Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS રવિસભા-18/08/2019

બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ને ભજવા એ જ સત્સંગ…..એ જ આત્યંતિક કલ્યાણ નો માર્ગ…..!!!!

શ્રાવણ માસ ધીરે ધીરે તેનાં અંત તરફ આગળ વધી રહ્યો છે, અને સાથે સાથે ભક્તિ…સત્સંગ પણ તેની સર્વોપરી કક્ષા તરફ ઉર્ધ્વ ગમન કરી રહ્યો છે….મેઘરાજા એ આ વખતે સર્વ ની પ્રાર્થના સાંભળી છે અને જીવ માત્ર ને હૈયા માં ટાઢક થઈ છે….જેની અસર આજકાલ સત્સંગ સભા ઓ માં દેખાય છે…..હરિભક્તો નો ઉત્સાહ સર્વોપરી છે….જેનો રંગ સદાયે ચડતો ને ચડતો રહે તેવી શ્રીજી સ્વામી ને પ્રાર્થના……

સૌપ્રથમ મારા વ્હાલા નાં મનમોહક દર્શન……!! 👌👌

સભા ની શરૂઆત યુવક મિત્રો દ્રારા ધૂન પ્રાર્થના થી થઈ…..

  • ત્યારબાદ એક યુવક દ્રારા ” સ્વામી સહજાનંદ મહારાજ…મારે હૃદયે રહેજો રે…” પદ રજુ કર્યું….જે આપણાં સૌના હૃદય નો જ એક રાગ છે……કે શ્રીજી આપણાં અંતર માં અખંડ રહે….અને એ જ બ્રહ્મરૂપતા નું લક્ષણ…!!!
  • એ પછી પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી નું અદ્ભૂત પદ “સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંત નાં…” રજુ કર્યું….ખરેખર, જીવ ને અનંત જન્મો થી વળગેલી માયા માં થી છૂટવા નો એક જ માર્ગ છે…સત્સંગ….!! એનો મહિમા જીવ માં દૃઢ થાય તો બાકી શુ રહે…?? સત્સંગ કરતાં ચાહે ગમે તેટલી વિપત આવે પણ સત્સંગ છૂટવો ન જોઈએ….!
  • એ પછી એક યુવક દ્રારા બ્રહ્માનંદ સ્વામી રચિત હિંડોળા નું પદ ” ઝુલત પ્યારે નવલ કિશોર ઘનશ્યામ….” ગવાયું….આ અદ્ભૂત ચરિત્ર પદ અને સ્ટેજ પર હિંડોળે ઝુલતા શ્રીજી સ્વામી ….વાહ…! અદ્ભૂત નજારો હતો….! આ છબી આઠો જામ અંતર માં રહે ….એટલે સહજ આનંદ હમેંશા રહે….
  • એવું જ એક પ્રેમાનંદ સ્વામી રચિત હિંડોળા નું પદ , એક યુવક દ્રારા ” ઝુલોં હિંડોળે વ્હાલા…નટવર…ધર્મ તણા લાલા..” રજુ કર્યું…! જોશીલું પદ….! …અદ્ભૂત…!

સારંગપુર યુવા અધિવેશન માં મુંબઇ નાં યુવકો દ્રારા બનાવેલી વચનામૃત આધારિત શોર્ટ ફિલ્મ ” સંસ્કાર” રજુ થઈ…..જગત નાં ચમક દમક વાળા વિષયો માં લોભ પામી સંસ્કારી યુવકો પણ ક્યારેક લપસી જાય છે….એ ન થાય એ માટે વચનામૃત, નિત્ય કથા વાર્તા ,સંત સમાગમ જીવન માં અનિવાર્ય છે….કુસંગ થી સદાયે દુર રહેવાય..એ માટે શ્રીજી ને પ્રાર્થના….! પુ. ગુરુ સ્મરણ સ્વામી એ આવી શોર્ટ ફિલ્મ જેવી ફિલ્મ બનાવવા યુવકો યુવતીઓ માટે વિશિષ્ટ વર્ક શોપ “ફોક્સ” અમદાવાદ માં યોજાયો હતો એનાં વિશે વિશેષ માહીતી આપી……તેમાં પ્રસિધ્ધ વિડીયો-ફિલ્મ ડાયરેક્ટર અરવિંદ બબલ પણ પધાર્યા હતાં તેમનુ આજે જાહેર માં સન્માન થયુ….એ સાથે એમનાં સહયોગી નું પણ સન્માન થયુ…. ! અરવિંદ બબલે પોતાના અનુભવ સભામાં વહેંચતા કહ્યુ કે…પોતે સત્સંગ માં આવતાં પહેલા ખૂબ જ સિગારેટ પીતા હતાં….કુટુંબ માં ખૂબ જ પ્રશ્ન હતા… પિતા સાથે બનતું ન હતુ ..અને જીવન માં સફળતા આવી તયારે એમનાં પિતા નો દેહાંત થઈ ચુક્યો હતો…પણ મહંત સ્વામી નાં દર્શન માત્ર થી આ દુખ પળ માં ભુલાઈ ગયું… સિગારેટ છૂટી ગઇ…સર્વ હૃદય નો ભાર છૂટી ગયો…! અદ્ભૂત….!!

ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી એ પોતાના પ્રવચન માં “સત્સંગ નું સ્વરુપ અને મહિમા” વિશે જે વચન કહ્યા તેનો સારાંશ માત્ર અહીજોઈએ…

  • શ્રીજી નાં સમય માં સદ્ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી નાં વચન થી પોતાનુ માન મૂક્યું…અને બોલ્યા કે…12 વર્ષ સદ્ગુરુ રહ્યો…12 વર્ષ ગુરુ રહ્યો…પણ સત્સંગી તો આજે થયો…..
  • પરમ ભક્તરાજ શિવલાલ શેઠ કે જેની પૂજા માં સાક્ષાત શ્રીજી પધારતા તેને ગઢડા આચાર્ય મહારાજ ની પધરામણી પછી ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યુ કે …તારા જીવ સામે જોવું છું તો અડધો સત્સંગ દેખાય છે….
  • બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુ દાન ગઢવી તરીકે અનેક પ્રકાર નો માન મરતબૉ, ધન સંપત્તિ સેવકો છોડી ને ત્યાગાશ્રમ સ્વીકાર્યો….છતા શ્રીજી એ કહ્યુ કે….તમે ગુણ ભાવી છો….સાચા સત્સંગી તો પરવતભાઈ અને ગોરધન ભાઈ છે….
  • ભગતજી મહારાજે, સ્વામી પાસે માંગ્યું કે….મારો જીવ સત્સંગી થાય…..! આપણે વિચારીએ કે….આપણે શુ માંગી એ છીએ??
  • સત્સંગ ચાર/આઠ/બાર/સોળ આની હોઇ શકે….પંચ વર્તમાન માં દ્રઢતા ને શ્રીજી ચાર આની સત્સંગ કહે છે….આપણી ઇન્દ્રિયો આપણાં કાબુ માં આવે એને આઠ આની સત્સંગ કહેવાય…ઇન્દ્રિયો ને બાહ્ય જગત માં થી ખેંચી….એક ભગવાન માં જોડવા ની છે (ગ.પ્ર.8,18…) ઇન્દ્રિયો નો આહાર શુદ્ધ થાય તો અંતકરણ શુદ્ધ થાય…..અને એ પછી ગ્રંથિ ઓ ઓગળવા ની શરૂઆત થાય…માટે જ સંગ શુદ્ધિ જરુરી છે….
  • આપણો ધ્યેય સ્પષ્ટ જોઈએ….બ્રહ્મ રુપ થવું અને પુરુષોત્તમ ને ભજવા છે….મન,બુદ્ધિ,અહંકાર અને ચિત્ત- અંતઃકરણ નો સત્સંગ એ બાર આની સત્સંગ છે…..! જે પ્રાપ્તિ જીવ ને થઈ છે, તેનો દૃઢ ભાવ અને મનન નીદિ ધ્યાંસ આના માટે જરુરી છે…
  • સોળ આની સત્સંગ એટ્લે કે- અહં મમત્વ…દેહાભિમાન નો ત્યાગ…લોયા-૧૨ નાં વચનામૃત મુજબ બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ની ઉપાસના કરવી….એ જ સોળ આની સત્સંગ..!ગુણાતીત ને આપણે આપણું સ્વરુપ માની એ…આત્મા માની એ તો આત્મ નિષ્ઠા સહેજે દૃઢ થાય…. એમનાં ગુણ આપણાં માં આવે…બ્રહ્મ રુપ થવાય….
  • એ જ રીતે સત્સંગ નાં ઉપરોક્ત લેવલ ને આધારે ચાર પ્રકાર નાં હરિભક્ત છે- કાચ જેવા, માટી નાં વાસણ જેવા, તાંબા પિત્તળ નાં વાસણ જેવા….અને સોના નાં વાસણ જેવા…!!

