Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા- ૨૧/૦૫/૨૦૧૭

ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….

યોગીજી નો જીવન મંત્ર આ…થઈએ યોગી જેવા……


પુ. અક્ષરજીવન સ્વામી રચિત પદ…..

આજે ૨૧ મેં ,૨૦૧૭……આજથી બરોબર ૬૭ વર્ષ પહેલા એટલે કે ૨૧ મેં-૧૯૫૦ ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – અમદાવાદ ની આંબલીવાળી પોળ માં મુઠ્ઠીભર સંતો-હરિભક્તો ની હાજરી માં – ૨૮ વર્ષ ના તેજસ્વી યુવાન સાધુ નારાયણસ્વરૂપ દાસ ને પોતાના સ્થાને સંસ્થાના “પ્રમુખ” પદે સ્થાપ્યા અને યોગીજી મહારાજ ને કહ્યું કે…” જોગી…..આશીર્વાદ આપો કે એમનામાં તમારા જેવા ગુણ આવે…..” અને નવાસવા પ્રમુખ સ્વામી ને આજ્ઞા કરી કે…”યોગી ની આજ્ઞા માં રહેજો….” ! અને ઈતિહાસ ના એ પછી ના પૃષ્ઠો જુઓ………યોગીજી મહારાજે -પ્રમુખ સ્વામી મહારાજ ને એક ઐતિહાસિક સત્સંગ નો પાયો સ્થાપી આપ્યો…..તેજસ્વી માર્ગદર્શક બની ને પોતાના શિષ્ય ને પડખે ઉભા રહ્યા…તો સામે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન…યોગીબાપા ની આજ્ઞા..એમના સંકલ્પો મુજબ જ વર્તી….આ સર્વોપરી સંસ્થા ને ગગનચુંબી શિખર પર લાવી દીધી..!

આજની રવિસભા – બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ની સદાયે ડોલતી એ દિવ્ય મૂર્તિ ની પ્રતિક જન્મજયંતી ની સભા હતી……..હરિભક્તો ને જીવ થી શાંત કરતી આ સભાની સાથે – મેઘરાજા એ પણ સાથ પુરાવ્યો અને ઠંડી ઝડી ઓ સાથે …વાતાવરણ આહ્લાદક બની ગયું……….અને એમાં પણ પ્રગટ સત્પુરુષ ના પ્રત્યક્ષ દર્શન નો લાભ..અમદાવાદીઓ માટે…’સસ્તું..નમતું…મફત…વધારે…” જેવા મનગમતા શબ્દો થી પણ વધુ મોહી ગયું……..!!!

સાથે સાથે સર્વપ્રથમ…….હમેંશા પ્રથમ જ…એવા ઠાકોરજી ના તન-મન-હૃદય-જીવ ને સંતૃપ્ત….શીતળ કરતા દર્શન……….

collage_20170521180533472_20170521180620469

સભાની શરૂઆત- સંતો-યુવકો દ્વારા યોગીબાપા ના મહિમા નું ગાન કરતી કીર્તન આરાધના થી થઇ…………..જોઈએ કિર્તનાવલી…..ગાયક સંત અને કીર્તન ના શબ્દ….

 • પુ.કૃષ્ણસ્વરૂપ સ્વામી- યોગી યુગે યુગે પધારો…….
 • પુ.દીવ્યકીશોર સ્વામી- યોગી તારી યાદ આવે છે…..
 • પુ.યજ્ઞેશ્વર સ્વામી( તેમનો અલગ જ અવાજ…..અત્યંત કર્ણપ્રિય…જીવ ને ઝંઝોળી નાખે તેવો છે…) – એની જ્યોતિ ઝગમગ થાય……યોગી દેરી એ ખેલે….
 • પુ.આત્મવિજય સ્વામી- મેતો ગ્રહી લીધું શરણું તમારું યોગી….
 • પુ.વિવેક મુની સ્વામી- જોગીડો..દેતો દેતો ને દેતો…..
 • પુ.શુભ્કીર્તન સ્વામી- મુને વ્હાલું જોગીડા તારું મુખડું રે……..( રચયિતા….પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ)
 • પુ. પ્રેમવદન સ્વામી- ભગવાન સૌનું ભલું કરો…..ભગવાન ભજી લેવા…….યોગીજી નો જીવન મંત્ર આ ….થઇ એ યોગી જેવા…..( રચયિતા- પુ.અક્ષર જીવન સ્વામી)

અદ્ભુત……અદ્ભુત………….સતત એક કલાક સુધી સુરો માં વહેતો યોગીજી મહારાજ નો મહિમા…એ સુર-છબી અંતર માં સ્થિર થતી ગઈ….!!!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ અગત્ય ની જાહેરાત કરી….

 • એનીમેશન ડીવીડી- નીલકંઠ યાત્રા નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે…….જે આવનારી ૧૦ તારીખ પછી બધાને મળશે…પણ અહી ૨૫ મેં ના રોજ પરમ પૂજ્યં મહંત સ્વામીનીહાજરીમાં સાંજે ૬-૮ સભા માં એનું વિમોચન થશે……
 • ૨૩/૫ ના રોજ યોગી જયંતી ની વિશિષ્ટ સભા…વિશિષ્ટ સમયે – સવારે ..હા..સવારે ૬ થી ૮ દરમિયાન- પરમ પૂજ્ય મહાનત સ્વામી મહારાજ ની નિશ્રામાં યોજાશે,…સર્વે એ લાભ લેવો…..

ત્યારબાદ- પુ.આત્મસ્વરૂપ સ્વામી જેવા વિધવાન…અનુભવી સંત દ્વારા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો પર આધારિત વક્તવ્ય રજુ થયું….જેને શબ્દો માં આલેખવું…એના કરતા રૂબરૂ સાંભળવું -એ વધારે અસરકારક છે…….છતાં હું ટૂંક માં પ્રયત્ન કરું છું…………

