Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- 14/07/2019

साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि॥

——————

भागवत -९.४.६८

અર્થાત- એવાં ભક્તો સદાયે મારા હૃદય માં રહે છે…અને હુ એમનાં હૃદય માં રહુ છું…..મારા ભક્તો મારા થી વધું જાણતા નથી….હુ પણ એમને ક્યારેય વિસરતો નથી…..

આવા ભક્તો નું જો લિસ્ટ બને તો આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ સર્વ પ્રથમ આવે કારણ કે એમની પરા ભક્તિ નો જોટો આ જગ માં મળે એમ નથી….

મેઘરાજા અમદાવાદ થી જાણે કે રુઠી ગયા છે…..મિડ જુલાઈ માં ભર ઉનાળા જેવી કાળઝાળ ગરમી ….અસહ્ય છે…..! હશે …હરિ ની જેવી મરજી…..!! આપણે તો એક એની મરજી પ્રમાણે જ જીવવા નું……એ રાખે તેમ હસતે મુખે રહેવા નું….કારણ કે “દાસ નો દુશ્મન હરિ કોઈ દી’ હોય નહીં……”

તો ઘણા સમય બાદ, વિવિધ કારણોસર સભા નો લાભ ન્હોતો મળ્યો….તેનો ભાર ઓછો કરવા સમય પહેલાં સભા માં પહોંચી ગયો….. અને સર્વ પ્રથમ….હા… જીવન માં સદાયે સર્વ પ્રથમ શ્રીજી મહારાજ નાં ધામ અને મુકતો સાથે નાં મનમોહક દર્શન….!!

ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા એવી આ સભા ની શરૂઆત યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. સમગ્ર સભા એકતાર થઈ ગઇ…… ત્યારબાદ આજની સભા ને અનુરૂપ એક કીર્તન ” ગુરુદેવ નાં ચરણ માં કરી એ કરોડ વંદન….” રજુ થયુ….! આવા સમર્થ…સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુરુ હોય તેનાં ચરણ માં તો કરોડો વંદન કરીએ તો યે ઓછાં છે….!!! ત્યારબાદ એક યુવકે ભક્ત રાજ વનમાળીદાસ રચિત પદ” વંદન ગુરુજી….વંદન મહંતજી” રજુ કર્યું…..ગુરુની સેવા માં રહેવા મળે… એમનો રાજીપો મળે… એનાં થી મોટી વાત કઇ હોઇ શકે??? ગુરુ નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે….એમ શાસ્ત્રો કહે છે, એ સત્સંગ માં આવ્યાં પછી જીવ થી અનુભવાય છે…..

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી એ એમનાં પહાડી સુર માં ” ગુરુ મળ્યા ગુણ વાળા …જી મુને ..” રજુ કર્યું…ગુરુ નાં પગલે ચાલવા થી જ જીવન માં અખંડ અજવાળું પથરાય છે, તેં કાઈ નાની સૂની વાત નથી…..! અનંત જન્મો થી જીવ માં ઘૂસેલા જગત ને કેવળ ગુરુ કૃપા એ જ દુર કરી શકાય છે….!

ત્યારબાદ આવા સતપુરૂશ નાં મહિમા નું ગાન કરતો એક અદ્ભૂત વિડીયો….” ધીરે ધીરે મહંત સ્વામી….તમારો નેહડો લાગ્યો….” રજુ થયો….! અદ્ભૂત વિડીયો જોઇ હૃદય ભરાઈ ગયુ…..મારા ગુરુ….સાક્ષાત અક્ષર છતા કેવો દિવ્ય દાસ ભાવ….અતુલ્ય નિર્માનીપણું…..એક નાનાં માં નાનો હરિભક્ત હોય કે સાક્ષાત ઠાકોરજી…..સ્વામી સદાયે દાસ ભાવે જ વરત્યાં છે…!!!

