Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૩૧/૧૨/૨૦૧૭

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે…….. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે……. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહેલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘( બસ) આ સુખ તે આટલું જ છે;’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે………. પછી દુઃખે સહિત એવાં જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે……….

એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય……. પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય……… કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. ……..અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં…….. અને એમ સમજે જે,

ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”


વચનામૃતમ- ગઢડા મધ્ય-૨૪

આજે વર્ષ ૨૦૧૭ નો છેલ્લો દિવસ અને અઠવાડિયા  નો પણ છેલ્લો દિવસ….જીવન આમ ને આમ હવા થઇ જશે ..પણ શું કરવા નું છે?? એ કદાચ ચુકી જવાશે….અને એ ન થાય તે માટે જ રવિ સત્સંગ સભા છે…જે જીવ ને રીચાર્જ કરાવી પળેપળ જ્ઞાન કરાવે છે કે- સંસાર માં રહ્યા થકા પણ મોક્ષ ના આ ધ્યેય ને ભૂલવા નું નથી…સત્પુરુષ નો હાથ પકડવા નો છે અને પરબ્રહ્મ ના સ્વરૂપ ને -બ્રહ્મરૂપ થઇ પામવા નું છે…..! માટે – સત્સંગ નો આ માર્ગ ભલે લાખ સમસ્યા આવે- છોડતા નહિ..નહીતર ભટકી જવાશે..જીવ રઝળી પડશે..!

ચાલો આપણા જીવન ના કેન્દ્ર….માર્ગ…મંઝીલ…..સાર – શ્રીજી ના દર્શન કરીએ…..

pixlr_20171231172053953

સભાની શરૂઆત અમેરિકા થી પધારેલા પાર્થભાઈ પરીખ ના સુરીલા કંઠ થી વહેતી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ યોગેશ્વર સ્વામી રચિત “આપના તે આભમાં હું નાનું પારેવડું…”… અને પ્રેમાનંદ સ્વામી રચિત સુંદર કીર્તન “એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા” પાર્થભાઈ દ્વારા જ રજુ થયું…!! અદ્ભુત કંટ્રોલ સુર પર..! અમેરિકા જેવા ભૌતિક ઉપભોગ વાળા દેશ માં પોતાની સંસ્કૃતિ-કળા-સુરને પકડી રાખવા …..એનું જતન કરવું ..કઈ જેવું તેવું નથી..! ત્યારબાદ અન્ય એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત -કીર્તન ” જુઓ છબી શ્યામસુંદર વર કેવી રે…” રજુ કર્યું અને સમગ્ર સભાએ એમાં સુર પુરાવ્યો……!!

ત્યારબાદ – સ્વામીશ્રી ના હિમતનગર વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો ( ૨૭-૨૮ ડીસેમ્બર) જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે….

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામી એ -ગઢડા મધ્ય-૨૪ ના વચનામૃત ને આધારે – યોગનિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠા ના- સત્સંગ માં મહિમા -અનિવાર્યતા વિષે -અદ્ભુત પ્રવચન કર્યું….જોઈએ એનો સારાંશ…..

 • આ જીવ નું એક જ જ્ઞાન હોવું જોઈએ- કે એક ભગવાન જ સર્વ સુખ નું ધામ છે..અને એક એમાં જેટલું જોડાણ વધુ તેટલો જ અંતર નો આનંદ વધુ..! જો જીવ ભગવાન માં યથાર્થ જોડાયેલો હોય તો જગત ના સુખ-દુખ નો અનુભવ તેને થતો નથી..એ તો બ્રહ્મ સુખ માં -આનંદિત રહે છે….
 • જીવ ને નડતા વિક્ષેપ ( દુખ..નડતર…માયા…) બે પ્રકાર ના છે…..૧) બાહ્ય વિક્ષેપ- કે જગત નું દુખ..અને ૨) આંતરિક વિક્ષેપ – મન નું દુખ……સ્વામી કહે છે કે- મોટાભાગ ના દુખ એ આંતરિક જ છે…..
 • મન ના વિક્ષેપ ખુબ નડે પણ- જો જીવ ભગવાન સાથે જોડાણ કરે તો એ દુખ- બધું આનંદ માં ફેરવાઈ જાય…..એને જગત ના સુખ દુખ નો અનુભવ જ ન થાય બસ…એ જીવ તો બ્રહ્માનંદ માં મસ્ત રહે…..!! જોઈએ લો આપણા ગુણાતીત ગુરુઓ……છેક ભગતજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી…….એમણે પારાવાર અપમાનો-દુખ સહન કર્યા છે…પણ એમના આનંદ માં સહેજે ફેર પડ્યો નથી…..યોગીબાપા ને કેટકેટલો માર પડતો..અપમાનો થતા..છતાં સદાયે હસતા ડોલતા રહેતા..!!!
 • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે કે – આવા સહજ આનંદ માટે- જીવ અને ભગવાન વચ્ચે કશું રહેવું જ ન જોઈએ…! તો જ જોડાણ પાકું….! ( શ્રીજી કહે છે કે- ભગવાન ભજતા જે આડું આવે તેને માયા કહીએ…..ગ.પ્ર.૧)
 • આજે પણ આવા સહજ આનંદ નો લાભ લેતા સંતો આપણે ત્યાં છે…પુ.ડોક્ટર સ્વામી ને આંખ ની અસહ્ય પીડા…..પુ.સંત સ્વામી ને..પુ.બાલમુકુન્દ સ્વામી ને દેહ ની પારાવાર પીડા હતી..છતાં – એમના મુખ પર દુખ ની એક આછી રેખા દેખાતી ન હતી…..!

બસ- આપણે તો શ્રીજી સ્વામી ને પ્રાર્થના એ જ કરવા ની છે કે – આપણું મન..અંતર…જીવ એક ભગવાન માં જ સ્થિર થાય..એમના સ્વરૂપ માં એવો જોડાય કે- બીજું કશું વચ્ચે રહે જ નહિ…..સંપૂર્ણ હરિમય થઇ જઈ એ તો ગીતા માં કહ્યું છે તેવી સ્થિત પ્રજ્ઞતા આવે….!! જીવ બ્રહ્મરૂપ થાય..!

ત્યારબાદ ૨૮ ડીસેમ્બર ના રોજ મહંત સ્વામી મહારાજે આપેલા આશીર્વચન નો લાભ સૌને મળ્યો…..એમણે પોતાના આશીર્વાદ માં કહ્યું કે- શ્રીજી ના સર્વે હરિભક્તો સંતો માં સદાયે દિવ્ય ભાવ રાખવો…..અને એને જ બ્રહ્મ વિદ્યા કહેવાય…! જો કોઈ હરિભક્ત કે સંત નો અવગુણ લીધો…દ્રોહ કર્યો હોય તો- શ્રીજી પોતે પણ એ દ્રોહ કરનાર ને માફ નથી કરતા..!! શ્રીજી મહારાજે લાલા પાળા ને અંત સમયે તેડવા નો કોલ આપ્યો હતો..પણ લાલા એ ગોપાળાનંદ સ્વામી નો દ્રોહ કર્યો તો- લાલા ને ભૂત યોની મળી…!!! માટે- સત્સંગ માં સુખી થવું હોય તો- દરેક ભક્ત માં દિવ્યભાવ રાખવો અનિવાર્ય છે..!

સભાને અંતે જાહેરાત થઇ કે…

 • આવતા રવિવારે -૭ જાન્યુઆરી -૨૦૧૮ – ના રોજ- અમદાવાદ સત્સંગ મંડળ – ડાબરા ઉત્સવ ઉજવશે..સોલા ભાગવત સ્થળ છે..સમય- ૮-૩૦ સવારે..ત્યાજ સભા થશે  – આથી સાંજે રવિસભા નથી….
 • ૧૫ જાન્યુઆરી સાંજે- આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ -અમદાવાદ પધારી રહ્યા છે…..૧૬ તારીખે- સાંજે ભવ્ય ઝોળી ઉત્સવ અમદાવાદ ને આંગણે થશે અને ૧૮ તારીખ સુધી રોજ- પ્રાતઃ પૂજા નો લાભ- પણ સર્વે મળશે…!! આનંદો..અમદાવાદીઓ..આનંદો…!!!
 • ધર્માદા ની સેવા ના સંકલ્પ જેના બાકી હોય તેને સત્વરે તેનો લાભ લેવો…!

