Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 14/07/2019

साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि॥

——————

भागवत -९.४.६८

અર્થાત- એવાં ભક્તો સદાયે મારા હૃદય માં રહે છે…અને હુ એમનાં હૃદય માં રહુ છું…..મારા ભક્તો મારા થી વધું જાણતા નથી….હુ પણ એમને ક્યારેય વિસરતો નથી…..

આવા ભક્તો નું જો લિસ્ટ બને તો આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ સર્વ પ્રથમ આવે કારણ કે એમની પરા ભક્તિ નો જોટો આ જગ માં મળે એમ નથી….

મેઘરાજા અમદાવાદ થી જાણે કે રુઠી ગયા છે…..મિડ જુલાઈ માં ભર ઉનાળા જેવી કાળઝાળ ગરમી ….અસહ્ય છે…..! હશે …હરિ ની જેવી મરજી…..!! આપણે તો એક એની મરજી પ્રમાણે જ જીવવા નું……એ રાખે તેમ હસતે મુખે રહેવા નું….કારણ કે “દાસ નો દુશ્મન હરિ કોઈ દી’ હોય નહીં……”

તો ઘણા સમય બાદ, વિવિધ કારણોસર સભા નો લાભ ન્હોતો મળ્યો….તેનો ભાર ઓછો કરવા સમય પહેલાં સભા માં પહોંચી ગયો….. અને સર્વ પ્રથમ….હા… જીવન માં સદાયે સર્વ પ્રથમ શ્રીજી મહારાજ નાં ધામ અને મુકતો સાથે નાં મનમોહક દર્શન….!!

ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા એવી આ સભા ની શરૂઆત યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. સમગ્ર સભા એકતાર થઈ ગઇ…… ત્યારબાદ આજની સભા ને અનુરૂપ એક કીર્તન ” ગુરુદેવ નાં ચરણ માં કરી એ કરોડ વંદન….” રજુ થયુ….! આવા સમર્થ…સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુરુ હોય તેનાં ચરણ માં તો કરોડો વંદન કરીએ તો યે ઓછાં છે….!!! ત્યારબાદ એક યુવકે ભક્ત રાજ વનમાળીદાસ રચિત પદ” વંદન ગુરુજી….વંદન મહંતજી” રજુ કર્યું…..ગુરુની સેવા માં રહેવા મળે… એમનો રાજીપો મળે… એનાં થી મોટી વાત કઇ હોઇ શકે??? ગુરુ નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે….એમ શાસ્ત્રો કહે છે, એ સત્સંગ માં આવ્યાં પછી જીવ થી અનુભવાય છે…..

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી એ એમનાં પહાડી સુર માં ” ગુરુ મળ્યા ગુણ વાળા …જી મુને ..” રજુ કર્યું…ગુરુ નાં પગલે ચાલવા થી જ જીવન માં અખંડ અજવાળું પથરાય છે, તેં કાઈ નાની સૂની વાત નથી…..! અનંત જન્મો થી જીવ માં ઘૂસેલા જગત ને કેવળ ગુરુ કૃપા એ જ દુર કરી શકાય છે….!

ત્યારબાદ આવા સતપુરૂશ નાં મહિમા નું ગાન કરતો એક અદ્ભૂત વિડીયો….” ધીરે ધીરે મહંત સ્વામી….તમારો નેહડો લાગ્યો….” રજુ થયો….! અદ્ભૂત વિડીયો જોઇ હૃદય ભરાઈ ગયુ…..મારા ગુરુ….સાક્ષાત અક્ષર છતા કેવો દિવ્ય દાસ ભાવ….અતુલ્ય નિર્માનીપણું…..એક નાનાં માં નાનો હરિભક્ત હોય કે સાક્ષાત ઠાકોરજી…..સ્વામી સદાયે દાસ ભાવે જ વરત્યાં છે…!!!

એ પછી પુ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ સ્વામીશ્રી નાં પરા ભક્તિ નાં ગુણ વિશે વિશેષ માહીતી આપતાં કહ્યુ કે……સ્વામીશ્રી માટે હરિકૃષ્ણ મહારાજ જ સર્વસ્વ…!! એ મૂર્તિ નું અખંડ સુખ હરપળ લે છે….વિમાન માં ઠાકોરજી માટે AC નાં વેંટ ફેરવવા નાં હોય કે….તડકો રોકવા નો હોય….રાજકોટ જન્મ જયંતિ માં ઉદ્ઘાટન ની મીણબત્તી શ્રીજી ને ધરાવવા ની હોય….રોબિન્સ વિલે માં શ્રીજી ને ધરાયા પછી હાર સ્વીકારવા નો હોય……મંદીર માં વિપરીત પરિસ્થિતિ માં પણ દર્શન નો ઈશક…….સર્વે પ્રસંગો માં સ્વામીશ્રી ની પરા ભક્તિ કે જેમાં ” સદાયે પ્રથમ શ્રી હરિ” ભાવ નાં દર્શન થાય છે……! બધુ જ ભગવાન ની મરજી સમજી વર્તવું….બધુ જ ભગવાન અર્થે જ કરવું…..એ જ એમનાં જીવન નો સાર રહ્યો છે…….!

ત્યારબાદ પુ. પ્રેમવદન સ્વામી દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભૂત કીર્તન….” ગુરુ પરમેશ્વર રે….જે સેવે સાચે મને….” રજુ થયુ….! ગુરુ સાક્ષાત પરબ્રહ્મ …નું સ્વરુપ નજરું સમક્ષ છવાઈ ગયુ……સમગ્ર સભા આ મહિમા ગાન માં જોડાઇ ગઇ….!!

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી દ્રારા ગુરુ મહિમા પર અદ્ભૂત પ્રવચન થયુ….જોઈએ એનો સારાંશ માત્ર..

