Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS ગુરુપૂર્ણિમા રવિસભા- ૯/૭/૨૦૧૭

.…..એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને એનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. …………

……….અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” 


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા પ્રથમ-૩૭

આજે ગુરુ પૂર્ણિમા………જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ……..! આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે………એમનું આ ઋણ તો કદાચ ક્યએર્ય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…! આજે બોચાસણ માં આ ઉત્સવ – સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાયો……આપણા ગુરુહરિ તો અમેરિકા વિચરણ માં છે…..છતાં એમની દિવ્ય હાજરી સર્વત્ર અનુભવી શકાય છે. …..અમદાવાદ ની આજની સભા એ મહિમા ને સમજવા અર્થે જ હતી…….

સભા ની શરૂઆત પહેલા આજની પૂર્ણિમા ના પૂર્ણ ચંદ્ર શ્રીજી ના અદ્ભુત દર્શન……..

collage (1)

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……”પ્રમુખ સ્વામી રે ..તમારું નવખંડ માં નામ…” ; “ગુરુદેવ તુમહારે ચરણ કમળ મેં…” અને ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા …”ગુર મળ્યા ગુણવાળા…” રજુ થયું……………અને નજર સમક્ષ ગુરુહરિ નો ચહેરો…..પ્રમુખ સ્વામી મહારાજ નો ચહેરો છવાઈ ગયો……………! અદ્ભુત….!

ત્યારબાદ પુ.ગુરુસ્મરણ સ્વામી દ્વારા આપણા ગુણાતીત ગુરુઓ ની ઉપકાર વર્ષા પર અદ્ભુત વિવરણ થયું…….જોઈએ સારાંશ….

 • આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે……આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે…..એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે…..
 • સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની ..સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..
 • છેક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!

અદ્ભુત પ્રસંગો……..એક એક પ્રસંગ તમે સાંભળો તો થાય કે આપણા ગુરુઓ એ આપણા સુખ માટે શું શું વેઠયું છે????

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના ચિત્રાંકિત કરતો એક વિડીયો ” ગુરુદેવ તુમહારે…” રજુ થયો…….પ્રમુખ સ્વામી મહારાજ ના નેત્રો માં થી વરસતી કરુણા ગંગા અને એમના ગામેગામ…..વિચરણ ના અદ્ભુત…….દર્શન નો લાભ મળ્યો…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – ગુરુ ઋણ અને એનો મહિમા…..વિષય પર અદ્ભુત પ્રવચન થયું…જોઈએ સારાંશ….

 • જીવના કલ્યાણ માટે જરૂરી છે કે – જીવ – સત્પુરુષ ની આજ્ઞા સાથે…એમના કાર્ય સાથે…એમના રાજીપા સાથે “એકસુત્રતા…..અનુસંધાન” કહેતા કે Alignment માં રહેવું…અને એ માટે બે સાધન છે…….

૧) ભગવાન અને અને સત્પુરુષ ની આજ્ઞા મુજબ જીવન બનાવવું….

૨) ભગવાન અને સત્પુરુષ ના સ્વરૂપ ને યથાર્થ ઓળખવું……

 • ઉપનિષદ નો અર્થ જ “ગુરુ ની પાસે બેસવું…અર્થાત ગુરુ ના રાજીપા પ્રમાણે વર્તવું એમ થાય છે…..એનો અર્થ એ કે- શાસ્ત્રો પણ એ જ કહે છે કે- ગુરુ આજ્ઞા માં જે રહે…તેનો બેડો પાર થાય…
 • ગુરુ એ સર્વોપરી આદર્શ છે…અને સાચા શિષ્ય એ તેનું અનુસંધાન રાખી – ગુરુ ના પગલે ચાલવા નું છે…..
 • ગુરુ પ્રભાવી હોય તો ગમે તેવો શિષ્ય હોય….જો એ યથાર્થ જોડાયો હોય તો તેનું કલ્યાણ થયા વગર છૂટે નહિ…..
 • અને એ જ સમર્થ ગુરુ – પોતાના શિષ્ય ને તારે છે…………..પણ એ માટે જરૂરી છે…શિષ્ય એ – ગુરુ સાથે ચાલવું પડે……

અદ્ભુત…….અદ્ભુત………Transcendence પુસ્તક ના પબ્લિશર હાર્પર-કોલીન્સ કંપની ના – શાન્તનું ચોધરી અને સુકુમાર ને થયેલા અનુભવો…….એ જ વાત ની સાક્ષી પૂરતા હતા…….એમણે સ્વામીશ્રી ના સ્વરૂપ ને જાણ્યું અને પ્રભાવિત થયા…….

સભાને અંતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો વિડીયો દર્શન નો લાભ મળ્યો………અમુક જાહેરાત પણ થઇ…જેવી કે- આવતા રવિવારે – સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સંતો ની પધરામણી શરુ થઇ રહી છે…….આવતી રવિસભામાં – નીલકંઠ વરણી ની બદ્રીનાથ સુધી ની યાત્રા ( ભાગ-૪) ની ડીવીડી મોટા સ્ક્રીન પર બતાવવા માં આવશે…….અને અમેરિકા ના બાળકો દ્વારા કીર્તન આરાધના થયેલી જેની સીડી નું ઉદ્ઘાટન થયું…..!

તો આજની સભા એ ગુરુ ના મહિમા પર હતી કે જેણે આપણો હાથ પકડ્યો છે……અને આપણ ને શ્રીજી ના સ્વરૂપ ની યથાર્થ ઓળખાણ કરાવી એમનામાં જોડશે…..આપણું આત્યંતિક કલ્યાણ કરશે….! અને એ માટે તો આપણા અનંત જન્મ કુરબાન થાય તો એ ઓછા છે…..બસ એ માટે આપણે હરપળ એમની અનુવૃતી પ્રમાણે જીવવા નું છે…એમના રાજીપા નો વિચાર હરપળ કરવા નો છે……..!~

જય સ્વામિનારાયણ………

રાજ

Advertisements


Leave a comment

સૌરાષ્ટ્ર પંચતીર્થી યાત્રા

જીવન એ સતત ચાલતા રહેવા નું…વહેતા રહેવાનું  નામ છે………..હૃદય ની જેમ…સમય ની જેમ……કારણ કે જીવન એ સમય ના પટ પર અંકિત એક અલ્પવિરામ જ છે……..! માટે જ જીવન કેટલું લાંબુ હોય તેના કરતા “કેવું” હોય તે વધારે મહત્વ નું છે…..અંતે તો કષાય નિર્માણ જ જીવ સાથે જડાઈ રહે છે….એક જન્મ થી બીજા જન્મ માં….સાથે જ રહે છે. માટે જ જગત ના ધણી એ પોતાના અમૃત વચનો ( ગઢડા પ્રથમ -૩ ) માં કહ્યું છે કે- ભગવાન ના લીલા ચરિત્રો..કાર્યો…મહિમા સંભારી રાખવા જેથી જીવ આ દેહ છોડે ત્યારે એ સ્મૃતિ-એ ચરિત્રો ને આધારે પણ પોતાની અધ્યાત્મિક યાત્રા સાથે જન્માંતરે પણ જોડાયેલો રહે…….અને કોઈક જન્મે એ અલ્પવિરામ…પૂર્ણવિરામ ને પામે…!!! એટલા માટે જ મનુષ્ય જીવન માં અધ્યાત્મિક યાત્રા ઓ નું અનેરું મહત્વ છે……

