Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૧૦/૦૩/૨૦૧૯

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે?

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિષે અગ્નિપ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડાં દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં.”

—————————–

વચનામૃત- ગઢડા અંત્ય ૨૦

ઉનાળો હવે અમદાવાદ ને આંગણે દસ્તક દે છે, અને દોડતું ભાગતૂ અમદાવાદ, જાણે કે એક પળ શ્વાસ લેવા રવિવાર ની આ સત્સંગ સભા માં ગોઠવાઈ જાય છે……!!! અને જીવ માત્ર રિચાર્જ થઈ જાય છે….

સર્વ પ્રથમ…શીતળતા નાં સ્ત્રોત એવા શ્રીજી નાં ધામ, મુકત સાથે નાં દર્શન….! શ્રીજી ની શોભા તો જુઓ…કદાચ આવા વાઘા.. શણગાર તો બીજે કોઈ ઠેકાણે નહીં હોય….!!!

સભા ની શરૂઆત સંતો અને યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. અદ્ભૂત લય….!!! ત્યારબાદ એક યુવક દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ ” પધારો ને સહજાનંદજી …” રજુ થયુ……..અદ્ભૂત…!! આપણા જેવા તો અનંત જીવ એમની સેવા માં છે…પણ એ શ્રીજી આપણા માટે અનન્ય છે…એક જ ધણી છે….! એ પછી પુ. વિવેક મુનિ સ્વામી નાં બુલંદ સ્વરે એ જ પ્રેમાનંદ નું” મન વસિયો રે મારે મન વસિયો….સહજાનંદ મારે મન વસિયો” રજુ થયુ…..! એ મન માં વસ્યો હોય પછી જગત અને એનાં રાગ મન માં.. હૃદય માં શાના ઘુસે??? ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરુપ સ્વામી ને સ્વરે ફરીથી પ્રેમાનંદ સ્વામી નું જ પદ ” હમ તો એક સહજાનંદ ગાવે…” કૈક અલગ સુર માં રજુ થયુ….! સર્વોપરી મળ્યા પછી બીજે ક્યાંય જવું પડે…??? ન જ જવું પડે….કારણ કે એક એનાં માં જ સર્વ જીવ સૃષ્ટિ આવી ગઇ…કોટી બ્રહ્માંડ નું સુખ આવી ગયું..! અને પુનઃ કૃષ્ણ સ્વરુપ સ્વામી નાં કંઠે ” પ્રાણી સ્વામિનારાયણ ગાઈએ…” પદ રજુ થયુ….જેનાં શબ્દો પુનઃ પ્રેમાનંદ સ્વામી નાં જ હતા…! અત્યંત રસ ભીના…પ્રેમ થી તરબતર શબ્દો એ પ્રેમાનંદ સ્વામી નાં જ હોય…..એમનાં સિવાય આટલી અદ્ભૂત પ્રેમ ભીની શબ્દ રચના કોઈની હોઇ શકે જ નહીં…!

ત્યારબાદ 1 થી 3 માર્ચ દરમિયાન નાં સેલવાસ ખાતે નાં સ્વામીશ્રી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેનો ગુલાલ તમે પણ નીચે ની લિંક પર થી થઈ શકશે…

આજનો સત્સંગી બાળક…આવતીકાલ નો અક્ષર પુરુષોત્તમ યોદ્ધા છે- એમ સ્વામીશ્રી એ સેલવાસ માં ઉદગારેલા અક્ષર વચન ભવિષ્ય નાં ઉજ્જવળ સત્સંગ નું ચિત્ર દર્શાવે છે…!

ત્યારબાદ કોઠારી પુ. આત્મ કીર્તિ સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૨૦ પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ સભા ને આપ્યો….જેનો સાર માત્ર જ આપણે અહી જોશું….

