Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૬/૨૦૧૭

સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે,

“આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે………. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે…………

તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે……….

તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે………. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો……….. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો………..”


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૧૭

સત્સંગ હોય કે સંસાર- હિમત વગર ની મોળી..ઢીલી પોચી…બળહીન વાત કરનાર નપુસંક જ છે……”રોતો રોતો જાય તે મુઆ ના સમાચાર લાવે….” એ એક ગુજરાતી કહેવત સાચી છે…! સત્સંગ માં તો મનુષ્યે સદાયે ભગવતમહિમા નું બળ રાખવું…..એક એમને જ કર્તાહર્તા સમજી સર્વે ક્રિયાઓ..કાર્ય થાય તો પછી નિર્બળતા શાની આવે??? આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જુઓ……અઢળક…હૃદય ફાટી જાય તેટલા વિઘ્નો આવ્યા છે..પણ કદાપી નાહિમત થયા જ નથી……..કારણ કે શ્રીજી સદાયે સાથે જ છે એવું દ્રઢ પણે માનતા હતા અને જીવતા હતા……! આજની સભા આ જ વાત પર હતી……

ભારત પાકિસ્તાન ની મેચ હતી…સમગ્ર દિવસ સત્સંગ પરીક્ષા નો પ્રી ટેસ્ટ હતો…છતાં સમગ્ર સભા ગૃહ હરિભક્તો થી ભરચક હતો…….એ જ વાત નો દ્યોતક હતો કે- શ્રીજી …એમનો રાજીપો…સત્પુરુષ ની આજ્ઞા…કલ્યાણ નો ખપ…..કથા વાર્તા નો ઈશક સર્વોપરી છે……

સભાની શરૂઆત માં ધમધોખાર તડકા માં મીઠી ..શીતલ વીરડી સમાન શ્રીજી ના દર્શન…….

collage_20170618211915666_20170618211943192.jpg

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ……ત્યારબાદ યુવક મિત્રો દ્વારા

  • સંતજન સોઈ સદા મોહે ભાવે……..રચયિતા- મુક્તાનંદ સ્વામી
  • લટકાળા લહેરી પધારો…….રચયિતા- પ્રેમાનંદ સ્વામી
  • મન વસીયો રે મારે મન વસિયો…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
  • હરિ મારું ગાડું ક્યાં લઇ જાય……રચયિતા- અજ્ઞાત

છેલ્લા બે કીર્તન તો ભાવનગર થી આવેલા હરિભક્તે એમના કાઠીયાવાડી સુર માં ગાયા…અને સમગ્ર સભા એમાં ઝૂમી ઉઠી….એક પ્રશ્ન જરૂર થયો કે- શ્રીજી ના સમય માં આ પદ કયા રાગ..કયા સુર માં ગવાતા હશે??? જુના માં જુનું હોય તેવું સ્વામિનારાયણ સંત ના મુખે ગવાતું કોઈ રેકોર્ડીંગ હશે???

ત્યારબાદ પુ. ત્યાગવલ્લભ સ્વામી ની સાથે ઓસ્ટ્રેલિયા..ન્યુઝીલેન્ડ….સિંગાપોર ની અધ્યાત્મિક વિચરણ માં જી આવેલા વિદ્વાન સંત પુ.પ્રિય સ્વરૂપ સ્વામી ના મુખે – ત્યાના સત્સંગ વિષે અદ્ભુત માહિતી મળી……ન્યુઝીલેન્ડ ના હિમતભાઈ પટેલ હોય કે…સિંગાપોર ના સુરેશભાઈ પટેલ……..એ હરિભક્તો ની નિષ્ઠા એવી કે -સત્સંગ અને એના કાર્ય ને પોતાના કુટુંબ થી પણ અધિક માને…..અને પોતાનું સર્વસ્વ એના કાજે કૃષ્ણાર્પણ કરી રાખે…છતાં દાસાનુદાસ થઇ ને વર્તે…! હવે આનાથી મોટી વાત કઈ હોઈ શકે??? ઓસ્ટ્રેલિયા – સિડની માં સત્સંગ વધતા નવી જમીન લેવાઈ અને ત્યાં શિખરબદ્ધ મંદિર ની રચના માટે ત્યાના હરિભક્તો એ જે સમર્પણ બતાવ્યું છે..તેની વાત સાંભળી આપનું હૈયું ભરાઈ આવે…….! આવક નો ૩૩ થી ૧૦૦% ભાગ…..નવી ગાદી-ઘર માટે ની બચત મંદિર કાજે અર્પણ કરી દીધા…..અરે…લોન લઈને પણ મંદિર ની સેવા કરી………! મહંત સ્વામી મહારાજ આ સાંભળી ને ખુબ રાજી થયા હતા…..!! અને આ જ છે બેપ્સ ના સંસ્કાર..સત્સંગ…હરિભક્તો નું સમર્પણ……! શ્રીજી માટે વેચાઈ જવા ની તૈયારી કરતા ભક્તો નો સમુદાય આજે પણ આપણે ત્યાં છે..અને તેથી જ બેપ્સ ઈઝ બેસ્ટ..!!!