 • યોગીબાપા એમના વર્તન થી સાવ ભલાભોળા લાગતા પણ વાસ્તવ માં એમનું સામર્થ્ય ભગવાન જેવું હતું……એ તો આપણા ધનભાગ કે એમણે કૃપા કરી આપણ ને શિષ્ય તરીકે સ્વીકાર્યા…..
 • આફ્રિકા ના સી.ટી.પટેલ ને ત્યાં લીમડા ની ડાળ ને મીઠી કરી…..લંડન માં ચર્ચ ને મંદિર બનાવ્યું……સર્વપ્રથમ ભણેલા ગણેલા આધુનિક યુવાનો ને સાધુ બનાવ્યા……રવિસભા…બાલસભા ની શરૂઆત કરી……..અંધારિયા ના કુબેર ને જીવતો કર્યો……..કે રંક ને રાજા કર્યા…એવા તો અનેક -સાવ સત્ય….પ્રત્યક્ષ ઐશ્વર્ય એમણે બતાવ્યા હોય છતાં…એ સાવ સદા ભોળા લાગતા…રહેતા…અને બસ- પોતાની મજા મસ્તી માં સદાયે ડોલતા રહેતા………
 • એમની સૌથી મોટી ભેટ તો મહંત સ્વામી મહારાજ છે કે- જેમને મહંત પદે સ્થાપી….અનેક અતિ વિધવાન…..સાધુતા માં સર્વોપરી એવા સદ્ગુરુ સંતો ની ભેટ આપણી સંસ્થા…સત્સંગ સમાજ ને આપી…….
 • એમણે એવા સર્વોપરી સંકલ્પ કર્યા છે કે- પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- આપણે તો કોઈ નવો સંકલ્પ કરવા નો જ નથી…..જોગીબપા કરી ગયા છે તે પુરા કરશું તો એ ઘણું છે…….
 • યોગીબાપા કહેતા કે- મહંત સ્વામી મહારાજ જેના પર સિક્કો મારે એને અક્ષરધામ માં પ્રવેશ મળે…..એમ એમનો મહિમા કહેતા…..અને આજે ગુરુપદે આવ્યા પછી મહંત સ્વામી મહારાજે ૧૦૦ થી વધુ હરિભક્તો ના સંકલ્પ મુજબ અક્ષર સુખ આપી -અક્ષરધામ નું સુખ આપ્યું છે………..એના પ્રત્યક્ષ પુરાવા છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!!

સભાને અંતે વિડીયો ના માધ્યમ થી -નવી એનીમેશન ડીવીડી અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આશીર્વચન નો લાભ મળ્યો…પણ જ્યાં સત્પુરુષ સાક્ષાત -ઝરુખે દર્શન આપતા હોય ત્યાં સભા…સભાગૃહ માં બંધાઈ રહે…..??? સર્વે હરિભક્તો- ઝરૂખા આગળ દર્શન કરવા ગોઠવાઈ ગયા અને મેઘરાજા પણ દર્શન કરવા પધાર્યા હોય તેમ અમી છાંટણા કરી વરસી પડ્યા…!!!

તો- આજની સભા….યોગીજી મહારાજ ના મહિમા…એમના શિષ્યો ના મહિમા ને સમજવા ની….હૃદયસ્થ કરવા ની હતી………….અને એ કર્યા સિવાય છૂટકો જ નથી…..

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS મુંબઈ રવિસભા- ૦૪/૦૫/૨૦૧૪

“…જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે….”

————અનાદી અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૨/૧૮૪—-

બ્રહ્મ વચન કદાપી મિથ્યા હોય નહિ અને ઉપરોક્ત વચન- આપણી જીન્દગી માં પણ એટલું જ સત્ય છે……ઘણા ને લાગે છે કે આટ આટલો સત્સંગ કર્યો…સેવા કરી…છતાં દુખ આવે જ છે…લાગે જ છે ….કેમ? તો જવાબ વાંચી લો……ઉપર જ છે…! બસ અંતર્દ્રષ્ટિ કરવાની જરૂર છે……જગત ને સમજતા પહેલા પોતાની જાત ને સમજવા ની જરૂર છે…..અને પોતાના સંતાનો ને સંસ્કાર-ચારિત્ર્ય- ઉચ્ચ વિચારો અને સત્સંગ આપતા પહેલા પોતે સત્સંગી થવાની જરૂર છે…….એક રોકડો સવાલ…..” આપણે કેટલા સત્સંગી થયા છીએ??????”……( અથવા- જીવન માં દુખ અનુભવાય છે? )

તો છેલ્લા થોડાક દિવસ થી મારો મુકામ મુંબઈ માં છે…..અને આજે રાત્રિ ની ટ્રેન પકડી પૃથ્વી ના છેડા સુધી પહોંચવા નું છે…..આથી સમય-હરી દયા એ મળી ગયો અને આપણે પહોંચી ગયા- સત્સંગ નો અક્ષર રસ ચાખવા- મુંબઈ ની રવિસભા માં….! આમ તો હું- દાદર મંદિરે ઘણીબધી રવિસભા ઓ નો લાભ લઇ ચુક્યો છું..પણ આજની સભા- ઘણા સમય ના અંતરાલ બાદ હતી. તો ચાલો માણીએ- આ સભા ને……

સર્વ પ્રથમ- મારા વ્હાલા ના મનભરી ને દર્શન…..

10268675_251766575011522_7382816272011746864_n

10308098_251757758345737_935539912171520650_n

સભામાં ગોઠવાયો ત્યારે યુવક મંડળ દ્વારા સુમધુર સ્વર માં- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય ચાલુ હતી……હૃદય પ્રફુલ્લિત થઇ ગયું…દિવસો નો “કચરો” જે જીવ પર ચોંટ્યો હતો- એ શ્રીજી ના દર્શન સુખ અને આ ધૂન થી ખરી ગયો……ત્યારબાદ- એ જ યુવક મંડળ દ્વારા- એક કીર્તન રજુ થયું…..એના શબ્દો અને સાર જુઓ….” જેના ઘર માં ભક્તિ અને જ્ઞાન, એના ઘરે આવે ઘનશ્યામ….” તો નક્કી કરીલો કે- ભગવાન ને આપણા ઘરમાં- પરિવારમાં-આપણા અંતર માં  વસાવવા છે કે નહિ?????

ત્યારબાદ અમુક વીડીઓ રજુ થયા….ઘર-પરિવાર-સંસ્કાર લક્ષી આ વિડીયો અદ્ભુત હતા…..જેમાં પુ.ડોક્ટર સ્વામી એ પણ બાળકો ને કેવી રીતે સંસ્કાર આપવા….આવનારી પેઢી માટે શું કરવું? એ જણાવ્યું…….સાથે સાથે પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની અમુક સ્મૃતિઓ બાળકો સાથે ની- રજુ થઇ……પુ.ડોક્ટર સ્વામી એ કહ્યું કે- જો માં-બાપ માં સોળ આની સુધારો હોય ત્યારે બાળક માં એક આની આવે…….! તો સમજી લો……સાથે સાથે એક વિડીયો માં અદ્ભુત સંવાદ જોવા મળ્યો કે- “સહન કરે એજ સુખ પામે..” અધ્યાત્મ ની ઊંચાઈ જ આ છે…..

ત્યારબાદ- સુરત-અડાજણ મંદિર ના યુવક છાત્રાલય ના સંત પુ.અખિલેશ્વર સ્વામી એ “પારિવારિક સંબંધો અને સત્સંગ” પર અદ્ભુત પ્રવચન કર્યું…જોઈએ અમુક સાર….

