Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૯/૧૬

પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે,

“ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે, જેણે કરીને સદા સુખી રહેવાય?”

પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હો; અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય; અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય; અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહીં; અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં; એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે…….


વચનામૃતમ-ગઢડા અંત્ય-૮

આજ ની સભા અદ્ભુત હતી……ભક્તો ને સદાયે સુખી કેમ રહેવાય …..એના રહસ્ય પર હતી….!!..મેઘરાજા બે દિવસ થી અમદાવાદ ને માથે ચડી ને બેઠા છે…અને આજે રીઝ્યા……બફારા થી રાહત મળી….અને સત્સંગ નું શીતળ સુખ મળ્યું……..સભામાં ગોઠવાયા એ પહેલા હીરાજડિત હાર થી શોભતા શ્રીજી અને એમના મંડળ ના અદ્ભુત દર્શન થયા…..

14316788_597377197117123_1013562231122253168_n

સભામાં ગોઠવાયા ત્યારે શરૂઆત યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મંત્ર ધુન્ય થી થઇ…..ત્યારબાદ યુવક જૈમીન વૈદ્ય દ્વારા ,બ્રહ્માનંદ સ્વામી રચિત “માવા તારી મૂર્તિમાં ..” કીર્તન રજુ થયું…….અદ્ભુત…!! ત્યારબાદ આમંત્રિત યુવક મિત્ર ( નામ-અજ્ઞાત) દ્વારા અદ્ભુત શાસ્ત્રીય રાગ મા  પ્રેમાનંદ સ્વામી રચિત “ રૂડા લાગો છો રાજેન્દ્ર ….” રજુ થયું………હાઈ –લો પીચ વચ્ચે અદ્ભુત સંતુલન ..રાગ ની ગૂંથણી થી શોભિત આ કીર્તન બધા ને ડોલાવી ગયું……..! ત્યારબાદ નીરવ દ્વારા બ્રહ્માનંદ રચિત “ હરિવર હીરલો રે……” રજુ થયું…..અને સમગ્ર સભા ઉત્સાહ ના મોડ મા આવી ગઈ…………! કીર્તન ભક્તિ જીવ ને શ્રીજીમાં એકતાર કરી દે…છે……. નાસ્તિક જીવ પણ આસ્તિક થઇ જાય….એવી મોહિની કીર્તન ના સુર માં છે….

ત્યારબાદ પૂ.ધર્મજ્ઞ સ્વામી દ્વારા અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના ધામ ગમન પછી ના અદ્ભુત પ્રસંગો નું વર્ણન થયું……જોઈએ સારાંશ….

 • પંચાળા -૭ ના વચનામૃત મા –જેમ નટ ની લીલા ની વાત શ્રીજી એ કરી છે……તેવી જ મોટા પુરુષ અને શ્રીજી ની લીલા હોય છે……એ ક્યાય જતા નથી….બસ સ્વરૂપ…બદલાય છે…..કાર્ય એ જ રહે છે…….
 • એ જ વાત સ્વામી ની વાતો મા –સ્વામી એ કહ્યું છે કે….હું ચિરંજીવી છું…..(૫/૬૭)
 • લંડન મા એ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે એક હરિભક્ત ને કહ્યું હતું…..કે અમે ચિરંજીવી છીએ…..
 • બાપા ના ધામ મા ગયા પછી પણ એમની દિવ્યતા નો અનુભવ સત્સંગી-બિન સત્સંગી બધા ને થયો છે….અમદાવાદ ના સત્સંગી દિલીપ ભૂપતાણીના ભાઈ વિક્રમભાઈ સત્સંગી નહોતા ….પણ જયારે બાપા ની અન્તેષ્ઠિ વિધિ થઇ રહી હતી ત્યારે એમણે…એમના સ્નેહી સ્વજનો…પડોશીઓ..એ ….. એમના ઘરે ટીવી મા લાઈવ ટેલીકાસ્ટ જોતા સમયે સુખડ-ચંદન ની સુવાસ નો અનુભવ લગભગ અડધા કલાક સુધી કર્યો…..!! એમની બહેન ને પણ પોતાના ઘરે એ સુવાસ નો અનુભવ થયો…..અને એ બધા આસ્તિક થઇ ગયા…..સત્સંગી થઇ ગયા…..
 • લંડન મા નીરજ નામના યુવક ના પ્રશ્ન મા સ્વામીશ્રી એ કહ્યું હતું કે- સત્પુરુષ સદાયે રહે છે……એક જશે તો બીજા આવશે અને એવું ને એવુ જ સુખ આપશે………..
 • ઘનશ્યામ ભાઈ નામના અમદાવાદ ના હરિભક્ત ને સ્વપ્ન મા સ્વામીશ્રી એ દર્શન આપી ને કહ્યું કે –હું મહંત સ્વામી મા અખંડ રહ્યો છું……
 • અમદાવાદ મંદિરે હાલ રોજ દર્શન કરવા આવતા હરિભક્ત ને –પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ (,હમણાં અમદાવાદ હતા તે સમયે) …તેમણે આશીર્વાદ આપ્યા ને એ ભાઈ નું બ્લડ કેન્સરના રીપોર્ટ આશ્ચર્યજનક રીતે સ્થિતિમાં તીવ્ર સુધારો દર્શાવવા લાગ્યા….!!! અને આ પ્રસંગ એ ભાઈએ –પોતે ધર્મજ્ઞ સ્વામી ને કહ્યો…….!

