Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા – ૩૦/૪/૨૦૧૭

“…..જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા…………. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે……………….. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે………… અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી ………………..અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે…………… અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………… તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………….

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે……………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા મધ્ય-૨૧- મુદ્દા નું વચનામૃત

સર્વે શાસ્ત્રો નો સાર શ્રીજી એ અતિ કરુણા કરી ને વચનામૃત માં ગ્રંથસ્થ કર્યો અને રહસ્ય જ્ઞાન ને સહજ જ્ઞાન કર્યું…….અને એમાં પણ ઉપરોક્ત મુદ્દા નું વચનામૃત – કે જેને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ ના ટ્રસ્ટી શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા ને સમજાવ્યું કે- “પ્રત્યક્ષ” ભગવાન અને સાધુ નો મહિમા શું છે?? કલ્યાણ ના માર્ગ માં એની ભૂમિકા શું છે?? દોલત રામ ને પોતાનો ઉત્તર મળી ગયો અને સમજાઈ ગયું કે- કેવળ એક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખાતર જ શાસ્ત્રીજી એ વડતાલ છોડ્યું…અને બોલી ઉઠ્યા..” જે કાર્ય કરવા શ્રીજી એ કદાચ સ્વયમ આવવું પડે..એવું કાર્ય તમે કર્યું છે…..અને એ માટે તમારા શિષ્યો તમારી સોના ની મૂર્તિ બેસાડશે…..”

આજે આ વાક્ય સત્ય ઠર્યું છે……શ્રીજી નો હૃદયગત સિદ્ધાંત…એમનું સર્વોપરી પણું…મૂર્તિમંત થઇ અક્ષર પુરુષોત્તમ મહારાજ રૂપે ૧૨૦૦ થી વધુ મંદિરો માં મધ્ય શિખરે બેઠું છે……!!!! ઘરેઘર પૂજાય છે…..અને એ પ્રસરાવનાર પ્રત્યક્ષ ગુરુહરિ- બ્રહ્મરૂપ ગુરુહરિ મહંત સ્વામી રૂપે આજે સત્સંગ માં વિચરે છે….! પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિદ્વાન સંત ના મુખે આ વચનો નું નિરૂપણ સાંભળવું..એ જીવન નો કદાચ અમુલ્ય લ્હાવો છે…..અને આજે એ લ્હાવો અમદાવાદ વાસીઓ ને મળ્યો….!

આજે યુવક-યુવતી અધિવેશન હતું…અને અમે સમયસર સભામાં પહોંચી ગયા……પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ માં જ આરામ કરી રહ્યા છે…..દર્શન-સભા અને સવાર ની પૂજા દર્શન એ મુજબ બંધ છે….છતાં હૃદય માં ઊંડે ઊંડે દર્શન ની ઝંખના તો હતી જ…! તો સર્વ પ્રથમ શ્રીજી ના…ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરવા માં આવ્યા…

collage_20170430173111676_20170430173240823

સભાની શરૂઆત- યુવકો દ્વારા કર્ણપ્રિય સ્વર માં – સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન….”મારા નૈના તણા શણગાર…..” રજુ થયું અને ત્યારબાદ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન….”ધન્ય ધન્ય એ સંત સુજાણ ને…..” રજુ થયું………..ગઢડા પ્રથમ-૨૭ નું વચનામૃત જાણે કે પધ્ય માં ગવાઈ રહ્યું હતું…..!!

ત્યારબાદ એપ્રિલ-૨૧ ના રોજ અમદાવાદ માં શ્રી વાસુદેવ કામત દ્વારા ચિત્ર કથા પુસ્તક -ભગવાન સ્વામિનારાયણ ના જીવન કથન પર પ્રગટ થયું એના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિધવાન -તેજસ્વી વક્તા સંત દ્વારા ગઢડા મધ્ય-૨૧ ના વચનામૃત પર આધારિત અદભુત પ્રવચન થયું…જોઈએ એનો સારાંશ….