 • બાળકો ને – સંસ્કાર આપવા એ બહુ કઠીન વાત છે- અને જો બાળકો ને સંસ્કારી બનાવવા હોય તો પહેલા માં-બાપે પોતે સંસ્કારી થવું પડશે….
 • દુનિયા ની બધી સમસ્યા ઓ નો ઉકેલ હોય કે પારિવારિક પ્રશ્ન નો- એ સત્સંગ પાસે છે……સત્સંગ પ્રશ્ન ને સરળ બનાવે છે…..
 • સત્પુરુષ નો સંગ- ભગવાન માં અડગ શ્રદ્ધા અને કલ્યાણ નો ખપ- આપણા સત્સંગ ને મજબુત કરે છે….અને સંબંધો ના સમીકરણ ને પણ…..
 • સત્સંગ થી જ સ્વભાવ છૂટે છે……દોષ તૂટે છે…..અને સામે વાળા ને શાંતિ થી સમજવા ની…એના દુખ સમજવાની….અંતર્દ્રષ્ટિ કેળવવા ની શક્તિ મળે છે…….
 • આપણે USA ( Under Satsang Atmosphere) માં સદાયે રહેવું……. 🙂

તો- સમજી ગયા ને???? શરૂઆત પોતાના થી કરો..પછી પરિવાર ને..અને પછી દુનિયા ને…..સુધારો…! એ પછી એક વીડીઓ રજુ થયો કે” ઘર ને મંગળ બનાવીએ..” સત્સંગ…સંસ્કાર….સંસ્કૃતિ અને પરસ્પર પ્રેમ- એજ કુટુંબ…!

ત્યારબાદ પુ. કોઠારી સ્વામી એ પણ પ્રસંગોચિત પ્રવચન માં એ જ વાત કરી…..કે- સત્સંગ મહાદુઃખ માં થી પણ ઉગારે છે…જન્મારો સફળ બનાવે છે…..ભલે ને પછી એ જોબન વડતાલો હોય કે વાલેરો વરુ……..સત્પુરુષ-અને સત્સંગ થકી જ એમનુ કલ્યાણ થયું……

અને સભા ને અંતે અમુક જાહેરાતો થઇ…..ખાસ જાહેરાત….

 • મુંબઈ માં- કીર્તન આરાધના થવાની છે- વિસ્તાર વાર…….૫ થી ૨૫ તારીખ સુધી- છેક દહીસર થી ચાલુ કરી ને અંધેરી સુધી…ખાસ તો ૨૫/૫ ના રોજ- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ની તિથી છે…..એ રોજ દાદર મંદિરે- ખાસ કીર્તન નો પ્રોગ્રામ છે…..લાભ લેવો…
 • સારંગપુર-બાપા ના દર્શને જતા ભક્તો માટે ખાસ- ૧૨/૫ થી ૧૫/૫ અને ૧૯/૫ થી ૨૩/૫ – સંત શીબીર હોવાથી- કોઈ ભક્તે સારંગપુર શક્ય હોય તો ન જવું અને જાઓ તો- ઉતારા ની વ્યવસ્થા કઠીન છે……થઇ શકશે નહિ- વધુ માહિતી માટે મંદિર કમીટી નો સંપર્ક કરવો…..

તો આજની સભા- પોતાના થી શરુ થઇ આવનારી પેઢી ના કલ્યાણ ની- સંસ્કાર ને બચાવવા ની-પોતાના ઘડપણ ને બચાવવા ની હતી…..

રાજી રહેજો……જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધ કથાઓ- ૧૨

સાધુ જ્ઞાનજીવન દાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા- જાણે કે મસ્ત બ્રહ્મ નું પ્રગટ સ્વરૂપ હતા……સદાયે ડોલતો ચહેરો…..અસ્ખલિત સ્મિત અને “બોલો ગુરુ………!” ની અહાલેક સાથે કથા વાર્તા નો અતુલ્ય ઇશક…….! જાણે કે સત્સંગ નો દરિયો….! જેણે જેણે યોગીબાપા ના દર્શન કર્યા છે એ જાણતા જ હશે કે- સત્સંગ ની ગહનતા નું સીધું સાદું સ્વરૂપ એટલે કે યોગીબાપા…..!

યોગીજી મહારાજ ની એક દુર્લભ તસ્વીર

યોગીજી મહારાજ ની એક દુર્લભ તસ્વીર

એમની રસાળ શૈલી માં અધ્યાત્મ ની ગહેરાઈ ને માપીએ……..એમની બોધકથાઓ દ્વારા……..

————————————————————————-

કાન પર સરોદો ( અર્થાત સરોદ….તંબુરા જેવું એક દેશી વાદ્ય)

એક ગામ હતું, સુખી-સાધન સંપન્ન અને સેવાભાવી……! એક દિવસ એક સાધુરામ ભિક્ષા માંગવા ગામ માં પધાર્યા……..સાથે સરોદો વગાડે અને રૂડા ભજનીયા ગાય એટલે ગામ લોકો એમને છૂટ થી ભિક્ષા આપે……આ રોજ ની ઘટના. પણ એક દિવસે એ ભિક્ષા માંગવા નીકળ્યા અને સરોદા ના તાલે ભજનીયા ગાવા ની શરૂઆત કરી તો તરત જ એક કુતરું એમની પાછળ પડી ગયું……..જેવા એ સરોદો વગાડવા નું ચાલુ કરે કે તરત જ  એ કુતરું ભસવા નું ચાલુ કરી દે………..સરોદો બંધ એટલે કુતરું પણ બંધ…..! થોડોક સમય તો સાધુ એ કુતરા ને ગણકાર્યું નહિ……પણ આ તો રોજ નું થઇ ગયું……..જેવો સરોદો વગાડે કે તરત જ કુતરું ભસવા નું ચાલુ કરી દે…..અને સરોદા ની મજા બગાડી નાખે……આથી ભજન -ભિક્ષા બધું બંધ થવા લાગ્યું……અને સાધુરામ તો બગડ્યા…..! વિચાર્યું કે આ કુતરા નું કંઇક તો કરવું જ પડશે……આથી એક યોજના વિચારી……

