Raj Mistry's world

Me,my stories and world around….


BAPS રવિસભા- 29/12/2019

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યનાં કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે,’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતાં?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’

કેવી રીતે? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો, એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે. અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે.

અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઇચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

——————-

વચનામૃત- સારંગપુર- 16

આજની સભા પણ ગઈ સભા ની જેમ વિશિષ્ટ જ હતી…કેમ?? જુઓ…

ટૂંકમાં દરેક સત્સંગ સભા વિશિષ્ટ જ હોવાની કારણ કે તે જીવમાત્ર નું પોષણ કરનારી છે…સમગ્ર અઠવાડિયા ના સંસાર ના ઢસરડા ઓ ને લીધે જીવ જે સોરાઈ જાય છે…તેને આ સભા થકી નવપલ્લીત પણુ મળે છે…..સત્સંગ ના સંગ રૂપી એક કાંકરી થી માયા ની આ દીવાલ પડી ભાંગે છે અને જીવ ને પોતાનું શુદ્ધ ..સચ્ચિદાનંદ સ્વરૂપ સમજાય છે….એના થી વિશેષ પ્રાપ્તિ શી હોય??

તો, તન મન..જીવ ને રિચાર્જ કરતી આ સભા ની શરૂઆત ….સદાય ની જેમ મારા વ્હાલા ના દર્શન થી….. શોભા એની શી કહું રે…!!

સભા ની શરૂઆત પૂ. શુભ કીર્તન સ્વામી ના પહાડી સ્વરે …સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..! અદભુત……અદભુત…! ત્યારબાદ એક યુવક દ્વારા સત્સંગ ની માં મુક્તાનંદ સ્વામી રચિત અદભુત પદ ” મારે ઘેર આવ્યા રે…સુંદરવર શામળિયો…” રજૂ થયું……! મુક્તાનંદ સ્વામી ના આ પદ ને શબ્દે શબ્દે શ્રીહરિ માટે નો અઢળક સ્નેહ છલકાય છે……એવી સ્થિતિ આપણી છે??? ભગવાન માં અખંડ…અતૂટ પ્રીતિ ક્યારે થાય?? ઉત્તર શોધો….! એ પછી પૂ. શુભ કીર્તન સ્વામી ના સ્વરે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચેલું..” આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે….” પદ રજૂ થયું….! શ્રીજી ની એ મર્માળી છબી નજર સમક્ષ પ્રગટ થઈ ગઈ……..!

એ પછી, પૂ. શુભ કીર્તન સ્વામી ના જ સ્વર માં ” અંતર નિર્મળ થઈ જાય….સંતો ના સંગમાં..” પદ સ્વરાંકિત થયું….સાચા સંત જ જીવ ને પોતાને સંગે શુદ્ધ કરી….બ્રહ્મરૂપ કરે છે….

એ પછી વિડીયો દ્વારા સ્વામીશ્રી ના 20/12 ના મુંબઇ ખાતે ના દિવ્ય વિચરણ નો દર્શન લાભ મળ્યો….

શ્રીજી સ્વામી નો રાજીપો….ભગવાન ની સેવા માં…ભક્તો ના એ માટે દાખડા માં છે….!

2021 માં આવતી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ની તૈયારી અત્યાર થી શરૂ થઈ ગઈ છે….એ તૈયારી નો સ્વાનુભવ બે હરિભક્તો એ રજૂ કર્યા…એક ડોક્ટર એવા હરિભક્તે આવનારા બે વર્ષ સુધી કોઈ પ્રવાસ ન કરી…આરામ ના સમય માં પણ કામ કરી…સઘળી બચત એ ઉત્સવ માટે સેવા માં અર્પણ કરવા નો સંકલ્પ કર્યો…..તો અન્ય હરિભક્તે વાત કરી કે- ઘરના બધા સભ્યો એ પોતાની સઘળી બચત ઉત્સવ માટે આપવી ..નવા ખર્ચ મુલતવી રાખી …સેવા નો નીર્ધાર કર્યો…..! વિચારો…..આપણું આયોજન કેવું છે???

ત્યારબાદ કોઠારી પૂ.આત્મ કીર્તિ સ્વામી એ વચનામૃત- સારંગપુર-૧૬ પર આધારિત પ્રવચન કરતા કહ્યું કે………(જોઈએ સારાંશ માત્ર)

  • અત્યારે મંદી ની બુમો પડે છે પણ આપણા હરિભક્તો એ પોતાના ગજા બહાર ની સેવા આવનારા શતાબ્દી ઉત્સવ માટે કરી છે……બાપા માટે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ આગળ ધરી દીધું છે….સર્વને પોતાના ગુરુ અને ઇષ્ટદેવ પ્રત્યે ખૂબ વિશ્વાસ છે.
  • સત્સંગ ના યોગમાં આવવા થી જીવ ની લૌકિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે…જે સંપર્ક માં આવવા થી સમજાય છે….
  • આપણા ઇષ્ટદેવ અને ગુરુ….આપણા સુખાકારી માટે કેટકેટલા તપ કરે છે…કષ્ટ વેઠે છે….એનાથી જીવ ને બળ મળે છે….વિપરીત સંજોગો સામે લડવા ની..ટકી રહેવા ની તાકાત મળે છે….
  • ગ.મ.57 ના વચનામૃત અનુસાર, જે પ્રાપ્તિ આપણ ને થઈ છે….તેનો લાભ અન્ય ને ન મળે તો એ પ્રાપ્તિ શુ કામ ની?? શાસ્ત્રીજી મહારાજે અનેક અપમાનો… હુમલાઓ સહન કરી ને પણ શ્રીજી ના અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું પ્રવર્તન કરી, મૂળ અજ્ઞાન ટાળ્યું….જીવ ને મોક્ષનો માર્ગ ખોલી આપ્યો….આપણ ને પ્રગટ સત્પુરુષ મળ્યા છે, જેમને રુવાડે રુવાડે સત્સંગ છે…જો એમના માં યથાર્થ જોડાઈ જશું તો આપણી પણ એવી સ્થિતિ થશે….પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન થશે….
  • આ સત્સંગ થકી….માખી પણ સુરજ થઈ શકે, અર્થાત પામર જીવ પણ આત્યંતિક કલ્યાણ ને પામે છે……એટલે જ આ સત્સંગ નો મહિમા આપણે સમજ્યા છીએ …એ બીજા ને સમજાવવું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંપર્ક માં આવેલા સર્વ ને ભગવાન નો મહિમા કહ્યો છે….સર્વ ને ભગવાન માં જોડ્યા છે…..
  • વિપરીત આર્થિક સંજોગો માં પણ સદગુરુ નિર્ગુણ સ્વામી એ આફ્રિકા ના હરિભક્તો ને લગભગ 18 મણ જેટલા અધધ…કહી શકાય એટલા પત્રો લખી …આપણા સિદ્ધાંત નો પ્રચાર પ્રસાર..સ્પષ્ટતા કરેલી…! તો મુંબઇ ના શંકર ભગતે 400 થી વધુ પરિવારો ને સત્સંગ કરાવેલો……
  • આવી સેવા થી આપણો સત્સંગ વધુ દ્રઢ થશે. આવનારા બે વર્ષ યા હોમ કરી આ સેવામાં મંડી પડવાનું છે….પારિવારિક શાંતિ અભિયાન એ આનો જ ભાગ છે……આ સબીજ જ્ઞાન છે..જે જીવ આ સર્વોપરી સત્સંગ ના સંપર્ક માં આવશે..તેનું વહેલું મોડું સત્સંગ થકી કલ્યાણ તો થશે જ ….!

અદભુત…..!!

ત્યારબાદ પૂ. ધર્મજ્ઞ સ્વામી એ પારિવારિક શાંતિ અભિયાન દ્વારા જે અનુભવ તેના પાઇલોટ પ્રોજેકટ થકી થયા…તેનો વિડીયો રજૂ કર્યો…..અદભુત અનુભવ…!! બસ, સ્વામી શ્રીજી ને આગળ રાખી એમાં મંડી પડવા નું છે…….

તૈયાર છો ને?? માર્ચ 2020 માં આની ફૂલ ફ્લેજ કાર્યવાહી થશે……તે માટે અમદાવાદ પૂર્વ પશ્ચિમ વિસ્તાર માટે અલગ અલગ શિબિર થવા ની છે…….તેનું રજીસ્ટ્રેશન કરવા આપના સંપર્ક કાર્યકર આપના ઘરે આવશે……

પૂ.જ્ઞાન વત્સલ સ્વામી ( જગ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર ) આમાં લાભ આપશે….