ત્યારબાદ સારંગપુર ખાતે- તારીખ ૭ થી ૧૦ જુન-૨૦૧૭ ના- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લીંક પર થી જોઈ શકાશે……

પુ.બ્રહ્મમુની સ્વામી કે જે હાલ નડીયાદ ખાતે સેવા આપે છે અને હમણાં જ એમની બદલી ન્યુઝીલેન્ડ મંદિર માં થઇ છે તેમના દ્વારા ગઢડા પ્રથમ-૧૭ પર “વાણી ના મહિમા” પર વક્તવ્ય નો અદ્ભુત લાભ મળ્યો…..એમણે કહ્યું કે….

  • વાણી એક શક્તિ છે…..એનો સદુપયોગ થાય તો તરી જવાય અને જો દુર ઉપયોગ થાય તો મહાભારત પણ થઇ શકે છે……માણસ ના સંસ્કાર….વ્યક્તિત્વ સર્વે તેની વાણી પર થી પરખાઈ આવે છે………..
  • શ્રીજી એ નબળી વાણી…ખરાબ ..તોછડી વાણી પર પોતાની સપષ્ટ અરુચિ પ્રગટ કરી છે……….
  • માટે જ ભગવાન ને રાજી કરવા હોય…કલ્યાણ નો માર્ગ સફળ કરવો હોય તો વાણી પર નિયંત્રણ રાખવું…મુક્તાનંદ સ્વામી ની જેમ પ્રિયકર વાણી વાપરવી…પણ જરૂર પડ્યે તો પંચાળા-૭ ના વચનામૃત માં કહ્યા મુજબ તીખી વાણી પણ વાપરવી…..
  • આપણો આજનો વિશ્વવ્યાપી સત્સંગ એ – વાણી ના બળે જ બન્યો છે…સતત કથા વાર્તા નું અનુસંધાન..સકારાત્મક વાતો…યોગીબાપા ની હેત ભરી વાતો ને લીધે લાખો નો સતસંગ સમાજ બન્યો………માટે- જ સત્પુરુષ અને શ્રીજી ના રાજીપા માટે..પોતાના કલ્યાણ ને અર્થે – બળભરી …મહિમા સભર વાતો કરવી……સાંભળવી…….

સભાને અંતે જાહેરાત થઇ…..

  • આજે સત્સંગ પરીક્ષા ના પ્રી ટેસ્ટ માં ૮૪% હાજરી રહી……આવનારી ૧૬/૭ એ સત્સંગ પરીક્ષા છે..માટે અત્યાર થી જ તૈયારી માં લાગી જવું…
  • ૨૧ મી જુન સુધી અમદાવાદ ના GMDC મેદાન માં સવારે ૫ થી ૮ યોગ અભ્યાસ ની શિબિર -પતંજલિ યોગ વિદ્યાપીઠ- બાબા રામદેવ દ્વારા થઇ રહી છે…તેનો અચૂક લાભ લેવો…….

સભાને અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું………………….

માટે આજ ની સભા એ – બળ ભરી વાણી ની…એના મહિમા ની હતી……..શ્રીજી ની જો આટલી વાત પણ જીવન માં ઉતરશે તો જીવ જરૂર કલ્યાણ ને પામશે…..!

જય સ્વામિનારાયણ…..


