Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ-૧૮/૦૮/૨૦૧૮

શ્રાવણ માસ પુરજોશ માં ચાલી રહ્યો છે અને તન મન હૃદય ….શ્રાવણી માં બુન્દેબુન્દ ભીંજાઈ ને રેલાઈ રહ્યા છે…….આંખો ની પલખો સહેજ ખૂણામાં થી ભીની થઇ કુદરત ની સાથે સહજ જ ટપકી રહી છે……..કવિ કાલીદાસ નું મેઘદુતમ જાણે કે કાળા ડીબાંગ વાદળો ના પુરાવા લઈને આવ્યું હોય તેમ દિલોદિમાગ પર થી ભીની યાદો સાથે ગુજરી રહ્યું છે………..યાદો આટલી ઘનઘોર કેમ હોય છે……વર્ષાઋત માં જ આટલી ગાઢી કેમ હોય છે…….એ પ્રશ્નો ના ઉત્તર કદાચ ….અત્યારે જ મળી શકે તેમ છે……!!!

જે હોય તે…..વર્ષાઋતુ માં આ જીવ દેહ ના…ઉમરના  બંધનો ને તોડી..બાળપણ ની એ ભીની આંગળી પકડી ને બસ મનમૂકી ને પલળવા ઈચ્છે છે …….!! અને આ બાળપણ તો સદાયે જીવંત રહેવું જ જોઈએ કારણ કે ઉમર એ દેહ નો તકાજો છે…….જીવ નો નહિ…….એ તો સદાયે નવપલ્લિત…..ચેતનવંતો……અજરામર…..અક્ષર છે….!!!

boy-playing-in-rain

Pic- thanks Google…. 🙂

તો ચાલો આ દેહ ના સાક્ષી ભાવે…..એની સાથે આજકાલ શું ઘટી રહ્યું છે….તે જોઈએ….

  • ગયા બે રવિવાર થી સત્સંગ સભા માં નથી જવાયું…….ભર વર્ષા માં પણ જીવ નો એક ખૂણો હજુ કોરો લાગે છે…….પણ શ્રાવણ માં પુ.સંતો ની પધરામણી..એમની સાથે અલપઝલપ વિચરણ નો લાભ…….એની કમી મહદઅંશે જરૂર હળવી કરે છે……તે માટે શ્રીજી – હરપળ જીવ ન્યોછાવર….!!!
  • છેલ્લે હું ક્યારે બીમાર થયો હતો?? એ યાદ નથી……કારણ કે -ચોમાસા માં હું ક્યારેય છત્રી કે રેઇન કોટ લઈને…મેઘરાજા નું અપમાન કરવામાં માનતો નથી……અને આ વખતે પણ આઈસ્ક્રીમ-છાસ- ના પ્રતાપે થોડોક કફ-શરદી થયા છે પણ તરવા સિવાય- બીજી બધી રોજીંદી ક્રિયાઓ ચાલુ જ છે…….
  • શ્રાવણ માસ માં- શ્રીજી ના રાજીપા- સત્પુરુષ ની આજ્ઞા મુજબ ઉપવાસ- એકટાણા ચાલે છે…છેલ્લા બે ત્રંણ વરસ થી શ્રીજી કૃપા એ કોઈ મોટું વિઘ્ન નથી નડ્યું……અને જીવ- દેહ ને આરામ મળે એવું થઇ શક્યું છે……છતાં મન માં – વિવિધ પકવાનો જોઈ- મન ડગે છે……પણ જીવ – મન સાથે લડી ને હરપળ- શ્રીજી- સત્પુરુષ ની આજ્ઞા નો સાથ લઇ જીતી જાય છે…..! એક ભગવાન અને ગુરુ માટે શું ન થાય??? બસ જીવ માં દ્રઢતા જોઈએ…….બાકી મારા જેવા કાઠી દરબાર જેવા વ્યક્તિ કે- જેને દીવસ માં પાંચ પાંચ વાર શિરામણ જોઈતું હોય…તેના માટે આ શક્ય છે??? હાહાહા…….આ તો બસ એની જ કૃપા છે……એના જ સાધન..અને એ જ સાધ્ય…..મારે તો બસ ચાલવા નું છે…!
  • વાજપેયી જી ગયા…એક અધ્યાય પૂરો થયો અને અહી ભક્તો-અભક્તો નું મીડિયા યુદ્ધ શરુ થઇ ગયું……….ગમે તે હોય પણ એક વાત તો છે કે- મોદી..વાજપેયી…..ભાજપ નો જેટલો વિરોધ થશે તેટલી જ એમની લોક પ્રિયતા વધશે…….૨૦૧૯ – એ મોદી માટે…દેશ માટે જ હશે…તેમાં કોઈ શંકા નથી….! મોદી ની દેશ માટે નિષ્ઠા….કાર્ય કરવા ની ધગશ……પર તો એના હાર્ડકોર વિરોધી ઓ પણ સવાલ ઉઠાવી શકતા નથી……..અને મોદી જેટલી ઊંચાઈ નો નેતા આજે સમગ્ર ભારત ના કોઈ પક્ષ માં છે જ નહિ…તો પછી..આવનારા ૧૦ વર્ષ મોદી ના નામે કરી- દેશ ને જગદગુરુ બનાવવા માં પ્રશ્ન ક્યાં છે??? રાહુલ બાબા એ પોતાના પરિવાર ની ઈજ્જત નો વિચાર કરી- બીજે ક્યાંક હાથ અજમાવવો જોઈએ…….૫૦ તો થયા…..ઘર માંડી ને મેક્ષિકો માં સેટ થઇ જવું જોઈએ…!! શું કહો છો???
  • અમારા હરિકૃષ્ણ મહારાજ નો જીવ ભણવા માં ચોંટતો નથી…….એના માતૃશ્રી સ્વયમ શિક્ષક…….પિતાશ્રી એ ભણવા માં ઝંડા ગાડેલા…….પણ કહેવાય છે કે દીવા નીચે જ અંધારું તેમ..અમારો હીરો- ભણવા માં છેલ્લે અને તોફાન માં ..બોલવામાં પહેલા ક્રમે આવે છે……! હવે શું કરવું??? જે હોય તે…પણ એના લક્ષણો પર થી તો લાગે છે કે- એ જીવન માં  કૈક તો કરશે જ…….! હાહાહા………આમેય- જયારે જીવ ના કલ્યાણ ની વાત હોય ત્યારે દુનિયા નું ભણતર ઓછું કામ માં લાગે છે…….! સ્વાતંત્ર્ય દિન ના દિવસે સોસાયટી માં ચિત્રકળા ની સ્પર્ધામાં – ભાગ લઇ ને આવ્યા…અને જગત જીતી ને આવ્યા હોય તેટલો ઉમળકો બતાવ્યો…….પૂછ્યું તો કહે- હું પહેલો આવ્યો…….!!! હાહાહા…….સ્પર્ધક પણ હું…અને જજ પણ હું…!! છે ને મજ્જા ની લાઈફ…!