આવતા રવિવારે બ્રહ્મ ઉત્સવ સોલા ભાગવત થવાનો છે….રવિસભા ત્યાં જ છે….

ઝોળી ઉત્સવ…..

તો આજની સભા સેવા તપ થકી સ્વામી શ્રીજી ને રાજી કરી બ્રહ્મરૂપ થવા ની હતી…….

જે ગુરુ એ આપણા માટે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું હોય તેના માટે શું ન થાય???

સદાયે….પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


BAPS રવિસભા- 22/12/2019

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો.”…

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે.

માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો…..

અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે….
….. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં…… અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

—————————–
વચનામૃત-ગઢડા પ્રથમ 53



આજે માર્ગશીર્ષ માસ ની કૃષ્ણ એકાદશી…..અર્થાત જીવમાત્ર નું કલ્યાણ કરતો…શ્રીજી ના હૃદયગત સિદ્ધાંત નો દ્યોતક એવા સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રાગટય દિન…….”સ્વામી” અને “નારાયણ” એમ બે ભિન્ન તત્વ ..કહેતા કે સ્વામી એટલે અક્ષર..કે જેના જેવા બની ને નારાયણ… કહેતા કે પુરુષોત્તમ ની સેવા માં રહેવા નું છે……..અને એ જ મોક્ષ નો માર્ગ છે….આત્યંતિક કલ્યાણ નો માર્ગ છે…જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને એક મંત્ર થકી સ્વયં શ્રીજી એ જીવમાત્ર ને સુલભ કર્યો…..પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે ગુણાતીત પરંપરા આપી ….કલ્યાણ ના વાવટા સર્વ માટે ચીરકાલીન માટે ફરકતા રાખ્યા….!! ચાલો….આ મંત્ર ને જીવ થી વધાવીએ….ફણેણી ના એ મહાન પ્રસંગ…શ્રીજી ના ગગનભેદી આહલેક ને પળેપળ જીવી જઈએ…
તેનું નિરંતર મનન..ચિંતન…રટણ… કરીએ….

સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત દર્શન…..ઘનશ્યામ મહારાજે તો આજે સૂકા મેવા ના વાઘા ધારણ કર્યા હતા….જુઓ શોભા…
સભા ની શરૂઆત પૂ. દિવ્ય કિશોર સ્વામી અને યુવકો દ્વારા ” પ્રેમે પ્રેમ થી બોલો સ્વામિનારાયણ ભગવાન….” ધૂન થી થઈ…..ત્યારબાદ એ જ સંત ના મુખે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત…” શીદ ને રહીએ રે કંગાળ રે સંતો…” પદ રજૂ થયું….! ખરેખર …આવા સર્વોપરી સત્પુરુષ અને સર્વોપરી ભગવાન મળ્યા હોય પછી જીવ કંગાળ શી રીતે રહે?? આ સર્વોપરી પ્રાપ્તિ નો કેફ જ કંઈક ઓર છે….એ તો કેસરભીના શ્યામ નું કેસર જેને લાગે તેને સમજાય કે…..ભક્તિ શુ છે…એનો રંગ શુ છે……!! એ પછી પૂ. સંત (અમૃત વિજય સ્વામી.!?) દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત…” તમે અલબેલા જી આવા ને આવા…..મંદિરે પધારો માવા રે…. ” પદ રજૂ થયું…! અદભુત પદ……! એ પછી પૂ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત ” પ્રાણી.. સ્વામિનારાયણ ગાઈ એ…” પદ રજૂ થયું……! ચાહે સુખ આવે કે દુઃખ….સહજ સમય હોય કે વિપરીત…પણ હરિનામ સ્મરણ…સ્વામિનારાયણ મહામંત્ર નું રટણ…એક પળ પણ વિસરાવું ન જોઈએ……મારો હરિ એક પળ દૂર જવો ન જોઈએ…! અખંડ સ્વામિનારાયણ નું ભજન …એ જ બ્રહ્મરૂપતા નું લક્ષણ…!!

ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના 10 થી-12 ડિસેમ્બર, ના મુંબઇ ખાતે ના દિવ્ય વિચરણના  વિડીયો દર્શનનો લાભ મળ્યો…..

https://youtu.be/Aw0QHd9jpkg

અદભુત વિડીયો….! ખરેખર સત્પુરુષ જ જીવ નું સદાયનું  દરદ …જન્મ મરણ નું દુઃખ ટાળી શકે છે….!

ત્યારબાદ પ્રખર વક્તા એવા પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે વચનામૃત ગઢડા પ્રથમ 53 નો લાભ મળ્યો….જોઈએ અહીંયા એનો સારાંશ માત્ર….

  • સત્સંગ માં આગળ વધવું કે એમાં થી પડી જવું….એની પાછળ નું કારણ શ્રીજી એ અહીં કહ્યું છે…જે બધાએ વિચારવા નું છે…જીવવા નું છે…
  • માટે જ સત્સંગ માં જો આગળ વધવું હોય તો સત્સંગ માં સર્વે ના ગુણ માત્ર જ જોવા…કોઈના અભાવ અવગુણ ની વાત કરવી નહીં…સાંભળવી નહિ….ગુણાતીતાનંદ સ્વામી એ તો નિંદા કરવી…અવગુણ લેવા ને અસેવા કહી છે….ગુણાતીત પુરુષો એ એને ઝેર કહ્યું છે…માટે જ જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સત્પુરુષ ને..ભગવાન ને જે ન ગમે એ ન કરવું….
  • મોટા પુરુષો ના અઢળક પ્રસંગો છે…જેમાં એમણે નિંદા..અભાવ અવગુણ ની વાત…એ વાત કરનાર પ્રત્યે ભારોભાર અણગમો દર્શાવ્યો છે…..બીજા ના સ્વભાવ જોવા જ નહીં…..બીજા ના સ્વભાવ જોવા ને તો પ્રમુખ સ્વામી મહારાજ…..સો ટન નું રોલર ફેરવવા જેવું કહેતા…!
  • બીજા ના સ્વભાવ જોતા જોતા…ધીરે ધીરે ગુરુ અને ભગવાન માં પણ ખામી દેખાવા લાગે….! બુઢા ધાધલે દાદા ખાચર ના સેવક નો અવગુણ લીધો તે એ અવગુણ બુઢા ને ભગવાન સ્વામિનારાયણ ને નુકસાન કરવા સુધી લઇ ગયો…!! ગ.પ્ર.28, 31 માં પણ આ જ વાત શ્રીજી એ કહી છે….અવગુણ લેવા વાળા ને શ્રીજી એ અર્ધ બળેલા કાષ્ટ જેવો કહ્યો છે…..ગ.અંત્ય 11, 12 માં એને પાપ કહ્યું છે..
  • જો અંતર ની શાંતિ જોઈતી હોય તો બીજા ના અવગુણ જોવા ના ટાળવા….બીજા ના દોષ જોવાની ટેવ હોય તો ભગવાન નો સાક્ષાત્કાર ન થાય……માટે સત્સંગ હોય કે સંસાર…..બીજા ના અવગુણ જોવા બેસો તો પ્રગતિ જ ન થાય…
  • આ દોષ ની શરૂઆત માં…પ્રથમ કોઈ વિશે નકારાત્મક વિચારો આવે…પછી એ વિચારો શબ્દ બની બહાર નીકળે……આવા વિચારો ને દૂર કઈ રીતે કરવા?? જીવ ના કલ્યાણ નો ધ્યેય સ્પષ્ટ રાખવો……દેહાભિમાન ટાળવું….મોટા પુરુષ અને ભગવાન નો મહિમા સમજવો….એમનું સર્વ કર્તાહર્તા પણુ સમજવું….કુસંગ થી દુર રહેવું….ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ રાખવી…..
  • અદભુત વાત…..! બસ, સત્સંગ હોય કે સંસાર….આપણે એ જ કરવા નું છે….અને એમ કરવા માં જ ફાયદો છે….શાંતિ થી વિચારજો…!
  • ત્યારબાદ એક યુવકે શાહીબાગ મંદિરે, ગોલક માં પત્ર લખી ને નાખ્યો હતો..તેનું દર્શન શ્રાવણ થયું…..એ યુવકે પોતાના પીઝા પાછળ ની લત અને ખોટા ખર્ચ ને બંધ કરી ..જે બચત કરી તેનો ધર્માદો ઠાકોરજી ની સેવામાં આપ્યો….! 👍👍 અદભુત પત્ર…!! નિષ્કપટ ભાવે લખાયેલ આ પત્ર દરેકે જીવન માં ઉતારવા જેવો છે….! બસ મનજી કાકા ( મન ને) ને કાબુ માં રાખવા ના છે….! 😊

ત્યારબાદ સભામાં ઉપસ્થિત પ.પૂ. ડોક્ટર સ્વામી ના આશીર્વચન નો સૌને લાભ મળ્યો….તેમણે કહ્યું કે આ બધી સભાઓ….2021 માં થનાર બાપા ના શતાબ્દી ઉત્સવ નો જ ભાગ છે….શુ કરવા નું છે?? એ સમજાતું નથી….ભગવાન માં …એમના સ્વરૂપમાં જ વૃત્તિ રાખવા ની છે- એ કરવા નું છે….જો એમ થશે તો શતાબ્દી ઉત્સવ કૈક ઓર જ થશે….રોજ મંદિરે જવું…સભામાં હાજર રહેવું….કથાવાર્તા ની ટેવ પાડવી….આવું નાનું “બીજ” વવાશે તો એક દિવસ એનો વડ જરૂર થશે…જુઓ આજે પેરિસ માં ઓફિશિયલી આપણ ને મંદિર માટે જમીન મળી ગઈ છે…ભવ્ય મંદિર ત્યાં બનશે ..!!