બીજા દિવસે ગામ માં ગયા તો પેલું કુતરું લાગ જોઈને બેઠું જ હતું, અને જેવું પેલા સાધુ એ સરોદો વગાડવા નું શરુ કર્યું કે કુતરા એ પોતાની ટેવ પ્રમાણે ભસવા નું શરુ કર્યું……..અચાનક જ સાધુરામ પેલા સરોદા ને લઈને- કુતરા પાછળ પડ્યા…..કુતરું જાય ભાગતું અને પાછળ પાછળ પેલા સાધુરામ……કલાક બે કલાક- પેલા કુતરા ને ભગાડ્યું અને છેવટે કુતરું થાકી હારી ને એક સાંકડી ગલી માં ઘુસી ગયું……ઘુસી તો ગયું પણ ફસાઈ ગયું…..ન આગળ જવાય કે ન પાછળ જવાય…! આ લાગ જોઈને- સાધુરામ આસ્તે થી કુતરા ની પાસે પહોંચી ગયા…કાઢ્યો પોતાનો સરોદો અને પેલા કુતરા  ના કાન ની પાસે જ જોર જોર થી ભજન ની સાથે વગાડવા લાગ્યા…….! કુતરાભાઈ તો ફસાયા હતા આથી શું કરે? સાધુરામે બરાબર રીસ કાઢી ને કલાક-બે કલાક- પેલા કુતરા ના કાન પાસે જ સરોદો વગાડ્યા કર્યું…છેવટે- એને છોડ્યું…..!

બીજા દિવસે- સાધુરામ ગામ માં આવ્યા ત્યારે પેલું કુતરું બેઠું હતું પણ જેમ હારેલો  હતાશ થઇ જાય એમ સાધુ ના સરોદ વગાડવા છતાં કુતરાભાઈ ભસ્યા નહિ…અને સાધુરામ ની યોજના અને ભિક્ષા કારગર નીવડી….!

———————————————

સાર-

 • જીવન આવું જ છે-કે તમે કંઇક સારા કાર્ય ની શરૂઆત કરો કે તરત જ વિઘ્નસંતોષી જીવ હાજર થઇ જાય છે…….હવે તમારા હાથ માં છે કે તેને ગણકારવો કે સીધો કરવો……..
 • શક્ય હોય તો પહેલા એને ગણકારો અને જો પછી પણ ન માને તો- તેના “કાન પાસે સરોદો વગાડો”……! 🙂 આમ “carrot and stick” rule આવડવો જોઈએ…..
 • પોતાનો હેતુ- કાર્ય શુદ્ધ- સર્વ હિતાવહ હોય તો- અગણિત વિઘ્નો આવે પણ છોડવા નહિ…….મંડ્યા રહેવું……….
 • પોતાનું કાર્ય એવું તો કરો ( સરોદો એવો તે વગાડો કે…) કે કાર્ય જોઈને જ વિઘ્ન કારી ઓ હતાશ થઇ જાય………..જુઓ ઉદાહરણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું…….સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના પ્રવર્તન માટે- હજારો વિરોધીઓ-વિઘ્નો આવ્યા છતાં – તેમણે પોતાનું કાર્ય ન છોડ્યું……અને ઉલટા નું અક્ષર પુરુષોત્તમ ના ગગન ચુમ્બી મંદિરો બાંધી…એવો તે સરોદો – વિરોધીઓ ના કાન પાસે વગાડ્યો કે- બિચારા વિરોધ કરવા નું જ ભૂલી ગયા……!


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૧૧

સહજ પણે- ગહન મા ગહન વાત – સામે વાળા ના મગજ મા ઉતારી દેવી- એ અદભૂત આવડત છે……..અને એ કોઈ મોટા પુરુષ પાસે જ હોય…….યોગીજી મહારાજ…એક આવી જ વિરલ -વિભૂતિ હતા….કે જેમણે- સત્સંગ ..અધ્યાત્મ…જીવન ને સહજ બનાવ્યું અને પોતાના પ્રેમાળ…રસાળ…..રસપ્રદ રીતભાત દ્વારા- હજારો-લાખો મુમુક્ષો ને બ્રહ્મ નું જ્ઞાન આપ્યું…….એમની બોધકથાઓ- પણ આટલી જ પ્રખ્યાત હતી…….આ જ માર્ગ મા આગળ વધી……બ્રહ્મ ના રહસ્ય ને પામીએ….! બસ- વાંચતા…સમજતા રહો………

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ......

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ……

કથો છડ….( અર્થાત ધાબળો છોડ….)

————————————————————–

એક વાર – એક ભરવાડ ઘેટા બકરા ચરાવતો હતો…….નદી કિનારે વાતાવરણ અદભૂત હતું અને -ભરવાડ અને એના ઘેટા બકરા ખોરાક સાથે -વાતાવરણ ની પણ મજા લઇ રહ્યા હતા…….અચાનક જ ભરવાડ ની નજર- નદી ના ઘસમસતા પ્રવાહ પર ગઈ…….જોયું તો કોઈ કાળા ધાબળા જેવી ચીજ પ્રવાહ મા તણાતી હતી……જે વાસ્તવ મા એક રીંછ હતું…..જે તણાઈ રહ્યું હતું, પણ ભરવાડ ને એ ધાબળા જેવું જણાયું….! ભરવાડ ને લોભ જાગ્યો અને ધાબળો સારો છે એમ સમજી- પ્રવાહ મા કુદી પડ્યો……..ગમે તેમ કરી તરતો તરતો- એ “ધાબળા” પાસે પહોંચ્યો…….અને જેવો “ધાબળા ” ને પકડવા ગયો કે તરત- એ રીંછે- એ ભરવાડ ને પકડી લીધો………ભરવાડ રીંછ થી પોતાને છોડાવવા હવાતિયા મરવા લાગ્યો- પણ કેમેય છૂટે જ નહી…….કિનારે ઉભેલા ભરવાડ આ જોઈ રહ્યા હતા……તેમને લાગ્યું કે- ભરવાડ- ધાબળા મા ફસાઈ ગયો છે…..આથી જોર થી બુમો પાડવા લાગ્યા……કથો છડ…કથો છડ…….કથો છડ…….!.( અર્થાત ધાબળો છોડ….)

પાની મા પડેલો ભરવાડ બોલ્યો……..હું તો કથો છોડવા મથું છું ……..પણ કથો મને છોડતો જ નથી ને………શું કરું?…..”……એમ કરતો કરતો- રીંછ સાથે જ ભરવાડ નદી મા તણાઈ ગયો…….