 • સર્વે શાસ્ત્રો…સર્વે ગ્રંથ નો સાર એક વચનામૃત છે…………અને એ માત્ર એક પુરુષોત્તમ જ કરી શકે…..
 • પણ આપણા હિંદુ ઓ ને આપણી સંસ્કૃતિ…આપણી પ્રાપ્તિ નો મહિમા નથી..એ દુઃખદાયક છે….
 • જ્યાં સુધી આ જીવ ને આ લોક ના સુખમાં માલ મનાયો છે ત્યાં સુધી અખંડ સુખ ની પ્રાપ્તિ થવાની જ નથી…..
 • આ જગત કે બ્રહ્માંડ માં કશું પણ આપોઆપ થતું નથી……એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજીએ તો જ સમજાય કે આ બધું શું છે….
 • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા થી અહંકાર ટલે છે…..અને અહંકાર ટળવાથી સર્વ દોષો ધીરે ધીરે દુર થાય છે…….શ્રીજી ના ચરિત્ર ..એનો સાર સમજાય છે……જીવ નું પોષણ થાય છે…..
 • જીવન માં અનેક વિઘ્ન આવે…..અપમાન થાય…..છતાં પણ સ્થિર રહેવું એ – આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં થી શીખવા મળે……..અત્યારે મહંત સ્વામી મહારાજ જુઓ……આટલી મોટી સંસ્થા ના ગુરુપદે આવ્યા પછી સહેજ પણ તણાવ કે ચિંતા માં આવ્યા નથી……કારણ….ભગવાન ને કર્તાહર્તા સમજે છે….!
 • આપણી સંસ્થા માં અકલ્પનીય કામ થાય છે…પણ અહી કોઈ જશ લેવા તૈયાર જ નથી…….એ જ અહી નિર્માની પણા ની નિશાની છે……
 • ગઢડા મધ્ય-૨૧ ના આધારે શાસ્ત્રીજી મહારાજે દોલતરામ જેવા સાક્ષર ના સંશયો દુર કર્યા છતાં આજે પણ ઘણા એમ કહે છે કે….શ્રીજી તો સર્વોપરી હતા તો પોતે પોતાના હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ કેમ ન પધરાવ્યા??? ઉત્તર સ્પષ્ટ છે કે …શ્રીજી એ સમય ના માહોલ..સત્સંગીઓ ની સમજણ ને જાણતા હતા…..વડતાલ માં હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ના સ્થાપન માં પણ એમને વિઘ્નો આવ્યા…તો- આ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને મૂર્તિમંત કરવા ની વાત હતી……છેવટે યોગ્ય સમય આવ્યે- શ્રીજી એ પોતાના સંકલ્પ મુજબ પોતાના જ તેજસ્વી સાધુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા એ કાર્ય કરાવ્યું અને ગુણાતીત પરંપરા ના એ સંતે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય દેરા માં જ બેસાડી- શુદ્ધ ઉપાસના ના ડંકા વગાડ્યા…!
 • અને એ જ ગુણાતીત પરમ્પરા….એ જ ગુણાતીત સત્પુરુષ આજે પણ એ જ કાર્ય કરી રહ્યા છે…..જે આગળ પણ ચાલુ રહેશે……
 • અને યાદ રાખો- પ્રગટ વિના કલ્યાણ જ નથી…….કોટી જન્મ ઉપાય કરો…પણ પ્રગટ સત્પુરુષ….ના શરણે ગયા સિવાય આત્યંતિક કલ્યાણ જ નથી……અને એ પ્રગટ માં પ્રીતિ હશે….દ્રઢ નિષ્ઠા હશે તો જ આત્યંતિક કલ્યાણ થશે…!

અદભુત……અદભુત……! આટલું સમજાય તો એ તરી જવાય..!

સભાને અંતે – ૨ જી મેં એ ઉજવનારા શાહીબાગ મંદિર ના પાટોત્સવ ની જાહેરાત થઇ….સવારે ૫:૪૫ વાગે ત્યાં પહોંચી જવું..! આ સિવાય પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય સુધારા અંગે પણ જાહેરાત થઇ……

હવે થી દરેક સભા બાદ- “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય” એમ બોલવું…….અને એની શરૂઆત પણ આજે થઇ ગઈ……સભાને અંતે સર્વ ભક્તો ને એક અદભુત ભેટ મળી……..- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં ભક્તજનો ના ભાવ ને વશ થઇ ઝરુખે પધાર્યા…હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને સર્વે ને અદભુત દર્શન આપ્યા…!!! સભા સફળ થઇ ગઈ…!!!!

બસ- હવે તો શ્રીજી ને નિરંતર પ્રાર્થના કરવા ની કે- ગુરુહરિ નું સ્વાસ્થ્ય સારું રહે……સર્વે હરિભક્તો-સંતો ને એમના દર્શન -આશીર્વાદ નો અઢળક લાભ મળે……….

જય સ્વામિનારાયણ….

રાજ


1 Comment

BAPS રવિસભા- ૧૬/૧૧/૨૦૧૪

“….પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા……. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે…………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે.. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે, અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં…...”