એ પછી પુ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ સ્વામીશ્રી નાં પરા ભક્તિ નાં ગુણ વિશે વિશેષ માહીતી આપતાં કહ્યુ કે……સ્વામીશ્રી માટે હરિકૃષ્ણ મહારાજ જ સર્વસ્વ…!! એ મૂર્તિ નું અખંડ સુખ હરપળ લે છે….વિમાન માં ઠાકોરજી માટે AC નાં વેંટ ફેરવવા નાં હોય કે….તડકો રોકવા નો હોય….રાજકોટ જન્મ જયંતિ માં ઉદ્ઘાટન ની મીણબત્તી શ્રીજી ને ધરાવવા ની હોય….રોબિન્સ વિલે માં શ્રીજી ને ધરાયા પછી હાર સ્વીકારવા નો હોય……મંદીર માં વિપરીત પરિસ્થિતિ માં પણ દર્શન નો ઈશક…….સર્વે પ્રસંગો માં સ્વામીશ્રી ની પરા ભક્તિ કે જેમાં ” સદાયે પ્રથમ શ્રી હરિ” ભાવ નાં દર્શન થાય છે……! બધુ જ ભગવાન ની મરજી સમજી વર્તવું….બધુ જ ભગવાન અર્થે જ કરવું…..એ જ એમનાં જીવન નો સાર રહ્યો છે…….!

ત્યારબાદ પુ. પ્રેમવદન સ્વામી દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભૂત કીર્તન….” ગુરુ પરમેશ્વર રે….જે સેવે સાચે મને….” રજુ થયુ….! ગુરુ સાક્ષાત પરબ્રહ્મ …નું સ્વરુપ નજરું સમક્ષ છવાઈ ગયુ……સમગ્ર સભા આ મહિમા ગાન માં જોડાઇ ગઇ….!!

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી દ્રારા ગુરુ મહિમા પર અદ્ભૂત પ્રવચન થયુ….જોઈએ એનો સારાંશ માત્ર..

  • લૌકિક કાર્ય હોય કે પરલોક નું કાર્ય…ગુરુ વગર કશુ જ શકય નથી…..ભણવા જેવી એકમાત્ર વિદ્યા ..બ્રહ્મ વિદ્યા ભણવા ગુરુ અનિવાર્ય છે..
  • વેદ વ્યાસજી એ કહ્યુ કે ધ્યેયો નારાયણો હરિ: …આમ, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ અને ભગવાન વગર જ્ઞાન જ નથી…..ભાગવત કહે છે કે આવા સાચા સંત નાં હૃદય માં હુ એટ્લે કે ભગવાન રહે છે….
  • આવા મોટા પુરુષ નું જીવન પણ શાસ્ત્રો કહે છે એમ સ્વયં શાસ્ત્ર સમાન હોય છે…..
  • આવા ગુરુ મળ્યા તો છે, પણ આપણે એમનાં માટે શુ કરવા નું છે?? જે કરવા નું છે એ- નિર્દોષ બુદ્ધિ, એમની આજ્ઞા માં દૃઢતા, એમની પ્રત્યેક ક્રિયા માં દિવ્ય ભાવ…મન ધાર્યું મુકી ગુરુ મરજી માં વર્તવા નું….બુદ્ધિ નહીં વાપરવા ની…. યુક્તિ પ્રયુક્તિ નહીં કરવા ની….બિન શરતી શરણાગતિ……સંપ,સુંહ્રદ ભાવ,એકતા નો ભાવ…નિયમ ધર્મ માં દ્રઢતા રાખવી…
  • દરેક સતપુરૂશ ની રીત અલગ છે….પણ હેતુ એક જ…જીવ ને શુદ્ધ કરી કલ્યાણ કરવું….
  • બસ….આપણે બધુ જ આવા ગુરુ ને સમર્પિત કરી રાજી કરવા નાં છે…..છેક દાદા ખાચર થી લઇને આજે પણ ઘણા ભક્ત રાજ આવુ જીવન જીવી ગયા છે…..
  • જેટલું આપણુ પાત્ર એમનાં દ્રારા ઘડાશે….એટલું જ વધું બ્રહ્મ નું સુખ આવશે…..

અદ્ભૂત….અદ્ભૂત પ્રવચન…! આમ જ જો ગુરુ નો મહિમા સમજાય અને એમનાં માં યથાર્થ જોડાવાય તો ભયો ભયો……

સભા ને અંતે જાહેરાત થઈ કે – પૂનમ ને દિવસ ચંદ્ર ગ્રહણ છે….16 તારીખે બપોરે 4 વાગ્યે વેંધ બેસશે….રાત્રે 1.30 વાગ્યા થી સવારે 4.30 સુધી આ ગ્રહણ ચાલશે…..તો સંતો ની આજ્ઞા મુજબ આપેલી સુચના ઓ નું પાલન કરવું……

અંતે ગુરુ પૂજન માં મંત્ર પુષ્પાંજલિ નો પ્રોગ્રામ થયો…..