સભાને અંતે કેટલીક જાહેરાત થઈ…..

  • સૂર્ય ગ્રહણ….25 થી 26 ડિસેમ્બર..
    • બ્રહ્મ ઉત્સવ



    અને એમાં ઉપરોક્ત પુસ્તક આધારિત કવિઝ પણ થશે….
    • સત્સંગ શિબિર



    આજની સભા જીવ ને કઈ રીતે બ્રહ્મરૂપ કરવો….મોટા પુરુષ અને ભગવાન નો રાજીપો શાના ઉપર છે….એ સર્વે મુદ્દા ની વાત પર હતી. જો જીવ આવી રીતે જીવન નું વહન કરશે તો તે અચૂક બ્રહ્મરૂપ થશે…એમાં રતિમાત્ર પણ શંકા નથી……

    આખરે એનો રાજીપો છે તો છતે દેહે જ અક્ષર સુખ છે……

    એટલા માટે જ ….સદાયે પ્રથમ શ્રી હરિ ને રે…..રાજી કરી લેવા..!!!

    જય સ્વામિનારાયણ

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા-૩/૦૩/૨૦૧૯

    પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

    “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?”

    પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

    “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.”

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

    “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં જેવું અંગ બંધાય જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજુ થતુ નથી…….તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ; ….

    શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે,

    ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’

    પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ-બુદ્ધિવાળો જાણવો.……..

    બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે,

    ‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે

    —————————-

    વચનામૃત ગઢડા અંત્ય ૨

    દેહ અને આત્મા ને અલગ સમજવા….જગત અને તેનાં પદાર્થ નાશવંત છે…એમ સમજીએ તો જ સત્સંગ જીવ પર ચઢે છે…..અને સત્સંગ માં આવી ને આ જ કરવા નું છે……આજની સભા આ જ વચનામૃત પર હતી….

    વસંત પંચમી પછી હજુ પણ ઉનાળા નાં પગરવ સંભળાયા નથી…… શિયાળા અને ઉનાળા ની વચ્ચે કમોસમી માવઠા વચ્ચે ફસાયેલા અમદાવાદ માં આજની સભા અધ્યાત્મિક જોશ થી ભરપૂર હતી….

    સર્વ પ્રથમ મારા વ્હાલા નાં દર્શન….અંતર નાં ઉમંગ સહીત….

    સભાની શરૂઆત- યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન ની રમઝટ થી થઈ….. અંતર નાં તાર એક હરિ માં સહેજે જોડાઇ ગયા….અને એ જ અંતર ના પુકાર સાથે એક યુવકે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી રચિત…’ હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી…” કીર્તન રજુ કર્યું….ત્યારબાદ એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત” રસિયા વર સુંદર શ્યામ હસી ને બોલાવો રે…” કીર્તન રજુ કર્યું….! અદ્ભૂત કીર્તન…..!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી નાં ઘૂંટાયેલ સ્વરે ” સાચે સાચું કહેશું રે…હરિ રાખે એમ રહેશું રે….”સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…..સતપુરૂશ નાં મહિમા થકી અંતર માં હરી ને પામવા ની ઝંખના જાણે કે શબ્દ સ્વરે સભા માં છવાઈ ગઇ….!!!

    ત્યારબાદ પુ. સ્વામીશ્રી નાં સાંકરી ખાતે નાં તા-૨૫-૨૬ ફેબ્રુઆરી નાં રોજ નાં દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી આપણે જોઇ શકીશું…

    અદ્ભૂત દર્શન……સાથીડા… મેરો નેહ નિભાવણા… બેકગ્રાઉન્ડ માં વાગતા પ્રેમ સખી નાં આ હૃદય ભીના કીર્તને ચક્ષુ નાં ખૂણા અશ્રુ ઓ થી ભરી દીધાં….!!!

    આજે સભા માં , ખૂબ જ અનુભવી, વિદ્વાન, પ્રખર વક્તા અને સતત 40 વર્ષ સુધી બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપરું વિચરણ કર્યું છે…તેવા સદ. વિવેક સાગર સ્વામી હાજર હતાં …તેમણે ગ.અંત્ય ૨ વચનામૃત પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો માત્ર સારાંશ જ અહી જોશું..

    • બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ વચનામૃત નાં ભોમિયા હતાં….તેને સાક્ષાત જીવ્યા હતાં…એ સમયે એમણે સંતો ને સમગ્ર વચનામૃત નો મુખ પાઠ કરાવતા….
    • યૉગી બાપા ને ગ.અંત્ય 2, ભગતજી મહારાજ ને વરતલ-૧૬, શાસ્ત્રીજી મહારાજ ને ગ.મધ્ય ૭, પ્રમુખ સ્વામી ને અંત્ય-૭, મહંત સ્વામી ને અંત્ય ૫ નું વચનામૃત અતિ પ્રિય છે…
    • અંત્ય-૨ નાં વચનામૃત, માં જગત નાં નાશવંત પણા નો ઉલ્લેખ કર્યો છે….જેને ગુણાતીત પુરુષો સાક્ષાત જીવ્યા છે….આપણે આ બ્રહ્મ સત્ય ને સમજીએ તો જીવ જગત માં બંધાય જ નહીં…..સહજ જ વૈરાગ્ય અંતર માં જાગી ઉઠે…
    • જગત ની …એનાં સુખ ની આસક્તિ છોડવી અઘરી છે…..અને સર્વે દુખ એમા થી જ આવે છે…માટે જ ભગવાન ને સર્વે સુખ નાં સિંધુ જાણવા જેથી જગત માં થી આસક્તિ છૂટી એક ભગવાન માં થાય….
    • જીવ ને જગત નાં નાશવંત પણા નું જ્ઞાન હોવાં છતા એ મોક્ષ માર્ગે આગળ વધતો નથી…જગત નું પ્રધાન પણું ટળતુ નથી…. કાંરણ કે ..જીવ ને સત્સંગ માં કોઈ અંગ બંધાઈ જાય છે જે છેક સુધી રહી જાય છે…જીવ વિભ્રાંત થઈ જાય છે….પણ આત્મ વિચાર રહે તો તેમા થી બહાર નીકળી શકાય….એમ સત્સંગ માં આનું અંગ કેળવવું…..સમજણ રાખવી…
    • સતપુરૂશ ને સત્સંગ માં પ્રધાન રાખવા…..એમનાં થકી જ સત્સંગ નું અંગ સુદ્રઢ થાય છે….સત્સંગ માં આગળ વધાય છે…..કલ્યાણ નો માર્ગ ખુલે છે…..એમનો યોગ બ્રહ્મરૂપ કરે છે…
    • સતપુરૂશ નો યોગ તો દેવ પણ ઇચ્છે છે….માટે જ સર્વે અર્થ સિદ્ધ કરવા પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ ને ઓળખી…એમનો યથાર્થ સમાગમ કરી લેવો….પણ પ્રત્યક્ષ ની પ્રતીતિ આવવી અઘરી છે….જે નિત્ય અભ્યાસ, સતપુરૂશ માં દૃઢ હેત અને વિશ્વાસ, રાજીપા થી જ આવે…..મોક્ષ તો પ્રત્યક્ષ થી જ થાય….એ સિવાય ન થાય…!
    • આજે મહંત સ્વામી રૂપે શ્રીજી પ્રગટ છે….એમ દૃઢ …પરિપૂર્ણ સમજાય તો કશુ બાકી ન રહે…જીવ ને કેફ ચઢી જાય….જગત માં થી વૃત્તિ નીકળી એક ભગવાન માં સ્થિર થઈ જાય…
    • આ મોક્ષ ની વાત છે…..કલ્યાણ ની વાત છે…..જેને સમજ્યા સિવાય છૂટકો જ નથી…..

