Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા – ૦૬/૦૫/૨૦૧૮

…….ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહીં અને જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.”

સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડાં દેશકાળાદિકને વિષે રહ્યો છે……. અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડાં દેશકાળાદિકનો યોગ થયો છે………… માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૧

છેલ્લા રવિવારે અમદાવાદ માં હોવા છતાં રવિસભા છૂટી ગઈ……પુ.બ્રહ્મવિહારી સ્વામી નું પ્રવચન ચુકી જવાયું…..તેનો અફસોસ છે …આથી જ આ રવિવારે -સમય પહેલા જ હું મંદિરે પહોંચી ગયો…વૈશાખી વાયરા ઓ વચ્ચે અમદાવાદ જાણે કે ભડકે બળે છે, છતાં પણ આજની સભામાં નોંધપાત્ર સંખ્યા હતી…….સત્સંગ ની ઠંડક નો મહિમા બધાને છે….કારણ કે આ સત્પુરુષ ની આજ્ઞા..એમનો રાજીપો છે, અને એમના ગમતા માં વર્તવું એટલે જ આત્મસત્તા નું સુખ ભોગવવું…!

સૌપ્રથમ- આંખો ણે- મન-હૃદય અને જીવને ઠંડક આપતા મારા વ્હાલા ના દર્શન ……..

IMG_20180506_164805

IMG_20180506_164903

IMG_20180506_165020

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ …ત્યારબાદ એક યુવકે…” મન કરો ઉસીકી પ્રાર્થના ..” ( જેના રચનાકાર ની જાણકારી નથી) કીર્તન રજુ કર્યું…ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી ની રચનાઓ- ” પ્રાણી સ્વામિનારાયણ …સ્વામિનારાયણ..” અને ..” હુમ તો એક સહજાનંદ …” કૈક અલગ જ રાગ માં , પુ. કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયું .

ત્યારબાદ પુ.ધર્મજ્ઞ સ્વામી હમણાં પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે દુબઈ,બહેરીન જેવા મિડલ ઇસ્ટજેવા દેશો માં વિચરણ નો લાભ લઇ આવ્યા છે તેમણે , ત્યાના હરિભક્તો ની ભક્તિ, નિષ્ઠા અને મહિમા ની વાત કરી…..જોઈએ સારાંશ …..

 • મોટા પુરુષ ના કાર્ય તો જુઓ…..જેમ ગઢડા પ્રથમ-૩૧ માં વૃતિ દ્વારા ઈંડા ણે સેવતા પક્ષી ની વાત છે તેમ સત્પુરુષ પોતાના સંકલ્પ દ્વારા જ અનાર્ય દેશ માં પણ ભક્તિ ના બીજ વાવી શકે છે…..
 • દુબઈ ના રોહિત પટેલ નો બહોળો ધંધો અને મોટો પરિવાર છે છતાં વર્ષ માં લગભગ ૧૨૦ થી વધુ સંતો ણે પોતાના ઘરે ઉતારો આપે છે….સંતો ણે સ્વયમ જ લેવા જાય-છોડવા જાય…..અને સંતો ની સેવા માં ખડેપગે ઉભા રહે છે…..રવીન્દ્ર કદમ ..જયેશ ભાઈ અને અનેક બાળકો એ સ્વેચ્છા એ ટીવી ..બહાર ના ભોજન નો સદંતર ત્યાગ કર્યો છે…..અને અમુક બાળકો તો તિલક ચાંદલા સહીત સ્કુલ માં જાય છે…….
 • તો બહેરીન માં- પુરુષોત્તમ સાપરિયા સતત ૧૩ વર્ષ થી નિત્ય પૂજા -ચેષ્ટા ના નિયમ દ્રઢતા થી પાળે છે…અને જે દિવસે ચેષ્ટા બોલવાની રહી જાય તો બીજે દિવસે ઉપવાસ કરવા નો- નિયમ એમણે રાખ્યો છે…તો રસિકભાઈ પટેલ , જે ૭૦ વરસ ના છે- તે છેલ્લા ૧૮ વર્ષ થી બધી જ એકાદશી નિર્જળા કરે છે……તો પરમ ભગવદીય- જસબીર સિંહ ( IIT Roorkie -civil engr) એ તો પોતાના ઘરે પ્રમુખ સ્વામી પધાર્યા હતા – એ રૂમ- વસ્તુઓ ણે પ્રસાદી ગણી યથાવત રાખી મૂકી છે…..દ્રઢ નિયમ ધર્મ…અતિશય મહિમા અને વળી , પોતાની ઓફીસ ની વચ્ચે વચ પ્રમુખ સ્વામી મહારાજે સ્પર્શેલા વૃક્ષ ને અકબંધ રાખી સઘળું ઓફીસ મેનેજ કરે છે……! કેવો મહિમા??? ભાર ની કોઈ વસ્તુ ખાવા ની નહિ……રોજ ભગવાન નો થાળ કરી ને જ જમવાનું..! અદ્ભુત…અદ્ભુત…!!!
 • તો સામે સદ્ગુરુ તરીકે ડોક્ટર સ્વામી ની કરકસર જુઓ……ત્યાં આગળ પાણી નો પ્રશ્ન છે…પણ રોજ ની જેમ વર્ષો થી ડોક્ટર સ્વામી – પોતાના ન્હાવા ના પાણી નું છેક છેલ્લું ટીપું પણ ઉપયોગ માં લે છે……!!! બાથરૂમ નો નળ ફક્ત સવારે જ ખોલવાનો……પછી ન્હાયા બાદ એકત્રિત કરેલ પાણી નો જ ટોઇલેટ માં ઉપયોગ કરવા નો…!!!

અદ્ભુત….સંતો- હરિભક્તો ની નિષ્ઠા-કાર્ય-વર્તન તો જુઓ…..! સત્પુરુષ ના રાજીપા ને એ લોકો પલેપલ જીવે છે…..!

ત્યારબાદ હિમાચલ પ્રદેશ માં- સીમલા જેવા પર્યટન સ્થળ માં નુતન મંદિર મૂર્તિ પ્રતિસ્થા – હમણા જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા સંપન્ન થઇ છે , તેના વિડીયો દર્શન નો લાભ સર્વે ને મળ્યો……! જેના દર્શન તમે પણ નીચેની લીનક પર થી કરી શકશો……

ત્યારબાદ પૂજ્ય શ્રીહરિ સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૫૧ ના વચનામૃત આધારિત સુંદર પ્રવચન નો લાભ સર્વે ને મળ્યો…..જોઈએ સારાંશ….