જોરદાર પ્રવચન…!! આપણે હવે વિચારવા નું છે કે, આપણો સત્સંગ કયો છે?? ચાર આની કે આઠ આની…બાર આની કે સોળ આની?? એનાં પર થી આપણો સત્સંગ પુર્ણ થાય….સોળ આની થાય…એ માટે ખટકો રાખી મંડી પડવા નું છે…..આજ્ઞા, ઉપાસના માં શુદ્ધ…સાર ધાર રહેવા નું છે….ગુણાતીત ને આપણો આત્મા માની એમને મન કર્મ વચને રાજી કરી લેવા નાં છે……એટલું થાય તો સત્સંગ સફળ…સુફ્ળ…!!

સભા ને અંતે જાહેરાત થઈ કે…

  • 24 ઓગષ્ટ , જન્માષ્ટમી નો મહોત્સવ છે…..શ્રી કૃષ્ણ અને માનવીય સંબંધો પર અદ્ભૂત ઉજવણી થાશે…..રાત્રે 8.30 થી શરૂ થાશે…..આજ્ઞા મુજબ નિર્જળા ઉપવાસ ( ધારણા પારણાં વ્રત વાળા એ પણ કરવા નો છે) કરવા નો છે….
  • બાળકો માટે સ્વાધ્યાય પોથી પ્રગટ થઈ છે….

અદ્ભૂત સભા….!! જો એક એક શબ્દ જીવ માં ઊતરે તો જીવ જરુર બ્રહ્મરૂપ થાય….

સર્વને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ….

સદાયે પ્રથમ શ્રીહરિ…..

રાજ


1 Comment

BAPS રવિસભા-04/08/2019

જીવન નાં પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન વચનામૃત માં છે……તેનો નિયમિત અભ્યાસ કરવા થી જીવન માં સુખ શાંતિ સહેજે થાશે….

—————–

પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ

જીવન માં અખંડ શાંતિ ની વાત આજની સભા માં હતી…..વચનામૃત ખરેખર અમૃત છે, જેમ જેમ એનો અભ્યાસ વધશે તેમ તેમ જીવન નાં સંશય….પ્રશ્ન…અશાંતિ…દુખ ઘટતા જશે….બસ અખંડ સુખ રહેશે…!!તો મેઘરાજા નું આગમન થઈ ચુક્યું છે….શ્રીજી મન મુકી ને ભક્તો નાં સંકલ્પ પુર્ણ કરી રહ્યાં છે….સર્વત્ર મેઘરાજા નું આગમન તો, ગાંધીનગર માં સતપુરૂશ નું આગમન થઈ ચુક્યું છે, જેની અસર આજે અમદાવાદ સભા માં દેખાતી હતી…અને કેમ ન દેખાય?….સતપુરૂશ અને શ્રીજી થકી જ આ બધુ છે…એમનાં માટે જ આ બધુ છે….જયાં ચમક નો પર્વત પોતે હોય પછી જીવ માત્ર ત્યાં ખેંચાય જ ને…!!

સભા ની શરૂઆત માં મારા વ્હાલા નાં દર્શન…..

યુવક મિત્રો અને પુ.કૃષ્ણ સ્વરુપ સ્વામી એ ધૂન થી સભા ની શરૂઆત કરી…એ પછી, પુ.પ્રેમ વદન સ્વામી દ્રારા હિંડોળા ઉત્સવ પ્રસંગે પ્રેમ સખી રચિત “…ઝુલન કે દિન આયે હિન્ડોરે….” પદ રજુ કર્યું અને સમગ્ર સભા સાવન નાં હિંડોળા ની શોભા…એનાં પર બિરાજ માન મનમોહન નાં રુપ માં ગુલ્તાન થઈ ગઇ….! શ્રીજી ની છટા શી હશે? કલ્પના માત્ર થી મન રોમાંચિત થઈ ઉઠે છે..ત્યારબાદ બાળ ગાયક દેવ મિસ્ત્રી એ પુનઃ પ્રેમાનંદ સ્વામી રચિત ” ઝુલાવૂ પ્યારા હિંડોળે ઝુલાવૂ પ્યારા….” પદ રજુ કર્યું….અદ્ભૂત કર્ણ પ્રિય અવાજ…..!! ત્યારબાદ એક યુવકે બ્રહ્માનંદ સ્વામી દ્રારા રચેલું” હિન્ડોળૉ ઘનશ્યામ હરિ નો અતિ રૂપાળો લાગે રે….” પદ રજુ કર્યું…..એક એક શબ્દ નો અભ્યાસ કરો તો સમજાય કે આ પદ કેટલા મહિમા સાથે રચાયું હશે…!! …એ પછી પુ.વિવેક મુનિ સ્વામી એ એમનાં બુલંદ સ્વર માં “..હે દાદા ખાચર ને દરબાર…ઉભા અક્ષર બ્રહ્મ ભીંજાવા….” રજુ કર્યું…..શ્રીજી નાં એક નીમિષ માત્ર નાં દર્શન …વીજળી ને ચમકારે કરવા, એમનું ધામ …ગુણાતીતાનંદ સ્વામી વરસતા વરસાદ માં નેવા નીચે ઉભા રહ્યાં હતાં…..એ સુવર્ણ પ્રસંગ અહી તાદ્રશ્ય થયો…! ભક્તિ જો આવા ખપ સાથે થાય તો… જગત નો નાથ કેમ ન રીઝે…!!! એટલાં માટે જ અક્ષર સાથે અક્ષર રુપ થાવા નું છે….એમનાં જેવી ભક્તિ કરવા ની છે…..અને એ જ આપણો સિદ્ધાંત છે…એનાં માટે જ આ સમગ્ર સંસ્થા…સમગ્ર સત્સંગ છે…!

ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી નાં 25 થી 27 જુલાઈ દરમિયાન ,અટલાદરા ખાતે થયેલા દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ સૌને મળ્યો…..

ત્યારબાદ સારંગપુર યુવા અધિવેશન યોજાયું હતુ, એમા શોર્ટ ફિલ્મ કેટેગરી નાં વિજેતા ફિલ્મ ” આજે તો લડી લઈશું” ને અહી બતાવવા માં આવી…..યુવકોં મન સાથે લડી ને પણ નિયમ ધર્મ માં જે દ્રઢતા રાખે છે….વિપરીત સંજોગો સામે લડી ને જે રીતે, વચનામૃત ને આધારે ટકી રહે છે…..તેં જોવું અદ્ભૂત, પ્રેરણા દાયક હતુ. ગ.પ્ર.70 નાં વચનામૃત પર આધારિત આ સંવાદ ખરેખર જીવન માં ઉતારવા જેવો છે……ગુરુ અને ભગવાન ને રાજી કરવા શુ ન થાય…!!ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત” આયો શ્રાવણ માસ અનુપ….હિન્ડોળૉ માચ્યોં રે….” પદ રજુ કર્યું…..અદ્ભૂત પદ…!!ત્યારબાદ પુ. વિવેક મુનિ સ્વામી એ વચનામૃત પર આધારિત એનાં મહિમા વિશે સુંદર પ્રવચન કર્યું…જોઈએ સારાંશ માત્ર…