    અદ્ભૂત….અદ્ભૂત…..!! જીવ ને આટલી પ્રતીતિ આવે તો મોક્ષ પ્રત્યક્ષ જ છે……બસ શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આ મુદ્દા ની વાત જીવમાં દૃઢ થાય…..

    આજે સભા માં પ્રસિધ્ધ ઇતિહાસ વિદ મકરંદ મેહતા હાજર હતાં….તેમનુ સન્માન થયુ…..

    સભા માં અંતે સારંગપુર ખાતે ના ફૂલદૌલ ઉત્સવ ની જાહેરાત થઈ….

    મહિલા દિન 16/3 નાં રોજ શાહીબાગ મંદિરે ઉજવાશે…..સમય માટે મંદીર નો સંપર્ક કરવો….

    તો આજની સભા મોક્ષ માટે ની હતી…..પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ માં દૃઢ પ્રતીતિ માં જ બધુ આવી ગયું….

    થોડા માં ઘણુ સમજો….

    જય સ્વામિનારાયણ…

    રાજ


    1 Comment

    BAPS રવિસભા-૧૦/૦૨/૨૦૧૯

    ” આપણે તો અક્ષર પુરુષોત્તમ નાં બળદિયા છીએ…”

    “અમે મૂંડાવ્યુ છે એ તો અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યુ છે…”

    ————————————

    બ્રહ્મ સ્વરુપ શ્રી શાસ્ત્રીજી મહારાજ

    આજની સભા વિશિષ્ટ હતી…..કારણ કે આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય માં સુવર્ણ અક્ષરે અંકિત દિન છે….વસંત પંચમી નાં આ શુભ દિને, શ્રીજી એ વડતાલ માં, સંવત ૧૮૮૨ માં સર્વ જીવ હિતાવહ એવી શિક્ષાપત્રી ની રચના કરી હતી….આજની જ શુભ તિથિ એ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી…નિષ્કુળાનંદ સ્વામી નું પ્રાગટ્ય થયુ હતુ….તો સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને બ્રહ્માંડ માં ગજવનાર…બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નું પ્રાગટ્ય પણ આજે થયુ હતુ…..આજની સભા તેમનાં પાવન ચરણો માં ભેટ રુપ હતી…..એમનો મહિમા ગાવા ની હતી….

    લગ્ન ગાળો હોવાં છતા હૈયે હૈયું દળાય એટલી ભીડ આજની સભા માં હતી…..એ જ દર્શાવે છે કે હરિભક્તો ની નિષ્ઠા કેટલી દૃઢ છે……!!!!

    સર્વ પ્રથમ ફૂલો થી આચ્છાદિત શ્રીજી નાં મનમોહક દર્શન…..

    સભા ની શરૂઆત પુ. દિવ્ય કિશોર સ્વામી નાં મુખે સ્વામિનારાયણ ધૂન થી થઈ….. ત્યારબાદ એમનાં જ મુખે…” જયજય યજ્ઞપુરુષ સુખ કારી..” રજુ થયુ……આવા આપણા આદ્ય ગુરુ નાં ચરણો માં જીવન અર્પી એ તો યે ઓછું છે…..!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં ગહન સ્વરે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ નાં મહિમા નું…સામર્થ્ય નું ગાન કરતું પ્રસિદ્ધ કીર્તન….” સ્વામીજી તો મહા પ્રતાપી….એમનું ધાર્યું થાય…” રજુ થયુ….૩૩-૩૩ વર્ષ ગઢપુર માં મંદીર માટે રાહ જોઇ ને…સત્તા પલટો કરાવી ને પણ ….શ્રીજી નાં સંકલ્પ મુજબ ભવ્ય આરસ નું મંદીર, ટેકરા પર બનાવ્યું……ગગન ચુંબી પાંચ મંદિરોની રચના.. ….એ જ બતાવે છે કે એમનો પ્રતાપ કેવો હતો….. ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી નાં પ્રબળ સ્વર માં….” શાસ્ત્રીજી મહારાજ નો સંગ…મુને ભાગ્યે મળ્યો છે…”….રજુ થયુ….બ્રહ્મ સત્ય…!!! આપણા અનંત જન્મો નાં પુણ્ય કે શ્રીજી સાક્ષાત પ્રગટ હોય તેવા ગુણાતીત પુરુષ ..ગુરુ રૂપે પ્રગટ મળ્યા છે…!!!

    પુ. વિવેક શીલ સ્વામી એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો મહિમા ગાતા કહ્યુ કે…..તેમની પ્રતિભા અતુલ્ય હતી….તેં જ પ્રતિભા નો અનુભવ નાના ડુંગર ભક્ત ને જોઇ ગામ નાં રાવજી પટેલ ને થયો….આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ ને થયો…કોઠારી ગોરધન ભાઈ…કોઠારી બેચર ભગત ને થયો…ગોંડલ નાં વિદ્યાધીકારી ચંદુલાલ ને થયો….વૃદ્ધ સાધુ મુરલીધર દાસ ને થયો….જે જે એમનાં યોગ માં આવ્યાં તેં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત થી રંગાઈ ગયા….

    લીમડી ઠાકોર ને અક્ષર મંદીર નાં નિર્માણ સમયે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજે છડેચોક સંભળાવ્યું કે…” મધ્ય ખંડ માં તો અક્ષર પુરુષોત્તમ જ બેસશે….આ એમનાં માટે જ મૂંડાવ્યુ છે…..” એ સંવાદ સ્વરૂપે યુવક મિત્રો દ્રારા રજુ થયો….! અદ્ભૂત પ્રસંગ…

    ત્યારબાદ પુ. ધર્મ તિલક સ્વામી એ પોતાના પ્રવચન માં કહ્યુ કે….શાસ્ત્રીજી મહારાજે કરેલા કલ્પનાતિત…અસહ્ય ભીડા વાળું વિચરણ….હરિભક્તો ની ઉપાસના ની શુદ્ધિ માટે નો અસહ્ય દાખડો….સદાયે અતુલ્ય રહેશે…૮૬ વર્ષ નું જીવન આ સિદ્ધાંત કાજે કૃષ્ણારપણ કરી દીધું….વિપરીત દેશ કાળ વચ્ચે પણ એ અટક્યા નથી….પોતાના દેહ ને આ સિદ્ધાંત માટે ઘસી નાખ્યો છે…સખત વા… ટૂંકી સગવડો વચ્ચે પણ એમનું વિચરણ અટક્યું નથી….એ તો કહેતાં કે ” ખાટલે પડીંશુ તયારે આ વિચરણ બંધ થશે…”

    ત્યારબાદ રજુ થયેલા એક સંવાદ માં આ જ અદ્ભૂત વિચરણ….શાસ્ત્રીજી મહારાજ નો સર્વોપરી સિદ્ધાંત માટે નો..હરિભક્તો નાં કલ્યાણ માટે નો દાખડો રજુ થયો….સખત વા…. એ પણ એમનું વિચરણ અટક્યું નથી…..છેક છેલ્લાં શ્વાસ સુધી એમનો આ યજ્ઞ ચાલુ જ રહ્યો…

    વિડીયો દર્શન દ્રારા પણ એ જ ભીડા નાં…કલ્યાણ યાત્રા નાં દર્શન થયાં…અંધારી રાત્રિ માં..ભોગાવૉ નદી નાં અતિશય પૂર વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ નું વિચરણ અટક્યું નથી…..ચલાય એમ ન હોય તો હરિભક્ત નાં ખભે બેસી ને વિચરણ કર્યું છે….એ પ્રસંગ રજુ થયો…

    ત્યારબાદ યુવક મિત્રો દ્રારા સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નાં મહિમા નું ગાન કરતા એક નૃત્ય ની રજુઆત થઈ….. જય હો..જય હો…અક્ષર પુરુષોત્તમ ની….!!…આજે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ નાં વિજયધ્વજ બ્રહ્માંડ માં ફરકે છે….

    પુ.ઇશ્વર ચરણ સ્વામી એ નૃત્ય વચ્ચે , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ ની મૂર્તિ ને ગુલાબ નો હાર પહેરાવ્યો…અને સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠ્યો…..