  • લૌકિક કાર્ય હોય કે પરલોક નું કાર્ય…ગુરુ વગર કશુ જ શકય નથી…..ભણવા જેવી એકમાત્ર વિદ્યા ..બ્રહ્મ વિદ્યા ભણવા ગુરુ અનિવાર્ય છે..
  • વેદ વ્યાસજી એ કહ્યુ કે ધ્યેયો નારાયણો હરિ: …આમ, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ અને ભગવાન વગર જ્ઞાન જ નથી…..ભાગવત કહે છે કે આવા સાચા સંત નાં હૃદય માં હુ એટ્લે કે ભગવાન રહે છે….
  • આવા મોટા પુરુષ નું જીવન પણ શાસ્ત્રો કહે છે એમ સ્વયં શાસ્ત્ર સમાન હોય છે…..
  • આવા ગુરુ મળ્યા તો છે, પણ આપણે એમનાં માટે શુ કરવા નું છે?? જે કરવા નું છે એ- નિર્દોષ બુદ્ધિ, એમની આજ્ઞા માં દૃઢતા, એમની પ્રત્યેક ક્રિયા માં દિવ્ય ભાવ…મન ધાર્યું મુકી ગુરુ મરજી માં વર્તવા નું….બુદ્ધિ નહીં વાપરવા ની…. યુક્તિ પ્રયુક્તિ નહીં કરવા ની….બિન શરતી શરણાગતિ……સંપ,સુંહ્રદ ભાવ,એકતા નો ભાવ…નિયમ ધર્મ માં દ્રઢતા રાખવી…
  • દરેક સતપુરૂશ ની રીત અલગ છે….પણ હેતુ એક જ…જીવ ને શુદ્ધ કરી કલ્યાણ કરવું….
  • બસ….આપણે બધુ જ આવા ગુરુ ને સમર્પિત કરી રાજી કરવા નાં છે…..છેક દાદા ખાચર થી લઇને આજે પણ ઘણા ભક્ત રાજ આવુ જીવન જીવી ગયા છે…..
  • જેટલું આપણુ પાત્ર એમનાં દ્રારા ઘડાશે….એટલું જ વધું બ્રહ્મ નું સુખ આવશે…..

અદ્ભૂત….અદ્ભૂત પ્રવચન…! આમ જ જો ગુરુ નો મહિમા સમજાય અને એમનાં માં યથાર્થ જોડાવાય તો ભયો ભયો……

સભા ને અંતે જાહેરાત થઈ કે – પૂનમ ને દિવસ ચંદ્ર ગ્રહણ છે….16 તારીખે બપોરે 4 વાગ્યે વેંધ બેસશે….રાત્રે 1.30 વાગ્યા થી સવારે 4.30 સુધી આ ગ્રહણ ચાલશે…..તો સંતો ની આજ્ઞા મુજબ આપેલી સુચના ઓ નું પાલન કરવું……

અંતે ગુરુ પૂજન માં મંત્ર પુષ્પાંજલિ નો પ્રોગ્રામ થયો…..

આજની સભા સતપુરૂશ ને ઓળખવા ની… એનો મહિમા સમજવા ની હતી…..જો એ ઓળખાશે તો હરિ ક્યાંય દુર નથી…..

સમજતા રહેજો……સત્સંગ સમજણ જ છે…

જય સ્વામિનારાયણ….. પ્રથમ શ્રી હરી ને …

રાજ


1 Comment

BAPS રવિસભા- ૨૬/૦૫/૨૦૧૯

સ્વામિનારાયણ હરે…..સ્વામીએ વાત કરી જે…

“….કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે…….

…… અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય…”

————————–

અક્ષર વાતો-૨/૫૫

સત્સંગ માં પ્રગતિ ની ઉપરોક્ત વાત સાથે બાહ્ય જગતમાં ગ્રીષ્મ નું જોર યથાવત છે……તો સત્સંગ પણ હંમેશની જેમ યથાવત….કેસર ભીનો છે…..! આજની સભા માં એ કેસરિયો રંગ ભક્તિ બની છવાયો હતો….

અને જેનાં રાજીપા અર્થે આ બધુ છે…તેં જગતના નાથ નાં તમે દર્શન જુઓ તો સમજાય કે….એ સાંવરા ગુમાની ની છટા શુ છે…?? સારંગપુર ૧ નાં વચનામૃત માં કહ્યુ છે…તેમ આજના શ્રીજી નાં નીમિષ માત્ર નાં દર્શન માં અનંત બ્રહ્માંડ નું સુખ સમાઈ જાય તેવું હતુ…!!!

સભા ની શરૂઆત વિશિષ્ટ યજમાન…પ્રસિધ્ધ વૈષ્ણવ ગાયક….શાસ્ત્રીય ગાયક એવા પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ જેવા વિદ્વાન ગાયક અને યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન થી થયુ…..

ત્યારબાદ પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ નાં અત્યંત કર્ણપ્રિય ..ઘૂંટેલા સ્વર માં…શાસ્ત્રીય સુંરાવલી સાથે..કબીર જી નું પદ.” સબસે ઉંચી પ્રેમ સગાઈ…” રજુ થયુ…..!! અદ્ભૂત…..અદ્ભૂત…!! સગાઈ તો એક હરિ ની જ સાચી…..કે જયાં જીવ હરિ નો જ થઈ જાય છે….!!!

ત્યારબાદ એમનાં જ સુરીલા કંઠે , બ્રહ્મ કવિ બ્રહ્માનંદ સ્વામી નું પ્રસિધ્ધ પદ…” રે શિર સાટે નટવર ને ભજીએ…” રજુ થયુ……! ખરેખર માથું તો એક હરિ માટે જ મુકવા જેવું છે….અને જેમણે આ કર્યું છે, તેં જ જીવન ને સાર્થક કરી ગયા છે….! ભક્તિ માર્ગ નું સાધન…સાધ્ય…અને માર્ગ આ જ છે…!

ત્યારબાદ તેમણે બિલવ મંગળ આચાર્ય રચિત પ્રસિધ્ધ સ્તોત્ર…” શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવેતિ…” રજુ કર્યો…..!! સરગમ ની સુંરાવલી માં શ્રીજી ને ગૂંથી ને જે અમૃત તૈયાર થાય છે…..તેનુ બ્રહ્મ સુખ આજે સૌને આ પદ દ્રારા મળ્યું….! હરપળ હરિ….સદાયે…!!

પંડિત શ્રી નીરજ ભાઈ પરીખ નાં પિતાશ્રી પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ, યોગીજી મહારાજ નાં અત્યંત કૃપા પાત્ર હતાં…..અને આ ભક્તિ વારસો આજે પ્રત્યક્ષ દેખાય છે……

ત્યારબાદ શ્રીજી નાં ચંદન નાં વાઘા નાં મનમોહક દર્શન નો વિડીયો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્રારા વચનામૃત અને સ્વામીની વાતો (૨/૫૫) પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ મળ્યો….જેનો સારાંશ માત્ર આપણે અહી જોઈશું….