  • વચનામૃત…એનો નિયમિત અભ્યાસ, વાંચન એ ગુણાતીત ગુરુઓ નાં રાજીપા ની વાત છે……જીવન નાં પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન શ્રીજી એ વચનામૃત માં આપેલું છે….
  • સંસાર છે…દુખ તો આવવા નાં જ….પણ એમની સામે ટકી રહેવા માટે વચનામૃત થી મોટુ સાધન કોઈ નથી….
  • વચનામૃત આપણને અંતર દ્રષ્ટિ કરાવે…..આપણાં ગુણ અવગુણ બતાવે…એને સુધારવા નો માર્ગ બતાવે…હિમત, બળ આપે….અંદર થી મજબૂત કરે
  • પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં એમ….વચનામૃત નો નિયમિત અભ્યાસ કરે તો વચનામૃત આપ મેળે સમજાય……માટે જ નિત્ય વાચન કરવું….અભ્યાસ કરવો…..જીવન નાં દરેક પ્રશ્ન નો હલ એમા થી મળશે….
  • વચનામૃત આપણાં મન ને સ્થિર કરે છે…જીવન ને સંયમિત કરે છે…..
  • વચનામૃત આપણ ને કુસંગ થી બચાવે છે…..જગત નાં દુષણો થી બચાવે છે…..જીવ ને મજબૂત કરે છે….સ્થિતપ્રજ્ઞ બનાવે છે….
  • વચનામૃત આપણાં સ્વભાવ ઓળખાવે છે….અને એ ટાળવા નો ઉપાય પણ કહે છે…..ઉપાય કઈ રીતે કરવા એ માર્ગ, સાધન,રીત પણ કહે છે….
  • પ્રગટ બ્રહ્મ સ્વરુપ મહંત સ્વામી મહારાજ કહે છે કે વચનામૃત માં થી ….ભગવાન અને સંત રાજી કઈ રીતે થાય…એ સમજાય તો બાકી નાં બધા સાધનો સહજ થઈ જાય…..!!

તો ચાલો નિયમ લઈ એ કે વચનામૃત નો નિયમિત અભ્યાસ રહે…..એનાં પ્રત્યે દૃઢ લગાવ રહે….ત્યારબાદ એક વિડીયો દ્રારા વચનામૃત મુખ પાઠ દ્રારા યુવકો ને શુ ફાયદો થાય છે? એનાં સ્વાનુભવ , એમનાં મુખે જ સાંભળવા મળ્યો…..અદ્ભૂત વિડીયો…!

સભા ને અંતે જાહેરાત થઈ કે પુ.મુકુંદ ચરણ સ્વામી દ્રારા અંગ્રેજી માં, શ્રીજી મહારાજ નાં વિવિધ પોશાક, શણગાર ની માહીતી આપતી પુસ્તિકા પ્રગટ થઈ છે…

તો આજની સભા વચનામૃત ને આધારે જીવન ને બ્રહ્મ રુપ કરવા ની હતી….બ્રહ્મ રુપ થાવા ની હતી……છેવટે બ્રહ્મરૂપ થવું એ જ જીવ નો અંતિમ ધ્યેય છે…..

સદાયે એક શ્રીજી જ સર્વ પ્રથમ….

એનો જ રાજીપો સર્વસ્વ…

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા-21/07/2019

“…જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.…”

————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય ૨૮

એક ભગવાન નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે…એ સમજાશે તો , કલ્યાણ નાં આ માર્ગ માં કોઈ વિઘન નહીં આવે…..

તો અમદાવાદી ઓ…..really a bad news…!! ઉનાળો હજુ ગયો જ નથી….!! અને મેઘરાજા ક્યારે પધારશે…? એ જાણે કે કોઈને ખબર નથી….just keep your fingers crossed…! હવે તો એક હરિ જ આધાર છે…..બસ એનાં ચરણો માં અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરવી છે કે…હે મહારાજ ..! વરસો… ખૂબ વરસો…!!!

આજની સભા ની શરૂઆત શ્રીજી નાં અદ્ભૂત દર્શન થી….. હિંડોળા દર્શન નો અદ્ભૂત લાભ મળ્યો….

સભા ની શરૂઆત યુવકો દ્રારા ધૂન થી થઈ…. ત્યારબાદ એક યુવક દ્રારા હિંડોળા ઉત્સવ પ્રસંગે બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભૂત પદ ” આવો ઘનશ્યામ …ઝુલાવૂ રી હિન્ડોરના મે….” રજુ થયુ…! શ્રીજી ને અંતર નાં હિંડોળા માં ઝુલાવી… જીવ ને એક એમનાં માં જ સ્થિર કરવા નો છે….એ ભાવ સાથે આ અદ્ભૂત ઉત્સવ રંગેચંગે ઉજવાય છે….એ પછી પુ. વિવેક મુનિ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત….પ્રેમ ભીનું….ખૂબ જ પ્રસિધ્ધ કીર્તન ” મારો નવલ સનેહી ઝૂલે નાથ રે….નૌતમ હિંડોળે …” રજુ કર્યું….ખરેખર….આજથી 200 વરસ પહેલા કેવો માહોલ હશે…..?? શ્રીજી કેવા કેવા હિંડોળે ઝુલતા હશે??? વિચાર માત્ર થી જ સમાધિ થઈ જાય છે…..!!

વરસાદ ખેંચાયો છે….અને સર્વે જીવ માત્ર ની પ્રાર્થના ને વાચા આપતું પદ ..દાસ રસિક દ્રારા રચિત ” વાદળી ઉતરજે ઘેલા ને તીર….” પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ દર્દ ભર્યા સુરે રજુ કર્યું….! ઇતિહાસ સાક્ષી છે કે બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી નાં સમય માં આ જ કીર્તન દ્રારા શ્રીજી ને હરિભક્તો એ પ્રાર્થના કરી હતી અને ધોધમાર વરસાદ થકી, સ્વામી શ્રીજી એ સર્વનો સંકલ્પ પૂરો કર્યો હતો…..! ચાલો , આપણે પણ એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરીએ….!! ત્યારબાદ એક યુવક દ્રારા દેવા નંદ સ્વામી રચિત ” સહજાનંદ સુજાણ દેખી ભ્રમણા ભાંગી રે….” રજુ કર્યું……

ત્યારબાદ 14-15 જુલાઈ નાં સ્વામીશ્રી નાં બોચાસણ ખાતે નાં દિવ્ય વિચરણ દર્શન નો વિડીયો લાભ મળ્યો….

ત્યારબાદ ગુણાતીત ને રાજી કરવા વિપરીત પરિસ્થિતિ ઓ માં પણ જે નિષ્ઠાવાન હરિભક્તો એ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી….એમનાં પ્રસંગો વિશે પ.ભ. જયેશ ભાઈ માંડણકા એ લાભ આપ્યો. તેમણે કહ્યુ કે…

  • ગુણાતીત ગુરુઓ એ હમેંશા જ સત્સંગ શિક્ષણ પરીક્ષા માટે આગ્રહ કર્યો છે….
  • કેટલાંક હરિભક્તો એ વિપરીત પરિસ્થિતિ માં પણ કેવળ ગુરુ ને રાજી કરવા પરીક્ષા આપી….કોઈકે નોકરી માં રજા મુકી…કોઈકે ધંધા માં રજા પાડી…તો કોઈકે નોકરી ચાલુ રાખી…ઉજાગરા કરી ને….કોઈકે કેનેડા ની ટિકિટ રદ કરી….કોઈકે નવજાત સંતાન સાથે પરીક્ષા આપી….કોઇક નાં નિકટ નાં સ્વજન ધામ માં ગયા હોય…કોઈકે વિપરીત દૈહિક સ્થિતી માં પરીક્ષા આપી….!! આપણ સૌને આવુ બળ મળે એ માટે પ્રાર્થના….

ત્યારબાદ વચનામૃત નો મહિમા સમજાવતા વિડીયો સંવાદ ” કદી ન આથમતો સુરજ…” રજુ થયુ….! ખરેખર જીવન નાં પ્રત્યેક સમસ્યા નો ઇલાજ, એક વચનામૃત માં આપેલો છે…..!! વચનામૃત જો શબ્દે શબ્દ જીવાય તો જીવ બ્રહ્મરૂપ થયાં વગર રહે નહીં…..જગત નાં …દેહ નાં સુખ દુખ નડે જ નહીં…..