ત્યારબાદ ગઢડા અંત્ય-૮ ના વચનામૃત પર આધારિત પ્રવચન કરતા –અમદાવાદ મંદિર કોઠારી પૂ.આત્મકીર્તિ સ્વામી એ કહ્યું કે……

 • સત્સંગ એ સુખ નો સાગર છે…..છતાં એ સુખ ની સાથે સાથે ક્યારેક દુખ નો પણ અનુભવ થાય છે કારણ કે ભગવાન ભજ્યા મા એટલી કસર રહે છે…જેને લીધે શ્રીજી દુખ આપી ને પણ ભક્ત ની એ કસર ટાળી સુખિયો કરે છે…..(જેતલપુર-૫)
 • સદાયે સુખિયા રહેવા માટે જીવે શ્રીજી એ કહેલા મારગે ચાલવુ પડે……સત્પુરુષના ગુણ મા જેટલી પ્રીતિ હોય તેટલું સુખ આવે…….અને જેટલી આજ્ઞા પળશે તેટલી સત્પુરુષ સાથે નિકટતા વધશે ………
 • વૈરાગ્ય નો ગુણ જીવ ને જગત માંથી છોડાવી ભગવાન મા જોડે છે…..એ દ્રઢ કરવો પડે………નિષ્કુળાનંદ સ્વામી ને વૈરાગ્ય એવો લાગ્યો કે …એમના ગુણે એમના પુત્ર માધવજી એ ત્યાગાશ્રમ સ્વીકાર્યો……..બ્રહ્માનંદ સ્વામી…લાડુદાન ગઢવી તરીકે  પૂર્વાશ્રમ મા –શ્રીજી ના વચને લાડુબા-જીવુબા ને સંસાર ના સુખ સમજાવવા ગયા અને પોતે એમના જીવન અને વૈરાગ્ય જોઈને સાધુ થઇ ગયા…..!!!
 • પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન મા આવી અનાસક્તિ દેખાય છે…………વૈરાગ્ય એમના જીવન મા વણાયેલું હતું……..એટલે જ એ સ્થિર હતા…..
 • સ્વધર્મ નો એવો જ મહિમા પણ સ્વામીશ્રી ના જીવન મા જોવા મળતો……….નિયમ ધર્મ મા સહેજ પણ ચૂક નહિ……..સ્વધર્મ વગર નો સત્સંગ એટલે માથા પર પાણો મૂકી દરિયો પાર કરવા જેવું છે ..એમ શ્રીજી –ગઢડા મધ્ય ૩૫ મા કહે છે…..
 • પ.પૂ. મહંત સ્વામી મહારાજ કહે છે કે- સ્વધર્મ મા રહીએ….ગુણ લઈએ…..તો મોટા પુરુષ ને ગમીએ……….

અદ્ભુત……અદ્ભુત……..!!…..ત્યારબાદ સ્વામીશ્રી ના ધામ ગમન બાદ દુનિયાભર મા થયેલી શ્રદ્ધાંજલિ સભાઓ નો ચિતાર-અનુભવ-પ્રસંગ ની વાત કરતા પૂ.બ્રહ્મવિહારી સ્વામી એ એમની રસપ્રદ શૈલી મા કહ્યું કે…..

