Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS રવિસભા-૦૬/૦૩/૨૦૧૬

અને રાત દોઢ પહોર વીતી હતી. …….પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,

“સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી……….. કાં જે, ભગવાનનું કર્યું સર્વે થાય છે……… અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે. અને શ્રીનરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે……… તે લ્યો, કહીએ જે, જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે, અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું……. જે, આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનું રાજ જાઓ તો તેનું જાય છે; અને ધારીએ જે, આ પળે આટલો વરસાદ આંહીં થાઓ તો તે ત્યાં જરૂર થાય છે, અને આંહીં ન થાઓ તો ત્યાં નથી થાતો; અને વળી ધારીએ જે, આને ધન પ્રાપ્ત થાઓ તો તે થાય છે, અને આને ન થાઓ તો તેને થાતું જ નથી; અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે, આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી; અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે, અને આને રોગ ન થાઓ તો તેને રોગ પણ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું…………. ત્યારે તમે કહેશો જે, ‘સત્સંગીને સુખ-દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે …….તો પણ એ દરિદ્રી જેવો રહે છે.’ તો એનું તો એમ છે જે, એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી તેને સર્વ ક્રિયાને વિષે બરકત થતી નથી……… અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે, શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે……..”

————————-

વચનામૃતમ-જેતલપુર-૫

અદ્ભુત  વચનામૃત….! ધાર્યું તો એક શ્રીજીનું  જ થાય છે…એમના સંકલ્પે જ સત્સંગ વધે છે..કાંતો ઘટે  છે…..પણ આ જીવ-જગતની માયા ને વશ થઇ-એમાં સંશય કરી બેસે છે…આ  તો એક સત્પુરુષ નું શરણું હોય અને જીવ એમની વાત સમજતો હોય તો જ શ્રીજી ની અને મોટા પુરુષ ના સંકલ્પ શક્તિની સમજ આવે છે….! જુઓ- આજે આપણો સત્સંગ…આફ્રિકા ના અંધારિયા ખંડ થી લઈને….આરબ દેશો..અને   છેક સિંગાપોર ની ગલીઓ સુધી -સ્વામિનારાયણ નામ..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના  ડંકા વાગ્યા છે…..એ  શ્રીજી નો સંકલ્પ જ છે..જે  મોટા પુરુષ ના માધ્યમ દ્વારા પ્રસરી રહ્યો છે…પ્રસરતો રહેશે…..! આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી અને પુ.અમૃતવિજય સ્વામી- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશ) નું વિચરણ કરીને આવ્યા -એના પર આવું અદ્ભુત વિવરણ થયું…..

આજે સભામાં હું હમેંશ ની જેમ સમયસર હતો….સૌપ્રથમ જગતના નાથના મનભરી ને દર્શન કર્યા….અને પ્રદક્ષિણા પથ પર લગાવેલા વચનામૃત ના અવતરણ વાંચી ને શ્રીજી -સ્વામી ના મહિમા ને સાક્ષાત અનુભવ્યા….તમે પણ અચૂક લાભ લો..એ વચનામૃત વાંચો….!

12801340_518913374963506_6703504364417468463_n

12800201_970713642966604_8290446950546389391_n

સભાની શરૂઆત યુવકો દ્વારા -સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……યુવક જૈમીન વૈદ્ય દ્વારા – “આજ સખી આનંદ ની હેલી’ જેરામ બ્રહ્મચારી રચિત રજુ થયું અને મારું હૃદય બાગ બાગ થઇ ગયું…મારું મનગમતું કીર્તન-એ પણ આવા સુરીલા સ્વર માં..પછી હૈયું ઝાલ્યું કેમ રહે??? ત્યારબાદ એ જ સુરીલા સ્વર માં સદગુરુ પ્રેમાનંદ રચિત ” જેને ગુણે રીઝ્યા ગિરધારી રે” રજુ થયું……અદ્ભુત..અદ્ભુત…!

ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી -૨૦૧૬ ના સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દર્શન ની વિડીયો કલીપ રજુ થઇ……તમે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આંખો જુઓ..ધ્યાન થી જુઓ…..તમે ને કૈક અલગ જ તત્વ નો અનુભવ થશે…..આને કહેવાય ગુણાતીત અનુભવ..!

