Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ-૦૬/૧૧/૨૦૧૭

તો ફરીથી બંદો હાજીર છે આપની સેવામાં -પોતાના અનુભવો નો…સાંપ્રત-સામાજિક-રાજકીય-અંગત અનુભવો નો તમારી સાથે ગુલાલ કરવા…..! ગયું આખું અઠવાડિયું – જાણે કે ફરવામાં જ ગયું…..કારણ કે રીના-હરિ ના દિવાળી વેકેશન નું છેલ્લું અઠવાડિયું હતું…….અને દરેક પુરુષ ને જીવન માં કમસેકમ એકવાર સામનો કરવો પડે છે એ પ્રશ્ન- પોતાની પત્ની તરફ થી…..”….તમે મને કદી એ ફરવા લઇ જાઓ છો??? ..” એનો ઉત્તર શોધવા નો પ્રયાસ કરવામાં આ બધી યાત્રા ઓ ગોઠવાઈ…!!

તો શું ચાલે છે આજકાલ???

 • ગુજરાત ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે..તેમ તેમ કુતુહલ પિપાસુ ગુજરાતીઓ ની ચળ વધતી જાય છે…..ચોરે ને ચોટે – મોદી આવશે કે કોંગ્રેસ…?? એ જ ચર્ચાઓ છેક રસ્તે રખડતા ભિખારી થી લઈને -વિશ્વ ગુજરાતી બનેલા NRI -ગુજરાતીઓ ના જુબાન પર ઉડતી રહે છે……! તકવાદીઓ- વર્ગ વિગ્રહ વાદીઓ- રાજકીય ઉલ્લુઓ ની જમાતો દેશ ને ખોરંભે ચડાવી – પોતાનો મતલબ સાફ કરવા મંડી છે…..પણ એ આટલા વર્ષો પછી પણ નથી સમજતા કે- ગુજરાતી મહાપ્રજા છે…..વિચારશીલ છે…..આવતીકાલ નું અઢળક વિચારે છે……જે પ્રજા ૧૦ રૂપિયે મળતા બટાકા ને પણ ફેરવી ફેરવી ને ખરીદતી હોય ..તે આવા લલ્લુ ઓ ની વાતો માં આવી જઈને પોતાનો વોટ વેચી મારશે??? ….ભૂલી જાઓ લલ્લુઓ….ઉલ્લુઓ…!!!
 • ગયા અઠવાડિયા માં- સૌપ્રથમ વાર ભાડજ ગામ માં આવેલા – ઇસ્કોન મંદિર ના દર્શને જવામાં આવ્યું……સાયંસ સીટી થી આગળ જઈએ એટલે રીંગ રોડ વટાવી ને આ છેક છેવાડે ( વાડજ થી લગભગ ૧૬ કિમી થાય) પણ વિશાળ જગ્યામાં ( અમદાવાદ ડેન્ટલ કોલેજ ની જોડે) આ મંદિર આવેલું છે…..મેનેજમેન્ટ હમેંશ ની જેમ સારું…..વ્યવસ્થિત…! અમે બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ ગયા- રાજભોગ આરતી નો લાભ લીધો……બપોરે અહી ફક્ત ૮૦ રૂપિયા/ડીશ માં ભરપેટ – ઘર જેવું શુદ્ધ વૈષ્ણવ જમવાનું જમાડે છે..સાંજે ફૂલ ડીશ- નાસ્તા પણ મળે છે…..સાથે સાથે સ્વાદિષ્ટ ખીચડી નો પ્રસાદ પણ ખરો જ….! ફેરો ફોગટ ન જાય……પણ રસ્તો થોડોક લાંબો-પથરાળ છે…….છતાં શ્રીજી ના દર્શન -આગળ આ બધું સ્વીકાર્ય છે…
 • ત્યાંથી અમે સીધા ગાંધીનગર ગયા….ગુગલ ની મદદ થી ગાંધીનગર માં ઈ નોક્ષ થીયેટર -સેક્ટર-૧૬ શોધી કાઢ્યું…..હરિ ભાઈ નું ફેવરાઈટ એવું- થોર-રેગ્નારોક – મુવી ૩ ડી – માં જોવામાં આવ્યું……હરિ માટે તો એના જીવન નું પ્રથમ ૩ ડી મુવી હતું આથી ભાઈ- જરાક વધુ ઉત્સાહી હતા…..પણ ચશ્માં પહેરી ને મુવી જોતા કંટાળ્યા…..હલ્ક- થોર -હેલા ની અદ્ભુત ફાઈટીંગ જોઈ રાજી પણ થયા……ચાલુ ફિલ્મ માં- પોપ કોર્ન ની ડીમાંડ કરી……યાર..શું લુંટ ચાલે છે….??? પોપ કોર્ન અને નાની કોક ના- ૧૫૦ રૂપિયા……અને પાણી ની બોટલ ના ૫૦ રૂપિયા….૨ નાના સમોસા ના ૯૦ રૂપિયા…!!! પેટ્રોલ ના ૨ રૂપિયા વધારા માટે સડકો પર ઉતરતી પબ્લિક- આ લુંટ સામે કેમ બોલતી નથી….?? ઉલટા ની ઝ્યાફત ઉડાવે છે……! બોલો ક્યાં છે મોંઘવારી??? ફિલ્મ જોવા જાઓ તો- બે જણા વચ્ચે ૫૦૦ રૂપિયા તો આરામ થી ખર્ચાઈ જ જાય…!!!
 • આ થોર નું નામ કૈંક અજીબ નથી લાગતું…..ચૂંટણી ઓ નાં આ બેન્ડ બાજા બારાત વચ્ચે એક મજાકિયો વિચાર મન માં ઝબકી ગયો….જો થોર ગુજરાત નો હોય અને કાઠીયાવાડ નાં એક નેતા કુંવરજી બાવળીયા નો જ્ઞાતિ બંધુ હોય તો એ કયા નામે ઓળખાય??….સિમ્પલ…..થોર બાવળીયા….!! હાહાહાહાઆ……!
 • ત્યાંથી અમે અમારા મનપસંદ અક્ષરધામ ગયા…….અદ્ભુત લેસર પ્રોજેક્શન શો- લાઈટીંગ શો જોયો અને ધન્ય ધન્ય થઇ ગયા…..ગર્ભ ગૃહ માં નવીન પ્રતિષ્ઠિત – ગુરુ પરંપરા અને અવતારો ની અદ્ભુત મૂર્તિઓ એ મન મોહી લીધું……..!!! અને છેલ્લે પ્રેમવતી નો પ્રેમભર્યો નાસ્તો……………! આજનો ફેરો જાણે કે સફળ થઇ ગયો……હરિ નો ઉત્સાહ તો સમાતો નહોતો…!!!
 • દેવ દિવાળી ના દિવસે- સવારે ૯ વાગ્યે અચાનક જ પ્રોગ્રામ બનાવ્યો કે- ચાલો આજે- વડતાલ- બોચાસણ દર્શને જઈએ……!! રીના એ ફટાફટ તૈયારી કરી લીધી…..પુનઃ ગુગલ ભાઈ ને આગળ કરવામાં આવ્યા……અમદાવાદ ના જંગલી ટ્રાફિક થી માંડ માંડ નીકળી- જેતલપુર પહોંચ્યા…..પૂનમ ની ભીડ વચ્ચે દર્શન પુરા કરી -મહેળાવ જવાનો પ્લાન બનાવ્યો પણ ૧૨ વાગ્યા સુધી માં પહોંચાય એવું લાગ્યું નહ..તેથી ડભાણ જુના મંદિર માં દર્શન કર્યા…ઠાકોરજી ને ત્યાં જ જમાડ્યા…..યજ્ઞ શાળા ના દર્શન કરી ….વડતાલ જવાનું નક્કી કર્યું……વિચાર્યું હતું કે- વડતાલ – ૪ વાગ્યા સુધી સમય પસાર કરી- ઠાકોરજી ના દર્શન કરી- બોચાસણ જશું…પણ ત્યાં એટલી બધી ભીડ કે ન પૂછો વાત…! પૂનમ નો સમૈયો…..મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ની હાજરી…..ને લીધે- કાર પાર્કિંગ કરવાની જગ્યા પણ માંડ માંડ મળી…..ગોમતી માં પગ ધોયા…બગીચામાં થોડીક વાર બેઠા..મંદિરે જઈ શિખર ના દર્શન કર્યા…થોડીક ખરીદી કરી અને – મહેળાવ જવા ભાગ્યા…….મહેળાવ માત્ર ૧૦-૧૨ કિમી જ દુર છે…….અમારી પ્રાર્થના કદાચ શ્રીજીએ સાંભળી હશે તો- મહેળાવ ના દર્શન ૩ વાગ્યે પણ ચાલુ હતા…….ઠાકોરજી ના અદ્ભુત દર્શન થયા……..મંદિર પણ અદ્ભુત બનાવ્યું છે……….! બસ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ સ્થળ ના દર્શન બાકી રહી ગયા……
 • ત્યાંથી બોચાસણ જવા રવાના થયા…૩૪ કિમી દુર થાય……પણ પેટલાદ નજીક રોડ પર સમારકામ ચાલે છે જેથી આખું પેટલાદ શહેર ક્રોસ કરી ને વિરોલ વાળા રસ્તે બોચાસણ જવું પડે……ગુગલ ભાઈ ખરેખર ખુબ કામ માં આવ્યા…….બોચાસણ પહોંચી- ઠાકોરજી ના દર્શન મન ભરી ને કર્યા….મહંત સ્વામી મહારાજ ત્યાં જ હતા પણ એમના દર્શન ની કોઈ શક્યતા નહોતી- આથી બહાર થી જ દર્શન કરી- અભિષેક કરી- બોરસદ-આણંદ વાળા રસ્તે – ઘરે પરત પધાર્યા….!!