————————————————-

સાર-

 • આપણી જિંદગી ની મોટાભાગ ની મુશ્કેલીઓ- સમસ્યા ઓ – પોતે-જાતે જ ઉભી કરેલી હોય છે………
 • તમે લોભ-લાલચ-મમત-જીદ છોડો- એટલે એ આપોઆપ છૂટી જાય……..પણ- એ – ચીજ ને પકડતાં પહેલા થાવું જોઈએ…….નહીતર- જો એકવાર જીદ અને અહં- સાથે થઇ ગયા- તો તમને પાડ્યા સિવાય છૂટે નહી…….
 • અન્ય અર્થ મા  કહી એ તો- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ- “સ્વભાવ” ( અર્થાત- લોભ-લાલચ-મોહ-મત્સર-અહં-મમત્વ…..વગેરે જેવા દોષ) છૂટે તો- જ આ જીવ- સત્સંગ મા આગળ વધે……..હરિ સાથે જોડાય….અને કલ્યાણ થાય………આથી જ “સ્વભાવ” ના આ ક્થ ને છોડવા નો છે………એના થી પોતાની જાત ને છોડાવવા ની છે………
 • બીજા અર્થ મા લઇ એ તો- શાસ્ત્રો મા કહ્યું છે એમ- તમે જો એકવાર ભગવાન કે સત્પુરુષ ને પકડો- તો એ તમને છોડતા નથી……તમારું કલ્યાણ કેમ થાય? એમ વિચાર સાથે જ તમારી ગતિ-મતિ અને ગંતવ્ય નક્કી કરે છે………તો- જો સત્સંગ કરતાં  દુઃખ આવે તો એમ વિચારવું કે – ભગવાન રાજી છે અને શૂળી નો ઘા- સોય ના ઘા થી જ મટાડવા આ દુઃખ આપે છે…….એમ કરી વેઠી લેવું……..

તો- બસ- સમજતા રહો…..જીવન મા ઉતારતા રહો……..પોથી મા ના રીંગણ- થી પેટ નથી ભરાતું………પણ રીંગણ ને વાસ્તવ મા- સુધારી-વઘારી ને ખાવા થી જ પેટ ભરાય છે……..આથી- શબ્દ-બોધકથા મા નો બોધ- જીવ ને “લાગવો” જોઈએ…..

રાજી રહેશો

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ- ૧૦

…એ અલમસ્ત જોગી……..એ જ ગુણાતીત…અને એ જ બ્રહ્મસ્વરૂપ પ્રતિમા…..! બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ને હમેંશા ભજન નો પક્ષ…..ગોંડલ મંદિર ના કોઠારી તરીકે – એમણે કાર્યભાર- ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા એ  સંભાળ્યો પણ રતીભાર પણ ભજન કે હરિ નો પક્ષ મોળો ન થયો…..આને કહેવાય અખંડ વૃતિ…! દુનિયાભર ના વહીવટી- ભૌતિક કે સંસારિક કાર્યો વચ્ચે પણ એક હરિ માં જ જીવ ને જોડી રાખવો…એક ભગવાન ને જ પ્રાધાન્ય આપવું…એ જ ગુણાતીત પણું…!

બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ....

બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ….

અને યોગીબાપા ની એ જ વિશેષતા કે- નાની રસપ્રદ..રમુજી વાર્તા ઓ માં – ગહન તત્વજ્ઞાન ના પાઠ  ભક્તો ને- સંતો ને ભણાવતા……તો આ જ પથ માં- આગળ વધીએ….એક નવી વાર્તા સાથે….

————————————————————————————

“હીરો ઘોઘે જઈ આવ્યા”

ભાવનગર- એટલે ભાવ નગરી…..મોટું નગર અને રાજા-રજવાડા ઓ નું રાજ..! એમાં એક હીરો ભગત કરી ને ભલો-ભોળો સામાન્ય મનુષ્ય રહેતો હતો…..જીવન નિર્વાહ માટે- એક વણિક શેઠ ને ત્યાં નોકરી કરતો હતો. શેઠ કહે એટલું જ કરવાનું……પોતાની આગવી બુદ્ધિ નો સહેજ પણ ઉપયોગ નહિ કરવાનો……!  એક વાર – સાંજ ના સમયે -દુકાન બંધ કરતા શેઠે – હીરા ને કહ્યું કે – હીરા કાલે સવારે- ઘોઘા બંદરે જવાનું છે……તો હીરો ભગત કહે ..” સારું…” પણ એ પૂછવાનું ભૂલી ગયો કે કેમ? શા માટે જવાનું છે? …અને સવાર પડી કે- શેઠ ને પૂછ્યા વગર…મળ્યા વગર- હીરો તો ઘોઘે બંદર પહોંચી ગયો……! પણ પહોંચ્યા પછી ખબર પડી કે- અહિયાં કરવા નું શું? એ તો પૂછ્યું જ નથી? …….હવે કરવું શું? ….હીરા ભગત તો ગભરાઈ ગયા…….શેઠ ને શું જવાબ આપશું? તો છેવટે- કશું ન સુઝતા – એક ઝાડ નું પાંદડું તોડી ને સાથે લીધું અને ભાવનગર પાછા ફર્યા…….!

શેઠ- તો અહિયાં ચિંતા માં કે- હીરા ભગત ક્યાં ગયા? માણસો દોડાવ્યા..તપાસ કરાવડાવી…પણ કઈ અત્તોપત્તો ન મળ્યો…અને છેવટે- હીરો સ્વયમ શેઠ ને મળ્યો…..ને શેઠે પૂછ્યું તો આ બધુ જાણવા મળ્યું……..ઝાડ નું પાંદડું- શેઠ ના હાથમાં આપતાં- હીરા ભગત બોલ્યા…શેઠ હું- કઈ ખાલી હાથે નથી આવ્યો……આ પાંદડું લાવ્યો છું…!

શેઠ- માથું ફૂટતા બોલ્યા……” લ્યો કરો વાત…..હીરો ઘોઘે જઈ આવ્યા……!”