 • સ્વામીશ્રી ની દિવ્યતા એવી હતી કે એમના દર્શન માત્ર થી નાસ્તિક ..આસ્તિક થઇ ગયા…….બધા બાપા મા હેત થી જોડાયા હતા….
 • ચેન્નાઈ મા અમુક દિવસ પહેલા શ્રદ્ધાંજલિ સભા હતી…..રામકૃષ્ણ મિશન ના –બેલ્લુર મઠ ના નીર્મલાનંદ સ્વામી એ સ્વામીશ્રી ને રૂબરૂ ન મળી શક્યા નો અફસોસ જાહેર કર્યો….અને જાહેરમાં સ્વામીશ્રી નો મહિમા ગાયો……
 • ત્યાના સત્સંગી અને પ્રખ્યાત ઉદ્યોગપતી ભરતભાઈ કામટે એ કહ્યું કે – હું માતાજી નો ભક્ત છું..પણ છેલ્લા ૧૩ વર્ષ થી માતાજી ની પૂજામાં સ્વામીશ્રી ના દર્શન કરું છું…….એ વાત એમણે જાહેરમા કહી….
 • દિલ્હીમાં રાજનેતા અમરસિંહ…….બેંગલોર મા રાજ્યપાલ વજુભાઈ વાળા એ સ્વામીશ્રી ના મહિમા ના જાત અનુભવો કહ્યા………..પ્રમુખ સ્વામી ની દિવ્યતા એક જ પ્રસંગ માં દુનિયા ને દેખાઇ…કે સ્વામીશ્રી એ લખેલા ૪ લીટી ના પત્ર થી લાખો હરિભક્ત…હજારો સંતો..પાર્ષદો મહંત સ્વામી મહારાજ માં એવા જ હેત થી….કોઇ પ્રશ્ર્ન વગર …જોડાઇ ગયા…….!
 • દુબઈ મા અરબ દેશ ના રાજા ના પૌત્ર ને અમદાવાદ મા બાપા ના દર્શન થયા હતા……અને એમના જીવમાં જાણે કે ચેતના નો સંચાર થયો હતો….એવી વાત એમણે કરી…….અને દુબઈ સભામાં એમણે અને અન્ય આરબ નેતાઓ એ જાહેરાત કરી કે- આરબ દેશો મા પ્રથમ હિંદુ મંદિર –એ બેપ્સ નું સ્વામિનારાયણ મંદિર હશે…!!! આનંદો હરિભક્તો……આનંદો……!
 • મુંબઈ મા- પૂ.મહંત સ્વામી મહારાજ ની નિશ્રામાં થયેલી શ્રદ્ધાંજલિ સભામાં વિવિધ અગ્રણી ઓ ની સાથે અભિનેતા-રાજનેતા-પરેશ રાવલે –પોતાના અનુભવ ની વાત કરતા કહ્યું કે…….હું અમુક કારણોસર સ્વામીશ્રી ને રૂબરૂ દર્શન ન કરી શક્યો જેનો વસવસો આખી જીંદગી રહેશે…..પણ એમના ગુણ સાંભળી ને એમની દિવ્યતા ની ખબર પડી…..એમના જેવા સંત મળવા મુશ્કેલ છે……..એ જ વાત નો ઓડિયો સભામાં રજુ થયો……

ત્યરબાદ મુંબઈ મા બિરાજમાન પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના વિડીયો પ્રવચન-દર્શન નો લાભ મળ્યો………સ્વામીશ્રી એ “જમો ને જમાડું” ઉત્સવ વિષે કહ્યું કે……અન્નકૂટ મા સૌ કોઈ ને સેવા નો…પુણ્ય નો લાભ મળે એ માટે સ્વામી એ આ ગોઠવ્યું છે……….! શ્રીજી મહારાજે દશાંશ-વિશાશ ની વાત કરી અને સર્વ લોકો વ્યવહારે સુખિયા થાય..રહે એ માટે નો માર્ગ બતાવ્યો……આપણે પણ એ માટે સર્વને- અન્નકૂટ ની સેવા મા જોડવા ના છે……..કોઈ એક રૂપિયો પણ ભગવાન માટે આપશે તો એનું કલ્યાણ થાશે……..! ભગવાન ને- બધા ભક્ત લોક વ્યવહારે સુખી થાય એ માટે પ્રાર્થના કરીએ છીએ……..! વળી ,મુંબઈ ના કોઠારી સ્વામી એ ૫૧૦૦૦ ભક્તો ને અન્નકૂટ ના સેવા-દર્શન નો લાભ મળે એ માટે સંકલ્પ કર્યો છે…એ પણ પુરો થાશે એના આશીર્વાદ છે…….!

અદ્ભુત……અદ્ભુત…! સત્પુરુષ ના વચન ક્યારેય મિથ્યા હોતા નથી…………! અને એમની કરુણતા ..કૃપા જુઓ……! અમદાવાદ મા પણ પૂ.ઈશ્વરચરણ સ્વામી એ ૫૦૦૦૦ ભક્તો અન્નકૂટ ના સેવા-દર્શને આવે એ માટે નો સંકલ્પ કર્યો છે………….!