આજની સભા સતપુરૂશ ને ઓળખવા ની… એનો મહિમા સમજવા ની હતી…..જો એ ઓળખાશે તો હરિ ક્યાંય દુર નથી…..

સમજતા રહેજો……સત્સંગ સમજણ જ છે…

જય સ્વામિનારાયણ….. પ્રથમ શ્રી હરી ને …

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૧/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઇષ્ટદેવને વિષે અતિશય દ્રઢતા હોય, એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે.” પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે,

“લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે…..
એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,

“તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજ્યો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે.”


વચનામૃત ગઢડા મધ્ય-૫૮

આજકાલ લગ્ન ગાળો ચાલે છે, છતા સંસાર નાં વ્યવહાર વચ્ચે ભગવદ સ્મરણ પ્રધાન છે એ આજની સભામાં જોવા મળ્યું…..જગત નો તોતેર મણ નો ઉંબરો ઓળંગી ભારે સંખ્યા માં હરિ ભક્તો પધાર્યા…..ભારે ઉત્સાહ વચ્ચે સૌપ્રથમ શ્રીજી સ્વામી નાં દર્શન…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને સભાની શરૂઆત સ્વામિનારાયણ ધૂન થી થઈ… પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં ઘૂંટાયેલા અવાજ માં પ્રવાહિત ધૂન…હૃદય ને સ્પર્શી ગઇ….

ત્યારબાદ પુ. સ્વામી એ ” જય સહજાનંદ…જય ઘનશ્યામ…” રજુ કર્યું….ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી એ જોશીલુ કીર્તન…” તારી એક એક પળ જાયે લાખ ની….તુ તો માળા રે જપી લે ઘનશ્યામ ની” રજુ થયુ…..અદ્ભૂત બ્રહ્મ સત્ય…! એક એક ક્ષણ વીતી જાય છે…એ પાછી આવતી નથી, અને જો એ ક્ષણ માં ભગવાન ન હોય તો… જીવ આ ભવ ફેરા માં થી છૂટે કેમનો??? માટે જ અહી તો હરપળ હરિ…એ જ ધ્યેય…એ જ માર્ગ…એ જ પ્રાપ્તિ…!!! ત્યારબાદ એક નાના બાળકે( કીર્તન નાયક- ઓસ્ટ્રેલિયા) તેની કાલી ઘેલી ભાષા માં ” મારા ઘનશ્યામ નાના છે..દુનિયા નાં એ રાજા છે…” રજુ કર્યું…..એ પછી એક યુવકે બ્રહ્માનંદ સ્વામી રચિત…” તારા મુખ ની લાવણતા મીઠી રે….” રજુ કર્યું….

ત્યારબાદ સ્વામી શ્રી નાં 12-13 જાન્યુઆરી,2019 નાં મુંબઇ ખાતે નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….જે નીચે ની લિંક પર થી જોઇ શકાશે….

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી એ વચનામૃત ગઢડા મધ્ય ૫૮ પર આધારિત, અદ્ભૂત પ્રવચન કર્યું…..અહિયાં આપણે એનો સારાંશ માત્ર જોઈશું….