———————————————————————————-

સાર-

 • ખુબ ઊંડું વિચારો તો ખબર પડે કે- આપણે બધા…લગભગ- ૯૯% લોકો- હીરા ભગત જેવા જ છીએ……મનુષ્ય જન્મ તો લીધો..મળી ગયો…..પણ જીવન નું ધ્યેય શું? કોને ખબર? રમવું-ભણવું-લગ્ન કરવા-સંસાર માંડવો- ભોગવવો- અને મરી જવું…એટલું જ?  બસ- ધ્યેય ની ખબર નથી અને ઘોઘે દોડ્યા છીએ…..
 • જીવન માં ધ્યેય સ્પષ્ટ જોઈએ…….અધ્યાત્મ ની ભાષા માં- બ્રહ્મ ની ભાષા માં કહું તો-” एकमेव ध्येयो नारायणोहरि: ” – એક ભગવાન જ જીવન નો ધ્યેય હોવો જોઈએ…કારણ કે અખંડ- શાશ્વત સુખ અને શાંતિ- બાહ્ય જગમાં નહિ પણ ભગવાન માં જ છે…આ સત્ય આજે સમજો તો એ…કાલે સમજો તો એ…કે અનંત જન્મે સમજો તો એ………સમજ્યે જ છૂટકો છે…….એ સીવાય  છૂટકો જ નથી…..
 • “પૂછતાં નર સદા સુખી” ..એમ જો આપણ ને આપણું ગંતવ્ય કે કાર્ય ખબર ન હોય તો- કોઈ જાણકાર ને પૂછવું…….ભલે ને- આ કોઈ રસ્તા ની વાત હોય કે- અધ્યાત્મ માં કલ્યાણ ની વાત……..માર્ગદર્શક વગર માર્ગ જ નથી……ધ્યેય જ નથી…..
 • જીવન માં- ધ્યેય સપષ્ટ જોઈએ…સાથે સાથે કર્મ ના માર્ગ…તાત્પર્ય..અર્થ ….પણ સ્પષ્ટ જોઈએ….કાર્ય કરો- પણ પોતાની આગવી બુદ્ધિ નો ઉપયોગ કરી ને…..મૂઢ મતિ થઇ ને “boss is always right” પકડી નહિ રાખવા નું…….ઘેટા ની જેમ સો વર્ષ જીવવા કરતા….સિંહ ની જેમ ૧૦ વર્ષ જીવવા સારા….!

બસ- વાંચતા રહેજો……સમજતા રહેજો………કારણ કે “સખી સમજણ માં ઘણું સુખ છે જી……”

રાજ


1 Comment

BAPS રવિસભા-તા ૦૪/૦૮/૧૩

..પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો જે…” હે મહારાજ..! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું સાધન કયું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…”જયારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંત ની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી તેને એક ગામ નું રાજ્ય આવે અથવા પાંચ ગામ નું રાજ્ય આવે અથવા પચાસ ગામ નું રાજ્ય આવે અથવા સો ગામ નું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વી નું રાજ્ય આવે તોપણ સંત ની આગળ જેવો કંગાળ હતો ને દિન આધીન રહેતો  તેવો ને તેવો જ પ્રીતિ યુક્ત થકો દિન આધીન રહે ;તેમજ  ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક નું રાજ્ય પામે તો પણ સંત ની આગળ  tતેવો ને તેવો જ દિન આધીન રહે . અને ત્યાગી હોય ને જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંત ની ટેલ-ચાકરી કરતો હોય , તેવ ને તેવી જ પોતામાં ભગવાન જેવા  એશ્વર્ય આવે તોપણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ ને બરોબરિયા પણું કરે નહિ……એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે…….”

————————- વચનામૃતમ -ગઢડા મધ્ય ૨૫ ———————

એક ગહન પ્રશ્ન……….સત્સંગ માં મોટેરો કોને કહેવાય?  જવાબ સ્વયમ શ્રીજી એ આપ્યો છે…ગઢડા પ્રથમ ના ૨૮, ૫૮ ,૭૬ માં શ્રીજી એ કહ્યું છે કે – જે સત્સંગ માં દાસાનુદાસ , અતિ નિર્માની પણે વર્તે છે….એ જ મોટેરો છે…….તો આજની રવિસભા આ બ્રહ્મ સાર પર જ હતી……આ દિવ્ય સત્સંગ છે…અક્ષર સત્સંગ છે- જ્યાં માન -મોટયપ -કપટ કે વિષય વાસના ને સ્થાન જ નથી……તો- બસ આ જ સાર ને જીવન માં પકડી રાખવો…..તો જ સત્સંગ માં ટકી રહેવાય…

તો આજે …હરિકૃપા થી આકાશ ચોખ્ખું હતું અને સુરજ ના ઝળહળતા દર્શન થયા…..અને મંદિરે પહોંચ્યા બાદ હિંડોળા માં ઝુલતા મારા વ્હાલા ના દર્શન……વિસ્ફારિત….નેત્રે કરવામાં આવ્યા……

હિંડોળે ઝૂલે મારો નાથ.....

હિંડોળે ઝૂલે મારો નાથ…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય-કીર્તન સંતો ને મુખે થઇ રહ્યા હતા…..”તમે મારા થયા..હું તમારો થયો…….આવો આવો સહજાનંદ સ્વામી…” શરણાગતિ નો અદ્ભુત ભાવ દર્શાવતું કીર્તન મેં પ્રથમ વાર જ સાંભળ્યું અને ગમ્યું……

ત્યારબાદ- જેમ બધા ને જ્ઞાત છે તેમ- રવિસભા એ જ્ઞાન સભા છે…તો પછી તન ની જાળવણી નું જ્ઞાન પણ કેમ ન હોય?  પ્રખ્યાત વૈદ્ય -મહેન્દ્ર વ્યાસ કે- જે શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ -અમદાવાદ- ના આયુર્વેદિક ડીપાર્ટમેન્ટ “નિરામય” સાથે સંકળાયેલા છે- તેમણે – ગ્રીષ્મ( જેઠ,અષાઢ) અને વર્ષા( શ્રાવણ, ભાદરવો)  ઋતુઓ માં- શું ખાવું-પીવું…..શું ધ્યાન રાખવું એના પર સ્લાઈડ્સ દ્વારા પ્રસ્તુતિ કરી……ઘણા બધા સંશયો દુર થઇ ગયા…દાખલા તરીકે….તમે જાણો છો કે- પાકું પપૈયું – ખાવા માં ઠંડુ હોય? દીવેલ…ગરમ હોય? ……ત્યારબાદ- આજકાલ આધુનિક પેઢી ને નડતા સર્વ સામાન્ય પણ જીવલેણ રોગો…બીપી, ડાયાબીટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ પર એમણે છણાવટ કરી…….એન્ટી ડાયાબીટીક ગોળીઓ લઈને- મીઠાઈ ઓ ઝાપટતા હરિભક્તો..ચેતો…ચેતો…!

ત્યારબાદ સંતો ના મુકે અન્ય એક કીર્તન સાંભળવા મળ્યું……” આવ્યો શ્રાવણ માસ અનુપ …હિંડોળો માંન્ચ્યો રે…..”..પ્રેમસખી દ્વારા રચિત આ કીર્તન- શ્રાવણ માસ કે જે બુધવાર થી શરુ થઇ રહ્યો છે – એના સ્વાગત માટે જ સર્જાયું-ગવાયું હોય એમ લાગ્યું…….બાકી હરિ ને હિંડોળે ઝુલતા જોવા- એ એક મહા ઉત્સવ થી વિશેષ કઈ નથી…..!

ત્યારબાદ સત્સંગ મધ્યસ્થ કાર્યાલય માં યુવા પ્રવૃત્તિ ની જવાબદારી સંભાળતા પુ.વિવેક મુની સ્વામી એ – ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- વચનામૃત ના ગઢડા મધ્ય -૨૫ ………પર આધારિત પ્રવચન દ્વારા સમજાવ્યું કે…..