તો…બસ…..જીવન ને જીવતા રહો………વરસાદ પડે તો ઘરમાં સંતાઈ જવા ને બદલે……બહાર નીકળી…બે હાથ પહોળા કરી..એને વધાવો…….કારણ કે જીવન છે….કલ હો ન હો….!!!! મારા ગુરુ મહંત સ્વામી મહારાજ કહે છે તેમ…આ તો અબજો ના મુલ્ય નો વરસાદ છે……..સોનું છે…….જીવન છે……..શ્રીજી ના આશીર્વાદ છે………..દેહ સમર્થ હોય તો તેને પલકો માં ઝીલી લ્યો….!!!!

અને બાળપણ ની યાદો ની આંગળી પકડી..યાદ કરતા રહો…..” વોહ કાગઝ કી કસ્તી…વોહ બારીસ કા પાણી……”…….અને બસ ચાલતા રહો……….!!

રાજ


Leave a comment

આજકાલ- ૧૩/૦૪/૨૦૧૮

કોઇએ મને પ્રશ્ર્ન પુછ્યો…..” શુ ચાલે છે આજકાલ??”

હું……બસ સમય ચાલે છે…!!( સારુ છે ..ટીવીના રવાડે…ફોગ ચાલે છે….એમ ન બોલ્યો..!!!!)

અને સાચી વાત તો છે ને……એક સમય જ છે…જે સ્થિર ગતિ એ ચાલે છે….બાકી બધુ તો એની સાથે મનેકમને ઘસડાય છે…..!!! તો શુ છે આજકાલ ની થેલીમાં…??

  • કુટુંબ માં યમરાજા નો સમય ચાલે છે…કાકા ના ધામમાં ગયે હજુ બે એક મહિના થયા હતા તો મોટા કાકી ધામમાં ગયા…….ભિલોડા ના ફેરા વધી ગયા……મરણોત્તર ક્રિયાઓ નો હું વિરોધી નથી પણ જ્યાં શક્ય હોય ત્યાં સમય ના બગાડ ને અટકાવવો જોઇએ……પૈસા પણ ખોટા ખરચા પુરા કરવામાં જાય છે……એવુ ન થઇ શકે કે મૃત્યુ નો મલાજો જળવાય ને …સમય પૈસા ..નો પણ વિવેકપુર્ણ ઉપયોગ થઇ શકે…?? વિચારવુ જોઇએ…આવનારી પેઢી ને રીતરિવાજ એમના સમય ની પરિઘિ માં જ શીખવાડવા ના છે…..અને એમની પાસે આવા રીતરીવાજોનુ જ્ઞાન….તેને પુરો કરવાનો ખટકો….અને સમય હશે કે કેમ…..એ યક્ષ પ્રશ્ર્ન છે…!!
  • હરિક્રૃષ્ણ મહારાજ નુ વેકેશન પડી ગયુ છે……બા મુલાયજા હોંશિયાર…..!! અમારા ખરાબ દિવસો શરુ થઇ ગયા છે….એની ધમાલ ધાર્યા કરતાં બમણી નીકળી છે……!! રોજ નવુ નાટક ..જે રોજ ઉંઘીએ ત્યાં સુધી ચાલે….!! પહેલાના જમાનામાં ..અમારે વેકેશન પડતુ તો ગામ માં..ખેતરોમાં….મામાના ઘરે કે દાદાના ઘરે…. દિવસો જતા….પણ આજકાલ નાં ..કોંક્રીટ ના જંગલમાં કેદ થયેલાં …મખમલી બચ્ચાં જાય તો ક્યાં જાય??? ગરમી કાળઝાળ…..અને એકલાં એકલાં ક્યાં ફરે?? સંબંધોનુ શહેરીકરણ …બાળકો ની મજા ને કુંઠિત કરી રહી છે……!!!!
  • રાજકારણ….હવે પાછુ ચગ્યુ છે……૨૦૧૯ માં રાષ્ટ્રીય ચુંટણી આવી રહી છે…..એક તરફ મોદી એકલો અને સામે અમિત શાહે કહ્યુ તેમ….સાપ નોળિયા..વાંદરા…કુતરા….બિલાડી ના જેવા મનમેળ વગર નો વિપક્ષી પાર્ટીઓ નો શંભુ મેળો ગોઠવાઇ રહ્યા છે…….! ભાગલા પાડો…તોફાનો કરો…..નાત જાત..ધરમ ના નામે રોજેરોજ અવનવા નાટક થઇ રહ્યા છે…..તે જોઇ ને મન ખિન્ન થઇ જાય છે….થાય છે કે….આવા ઉલ્લુ ઓ…અણસમજ …નાદાન લોકો દેશ માં બેઠા હોય…તે દેશ નો ઉધ્ધાર સાક્ષાત ભગવાન આવે તો યે ન કરી શકે…..!!! જ્યાં આરક્ષણ…નાતજાત ની મગજમારી નથી એવા દેશો આજે ગગન ને સ્પર્શે તેવો વિકાસ કરી રહ્યા છે….ને મારા દેશ ના ખંતીલા જુવાનિયા….પછાત ગણાઇ સરકારી નોકરીઓની મફત ની મલાઇ ખાવા બસો સળગાવી રહ્યા છે……!!! હે ભગવાન….!!!
  • આ બધા વચ્ચે મારુ બ્રાહ્મ મુહુર્ત માં ચાલવા નુ ચાલુ છે….પણ ડાયેટિંગ ના લફડા છે… 🙂 કસરત થી થોડોક ફરક પડે ને…..મસ્તમજા નુ ભોજન, મન ને રોકવા છતાં લેવાઇ જાય……! એટલે પાછા ઠેરના ઠેર…!! થશે…થશે….એ પણ થશે…!! મન સાથે લડાઇ ચાલુ રહેશે….સ્વાદ પર પરછમ જરુર લહેરાશે…..!!!

તો…..જુઓ સમય કેવો ચાલી રહ્યો છે…..બસ આપણે તો….મોજમાં રહેવુ…..મોજમાં રહેવુ…..!!

રાજ….