 • આ વચનામૃત યોગીબાપા નું પ્રિય વચનમૃત હતું…અને સર્વે યુવકો ણે શરૂઆત માં આ જ વચનામૃત મોઢે કરાવતા …..યોગીબાપા ણે મુખપાઠ નો મોટો મહિમા- એમણે પોતે -સ્વામી ની વાતો ના બધા પ્રકરણ….૮૦૦ થી ૧૦૦૦ જેટલા કીર્તન …વચનામૃત બધુ જ મોઢે હતું,……
 • સત્સંગ માં આવ્યા પછી અમુક સ્વભાવ ટલે’ છે પણ જીવ સાથે જોડાયેલા સ્વભાવ- કહેતા કે વાસના…કારણ શરીર ટળતા નથી……અને એ ટાળવા માટે તો સત્પુરુષ નો સમાગમ કરવો પડે……એમની આજ્ઞા- રાજીપમાં રહેવું પડે ત્યારે એ સ્વભાવ ટલે છે……
 • જે ભગવાન અને સત્પુરુષ નો રાજીપો સમજે છે..અને એ મુજબ વર્તે છે…જીવે છે તે સુખિયો થાય છે…..અંતરમાં શાંતિ રહે છે…..ઊંઘ-સુષુપ્તિ માં પણ શાંતિ રહે છે…સત્વ ગુણ વધે છે…….ભગવાન રક્ષા કરે છે…….અને બ્રહ્મરૂપ થાય છે…..
 • આત્મસત્તા રૂપ થવા થી સુખ આવે પણ સાચું સુખ તો ગુરુ અજ્ઞા એ વર્તી આત્મસત્તા રૂપ થઇ વર્તવા માં છે…..યોગીબાપા નો..સર્વે ગુણાતીત ગુરુઓ નો એક જ સુર હતો કે- આજ્ઞા મુજબ વર્તે તો જ સુખ આવે…શ્રીજી તો કહે છે કે- જે અમારી આજ્ઞા માં રહી વર્તે છે તેને અમારી મૂર્તિ આપી દઈએ…..
 • આમ, કેવળ આત્મસત્તા રૂપે જ નથી વર્તવા નું પણ સત્પુરુષ ણે રાજી કરી લેવા ના છે…..એમની આજ્ઞા ણે સારધાર પાળવાની છે……સત્પુરુષ ને પોતાનો આત્મા સમજી…..એમની આજ્ઞા મુજબ – સત્સંગ સભા….ઘરસભા ણે દ્રઢતા પૂર્વક કરવાની છે…..

અદ્ભુત…!! જીવને આટલું સમજાય તો એ જરૂર – સત્પુરુષ ણે રાજી કરી બ્રહ્મરૂપ થાય……! છેવટે કરવાનું તો આ જ છે ને…!

સભાને અંતે કેટલીક જાહેરાત થઇ…..

 • આવતા રવિવારે- ૧૩/૦૬- સત્સંગ પરીક્ષાર્થી સંમેલન છે- શાહીબાગ મંદિરે સવારે ૯ થી ૧૧ – સંમેલન માં અચૂક ભાગ લેવો….
 • વળી આવતા શનિવારે- ૧૨/૦૬ યોગીબાપા નો પ્રાકટ્યોત્સવ આવી રહ્યો છે- તો ૧૩/૦૬ ની રવિસભામાં સંતો દ્વારા અદ્ભુત કીર્તન આરાધના નો લાભ મળશે….
 • એ પછી ના બે રવિવાર- ૧૯/૦૬ અને ૨૬/૦૬- પુ. બ્રહ્મદર્શન સ્વામી – અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મી- પર અદ્ભુત પ્રવચન નો લાભ મળશે……
 • ગ્રીષ્મ પારાયણ ની શરૂઆત થઇ રહી છે…..અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં આ પારાયણ- સસ્ન્થા ના વિધવાન સંતો કરશે…..વધુ માહિતી- જે તે મંદિરે થી મળશે……

IMG_20180506_165157

તો- બસ- ચારેબાજુ સત્સંગ ની ઠંડક છે…જે આવી ગરમી માં- હૈયાહોળી સામે ઝઝૂમી રહી છે……! સત્પુરુષ ની આજ્ઞા…રાજીપા માં રહેવાય તો – આપણો જીવ સો ટકા બ્રહ્મરૂપ થાય….!

તો ચાલો- શરૂઆત હજુ સુધી ન કરી હોય તો કરીએ……..! કલ્યાણ માટે મુહુર્ત ન જોવાનું હોય..!

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા – ૩૦/૪/૨૦૧૭

“…..જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા…………. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે……………….. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે………… અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી ………………..અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે…………… અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………… તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………….

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે……………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા મધ્ય-૨૧- મુદ્દા નું વચનામૃત

સર્વે શાસ્ત્રો નો સાર શ્રીજી એ અતિ કરુણા કરી ને વચનામૃત માં ગ્રંથસ્થ કર્યો અને રહસ્ય જ્ઞાન ને સહજ જ્ઞાન કર્યું…….અને એમાં પણ ઉપરોક્ત મુદ્દા નું વચનામૃત – કે જેને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ ના ટ્રસ્ટી શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા ને સમજાવ્યું કે- “પ્રત્યક્ષ” ભગવાન અને સાધુ નો મહિમા શું છે?? કલ્યાણ ના માર્ગ માં એની ભૂમિકા શું છે?? દોલત રામ ને પોતાનો ઉત્તર મળી ગયો અને સમજાઈ ગયું કે- કેવળ એક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખાતર જ શાસ્ત્રીજી એ વડતાલ છોડ્યું…અને બોલી ઉઠ્યા..” જે કાર્ય કરવા શ્રીજી એ કદાચ સ્વયમ આવવું પડે..એવું કાર્ય તમે કર્યું છે…..અને એ માટે તમારા શિષ્યો તમારી સોના ની મૂર્તિ બેસાડશે…..”

આજે આ વાક્ય સત્ય ઠર્યું છે……શ્રીજી નો હૃદયગત સિદ્ધાંત…એમનું સર્વોપરી પણું…મૂર્તિમંત થઇ અક્ષર પુરુષોત્તમ મહારાજ રૂપે ૧૨૦૦ થી વધુ મંદિરો માં મધ્ય શિખરે બેઠું છે……!!!! ઘરેઘર પૂજાય છે…..અને એ પ્રસરાવનાર પ્રત્યક્ષ ગુરુહરિ- બ્રહ્મરૂપ ગુરુહરિ મહંત સ્વામી રૂપે આજે સત્સંગ માં વિચરે છે….! પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિદ્વાન સંત ના મુખે આ વચનો નું નિરૂપણ સાંભળવું..એ જીવન નો કદાચ અમુલ્ય લ્હાવો છે…..અને આજે એ લ્હાવો અમદાવાદ વાસીઓ ને મળ્યો….!

આજે યુવક-યુવતી અધિવેશન હતું…અને અમે સમયસર સભામાં પહોંચી ગયા……પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ માં જ આરામ કરી રહ્યા છે…..દર્શન-સભા અને સવાર ની પૂજા દર્શન એ મુજબ બંધ છે….છતાં હૃદય માં ઊંડે ઊંડે દર્શન ની ઝંખના તો હતી જ…! તો સર્વ પ્રથમ શ્રીજી ના…ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરવા માં આવ્યા…

collage_20170430173111676_20170430173240823

સભાની શરૂઆત- યુવકો દ્વારા કર્ણપ્રિય સ્વર માં – સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન….”મારા નૈના તણા શણગાર…..” રજુ થયું અને ત્યારબાદ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન….”ધન્ય ધન્ય એ સંત સુજાણ ને…..” રજુ થયું………..ગઢડા પ્રથમ-૨૭ નું વચનામૃત જાણે કે પધ્ય માં ગવાઈ રહ્યું હતું…..!!

ત્યારબાદ એપ્રિલ-૨૧ ના રોજ અમદાવાદ માં શ્રી વાસુદેવ કામત દ્વારા ચિત્ર કથા પુસ્તક -ભગવાન સ્વામિનારાયણ ના જીવન કથન પર પ્રગટ થયું એના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિધવાન -તેજસ્વી વક્તા સંત દ્વારા ગઢડા મધ્ય-૨૧ ના વચનામૃત પર આધારિત અદભુત પ્રવચન થયું…જોઈએ એનો સારાંશ….