 • સ્વભાવ એ ટાળવા અઘરા છે પણ અશક્ય નથી જ…..ભગવાન ની ભક્તિ કરતા સંકલ્પ થાય તેને સ્વભાવ કહેવાય…
 • સ્વભાવ નાં દર્શન થી મનુષ્ય ઓળખાય છે…જીવ ની અંદર સંકલ્પ વિકલ્પ નાં બૂળઠુનઁઠા પડ્યા છે જેને ટાળવા માટે જ આ સત્સંગ માં આપણે સૌ આવ્યાં છીએ…..ગુણાતીત પુરુષો ની પણ આ જ મરજી છે..કે જીવનો સ્વભાવ ટળે અને બ્રહ્મરૂપ થાય
 • એક ભગવાન દૃઢ પણે પક્ડાશે …..એમનું સ્વરુપ…એમનો મહિમા દૃઢ થાશે….. જીવ નું મૂળ રુપ…આત્મા સ્વરુપ ઓળખાશે ( લોયા 16) તો સ્વભાવ સહેજે ટળશે…ભગવાન ની માહાત્મ્ય યુક્ત ભક્તિ આપણ ને કાળ કર્મ થી બચાવે છે….દેશકાળ માં આપણી રક્ષા થાય છે..માટે જ આ માર્ગ શ્રેષ્ઠ છે
 • મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનાં જીવન માં ભક્તિ ન હોય તો તેનુ જીવન નિષ્ફળ છે…એવું શિક્ષાપત્રી માં લખ્યું છે….માટે જ જીવ નાં સ્વભાવ ટાળવા….કલ્યાણ કરવા ભક્તિ જ એક સહારો છે… અંત્ય 33 માં ભક્તિ નાં પ્રકાર છે…તેમાં દસમા પ્રકાર ની ભક્તિ વિશે યોગી બાપા કહેતાં કે પ્રગટ સતપુરૂશ માં દૃઢ નિષ્ઠા …નિર્દોષ બુદ્ધિ…આત્મ બુદ્ધિ એ ભક્તિ છે…સતપુરૂશ મારો આત્મા છે..તેમ મનાય તો બધુ આવી જાય
 • ગુણાતીત પુરુષ એક પળ પણ ભક્તિ વીના જીવતાં નથી…હરપળ હરિ….એ જ નિશાની ગુણાતીત ની છે…

શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આપણાં જીવન માં પણ આવી ભક્તિ આવે….!

ત્યારબાદ પુ. ઇશ્વર ચરણ સ્વામી એ પણ પોતાના આશીર્વચન માં કહ્યુ કે….સ્વભાવ વાસના જીવ સાથે એકરસ થઈ ગયા છે જે શ્રીજી નાં વચન મુજબ કેવળ આત્મ નિષ્ઠા સહીત ની ભક્તિ થી જ દુર થાશે….ધર્મે સહીત ભક્તિ કરવી….નવધા ભક્તિ એ ગુણાતીત નું અંગ છે….હરપળ ભગવાન નું જ સ્મરણ…મહિમા…એમનાં જીવન માં દેખાય છે…એટ્લે જ શ્રીજી નું સ્વરુપ…એનો સર્વોપરી મહિમા ગુણાતીત દ્રારા જ સમગ્ર સંપ્રદાય માં ફેલાયો છે….અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન એ આનો જ સાર છે…સ્વભાવ પ્રકૃતિ એ આવી ભક્તિ થી જ ટળશે….( કારિયાણી 12)….યોગી બાપા એ તો ભીડા ભક્તિ ની પણ વાત કરી છે…સમૈયા ઉત્સવ એ આ ભીડા ભક્તિ નાં ઉદાહરણ છે જયાં સર્વે હરિભક્તો સંતો નાં પ્રત્યક્ષ દર્શન એક જ સ્થળે થાય…..!! પ્રત્યક્ષ ગુરુ ને સેવી લેવા….

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…

 • આ વખતે સારંગપુર ફૂલદૌલ ઉત્સવ ફુલ થી જ ઉજવાશે
 • મહિલા દિન- 16 માર્ચ, બપોરે 1 થી 4….વિષય- જીવન માં સંતુલન….સ્થળ- શાહીબાગ મંદીર

અદ્ભૂત….અદ્ભૂત….! જીવન માં આવી ભક્તિ દૃઢ થાય તો આપણો મોક્ષ આપણાં હાથ માં જ છે…..

રાજી રહેજો….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

હકા બાપુ…

હકા બાપુ અર્થાત….હકાભાઈ રૂખાડભાઈ ખાચર…જન્મવર્ષ- ૧૯૧૫ ..અક્ષરવાસ- ૨૦૦૬, ગામ- સારંગપુર  કાર્ય- એક શ્રીજી ની સેવા……

હકાબાપુ- અચાનક યાદ આવવા નું કારણ એટલું કે- થોડા દિવસ પહેલા , હું એક પ્રસિદ્ધ ડેન્ટીસ્ટ ના સંપર્ક માં આવ્યો, અને એમની સાથે થયેલી વાતચીત ના અંતે- એમણે મને કહ્યું કે – હકાબાપુ નો ઈલાજ કરવા નો મોકો એમને મળેલો છે…….અને એમની વાત સાંભળી ને- હું હકાબાપુ ના ચરિત્ર માં ખોવાઈ ગયો. મને એમના વિષે- વિશેષ જ્ઞાન ન હતું, છેવટે- મિત્રો, સંબંધીઓ ની મદદ લીધી…..અને થોડી ઘણી માહિતી મળી- જે આધારે હું, હકાબાપુ ના ચરિત્ર ને જીવંત કરવાનો , હું પ્રયત્ન કરવા જઈ રહ્યો છું…..