Leave a comment

BAPS શ્રી મહંત સ્વામી મહારાજ દર્શન રવિસભા-૧૬/૦૪/૨૦૧૭

….ગાન કે ધ્યાન તમે શીખો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ -એ ચાર ને હૃદય માં ધારવા એ ગુણ ભારે છે…..આ સાધન સૌથી મોટું છે….ભગવાન ની પ્રસન્નતા નું દ્રઢ મૂળ આ જ છે…..ગાન વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે, પણ એકાંતિક ધર્મ ની તોલે એ ન આવે…..એકાંતિક ધર્મ એ મૂળ છે…..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- શ્રીહરિ ચરીત્રામૃત સાગર-૪/૪૮/૧૧-૧૨

શ્રીજી મહારાજ નો  સંકલ્પ- સર્વે જીવ ને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી પોતાના ધામ માં લઇ જવા એ હતો….અને એ જ સંકલ્પ આજે પણ શ્રીજી ના અખંડ ધારક ગુણાતીત પુરુષ ની આજ્ઞા …કાર્ય માં દેખાય છે…..! પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ આજકાલ અમદાવાદ ને આંગણે છે અને સર્વે ને સત્સંગ નું અતુલ્ય સુખ આપી રહ્યા છે. આજ ની સભા એ યુવકો દ્વારા – પોતાના ગુરુ ના ચરણો માં એક અર્ચના સમાન હતી.

ગુરુહરિ નિજ મંદિર માં હોય પછી અમદાવાદી ઓ પાછા પડે??? સભાના બંને હોલ સમય પહેલા જ ભરાઈ ગયા …..સંતો-હરિભક્તો-કાર્યકરો નો થનગનાટ દેખાતો હતો….અમે પણ શ્રીજી ના અદભુત દર્શન નો લાભ લઇ..જ્યાં સ્થાન મળ્યું ત્યાં ગોઠવાઈ ગયા…..

collage_20170417000122501

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…….ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન પદ….”સર્વે માન તજી…….સંતન કે મુખ સે..” રજુ થયું……ત્યારબાદ લંડન થી પધારેલ એક કિશોર- રાહુલ દ્વારા વાયોલીન પર બે અદભુત કીર્તન રજુ થયા…..” પધારો ને સહજાનંદજી…….” અને “તું રંગાઈ જાને રંગમાં……” ..વાયોલીન પર અદભુત કાબુ……સહેજ પણ સુર કે લય નો ડગમગાટ નહિ…….! આજે સવારે જ પ્રાત: પૂજામાં મહંત સ્વામી મહારાજે આ કિશોર પર ખુબ રાજીપો જણાવેલો….!

ત્યારબાદ પારાયણ નિમિત્તે યજમાનો દ્વારા પોથી અને સંત વક્તા ના પૂજન ની વિધિ થઇ…..પુ.આત્મ સ્વરૂપ સ્વામી જેવા અતિ વિધવાન અને અનુભવી સંત ના મુખે- સ્વામીશ્રી ના કેન્યા અને સાઉથ આફ્રિકા ના સત્સંગ વિચરણ- ત્યાના હરિભક્તો ની નિષ્ઠા…..સત્સંગ સમજણ અને ઈતિહાસ ની અદભુત માહિતી મળી…..જોઈએ સારાંશ….

  • આફ્રિકા માં ૯૦ વર્ષ જુનો સત્સંગ છે…….લગભગ ૧૦ વર્ષ ના અંતરાલ પછી સત્પુરુષ અહી ની ધરતી પર પધાર્યા છે…છતાં ત્યાં સત્સંગ સદાયે ની જેમ નવપલ્લિત જ છે…….બળવત્તર છે…..કારણ કે- ત્યાના હરિભક્તો ની નિષ્ઠા…સમર્પણ…..સમજણ..!
  • કેન્યા ના મહેશભાઈ હોય કે ભરતભાઈ…કનુભાઈ હોય કે જીતુભાઈ પ્લમ્બર…….સર્વે હરિભક્તો એ સત્સંગ માટે પોતાનું કઈ પણ વિચાર્યા વગર સર્વસ્વ અર્પણ કરી દીધું છે…….પોતાનું નિકટ નું સ્વજન ગુમાવ્યું હોય છતાં – સત્સંગ ની સમજણ ને લીધે સ્થિર રહ્યા છે………
  • ભક્તેશ જેવો ૯ વર્ષ નો બાળક હોય કે જે- સેવામાં એકલા હાથે ૭૫-૭૫ યજમાનો ની સેવા લઇ આવતો હોય કે- ત્યાના હબસી- મોઈસ અને જ્યોર્જ જેવા હરિભક્ત હોય કે- જે ભાષા…ધર્મ ની મર્યાદા ને લાંઘી……પોતાના સમાજ ના લોકો ના હાથે અપમાનો સહન કરી – આપણા સત્સંગ માં સહેજે જોડાઈ ગયા હોય……! આફ્રિકા મંડળ હમેંશ ની જેમ અદભુત છે……..મહંત સ્વામી મહારાજ ખુબ જ પ્રસન્ન થયા…..
  • સાઉથ આફ્રિકા ના બાલ-યુવક મંડળો ની પણ નિષ્ઠા…સંપ અદભુત હતો………વિવિધ કીર્તન…સ્તોત્ર……ની રમઝટ સાથે સત્સંગ પરીક્ષા ના વિવિધ પ્રકરણ નો હાર બનાવી સ્વામી ને પહેરાવ્યો……અને સ્વામી ને અત્યંત રાજી કર્યા….અને “સંપ” ને મધ્યવર્તી વિચાર રાખી ને સંતો-ભક્તો એ કરેલા વિવિધ હાર અને પ્રોગ્રામ ને સ્વામીશ્રી એ વખાણ્યા…..

અદભુત……અદભુત…….! મને હરમાનભાઈ…મગનભાઈ જેવા જુના હરિભક્તો ની યાદ આવી ગઈ..!!!!

ત્યારબાદ- દિલ્હી અક્ષરધામ ખાતે બનેલી અભૂતપૂર્વ ઘટના – કે જેમાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી -પોતાની અંગત ઈચ્છા ને આધારે – ભારત ની ભવ્યતા-સાંસ્કૃતિક પ્રદાન ને જગત ને બતાવવા- ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલ ને -દિલ્હી નું અક્ષરધામ બતવવા લઇ આવ્યા…..લગભગ કલાક સુધી ચાલેલા આ દર્શન-નો લાભ બંને એ લીધો…અને તેના સાક્ષી રહેલા પુ.બ્રહ્મવિહારી સ્વામી એ અદભુત વાતો કરી….! ઓસ્ટ્રેલીયા ના પ્રધાનમંત્રી એટલા પ્રભાવિત થયા કે- તેમણે સિડની ના મંદિર ની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે….અને મોદી સાહેબ તો હમેંશ ની જેમ બોલી ઉઠ્યા કે…..ભારત ની આ તો ખાસિયત છે……!!!! મોદી સાહેબે પોતે- આ મંદિર ની..પ્રમુખ સ્વામી મહારાજ ની…સંતો ના મહિમા ની વાતો અઢળક કરી…….પોતે સમગ્ર માહિતી ઓસ્ટ્રેલીયન પ્રધાન મંત્રી ને આપી..! વિડીયો નીચેની લિંક દ્વારા જોઈ શકાશે….