માટે જ- અમારા વાડજ મંડળે નક્કી કર્યું કે- શ્રીજી ના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા ઐતિહાસિક – પ્રસાદી સ્થાનો ની પ્રત્યક્ષતા નો અનુભવ કરવો….મહિમા નો સાક્ષાત્કાર કરવો…..સ્મૃતિ માં જડી દેવા…….જેથી જીવ તેની સાથે સદાયે જોડાઈ રહે……! તો શરૂઆત કરી..સૌથી અઘરા ગણાતા -સૌરાષ્ટ્ર પંચતીર્થી યાત્રા થી…..પંચ તીર્થી એટલે કે- પાંચ તીર્થ ની યાત્રા……! સૌરાષ્ટ્ર માં આ પંચતીર્થી ની શરૂઆત- જુનાગઢથી થઇ…….લોએજ….પંચાળા….પીપલાણા….કાલવાણી( જેને ઘણા પંચતીર્થી નો ભાગ નથી ગણતા) ..જેતપુર સુધી લંબાય છે. જુનાગઢ એટલા માટે કે – મોટું શહેર…..કે જ્યાં સાક્ષાત અક્ષરબ્રહ્મ -કે જેના થકી પુરુષોત્તમ ઓળખાય છે- તેણે ૪૦-૪૦ વર્ષ સુધી સર્વોપરી અક્ષર વાતો કરી….સત્સંગ ની સર્વોપરી સેવા કરી છે…..તેનું સ્થાન છે…..અને અક્ષર ને જાણ્યા સિવાય તો પુરુષોત્તમ  ને પમાય જ કઈ રીતે??? તો- શરૂઆત જુનાગઢ થી જ થાય..!

અને પંચતીર્થી એક-બે કે એનાથી વધુ દિવસ માં – તમારી સમય ની અનુકુળતા અનુસાર થઇ શકે…..લગભગ ૭૦ કિલોમીટર ની ત્રિજ્યા માં સર્વે મહાતીર્થ સ્થાન….સાથે સાથે એની સાથે જોડાયેલા અનેક ઐતિહાસિક પ્રસાદી ના સ્થાન- જેવા કે..માંગરોળ….માણાવદર…ફનેની….અગત્રાઈ …..વંથલી…..જેવા સ્થાન પણ દર્શન યાત્રા માં લઇ શકાય…! પણ શરત એ કે- સર્વ પ્રથમ- આ સ્થળો નો મહિમા….ઊંડાણ થી સમજી લેવો…..એના વગર આ બધી યાત્રા -એક પીકનીક જેવી જ લાગશે…..એમાં “યાત્રા પણું” નહિ આવે…કલ્યાણ કારક નહિ થાય..! તો જોઈએ….મારા અનુભવ ટૂંક માં…….આ પંચતીર્થી વિષે….