  • કલ્યાણ નો માર્ગ શ્રીજી એ વચનામૃત માં આપ્યો છે…..ગુણાતીત સ્વામીએ પોતાની અક્ષર વાતો માં પણ એ જ કહ્યુ છે…..સ્વભાવ, દોષ…રોજબરોજ નાં સંસાર નાં પ્રશ્નો…મોક્ષ માર્ગ નાં સાધનો ઇત્યાદિ સર્વે ને શ્રીજી એ વચનામૃત માં કહી છે….
  • જીવન માં એકબીજા સાથે અનુકુળ થાતાં આવડે….એકબીજા ને વશ થઈએ…નમીએ તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય…….
  • વ્યક્તિ નાં સ્વભાવ ઓળખી રાખવા….અને તેને સ્વીકારી …અનુકુળ થાવું…એકબીજા નું સન્માન જાળવવું….કોઈનું ઘસાતું ન બોલવું….અવગુણો ન ગાવા….
  • દરેક ને એક હરિભક્ત ની દ્રષ્ટિ એ જુઓ….મહિમા સમજો…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
  • આપણે સામા વાળા નાં થશુ તો… એ આપણાં થઈ જશે……પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સૌના થઈ ને રહ્યાં છે…માટે જ જીવ માત્ર એમનાં થઈ ને રહ્યાં છે…..ગુણાતીત પુરુષો એ કોઇના અવગુણ જોયા જ નથી….
  • મહંત સ્વામી મહારાજ ને જુઓ…..સદાયે દાસ ભાવે વર્તે છે….સૌના ગુણ જ જુએ છે….સૌનો મહિમા જ ગાય છે…એ ભાવે જ જુએ છે….આપણે પણ એમ જ કરવા નું છે….!!

અદ્ભૂત….અદ્ભૂત….! આ જો જીવન માં થાય તો જરૂર કલ્યાણ થાય….!

( ઉપરોક્ત પ્રવચન નું મોબાઇલ રેકોર્ડિંગ નીચેની લિંક પર ઉપલબ્ધ છે……ગુણવત્તા ઓછીવધું હોઇ શકે છે)

https://drive.google.com/file/d/1-0Rf5NhEy52WQ5WtkIMunSvrNipV5H-n/view?usp=drivesdk

  • 27/5 સારંગપુર બાળ અધિવેશન છે…ઉતારાની…. સ્વામીશ્રી નાં દર્શન ની વ્યવસ્થા થાશે નહીં..
  • રાયસન વિદ્યામંદિર માં હાયર સેકન્ડરી માં એડ્મીસન માટે સંપર્ક કરવો….
  • આવતાં રવિવારે ભવ્ય કીર્તન આરાધના નું આયોજન છે….અચુક લાભ લેવો…

તો, આજની સભા અદ્ભૂત હતી……સંસાર હોય કે મોક્ષ ની વાત……જીવન કઈ રીતે જીવવું…એ આજની સભામાં થી શીખવા મળ્યું…..! એટલું આવડ્શે તો યે બ્રહ્મ માર્ગે આગળ વધાશે…એમા કોઈ શંકા નથી…!

અંતે સુરત માં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થી ઓ ની સ્મૃતિ માં સ્વામિનારાયણ ધૂન થઈ…….પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં આશ્વાસન…આશીર્વચન વિડીયો સંદેશ નો લાભ મળ્યો….સર્વે નાં સુખ શાંતિ માટે સ્વામીએ પ્રાર્થના કરી… સર્વે નું કલ્યાણ થાય….સર્વે ને શાંતિ મળે એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના…!!

સદાયે હરિ ને આગળ રાખો…..એ છે તો બધુ જ છે…એ જ સર્વસ્વ છે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-28/04/2019

આજકાલ ઉનાળો જરા વહેલો પાંગર્યો છે…..ગરમી 45 ડીગ્રી એ છલકાઈ રહી છે, અને અમદાવાદ પીગળી રહ્યુ છે…..છતા ત્રણ ત્રણ અઠવાડિયા બાદ રવિસભા ની શરૂઆત, આંખો ને ઠારી દે તેવી હતી….45 ડીગ્રી પણ હરિભક્તો નાં સત્સંગ માં ઓટ આણી શકી નથી….એ જ એ વાત નો પ્રત્યક્ષ પુરાવો છે કે સત્સંગ કેટલો પ્રભાવી છે….!!

સૌપ્રથમ ચિહ્ન ચિંતામણી નાં પદ ને પ્રસ્તુત કરતી….આંખો ને ઠારી દેતી…ધન્ય કરી દેતી શ્રીજી ની મનમોહક મૂર્તિ નાં દર્શન…..!! એક નીમિષ માત્ર નાં દર્શન થી કોટી પાપ બળી જાય એવી આ ક્ષણ હતી….!

સભાની શરૂઆત યુવકો દ્રારા ધૂન પ્રાર્થના થી થઈ….અદ્ભૂત માહોલ…!!! ત્યારબાદ એક યુવક દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ ” લાલા તોરી મોરી લગની લાગી રે….” રજુ કર્યું….અદ્ભૂત શબ્દ….!! લગની લગાડવી હોય તો એક શ્રીજી ની જ લગાડવી….તો ક્યારેય પસ્તાવું નહીં પડે…!! ત્યારબાદ એ જ યુવક જૈમિન વૈદ્ય દ્રારા…કૈક અલગ જ સુર માં પ્રેમાનંદ સ્વામી રચિત “સહજાનંદ સનેહી સુખ ધામ છે જો રે…” રજુ થયુ….સામાન્ય રીતે શાંત સ્વરે ગવાતા આ પદ ને આવા અલગ સુર માં સાંભળવું રસપ્રદ હતુ…! એક વિચાર આવે છે કે, પ્રેમાનંદ સ્વામી નાં આ પ્રેમ ભીના પદ , શ્રીજી પ્રત્યે કેટલા ભાવ થી રચાયા હશે…?? એક એક શબ્દે પ્રેમ ટપકે છે….હેત નાં દરિયા છલકાય છે….! ત્યારબાદ અન્ય એક યુવક દ્રારા ” પુર્વ નાં પુણ્ય ફ્ળયા…. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા….” રજુ થયુ…..શ્રીજી સદાયે પ્રગટ છે….એનાં એકાંતિક સંત થકી….! એ મહિમા ને જીવસ્થ કરીશું તો કલ્યાણ નાં માર્ગ માં લેશ માત્ર વિઘન નહીં આવે…! ત્યારબાદ સતપુરૂશ નાં મહિમા નું ગણ કરતું એવું જ એક પદ…” સાત સમંદર પાર…. સ્વામી તારો જગ માં જય જય કાર…” રજુ થયુ. …..! અદ્ભૂત…અદ્ભૂત….આજકાલ જુઓ..અબુ ધાબિ નું મંદીર હોય કે અમેરિકા નું અક્ષરધામ….!!