પછી જેની રાહ જોવાતી હતી..એ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અતિ વિદ્વાન..તેજસ્વી વક્તા દ્વારા ગયા માસ માં- આફ્રિકા અને મિડલ ઇસ્ટ ( આરબ દેશો) માં થયેલા વિચરણ..Transcendence બુક ના લોન્ચિંગ નું વિવરણ અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા થયું….જોઈએ સારાંશ…

 • આજે દુનિયાના ખૂણે ખૂણે…કલ્પના ન કરી હોય એવા દેશોમાં આ સર્વોપરી સત્સંગ ફેલાયો છે…..સર્વોપરી મંદિરો બન્યા છે  તે શ્રીજીના સંકલ્પ મુજબ જ થયા છે……મોટા પુરુષના માધ્યમ થકી જ બન્યા છે…ભલે ને એ આફ્રિકા ના અજાણ્યા ખૂણા હોય કે ઇસ્લામ નું વર્ચસ્વ ધરાવતા આરબ દેશો હોય..શ્રીજી અને સ્વામી ના સંકલ્પ થી સત્સંગ અને મંદિરો બન્યા છે…
 • ઈસ્વીસન ૧૯૨૮ માં- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો સંકલ્પ અને સદગુરુ નિર્ગુણ સ્વામી ના પત્રો ના માધ્યમ થી દેશમાં બેઠે બેઠે -આફ્રિકા માં સત્સંગના મુળિયા નખાયા….આજે  જે વટવૃક્ષ બન્યા છે…યોગીબાપા એ આફ્રિકા ના ગામે ગામ પધરામણી કરી તો પ્રમુખ સ્વામી મહારાજે એનું સિંચન કર્યું….અને અત્યંત નિષ્ઠાવાન સત્સંગ સમાજ બન્યો…
 • દાખલા તરીકે લુસાકા ના જયેશભાઈ એ – પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૨ જેટલા પત્ર ( કે જેમાં સ્વામી એ જયેશભાઈ ના નાના-મોટા પ્રશ્નો નું સમાધાન-સુચન લખી મોકલ્યા છે) ને બાકાયદા ફ્રેમીંગ કરી ને ઘરમાં મુક્યા છે કે જેથી નિત્ય દર્શન થાય…! અદ્ભુત…કેવી નિષ્ઠા..!

12806239_970710846300217_3383403303480695889_n

 • હર્ષદ રાણા જેવા અતિ નિષ્ઠાવાન હરિભક્ત ના એક પ્રસંગમાં સ્વામી એ કહ્યું હતું કે- જે ભક્ત ના- નિયમ ધર્મ, જાણપણું ( પોતે કોણ છે…ધ્યેય  શું છે..) , નિષ્કપટ પણું દ્રઢ હોય તેના પર મોટા પુરુષ નો રાજીપો સદાયે રહે છે…..ભલે ને ભક્ત ગમે ત્યાં હોય….!
 • આફ્રિકામાં Transcendence બુક ના લોન્ચિંગ ના પ્રસંગો યાદ કરતા પુ.બ્રહ્મવિહારી સ્વામી એ કહ્યું કે- કિસુમુ ,કમ્પાલા,જીન્જા,ઇથોપિયા, દાર એ સલામ, જોહાનીસ્બર્ગ માં ભક્તો-મુમુક્ષુઓ -લોકો ની સંખ્યા ધાર્યા કરતા પણ વધારે હતી…….કિસુમુમાં તો- ચર્ચ ના પાદરીએ – બુક લોન્ચિંગ માટે ચર્ચ ના સ્થાન ની ઓફર કરી….કમ્પાલા માં તો યુગાન્ડા ના નાયબ વડાપ્રધાન આપણો દેશી ઝભ્ભો-લેંઘો પહેરીને આવ્યા ..આપણી સંસ્કૃતિ-સત્સંગ-બાપા ના ભરપુર વખાણ કર્યા…..અને જીન્જા માં તો આ વડા પ્રધાન પોતાના પરિવાર ના ૨૨ સભ્યો ને- બુક લોન્ચિંગ માં લઈને આવ્યા……એટલા બધા પ્રભાવિત થયા..!
12802735_970710852966883_5978417477150102065_n

ઝભ્ભા-લેંઘા માં ઉભેલા મહાશય દેખાયા???