અદ્ભુત…અદ્ભુત..!! આપણા જીવન નો એક જ ધ્યેય હોવો જોઈએ – બ્રહ્મરૂપ થઇ પરબ્રહ્મ ને પામવા..! અને જીવે બ્રહ્મરૂપ થવા માટે- જીવન માં સાંખ્ય-અને યોગ બંને ને સિદ્ધ કરવા પડશે……માયા ..કહેતા કે- ભગવાન ને ભજવા માં નડતા સર્વે વિષયો ને દુર કરવા પડશે…..! પણ એ માટે – પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ નો સંગ કરવો જ પડશે..એ સિવાય આ બધું સિદ્ધ નહિ થાય…! અધ્યાત્મ માર્ગ માં – ગુરુ બિન જ્ઞાન નહિ….મોક્ષ નહિ..!!!

આવનારા નવા વર્ષ ૨૦૧૮ માં – શ્રીજી ને એ જ પ્રાર્થના કે- સત્પુરુષ સ્વરૂપે -જે એમની પ્રાપ્તિ થઇ છે..તેની યથાર્થ પ્રતીતિ થાય….સત્સંગ નો રંગ સદાયે ચડતો ને ચડતો રહે…..સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો સદાયે રહે..સર્વે હરિભક્તો-સંતો માં સદાયે દિવ્યભાવ રહે…..અને સર્વે નું ભલું થાય…!!

રાજી રહેજો…! …બસ..સત્સંગ માં આમ જ ચાલતા રહેજો……સત્પુરુશે કૃપાએ કરી  આપણો હાથ પકડ્યો છે…..એ છૂટી ન જાય તેનું પળેપળ ધ્યાન રાખતા રહેજો…..!

જય સ્વામિનારાયણ

રાજ

 

Advertisements


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૬/૨૦૧૭

સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,

“આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે………. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે…………

તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે……….

તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે………. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો……….. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો………..”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૧૭

સત્સંગ હોય કે સંસાર- હિમત વગર ની મોળી..ઢીલી પોચી…બળહીન વાત કરનાર નપુસંક જ છે……”રોતો રોતો જાય તે મુઆ ના સમાચાર લાવે….” એ એક ગુજરાતી કહેવત સાચી છે…! સત્સંગ માં તો મનુષ્યે સદાયે ભગવતમહિમા નું બળ રાખવું…..એક એમને જ કર્તાહર્તા સમજી સર્વે ક્રિયાઓ..કાર્ય થાય તો પછી નિર્બળતા શાની આવે??? આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જુઓ……અઢળક…હૃદય ફાટી જાય તેટલા વિઘ્નો આવ્યા છે..પણ કદાપી નાહિમત થયા જ નથી……..કારણ કે શ્રીજી સદાયે સાથે જ છે એવું દ્રઢ પણે માનતા હતા અને જીવતા હતા……! આજની સભા આ જ વાત પર હતી……

ભારત પાકિસ્તાન ની મેચ હતી…સમગ્ર દિવસ સત્સંગ પરીક્ષા નો પ્રી ટેસ્ટ હતો…છતાં સમગ્ર સભા ગૃહ હરિભક્તો થી ભરચક હતો…….એ જ વાત નો દ્યોતક હતો કે- શ્રીજી …એમનો રાજીપો…સત્પુરુષ ની આજ્ઞા…કલ્યાણ નો ખપ…..કથા વાર્તા નો ઈશક સર્વોપરી છે……

સભાની શરૂઆત માં ધમધોખાર તડકા માં મીઠી ..શીતલ વીરડી સમાન શ્રીજી ના દર્શન…….

collage_20170618211915666_20170618211943192.jpg

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……ત્યારબાદ યુવક મિત્રો દ્વારા

 • સંતજન સોઈ સદા મોહે ભાવે……..રચયિતા- મુક્તાનંદ સ્વામી
 • લટકાળા લહેરી પધારો…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
 • મન વસીયો રે મારે મન વસિયો…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
 • હરિ મારું ગાડું ક્યાં લઇ જાય……રચયિતા- અજ્ઞાત

છેલ્લા બે કીર્તન તો ભાવનગર થી આવેલા હરિભક્તે એમના કાઠીયાવાડી સુર માં ગાયા…અને સમગ્ર સભા એમાં ઝૂમી ઉઠી….એક પ્રશ્ન જરૂર થયો કે- શ્રીજી ના સમય માં આ પદ કયા રાગ..કયા સુર માં ગવાતા હશે??? જુના માં જુનું હોય તેવું સ્વામિનારાયણ સંત ના મુખે ગવાતું કોઈ રેકોર્ડીંગ હશે???

ત્યારબાદ પુ. ત્યાગવલ્લભ સ્વામી ની સાથે ઓસ્ટ્રેલિયા..ન્યુઝીલેન્ડ….સિંગાપોર ની અધ્યાત્મિક વિચરણ માં જી આવેલા વિદ્વાન સંત પુ.પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે – ત્યાના સત્સંગ વિષે અદ્ભુત માહિતી મળી……ન્યુઝીલેન્ડ ના હિમતભાઈ પટેલ હોય કે…સિંગાપોર ના સુરેશભાઈ પટેલ……..એ હરિભક્તો ની નિષ્ઠા એવી કે -સત્સંગ અને એના કાર્ય ને પોતાના કુટુંબ થી પણ અધિક માને…..અને પોતાનું સર્વસ્વ એના કાજે કૃષ્ણાર્પણ કરી રાખે…છતાં દાસાનુદાસ થઇ ને વર્તે…! હવે આનાથી મોટી વાત કઈ હોઈ શકે??? ઓસ્ટ્રેલિયા – સિડની માં સત્સંગ વધતા નવી જમીન લેવાઈ અને ત્યાં શિખરબદ્ધ મંદિર ની રચના માટે ત્યાના હરિભક્તો એ જે સમર્પણ બતાવ્યું છે..તેની વાત સાંભળી આપનું હૈયું ભરાઈ આવે…….! આવક નો ૩૩ થી ૧૦૦% ભાગ…..નવી ગાદી-ઘર માટે ની બચત મંદિર કાજે અર્પણ કરી દીધા…..અરે…લોન લઈને પણ મંદિર ની સેવા કરી………! મહંત સ્વામી મહારાજ આ સાંભળી ને ખુબ રાજી થયા હતા…..!! અને આ જ છે બેપ્સ ના સંસ્કાર..સત્સંગ…હરિભક્તો નું સમર્પણ……! શ્રીજી માટે વેચાઈ જવા ની તૈયારી કરતા ભક્તો નો સમુદાય આજે પણ આપણે ત્યાં છે..અને તેથી જ બેપ્સ ઈઝ બેસ્ટ..!!!

ત્યારબાદ સારંગપુર ખાતે- તારીખ ૭ થી ૧૦ જુન-૨૦૧૭ ના- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લીંક પર થી જોઈ શકાશે……

પુ.બ્રહ્મમુની સ્વામી કે જે હાલ નડીયાદ ખાતે સેવા આપે છે અને હમણાં જ એમની બદલી ન્યુઝીલેન્ડ મંદિર માં થઇ છે તેમના દ્વારા ગઢડા પ્રથમ-૧૭ પર “વાણી ના મહિમા” પર વક્તવ્ય નો અદ્ભુત લાભ મળ્યો…..એમણે કહ્યું કે….