19511607_10213424156140608_5878629435853901558_n

 • અમારી યાત્રા બે દિવસ ની હતી…..શનિવારે રાત્રે મોડા નીકળ્યા…..અને સવાર ના મંગળા-શણગાર આરતી ના દર્શન અક્ષર સ્થાન- ગોંડલ માં કર્યા……ત્યાંથી ઉકાળા પાણી કરી…..જુનાગઢ માટે રવાના થયા……અમદાવાદ થી જુનાગઢ લગભગ ૩૩૦ કિલોમીટર જેટલું દુર છે…..આથી હાઇવે પર ૬ થી ૭ કલાક ની ગણતરી રાખવી…..! જુનાગઢ જતા રસ્તા માં – ફણેણી તીર્થ સ્થાન ના દર્શન નો લાભ લીધો….ફણેણી માં – શ્રીજી ના ગુરુ રામાનંદ સ્વામી એ દેહ ત્યાગ કરેલો…..અને સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રાદુર્ભાવ અહી કરેલો…..સ્મૃતિ સ્થાન માં છત્રી…..સુંદર ગુરુકુળ સ્થાપિત છે.
 • ત્યાંથી અમારો સંઘ ગયો- જુનાગઢ જુના મંદિરે કે જ્યાં અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ ૪૦-૪૦ વર્ષ સુધી અખંડ – અક્ષર વાતો- શ્રીજી ના સર્વોપરી પણા ની વાતો ની ધૂણી ધખાવી હતી…….એના અદ્ભુત દર્શન- આરતી નો લાભ લીધો…..ત્યાં આગળ પ્રસાદી ના અઢળક સ્થાનો ના દર્શન નો લાભ લીધો…..અને પછી ગયા- આપણા બેપ્સ ના વિશાલ….ખુબ જ સુંદર મંદિર માં – જ્યાં દર્શન-અભિષેક-સંતો ના આશીર્વાદ-સલાહ-સુચન નો  અને ભોજન-આરામ નો લાભ લીધો…..ધોધમાર વરસાદે પણ સખત ઉકળાટ ને શાંત કર્યો……
 • ત્યાંથી બે વિકલ્પ તમારી પાસે છે……૧) રાતવાસો આપણા મંદિર માં કરી- બે દિવસ માં બધા પંચ તીર્થ નો લાભ લઇ શકાય…. ૨) રાતવાસો લોએજ અથવા પંચાળા કે અન્ય જુના મંદિર માં થઇ શકે……
 • અમે બીજા વિકલ્પ નો લાભ લીધો કારણ કે – સમય નો અભાવ હતો અને પ્રસાદી ના સ્થાનો નો મહિમા ઊંડાણ પૂર્વક માણવો હતો…….આથી લોએજ રોકાણ નું નક્કી કરી લગભગ ૪ વાગ્યે અમે નીકળ્યા…..વરસાદ બહુ હતો આથી રસ્તામાં બસ માં બેઠે બેઠે જ વંથલી….અગત્રાઈ ના દર્શન કર્યા…માંગરોળ ગયા……અત્યંત પ્રસાદી નું સ્થાન…..તેમાં શ્રીજી એ ત્રણ નંદ સંતો- પ્રેમાનંદ, આનંદાનંદ અને અદ્રેતાનંદ સ્વામી ને દીક્ષા આપી હતી……ગંગાજળિયા વાવ….પ્રસાદી ની આંબલી ના દર્શન કર્યા…..સમય હતો તેથી માંગરોળ બીચ પર ગયા….પ્રમાણ માં ચોખ્ખો સમુદ્ર તટ…..જહાજ બાંધવા ના ઉદ્યોગ ના દર્શન કર્યા….ખુબ જ મજા આવી……
 • ત્યાંથી મહા તીર્થ સ્થાન લોએજ ગયા કે જ્યાં શ્રીજી ….નીલકંઠ વેશે અહિયાં રામાનંદ સ્વામી ના આશ્રમ માં પોતાના વિચરણ નો અંત કરી બિરાજ્યા હતા…..મુક્તાનંદ સ્વામી ને પુછેલા પ્રશ્ન…રામાનંદ ની રાહ જોઈ ત્યાં આગળ વરણી એ કરેલા ચરિત્ર -તપ- ધર્મ માં રહેલા છિદ્ર ની પુરણી- સમાધિ નો અનુભવ…..વગેરે અઢળક સ્થાન ના દર્શન અહી થાય છે. હજુ પણ લોએજ કદાચ એ જ સ્થિતિ માં છે……નાનકડું ગામ…..એ જ ઘટાદાર વડ…..સ્મૃતિ મંદિર( અદ્ભુત છે…..સમગ્ર નીલકંઠ વિચરણ ના દર્શન મૂર્તિ ઓ દ્વારા થાય છે…..) ..એની અંદર મુક્તિ વાવ ના દર્શન……એની સામે પ્રસાદી નું મંદિર કે જે- એ રામાનંદ સ્વામી ના આશ્રમ પર જ બન્યું છે……પ્રસાદી નો ગોખલો…..ખાંડણીયો……વગેરે ના દર્શન થયા……..! ધન્ય ધન્ય થઇ ગયા…….મૂર્તિઓ અદ્ભુત છે…….અને મહિમા ની તો શી વાત કરવી…??? રાત્રી રોકાણ અહી જ હતું આથી અમને સમય અઢળક મળ્યો…..!
 • સવારે આરતી નો લાભ લઇ અમે પુનઃ તીર્થ યાત્રા એ નીકળ્યા……સૌપ્રથમ કાલવાણી ( કે જ્યાં એક જ રાત માં શ્રીજી એ ૫૦૦ પરમહંસો ને દીક્ષા આપી હતી…..) ગયા ત્યાં આગળ જ સ્વામિનારાયણ સંપ્રદાય ની પ્રસિદ્ધ આરતી “જય સદ્ગુરુ સ્વામી..” ની રચના મુક્તાનંદ સ્વામી એ કરી હતી…તેના દર્શન કર્યા..આરતી કરી…..પછી પંચાળા ગયા – અદ્ભુત મંદિર…..દરબાર ઝીણાભાઈ નો ત્યાગ…મહિમા ના દર્શન કર્યા…..એમનો દરબાર હજુ યથાવત છે……પછી શ્રીજી જ્યાં અનેક રૂપ ધારણ કરી રાસ રમ્યા હતા તે સ્થાને ગયા…..ત્યાં જ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના ભાલ પર તિલક-ચાંદલો કરી- સ્વામિનારાયણ સંપ્રદાય ના આગવા તિલક ચિહ્ન ની શરૂઆત કરી હતી…..ત્યાં જ શ્રીજી રંગોત્સવ રમ્યા હતા….
 • ત્યાંથી પીપલાણા ગયા….લગભગ ૫૦ કિમી દુર હશે…..રસ્તો થોડોક ભંગાર છે…પણ પીપલાણા પહોંચો એટલે વિશાલ-નવીન મંદિર ના દર્શન કરી છક થઇ જાવ..! મંદિર-મૂર્તિઓ અદ્ભુત છે………અહી જ ગુરુ રામાનંદ સ્વામી અને શ્રીજી નું પ્રથમ મિલન- દીક્ષા થયા હતા…તે સ્થાન અત્યારે નવું બની રહ્યા છે……સાથે સાથે એ સમય ના હરિભક્ત નરસિંહ મેહતા ના પવિત્ર ઘર ના દર્શન કર્યા.
 • ત્યાંથી નીકળી સાંજે જેતપુર પહોંચ્યા…મોટા વાહનો જેતપુર શહેર ની સાંકડી ગલીઓ ને લીધે છેક મંદિર સુધી જી શકતા નથી…થોડુક ચાલવું પડે……પણ ત્યાં આગળ શ્રીજી ને ગુરુ રામાનંદ સ્વામી એ પોતાના સ્થાને- ગુરુપદે સ્થાપિત કર્યા હતા…અને શ્રીજી એ ધર્મધુરા સંભાળી હતી…પેલા બે -જગ પ્રખ્યાત વરદાન માંગી- પોતાના શરણાગતો ને અભય વર આપ્યું હતું…….! અદ્ભુત મંદિર……

20170626_184900

 • અહી આરતી નો લાભ લીધો અને ત્યારબાદ અમદાવાદ આવવા રવાના થયા……

તો- અમારી યાત્રા અદ્ભુત હતી………..સર્વ સ્વામિનારાયણ સત્સંગીઓ એ અચૂક કરવી જ જોઈએ……..તો શું ધ્યાન માં રાખવું…….મારું સુચન….

 • સમય પુરતો લેવો….જેથી દર્શન માં ભાગમ્ભાગી ન થાય……..આયોજન ખંત થી કરવું…અનુભવી સંતો ની સલાહ લઇ..સ્થળ દર્શન નો ક્રમ ગોઠવવો…….જેથી પુરતો લાભ મળે…..અને જે તે મંદિર માં રોકાવા ના હો…જમવાનું હોય..ત્યાં અગાઉ થી ફોન કરી જણાવી દેવું…..
 • ઢગલાબંધ નાસ્તો- પાણી બોટલ-ઉતારા નો સામાન  લઇ લેવા ……વાહન આરામદાયક..એસી હોય તેનું વિશેષ ધ્યાન રાખવું……અને GPS નો..જાણકાર ડ્રાઈવર નો સહારો લેવો……રસ્તો કોઈ ને પૂછવા માં શરમ ન અનુભવવી……પૂછતાં નર સદા સુખી…..!
 • અને હા…..સૌથી અગત્ય ની વાત ફરીથી………જે સ્થળ ની યાત્રા કરવા ના હો…તેનો મહિમા ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી ને જ જવું…….તે વગર મજા નહિ આવે……! એક સારો કેમેરા..પાવર બેકઅપ પણ સાથે રાખવો…..
 • અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની- મૂળ અક્ષર તરીકે ની ઓળખાણ છેક શ્રીજી ના સમય થી હતી….જેના પુરાવા આ પ્રસાદી ના સ્થાનો એ…મંદિરો માં જોઈ શકો છો…….સારી વાત એ છે કે- જુના મંદિર વાળા હવે – ગુણાતીતાનંદ સ્વામી ને મૂળ અક્ષર તરીકે જાહેર માં સ્વીકારતા થયા છે…………!!!!