 • સર્વે શાસ્ત્રો…સર્વે ગ્રંથ નો સાર એક વચનામૃત છે…………અને એ માત્ર એક પુરુષોત્તમ જ કરી શકે…..
 • પણ આપણા હિંદુ ઓ ને આપણી સંસ્કૃતિ…આપણી પ્રાપ્તિ નો મહિમા નથી..એ દુઃખદાયક છે….
 • જ્યાં સુધી આ જીવ ને આ લોક ના સુખમાં માલ મનાયો છે ત્યાં સુધી અખંડ સુખ ની પ્રાપ્તિ થવાની જ નથી…..
 • આ જગત કે બ્રહ્માંડ માં કશું પણ આપોઆપ થતું નથી……એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજીએ તો જ સમજાય કે આ બધું શું છે….
 • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા થી અહંકાર ટલે છે…..અને અહંકાર ટળવાથી સર્વ દોષો ધીરે ધીરે દુર થાય છે…….શ્રીજી ના ચરિત્ર ..એનો સાર સમજાય છે……જીવ નું પોષણ થાય છે…..
 • જીવન માં અનેક વિઘ્ન આવે…..અપમાન થાય…..છતાં પણ સ્થિર રહેવું એ – આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં થી શીખવા મળે……..અત્યારે મહંત સ્વામી મહારાજ જુઓ……આટલી મોટી સંસ્થા ના ગુરુપદે આવ્યા પછી સહેજ પણ તણાવ કે ચિંતા માં આવ્યા નથી……કારણ….ભગવાન ને કર્તાહર્તા સમજે છે….!
 • આપણી સંસ્થા માં અકલ્પનીય કામ થાય છે…પણ અહી કોઈ જશ લેવા તૈયાર જ નથી…….એ જ અહી નિર્માની પણા ની નિશાની છે……
 • ગઢડા મધ્ય-૨૧ ના આધારે શાસ્ત્રીજી મહારાજે દોલતરામ જેવા સાક્ષર ના સંશયો દુર કર્યા છતાં આજે પણ ઘણા એમ કહે છે કે….શ્રીજી તો સર્વોપરી હતા તો પોતે પોતાના હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ કેમ ન પધરાવ્યા??? ઉત્તર સ્પષ્ટ છે કે …શ્રીજી એ સમય ના માહોલ..સત્સંગીઓ ની સમજણ ને જાણતા હતા…..વડતાલ માં હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ના સ્થાપન માં પણ એમને વિઘ્નો આવ્યા…તો- આ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને મૂર્તિમંત કરવા ની વાત હતી……છેવટે યોગ્ય સમય આવ્યે- શ્રીજી એ પોતાના સંકલ્પ મુજબ પોતાના જ તેજસ્વી સાધુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા એ કાર્ય કરાવ્યું અને ગુણાતીત પરંપરા ના એ સંતે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય દેરા માં જ બેસાડી- શુદ્ધ ઉપાસના ના ડંકા વગાડ્યા…!
 • અને એ જ ગુણાતીત પરમ્પરા….એ જ ગુણાતીત સત્પુરુષ આજે પણ એ જ કાર્ય કરી રહ્યા છે…..જે આગળ પણ ચાલુ રહેશે……
 • અને યાદ રાખો- પ્રગટ વિના કલ્યાણ જ નથી…….કોટી જન્મ ઉપાય કરો…પણ પ્રગટ સત્પુરુષ….ના શરણે ગયા સિવાય આત્યંતિક કલ્યાણ જ નથી……અને એ પ્રગટ માં પ્રીતિ હશે….દ્રઢ નિષ્ઠા હશે તો જ આત્યંતિક કલ્યાણ થશે…!

અદભુત……અદભુત……! આટલું સમજાય તો એ તરી જવાય..!

સભાને અંતે – ૨ જી મેં એ ઉજવનારા શાહીબાગ મંદિર ના પાટોત્સવ ની જાહેરાત થઇ….સવારે ૫:૪૫ વાગે ત્યાં પહોંચી જવું..! આ સિવાય પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય સુધારા અંગે પણ જાહેરાત થઇ……

હવે થી દરેક સભા બાદ- “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય” એમ બોલવું…….અને એની શરૂઆત પણ આજે થઇ ગઈ……સભાને અંતે સર્વ ભક્તો ને એક અદભુત ભેટ મળી……..- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં ભક્તજનો ના ભાવ ને વશ થઇ ઝરુખે પધાર્યા…હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને સર્વે ને અદભુત દર્શન આપ્યા…!!! સભા સફળ થઇ ગઈ…!!!!

બસ- હવે તો શ્રીજી ને નિરંતર પ્રાર્થના કરવા ની કે- ગુરુહરિ નું સ્વાસ્થ્ય સારું રહે……સર્વે હરિભક્તો-સંતો ને એમના દર્શન -આશીર્વાદ નો અઢળક લાભ મળે……….

જય સ્વામિનારાયણ….

રાજ


1 Comment

BAPS રવિસભા- ૨૯/૧૨/૨૦૧૩

“પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે………….‘એકાદશ સ્‍કંધના ૧૨ માં  અઘ્‍યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્‍યે કહ્યું છે જે, ‘અષ્‍ટાંગયોગ, સાંખ્‍ય, તપ, ત્‍યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્‍સંગે કરીને વશ થાઉ છું.’…………..એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્‍સંગ અધિક થયો.

તે જેને સર્વે સાધન થકી સત્‍સંગ અધિક જણાતો હોય તે પુરૂષનાં કેવાં લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું  પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે………………..જેને ભગવાનના સંતને વિષે જ આત્‍મબુદ્ધિ  છે, જેમ કોઇક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મુંછો તાણે, તો પણ અભાવ આવે નહિ અને કોઇકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઇ રીતે તેનો અવગુણ આવે જ નહિ, શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્‍મબુઘ્‍ધિ થઇ ગઇ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્‍મબુઘ્‍ધિ થાય છે……… તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્‍યાણકારી સત્‍સંગને જાણ્‍યો છે.”

—————————————————-

ઇતિ વચનામૃતમ -ગઢડા મધ્ય-૫૪

સ્વયમ શ્રીજી એ કહ્યું અને શાસ્ત્રો વિદિત છે- એમ- સત્સંગ થી શ્રીજી જેવા પ્રસન્ન થાય છે- એવા બીજા કોઈ સાધન થી થતા નથી. અને આપણો સત્સંગ તો સર્વોપરી છે- જ્યાં સત્સંગ – એ આત્મા ના- જીવ ના પોષણ તરીકે જ લેવાય છે. “જેને જેટલા કલ્યાણ નો ખપ..એટલી જ સત્સંગ માં પ્રીતિ વધારે” એવું આપણા શાસ્ત્રો માં કહ્યું છે. આત્મબુદ્ધિ એટલે- સુહાર્દ પણું….મિત્રતા પણું……અને -ભગવાન ના સંત વિષે જેટલી પ્રીતિ- કહેતા કે આત્મબુદ્ધિ વધારે- એટલો જ સત્સંગ દ્રઢ….! તો આજ ની રવિસભા- આ પાયા ના વચનામૃત( પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ- આ વચનામૃત – જો સમજાય તો બાકી ના ૨૬૧ વચનામૃત સહેજે સમજાય…..) પર આધારિત હતી.