This slideshow requires JavaScript.

 • તો યાત્રા નો નિષ્કર્ષ શું???? ….. ૧) એક દિવસ માં આ બધા પ્રસાદી ના સ્થાન ના દર્શન થઇ શકે છે…….૨૦૦-૨૫૦ કિમી ની દોડાદોડી થાય……જમવા ની કોઈ ચિંતા નહિ……૨) ગુગલ ભાઈ – ખરેખર હવે જીવન નો એક ભાગ બનતા જાય છે…..છતાં પૂછતાં નર સદા સુખી……….આથી અજાણ્યા રસ્તા પર પૂછતાં રહેવું…ક્યાંક અટવાઈ ન જવાય……! ૩) બાળકો સાથે હોય તો ઘરે થી નાસ્તો સાથે રાખવો……શક્ય છે કે- મંદિર નું જમવાનું કદાચ એમને અનુકુળ ન આવે……..અશક્તો માટે આ યાત્રા નથી……

તો- બસ વેકેશન પૂરું…….ઘંટી ના પડ ફરવા નું ચાલુ……..એ જ ઘરેડ માં ચાલો પાછા ગોઠવાઈ જઈએ….અને જો સમય મળે તો- આવી નાનકડી યાત્રા ઓ વછે જીવન ને ગુલાલ કરતા જઈએ…!!! અહી તો ચાલતા રહેવું એ જ જીવન છે………….!

સાધુ તો ચલતા ભલા…..!!!

રાજ


Leave a comment

BAPS રવિસભા – ૩૦/૪/૨૦૧૭

“…..જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા…………. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે……………….. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે………… અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી ………………..અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે…………… અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે……………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે………… તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………….

તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે……………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા મધ્ય-૨૧- મુદ્દા નું વચનામૃત

સર્વે શાસ્ત્રો નો સાર શ્રીજી એ અતિ કરુણા કરી ને વચનામૃત માં ગ્રંથસ્થ કર્યો અને રહસ્ય જ્ઞાન ને સહજ જ્ઞાન કર્યું…….અને એમાં પણ ઉપરોક્ત મુદ્દા નું વચનામૃત – કે જેને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ ના ટ્રસ્ટી શ્રી દોલતરામ કૃપાશંકર પંડ્યા ને સમજાવ્યું કે- “પ્રત્યક્ષ” ભગવાન અને સાધુ નો મહિમા શું છે?? કલ્યાણ ના માર્ગ માં એની ભૂમિકા શું છે?? દોલત રામ ને પોતાનો ઉત્તર મળી ગયો અને સમજાઈ ગયું કે- કેવળ એક અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ખાતર જ શાસ્ત્રીજી એ વડતાલ છોડ્યું…અને બોલી ઉઠ્યા..” જે કાર્ય કરવા શ્રીજી એ કદાચ સ્વયમ આવવું પડે..એવું કાર્ય તમે કર્યું છે…..અને એ માટે તમારા શિષ્યો તમારી સોના ની મૂર્તિ બેસાડશે…..”

આજે આ વાક્ય સત્ય ઠર્યું છે……શ્રીજી નો હૃદયગત સિદ્ધાંત…એમનું સર્વોપરી પણું…મૂર્તિમંત થઇ અક્ષર પુરુષોત્તમ મહારાજ રૂપે ૧૨૦૦ થી વધુ મંદિરો માં મધ્ય શિખરે બેઠું છે……!!!! ઘરેઘર પૂજાય છે…..અને એ પ્રસરાવનાર પ્રત્યક્ષ ગુરુહરિ- બ્રહ્મરૂપ ગુરુહરિ મહંત સ્વામી રૂપે આજે સત્સંગ માં વિચરે છે….! પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિદ્વાન સંત ના મુખે આ વચનો નું નિરૂપણ સાંભળવું..એ જીવન નો કદાચ અમુલ્ય લ્હાવો છે…..અને આજે એ લ્હાવો અમદાવાદ વાસીઓ ને મળ્યો….!

આજે યુવક-યુવતી અધિવેશન હતું…અને અમે સમયસર સભામાં પહોંચી ગયા……પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ માં જ આરામ કરી રહ્યા છે…..દર્શન-સભા અને સવાર ની પૂજા દર્શન એ મુજબ બંધ છે….છતાં હૃદય માં ઊંડે ઊંડે દર્શન ની ઝંખના તો હતી જ…! તો સર્વ પ્રથમ શ્રીજી ના…ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરવા માં આવ્યા…

collage_20170430173111676_20170430173240823

સભાની શરૂઆત- યુવકો દ્વારા કર્ણપ્રિય સ્વર માં – સ્વામિનારાયણ ધુન્ય થી થઇ……બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન….”મારા નૈના તણા શણગાર…..” રજુ થયું અને ત્યારબાદ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન….”ધન્ય ધન્ય એ સંત સુજાણ ને…..” રજુ થયું………..ગઢડા પ્રથમ-૨૭ નું વચનામૃત જાણે કે પધ્ય માં ગવાઈ રહ્યું હતું…..!!

ત્યારબાદ એપ્રિલ-૨૧ ના રોજ અમદાવાદ માં શ્રી વાસુદેવ કામત દ્વારા ચિત્ર કથા પુસ્તક -ભગવાન સ્વામિનારાયણ ના જીવન કથન પર પ્રગટ થયું એના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ.બ્રહ્મદર્શન સ્વામી જેવા અતિ વિધવાન -તેજસ્વી વક્તા સંત દ્વારા ગઢડા મધ્ય-૨૧ ના વચનામૃત પર આધારિત અદભુત પ્રવચન થયું…જોઈએ એનો સારાંશ….

 • સર્વે શાસ્ત્રો…સર્વે ગ્રંથ નો સાર એક વચનામૃત છે…………અને એ માત્ર એક પુરુષોત્તમ જ કરી શકે…..
 • પણ આપણા હિંદુ ઓ ને આપણી સંસ્કૃતિ…આપણી પ્રાપ્તિ નો મહિમા નથી..એ દુઃખદાયક છે….
 • જ્યાં સુધી આ જીવ ને આ લોક ના સુખમાં માલ મનાયો છે ત્યાં સુધી અખંડ સુખ ની પ્રાપ્તિ થવાની જ નથી…..
 • આ જગત કે બ્રહ્માંડ માં કશું પણ આપોઆપ થતું નથી……એક ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજીએ તો જ સમજાય કે આ બધું શું છે….
 • ભગવાન ને સર્વ કર્તાહર્તા સમજવા થી અહંકાર ટલે છે…..અને અહંકાર ટળવાથી સર્વ દોષો ધીરે ધીરે દુર થાય છે…….શ્રીજી ના ચરિત્ર ..એનો સાર સમજાય છે……જીવ નું પોષણ થાય છે…..
 • જીવન માં અનેક વિઘ્ન આવે…..અપમાન થાય…..છતાં પણ સ્થિર રહેવું એ – આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન માં થી શીખવા મળે……..અત્યારે મહંત સ્વામી મહારાજ જુઓ……આટલી મોટી સંસ્થા ના ગુરુપદે આવ્યા પછી સહેજ પણ તણાવ કે ચિંતા માં આવ્યા નથી……કારણ….ભગવાન ને કર્તાહર્તા સમજે છે….!
 • આપણી સંસ્થા માં અકલ્પનીય કામ થાય છે…પણ અહી કોઈ જશ લેવા તૈયાર જ નથી…….એ જ અહી નિર્માની પણા ની નિશાની છે……
 • ગઢડા મધ્ય-૨૧ ના આધારે શાસ્ત્રીજી મહારાજે દોલતરામ જેવા સાક્ષર ના સંશયો દુર કર્યા છતાં આજે પણ ઘણા એમ કહે છે કે….શ્રીજી તો સર્વોપરી હતા તો પોતે પોતાના હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ કેમ ન પધરાવ્યા??? ઉત્તર સ્પષ્ટ છે કે …શ્રીજી એ સમય ના માહોલ..સત્સંગીઓ ની સમજણ ને જાણતા હતા…..વડતાલ માં હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ ના સ્થાપન માં પણ એમને વિઘ્નો આવ્યા…તો- આ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને મૂર્તિમંત કરવા ની વાત હતી……છેવટે યોગ્ય સમય આવ્યે- શ્રીજી એ પોતાના સંકલ્પ મુજબ પોતાના જ તેજસ્વી સાધુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા એ કાર્ય કરાવ્યું અને ગુણાતીત પરંપરા ના એ સંતે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય દેરા માં જ બેસાડી- શુદ્ધ ઉપાસના ના ડંકા વગાડ્યા…!
 • અને એ જ ગુણાતીત પરમ્પરા….એ જ ગુણાતીત સત્પુરુષ આજે પણ એ જ કાર્ય કરી રહ્યા છે…..જે આગળ પણ ચાલુ રહેશે……
 • અને યાદ રાખો- પ્રગટ વિના કલ્યાણ જ નથી…….કોટી જન્મ ઉપાય કરો…પણ પ્રગટ સત્પુરુષ….ના શરણે ગયા સિવાય આત્યંતિક કલ્યાણ જ નથી……અને એ પ્રગટ માં પ્રીતિ હશે….દ્રઢ નિષ્ઠા હશે તો જ આત્યંતિક કલ્યાણ થશે…!