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી એ “ભગવાન અને મોટા પુરુષ નાં રાજીપા નો વિચાર” પર વિવિધ રસપ્રદ પ્રસંગો સાથે અદ્ભૂત પ્રવચન કર્યું……જોઈએ એનો સારાંશ માત્ર….

  • મનુષ્ય નાં જીવન માં એક ઉચ્ચ ..દૃઢ વિચાર હોવો જ જોઈએ…..
  • વચનામૃત માં 6 પ્રકાર નાં વિચારની વાત થઈ છે…૧) પ્રાપ્તિ નો વિચાર ૨) રાજીપા નો વિચાર ૩) સાંખ્ય નો વિચાર…૪) આત્મનિષ્ઠા નો વિચાર ૫) મહિમા જ્ઞાન નો વિચાર ૬) વૈરાગ્ય નો વિચાર
  • રાજીપા નો વિચાર- સૌથી અગત્ય નો ….લોક ને રાજી કરવા નાં વિચાર કરતા ભગવાન ને…સંત ને રાજી કરવા નું વિચારીએ તો… જીવન સફળ થાય…
  • રાજીપો એટ્લે શુ?? મધ્ય ૨૮ નાં વચનામૃત માં આની વ્યાખ્યા કહી છે…..ગ.અંત્ય 20 માં આ જ વાત કરી છે…..અંત્ય-૨૫ નાં વચનામૃત માં આ જ વાત છે……ભગવાન નો રાજીપો એ જ આત્યંતિક કલ્યાણ નો માર્ગ છે….
  • ભગવાન ને રાજી કરવા થતી ક્રિયા એ નિર્ગુણ ક્રિયા છે…..એમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં…( ગ.અ.25, ગ.પ્ર.58..ગ.પ્ર.78..કા.10…) .માટે જ મોટા પુરુષ આગળ કપટ રહિત થાવું…નિર્માની થાવું…….એ કહે તેમ કરવું…..અને તેથી મોટા પુરુષ રાજી થઈ જીવ નું કલ્યાણ કરશે….
  • ભગવાન ની.. મોટા પુરુષ ની આજ્ઞા માં દૃઢ પણે વર્તી એ …તો એ રાજી થાય….પ્રસન્ન થાય….ભગતજી મહારાજે , ગુણાતીત સ્વામી ને અજોડ સેવા થી રાજી કરી લીધાં….
  • મોટા પુરુષ નો રાજીપો કૈક અલગ વાત છે…..એમનાં રાજીપા માટે જગત નાં સુખ છોડવા પડે…..એમની આજ્ઞા માં ટૂક ટૂક વર્તવું પડે…..એમની અનુવૃતિ પ્રમાણે જીવવું …વર્તવું પડે….એમની કસોટી માં ઉત્તીર્ણ થાવું પડે…
  • મન કર્મ વચને ..ગુરુ માં જોડાવું પડે તો ગુરુ રાજી થાય. સત્સંગ લાંબી પ્રક્રિયા છે….ઘડતર થાય તયારે જીવ સત્સંગી થાય છે…

અદ્ભૂત….અદ્ભૂત…..!! આપણે શ્રીજી સ્વામી ને આવા જ રાજીપા માટે પ્રાર્થના કરવા ની છે…..

સભા ને અંતે ધર્માદા દાન અંગે જાહેરાત થઈ…. બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ નાં જીવન ચરિત્ર નો બીજો ભાગ પ્રકાશિત થયો છે…..મહંત સ્વામી મહારાજ નાં મહિમા નું પુસ્તક પણ પ્રગટ થયુ છે……વચનામૃત આધારિત 5 પુસ્તક , પણ પ્રગટ થયાં છે….

આજની સભા , શ્રીજી સ્વામી ને કઇ રીતે રાજી કરી શકાય એ પર હતી…..

છેવટે એમનો રાજીપો એ જ આપણું જીવન…એ જ ભક્તિ….એ જ સત્સંગ….એ જ કલ્યાણ…

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા- ૨૬/૦૫/૨૦૧૯

સ્વામિનારાયણ હરે…..સ્વામીએ વાત કરી જે…

“….કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે…….

…… અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય…”

————————–

અક્ષર વાતો-૨/૫૫

સત્સંગ માં પ્રગતિ ની ઉપરોક્ત વાત સાથે બાહ્ય જગતમાં ગ્રીષ્મ નું જોર યથાવત છે……તો સત્સંગ પણ હંમેશની જેમ યથાવત….કેસર ભીનો છે…..! આજની સભા માં એ કેસરિયો રંગ ભક્તિ બની છવાયો હતો….

અને જેનાં રાજીપા અર્થે આ બધુ છે…તેં જગતના નાથ નાં તમે દર્શન જુઓ તો સમજાય કે….એ સાંવરા ગુમાની ની છટા શુ છે…?? સારંગપુર ૧ નાં વચનામૃત માં કહ્યુ છે…તેમ આજના શ્રીજી નાં નીમિષ માત્ર નાં દર્શન માં અનંત બ્રહ્માંડ નું સુખ સમાઈ જાય તેવું હતુ…!!!

સભા ની શરૂઆત વિશિષ્ટ યજમાન…પ્રસિધ્ધ વૈષ્ણવ ગાયક….શાસ્ત્રીય ગાયક એવા પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ જેવા વિદ્વાન ગાયક અને યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન થી થયુ…..

ત્યારબાદ પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ નાં અત્યંત કર્ણપ્રિય ..ઘૂંટેલા સ્વર માં…શાસ્ત્રીય સુંરાવલી સાથે..કબીર જી નું પદ.” સબસે ઉંચી પ્રેમ સગાઈ…” રજુ થયુ…..!! અદ્ભૂત…..અદ્ભૂત…!! સગાઈ તો એક હરિ ની જ સાચી…..કે જયાં જીવ હરિ નો જ થઈ જાય છે….!!!

ત્યારબાદ એમનાં જ સુરીલા કંઠે , બ્રહ્મ કવિ બ્રહ્માનંદ સ્વામી નું પ્રસિધ્ધ પદ…” રે શિર સાટે નટવર ને ભજીએ…” રજુ થયુ……! ખરેખર માથું તો એક હરિ માટે જ મુકવા જેવું છે….અને જેમણે આ કર્યું છે, તેં જ જીવન ને સાર્થક કરી ગયા છે….! ભક્તિ માર્ગ નું સાધન…સાધ્ય…અને માર્ગ આ જ છે…!

ત્યારબાદ તેમણે બિલવ મંગળ આચાર્ય રચિત પ્રસિધ્ધ સ્તોત્ર…” શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવેતિ…” રજુ કર્યો…..!! સરગમ ની સુંરાવલી માં શ્રીજી ને ગૂંથી ને જે અમૃત તૈયાર થાય છે…..તેનુ બ્રહ્મ સુખ આજે સૌને આ પદ દ્રારા મળ્યું….! હરપળ હરિ….સદાયે…!!

પંડિત શ્રી નીરજ ભાઈ પરીખ નાં પિતાશ્રી પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ, યોગીજી મહારાજ નાં અત્યંત કૃપા પાત્ર હતાં…..અને આ ભક્તિ વારસો આજે પ્રત્યક્ષ દેખાય છે……

ત્યારબાદ શ્રીજી નાં ચંદન નાં વાઘા નાં મનમોહક દર્શન નો વિડીયો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્રારા વચનામૃત અને સ્વામીની વાતો (૨/૫૫) પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ મળ્યો….જેનો સારાંશ માત્ર આપણે અહી જોઈશું….