હું આજે સમય પહેલા મંદિરે પહોંચી ગયો- ફાયદો એ થયો કે- દર્શન મનભરી ને- કોઈ ભીડભાડ વગર કર્યા -સ્થિર  ચિતે કર્યા….ધનુર્માસ ના દર્શન નો ફાયદો એ છે કે- શ્રીજી અને મુકતો -અવતારો ની મૂર્તિઓ- માં સરસ્વતી ના “આયુધો” થી સજાવેલા દર્શન થાય છે.  આજે પણ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા અતિ વિધવાન ચિત્રકાર સંત દ્વારા ચિત્રિત- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની વિવિધ મુદ્રા ઓ ના ચિત્રો સાથે- શ્રીજી ના દર્શન થયા…..તમે પણ કરો….

આજ ના darshan

આજ ના darshan

સભામાં સ્થાન ગ્રહણ કર્યું યારે પણ- પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય સાંભળવા મળી……અને પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત એક અદ્ભુત કીર્તન…” સહજાનંદ સુખદાયી…’ રજુ થયું……હૃદય સંતૃપ્ત થઇ ગયું……ભગવાન માં જે સુખ હોય છે- એવું સુખ બીજે કશે નથી- એની પ્રતીતિ સતત થયા કરે છે…..

ત્યારબાદ- પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા- ઉપરોક્ત વર્ણવ્યું તે- પાયા નું વચનામૃત – ગઢડા મધ્ય ૫૪ નું વિસ્તૃત વિવરણ થયું.  જોઈએ એના અમુક અંશ…..

 • જો આ વચનામૃત -સમજાય તો બાકી ના બધા વચનામૃત સહજ રીતે સમજાય છે. કારણ કે સત્સંગ- સાચો અને દ્રઢ હોય તો જ કલ્યાણ થાય…….
 • વચનામૃત ગઢડા મધ્ય ૯, ૧૬- વગેરે કહે છે કે- શ્રીજી નું સર્વોપરી જે ન જાણે તેને ખોટ રહે છે…..અને સ્વરૂપ નિષ્ઠા જ ધર્મ નિષ્ઠા થી અધિક છે……કારણ કે સ્વરૂપ સમજ્યા વિના પુરુષોત્તમ ની ભક્તિ કેવી રીતે થાય? ધર્મ ની શું વાત થાય?
 • આત્મબુદ્ધિ એટલે કે- મિત્રતા ભાવ- પોતીકો ભાવ- આત્મ બુદ્ધિ હોવાની  બે  નિશાની  હોય છે..૧)  હોય તો -કયારેય ખોટું ન લાગે… ૨) જો  હોય તો- પોતાને ગુણાતીત મનાય..
 • આત્મબુદ્ધિ માટે -સત્પુરુષ કે જે ભગવાન ને અખંડ ધારતા હોય તેની સાથે દ્રઢ પ્રીતિ જરૂરી છે……વડતાલ નું ૧૧ મુ વચનામૃત -આ જ કહે છે….
 • આવી દ્રઢ પ્રીતિ નું ઉદાહરણ- આપણા સંપ્રદાય માં સાધુ કેશવજીવન દાસ ને જયારે ગોપાળાનંદ સ્વામી દ્વારા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની ઓળખાણ થઇ- ત્યારે એમણે ભરસભા માં ગુણાતીતાનંદ સ્વામી ને મૂળ અક્ષર તરીકે છડેચોક ..નિર્ભયતા થી ઓળખાવ્યા…..
 • આમ આત્મ બુદ્ધિ જેટલી વધારે તેટલો જ સત્સંગ વધારે……તો આપણે પણ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ રાખી- સત્સંગ કરવાનો છે…..

અદ્ભુત..અદ્ભુત……કારણ કે- આજે શ્રીહરિ સ્વામી રંગ માં હતા..અને શબ્દો જાણે કે- બસ વહી જ રહ્યા હતા…..અને જાણે કે એનું કારણ હતું- પ.પુ.મહંત સ્વામી, પુ.ડોક્ટર સ્વામી, પુ.વિવેકસાગર સ્વામી, પુ.ઈશ્વરચરણ સ્વામી ની સભામાં હાજરી……! આજે સદગુરુ ઓ ના દર્શન નો અમુલ્ય લાભ મળ્યો…પુ.બ્રહ્મદર્શન સ્વામી પણ સભા હાજર હતા…….! બધા હરિભક્તો જાણે છે એમ- પુ.ઈશ્વરચરણ સ્વામી ને છોડી ને ઉપરોક્ત બધા સંતો- બીમારીઓ- સર્જરી કે કોઈ દૈહિક ભીડા માં થી પસાર થઇ રહ્યા છે- પણ સત્સંગ માટે નો એમનો ઈશક સ્પષ્ટ જોઈ શકાય છે.  ત્યારબાદ એક યુવક દ્વારા અદ્ભુત શાસ્ત્રીય રાગ આલાપ સાથે “બલિહારી મેં ઐસે સંત કી..” રજુ થયું……સભા પણ જાણે કે એ રાગ-રાગીની ઓ સાથે વહેતી ગઈ…….અદ્ભુત..!

ત્યારબાદ- વિડીઓ દ્વારા પુ.સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દર્શન નો લાભ મળ્યો…..સતત નાદુરસ્ત તબિયત- પણ તેજસ્વી-સ્મિત સભર મુખ મુદ્રા સાથે સ્વામીશ્રી હરિ ભક્તો ને અઢળક લાભ આપી રહ્યા છે……શ્રીજી ને એમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના….

ત્યારબાદ- પુ.ડોક્ટર સ્વામી એ પોતાના ચીર-પરિચિત તેજસ્વી અંદાજ માં – હરિભક્તો ને કહ્યું કે- આપણે એક સર્વ શ્રેષ્ઠ જીવન જીવવાનું છે…દ્રઢ-સાચા સત્સંગી થવાનું છે અને શરૂઆત પોતાના -આત્મ-સુધારા થી કરવા ની છે……આપણે અહી અટકવાનું નથી -પણ સમગ્ર જગ માં- આપણી સંસ્થા…..આપણા મંદિરો..સત્સંગ..પરિવાર ને સેવા,સત્સંગ,ભક્તિ થી શ્રેષ્ઠ કરવાના છે. આપણો આ માર્ગ સહજ નથી- આથી શુરા થઇ ને આ ભક્તિ માર્ગ પર આગળ વધવા નું છે.

સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ……

 • ૧૪ જાન્યુઆરી ના રોજ- ઝોળી ઉત્સવ છે- અને આનંદો હરિભક્તો..આનંદો- આ સમયે- ઓનલાઈન ધર્માદા ની સગવડ ઉભી કરવામાં આવી છે……આ ઓનલાઈન સીસ્ટમ ઉભી કરવા માટે હરિભક્તો ની મદદ ની જરૂર પડશે….જે હરિભક્તો પાસે લેપટોપ અને લેઝર પ્રિન્ટર હોય- તેમણે મંદિર નો સંપર્ક કરવો- તા- ૬ થી તા ૧૫ -જાન્યુઆરી સુધી આ સાધનો ની જરૂર પડશે- મંદિર નો સંપર્ક કરવો- વધુ માહિતી માટે…….
 • ધનુર્માસ ઉપલક્ષ માં- શાહીબાગ મંદિર સુધી- અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં થી પદયાત્રા નું આયોજન થયેલું છે…..વિસ્તાર પ્રમાણે- તારીખ અલગ અલગ છે- એ માટે- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર નો સંપર્ક કરવો…..
 • ધર્માદા માટે- ચેક- જમા કરાવતા હરિભક્તો -એ ધ્યાન રાખવા નું કે- નવી સીસ્ટમ પ્રમાણે ના જ ચેક લખવા, ચેકચાક ન થાય- એમ જ લખવા……

તો- આજ ની સભા – એ સત્સંગ- ના માહાત્મ્ય ની સભા હતી……હરિ ના રાજીપા ની સભા હતી…..કારણ કે સત્સંગ થી જ હરિ ને પમાશે……એમ સ્વયમ હરિ કહે છે…….યાદ રાખો..!

રાજી રહેશો…..સત્સંગ ચાલુ જ રહેશે..નિરંતર….જય સ્વામિનારાયણ ….

રાજ


Leave a comment

૩૩ કલાક…૧ પ્રવચન….૧ સાર….!

“જે તેજ ને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે…એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણ્જ્યો જે ,” અક્ષર રૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે ” એમ જાણશો તોપણ તમારે મારે વિષે હેત રહેશે , તેણે કરી ને તમારું પરમ કલ્યાણ થશે , અને આ વાત ને નિત્યે નવી ને નવી રાખજો”

-શ્રીજી મહારાજ, વચનામૃતમ ગઢડા મધ્ય ૧૩

માત્ર એક વિષય – અને એના પર સતત ત્રીસ દિવસ સુધી પ્રાતઃ સભા ..અને એ પણ સતત તેત્રીસ કલાક સુધી …..એક વિષય પર વિસ્તૃત છણાવટ……! અદ્ભુત…..અદભુત……. આ ઘટના માત્ર આપણા સંપ્રદાય માં જ શક્ય છે કે જ્યાં જીવન જ તત્વજ્ઞાન છે અને રોજે રોજ તેને જીવાય છે….. પુ. બ્રહ્મદર્શન સ્વામી જેવા અત્યંત વિદ્વાન સંત ને જેણે સાંભળ્યા છે- એ મારી સાથે સહમત થશે કે- આટલું બધું તેજસ્વી પ્રવચન કદાચ એ જ કરી શકે છે…….! ૧૭/૦૮/૨૦૦૪ થી ૧૫/૦૯/૨૦૦૪ ના ગાળા માં શાહીબાગ મંદિરે થયેલી આ પ્રવચન માળા – માત્ર એક વચનામૃત પર જ આધારિત હતી અને – એ વચનામૃત હતું- ગઢડા મધ્ય નું ૧૩ મુ…..તેજ નું……! કદ માં સહેજ મોટું આ વચનામૃત – આપણા સંપ્રદાય નો- સ્વામીનારાયણ તત્વજ્ઞાન નો સાર છે અને જેના મધ્ય માં છે- સ્વરૂપ નિષ્ઠા……સ્વરૂપ નિષ્ઠા……..સ્વરૂપ નિષ્ઠા………

કોઈપણ સંપ્રદાય કે ધર્મ ના સ્થાપન અને સંવર્ધન માં – એક પાયા ની ચીજ છે- નિષ્ઠા……..અને જો- સંપ્રદાય ના આદ્ય પુરુષ કે- શાસ્ત્રો કે એના નિયમ ધર્મ માં નિષ્ઠા નો અભાવ હોય તો- એનું પોષણ થતું નથી અને એ સંપ્રદાય કે ધર્મ  નું બાળ મરણ થાય છે. આપણા સંપ્રદાય માં ગુણાતીતાનંદ સ્વામી થી માંડી ને આજે પ્રમુખ સ્વામી મહારાજ સુધી ના સત્પુરુષો – એ શ્રીહરિ ના સાચા સ્વરૂપ ની ઓળખાણ કરાવવા માટે…..સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવવા માટે પોતાના દેહ ને -જીવ ને ઘસી નાખ્યા છે…..અને પરિણામ આજે આપણી સમક્ષ છે…..! ” સહજાનંદ સ્વામી એ જ પૂર્ણ પુરુષોત્તમ, સર્વે અવતાર ના અવતારી છે અને ગુણાતીતાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ ને રહેવા નું સ્થાન અર્થાત મૂળ અક્ષરધામ છે”  એ જ સાર ની નિષ્ઠા માટે- એના કારણે જ આજે – દુનિયા ના ખૂણે ખૂણા માં આજે પ્રમુખ સ્વામી મહારાજ ની આ અક્ષરપુરુષોત્તમ સંસ્થા ના ચૌ-દિશા માં વાવટા ફરકી રહ્યા છે…….આ સંસ્થા ના સ્થાપક- બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર ના મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે લીંબડી ના ઠાકોર સાહેબ દોલતસિંહજી અને કાકા સાહેબ ને -એક સત્તાવાહી અવાજે સંભળાવ્યું  હતું…..” ઠાકોર સાહેબ- અમે મૂંડાવ્યું છે તે ગુણાતીત માટે મૂંડાવ્યું છે……”

……………….શું કહેવું?? એક સિધ્ધાંત પર- સમગ્ર સંસ્થા ઉભી છે અને તેના હરિભક્તો ને- આ સંસ્થા નો મહિમા કેમ સમજાય- એનો વિચાર પુ. બ્રહ્મદર્શન સ્વામી એ પોતાના આ મેરેથોન પ્રવચન માં કર્યો છે. આ પ્રવચન ના મુખ્ય મુદ્દા હતા ……

 • શ્રીજી ના સ્વરૂપ નો મહિમા- અક્ષર નું જાણપણું અને તેનો મહિમા
 • ગુણાતીત પરંપરા અને સત્પુરુષો ના મહાન કાર્યો અને તેનો મહિમા
 • સાચા સંતો ની વ્યાખ્યા અને તેમનો મહિમા….
 • સાચા હરિભક્ત ની વ્યાખ્યા અને હરિભક્ત હોવા નો મહિમા

અને આ પ્રવચન માં – કદાચ બધા જ એ સવાલો અને શંકા ઓ -સંશયો નો જવાબ મળી રહે છે અને જો તમે એક સાચા શ્રોતા હો……પ્રવચન ના દરેક અંશ ને ધ્યાન થી સાંભળ્યા હો…સમજ્યા હો……તો- મારી એ વાત ની ગેરંટી કે- તમે અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત ના એક સાચા ઉપાસક તરીકે ઉભરી આવો….અને સહજાનંદ તમારા રક્ત ના કણેકણ માં છવાઈ જાય…….! અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના શબ્દો માં- મહારાજ નું સાચું સ્વરૂપ સમજાશે તો જ અક્ષરધામ જવાશે………અને આપણા ગુરુ- આપણા સંતો અને આપણા શાસ્ત્રો – આ સ્વરૂપ ઓળખાવવા માટે જ દાખડો કરી રહ્યા છે.