 • સત્સંગ માં મોટેરો એટલે કે- દાસાનુદાસ વર્તે- અને જે અત્યંત નિર્માની હોય…..
 • સત્સંગ માં આપણો પ્રવેશ- શ્રીજી અને સત્પુરુષ ના રાજીપા અને પ્રસન્નતા માટે જ થયો છે……આથી એમની આજ્ઞા ને વશ રહેવું….વર્તવું…
 • મુક્તાનંદ સ્વામી કહે છે એમ- આ જીવ ને “હું” ભાવ ટળે એટલે હરિ નિકટ જ છે……
 • પાકા સત્સંગી નું લક્ષણ- એટલે કે દાસાનુદાસ પણું……દાસ પણું -એ સત્સંગ નું માધ્યમ છે…જે હોય તો જ આગળ વધાય……
 • દાસ ભાવ હોય તો નમ્રતા આવે- અને સત્સંગ માં મોટેરા- એમની નમ્રતા થી ઓળખાય……આપની ગુણાતીત પરંપરા ને જોઇલો……યોગીજી મહારાજ કે આજે પ્રમુખ સ્વામી મહારાજ…….અતિ વિનમ્ર હમેંશા રહ્યા છે…..દાસ ભાવે- સર્વ હરિજનો ની સેવા પણ સ્વયમ કરેલી છે…..સાષ્ટાંગ દંડવત કરેલ છે….

ત્યારબાદ- સભા એના અંત તરફ આગળ વધી અને અમુક જાહેરાતો થઇ…..

 • બેપ્સ હર્બલ્સ દ્વારા નીમ અને ફ્લેક્ષ -ઓઈલ ની કેપ્સૂલ્સ લોન્ચ થઇ છે…..
 • આવતા બુધવાર થી- શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે…..અમદાવાદ શાહીબાગ મંદિરે રોજ સવારે- ૮-૯.૧૫ -કથાવાર્તા નો લાભ રોજ મળશે……
 • બાળ પારાયણ -પણ ધર્મ સદન ના પ્રથમ માળે શરુ થવાની છે…..તો બાલિકા પારાયણ- ૧૧-ઓગસ્ટ ના રોજ- બપોરે ૧૨ વાગ્યે શરુ થશે……સ્થળ- નીચેનો પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ -સભા ગૃહ…..

તો- આજ ની આ બ્રહ્મ સભા- જ્ઞાન સભા…..તન-મન-જીવ ના કલ્યાણ ની સભા હતી…….શ્રીજી મહારાજ ના વચનો ને જો શિર મોર માનતા હોય તો- સત્સંગ માં દાસાનુદાસ રહેવું…….અત્યંત નિર્માની પણે…નમ્ર ભાવે વર્તવું…….યાદ રાખો- આપણે તો એક શ્રીજી ને રાજી કરવા છે……સત્પુરુષ ને રાજી કરવા છે…..

જય સ્વામિનારાયણ………સર્વ સત્સંગીઓ ને- સાષ્ટાંગ દંડવત સાથે……………

રાજ


1 Comment

BAPS રવિસભા-તા-૨૧/૦૭/૨૦૧૩

“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवोमहेश्वर 

गुरुसाक्षात् पर:ब्रह्म तत्समैश्रीगुरुवे नम: “

“गुणातीतं गुरुम प्राप्य ब्रह्म रूपं निजत्मन :

विभाव्य दास भावें स्वमिनारायानम भजे “

તો આજે બે રવિવાર ના અંતરાલ બાદ- રવિસભા માં જવાનો અદ્ભુત મોકો મળ્યો…..સંસાર અને એની ઝંઝાળ- હરિનામ માં રુકાવટ બનતી જાય છે- પણ આપણે રહ્યા ગૃહસ્થ આથી સંસાર માં રહી ને જ હરિ ને ભજવા ના છે અને તેથી જ આવા પડકાર નીતનવા આવ્યા જ કરવાના…..! પણ આજે ઘરે મહેમાન હોવા છતાં- બધું સમુસુતરું પાર ઉતર્યું અને હું મંદિરે પહોંચી ગયો……મારા સદનસીબે- આજે રવિસભા- આવતીકાલ ની ગુરુ પૂર્ણિમા ની પ્રતિક રવિસભા સ્વરૂપે હતી….આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે- અર્થાત- આપણા જીવ ના ઉધ્ધારક…આપણ ને કલ્યાણ નો..મોક્ષ નો માર્ગ બતાવી આપણ ને તારનાર…હરિ ની પ્રાપ્તિ કરાવનાર …. ગુરુ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરવા નો  મહાઉત્સવ…..! તો આ પ્રસંગે- આપણા ગુરુહરિ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન……બસ સ્વામીબાપા આમ જ રાજી રહેજો…..અને અમે તમને રાજી કરી શકી એ એવા આશીર્વાદ આપજો…….

તો સૌપ્રથમ મંદિરે, પહોંચ્યા બાદ મારા વ્હાલા ના દર્શન…..અને પ્રાર્થના- મારા ગુરુ….મારા તારણહાર ના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના……..

આજના દર્શન....

આજના દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય- અલગ અંદાજ માં જ ગવાઈ રહી હતી…..જે હૃદય ને સ્પર્શનાર હતી…..ત્યારબાદ એક યુવક દ્વારા અદ્ભુત અવાજ અને રાગ માં- મારું એક પ્રિય પદ ગાવવા માં આવ્યું…..”બડા વિકટ યમઘાટ……ગુરુબીન કૌન બતાવે ઘાટ…” …..અદ્ભુત વચન…..સત્ય વચન…ગુરુ ની જરૂરીયાત શું?  પોતાની જાતે જ શાસ્ત્રો વાંચી ને- અહંબ્રહ્માસ્મિ  ન થવાય? શક્ય જ નથી…..અધ્યાત્મ નો પથ અત્યંત વિકટ છે…….માત્ર શાસ્ત્રો જ એમાં કામ નથી લાગતાં……..એમાં સદગુરુ ના આશીર્વાદ..માર્ગદર્શન ભળે તો જ આ માર્ગ સમજાય છે…..ધ્યેય સુધી પહોંચાય છે…….! ત્યારબાદ વિવિધ સંતો દ્વારા “ગુરુ મહિમા” વિષે સુંદર છણાવટ વિવિધ પ્રસંગો દ્વારા કરવામાં આવી……જોઈએ અમુક અંશ…..