અદભુત…!

ત્યારબાદ જેની ઘડી ઉત્કંઠા થી જોવાતી હતી…તે આવી ગઈ…..! પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નું આગમન થયું……અને સમગ્ર સભા માં જયજયકાર છવાઈ ગયો…….પુ.ઈશ્વરચરણ સ્વામી અને સંતોએ – ચંદન ચર્ચી…હારતોરા કરી એમનું સ્વાગત કર્યું……..યુવક મંડળ ના વૃંદે સ્વામી ને આવકાર્યા……મોટા ટીવી સ્ક્રીન પર અમદાવાદ ના સર્વ યુવક મંડળો પર સ્વામી એ દ્રષ્ટિ આશિષ વરસાવ્યા……યુવકો ને આશીર્વાદ આપ્યા…આરતી કરી….યુવતી મંડળ દ્વારા બનાવેલા થાળ ને શ્રી હરિકૃષ્ણ મહારાજ ને ધરાવ્યો……છેલ્લે જળ ગ્રહણ કરી ને સર્વે ને રાજી કર્યા…….યુવકો એ વિવિધ સંવાદ દ્વારા દર્શાવ્યું કે- કઈ રીતે ઈન્ટરનેટ અને સોશિયલ સાઈટ્સ ના વળગણ થી શું નુકશાન થાય છે???…એમાં થી શી રીતે છૂટી શકાય છે??….સત્સંગ અને સદવાચન તેમાં કઈ રીતે મદદરૂપ બની શકે છે???

ત્યારબાદ અન્ય એક સંવાદ માં- મનુષ્યભાવ રાખવા થી…અવગુણ જોવા થી કેવા કેવા દોષ આપણ ને નડે છે…અને દિવ્યભાવ રાખવા થી શું શું લાભ થાય છે…….એ સર્વે ની રજૂઆત થઇ……! અને અંતે સર્વે યુવકો એ…..હરિભક્તો એ સત્પુરુષ અને હરિકૃષ્ણ મહારાજ ના ચરણો માં….”મહા બળવંત માયા તમારી…..જેને આવરીયા નર નારી….” રજુ કરી …પોતાના અંતર ના ભાવ પ્રગટ કર્યા……!

છેલ્લે- મહંત સ્વામી મહારાજે -શ્રીહરિ ચરીત્રા મૃત સાગર ગ્રંથ આધારિત -એકાંતિક ધર્મ ની વાત કરતા કહ્યું કે…..ગુણાતીત ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું છે…બસ હવે સ્વભાવ ટાળવા ના છે….એની સાથે કુશ્તી કરવા ની છે…….! સ્વભાવ રાતોરાત નહિ છૂટે……પણ પ્રયત્ન કરવા થી એક એક કરી ને છૂટશે………..અને એકાંતિક થવાશે….

સ્વભાવ છૂટશે એટલે – જીવ ને છતે દેહે અક્ષરધામ મળ્યું છે તેની પ્રતીતિ થશે…….કોટી જન્મ તપ કરે તેના કરતા પ્રગટ ની આજ્ઞા માં રહે તે મોટું સુખ છે………પ્રગટ ની એક આજ્ઞા અન્ય આજ્ઞા ઓ કરતા કરોડ ગણી વધારે છે………..માટે તેમાં રહી…એકાંતિક થવું છે..તેવું નિશાન રાખવું…….એક ભગવાન નું ધ્યેય રાખવું..!

અદભુત…અદભુત…! સ્વામીશ્રી થોડાક થાકેલા લાગે છે…પણ એમની વાણી માં બળ અતુલ્ય છે………….

ત્યારબાદ સભાને અંતે જાહેરાત થઇ…..

  • આવતીકાલે- “ગ્રામ્ય સભા” છે…….અમદાવાદ ની આસપાસ ના ૧૦૦ જેટલા ગામ ના હરિભક્તો દ્વારા કાલે અદભુત પ્રોગ્રામ થશે……સમય સાંજે ૬ વાગ્યે…..
  • આવતા શુક્રવારે – મહંત સ્વામી મહારાજ દ્વારા – પ્રખ્યાત ચિત્રકાર શ્રી વાસુદેવ કામત દ્વારા શ્રીજી મહારાજ ના ૪૯ વર્ષ ના આયુ …જીવન ગાથા પર ચિત્રાંકિત ૪૯ – અદભુત….અતુલ્ય…અમુલ્ય ચિત્રો કે જે છેલ્લા ૨૨૦ વર્ષ ના ઈતિહાસ માં કોઈ એ રચ્યા નથી…..તેવા ચિત્રો પ્રકાશિત થવા ના છે……ખુબ મોટી સભા છે કે જેમાં મોટેરા મહેમાનો….અગ્રગણ્ય લોકો આવવા ના છે…………..
  • મહંત સ્વામી મહારાજ દરરોજ  -સવારે ૭ વાગ્યે અને સાંજે ૬ વાગ્યે – સભામાં દર્શન નો લાભ આપશે………….

તો- આજની સભા…..શ્રીજી ના સંકલ્પ ને સમજવાની…ગુણાતીત ના કાર્ય…પ્રગટ પ્રમાણ ને માણવા ની હતી……..જે આ સત્પુરુષ ને ઓળખે છે….સમજે છે…..એમના માં હેતે કરી…તને..મને…જીવે કરી જોડાય છે……તે છતે દેહે અક્ષરધામ નો અધિકારી બને છે…………….એમાં રતીભાર પણ શંકા નથી..!

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

આજકાલ -૬/૩/૨૦૧૭

જીવન વહેતું જાય છે…….અને એ વહેતું રહે એ સારું જ છે. પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે. ….જો જીવન વહેતું ન હોત…સમય એક જ જગ્યા એ સ્થિર થઇ જાત તો શું થાત??? એકધારા જીવન થી…એની બીબાઢાળ લઢણ થી સુખ-દુખ નો રોમાંચ જ ખતમ થઇ જાત…………! માટે જ જગત ના નાથે જે ચક્ર બનાવ્યું છે…..એ સારું જ છે…….કે કમસેકમ જીવન ના પ્રત્યેક રંગ અનુભવવા તો મળે છે……..

તો શું ચાલે છે આજકાલ???