 • વાણી એક શક્તિ છે…..એનો સદુપયોગ થાય તો તરી જવાય અને જો દુર ઉપયોગ થાય તો મહાભારત પણ થઇ શકે છે……માણસ ના સંસ્કાર….વ્યક્તિત્વ સર્વે તેની વાણી પર થી પરખાઈ આવે છે………..
 • શ્રીજી એ નબળી વાણી…ખરાબ ..તોછડી વાણી પર પોતાની સપષ્ટ અરુચિ પ્રગટ કરી છે……….
 • માટે જ ભગવાન ને રાજી કરવા હોય…કલ્યાણ નો માર્ગ સફળ કરવો હોય તો વાણી પર નિયંત્રણ રાખવું…મુક્તાનંદ સ્વામી ની જેમ પ્રિયકર વાણી વાપરવી…પણ જરૂર પડ્યે તો પંચાળા-૭ ના વચનામૃત માં કહ્યા મુજબ તીખી વાણી પણ વાપરવી…..
 • આપણો આજનો વિશ્વવ્યાપી સત્સંગ એ – વાણી ના બળે જ બન્યો છે…સતત કથા વાર્તા નું અનુસંધાન..સકારાત્મક વાતો…યોગીબાપા ની હેત ભરી વાતો ને લીધે લાખો નો સતસંગ સમાજ બન્યો………માટે- જ સત્પુરુષ અને શ્રીજી ના રાજીપા માટે..પોતાના કલ્યાણ ને અર્થે – બળભરી …મહિમા સભર વાતો કરવી……સાંભળવી…….

સભાને અંતે જાહેરાત થઇ…..

 • આજે સત્સંગ પરીક્ષા ના પ્રી ટેસ્ટ માં ૮૪% હાજરી રહી……આવનારી ૧૬/૭ એ સત્સંગ પરીક્ષા છે..માટે અત્યાર થી જ તૈયારી માં લાગી જવું…
 • ૨૧ મી જુન સુધી અમદાવાદ ના GMDC મેદાન માં સવારે ૫ થી ૮ યોગ અભ્યાસ ની શિબિર -પતંજલિ યોગ વિદ્યાપીઠ- બાબા રામદેવ દ્વારા થઇ રહી છે…તેનો અચૂક લાભ લેવો…….

સભાને અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું………………….

માટે આજ ની સભા એ – બળ ભરી વાણી ની…એના મહિમા ની હતી……..શ્રીજી ની જો આટલી વાત પણ જીવન માં ઉતરશે તો જીવ જરૂર કલ્યાણ ને પામશે…..!

જય સ્વામિનારાયણ…..


1 Comment

BAPS-૧૯/૦૨/૨૦૧૭

“……જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ્ય ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો ………..પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે…………. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોય પણ હેત થાય નહીં…………….. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે………….”

———————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ- ગઢડા પ્રથમ-૭૬

સત્સંગી…અને એ યે પાકો સત્સંગી એટલે શું?? પાકો સત્સંગી કોણ? એનો ઉત્તર ઉપર શ્રીજી કહે છે એમ છે. ભક્તિ કરતા સુખ અને દુખ ની દુન્યવી વ્યાખ્યાઓ સહેજે ટળી જાય છે અને એક શાશ્વત..અખંડ સુખ નો અનુભવ થાય છે. પણ એ માટે સત્સંગ જીવમાં દ્રઢ કરવો પડે….એમ સમજવું પડે કે- સુખ આવે કે દુખ….”દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહિ…..અને એ જે કરતા હશે તે સારું જ કરતા હશે..” એમ સર્વ કર્તાહર્તા નો ભાવ દ્રઢ થાય તો જીવ મૂંઝાય નહિ…જીવ પોતાનું મનગમતું મૂકી ને- સત્પુરુષ-શ્રીજી ના રાજીપા પ્રમાણે જ જીવે…….અને એવા જીવ ને સાચો સત્સંગી કહેવાય ..પાકો સત્સંગી કહેવાય અને એના પર જ જગત નો નાથ રીઝે…!!! તો આજની સભા આ બ્રહ્મસત્ય પર હતી……સ્થિતપ્રજ્ઞતા પર હતી…!

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ પહેલા હમેંશ ની જેમ શ્રીજી ના મનમોહક દર્શન હૃદયભરી ને કરવા માં આવ્યા…..એમાં યે ઘનશ્યામ મહારાજ ના ગળા માં ઝૂલતી કાજુ-બદામ ની આકર્ષક માળા એ ચિત્ત ચોરી લીધું..!

16806870_670298743158301_6972863743150136919_n.jpg

સભામાં શરૂઆત- પુ.વિવેક મુની સ્વામી અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ..ત્યારબાદ એ જ સંત ના મુખે બે કીર્તન સાંભળવા નો મોકો મળ્યો…..

 • તારી મૂર્તિ છે જો ..નેણું નો શણગાર………રચયિતા-બ્રહ્માનંદ સ્વામી
 • આજની ઘડી રે ધન્ય આજની ઘડી…..રચયિતા- લાડુ દાન ગઢવી( બ્રહ્માનંદ સ્વામી)

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના બીજી ફેબ્રુઆરી ના રોજ- ગઢડા-પાળીયાદ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……સ્વામીશ્રી નું નિર્માની પણું..અતુલ્ય સાધુતા નું તેજ ઝળહળતું દેખાય છે. નીચેની લિંક પર થી એના દર્શન આપણે કરી શકશું……

 

ત્યારબાદ- આપણી સંસ્થા ના વિદ્વાન સંત પુ.યજ્ઞપ્રિય સ્વામી ના મુખે- ગઢડા પ્રથમ-૭૬ ના સાર પર આધારિત અદભુત પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ…..

 • શ્રીજી મહારાજ ના પરમહંસ સંતો એક એક અવતાર જેટલું સામર્થ્ય..ઐશ્વર્ય ધરાવતા હતા છતાં એમણે શ્રીજી ની આકરી કસોટીઓ માં પણ પોતાની જાત ને હોમી- અનેક અસહ્ય કષ્ટ..અપમાન સહન કર્યા છતાં શ્રીજી ને છોડ્યા નહિ……કારણ?? ભગવાન માં દ્રઢ હેત..શ્રીજી ના રાજીપા નો…પોતાના જીવ ના કલ્યાણ નો ખપ…! સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ને શ્રીજી એ દર્શન ન આપ્યા ત્યારે ગાઈ ઉઠ્યા…..” બાલ સનેહી રે મોહન મુજ ને ગમતા..” ..તો બ્રહ્માનંદ સ્વામી ને દર્શન નો લાભ ન મળ્યો તો શ્રીજી ને રીઝવવા કીર્તન રચ્યું….”સુનો ચતુર સુજાન…..”…જેનો એક એક શબ્દ એ વાત નો દ્યોતક છે કે…આવા મહા સમર્થ ..વિધવાન સદ્ગુરુઓ ઓ ને પોતાના નાથમાં કેવો દ્રઢ ભાવ છે..!
 • જેટલા લૌકિક સુખ માટે જીવ ઉદ્યમ કરે છે…તેટલો ઉદ્યમ જો પોતાના જીવ ને ભગવાન માં જોડવા માટે કરે….તેના કલ્યાણ માટે કરે તો બાકી શું રહે???
 • ભક્તરાજ દાદા ખાચર જેવી ભક્તિ..નિષ્ઠા….શ્રીજી પર હેત…..જો આપણા મા પણ હોય તો- કલ્યાણ માં ખોટ ન આવે….પણ અહી મોક્ષ માંગે છે કોણ??
 • સત્સંગ માં પોતાના પાયા સ્થિર રાખવા…..દાસાનુદાસ રહેવું…..એકબીજામાં સદભાવ….સંપ….સુહાર્દ ભાવ રાખવા…..મનગમતું મૂકી…શ્રીજી અને સત્પુરુષ કહે તેમ કરવું……!

એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે…. સખી મેલી દે મનના મરોડને,

એવો આમળો રે, કરે કેને જો કાજ કે…….! જો એમ થાય તો સમજવું કે શ્રીજી ને રાજી કરવાનો માર્ગ મળી ગયો છે…..

અદભુત……!