 • ઇથોપિયા કે જ્યાં અન્ય ધર્મ ની વાત ન થાય ત્યાં- આપણા સંતો નું સ્વાગત થયું અને ૧૦-૧૫ લોકોએ રવિસભા ની શરૂઆત પણ કરી….આ બધું સત્પુરુષ -શ્રીજી ના સંકલ્પ થી જ શક્ય બને…! દાર એ  સલામ માં પરમ ભક્તરાજ સુભાષભાઈ ના પ્રયત્નો થી ધાર્યા કરતા મોટો અને ભવ્ય પ્રોગ્રામ થયો….બધા લોકો આ પુસ્તક થી-બાપા થી એટલા પ્રભાવિત થયા કે  સામે ની મસ્જીદ ના ઈમામ – આ પ્રોગ્રામ ની ડીવીડી લઈને ગયા -પોતાની મસ્જીદમાં બતાવી…..! જોહાનીસ્બર્ગ માં ત્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નેલ્સન મંડેલા ના સાથી -ઈશુ છીપા હોય કે પ્રસિદ્ધ લેખક ઈમ્તિયાઝ કાઝી……એમણે આ પુસ્તક- પ્રમુખ સ્વામી મહારાજ ના અયપ્પા ગામ ના વેર શમન ના પ્રસંગ ને વાંચી-સમજી પોતાના જીવન ના બદલા ની ઈચ્છા…વેર ની આગ ને શાંત કરી…બદલો લેવાનું માંડી વાળ્યું…..અને પોતાનું આ પરિવર્તન જાહેરમાં જણાવ્યું…! અદ્ભુત……એક સત્પુરુષ કે જે હજારો માઈલ દુર છે….એના શબ્દ દેહ ની હાજરી માત્ર થી આટલું મોટું જીવન પરિવર્તન….!!! અને કહેવાય સંકલ્પ ની શક્તિ…!
 • અરે..લેખક ઈમ્તિયાઝ કાઝી તો એટલા પ્રભાવિત થયા છે કે હાલમાં પોતે જે પુસ્તક લખી રહ્યા છે.. Quest for truth તેનું લોકાર્પણ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના હાથે કરાવવા માંગે છે…!!!!!! અદ્ભુત..અદ્ભુત….!
 • આરબ દેશમાં -બધા એ વાંચ્યું હશે  એમ- આપણું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે……અને એમાં  ત્યાના રાજા ના પરિવાર નો અતુલ્ય ફાળો છે….એ જ પરિવાર – Transcendence બુક ના લોન્ચિંગ કે જે ૨૨ માર્ચ ના રોજ -પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા ત્યાં- યુંએઈ માં થવાનું છે…એમાં હાજર રહેશે….!

અદ્ભુત….અદ્ભુત…….ત્યારબાદ પુ.અમૃત વિજય સ્વામી એ  સ્લાઈડ શો દ્વારા -આફ્રિકા-મિડલ ઇસ્ટ ના વિચરણ ને બતાવ્યું……વિવરણ કર્યું….! અને ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ  આવનારી બોર્ડ ની પરીક્ષા ઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને આશીર્વાદ આપતાં કહ્યું કે- હમેંશા બાપા- સ્વામી-શ્રીજી નું બળ રાખવું…એ સદાયે તમારી સાથે જ છે…….!!  પ.ભક્તરાજ ચંદ્રકાંત સોમપુરા -કે જે પ્રખ્યાત સ્થપતિ હતા..-મંદિર બનાવનાર હતા અને જેમનો ગઢડા મંદિર ને બનાવવા માં મુખ્ય ફાળો રહ્યો છે..તેમનું નિધન થયું છે…..શ્રીજી એમના આત્મા ને શાંતિ-સુખ આપે એ જ પ્રાર્થના…

આવતા રવિવારે- બ્રહ્મસત્ર નો બીજો ભાગ- પશ્ચિમ અમદાવાદ માટે…….સમય સવારે  ૮ થી સાંજે ૫:૩૦ સુધી છે…રવિસભા- ૧૫ મિનીટ મોડી શરુ થશે…..પુ. નારાયણ મુની સ્વામી ના આ અદ્ભુત પ્રવચન માં તમારું સ્વાગત છે….!

તો- ચાલો આપણે આપણા શુભ કર્મ કરીએ…….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના બળદીયા છીએ…..એમને આપણી પાસે થી જે કામ લેવું હશે તે જરૂર લેશે..એમના સંકલ્પ માં -રહેવું…જીવ જોડી દેવો…..એટલું આપણે કરવું છે…! એક બ્રહ્મ સત્ય તમે સ્વીકારો કે ન સ્વીકારો….શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એની મરજી વગર સુકું પત્તું પણ હલી શકતું નથી……ભલે ને તમને કર્મ કરવાનું સ્વાતંત્ર્ય મળ્યું હોય..પણ ફળ તો એક શ્રીજી ના જ હાથમાં છે…..! એ જે કરશે એ સારું જ કરશે..!

જય સ્વામિનારાયણ

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૨૮/૦૨/૨૦૧૬

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, ……“જે ભગવાનના ભક્તને સત્-અસત્‌નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે……… અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે ……….અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે………. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં…….. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં…………. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે ……….પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં…………. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે………… અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે…………… એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે…….