અદભુત……અદભુત……! આટલું સમજાય તો એ તરી જવાય..!

સભાને અંતે – ૨ જી મેં એ ઉજવનારા શાહીબાગ મંદિર ના પાટોત્સવ ની જાહેરાત થઇ….સવારે ૫:૪૫ વાગે ત્યાં પહોંચી જવું..! આ સિવાય પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય સુધારા અંગે પણ જાહેરાત થઇ……

હવે થી દરેક સભા બાદ- “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની જય” એમ બોલવું…….અને એની શરૂઆત પણ આજે થઇ ગઈ……સભાને અંતે સર્વ ભક્તો ને એક અદભુત ભેટ મળી……..- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં ભક્તજનો ના ભાવ ને વશ થઇ ઝરુખે પધાર્યા…હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને સર્વે ને અદભુત દર્શન આપ્યા…!!! સભા સફળ થઇ ગઈ…!!!!

બસ- હવે તો શ્રીજી ને નિરંતર પ્રાર્થના કરવા ની કે- ગુરુહરિ નું સ્વાસ્થ્ય સારું રહે……સર્વે હરિભક્તો-સંતો ને એમના દર્શન -આશીર્વાદ નો અઢળક લાભ મળે……….

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

આજકાલ-૯/૧૨/૨૦૧૬

સમય દરિયાની રેત ની જેમ સરકતો જાય છે……પડછાયા ની જેમ…મૃગજળ ની જેમ …પવન ના લહરખા ની જેમ બસ એ વહેતો જ જાય છે……એ વહેણ માં જેટલું જીવી લેવાય એટલું જ આપણું……! બાકી ક્યાં અહી કોઈ કાયમી છે…???? ધણી નું તેડું આવશે એટલે એકપળ પણ..”ઉભા રહો….” એમ નહિ કહેવાય…..માલ-મિલકત-ધન-ધાન્ય-કુટુંબ પરિવાર ક્ષણ માં છૂટી જશે……! દેવાનંદ સ્વામી કહે છે કે…

” તારે માથે નગારા વાગે મોત ના રે….નથી એક ઘડી નો નિર્ધાર…..

તો એ જાણ્યા નહિ જગદીશ ને રે….”

એના જેવું છે…..અહી તો કારકિર્દી ..નોકરી-ધંધા ની લ્હાય માં ઘણુંયે એમનું એમ જ છૂટી જાય છે……કરવા જેવું કરાતું નથી અને બિનજરૂરી પંચાત જીવનમાં ઘુસી જાય છે….!..આપણા શાસ્ત્રો કહે છે એમ –જેમ તમારી આવક માં દશમો-વીસમો ભાગ શ્રીજી નો છે એમ આયુષ્ય નો દશમો –વીસમો ભાગ શ્રીજી નો છે…..એમ માની- જીવન ના ચકરડા વચ્ચે – ભગવાન ને સદાયે આગળ રાખવા…..એમના માટે- એમના રાજીપા અર્થે જીવવું…..વર્તવું..!

તો- શું ચાલે છે આજકાલ??? ચાલો સમય ના પગલા ને નિહાળીએ…..

 • પપ્પા ના ધામ ગમન બાદ –મન વધારે મજબુત….વિચારો વધુ સ્પષ્ટ અને શ્રીજી પર ની શ્રદ્ધા વધારે દ્રઢ બની છે……સંસાર ના કારખાના ઓ નો કોઈ અંત નથી…..એ તો ચાલુ જ રાખવા ના..રહેવા ના….પણ એમાં શ્રીજી ને ભેળવી દેવાના..! તો- એજ ઉપલક્ષ માં- સુરત ખાતે થયેલા મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ૯૬ માં જન્મ જયંતિ મહોત્સવ માં ૧ થી ૭ તારીખ ની સેવા નો લાભ લેવામાં આવ્યો…..અને એ મુજબ મન-કર્મ-વચને –ધીમી ચાલતી દુકાન ને બંધ કરી…योगक्षेमंवहाम्यहम નું વચન યાદ કરી ..નિશ્ચિંત થઇ… સેવામાં ઉપડી ગયો….અને શ્રીજી ની દયા એ ધ્યેય સંતોષકારક રીતે પાર પડ્યો…..
 • અદ્ભુત મહોત્સવ……અદ્ભુત પ્રદર્શની….અદ્ભુત મુલાકાતીઓ…હરિભક્તો…..અદ્ભુત સંતો…અને અદ્ભુત સ્વયંસેવકો…….! ૪૦૦ એકર ના વિશાલ પરિસર માં ફેલાયેલા સ્વામિનારાયણ નગર માં લાખો મુલાકાતીઓ રોજ આવે…બધા આખો દિવસ પ્રદર્શની જુએ…..ફાઈબર નું બનેલું વિશાલ મંદિર( એકદમ આબેહુબ જ લાગે) માં દર્શન કરે…..બધા સવાર-સાંજ પ્રસાદી જમે…..અને રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ ને છુટા પડે……….પણ કોઈના મોઢા પર થાક-કંટાળો નહિ……ઉલટાનું જીવન-હૃદય પરિવર્તન થઇ જાય…..એવો અમારો તાદ્રશ્ય –અનુભવ..! બેપ્સ હોય એટલે ઝીણી ઝીણી વાતો નું પણ અદ્ભુત મેનેજમેન્ટ થાય……સંતો….સ્વયંસેવકો….અને વિશેષ તો મહિલા સ્વયમ સેવકો..- ભૂખ્યા રહીને પણ રાત-દિન સેવામાં પ્રવૃત રહે….નાના માં નાના સ્વયંસેવક ને પણ સેવા નો મહિમા-અભરખો……! અદ્ભુત..અવિરત સેવા….સત્સંગ નો અસ્ખલિત પ્રવાહ ….એક સત્પુરુષ…એક ભગવાન ને રાજી કરવા ની જ તમન્ના ………આપણું તો આ જોઇને મસ્તક નમી જાય……! એકસાથે ૪૪ નવજુવાન પાર્ષદો ની ભાગવતી દીક્ષા થઇ…..અને તેમના મોઢા પર તમે આનંદ..તેજ….રોમાંચ જુઓ તો સમજાય કે- સાચો વૈરાગ્ય કોને કહેવાય..? શ્રીજી ના સમય નો- આવો વૈરાગ્ય નો અભરખો- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના શરણ માં ..દેખાય છે……!!! અને મહંત સ્વામી તો સ્વયંભુ સાધુતા ની….નિર્માની પણા ની ગુણાતીત મૂર્તિ..! આટલી ઉમરે પણ રોજ સવારે ૩.૪૮ વાગ્યે ઊઠવાનું…અને રાત્રે ૧૨ તો સહજ વાગે….હજારો-લાખો પ્રશ્નો..પ્રવૃતિઓ… વચ્ચે પણ સદાયે સ્થિર-ગંભીર…..હસતા..! બુદ્ધિ..તર્ક શસ્ત્ર ને તાળા લગાવી –આ જાતે અનુભવવા જેવું વિજ્ઞાન છે…!
 • વળતી વખતે પરિવાર સાથે –મેં ગાડી જાતે ડ્રાઈવ કરી ….ભરૂચ મંદિર…વડતાલ…જેતલપુર આદિક મહા પ્રસાદી ના સ્થાનો ના દર્શન નો લાભ લેવામાં આવ્યો…….શ્રીહરિ નોમ નો ફેરો સફળ થયો……..બરોડા-અમદાવાદ વચ્ચે જુના હાઈવે નું નવીનીકરણ થયું છે……જે પરદેશ ના રોડ ને પણ ટક્કર મારે એવું કામ થયું છે……..એ જોયું……!
 • નોટબંધી ……….મને એટલી બધી નડી જ નથી…..કારણ કે હું વર્ષો થી મારું નાણાકીય કામકાજ ઓનલાઈન જ કરું છું…….લાઈટબીલ હોય કે મ્યુનીસીપલ ટેક્ષ બીલ…..પેટ્રોલ હોય કે કરિયાણું…..ટેક્ષી હોય કે બસ ટીકીટ…….બધું કાર્ડ કે ઓનલાઈન થી જ થાય છે……! જે લોકો – ખોટા કામ કરે છે…..કે જેને અજ્ઞાન ને લીધે ઓનલાઈન કામકાજ નથી આવડતું…..એ લોકો ને જ વધારે તકલીફ પડે છે…! જો કે કેશલેસ સીસ્ટમ ગામડે ગામડે પહોચી નથી…..પણ એની શરૂઆત થઇ ચુકી છે…..! ૩૦ દિવસ પછી પણ બેંકો માં- લાઈન કેમ ઘટતી નથી..એ હજુ મને સમજાતું નથી…! અરે….અમુક મંદિરો માં તો ઓનલાઇન દાન ની પણ શરૂઆત થઇ ચુકી છે…..પછી બાકી શું રહે..!
 • આ વચ્ચે અમારા હરિકૃષ્ણ મહારાજ ની લીલાઓ ચાલુ જ છે……સ્કુલ માં બહુ રજાઓ પડી ..એટલે ભાઈ ને સવારે સ્કુલ માટે ઉઠાડી એ એટલે તરત બહાનું કાઢતા બોલે…” પપ્પા ..આજે સ્કુલ માં છુટ્ટી છે……સાંજે સભામાં જવાનું છે…” ……!!!!! આગળ શું થશે?? એની ચિંતામાં રીના બિચારી અડધી થઇ ગઈ છે…….! અને એની જીભ દિન પ્રતિદિન તેજધાર થતી જાય છે……એના પ્રશ્નો ના ઉત્તર આપવાનું અમારા માટે દિન પ્રતિદિન મુશ્કેલ થતું જાય છે……મારી ડીગ્રીઓ-ભણતર બધું સાલું વ્યર્થ લાગતું જાય છે….! J
 • જયલલિતા ગયા………! જે થયું એ સારું થયું……ચાલો હરિ ને ગમે એ ખરું..! પણ મને એક પ્રશ્ન થાય છે…..કે પેલી હજારો સાડીઓ…હજારો જુતાઓ….અને પેલી “લકી” ખુરશી નું શું થશે????
 • ૨૦૧૭ માં –પેટ્રોલ ના ભાવ ૮૦ રૂપિયા થવાના છે……..અત્યાર થી જ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી રાખીએ તો…??? J