સભાને અંતે જાહેરાત થઇ કે…….

 • જમો ને જમાડું રે…..મા સર્વ હરિભક્તો-કાર્યકરો ભાગ લઇ શકે છે……બધાને સેવા-દર્શન નો લાભ મળે એ માટે વિશેષ માહિતી આપવામાં આવી……….લાભ લેનાર સર્વ ગુણભાવી ઓને પ્રસાદ અને કેલેન્ડર અચૂક મળશે……
 • ૨૪/૯/૨૦૧૬ ના રોજ પ.પૂ.મહંત સ્વામી મહારાજ ની ૮૩  મી જન્મતિથી નો ઉત્સવ દરેક મંદિર મા ધામધૂમ થી ઉજવાશે……અમદાવાદ મા શનિવાર ના રોજ –આ ઉત્સવ ની સભા -૭ થી ૧૦
 • –સાંજે થાશે…….બોચાસણ મા સવારે દર્શન-સભાનો લાભ મળશે ( વધુ માહિતી મંદિર મા થી મળશે) ……મહા પ્રસાદ –સાંજે શાહીબાગ મંદિરે થી મળશે………રવિવાર ની સભા થાશે નહિ…….

14369897_1097235343647766_7574817595745133938_n

 • સત્સંગ પરીક્ષા ના પરિણામ જાહેર કરવામાં આવ્યા…………સત્સંગીઓ નો અભૂતપૂર્વ ઉત્સાહ ..ધગશ ..શ્રીજી-સ્વામી ને રાજી કરે એવી હતી……

અદ્ભુત……અદ્ભુત……!

આપણે તો આજની રવિસભા મા થી એટલું જ સમજવાનું કે…..સત્પુરુષ ચિરંજીવી છે….સદાયે પ્રગટ છે……એમના રાજીપા નો વિચાર હરપળ કરવો…..જેથી હરિ રાજી થાય……! એમના વચન….એમના સંકલ્પ…..એમની કૃપા સર્વોપરી હોય છે…..જે માત્ર શબ્દે જ નહિ…..અનુભવે સમજાય છે…!

જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા તા-૨૬/૦૫/૨૦૧૩

…..પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…”શ્રીકૃષ્ણ ભગવાન ના સ્વરૂપ વિષે જે ભક્ત નું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય જે-પોતે માર્ગે ચાલી ને અતિશય થાકી રહ્યો હોય અને બેઠું થવાની પણ શરીર માં શક્તિ ન રહી હોય અને તેવા સમા માં  કંઇક  ભગવાન ની વાર્તા નો પ્રસંગ નીસરે તો જાણીએ  એકે ગાઉં પણ ચાલ્યો નથી,એવો સાવધાન થઇ ને તે વાર્તા ને કરવા-સાંભળવા માં અતિશય તત્પર થઇ જાય .અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડા ને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવા માં જો એ ભગવાન ની વાર્તા સાંભળે તો તત્કાલ સર્વ દુખ થકી રહિત થઇ જાય .અને વળી ગમે તેવી રાજ્યસમૃધ્ધી ને પામી ને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાન ની વાર્તા સાંભળે  તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાન ની વાર્તા સાંભળવા માં સાવધાન થઇ જાય……..એવી જાત ના જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાન ના વિષે દ્રઢ આસક્તિ થઇ જાણવી ………

——- વચનામૃતમ -ગઢડા મધ્ય ૨૯———–

સ્વયમ શ્રીહરિ ના બ્રહ્મ વચન…..જીવન ની દોડધામ માં અટવાયેલા આ જીવ ને ક્યાં આસક્તિ કરવી એ સમજાતી નથી અને છેવટે- જે અપેક્ષિત જ છે તેમ- લૌકિક પદાર્થો કે કે જે ક્ષણ ભંગુર છે- એમાં જ આસક્તિ-મોહ કરી બેસે છે…અને અંતે જે એના પસ્તાવા નું કારણ બને છે.  તો બે સવાલ- ૧) આસક્તિ ક્યાં કરવી ? ૨) આસક્તિ કેમ અને શી રીતે કરવી? ના જવાબ પર આજની રવિસભા હતી…..