——————————————-

વચનામૃતમ- ગઢડા  પ્રથમ-૧૬

આ  એ  વચનામૃત છે  જેને  બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ-તમામ  સંતો-હરિભક્તોને  જીવનમાં દ્રઢ કરવાનું  કહેતા….કારણ  કે  એનો જે  સાર છે ,તે જો જીવનમાં દ્રઢ થાય….તો  સત-અસત નો વિવેક જીવનમાં દ્રઢ થાય…સત્સંગમાં કોઈના અવગુણ લેવાય જ નહિ..બધા  બ્રહ્મની મૂર્તિઓ જ  લાગે….( ગઢડા મધ્ય-૬૩) અને જીવ સત્સંગમાં પ્રગતિ કરતો જ રહે…..! આ દ્રઢ થવું-એ આ સત્સંગમાં ટકવું હોય-તેના માટે અનિવાર્ય છે….અને  આજની સભામાં  પુ.નારાયણ મુની સ્વામી દ્વારા તેનું રસપ્રદ પ્રવચન -નિરૂપણ થયું….

આજે  અમદાવાદ-પૂર્વ ના હરિભક્તો માટે જ- શાહીબાગ મંદિરે-પુ.નારાયણ મુની સ્વામી જેવા તેજસ્વી સંત દ્વારા- સત્પુરુષ ચરિત્ર પર બ્રહ્મસત્ર હતું…સવારે ૯ વાગ્યા થી સમજે ૫:૩૦ સુધી -આ વિષય પર બોલવું અને સાંજે રવિસભામાં પણ એમનું જ  પ્રવચન…!!!! વિચારો કે  કેવા બળ થી આ સંતો-આટલી ઉમરે આવા અદ્ભુત..કલ્યાણકારી કાર્યો કરી રહ્યા છે….અને  એ જ બળ ને શ્રીજીનું..ગુણાતીત નું બળ કહે છે….! એટલે  આજની સભા થોડીક ટૂંકી હતી..પણ રસપ્રદ હતી……હું સવારે સેવામાં હતો અને સાંજે પણ -મારા દીકરા સાથે સમયસર પહોંચી ગયો…..સભામાં સંખ્યા ધાર્યા મુજબ જ ઓછી હતી કારણ કે હરિભક્તો સત્ર પૂરું કરી ને નીકળી ગયા હતા…! તો ચાલો કરીએ શ્રીજી ના દર્શન…

11059447_966807043357264_8388271085270757143_n

સભામાં શરૂઆત- હમેંશ ની જેમ- સંતો-યુવકો ને મુખે  સ્વામિનારાયણ ધુન્ય-પ્રાર્થના થઇ….પુ.વિવેકમુની સ્વામી જેવા સારા ગાયક સંત દ્વારા..”ઘણું જીવો હો જીવન આધાર…..નારાયણ સ્વરૂપ તમે…” ભક્તરાજ વનમાળી દાસ રચિત -કીર્તન રજુ થયું અને સત્પુરુષ ના મહિમા માં જીવ ઓતપ્રોત થઇ ગયો…..!

ત્યારબાદ- ઉપરોક્ત જણાવ્યા મુજબ પુ.નારાયણ મુની જેવા અતિ વિદ્વાન સંત….સંત તાલીમ કેન્દ્ર ના મુખ્ય સંત…અતિ તેજસ્વી વક્તા….સ્વામીશ્રી ના  કૃપા પાત્ર સંત દ્વારા..એમના ઘેઘુર ..ઘૂંટાયેલા સ્વર માં -ગઢડા પ્રથમ-૧૬ ના વચનામૃત પર ગહન-રસપ્રદ નિરૂપણ થયું…..જોઈએ એના અમુક અંશ….