તો- બસ …..સમય ચાલ્યા કરે…..આપણે પણ ચાલતા રહીએ……..જ્ઞાન ગંગા…..અનુભવ ગંગા….સલાહગંગા વહાવતા રહીએ………..ઠાકર જે કરશે એ સારું જ કરશે…!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૦/૦૩/૨૦૧૬

“….પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ  એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે….”

—————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-વરતાલ-૧૯

જીવ માટે સૌથી મુશ્કેલ કાર્ય  કયું??? ઉત્તર આપતાં  શાસ્ત્રો  કહે છે કે  -જગતની  ઝંઝટો વચ્ચે સત્પુરુષ અને ભગવાન ની  યથાર્થ  ઓળખાણ થવી એ…!!! વડતાલ ના ચાર ચાર પેઢી ના  કોઠારી ગોરધનભાઈ ના  ભત્રીજા ગીરધરભાઈ એ વરતાલ-૧૯ ના  વચનામૃત પ્રમાણે સત્પુરુષ ને  શોધવા દાખડો-તપશ્ચર્યા કરી અને હરિકૃષ્ણ મહારાજે સ્વયમ પ્રગટ થઇ તે સમયના ગુણાતીત પુરુષ ભગતજી મહારાજ ની ઓળખાણ કરાવી …..અને ગીરધરભાઈ -વિજ્ઞાનદાસ સ્વામી તરીકે ત્યાગાશ્રમ સ્વીકારી એ ગુણાતીત પુરુષ ના ડંકા જગતમાં વગાડતા ગયા…..!!! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સાધારણ ગૃહસ્થ ભગતજી મહારાજ ને ગુરુ તરીકે સ્વીકાર્યા …..અને અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત ને મૂર્તિમંત કર્યો….આજે હજારો મંદિરો…. એ  સિધ્ધાંત ને , પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ થકી જીવમાત્ર સુધી પ્રસરાવી રહ્યા છે….! “સત્પુરુષ આ પૃથ્વી પરથી જતા જ નથી” એ ગુણાતીત વચન આજે સ્પષ્ટ દેખાય છે….! આજની સભા ભગવાન સ્વામિનારાયણ ના દ્રિતીય અધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની જન્મજયંતી ( ફાગણ સુદ પૂનમ-હોળી) ની પ્રતિક સભા રૂપે હતી…….! તો ચાલો આગળ વધીએ અને શરૂઆત કરીએ- શ્રીજી ના અદ્ભુત દર્શન થી…..

10628153_524561111065399_1635553485123209427_n

સભાની શરૂઆત- પુ.સંતો- અને યુવકો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……પુ.શુભ કીર્તન સ્વામી, પુ. વિવેક્મુની સ્વામી ,પુ.ધર્મ પ્રકાશ સ્વામી ( માણ વાળા સ્વામી) અને યુવકો એ  રંગ રાખ્યો…..કીર્તનમાં

 • બાજે બાજે રે……કે આવી ગયો ફાગણિયો…..
 • દેરીએ ડંકા વાગ્યા ..ભગતજી ….(રચયિતા-વનમાળી દાસ)

રજુ થયા……અને જાણે કે  બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ની શ્વેત વસ્ત્ર આચ્છાદિત છબી -હરિના રંગે રંગાઈ ગઈ…..અને હરિભક્તોના તન-મન એમાં વહી ગયા………!!!

04_London_Bhagatji_Maharaj_Jayanti_2014f

ત્યારબાદ- ભગતજી મહારાજ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે- પુ.હરિચિંતન સ્વામી દ્વારા “ભાદરોડ ની લીલા” પ્રસંગનું રસપ્રદ વિવરણ થયું…..જોઈએ એના અમુક અંશ….

 • મહુવા નજીક ભાદરોડ ગામ છે..ત્યાં આગળ -બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના ઈશક માં  મરણીયા થયેલા સંતો -વિમુખ થઈને ભગતજી ના દર્શને-રોકાણા અને ભગતજી મહારાજે જે જ્ઞાન..સ્નેહ…પ્રેમ ના ખજાના ખુલ્લા મુક્યા તેનો પ્રસંગ છે……! સંતો કહેતા કે- જો આ પ્રસંગની સ્મૃતિ કોઈ કરે તો તેના કામ-દોષ સર્વે ટળી જાય..!
 • ભગતજી મહારાજ નું સ્વરૂપ સ્વામી વિગ્નાનદાસ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ,જેઠા ભગત,બેચર ભગત સર્વે એ જાણ્યું….સમજ્યું  અને  એવા તો એમનામાં જોડાયા કે- દ્રેષવાળા સાધુઓ એ અપમાન કર્યા…ધોળા પહેરાવ્યા…સંપ્રદાય બહારકર્યા છતાં કોઈની નિષ્ઠા ડગી નહિ……અરે,ખુદ ભગતજી એ ચરિત્ર કરી સર્વે ને કાઢ્યા…..પોતાના થી દુર કર્યા છતાં -આ ભક્તો અટક્યા નહિ….અને છેવટે ભગતજી એ રાજી થઇ- સંતો-ને પોતાના સ્વરૂપની-શ્રીજી ના સ્વરૂપની- ગુણાતીત જ્ઞાન ને અઢળક વાતો કરી….અડધો રોટલો માંડ ખાઈ શકનાર કૃશકાય સાધુઓ ને ત્રણ ત્રણ રોટલા-રીંગણ નું શાક ખવડાવ્યું અને બદલામાં સંતો ને ભગતજી ને ચંદન અર્ચા નો અમુલ્ય લાભ મળ્યો….!!!!!!!  શ્રીકૃષ્ણ ભગવાન ની મહારાસ લીલા માં  જેમ ગોપીઓ -ભગવાનમાં એક થઇ ગઈ..તેમ અહિયાં- ભગતજી મહારાજ ના સ્નેહ માં -ભક્તો-સંતો એક થઇ ગયા…………..!!!
 • આમ ,જીવ એકવાર સત્પુરુષ ને  ઓળખે…એનામાં રહેલા પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ ને ઓળખે એટલે – બીજે ક્યાંય બંધાય જ નહિ……આ જ્ઞાન પોતે સમજે અને અન્યને પણ દ્રઢ કરાવે જેથી અન્યનું પણ કલ્યાણ થાય….

અદ્ભુત…..અદ્ભુત………! પુ.હરીચીન્તન સ્વામી ની સાહજિક અદા….અને રસપ્રદ નિરૂપણ થી સર્વને ભગતજી મહારાજે કરેલ દાખડો -રદયમાં ઉતાર્યો..સમજાયો…..!