ત્યારબાદ પુ. મુકુંદ્ચરણ સ્વામી જેવા અત્યંત તેજસ્વી અને પૂર્વાશ્રમ ના ડોક્ટર સંત ની કલમેં રચાયેલું પુસ્તક “શાકાહાર” વિષે વક્તા દ્વારા અદભુત માહિતી મળી. માત્ર ૧૫ રૂપિયા ના આ પુસ્તક માં – શું ખાવું? કેમ ખાવું?….અને આહાર ના વિજ્ઞાન અને અધ્યાત્મ સાથે ના સંબંધ વિષે ની રસપ્રદ માહિતી મળી શકે. આપણી યોગીજી મહારાજ હોસ્પિટલ ના નિષ્ણાત બાળકો ના ડોક્ટર શ્રી હિરેન ભાઈ મોદી એ નાના બાળકો ના આહાર પર ખુબ જ રસપ્રદ માહિતી આપી. લગભગ બે વર્ષ સુધી- માતા નું દૂધ આપવા ના નિયમ થી બાળકો માં શું સકારાત્મક પરિણામ મળે છે…..બહાર ના ખાણીપીણી કરતા ઘર ના પૌષ્ટિક આહાર થી બાળકો ના વિકાસ માં કેટલી મદદ મળે છે…તેના પર રસપ્રદ પ્રવચન થયું…..! ખરેખર આટલું સમજાય તો એ..આપણા બાળકો..આપણું ભવિષ્ય સલામત અને સ્વસ્થ..તંદુરસ્ત રહે…..! બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર સાચું જ કહેતા કે ૪ “ભ” હમેંશા આપણે પોતાના જ રાખવા….”- ભાષા…ભૂષા…ભોજન અને ભજન….” !

ત્યારબાદ પ.ભ. કલ્પેશભાઈ ભટ્ટ કે જે- હાલ હાર્વર્ડ યુનીવર્સીટી અને કેનેડા ની ટોરેન્ટો યુનીવર્સીટી માં ચાલતા ડોકટરલ સ્ટડી “ સત્સંગ સમજણ અને તેની પ્રભાવાત્મક અસર” પર ખુબ બહોળો અને ઊંડો અભ્યાસ કરી રહ્યા છે –તેમણે આવતા રવિવારે રવિસભામાં કરાવનારા અધ્યાત્મિક સર્વે પર ખુબ રસપ્રદ માહિતી આપી….! આવતા રવિવારે અચૂક રવિસભામાં હાજર રહેવું……અને સાથે બ્લેક શાહી વાળી પેન-પેડ લઇ ને આવવું….જેથી ભારત ભર ના ૨૦ જેટલા સેન્ટર પર થનારા આ ઐતિહાસિક અભ્યાસ નો હિસ્સો બનવા નો મોકો મળે…..!

સભાને અંતે નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે નો લાભ આપતા કહ્યું કે –આ સંસાર સો કરોડ મણ સુતર ની આંટી જેવો છે…..અને એ ગુચ માં બહાર  નીકળવા નો ઉપાય એક ભગવાન જ છે….અને ભગવાન ને રાજી  કર્યા નો ઉપાય છે……સંપ..નિત્ય સત્સંગ….દાસાનુદાસ…ગુણગ્રાહક દ્રષ્ટિ…..અને દ્રઢ નિયમ ધર્મ……! ત્યારબાદ પુ. ડોક્ટર સ્વામી એ માહિતી આપતા કહ્યું કે- અમદાવાદ ખાતે પુ. હરિવત્સલ સ્વામી ધામ માં ગયા . યોગીબાપા એ ગઢડા ખાતે ૫૧ સંતો ને દીક્ષા આપી-એમાં ના એક સાધુ હતા…જે પૂર્વાશ્રમ માં મુંબઈ – ગોદરેજ કંપની માં નોકરી કરતા હતા….અને સાધુ થયા બાદ ભારતભર માં તેમણે વિવિધ મંદિરો માં સેવા આપી હતી……વચનામૃત ને મરાઠી માં ભાષાંતર કરવામાં પણ એમનો સિંહ ફાળો હતો…………તેમના આત્મા ને શ્રીજી પોતાનું સુખ આપે…..તેમના જેવી જ નિષ્ઠા આપણા માં પણ આવે એ માટે શ્રીજી ને પ્રાર્થના…!

તો આજની સભા સાચા..પાકા સત્સંગી બનવા પર હતી…અને જે જે એ માર્ગ પર ચાલ્યા છે…તેમને વધાવવા ની…તેમનામાં થી કૈંક શીખવા ની હતી……..!

જીવન માં આખરે – મન ના મરોડ ને છોડી ને એક શ્રીજી ને રાજી કરવા નું જ ધ્યેય રાખવું………..અંતે તો સુખ …સાચું સુખ…અખંડ સુખ તો ત્યાં જ છે……….!

જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨/૧૦/૨૦૧૬

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ……..

……જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.”……


વચનામૃત-ગઢડા અંત્ય-૭

જગત આખા ને મન મા ભર્યું હોય તો જીવ જગત ના સુખ દુખ થી કઈ રીતે બચી શકે?? શ્રીજી કહે છે કે જો મન દ્રઢ પણે વજ્ર ની ખીલી ની જેમ સત્પુરુષ અને ભગવાન રૂપી વજ્ર ભૂમિ મા દ્રઢ આત્મબુદ્ધિ થી જોડાયેલું હોય તો અખંડ સુખ ની પ્રાપ્તિ થાય……..છતે દેહે કલ્યાણ થાય……..! આટલું સમજાય તો યે અધ્યાત્મ માર્ગ મા સત્પુરુષ ના મહિમા ની અનિવાર્યતા ખબર પડે……..

નવરાત્રી ના નોરતા ચાલે છે……ગઈકાલે પ્રથમ નોરતા ની રાત્રીએ જ મેઘરાજા ભરપુર વરસ્યા ..અને આજે એના ફળ રૂપે બફારો અઢળક હતો…….પણ સામે હરિભક્તો નો ઉત્સાહ પણ એવો જ હતો……સમયસર પહોંચી ગયા …ઠાકોરજી ના દર્શન કરી જીવ ને સંતૃપ્ત કર્યો……

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…….યુવકો દ્વારા રાસ કીર્તન રજુ થયા…..” તારો ચટક રંગીલો ..” બ્રહ્માનંદ સ્વામી રચિત અને “ વ્હાલા રુમઝુમ કરતા કાન મારે ઘેર “ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયા…..

ત્યારબાદ ગુરુહરિ પ.પૂ. મહંત સ્વામી મહારાજ ના મુંબઈ ખાતે ના વિચરણ ( ૧૮-૨૪ સપ્ટે) નો દર્શન વિડીયો રજુ થયો……એમના  એક એક ચરિત્ર દર્શન –ગુણાતીત લક્ષણ ના દ્યોતક હતા….ભગવાન ની મૂર્તિ ના દર્શન….પ્રાત:પૂજા મા એક લીનતા…..૮૪ વર્ષ ની ઉમરે મુખ પર તેજ…ચાલ મા ચપળતા અને નિર્માની પણું……! અદ્ભુત….અદ્ભુત……..અક્ષરબ્રહ્મ ને સાક્ષાત જોવા નો મોકો તો અહી જ મળે……..!!!

ત્યારબાદ પૂ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન…અનુભવી સંત દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને ભગતજી મહારાજ ને અંત્યંત પ્રિય એવા વચનામૃત –ગઢડા અંત્ય ૭ પર અદ્ભુત પ્રવચન થયું…….જોઈએ સારાંશ….

 • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને ગઢડા મધ્ય-૭ નું વચનામૃત પ્રિય હતું તો યોગીબાપા ને ગઢડા અંત્ય-૨………! આમ તો બધા વચનામૃત અમૃત જ છે…પણ અમુક વચનામૃત અંગ ના કહેવાય….જેના પર સંત-હરિભક્તો નો ઝોક વધારે હોય……
 • શ્રીજી પોતાના અવતરણ નો હેતુ વર્ણવતા કહે છે કે – જીવમાત્ર ને બ્રહ્મરૂપ કરવા માટે એ પધાર્યા છે……અને આં વચનામૃત મા શ્રીજી કહે છે કે- છતે દેહે કલ્યાણ પ્રાપ્ત કરવા –સત્પુરુષ મા જોડાવવું જોઈએ….એમનામાં આત્મબુદ્ધિ દ્રઢ કરવી જોઈએ…….આ એમના અંતર નો સિધ્ધાંત છે…..અખંડ સુખ ની ફોર્મુલા છે…..
 • ગઢડા મધ્ય-૫૪…મધ્ય-૨૧…પ્રથમ-૨૭….વરતાલ-૧૯ ..વગેરે મા સંત નો મહિમા શ્રીજી એ કહ્યો છે અને સત્પુરુષને રાજી કરવા માટે- આજ્ઞા ..ઉપાસના….આત્મબુદ્ધિ ….પક્ષ રાખવા ની વાત કરી છે….સત્સંગી માત્ર ને બ્રહ્મ ની મૂર્તિ સમજવા…….
 • ભગવાન ને સમજવા માટે સત્પુરુષ ને સમજવા….રાજી કરવા જરૂરી છે……..સત્પુરુષ માતા છે અને પુરુષોત્તમ નારાયણ પિતા……..! જેમ માતા બાળક ને શુદ્ધ કરી –પિતાને આપે છે તેમ સત્પુરુષ જીવ ને શુદ્ધ કરી – શ્રીજી ની પ્રાપ્તિ કરાવે છે…..
 • આપણા સંપ્રદાય નો ઇતિહાસ કહે છે કે- સત્પુરુષ થકી જ અનંત જીવ અક્ષરધામ ને પામ્યા છે……….! જેવી ગોપીઓ ની આત્મબુદ્ધિ હતી…..તેવી જ આત્મબુદ્ધિ આપણી થાય………એવી શ્રીજી ને….મહંત સ્વામી મહારાજ ને પ્રાર્થના…….

અદ્ભુત…..અદ્ભુત…..આપણા સર્વ ની નિષ્ઠા વજ્ર ની ખીલી ની જેમ દ્રઢ થાય…….સત્પુરુષ અને શ્રીજી મા સદાયે દિવ્યભાવ રહે………એમની આજ્ઞા મા મન કર્મ વચને જોડાવાય……એમને રાજી કરી શકીએ એ જ આપણા જીવન નો ધ્યેય…..

“જમો ને જમાડું રે” અન્નકૂટ સેવા ઉત્સવ માટે અમદાવાદ ના કાર્યકરો-હરિભક્તો એ કમર કસી છે……દરેક ગુણભાવી ને નવા વર્ષમાં –ઠાકોરજી ને થાળ જમાડવા ની તક મળે…….ભવ્ય અન્નકૂટ દર્શન નો લાભ મળે…એ માટે પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ – ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભવ્ય સંકલ્પ કર્યો છે…….અને કેટલાક ભક્તો એ –પોતાના અનુભવ સભામાં કહ્યા એટલે એ વાત ની પ્રતીતિ થઇ…..

 • સાયન્સ સીટી ના પંકજભાઈ એ ૨૦૦ ફોર્મ ભર્યા છે…..અને હજુ ૫૦ નો વધુ સંકલ્પ કર્યો છે…
 • શાહીબાગ મા ગેરેજ ધરવતા રમણભાઈ પટેલે જણાવ્યું કે- અન્નકૂટ સેવા ની વાત સાંભળી –લોકો સામે થી સેવા લખાવવા આવે છે……..બાપા નો મહિમા સાંભળી બધા ને ગુણ આવ્યો છે…
 • સોફ્ટવેર એન્જીનીયર માનસ ભટ્ટ અને એમની ફીસીયોથેરાપીસ્ટ પત્ની એ – એમના સંપર્ક મા આવતા લોકો ને સ્વામીશ્રી ના મહિમા ની વાત કરી – અને અન્નકૂટ ની આ સેવા ને સફળ બનાવી…….
 • એ જ રીતે મીલીટરી મા સર્વિસ કરતા –જીતુંભાઈ એ પોતાના કેમ્પ મા જોબ કરતા લોકો ને સ્વામીશ્રી…સંપ્રદાય…શ્રીજી ના મહિમા ની વાત કરી લગભગ ૧૫૦ જેટલી અન્નકૂટ સેવા સહાયક ની નોંધણી કરી છે………

અંતે પૂ. ધર્મજ્ઞ સ્વામી એ કહ્યું કે- આ પ્રોજેક્ટ નો હેતુ એટલો જ છે કે- બધા લોકો મંદિરે દર્શન કરવા આવે…..સત્પુરુષ નો..શ્રીજી નો મહિમા સમજે….જાણે…….અને ભગવાન ની સેવા નો મોકો મળે…….

 

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

 • સત્સંગ પરીક્ષા ૨૦૧૬ ના પરિણામ આવ્યા …અમદાવાદ ૫૪% સાથે ઉતીર્ણ થયું છે……..ઉતીર્ણ થયેલા હરિભક્તો નું સન્માન થયું……
 • બેપ્સ અમૃત દ્વારા ત્રિફલા ટેબ્લેટ્સ બહાર પડી છે………
 • ૮/૧૦ ના રોજ- ગાંધીનગર આર્ષ મા પૂ.નારાયણ મુની નું પ્રવચન છે………

અદ્ભુત…..અદ્ભુત……….! તો આજની સભા –સત્પુરુષ મા આત્મબુદ્ધિ….દ્રઢ પ્રીતિ કેળવવા ની હતી……અધ્યાત્મ માર્ગ મા મોટા પુરુષ ની અનિવાર્યતા સમજવા ની હતી……..! છેવટે એ રાજી તો શ્રીજી રાજી જ છે ને……!!!

જય સ્વામિનારાયણ..

રાજ

 


Leave a comment

BAPS કીર્તન રવિસભા -૩૧/૦૧/૨૦૧૬

ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂરતિ મારે મનમાની
 જીવન જોયા લાગ છે રે...૦
તરુણ મનોહર મૂરતિ રે, રેખા ઉઠે નાની નાની... જીવન° ૧
મસ્તક મુગટ જડાવનો રે, કુંડલ મકરાકાર... જીવન
કેસર તિલક લલાટમાં રે, જોઈ જોઈ વાધે પ્યાર... જીવન° ૨
ઉરમાં અનોપમ ઉતરી રે, કંચન કેરી અનૂપ... જીવન
રતને જડિત બાજુ બાંધિયા રે, સુર નર મુનિ ને ભૂપ... જીવન° ૩
વેઢ વીંટિયું કડાં સાંકળા રે, શોભે છે કરવર માંયે... જીવન
પ્રેમાનંદ છબી ઉપરે રે, તન મન ધન બલ જાયે... જીવન° ૪
--------------------------------------
સદગુરુ પ્રેમાનંદ સ્વામી 

તો કીર્તન પર થી જ અંદાજો આવ્યો હશે કે  આજની સભા  વિશિષ્ટ  કીર્તન સભા  હતી……ગઈ  બે રવિસભા  વિવિધ કારણોસર માણી ન શક્યો એથી આજની સભા છોડવા  ની  કોઈ  જ  તૈયારી  ન હતી……સમયસર પહોંચી ગયા અને ઠાકોરજી  ના દર્શન કરી  સભામાં સ્થાન લીધું

12647239_1662131914074641_519801996203376873_n

એ  સમયે સારંગપુર-અમદાવાદ-અટલાદરા થી આવેલા  સંતો-યુવકો  યોગ્ય સ્થાને  ગોઠવાયેલા  હતા…….અને  પુ.મધુર કીર્તન  સ્વામી  ના સુમધુર કંઠે “ઓમ સ્વામિનારાયણ નમ: ” મંત્રોચ્ચાર સાથે  કીર્તન  આરાધના  ની અદ્ભુત-મનોનીય  શરૂઆત થઇ….. જોઈએ-ધુન્ય અને કીર્તન  ની રમઝટ નો ચિતાર….