  • સત્સંગ માં સુખ છે….પણ સમજણ વિના એ ન આવે….કારણ કે સમજણ વિના સત્સંગ ફળતો જ નથી……
  • આજકાલ ટેક્નોલોજી બદલાઇ છે…જો એનો સદુપયોગ થાય તો, જીવ એનાં થકી..ધીરે ધીરે સત્સંગ માં આકાર પકડાય છે….સાંપ્રદાયિક જ્ઞાન થી સત્સંગ ની દ્રઢતા…ઉપાસના…સ્વરુપ ની દ્રઢતા થાય છે.
  • સાંપ્રદાયિક જ્ઞાન વધે તેમ તેમ શ્રીજી સ્વામી નો સમાગમ …નિકટતા વધે છે…માટે સંપ્રદાય નું વાંચન વધારવું….જ્ઞાન સ્પષ્ટ…દૃઢ થાશે….જીવ શુદ્ધ થાશે….
  • સદગુરુ નિર્ગુણ સ્વામી નાં લાંબા લચક પત્રો થી દેશ વિદેશ માં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની સ્પષ્ટતા …પ્રચાર..પ્રસાર…સત્સંગ ની દ્રઢતા થઈ….અને એમની જેમ જ આપણાં અનેક સંતો..હરિભક્તો એ નિયમિત વાંચન..અભ્યાસ થી… સત્સંગ સમજણ ની સ્પષ્ટતા જન જન સુધી પહોંચાડી…. આપણે પણ નિયમિત વાંચન દ્રારા આ સર્વોપરી જ્ઞાન ની સ્પષ્ટતા કરવા ની…કરાવવા ની છે….
  • જે સાહિત્ય…સંશય…કુસંગ પેદા કરે..એવા સાહિત્ય થી દુર રહેવું….જ્ઞાન પુસ્તક માં છે…જેને સતપુરૂશ થકી યથાર્થ સમજવું….
  • વચનામૃત…સ્વામી ની વાતો…અને શ્રીજી સ્વામી…ગુણાતીત પુરુષો નાં જીવન ચરિત્ર નો નિત્ય અભ્યાસ…આપણી સત્સંગ વિશે ની સમજણ….જીવન નાં રોજ બરોજ નાં પ્રશ્નો નાં સમાધાન માં મદદ રુપ થાય છે….
  • ઘરસભા ઉપરાંત વચનામૃત નો નિયમિત વાંચન અભ્યાસ રાખીએ તો જીવ બળીયો થાય…..માટે જ જ્ઞાન અને સમજણ દૃઢ કરવા….
  • સમાજ માં હજારો મુમુક્ષુ છે…પણ આપણા સર્વોપરી જ્ઞાન ..સમજણ નો ખ્યાલ નથી…. આપણે નિયમિત વાંચન થી તેમને જ્ઞાન આપી શકીએ….સંતો દ્રારા વધું દ્રઢતા કરી શકીએ….

અદ્ભૂત પ્રવચન….! ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ કહ્યુ કે….

  • વચનામૃત એ મહારાજ ની વાણી છે…એમનું સ્વરુપ છે…..જેની દ્વિશાતબ્દી આપણે ઉજવી રહ્યાં છે…..એની પ્રાપ્તિ અજોડ છે…સર્વોપરી છે.
  • શ્રીજી ની આ અમૃત વાણીએ અણઘડ કાઠી દરબારો નાં જીવન બદલ્યા….ભક્તિ ઉપાસના ને શુદ્ધ કરી… જીવ ને કલ્યાણ નો માર્ગ બતાવ્યો.
  • વચનામૃત નાં નિયમિત અભ્યાસ થી એનાં અર્થ આપોઆપ સમજાશે….દોષ ટળશે…દેહાભિમાન દુર થાશે……સ્વભાવ દુર થાશે…જીવ શુદ્ધ થાશે…આજના આધુનિક જમાના નાં લોક ઉપભોગ વચ્ચે પણ સત્સંગ દૃઢ રહેશે….ભગવાન નો ડર…રાજીપો સમજાશે…
  • સંપ..સુંહ્રદભાવ..એકતા…દૃઢ થાશે…હરિ ભક્તો નો મહિમા સમજાશે…જીવ માત્ર ને દૂભવવો નહીં….સર્વે નું ભલું થાય એમ જ વિચારવું…સત્સંગ માં સર્વે નાં દાસાનુંદાસ થાવું….જેથી સત્સંગ માં કોઈ વિઘન ન આવે…ક્રોધ માન.. મોહ..મત્સર જેવા સ્વભાવદોષ ટળશે….

તો ચાલો…વચનામૃત નાં શબ્દે શબ્દ ને સતપુરૂશ થકી આત્મસાત કરીએ…..જીવન માં જીવીએ….

સભાને અંતે જાહેરાત થઈ…..

  • ફેબ્રુઆરી 17, 24 નાં રોજ વચનામૃત જ્ઞાન સત્ર પુ.આદર્શ જીવન સ્વામી દ્રારા થાશે….જલદી થી એનું રજિસ્ટ્રેશન કરાવી લેવું…
  • આવતાં રવિવારે 27/1 નાં રોજ સોલા ભાગવત બ્રહ્મ ઉત્સવ( ડાબરા ઉત્સવ) થવાનો છે…સમય 9 થી 12….અવશ્ય લાભ લેવો…

તો આજની સભા વચનામૃત થકી અમૃત્વ ને પામવા ની હતી….જીવ નિયમિત તેનો અભ્યાસ રાખશે તો પાછા વળી ને જોવા ની જરૂર નહીં પડે…..

જય સ્વામિનારાયણ

રાજ…