 • બાપા નું સ્વાસ્થ્ય અત્યારે ઘણું સારું છે……સ્વામીશ્રી મનુષ્ય ચરિત્ર ભરપુર કરે છે…પણ ભક્તો ને સમાસ થાય…દર્શન નું સુખ મળે  એ માટે પોતાનો દિવ્ય ભાવ પણ જરૂર પડ્યે બતાવે છે…..
 • ગઢડા પ્રથમ-૧૬- સત-અસત ના વિવેકનું- વચનામૃત યોગીબાપા ને પ્રિય હતું….એ  તો હરિભક્તો-સંતો ને કહેતા કે -જો આ વચનામૃત સિદ્ધ થાય …જીવસ્થ થાય તો બાકીના ૨૭૨ વચનામૃત આપોઆપ સિદ્ધ થાય…..
 • પણ આ વચનામૃત એમને એમ સિદ્ધ ન થાય…..કારણ કે  આપણું મન સ્થિર નથી…….અને  એ કરવા  એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ…દાખડો  જોઈએ….
 • પુ.ડોક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે- આ સત્સંગ અદ્ભુત છે..દિવ્ય છે….પણ આ માટે આ વિવેક કેળવવો પડે….જીવનમાં આ ઉતારવું પડે..અને એમ કાર્ય સિવાય-જીવનમાં ક્યારેય સુખ આવવાનું નથી…..
 • ગઢડા અંત્ય -૩૯ માં શ્રીજી કહે છે એમ- અહં અને મમત્વ જ માયા છે…..તેના કારણે જ સર્વે દુખ- સર્વે પ્રશ્ન થાય છે…..પણ વચનામૃત માં  આ બધાનો ઈલાજ છે……ભક્તો-સંતો ના પ્રશ્ન અને શ્રીજી ના ઉતારો- એકદમ વાસ્તવિક છે……રોજબરોજ માં થતા અનુભવો ને આધારે છે…….આથી જ અત્યંત અસરકારક છે…..
 • હમેંશા પોતાના અવગુણ જોવા….સમજવા..એનો વિચાર કરવો…..અને  એકવાર અવગુણ ને સમજ્યા પછી – તેને દુર કરવા….નો માર્ગ એટલે- શ્રીજી ની પ્રાપ્તિ નો મહિમા દ્રઢ કરવો…પોતાને જે પુરુષ મળ્યા છે..તેના દ્વારા શ્રીજી પ્રગટ છે…પ્રત્યક્ષ  છે  એમ દ્રઢ કરવું……અને મહિમા દ્રઢ કરવો…..એમ કરવાથી ગઢડા મધ્ય-૧૩ ના વચનામૃત માં કહ્યું છે એમ- બધા વિષયો-દોષો-અવગુણો- સહજ જીતાઈ જશે……
 • દરેક ક્રિયા..કર્મમાં શ્રીજી ના રાજીપા નો વિચાર કરવો…જો એમ થશે તો એ પ્રત્યેક કર્મ- કે ક્રિયા- એ ભક્તિ થઇ જાશે……..ચિત્ત શુદ્ધ થઇ જાશે…….સત-અસત નો વિવેક- જીવસ્થ થશે……
 • સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે….એમ આ સત્સંગ માં ઉધારા ની વાત જ નથી…..અહી ફળ  રોકડિયું  છે..પ્રાપ્તિ પ્રત્યક્ષ છે…..સુખ-શાંતિ પ્રત્યક્ષ છે……..!!!!!!

અદ્ભુત…અદ્ભુત………….આપણે તો આ જ  પ્રયત્નો કરવાના છે કે- આપણે શ્રીજી- સત્પુરુષ ના રાજીપા નો વિચાર  સર્વ પ્રથમ કરીએ…દરેક ક્રિયામાં કરીએ………! તો અખંડ ભક્તિ થશે……! બ્રહ્મરૂપ થવાશે…………

આવતી ૧૩/૩ ના રોજ- અમદાવાદ- પશ્ચિમ માટે- બ્રહ્મસત્ર છે………..બસ તેની ઇન્તેઝારી છે……….

જય સ્વામિનારાયણ…..

શુભ રાત્રી……..સર્વનું ભલું હો…………….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૧૪/૦૨/૨૦૧૬

વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે………………અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં……………..

અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં તે શૂરવીર સાચો…….. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં………”

———————————

ભગવાન શ્રી  સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૭

જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં…….. અને  …મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ???? …. એક એક શબ્દ જાણે કે  સ્વયમ શ્રીજી ની આજ્ઞા બની -જીવ-અંતરમાં પડઘાઈ રહ્યો છે..!! એક ભગવાનમાં જે સુખ છે..તેવું બીજે ક્યાંથી હોય?? અને આવી પ્રાપ્તિ થઇ હોય તો ચુપ રહેવાય?? ન રહેવાય……આજની સભામાં  પુ.ઈશ્વરચરણ સ્વામી એ  આજ  વાત કરી ને  જીવ સાથે ચોંટેલા જગતના મેલ દુર કરી દીધા….પુનઃ જીવ બળિયો થઇ બ્રહ્મસત્ય ને પામી રહ્યો..!

ગયા રવિવાર ની સભા અંગત કારણોસર ચુકી ગયો અને એથી જ આજની સભા હું કોઈ સંજોગોમાં ચૂકવા માંગતો ન હતો….સમયસર પહોંચી ગયો…અને જોયું તો સંખ્યા રોજ કરતા આજે ઓછી હતી..કારણ લગ્ન ગાળો…..! સભામાં સ્થાન ગ્રહણ કરતા પહેલા મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…..અમારે તો શ્રીજી છે તો રોજેરોજ  વેલેન્ટાઈન ડે હોય છે…..એમાં કહેવાનું શું???

12742826_1666837550270744_1862411986022862563_n

સભા ની શરૂઆત- યુવકો-સંતો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ……..