Leave a comment

BAPS અને રવિસભા- તા-૨૮/૦૩/૨૦૧૦

આજે રવિસભામાં રસપ્રદ બાબતો હતી. “આર્ષ” ,અક્ષરધામ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ/ગોષ્ટિ નું આયોજન શાહીબાગ મંદિર ખાતે તા-૨૭ અને ૨૮ ,માર્ચ એમ બે દિવસ માટે હતું. સંસ્કૃત એ દેવભાષા છે અને દુનિયાની સૌથી “વ્યવસ્થિત”ભાષા તરીકે નું બહુમાન ધરાવે છે પણ આપણ ને એ માટે માન નથી એ નવાઈ ની વાત છે. સાથે યોગદર્શન પર ખુબ જ ઊંડાણ પૂર્વક ચર્ચા થઇ…પૂ. અક્ષર વત્સલ સ્વામી, પૂ.શ્રુતિ પ્રકાશ સ્વામી, પૂ.આનંદસ્વરૂપ સ્વામી અને પૂ.ઈશ્વરચરણસ્વામી જેવા વિદ્વાન સ્વામિનારાયણ સંતો, પૂ.વેદભારતી જેવા સમર્થ યોગાચાર્ય,ડૉ. ગૌતમભાઈ પટેલ જેવા સંસ્કૃતના વિદ્વાન પુરુષ દ્વારા આજની સભા શોભિત થઇ હતી.

ગૌતમભાઈ એ ટૂંક માં પણ, પ્રત્યક્ષ સમજુતી દ્વારા યમ,નિયમ અને આસન દ્વારા યોગ-પ્રાપ્તિ વિષે જણાવ્યું અને પૂ.વેદભારતી મહારાજે યોગને ખુબ જ ઊંડાણ પૂર્વક વર્ણવ્યો….શું માત્ર ૨૦ કે ૩૦ દિવસના કોર્સમાં યોગ શીખી શકાય? શક્ય જ નથી…!!! તમે યોગ નહિ પણ આસન શીખી રહ્યા છો…યોગ માટે તો પ્રથમ મન,ત્યાર બાદ શરીર અને પછી મન( પ્રાણમય કોશ) અને શરીર( અન્નમય કોશ) ના સંયોજન થી શરીર ની વિવિધ નાડીઓ માં ચેતનાઓ નું “પ્રવહન” મનુષ્યને યોગ ની સર્વોચ્ચ સિદ્ધિ સુધી લઇ જાય છે જે સમાધી દ્વારા ઓળખાય છે…..આથી યોગ્ય ગુરુ, યોગ્ય વિચાર-આચાર, આહાર અને નિયમ …દ્વારા જ “અષ્ટાંગયોગ” શક્ય બને છે….

પૂ. વેદભારતી મહારાજે જણાવ્યું કે સમાધી જેવી ઉચ્ચ સ્થિતિ સહજ પ્રાપ્ત કરવી દુર્લભ,અશક્ય છે…મને વિચાર આવ્યો સ્વામિનારાયણ ભગવાન નો….કે માત્ર જેમના ચાખડી ને ચટકારે મનુષ્યો જ નહિ પણ પશુ પક્ષી પણ સહજ સમાધી ને પામતા અને કલાકો/દિવસો સુધી આ જ બ્રાહ્મી સ્થિતિમાં રહેતા !!!! અને મહારાજ ની લાકડીના સ્પર્શ થી દેહ્ભાવમાં પાછા આવતા…પૂ. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ અને સિદ્ધ પુરુષ દ્વારા ” પુરુષોત્તમ ના તેર લક્ષણો” માં આ એક લક્ષણ નું વર્ણન કર્યું છે….ઇતિહાસ સાક્ષી છે. અરે પૂ. શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ આવી સમાધી જોવા મળતી અને જાહેરમાં ,ડોક્ટરોની હાજરીમાં આના પ્રયોગો થતા..!!!આવી સમાધિમાં સાકરની પ્રસાદી સમાધિગ્રસ્ત બાઈ/ભાઈ દ્વારા સુક્ષ્મ સ્વરૂપ થી લાવતી અને આજે પણ એ પ્રસાદીની સાકર સચવાયેલી પડી છે…

ખેર, સભામાં  યોગ/ધ્યાનનો જીવંત પ્રયોગ થયો અને દસ-પંદર મિન.ના આ પ્રયોગમાં મન ને સ્થિર કરવાનું હોઈ..લોકો સ્થિર ન રહ્યા અને ઉભા થઇ ને ચાલવા માંડ્યા!!ખરેખર ધ્યાનમાં એકાગ્રતા ખુબ જ મુશ્કેલ છે…

આથી જ કહું છું કે ભગવાન અને સંતની ઇચ્છાથી દુર્લભ પણ સુલભ બને છે અને અશક્ય પણ શક્ય…..!!!!

રાજ