  • કલ્યાણ નો માર્ગ શ્રીજી એ વચનામૃત માં આપ્યો છે…..ગુણાતીત સ્વામીએ પોતાની અક્ષર વાતો માં પણ એ જ કહ્યુ છે…..સ્વભાવ, દોષ…રોજબરોજ નાં સંસાર નાં પ્રશ્નો…મોક્ષ માર્ગ નાં સાધનો ઇત્યાદિ સર્વે ને શ્રીજી એ વચનામૃત માં કહી છે….
  • જીવન માં એકબીજા સાથે અનુકુળ થાતાં આવડે….એકબીજા ને વશ થઈએ…નમીએ તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય…….
  • વ્યક્તિ નાં સ્વભાવ ઓળખી રાખવા….અને તેને સ્વીકારી …અનુકુળ થાવું…એકબીજા નું સન્માન જાળવવું….કોઈનું ઘસાતું ન બોલવું….અવગુણો ન ગાવા….
  • દરેક ને એક હરિભક્ત ની દ્રષ્ટિ એ જુઓ….મહિમા સમજો…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
  • આપણે સામા વાળા નાં થશુ તો… એ આપણાં થઈ જશે……પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સૌના થઈ ને રહ્યાં છે…માટે જ જીવ માત્ર એમનાં થઈ ને રહ્યાં છે…..ગુણાતીત પુરુષો એ કોઇના અવગુણ જોયા જ નથી….
  • મહંત સ્વામી મહારાજ ને જુઓ…..સદાયે દાસ ભાવે વર્તે છે….સૌના ગુણ જ જુએ છે….સૌનો મહિમા જ ગાય છે…એ ભાવે જ જુએ છે….આપણે પણ એમ જ કરવા નું છે….!!

અદ્ભૂત….અદ્ભૂત….! આ જો જીવન માં થાય તો જરૂર કલ્યાણ થાય….!

( ઉપરોક્ત પ્રવચન નું મોબાઇલ રેકોર્ડિંગ નીચેની લિંક પર ઉપલબ્ધ છે……ગુણવત્તા ઓછીવધું હોઇ શકે છે)

https://drive.google.com/file/d/1-0Rf5NhEy52WQ5WtkIMunSvrNipV5H-n/view?usp=drivesdk

  • 27/5 સારંગપુર બાળ અધિવેશન છે…ઉતારાની…. સ્વામીશ્રી નાં દર્શન ની વ્યવસ્થા થાશે નહીં..
  • રાયસન વિદ્યામંદિર માં હાયર સેકન્ડરી માં એડ્મીસન માટે સંપર્ક કરવો….
  • આવતાં રવિવારે ભવ્ય કીર્તન આરાધના નું આયોજન છે….અચુક લાભ લેવો…

તો, આજની સભા અદ્ભૂત હતી……સંસાર હોય કે મોક્ષ ની વાત……જીવન કઈ રીતે જીવવું…એ આજની સભામાં થી શીખવા મળ્યું…..! એટલું આવડ્શે તો યે બ્રહ્મ માર્ગે આગળ વધાશે…એમા કોઈ શંકા નથી…!

અંતે સુરત માં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થી ઓ ની સ્મૃતિ માં સ્વામિનારાયણ ધૂન થઈ…….પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં આશ્વાસન…આશીર્વચન વિડીયો સંદેશ નો લાભ મળ્યો….સર્વે નાં સુખ શાંતિ માટે સ્વામીએ પ્રાર્થના કરી… સર્વે નું કલ્યાણ થાય….સર્વે ને શાંતિ મળે એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના…!!

સદાયે હરિ ને આગળ રાખો…..એ છે તો બધુ જ છે…એ જ સર્વસ્વ છે….

જય સ્વામિનારાયણ

રાજ


2 Comments

BAPS રવિસભા-05/05/2019

પુનઃ આજે પણ સુરજ દાદા ની એ જ ધોમ ધખતિ મેરેથોન……!! અમદાવાદ માં ગરમી પ્રેરિત સ્વયંભૂ જ કરફ્યૂ હતો, પણ રવિસભા નો સમય થાતાં જ હરિભક્તો તૌત્તેર મણ નો ઘર નો “ઉંબરો” ઓળંગી….સુરજ ને વટાવી ને …કેવળ એક સતપુરૂશ અને શ્રીજી ની આજ્ઞા ને વશ થઈ, મંદિરે ઉમટી પડ્યા….નાના બાળકો તો સવાર થી જ જાણે અધિવેશન ને બહાને સત્સંગ પ્રવાહ માં જ હતા…! ગુણાતીત કહે છે તેમ , જીવ નાં મોક્ષ સારુ, સત્સંગ થી મોટુ સાધન કોઈ જ નથી…. અને પરિણામે આજની સત્સંગ સભા આવા જ મોક્ષાર્થિ સત્સંગી ઓ થી શોભતી હતી…..

સર્વ પ્રથમ, મારા વ્હાલા નાં અદ્ભૂત દર્શન….!! ” ફુલ ની બાંધી રે પહોંચી ..ફુલ ની બાંધી….”…મોગરા નાં મઘમઘતા પુષ્પો થી આચ્છાદિત શામળિયા ની શોભા ની તો વાત જ થાય તેમ નથી….. જુઓ….

મન હૃદય તરબતર થઈ ગયા…..!! સભા ની શરૂઆત માં યુવક મિત્રો એ સ્વામિનારાયણ ધૂન દ્રારા હૃદય નાં તાર ને શ્રીજી માં જોડી દીધાં…..ત્યારબાદ એક યુવકે બ્રહ્માનંદ સ્વામી રચિત એક પદ…”રંગ રેલ પિયા ગિરધારી…..” રજુ કર્યું…..અને એ શ્યામ રંગ સર્વે નાં જીવને રંગી ગયો….! ત્યારબાદ એક અન્ય યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ” શ્યામ સનેહી ઘેર આવ્યાં…..” રજુ કર્યું….!

આજે બાળ અધિવેશન હતુ અને કીર્તન સ્પર્ધા માં ઉત્તીર્ણ થયેલા બે બાળકો પૈકી યજ્ઞ મેહતા એ બ્રહ્માનંદ સ્વામી રચિત” નિશ દિન સંત સમાગમ કીજે….” અને દેવ મિસ્ત્રી એ મુક્તાનંદ સ્વામી રચિત ” મોહે તો તુમ પ્રભુ એક આધારા …” કીર્તન સ્વરાનઁકિત કર્યા….! અદ્ભૂત પ્રસ્તુતિ….નાની ઉમર માં સુર લય સાથે ભક્તિ પદ , એ પણ યથાર્થ ભાવ સાથે રજુ કરવા અઘરા છે….! પણ BAPS ની બાળ સેના ને જુઓ તો સમજાય કે..આપણા ગુણાતીત ગુરુઓ એ સત્સંગ નાં પાયા કેટલા ઊંડા …અને કેવા મજબૂત પાથર્યા છે…!!!

ત્યારબાદ એ જ ગુણાતીત સતપુરૂશ નાં અબુ ધાબિ ખાતે નાં 22-24 એપ્રિલ દરમિયાન નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી કે જે સ્વામીશ્રી સાથે અબુ ધાબિ મંદીર નાં શિલાન્યાસ પ્રસંગ માં ઉપસ્થિત હતાં તેમણે, તેં ભવ્ય સ્મૃતિ ની વાત કરતા કહ્યુ કે….

