પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે,
……. જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું. ….. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહીં અને વનને વિષે મોટાં મોટાં સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યાં પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા……..
પછી તીર્થને વિષે ફરતાં ફરતાં શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી…….
…….. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મૂવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે……. . અને જેટલું માયિક પદાર્થમાત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે તે તો સર્વે એકસરખાં જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો ક્યો ને નરસો ક્યો? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખાં છે…….
……અને કાંઈક સારું-નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારાં પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી….. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા-પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ…… …..
વચનામૃતમ – ગઢડા મધ્ય-55
મારા માટે આ રવિવાર ની સભા એ નવા વર્ષ ની પ્રથમ સભા હતી અને એટ્લે જ ઉત્સાહ વિશેષ હતો……ભગવાન ના એક એક ગુણ અને એની પાછળ નો એમનો આશય જો જીવ ને સમજાય તો- ભગવાન નો મહિમા ..એમના રાજીપા ના સાધન સહજ જ જીવ માં દ્રઢ થઈ જાય છે…જીવ નું અન્યત્ર ભટક્વા નું જ બંધ થઈ જાય છે…જીવ પોતાના માર્ગદર્શક- સત્પુરુષ ની આંગળી પકડી- બ્રહ્મ ના અમૃત ને પાત્ર થાય છે……
અને આજ ની સભા આ માટે જ હતી…..માયા ના પડ ને ઉખાડી નાખી…જીવ ના મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ ને પામવા ની હતી….પછી કોઈ આ સભા ને ચૂકે….!!! તો સમયસર સભામાં પહોંચી ગયા..સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનમોહક દર્શન નો ગુલાલ કરીએ…..



સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ અને પછી શરૂ થયો કીર્તન નો દોર…….! યુવક મિત્રો દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભુત કર્ણપ્રિય કીર્તન ” મંદિરે પધારો પિયા ” અને મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન ” સજની કોડે આનંદ મારે ઘેર…..” રજૂ થયા……અને ત્યારબાદ પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી દ્વારા “જોગીડા નો જાદુ ” કીર્તન પ્રસ્તુત થયું…..
ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના …….- 3 થી 6 નવેમ્બર ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વે ને મળ્યો જે નીચેની લિન્ક પર થી જોઈ શકાશે…….
ત્યારબાદ ગઢડા મધ્ય-55 પર આધારિત અદ્ભુત પ્રવચન..વિવરણ નો લાભ- પૂ .શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન અને અનુભવી સંત દ્વારા મળ્યો…જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું…..
- અનેક વચનામૃત એવા છે કે જેમાં શ્રીજી એ પોતાના અંગ ની..પોતાના ગુણ ની..પોતાના ચરિત્ર ની વાત કરી છે ..એની પાછળ નો શ્રીજી નો હેતુ એટલો જ છે કે- જીવ એ ગુણ ને જોઈ – એવા ગુણ પોતાના માં આવે…..ભગવાન ના રાજીપા ના સાધન ને ઓળખે…..ભગવાન ના મહિમા ને જાણે…..
- હવે આ દિવ્ય ગુણ જીવ માં આવે કઈ રીતે?? તો એના માટે …..ભગવાન ની મુર્તિ ને અંતર માં અખંડ ધારવી, કથા વાર્તા નો ઇશક રાખવો, ભગવાન નો દ્રઢ આશરો રાખવો, સતત પોતાના આત્મસ્વરૂપ નો વિચાર, સાંખ્ય નો વિચાર કરવો…..ભગવાન ના મહિમા નો સતત વિચાર કરવો…..અને ભગવાન નું વચન કે- સત્પુરુષ દ્વારા એ સદાયે પ્રગટ રહે છે ..એ વચન માં દ્રઢ વિશ્વાસ કરવો……
- આપણાં ગુણાતીત ગુરુઓ – ઉપરોક્ત ગુણો ને સારધાર જીવ્યા છે અને આપણ ને પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું છે કે- એમના દ્વારા ભગવાન – સદાયે પ્રગટ છે….એમના અંગે અંગ માં ભગવાન સદાયે રહ્યા છે…કલ્યાણ નો માર્ગ ખુલ્લો જ છે
- માટે જ સત્પુરુષ માં જ જીવ ને જોડવો…..એમના માં રહેલા શ્રીજી ના પ્રગટ પ્રમાણ સ્વરૂપ ને ઓળખવું…એ સત્પુરુષ ને પોતાનો આત્મા માની ને જીવી જવું……
અદ્ભુત વચન…!! આટલું પણ સમજાય તો જીવ – બ્રહ્મસ્વરૂપ ગુરુ સાથે બ્રહમરૂપ થયા વગર રહે નહીં……પરમ કલ્યાણ નું સાધન જ આ છે.
ત્યારબાદ સભાના અંતે અમુક જાહેરાત થઈ……
- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી ઉત્સવ નિમિત્તે – યોગ યજ્ઞ ના ભાગ રૂપે જે અક્ષર મંત્ર પોથી આપણે ભરીએ છીએ- તે ભર્યા બાદ- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર ને જ પહોંચાડવી.
- કાલે પ્રબોધિની એકાદશી છે..નિયમ નો નિર્જલા ઉપવાસ યથા શક્તિ અચૂક કરવો.
- સાથે સાથે શુક્રવારે દેવ દિવાળી છે આથી અમદાવાદ ના તમામ સંસ્કાર ધામ માં – અન્નકૂટ ના ભવ્ય દર્શન નો લાભ સર્વ હરિભક્તો ને મળશે…..
- ત્યારબાદ “જમો ને જમાડું” અન્નકૂટ સેવા અભિયાન ના શ્રેષ્ઠ કાર્યકરો નું જાહેર માં સન્માન થયું…….લગભગ 4328 કાર્યકરો એ સેવા આપી અને લગભગ 38000 થી વધુ હરિભક્તો-મુમુક્ષુઓ એ શાહીબાગ મંદિરે – ભવ્ય અન્નકૂટ દર્શન નો લાભ લીધો ..પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં પણ આનો ઉલ્લેખ કરી- સર્વ કાર્યકરો- અન્નકૂટ સેવકો નો આભાર માન્યો…..અને આ કાર્ય ને- મુમુક્ષો ને – સત્પુરુષ અને શ્રીજી સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ કહ્યું……સાથે સાથે અબુધાબી માં યોજાયેલો ભવ્ય અન્નકૂટ ઉત્સવ ની પણ માહિતી અને મહિમા કહ્યો……
તો આજની સભા – વિશિષ્ટ હતી……જીવ ને બ્રહમરૂપ થવા ના માર્ગ બતાવતી સભા હતી…….ભગવાન ને – સત્પુરુષ ને કેમ રાજી કરી શકાય?? એમનો મહિમા જીવ માત્ર સુધી કઈ રીતે પહોંચાડી શકાય?..એને સહજ રીતે સમજાવતી સભા હતી…..
છેવટે સત્સંગ સભા જ શ્રીજી ને પામવા નો ઉત્તમ માર્ગ છે……..
…….જય સ્વામિનારાયણ…….
રાજ