તો- સાર એક જ છે- ” અક્ષરરૂપ થઇ પુરુષોત્તમ ની ભક્તિ કરવી” – હવે આપણે વિચારવા નું છે- કે આપણે અક્ષર રૂપ કઈ રીતે થવું…??? અને પુરુષોત્તમ ને કઈ રીતે જાણવા…સમજવા અને ભજવા????? અને આ સાર ને સમજ્યા સિવાય મોક્ષ શક્ય નથી- એ યાદ રાખવા નું છે….હરી ની પ્રાપ્તિ – એ જ અહી મોક્ષ ની વ્યાખ્યા છે- એ વિશેષ યાદ રાખવા નું છે.

તો બસ – આ અધ્યાત્મ ના સફર માં સાથે રહેજો…….થોડુક મારું જ્ઞાન..થોડુક તમારું જ્ઞાન અને સ્વામી-શ્રીજી ના આશીર્વાદ……ગુરુ ની દયા…અને સંતો-શાસ્ત્રો નું માર્ગ દર્શન …..પછી શું જોઈએ??? મોક્ષ માં અક્ષરધામ પાકું જ છે…….

જય સ્વામીનારાયણ

રાજ


Leave a comment

મંગળાઆરતી

આમ તો સર્વ વૈષ્ણવ/સ્વામીનારાયણ કે અન્ય સંપ્રદાયોમાં આરતી નું ઘણું મહત્વ છે. દાખલા તરીકે શ્રીનાથજી ની આઠેય પહોર મા આઠ જુદી જુદી આરતીઓ અને એટલા જ શણગાર થાય છે. જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાય ના શિખરબદ્ધ મંદિરોમાં ચોવીસ કલાક મા પાંચ વાર આરતી થાય છે.  સવારે ૬ વાગ્યા થી શરુ થઇ ને રાત્રે સાડા આઠ વાગ્યા સુધી ના ગાળા મા આ આરતી થાય છે.

શ્રી ભગવદ્ગોમંડળ કહે છે કે “આરતી” શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ” આરાત્રિક” પર થી આવ્યો છે જેનો મતલબ થાય છે – કે દીપક ને અજવાળે ભગવાન ના દર્શન કરવા/નિહાળવા……પણ આપણા માટે આ શબ્દ બસ એટલા અર્થ પુરતો નથી, પણ અહી હૃદય ના ભાવ રેડવા ની વાત છે. આરતી ના પદો- શંખનાદ,ઢોલ,નગારા ,ઘંટનાદ કે પખાલ ના તાલે ગવાતા  હોય ત્યારે બસ મન-હૃદય-આત્મા સ્થિર થઇ આ જગ ના કર્તા-હર્તા ના ચરણોમાં ઝુકી જાય છે.  અમારા સ્વામીનારાયણ મંદિરોમાં – મુક્તાનંદ,બ્રહ્માનંદ કે પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત આરતી ના પદ ગવાય છે….પણ એમાં ” જય સદગુરુ સ્વામી…” વાળું સંધ્યા આરતી નું પદ- દરેક સમય ની આરતીમાં સર્વ-સ્વીકૃત છે….સ્વામીનારાયણ મંદિરો મા થતી આરતીઓ….

૧. સવાર ની- મંગળાઆરતી – શ્રીજી ને સવારે નિંદ્રામાં થી જગાડવા ના ભાવ સાથે કરવામાં આવે છે….. અદભુત આરતી હોય છે…શ્રીનાથદ્વારા મા પણ શ્રીનાથજી ની સવારે ૫-૫.૩૦ વાગે થતી આરતી નો લ્હાવો લેવા ભક્તો ની ભીડ ઉમટી પડે છે…..એ મંગળાઆરતી ના પદ….

“આરતી શ્રીનાથજીની મંગળા કરી
શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા ….ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી……….

નમી નમીને પાયે લાગુ …..
અંતરમાં ધરુ પ્રભુ આરતી કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…..

અદભુત છે……….

૨.શણગાર આરતી– શ્રીહરિ ને સુંદર વાઘા અને આભૂષણો પહેરાવી ને આરતી થાય છે…ભવ્ય આરતી હોય છે..
૩. રાજભોગ આરતી– બપોર ને સમયે થાય છે……ભગવાન ને વિવિધ વાનગીઓ નો રસથાળ જમાડવા ની ભાવના હોય છે…
૪. સંધ્યા આરતી– સાંજ ના સમયે થતી આ આરતી- સૌથી લોકપ્રિય હોય છે…..
૫. શયન આરતી– ભગવાન ને શયન કરાવવા ના ભાવ સાથે થતી આ આરતી પણ અદભુત હોય છે…..મને આરતી પછી બોલાતા શયન ના પદો- ” અક્ષરના વાસી વ્હાલો…’ અને ” પોઢો પોઢો સહજાનંદ સ્વામી” ખુબ ગમે છે….. અને અંતે ચેષ્ટા ના પદો- જે રાજકોટ મંદિર મા ગવાય છે……..તે ખુબ જ રસપ્રદ હોય છે….

આ બધું યાદ કરવાની જરુર એટલા માટે છે કે – હું મારા જીવનમાં ઘણી ઓછી વાર જ મંગળાઆરતી નો લાભ લઇ શક્યો છું- જો કે આના માટે મારી આળસ જવાબદાર છે- એ વિદિત છે. પણ આજે સવારે લગભગ- ૪ વાગ્યે ઉઠી ને તૈયાર થઇ ગયો- મન મા એ ક જ લાગણી હતી કે આજે મંગળાઆરતી નો લાભ લેવો અને સવારે ૫.૩૦ સુધી મા મંદિરે પહોંચી જાઉં…! વળી પદયાત્રા નો ઉમળકો હતો આથી સ્વામીનારાયણ….સ્વામીનારાયણ…રટણ સાથે મંદિર તરફ ચાલી નીકળ્યો અને લગભગ કલાક બાદ- ૮-૯ કિમી નું અંતર કાપી ને…. -હું મંદિરે હતો……સંતો ની હાજરી, શાંત મંદિર….આકાશ મા સ્પષ્ટ દેખાતા તારાઓ…અને એકદમ જુજ સંખ્યામાં હરિભક્તો…અદભુત રીતે શાંત માહોલ હતો…..! એની નીરવતા મને સ્પર્શી ગઈ…..અને હું મંદિરમાં ગોઠવાયો…એક સંતે- હાર્મોનિયમ સાથે પ્રેમાનંદ સ્વામી નું એક અવિસ્મરણીય પદ…” એરી એરી આજ રંગ મહારાજ..” લલકારવા નું ચાલુ કર્યું ને હું જાણે કે સમાધિગ્રસ્ત થઇ ગયો……..આટલી બધી શાંતિ અને એકાત્મકતા મને કયારેય અનુભવ નથી થયા…….અમુક વર્ષો પહેલા મે મુંબઈ ના દાદર મંદિરે- મંગળાઆરતી મા પૂ.કૃષ્ણપ્રિય સ્વામી ને સાંભળ્યા હતા……બસ આજે એવો જ માહોલ હતો…….શાહીબાગ મંદિર ના કોઠારી સ્વામી પણ ઝીણા ઝીણા સ્વરે એમાં સાથ પુરાવી રહ્યા હતા…..! ત્યારબાદ – આરતી ની શરૂઆત થઇ…..નગારા  અને ઘંટનાદ સાથે ..અને જીવ સહજ એમાં જોડાઈ ગયો..બનારસી ટોપી મા સુશોભિત ઠાકોરજી ની શોભા અવર્ણનીય હતી………મનભરી ને દર્શન કર્યા અને અંતે સંતો ના પણ દર્શન થયા..પૂ.વિવેકસાગર સ્વામી, કોઠારી સ્વામી, પૂ.બ્રહ્મદર્શન સ્વામી વગેરે સંતો ના દર્શન થયા……અને છેલ્લે મારો ફેરો જાણે કે સંપૂર્ણ થવા નો હોય, એમ શ્રી હરિકૃષ્ણ મહારાજ ની ચલિત મૂર્તિ ના પણ દર્શન થયા……..