    ત્યારબાદ પુ.ઇશ્વર ચરણ સ્વામી એ, કે જેમને શાસ્ત્રીજી મહારાજ નો પ્રત્યક્ષ લાભ લીધો છે…તેમણે એક પ્રશ્ન ઉત્તર રૂપી સંવાદ માં કહ્યુ કે…..( આપણે અહી એનાં સાર..અંશ માત્ર જોઈશું) ..

    • મુંબઇ..નંદા સાહેબ ને બંગલે…૧૯૫૦માંશાસ્ત્રીજી મહારાજ આરામ કરવા આવેલા…૧૦ વરસ ની ઉંમરે ત્યાં લગભગ ૧૦-૧૨ વાર જવાનો લાભ મળેલો…સ્વામી આડા પડી ને માળા જ ફેરવતા હોય…મારી ટચલી આંગળી નીચે નાં તલ ને વખાણતા…. સ્વામી નાં પગ દબાવતા…પગ એકદમ કોમળ…કેરી અને થૂલું જમતા…એ ઇદંમ આજે પણ સાંભળે છે…સ્વામી અંતર થી પુષ્પ જેવા કોમળ પણ મન થી વજ્ર જેવા મજબૂત હતાં….આફ્રિકા નાં મગન ભાઈ આરતી સમયે અતિશય ભાવ વેશ માં આવી જતા…એ યાદ છે…ચંદન ની અરચા કરવા નો લાભ મળેલો…જે રૂમાલ માં સંઘરેલો..
    • નિર્ગુણ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ નો છેલ્લો મિલાપ ત્યાં જોયેલો…જાગા સ્વામી યે લખેલું…અક્ષર વાતો નુ ત્રીજું પ્રકરણ ખૂબ ગમતું…સુર્ય નારાયણ વાડી માં એની સાત દિવસ ની પારાયણ કરાવેલી…
    • અટલાદરા માં શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સવારી નીકળી હતી….સુવર્ણ તુલા થઈ હતી એનો લાભ મળેલો….સ્વામીએ તુલા સામે નજર પણ નહોતી કરી…..હજારો હરિભક્તો ભેગા થયેલા….સભા માં સુતા સુતા કથા કરે…માળા ફેરવે….શંકર ભગત નાં પ્રબળ અવાજ માં રાત્રીએ ભજન થાતાં….
    • સ્વામીએ મારો હાથ એકવાર પકડ્યો હતો તેં સતત ૭ દિવસ સુધી એટલાં ભાગ માં થી સુખડ ની સુગંધ આવતી હતી…….! ગઢડા…સલાડ…ઠીકરિયા ગામ માં લાભ મળેલો….સલાડ વાલા મણીભાઈ એ શાસ્ત્રીજી મહારાજ ની હાથી પર સ્વાગત યાત્રા કાઢેલી…હાથી એ સૂંઢથી ગુલાબ નો હાર પહેરાવેલો….એ હાથી એ નૃત્ય પણ કરેલું…એ યાદ છે
    • કોઇના પ્રત્યે દ્વેષ નહીં….અવગુણ અભાવ નહીં…બસ પોતાની લીટી જોવી…..પુરુષાર્થ કરવો…એ સ્વામી નો સ્વભાવ હતો…
    • આપણે આજે એ જ ગુણાતીત દિવ્ય પુરુષ સાક્ષાત મળ્યા છે…તેનો આનંદ લેવો..મહિમા સમજવો…જીવ માં દૃઢ કરવો…
    • સદ્ગુરુ ખેલે વસંત….વાળો પ્રસંગ….ભગતજી મહારાજે , ગુણાતીત સ્વામી ની કરેલી સાંગોપાંગ સેવા ની વાતો સ્વામી વારે વારે કરતા….
    • શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ માં સમાધિ પ્રકરણ ચલાવેંલું…. એ પ્રત્યક્ષ જોયેલું….સમાધિ વાળા બહેનો નાં મુખ માં થી દૂધ નીકળતું જોયેલું….પણ સ્વામી તો અલમસ્ત ભાવે વર્તતા…..નંદાજી…મોરિંસ ફ્રેડમેન…એ વિવિધ પરીક્ષણ દ્રારા આ સમાધિ પ્રકરણ ની સાતત્યતા ચકાસેલી……જાહેર માં સમાધિ પ્રકરણ થતુ, પણ સ્વામી ને આવા પરચા માં બહુ રસ નહીં…..પછી એમની ઇચ્છા થી બંધ થયેલા….
    • ૪ વર્ષ ની ઉંમરે મને ….શાસ્ત્રીજી મહારાજે ભાવનગર થી બોટાદ જતા પેન્ડો જમાડેલો….એનો ઉલ્લેખ યોગીજી મહારાજે પોતાના પત્ર માં કરેલો…..
    • પુ. અક્ષર વત્સલ સ્વામીએ જણાવ્યું કે કરાચી માં ૧૯૪૭ માં કરેલી પારાયણ નો પત્ર સદ્ગુરુ નિર્ગુણ સ્વામીએ ….પુ. ઇશ્વર ચરણ સ્વામી( એ સમયે અરુણ ) ને લખેલો….એ સાક્ષી છે કે સ્વામી ને ઇશ્વર સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો….

    અદ્ભૂત સ્મૃતિ…….પ્રત્યક્ષ સાક્ષી નાં મુખે આ સાંભળવા નો લ્હાવો…અવિસ્મરણીય રહેશે….

    ત્યારબાદ જાહેરાત થઈ….

    • હર્બલ Moisture નું લોન્ચિંગ થયુ….
    • આવતાં રવિવારે પુર્વ અમદાવાદ માટે બ્રહ્મ સત્ર છે…વધું માહીતી માટે જે તેં વિસ્તાર નાં કાર્યકર નો/સંસ્કાર ધામ નો સંપર્ક કરવો…..

    તો આજની સભા અદ્ભૂત હતી…..કેવા મોટા પુરુષ…ગુણાતીત સાક્ષાત આપણ ને મળ્યા છે, એનાં મહિમા ને સમજવા ની હતી…..

    એ જ પ્રત્યક્ષ ગુણાતીત માં જીવ સાંગોપાંગ જોડાશે …દૃઢ હેત થાશે તો જીવ જરૂર બ્રહ્મ રુપ થાશે….એમા કોઈ શક નથી….

    જય સ્વામિનારાયણ

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા -07/10/2018

    પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

    ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં……….

    માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી…...”…..

    …… એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે….. , તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે…… .

    ……માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે……….”


    ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા પ્રથમ-71; ગઢડા પ્રથમ-27

    સંત નો મહિમા -સમગ્ર 273 વચનામૃત માં થી લગભગ 100 થી વધુ વચનામૃત માં શ્રીજી એ છડેચોક ગાયો છે….કેમ?? ઉત્તર ઉપર જ છે……કારણ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે તે પોતાના ધામ અને પાર્ષદ સહિત જ અવતરે છે…..અને એ જ ધામ એટ્લે અક્ષરધામ – અક્ષરબ્રહ્મ સત્પુરુષ કે જેના અંગે અંગ માં ભગવાન સ્વયં રહ્યા છે……અને એ જ જગત નો આધાર છે…….એટ્લે જ આપણે ત્યાં આવા એકાંતિક સત્પુરુષ કે જે સ્વયં અક્ષરબ્રહ્મ છે ….તેનો આટલો બધો મહિમા છે……! આજની સભા આ જ મહિમા ની વાત હતી….કે જેને સમજ્યા ..જીવ્યા વગર મોક્ષ જ નથી……!

    સભાની શરૂઆત માં સર્વ પ્રથમ શ્રીજી અને ધામ -મુક્ત ના દર્શન…..

    43283114_2157451991209295_2399940726147252224_n

    ત્યારબાદ યુવકો અને પૂ. અમૃતકિર્તિ સ્વામિ દ્વારા ધૂન અને કીર્તન થી શરૂઆત થઈ….કીર્તન માં નિષ્કુળાનંદ સ્વામિ રચિત ” ધન્ય ધન્ય એ સંત સુજાણ ને..” ; મુક્તાનંદ સ્વામિ રચિત..” સર્વે માન તજી…” અને પૂ. અમૃત કિર્તિ સ્વામિ દ્વારા …સુખાનંદ સ્વામિ રચિત…” સહજાનંદ કે દર્શન કરકે સબ મગન ભયે…..” રજૂ થયા…….