ત્યારબાદ- પુ.વિવેક્મુની સ્વામી એ “માંગો માંગો ભગતજી…..” કીર્તન રજુ કર્યું……અને પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા “ભગતજી મહારાજ ના જીવન ચરિત્ર અને ગુણાતીત પણા” પર માહિતીપ્રદ પ્રવચન રજુ થયું…..જોઈએ એના અમુક અંશ…

 • પ્રાગજી ગોવિંદજી -મહુવાના સામાન્ય ગૃહસ્થ હતા અને સદગુરુ સ્વામી યોગાનંદજી નો યોગ થી સત્સંગમાં પ્રવેશ થયો….અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી ની સાથે ૧૩-૧૩ વર્ષ સુધી સેવા કરી અક્ષર ના અમૃત પીધા અને જયારે ગોપાળ સ્વામી ધામ માં ગયા ત્યારે પ્રાગજી ભક્ત ને જુનાગઢ જઈ- ગુણાતીતાનંદ સ્વામી નો યોગ કરવાનું કીધું……! એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાથે મન-કર્મ-વચને જોડાયા…સ્વામી ના  મૂળ સ્વરૂપ- અક્ષર સ્વરૂપ ને ઓળખ્યું..સમજ્યા પછી- ભગતજી મહારાજ પાછા પડ્યા નથી……! ગુણાતીત માટે દેહ કુરબાન કરી દીધો…..સતત સાડા ત્રણ વર્ષ સુધી એકધારી -દેહ ના ચુરા કરી દેતી સેવા કરી અને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ – એક સામાન્ય -દરજી ગૃહસ્થ ને પોતાનું ગુણાતીત જ્ઞાન આપ્યું…બ્રહ્મરૂપ કર્યો…..અખંડ શ્રીજી આપ્યા…….અને આજ્ઞા કરીકે – સ્વામીનું અક્ષર પણા ની છડેચોક વાત કરવી…..!!
 • ભગતજી એ જે -આ વાત કરવામાં જેટલા અપમાનો સહન કર્યા છે તેટલા કદાચ સંપ્રદાય માં કોઈએ નહિ કર્યા હોય……વિમુખ થયા….હડધૂત થયા…માર પડ્યો….લાડવા માં ઝેર આપવામાં આવ્યું…..છતાં ભગતજી ડગ્યા નહિ….કોઈના પ્રત્યે લેશ માત્ર દ્રેષ-અણગમો નહિ…..અખંડ શાંતિ-સુખ એમના ચહેરા પર દેખાતા…..અને પરિણામે એ જ્યાં જાય ત્યાં લોકો-ભક્તો-સંતો-વિદ્વાનો ટોળે વળતા…….અતિ વિદ્વાન એવા શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્ય થયા……….અને ભગતજી ની સેવા કરી અતિ રાજી કર્યા અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને મૂર્તિમંત કરવાનું બીડું ઝડપ્યું…….!!!
 • ભગતજી ભલે સીધા સાદા ગૃહસ્થ હતા……દરજી હતા પણ અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ને રાજી કર્યા અને બધા યોગ સિદ્ધ થયા …જ્ઞાન ની સરવાણી ઓ ફૂટી……મહા સમર્થ થયા…..બ્રહ્મરૂપ થયા…….! એ કહેતા કે જીવ જયારે સાંગોપાંગ ભગવાનમાં જોડાય ત્યારે ભગવાન એને વશ થઇ જાય છે…..અને એ ભગવાન સ્વામિનારાયણ ને પ્રતાપે એમનું ધાર્યું થાય છે……પીજ ના મોતીલાલ ભાઈ ને તેમના તપ ના ફળ સ્વરૂપ શ્રીજી મહારાજે દર્શન આપી કહ્યું કે ” વર્તમાન કાલે હું પ્રાગજી ભક્ત દ્વારે પ્રગટ છું…..તું તેમને ઉઘાડા કરીને સૌને ખબર કર…..મારી આજ્ઞા છે…”
 • એ જ ભગતજી મહારાજ- શાસ્ત્રીજી મહારાજ ને પોતાનો કોડીલો લાલ કહેતા અને શાસ્ત્રીજી મહારાજે -જે જુનાગઢ માં ભગતજી નું અપમાન થયું હતું ત્યાં જ -આચાર્ય મહારાજ ના જેવું જ..એમની સાથે જ….મહા સન્માન કરાવડાવ્યું…..ગુણાતીત જ્ઞાન ના  ડંકા ચારેકોર વગાડ્યા…..! અને ભગતજી ના ગુણાતીત જ્ઞાન ના અધ્યાત્મિક વારસ બન્યા…….!

અદ્ભુત…..અદ્ભુત……….સત્પુરુષ આ પૃથ્વી પર થી જતા જ નથી….એ ગુણાતીત વિધાન ને – શ્રીજી ના વિધાન ને બ્રહ્મસત્ય સાબિત કર્યું છે………..સાબિતી આપણી નજર સમક્ષ જ છે…..જુઓ પ્રમુખ સ્વામી મહારાજ..!!

ત્યારબાદ- આવી રહેલા ફૂલદોલ મહા ઉત્સવ અંગે અમુક જાહેરાતો થઇ……

 • તારીખ ૩૦/૩ થી સારંગપુર ખાતે સંત શિબિર શરુ થાય છે……આથી ત્યાં આગળ હરિભક્તો માટે ઉતારા બંધ છે….
 • ફૂલદોલ ઉત્સવ- અગાઉ જણાવ્યા મુજબ- કોઈ મોટા ઉત્સવ તરીકે સારંગપુર ખાતે નથી….આથી જે તે વિસ્તાર ના મંદિરોમાં નિયમ મુજબ જ ઉત્સવ ઉજવવાનો છે…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રા માં-ઉજવાયેલા ફૂલદોલ ઉત્સવ ના દર્શન નો અમુલ્ય લાભ વિડીયો માધ્યમ થી મળ્યો…..સાથે સાથે સ્વામીશ્રી ના એ સમય ના આશીર્વચન નો પણ લાભ વિડીયો દર્શન થી મળ્યો…….!!! અદ્ભુત સ્મૃતિ…..દર્શન…….!જોઈએ એક એવો જ આશીર્વચન નો વિડીયો નીચેની લીંક દ્વારા…..

( સૌજન્ય-બેપ્સ ચેનલ્સ -યુટ્યુબ )

તો ચાલો- શ્રીજી ને- સ્વામી ને પ્રાર્થના કરીએ કે- ભગતજી મહારાજ જેવા સેવા,આજ્ઞા પાલન ના ગુણ આપણા માં પણ આવે…………! આ દેહે કરીને- મને કરીને-જીવે કરીને- સ્વામી-શ્રીજી ને રાજી કરી શકીએ એટલે – આ જન્મારો સફળ.!!!!

જય સ્વામિનારાયણ….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા -૧૪/૦૨/૨૦૧૬

વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે………………અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં……………..

અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં તે શૂરવીર સાચો…….. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં………”

———————————

ભગવાન શ્રી  સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૭

જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં…….. અને  …મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ???? …. એક એક શબ્દ જાણે કે  સ્વયમ શ્રીજી ની આજ્ઞા બની -જીવ-અંતરમાં પડઘાઈ રહ્યો છે..!! એક ભગવાનમાં જે સુખ છે..તેવું બીજે ક્યાંથી હોય?? અને આવી પ્રાપ્તિ થઇ હોય તો ચુપ રહેવાય?? ન રહેવાય……આજની સભામાં  પુ.ઈશ્વરચરણ સ્વામી એ  આજ  વાત કરી ને  જીવ સાથે ચોંટેલા જગતના મેલ દુર કરી દીધા….પુનઃ જીવ બળિયો થઇ બ્રહ્મસત્ય ને પામી રહ્યો..!

ગયા રવિવાર ની સભા અંગત કારણોસર ચુકી ગયો અને એથી જ આજની સભા હું કોઈ સંજોગોમાં ચૂકવા માંગતો ન હતો….સમયસર પહોંચી ગયો…અને જોયું તો સંખ્યા રોજ કરતા આજે ઓછી હતી..કારણ લગ્ન ગાળો…..! સભામાં સ્થાન ગ્રહણ કરતા પહેલા મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…..અમારે તો શ્રીજી છે તો રોજેરોજ  વેલેન્ટાઈન ડે હોય છે…..એમાં કહેવાનું શું???

12742826_1666837550270744_1862411986022862563_n

સભા ની શરૂઆત- યુવકો-સંતો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ……..

 • યુવકો દ્વારા “ધર્મ કુંવર હરિકૃષ્ણજી …..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન…..
 • પુ.વિવેક્મુની સ્વામી દ્વારા ” મારે સ્વામિનારાયણ ભજવા રે..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયા….

ત્યારબાદ પુ. નિર્મલચરિત સ્વામી દ્વારા ૨૦૦૭ થી ૨૦૧૧ સાલ સુધીના -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ પ્રસંગોનું પઠન-વિવરણ થયું…..જોઈએ સારાંશ….