મંગળ……મંગળ દર્શન અને મંગળાઆરતી નો અદભુત લાભ……..! થાય છે કે – રોજ સવારે બ્રહ્મમુહૂર્ત મા ઉઠું અને રોજ- મનભરી ને મંગળાઆરતી નો લાભ લઉં…..! આખરે આ નેત્રો ને બસ એક હરિ દર્શન ની જ ઝંખના રહે- એવી નિરંતર પ્રાર્થના કરતો રહું છું…..એક હરિ સાથે અખંડ મનો-હૃદય વૃતિ જોડાય તો જ – એમનો રાજીપો મળે અને આ ફેરો….જીવન ની આ પદયાત્રા સફળ કહેવાય…..

ટૂંક મા- શ્રીજી ને રીઝવવા માટે જે કરવું પડે એ કરો……….

જય સ્વામીનારાયણ…

રાજ


4 Comments

BAPS રવિસભા-તા ૭/૧૦/૨૦૧૨

આજે વાતાવરણ મા પલટો દેખાયો…છેલ્લા બે-ત્રણ દિવસ થી અમદાવાદ જાણે કે સોના-બાથ મા પરસેવે ભીંજાઈ રહ્યું છે. આજે વાદળછાયું વાતાવરણ હતું અને લાગ્યું કે મેઘરાજા પુનઃ પધારશે …પણ એ ન થયું..! ખેર….! જે થયું એ થયું….પણ હું સમયસર મંદિર મા પહોંચી ગયો….પ્રેમવતી મા થી મેથી ના ખાખરા લેવાના હતા પણ એ ન મળ્યા…..હવે ફરી કોઈક વાર….

હમેંશ ની જેમ – ઠાકોરજી ના અદભુત દર્શન……આજે સહજાનંદ સ્વરૂપ અદભુત લાગી રહ્યું હતું….શ્યામ-ધવલ વસ્ત્રોમાં સુશોભિત મહારાજ ની મૂર્તિ મનમોહક હતી…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો દ્વારા ધૂન અને કીર્તન ચાલી રહ્યા હતા….” અહોર્નીશ દર્શન દેજો રે……” અદભુત કીર્તન છે…..શ્રીહરિ ને એક પલ પણ ન વિસરવા….સદાયે અખંડ વૃતિ રાખવી- એની વાત આમાં દેખાય છે. છેવટે સત્સંગ ની સાતત્યતા આ જ છે….ત્યારબાદ પૂ.બ્રહ્મ્કીર્તન સ્વામી દ્વારા “સોના ને ક્યાંથી લાગે કાટ ” કીર્તન રજુ થયું. હૃદય ને સોના સરીખું રાખવું…..તો જ એની ચમક- શુધ્ધતા કાયમ રહે છે…..

ત્યારબાદ- સભામાં એક અત્યંત પ્રસિદ્ધ વિદ્વાન અને આપણા સંનિષ્ઠ કાર્યકર હાજર હતા એમના પ્રવચન નો લાભ મળ્યો. એ સજ્જન હતા- ડૉ. જીતેન્દ્ર મેહતા- શ્રીજી મહારાજ ના વખત ના હરિભક્ત -આંબા શેઠ ( ગઢાળી ગામ) ના વંશજ…..આજે અમેરિકા મા જગ પ્રસિધ્દ અવકાશી સંસ્થા NASA મા સીનીયર તજજ્ઞ તરીકે કામ કરી રહ્યા છે….જેમાં એમણે NASA  ના વોયેજર યાન, માર્સ મિશન, અને ભવિષ્ય ના સેટર્ન મિશન ની ટીમ મા અગત્ય ના હોદ્દા પર કામ કરી રહ્યા છે. છતાં એમણે એમના અત્યંત નિર્માની પણા નો અનુભવ કરાવતા પ્રવચન મા કહ્યું કે- કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ અને કૃપા થી એમણે પ્રગતિ કરી….પોતાના સંસ્કાર જાળવ્યા….અને લોસ એન્જલસ મા નવીન મંદિર ની રચના માટે ભીડા વેઠ્યા……! અદભુત અદભુત……શું કહેવું??  ગર્વ ની વાત છે….દરેક હરિભક્ત માટે……કે ભૌતિક ઊંચાઈ ઓ પર પહોંચ્યા પછી પણ હરિભક્તો પોતાના મૂળ સંસ્કાર- સત્સંગ પોતાની સાથે જોડી રાખે છે……! બસ આ જ હરિ દયા છે…..ગુરુ ની દયા છે……

ત્યારબાદ- પૂ.ડોક્ટર સ્વામી દ્વારા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરો નું જાહેરમાં અભિવાદન કરવામાં આવ્યું….ગોરધનભાઈ અમીન ( હ્યુસ્ટન મંદિર), રઘુવીરભાઈ પુજારા ( સેટેલાઇટ) ની વાતો- ખરેખર પ્રેરણાદાયક હતી……ત્યારબાદ એક અદભુત વીડીઓ નું પ્રદર્શન થયું….દિલ્હી અક્ષરધામ મંદિર પરિસર નું દુનિયા ના પ્રખ્યાત ફોટોગ્રાફર (ઓલેગ અને સર્ગી સેમેનોવ) દ્વારા ૩૬૦ ડીગ્રી મા ફોટોગ્રાફી કરવામાં આવી છે……….અક્ષરધામ કેટલું મનમોહક લાગે છે……..! જુઓ…..

અક્ષરધામ-૩૬૦ ડીગ્રી

ત્યારબાદ પૂ. ડોક્ટર સ્વામી એ એમના હમેંશ ની જેમ તેજસ્વી પ્રવચન મા કહ્યું કે- સત્સંગી એ હમેંશા ગુણગ્રાહી દ્રષ્ટી રાખવી…..હરિભક્ત કે સંતો નું ક્યારેય ઘસાતું ન બોલવું……અને પોતાના ઇષ્ટદેવ,સંત,સંસ્થા અને પરિવાર મા – નિષ્ઠા..એકતા જ મોક્ષ નો માર્ગ છે. અંતે એમણે એક સવાલ પૂછ્યો- તમારા અને તમારા પરિવાર મા એકતા કેવી છે? વિચારવા જેવી વાત છે……જયારે આપણા મા….આપણા પરિવાર મા જ એકતા ન હોય…..તો સત્સંગ શી રીતે કહેવાય…??

છેવટે સભાને અંતે અમુક જાહેરાત થઇ…..જેવી કે- સેટેલાઇટ-વસ્ત્રાપુર વિસ્તારમાં ૯-૧૩ ઓક્ટોબર ઉપનિષદ પારાયણ છે અને એ પણ પૂ.બ્રહ્મદર્શન સ્વામી દ્વારા……! અચૂક લાભ લેવો……! સાથે સાથે નવા વર્ષ ૨૦૧૩ ના નવા કેલેન્ડર્સ અને ડાયરી આવી ગઈ છે……લાભ લેવો……

તો આજ ની સભા- સત્સંગ ની નવી પરિભાષા ની હતી…..નિર્માનીપણું માટે હતી……અને સાચા સત્સંગી હોવા ની હતી……!