  • બસ। .વો હી રફતાર…….જીવન ના ત્રિભેટે ઉભા રહી દોડતા રહેવા નું….! જીવન ની દરેક આગલી ક્ષણ કયો મારગ પકડશે…અહી કઈ જ ખબર નથી……! બસ સારથી તરીકે શ્રીજી છે…અને મારે તો બસ યુદ્ધ જ લડવા નું છે……! તો- આગળ..એની મરજી…! અને એ જ મારું પ્રારબ્ધ..!
  • પપ્પા ને દેહ છોડ્યે પાંચ માસ થવા આવ્યા છે………અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેમનો ખાલીપો વજનદાર બનતો જાય છે……! દિવસ માં રોજ બે વાર ફોન પર વાત કરવા ની…..તેમના દ્વારા અલક મલક વાતો ..મમ્મી ના પરાક્રમ….જરૂરી બિન જરૂરી સલાહ સૂચનો સાંભળવા નુ હવે નથી….! એ જ વાત ભારે લાગે છે. કદાચ જીવન ની આ જ કહાની છે……..સમય ની સાથે બધું રાખ થતું જાય છે…..અને યાદો ધુમ્મિલ…..!
  • હરિ પણ સમય ની સાથે વધતો જાય છે…અને એના પરાક્રમ એના થી પણ વધુ ગતિ એ વધતા જાય છે…..! જીભ તો અદ્દલ મારી જેમ ધારદાર છે…..જેની મીઠી મધુરી દલીલો હૃદય ને તરબતર કરતી જાય છે…….! પોતાના સંતાન ને મોટા થતા જોવા એટલે…પોતાના બાળપણ ને નજર સમક્ષ પસાર થતું જોવું…! અને હરિ ને જોઈ ને- હું અને રીના – આ જ અનુભવી એ છીએ……
  • ગઈકાલે હરિ મને કહે……”પાપા…મારે ડાયનોસોર લાવવું છે….”…..હું..: ???????? અહી તો કુતરા થી પણ બીક લાગે છે  ‘ને આ ડાયનોસોર ની વાત કરે છે….!!! સારું છે કે – ઉત્ક્રાંતિ માં ડાયનોસોર અને એનો વેલો ખોવાઈ ગયો………..નહીતર આજે શું થાત???
  • ઉત્તર પ્રદેશ ની ચૂંટણી ના સમાચાર આજકાલ બધી ચેનલ્સ પર ભરપુર ચાલે છે………મોદી ..મતદારો પાછળ અને બાકી બધા પક્ષ મોદી પાછળ…?? હહાહા……ભરપુર મનોરંજન થાય છે……….અને જયારે પણ મૂડ ખરાબ હોય ત્યારે માનનીય “પપ્પુભાઈ” ના મનોરંજક પ્રવચન ની કલીપ ને જોઈએ લઈએ..સાંભળી લઈએ…..એટલે ફરીથી તાજામાજા..!
  • ગુજરાત માં ચૂંટણી આવતીસાલ આવે છે………….અને કોંગ્રેસ..એના પ્યાદા જેવો હાર્દિક જે નાટક- ત્રાગા કરી રહ્યા છે…….એ પણ મનોરંજક જ છે…..અને સાથે સાથે અફસોસ એ વાત નો છે કે -ભણેલા ગણેલા લોકો એમની વાત માં આવી જાય છે…..!! અલ્યા ..થોડું તો વિચારો…..

તો……..બસ……ચાલતા રહીએ…………જીવન સાથે…સમય સાથે………कर्मण्ये वाधिकारस्ते महा फ़लेषु कदाचन …….અનુસાર ચાલવા નું છે…કર્મયોગ ને જીવવા નું છે………સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરવા ના છે……….!

રાજ


3 Comments

BAPS સ્મૃતિ રવિસભા-૨૧/૦૮/૨૦૧૬

“….એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે……….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ -વચનામૃત-ગઢડા પ્રથમ-૨૭

“હું તો ચિરંજીવી છું”


અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી

“સત્પુરુષ આ પૃથ્વી પર થી ક્યારેય જતા જ નથી…..સદાયે પ્રગટ રહે છે…..”


બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૩ ઓગસ્ટ,૨૦૧૬, સમય-સાંજ-૬ ; સ્થળ- સર્વસ્વ, સારંગપુર નૈમિષારણ્ય ક્ષેત્ર – આ અવની પર થી પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો દેહ સંકેલ્યો ..તેને આજે બરોબર એક અઠવાડિયું થયું…….અક્ષરબ્રહ્મ એ દેહ બદલ્યો…..જીવમાત્ર ના કલ્યાણ નો માર્ગ ખુલ્લો રહે એ માટે નવા પાત્ર ની..નવા સમર્થ દેહ ની પસંદગી કરી……..અને એ જ ગુણાતીત..ચિરંજીવી…શ્રીજી એ  વર્ણવેલા સમર્થ સંત….સત્પુરુષ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ તરીકે આજે આપણી સમક્ષ પ્રગટ બિરાજી રહ્યા છે….! તો- મહા સમર્થ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે જે અકલ્પનીય કાર્યો..ચરિત્રો….કર્યા તેની સ્મૃતિ ની આ સભા હતી….હરિભક્તો નું લૌકિક શોક -દુખ દુર કરવાની…..ચિરંજીવી ગુણાતીત તત્વ ના મહિમા ને સમજવાની સભા હતી…!

ગયા રવિવારે તો સારંગપુર – સ્વામીશ્રી ના દિવ્ય વિગ્રહ ના દર્શન માં હતા…આથી ધુન્ય-રવિસભા માં હાજર ન રહેવાયું…..પણ આજની સભા મેઘ ભર્યા વાતાવરણ માં પણ કરવામાં આવી…..ઠાકોરજી ના દર્શન મનભરી ને કરવા માં આવ્યા…….

13932743_583304155191094_2773333572547166760_n

સભામાં આજે ખુબ જ ભીડ હતી…..સભાગૃહ છલોછલ ભરેલું હતું…કેટલાક હરિભક્તો ને તો મંદિર ના પ્રાંગણ માં જ સભા નો શ્રવણ લાભ લેવો પડ્યો…..અને કેમ ન હોય??? ગુરુહરિ ની વસમી વિદાય પછી ની આ પ્રથમ શ્રદ્ધાંજલિ -સ્મૃતિ સભા હતી……! સભાની શરૂઆત ધુન્ય-પ્રાર્થના થી થઇ…….પુ.પ્રેમવદન સ્વામી  દ્વારા ” ગુરુજી નહિ ભૂલું તમને…” અને  ” એક જ આશા છે જીવતર ની…..પ્રમુખ સ્વામી માં ખોવાવું…” રજુ  થયા અને પ્રમુખ સ્વામી મહારાજ નો દિવ્ય ચહેરો નજરો સમક્ષ છવાઈ ગયો……!

ત્યારબાદ વિધવાન સંતો ના મુખે – અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય પ્રસંગો ની સ્મૃતિ કરવામાં આવી….જોઈએ વિગતવાર સારાંશ…..