  • શ્રીજી એ સ્વયં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું પ્રતિપાદન કર્યું અને એમનાં જ અનુગામી ગુણાતીત પુરુષો એ આ સર્વોપરી સિદ્ધાંત ને મૂર્તિમંત કરતાં મંદિરો સ્થાપ્યા…
  • 1997 માં બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજે શારજાહ વિચરણ સમયે અનેક સંકલ્પ કર્યા, જેમાં અબુ ધાબિ માં મંદીર કરવા નો સંકલ્પ આજે 22 વર્ષ પછી સાકાર થયો….
  • અબુ ધાબિ ની 97 લાખની વસ્તી માં 33 લાખ ભારતીય છે….ભારત સરકાર, ત્યાંની સરકાર નાં સહયોગ થી આ મંદીર સાકાર થઈ રહ્યુ છે…..છેક 50 વરસ થી વિવિધ હિન્દૂ સંગઠન મંદીર માટે પ્રયત્ન કરતા હતાં, પણ સતપુરૂશ નાં સંકલ્પ બળે, એ લાભ આપણ ને મળ્યો…..કુલ 27 એકર જમીન માં આકાર લેનાર ભવ્ય મંદીર નો શિલાન્યાસ, 2300 થી વધું યજમાન ની હાજરી માં યોજાયો….હજારો લોકો (લગભગ ૧૭૦૦૦) પધાર્યા…સર્વે ને આપણાં સ્વયંસેવક, ઇસ્કોન નાં સ્વયં સેવકોં ની મદદ થી અદ્ભૂત મહા પ્રસાદ નો લાભ મળ્યો…..3 મંત્રીઓ હાજર રહ્યાં…ત્યાંના સર્વે સમાચાર પત્રો માં આ છપાયું…
  • સ્વામીશ્રી ની હાજરી માં રોજ સવાર સાંજ પૂજા-કથા વાર્તા કીર્તન નું આયોજન થતુ….એવરેજ 2-2.5 હજાર ભક્તો મુમુક્ષુ ઓ તેનો લાભ લેતા હતા…..માત્ર 150 જેટલા સ્વયં સેવકો …બાળકો…હરિભક્તો એ પોતાનો સઘળો સમય કૃષ્ણારપઁણ કરી સમગ્ર પ્રસંગ ને પાર પાડ્યો….ત્યાંના મોટા મોટા માણસો,અધિકારીઓ એ આ પ્રસંગ ને બિરદાવ્યો….મંદીર માં પોતાની સંપુર્ણ સેવા નાં સંકલ્પ રજુ કર્યા….અરે… સાઉદી અરેબિયા નાં 40 જેટલા હરિભક્ત મેથી નાં દાણા અને તલ નો હાર( સતત 3 માસની મહેનત કરી) બનાવી, સ્વામી શ્રી ને અર્પણ કર્યો….

અદ્ભૂત…..અદ્ભૂત….! ત્યારબાદ 26 એપ્રિલ નાં રોજ સ્વામીશ્રી એ પોતાનો રાજીપો આશીર્વચન રૂપે આપ્યો તેનાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…

સ્વામી એ પોતાનો અઢળક રાજીપો દર્શાવ્યો…..!!સંપની અદ્ભૂત વ્યાખ્યા સ્વામીએ અહી કહી છે….એ વ્યાખ્યા આપણે જીવવા ની છે….

ત્યારબાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી…જેની સેવા મહેનત અબુ ધાબિ મંદીર નાં પાયા માં છે, તેવા પુ. બ્રહ્મ વિહારી સ્વામી એ , અબુ ધાબિ મંદીર નો વિશેષ અહેવાલ રજુ કર્યો…..જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ તો , આ મંદીર ને ઐશ્વર્ય થી ભરપૂર જણાવ્યું….સમગ્ર દુબઇ નાં ટુકડા કરો તો યે આ મંદીર નું ઐશ્વર્ય બધે જણાશે….સર્વે નાં અંતર આ મંદીર ની જેમ શુદ્ધ થાશે..એવી ભાવના પ્રગટ કરી…
  • આ મંદીર તો ચમત્કાર જ છે….બાપા નો સંકલ્પ છે, તેથી આ રચાયું છે…કોઈને કલ્પના ન થાય એવું આ કાર્ય થયુ છે……This is the story of impossibles…. incredibles…
  • ભલ ભલા વિદ્વાનો પણ આ મંદીર ની રચના ને ચમત્કાર ગણે છે…..અને કહે છે કે પ્રમુખ સ્વામી ક્યાંય ગયા જ નથી……શ્રી શ્રી રવિશંકર મંદીર નું મોડલ જોઇ બોલી ઉઠ્યા કે….બીજા કરે એ નાશ પામશે…પણ પ્રમુખ સ્વામી એ આ જે કર્યું છે તેં સદાયે રહેશે…..!!! સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના અંદર નાં મતમતાંતર ભૂલી એક અવાજે આ મંદીર ને વખાણે છે…..!! ત્યાંની સરકારે તો આ મંદીર માટે જ નવો સરકારી વિભાગ બનાવ્યો…મંદીર ને ધ્યાન માં લઈ કાયદા બનાવ્યા…..!!😊😊 પુ. મોરારી બાપુ એ પણ આ મંદીર ના વખાણ કર્યા
  • ત્યાંના રાજ પરિવાર તરફ થી, મજલિસ માં પ્રખ્યાત ઉદ્યોગ પતી મુકેશભાઈ અંબાણી ને આ મંદીર ની અદ્ભૂત રચના વિશે જણાવવા માટે પુ. બ્રહ્મ વિહારી સ્વામી ને વિનંતિ કરવા માં આવી….!! સમગ્ર મંદીર પરિસર ની જમીન રાજ પરિવાર દ્રારા દાન માં મળી છે….અને એની સલામતી પણ એ જ પરિવારે પોતાના શિરે લીધી છે……આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ આ મંદીર ની રચના માં પાયા નો ભાગ ભજવ્યો છે…..
  • મહંત સ્વામી મહારાજ નાં વચન ને આધારે, પુ.બ્રહ્મ વિહારી સ્વામી, યુવરાજ નાં ભાઈ ને મળ્યા અને પાર્કિંગ ની જમીન સહજ મળી ગઇ….!!
  • UAE માં કોઈ ધાર્મિક કામ માટે ફાળો ઉઘરાવી ન શકો એવો નિયમ છે, પણ આપણા માટે ખાસ કાયદો બન્યો….અને આપણ ને ફાળો ઉઘરાવવા નો પરવાનો આપ્યો…..આપણા ગુરુ મહંત સ્વામી પ્રથમ વ્યક્તિ છે જેને ત્યાંની સરકાર દ્રારા રાજકીય અતિથિ રૂપે સન્માન થયુ….સાથે સાથે જોડે નાં બધા સંતો હરિભક્તો ને તેં સગવડ નો લાભ મળ્યો…….શેખ અને બધા અધિકારી , મહંત સ્વામી નું સ્વાગત કરવા એરપોર્ટ પધાર્યા….શેખ ઉત્સાહ થી 10-15 મિનીટ રાહ જોઇ ઉભા રહ્યાં….બાપા ને ભેટ્યા…સતત હાથ પકડી ને રાખ્યો….પોતાની ગાડી માં બેસાડી, પોતે ચલાવી ગ્રાન્ડ મસ્જિદ અને પોતાના ઘરે લઈ ગયા…..!!! ત્યાંની સરકારે, રાજ પરિવાર તરફ થી 17 થી વધું રાષ્ટ્ર પતી નાં બોડીગાર્ડસ મહંત સ્વામી ની સુરક્ષા માં આપ્યાં….અને સ્વામી શ્રી નાં પ્રભાવ થી એ સુરક્ષા સૈનિકો ને સ્વામી નો ગુણ આવ્યો…. સ્વામી ને ભેટવા માટે પ્રાર્થના કરી…!!!!
  • અરે…. આ મંદીર હજુ તો બને છે, પણ પરિવર્તન નો વાયરો એવો ચાલ્યો છે કે….ત્યાંના તમામ ભારતીય જ નહીં પણ અન્ય ધર્મ નાં લોકો પણ આ મંદીર ની સેવા માં આગળ આવ્યાં છે….કેનેડા નાં પુર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હારપર પણ સ્વામીશ્રી નાં દર્શને આવ્યાં…..

અદ્ભૂત…અદ્ભૂત…!! તેની ઓડિયો લિંક નીચે છે…જેનાં પર થી આપ સાંભળી શકશો….

https://drive.google.com/file/d/1-HxqG8Ho26hywejc3OHIwR3vXha3ixOv/view?usp=drivesdk

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…..

  • આવતાં શનિવારે શાહીબાગ મંદીર નો પાટોત્સવ છે…..સવારે 6 વાગ્યા થી સર્વે ને લાભ મળશે…

સતપુરૂશ નાં સંકલ્પ કેવા બળવાન હોય છે…તેનાં દર્શન આજની સભા માં થયાં….. શ્રીજી , સતપુરૂશ દ્રારા પ્રગટ પ્રમાણ છે, તેની આ નિશાની છે…..

ગુણાતીત નાં કાર્યો અનંત છે….કારણ કે સંકલ્પ અનંત છે…..બસ જોતાં રહો આ લીલા ને….