હકાબાપુ.....એક સદાકાળ ભક્તિ...

હકાબાપુ, એ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના ઇતિહાસ માં વણાયેલું- એક અદભુત નામ છે.  સતત ૯૧ વર્ષ ની ઉમર સુધી, જીવન પર્યંત- અક્ષરપુરુષોત્તમ ના સિધ્ધાંત માટે જીવી ગયેલો એક ભડવીર ભક્ત- જીવ ખાચર ના વંશ સાથે સંકળાયેલો હતો. જીવ ખાચર શ્રીહરિ ના સંસર્ગમાં રહ્યા પણ- શ્રીજી ના ન થઇ શક્યા…એ ખોટ- એમના વંશજ હકાબાપુ એ પૂરી કરી. દેશ ના સ્વાતંત્ર્ય સંગ્રામ થી શરુ થયેલી એમની યાત્રા- એક અધ્યાત્મ યાત્રા બની રહી. શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોતમ સંસ્થા ના આદ્ય સ્થાપક પુ. શાસ્ત્રીજી મહારાજ ની વિદ્વતા થી આકર્ષી ને- પોતાની જીન્દગી ના પચાસ- વર્ષ- ઘરબાર છોડી- એક ત્યાગી ની જેમ વિતાવી દીધા. BAPS ના કુલમુખત્યાર તરીકે પણ ફરજ બજાવી….અને ચિત્રાસર,શ્રીજીપુરા જેવી ગામો ની જમીનો નો વહીવટ કર્યો….રાજપરિવારો સાથે ની નિકટતા, ચપળ અને વિચક્ષણ યાદ શક્તિ અને રમુજી સ્વભાવ……અજોડ હતા. “પ્રમુખ સ્વામી” ને “પ્રમુખ’ તરીકે ની નિમણુંક નો પત્ર પણ એમના હાથે લખાયો હતો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ- એમ ત્રણ ત્રણ મહાન પુરુષો સાથે નો સાથ એમણે , નિભાવ્યો હતો. પુ. યોગીજી મહારાજ ના સંકલ્પો અને પુ. શાસ્ત્રીજી મહારાજ દ્વારા- યોગી બાપા ની ઓળખાણ – ના સાક્ષી- એ હકાબાપુ હતા.

પુ.પ્રમુખ સ્વામી મહારાજ સાથે .....

એક હરી માટે….સંતો માટે…..અને હરી ની આ સંસ્થા માટે- જીવન ના છેલ્લા શ્વાસ સુધી ઘસી જવું- એ સહજ નથી……એ તો હકાબાપુ જેવા એકનિષ્ઠ હરિભક્તો જ કરી શકે- અને એમના જેવા હરિભક્તો ને કારણે – આજે સત્સંગ ઉજળો છે. પુ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના એમના વિચરણ- આજે પણ સંસ્થામાં ઉદાહરણ સાથે …ઉદાહરણ તરીકે….લેવાય છે…..! યોગીબાપા નો એક પ્રસંગ……

” ગોંડલ ના મંદિર નું કામ ચાલતું હતું, પૈસા ન હતા અને કડિયા ના પગાર ચડી ગયા હતા. યોગીબાપા ને તો એક હરી, અને એક શાસ્ત્રીજી મહારાજ પર જ બધું…..નિર્ભર..! હકાબાપુ- એ સમયે મંદિર નું નામું સંભાળતા – અને આ પરિસ્થિતિ માં, એમણે યોગીબાપા ને સત્ય થી વાકેફ કર્યા કે- મંદિર ની નાણાકીય સ્થિતિ કેવી છે….~! યોગીબાપા- એમની વાત થોડીવાર સાંભળી રહ્યા- પછી- એમણે કાગળ અને પેન મંગાવ્યા- હકાબાપુ ને લાગ્યું- કે યોગીબાપા કોઈ સત્સંગી ને ભલામણ પત્ર લખીને, પૈસા ની વ્યવસ્થા કરશે, પણ પછી જોયું, તો- યોગીજી મહારાજે- ઠાકોરજી ને પત્ર લખ્યો,અને એમની પાસે થી મદદ ની માંગણી કરી….! હકાબાપુ નો હાથ પકડી, ને યોગીબાપા – એ  ,એ પત્ર હરિના ચરણ માં મુક્યો અને “સ્વામીનારાયણ” મંત્ર ની અસ્ખલિત ધૂન કરવા લાગ્યા…..અડધો..પોણો….એક..દોઢ….પોણા બે કલાક સુધી- યોગીબાપા ની આ પ્રાર્થના ને- હકાબાપુ નિહાળી રહ્યા……અને જાણે કે ચમત્કાર થતો હોય- એમ એક સત્સંગી સેઠ આવ્યા- અને મંદિર ખાતે દાન-ભેટ લખાવી…..અને સાથે સાથે- શાસ્ત્રીજી મહારાજે મોકલેલું મની ઓર્ડર પણ- એ જ સમયે આવ્યું…….! અને હકાબાપુ ને જ્ઞાન થયું કે- યોગીજી મહારાજ કોણ છે? ”