    ત્યારબાદ પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામિ મહારાજ ના ભાવનગર ખાતે ના વિચરણ ના દિવ્ય વિડીયો દર્શન નો લાભ સભાને મળ્યો …જે આપણે બધા નીચેની લિન્ક પર થી કરી શકશું…..( 30 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર)

    ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામિ એ – ભાવનગર ખાતે યોજાયેલા પ.પૂ.મહંત સ્વામિ મહારાજ ના ભવ્ય જન્મોત્સવ ના ઉપલક્ષ માં – એમના દિવ્ય ગુણ ની ચર્ચા – અદ્ભુત પ્રસંગો અને વચનામૃત ને આધારે કરી…..આપણે અહી માત્ર તેનો સારાંશ જ જોઈશું…….
    • ગઢડા પ્રથમ 71 અને ગઢડા પ્રથમ-27 માં શ્રીજી એ જેના ગુણ નું- મહિમા નું વર્ણન કર્યું છે – એવા એકાંતિક – અક્ષરબ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામિ મહારાજ આપણ ને પ્રત્યક્ષ મળ્યા છે તે જ સર્વોપરી પ્રાપ્તિ છે ….
    • એવા પુરુષ ને ઓળખવા કઈ રીતે?? તો તેની ઓળખાણ શ્રીજી એ સ્વયં આપી છે અને તેના અદ્રિતીય ગુણો નું વર્ણન કરતાં કહે છે કે એ પુરુષ માં નીચે મુજબ ના ગુણ હોય…..જે આજે મહંત સ્વામિ મહારાજ અને એ પહેલા આપણી ગુણાતીત પરંપરા માં જોવા મળ્યા છે…..એ ગુણ માં …
    1. એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા માને ….
    2. આગના અને ઉપાસના માં સ્પષ્ટ….અતિ દ્રઢતા…..નિયમ ધર્મ માં સહેજ પણ ઉણપ ન ચલાવે….
    3. સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ માં એક ભગવાન જ કેન્દ્ર
    4. પંચ વર્તમાન માં અતિશય દ્રઢતા
    5. ભગવાન નું અખંડ સ્મરણ……અને સ્મૃતિ
    6. પોતાના વર્તન…કાર્ય માં જરૂર પડ્યે દિવ્યતા-એશ્વર્ય ના દર્શન કરાવે
    7. ભક્તો ના શુભ સંકલ્પ – દર્શન માત્ર થી પૂર્ણ કરે……

    આવા તો અનેક ગુણ-થી સંપન્ન આપણાં બ્રહસ્વરૂપ ગુરુ માં ભગવાન સાક્ષાત રહ્યા છે અને એમના દ્વારા જ ભગવાન પોતાનું કાર્ય…પોતાનો સંદેશ પ્રસરાવી રહ્યા છે ..એમાં કોઈ શક નથી…બસ આપણે આવા પુરુષ ને ઓળખવા ના છે એમના સ્વરૂપ ..કાર્ય માં પ્રતીતિ કરવા ની છે…….

    ત્યારબાદ યુવક મંડળ દ્વારા એક અદ્ભુત સ્કીટ ની પ્રસ્તુતિ થઈ- વિષય હતો ” my favorite clip” એનું કથાનક આવું હતું કે- સ્વામીશ્રી ના વિચરણ મંડળ માં ફોટોગ્રાફર તરીકે સેવા આપતા યુવક પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કહે છે કે- સ્વામીશ્રી નો ફોટો લેવા નો પ્રયત્ન કર્યો તો – હરિકૃષ્ણ મહારાજ ની સેવા માં રહેતા પૂ. હરિપ્રકાશ સ્વામિ દર વખતે વચ્ચે આવી જાય..પરિણામે સ્વામીશ્રી નો જોઈએ તેવો ફોટો ન મળે..અને દરેક સમયે એવું થાય…….આથી પ્રશ્ન એ કે- હરિપ્રકાશ સ્વામિ જાણી જોઈને આવું કરે છે કે પછી કોઈ રહસ્ય છે???

    સ્કીટ ના ભાગ રૂપે જ – એક વિડીયો સંદેશ દ્વારા પૂ. હરિપ્રકાશ સ્વામિ એ – આ સાચી ઘટના પાછળ નું રહસ્ય નું નિરાકરણ કરતાં કહ્યું કે- હું દરેક ફોટો માં વચ્ચે આવતો હતો કારણ કે – એ સ્વામીશ્રી ની પોતાની આજ્ઞા હતી……..કારણ કે- સ્વામીશ્રી નહોતા ઇચ્છતા કે- હરિકૃષ્ણ મહારાજ – એમના ફોટા લેવા ની દોડાદોડી માં ગૌણ થઈ જાય…..સાઈડ માં રહે……..!!!! કેટલી અદ્ભુત પરાભક્તિ…….! સદાયે નમ્ર રહેતા સ્વામીશ્રી એ તો ઊંચા અવાજ માં પૂ.હરિપ્રકાશ સ્વામિ ને કહ્યું કે- આ હરિકૃષ્ણ મહારાજ ને લીધે જ આપણે બધા છીએ……એ કદાપિ ગૌણ ન થાય- એ સદાયે યાદ રાખવું…….!! અને ગોંડલ ના અસ્થિ વિસર્જન નો પ્રોગ્રામ હોય કે…..જામનગર ના મંદિર નો મહોત્સવ હોય……..સ્વામીશ્રી એ ઠાકોરજી ને જ કેન્દ્ર માં રાખી..આગળ રાખી- પોતે દાસાનુદાસ ભાવે વર્તી- સર્વ ને શીખ આપી છે કે- સર્વોપરી તો એક શ્રીજી જ- તે ક્યારેય ગૌણ ન થાય……..અને આપણે તો એમના દાસ…!!!

    સ્વામીશ્રી ની આ પરાભક્તિ ના દર્શન કરાવતી ક્લિપ- જ આપણાં સર્વ ને- સૌથી પ્રિય ક્લિપ છે- એમાં કોઈ શક નથી…!!!

    સભાને અંતે સત્સંગ શિક્ષણ પરીક્ષા ના સર્વોત્તમ દેખાવ કરેલા પરિક્ષાર્થી ઑ નું સન્માન થયું…..અને એવા હરિભક્તો કે- જેમણે કેન્સર જેવા જીવલેણ રોગ હોવા છતાં પરીક્ષા આપી ને સત્સંગ નું ગૌરવ વધાર્યું હોય- તેમનું પણ અભિવાદન થયું………

    તો- સમજવા નું એટલું જ કે- આપણાં માટે શ્રીજી સર્વોપરી છે…એમના જ બે ચરણ ની ઉપાસના છે પણ સાથે સાથે- એ શ્રીજી સુધી લઈ જનાર – એમની ઓળખાણ કરાવનાર……આપણ ને શુધ્ધ કરી બ્રહમરૂપ કરનાર- આપણાં અક્ષરબ્રહ્મ ગુરુ નો મહિમા પણ અજોડ જ છે………આવા અક્ષરબ્રહ્મ ગુરુ ની ઓળખાણ થશે..એમનામાં સાંગોપાંગ જોડાવાશે ..તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ની પ્રાપ્તિ થશે…..! અને આ દર્શન કહો કે તત્વજ્ઞાન એટ્લે જ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત દર્શન…! જેને સમજ્યા સિવાય કોટિ ક્લ્પે આત્યંતિક કલ્યાણ જ નથી…….

    જય સ્વામિનારાયણ……..જય જય અક્ષર પુરુષોત્તમ………

    રાજ

    .


    Leave a comment

    BAPS રવિસભા- ૦૩/૧૨/૨૦૧૭

    ગયા રવિવાર ની સભાનો અંગત પ્રસંગ ને લીધે લાભ લઇ ન શકાયો……એનો રંજ આજે – રવિસભામાં – મધ ઝરતા સુર સાથે …જેના શબ્દેશબ્દે મહિમા નો કેસર ભીનો શ્યામ પ્રગટતો હતો એવા કીર્તન-આરાધના નો લાભ- સારંગપુર ના જુવાન સંતો ના મુખે મળ્યો…..એમાં દુર થઇ ગયો…! નવધા ભક્તિ માં કીર્તનમ…..એક એવી ભક્તિ છે..જેમાં શબ્દ ની સાથે હૃદય સહેજે ભળે છે…..નાસ્તિક પણ આસ્તિક થઇ જાય એવી તાકાત એના સુર માં હોય છે……! પછી બાકી શું રહે??? પુ.ઈશ્વરચરણ સ્વામી પણ ખુબ રાજી થયા………એ પણ આજની સભાની ફલશ્રુતિ હતી…..