 • પુ.યોગીનંદન સ્વામી એ કહ્યું કે….આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ પ્રસંગો દ્વારા સમજાવ્યું કે- સ્વામીશ્રી માટે- એક ભગવાન જ બધાના કર્તાહર્તા છે..આથી જ એ વિકટ સ્થિતિ ઓ માં પણ સ્થિર રહી શકે છે ..ભગવદ ગીતામાં ભગવાને કહેલી- સ્થિતપ્રજ્ઞતા સ્વામી માં દેખાય છે- કારણ કે સ્વામી માને છે કે- આ બધું ભગવાન માટે જ થાય છે…..ભગવાન દ્વારા જ થાય છે…..તો પછી ફિકર કાય કી???
 • પુ.વિવેકશીલ સ્વામી એ કહ્યું કે- દરેક સ્થિતિ માં “સમત્વ” એ સ્વામીશ્રી નું ખાસ લક્ષણ છે…..ભલે ને એ કોઈ હરિભક્ત હોય કે- કોઈ માંન -અપમાન ની સ્થિતિ…..સ્વામીશ્રી સદાયે સ્થિર જ રહ્યા છે…..સહેજે ડગ્યા જ નથી- કારણ કે એમને- શ્રીજી પર સંપૂર્ણ વિશ્વાસ છે…..

ત્યારબાદ સંતો ના મુખે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું એક પદ ગવાયું….. “એનું નામ અમર થાશે….ઈતિહાસ માં ગવાશે….પ્રમુખ સ્વામી ગુરુ મારા…” ને સભાએ પણ એની સાથે તાલ મેળાવ્યો……આજે ઈતિહાસ માં સોનેરી અક્ષરે દર્જ થઇ રહ્યું છે કે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે- પોતાના ગુરુ ઓ ના સંકલ્પ ને સાકાર કરી બતાવ્યા છે…….શ્રીજી ના નામ ને દિગંત માં ગજવ્યું છે……

 • પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ – ભગવાન અને ગુરુ પાસે -શરણાગતિ ના અદભુત ભાવ વિષે- છણાવટ કરી….એમણે ૪ મુદ્દા કહ્યા…કે સ્વામીશ્રી ના જીવન માં એ સુપેરે દેખાય છે… ૧) પ્રાર્થના- મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ માં સ્વામીશ્રી એ હમેંશા ભગવાન ને પ્રાર્થના …..ને જ સાધન ગણાવ્યું છે…..અને એ જ આજ્ઞા કરી છે…. ૨) ભગવાન રક્ષા કરશે જ- એવો દ્રઢ વિશ્વાસ……એ હશે તો શ્રીજી જરૂર પડખે રહેશે… ૩) જીવન ના દરેક કાર્ય-ક્રિયા માં – એક ભગવાન ને જ પ્રધાન પણું – આ અગત્ય ની વાત છે- તમે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જુઓ…..ભગવાન સિવાય એમના જીવન માં કઈ જ દેખાશે નહિ…… બધું એની સાક્ષી એ જ થાય છે…… ૪) ભગવાન માટે અનન્ય દાસત્વ પણું – સ્વામીશ્રી એ આ નિયમ- જીવી જાણ્યો છે…..પોતાને હમેંશા “શ્રીજી ના દાસ” તરીકે જ ઓળખાવ્યા છે……….
 • પુ.ધર્મતીલક સ્વામી- સ્વામીશ્રી – ભગવદ ગીતા માં વર્ણવેલા-ઉપનીષદો માં વ્યાખ્યાયિત અને શ્રીજી દ્વારા દર્શાવેલા -પાયા ના નિયમ- “કંચન કામિની” થી મુક્ત- ત્યાગી જીવન પળેપળ જીવ્યા છે……એની ખુમારી આજે એમના જીવન પર આપણ ને દેખાય જ છે……..કોઈ લોભ લાલચ નહિ…સ્વાર્થ નહિ…..કોઈ અનુરાગ નહિ…..બસ- એક હરિ ..અને એના રાજીપા માટે જ જીવી ગયા છે…..

ત્યારબાદ એક અવિસ્મરણીય વિડીયો રજુ થયો….પ્રમુખ સ્વામી મહારાજ ના જુના વિડીઓ પ્રવચન નો એક ભાગ- જેમાં સ્વયમ તેમણે- પોતાના ગુરુઓ ના અમુક પ્રસંગો કહ્યા- તે રજુ થયો…….મને ખુબ ગમ્યો…..સ્વામીશ્રી ની નિર્દોષતા…નિખાલસતા…ગુરુ આજ્ઞા…..ખુબ જ પ્રભાવક હતી….. ! શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા હોય કે- પુ.યોગીજી મહારાજ ની આજ્ઞા- સ્વામીશ્રી એ એ નિભાવી જ છે……આથી જ એ બંને ગુરુઓ નો રાજીપો- એમના પર સદાયે રહ્યો છે…….એક આદર્શ શિષ્ય તરીકે- સ્વામી શ્રી આપણ ને શીખવે છે કે- શિષ્ય કઈ રીતે થવાય……??? હવે જવાબ આપણા હાથ માં છે……

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ……..

 • ગુરુ પૂર્ણિમા ની ઉજવણી- બોચાસણ પુ.મહંત સ્વામી અને અન્ય સદગુરુ સંતો ની હાજરી માં થવાની છે…….સારંગપુર માં કોઈ જ ઉજવણી નથી……
 • પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઉદ્બોધિત – વચનામૃત નો ઓડીઓ સંગ્રહ- mp3 ફોર્મેટ માં- અમૃતવાણી સંપુટ- ૧૬ -તરીકે પ્રગટ થયો છે…..જે ખરીદવામાં આવ્યો……
 • તો “સોનેરી અવસર આવ્યો રે…” -એક mp3 રજુ થઇ- જેમાં- અત્યાર સુધી ના વિવિધ ઉત્સવો ના કીર્તન ગાન સંગ્રહિત છે…..

તો- બસ આજની સભા ના અંતે- શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરીએ કે- આપણા ગુરુ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના રાજીપા માટે જીવી શકીએ…..એમની આજ્ઞા એ વશ થઇ વર્તીએ..એમણે આપેલા નિયમો નું પાલન કરી- શ્રીજી સુધી પહોંચી શકીએ….એ જ પ્રાર્થના….

“શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો……

શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…..

ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો….

નારાયણ સ્વરૂપ દાસ ગુરુ ને સ્નેહે જ વંદુ અહો……..”

આપણ ને મળ્યા- એ ભગવાન અને ગુરુ પરંપરા સર્વોચ્ચ જ છે………બસ હવે આપણે એમનાં રાજીપા માટે જીવવા નું છે.

જય સ્વામીનારાયણ….

રાજ