અમદાવાદ ના રોડ આજે કે અગ્નિ પથ સમાન લગતા હતા….સવારે જરા વાદળછાયું વાતાવરણ હતું પણ એની અસર નગણ્ય હતી….આથી રોજીંદા ક્રમ મુજબ સાંજે ૫-૫.૩૦ એ મંદિરે પહોંચ્યો ત્યારે સંખ્યા જરાક ઓછી હતી….પણ ધીરે ધીરે હરિભક્તો ઈ જમાવટ થતી રહી અને રવિસભા -ભક્તજનો થી ઉભરાતી રહી. હમેંશ ની જેમ મારા વ્હાલા ના ચંદન ચર્ચિત અદ્ભુત દર્શન…..

ચંદન ના વાઘા

ચંદન ના વાઘા

આજ ના દર્શન...

આજ ના દર્શન…

સભામાં ગોઠવાયા ત્યારે – સંતો ના મુખે- સ્વામીનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ રહી હતી….અને ત્યારબાદ મારું પ્રિય એવું એક કીર્તન- “મારા મંદિરે પધારો માવા રે………” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત-રજુ થયું…..હૃદય બાગ-બાગ થઇ ગયું……મન-આત્મા-હૃદય-  જાણે કે શ્રીહરિ સાથે એકરૂપ થઇ ગયા…..અદભુત…….અદભુત…….

ત્યારબાદ- પુ.ધર્મજ્ઞ સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ ના અમુક પ્રસંગો નું વિવેચન થયું…..સાર હતો….

 • પુ.સ્વામીશ્રી ના જીવન માં હર ક્ષણ જોવા મળે છે કે- સર્વ નું ભલું થાય – બસ એ જ વિચાર એ કરતા રહે છે…. એ જ વિચાર ને જીવતા રહે છે…..પછી ભલે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સંત…..બધા નું ભલું એ જ એમની જીવન શ્રેણી નો સાર છે.
 • જે જીવ – સંપૂર્ણ પણે શ્રીજી અને સંત માં જોડાય છે- એને કદી નરક માં જવું નથી પડતું…..એનું આ લોક અને પરલોક માં કલ્યાણ અને અક્ષરધામ નું સુખ અવશ્ય પ્રાપ્ત થાય  છે…..

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત ના મુખે- ગઢડા મધ્ય નું- ૨૯ વચનામૃત આધારિત પ્રવચન રજુ થયું….જોઈએ અમુક અંશ…..

 • કથા વાર્તા-સત્સંગ એ આત્મા નો ખોરાક છે- જો એ માં વિક્ષેપ આવે તો જીવ નું પોષણ થતું નથી…..આથી કથા-વાર્તા-સત્સંગ પ્રત્યે ની અનન્ય આસક્તિ-ઈશક જ જીવ ને હરિ સાથે જોડે છે……
 • ભગવાન અને સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ વગર અક્ષરધામ ની પ્રાપ્તિ થતી નથી- અને દ્રઢ પ્રીતિ અખંડ કથા વાર્તા થી જ આવે છે……ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી -પૂર્વાશ્રમ માં દિવસ ભાર પ્રવૃત્તિ પછી -આખી રાત્રી સત્સંગ માં જ વિતાવતા અને કથા વાર્તા ના આ ઈશક માટે તેઓ દરરોજ રાત્રીએ – ૩-૩ ગાઉં નું અંતર કાપી ને જતા…..આ પ્રક્રિયા નિરંતર ચાલતી…..
 • ઘરસભા નો વિચાર- પણ આ જ પ્રક્રિયા નો એક હિસ્સો છે- જે આજે દરેક હરિભક્તો એ પોતાના પરિવાર માં અમલ માં મુકવો જ જોઈએ…..
 • કથા વાર્તા- સત્સંગ દ્વારા મનુષ્ય પોતાના સ્વભાવ ને બદલી શકે છે……સ્વભાવ મુકાય તો દોષ ટળે …..અને અંતઃકરણ શુદ્ધ થાય……પવિત્રાનંદ સ્વામી ના અન્તર ની પીડા ને – ભગતજી મહારાજે કારીયાણી નું ૧૨ મુ વચનામૃત સંભળાવી ને શાંત કરી….

