Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

રસપ્રદ ફોટા-૧૬

ઘણો સમય વીતી ગયો અને હું, સમયસર હમેંશ ની જેમ નીતનવી પોસ્ટ ન મૂકી શક્યો…….કારણ એ જ છે કે જેને સુજ્ઞ લોકો “માયા” કહે છે…..તો આજકાલ આ સંસાર ની માયા- મારા પર હાવી થઇ ગઈ છે અને મારા નાનકડા “હરિકૃષ્ણ ” ને સંભાળવા માં મારા “હરિ” થી છેટું પડી રહ્યું છે……સમય ના પાલવ ને ખેંચવા નો પ્રયત્ન કરું છું પણ -ખેંચાઈ હું જાઉં છું…..સમય તો એની એ જ મંથર -ધીમી-મધ્ધમ સ્થિર ગતિ થી ચાલતો રહે છે…..દોડવું આપણે પડે છે……! શ્રીજી ને ફરીથી પ્રાર્થના કે- તારી-મારી વચ્ચે કોઈ ન આવે….આવે તો એ સહાયક બને….વિઘ્નકર્તા નહિ..છેવટે તો- “સગપણ હરિવર નું સાચું…..બીજું સર્વે ક્ષણભંગુર કાચું”…….જેવું છે. અમારા એક વડીલ કહેતા…..”અલ્યા ..સંસાર માં કૈં સાર નથી……” સાચી વાત છે…પણ આપણે તો સંસાર માં રહી ને હરિ ને પામવા છે….આથી આ ખેંચાખેંચ તો રહેવા ની જ…..! તો- આ સમયકાળ દરમ્યાન જીવન કયા ચિત્રો માં કંડારાયું…???? જોઈએ આ ફોટા નામા માં…..

IMG1785

આજકાલ આવું બધું બહુ જોવા મળે છે….આપણા દેશ ની ઈકોનોમી અને એના લોકો ની સ્થિતિ બંને સરખા છે……મહાહારામી -સુપર હરામી-નફફટ રાજકારણીઓ -એમના દીકરા-જમાઈઓ-દીકરીઓ-ભત્રીજાઓ-ભાણીયા ઓ એ આ દેશ ને એવો તે લુંટ્યો છે કે- ઘણીવાર થાય છે કે- આપણો જન્મ જ કદાચ લુંટાઈ જવા થયો છે……એક મરઘી- એક દિવસ માં ૪૦ કિલો અનાજ ખાઈ જાય છે……! હદ થઇ ગઈ…..ભારત ની મરઘીઓ આટલી હિંમતવાળી…??? અને આવું સાબિત કરવા વાળા- ઘાસચારા ખાઈ જનાર “સજ્જન” રાજકારણી ઓ ખુલ્લેઆમ સભાઓ ગજવી રહ્યા છે……! યાદ કરો કેટલા રાજકારણી- જેલ ના સળિયા પાછળ છે? સી બી આઈ તો બિચારી પાલતું કુત્તા જેવી છે…આથી આપણા કપાળે હાથ મુક્યા સિવાય છૂટકો નથી….!  ક્યાંક રેડ પડે તો- કરોડો સિવાય વાત નથી થતી……..પછી શ્રીમાન રાહુલબાબા- એક છાપા ના ૧૦૦૦ રૂપિયા આપે જ ને…! પણ આમ જનતા નો સવાલ તો ઉભો જ રહેવા નો…..કદાચ આપણે આને જ લાયક છીએ…!

IMG1752

આ હૈયા ઉકાળા વચ્ચે- જરા શાતા આપતી વાત……! થેન્ક્સ ઈશિતા……..! ઘણીવાર સંસાર માં આપણે- એક દમ સંપૂર્ણ -સારા વ્યક્તિ ની તલાશ કરવા જઈએ ને- અઆપની જિંદગી એ પહેલા જ -આપણ ને પૂર્ણવિરામ કરી દે…..! આથી સમય ટૂંકો છે- વેશ ઝાઝા છે….અને તલાશ લાંબી છે……તો શા માટે- ટૂંકો માર્ગ કેમ અપનાવવા માં ન આવે? તો- બસ સામે ની વ્યક્તિ ની સારાઈ કઈ…..ગુણ કયા…..એના પર જ ધ્યાન રાખીએ….બાકી અવગુણો તો શોધ્યા વગર જ તમને દેખાશે…કારણ કે અપની દ્રષ્ટી જ એવી છે. એક કઠીન કાર્ય …તમને જે વ્યક્તિ દીઠી ન ગમતી હોય…એના માં કયા ૪ સારા ગુણ છે…વાત છે..એનું લીસ્ટ બનાવો…! જોઈએ- તમે પાસ થાઓ છો કે નહિ…અમારા સ્વામિનારાયણ સત્સંગ માં તો શીખવાડવા માં આવે છે કે- હરિ ના સંપર્ક માં રહેલો એક સામાન્ય હરીજન પણ દંડવત ને લાયક છે…….કોઈના દોષ પરઠવા એના કરતા એના ગુણ જોઇને એને સ્વીકારવો- એ સારું રહેશે…….સકારાત્મક વિચાર જ મનુષ્ય ને તારે છે….યાદ રાખો-પછી ભલે ને એ કોઈ કાર્ય હોય કે જીવન….

IMG1784

ના…..ના…..ના……કન્ફયુઝ નહિ થવા નું…! સ્પેલ-ચેક કે ગુજરાતી જોડણી ના દોષ શોધવા ની લ્હાય માં -કુદરતી આવેગો નું સત્યાનાશ નહિ કરવાનું……સમજ્યા…! હોતા હૈ- ભાઈ…..આથી જ કહ્યું છે કે- ઘણી વસ્તુ ઓ સાન માં જ સમજી લેવી…..

ચાલો હસતા રહેજો…ખુશ રહેજો…..પણ સાથે રહેજો…

રાજ