 • યુવકો દ્વારા “ધર્મ કુંવર હરિકૃષ્ણજી …..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન…..
 • પુ.વિવેક્મુની સ્વામી દ્વારા ” મારે સ્વામિનારાયણ ભજવા રે..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયા….

ત્યારબાદ પુ. નિર્મલચરિત સ્વામી દ્વારા ૨૦૦૭ થી ૨૦૧૧ સાલ સુધીના -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગોનું પઠન-વિવરણ થયું…..જોઈએ સારાંશ….

 • વચનામૃત -કારીયાણી-૬ માં શ્રીજી કહે છે એમ- આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે- શ્રીજી ની જેમ જ પોતાનો દેહ -ભક્તો ના રાજીપા -સુખાકારી અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે…….ભલે ને  એ ભરૂચ માં આવેલો હાર્ટ એટેક હોય કે ૧૦૨ ડીગ્રી તાવ હોય…….પણ સ્વામીશ્રી નું ભક્તો ને રાજી કરવાનું કાર્ય અટક્યું નથી…
 • માત્ર ભક્તો જ નહિ પણ મુમુક્ષો-ગુણભાવી મનુષ્યો માટે પણ સ્વામીશ્રી સદાયે મદદ-પ્રાર્થના -આશીર્વાદ આપતાં રહ્યા છે……
 • એક પ્રશ્ન ના ઉત્તર માં સ્વામીશ્રી એ  સમાજ સુધાર માટે કહ્યું કે- બાળકો ને  -શરૂઆત થી જ બાળમંડળ માં મોકલો -તો ભવિષ્ય માં કોઈ વૃધ્ધાશ્રમ ની જરૂર નહિ પડે…! અદ્ભુત વાત..!

ત્યારબાદ- સ્વામીશ્રી એ ૭ ફેબ્રુઆરી-૨૦૧૬ ના રોજ- સારંગપુર માં -પોતાના સ્થિર રોકાણ ના -૧૦૦૮ દિવસ પુરા કર્યા ..એની સ્મૃતિ અને દર્શન કરાવતો વિડીયો – દર્શન થયું….તમે પણ નીચેની લીંક પરથી એ દર્શન કરી શકો છો….

 

ત્યારબાદ- મુંબઈ થી પધારેલા પુ.અક્ષરકીર્તન સ્વામી એ  પોતાના સુમધુર સ્વર દ્વારા..” હરિ ભજતા સહુ મોટ્યપ પામે..” કીર્તન રજુ કર્યું……..

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ  પોતાના તેજસ્વી અંદાજમાં વચનામૃત ના વિવરણો ને આધારે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને  એના મહિમા-પ્રસાર માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના દાખડા -કાર્યો અંગે પ્રવચન કરતા કહ્યું કે…