પુ.વિવેક જીવન સ્વામી


  • ૧૯૮૪ માં યુકે માં સ્વામીશ્રી ની પોપ સાથે મુલાકાત થઇ અને સ્વામિનારાયણ સંપ્રદાય ની ઓળખાણ આપવામાં આવી. અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની સહજ ઓળખાણ આપતા સ્વામીશ્રી  એ વિવેક જીવન સ્વામી દ્વારા પોપ ને વર્ણવ્યું કે જેમ – જીસસ ને ૧૨ શિષ્ય હતા અને એમાં પીટર સર્વ શ્રેષ્ઠ શિષ્ય હતા તેમ ગુણાતીતાનંદ સ્વામી -ભગવાન સ્વામિનારાયણ ના શિરમોર શિષ્ય હતા……
  • એ જ સમયે પોપ ના કડક ધડક કપડા ની વાત નીકળી તો સ્વામી એ સકારાત્મક ઉત્તર આપતા કહ્યું કે- પોપ એમની પ્રણાલિકા પ્રમાણે કપડા પહેરે છે અને આપણે આપણા ઇષ્ટદેવ ની આજ્ઞા મુજબ કપડા પહેરીએ છીએ…તેનો ગર્વ થવો જોઈએ….!
  • લંડન થી આવેલા એક ડોક્ટર ને ભગવાન ને સદાયે આગળ રાખવાનું કહેતા સ્વામી એ કહ્યું કે- ભગવાન ને સદાયે આગળ રાખવાથી બળ,સ્થિરતા અને શાંતિ મળે……..
  • ગુણાતીત પુરુષ સદાયે પ્રગટ રહે છે……બસ એક એમનામાં જોડાવા નું છે…..મહંત સ્વામી મહારાજ માં જોડાવા નું છે…

પુ.અક્ષર વત્સલ સ્વામી


  • સ્વામીશ્રી ના દેહ ત્યાગ થી સર્વે-ભક્ત-બિન ભક્ત અશ્રુભીના હતા……
  • જેમ ભગવાન અને ભક્ત વચ્ચે ના સંબંધ ના ભાગ ન પડે…તેમ બાપા અને સત્સંગ વચ્ચે ના સંબંધ નો ભાગ ન  પડે….
  • બાપા ની અમેરિકા માં બાયપાસ સર્જરી પછી ડોકટરે તેમને પોતાનું રોજિંદુ સત્સંગ કાર્ય કરવા પર બ્રેક લગાવવા ની વાત કરી….પણ માને એ બાપા શાના??? 🙂 સ્વામીશ્રી એ પોતાના દેહ ની મર્યાદા ને અવગણી રોજિંદુ સત્સંગ કાર્ય ચાલુ રાખ્યું…..ઉલટાનું વધાર્યું…! દેહ ના ચૂરેચૂરા ..એ પણ સત્સંગ માટે તો ગુણાતીત જ કરી શકે….!!!
  • એવી તો અનેક ડોકટરી સલાહો ને અવગણી…અઢળક શારીરિક દુખ ને બાજુ કરી……હરિભક્તો ના રાજીપા ખાતિર દેહ ને પતરાળા જેવો કરી નાખ્યો………
  • બાપા સદાયે હસમુખા રહ્યા છે…..દેહાતીત રહ્યા છે…શ્રીજી સાથે એકરૂપ રહી..ભક્તિ કાર્ય માં એકાગ્ર રહ્યા છે……..છતાં શ્રીજી એ કહ્યું છે કે જ્ઞાની ને અનંત લોચન હોય છે ..તેમ ભગવાન માં એકાગ્ર રહ્યા છતાં સત્સંગ ની ઝીણી ઝીણી વાતો પણ એમની નજર થી બહાર રહેતી નથી…..એ અનેક વખત જોવા મળ્યું છે…..
  • અમદાવાદ યુવક-યુવતી મંડળ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ થી ઉપવાસ -વારા ( રોજ બે યુવક નિર્જળા ઉપવાસ કરે) , જનમંગલ નામાવલી…માળા નું તપ ચાલતું હતું……તેની વાત કરતા કહ્યું કે- સ્વામીશ્રી એ યુવકો ના રદયમાં કેવી જગ્યા બનાવી હશે….!

અદ્ભુત……અદ્ભુત……..! ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ – સ્વામીશ્રી ના વિદાય ને ..વિરહ ને વર્ણવતા ,પુ.અક્ષરજીવન સ્વામી રચિત નવીન કીર્તન…”મૂર્તિ તમારી પ્રમુખ સ્વામી ની ..આવે છે મુજ ને યાદ…” રજુ કર્યું……