તો- ચાલો સૌને જય સ્વામિનારાયણ……

(ફોટા- અઢળક છે…મિત્રો માટે ફેસબુક પર છે)

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

 • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
 • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
 • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
 • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
 • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
 • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
 • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

 • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
 • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

 • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
 • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
 • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
 • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
 • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

ન્યુ દિલ્હી ડાયરીઝ-૨૦૧૬

હમમમ….તો લગભગ ૪ વર્ષ ના અંતરાલ બાદ હું ફરીથી દિલ્હી માં હતો….! જેમ જીવન અચાનક વળાંક લે છે તેમ  સમય પણ મંથર ગતિએ એમ જ વળી જાય છે……સ્નેહીઓ ના આગ્રહ ને લીધે મંદી ના માતમ વચ્ચે પણ દિલ્હી જવાનો પ્રોગ્રામ બન્યો…..અને  નિભાવ્યો….! કારણ સબળ હતું…અક્ષરધામ ના  દર્શન. ૧૦ વર્ષ પહેલા જયારે અક્ષરધામ નું ઉદ્ઘાટન થયું હતું ત્યારે હું ત્યાં ગયો હતો અને આ વખતે ત્યાં પુનઃ જવાનો મેળ પડ્યો…..! તો- જોઈએ અનુભવો કેવો રંગ પ્રગટાવે છે……..

akshardham_monument_with_sarovar-002

 • આવવા જવાનું ફ્લાઈટ માં હતું આથી સમય ની બરબાદી ન હતી……..હરિ માટે એના જીવન નું પ્રથમ હવાઈ ઉડ્ડયન હતું..આથી એ તો રોમાંચિત હતો અને એને જોઇને અમે બધા રોમાંચિત હતા…….
 • સિક્યોરીટી -તો જેમ વિચાર્યું હતું તેમ જ કડક હતી……છતાં અમદાવાદ નું એરપોર્ટ..રનવે…તેના છીંડા જોઈને લાગ્યું કે  તે કડકાઈ માત્ર ઉપરછલ્લી જ હતી…………ભગવાન જ આ દેશ ને ચલાવે છે -તે પુનઃ દ્રઢ થયું…..
 • દિલ્હી અને લગભગ તમામ એરપોર્ટસ પર આજકાલ પ્રીપૈડ ટેક્ષી મળે છે…..છતાં ઓલા-ઉબેર-મેરુ નો તમેં અનુભવ કરી શકો…….બુકિંગ કરાવ્યા પછી કેવી ટેક્ષી આવે  છે …..એ તો પછી ની વાત છે..!!! 🙂
 • અમે રાત્રે દિલ્હી પહોંચ્યા……પ્રદુષણ ની ગૂંગળાવતી ધુમ્ર સેરો ફેફસા માં ઘુસી ગઈ……. અને ત્યાંથી પ્રીપેડ ટેક્ષી માં -અક્ષરધામ પહોંચ્યા…………અક્ષરધામ પરિસર અને મુખ્ય સ્મારક મંદિર -રોશની માં ઝળહળતું હતું……સલામતી વ્યવસ્થા ખુબ જ મજબુત હતી…કડક હતી……પ્રસંગ ભગત ને લીધે ઉતારા સહજ મળી ગયા પણ..હજુ ઉતારા નું કામ ચાલે છે, આથી બધાને ત્યાં ઉતારા મળી જ જાય ..એ શક્ય નથી.
 • અને હા,,, અક્ષરધામ યમુના કિનારે છે આથી મચ્છર તો જાણે ધોધમાર વરસાદ વરસતો હોય તેમ ચારકોર વરસે છે…………મચ્છરો ના ઢગલે ઢગલા -સમગ્ર અક્ષરધામ ના વિસ્તાર માં….ખાસ કરીને સાંજે હોય છે……કોઈ મચ્છર છાપ અગરબત્તી…..લીક્વીડ…..સ્પ્રે…..જાણે કે કોઈ જ અસર નથી કરતા……….અહીના મચ્છરો -રીઢા રાજકારણી ઓ નું લોહી પી ને રીઢા થઇ ગયા છે……….આથી જો આવી ઋતુમાં અક્ષરધામ જવાનું વિચારતા હો તો- સાથે ઓડોમોસ….મચ્છરદાની…..લાંબી બોય ના કપડા…..બુટ -મોજા ….શક્ય હોય તો મોસ્કીટો રેપેલંટ મેટ….જેવું સાથે અચૂક લઇ જવું….!!!
 • અક્ષરધામ દર્શન માટે સવારે ૯ વાગ્યે પહોંચી જવું……મોબાઈલ, અન્ય પ્રતિબંધિત વસ્તુઓ હોટલ/ઉતારા/ગાડી માં મૂકી ને જ જવી…..ચાલુ દિવસે પણ અક્ષરધામ માં સહેજે ૨૦-૨૫ હજાર લોકો દર્શને આવે છે…….શની-રવિ તો આનાથી વધુ ભીડ હોય એ સ્વાભાવિક છે…….! ચાલવાનું ઘણું છે…આથી તૈયારી રાખવી…..
 • અક્ષરધામ- સદાયે અદ્ભુત..અદ્ભુત જ છે…..શરૂઆત જ દમદાર છે……શું જોવા મળશે ??? એ કહી ને તમારી જીજ્ઞાસા ઓછી નહિ કરું…….બસ તમે એકવાર અચૂક અહી દર્શન કરો………મુખ્ય સ્મારક માં શ્રીજી -એમના ગુણાતીત સંત ના દર્શન એ અવિસ્મરણીય લ્હાવો છે………શ્રીજી ની મૂર્તિ -મધ્ય ખંડ નું ગર્ભગૃહ..એની સજાવટ જોઇને તમે સાક્ષાત અક્ષરધામ પહોંચી ગયા હો…તેવો જ અનુભવ થાય……….જીવ બસ એક એમાં જ ચોંટી જાય….અને થાય કે  સમય-કાયમ માટે સ્થિર થઇ જાય………!!! શ્રી સીતા-રામ, શ્રી રાધા-કૃષ્ણ….પાર્વતી-શિવ..લક્ષ્મી-નારાયણ ની આરસપહાણ ની મૂર્તિઓ….એક જ પથ્થર માં થી કોતરેલી છે……અને એટલી બારીક કોતરણી છે કે તમારું મગજ કામ જ ન કરે………….!!!! મંદિર ની આધાર દીવાલો -ગજેન્દ્ર પીઠીકા પર હાથીઓ -પંચતંત્ર-અધ્યાત્મ ની વાર્તા ઓ ની જે કોતરણી થઇ છે………….તે તો તમે બસ દેખતા જ રહી જાઓ…!!!! આપણી કલ્પના માં પણ ન આવે કે આટલી કોતરણી….સમગ્ર અક્ષરધામ માત્ર પાંચ વર્ષ ના ટૂંકા ગાળા માં બન્યું છે…….!! આ જોઇને તો ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઇ જાય……..અને મારા ગુરુ…પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્યતા…..શ્રીજી નું પ્રગટ પ્રમાણ હોય તો જ આ શક્ય બને……! શત શત વંદન…ગુરુ હરિને…….શ્રીજી ને…!!!
 • પ્રદર્શની ૪  ભાગમાં છે….જે તમે બધી અથવા જે ગમે તે -એમ પસંદ કરી-સમયની અનુકુળતા પ્રમાણે ટીકીટ લઈને જોઈ શકો…….પણ મારી સલાહ છે……અક્ષરધામ ના દર્શન માટે એક આખો દિવસ કાઢવો…..અને બધી જ પ્રદર્શની જોવી….અનુભવવી……!!! નીલકંઠ યાત્રા -આઈમેક્ષ ફિલ્મ ની પ્રિન્ટ અતિશય વપરાશ થી થોડીક ઘસાઈ ગઈ છે…….પણ નૌકા વિહાર અદ્ભુત છે……અને સાંજનો( ૬-૩૦ વાગે પહોંચી જવું) લેસર-વોટર શો……અચૂક જોવો…!!! કેનોપનિષદ નો અદ્ભુત સંદેશ………એટલી અદભુત પધ્ધતિ થી ગુંથ્યો છે કે- તમે એમાં એકરૂપ થઇ જાવ…! પણ -અહિયાં પણ મચ્છરો નો ખુબ જ ત્રાસ છે……..શરીર ઢંકાય એવા કપડા પહેરી ને જવું…ઓડોમોસ સાથે રાખવી…..
 • .શો -બાદ અક્ષરધામ ના રાત્રી દર્શન સાથે ત્યાના ફોટોગ્રાફર દ્વારા ફોટો પણ પડાવી શકાય………૨૦ મિનીટ માં જ પ્રિન્ટ મળી જાય છે……અને કાયમનું સંભારણું થઇ જાય છે…
 • જમવા માટે- પ્રેમવતી ની અદ્ભુત સેવા છે……….ખુબ જ વ્યાજબી ભાવ- ક્વોલીટી ફૂડ- અને ઉત્તર ભારત ની વિવિધા ધરાવતું ફૂડ મળે છે…………અચૂક લાભ લેવો…..
 • અમે બે દિવસ રોકાયા અને અદ્ભુત દર્શન નો લાભ લીધો……વોટર શો -બે બે વાર જોયો………!!!!! પંજાબી નાસ્તા-આઈસ્ક્રીમ નો અઢળક લાભ લીધો………..
 • પાછા ફર્યા ……….પણ ખાલી હાથ અને ખાલી હૈયે ન આવ્યા…….શ્રીજી ના અદ્ભુત દર્શન……….સત્પુરુષ ના સર્વોપરી સંકલ્પ……ભક્તો-સ્વયમ સેવકો -સંતો ની રાત-દિવસ ની મહેનત ..અને ભારત માં જન્મ્યા હોવાનું ગૌરવ થાય ….તેવી સંસ્કૃતિ-સંસ્કાર ને હૃદય માં દ્રઢ કરી ને આવ્યા…………
 • અક્ષરધામ પરિસર ને છોડી ને બીજે ક્યાય ફરવા ન જવાયું……..મેટ્રો ની મુસાફરી -મારે રીના અને હરિ ને કરાવવી હતી………પણ હવે એ ફરી ક્યારેક…!!!
 • અમારા હરિ ને તો બસ ધમાલ કરવા જોઈએ…ને સમગ્ર અક્ષરધામ સંકુલ માં દોડાદોડી કરીને ફરી વળ્યો……….મુખ્ય મંદિર માં ભક્તરાજો ની મૂર્તિઓ માં જોબન પગી ને શોધી કાઢ્યા…..ઠેર ઠેર દંડવત -ધુન્ય કરી આવ્યો…..નારાયણ સરોવર વિષે તો એટલા પ્રશ્ન પૂછ્યા કે મારે જવાબ શોધવા કાઠા પડી ગયા…….!!! …..અજાણ્યા-દેશી-વિદેશી-અજાણી ભાષા ધરાવતા મુલાકાતીઓ સાથે પણ વાતચીત કરી આવ્યો………..!!! એરપોર્ટ પર તો વિમાન.” ઊંચું” કર્યું……….સીટ બેલ્ટ બાંધવા મુદ્દે રિસામણા લીધા ….અને માંડ માંડ અનેક “પ્રાર્થના” ઓ પછી હરિકૃષ્ણ મહારાજ માન્યા…….! જીદ કરીને આઈસ્ક્રીમ-ચોકલેટ્સ ના ભડાકા બોલાવી દીધા……….!!!