 • આપણા ગુણાતીત પુરુષો ના આપણા પર અનંત ઉપકાર છે….જે પોતાના સર્વોપરી-જ્ઞાન અને સિધ્ધાંત માટે સ્વયમ શ્રીજીએ અનેક વચનામૃતો માં થોડોક સંકોચ રાખી ને વાત કરી છે…..એ જ વાત- શ્રીજી ના સર્વોપરી પણા ની વાત -શાસ્ત્રીજી મહારાજે – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને આધારે છડેચોક કરી…..ડંકાની ચોટે-કોઈની શેહ શરમ રાખ્યા વગર કરી…..અનેક અપમાનો-ઉપાધિઓ-ભીડા વેઠી ને કરી….
 • એમાયે શ્રીજી સ્વયમ જયારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભલભલા જીવ છેતરાઈ જાય છે અને ભટકી જાય છે…….એ મનુષ્ય ચરિત્ર માં થી જ દિવ્ય ચરિત્ર સમજવા માટે -સત્પુરુષ ની જરૂર પડે છે…..
 • અને એ સત્પુરુષ થકી જે થોડું ઘણું સ્વરૂપ નિષ્ઠા નું જ્ઞાન આવે છે…એ પણ શ્રીજી ની જ કૃપા થી જ આવે છે………..
 • ગઢડા મધ્ય-૫૭ ના વચનામૃત પ્રમાણે- ભગવાન ના સાચા ભક્ત થવું અને પોતાને જે સ્વરૂપ મળ્યું છે..તેની વાત- કોઈ શરમ-સંકોચ રાખ્યા વગર શુરવીરતા થી કરવી…..
 • અને આમ કરવાથી વિઘ્નો જરૂર આવશે…..પણ ગભરાવવું નહિ….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન જુઓ……એક બ્રહ્મ સત્ય- સર્વોપરી સિધ્ધાંત કાજે – અપમાનો-હુમલાઓ સહન કરી- વડતાલ છોડી- અનેક કષ્ટો વેઠી ગગનચુંબી મંદિરો બનાવ્યા……..નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ- સાચી વાત કરવામાં બીવું નહિ…એ સાબિત કર્યું….
 • ૩૩ વર્ષ સુધી ધીરજ રાખી- અનેક દાખડા ઓ  કર્યા- રાજપલટો કરાવી ને પણ- શ્રીજી ના સંકલ્પ સિદ્ધ કરવા- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – ગઢડા માં શુદ્ધ આરસપહાણ નું મંદિર- ટેકરા પર બનાવ્યું…….કલેકટર ગોવિંદસિંહ ચુડાસમા ને ૬ કલાક સુધી- આ સિધ્ધાંત-મંદિર સ્થાપવાનો મહિમા-એની પાછળ નું રહસ્ય સમજાવી- શ્રીજી ના આ સંકલ્પ ને સિદ્ધ કર્યો……
 • એ જ રીતે – નડીયાદ ના સાક્ષર- અને વડતાલ ગાદી ના ટ્રસ્ટ બોર્ડ ના સભ્ય – દોલતશંકર કૃપાશંકર પંડ્યા ને – પોતાની વડતાલ છોડવા નું કારણ….અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો મહિમા…..વચનામૃત- વરતાલ-૫,લોયા-૧૨, ગઢડા મધ્ય-૩, મધ્ય-૨૧ ના આધારે સમજાવ્યો…….અને પંડ્યા સાહેબ એટલા પ્રભાવિત થઇ ગયા કે- બોલી ઉઠ્યા કે- જે સર્વોપરી જ્ઞાન પ્રસરાવવા શ્રીજી ને ફરી વખત આવવું પડે..એ તમે કર્યું છે………!!!
 • આમ, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ દ્વારા અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન પામ્યા પછી- શાસ્ત્રીજી મહારાજ અટક્યા નથી…..એમણે  આ જ્ઞાન ને છડેચોક- બધે જ ફેલાવ્યું છે……આમ, શુરવીર બનવું…………!

અદ્ભુત…અદ્ભુત……!! જો આ સમજાય- તો જીવ બળિયો બને..શ્રીજી ના -સ્વામી ના આ સર્વોપરી જ્ઞાન ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે..!!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • તીર્થ જ્યોતિ- ઓડીઓ-વિઝ્યુઅલ શ્રેણી -ના બેનર હેઠળ આજે આ સીરીઝ માં ત્રીજો ભાગ પ્રગટ થયો છે….જેમાં શ્રીજી દ્વારા નિર્મિત મંદિરો-પ્રસાદી ના સ્થાનો નો મહિમા- વિડીયો- પ્રવચન દ્વારા રજુ કરવામાં આવ્યો છે…….અચૂક વસાવવી…..મેં ખરીદી છે…તમે???

12705532_959887674049201_5671871889730188835_n

 • બ્રહ્મ સત્ર – પ્રવચન હેઠળ- તારીખ ૨૮/૨ અને ૧૩/૩ પુ.નારાયણમુની સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો નું રસપાન થવાનું છે…..સર્વે હરિભક્તો એ અવશ્ય લાભ લેવો…….

12744228_959887760715859_2061960018954683992_n

તો આજની સભા વિશિષ્ટ હતી………….સાચા…યથાર્થ…શુરવીર ભક્ત બની ને – આ સર્વોપરી સિધ્ધાંત-સર્વોપરી જ્ઞાન ને જીવમાત્ર સુધી પહોંચાડવાની હતી…..! વિઘ્નો-મુશ્કેલીઓ ભલે આવે……….પણ આ સર્વોપરી શ્રીજી ના રાજીપા ની યાત્રા અટકવાની નથી…એ વાત સ્પષ્ટ..અને ચોક્કસ છે…!!

જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ………જય જય સ્વામિનારાયણ………..

રાજ

 


Leave a comment

BAPS અને રવિસભા- તા-૪/૪/૨૦૧૦

આજ ની રવિસભા કંઇક ખાસ હતી.સારંગપુર ના સંત તાલીમ કેન્દ્ર માં સેવા આપતા પૂ.નારાયણ મુની સ્વામી એ અમદાવાદની સભા ને તેમના રસપ્રદ ,અસ્ખલિત પ્રવચન નો લાભ આપ્યો. અને આજ નો વિષય હતો..” પારિવારિક સંબંધો..અથવા કૌટુંબિક સંબંધો”…વિષય ખુબ જ ચર્ચાસ્પદ અને આજના જમાનાનો સૌથી અગત્યનો વિષય છે. જ્યાં આજે સંબંધો નામના રહ્યા છે, ભૌતિક વાદ વધી રહ્યો છે અને લાગણીઓ અને સહનશીલતા ઘટી રહી છે ત્યારે આ મુદ્દા પર ચર્ચા ખુબ જ અગત્યની છે….હવે “જાગવા”નો અને “જગાડવા”નો સમય છે…પૂ.પ્રમુખ સ્વામી એ “પરિવાર”ને અકબંધ રાખવાના જે સિદ્ધાંતો આપ્યા છે તે પર વિસ્તારપૂર્વક અને ઉદાહરણ સહીત પ્રવચન પૂ.નારાયણ મુની એ કર્યું…આ સિદ્ધાંતો….