 1. ધુન્ય- પુ.મધુર કીર્તન સ્વામી અને સંતો-યુવકો
 2. વ્હાલા રુમઝુમ કરતા કાન…… – રચયિતા- મુક્તાનંદ  સ્વામી; કંઠ- પુ.ગુરુ નયન સ્વામી
 3. ભૂલીશ હું જગત ની માયા- રચયિતા- રસિક દાસ – કંઠ- પુ.ગુરુકીર્તન સ્વામી
 4. ધર્મકુંવર હરિકૃષ્ણ ની રે મૂર્તિ મારે મનમાની – પ્રેમાનંદ- કંઠ- પુ.શુભ કીર્તન સ્વામી
 5. ફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ- પ્રેમાનંદ સ્વામી- કંઠ- પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી
 6. મળ્યા આપ  મુજને- પુ.મધુરવદન સ્વામી- કંઠ -પુ.મધુર કીર્તન સ્વામી
 7. તું રંગાઈ જાને રંગમાં……- રચયિતા-અજાણ્ય- કંઠ-પુ. ગુરુકીર્તન સ્વામી
 8. દોહા-છંદ ની રમઝટ- પુ.મધુર ક્રીતન સ્વામી અને પુ.શુભ કીર્તન સ્વામી અને સંતો-યુવકો

અદ્ભુત……અદ્ભુત………દોઢ કલાક માં થયેલી  કીર્તન ની આ સુમધુર વર્ષા બધાને તરબોળ કરતી ગઈ…..મનમાં ઈચ્છા હતી કે હજુ કીર્તન ચાલે અને આમ જ બસ ભીંજાતા જઈએ…..

ત્યારબાદ- સભામાં હાજર પરમ પૂજ્ય મહંત સ્વામી એ  અત્યંત રાજી થઇ- સભાને પોતાના આશીર્વચનો નો લાભ આપતાં કહ્યું કે……

 • દલપતરામ કવીએ પોતાના પદ માં કહ્યું છે એમ- અન્ય ના તો એક… આપના અઢાર છે……એમ, અન્ય ના તો ગુણ જોવા..પણ આપણા જે અનંત દોષ છે..તે અંતર્મુખી થઇ ને જોવા…..
 • આપણા પુણ્ય નો તો કોઈ પાર નથી…..મનુષ્ય જન્મ મળવો અને એ પણ આવા સત્સંગ માં જન્મ મળવો- એ અતિ દુર્લભ છે…ભગવાન ની આવી કૃપા વગર…અહી જન્મ મળે જ નહિ…….. પણ આપણ ને સમજાતું નથી…..!! કેમ????
 • કેમ કે – આપણે જગત ના સુખ-સુખ સમજી ને ગોથા ખાઈએ છીએ……એનું અન્ય કારણ છે….સંતો-અને સત્સંગીઓ નો અભાવ…….અભાવ ગુણ – એ ઝેર છે…….એને લીધે જીવ સત્સંગમાં થી પાછો પડી જાય છે…..અંતે લખ ચોરાસી માં ભટકે છે……
 • શ્રીજી કહે છે કે- સત્સંગમાં જીવ ને જેટલો ખપ -એટલું જ એનું કારણ શરીર ટલે છે…………..અને કારણ શરીર -ટળવું એ મોટું સાધન-મોટી પ્રાપ્તિ છે……..
 • શ્રીજી કહે છે કે- નિયમ ધર્મ માં રહે…….પ્રત્યક્ષ માં જેટલી દ્રઢ નિષ્ઠા -એ જ સાચો હરિભક્ત………
 • ભગવાન ના સ્વરૂપ માં અખંડ અને સ્થિર વૃતિ રાખવી એનાથી કઠીન કાર્ય બીજું કોઈ નથી…….અને એનાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી…….! ભક્ત ને જ્યાં  સુધી ભગવાન સિવાય-અન્ય બીજે આલંબન હોય ત્યાં સુધી ભગવાન પ્રગટ થતા નથી…………એક ભગવાન માં જ જીવ રાખવો…..

અદ્ભુત……….! પરમ પૂજ્ય મહંત સ્વામી ની સાધુતા…..ધીર-ગંભીર-ઘૂંટાયેલો અવાજ અને એની ગહનતા -જો સમજાય તો જીવ બ્રહ્મરૂપ જરૂર થઇ જાય……….! પુ.પ્રિય સ્વરૂપ સ્વામી દ્વારા અમુક જાહેરાત થઇ….

 • પરમ પૂજ્ય મહંત સ્વામી નું સ્વાસ્થ્ય હવે સારું છે અને આવતીકાલે તે પુનઃ પોતાનું વિચરણ શરુ કરી રહ્યા છે……પુ.સત્સંગિજીવન સ્વામી એ – સ્વામીશ્રી નું ફૂલહાર થી અભિવાદન કર્યું અને સભાએ ભગ્ન હૃદયે -સ્વામી ને વિદાય આપી….
 • તારીખ-૭ /૨ એ પશ્ચિમ અમદાવાદ ના હરિભક્તો માટે દાબડા ઉત્સવ- સોલા ભાગવત ખાતે છે…..અને ૧૪ તારીખે- પૂર્વ અમદાવાદ માટે- લંબે હનુમાન- દાસ્તાન સર્કલ – ખાતે છે…..સમય-સવારે ૯-૧૨ અને સાંજે- રવિસભા રાબેતા મુજબ છે…..
 • પુ.નારાયણ મુની દ્વારા- બ્રહ્મ્સત્ર -નું અધિવેશન- પણ બે ભાગમાં છે…..તારીખ-સમય માટે- શાહીબાગ મંદિર અથવા પોતાના મંડળ સંચાલક નો સંપર્ક કરવો……

અદ્ભુત………અદ્ભુત………….!! નવધા ભક્તિમાં કીર્તન આરાધના નો પ્રકાર- સહજ-સાધન છે-કે જેનાથી જીવ-એક ભગવાનમાં સહજ જોડાઈ જાય……………! તો કીર્તન- ને માણવું..સમજવું……જીવમાં દ્રઢ કરવું………..

જય સ્વામિનારાયણ……….

રાજ

 

 


Leave a comment

BAPS રવિસભા- ૧૮/૧૦/૨૦૧૫

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા…………… તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે……………………

………..અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી ………અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે……………. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે…………

……………….અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે…………..”

———————————————

વચનામૃતમ- ગઢડા મધ્ય-૨૧

સત્સંગ એટલે કે સત્પુરુષ નો સંગ……..અને એ જ સત્પુરુષ તમને કલ્યાણ ના માર્ગે લઇ જાય છે…….કઈ રીતે??? તો સત્પુરુષ સમગ્ર સત-શાસ્ત્રો નો સાર કઢી ને સમજાવે છે કે- સર્વ ના કર્તાહર્તા તો એક શ્રીજી જ છે…એમની મરજી વિના સુકું પાંદડું પણ હાલી શકતું નથી…….! અને એક વાર આ દ્રઢ થાય પછી જ શ્રીજી નો મહિમા સમજાય છે…કલ્યાણ નો માર્ગ મોકળો થાય છે……! માટે જ કલ્યાણ માટે ની આ અનિવાર્ય શરત છે…….માર્ગ છે…..

ઘણા સમય બાદ રવિસભા તમારી સાથે વહેંચી રહ્યો છું…..ગયા રવિવારે મંદિર મીટીંગ માં હતો…સભા માં હતો પણ સમય-સંજોગ ને અભાવે તમારી સાથે એનો ગુલાલ ન કરી શક્યો……તો ચાલો આજે એના વળતર રૂપે બળવત્તર સભા નો ..એવો જ રંગદાર ગુલાલ..! શરૂઆત- જગત ના નાથ ના દર્શન થી….

12118937_476186122569565_1284584976384965672_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી ના સુરીલા અવાજ માં -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય ચાલી રહી હતી………જીવને નવું જોમ આવ્યું….બળ મળ્યું…….! શ્રીજી ના નામ નો મહિમા જ એવો છે……અનુભવો-તો જાણો..! ત્યારબાદ એમના જ સ્વર માં બે કીર્તન માણવા મળ્યા…..

 • સ્વામી સહજાનંદ મહારાજ..મારા રુદયે રહેજો રે……
 • રહેજો રહેજો …..તમે સદાયે સાથે રહેજો રે…..

ત્યારબાદ- એ જ કીર્તન વર્ષા માં પુ.દિવ્ય કિશોર સ્વામી એ  મુક્તાનંદ સ્વામી રચિત..” મારા વ્હાલાજી શું વ્હાલપ દીસે રે….” રજુ કર્યું અને સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી……….

