Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-28/07/19

“…યુવકો મારૂ હૃદય છે……”

———————-

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

આખરે શ્રીજી અમદાવાદ પર રીઝયા….. અને ધીમી ધારે વરસી રહ્યાં છે…..ચો તરફ ઠંડક – બહાર અને અંતર માં- છવાઈ ગઇ છે……! બસ, આમ જ મહારાજ વરસતા રહો……એ જ પ્રાર્થના…!

આજની વિશિષ્ટ પ્રેરણા સભા ( બાળકો યુવા અવસ્થા તરફ વધી રહ્યાં છે, એમનાં માટે) ની શરૂઆત, શ્રીજી, ધામ અને મુકતો નાં દર્શન સાથે……જીવ ને શાંતિ આપવા છેવટે આ જ સર્વોપરી સાધન છે…..બધુ એનાં માટે જ છે…

સભા ની શરૂઆત યુવક મિત્રો દ્રારા ” હારે ભજો સ્વામિનારાયણ નામ રે….” ધૂન થી થઈ…… સભા એ ધૂન સાથે એકતાર થઈ ગઇ…! ત્યારબાદ એક યુવક દ્રારા દાસ રસિક નું પ્રસિધ્ધ પદ ” અમે સૌ સ્વામી નાં બાળક ….જીવિશુ સ્વામી માટે…” થયુ…! શ્રીજી મહારાજ કહે છે કે , જીવ કલ્યાણ નો ખપ રાખે તો એનાં થી શુ ન થાય??? સતપુરૂશ કહે તેમ જો જીવ કરે તો અચુક એ બ્રહ્મરૂપ થઈ આત્યંતિક કલ્યાણ ને પામે….અને આ જ સાર.. આ પદ માં હતો…!

આજની વિશિષ્ટ પ્રેરણા સભા કે જેમા જે બાળકો 9 મા ધોરણ માં આવ્યાં છે, તેમનો હવે યુવક મંડળ માં પ્રવેશ અને સ્વાગત થાવા નું હતુ….તેનાં ઉપલક્ષ માં એક નાનો સંવાદ ” પ્રારંભ કે પૂર્ણાહુતિ ” રજુ થયો…! સાર એટલો જ કે સત્સંગ એ આજીવન છે….જીવ છે ત્યાં સુધી સત્સંગ છે અને જેમ ઉમર વધે તેમ સત્સંગ નું લેવલ…સમજણ નું લેવલ બદલાય છે, અને એ મુજબ સત્સંગ કરી જીવ ને દૃઢ સત્સંગી કરવા નો છે….! બસ વધતી ઉમર સાથે જગત નાં પ્રલોભન માં ભટકી ન જવાય….સત્સંગ છૂટી ન જાય એનું ધ્યાન રાખવા નું છે….!! અદ્ભૂત સંવાદ…!

ત્યારબાદ બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ દ્રારા સ્થાપિત યુવા પ્રવૃતિ નો મહિમા , પરિચય દર્શાવતો એક સરસ વિડીયો રજુ થયો…..! ખરેખર …યુવાનો તો baps નાં….360 ડીગ્રી નો વિકાસ….જીવ નો અધ્યાત્મિક વિકાસ કેવો હોય…કઇ રીતે થાય…એ સમજવું હોય તો આપણાં યુવકો જુઓ…!!

ત્યારબાદ યુવા સભા માં જોડાયેલ અમુક યુવકો એ પોતાના અનુભવ …યુવા સભા નાં ફાયદા સભા ને જણાવ્યા….જોઈએ સારાંશ..

 • જીવન માં કારકિર્દી …જીવન નો ધ્યેય સ્પષ્ટ થાય..અનુભવ નું આદાન પ્રદાન થાય…જેથી જીવન માં આગળ શુ કરવું?? તેનુ આયોજન સહજ થઈ શકે…
 • સત્સંગ નો જીવન માં મહિમા, સંસ્કાર નો મહિમા સ્પષ્ટ થાય….અન્ય કાર્યો માં થતી સમય ની બરબાદી અટકે….સતપુરૂશ નો રાજીપો મળે..
 • આંતરિક શક્તિ ઓ…આત્મવિશ્વાસ વધે…સ્વભાવ મન પર કાબુ વધે….વિવેક આવડે…

ત્યારબાદ એક વિડીયો સંવાદ ” સુરક્ષા ચક્ર” રજુ થયો….યુવા સભા એ ખરેખર એક સુરક્ષા ચક્ર જ છે જે યુવકો ને જગત નાં દુષણો થી બચાવે છે…..આંતરિક રીતે મજબૂત કરે છે…..! ખૂબ સરસ વિડીયો….! સત્સંગ નાં નિયમ ધર્મ સિદ્ધાંત એ જ સુરક્ષા ચક્ર છે, જે જીવ ને વ્યસન,વ્યભિચાર,ચોરી,ભ્રષ્ટાચાર વગેરે જેવા દુષણો થી બચાવે છે…..!

એ પછી સતપુરૂશ અને યુવાનો વચ્ચે નાં અદ્ભૂત ..મઘ મઘતા સ્નેહ સંબંધ ને વિડીયો માધ્યમ થી સર્વે એ માણ્યું…..! યુવકો તો સદાયે સતપુરૂશ નું હૃદય રહ્યાં છે….પછી એમનાં સ્નેહ સંબંધ માં બાકી શુ રહે??? અદ્ભૂત વિડીયો….!

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી એ યુવા સભા નાં મહિમા વિશે રસપ્રદ પ્રવચન કર્યું…..જોઈએ એનો સારાંશ માત્ર….

 • યુવકો સંકલ્પ કરે તો શુ ન થાય?? બસ એમને તક જોઈએ…..યુવા સભા આવી જ તક પુરી પાડે છે
 • યુવા સભા નાં ફાયદા અગણિત છે…યુવકો ની આંતરિક શક્તિ અહી બહાર આવે છે…શક્તિ ઓ વિકસે છે….કુસંગ નાં વાયરા થી બચી જવાય છે…..ખરાબ વ્યસનો થી બચી જવાય છે…
 • યુવા સભા માં આવવા થી જીવન નો ધ્યેય સ્પષ્ટ થાય છે….અને એ ધ્યેય પ્રાપ્ત કરવાનાં સાધનો દૃઢ થાય છે…..એકાગ્રતા વધે છે…..
 • શ્રીજી મહારાજે કુસંગ…સોબત…ની વાત…વચનામૃત ગ.પ્ર.18, સારંગપુર -18 આદિક માં વાત કરી છે…..જે યુવા સભા માં શીખવા મળે અને કુસંગ થી બચવા નાં માર્ગ શીખવા મળે છે…
 • સત્સંગ આજીવન છે…..બ્રહ્મરૂપ થાવા નો ધ્યેય રાખવા નો છે…..

અદ્ભૂત પ્રસંગો…..!

ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ પણ પોતાના વિડીયો પ્રવચન માં આ જ વાત કરતાં કહ્યુ કે- યુવા પ્રવૃતિ થી જીવન ઉર્ધ્વ થાય…મૂલ્ય વધે…સમાજ માં બધા ને પ્રેરણા થાય તેં માટે છે…આપણાં ગુણાતીત ગુરુઓ એ એટલાં માટે જ બાળ અને યુવા પ્રવૃતિ પર વિશેષ ભાર મુક્યો છે….માટે જ સર્વ યુવાનો ને વિનંતિ કે સત્સંગ થકી જીવ નું કલ્યાણ કરીએ..આળસ છોડી….યુવા પ્રવૃતિ માં સંપુર્ણ ભળી એ….ગુરુ ને રાજી કરીએ…!

ત્યારબાદ ગુરૂહરી મહંત સ્વામી મહારાજે વિડીયો આશીર્વચન માં કહ્યુ કે – યુવક મંડળ માં સર્વે એ અવશ્ય આવવું….ભટકી ન જવું…ભળી જવું….ગુરુ ને રાજી કરી લેવા….આ બ્રહ્મ વિદ્યા ની કૉલેજ છે…લાભ લઈ લેવો….સંસ્કાર ધન સાચવવા આ પ્રવૃતિ છે, એ હશે તો બધુ જળવાઈ રહેશે…ધીરજ રાખી આમાં ભળી જવું…જીવન માં સુખ શાંતિ જળવાઈ રહેશે …માટે જ ગુરુ નાં ગમતા માં રહી રાજી કરી લેવા…!!

અદ્ભૂત આશિર્વાદ….! બસ, હવે આજ્ઞા મુજબ જીવવા નું છે….

સભા ને અંતે જાહેરાત થઈ કે…..

 • DD GIRNAR ચેનલ પર હમણાં જ ( આજે સાંજે 7-8 વાગ્યે જોવા મળશે) “તિર્થ ” પ્રોગ્રામ પર સારંગપુર તીર્થ સ્થાન બતાવ્યું હતુ..તેનાં નિર્માતા શ્રી ગિરીશભાઈ જોશી નું સભા માં સન્માન થયુ…
 • સંતો ની પધરામણી શરુ થાય છે….એને લગતી સુચના ઓ ની જાહેરાત થઈ…. વિશેષ માહીતી, જે તેં વિસ્તાર નાં મંડળ દ્રારા હરિભક્તો ને આપવા માં આવશે….

તો આજની સભા, યુવક મંડળ માં પ્રવેશતા , આપણા ભવિષ્ય માટે હતી……છેવટે સત્સંગ છે તો જીવન માં બધુ જ છે…..