    તો- સભાની શરૂઆત – મારા વ્હાલા ના અદ્ભુત..મનમોહક દર્શન થી……

    24294230_1719808671390427_2039045024833458426_n

    ત્યારબાદ ૧૦-૧૧ સંતો – કે સારંગપુર થી ખાસ – પુ.મધુરવદન સ્વામી ની આગેવાની હેઠળ – કીર્તન આરાધના નો લાભ આપવા પધાર્યા હતા..તેમણે સભાની શરૂઆત – અદ્ભુત..શાસ્ત્રીય રાગ-આલાપ આધારિત સ્વામિનારાયણ ધુન્ય…ગુણાતીત પરંપરા ની વંદના થી થયું…..અને પછી શરુ થયું – અસ્ખલિત ..એકધારું…..કર્ણપ્રિય..હૃદયપ્રિય કીર્તનો નું મધુર વાવાઝોડું…….જોઈએ કયા કીર્તન નો લાભ અહી મળ્યો….

    • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ને આવકારતું સ્વાગત ગીત…..- પુ.મધુર વદન સ્વામી અને સંતો
    • છબી નૈનન બીચ રહો……..ગાયક- પુ.બ્રહ્મ કીર્તન સ્વામી
    • દાદા ખાચર ના લગ્ન- ભટવદર ના નાગપાલ વરુ ની દીકરી જ્સુબા સાથે થયા…જસુબા એ શ્રીજી મહારાજ ના આશીર્વાદ માંગતી વખતે જે પ્રાર્થના કરી…..તે પ્રાર્થના નું – પધ્ય સ્વરૂપ..એના ભાવ..એના શબ્દો…..” મારી ચૂડી નો ભંગ ન થાય એ માંગુ વર નાથજી…….” ..એની ગહનતા એટલી અદભુત હતી કે- હજુ એ મારા દિલોદિમાગ માં ગુંજે છે……ભવિષ્ય માં – જો એ પ્રાર્થના પુરેપુરી મળશે તો જરૂર ગુલાલ કરીશું…..એ પુ. સંતો દ્વારા રજુ થયું…
    • “ટેકીલો ટેક ન મેલે રે..” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન…
    • “તારી મૂર્તિ પ્યારી રે….” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન..પુ.સારંગ કીર્તન સ્વામી ના મુખે સાંભળવા મળ્યું….
    • “વહેતું જીવન તમારું..ગંગા ની ધારા..’ પુ.પ્રેમવદન સ્વામી ના મધુર કંઠે ગવાયું…..! અદ્ભુત…..
    • “મોજમાં રે’વું…..મોજ માં….” …એટલું અદ્ભુત હતું કે- સમગ્ર સભા – “મોજ” માં આવી ગઈ..!! શ્રીજી -સત્પુરુષ મળ્યા ની પ્રાપ્તિ નો કેફ….! અવર્ણનીય હતો…………
    • BAPS એક પરિવાર- ના સૂત્ર ને ચરિતાર્થ કરતું કીર્તન……’ અમારો સમ્પીલો પરિવાર….” પુ.મધુર વદન સ્વામી દ્વારા રજુ થયું…….
    • ” સહજાનંદ સ્વામી..અંતરજામી..” નિષ્કુળાનંદ સ્વામી ના કીર્તન ને દોહા-છંદ ની છાંટ સાથે સંતો એ રજુ કર્યું…………અને સમગ્ર સભા – ઝૂમી ઉઠી……….! અદ્ભુત.અદ્ભુત………..કીર્તનો-દોહા-છંદ-સાથે કેસર ર્ભીનો શ્યામ – એનો રંગ- બધા ને રંગી ગયો…………!!!

    અદ્ભુત..અદ્ભુત…!! આજની કીર્તન આરાધના ના વખાણ કરીએ એટલા ઓછા છે……! કીર્તનો ની અદ્ભુત ગૂંથણી…..સુર-તાલ નો લય- પુ.રાહુલ સ્વામી ની વાંસળી ..ઓકટોપેડ ના અદ્ભુત બીટ્સ…..વાદ્ય નો તાલ મિલાવતા સંતો ની જુગલબંદી……………………અદ્ભુત..અદ્ભુત…!!!

    ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- સંતો ને આશીર્વાદ આપી પોતાનો રાજીપો પ્રગટ કર્યો………એમણે આશીર્વચન આપતા કહ્યું કે- આજની કીર્તન આરાધના પરમ ભક્ત પરિવાર- કિશોરભાઈ..બીરજુભાઇ ગઢિયા પરિવાર અને આફ્રિકા ના લાલ પરિવાર તરફ થી- શ્રી બીરજુભાઇ ના લગ્ન પ્રસંગે – સેવા રૂપે સમર્પિત હતી….! ગઢિયા પરિવાર- દેલ્હી માં સ્થાયી છે….અને છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સમય થી સત્સંગ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહ્યા છે….નવી દિલ્હી અક્ષરધામ નિર્માણ માં છેક શરૂઆત થી અંત સુધી અને હાલ પણ અદ્ભુત સેવા નો લાભ આપી રહેલા છે…સમગ્ર પરિવાર- હાલ- અક્ષરધામ ની સેવા માં સમર્પિત છે……તો સામે લાલ પરિવાર પણ દારે સલામ -આફ્રિકા માં- સત્સંગ ની અપ્રતિમ સેવા સમર્પણ માટે જાણીતો છે…..! આ બંને પરિવાર વછે લગ્ન થી – એક અનેરો સબંધ બંધાયો છે…..જે સત્સંગ ને બળ-વૃદ્ધિ આપશે….

    સ્વામી એ કહ્યું કે- ગુણાતીત પુરુષો નો એક જ રાગ રહ્યો છે- સંપ….હે હશે તો સત્સંગ માં – સુહ્ર્દભાવ..એકતા…સમર્પણ….નમ્રતા સહેજે આવશે…….! સત્સંગ માં એકબીજા નો મહિમા જાણવો-સમજવો….યોગીબાપા તો કહેતા કે- એકબીજા ને દંડવત કરવા……કિશોરભાઈ ગઢિયા ની જેમ..સંતો ઘરે પધારે તો – કિશોરભાઈ નાચે-કુદે..દંડવત કરે……!! જો એટલું આવડે તો સત્સંગ માં મોજ જ છે…..!! બસ લાભ લેતા આવડવો જોઈએ..!

    અદ્ભુત..!

    સભાને અંતે અમુક જાહેરાત થઇ…

    • આવતા રવિવારે- ૧૦/૧૨ ના રોજ- શાહીબાગ મંદિર ખાતે- આંતર રાષ્ટ્રીય વિરાટ મહિલા સંમેલન- છે જે પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતી ઉજવણી ના ભાગ રૂપે ઉજવાશે..તેમાં કેન્દ્રીય મ્ન્તે- સ્મૃતિ ઈરાની પણ ભાગ લેવા ના છે……..સમય છે- બપોરે- ૧ થી ૪
    • આવતા રવિવારે- એલ.ડી.આર્ટસ કોલેજ ના સંસ્કૃત ડીપાર્ટમેન્ટ ના હેડ- અને જગ વિખ્યાત -અતિ વિધવાન પ્રોફેસર ડો. ગજેન્દ્ર પાંડા -સાહેબ – પુ.ભદ્રેશ સ્વામી રચીતમ- શ્રી અક્ષર પુરુષોતમ દર્શનમ પર – પોતાના તેજસ્વી પ્રવચન નો લાભ આપશે…..પુ.ડોક્ટર સ્વામી પણ પોતાના આશીર્વાદ નો લાભ આપશે……રવિસભામાં- આનો અચૂક લાભ લેવો……….! અવિસ્મરણીય…..!
    • અમદાવાદ ના અમુક વિસ્તારો માં- સંસ્કાર ધામ ખાતે- રાત્રે- ૮-થી-૧૦ વચ્ચે વિશિષ્ટ ખીચડી ઉત્સવ નો લાભ મળશે….જે તે વિસ્તાર ના મંદિરો નો સંપર્ક કરવો………
    • પરાવાણી….અને બ્રહ્મ્સત્ર ના પ્રવચનો ની સીડી પ્રગટ થઇ છે…………અચૂક ખરીદવી..!

    અદ્ભુત..અદ્ભુત……..! આજે તો બીજું કશું વિચારવું જ નથી………એ જ કીર્તનો…..એ જ જસુબા ની ભીની આંખો સાથે થતી પ્રાર્થના……….શ્રીજી ની એ જ મર્માળી..કેસર ભીની મૂર્તિ…………ને બસ- અંતર માં..જીવ માં વસાવી દેવી છે…………!!

    પ્રથમ શ્રી હરી ને રે…………

    જય સ્વામીનારાયણ…….