ત્યારબાદ પુ.ધર્મ તિલક સ્વામી એ ” આર્ષ દ્રષ્ટા પ્રમુખ સ્વામી મહારાજ” વિષય પર ટૂંક માં પ્રવચન કરતા કહ્યુ કે….મોટા પુરુષ જે સહજ વચન પણ બોલે એ સિદ્ધ થાય જ….! ગઢડા નું આરસ નું સુંદર મંદીર, એ શાસ્ત્રીજી મહારાજ નાં વચન નું પ્રગટ પ્રમાણ છે….એ જ રીતે યુકે,અમેરિકા નો સત્સંગ…દિલ્હી નું અક્ષરધામ… પણ ગુણાતીત વચન નો જ પ્રતાપ છે…! મોટા પુરુષ પૂર્વાપર નું જુએ છે….પણ આપણ ને વિશ્વાસ નથી આવતો…અનેક પ્રસંગો રજુ થયાં…જેનો ઉલ્લેખ આપણે અહી કરતા નથી…..અબુ ધાબિ નું મંદીર હાલ બની રહ્યુ છે, તેં પ્રમુખ સ્વામી નાં જ સંકલ્પ નો પ્રતાપ છે….

એ જ સંકલ્પ નો વિડીયો દર્શન નો લાભ સૌને મળ્યો…..ચાલો તેને નિહાળી એ નીચે ની લિંક દ્રારા….

અદ્ભૂત વિડીયો…..!! ગુણાતીત નાં ડંકા આજ બ્રહ્માંડ માં ગુંજે છે…….!!! …

ત્યારબાદ પુ.વિવેક મુનિ સ્વામી એ એમનાં બુલંદ સ્વર માં પ્રગટ સતપુરૂશ નાં સર્વોપરી મહિમા નું ગાન કરતું….મુનિ અખંડા નંદ રચિત પદ…” થઈ રહ્યો છે જય જયકાર રે….સ્વામી મળવા થી….” રજુ કર્યું….! ગુણાતીત મળ્યા પછી બાકી શુ રહે….??? પ્રાપ્તિ નો કેફ સદાયે રહેવો જ જોઈએ….

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…

  • 11/05 નાં રોજ અમદાવાદ શાહીબાગ મંદીર નો પાટોત્સવ ઉજવાશે…
  • 7/05 અખાત્રીજ થી ઠાકોરજી ને ચંદન નાં વાઘા ની સેવા શરુ થાશે….અચુક લાભ લેવો..
  • પુ. ડૉક્ટર સ્વામી એ આપણી નવી અક્ષર પુરુષોત્તમ આરતી નું નિત્ય…મહિમા સાથે ગાન કરવા ની આજ્ઞા કરી છે….
  • તિલક ચાંલ્લો કરવા માટે ગોપી ચંદન હવે પાવડર ફોર્મ માં મળી શકશે….

ત્યારબાદ સભા ને અંતે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી(જે હજુ બે દિવસ અમદાવાદ ને લાભ આપવા નાં છે અને પછી વિદેશ વિચરણ માં જાવા નાં છે) એ પોતાના આશીર્વચન નો લાભ આપતાં કહ્યુ કે…

  • માત્ર 5 વર્ષ નાં બાળક ધ્રુવ ને તેમની માતા એ ભગવાન નો મહિમા સમજાવી ભગવાન માં જોડ્યા…..આપણે મા બાપ તરીકે આવુ કરવા નું છે…બાળક ને સત્સંગ…સંસ્કાર આપવા નાં છે…
  • આપણે કોઈ સામાન્ય નથી….આપણે બધા ભગવાન નાં જ દિકરા…સંતાન છીએ…
  • જે દેહ નો કોઈ ભરોસો નથી…એનાં સુખ પાછળ બધા ફરે છે, પણ જીવ નાં સુખ ની કોઈ વાત કરતું નથી…..આપણે સાંખ્ય વિચાર થકી આ જ કરવા નું છે કે જીવ નાં સુખ નો વિચાર કરવા નો…!
  • ભગવાને આપેલા નિયમ ધર્મ માં દૃઢ રહેવું…..જગત નાં સુખ કરતાં ભગવાન નું સુખ અધિક છે….સંતો ભક્તો નો મહિમા સમજો….અને એમનાં ગુણ લો….જીવન માં ઉતારો….એમનાં જેવું જીવન કરો..

તો આજની સભા, સત્સંગનો….સતપુરૂશ નો….સ્વયં શ્રીજી નો મહિમા જાણવા ની…. ઉજવવા ની હતી….અને જો આ મહિમા જીવ માં દૃઢ હશે તો બ્રહ્મ પરબ્રહ્મ નું જ્ઞાન પણ સહજ થઈ જશે….મોક્ષ નો ધ્યેય…માર્ગ સુસ્પષ્ટ થાશે….અને એ પ્રમાણે જીવાશે…!

છેવટે, કરવા નું તો આ જ છે…..અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…… સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…!!

રાજ


1 Comment

આજકાલ- ૨૩/૦૪/૨૦૧૯

“એક વોટ….રાષ્ટ્ર નિર્માણ નો પાયો બની શકે છે”…..તો આજે ગુજરાતે અને દેશ નાં અમુક ભાગે- રાષ્ટ્ર નિર્માણ માટે દુનિયા ની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા માં પોતાનો અધિકાર અજમાવ્યો……ઘણા સમય થી કોઈ પોસ્ટ નહોતી કારણ કે – ચૂંટણી ને ધ્યાન માં લેતા, સલામતી કારણોસર રવિસભા છેલ્લાં ત્રણ અઠવાડિયા બંધ હતી……