સત્સંગ આજીવન છે..જન્મોજન્મ નો છે….જીવ નો છે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-02/06/2019

શાસ્ત્રો…..સંતો…સતપુરૂશ અને સ્વયં શ્રીજી કહે છે કે અંતર માં અખંડ શાંતિ જોઈતી હોય તો…. જીવનની પ્રત્યેક ક્રિયામાં….પ્રત્યેક પળ માં એક હરિ ને….એનાં અખંડ સ્મરણ ને….સત્સંગ ને પ્રાધાન્ય આપવું….! અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નું સમગ્ર જીવન આનું જીવંત ઉદાહરણ હતુ…..હરપળ હરિ…! બીજુ કશુંયે નહીં…..અને એટ્લે જ એમને આઠૉ જામ સહજ આનંદ ની છોળો ઉછળતી…!! આજે વિશિષ્ટ યોગી જન્મોત્સવ કીર્તન સભા માં , ગરમી થી ત્રસ્ત હરિભક્તો ને આનો જ સહજ આનંદ નો અનુભવ થયો…..!પુ. રાહુલ સ્વામી જેવા સર્વોપરી સંગીતજ્ઞ …તેજ તર્રાર સંત અને એમની ટીમ દ્રારા કૈક અલગ જ કીર્તન સભા એ અદ્ભૂત માહોલ ઉભો કર્યો…..!!

સર્વપ્રથમ જગત નાં ધણી નાં મનમોહક દર્શન……મનભર કરી લો…..એનાં જેવું સુખ ક્યાંયે નથી…..

સભા ની શરૂઆત શરણાઈ નાં માદક સૂરો વચ્ચે સ્વામિનારાયણ નામ ની સર્વોપરી ધૂન ” રે લગની લાગી મુને સ્વામિનારાયણ નામ ની…..” થી થઈ….

03 જૂન, 1892 નાં રોજ ધારી ગામ માં પ્રગટ થયેલા બ્રહ્મ સ્વરુપ યોગી બાપા નું જીવન….એ સમગ્ર સત્સંગ નાં ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલું, સહજ આનંદ નું કવન છે…..આજે 127 વર્ષ બાદ પણ એ જ કેસર ભીની સુગંધ આજે પણ અનુભવાય છે….

ત્યારબાદ વયો વૃદ્ધ સંત પુ. યોગેશ્વર સ્વામી, કે જેમણે માત્ર 9 વર્ષ ની ઉંમરે યોગી બાપા ને પોતાનુ જીવન સમર્પિત કરેલું,અંગત સેવક તરીકે છેક સુધી સેવા કરેલી… તેમણે યોગી બાપા નો મહિમા વ્યકત કરતી પ્રાર્થના…” યોગી બાપા …અમારી તમે રક્ષા કરો…” રજુ કરી…! અદ્ભૂત….અદ્ભૂત…!!

ત્યારબાદ પુ.યોગીજી મહારાજ દ્રારા અંતિમ દીક્ષિત (પાર્ષદ દીક્ષા) સંત….પુ. અક્ષર પુરુષ સ્વામી( બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી દ્રારા ભાગવતી દીક્ષા પામેલા પ્રથમ સંત) દ્રારા….” આંખ થી યોગી બાપા ને મે જોયા…હૈયા મારા હળવા થયાં હો જી…”…રજુ થયુ…! ખરેખર જોગીડા નો જાદુ જ એવો હતો કે…જોનારા ઝડપાઇ જતા….!!!

અને એજ જાદુ ને ચરિતાર્થ કરતું એક અદ્ભૂત કીર્તન…વલ્લભ દાસ રચિત ” જોગીડા નો જાદુ મારા હૃદયે રમે….” પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી દ્રારા રજુ થયુ….! એ જ જાદુ ના સાક્ષી આજે સમગ્ર સંત સમાજ…. સત્સંગ અને સમગ્ર દુનિયા છે….!

એ પછી, પ્રખર વક્તા …વિદ્વાન એવા સંત પુ. અક્ષર વત્સલ સ્વામી એ …વલ્લભ દાસ રચિત….”હૈયું મારૂ યોગી ને જોઇ હરખાણુ…” રજુ કર્યું…..! જગત નું ભાન ભૂલી જવાય એવું જોગી નું દર્શન હતુ……..!

ત્યારબાદ, પુ.ઋષિ કેશ સ્વામી એ , શ્રીજી મહારાજ નાં ગઢડા ખાતે નાં લીલા ચરિત્ર નાં….દેહ સ્વરુપ….સ્વભાવ….ચીહન… ચિંતામણી નાં સુક્ષ્મ દર્શન સ્મૃતિ નું અદ્ભૂત પદ્ય સ્વરુપ- રાઘવ દાસ સલોકા રજુ કર્યું……! મૂળ તો યોગી બાપા ને ખૂબ પ્રિય અને પોતે તેને મહિમા સહીત ગાતા…..

( જે નીચેની લિંક પર થી જોઇ શકશો…અદ્ભૂત સ્મૃતિ…)

ખૂબ જ રસપ્રદ….વચ્ચે “હરે….હરે” નાં ઉદગાર…. અદ્ભૂત…અદ્ભૂત…!!

ત્યારબાદ સમગ્ર સભા એ એક સુર માં…. યોગી બાપા નું અષ્ટક….કે દરરોજ આરતી પછી બોલાય છે…” વાણી અમૃત થકી….” ગાયું….અને એ પછી યોગી બાપા નો એક જૂનો વિડીયો નાં દર્શન થયાં….! એ સદાયે ડોલતી રહેતી મૂર્તિ નાં દર્શન….એટ્લે સાક્ષાત અક્ષર નાં દર્શન…!!!( સભા માં બતાવેલ વિડીયો તો નથી મળ્યો…પણ એનાં જેવો જ અદ્ભૂત સ્મૃતિ વિડીયો અહી જોઈએ….)

ત્યારબાદ એક યુવકે…” વાણી માં વાંસળી વાગી…યોગી તારી વાણી માં વાંસળી વાગી…” રજુ કર્યું…! એ અક્ષર પુરુષોત્તમ ની વાંસળી નાં સુર હજુ પણ દુનિયા નાં ખૂણે ખૂણા માં ગુંજી રહી છે….ગુંજતા રહેશે…!

ત્યારબાદ બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ નાં જીવન નો સંદેશ…કે જેમને પુ. અક્ષર જીવન સ્વામી એ શબ્દ દેહ આપ્યો છે….તેને પુ. પ્રેમ વદન સ્વામી એ સ્વરબધ્ધ કર્યું….જેનાં શબ્દો હતાં….” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” …જેનાં પર સમગ્ર સત્સંગ ટકેલો છે…..અને આપણે એ શબ્દો ને જીવન માં દૃઢ કરવા નાં છે…યોગી બાપા જેવા થાવા નું છે…જેમ બ્રહ્મ સંગાથે બ્રહ્મ….એમ જ…!! અદ્ભૂત માહોલ……સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠી….!!

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી નાં પહાડી અવાજ માં…” યોગી આવો તેં રંગ મને શીદ લગાડ્યો….” રજુ થયુ……અદ્ભૂત…..મિનિટો સુધી સમગ્ર સભા એ કીર્તન માં… યોગી બાપા નાં મહિમા માં તરબોળ થતી રહી…ભીંજાતી રહી……!! બોલો જય બોલો….યૉગી રાજ ની જય બોલો…..!!!

ત્યારબાદ સદગુરુ સંત પુ. ઇશ્વર ચરણ સ્વામી એ સમગ્ર સભા પર પોતાના રાજીપા ને….યોગી બાપા નાં મહિમા નાં પદ રૂપે રજુ કર્યું…..એમનાં મુખે કીર્તન એ આશિર્વાદ થી કમ નથી….એમણે ગાયું કે…” સ્વામી શ્રીજી ને પળ ન વિસારુ રે…યોગી શરણ મે લીધુ તમારુ રે….” ! અદ્ભૂત કીર્તન…..! ઘણા એ કદાચ પ્રથમ વાર જ પુ. ઇશ્વર ચરણ સ્વામી ને ગાતા સાંભળ્યા …જોયા હશે….!

ત્યારબાદ વિડીયો નાં માધ્યમ થી યોગીજી મહારાજ નાં વિવિધ દર્શન નો લાભ સૌને મળ્યો….!!

1961 માં, ગઢડા માં , સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં સૌ પ્રથમ વાર સુશિક્ષિત 51 સંતોને , જોગી સ્વામી એ દીક્ષા આપેલી…..એમા નાં એક માત્ર સદગુરુ સંત, પુ. ઇશ્વર ચરણ સ્વામી કે જેમણે ચાર ચાર ગુણાતીત ગુરુઓ ને સેવ્યા છે…એમનાં મુખે જોગી બાપા નાં મહિમા સાંભળવા નો મોકો મળ્યો….જોઈએ સારાંશ…

 • પુ. અક્ષર પુરુષ સ્વામી, યુવક તરીકે, યોગી બાપા આફ્રિકા પધારેલા, તયારે તબલા વગાડતા….અને યોગી બાપા ની દ્રષ્ટિ પડી ગઇ…અને એ સાધુ થયા…
 • બાપા બહુ નિર્માની…. સરળ..ખૂબ જ ગમ્મત કરતા કરતા સત્સંગ ની અઘરી વાતો સૌને સમજાવી દેતા…..કાગળ નાં પેક માં દૂધ જોઇ, બાપા એ કરેલી ગમ્મત નો પ્રસંગ સ્વામી એ કહ્યો..
 • સૌ બાળકો..યુવકો ને સાધુ થાવા નું પૂછતાં…!! આફ્રિકા માં સ્વામી એ ખૂબ વિચરણ કરેલું…16 થી 18 કિશોરો ને સાધુ કરેલા….કિશોરો ને કોઈ જ્ઞાન નહીં…પણ કેવળ સ્વામી નાં વચને બધા ત્યાગી થયેલા….આમ, બાપા નાં જીવન માં હરપળ હરી….એટ્લે 24 કલાક એક ભગવાન ભજવા ની જ વાત…!
 • જોગી બાપા કહેતાં કે અમે ભીંત માં માથું નથી અફળવતા…. જીવ ને જોઇ ને સાધુ કરીએ છીએ…

અદ્ભૂત સ્મૃતિ….!!