પુ.બ્રહ્મવિહારી સ્વામી


  • સ્વામીશ્રી ની વસમી વિદાય થી સઘળા લોકો…અબાલ-વૃદ્ધ સર્વ દુખી છે……..
  • આપણો સંપ્રદાય પ્રેમે ..હેતે જોડાયેલો છે……અને પ્રમુખ સ્વામી એ સર્વ ભક્તો ને – અંગત પ્રેમ આપ્યો છે…..પર્સનલાઇઝડ પ્રેમ આપ્યો છે…તેથી જ એ સર્વ ને પોતીકા લાગ્યા છે…
  • સ્વામીશ્રી ના અગ્નિ સંસ્કાર પછી રાત્રે પ્રધાનમંત્રી મોદી સાહેબ નો ફોન આવ્યો અને ગળગળા અવાજે કહ્યું કે- સ્વામી ની યાદ હૃદય માં થી જતી નથી……તો તમારા ત્યાં શું હાલ હશે??? શોક ની આ ઘડી માં સમગ્ર દેશ તમારી સાથે છે……
  • જગવિખ્યાત કાર્ડિઆક સર્જન ડો.તેજસ પટેલ ને આમ સત્સંગ ઓછો પણ સ્વામી ના સમાચાર મળ્યા એટલે એટલા દુખી થયા કે – એમણે કહ્યું કે -એમનામાં સ્વામી ના દેહ ના દર્શન કરવા ની હિમત નથી….અને સંતો ની વિનંતી પછી આવ્યા તો – દેહ ના દર્શન કરી બોલ્યા કે – ત્રણ ત્રણ દિવસ પછી પણ સ્વામીશ્રી ના દેહ -મુખ પર એટલું બધું તેજ લાગે છે કે જે- કલ્પના..વિજ્ઞાન ના નિયમ બહાર છે…..!!!! નરી દિવ્યતા છે…..
  • પુ.મોરારી બાપુ ને અદ્ભુત અનુભવ થયો કે ત્રણ ત્રણ વર્ષ થી લૌકિક રીતે મૌન…નગણ્ય ક્રિયા કરવા છતાં કોઈ મહાત્મા આટલું વિશાલ કાર્ય કરે….લાખો હરિભક્તો અશ્રુભીના થઇ જાય…દર્શને આવે..!!!
  • આપણો સમજણ નો સત્સંગ છે…..સત્પુરુષ ના ચરિત્ર ની સ્મૃતિ કરવાથી દુખ હણાય છે…દુર થાય છે……
  • ૧૯૮૩ માં સ્વામી શ્રી ને ગંભીર હાર્ટએટેક આવ્યો એ સમયે પુ.બ્રહ્મવિહારી સ્વામી પાર્ષદ માં હતા અને એમણે-અન્ય પાર્ષદો એ બનાવેલા શુભકામના કાર્ડ જોઇને સ્વામીશ્રી એ કહ્યું કે- એક બીજાને યાદ કરીએ એટલે એકબીજા ના રદયમાં રહેવાય…હૃદય થી હૃદય ની વાત થાય….!
  • પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે કહ્યું છે તેમ…સ્વામીશ્રી ની સ્મૃતિ કરીએ તેમ -એ અચૂક હાજર થાય છે……એ આજે પણ આપણી વચ્ચે છે…..
  • સત્પુરુષ ની દ્રષ્ટિ નિરાવરણ હોય છે…..તે સઘળું જુએ છે…….જાણે છે…..અને એમના દર્શન થવા એ અનેક વેદ-ઉપનિષદ ..કુંભ મેળા કરતા પણ વધારે પુણ્ય શાળી છે…મોક્ષ દાતા છે….
  • If you love him……live him……!
  • પુ.ચિન્મયાનંદ સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન માટે પાછળ દોડતા યુવકો ને કહ્યું કે…..Don’t run behind your Guru……run for Guru…learn from Guru…!
  • બેપ્સ શતાબ્દી ઉત્સવ સમયે એક અખંડ જ્યોત સ્વામીએ પ્રગટાવી ને આજ્ઞા કરી હતી કે આ જ્યોત દ્વિ-શતાબ્દી સુધી અખંડ રાખજો…એ પછી નવી જ્યોત પ્રગટાવજો…!!!! અર્થાત આ સંસ્થા અક્ષર છે…..સત્પુરુષ સદાયે પ્રગટ છે…….જે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે બિરાજમાન છે….! એમનામાં મન-કર્મ વચને જોડાવા નું છે…..

ત્યારબાદ વિડીયો દર્શન સ્મૃતિ નો લાભ મળ્યો…..વિવિધ આગેવાન -મોટા લોકો -સામાન્ય હરિભક્તો વગેરે નો સ્વામીશ્રી વિશેનો અનુભવ..પ્રતિભાવ રજુ થયો…….એમાં એક યુવકે વાત કરતા કહ્યું કે- એ પોતે એકવાર સ્વામીશ્રી ના દર્શને ગયો તો સંકલ્પ કર્યો કે..સ્વામીશ્રી માં ભગવાન હોય તો મારો હાથ પકડે…..પણ જયારે દર્શન કર્યા..પુરા કર્યા ..બહાર નીકળ્યો છતાં સ્વામી એ કઈ ન કહ્યું…..પણ અચાનક એને યાદ આવ્યું કે એની કોઈ વસ્તુ- ત્યાં સ્વામીશ્રી પાસે ટેબલ પર જ રહી ગઈ છે…એ પરત લેવા ગયો તો સ્વામીશ્રી એ તરત તેનો હાથ પકડી કહ્યું કે….આવા સંકલ્પ ન કરવા..!!! અને એના શરીર માં થી એક ઝણઝણાટી ભર્યો પ્રવાહ પસાર થઇ ગયો…!!!! અદ્ભુત…! સત્પુરુષ ના પારખા કરવા ની આપણા પામર જીવ ની શું વિસાત????

અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એ સભાને અંતે એ જ વાત કરતા કહ્યું કે…….આપણ ને જે મળ્યું છે તે સર્વોપરી છે…….ચિરંજીવી છે…..અને એની સ્મૃતિ જ સુખ આપે છે….! બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ત્રણ સૂત્ર સદાયે જીવન માં દ્રઢ કરવા……દાસ ના દાસ થવું, સેવક થવું…..સહન કરવું….! સંપ,સુહાર્દભાવ અને એકતા હમેંશા દ્રઢ કરવા……હરિભક્ત નો અવગુણ ક્યારેય ન લેવો……ગુણગ્રાહક બનવું..! આપણું વર્તન એવું ઉચ્ચ રાખવું કે જગત આખું સ્વામિનારાયણ સત્સંગી ને નમે…..! ગુણાતીત પુરુષ ક્યારેય આ પ્રુથ્વી પર થી જતા જ નથી…….સદાયે પ્રગટ રહે છે……માટે જ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ માં જીવ-મન-કર્મ-વચને જોડાઈ જવું…! એકાંતિક કલ્યાણ તો સત્પુરુષ જ કરી શકે…….બીજા કોઈનું કામ નહિ…..!

સભાને અંતે જાહેરાત થઇ કે….

  • ૨૫ મિ ઓગસ્ટ રોજ -જન્માષ્ટમી નો ઉત્સવ ધામધૂમ થી ઉજવાશે  ….
  • ગુજરાત સરકારે – બરોડા માં નવનિર્મિત ..સૌથી લાંબા ફ્લાય ઓવર નું નામ પ્રમુખ સ્વામી મહારાજ પર ર્કાહ્યું છે….આ સિવાય રાજકોટ માં અત્યાધુનિક હોલ…જૂનાગઢમાં નવીન માર્ગ- સર્કલ નું નામ પણ સ્વામીશ્રી ની સ્મૃતિ માં રાખવા માં આવ્યું છે…..
  • મીડિયામાં પણ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ તરીકે વર્ણન થયું જે દર્શાવે છે કે – બિન સત્સંગી લોકો પણ સ્વામી શ્રીને અક્ષરબ્રહ્મ તરીકે સમજતા થયા છે…..

અદ્ભુત…..અદ્ભુત….! સત્પુરુષ ના ચરિત્ર…..આજ્ઞા-ઉપદેશ ..ક્રિયાઓ સંભારી રાખવા થી..મનન કરવાથી….એમના સંગે આપણે પણ બ્રહ્મરૂપ થઇ જઈએ…..પરમપદ ને પામીએ….( ભગવાન સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા પ્રથમ-૩, મધ્ય-૩૧, અક્ષર વાતો-૩/૧૨)

બસ એટલું દ્રઢ કરવાનું છે કે – સત્પુરુષ આપણી વચ્ચે સદાયે રહે છે……ગુણાતીત તત્વ ચિરંજીવી છે……માટે મન-કર્મ-વચને-જીવે કરીને એક એમનામાં જોડાવા નું છે………એમનામાં મનુષ્ય ભાવ લાવવા નો નથી ..સદાયે દિવ્યભાવ લાવવા નો છે……!