સાચે જ…..હકાબાપુ નું આ પાત્ર- BAPS  ના ઇતિહાસ નું એક સોનેરી પાનું છે…..કોઈ સંસ્થા- એના સિદ્ધાંતો…..એના નિયમ ધર્મ અને એના હરિભક્તો- ના અખૂટ પ્રયાસો થી કેવી રીતે ઉભી થાય છે…..એનું દ્યોતક છે…..અને હકાબાપુ- સત્સંગ ના – આ અસીમ યાત્રા ના એક સાક્ષી છે……સંતો ના- એમના ભીડા અને સેવા ના સાક્ષી હતા….

હરી સાથે સંકળાયેલી- જીવંત અને જડ – બધી જ વસ્તુ ઓ – સાથે નો- એક સંપર્ક..એક સ્પર્શ…..માત્ર ભાગ્ય વાળા ઓ ને જ મળે છે….અને હવે મને લાગે છે કે- મારું ભાગ્ય પણ કઈ ઓછું નથી……! પળે-પળ…..એક હરી ની સ્મૃતિ નો એક પ્રયાસ છે……અને આ અનંત પ્રયાસ ચાલતો જ રહેશે….

જય સ્વામીનારાયણ

રાજ


Leave a comment

BAPS અને રવિસભા- તા-૫/૯/૨૦૧૦

આજની સભા રેકોર્ડ બ્રેક હતી……!!!! કેમ?…..તો એના બે કારણ છે…….

 • આજે એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે શાહીબાગ મંદિરનો રોડ ,પાર્કિંગ, મંદિર ભરચક થઇ ગયા…..ઉભા રહેવાની જગ્યાના ફાંફા હતા…..મારે પાર્કિંગ માટે ,છેક એડવાન્સ મિલ ના , મેદાનમાં છેડે જવું પડ્યું……
 • અને કારણ ન.૨ – આજનો પ્રવચન નો મુદ્દો…હતો “પારિવારિક પ્રશ્નો અને સમાધાન”…અને એ પણ પૂ.બ્રહ્મદર્શન સ્વામી ના તેજસ્વી સ્વરમાં…..

તો હું જયારે પહોંચ્યો ત્યારે બસ સભાની શરૂઆત જ હતી અને પૂ.બ્રહ્મદર્શન સ્વામી એ બસ બોલવાનું શરુ જ કર્યું હતું. ઠાકોરજી ની દયા થી મને જગ્યા જરા સારી મળી ગઈ….આથી સાંભળવાની મજા બેવડાઈ ગઈ….!!! એમણે અત્યાર ના સમાજ મા -કૌટુંબિક રચના,પ્રશ્નો પર ઉદાહરણ સહીત વિવરણ આપ્યું….એમણે કહ્યું કે…

 • આજે ઘર જેમ તૂટતા જાય છે તેમ સંબંધોની વ્યાખ્યા બદલાતી જાય છે અને એના કારણે- પરિવાર વચ્ચે સ્નેહ,સહનશીલતા ઘટતા જાય છે….
 • વૃદ્ધાશ્રમો ની સંખ્યા, જુવાનીયાઓ મા આપઘાત ની સંખ્યા, છૂટાછેડા,વિભક્ત કુટુંબો ની સંખ્યા વધતી જાય છે…..
 • પ્રશ્નો નાના છે પણ સ્વરૂપ વિકરાળ લાગે છે અને પરિણામે, સમજણ શક્તિ કામ નથી કરતી…..મોટીવેશન અને હિંમત વિષે પ્રવચનો આપનાર માણસો પણ અંગત જિંદગીમાં નિષ્ફળ ગયા છે….

તો એનું સમાધાન શું?