સભામાં આજે ભારત સરકાર નાં નવનિર્મિત મોદી સરકાર નાં મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા હાજર હતાં….એમની સાદગી ને લીધે એ દેશ માં પ્રસિધ્ધ છે….એમણે કહ્યુ કે….પ્રમુખ સ્વામી મહારાજે સમાજ ને ધર્મ સાથે જોડ્યો…….BAPS એ સમગ્ર જગત માં ભારતની સંસ્કૃતિ ને જીવંત રાખી છે…..

અદ્ભૂત સભા…..!

જોગી સ્વામી નું જીવન જો આપણ ને સમજાય….એમનાં ગુણ આપણાં જીવ માં પણ આવે તો બાકી શુ રહૈ???

બસ શ્રીજી સ્વામી ને એ જ નિરંતર પ્રાર્થના કે , આપણે મન કર્મ વચન અને જીવ થી એક ભગવાન અને આવા ગુણાતીત સંત માં જોડાઇ શકીએ….!!

જય સ્વામિનારાયણ….સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૩/૦૯/૨૦૧૭

“….આપણે સત્સંગ માં રહેવું હશે તો ઝેર પી ને પણ સંપ રાખવો પડશે…..”


બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ

સંપ, સુહર્દભાવ અને એકતા- યોગીજી મહારાજ ના જીવન સૂત્ર હતા……અને આજે એમના જ શિષ્ય પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના પણ એ જ રાજીપા ના સૂત્ર છે. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે – સંપ હશે તો બધું જ થઇ રહેશે……..એના વગર કશું જ નહિ થાય..! અને આજે જે જગ્યા એ એ વિચરણ માં હોય ત્યાં – સંપ,સુહર્દભાવ અને એકતા ના સૂત્ર સર્વે ને જરૂર ગોખાવે છે. છેવટે તો- સત્પુરુષ નો રાજીપો હોય તો જ જીવ બ્રહ્મરૂપ થાય…….અને એ માટે – એમના રાજીપા ના આ સૂત્ર જીવમાં….ઝેર પી ને પણ…..ગમ ખાઈ ને પણ …ખોટ ખાઈ ને પણ દ્રઢ કરવા ના છે……….! એ રાજી તો શ્રીજી રાજી…!! અને એ થશે તો છતે દેહે અક્ષરધામ નું સુખ આહી બેઠા આવશે…એની ગેરંટી..!

ગઈ રવિસભા નો પણ લાભ લઇ ન શકાયો……..આજે સભામાં થોડાક મોડા પહોંચ્યા. શ્રી ગણેશ વિસર્જન ના નામે રોડ પર થતા ધજાગરા…..દુખ દાયક છે..પણ શું થાય?? સભામાં પહોંચ્યા પહેલા શ્રીજી ના મન ભરી ને દર્શન કરવામાં આવ્યા……

21231016_1440321399339157_8210796592232093184_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ સમયે પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે એક કીર્તન પૂરું થઇ રહ્યું હતું. ત્યારબાદ પુ.વિવેક મુની સ્વામી એ ” વ્હાલા અક્ષરધામ ના વાસી ..મારે હૈયે કરજો નિવાસ…” અને યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા સદ્ગુરુ મંજુકેષાનંદ રચિત  ..” મોહે પ્યારી રે નટવર નાથ..મૂર્તિ તારી રે..” રજુ થયું…! અદ્ભુત…….ધારો કે કીર્તન ન હોત તો કદાચ સત્સંગ માં સુર જ ન હોત…એમ હું માનું છું…!

ત્યારબાદ જાહેરાત થઇ કે -આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી – પ્રવચન નો લાભ આપવા ના હતા પણ આપણા માનનીય રાષ્ટ્રપતિ અત્યારે ગુજરાત ની મુલાકાતે છે અને તેમની સાથે અગત્ય ની મીટીંગ હોવાથી એ આવી ન શક્યા……તેથી સમગ્ર પ્રોગ્રામ બદલાયો. એટલે પુ. અમૃતકીર્તિ સ્વામી કે જેમણે પૂજ્ય ડોક્ટર સ્વામી ના સેવક સંત તરીકે લાંબો સમય સેવા આપી છે તેમના મુખે- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રેરણા દાયી જીવન પ્રસંગો નું પાન કરવા નો મોકો મળ્યો…….: પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં પ્રાર્થના નો મહિમા..” એ વિષય પર એમણે ખુબ જ રસપ્રદ પ્રસંગો ની વાત કરી….આપણે જોઈએ માત્ર સારાંશ…..

 • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં કદાચ કોઈ પલ એવી નહિ હોય કે જેમાં પ્રાર્થના નો અંશ ન હોય……સતત બીજા નું ભલું ઇચ્છવું……સંતો-હરિભક્તો-સમાજ-દેશ -જીવ માત્ર ના સુખાકારી માટે પ્રાર્થના કરવી અને કરાવવી એ એમના જીવન નો પાયા નો ભાગ હતો….
 • એ કહેતા કે- ભગવાન જ સર્વ કર્તાહર્તા છે……..એની મરજી હશે તેમ જ થશે…પણ આપણે પ્રાર્થના કરતા રહેવું…….એ શૂળી નો ઘા સોય થી ટાળી ને પણ આપણી રક્ષા કરશે…….એમ સદાયે બળ રાખવું…..પ્રાર્થના ન ફળે તો હિમત ન હારવી…….એ તો શ્રીજી ને આપણું સારું કરવું હશે -તે જ કરશે……
 • આમ, પ્રાર્થના દ્રઢતા થી…પૂર્ણ વિશ્વાસ થી કરવી…….જે કઈ થાય છે..તે એક શ્રીજી જ કરે છે એમ માનવું….એમ માનવા થી દુખ-સુખ ન લાગે અને સ્થિર રહેવાય.

અદ્ભુત……અદ્ભુત..! ગુણાતીત પુરુષ ના જીવન માં થી શીખવા નું આ જ છે. એમના જીવન ની પ્રત્યેક ક્ષણ – એ મોક્ષ દાયક હોય છે……એ અહી સ્પષ્ટ દેખાય છે.

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ -અત્યારે અમેરિકા- રોબીન્સ્વીલે અક્ષરધામ માં વિચરણ-દર્શન-સુખ આપી રહ્યા છે……તેમના એ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો. જે નીચેની લીંક પર થી આપણે કરી શકશું……

તારીખ ૨૬/૮/૧૭ અને તારીખ ૨૭/૮/૧૭ ના દર્શન અહી થી કરી શકીશું.

ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ “સંપ, સુહર્દભાવ અને એકતા..” ના વિષય હેઠળ- વચનામૃત, ગુણાતીત પુરુષો ના જીવન ચરિત્ર ને આધારે -અદ્ભુત પ્રવચન નો લાભ આપ્યો…….આપણે ફક્ત સારાંશ જોઈશું…..

 • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની અક્ષર વાતો (૩/૧૭) માં કહ્યું છે કે…..

“…..ચાર વાતું છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું…………, એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ………………..”

 • એમાં એ યોગીબાપા કહેતા કે – સુહ્ર્દભાવ કહેતા કે ભગવાન ના ભક્ત સાથે સુહર્દભાવ હોય તો આગળ ના ત્રણ સાધન- આજ્ઞા,ઉપાસના અને મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ- એ સહેજે સિદ્ધ થાય છે….
 • દેહ ના કલ્યાણ ના ચાર સાધન – આહાર,નિંદ્રા,શ્રમ અને ધર્મ જેમ જરૂરી છે તેમ જીવ ના આ ચાર સાધન સિદ્ધ કર્યા વગર -જીવ નું કલ્યાણ થતું નથી.
 • મહંત સ્વામી મહારાજે પણ સંપ,સુહર્દભાવ અને એકતા પર ખુબ જ ભાર મુક્યો છે. માર્ચ-૨૦૧૭ માં થયેલા -એમના આફ્રિકા વિચરણ માં -સ્વામીશ્રી એ -સંપ- સુહ્ર્દભાવ પર પોતાનો અઢળક રાજીપો બતાવ્યો. ..એ કહે છે કે- નાના માં નાના હરિભક્ત સાથે સંપ એટલે જ સાચી આત્મબુદ્ધિ……!!
 • સત્પુરુષ નો -શ્રીજી નો રાજીપો- સમયાંતરે બદલાય છે…..શ્રીજી ના સમય માં -મહારાજ નો રાજીપો- પોતાનું સ્વરૂપ ઓળખાવવા માં હતો…તો શાસ્ત્રીજી મહારાજ ના સમય માં તેમનો રાજીપો- અક્ષર પુરુષોત્તમ મહારાજ નું સ્વરૂપ મૂર્તિમંત કરતા મંદિરો બાંધવા માં હતો…….યોગીજી મહારાજ નો રાજીપો- સંપ,સુહર્દભાવ ..એકતા ને દ્રઢ કરાવવા માં હતો તો..આજે વર્તમાન કાલે – મહંત સ્વામી મહારાજ નો રાજીપો- એ જ યોગીજી મહારાજ ના રાજીપા ને સત્સંગ માં દ્રઢ કરાવવા માં છે………
 • પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે- સંપ, સુહર્દભાવ અને એકતા જો સત્સંગ માં દ્રઢ કરવા હોય તો- આપણે ચાર વાત સિદ્ધ કરવી પડશે…….. ૧) મન ધાર્યું મુકવું…૨ ) ખમવું…૩) ઘસાવું…….૪) અનુકુળ થાવું…..જો આ ચાર ગુણ સિદ્ધ થશે તો- સર્વ હરિભક્તો પ્રત્યે સંપ-સુહ્ર્દભાવ આપોઆપ આવશે…….આત્મ બુદ્ધિ સહેજે દ્રઢ થશે…….અને બ્રહ્મરૂપ થવાશે…..
 • મહંત સ્વામી મહારાજ કહે છે કે- સંતો-હરિભક્તો એ પરસ્પર મહિમા સમજવો…સર્વે અક્ષરમુક્ત છે…..તેમ સમજી વર્તવું……અને જો એમ નહિ થાય તો અક્ષરધામ નહિ જવાય …..
 • માટે જો અક્ષરધામ નું સુખ છતે દેહે લેવું હોય તો- સત્સંગ માં સર્વે નો મહિમા સમજવો જ પડશે…….સંપ…સુહર્દભાવ…એકતા રાખ્યા સિવાય છૂટકો જ નથી….!!!