ત્યારબાદ- આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ – કે અત્યારે સારંગપુર ખાતે  બિરાજમાન છે- એમના દૈનિક વિચરણ અને પ્રમુખ વરણી દિન ના વિડીયો  ની રજૂઆત થઇ. આંબલી વાળી પોળ-અમદાવાદ ખાતે- શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ ની પ્રમુખ તરીકે વરણી થઇ હતી- એ પ્રસંગ ની નાટ્ય પ્રસ્તુતિ નો વિડીયો રજુ થયો- સ્વામીશ્રી ના એ સમય ના મુખ ના ભાવ- અદ્ભુત હતા….સંતો-હરિભક્તો નો આજકાલ હમેંશા પ્રયત્ન રહે છે કે- જુદા જુદા પ્રસંગો-કીર્તન દ્વારા સ્વામીશ્રી ને રાજી કરવા- પણ સાથે સાથે આ પ્રયત્ન થી- ઈતિહાસ ની એ સોનેરી ક્ષણો જાણે કે જીવંત થઇ ઉઠે છે….એ અનુભવાય છે કે આપણી ગુણાતીત પરંપરા એ કેટ-કેટલા કષ્ટ વેઠ્યા છે- અને સ્વામી-શ્રીજી ને રાજી કર્યા છે……

ત્યારબાદ પુ. ઈશ્વરચરણ સ્વામી ના હસ્તે- અંગ્રેજી બુક- “Hinduism-sacred texts ” કે જે સ્વામીનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રગટ થઇ છે- એનું વિમોચન સભામાં થયું…..અને સાથે સાથે પુ.ઈશ્વર સ્વામી એ પ્રસંગોચિત ઉદબોધન માં કહ્યું કે- પુ.શ્રીહરિ સ્વામી ના પ્રવચન મુજબ- કથાવાર્તા અને સત્સંગ જ જીવ નો ખોરાક હોવો જોઈએ…..યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ના અનેક જીવન પ્રસંગો માં આ જ વાત જોવા મળે છે.  અને અંતઃકરણ શુદ્ધ કરવા નો એ જ માર્ગ છે…

અંતે- એમણે એક અગત્ય ની જાહેરાત કરી કે- સર્વ હરિભક્તો એ – સંતો ને મોબાઈલ થી વાત કરવા માં સમય નો થોડોક વિવેક રાખવો- આજ પછી સર્વ હરિભક્તો ને  સુચના છે કે- સંતો નો મોબાઈલ પર સંપર્ક કરવો હોય તો- સવારે ૯ વાગ્યા પછી જ કરવો અને આરતી- ચેષ્ટા ના સમયે ફોન ન કરવો……..! આ વિવેક જરૂરી છે- આપણા સંસારિક પ્રશ્નો સંતો ની ભક્તિ માં- એમના માટે કયારેક મૂંઝવણ નું કારણ બનતા હોય છે….

મહિલા હરિભક્તો માટે એક સારા સમાચાર- BAPS pride કરીને એક સભા- ખાસ એમના માટે- તારીખ- ૨ જી જુન – સમય સાંજે- ૪ થી ૬ -શાહીબાગ મંદિરે ભક્તિ સદન માં રાખેલ છે. સાથે સાથે અન્ય એક જાહેરાત – પુ. બ્રહ્મ મુની સ્વામી – હવે આફ્રિકા ખાતે સેવા આપશે……

તો- આજ ની સભા- જીવ ને ક્યાં જોડવો -એ બ્રહ્મસત્ય પર આધારિત હતી……એક હરિ સાથે જ જોડાણ- એ પણ અખંડ- કથા વાર્તા-સત્સંગ દ્વારા- જીવ ના કલ્યાણ નું સાધન બને છે. આ સમજો તો- એક અદ્ભુત વિજ્ઞાન છે……એક સર્વોચ્ચ અધ્યાત્મિક વાત છે….

બસ રાજી રહેજો……

જય સ્વામીનારાયણ……

રાજ


1 Comment

BAPS રવિસભા- તા ૧૮/૧૨/૨૦૧૧

      गुणातीतो अक्षरम ब्रह्म , भगवान पुरुषोत्तम

जनों जानंइदं सत्यं मुच्यते भव्बंध्नात ll

રવિસભા – એટલે કે આત્મા ના રીચાર્જ માટે સત્સંગ નું ચાર્જર…..! આપણા શાસ્ત્રોમાં કહેવાય છે એમ કે જ્યાં સુધી આપણે ” આપણા” સુધી ન પહોંચીએ ત્યાં સુધી હરિ નો માર્ગ દેખાતો નથી. અને વચનામૃત મા પણ કહ્યું છે કે – હરિ ને જાણવા- પામવા માટે , આત્મ જાગૃતિ અનિવાર્ય છે. છેલ્લા , રવિવારે – હું રવિસભા ને ચુકી રહ્યો હતો પણ સત્સંગ કે મારો હરિ- મારા થી સહેજ પણ દુર ન હતા.  ગયા રવિવારે , હું વડતાલ હતો , અને શ્રીહરિ ના સામીપ્ય ને મનભરી ને પામી રહ્યો હતો. મારી જિંદગી મા કાલુપુર, વડતાલ, ગઢડા ના સ્વામીનારાયણ મંદિરો નું સ્થાન વિશેષ છે. મંદિર ની ભીંતો પર હાથ લગાવી ને – જાણે કે શ્રીજી અને એ સમય ના મોટેરા સંતો ના ચરણ નો સ્પર્શ કરી રહ્યો હોઉં એવું પ્રતીત થાય છે.  જે લોકો મંદિર, સત્સંગ કે ભક્તિ નો મહિમા નથી જાણતા…..એ લોકો મારી આ લાગણી ને સમજી નહી શકે…..! ચાલ્યા કરે………………….