    રાજ


    Leave a comment

    BAPS રવિસભા -૨૬/૩/૨૦૧૭

    બામણગામના વિચરણની વાત છે. વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને તેમને માટે દયા આવી, આટલો ભીડો આ ઉંમરે શા માટે ?? હવે એમણે આરામ કરવો જોઈએ…
    ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા……… મને થયું, આ કાંઈ હસવાની વાત છે? આપના દેહના ચૂરેચૂરા થઈ રહ્યા છે, અને આપ હસો છો? મને થયું કે હમણાં સ્વામીશ્રી આ ચઢવામાં કઠિન ટેકરાઓની વાત કરશે પરંતુ એવામાં સ્વામીશ્રી કહે, ‘અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે!!’
    અરે! પોતાનું લેશ પણ અનુસંધાન નહીં! ગુરુ સામે જ એમની નજર છે……… એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના-દેહની કોઈ દયા જ નથી ! નોકરની જેમ કસ કાઢે છે……… આવી રીતે દેહથી પર થઈને આખા સત્સંગ સમુદાયમાં દરેકની સેવા કરી છૂટ્યા છે, એ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે……..


    પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ -પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ વિષે..

    આજે અમદાવાદ ને આંગણે -અમદાવાદ પૂર્વ વિસ્તાર ના હરિભક્તો માટે -બ્રહ્મસત્ર નો અદભુત લ્હાવો-પુ.અપૂર્વમુની સ્વામી જેવા તેજસ્વી સંત ને મુખે મળ્યો……સતત ૬ કલાક નું પ્રવચન અને પછી નો એક કલાક – રવિસભા માટે એમણે ફાળવ્યો….અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના સદગુણો ની ગાથા જેમ જેમ રેલાતી ગઈ તેમ તેમ ગુણાતીત ની સુગંધ સર્વ હરિભક્તો ને તરબતર કરતી ગઈ…! ઉપરોક્ત પ્રસંગ…એક ગુણાતીત ગુરુ દ્વારા પોતાના ગુણાતીત ગુરુ ના ગુણો નું વર્ણન….જીવ ના કલ્યાણ નો માર્ગ…મહિમા સૂચવે છે….! જેમ જેમ ગુણાતીત પુરુષ ના ગુણો આપણ ને સમજાતા જાય …જીવ માં દ્રઢ થતા જાય તેમ તેમ..જીવ પણ એ માર્ગે બ્રહ્મરૂપ થતો જાય…!

    ..ઉનાળો હવે દસ્તક દઈ રહ્યો છે……પણ સત્સંગ વધતો જ રહેશે……સમયસર સભામાં પહોંચી જ જઈશું…..અને જીવ ને ભક્તિ માં તરબોળ કરી દઈશું….! તો ચાલો કરીએ આજ ના દર્શન….

    collage_20170326172518913_20170326172647478

    સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..પછી યુવક મિત્રો દ્વારા કીર્તન નો લાભ મળ્યો……બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન..”મનમોહન તારી મૂર્તિ મનમાની રે..” રજુ થયું…પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા નિષ્કુળાનંદ સ્વામી રચિત..”સાચે સાચું કહેશું…..” અને યુવકો દ્વારા પુનઃ એક કીર્તન..”વ્હાલું લાગે મોહન મુખ તારું…”(રચયિતા બ્રહ્માનંદ ) રજુ થયું………અને પછી એ જ કીર્તન નું પ્રગટ પ્રમાણ સ્વરૂપ એટલે ગુણાતીત સત્પુરુષ- મહંત સ્વામી મહારાજ ના હાલ ના આફ્રિકા ખાતે ના વિચરણ નો અદભુત વિડીયો રજુ થયો…..જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે…..

    ત્યારબાદ જેની રાહ જોવાતી હતી -તે પુ.અપૂર્વમુની સ્વામી જેવા વિધવાન ..તેજસ્વી વક્તા સંત દ્વારા “બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના સદગુણો” પર અદભુત પ્રસંગો ના વિવરણ સાથે રસપ્રદ પ્રવચન થયું…..! જોઈએ સારાંશ….

    • આપણી સંસ્થા નો મૂળભૂત ….પાયા નો પ્રેરણાત્મક (motivational) શબ્દ હોય તો તે છે ..રાજીપો…….- રાજીપો શ્રીજી નો…રાજીપો….સત્પુરુષ નો…..રાજીપો સંતો નો..રાજીપો હરિભક્તો નો..! પ્રત્યેક ક્રિયામાં…પ્રત્યેક કાર્ય માં ભગવાન ના રાજીપા નો વિચાર જ સર્વ કાર્ય ને સફળ બનાવે છે…..
    • પણ સામાન્ય જીવ ને આ રાજીપા નો વિચાર સમજાતો નથી…એ જેટલા સુખી થવા નો પ્રયત્ન કરે છે…તેટલા જ દુખ ના પરિબળ વધતા જાય છે….
    • સામાન્ય જીવ નું વર્તન….સુખ દુખ ની વ્યાખ્યા ઓ દેશકાળ પ્રમાણે બદલાય…જયારે- સત્પુરુષ એ દરેક સ્થિતિ માં…દેશકાળ માં એક રંગ રહે છે…સમ રહે છે…સ્થિર રહે છે…….પ્રમુખ સ્વામી મહારાજ સમગ્ર જીવન- માn-અપમાન …અત્યંત વિષમ સ્થિતિ હોય કે સુખ..બધામાં સ્થિર રહ્યા હતા….
    • જીવ ને પૂર્વગ્રહ નડે….સ્વભાવ નડે……અપેક્ષાઓ નડે…..પ્રતિષ્ઠા માટે ના કાવાદાવા નડે…..મન નું ધાર્યું કરવા શ્રીજી- સત્પુરુષ ની આજ્ઞા નો થતો લોપ નડે…….અને પરિણામે એને દુખ આવે છે…
    • જયારે સત્પુરુષ નું સમગ્ર જીવન જ- બીજા ના સુખ માં આપણું સુખ….ભગવાન અને ગુરુ ના રાજીપા માં જ પોતાનો રાજીપો- એમ સમજાય…….પોતાના મન નું તો એ કરતા જ નથી…..જીવ ના અવગુણ સામે જોતા જ નથી…અને ધીરજ રાખી…..જીવ ને સુધરવા ના અનેક તક આપે છે…..
    • સામાન્ય રીતે જીવ ત્રણ પ્રકાર ના હોય છે……૧) બ્લોટિંગ પેપર જેવા…જે નાનકડી સમસ્યાઓ ને પણ મોટું સ્વરૂપ આપી રડ્યા કરે છે……૨) ડ્રોઈંગ પેપર જેવા- જે શરુ શરુ માં મુશ્કેલીઓ સામે ટકી રહે છે….પણ જેમ જેમ મુશ્કેલીઓ વધે તેમ તેમ પોતાનું બગડેલું સ્વરૂપ દેખાડે છે….. ૩) પ્લાસ્ટિક પેપર જેવા…કે જેને કોઈ રંગ..કોઈ પાણી …કોઈ ડાઘ બગાડી શકતો નથી……
    • માટે જ સત્પુરુષ જે માર્ગે ચાલ્યા છે..તે માર્ગે આપણે ચાલીએ…તેમના ગુણ આપણા જીવન માં ઉતારીએ…..જીવન જીવવા ની પધ્ધતિ બદલીએ…..અને જે મહિમા આપણ ને સમજાયો છે…તે અન્ય ને પણ સમજાવીએ…..

    અદભુત…..અદભુત…! આ તો સારાંશ માત્ર લખ્યો છે…પણ સાચી મજા તો અપૂર્વમુની સ્વામી ને લાઈવ સાંભળવા માં છે……..! આવતા રવિવારે પણ અમદાવાદ પશ્ચિમ વિસ્તાર ના હરિભક્તો માટે બ્રહ્મ સત્ર છે……આજે લગભગ ૯૦૦૦+ હરિભક્તો એ લાભ લીધો હતો અને આવતા રવિવારે કદાચ આનાથી પણ વધુ હરિભક્તો રહેશે….! પાસ હજુ મળે છે……જે સત્વરે લઇ લેવા….અને હા….આ મોકો ચૂકવા જેવો નથી જ…!

    વળી- ૨૯/૩- મહિલા દિન ની ઉજવણી છે…….અને રવિવાર- ૨ જી એપ્રિલ -રવિસભા – શ્રીહરિ જયંતી ની પ્રતિક સભા તરીકે ઉજવાશે…પુ.અપૂર્વમુની સ્વામી લાભ આપવા ના છે..!

    તો- બસ- શ્રીજી- સત્પુરુષ ના રાજીપા નો વિચાર હરપળ રાખવો…..જો એ હશે તો- સત્સંગ તો આપોઆપ થશે..!

    જય સ્વામિનારાયણ….

    રાજ