તો- મારી સલાહ -દિલ્હી જાઓ તો- બીજું કશું ન જુઓ તો ચાલે……પણ અક્ષરધામ ના દર્શન અચૂક કરવા……..પણ દર્શન ની સુચના ઓ ખાસ જોઈ લેવી……….!!! છેવટે – સત્પુરુષ ના સંકલ્પ…..શ્રીજી નો રાજીપો અહી જ છે……….અને એ જ અક્ષરધામ છે………..!!!


Leave a comment

BAPS રવિસભા- ૦૭/૧૨/૨૦૧૪

પૂર્વનાં પુણ્ય ફળ્યાં, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે,
સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખસ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા…૦
ઘરોઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોનાં દુઃખ સુખ આપે અપાર,
શ્રીજી હૈયાનો હાર તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાયે પાવન નરનાર,
આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, મીઠે સ્વરે મોર ટહુક્યા રે…..૦
સ્વામી જગનો આધાર, તું છો ગુણનો ભંડાર, શ્રીજી આજ્ઞા અનુસાર સદા તું તો રહેનાર,
તારી આંખમાં જોનાર, જીભા માંહી બોલનાર, તારા અંગોઅંગે હો રહ્યો વ્યાપી કિરતાર,
ભક્તિના ભાવ ભર્યા, ધર્મના સાજ ધર્યા, શ્રીજીના એંધાણાં જડ્યાં રે…..૦

————————————————–

પુ.જ્ઞાનેશ્વર દાસ સ્વામી

આજે ૭ મી ડીસેમ્બર…આજ ના જ દિવસે ઈસ્વીસન ૧૯૨૧ માં ચાણસદ મુકામે….આપણા ગુરુ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નો શાંતિલાલ તરીકે જન્મ થયો હતો…આથી ઈસ્વીસન ની આ તારીખ આ અદ્યાત્મ ના આ ઈતિહાસ માં સદાયે ઝળહળતી રહેશે….અને એટલે જ આજની સમગ્ર સભા આ મહાપુરુષ ના જન્મ જયંતી ની સભા હતી…..વિશેષ સભા હતી.

આથી આજે મંદિરે- હરિભક્તો નો વિશેષ ધસારો હતો અને હું સમયસર સભામાં પહોંચી ગયો……સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન……… હમેંશા ની જેમ હૃદય ના ઊંડાણ થી કરવામાં આવ્યા……તમે પણ કરો…

10678838_338544576333721_713666376555326730_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુમધુર કંઠે ધુન્ય ગવાતી હતી….” જય જય અક્ષર પતી પુરુષોત્તમ ..જય જય સ્વામી સહજાનંદ” ..અદ્ભુત હતી..ત્યારબાદ – પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ ” વ્હાલમ વધામણા હો…આજ સ્વામી ને  હર્ષે વધાવીએ” રજુ થયું….અને સમગ્ર સભા જાણે કે આ વધામણી ની સહભાગી થઇ ગઈ…..! સત્પુરુષ ના ગુણલા ગવાય એટલા ઓછા છે.

ત્યારબાદ- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન થયું અને એ પછી પુ.યોગીપુરુષ સ્વામી દ્વારા – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહાન સંતો પૈકી અમુક સંતો નો પરિચય આપવામાં આવ્યો…….જોઈએ એ સંતો કોણ હતા…..