સાથે રહેજો……

જય સ્વામીનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-તા ૧૯/૦૬/૨૦૧૧

આજે રવિવાર અને હમેંશ ની રવિવાર એટલે રવિસભા નો દિવસ…….! અમે આજે મંદિરે થોડાક મોડા પહોંચ્યા કારણ હતું..અસહ્ય ગરમી અને બફારો….વરસાદ જાણે કે અમારા થી રૂઠી ગયો છે અને અમારી ધીરજ જાણે કે હવે જવાબ દઈ રહી છે…….! પણ એક વસ્તુ કાયમ છે અને એ છે – રવિસભામાં હાજર રહેવા ની ઉત્કંઠા….જે હરિ દયા થી ક્યારેય ઓછી થતી નથી. મન હવે ક્યારેય એવું નથી કહેતું કે – રહેવા દે..! આજે રવિવાર છે…..ઘરે જ રહીએ….!

તો સૌપ્રથમ હરિ ના દર્શન…..મન-હૃદય ની સંતૃપ્તિ માટે….અને ત્યારબાદ સભાગૃહ માં ગયા….કીર્તન શરુ થયું…,પણ એ પહેલા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગો નું પઠન થઇ રહ્યું હતું. મને એક પ્રસંગ ગમ્યો કે – એક હરિભક્ત ને સ્વામી એ પાત્ર દ્વારા આશીર્વાદ આપ્યા હતા કે – તેમને અમેરિકા ના વિઝા મળી જાશે પણ ન મળ્યા અને એમના ધર્મપત્ની એ સ્વામી પર એનો બળાપો કાઢ્યો….પણ સ્વામીશ્રી હમેંશ ની જેમ નિર્લેપ હતા અને નિશ્ચિંત પણે પેલા બહેન ને જવાબ મોકલાવ્યો કે હરિ ઈચ્છા નું હમેંશા માન રાખવું…..હરિ ની ઈચ્છા એવી હશે આથી એવું થયું…! આમ , બધું કરતાં પણું હરિ પર છોડી દેવું….જે થાય છે..એ સારું જ થાય..છે……! પૂ. વિશ્વ્સ્વારૂપ સ્વામી કંઠે કીર્તન ચાલ્યું કે ” હરિજન સાચા રે ,જે ઉર માં હિંમત રાખે…..”….આ પંક્તિઓ જ ઘણું બધું કહી જાય છે……હરિ નો માર્ગ શુરા ઓ નો માર્ગ છે…..એ યાદ રાખો…!

અને પછી શરુ થયું ” બ્રહ્મદર્શન પ્રવચન….” ! આજે અમદાવાદ ને આંગણે પૂ. બ્રહ્મદર્શન સ્વામી જેવા વિદ્વાન અને સારા વક્તા સંત નું તેજ ઝરતું પ્રવચન હતું.  વિષય હતો- ગઢડા મધ્ય ૬૦ નું વચનામૃત…..” વિક્ષેપ ટાળ્યા નું….પક્ષ રાખ્યાનું”…..સ્વામીની વાતોમાં લખ્યું છે કે ” જીવ ને જો વચનામૃત સિવાય બીજે જીવ હોય તો એને મોહ કહેવાય..” અને આ થીમ પર શરુ થયું ..એમનું અસ્ખલિત તેજતર્રાર પ્રવચન……! લગભગ દોઢ કલાક ચાલેલા આ પ્રવચન માં – સમગ્ર સભા સ્થિર થઇ ગઈ…..પૂ.બ્રહ્મદર્શન સ્વામી ને સંભાળવા એ એક લ્હાવો છે…..એ સાબિત થયું…જોઈએ એના કેટલાક અંશ….

 • સંસાર છે , દેહ છે ત્યાં સુધી દુઃખ તો રહેવાના જ….એમાં થી સ્વયમ ભગવાન પણ નથી બચી શક્યા તો આપણા પામર જીવ નું શું?….
 • ગઢડા મધ્ય ના ૫૫ મુ અને અંત્ય ના ૩૦માં હરિ એ સ્વયં કહ્યું છે કે ” એ જે સમાધાન આપી રહ્યા છે એ એમના અનુભવે સિદ્ધ કરેલું છે….” આથી જીવે એક હરિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો….
 • તો સંસારમાં આવતા દુઃખ કઈ રીતે ટળે?….દુઃખ તો આવવા ના જ છે પણ એ આપણા ને કોઈ અસર ન કરી શકે એ માટે શું કરવું?
 1. પોતે એક આત્મા છે અને એ દેહ થી નોખા છે- એનું અનુસંધાન રાખવું…
 2. માયિક એવો કોઈ પણ પદાર્થ એ નાશવંત જ છે – એ સત્ય હમેંશા સ્વીકારવું જ….” જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ :”
 3. ભગવાન જ એક સર્વોપરી, સર્વ જ્ઞાતા, સર્વ કર્તા હર્તા છે – એનો મહિમા હમેંશા જાણવો….સમજવો અને સ્વીકારવો…
 • આત્મા કોઈ વાતે સુખ કે કોઈ વાતે દુઃખ નથી….જે કઈ સુખ દુઃખ છે એ દેહ ને લગતા છે ..એને કારણે છે….
 • દેહભાવ- દેહ ની આસક્તિ માં ન માનતા…આત્મા ની ઉન્નતિમાં વિચારવું…..માત્ર તિલક ચાંલ્લો જ સત્સંગ નથી….સત્સંગ કે ભક્તિ બહુ મોટી વાત છે…લોયા ના ૧૭મા વચનામૃત મુજબ- દ્રઢ આત્મનિષ્ઠા, દેહ નો અનાદર,પંચવિષય માં વૈરાગ્ય  અને ભગવાન ના માહાત્મ્ય સહીત નો નિશ્ચય હોય તો ગમે તેટલી વિપરીત સ્થિતિ કેમ ન હોય પણ જીવ વિચલિત ન થાય….” એક એનઆર આઈ  સત્સંગી યોગેન્દ્ર પરમાર નો પુત્ર ધામ માં ગયો ત્યારે પણ એમણે સહેજ પણ વિચલિત થયા વગર પુત્ર ના મૃત્યુ નો ઉત્સવ મનાવ્યો હતો……

તો સમગ્ર સભા – પ્રવચન માં બંધાયેલી રહી……અને અંત ખુબ જ જોરદાર તાળીઓના ગડગડાટ થી થયો…..આ સાથે અનેક જાહેરાતો પણ થઇ…જેમ કે…

તો બસ આજની સભા….બ્રહ્મદર્શન ની સભા હતી……હરિ માહાત્મ્ય ની સભા હતી…..શ્રીમદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે એમ- જ્ઞાની પુરુષ હમેંશા સ્થિતપ્રજ્ઞ રહે છે………સુખ દુઃખ દેહ માટે છે અને આત્મા માટે તો આ દેહ જ એક વસ્ત્ર છે….જે કાળક્રમે જીર્ણ થાય છે …બદલાતું રહે છે…….

જય સ્વામિનારાયણ

રાજ