તો આજકાલ શુ ચાલે છે જીવન માં ?? જોઈએ…

  • અત્યારે ચૂંટણી નો માહોલ છે….ટીવી ચાલુ કરો અને ન્યુઝ ચેનલ કરો એટલે ઘોંઘાટ થી ભરપૂર ડિબેટૉ , તમારા તન મન ને ધ્રુજવવા ચાલુ જ હોય…..લોકલ વિષયો…મફત ની લ્હાણી ઓ…ફાલતુ આરોપો વચ્ચે દેશ ની સર્વોપરિતા તો જાણે ચર્ચાતી જ નથી…. જે સમજુ છે, તેં સમજે છે કે છેલ્લાં 5 વર્ષ માં મોદી સરકારે દેશ માટે શુ કર્યું છે…!! એમનાં માટે તો કોઈ પ્રશ્ન જ નથી… પણ જે સગવડિયા છે…કેવળ ટૂંકી દ્રષ્ટિ થી પોતાનો જ વિચાર કરે છે…એને પપ્પુ ની વાતો ગોળ જેવી લાગશે જ….! આપણા માટે તો રાષ્ટ્ર જ સર્વોપરી…સર્વ પ્રથમ….માટે જ ડંકા ની ચોંટે…vote for modi…!!
  • આજે વોટિંગ હતુ….અને રિના સવારે સાડા ત્રણે ઉઠી તૈયાર થઈ ગઇ…એની ડયુટી હતી તો મારે પણ એની પાછળ ડયુટી હતી…. 😊 એને મુકી આવ્યો અને પછી રૂટીન કસરત…સ્નાન..પૂજા.. નાસ્તો કરી સૌથી પહેલો બુથ પર પહોંચી ગયો અને રાષ્ટ્ર નિર્માણ માં હોંશે હોંશે પોતાનો અધિકાર વાપર્યો…! સાંજે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને જય શાહ મળ્યા…. જીતુભાઇ એ મને કહ્યુ કે તમારા જેવા જાગૃત નાગરિકો અને કાર્યકરો ને લીધે જ અમે ઉજળા છીએ….!! સાચી વાત…..ભાજપ એ પાયા નાં કાર્યકર્તા ઓ થી બનેલો પક્ષ છે….અને એ દેખાય છે…..સવારે વોટિંગ પછી હુ અને હરિ “મોદી દાદા ” ને જોવા અમારી સોસાયટી પાછળ ગોઠવાઈ ગયા….અને લોકો નો ઉત્સાહ જુઓ તો સમજાય કે મોદી શુ ચીજ છે…!!! અદ્ભૂત…!! હરિ તો હજુ મોદી… મોદી ની બૂમો પાડે છે….!! બસ હવે 23 મી મે નાં રોજ મોદી સાહેબ પુનઃ પ્રધાનમંત્રી જાહેર થાય એટ્લે ભયો..ભયો….!
  • અબુ ધાબિ મંદીર- છેક 1997 માં બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી નાં સંકલ્પ પછી…. આજે પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ દ્રારા એ સંકલ્પ પુર્ણ થયો….! યવન દેશ માં… એ પણ ત્યાંના અન્ય ધર્મી શાસકો નાં ભરપૂર …અકલ્પનિય સહયોગ થી 7 શિખર નું અદ્ભૂત મંદીર, 2020 સુધી માં અબુ ધાબિ ની ધરતી પર શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને અવતારો….ભારતીય સંસ્કૃતિ નાં વાવટા ફરકાવશે…!! આમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મોટો ફાળો રહ્યો છે….પણ પાયા માં તો મોટા પુરુષ નો …સ્વયં શ્રીજી નો બળિયો સંકલ્પ રહેલો છે….!! હજુ તો તમે જુઓ…….આ સંકલ્પ શુ કરે છે….!!
  • વેકેશન- જેનાં ઘરે તોફાની બાળકો હોય, તેને તો જરુર પ્રશ્ન થાશે કે….આ વેકેશનની સિસ્ટમ બનાવી કોણે…???😢😢 અમારો હરિ તો હાલતૂ ચાલતું વાવાઝોડું જ છે…..પરીક્ષા એ જેમતેમ આપી….જાણે કે ટીચર ની પોતાની પરીક્ષા ન હોય….!! વેકેશન પડયું ને અમારુ ઘર જાણે કે યુદ્ધ નું મેદાન હોય…તેવા હાલ હવાલ થઈ ગયા છે…..અમારી નીંદ( બપોરની…. 😊😊)ચેન ..ગુમ થઈ ગયા છે….ઘર ગોડાઉન થઈ ગયું છે…..!! ઘણીવાર થાય કે ચાલો મોદી ની સાથે ચૂંટણી પ્રચાર માં નીકળી જઇએ….કમસેકમ જે થોડો ઘણો આરામ મળ્યો તેં સાચો…!! હાહાહા…..!! હવે આ સ્થિતી જૂન સુધી ચાલશે…ત્યાં સુધી હરિ અનંતા… હરિ કથા અનંતા….!!! હા.. પણ હરિ નાં આ ચરિત્ર વચ્ચે એક ઠંડક પમાડે એવી વસ્તુ એ થઈ કે…શિશુ અધિવેશન માં , ભાઈ ને જીવન નો પ્રથમ શિર પાવ મળ્યો……!!

તો બસ….ગરમી અને ઠંડક વચ્ચે…..કેરી નાં આગમન ની રાહ જોતાં…..મોદી સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય તેની નિરંતર પ્રાર્થના કરતા કરતા સમય ને કાપી રહ્યાં છીએ…….( કે સમય અમને કાપી રહ્યો છે???) …ગઇ સાલ તો શિમલા મનાલી જઇ આવ્યાં હતાં…..આ વખતે જોઈએ આ સંઘ ક્યાં પહોંચે છે?? હરિ ઇચ્છા…!

તો ચાલો પુનઃ મળશું…….!

રાજ


2 Comments

BAPS રવિસભા-૧૭/૦૩/૨૦૧૯

વચનામૃત સર્વ શાસ્ત્રો નો સાર છે….જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન , વચનામૃત માં થી મળે છે…


બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ

જીવે જો બ્રહ્મરૂપ થાવું હશે તો, પોતાના સ્વભાવ દોષ…માયા નાં ગહન પડ ટાળ્યાં સિવાય છૂટકો જ નથી…. અને એ માટે સ્વયં શ્રીજી નાં અમૃત વચનો સિવાય બીજો કોઈ મોટુ સાધન જ નથી…. માટે જ વચનામૃત નો નિત્ય અભ્યાસ, જીવ ને મોક્ષ માટે અનિવાર્ય છે….આજની સભા વચનામૃત નાં મહિમા પર જ હતી…

તો છેવટે ઉનાળા નાં પગરવ થઈ ગયા છે….અને આ વખતે જેમ કડકડતી ઠંડી હતી તેમ ગરમી પણ આસમાન ને આંબશે…એમ અનુભવ અને વિદ્વાનો કહે છે….પણ એક વાત ચોક્કસ છે કે ભક્તિ માં ઓટ કદાપિ નહીં આવે….

તો આજની આમલકિ એકાદશી નાં, શ્રીજી નાં મનમોહક દર્શન……ઘનશ્યામ મહારાજ તો “બને આજ લાલ…લાલ….” પદ ને ચરિતાર્થ કરી રહ્યાં હતાં…

સભા ની શરૂઆત યુવક મિત્રો નાં સ્વરે ધૂન પ્રાર્થના થી થઈ……..જીવ સ્થિર થઈ ગયો….એક યુવકે મુકતાનંદ સ્વામી રચિત…”સંત જન સોહી સદા મોહે ભાવે..” રજુ કર્યું….અદ્ભૂત રાગ..!! અન્ય એક યુવક દ્રારા ” આજ એકાદશી માવ મળ્યા …” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન, આજની એકાદશી ની પ્રાપ્તિ નાં મહિમા વિશે રજુ કર્યું….ત્યારબાદ પુ.વિવેક મુનિ સ્વામી એ , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો મહિમા ગાતું પદ…” સ્વામી શ્રીજી નું એ ગાન… સિંહ ગર્જના સમાન…” રજુ કર્યું…અદ્ભૂત પદ…! હાથ માં માથું રાખી ને જ આ સર્વોપરી સિદ્ધાંત ગવાય…એવું આ સર્વોપરી કાર્ય આપણાં ગુણાતીત ગુરુઓ એ કર્યું છે…કરી રહ્યાં છે…!!