અદ્ભુત….અદ્ભુત……! અઢળક પ્રસંગો સાથે- સત્સંગ ની પાયા ની વાત – પુ.વિવેક મુની સ્વામી એ કહી…જો એ જીવ માં દ્રઢ થાય તો- જીવન માં કોઈ નો એ અભાવ-અવગુણ ન આવે……દ્રોહ ન થાય……બ્રહ્મરૂપ થવાય અને શ્રીજી નું સુખ છતે દેહે મળે…!

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

 • આવતી રવિસભા એ વિશેષ સભા છે- યુવકો દ્વારા વિશેષ પ્રોગ્રામ થશે…..અચૂક લાભ લેવો. અને એના પછી ની રવિસભા – ૧૭/૯ – એ અક્ષર દેરી પ્રેરણા સભા તરીકે યોજાશે.
 • “જમો ને જમાડું” સત્સંગ -સેવા પ્રોજેક્ટ માં સર્વે કાર્યકરો સાથે સાથે હરિભક્તો એ પણ ભાગ લઇ- સત્સંગ ને ….શ્રીજી ની સેવા ને જન જન સુધી પહોંચાડવા ની છે…..
 • અમૃત હર્બલ કેર તરફ થી – એપલ સીડાર વિનેગર લીક્વીડ – પ્રસ્તુત થઇ છે…….

તો આજની સભા નો એક જ સાર……….સત્સંગ નુ બીજું નામ જ સંપ……અને જ્યાં સંપ હોય ત્યાં જ સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો હોય……….! કુટુંબ હોય કે સત્સંગ પરિવાર- સંપ રાખ્યે જ કલ્યાણ છે………

જય સ્વામિનારાયણ……………

રાજ


1 Comment

યાત્રા-પુરુષોત્તમ પુરા

ગયા મહીને -જયારે દેશ ગણતંત્ર દિન ની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે અમારી ગાડીઓ -ધોળકા નજીક ના નાયકા-રઢું-ગામ નજીક ના -સ્વામિનારાયણ સંપ્રદાય ના ઐતિહાસિક -પુરુષોત્તમ પુરા તરફ આગળ વધી રહી હતી……અમદાવાદ થી માત્ર ૪૦-૪૫ કિમી દુર આ પુરુષોત્તમ પુરા ગામ- વાસ્તવ માં કોઈ ગામ નથી…પણ એક જમાના માં સાવ ઉજ્જડ …..બાવળિયા ના ગીચ જંગલ  થી ઘેરાયેલી…..વેરાન -૧૦૦૦૦ એકર જમીન ને – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – મુઠ્ઠીભર ..અતિ નિષ્ઠાવાન હરિભક્તો ને આધારે એક વૃંદાવન સમા પ્રાસાદિક સ્થાન માં પરિવર્તિત કરી દીધી…એનો એક જીવંત ઈતિહાસ છે…..! અતિ નિષ્ઠાવાન હરિભક્તો- આશાભાઈ ( પુ.મોટા સ્વામી) અને ઈશ્વરભાઈ ( દાજી) ..શાસ્ત્રીજી મહારાજ ના આ અતિ વિકટ કાર્ય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ફના થઇ ગયા….એનો આ પ્રત્યક્ષ પુરાવો છે……!

અમે જેમ જેમ પુરુષોત્તમ પુરા ની એ ધરતી ને….એની દિવ્ય હવા ને  શ્વાસ માં ભરતા રહ્યા તેમ તેમ……પ.ભ. ઈશ્વરભાઈ દાજી ના મોટા પુત્ર તુલસીભાઈ ઉર્ફે વકીલ ના દીકરા ( હાલ ત્યાં જ રહે છે….૬૫-૭૦ વર્ષ ની ઉમર) ભક્તરાજ ઘનશ્યામભાઈ ના મુખે વહેતો એ ઈતિહાસ……શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નો પ્રાદુર્ભાવ…..શાસ્ત્રીજી મહારાજ ના ભીડા…લીલા ચરિત્રો……ગુણાતીત પુરુષો ના અદભુત ચરિત્ર…..અને તેની સાથે ગૂંથાયેલો એક અણજાણ્યો ઈતિહાસ….પણ અમારા હૃદય…જીવ ને તરબતર કરતો ગયો………….!! એ ઈતિહાસ વિષે લખવા બેસીએ તો- કદાચ આ જન્મારો ઓછો પડે……..પણ તેના કરતા તેને ટૂંક માં સમજવો હોય તો- આપણા વિધવાન સંત પુ. અક્ષરવત્સલ સ્વામી ની કલમે – પરમ ભક્તરાજ આશાભાઈ…ઈશ્વરભાઈ,,,,,નો ઈતિહાસ નીચેની લિંક દ્વારા વાંચી શકાય છે…..

એક એક શબ્દ વાંચજો…..અને સમજજો…….કે આવા ભક્તરાજો ની સરખામણી માં આપણે ક્યાં છીએ???? જો આટલો વિચાર પણ આપણા મગજમાં..એક સેકંડ માટે પણ ઝબકી જાય તો પણ આપણ ને આપણું લેવલ ખબર પડી જાય …! આપણે તો બસ- તૈયાર થાળ પર બેસવાનું સુખ છે…..છતાં સત્સંગમાં આપણે પલમાત્ર નો..તલ માત્ર નો ભીડો….અપમાન…કોઈ હરિભક્ત- સાધુ ના કડક વેણ સહન નથી કરી શકતા…!!!

20170126_100140.jpg

20170126_100245

20170126_100125.jpg

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપેલ ગુરુ મૂર્તિ ઓ

 

 

20170126_104443

પ.ભકત રાજ ઈશ્વરભાઈ દાજી ના વંશજ શ્રી ઘનશ્યામભાઈ…એમનું ઘરમંદિર-અને પ્રસાદી ની વસ્તુઓ…

હવે જોઈએ……મારા અનુભવ…..

 • અત્યારે તો દસ હજાર એકર જમીન નથી…પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અહી વારંવાર પધારી…..જે સુખ- લીલા ઓ આપેલા…તેના પ્રતાપે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના ચરિત્ર સ્મૃતિ ને ચિરંજીવ રાખવા – એક નાનું હરિમંદિર બન્યું છે……૫૦૦૦ વ્યક્તિઓ જમી શકે તેવી સગવડ ધરાવતું રસોડું છે……અને પ.ભ.ઘનશ્યામ ભાઈ જેવા – નિષ્ઠાવાન હરિભક્તો -એ દિવ્ય ગાથાઓ કહેવા…આ સ્મૃતિઓ- ખીજડા ના વૃક્ષ ને સાચવવા……અહી રહે છે…..તેમનો પરિવાર શહેરોમાં-વિદેશોમાં સ્થાયી થઇ ગયો છે……એમના પછી શું??? એ કોઈ ને ખબર નથી….પણ અહી મંદિર છે……બેપ્સ સંસ્થા….શાસ્ત્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ ની સ્મૃતિ છે…તેથી- તેની આ ઐતિહાસિક “જાહોજહાલી” સદાયે રહેવા ની…..!
 • આશાભાઈ એ અને ઈશ્વરભાઈ એ -પોતાનું સમગ્ર તન-મન-ધન શાસ્ત્રીજી મહારાજ…..આપણી સંસ્થા ને અર્પણ કર્યું……આશાભાઈ તો આટઆટલી સેવા પછી એ બાકી હોય તેમ…..પાછલી ઉમરે …પરિવાર-કુટુંબ..ધન વૈભવ સર્વ ત્યાગી ને  ત્યાગાશ્રમ માં જોડાયા…..સાધુ યજ્ઞપ્રિય સ્વામી ( મોટા સ્વામી) તરીકે ઓળખાતા…….અને અટલાદરા મંદિર માં સેવા કરી..છતાં આપણા મંદિર પ્રત્યે મમત્વ એટલું બધું કે…જો પુરુષોત્તમ પુરા નો ધર્માદો અટલાદરા મંદિર માં ન પહોંચે કે મોડો પડે…તો ત્યાગી ના નિયમ વિરુદ્ધ એ પોતે – પુરુષોત્તમ પુરા જઈ  ને લાકડી પછાડી બોલતા…” કઈ છે..એ ધર્માદો ન મોકલનારી???”……..અને એમની ખુમારી જોઇને….એમના વંશજો ની ખુમારી જોઇને આપણા ગુણાતીત ગુરુઓ- એમને શેઠ….બાદશાહ….સરકાર……વકીલ….મુખી….એવા હુલામણા નામે બોલાવતા……અને એ સમય સમગ્ર બાપ્સ( જો કે સંસ્થા ની સ્થાપના થઇ નહોતી) નો વહીવટ…કહો કે…શાસ્ત્રીજી મહારાજ નું કાયમ રોકાવા નું..વહીવટ કરવાનું સરનામું- પુરુષોત્તમ પુરા રહેતું……..
 • પ.ભ. ઘનશ્યામભાઈ જયારે નાના હતા ત્યારે તેમના દાદા – ઈશ્વરભાઈ દાજી સાથે બોચાસણ ગયેલા…..બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ની હાજરી માં દાજી એ દેહ મુક્યો ત્યારે આ નાનકડા ઘનશ્યામ ભાઈ ને રડતા રોકવા- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આખી રાત -તેમનું માથું પોતાના ખોળા માં લઇ બેઠા હતા….!!!
 • પ.ભ. ઘનશ્યામ ભાઈ ના મુખે – આપણી સંસ્થા…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની લીલાઓ ને- ચરોતરી મિજાજ માં સંભાળવી…એક અમુલ્ય લ્હાવો છે………….અમને એમના અંગત ઘર મંદિર માં- આપણી સંસ્થા ની પ્રથમ – શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ……બ્રાહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ નું પ્રાસાદિક કેડિયું……શ્રીજી ની પ્રાસાદિક રાખડી …ગુણાતીત ગુરુઓ ની પ્રાસાદિક અસ્થિ ફૂલ ના દર્શન કરાવ્યા…..!!! રદય…જીવ…તરબતર થઇ ગયો…..!
 • આપણા ૪૮૦ થી વધુ સંતો અને બ્રાહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં સ્નાન કરેલું…તે સ્વામીંગ પુલ્સ ના દર્શન નો લાભ મળ્યો……..
 • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની અદભુત લીલા…રિસામણા…મનામણા ..ની લીલા….સાંભળી ને …હસી-હસી ને થાકી ગયા…….અને અદભુત વાત એ કે–એક બાજુ તમારું ત્રણ માળ નું ઘર સળગતું હોય…જીવન ભર ની પુંજી આગમાં સ્વાહા થતી હોય….અને બીજી બાજુ..શાસ્ત્રીજી મહારાજ રિસામણા-મનામણા જેવા ચરિત્ર કરી….સારંગપુર મંદિર માટે આર્થિક મદદ માંગતા હોય…..તો આપણે શું વિચારીએ??? કરીએ???……પણ આપણી માન્યતા થી વિરુદ્ધ- પરમ ભક્તરાજ આશાભાઈ..ઈશ્વરભાઈ દાજી એ – ઘર ને બળતું રાખી….એ સમયે શાસ્ત્રીજી મહારાજ ને -વ્યાજે રૂપિયા આપી સેવા કરી હતી….!!! ગુણાતીત પુરુષ ના ચરિત્ર…..અને સામે એવા જ પરમ એકાંતિક ભક્તો નું સમર્પણ…તમે સાંભળો તો- તમારું હૃદય ભરાઈ આવે…!!! આવા તો અનેક પ્રસંગો ની આ ધરતી સાક્ષી છે…કે જ્યાં કેવળ ગુરુ ને રાજી કરવા હરિભક્તો એ પોતાનું શિર સુદ્ધા એમના ચરણ માં સમર્પિત કરી દીધું હોય…….!
 • આજે આપણા હરિભક્તો..સંતો અહી- દર્શન કરવા આવે છે…..શિબિર પણ અહી યોજાય છે……..
 • અમે લોકો એ – અહી આ ઈતિહાસ ના શ્રવણ પાન ની સાથે સાથે – સંતો સાથે ગોષ્ઠી….ની મજા પણ માણી……ક્રિકેટ રમી ને સમય ને વધુ આનંદિત બનાવ્યો……………
 • વળતી વખતે -નિર્માણઆધીન -ધોળકા મંદિર ના દર્શન કરી પુનઃ અમદાવાદ પરત આવ્યા……………