 • પ્રથમ તો અંતર્દ્રષ્ટિ કેળવો…..પોતાની ભૂલો ને સમજો,સ્વીકારો….
 • સામેની વ્યક્તિ ના સ્વભાવ ને ઓળખો અને તે મુજબ અનુકુળ થઇ જાઓ….સામેવાળા ને બદલવા કરતાં,પોતાને બદલો…..એ સહેલું છે….
 • સહનશીલ બનો….વિવેક થી વર્તો…..ઉતાવળે નિર્ણય ન લો……પરીક્ષામાં દીકરો નાપાસ થાય તો , જરા શાંતિ રાખી, એને હિંમત આપો,સમજાવો પણ એને તોડવાનું કામ ન કરો…..
 • ઘસારો વેઠતા શીખો……કારણ કે સંસાર અસાર છે , મુશ્કેલીઓ રહેવાની….અને જો અક્કડ રહેશો તો તૂટી જાશો…..પૂ.યોગીબાપા અને પૂ.પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય ભીડા વેઠ્યા છે,અપમાનો સહન કર્યાં છે….પણ ડગ્યા નથી….
 • માફી આપતા અને માફી માંગતા શીખો……માફી આપવી મુશ્કેલ છે અને માફી માંગવી એના થી પણ વધારે મુશ્કેલ છે……પણ પ્રગતિ,ઉન્નતી નો માર્ગ એક જ છે ..એ છે ક્ષમા આપવી અને માંગવી……
 • સ્વમાન અને માન વચ્ચે નો ભેદ સમજો…..માની માણસ ને ભગવાન પણ પસંદ નથી કરતાં….ઉદાહરણ તરીકે મછીઆવ ગામ ના ફઈબા, શ્રીજી મહારાજ ના ભક્ત હોવા છતાં , એમના માની પના ને લીધે શ્રીજી મહારાજે તેમનો તિરસ્કાર કરેલો…….અધ્યાત્મ મા માંનીપનું ન ચાલે….દાસાનુદાસ થવું પડે અને આજ્ઞા મા રહેવું પડે….

………..આમ પૂ.બ્રહ્મદર્શન સ્વામી એ પોતાની અસ્ખલિત વાણીમાં આ બધું એવા અંદાઝ મા વર્ણવ્યું કે , શ્રોતાઓ સ્થિર થઇ ગયા…એમણે કહેલી એક વાત હજુ મારા મનમાં ગુંજે છે……કે તમે કરોડપતિ હો….ખુબ ભણેલા હો……વૈજ્ઞાનિક હો…..કે મોટા વ્યાપારી હો…..પણ જો જીવન મા “સ્વભાવ” ને નહિ સમજો, નહિ અનુકુલન સાધો તો તમે સો ટકા નિષ્ફળ જવાના……!!! અને કારકિર્દીમાં સફળ થવું એના કરતાં જીવન મા સફળ થવું અઘરું પણ વધારે અગત્ય નું છે…….

તો આજની સભા …..પરિવાર ની સભા હતી…..કુટુંબ ની સભા હતી….સંસ્કાર અને સફળતા ની સભા હતી……

રાજ


Leave a comment

રાંધણછઠ..શિતળાસાતમ…ગોકલાઠ્મ…

તો શ્રાવણ માસ શ્રી થયો અને ભક્તિનું ઘોડાપુર ઉમટી ઉઠ્યું….તો સાથે સાથે મારા બાળપણ ની યાદો નું ઘોડાપુર પણ ઉમટી ઉઠ્યું…..તો એક જમાનો હતો કે ,અમે સ્કુલમાં સાતમ -આઠમ ની રજાઓ ક્યારે પડે છે ,એની કાગ-ડોળે રાહ જોતા…..અરે અમારી રજાઓ તો બોળ-ચોથ..નાગપંચમ થી શરુ થઇ ને છેક પારણા ના દિવસો સુધી ચાલતી…..રજા ની રજા ઓ અને મજાની મજા…..એમાં મરો, મારી મમ્મી નો થતો….કારણ કે એતો શ્રાવણ માસના ઉપવાસ પણ કરે અને તહેવારો નું જમવાનું પણ બનાવે….અને અમે ખાવા-પીવામાં થી ઉંચા જ ન આવી એ….!!! તો થતું શું?….જુઓ….ભૂતકાળ અને વર્તમાન કાળ સાથે…સાથે…..retro-….

૧. નાગપાંચમ-

ભૂતકાળ- મમ્મી શ્રીફળ ને ઘરના ઉંબરે કે રસોડા ના પાણીયારે વધેરી ને આખા ઘરમાં , એ જળ નો છંટકાવ કરતી…કે જેથી ઘરમાં ઝેરી જનાવર કે સર્પ નો ભય ન રહે…..

વર્તમાન કાળ- રજા જ ક્યાં છે…? રીના અને હું , આવા રીવાજ-રસમ મા માનતા જ નથી…આથી શ્રીફળ..મેં છેલ્લે ક્યારે અને ક્યાં વધેર્યું હશે….? એ મને પણ યાદ        નથી…..