 • પુ.સનાતનદાસ સ્વામી- લખા ભગત તરીકે ઓળખાતા અને શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ છોડી ને નીકળ્યા અને પછી થી લગભગ ૨૭ જેટલા સાધુઓ એમની સાથે જોડાયા હતા..એમાંના એક સાધુ- સનાતન સ્વામી પણ હતા…..યોગીબાપા ની જેમ સનાતન સ્વામી ને પણ સર્પ કરડ્યો હતો અને એનું ઝેર- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી ઉતરી ગયું હતું…..પોતાનો અંતિમ સમય અટલાદરા મંદિર ની સેવા માં વિતાવ્યો હતો.
 • પુ.નીલકંઠ દાસ સ્વામી- મૂળ ભાયલી ગામ ના અને પૂર્વાશ્રમ નું નામ- જીવાભાઈ…અત્યંત નિષ્ઠાવાન ભક્ત હતા અને આર્થિક રીતે..સ્વભાવે ખુબ જ નબળા….પણ શાસ્ત્રીજી મહારાજે એમને સાચવ્યા અને ” સુણો ચતુર સુજાણ” વાળો અદ્ભુત પ્રસંગ..એમની અનન્ય નિષ્ઠા ના દર્શન કરાવે છે…..પુરુષોત્તમ પુરા અને શ્રીજીપુરા ની જમીનો ની કાર્યવાહી-સંભાળ આ સાધુ કરતા….
 • પુ.ઘનશ્યામ દાસ સ્વામી- મૂળ ખાત્રજ ના અને ચતુરભાઈ નામ હતું….પત્ની અને પુત્ર ધામ માં જતા..શાસ્ત્રીજી મહારાજે, એમની વિનંતી થી એમને સાધુ ની દીક્ષા આપી….પ્રમુખ સ્વામી મહારાજ ને – ચાણસદ માં – શાસ્ત્રીજી મહારાજ નો ગૃહ ત્યાગ નો પત્ર આપવા જનાર સંતો માં – ઘનશ્યામ દાસ અને નાના અક્ષરદાસ સ્વામી હતા. મંદિર માં દાળ-ચોખા નો ખરડો લાવનાર સાધુઓ માં એમનું નામ શિરમોર હતું. અંતિમ સમય આણંદ માં ગુજાર્યો.

ખરેખર..આ સંતો ના જીવન ચરિત્ર સંભારી એ તો ખબર પડે કે- એમની નિષ્ઠા કેટલી દ્રઢ હતી…..એમનો સ્વાર્થ શું???દેહ ના અસહ્ય ભીડા..અપમાનો વચ્ચે પણ પોતાના ગુરુ..ઇષ્ટદેવ અને સિધ્ધાંત પ્રત્યે દ્રઢ નિષ્ઠા હોવી…….એના થી મોટી વાત શું હોઈ શકે??? અદ્ભુત..!

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા વર્ણવતું પદ રજુ કર્યું….” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..”  અદ્ભુત હતું. પૂર્વ જન્મો ના પુણ્ય હોય  તો જ આવા પુરુષ આપણ ને સાક્ષાત મળે…..ગુરુ તરીકે મળે અને આપણ ને સ્વીકારે…!

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન સંતે -સ્વામીશ્રી ના જીવન ના વિવિધ પ્રસંગો ના વર્ણન દ્વારા સ્વામીશ્રી ના ગુણાતીત ગુણો નું વર્ણન કર્યું……એમણે કહ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ જેવા નિર્માની, દાસાનુદાસ, નિયમ-ધર્મ માં દ્રઢ, ભક્ત ના સુખે રાજી, સ્થિર, સ્થિતપ્રજ્ઞ, ભગવાન ના અખંડ ધારક  સંત દુર્લભ છે…….પ્રસંગો માં એમણે વલ્લભ વિદ્યાનગર ના અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ના અનેક રસપ્રદ પ્રસંગો વર્ણવ્યા…….જે સાંભળી ને સ્વામીશ્રી ના અદ્ભુત ગુણો નો પરિચય સભા ને થયો…..! આટલો બધો મહિમા હોવા છતાં તદ્દન નિર્માની..દાસાનુદાસ વર્તવું…….એ જાણે કે અશક્ય વાત ને – સ્વામીશ્રી સહજ સિદ્ધ કરી બતાવ્યું…..!

ખરેખર સત્પુરુષ ના પ્રસંગો…એમના ચરિત્રો સંભાળી રાખવા..એનું સતત મનન….વિચાર કરવો જોઈએ અને એમાંથી સાર સ્વરૂપે- સ્વામીના ગુણો નો વિચાર થવો જોઈએ……ઘણા હરિભક્તો- સ્વામીશ્રી એ કેટલી વાર છડી હલાવી….કેટલા ડંકા વગાડ્યા ..કેટલી વાર સ્મૃતિ મંદિર ગયા…કેટલી વાર લટકું કર્યું…કેટલી વાર હસ્યા….એવા ચરિત્રો ની માયા માં ખોવાઈ ને- સ્વામીશ્રી એ શું વાત કરી છે?? શું સમજવાનું છે અને વર્તવાનું છે??? સ્વામી શું કહેવા માંગે છે??  એ મૂળ વાત ભૂલી જાય છે અને ભટકી પડે છે…..! તો સર્વોપરી પુરુષ ની સર્વોપરી વાત સમજવી જોઈએ….પ્રસંગો- એ માત્ર પ્રસંગો નથી… પણ એક સંદેશ છે- એ જ્ઞાન થવું જોઈએ….

ત્યારબાદ- અમરાઈવાડી ના બે યુવાનો કે જેમણે  સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ૨૮૨ કલાક ( અર્થાત ૧૨ દિવસ) ના કઠીન તપ -વ્રત કર્યા હતા એમનું જાહેર માં સન્માન થયું….પરેશભાઈ અને રાજેશ ભાઈ રાઠોડ ને શત શત વંદન,…..!

ત્યારબાદ સભાને અંતે થયેલી જાહેરાતો માં….

 • આદર્શમુની સ્વામી રચિત સંવાદ ” સમસ્યા અનેક…..સમાધાન એક”  ની ડીવીડી પ્રગટ થઇ છે…
 • સંત વ્યાખ્યાન માળા- ૭ અને ૮ ( શ્રુતિપ્રકાશ સ્વામી અને બ્રહ્મ વિહારી સ્વામી ના પ્રવચન) ની એમપી થ્રી પ્રગટ થઇ છે….
 • આવતા રવિવારે-૧૪ મી ડીસેમ્બર અને એના પછી ના રવિવાર- ૨૧ મી ડીસેમ્બર ની સભાઓ વિશિષ્ટ સભાઓ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે થઇ રહેલી આ સભા ઓ- વિવિધ કીર્તનો, સંવાદો થી ભરપુર હશે……

અને સભાને અંતે પુ. સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના વિચરણ નો અદ્ભુત વિડીયો દર્શન થયા….

તો- આજની સભા- સત્પુરુષ ના મહિમા ની હતી..એમના જન્મજયંતી ને – મહિમા વર્ષા ના પ્રસંગ તરીકે ઉજવવા ની સભા હતી….

જય સ્વામિનારાયણ…….