 

આખરે આપણો મોક્ષ આપણા હાથમાં છે………!!! બાકી સત્પુરુષ તો બધાનું કલ્યાણ કરવા બેઠા છે…

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

રસપ્રદ ફોટો-૨૯

ચાલો ફોટા ને જ બોલવા દઈએ……….અને આપણે “આંખો” થી સાંભળીએ…….!!!

ઓછી મહેનત.....'ને સ્વાઈન ફ્લુ થી રાહત.....!

ઓછી મહેનત…..’ને સ્વાઈન ફ્લુ થી રાહત…..!

આજકાલ સ્વાઈન ફ્લુ નો તરખાટ છે………તકેદારી રાખવા ની સુઝ નથી…….દવાઓ નથી અને બસ દુઆ ઓ નો જ સહારો લેવો પડે એવા દહાડા છે…….!!! આપણે -પોતે-જાતે ક્યારે સુધરશું???????? જો સુધરવું ન હોય તો- બસ ઉપરોક્ત દુઆ ને સહારે હાંક્યે રાખો…બીજું શું?????

સેવા+ધંધો

સેવા+ધંધો

મને ઉપરોક્ત ફોટો જોઈને એક ગુજરાતી જોક યાદ આવી ગયો………..તમે બધાએ જો કે એને સાંભળ્યો જ  હશે છતાં કહી દઉં…….- એક ગુજરાતી વેપારી ના કાકા ધામ મા ગયા……તો એને લાગ્યું કે – ચાલો છાપા મા શ્રદ્ધાંજલિ છપાવી દઈએ……તો બધાને રૂબરૂ-કે ફોન ન કરવા પડે……એમ વિચારી-એમણે છાપા વાળા નો સમ્પર્ક કર્યો. હવે છાપાવાળા ની જાહેરખબર છાપવા નો ચાર્જ સાઈઝ, લાઈન પર કે શબ્દ પ્રમાણે હોય……ને એમાં યે પાછું- મીનીમમ- જેવું પણ હોય……આથી વેપારી એ ખર્ચો બચાવવા- લખાવ્યું કે- “કાકા ધામ મા ગયા..” પણ હવે મીનીમમ રુલ મુજબ શબ્દો ઓછા અને ચાર્જ તો સરખો જ લાગ્યો…….આથી વેપારી એ -સસ્તું અને સારું( ગુજરાતીઓ ને આ શબ્દો ઊંઘ મા યે ગમે) વિચાર્યું અને જાહેરખબર મા લખાવ્યું…….” કાકા ધામ મા ગયા……જુનું સ્કુટર વેચવાનું છે……સમ્પર્ક કરો……” એક પંથ ચાર-પાંચ  કાજ..!!!

તો અહિયા મોદી કાકા એ ખુશ ( સેવા ની સેવા) + ડ્રાઈવર જોઈએ છે….( આ રીક્ષામાં ડ્રાઈવર તો હશે ને??? ) + પસ્તીવાલા.કોમ…!!!

બધું આવી ગયું…….!!!! જીવન પણ આવું જ સગવડિયું છે…….પોતાની જરૂરિયાત પ્રમાણે- પોતે જ એડજસ્ટ થઈ જાય છે…….પોતે જ નિયમો બનાવે છે…પોતે જ એને તોડે છે……પોતે જ એને કોસે છે………પોતે જ હારે છે……ને પોતે જ જીતે છે…..! પોતાની વ્ય્ખાયાઓ…પોતાની જ વાર્તા ઓ અને પોતાની જ ટીકાઓ-સમેટી ને બેઠેલા જીવન વિષે શું કહેવું??????

સમજ્યા કરો………..ક્યાંક તો બ્રહ્મજ્ઞાન નો છેડો પકડાશે…..અને આ પળોજણ મા છૂટાશે….!

રાજ


Leave a comment

રસપ્રદ ફોટા-૨૭

ઘણા સમય બાદ આજે તક મળી છે…..માહોલ મળ્યો છે……મિજાજ મળ્યો છે….તો લાવો..જરાક આજે તસ્વીરો થી વાત કરી લઈએ…..જમા-ઉધાર ના હિસાબ જરા બરાબર કરી લઈએ……..! શું કહો છો??

10425018_770100346361269_5330633635963923174_n

સંબંધો સુતર ના તાંતણા જેવા હોય છે છતાં અટલ..મજબુત હોય છે અને જે તૂટી જાય છે એ તો બંધનો હોય છે…! છતાં મન ની વાતો….જયારે જીભ પર ડોકાય ત્યારે સામે વાળા ને ખબર પડે છે કે- મન ના રંગ શું હોય છે……જે સંબંધો બનાવવા માં..કેળવવા માં જન્મો જાય છે….એને તોડવા માં બસ એક અણસમજ જ પુરતી હોય છે……અને એ અણસમજ એટલે જ મંથરા..! અદ્ભુત પદ…!

મારે થાંભલે બેઠો રે મોર ક્યાં બોલે??? જવાબ-થાંભલે....

મારે થાંભલે બેઠો રે મોર ક્યાં બોલે??? જવાબ-થાંભલે….

નો કોમેન્ટ્સ..!

મોદી ના છોલે ભટુરા...!

મોદી ના છોલે ભટુરા…!

ભાઈ……જેમ રામ ના નામે પથરા તરે છે…એમ મોદી ના નામે આજકાલ શું શું તરે છે???? બાપુ…કહેવું પડે હો…!

મોંઘવારી ની ચા...!

મોંઘવારી ની ચા…!

ચા..એક જમાના માં- છેક ગળા નીચે ઉતરે અને હૃદય સુધી પહોંચે-એટલી મળતી હતી….અને હવે તો જુઓ…મોંઘવારી એ એવા તો હાલ કર્યા છે કે- એક તો ચીપિયા થી પકડવા પડે એવા કપ…અને ચા એવી કે તમે જોઇને જ ના પાડી દો…અને જો ભૂલ થી પી લો તો એ જીભ ના ટેરવા થી આગળ ન જાય એટલી જ મળે…! આગે આગે દેખો હોતા હૈ ક્યા???

10404310_770099879694649_2069812800530167396_n

માં તે માં……..બીજા બધા વગડા ના વા…..! સત્ય વચન…..! હવે વિચારો કે- પોતાના બચ્ચા ને સાચવવા માં…કાળજે ટીંગાડી ને ફરવામાં આ પ્રાણી ઓ ને કયો સ્વાર્થ હશે??? પણ..શ્રીજી ની માયા અજીબ છે…ગહન છે……..અને પ્રેમ સહજ છે…….! કદાચ માં- હોવું…એનાથી મોટી પદવી બીજી કોઈ નથી……..

રાજ