૨. રાંધણ છઠ

ભૂતકાળ– સવારે સવારે , મમ્મી જલ્દી થી રસોઈ બનાવી દે, અમે બધા રમવા ઉપડી જઈએ….મમ્મી,પપ્પા બજારમાં જઈને કે ઘરે આવતા શાકભાજી વાળા પાસે થી પતાર્વેલીયા ના પાન, પરવર, કંકોળા લઇ આવે, દૂધ પણ લઇ આવવામાં આવે….અને બપોર પછી…આવતી કાલ માટે , જમવા બનવવા નું શરુ થાય…..અમે બધા એની આસપાસ ગોઠવાઈ જઈએ અને ,ગરમાગરમ બનતા થેપલા કે પાતરા , ચાખવા માટે પડાપડી કરીએ….દૂધ હલાવતા જઈએ….મમ્મી બિચારી રાંધી રાંધી ને થાકી જાય….અને કામ કરતી મોડે સુધી જાગે કે કાલે રાંધવા મા આરામ મળશે અને થાક ઉતરશે…..!!!!

વર્તમાન કાળ– રીના મેડમ, બસ રૂટીન જમવાનું જ બનાવે….કારણ કે શિતળા સાતમ એ અમારા નવા ઘરે ઠંડું ખાવા નો રીવાજ નથી…..સારું છે….!!!! તો રીના કોઈ મોલ મા જાય….કપડા, કરીયાણા ની સાથે સાથે , શાકભાજી લેવાય ખરી…નહીતર હરિ હરિ…..!!! સાંજે કોઈ દોડાદોડી નહિ….આરામ….!!!

૩. શિતળા સાતમ

ભૂતકાળ– અમારા ભિલોડા ગામ ની પાસે હાથમતી નદી વહે, અને આ સીઝનમાં એમાં પાણી તો મોટે ભાગે હોય જ….આથી…બધા વડીલો ની સાથે કપડા લઇ ને નદીએ ન્હાવા જવાનું…..!!! અને તમે જુઓ તો, એવી મજા પડે કે ન પૂછો વાત…… !! કલાક બે કલાક નાહીએ…એટલે પછી ઘરે અને રાત્રે બનાવેલું જમવાનું તૈયાર જ હોય…..કોઈને કોઈ મહેમાન તો હોય જ….આથી બધા જોડે બેસીએ …અને હા…!! જો કોઈ ને ભૂતકાળ મા “શિતળા” નો રોગ થયો હોય તો માનતાના આધારે એ વ્યક્તિ, સાત ઘરના “બટકા” માંગવા નીકળે,માંગેલું  એ બધું એણે ખાવાનું…!!!!.એ જ રીતે બધા એકબીજાને ઘરે ફરીને “બટકા વ્યવહાર” ચાલુ રાખે…..!!! તો જમણ પૂરું કરી આરામ કરવા નો અને આ દિવસ દરમ્યાન…ઠંડું માત્ર સવારે જ ખાવાનું…સાંજે તો ગરમ જ બને…..અને દિવસ દરમ્યાન ગરમાગરમ ચા તો બનતી જ રહે…..તો મમ્મી ને આરામ ક્યાંથી હોય???????

વર્તમાનકાળ– રીના સવારે સવારે મને ઓર્ડર કરે…”દૂધ ખાવાની ઈચ્છા હોય તો દૂધ લઇ આવો…”…એટલે આપણે દોડતા થઇ જઈએ….!! એ જમવાનું બનાવે, પણ ગરમાગરમ અને લીમીટેડ……!! અમારા ઘરે સાંજે ઠંડું જમવાનો રીવાજ નથી…..આથી માર્યાદિત જમવાનું…..અને આરામ? એ ક્યાંથી હોય?….કામકાજ તો ચાલુ જ હોય….અરે!! અમારે તો જન્માષ્ટમી ની પણ રજા નથી…..!! આથી, શીતળાસાતમ…એક તહેવાર મટી ને ..એક “દૂધ” ખાવાનું બહાનું બની ગયો છે……

૪. જન્માષ્ટમી-

ભૂતકાળ– અમારા ત્યાં બધા ઉત્સાહી અને સ્વાધ્યાય પરિવાર વાળા…આથી જન્માષ્ટમી ના દિવસે ઘણા બધા પ્રોગ્રામ હોય…..અમારે ત્યાં ભિલોડા મા,જન્માષ્ટમી નો મોટો મેળો ભરાતો ( હજુ પણ ભરાય છે….)અને આખું બજાર ઉભરાય….!!અમે બધા સવારે માત્ર “શીરો” ખાવા માટે ઉપવાસ કરતાં….અને રાત્રે ભાખરી-શાક બનાવડાવી ને ખાતા…..!! સાંજે મંદિરે જવાનું…અને કદાચ રાત્રે શક્ય હોય તો શામળાજી મંદિરે જતા….અને રાત્રે જન્મોત્સવ મનાવી ને પાછા ફરતા…..અને બીજે દિવસે “પંજરી” નો પ્રસાદ માટે છડેચોક રાહ જોવાતી…..!!