ત્યારબાદ સ્વામીશ્રી નાં સેલવાસ ખાતે નાં 4-5 માર્ચ, નાં રોજ નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો અદ્ભૂત લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર જોઇ શકાશે…

ત્યારબાદ પુ. પ્રિય સ્વરુપ સ્વામી દ્રારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વડે ક્હેવાયેલ વચનામૃત નાં મહિમા વિશે વાત કરી….જોઈએ સારાંશ

  • બાપા કહેતાં કે વચનામૃત માં બધુ જ આવી ગયુ….સર્વ શાસ્ત્રો નો સાર… જીવન નાં પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન એમા છે…એનું જ્ઞાન થાય તો બાકી નાં બધા શાસ્ત્રો નું જ્ઞાન સહજ માં થઈ જાય
  • વચનામૃત સિવાય બીજે માલ મનાય એ જ મોહ……એનાં નિત્ય અભ્યાસ થી એ ધીરે ધીરે સમજાશે….હિમત ન હારવી….

ત્યારબાદ યુવકો દ્રારા વચનામૃત નાં મહિમા વિશે એક પદ…પ્રેમાનંદ સ્વામી રચિત ” વ્હાલી લાગે વાલમ તારા મુખ ની વાણી રે….” રજુ થયુ…

એ પછી… પુ. યજ્ઞપ્રિય સ્વામી એ વચનામૃત મહિમા ની અદ્ભૂત વાતો કરી…. જેનો સારાંશ માત્ર અહી વર્ણવ્યો છે….

  • ગુણાતીત સ્વામી એ, સત્સંગ નું વાતો નો અભૂતપૂર્વ મહિમા કહ્યો છે….શ્રીજી ની એ જ આજ્ઞા હતી..તેમને પોતાને અડધી રાત્રે વાતો કર્યા નો ઉલ્લેખ વચનામૃત માં છે….શ્રીજી સ્વામી ની વાતો થી જીવ નાં દોષ ટળે છે..જીવ બ્રહ્મરૂપ કરે છે….
  • તમામ શાસ્ત્રો નો સાર… શ્રીજી એ એક વચનામૃત માં આપ્યો છે…..એ એમનાં અનુભવે સિદ્ધ કરેલો છે…માટે જ વચનામૃત સર્વોપરી છે
  • જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન અહી છે….જીવ કઈ રીતે બ્રહ્મરૂપ થઈ શકે…એનો માર્ગ..સાધન અહી સહજ રીતે શ્રીજી એ વર્ણવ્યા છે…
  • જીવન માં સવળૉ વિચાર કઈ રીતે રાખવો….અંતર માં કઈ રીતે શાંતિ રાખવી…સુખી કઈ રીતે થાવું…વિગેરે ..એ બધા નું સમાધાન વચનામૃત માં શ્રીજી એ કહ્યુ છે….
  • જીવ ને જગત નાં સુખ પાછળ ભટકવા ની વૃત્તિ…વચનામૃત નાં અભ્યાસ થી ટળે છે….તેં પોતાને ઓળખે છે…સતપુરૂશ…ભગવાન નાં સ્વરુપ ને…એમનાં મહિમા …સર્વ કર્તાહર્તા પણા ને સમજે છે…..અને પરમ પદ ને પામે છે…
  • તો ચાલો….વચનામૃત નો નિત્ય અભ્યાસ કરીએ ..જીવ માં શ્રીજી નું અમૃત દૃઢ કરીએ અને બ્રહ્મ પદ ને પામીએ….રોજ એક વચનામૃત નો અભ્યાસ અચુક કરીએ….”વચનામૃત સ્નેહી ને સથવારે” પ્રોજેક્ટ માં અચુક ભાગ લઇએ…

સભા ને અંતે જાહેરાત થઈ કે….

  • આવતાં રવિવારે …સવારે 9 થી 12 …વચનામૃત સ્નેહી ને સથવારે- પ્રોજેક્ટ થાશે…વધું માહીતી કાર્યકર પાસે થી મળશે…
  • સારંગપુર ફૂલદૌલ અંગે જાહેરાત થઈ..
  • Aarsh ..ગાંધીનગર , 23 માર્ચ નાં રોજ સાંજે 4 વાગે ..નેચરોપથી પર પ્રવચન થાશે..

તો આજની સભા નો સાર… વચનામૃત ને જીવ માં દૃઢ કરવા ની…એ મુજબ જીવી ને બ્રહ્મ પદ ને પામવા ની હતી…

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૩/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

“જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં જેવું અંગ બંધાય જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજુ થતુ નથી…….તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ; ….

શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે,

‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’

પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ-બુદ્ધિવાળો જાણવો.……..

બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે,

‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે

—————————-

વચનામૃત ગઢડા અંત્ય ૨

દેહ અને આત્મા ને અલગ સમજવા….જગત અને તેનાં પદાર્થ નાશવંત છે…એમ સમજીએ તો જ સત્સંગ જીવ પર ચઢે છે…..અને સત્સંગ માં આવી ને આ જ કરવા નું છે……આજની સભા આ જ વચનામૃત પર હતી….

વસંત પંચમી પછી હજુ પણ ઉનાળા નાં પગરવ સંભળાયા નથી…… શિયાળા અને ઉનાળા ની વચ્ચે કમોસમી માવઠા વચ્ચે ફસાયેલા અમદાવાદ માં આજની સભા અધ્યાત્મિક જોશ થી ભરપૂર હતી….

સર્વ પ્રથમ મારા વ્હાલા નાં દર્શન….અંતર નાં ઉમંગ સહીત….

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન ની રમઝટ થી થઈ….. અંતર નાં તાર એક હરિ માં સહેજે જોડાઇ ગયા….અને એ જ અંતર ના પુકાર સાથે એક યુવકે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી રચિત…’ હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી…” કીર્તન રજુ કર્યું….ત્યારબાદ એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત” રસિયા વર સુંદર શ્યામ હસી ને બોલાવો રે…” કીર્તન રજુ કર્યું….! અદ્ભૂત કીર્તન…..!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી નાં ઘૂંટાયેલ સ્વરે ” સાચે સાચું કહેશું રે…હરિ રાખે એમ રહેશું રે….”સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…..સતપુરૂશ નાં મહિમા થકી અંતર માં હરી ને પામવા ની ઝંખના જાણે કે શબ્દ સ્વરે સભા માં છવાઈ ગઇ….!!!

