ખુલા છે……..! સાન મા સમજી જાઓ……..
 • સવારે- ચાલવા નું- દોડવા નું- શરુ કરવા ની ઈચ્છા છે…….પણ આ શરદી??????

તો- બસ ગરમાગરમ આદું વાળી- ચા સાથે – જલસા કરો યારો…..! અને મનોમંથન કરતાં રહો- કે આપણે પ્રગતિ કરી છે કે અધોગતિ?

મારો હરિ-સુઝાડે એ સાચું……!

રાજ


Leave a comment

આજકાલ-૦૯/૧૧/૨૦૧૩

પ્રથમ તો સર્વે ને નવા વર્ષ ના જય સ્વામિનારાયણ..શુભ દિવાળી અને શુભ નવીન વર્ષ………! બસ આમ જ સાથે રહેજો………

……..તો દિવાળી પૂરી……અને અમદાવાદ ની જય હો……! દોઢસો ની ઝડપે ભાગતી જિંદગી …..આજે સ્થિર થઇ……….! તો આજકાલ કેવી છે એ જોઈએ……

 • દિવાળી-   સારી હતી પણ અમદાવાદ ની ગરમી અને ગામડા ઓ ની ઠંડી ને કારણે- શરીરે સાથ ન આપ્યો અને ઘણા ઘણા સમય બાદ- શરદી -ઉધરસ નો સામનો કરવો પડ્યો……..આથી તળેલી-ગળી-ચીકણી- કોઈ પણ વાનગી ઓ ને સ્પર્શ સુધ્ધા કરવામાં ન આવ્યો…..(અમુક અપવાદ સિવાય….. 🙂 ) …..રીના અને હરિકૃષ્ણ  ની પણ એ જ હાલત હતી………..
 • મોંઘવારી- એ આ વખતે ડબલ માઝા મૂકી………ગામડે-ઘરે પહોંચ્યો અને શાકભાજી લેવા ગયો….ત્યારે મન મા હતું કે- અમદાવાદ ની સરખામણી મા અહીં- ભાવ સાવ તળિયે હશે…….પણ વાસ્તવ મા એ “તળિયું” આટલું ઊંચું હશે …એનો અંદેશો પણ ન હતો……..! અને દુઃખી વદને- શાકભાજી વાળા સામે મો ફુલાવી ને…..શાક લેવામાં આવ્યું…….અને નવાઈ ની વાત એ હતી કે એ નફ્ફટ હસતો રહ્યો…! અને ફટાકડા ના બજેટે તો મારું સુરસુરિયું કરી નાખ્યું….એ મા શું નવાઈ?……..અને એ ચાઈનીઝ ફટાકડા- ફૂટ્યા પણ નહી….અને એમનાં ભાવ જેટલો પણ દેખાવ કર્યો નહી……એ હકીકત છે…..! યાર….આ ચીના ઓ બસ આમ જ સસ્તાઈ ને નામે- સાવ ફાલતું ચીજો જ પકડાવશે?……
હેપ્પી દિવાળી......

હેપ્પી દિવાળી……

 • સુખ ની વાત એ હતી કે- સમગ્ર પરિવાર સાથે હતો………અને લાગ્યું કે શ્રીજી ના આશીર્વાદ આ જ છે……..
 • સ્વાસ્થ્ય નરમ-ગરમ હોવાથી- બહુ દુર ફરવા જવામાં ન આવ્યું………માત્ર નજીક મા જ જઈ ને -મન ને ખુશ કરવામાં આવ્યું…..લોંગ ડ્રાઈવ હવે બોરિંગ લાગે છે…………કારણ કે – રસ્તા એના એ જ છે…..પણ કાર વધી ગઈ છે……અને લોકો ને ગાડી કેવી રીતે ચલાવવી- ટ્રાફિક ના નિયમ શું છે? એનું જ્ઞાન સહેજ પણ નથી……
 • ઘર મા નાનું છોકરું હોય …એટલે સમજી લેવા નું કે – એના+એની મમ્મી ના કપડાં-લતા ઓ થી જ ગાડી ભરાઈ જવાની……અને તમારા માટે એક લેપટોપ બેગ જેટલી જ જગ્યા રહેવા ની……..! અનુભવ થયો………
 • હવે સોમવાર થી ફરી થી એજ રામાયણ-મહાભારત ચાલુ…………અને કદાચ એ ને જ આધુનિક જિંદગી કહેવાતી હશે……એવું લાગે છે……..” યે દિલ હૈ મુશ્કિલ જીના યહાં….જરા બચકે…જરા હટકે…..યેહે મોડર્ન લાઈફ મેરી જાન………”
 • શ્રીજી ને- સત્સંગ ને એક પળ પણ વિસરવા મા ન આવ્યા……….બિન સત્સંગીઓ-નાસ્તિકો ના વિરોધ-શંકા ઓ વચ્ચે પણ અડીખમ રહેવા મા આવ્યું……અને રહેવા મા આવશે………”જ્યાં ધર્મ છે…..ભક્તિ છે…..ત્યાં જ પુરુષોત્તમ છે…..” પછી અર્જુન ની જેમ વિજય તો આપણો જ થવાનો……!

તો- બસ અમદાવાદ ની ઠંડી ગુલાબી…..તાજી હવાઓ વચ્ચે- નવા વર્ષ…નવા અધ્યાય ની શરૂઆત…….

રાજ