વર્તમાન– અત્યારે હું અને રીના ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય ના સત્સંગી….એટલે અમારે પૂ. યોગીબાપા ની આજ્ઞા અનુસાર અને સંપ્રદાયના નિયમ અનુસાર…જન્માષ્ટમી મોટો તહેવાર…અને સત્સંગ નો દિવસ….!! આમ તો નિર્જળા ઉપવાસ ની આજ્ઞા કે નિયમ છે પણ ,હું અને રીના “નિર્જળા ” ઉપવાસ નથી કરતાં પણ ફરાળી ઉપવાસ જરૂર કરીએ….રાત્રે શાહીબાગ મંદિરે બે-ત્રણ કલાક નો કીર્તન-ધૂન-પ્રવચન-નાટક -નૃત્ય થી ભરપુર કૃષ્ણ-જન્મોત્સવ ની ઉજવણી હોય છે….અને રાત્રે બાર વાગ્યે , શ્રી હરિ નો જન્મ થાય અને સમગ્ર મંદિર , પ્રકાશ,આરતી,ધૂન થી ઝળહળી ઉઠે….પ્રસાદી વહેંચવાની શરૂઆત થાય અને દર્શન માટે બધા સત્સંગીઓ ઉમટી ઉઠે…..!!! તો બસ , અમારા માટે ઠાકોરજીના દર્શન નો ,જન્મોત્સવ મનાવવા નો આ મોટો સ્ત્રોત છે….સંતો,શાસ્ત્રો,મંદિરો અને સત્સંગ ….કદાચ શ્રીહરિ સુધી પહોંચવાના સબળ માધ્યમ છે…એ હવે સમજાઈ ગયું છે……

તો, ભૂતકાળ અને વર્તમાન કાળ વચ્ચે  નો ભેદ….એ સમાજ અને સમજણ મા થઇ રહેલા પરિવર્તન ની નિશાની છે….!!……આવનારી પેઢીઓ , કદાચ….સાતમ શું?….આઠમ શું?…..એ ભૂલી ગઈ હશે….!!!સમય સાથે ચાલો પણ….પોતાના મૂળ પકડી રાખો…..અસ્તિત્વ ટકાવવા આ જરૂરી છે…..