 • વચનામૃત -કારીયાણી-૬ માં શ્રીજી કહે છે એમ- આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે- શ્રીજી ની જેમ જ પોતાનો દેહ -ભક્તો ના રાજીપા -સુખાકારી અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે…….ભલે ને  એ ભરૂચ માં આવેલો હાર્ટ એટેક હોય કે ૧૦૨ ડીગ્રી તાવ હોય…….પણ સ્વામીશ્રી નું ભક્તો ને રાજી કરવાનું કાર્ય અટક્યું નથી…
 • માત્ર ભક્તો જ નહિ પણ મુમુક્ષો-ગુણભાવી મનુષ્યો માટે પણ સ્વામીશ્રી સદાયે મદદ-પ્રાર્થના -આશીર્વાદ આપતાં રહ્યા છે……
 • એક પ્રશ્ન ના ઉત્તર માં સ્વામીશ્રી એ  સમાજ સુધાર માટે કહ્યું કે- બાળકો ને  -શરૂઆત થી જ બાળમંડળ માં મોકલો -તો ભવિષ્ય માં કોઈ વૃધ્ધાશ્રમ ની જરૂર નહિ પડે…! અદ્ભુત વાત..!

ત્યારબાદ- સ્વામીશ્રી એ ૭ ફેબ્રુઆરી-૨૦૧૬ ના રોજ- સારંગપુર માં -પોતાના સ્થિર રોકાણ ના -૧૦૦૮ દિવસ પુરા કર્યા ..એની સ્મૃતિ અને દર્શન કરાવતો વિડીયો – દર્શન થયું….તમે પણ નીચેની લીંક પરથી એ દર્શન કરી શકો છો….

 

ત્યારબાદ- મુંબઈ થી પધારેલા પુ.અક્ષરકીર્તન સ્વામી એ  પોતાના સુમધુર સ્વર દ્વારા..” હરિ ભજતા સહુ મોટ્યપ પામે..” કીર્તન રજુ કર્યું……..

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ  પોતાના તેજસ્વી અંદાજમાં વચનામૃત ના વિવરણો ને આધારે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને  એના મહિમા-પ્રસાર માટે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના દાખડા -કાર્યો અંગે પ્રવચન કરતા કહ્યું કે…

 • આપણા ગુણાતીત પુરુષો ના આપણા પર અનંત ઉપકાર છે….જે પોતાના સર્વોપરી-જ્ઞાન અને સિધ્ધાંત માટે સ્વયમ શ્રીજીએ અનેક વચનામૃતો માં થોડોક સંકોચ રાખી ને વાત કરી છે…..એ જ વાત- શ્રીજી ના સર્વોપરી પણા ની વાત -શાસ્ત્રીજી મહારાજે – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને આધારે છડેચોક કરી…..ડંકાની ચોટે-કોઈની શેહ શરમ રાખ્યા વગર કરી…..અનેક અપમાનો-ઉપાધિઓ-ભીડા વેઠી ને કરી….
 • એમાયે શ્રીજી સ્વયમ જયારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભલભલા જીવ છેતરાઈ જાય છે અને ભટકી જાય છે…….એ મનુષ્ય ચરિત્ર માં થી જ દિવ્ય ચરિત્ર સમજવા માટે -સત્પુરુષ ની જરૂર પડે છે…..
 • અને એ સત્પુરુષ થકી જે થોડું ઘણું સ્વરૂપ નિષ્ઠા નું જ્ઞાન આવે છે…એ પણ શ્રીજી ની જ કૃપા થી જ આવે છે………..
 • ગઢડા મધ્ય-૫૭ ના વચનામૃત પ્રમાણે- ભગવાન ના સાચા ભક્ત થવું અને પોતાને જે સ્વરૂપ મળ્યું છે..તેની વાત- કોઈ શરમ-સંકોચ રાખ્યા વગર શુરવીરતા થી કરવી…..
 • અને આમ કરવાથી વિઘ્નો જરૂર આવશે…..પણ ગભરાવવું નહિ….બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન જુઓ……એક બ્રહ્મ સત્ય- સર્વોપરી સિધ્ધાંત કાજે – અપમાનો-હુમલાઓ સહન કરી- વડતાલ છોડી- અનેક કષ્ટો વેઠી ગગનચુંબી મંદિરો બનાવ્યા……..નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ- સાચી વાત કરવામાં બીવું નહિ…એ સાબિત કર્યું….
 • ૩૩ વર્ષ સુધી ધીરજ રાખી- અનેક દાખડા ઓ  કર્યા- રાજપલટો કરાવી ને પણ- શ્રીજી ના સંકલ્પ સિદ્ધ કરવા- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે – ગઢડા માં શુદ્ધ આરસપહાણ નું મંદિર- ટેકરા પર બનાવ્યું…….કલેકટર ગોવિંદસિંહ ચુડાસમા ને ૬ કલાક સુધી- આ સિધ્ધાંત-મંદિર સ્થાપવાનો મહિમા-એની પાછળ નું રહસ્ય સમજાવી- શ્રીજી ના આ સંકલ્પ ને સિદ્ધ કર્યો……
 • એ જ રીતે – નડીયાદ ના સાક્ષર- અને વડતાલ ગાદી ના ટ્રસ્ટ બોર્ડ ના સભ્ય – દોલતશંકર કૃપાશંકર પંડ્યા ને – પોતાની વડતાલ છોડવા નું કારણ….અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો મહિમા…..વચનામૃત- વરતાલ-૫,લોયા-૧૨, ગઢડા મધ્ય-૩, મધ્ય-૨૧ ના આધારે સમજાવ્યો…….અને પંડ્યા સાહેબ એટલા પ્રભાવિત થઇ ગયા કે- બોલી ઉઠ્યા કે- જે સર્વોપરી જ્ઞાન પ્રસરાવવા શ્રીજી ને ફરી વખત આવવું પડે..એ તમે કર્યું છે………!!!
 • આમ, બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ દ્વારા અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન પામ્યા પછી- શાસ્ત્રીજી મહારાજ અટક્યા નથી…..એમણે  આ જ્ઞાન ને છડેચોક- બધે જ ફેલાવ્યું છે……આમ, શુરવીર બનવું…………!

અદ્ભુત…અદ્ભુત……!! જો આ સમજાય- તો જીવ બળિયો બને..શ્રીજી ના -સ્વામી ના આ સર્વોપરી જ્ઞાન ના ડંકા બ્રહ્માંડ માં ગુંજે..!!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

 • તીર્થ જ્યોતિ- ઓડીઓ-વિઝ્યુઅલ શ્રેણી -ના બેનર હેઠળ આજે આ સીરીઝ માં ત્રીજો ભાગ પ્રગટ થયો છે….જેમાં શ્રીજી દ્વારા નિર્મિત મંદિરો-પ્રસાદી ના સ્થાનો નો મહિમા- વિડીયો- પ્રવચન દ્વારા રજુ કરવામાં આવ્યો છે…….અચૂક વસાવવી…..મેં ખરીદી છે…તમે???

12705532_959887674049201_5671871889730188835_n

 • બ્રહ્મ સત્ર – પ્રવચન હેઠળ- તારીખ ૨૮/૨ અને ૧૩/૩ પુ.નારાયણમુની સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો નું રસપાન થવાનું છે…..સર્વે હરિભક્તો એ અવશ્ય લાભ લેવો…….

12744228_959887760715859_2061960018954683992_n

તો આજની સભા વિશિષ્ટ હતી………….સાચા…યથાર્થ…શુરવીર ભક્ત બની ને – આ સર્વોપરી સિધ્ધાંત-સર્વોપરી જ્ઞાન ને જીવમાત્ર સુધી પહોંચાડવાની હતી…..! વિઘ્નો-મુશ્કેલીઓ ભલે આવે……….પણ આ સર્વોપરી શ્રીજી ના રાજીપા ની યાત્રા અટકવાની નથી…એ વાત સ્પષ્ટ..અને ચોક્કસ છે…!!

જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ………જય જય સ્વામિનારાયણ………..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- ૦૪/૦૧/૨૦૧૫

“…કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે……”

————————————————————

અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૨૯૪

કોઈ તમને પૂછે કે દુનિયામાં સૌથી સદભાગી કોણ??? તો ઉત્તર ગર્વ થી બોલવો….” આપણે” સૌથી વધારે સદભાગી છીએ..કારણ કે સાક્ષાત ગુણાતીત પુરુષ આજે આપણ ને પ્રગટ મળ્યા છે…સાક્ષાત મળ્યા છે……ભગવાન – અને સત્પુરુષ- આ પૃથ્વી પર થી ક્યારેય જતા નથી…..એ- બ્રહ્મ વચન -પ્રગટ પ્રમાણ છે…અને એટલા માટે જ -આજની સભામાં- મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી…કે જેમનો દીક્ષા પર્વ આવતી કાલે- પોષી પૂનમ ના દિવસે છે…તેમના થી શરુ થઇ ને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની વાતો આજે સભામાં ગુંજી ઉઠી હતી….!