અદભુત મહિમાવંત યાત્રા……..!!! શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિષે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે….આ સ્વયમ શ્રીજી ની..એમના સર્વોપરી સિદ્ધાંત ની સંસ્થા છે……જેના પાયા ભૂતલે છે………જ્યાં શ્રીજી સદાય પોતાના ગુણાતીત પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ રહે છે………એ સત્ય આજે પ્રત્યક્ષ દેખાય છે……! જ્યાં આવા સર્વોપરી નિષ્ઠા વાળા હરિભક્તો હોય……શ્રીજી ના હૃદયગત સિદ્ધાંતો ના મૂર્તિમંત સ્વરૂપ એવા કર્મઠ સંતો હોય……..ગુણાતીત..પ્રગટ અક્ષરબ્રહ્મ સત્પુરુષ હોય…….ત્યાં પછી બાકી શું રહે???

આવા પ્રસાદી ના..ઐતિહાસિક સ્થાનો ની યાત્રા સૌએ કરવી જ જોઈએ….એની સાથે સંકળાયેલા હરિભક્તો-સંતો-ગુરુ ની ગાથા ઓ સમજવી જોઈએ….અને એ પ્રમાણે આપણું દાયિત્વ શું છે…..આપણ ને જે વારસો મળ્યો છે…તેની જાળવણી…તેનું સંવર્ધન કઈ રીતે સર્વોપરી થઇ શકે….એ આપણે વિચારવા નું છે….વર્તવા નું છે…..!

અને સત્પુરુષ…આપણી સાથે હરપળ છે……..જેની આજ્ઞા માં રહી…જેને રાજી કરી….આગળ વધતા રહીએ તો- જરૂર બ્રહ્મરૂપ થઇ….જેને પામવા ના છે…એ પુરુષોત્તમ નારાયણ ને અચૂક પ્રાપ્ત કરી શકશું..

જય સ્વામિનારાયણ…….


Leave a comment

BAPS રવિસભા -૨૪/૭/૨૦૧૬

“..યુવકો મારું હૃદય છે……”


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

૫૦ ના દાયકા માં શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના આદ્ય સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ધામ માં  બિરાજી ગયા અને સમગ્ર સત્સંગ ની દોર એમના અનુગામી ગુણાતીત ગુરુ યોગીબાપા ના હાથમાં આવી અને યોગીજી મહારાજે અઠવાડિક સભાઓ….બાળ મંડળ…યુવક મંડળ ની શરૂઆત કરી……!  સામાજિક-અધ્યાત્મિક દ્રષ્ટિ એ આ એક અતિ ક્રાંતિકારી વિચાર હતો કે જેણે આપણી સંસ્થા….સંપ્રદાય….ધર્મનિયમ…સંસ્કાર…ઉચ્ચ ચારિત્ર્ય યુક્ત શ્રીજી ની ભક્તિ ને સર્વોચ્ચ શિખરે પહોંચાડી …..જે યુવાધન માં વિષયો તરફ ઝોક સાહજિક હોય ત્યાં આવી સવળી ગંગા……!!! કલ્પના બહારની વસ્તુ છે…કે જ્યાં યુવકો..ધર્મ-નિયમ-આજ્ઞા-ઉપાસના ના બળે..એક સત્પુરુષ અને શ્રીજી કાજે સર્વસ્વ ન્યોછવર કરવા તૈયાર હોય….!! અદ્ભુત અદ્ભુત……! એ અનન્ય પ્રાપ્તિ….ને ઉજવવા….બાળમંડળ માંથી  યુવક -યુવતી મંડળ માં જતા યુવાધન ને આવકારવાની આજની સભા હતી…..!

તો મેઘરાજા પાછા ગાયબ થઇ ગયા છે…પણ શ્રીજી માટે નો…સત્પુરુષ ની આજ્ઞા પાળી ને અક્ષર રૂપ થવાનો હરિભક્તો નો ઉત્સાહ ગાયબ થયો નથી…..અમે સમયસર સભામાં પહોંચી ગયા……હરિના દર્શન અદ્ભુત હતા…..અને હિંડોળા માં બિરાજેલા શ્રીજી ભક્તોના મનોરથ પુરા કરી રહ્યા હતા….

13697000_1055736714464296_4637295239682692441_n

સભાની શરૂઆત યુવકો દ્વારા…..” જય અક્ષર પતિ પુરુષોત્તમ…..” ધુન્ય થી થઇ…….સર્વોપરી ઉપાસના સિધ્ધાંત ને શબ્દો માં પકડવો અઘરો છે….અને એ પણ સુર લય માં……..જાણે કે કલ્પનાતીત વાત જ છે…પણ મોટા પુરુષ ની દયા..પ્રેરણા થી એ પણ થઇ શકે છે….એ અહી જોવા મળ્યું…! ત્યારબાદ  નિષ્ઠા ના પ્રતીક રૂપ એવા મોતીભાઈ જેવા પરમ ભક્ત રચિત ” અમે સૌ સ્વામી ના બાળક” એ જ બળ સાથે રજુ થયું…….

આજની સભા યુવકો દ્વારા પ્રસ્તુત સંવાદ….વિડીયો …થી ભરપુર હતી ..અને એ ક્રમ માં પ્રથમ- વિડીયો દર્શન રજુ થયો કે જેમાં આપણી સંસ્થા દ્વારા થતી જગવિખ્યાત બાળ પ્રવૃત્તિ ના દર્શન થયા…….જન્મ થી જ સત્સંગ – એ કદાચ આ સંસ્થા માં જ થાય છે……….એ જોવા મળ્યું….! અદ્ભુત…..

ત્યારબાદ એક સ્મૃતિ સંવાદ દ્વારા -બાળમંડળ માંથી યુવક મંડળ માં પ્રવેશેલા ૪ યુવક દ્વારા બાળ મંડળ-એની પ્રવૃત્તિ-એના મહિમા ની વાતો – અદ્ભુત સંવાદ દ્વારા થઇ……..જેનો સારાંશ હતો…

 • અહી જન્મ થી જ સત્સંગ થાય છે…….અને એ આજીવન રહે છે…..
 • આજ્ઞા ..ઉપાસના ના બળે – જીવ માયા થી છૂટી -ભક્તિ-સત્સંગ ના બળે સદાયે પ્રગતિ જ કરે છે…….દિન પ્રતિદિન ચડતો રંગ જ રહે છે….