ત્યારબાદ પુ. સ્વામીશ્રી નાં સાંકરી ખાતે નાં તા-૨૫-૨૬ ફેબ્રુઆરી નાં રોજ નાં દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી આપણે જોઇ શકીશું…

અદ્ભૂત દર્શન……સાથીડા… મેરો નેહ નિભાવણા… બેકગ્રાઉન્ડ માં વાગતા પ્રેમ સખી નાં આ હૃદય ભીના કીર્તને ચક્ષુ નાં ખૂણા અશ્રુ ઓ થી ભરી દીધાં….!!!

આજે સભા માં , ખૂબ જ અનુભવી, વિદ્વાન, પ્રખર વક્તા અને સતત 40 વર્ષ સુધી બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપરું વિચરણ કર્યું છે…તેવા સદ. વિવેક સાગર સ્વામી હાજર હતાં …તેમણે ગ.અંત્ય ૨ વચનામૃત પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો માત્ર સારાંશ જ અહી જોશું..

  • બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ વચનામૃત નાં ભોમિયા હતાં….તેને સાક્ષાત જીવ્યા હતાં…એ સમયે એમણે સંતો ને સમગ્ર વચનામૃત નો મુખ પાઠ કરાવતા….
  • યૉગી બાપા ને ગ.અંત્ય 2, ભગતજી મહારાજ ને વરતલ-૧૬, શાસ્ત્રીજી મહારાજ ને ગ.મધ્ય ૭, પ્રમુખ સ્વામી ને અંત્ય-૭, મહંત સ્વામી ને અંત્ય ૫ નું વચનામૃત અતિ પ્રિય છે…
  • અંત્ય-૨ નાં વચનામૃત, માં જગત નાં નાશવંત પણા નો ઉલ્લેખ કર્યો છે….જેને ગુણાતીત પુરુષો સાક્ષાત જીવ્યા છે….આપણે આ બ્રહ્મ સત્ય ને સમજીએ તો જીવ જગત માં બંધાય જ નહીં…..સહજ જ વૈરાગ્ય અંતર માં જાગી ઉઠે…
  • જગત ની …એનાં સુખ ની આસક્તિ છોડવી અઘરી છે…..અને સર્વે દુખ એમા થી જ આવે છે…માટે જ ભગવાન ને સર્વે સુખ નાં સિંધુ જાણવા જેથી જગત માં થી આસક્તિ છૂટી એક ભગવાન માં થાય….
  • જીવ ને જગત નાં નાશવંત પણા નું જ્ઞાન હોવાં છતા એ મોક્ષ માર્ગે આગળ વધતો નથી…જગત નું પ્રધાન પણું ટળતુ નથી…. કાંરણ કે ..જીવ ને સત્સંગ માં કોઈ અંગ બંધાઈ જાય છે જે છેક સુધી રહી જાય છે…જીવ વિભ્રાંત થઈ જાય છે….પણ આત્મ વિચાર રહે તો તેમા થી બહાર નીકળી શકાય….એમ સત્સંગ માં આનું અંગ કેળવવું…..સમજણ રાખવી…
  • સતપુરૂશ ને સત્સંગ માં પ્રધાન રાખવા…..એમનાં થકી જ સત્સંગ નું અંગ સુદ્રઢ થાય છે….સત્સંગ માં આગળ વધાય છે…..કલ્યાણ નો માર્ગ ખુલે છે…..એમનો યોગ બ્રહ્મરૂપ કરે છે…
  • સતપુરૂશ નો યોગ તો દેવ પણ ઇચ્છે છે….માટે જ સર્વે અર્થ સિદ્ધ કરવા પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ ને ઓળખી…એમનો યથાર્થ સમાગમ કરી લેવો….પણ પ્રત્યક્ષ ની પ્રતીતિ આવવી અઘરી છે….જે નિત્ય અભ્યાસ, સતપુરૂશ માં દૃઢ હેત અને વિશ્વાસ, રાજીપા થી જ આવે…..મોક્ષ તો પ્રત્યક્ષ થી જ થાય….એ સિવાય ન થાય…!
  • આજે મહંત સ્વામી રૂપે શ્રીજી પ્રગટ છે….એમ દૃઢ …પરિપૂર્ણ સમજાય તો કશુ બાકી ન રહે…જીવ ને કેફ ચઢી જાય….જગત માં થી વૃત્તિ નીકળી એક ભગવાન માં સ્થિર થઈ જાય…
  • આ મોક્ષ ની વાત છે…..કલ્યાણ ની વાત છે…..જેને સમજ્યા સિવાય છૂટકો જ નથી…..

અદ્ભૂત….અદ્ભૂત…..!! જીવ ને આટલી પ્રતીતિ આવે તો મોક્ષ પ્રત્યક્ષ જ છે……બસ શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આ મુદ્દા ની વાત જીવમાં દૃઢ થાય…..

આજે સભા માં પ્રસિધ્ધ ઇતિહાસ વિદ મકરંદ મેહતા હાજર હતાં….તેમનુ સન્માન થયુ…..

સભા માં અંતે સારંગપુર ખાતે ના ફૂલદૌલ ઉત્સવ ની જાહેરાત થઈ….

મહિલા દિન 16/3 નાં રોજ શાહીબાગ મંદિરે ઉજવાશે…..સમય માટે મંદીર નો સંપર્ક કરવો….

તો આજની સભા મોક્ષ માટે ની હતી…..પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ માં દૃઢ પ્રતીતિ માં જ બધુ આવી ગયું….

થોડા માં ઘણુ સમજો….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

હેલિકોપ્ટર રીના …

હાહાહાહા………”હેલિકોપ્ટર રીના” હેડિંગ વાંચીને આડા અવળા વિચાર ન કરવા…કારણ કે મારી અર્ધાંગિની -હેલિકોપ્ટર નથી કે એ હેલિકોપ્ટર માં સવારી નથી કરી રહી…..કે રીના બ્રાન્ડ નું કોઈ હેલિકોપ્ટર બહાર નથી પડયું……! આ તો થયું એવું કે – ગયા રવિવારે ટીવી પર – હરિ, રીના અને હું એક હિન્દી મુવી – ” હેલિકોપ્ટર એલા “ જોઈ રહ્યા હતા…… કે જેમાં એક અતિ ઉત્સાહી સિંગલ મધર (એકલી માતા) પોતાના એકમાત્ર સંતાન- પુત્ર પ્રત્યે એટલી બધી પઝેસીવ હતી કે સતત એની આગળ પાછળ જ ફર્યા કરતી…એણે શું ખાધું હશે…શું કરતો હશે એ સતત ચિંતા સાથે બાળક ની પાછળ પાછળ જતી॥..એ બાળક મોટો થયો..તો પણ તેનું એની પાછળ હેલિકોપ્ટર ની જેમ સતત આગળપાછળ મંડરાવા નું બંધ ન થયું…અરે..એની પાછળ એની કોલેજ માં ..એના ક્લાસ માં એડમિશન લઈને પણ એનો પીછો ન છોડયો..!! છેવટે એ યુવકે એની માં ને ચોખ્ખા શબ્દ માં કહ્યું કે “ મને તારા થી ગૂંગળામણ થાય છે…મને મારા માટે થોડીક સ્વતંત્રતા જોઈએ છે….. I need my space..” અને ઘર અને પોતાની માં ને છોડી ને જતો રહ્યો….ત્યારે પેલી વધુ પડતી ભાવુક માં ને –પોતાની ભૂલ સમજાણી અને ઠેકાણે પડી…!