રાજ


Leave a comment

વસંતપંચમી અને સ્વામીનારાયણ સંપ્રદાય

આજે એક પવિત્ર દિવસ છે…અને એ વસંત ઋતુ ના આગમન નો ધ્યોતક પણ છે. ટૂંક માં આજે વસંત પંચમી છે. પણ દુર્ભાગ્યે કમુરતા ના કારણે આ “વણ જોયું “ મુહુર્ત કહેવાતો દિવસ આ વરસે ખાલીખમ છે અને આજે વસંત પંચમી હતી એ મોટા ભાગ ના ગુજરાતી ઓ ને ખબર ન હતી…….
ખેર , અમારા સ્વામીનારાયણ સંપ્રદાય માટે આ દિવસ અગત્ય નો છે કારણ કે શ્રીજી મહારાજે આજના દિવસે અમારા સંપ્રદાય ના આધારભૂત રૂપ સ્તંભ “ શિક્ષાપત્રી” ની રચના કરી હતી જે આવનારા અનંત સમય સુધી મનુષ્ય માત્ર ને જીવન જીવવા ના સાચા માર્ગ તરફ પ્રેરતી રહેશે. લાખ ચોરાસી ના ફેરા બાદ મળતો મનુષ્ય અવતાર ફોગટ ના જાય એ માટે આપને સૌએ શ્રી હરી ના દર્શાવેલા માર્ગે ચાલવું જરૂરી છે. પૂજ્ય પ્રમુખ સ્વામી ના મુજબ “બધું જ ,જીવન નો પ્રત્યેક ક્ષણ શ્રી હરી ની સાક્ષી એ જ જીવાય તો જ જીવન સફળ કહેવાય” ભગવાન ના રાજીપા માટે કરતુ કઈ પણ કર્મ ,ભલે નાનું હોય કે મોટું પણ એ સર્વોપરી જ છે…….આજકાલ નવી પેઢી ને તમે ભગવાન ના સર્વોપરી સત્તા વિષે સમજાવો તો તમે સો ટકા ગાંડા જ ઠારવા ના !!!! પણ એમાં આશ્ચર્ય જેવું કશું નથી , ભગવાન માં અને સંતો માં શ્રદ્ધા . એ પૂર્વ જન્મ થી હોય તો જ થાય!!! પૂજ્ય યોગી બાપા ,મુંબઈ ના દાદર મંદિર વિષે કહેતા કે “ દાદર નું સ્વામીનારાયણ મંદિર ,દાદર સ્ટેશન ની સામે છે અને રોજ ના લાખો માણસો તેની આગળ થી રોજ જાય છે….પણ જેના નસીબ માં હોય…શ્રી હરી ની ઈચ્છા હોય એજ આ મંદિર નો દાદરો ચઢે!!!”
આ હકીકત છે…..મેં મારી જીંદગી માં આ અનુભવ્યું છે….મારી પત્ની અને હું સગાઇ પહેલા પહેલી વાર જ સ્વામીનારાયણ મંદિર માં મળેલા , હું એ વખતે સ્વામીનારાયણ માં નહોતો માનતો પણ શ્રી કૃષ્ણ ભગવાન માં જન્મ થી જ શ્રદ્ધા હતી….એ પ્રથમ મુલાકાત માં મેં એને કહેલું કે …જો મહારાજ ની ઈચ્છા હશે તો આપણ ને સાથે રાખશે અને એની મરજી મુજબ જ થશે….મારી પત્ની સ્વામીનારાયણ સંપ્રદાય ની ચુસ્ત સત્સંગી, અને એની પ્રાથના ફળી…તો છ માસ સુધી હા-ના ના ચક્કર માં અટવાયેલી અમારા સંબંધ ની વાત છેવટે ઘણા લોકો ના વિરોધ બાવજૂદ “હા” માં પરિણમી…..અને લગ્ન પછી મારા માં આપોઆપ જ સ્વામીનારાયણ પ્રત્યે પ્રીતિ/લગાવ જાગ્યો અને આમાં મારી પત્ની નું સહેજ પણ દબાણ ન હતું . એના મારા ડુંગળી લસણ ખાવા પર પણ આપત્તિ ન હતી….પણ સંતો ના સંપર્ક માં આવ્યા બાદ મેં સંપ્રદાય અને સહજાનંદ સ્વામી નો અભ્યાસ ચાલુ કર્યો……અને શ્રીજી ના પ્રેમ માં એવો તો ખેચાયો કે હવે જન્મો જનમ સુધી છુટવા માંગતો નથી….!!!!!! સ્વામીનારાયણ સંપ્રદાય ની અમુક વાતો જરૂર થી મને અને બધા ને ખૂંચે છે પણ એ વાતો લોકો દ્વારા ઘડાયેલી,ફેલાયેલી છે…પણ સ્વામીનારાયણ ના શુદ્ધ સિદ્ધાંતો તો સુવર્ણ જેવા શુદ્ધ છે…જેમાં ખોટ નો એક અંશ માત્ર પણ નથી…..તમે જાતે જ સંપ્રદાય ના સિદ્ધાંતો નો અભ્યાસ કરો…તમે પણ સત્ય ને જાણશો…
હવે વાત પુનઃ વસંત પંચમી વિષે — આજે સ્વામીનારાયણ સંપ્રદાય ના મહાન સંતો પૂજ્ય બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી ની તિથી પણ છે.સ્વામીનારાયણ સંપ્રદાયે સાહિત્ય જગત ને બ્રહ્માનંદ,નિષ્કુળાનંદ,મુક્તાનંદ,પ્રેમાનંદ,દેવાનંદ સ્વામી ની ભેટ ધરી છે. સ્વામીનારાયણ ભગવાન ની પ્રેરણા અને આશીર્વાદ થી આ સંતો એ જે સાહિત્ય ગુજરાતી,હિન્દી અને વ્રજ ભાષા માં રચ્યું છે એ અજોડ છે….ગુજરાતી સાહિત્ય ના આધાર સ્તંભ સમાન આ રચના ઓ આજે બસો વરસ પછી પણ એમનો સ્વાદ /રંગ ચારે તરફ છોડી રહી છે…..એમના પદે પદ માં થી શ્રી હરી નો રાજીપો છલકાય છે….ચાલો માની એ પૂજ્ય બ્રહ્માનંદ સ્વામી ની એક અમર રચના…..
“ધન્ય ધન્ય આજ ની ઘડી ,બેની મારે ધન્ય ધન્ય આજ ઘડી.
રંગની રે રેલ વાળી મારે વ્હાલે ,સુખ વિલસ્યા સેજાડી.
મેહેર કરીને ઉઘાડી રે મેલી ,હેત તણી હાટડી .
પ્રાણ જીવન પાતળિયા ને નીરખી ,આજ ઠરી આંખડી,
બ્રહ્માનંદ ના સ્વામી સંગાથે ,લાગી છે પ્રેમ ઝડી .”
…………….બસ હવે તો હરી સંગાથે પ્રીત છે અને બાકી આખું જગત તો માત્ર એક રીત છે………….
બસ સૌને મારા જય સ્વામીનારાયણ..જય શ્રી કૃષ્ણ

રાજ