ત્યારબાદ બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય  માં સેવા આપતા દીપકભાઈ દ્વારા બાળ પ્રવૃતિ પર ઘણી અણજાણી વાતો ની જાણકારી મળી……

 • બાળ મંડળ પ્રવૃત્તિ ની શરૂઆત ૧૯૫૦ બાદ -બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા થયેલી……..
 • સંતો-કાર્યકરો નો અભૂતપૂર્વ દાખડો – રાત-દિવસ ની પરવા કર્યા વગર – બાળકો ને સત્સંગમાં જોડવા ની લગની જ આ કાર્ય ને સફળ બનાવી શકી છે………અરે..અમુક કાર્યકરો એવરેજ વરસ ના ૩૬૫ દિવસમાં થી ૨૪૦ થી વધુ દિવસ આ સેવા પાછળ કાઢે છે…!!!!
 • બાળકો માં સંસ્કાર ની સિંચન…..સંસ્કૃતિ ની સમજણ…ધર્મ-નિયમ- આજ્ઞા-ઉપાસના જન્મ થી જ દ્રઢ થાય અને આજીવન રહે તે માટે બાળકો નો શરૂઆત નો પાયો દ્રઢ ..અતિ દ્રઢ રહે તે જરૂરી છે……અને આ માત્ર આ સંસ્થા-સંતો-કાર્યકરો જ કરી શકે….કારણ કે અહી સત્પુરુષ દ્વારા શ્રીજી પ્રગટ પ્રમાણ છે…..એમના બળે જ આ અશક્ય વસ્તુ ..શક્ય થઇ છે…..
 • બે સફળ યુવાનો ( એક કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ છે…અને બીજા મેનેજમેન્ટ નિષ્ણાત છે) એ બાળ મંડળ માં થયેલા પોતાના ઘડતર અને એની પોતાની કારકિર્દી પર સકારાત્મક અસર ની વાત સભા સમક્ષ કરી….! અદ્ભુત…….બાળ મંડળ માં થી મળેલા સંસ્કાર સમગ્ર જીવન ને કયા રસ્તે લઇ જાય છે……તેનું પ્રત્યક્ષ પ્રમાણ દુનિયા ને જોવા મળ્યું……..!
 • ત્યારબાદ ” સ્વામી મારા…હું સ્વામી નો…..” વિડીયો દર્શન થી…સત્પુરુષ નો બાળકો પ્રત્યેનો સ્નેહ ….બાળકો સાથે બાળક જેવા થઈને – સ્વામી એ સત્સંગના અમૃત પીવડાવ્યા …એના દર્શન થયા….! શું સત્પુરુષ નો દાખડો…….!!!

ત્યારબાદ યુવા પ્રવૃત્તિ નો ચિતાર આપતા વિડીયો થી જાણવા મળ્યું કે બેપ્સ ના યુવાનો…એમની પ્રવૃત્તિ ઓ કેટલી ગગનચુંબી છે…….કે જેના પાયા – નિયમ-ધર્મ-આજ્ઞા-ઉપાસના-ઉચ્ચ ચારિત્ર્ય-સંસ્કાર થી બદ્ધ પાતાળે છે……!

એ જ ઉચ્ચ જીવન લક્ષણો નું દર્શન- એક અદ્ભુત સંવાદ- “…એક અમુલ્ય વરદાન..”  – વિષય પર થયો……બાળમંડળ-યુવક મંડળ માં સત્સંગ-સંસ્કાર પામેલો એક યુવક એના જીવન માં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરે છે…..અન્ય કેટલાય ના જીવન-કઈ રીતે બદલે છે…તેનું ઉદાહરણ પ્રસ્તુત થયું…….! ખરેખર …જો આપણે પણ એવું કરી શકીએ તો જીવન ના કોઈ પણ ક્ષેત્ર માં પાછા ન પડીએ …..

13781668_1055737174464250_1120588534872433164_n

ત્યારબાદ એક યુવક..અને એક યુવક ના પિતા દ્વારા – યુવક મંડળ માં મળતા ઘડતર-ઉચ્ચ ચારિત્ર્ય ના પાઠ..અને એનાથી  મળતા પરિણામો પર અનુભવ ની વહેંચણી થઇ…….! ખરેખર ….આપણી સંસ્થાનો યુવક – ગમે ત્યાં જાય પણ ડંકા વગાડી ને જ આવે…….!!!

પરમ પૂજ્ય મહંત સ્વામી ના વિડીયો ના માધ્યમ થી આશીર્વચન નો લાભ મળ્યો …તેમાં સ્વામી એ એજ વાત કરી કે….

 • બાળમંડળ થી શરુ થયેંલ આ સત્સંગ સફર વચ્ચે ક્યાય ફંટાઈ ન જાય એ માટે યુવા સત્સંગ પ્રવૃત્તિ ની આ વ્યવસ્થા છે…….આ તો બ્રહ્મવિદ્યા ની કોલેજ છે……..
 • જીવનમાં બધું જ સુખ હશે પણ જો સત્સંગ નહિ હોય તો કશું જ નહિ હોય……અને જો માત્ર સત્સંગ હશે તો બધું જ આવશે……અંતરમાં અખંડ સુખ- શાંતિ રહેશે……
 • અખંડ શાંતિ માટે જ આ બધું છે…..અને આનાથી જ એ થશે ..કારણ કે એમાં સત્પુરુષ ના આશીર્વાદ ભળેલા છે…..યોગીબાપા નો સંકલ્પ ભળેલો છે……

પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી એ – આ જ વાત આગળ ધપાવતા કહ્યું કે…..

 • યુવકો સંસાર ના સુખ ને બાજુ પર કરી….માયા ના બળ સામે ચાલે છે…એ કઈ નાની સુની વાત નથી…..એ તો માત્ર સત્પુરુષ અને શ્રીજી ની કૃપા એ કરી ને જ થાય…….
 • યુવા સત્સંગ પ્રવૃત્તિ ના યુવાનો – ઉચ્ચ સંસ્કાર…ચારિત્ર્ય…ઉપાસના ના બળ સાથે આગળ વધી રહ્યા છે…..અને ભવિષ્ય માં એ – આ સત્સંગને વધુ મજબુત કરશે…….દુનિયા આખી માં પ્રસરાવશે….
 • આ તો સત્પુરુષ અને શ્રીજી નો સંકલ્પ છે………….એમનું બળ છે ……સંતો-કાર્યકરો-માતા પિતા ના દાખડા..ભોગ ને લીધે જ આ યુવા સત્સંગ પ્રવૃત્તિ આટલી સફળ બની છે…..

અદ્ભુત…….અદ્ભુત…………!!!

“આજીવન સત્સંગ” જ એક એવો શબ્દ છે…જે બાળ મંડળ થી લઈને વડીલ મંડળ સુધી- સત્સંગ ને વધતો જ રાખે છે……અહી સત્સંગ એ માત્ર શસ્ત્ર ની વાત નથી પણ જીવવા ની વાત છે……બાળમંડળ…યુવક મંડળ…..ની પ્રવૃત્તિ ઓ દ્વારા સત્સંગ અહી રોજેરોજ જીવાય છે….

સભાને અંતે કેટલીક જાહેરાત થઇ….

 • ઓગસ્ટ માસ ની ૧ તારીખ થી – શ્રાવણ માસ ની પારાયણ રોજ પ્રાતઃ સભામાં શરુ થઇ રહી છે……વિવિધ વિદ્વાન સંતો દ્વારા સવાર ની સભામાં -વિવિધ વિષયો પર સત્સંગનો લાભ મળશે…..
 • આ માટે યજમાન ની સેવા – કરી શકાશે…………

તો આજની સભા – એ નવયુવાનો માટે હતી…….કે જે યુવા પ્રવૃત્તિ માં પ્રવેશવા જઈ  રહ્યા છે…..બાળમંડળ માં થી મળેલા સત્સંગ ના પાઠ ને વધુ ઉચ્ચ સ્તરે લઇ જઈ……આ બ્રહ્મવિદ્યા ની કોલેજ માં- જીવન નું ઘડતર કરવા નો નિર્ધાર કરી રહ્યા છે…પ્રયાસ કરી રહ્યા છે…….! ઉચ્ચ ચારિત્ર્ય વાન…ધર્મ-નિયમ યુક્ત બળવાન યુવા ધન એ આપણી સંસ્થા ની જણસ છે…..જે સમગ્ર જગત માં સર્વોપરી સિધ્ધાંત…સર્વોપરી સત્સંગ ના ડંકા વગાડશે…..એ ચોક્કસ વાત છે….

જય સ્વામિનારાયણ….

રાજ

 


Leave a comment

BAPS YTK-પ્રેરણા રવિસભા -૩/૦૪/૨૦૧૬

“યુવકો મારું  હૃદય છે………”

————————-

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

૨૦૦૭ નું  શુભ વર્ષ……પોતાના  ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નો – યુવકો પ્રત્યે નો દ્રઢ વિશ્વાસ….દ્રઢ સ્નેહ  ને  એક આગવું સ્થાન  આપવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ  સ્વામી  મહારાજે  YTK એટલે કે  યુવક તાલીમ કેન્દ્ર -ની સ્થાપના -સારંગપુર ખાતે કરી…….અને  યોગીજી મહારાજ ના  હૃદય…અર્થાત યુવકો ને  પોતાના જીવન ને  સર્વોચ્ચ  બનાવવા નું સહજ સાધન પૂરું પાડ્યું…..! આજની  સભા -યુવક તાલીમ કેન્દ્ર -પ્રેરણા  સભા હતી……જુન -૨૦૧૬ થી નવું સત્ર શરુ થઇ રહ્યું છે..અને  સારંગપુર અને સત્પુરુષ- યુવકો નું સ્વાગત કરવા તત્પર  છે…………

સભામાં સમયસર પહોંચી ગયો…..અને સદાય ની જેમ- મારા વ્હાલા ના  દર્શન મનભરી ને કરવામાં આવ્યા…….ચાલો તેનો ગુલાલ કરીએ……

12961671_532298166958360_2607324471293706007_n

સભા ની શરૂઆત-અત્યંત મનોનીય…કર્ણપ્રિય સ્વર માં  ગવાતી સ્વામીનારાયણ ધુન્ય થી થઇ….હૃદય એકતાર થઇ ગયું…..લાગ્યું કે બસ આને સાંભળતો જ રહું..!!! ત્યારબાદ યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા સદ્ગુરુ સંત મંજુકેશાનંદ દ્વારા રચિત  કીર્તન “તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી …શ્રી ઘનશ્યામ હરિ…” રજુ થયું…….! અદ્ભુત સ્વરાંકન…….!! અને  એજ  યુવક  દ્વારા “જોગીડા નો જાદુ  મારે રુદયે રમે…..” રજુ  થયું……! યોગીબાપા નો એ  સ્નેહાળ ચહેરો……” બોલો  ગુરુ…” શબ્દ નો  રણકો……નજર  સમક્ષ પ્રગટ થઇ ગયો…..! યોગીબાપા ના એ અક્ષર સ્નેહ થી અનેક -અતિ શિક્ષિત યુવકો -સંસાર ના  સુખ છોડી -ત્યાગાશ્રમ ના કપરા માર્ગે ચાલી નીકળ્યા…………..અને  આજે  એ જ  ગુણાતીત નો જાદુ સુસ્પષ્ટ દેખાય  છે………..!!!