સભામાં સમયસર પહોંચી ગયો અને સૌપ્રથમ હરહમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન……

jay ho fota

મિત્ર નીરવ વૈદ્ય ના સુરીલા કંઠે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ અને ત્યારબાદ- અદ્ભુત….અદ્ભુત કહી શકાય એવી- અત્યંત મહિમા સભર – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની યશગાથા યુવકો એ- વિવિધ વાજિંત્રો- શંખનાદ સાથે રજુ કરી…..લગભગ ૨૦-૨૫ મિનીટ ચાલેલી આ યશગાથા ના નાદ થી સમગ્ર સભા જાણે કે એ ગુણાતીત પુરુષ ના મહિમા માં ખોવાઈ ગઈ…..!!! ” ગાથા ગાઓ…આજ યજ્ઞપુરુષ ની..શાસ્ત્રીજી મહારાજ ની….” એના શબ્દો હજુ પણ જાણે કે મન-અંતર માં ગુંજે છે…..એટલી પ્રભાવી હતી…

ત્યારબાદ પુ. યોગીવિવેક સ્વામી અને પુ. ધર્મતીલક સ્વામી દ્વારા – અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી -ના જ્ઞાન-અને ભક્તિ ના ગુણો પર અદ્ભુત પ્રસંગો દ્વારા છણાવટ થઇ……ગુણાતીતાનંદ સ્વામી નું જીવન ચરિત્ર વાંચો તો સમજાય કે- શ્રીજી ના આ પ્રગટ ધામ નું આટ -આટલું માહાત્મ્ય -એશ્વર્ય હોવા છતાં-અપાર કષ્ટો-અપમાનો વેઠી ને પણ – શ્રીજી મહારાજ નું સર્વોપરી પણું ત્રિભુવન માં પ્રસરાવ્યું…..છડેચોક પ્રસરાવ્યું….! જોઈએ એના અમુક અંશ…

 • ગુણાતીતાનંદ સ્વામી એ સદાયે દેહ નો અનાદર જ કર્યો હતો……એટલી હદે કે- એ ચાલતા હોય ત્યારે એમના પગમાં ખુમ્પેલા કાંટા નો કરડ..કરડ અવાજ આવતો……પણ જીવમાત્ર ના કલ્યાણ માટે- એમણે અપાર કષ્ટો સહન કર્યા…
 • વચનામૃત માં શ્રીજી એ કહ્યું કે- આત્મનિષ્ઠા અને ત્યાગ બંને સાથે હોય તો જ સાચો વૈરાગ્ય આવે…..અને ગુણાતીતાનંદ સ્વામી માં આ જ ગુણ દેખી શકાય છે….
 • નિયમ ધર્મ માં દ્રઢતા…..સ્થિતપ્રજ્ઞ તા ..વગેરે અનેક ગુણ ના સ્વામી- આ ગુણાતીતાનંદ સ્વામી હતા….
 • ભગવાન માં અખંડ સ્મૃતિ…..ત્રણેય અવસ્થામાં એક શ્રીજી નો સાથ…..અદ્ભુત હતો….
 • પોતે અક્ષર બ્રહ્મ હોવા છતાં- અપાર કષ્ટો સહન કર્યા…અને સદાયે શ્રીજી મહારાજ સાથે સ્વામી-સેવક ભાવે જ વર્ત્યા……એમના માટે શ્રીજી મહારાજ નું સર્વોપરી પણું ફેલાવવું…એ દ્વારા અનંત જીવો નું કલ્યાણ કરવું..એ જ જીવન નો ઉદ્દેશ હતો…..
 • શ્રીજી મહારાજ ની પ્રત્યેક આજ્ઞા નું પાલન કર્યું…….

ત્યારબાદ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન પર આધારિત- વિડીયો સંવાદ રજુ થયો….વડતાલ મંદિર ના આધિકારિક ગોર મહારાજ કેશવલાલ અને ચાણસદ ના કાલિદાસ- બે હરિભક્તો એ- શિર સાટે શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખ્યો એ વાત વિડીયો દ્વારા રજુ થઇ….

 • કેશવદાસ મહારાજે- શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખતા…પોતાનું ગોરપદુ..દાન-આવક ગુમાવી ને પણ બોચાસણ અક્ષરપુરુષોત્તમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી….
 • ચાણસદ ના કાલિદાસે- વડતાલ ટેમ્પલ કમિટી ના પદાધિકારી ઓ ની બેઠક માં- ખુલ્લેઆમ- શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખ્યો અને સારંગપુર મંદિર ના નાણા- વઢવાણ મંદિર માં આપવા ના ખોટા આરોપ નો છેદ ઉડાડી દીધો…..
 • ત્રીજા એક પ્રસંગ માં- બોચાસણ ના હરિભક્તો- ઝવેરભાઈ આદિકે – શાસ્ત્રીજી મહારાજ ની સાથે શાસ્ત્રાર્થ કરી -એમણે હરાવવા આવેલા બ્રહ્મચારી મુનીશ્વરાનંદ અને અન્ય સાધુ ઓ – ને શાસ્ત્રીજી મહારાજ ના મોટા હૃદય નો અનુભવ કરાવ્યો……અને ભોજન-ઉતારા વિના ટળવળતા આ સાધુઓ ને- આશરો આપ્યો…!

અદ્ભુત…અદ્ભુત….! મોટા પુરુષ નો સાધુતા ની વાત થાય એમ નથી…અપમાન કરનાર નું પણ માન રાખે છે…..ગુણાતીતાનંદ સ્વામી એ સાવર ગામ ના ઉગા ખુમાણ ને કે જેણે સ્વામી અને અન્ય સાધુઓ ને ઢોરમાર માર્યો હતો….તેને – મહામુક્ત દીકરો આપેલો…!

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રાસંગિક પ્રવચન માં એ જ વાત કરી….કે

 • ગુણાતીતાનંદ સ્વામી એ બાળપણ થી જ પોતાનું અક્ષર પણું પોતાની માતા ને ઓળખાવ્યું હતું….
 • અને ડભાણ માં દીક્ષા આપતી વખતે શ્રીજી એ જાહેર માં-પોતાના અક્ષરધામ તરીકે સ્વામી નું સાચું સ્વરૂપ ઓળખાવ્યું હતું…….
 • ગુણાતીતાનંદ સ્વામી એ અનેક અપમાનો સહન કરી ને પણ શ્રીજી નું સર્વોપરી પણું છડેચોક ફેલાવ્યું……હજારો ને નિષ્ઠા કરાવી….અનેક સંતો-ને પણ મહારાજ નું સર્વોપરી પણું ઓળખાવ્યું…..રઘુવીરજી મહારાજ ની તો સર્વ ગ્રંથીઓ ( સંશય ગ્રંથી આદિક) ટાળી દીધી…..અને જેને કલ્યાણ નો ખપ હોય તેવા હરિભક્તો ને બ્રહ્મ રૂપ કર્યા……!
 • એમના જ વચન મુજબ એ સદાયે ચિરંજીવી જ છે..અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી દ્વારા – મહારાજ ને અખંડ ધરી રહ્યા છે….

ઉપરોક્ત વાતો કોઈ સામાન્ય સાધુ નથી કરી રહ્યો પણ જે અતિ વિદ્વાન છે…જેમણે પ્રમુખ સ્વામી નું જીવન અત્યંત નજીક થી નિહાળ્યું છે…..એ પોતાના અનુભવ ની વાતો દ્રઢ પણે કરી રહ્યો છે…..! માટે સમજી રાખવું કે- આ જ બ્રહ્મ વચન છે….બ્રહ્મ સત્ય છે…..!

છેલ્લે સભાને અંતે જાહેરાત થઇ કે…

— અમદાવાદ-ગાંધીનગર માં વાઈબ્રન્ટ ઉત્સવો છે- આથી હરિભક્તો એ સલામતી ના નિર્દેશો નું પાલન કરવું…..પાર્કિંગ હોય કે મંદિર- સ્વયંસેવકો ની સુચના મુજબ જ વર્તવું…

— ૧૪ જાન્યુઆરી- ઝોળી ઉત્સવ છે…..જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો સંપર્ક કરવો…..અને સુચના મુજબ વર્તવું…..

તો- આજની સભા વિશેષ હતી….ગુણાતીત ના મહત્વ ને સમજવાની હતી…..અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત પુરુષો ના મહત્વ ને સમજવાની હતી…..!

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા- ૧૬/૧૧/૨૦૧૪

“….પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા……. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વકર્તાહર્તા જાણવા એ જ છે…………. અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…………. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે.. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે, અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં…...”