પ્રથમ શ્રી હરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૩૧/૦૩/૨૦૧૯

“જેવું ઘડતર 60 વર્ષ માં થાય, તેં જ ઘડતર માત્ર 6 મહિના માં અહી થાશે…..”

————————–

પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ- સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર નાં મહિમા વિશે આશિર્વાદ આપતાં..

આજે અમદાવાદ 41 ડીગ્રી ગરમી માં શેકાઈ રહ્યુ હતુ પણ જીવ ને શીતળતા નો અનુભવ સત્સંગ માં થઈ રહ્યો હતો…..કારણ કે સત્સંગ માં જ બધા જ ઉકળાટ નું સમાધાન છે…..

એવા જ તન મન હૃદય…જીવ ને ટાઢક આપતાં મારા વ્હાલા નાં દર્શન…..મોગરા નાં પુષ્પ સ્વામિનારાયણ ભગવાન ને વ્હાલા હતાં અને એમના કંઠ માં મોગરા ની માળા શોભી રહી હતી….

યુવક મિત્રો દ્રારા સભા ની શરૂઆત ધૂન થી થઈ… પછી યુવકો દ્રારા જ ” આવો આવો શ્રીજી સ્વામી આવો….” કીર્તન રજુ થયુ….ત્યારબાદ એક નાના બાળક દેવ મિસ્ત્રી દ્રારા એનાં સુંદર અવાજ માં, બ્રહ્માનંદ સ્વામી રચિત..” માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે…” રજુ થયુ…..મોહ કરવો હોય તો અખંડ ધણી નો જ કરવો કે જયાં થી પસ્તાવું ન પડે…!!! ત્યારબાદ પુ. પ્રેમ વદન સ્વામી નાં બુલંદ સ્વરે..” અનુભવી આનંદ માં… બ્રહ્મરસ નાં ભોગી રે…” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…….એવા જ જોગી આજે પણ મહંત સ્વામી જેવા સ્થિતપ્રજ્ઞ સાધુ રૂપે આજે આપણ ને સાક્ષાત મળ્યા છે….!!

ત્યારબાદ સ્વામીશ્રી નાં 22-24-માર્ચ નાં સારંગપુર ,ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો સૌને લાભ મળ્યો….જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે….

અદ્ભૂત વિડીયો દર્શન….!!!

ત્યારબાદ બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ દ્રારા 2007 માં સ્થાપિત YTK અર્થાત યુવક તાલીમ કેન્દ્ર , સારંગપુર ની વિશેષ માહીતી આપતો અદ્ભૂત વિડીયો રજુ થયો….ભણ્યા પછી, જીવન નાં 6 માસ આ કેન્દ્ર માં આપશું તો પ.પૂજ્ય મહંત સ્વામી કહે છે તેમ…60 વર્ષ નું સુખ..શીખ….માત્ર 6 મહિના નાં આ ઘડતર માં મળશે….આપણે અહી એક અન્ય લિંક થી તેનો પરિચય મેળવશુ…

ત્યારબાદ પુ. યજ્ઞ પ્રિય સ્વામી એ YTK નો વિશેષ પરિચય, ઇતિહાસ, મહિમા ની વાત કરી….. જેનો આપણે અહી સારાંશ માત્ર જ જોઈશું…

  • અહી પથ્થર જેવા યુવાનો ગુલાબ નાં પુષ્પ ની જેમ અદ્ભૂત ઘડતર પામે છે….
  • જીવન ની સાચી દિશા…જીવન વિશે વિવેક..મહત્તા.. અહી જાણવા મળે છે….
  • જીવન માં યુવકો ને આડા માર્ગે જતા રોકવા સત્સંગ અનિવાર્ય છે…સતપુરૂશ નો સંગ…દૃઢ પ્રીતિ, મહિમા અનિવાર્ય છે, જે સારંગપુર જેવા નૈમિષારણ્ય ક્ષેત્ર માં મળે છે….
  • અહી સત્સંગ નો પાયો…ઉપાસના નું જ્ઞાન… સેવા નો મહિમા….સતપુઋષ નો રાજીપો…જીવન માં વિપરીત સ્થિતી માં સ્થિર રહેવા ની સમજણ…પારિવારિક સંબંધો નું મહત્વ…સંસ્કાર ની દ્રઢતા….જીવન માં સમય નો સદુપયોગ…આત્મ વિશ્વાસ ની દ્રઢતા….વિગેરે જીવન માં સ્પષ્ટ થાય છે…..
  • ગુણાતીત ગુરુઓ નો અઢળક રાજીપો અહી આ કેન્દ્ર પર છે…
  • દર વર્ષે લગભગ 300 જેટલા ઉત્સાહી યુવકો અહી જીવન ની તાલીમ લે છે….માટે આપણાં પરિવાર નાં યુવકો ને પણ અહી તાલીમ માં મોકલવા નો આગ્રહ રાખવો..

ત્યારબાદ અન્ય એક વિડીયો દ્રારા આ તાલીમ કેન્દ્ર નો મહિમા, યુવકો નાં પિતા શ્રી ઓ નો …યુવકો નો પોતાનો અનુભવ વગેરે નું દર્શન થયુ…..

ત્યારબાદ વિડીયો નાં માધ્યમ થી પ.પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ યુવક તાલીમ કેન્દ્ર વિશે આશીર્વચન આપતાં કહ્યુ કે….ભગવાન નું…સ્વામી નું સ્વરુપ…આપણાં જીવન નું ધ્યેય …જીવ માં દૃઢ થાય છે…આ ટ્રેનિંગ માં સો સો માથા આપતાં પ્રવેશ મળે તો યે ઓછું છે….!!! ધીરજ રાખી ને જે યુવક અહી ટ્રેનિંગ લેશે…તેં પથ્થર માં થી ગુલાબ થઈ જશે….60 વર્ષ નું ઘડતર 6 માસ માં થઈ જશે…!!

જાહેરાત

————-

YTK નાં ફોર્મ આજ થી જ શાહીબાગ મંદીર માં થી મળશે….યુવતી તાલીમ કેન્દ્ર, રાંદેસણ માટે નાં ફોર્મ પણ અહી મળશે….

જેવા મે નીરખ્યા રે- લેખક સ્વયં પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ દ્રારા પોતાના ગુરુ પ્રમુખ સ્વામી સાથે ની સ્મૃતિઓ લખાઈ છે….આ અદ્ભૂત પુસ્તક અચુક વસાવવું…..

ત્યારબાદ પુ. બ્રહ્મ વિહારી સ્વામી એ અગત્ય ની જાહેરાત કરતા જણાવ્યું કે….આવનારા ત્રણ અઠવાડિયા સુધી રવિસભા જે તેં વિસ્તાર નાં સંસ્કાર ધામ, મંદીર માં જ થાશે…..શ્રીહરિ જયંતિ ઉત્સવની વ્યવસ્થા પણ જે તેં વિસ્તાર નાં મંદીર માં જ થાશે……કારણ- સર્વે ની સલામતી નો છે…..ખાસ ધ્યાન રાખવું….

પુ. અક્ષર વત્સલ સ્વામી એ જાહેરાત કરતા કહ્યુ કે- ૨૩ એપ્રિલ નાં રોજ ગુજરાત માં લોકસભા ની ચૂંટણી છે…..માટે ગુરુ આજ્ઞા છે કે- મતદાન અવશ્ય કરવું…..પૂજા કરી ને પ્રથમ કાર્ય આ કરવું….પવિત્ર મત- દેશ ને સર્વોપરી બનાવે તેવી સરકાર ને આપવો….રાષ્ટ્ર જગદગુરુ બને એ માટે વોટિંગ કરવું…

પુ. ધર્મજ્ઞ સ્વામી એ કહ્યુ કે રવિસભા અલગ થી નહીં થાય પણ, જે તેં વિસ્તાર ની પરસભા એ જ રવિસભા ગણાશે…..