ત્યારબાદ- પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના સારંગપુર મહાતીર્થ ખાતે-૧૪ ઓક્ટોબર ના દર્શન નો વિડીયો લાભ સર્વે ને મળ્યો………આટલી બધી દેહ ની પીડા- ઉમર ની અવસ્થા પણ ચહેરા પર તાજગી અને પ્રસન્નતા જુઓ તો નાના બાળક જેવી જ લાગે……! આ જ તો અક્ષર બ્રહ્મ ની લાક્ષણિકતા છે,……..

ત્યારબાદ જેની રાહ જોવાતી હતી એ- પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વિદ્વાન અને વક્તા દ્વારા ” ભગવાન ના સર્વ કર્તાહર્તા પણા” પર ગઢડા મધ્ય-૨૧ ના વચનામૃત ને આધારે અત્યંત રસપ્રદ-બળવત્તર પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ…

 • સંસાર નું બીજું નામ દુખ છે…….અને એમાંથી કલ્યાણ માટે- એક ભગવાન ને જ સર્વ ના કર્તાહર્તા સમજવા એ જ છે….
 • પ.પુ.મહંત સ્વામી કહે છે કે – જીવનની ચિંતાઓ અનેક છે…પણ ઉકેલ એક છે………..ભગવાન નું સર્વ કર્તાહર્તા પણું સમજવું…….એક એનું જ ધાર્યું થાય છે…
 • મહાભારત ના ઐતિહાસિક પ્રસંગ – દ્રૌપદી ના ચીર હરણ માં- કૃષ્ણ ભગવાને જે રક્ષા કરી…એના પરથી શીખવાનું છે કે- જયારે તન-મન-ધન એક ભગવાન ને સોંપ્યા હોય ત્યારે-ભગવાન સદાયે આપણી રક્ષા માં રહે છે….
 • આપણે સત્સંગી થયા છીએ…એક શ્રીજી નો જ આશરો દ્રઢ કર્યો છે છતાં જો સત્સંગ કરતા દુખ આવે તો કેટલાક તૂટી જાય છે અને જ્યોતિષી-ભુવા પાસે દોડી જાય છે……..પણ યાદ રાખવાનું એ છે કે- સમગ્ર ગ્રહ મંડળ-તારા મંડળ- બ્રહ્માંડો -શ્રીજી ના એક ઈશારા એ ચાલે છે…..એક એમનું ધાર્યું થાય છે…..આથી જો એમની મરજી હશે તો સુખ આવશે..કે દુખ આવશે…પણ એ પણ હરિભક્ત ના સુખાકારી માટે જ..!
 • ઘા-ઘા માં ફેર હોય છે…….કસી નો ઘા કોઈનો જીવ લેવા માટે હોય છે તો ડોક્ટર નો ઘા- જીવ બચાવવા માટે…એમ ભગવાન પોતાના ભક્ત ને દુખ આપે તો- કૈંક સારા માટે જ આપતો હશે..એમ સમજી એને સહન કરી લેવું……
 • એક આત્મા નો વિચાર અને એક પરમાત્મા નો વિચાર- અંતર માં હોય તો હૈયા માં સદાયે ટાઢક રહે છે……ચિંતા જોજનો દુર રહે છે…..
 • પ્રગટ અક્ષર બ્રહ્મ -પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન જુઓ………દેહ ની પરવા કર્યા વગર સખત ભીડા વચ્ચે પણ- શ્રીજી-સ્વામી-ગુરુઓ ના સંકલ્પ પુરા કરવા- હરિભક્તો ને રાજી કરવા મંડ્યા રહ્યા…પરિણામે- આજે ૯૪ વરસે દેહ- હવે ક્ષીણ થયો છે પણ તાજગી એવી ને એવી છે……ઉત્સાહ-ચમક એવી ને એવી છે…….દેહ ના ભીડા ઓ ની – એમને સહેજ પણ પરવા નથી…….મોટા મોટા ઓપરેશન હોય કે અસહ્ય તાવ-પણ પ્રમુખ સ્વામી મહારાજ સદાયે સ્થિર રહ્યા છે…પોતાની પીડા કોઈને જણાવી નથી…એ સ્થિતપ્રજ્ઞતા ના સાક્ષી સ્વામીશ્રી નો ઈલાજ કરનારા ડોક્ટર્સ છે…………
 • ફિલાડેલ્ફિયા ઇન્કવાયર ના તુંડ મિજાજી એડિટર -રોન પટેલ સાથે ના ઈન્ટરવ્યું માં- સ્વામીશ્રી ની દરેક વાત માં- એક શ્રીજી નું જ કર્તાહર્તા પણું હતું…………૪૫ મિનીટ ચાલેલી આ વાતચીત માં- ભલભલા ને ઢીલા કરી નાખનાર રોન પટેલ- ખુદ ઢીલો પડી ગયો હતો……..કારણ કે- પ્રમુખ સ્વામી મહારાજ નું અહં શૂન્ય જીવન……સ્થિતપ્રજ્ઞતા…….બધો શ્રેય પોતાના ગુરુઓ- ભગવાન ને આપવા નો ગુણ……અતુલ્ય હતા…………!
 • સત્સંગ માં આવ્યા પછી- સ્વભાવ-અભાવગુણ-માંન -ઈર્ષ્યા-કપટ-છોડવા પડે……..એ ન છૂટે તો સત્સંગ દ્રઢ ન કહેવાય…………!

અદ્ભુત…..અદ્ભુત………!!! ચાલો આપણે પણ હિમરાજ શાહ ની જેમ- સ્વામિનારાયણ ભગવાન ની નિષ્ઠા દ્રઢ કરીએ…….ચાહે દુખ અનંત આવે..અપમાન-થાય……છતાં પણ સહેજ પણ ન ડગી એ……..એક આપણી જાત ને આત્મા સમજીએ- અને શ્રીજી નો સર્વોપરી પણું સમજીએ……! આ માહાત્મ્ય યુક્ત જ્ઞાન આવશે તો જ સત્સંગ માં આગળ વધાશે…..

ત્યારબાદ- આજે સવારે જ થયેલી – સત્સંગ જ્ઞાનામૃતમ ની સ્પર્ધા ના વિજેતા જાહેર થયા…………..અને આવનારી સત્સંગ પરીક્ષા ઓની જાહેરાત થઇ…!

તો આજની સભા અદ્ભુત હતી………….શ્રીજી ના સર્વોપરી પણા ની દ્રઢ નિષ્ઠા કરાવવા ની હતી……અને એના વગર સત્સંગ માં પ્રગતિ શક્ય જ નથી…જીવન માં શાંતિ શક્ય જ નથી…..

જય સ્વામિનારાયણ

રાજી રહેજો

રાજ

 નીચેની લીંક પરથી મોબાઈલ રેકોર્ડેડ- પુ.અક્ષર વત્સલ સ્વામી નું આજનું પ્રવચન સાંભળી શકાશે……….( ગુણવત્તા ઓછીવત્તી હોઈ શકે છે)

http://chirb.it/HE1s0H


Leave a comment

BAPS વિશિષ્ટ રવિસભા-૧૮/૦૫/૨૦૧૪

પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;

જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે… 0પ્રેમીજન 

પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે;

પ્રેમીના પ્રસંગ માં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે… 0પ્રેમીજન 

પ્રેમની  વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે;

સમજીને શુકમુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે… 0પ્રેમીજન 

વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;

મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે… 0પ્રેમીજન

 ————મુકતાનંદ સ્વામી————-

આજ ની સભા વિશિષ્ટ હતી કારણ કે આજ ની સભા “સ્નેહી ને સથવારે” હતી…..આ ” સ્નેહ..”પ્રેમ”..”હેત” શબ્દો અદ્ભુત છે……આ શબ્દો એ શ્રીજી ના રાજીપા ની કુંચી છે…..જે ભગવાન ને સાચા હૃદય થી ચાહે છે……એને શ્રીજી પણ અઢળક ચાહે છે…! ઉપર નું પદ મારું પ્રિય પદ છે……તમે તપ નહિ કરો તો ચાલેશે….જપ નહિ કરો તો ચાલશે…પણ પ્રેમ નહિ કરો તો- શ્રીજી નહિ રીઝે…..! ભક્તો ના પ્રેમ ની ખાતિર તો એ તુલસી ને પાંદડે તોલાય છે તો સુકો રોટલો પણ ખાઈ ને અક્ષરધામ આપે છે……! ભક્તિ  મારગ ની આ તો વિચિત્રતા છે……જ્યાં મોટા મોટા જ્ઞાનીઓ ગોથા ખાય છે ત્યાં ત્યાં નરસૈયા જેવા ભક્તો…..દાદા ખાચર જેવા ભક્તો એક લટકા માં શ્રીજી ને પામે છે….!