આ ફિલ્મ જોઈ રહ્યા હતા..ત્યારે હરિ બોલ્યો……” હેલિકોપ્ટર રીના…” હાહાહાહા…!!! જો કે ફિલ્મ ની એલા અને મારી રીના વચ્ચે ઘણો ફર્ક છે…..પણ હા રીના નું હરિ પ્રત્યે નું “હેલિકોપ્ટર પણું” ક્યારેક ક્યારેક છલકાઈ આવે છે …..ખાસ કરી ને હરિ ને જમવા અને કપડાં બાબતે…..!!! હરિ ને જંમવુ ન હોય…અને જે રીતે રીના એની પાછળ આદું ખાઈ ને પડે છે…..તે જુઓ તો ખબર પડે કે- હેલિકોપ્ટર કેટલું ફાસ્ટ ઊડે છે..!! હાહાહાહા………! અને રાત્રે ઊંઘવા ના સમયે હરિ ને ફરજિયાત બાથરૂમ કરાવવા મુદ્દે…રીના જે રીતે એની પાછળ પડે છે……એ જોઈ ને તો તમે હસી હસી ને બેવડા વળી જાઓ……..! માં- દીકરા નો- બાથરૂમ જવા-ન જવા બાબતે જે વિવાદ ચાલે- તે જોઈને તો- ભાજપ-કોંગ્રેસ નો વિવાદ…પણ ઝાંખો લાગે…..!!!! હાહાહા….છેવટે મારે એમાં જંપલાવું પડે અને બંને શાંત થાય…….પણ રીનાબેન ના હેલિકોપ્ટર નો પંખો તો ચાલુ જ હોય…..! હરિ – કપડાં બદલી..સ્વેટર મોજા લગાડી સૂઈ ન જાય ત્યાં સુધી – હેલિકોપ્ટર રીના નો પંખો હરિ પર જ મંડરાતો હોય..!!!!

જો કે – આ હેલિકોપ્ટર રીના એકલી નથી…..ઘરે ઘરે હેલિકોપ્ટર માતા ઑ ઊડતી ફરે છે…કોઈક ઓછી તો કોઈક વધુ……! અને કેમ ન હોય- માં નો પ્રેમ જ એવો હોય છે…..પોતાનું સંતાન સદાયે સલામત રહે –સ્વસ્થ રહે એની ચિંતા સતત રહે એ સ્વાભાવિક છે…પણ એ જ ચિંતા બાળક ને ગળામાં ફ્ંદાની જેમ ખૂંચે છે…..તેની પોતાની સ્પેસ…સ્વતંત્રતા છીનવાતી હોય તેમ લાગે છે…અને બાળક પર તેની અવળી અસર થાય છે……

તો- તમે પણ હેલિકોપ્ટર ન બનો…..પણ એક સ્વસ્થ માતા બની…બાળક ને આત્મવિશ્વાસ થી ભરપૂર….હીમતવાન બનાવો ..એ માટે મારા અમુક મંતવ્ય…

  • બાળક ની સમજણ પાકટ ન હોય…તેથી તેને આપણાં માર્ગદર્શન ની ..હિમત ની જરૂર પડે જ ..સતત ધ્યાન પણ રાખવું પડે…..પણ એટલું બધુ ધ્યાન ન રાખવું કે- બાળક ને એવું લાગે કે- હું કાઇ કરી શકું એમજ નથી….બધે મારી માં કે બાપ જ બધુ કરી આપશે……!! અને બાળક ને તેટલી તો સ્વતંત્રતા આપો કે- એ અમુક સંજોગો માં પોતે નિર્ણય લઈ શકે….સ્થિતિ નો સામનો કરી શકે…..ગૂંગળાઈ ન જાય…
  • બાળક ને જેમ જેમ ઉમર વધે તેમ તેમ તેની સમજણ..સ્વતંત્રતા ની લાગણી વધતી જાય…..તમે એને વારેઘડી એ ટોક ટોક કરો તો તેને તમારો અભાવ થઈ જાય…..પણ જો એને વિશ્વાસ માં લઈ- યોગ્ય માર્ગ થી..એક મિત્ર ભાવે તેને સમજાવવા માં આવે તો – એ જરૂર સમજે…..યોગ્ય નિર્ણય લઈ શકે…થોડુક એને એની મેળે નિર્ણય લેવા દો..અને એ નિર્ણય જે કાઇ -એને ભોગવવું પડે તે- ભોગવવા દો……તેથી તેની સમજણ વિકાસ પામશે….વિવેક બુધ્ધિ આવશે…..
  • એક વાત સદાયે યાદ રાખો કે- મજબૂત ઘર..હમેંશા મજબૂત પાયા પર ઊભું હોય છે……એટલા માટે બાળક નાનું હોય ત્યાર થી જ એને હીમતવાન..શૂરવીર…સમજણ વાળું બનાવો….અને એટલા માટે જ – અમારા ગુરુ પ્રમુખ સ્વામિ મહારાજે બાળકો માટે- શિશુ મંડળ-બાળ મંડળ-યુવક મંડળ અને ઘરસભા જેવા અદ્ભુત વિચાર આપ્યા…..જેમાં બાળકો ના નાનપણ થી જ ઉચ્ચ વિચાર..સંસ્કાર…સમજણ આપી ને એક આદર્શ મનુષ્ય બનવા ની પ્રેરણા અપાય છે…ઘરસભા જેવા વિચાર થી- ઘરમાં –પરિવાર માં બધા ને એકબીજા માટે પૂરતો સમય મળે…એકબીજા ને સમજી શકાય…તેવું વાતાવરણ ઊભું થાય છે….અને ઘર માં સુખ શાંતિ રહે છે….

જો આટલું થાય તો- કોઈ માતા ને “હેલિકોપ્ટર” બનવા ની જરૂર જ ન પડે…..પણ હા….એક દિવસ પોતાના આદર્શ સંતાન- દીકરા/દીકરી સાથે હેલિકોપ્ટર માં જરૂર સફર કરી શકે….!!

ત્યાં સુધી…હરિ ની માં- હેલિકોપ્ટર રીના…!!! હાહાહાહા……..

( આ લખ્યા પછી મારેય રીના થી સંભાળવું પડશે…)

રાજ