અંતે, પુ. ઇશ્વર ચરણ સ્વામી એ પણ YTK માં યુવકો ને અવશ્ય જાવા પર આગ્રહ કરતા કહ્યુ કે…ગુણાતીત ગુરુ ઓ નો રાજીપો આ જ છે…યુવકો સન્માર્ગે ચાલશે તો તેનુ જીવન…પરિવાર નું ભવિષ્ય… દેશ નું ભવિષ્ય સુદ્રઢ થાશે……મતદાન રાષ્ટ્ર ને મજબૂત કરવા અચુક કરવું…જે પક્ષ ધર્મ ની રક્ષા કરે…દેશ નું સારુ કરે, તેને જ આપવો….

આમ આજની સભા જીવન નાં ઘડતર માટે ની….રાષ્ટ્ર નાં ઘડતર માટે ની હતી…સત્સંગ ની કેડી એ ભગવાન અને સંત નો રાજીપો શામાં છે…એ જાણવા માટે હતી….

જાગતા રહો……જીવ માટે…રાષ્ટ્ર માટે….

જય સ્વામિનારાયણ

રાજ


2 Comments

BAPS રવિસભા-૧૭/૦૩/૨૦૧૯

વચનામૃત સર્વ શાસ્ત્રો નો સાર છે….જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન , વચનામૃત માં થી મળે છે…


બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ

જીવે જો બ્રહ્મરૂપ થાવું હશે તો, પોતાના સ્વભાવ દોષ…માયા નાં ગહન પડ ટાળ્યાં સિવાય છૂટકો જ નથી…. અને એ માટે સ્વયં શ્રીજી નાં અમૃત વચનો સિવાય બીજો કોઈ મોટુ સાધન જ નથી…. માટે જ વચનામૃત નો નિત્ય અભ્યાસ, જીવ ને મોક્ષ માટે અનિવાર્ય છે….આજની સભા વચનામૃત નાં મહિમા પર જ હતી…

તો છેવટે ઉનાળા નાં પગરવ થઈ ગયા છે….અને આ વખતે જેમ કડકડતી ઠંડી હતી તેમ ગરમી પણ આસમાન ને આંબશે…એમ અનુભવ અને વિદ્વાનો કહે છે….પણ એક વાત ચોક્કસ છે કે ભક્તિ માં ઓટ કદાપિ નહીં આવે….

તો આજની આમલકિ એકાદશી નાં, શ્રીજી નાં મનમોહક દર્શન……ઘનશ્યામ મહારાજ તો “બને આજ લાલ…લાલ….” પદ ને ચરિતાર્થ કરી રહ્યાં હતાં…

સભા ની શરૂઆત યુવક મિત્રો નાં સ્વરે ધૂન પ્રાર્થના થી થઈ……..જીવ સ્થિર થઈ ગયો….એક યુવકે મુકતાનંદ સ્વામી રચિત…”સંત જન સોહી સદા મોહે ભાવે..” રજુ કર્યું….અદ્ભૂત રાગ..!! અન્ય એક યુવક દ્રારા ” આજ એકાદશી માવ મળ્યા …” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન, આજની એકાદશી ની પ્રાપ્તિ નાં મહિમા વિશે રજુ કર્યું….ત્યારબાદ પુ.વિવેક મુનિ સ્વામી એ , બ્રહ્મ સ્વરુપ શાસ્ત્રીજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નો મહિમા ગાતું પદ…” સ્વામી શ્રીજી નું એ ગાન… સિંહ ગર્જના સમાન…” રજુ કર્યું…અદ્ભૂત પદ…! હાથ માં માથું રાખી ને જ આ સર્વોપરી સિદ્ધાંત ગવાય…એવું આ સર્વોપરી કાર્ય આપણાં ગુણાતીત ગુરુઓ એ કર્યું છે…કરી રહ્યાં છે…!!

ત્યારબાદ સ્વામીશ્રી નાં સેલવાસ ખાતે નાં 4-5 માર્ચ, નાં રોજ નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો અદ્ભૂત લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર જોઇ શકાશે…

ત્યારબાદ પુ. પ્રિય સ્વરુપ સ્વામી દ્રારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વડે ક્હેવાયેલ વચનામૃત નાં મહિમા વિશે વાત કરી….જોઈએ સારાંશ

  • બાપા કહેતાં કે વચનામૃત માં બધુ જ આવી ગયુ….સર્વ શાસ્ત્રો નો સાર… જીવન નાં પ્રત્યેક પ્રશ્ન નું સમાધાન એમા છે…એનું જ્ઞાન થાય તો બાકી નાં બધા શાસ્ત્રો નું જ્ઞાન સહજ માં થઈ જાય
  • વચનામૃત સિવાય બીજે માલ મનાય એ જ મોહ……એનાં નિત્ય અભ્યાસ થી એ ધીરે ધીરે સમજાશે….હિમત ન હારવી….

ત્યારબાદ યુવકો દ્રારા વચનામૃત નાં મહિમા વિશે એક પદ…પ્રેમાનંદ સ્વામી રચિત ” વ્હાલી લાગે વાલમ તારા મુખ ની વાણી રે….” રજુ થયુ…

એ પછી… પુ. યજ્ઞપ્રિય સ્વામી એ વચનામૃત મહિમા ની અદ્ભૂત વાતો કરી…. જેનો સારાંશ માત્ર અહી વર્ણવ્યો છે….

  • ગુણાતીત સ્વામી એ, સત્સંગ નું વાતો નો અભૂતપૂર્વ મહિમા કહ્યો છે….શ્રીજી ની એ જ આજ્ઞા હતી..તેમને પોતાને અડધી રાત્રે વાતો કર્યા નો ઉલ્લેખ વચનામૃત માં છે….શ્રીજી સ્વામી ની વાતો થી જીવ નાં દોષ ટળે છે..જીવ બ્રહ્મરૂપ કરે છે….
  • તમામ શાસ્ત્રો નો સાર… શ્રીજી એ એક વચનામૃત માં આપ્યો છે…..એ એમનાં અનુભવે સિદ્ધ કરેલો છે…માટે જ વચનામૃત સર્વોપરી છે
  • જીવન નાં તમામ પ્રશ્નો નું સમાધાન અહી છે….જીવ કઈ રીતે બ્રહ્મરૂપ થઈ શકે…એનો માર્ગ..સાધન અહી સહજ રીતે શ્રીજી એ વર્ણવ્યા છે…
  • જીવન માં સવળૉ વિચાર કઈ રીતે રાખવો….અંતર માં કઈ રીતે શાંતિ રાખવી…સુખી કઈ રીતે થાવું…વિગેરે ..એ બધા નું સમાધાન વચનામૃત માં શ્રીજી એ કહ્યુ છે….
  • જીવ ને જગત નાં સુખ પાછળ ભટકવા ની વૃત્તિ…વચનામૃત નાં અભ્યાસ થી ટળે છે….તેં પોતાને ઓળખે છે…સતપુરૂશ…ભગવાન નાં સ્વરુપ ને…એમનાં મહિમા …સર્વ કર્તાહર્તા પણા ને સમજે છે…..અને પરમ પદ ને પામે છે…
  • તો ચાલો….વચનામૃત નો નિત્ય અભ્યાસ કરીએ ..જીવ માં શ્રીજી નું અમૃત દૃઢ કરીએ અને બ્રહ્મ પદ ને પામીએ….રોજ એક વચનામૃત નો અભ્યાસ અચુક કરીએ….”વચનામૃત સ્નેહી ને સથવારે” પ્રોજેક્ટ માં અચુક ભાગ લઇએ…

સભા ને અંતે જાહેરાત થઈ કે….

  • આવતાં રવિવારે …સવારે 9 થી 12 …વચનામૃત સ્નેહી ને સથવારે- પ્રોજેક્ટ થાશે…વધું માહીતી કાર્યકર પાસે થી મળશે…
  • સારંગપુર ફૂલદૌલ અંગે જાહેરાત થઈ..
  • Aarsh ..ગાંધીનગર , 23 માર્ચ નાં રોજ સાંજે 4 વાગે ..નેચરોપથી પર પ્રવચન થાશે..

તો આજની સભા નો સાર… વચનામૃત ને જીવ માં દૃઢ કરવા ની…એ મુજબ જીવી ને બ્રહ્મ પદ ને પામવા ની હતી…

જય સ્વામિનારાયણ

રાજ