તો આજે સવારે અમે મારા પ્રિય સ્થળ આઈ આઈ એમ ના પ્રાંગણ મા હતા.. વર્ષ ના ત્રણ દિવસ માટે આવતો “ટ્રેડીશનલ ફૂડ ફેસ્ટીવલ” – એ એક અદભૂત અનુભવ છે( એના વિષે ની પોસ્ટ આવતી કાલે……)  અને બપોરે ઘરે આવ્યા ત્યારે રીના ની તબિયત થોડી બગડી હતી. આથી , એને આરામ મા મૂકી , હું સમયસર મંદિરે પહોંચી ગયો. શ્રીજી ના દર્શન ની તાલાવેલી હતી કારણ કે ૧૫ દિવસ – કોરાકટ ગયા હતા( શાહીબાગ મંદિર માટે) ….આથી દર્શન કરવા ભાગ્યો. ધનુર્માસ ની શરૂઆત થઇ ગઈ છે અને શાસ્ત્રો મુજબ વિદ્યા ની , કળા ની ઉપાસના પણ શરુ થઇ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરો ની એક વિશેષતા મને હમેંશા ગમી છે કે- ભગવાન ના શણગાર પર થી જ લોકો ને, આપણા રીત રીવાજો અને પરંપરા ઓ નું તાદ્રશ્ય દર્શન થાય છે….અનુભવ થાય છે. જુઓ નીચેના ફોટા…..

આજ ના દર્શન.....

સભામાં ગોઠવાયા ત્યારે- કીર્તન ચાલી રહ્યું હતું. ” સદગુરુ નો મહિમા” જેવી થીમ પર આધારિત એ કીર્તન- કોઈક યુવક ના સ્વર મા કર્ણપ્રિય લાગી રહ્યું હતું. ” હરિ ને પમાડે – એ ગુરુ”   અને સાચા ગુરુ ની પ્રાપ્તિ દુર્લભ છે. જો તમારી શક્તિ અને જ્ઞાન હોય તો ગુરુ દત્તાત્રેય ની જેમ અન્ય જીવ-તત્વ-પદાર્થ ના સારા ગુણો ને જોઈ ને એમને પણ ગુરુ બનાવી શકો. આપણું તો સહજ ભાગ્ય છે કે પૂ.પ્રમુખ સ્વામી જેવા ગુરુ મળ્યા છે, એમાં પણ હરિ ની દયા છે. સને ૨૦૦૯ ના સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો- પૂ. ધર્મજ્ઞ સ્વામી એ વર્ણવ્યા…..સાર કંઇક આવો હતો…..

 • પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની બુદ્ધિમત્તા અત્યંત તીવ્ર છે. કોઈ પણ સમસ્યા નો ઉકેલ એમની પાસે સહજ હોય છે……IIM-Kolkata ના પ્રોફ. ગૌરાંગ ચટ્ટોપાધ્યાય સાથે નો સંવાદ દર્શાવે છે કે – આપણે અહં શૂન્ય બની ને, બધું જ એક હરિ પર છોડી ને, સાવ હલકા ફૂલ થઇ ને પણ આટલા મોટા સંપ્રદાય ની જવાબદારી સહજ પણે નિભાવી શકાય છે.
 • એક ભગવાન જ સર્વ ના કર્તા-હર્તા છે….એટલે આપણે કઈ ફિકર કરવી જ નહી. આદિ ને અંત પણ એ જ છે. આપણે આપણા કર્મ પુરેપુરા કરવા…..અને એ કર્મ વચ્ચે પણ હરિ ને એક પળ પણ ન વિસરવા……
 • આપણી આવરદા- હરિ નક્કી કરે એટલી જ હોય……આથી બધું એ જ નક્કી કરે….પોતાનું ધાર્યું ક્યારેય ન થાય.