——————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-ગઢડા મધ્ય ૨૧

ઉપરોક્ત વચનામૃત-એ મુદ્દા નું વચનામૃત કહેવાય છે…..મુદ્દા નું એટલા માટે કે- જો આ વચનામૃત ન સમજાય તો કલ્યાણ કોઈ કાળે ન થાય….! અને આ વચનામૃત ને આધારે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ મંદિર બોર્ડ ના ટ્રસ્ટી અને સાક્ષર દોલતરામ કૃપાશંકર પંડ્યા ને- વડતાલ છોડવા નું કારણ સમજાવેલું…..અને દોલતરામ- એટલા પ્રભાવિત થયા કે- બોલી ઉઠ્યા” કે જે કામ કરવા શ્રીજી મહારાજે પોતે પૃથ્વી પર ફરીથી પધારવું પડે..એ કામ તમે કર્યું છે…..અને આ માટે તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ મંદિરો માં પધરાવશે..” અદ્ભુત..અદ્ભુત….! જો જીવ ને શ્રીજી નો અને સત્પુરુષ નો મહિમા ઓળખાય તો જીવ ને અક્ષરધામ પ્રગટ પ્રમાણ મળે….સહજ મળે..!

તો આજની સભા આ મુદ્દા ની વાત પર હતી. હમેંશ ની જેમ હું સમયસર  સભા માં પહોંચી ગયો….અને મનભરી ને શ્રીજી ના દર્શન કર્યા…..શ્રીજી ની એ મનમોહક મૂર્તિ જુઓ તો સમજાય કે -જીવમાત્ર એમાં શા માટે ખેંચાય છે…….

10801735_330312923823553_8875999090899478015_nસભાની શરૂઆત મિત્ર નીરજ વૈદ્ય ના સુરીલા સ્વરે ગવાતા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ….અને ત્યારબાદ તો જાણે કે કીર્તનો ની રમઝટ શરુ થઇ ..બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તનો…..

 • કેસર નું તિલક સોહામણું રે ગિરધારી……
 • તારો ચટક રંગીલો છેડલો અલબેલા …..( આ ગીત વિષે માહિતી આપતાં એક હરિભક્તે મને કહ્યું કે- આની પાછળ એક પ્રસંગ છે કે જેમાં શ્રીજી મહારાજ સંતો ને વચનામૃત કહી રહ્યા હતા અને બ્રહ્માનંદ સ્વામી ઝોકે ચડ્યા હતા આથી શ્રીજી એ ફૂલ નો દડો ફેંકી ને સ્વામી ને પૂછ્યું કે કેમ સુતા હતા…?? તો જવાબ માં બ્રહ્માનંદ સ્વામી એ ચાતુર્ય વાપરી- શીઘ્રતા થી આ પદ રચી ને શ્રીજી ને સંભળાવ્યું અને રાજી કર્યા..)

અદ્ભુત હતા…..સમગ્ર સભા બસ એમાં વહેતી જ જઈ……!

ત્યારબાદ- પુ.અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન અને સારા વક્તા સંત દ્વારા – ગઢડા મધ્ય ૨૧ – વચનામૃત આધારિત સુંદર પ્રવચન થયું….જોઈએ અમુક અંશ….

 • સત્સંગ માં સમજણ નો અભાવ એટલે જ મોટી ખામી…..શ્રીજી અને સત્પુરુષ નો મહિમા ન સમજાય તો કલ્યાણ માં ખામી રહી જાય…આપણો એક જ ધ્યેય – શ્રીજી ને પામવા છે…..એ યાદ રાખવા નું..
 • જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી દુખ છે….માટે હમેંશા આત્મ વિચાર કરવો….અને એક ભગવાન ને જ સર્વ ના કર્તાહર્તા જાણવા…જો એ નહિ સમજાય તો કલ્યાણ અધૂરું રહેશે…
 • વચનામૃત ના- કારીયાણી-૧૦ , વરતાલ-૨ ના વચનામૃત- શ્રીજી ને જ કર્તાહર્તા સમજવાનું કહે છે….અને એમ સમજ્યા વિના કલ્યાણ ન થાય…
 • આપણો- સત્સંગ માં આવવા નો હેતુ શું??? લૌકિક સુખો??? અહિયાં આવવું હોય તો એક મોક્ષ ને જ મુખ્ય માનવું….બાકી લૌકિક સુખો તો એમ ને એમ જ મળશે…..સાચા હરિભક્ત ને તો જો દુખ આવે તો એમ સમજે કે- શ્રીજી કસણી કરે છે…..અને પડદા પાછળ ઉભા રહી ને ભક્ત ની ધીરજ જુએ છે….પણ સાથ છોડતા નથી..એ ભગવાન અને એમના ધારક સંત  સદાયે આપણી સાથે જ રહે છે…. બસ આપણે વિશ્વાસ રાખવો પડે…
 • પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જુઓ…..તો સમજાય કે ભગવાન જ એક કર્તાહર્તા છે- એવી નિષ્ઠા કેટલી દ્રઢ છે..! જીવન નું કઈ પણ કાર્ય હોય…મંદિર નો લાગતો કોઈ પણ વિષય હોય…એક ભગવાન જ બધું કરે છે- એ જ નિર્માની ભાવ….આપણી સંસ્થા માં- વિશેષતા એ છે કે- અહી પોતાના કાર્ય નો કોઈ ક્રેડીટ લેતું જ નથી……બધું જ એક ભગવાન અને ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ બળે થાય છે- એ જ દ્રઢ માન્યતા..!
 • આમેય સત્સંગ માં પ્રથમ શરત કે પગથીયું…..માન મુકવું પડે….! અહિયાં માન  ને- અને શ્રીજી ને સહેજે ન બને…..જે અહિયાં દાસાનુદાસ વર્તે એ જ મોટો..! દિલ્હી ના અક્ષરધામ નો નવો વોટરશો – ઉપનિષદ ( કેનોપનિષદ) ના -આ વિષય પર જ આધારિત છે. માન છોડવું- મોટાભાગ ના લોકો ને મુશ્કેલ લાગે છે- પણ એ છોડ્યા વગર- સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો મળતો નથી….
 • માટે- સત્પુરુષ અને શ્રીજી- સાચા ભક્ત ની સાથે સદાયે રહે છે…….એનો કેફ સદાયે રાખવો…..અને એ પ્રમાણે વર્તવું….
 • જયારે ભગવાન ધણી તરીકે ન હોય ત્યારે સામાન્ય મનુષ્ય ને – પોતાને પડતી તકલીફો ( stabbing- ઘા) જેવી લાગે છે પણ સાચા હરિભક્ત ને – ભગવાન ને કર્તાહર્તા મનાય તો સમજાય કે- જે તકલીફો પડે છે- એ stabbing નથી પણ surgery છે…કે જેના થી શ્રીજી વિષયો-માન વગેરે દોષો ને દુર કરી જીવ ને શુદ્ધ કરે છે….