યુવક તાલીમ કેન્દ્ર (YTK) નો વિશેષ પરિચય કરાવતો…..વિડીયો રજુ થયો અને મન ના બધા સંશયો-સવાલો-પ્રશ્નો ઉકેલાઈ ગયા……ગ્રજ્યુએશન -પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ…અથવા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ -જીવન ના  ૬ માસ -ની યુવક તાલીમ કેન્દ્ર માં ઇન્વેસ્ટમેન્ટ- એક નફા નો સોદો છે…..ખોટ  છે  જ  નહિ…..સંસ્કાર, સત્પુરુષ…સત્સંગ અને શ્રીજી નો સીધો સ્પર્શ થાય એટલે  ૬૦ વર્ષમાં જે જ્ઞાન ન મળે….જે ઘડતર ન થાય  તે ઘડતર માત્ર ૬ માસ માં મળે છે…….એમ પરમ પૂજ્ય મહંત સ્વામી કહે છે……!!! જે અહી શીખવા મળે છે…..તે બીજે ક્યાય નહિ મળે….કારણ કે આ બ્રહ્મવિદ્યા ની કોલેજ છે……અને શિક્ષક -સત્પુરુષ પોતે છે……….!

ત્યરબાદ પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ  ” જીવન માં  ઘડતર નું મહત્વ” પર રસપ્રદ વિવરણ કર્યું…..જોઈએ સારાંશ….

 • લિઓ ટોલ્સટોય નું નામ- તત્વજ્ઞાન ની દુનિયામાં અગ્રેસર ગણાય છે..એમના એક પ્રસંગ માં એમણે કહ્યું કે- લોખંડ નો એક સામાન્ય ટુકડો એના સ્વરૂપ માં ભંગાર માં જાય……પણ એ જ લોખંડ ને આકાર આપી – ઘડિયાળ ના પાર્ટ્સ બનાવવા માં આવે તો હજારો રૂપિયા માં જાય…..!!! તેમ જન્મ થી જ  મનુષ્ય પશુ જેવો હોય પણ માતા-પિતા-શિક્ષક-સમાજ-સત્પુરુષ દ્વારા એનું ઘડતર થાય તો એ જ્ઞાની પુરુષ થાય છે…..પરમ પદ ને પામે છે…
 • જીવ પર જન્મોજન્મ થી માયા ની ધૂળ ચઢેલી હોય…..સત્પુરુસ એ ધૂળ ને જ્ઞાન દ્વારા દુર કરે છે અને જીવ ચમકી ઉઠે છે……અમુલ્ય થઇ જાય છે…….માઈકલ એન્જેલો -દુનિયાનો સર્વ શ્રેષ્ઠ શિલ્પકાર કહેતો કે દરેક પથ્થર માં કલાકૃતિ પહેલે થી જ હોય છે…..બસ હું એ બિન જરૂરી પથ્થર દુર કરું છું અને એમાં છુપાયેલી કલાકૃતિ પ્રગટ થઇ ઉઠે છે…..! સત્પુરુષ નું કાર્ય આ જ છે….
 • જે ઇન્દ્રિયો ભગવાન સાથે જોડાયેલી ન હોય તે નકામી છે…..એમ રામચરિત માનસ કહે છે….માટે જીવન માં હરપળ ભગવાન ને સાથે રાખવાનું શીખવું જરૂરી છે…..! જગત ના વ્યવહાર માં પણ ભગવાન ને સાથે રાખવાની કળા – યુવક તાલીમ કેન્દ્ર આપે છે……
 • જીવન ના  માત્ર ૬ મહિના ની તાલીમ….૬૦ વર્ષ ને સુધારી દે છે………………..માટે દરેક યુવકે આ તક નો અવશ્ય લાભ લેવો……….સત્પુરુષ ના રાજીપા ને સમજવો….શ્રીજી ના રાજીપા ને સમજવો..એ જીવન નું સૌથી મોટું કાર્ય છે….

ત્યારબાદ ” Absolute right or Absolute wrong” વિષય પર ડીબેટ નો વિડીયો થયો……..૬ મહિના ના -યુવક તાલીમ પ્રોગ્રામ વિષે લોકો માં  મતમતાંતર રહે છે…..શા માટે જીવન ના ૬ મહિના આવા તાલીમ પ્રોગ્રામ માં રોકવા જોઈએ??? એના કરતા નોકરી ચાલુ કરી દીધી હોય તો??? આ પ્રોગ્રામ ના ફાયદા શું???? વગેર વગેરે પ્રશ્નો ના રસપ્રદ રીતે ઉત્તર આપતો ડીબેટ વિડીયો – માહિતી પ્રદ હતો……એકવાત તો સુસ્પષ્ટ જ  છે કે- આ ૬ માસ ની તાલીમ એ કોઈ ફાલતું સમય બગાડ નથી…..પણ દેહ-જીવ ના  સ્વભાવ માં  સકારાત્મક પરિવર્તન લાવતું એક અનંત નફો કરાવતું “સમય રોકાણ” છે……!!! એ આ યુવક તાલીમ કેન્દ્ર માં તાલીમ લઇ ચુકેલા -યુવકો-એમના મા-બાપ ના અનુભવ સાંભળી એ તો સમજાય…….એવા જ  યુવક ડો.કંદર્પ પટેલે વાત કરી કે -જીવનમાં કૈંક નવું શીખવા મળે……આપણા સંસ્કાર દ્રઢ થાય અને સાથે સાથે અન્ય ના જીવન માં પણ આવો બદલાવ લાવવા આપણે પાત્ર થઇ એ……!! તો આ યુવકો ના પિતા ઓનું કહેવું હતું કે- ૬ માસ ની તાલીમ થી દીકરામાં નિયમ-ધર્મ-શિસ્ત-સંસ્કાર ના ગુણ આવ્યા…..દ્રઢ થયા…….અશકય લાગતા પરિવર્તનો અનુભવાયા……જીવન માં ધ્યેય સ્પષ્ટ થયા……!!!

અદ્ભુત અનુભવ……………!!!  ત્યારબાદ જાહેરાત થઇ કે- આજથી જ  આ તાલીમ માં ભાગ લેવા ઈચ્છતા યુવકો માટે ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે….તે માટે નજીક ના યુવક મંડળ નો સંપર્ક કરવો..અથવા નજીક ના આપણા મંદિર નો સંપર્ક કરવો…..

પુ.વિવેક્મુની સ્વામી એ પણ આ યુવક તાલીમ કેન્દ્ર ની વિશેષતા વર્ણવતા કહ્યું કે …માતા પિતા ના મનમાં મુખ્ય બે પ્રશ્ન આ તાલીમ વિષે હોય છે…૧) ૬ માસ ની નોકરી..કમાણી….નું નુકસાન થાય…૨) યુવક  સાધુતા ના  માર્ગે ચડી જાય….પણ ઉત્તર સ્પષ્ટ છે….

 • આ તાલીમ નો એક જ હેતુ છે…….યુવક ના જીવન નું યોગ્ય ઘડતર કરવું…એના જીવન ને આદર્શ..સર્વોચ્ચ બનવું કે જેથી સમાજ ને પ્રેરણા મળે અને અન્ય યુવકો પણ સન્માર્ગ તરફ આગળ વધે…..
 • સાધુ થવું- એ સત્પુરુષ ના રાજીપા ની…નસીબ ની વાત છે…….આ તાલીમ કેન્દ્ર માં ન આવતા યુવક પણ સાધુ થઇ જાય છે…….અને તાલીમ કેન્દ્ર માં થી તાલીમ લઈને યુવકો જગત માં સફળ-સુફલ થાય છે…એના અનેક ઉદાહરણ છે…..સુરત નો એક યુવક-તાલીમ કેન્દ્ર માં થી બહાર પડ્યો…..અને એણે શીખેલા નિષ્ઠા-શિસ્ત-સંસ્કાર ના ગુણ ને લીધે એ આજે એક ડાયમંડ કંપની નો મુખ્ય મેનેજર છે…….!!
 • જયારે આજે દુનિયામાં અન્ય ધર્મો નો ઝનુન પૂર્વક પ્રચાર થઇ રહ્યો છે…ત્યારે આપણે આવા વિપરીત કાળ માં પણ પોતાના ધર્મ ની અસ્મિતા સંભાળી શકીએ…જાળવી શકીએ એ માટે – યુવક તાલીમ કેન્દ્ર ની જરૂર છે…….
 • સત્પુરુષ નો રાજીપો….શ્રીજી નો રાજીપો- જીવનમાં સદાયે રહે…….જગત ના વ્યવહાર વચ્ચે પણ આધ્યાત્મિકતા ની જ્યોત ઝળહળતી રહે એ માટે – યુવક તાલીમ કેન્દ્ર નો પાયા નો રોલ છે…………

આટલું સમજાય તો એ – આ બ્રહ્મ વિદ્યા ની કોલેજ નો મહિમા સમજાય …….!!!

ત્યારબાદ -YTK  ના યુવકો દ્વારા ( અમદાવાદ ના અત્યાર સુધી ૯૧ યુવકો – તાલીમ લઇ ચુક્યા છે….) “હમારી ગુરુ વચન પહેચાન….હમારા સંકલ્પ હૈ મહાન..” પર નૃત્ય રજુ થયું…………….જે આ યુવકો ના ઉચ્ચ ચારિત્ર્ય..સંકલ્પ …નિષ્ઠા નો પડઘો હતો……!