રાજ


2 Comments

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા-૦૫/૦૫/૨૦૧૩

“જેને  ભગવાન ની મૂર્તિ અંતર માં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરી ને જે જે સ્થાનક ને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વ ને સંભારી રાખવા. તે શા સારું જે, કદાપી દેહ મુક્યા સમે ભગવાન ની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનક ને વિષે લીલા કરી હોય તે જો સાંભરી  આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાન ની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી  પદવી ને પામે અને તેનું ઘણું રૂડું થાય …..તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રત ના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી ,સાધુ સત્સંગી ને ભેળા કરીએ છીએ ….અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઇ આવે તો તેને ભગવાન ના ધામ ની પ્રાપ્તિ થાય………”

__________________________________________________

ભગવાન શ્રી સ્વામિનારાયણ – વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩

૧૦ માસ…અને ઉપર ૨૦ દિવસ ……પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ – અમદાવાદ, શાહીબાગ મંદિરે બિરાજી ને અમદાવાદ ના હરિભક્તો પર સતત….અનરાધાર વરસી રહ્યા. ” રે સ્વામી કરુણા અપરંપાર …………..” કીર્તન ના પદો અહિયાં સાક્ષાત થયા હતા અને આજે – સાંજે સ્વામીશ્રી- સારંગપુર સંત અધિવેશન પ્રસંગે રવાના થયા ત્યારે એમના દર્શન માટે જે ભક્તસમુદાય મંદિરે ઉમટ્યો હતો એ અભૂતપૂર્વ હતો…..મારી..બધાની અંતર ની ઈચ્છા હતી કે- સ્વામીશ્રી હવે કાયમ અમદાવાદ માં જ રહે અને આમ જ અનરાધાર વરસતા રહે…..પણ નીલકંઠ વરણી -“મિસ્ટિક ઇન્ડિયા” ચલચિત્ર માં ભક્તો ને કહે છે એમ…” અગર બાદલ એક જગહ રુક જાને લગે તો શેષ પૃથ્વી પ્યાસી રાહ જાયેગી” એમ ભગવાન અને મોટા પુરુષો- બધા હરિભક્તો ના કલ્યાણ માટે વિચરણ માં જ રહે છે….અને સૃષ્ટિ ના કલ્યાણ માટે એ જરૂરી પણ છે. આથી સ્વામીશ્રી -આજે શાહીબાગ મંદિરે થી વિદાય થયા ત્યારે થોડુક દુખ અને સાથે ખુશી પણ થઇ……અને બીજી વાત ની ખુશી એ વાત ની પણ થઇ કે સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય સારું છે- સુધર્યું છે- કે ડોક્ટર્સ ની ટીમે એમને સારંગપુર જવાની “છૂટ” આપી…….! જેવી હરિ ઈચ્છા ..જેવી ગુરુ ઈચ્છા ……

વૈશાખી વાયરા ચરમ સીમા એ છે….૪૩-૪૫ ડીગ્રી  સેલ્સિયસ વચ્ચે સમગ્ર ભારત શેકાઈ રહ્યું છે, અને હૃદય -મન ઈચ્છે છેકે જલ્દી થી શ્રાવણ આવે ને – જીવમાત્ર ને શાતા મળે….મંદિરે પહોંચ્યો અને હૃદય-આત્મા ની શાંતિ નો “ઔષધિ પ્રયોગ” પ્રથમ કરવામાં આવ્યો…….અર્થાત..મારા વ્હાલા ના દર્શન…….

આજ ના મનમોહક દર્શન.....

આજ ના મનમોહક દર્શન…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે એક આંખ -સભામાં હતી તો બીજી સભાગૃહ ની બહાર- પ્રમુખ સ્વામીના દર્શન માટે અનિમેષ હતી….સભાની શરૂઆત – સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય સાથે થઇ…અને ત્યારબાદ શરુ થયો- યુવકો અને સંતો ના સુરીલા અવાજ માં કીર્તન ગાન નો સિલસિલો……કયા કીર્તન રજુ થયા…..???..

 • પધારો ને સહજાનંદજી ………
 • મૂર્તિ મારી મનમાની…મોહન મૂર્તિ તારી મર્માળી……..
 • અંતર નિર્મળ થઇ જાય..સંતો ના સંગ માં……..- સત્ય વચન- સત્સંગ થી જીવ નું જે રૂડું થાય છે- એવું તો ક્યાંય થતું નથી…..નિત્ય સંત સમાગમ- જીવ ના મોક્ષ માટે જરૂરી છે.
 • મન વસિયો રે મારે મન વસિયો……સહજાનંદ મારે મન વસિયો……
 • એ તો પ્રગટ વિચરે છે સતસંગ માં રે…જોગી ને જોયા નારાયણ સ્વરૂપ માં……

સમગ્ર સભા જાણે કે એક અધ્યાત્મિક લય માં આવી ગઈ…….અને એ પછી સ્વામીશ્રી ના અમદાવાદ વિચરણ ના પ્રસંગો નું વિડીયો દર્શન થયું……..અદ્ભુત…અદ્ભુત………મોટા પુરુષો ની વાણી થી માંડી ને એક લટકું….પણ જીવ ને એમની સાથે જોડી રાખે છે…..આથી જ તો વચનામૃત ગઢડા પ્રથમ ૩- એ જ વાત કહે છે……ભગવાન અને મોટા પુરુષો ની લીલા-ચેષ્ટા  જીવન કાલ દરમ્યાન અને અંતકાળે -જીવ ને ભગવાન ની પ્રાપ્તિ કરાવે છે………આ નિત્ય સંભારણું જ અક્ષરધામ ની પ્રાપ્તિ માં સહાયક બને છે.

અને ત્યારબાદ તો સમગ્ર સભા જેની ઉત્કંઠા હતી…જેના માટે આ રુદયું પથરાઈ રહ્યું હતું….એ ઘડી આવી…પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની સભામાં પધરામણી થઇ અને જાણે કે સભા માં ઉત્સાહ નું-ભક્તિ નું એક મોજું ફરી વળ્યું……આગળ ની હરોળ ના લોકો તો નાચવા જ લાગ્યા……સ્વામીશ્રી પણ ઉત્સાહ માં હતા….અને અક્ષરવત્સલ સ્વામી એ – જયારે વાત કરી કે- સ્વામીશ્રી જલ્દી થી પુનઃ અમદાવાદ પધારજો…..તો બધા જાણે કે ઉભા જ થઇ ગયા…..બસ હવે તો ઇન્તેજારી છે કે- સ્વામીશ્રી ક્યારે પાછા અમદાવાદ આવે છે…….! સ્વામીશ્રી એ સભા ને દર્શન આપ્યા અને વિચરણ માં આગળ વધ્યા…….

રે સ્વામી કરુણા અપરંપાર....

રે સ્વામી કરુણા અપરંપાર….

સભાને અંતે- પુ.ઈશ્વરસ્વામી એ -બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના પ્રસંગો દ્વારા સમજાવ્યું કે- મોટા પુરુષો ના દર્શન-ચરિત્રો-પ્રસંગો સદાયે સંભાળી રાખવા….