આજે ગરમી અસહ્ય હતી..અમદાવાદ જાણે કે તવા પર હતું અને આશા ના નામ પર દુર દુર કાળા વાદળો દેખાતા હતા……પણ એકવાર મંદિરે પહોંચ્યો એટલે કે- બધો સંતાપ….ગરમી ના કંટાળા- હરિ ના દર્શન થી ઠંડી છાલક માં ફેરવાઈ ગયા…….ચંદન માં લપેટાયેલા હરિકૃષ્ણ મહારાજ કે અદ્ભુત શોભા માં દીપતા ઘનશ્યામ મહારાજ…..જુઓ અને દર્શન કરો તો ખબર પડે….! રવિસભા એમણે એમ કઈ આત્મ સભા નથી……અહી બધું જ છે…! તમે પણ કરો દર્શન….

10376323_255476737973839_4798309088969861737_n

10308405_255476784640501_9171403508815432212_n

સભાની શરૂઆત પુ.કૃષ્ણચરણ સ્વામી દ્વારા મધુર સ્વરે ગવાતી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ તેમણે જ કીર્તન ની રમઝટ બોલાવી……” તમે મારા થયા..હું તમારો થયો…આવો આવો સહજાનંદ સ્વામી…”રજુ થયું….સત્ય વચન….સત્ય શબ્દો…..! ભગવાન ને પામતા પહેલા ભગવાન ના થવું પડે……અને એક વાર થયા પછી કોઈ ખામી ન રહે…એ પણ બ્રહ્મ સત્ય..!  ત્યારબાદ રજુ થયેલું પદ….”આવો મારા મીઠડા બાલમા…” પણ અદ્ભુત હતું.

ત્યારબાદ પુ.આત્મસંતોષ સ્વામીએ – ભક્તિ ના અદ્ભુત પ્રકાર- નવધા ભક્તિ પર પ્રવચન રજુ કર્યું……નવધા ભક્તિ- કદાચ એવો પ્રકાર છે કે જેમાં શ્રીજી ના રાજીપા ની બધી વાતો છે……નવધા ભક્તિ એટલે… શ્રીજી ની  નવ પ્રકારની ભક્તિ : કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે – ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા)……..આ પ્રકારો સાથે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના  જીવન ના વિવિધ  પ્રસંગો ને જોડ્યા….ત્યારે સમજાયું કે- પ્રમુખ સ્વામી મહારાજ ની પાસે શ્રીજી અખંડ કેમ છે?  કદાચ ….કદાચ…પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ની એક પલ પણ એવી નહિ હોય કે જેમાં શ્રીજી સાથે ન હોય…..એમની ભક્તિ સાથે ન હોય..એમનું સ્મરણ સાથે ન હોય..!  ધન્ય ધન્ય આ આયખા ને કે આવા ગુરુ આપણ ને સાક્ષાત મળ્યા…..! 

ત્યારબાદ- સ્વામીશ્રી ની પરાભક્તિ દર્શાવતો એક વિડીયો બતાવવા માં આવ્યો……..૯૩ વર્ષ ની ઉમર- અત્યંત નાજુક સ્વાસ્થ્ય પર ભક્તિ નું તેજ…..અદ્ભુત…અદ્ભુત…..! એક શ્રીજી ને જ નીરખવા ની ઝંખના…..! કોઈ નાસ્તિક આ જુએ તો એ પણ આસ્તિક થઇ જાય..!

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી એ ” જીવન માં શ્રદ્ધા..ભક્તિ ની મહત્તા” વિષય પર પ્રસંગોપચિત પ્રવચન કર્યું…જોઈએ એના અમુક અંશ….

 • શિક્ષાપત્રી માં શ્રીજી કહ્યું છે કે- મનુષ્ય ગમે તેટલો વિધવાન કેમ ન્હોય પણ ભક્તિ- અધ્યાત્મ વગર એ શૂન્ય છે……
 • સ્વયમ શ્રીજી એ -ભક્તિ-ઉપાસના કાયમ રહે તે માટે ત્યાગ નો પક્ષ મોળો કરી ને મંદિરો કરાવ્યા..શાસ્ત્રો- સંતો કર્યા…….
 • સાચી- શુદ્ધ -પરમ ભક્તિ એ ગુણાતીત સંત ના સમાગમ થી જ આવે……અને શુદ્ધ ભક્તિ વગર કલ્યાણ શક્ય નથી…એ યાદ રાખવું…
 • ભક્તિ- એટલે કે ભગવાન નો અનન્ય આશરો…દ્રઢ આશરો…….અને આ આશરો- ભગવાન ને ઓળખ્યા પછી- માત્ર એમના દિવ્ય ચરિત્રો માં જ નહિ પણ પ્રાકૃત ચરિત્રો માં પણ આવે……..કાયમ રહે..દ્રઢ રહે…..
 • વચનામૃત ગઢડા અંત્ય ૩૫ માં કહ્યા મુજબ- શ્રીજી ને – માંન -હઠ-ઈર્ષ્યા સહેજે ગમતા નથી……આ ત્રિદોષ- મનુષ્ય ને ભક્તિ માં થી પાડે છે…..પતન કરાવે છે…..ભક્તિ કરવી હોય તો- માન-હઠ- ઈર્ષ્યા છોડવા પડે…….
 • ભક્તિ માટે જરૂરી છે- અનન્ય દાસત્વ ભાવ…….આત્મ નિષ્ઠા…….અહં શૂન્યતા…….
 • અને ભક્તિ ની સર્વોપરી સીમા છે…અક્ષર રૂપ થઇ ને ભક્તિ કરવી……પુરુષોત્તમ ને સેવવા…! એ જ કલ્યાણ નો માર્ગ છે…..

સભાને અંતે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થયું……..અને સમગ્ર સભા -જાણે કે એક બની ગઈ- અક્ષર સભા બની ગઈ…..અને છેલ્લે અમુક જાહેરાતો થઇ…

 • “નિત્યગાન ” નામ ની  એમપીથ્રી બહાર પડી છે…….પ્રભાતિયા થી લઈને- શયન પદ સુધી ના   બધા પદ નો અદ્ભુત સંગ્રહ છે- મેં ખરીદી છે…..તમે?
 • 10347506_676719162366055_7471671380861602337_n
 • મુખવાસ- પાન પ્લસ – બહાર પડ્યો છે- એ પણ મેં ખરીદ્યો છે……સ્વાદિષ્ટ લાગ્યો…..સાથે સાથે “સુંઠ ચૂર્ણ” બહાર પડ્યું છે……કેરી ની સીઝન છે- એમાં આનો ઉપયોગ થઇ શકે- એવું મારું માનવું છે……
 • ગયા રવિવારે- અને આ રવિવારે કાર્યકરો ની સ્પર્ધા હતી- અમદાવાદ ક્ષેત્ર અને ગુજરાત ક્ષેત્ર- માં આપણા શાસ્ત્રો ના મુખપાઠ- પ્રવચન- વર્ણન પર આધારિત આ સ્પર્ધા ના વિજેતા ઓ નું બહુમાન થયું…….

તો બસ- ભક્તિ કરતા રહો……..એ પણ પ્રેમધા…….નવધા……..! સાચું સુખ તો એ જ છે……એ સમજ્યા સિવાય શ્રીજી ની પ્રાપ્તિ શક્ય નથી જ….! ચાલો જગત ના નાથ ને શયન પદ સાથે- ચેષ્ટા ના પદ સાથે પોઢાડી એ….. ” પોઢો પોઢો સહજાનંદ સ્વામી……”

જય સ્વામિનારાયણ

રાજ