 1. સત્સંગ- સત્સંગ કોઈ પણ સંબંધ કે વ્યવહારનો પાયો છે. સત્સંગ છે તો બધું જ યોગ્ય રીતે, શ્રીહરિના રાજીપા માટે,નિમિતમાત્ર ના ભાવ થી થાય છે અને સંસાર સારી રીતે .સુ-ગઠિત ચાલે છે…
 2. ઘરસભા- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રવાહિત આ નવો આયામ આજ ના પરિવાર ને ટકાવવા માટે ખુબ જ અસરકારક છે..રોજ સાંજે અમુક નક્કી સમયે પરિવારના સમગ્ર સભ્યો ભેગા થાય અને “સત્સંગ” કરે( ઘરની વાતો નહિ) ,ભગવાન ની વાતો થાય,સમજદારીની વાતો થાય…બીજી કોઈ વાત નહિ…આમ તો આ જરા “ચીકણું” લાગે પણ એ પરિવાર ને સંસ્કારથી જોડતો એક ” ચીકણો પણ મજબુત” ગુંદર છે..આધાર છે અને ઘરસભા થી ઘણા કુટુંબોમાં રોજ ની કટકટ બંધ થઇ શાંતિ સ્થપાઈહોય એવા અસંખ્ય દાખલા છે…
 3. સમજણ- એક બીજાને સમજવું….એ ખુબ જ અગત્યનું છે…જો એક બીજાને સમજ્યા તો તમે એક બીજાને અનુકુળ થઇ જીવી શકશો….આ માટે પહેલા તો ..ઓછું બોલો, વધારે સાંભળો, વધારે સમજો અને અનુકુલન સાધો….એક બીજાની પ્રકૃતિ સમજો અને એક બીજાને સ્વીકારો….
 4. હૃદયની વિશાળતા- હૃદયને વિશાળ રાખો..જીવનમાં ખોટા અનુભવો ને ભૂલી જાઓ..સારા ગુનો/અનુભવોને જ યાદ રાખો…એક ઉદાહરણ….

_______________________________________

પૂ. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં આંબલીવળી પોળમાં વિરાજમાન હતા. એક સત્સંગી એ , સ્વામીના કહેવાથી ભૂતકાળમાં એક જરૂરિયાત સત્સંગીને અમુક નાણાકીય મદદ કરી હતી, પણ હજુ તેના પૈસા પરત આવ્યા ન હતા આથી, આ “ખોટ” માટે એ શાસ્ત્રીજી મહારાજ ને જવાબદાર ગણતો હતો. આથી ગુસ્સામાં એ સ્વામી પાસે આવ્યો અને સ્વામી ને જેમતેમ બોલીને ચાલ્યો ગયો. શાસ્ત્રીજી મહારાજ ચુપ રહ્યા. અમુક સમય પછી એ સત્સંગીને પોતાની ભૂલ સમજાતાં ,પુનઃ શત્સ્ત્રીજી મહારાજ પાસે આવી માફી માગી અને સાષ્ટાંગ દંડવત કર્યાં અને રડી પડ્યો….શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ..તું રડ નહિ, અમે તારી વાત ને ધ્યાનમાં લીધી જ નથી..અમારી પાસે ” ઉધાર” માટે ના ચોપડા જ નથી…અમે માત્ર “જમા” ના જ ચોપડા રાખી એ છીએ……

કહેવા નું એટલું કે સામે નો માણસ ગમે તેવો હોય પણ એના અવગુણો ને ભૂલતા શીખો અને એના ગુણ જ જુઓ…સકારત્મક બનો…હૃદય ને વિશાળ રાખી ક્ષમા ને પોતાનું શસ્ત્ર બનાવો…તો જ પરિવાર ટકી રહેશે…પરિવારમાં એકતા રહેશે…..

___________________________

તો બસ આજ ના આ પ્રવચન થી હજારો નહિ તો કોઈ એક ની જીંદગી બદલાશે…એક પરિવાર તૂટતો બચશે તોય એ ગણું છે…..

સાથે રહો…..

રાજ