44471_990604240977544_5207995810702220906_n

સભાને અંતે પુ.ધર્મજ્ઞ સ્વામી એ જાહેરાત કરતા કહ્યું કે….

 • યુવક તાલીમ કેન્દ્ર માં એડમીશન લેવાના ફોર્મ -મંદિરમાં થી…અથવા યુવક મંડળ માં થી મળી શકશે….
 • આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા છે…….ગઈસાલ -અક્ષરધામ-દિલ્હી ખાતે યોજાયેલ- વિધ્વાનો ના “સ્વામીનારાયણ તત્વજ્ઞાન” પર પરિસંવાદ પર એક પુસ્તક પ્રગટ થયું છે…તેનું ઉદ્ઘાટન -લગભગ ૨૫૦ થી વધુ વિદ્વાનો ની હાજરી માં- આવતા રવિવારે કરવામાં આવશે……આથી સામાન્ય બેઠક વ્યવસ્થા કૈક અલગ હશે……
 • ૧૫/૪ ના રોજ સ્વામિનારાયણ જયંતિ છે……રામનવમી છે…તેના ઉપલક્ષ માં વિશેષ કાર્યક્રમ થવાના છે……તેની જાહેરાત થઇ….

12933152_990604237644211_1387333405076753538_n

અદ્ભુત….અદ્ભુત…..!! સમાજ ને  આવા ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર ધરાવતા યુવકો ની જરૂર છે……અને ભવિષ્ય માં આવા તાલીમ કેન્દ્ર માત્ર યુવકો માટે જ નહિ..પણ બધા લોકો માટે હોય તો- યોગીજી મહારાજ નો સંકલ્પ…પ્રમુખ સ્વામી મહારાજ નો સંકલ્પ કે- ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતો સમાજ તૈયાર કરવો છે…….એ જરૂર સફળ થાય…….!!

સત્પુરુષ ના વચન કદાપી મિથ્યા નથી હોતા……!!!!!

જય સ્વામિનારાયણ………………

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૨૮/૦૨/૨૦૧૬

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, ……“જે ભગવાનના ભક્તને સત્-અસત્‌નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે……… અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે ……….અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે………. અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં…….. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં…………. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે ……….પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં…………. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે………… અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે…………… એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે…….

——————————————-

વચનામૃતમ- ગઢડા  પ્રથમ-૧૬

આ  એ  વચનામૃત છે  જેને  બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ-તમામ  સંતો-હરિભક્તોને  જીવનમાં દ્રઢ કરવાનું  કહેતા….કારણ  કે  એનો જે  સાર છે ,તે જો જીવનમાં દ્રઢ થાય….તો  સત-અસત નો વિવેક જીવનમાં દ્રઢ થાય…સત્સંગમાં કોઈના અવગુણ લેવાય જ નહિ..બધા  બ્રહ્મની મૂર્તિઓ જ  લાગે….( ગઢડા મધ્ય-૬૩) અને જીવ સત્સંગમાં પ્રગતિ કરતો જ રહે…..! આ દ્રઢ થવું-એ આ સત્સંગમાં ટકવું હોય-તેના માટે અનિવાર્ય છે….અને  આજની સભામાં  પુ.નારાયણ મુની સ્વામી દ્વારા તેનું રસપ્રદ પ્રવચન -નિરૂપણ થયું….

આજે  અમદાવાદ-પૂર્વ ના હરિભક્તો માટે જ- શાહીબાગ મંદિરે-પુ.નારાયણ મુની સ્વામી જેવા તેજસ્વી સંત દ્વારા- સત્પુરુષ ચરિત્ર પર બ્રહ્મસત્ર હતું…સવારે ૯ વાગ્યા થી સમજે ૫:૩૦ સુધી -આ વિષય પર બોલવું અને સાંજે રવિસભામાં પણ એમનું જ  પ્રવચન…!!!! વિચારો કે  કેવા બળ થી આ સંતો-આટલી ઉમરે આવા અદ્ભુત..કલ્યાણકારી કાર્યો કરી રહ્યા છે….અને  એ જ બળ ને શ્રીજીનું..ગુણાતીત નું બળ કહે છે….! એટલે  આજની સભા થોડીક ટૂંકી હતી..પણ રસપ્રદ હતી……હું સવારે સેવામાં હતો અને સાંજે પણ -મારા દીકરા સાથે સમયસર પહોંચી ગયો…..સભામાં સંખ્યા ધાર્યા મુજબ જ ઓછી હતી કારણ કે હરિભક્તો સત્ર પૂરું કરી ને નીકળી ગયા હતા…! તો ચાલો કરીએ શ્રીજી ના દર્શન…

11059447_966807043357264_8388271085270757143_n

સભામાં શરૂઆત- હમેંશ ની જેમ- સંતો-યુવકો ને મુખે  સ્વામિનારાયણ ધુન્ય-પ્રાર્થના થઇ….પુ.વિવેકમુની સ્વામી જેવા સારા ગાયક સંત દ્વારા..”ઘણું જીવો હો જીવન આધાર…..નારાયણ સ્વરૂપ તમે…” ભક્તરાજ વનમાળી દાસ રચિત -કીર્તન રજુ થયું અને સત્પુરુષ ના મહિમા માં જીવ ઓતપ્રોત થઇ ગયો…..!

ત્યારબાદ- ઉપરોક્ત જણાવ્યા મુજબ પુ.નારાયણ મુની જેવા અતિ વિદ્વાન સંત….સંત તાલીમ કેન્દ્ર ના મુખ્ય સંત…અતિ તેજસ્વી વક્તા….સ્વામીશ્રી ના  કૃપા પાત્ર સંત દ્વારા..એમના ઘેઘુર ..ઘૂંટાયેલા સ્વર માં -ગઢડા પ્રથમ-૧૬ ના વચનામૃત પર ગહન-રસપ્રદ નિરૂપણ થયું…..જોઈએ એના અમુક અંશ….

 • બાપા નું સ્વાસ્થ્ય અત્યારે ઘણું સારું છે……સ્વામીશ્રી મનુષ્ય ચરિત્ર ભરપુર કરે છે…પણ ભક્તો ને સમાસ થાય…દર્શન નું સુખ મળે  એ માટે પોતાનો દિવ્ય ભાવ પણ જરૂર પડ્યે બતાવે છે…..
 • ગઢડા પ્રથમ-૧૬- સત-અસત ના વિવેકનું- વચનામૃત યોગીબાપા ને પ્રિય હતું….એ  તો હરિભક્તો-સંતો ને કહેતા કે -જો આ વચનામૃત સિદ્ધ થાય …જીવસ્થ થાય તો બાકીના ૨૭૨ વચનામૃત આપોઆપ સિદ્ધ થાય…..
 • પણ આ વચનામૃત એમને એમ સિદ્ધ ન થાય…..કારણ કે  આપણું મન સ્થિર નથી…….અને  એ કરવા  એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ…દાખડો  જોઈએ….
 • પુ.ડોક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે- આ સત્સંગ અદ્ભુત છે..દિવ્ય છે….પણ આ માટે આ વિવેક કેળવવો પડે….જીવનમાં આ ઉતારવું પડે..અને એમ કાર્ય સિવાય-જીવનમાં ક્યારેય સુખ આવવાનું નથી…..
 • ગઢડા અંત્ય -૩૯ માં શ્રીજી કહે છે એમ- અહં અને મમત્વ જ માયા છે…..તેના કારણે જ સર્વે દુખ- સર્વે પ્રશ્ન થાય છે…..પણ વચનામૃત માં  આ બધાનો ઈલાજ છે……ભક્તો-સંતો ના પ્રશ્ન અને શ્રીજી ના ઉતારો- એકદમ વાસ્તવિક છે……રોજબરોજ માં થતા અનુભવો ને આધારે છે…….આથી જ અત્યંત અસરકારક છે…..
 • હમેંશા પોતાના અવગુણ જોવા….સમજવા..એનો વિચાર કરવો…..અને  એકવાર અવગુણ ને સમજ્યા પછી – તેને દુર કરવા….નો માર્ગ એટલે- શ્રીજી ની પ્રાપ્તિ નો મહિમા દ્રઢ કરવો…પોતાને જે પુરુષ મળ્યા છે..તેના દ્વારા શ્રીજી પ્રગટ છે…પ્રત્યક્ષ  છે  એમ દ્રઢ કરવું……અને મહિમા દ્રઢ કરવો…..એમ કરવાથી ગઢડા મધ્ય-૧૩ ના વચનામૃત માં કહ્યું છે એમ- બધા વિષયો-દોષો-અવગુણો- સહજ જીતાઈ જશે……
 • દરેક ક્રિયા..કર્મમાં શ્રીજી ના રાજીપા નો વિચાર કરવો…જો એમ થશે તો એ પ્રત્યેક કર્મ- કે ક્રિયા- એ ભક્તિ થઇ જાશે……..ચિત્ત શુદ્ધ થઇ જાશે…….સત-અસત નો વિવેક- જીવસ્થ થશે……
 • સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે….એમ આ સત્સંગ માં ઉધારા ની વાત જ નથી…..અહી ફળ  રોકડિયું  છે..પ્રાપ્તિ પ્રત્યક્ષ છે…..સુખ-શાંતિ પ્રત્યક્ષ છે……..!!!!!!

અદ્ભુત…અદ્ભુત………….આપણે તો આ જ  પ્રયત્નો કરવાના છે કે- આપણે શ્રીજી- સત્પુરુષ ના રાજીપા નો વિચાર  સર્વ પ્રથમ કરીએ…દરેક ક્રિયામાં કરીએ………! તો અખંડ ભક્તિ થશે……! બ્રહ્મરૂપ થવાશે…………

આવતી ૧૩/૩ ના રોજ- અમદાવાદ- પશ્ચિમ માટે- બ્રહ્મસત્ર છે………..બસ તેની ઇન્તેઝારી છે……….

જય સ્વામિનારાયણ…..

શુભ રાત્રી……..સર્વનું ભલું હો…………….

રાજ