અદ્ભુત અદ્ભુત…….પુ.અક્ષરવત્સલ સ્વામી એ – અનેક સત્ય પ્રસંગો ને આધારે – એટલું અદ્ભુત નિરૂપણ કર્યું કે- જાણે કે- સમગ્ર વચનામૃત- આ સત્સંગ નો સાર- સહજ જ સમજાઈ ગયો……!

ત્યારબાદ- સભાને અંતે- આવતા રવિવારે આવી રહેલા- પ્રતિક -પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી મહોત્સવ સભા વિષે જાહેરાતો થઇ…..ગયા રવિવાર ની પોસ્ટ માં લખ્યું છે તેમ…

 • યોગીજી મહારાજ હોસ્પિટલ વાળા કમ્પાઉન્ડમાં  આની ભવ્ય ઉજવણી હશે- સમય- સાંજે ૪- ૮
 • પાર્કિંગ- જહાંગીર મિલ વાળી જગ્યા
 • પુ.મહંત સ્વામી અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એમાં દર્શન નો લાભ આપવાના છે……
 • મહા પ્રસાદ ની વ્યવસ્થા કરેલી છે……

આ સિવાય- ૨૩/૧૧ થી ૨૯/૧૧ સુધી પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી પર્વ -ઘરેઘર ભવ્યતા થી ઉજવવા નું છે……રોજ -પરિવાર ના સભ્યો એ સાથે મળી- પ્રમુખ ચરિતમ નું પઠન કરવું( અર્થાત- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો નું પઠન) , ઘર ને સુશોભિત કરવું….દિવાળી જેવી શોભા કરવી…..અને એ સિવાય- દરેક દિવસે- અમદાવાદ ના અલગ અલગ વિસ્તાર ( માહિતી માટે સંપર્ક કાર્યકરો ને મળવું) ને આંબલી વાળી પોળ ની પદયાત્રા નો લાભ લેવાનું આયોજન કરેલું છે…અને છેલ્લે ૨૯/૧૧ ના રોજ- સારંગપુર ખાતે અતિ ભવ્ય પ્રોગ્રામ માં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્યોત્સવ ને ઉજવવા માં આવશે….અવશ્ય લાભ લેવો….

સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – ગઢડા મધ્ય ૨૧ માં વચનામૃત ને આધારે- યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ના – સર્વ કર્તાહર્તા ની દ્રઢ નિષ્ઠા અને અત્યંત નિર્માની પણા ને દર્શાવતા પ્રસંગો નું નિરૂપણ કર્યું…..

તો- આજની સભા – શ્રીજી ને સર્વ કર્તાહર્તા સમજવાની…….એક સત્પુરુષ ના મહિમા ને જાણવા ની હતી..! જીવ ને આટલું સમજાય તો -કલ્યાણ અવશ્ય થાય……! બસ- શ્રીજી સ્વામી અને ગુરુહરિ ને એ જ પ્રાર્થના કરીએ કે- આવા અનિવાર્ય ગુણ આપણા જીવ માં આવે….

જય સ્વામિનારાયણ

રાજ