બસ- આજ ની સભા- મોટા પુરુષ ના ચરિત્ર ની સભા હતી…..પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન ની સભા હતી…..જીવમાત્ર ના કલ્યાણ ની સભા હતી……

સાથે રહેજો……અધ્યાત્મ સફર ચાલુ જ રહેશે………

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-તા ૨૫/૦૩/૨૦૧૨

ઉનાળો અને ગરમી- બસ હવે તેજી માં છે. કારણ કે દેશ હવે પરિવર્તન ને માર્ગે છે તો ઋતુઓ કેમ બાકી રહી જાય?  પણ અમારી સફર ચાલુ જ છે, બ્રહ્મ માટેનું આ વિચરણ- અદભુત છે…..આથી રવિસભા માં હાજરી…..અત્યંત જરૂરી છે. આખા અઠવાડિયાના મેલ દુર કરવા – આ જરૂરી છે.તો ચાલો ફ્રેશ થઇ જાવ…..

આથી મંદિર પહોંચ્યા અને હમેંશ ની જેમ શ્રીજી ના દર્શન કર્યા…..

આજના દર્શન...

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા- આવનારા ષષ્ટિ પૂર્તિ અધિવેશન પ્રસંગે વિવિધ પ્રવચનો અને પ્રોગ્રામો થઇ રહ્યા હતા. ચાંદલોડિયા યુંવ્વક મંડળ દ્વારા નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન રજુ થયા…”આજ મેં તો દીઠા રે અલ્બેલા ને આવતા રે..”- કીર્તન ના પ્રવાહમાં જાણે કે એમ લાગ્યું કે- સ્વયમ શ્રીજી મહારાજ માણકી પર સવાર થઇ સંત-હરિજન સાથે આવી રહ્યા હોય…….કાશ એક ટાઈમ મશીન હોત..!!

ત્યારબાદ- રીતેશ અને જય નામના બે યુવકો ના અનુભવ રજુ  થયા. ૧૦૦ થી વધારે વચ્નામૃત, ૬૦૦ થી વાધારે સાખીઓ અને ૫૦૦ થી વધારે સ્વામી ની વાતો….આટલું બધું- એ લોકો મુખપાઠ કરવાના છે…..આટલું બધું યાદ રાખવું…એ સ્મૃતિ ની એક પરિસીમા છે…..ત્યારબાદ સંસ્થા સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વિધ્વ્વાન ડોક્ટર વ્રજલાલ પટેલે – મગજ અને મનુષ્ય – વિષે પાવરપોઈન્ટ સ્લાઈડ્સ દ્વારા સમજાવ્યું કે- મગજ કોઈ પણ વાત યાદ કઈ રીતે રાખે  છે. માત્ર દોઢ કિલો વજન- અને સો કરોડ ન્યુરોન્સ ધરાવતું મગજ- એક અદભુત રચના છે જે ભલભલા સુપર  કોમ્પુટર ને પણ પાછા પાડી દે……..! ડોક્ટર સાહેબે કહ્યું કે-મનુષ્ય મગજ ની મર્યાદાઓ કાલ્પનિક છે…..અને એની શક્તિઓ અનંત છે.. વચનામૃત માં મહારાજે કહ્યું છે એમ- ભગવાન સંબંધી પદાર્થો નું….સતત સ્મરણ..મનન….ચિંતન અને સંપર્ક….મનુષ્ય ને..જીવ ને ભગવાન સંબંધી વાર્તા કે વસ્તુઓમાં જોડી રાખે છે અને પરમ મોક્ષ ની પ્રાપ્તિ કરાવે છે.

ત્યારબાદ, સત્સંગ પર આધારિત ક્વીઝ થઇ. સહજાનંદ- અને નીલકંઠ- એમ બે ટીમ વચ્ચે થયેલી આ સ્પર્ધા, એના સવાલો જોઈને લાગ્યું કે- ભાગ લેન્નાર યુવકો ખરેખર સત્સંગ અને એના જ્ઞાન માં ખુબ આગળ છે. સત્સંગ નો માર્ગ ખુબ જ વિકટ છે  પણ જ્ઞાન એને સહજ બનાવે છે. “સમજણ સમજણ માં ઘણું સુખ છે…..હો જી…”નીલકંઠ ટીમ ની જીત થઇ…..પણ સાચી વાત તો એ છે કે બધા હરિભક્તો જીત્યા ……

ત્યારબાદ ,પુ. ઈશ્વરચરણ  સ્વામી એ- ૧૯૫૨ માં પુ.યોગીબાપા સ્વામી દ્વારા શરુ થયેલી આ યુવક પ્રવૃત્તિ વિષે-એના ઇતિહાસ અને ઘટનાઓ વિષે ઊંડાણપૂર્વક જણાવ્યું….યોગીબાપા દ્વારા આફ્રિકાના હરિભક્તોને -પત્ર દ્વારા – યુવક પ્રવૃત્તિ માં રસ લેવાની વાતો….યુવકો ને વિચરણમાં જ મુખપાઠ ના અધ્યાય શીખવાડવાની વાતો…અદભુત હતી. ૧૯૬૯ માં અટલાદરા ખાતે પ્રથમ અધિવેશન થયું….અને ૧૯૭૧ માં પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના માર્ગદર્શનમાં એ સંકલ્પ યાત્રા વિરાટ બની…..આજે આ પ્રવૃત્તિ ના પડઘા સમગ્ર દુનિયામાં સંભળાય છે…..સતત મુખપાઠ અને વચનામૃતનો અભ્યાસ – એ યુવકો ની દીવાદાંડી બની રહ્યો…અને આજે પણ જો માતાપિતા -ઇચ્છતા હોય કે એમના દીકરા સંસ્કારી પાકે- તો યુવક પ્રવૃત્તિ અને ભગવદ કાર્યો માં એમને જોડવા જોઈએ….!

અંતે- અમુક જાહેરાતો થઇ……

 • ૧/૪ અર્થાત  આવતા રવિવારે- રામનવમી અને શ્રીહરિ જયંતી ની ઉજવણી છે….શાહીબાગ મંદિરે ૭.૩૦ થી ૧૦.૩૦ રાત્રે વિશિષ્ટ સભાનું આયોજન છે…..સાથે આજ્ઞા પ્રમાણે ઉપવાસ પણ છે…..
 • ૨૯/૪ ના રોજ વિશ્વશાંતિ સ્વામીનારાયણ મહાયાગ છે…..સત્વરે નામ નોંધાવવા વિનંતી…
 • ૨૮/૩ થી રોજ સવારે- વિદ્વાન સંતો દ્વારા શ્રીહરિ ચરિત્ર પર વક્તવ્ય રજુ થશે…કથાવાર્તા નો લાભ લેવા વિનંતી…..
 • અખિલ ભારતીય(???) યુવક અધિવેશન જુન માસ માં થશે….સ્થળ અને તારીખ – નક્કી નથી….મંદિર નો સંપર્ક કરવા વિનંતી…..
 • અને યુવક તાલીમ કેન્દ્ર,સારંગપુર માં ૬ માસ ની તાલીમ લેવા ઇચ્છતા યુવકો એ શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…

હું આવતા રવિવારે ક્યાં છું? ખબર નથી- કારણ કે વિચરણ ચાલુ જ છે……જીવન પ્રવાહિત છે…..આથી બસ મારો હરિ જ્યાં લઇ જાય ત્યાં જવું…….

જય સ્વામીનારાયણ…

રાજ