એ પછી, પૂ સંતો ના મુખે  કીર્તન થયા. ” ‘કે બોલ્યા શ્રીહરિ રે…કે સાંભળો નરનારી હરિજન…..” – શ્રીજી એ જે પોતાના મુખે , પોતાનું સ્વરૂપ અને પોતાના ધામ ના વિષે- હરિભક્તો ને કહ્યું- એ પ્રેમાનંદ સ્વામી એ પદ- રચિત કરી લીધું.  એ જ રીતે પૂ. પ્રેમ વદન સ્વામી ના સ્વરે- ” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..” કીર્તન પૂ. પ્રમુખ સ્વામી ના મહિમા માટે ગવાયું.  ત્યારબાદ, પૂ. પરમાનંદ સ્વામી , જેવા વિદ્વાન સંત દ્વારા- ” સત્સંગ નો મહિમા” પર વિસ્તૃત પ્રવચન થયું. એનો ટૂંક મા સાર કંઇક આવો હતો.

 • સત્સંગ એ એક મકાન સામાન છે- કે જેનો પાયો મજબુત ન હોય તો- ગમે તેટલો જુનો કે ગાઢ સત્સંગ હોય- છુટતા વાર નથી લાગતી.
 • ગઢડા અંત્ય ના ૨, ૨૧- વચનામૃતો મા શ્રીજી એ સ્વયં કહ્યું છે કે- ” સત્સંગ અલૌકિક છે….જેના દ્વારા જ ભગવાન ની પ્રાપ્તિ સહજ બને છે”  આથી જ સત્સંગ નો પાયો દ્રઢ જ રાખવો.
 • જીવા ખાચર, આલૈયા ખાચર, માંછીયાવ ના ફઈબા….જેવા હરિભક્તો નો સત્સંગ જુનો હતો….મોટો હતો પણ એના પાયા કાચા હતા આથી- એ લોકો શ્રીજી નો રાજીપો પ્રાપ્ત ન કરી શક્યા…..
 • લોયા ૧૭ ના વચનામૃત પ્રમાણે- જીવ નો પાયો…આધાર જ સત્સંગ છે…..આથી જીવ મા પહોંચે તેવો સત્સંગ કરવો.
 • જો સમગ્ર વચનામૃત મા સત્સંગ નો મહિમા સમજવો હોય તો ૬ નિયમ દ્રઢ કરવા…….
 1. નિયમ ધર્મ મા દ્રઢતા ( ગ.પ્ર.૫૪)
 2. સત્સંગ નો મહિમા જાણવો અને એ પ્રમાણે વર્તવું
 3. સત્સંગ નો દ્રઢ પક્ષ રાખવો- જીવ જેટલો પક્ષ રાખવો અને વિપરીત પરિસ્થતિ ઓ મા પણ ડગવું નહી.( ગ.પ્ર.૭૮; ગ.મ. ૬૧)
 4. ગુણ-ગ્રહી ની દ્રષ્ટી રાખવી- સંતો ના હરિભક્તો ના ગુણ લેવા….( લોયા-૫)
 5. કથા વાર્તા ની અખંડ વૃતિ રાખવી…..
 6. હરિ સાથે શુધ્ધ પ્રીતિ રાખવી…….

પૂ.પરમાનંદ સ્વામી ની પ્રવચન ની સ્ટાઈલ રસપ્રદ છે. એક વાર લાભ લઇ જો જો….મજા આવશે.

ત્યારબાદ, અમુક જાહેરાતો થઇ – જેવી કે…..

 • આવતા બુધવારે – એકાદશી છે….ધનુર્માસ ચાલે છે આથી સ્વામિનારાયણ મહામંત્ર – ધૂન મા બધાએ ભાગ લેવા પધારવું….
 • આર્ષ ( AARSH) , ગાંધીનગર અક્ષરધામ – ખાતે આવતા શનિવારે ( ૨૪/૧૨) પૂ. શ્રીહરિ સ્વામી દ્વારા ” સંત નિર્ગુણ દાસ” પર પ્રવચન છે. અવશ્ય લાભ લઇ શકાય…..

અંતે એક વીડીઓ દર્શન ની જાહેરાત થઇ પણ ટેકનીકલ ક્ષતિ ને કારણે એ ન થયું, અંતે સભા નું સમાપન થયું.

આમ, રવિસભા- જ્ઞાન સભા થી વિશેષ થઇ રહી છે, અને એનો માહોલ, તમે ત્યાં હાજર હો તો જ જાણી શકો…..તો, બસ આ ભક્તિ યાત્રા મા સાથે રહો….

જય સ્વામિનારાયણ….

રાજ