——————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-ગઢડા મધ્ય ૨૧

ઉપરોક્ત વચનામૃત-એ મુદ્દા નું વચનામૃત કહેવાય છે…..મુદ્દા નું એટલા માટે કે- જો આ વચનામૃત ન સમજાય તો કલ્યાણ કોઈ કાળે ન થાય….! અને આ વચનામૃત ને આધારે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -વડતાલ મંદિર બોર્ડ ના ટ્રસ્ટી અને સાક્ષર દોલતરામ કૃપાશંકર પંડ્યા ને- વડતાલ છોડવા નું કારણ સમજાવેલું…..અને દોલતરામ- એટલા પ્રભાવિત થયા કે- બોલી ઉઠ્યા” કે જે કામ કરવા શ્રીજી મહારાજે પોતે પૃથ્વી પર ફરીથી પધારવું પડે..એ કામ તમે કર્યું છે…..અને આ માટે તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ મંદિરો માં પધરાવશે..” અદ્ભુત..અદ્ભુત….! જો જીવ ને શ્રીજી નો અને સત્પુરુષ નો મહિમા ઓળખાય તો જીવ ને અક્ષરધામ પ્રગટ પ્રમાણ મળે….સહજ મળે..!

તો આજની સભા આ મુદ્દા ની વાત પર હતી. હમેંશ ની જેમ હું સમયસર  સભા માં પહોંચી ગયો….અને મનભરી ને શ્રીજી ના દર્શન કર્યા…..શ્રીજી ની એ મનમોહક મૂર્તિ જુઓ તો સમજાય કે -જીવમાત્ર એમાં શા માટે ખેંચાય છે…….

10801735_330312923823553_8875999090899478015_nસભાની શરૂઆત મિત્ર નીરજ વૈદ્ય ના સુરીલા સ્વરે ગવાતા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ….અને ત્યારબાદ તો જાણે કે કીર્તનો ની રમઝટ શરુ થઇ ..બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તનો…..

 • કેસર નું તિલક સોહામણું રે ગિરધારી……
 • તારો ચટક રંગીલો છેડલો અલબેલા …..( આ ગીત વિષે માહિતી આપતાં એક હરિભક્તે મને કહ્યું કે- આની પાછળ એક પ્રસંગ છે કે જેમાં શ્રીજી મહારાજ સંતો ને વચનામૃત કહી રહ્યા હતા અને બ્રહ્માનંદ સ્વામી ઝોકે ચડ્યા હતા આથી શ્રીજી એ ફૂલ નો દડો ફેંકી ને સ્વામી ને પૂછ્યું કે કેમ સુતા હતા…?? તો જવાબ માં બ્રહ્માનંદ સ્વામી એ ચાતુર્ય વાપરી- શીઘ્રતા થી આ પદ રચી ને શ્રીજી ને સંભળાવ્યું અને રાજી કર્યા..)

અદ્ભુત હતા…..સમગ્ર સભા બસ એમાં વહેતી જ જઈ……!

ત્યારબાદ- પુ.અક્ષરવત્સલ સ્વામી જેવા વિદ્વાન અને સારા વક્તા સંત દ્વારા – ગઢડા મધ્ય ૨૧ – વચનામૃત આધારિત સુંદર પ્રવચન થયું….જોઈએ અમુક અંશ….

 • સત્સંગ માં સમજણ નો અભાવ એટલે જ મોટી ખામી…..શ્રીજી અને સત્પુરુષ નો મહિમા ન સમજાય તો કલ્યાણ માં ખામી રહી જાય…આપણો એક જ ધ્યેય – શ્રીજી ને પામવા છે…..એ યાદ રાખવા નું..
 • જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી દુખ છે….માટે હમેંશા આત્મ વિચાર કરવો….અને એક ભગવાન ને જ સર્વ ના કર્તાહર્તા જાણવા…જો એ નહિ સમજાય તો કલ્યાણ અધૂરું રહેશે…
 • વચનામૃત ના- કારીયાણી-૧૦ , વરતાલ-૨ ના વચનામૃત- શ્રીજી ને જ કર્તાહર્તા સમજવાનું કહે છે….અને એમ સમજ્યા વિના કલ્યાણ ન થાય…
 • આપણો- સત્સંગ માં આવવા નો હેતુ શું??? લૌકિક સુખો??? અહિયાં આવવું હોય તો એક મોક્ષ ને જ મુખ્ય માનવું….બાકી લૌકિક સુખો તો એમ ને એમ જ મળશે…..સાચા હરિભક્ત ને તો જો દુખ આવે તો એમ સમજે કે- શ્રીજી કસણી કરે છે…..અને પડદા પાછળ ઉભા રહી ને ભક્ત ની ધીરજ જુએ છે….પણ સાથ છોડતા નથી..એ ભગવાન અને એમના ધારક સંત  સદાયે આપણી સાથે જ રહે છે…. બસ આપણે વિશ્વાસ રાખવો પડે…
 • પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જુઓ…..તો સમજાય કે ભગવાન જ એક કર્તાહર્તા છે- એવી નિષ્ઠા કેટલી દ્રઢ છે..! જીવન નું કઈ પણ કાર્ય હોય…મંદિર નો લાગતો કોઈ પણ વિષય હોય…એક ભગવાન જ બધું કરે છે- એ જ નિર્માની ભાવ….આપણી સંસ્થા માં- વિશેષતા એ છે કે- અહી પોતાના કાર્ય નો કોઈ ક્રેડીટ લેતું જ નથી……બધું જ એક ભગવાન અને ગુણાતીત ગુરુઓ ના સંકલ્પ બળે થાય છે- એ જ દ્રઢ માન્યતા..!
 • આમેય સત્સંગ માં પ્રથમ શરત કે પગથીયું…..માન મુકવું પડે….! અહિયાં માન  ને- અને શ્રીજી ને સહેજે ન બને…..જે અહિયાં દાસાનુદાસ વર્તે એ જ મોટો..! દિલ્હી ના અક્ષરધામ નો નવો વોટરશો – ઉપનિષદ ( કેનોપનિષદ) ના -આ વિષય પર જ આધારિત છે. માન છોડવું- મોટાભાગ ના લોકો ને મુશ્કેલ લાગે છે- પણ એ છોડ્યા વગર- સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો મળતો નથી….
 • માટે- સત્પુરુષ અને શ્રીજી- સાચા ભક્ત ની સાથે સદાયે રહે છે…….એનો કેફ સદાયે રાખવો…..અને એ પ્રમાણે વર્તવું….
 • જયારે ભગવાન ધણી તરીકે ન હોય ત્યારે સામાન્ય મનુષ્ય ને – પોતાને પડતી તકલીફો ( stabbing- ઘા) જેવી લાગે છે પણ સાચા હરિભક્ત ને – ભગવાન ને કર્તાહર્તા મનાય તો સમજાય કે- જે તકલીફો પડે છે- એ stabbing નથી પણ surgery છે…કે જેના થી શ્રીજી વિષયો-માન વગેરે દોષો ને દુર કરી જીવ ને શુદ્ધ કરે છે….

અદ્ભુત અદ્ભુત…….પુ.અક્ષરવત્સલ સ્વામી એ – અનેક સત્ય પ્રસંગો ને આધારે – એટલું અદ્ભુત નિરૂપણ કર્યું કે- જાણે કે- સમગ્ર વચનામૃત- આ સત્સંગ નો સાર- સહજ જ સમજાઈ ગયો……!

ત્યારબાદ- સભાને અંતે- આવતા રવિવારે આવી રહેલા- પ્રતિક -પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી મહોત્સવ સભા વિષે જાહેરાતો થઇ…..ગયા રવિવાર ની પોસ્ટ માં લખ્યું છે તેમ…

 • યોગીજી મહારાજ હોસ્પિટલ વાળા કમ્પાઉન્ડમાં  આની ભવ્ય ઉજવણી હશે- સમય- સાંજે ૪- ૮
 • પાર્કિંગ- જહાંગીર મિલ વાળી જગ્યા
 • પુ.મહંત સ્વામી અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એમાં દર્શન નો લાભ આપવાના છે……
 • મહા પ્રસાદ ની વ્યવસ્થા કરેલી છે……

આ સિવાય- ૨૩/૧૧ થી ૨૯/૧૧ સુધી પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી પર્વ -ઘરેઘર ભવ્યતા થી ઉજવવા નું છે……રોજ -પરિવાર ના સભ્યો એ સાથે મળી- પ્રમુખ ચરિતમ નું પઠન કરવું( અર્થાત- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો નું પઠન) , ઘર ને સુશોભિત કરવું….દિવાળી જેવી શોભા કરવી…..અને એ સિવાય- દરેક દિવસે- અમદાવાદ ના અલગ અલગ વિસ્તાર ( માહિતી માટે સંપર્ક કાર્યકરો ને મળવું) ને આંબલી વાળી પોળ ની પદયાત્રા નો લાભ લેવાનું આયોજન કરેલું છે…અને છેલ્લે ૨૯/૧૧ ના રોજ- સારંગપુર ખાતે અતિ ભવ્ય પ્રોગ્રામ માં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્યોત્સવ ને ઉજવવા માં આવશે….અવશ્ય લાભ લેવો….

સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – ગઢડા મધ્ય ૨૧ માં વચનામૃત ને આધારે- યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ના – સર્વ કર્તાહર્તા ની દ્રઢ નિષ્ઠા અને અત્યંત નિર્માની પણા ને દર્શાવતા પ્રસંગો નું નિરૂપણ કર્યું…..

તો- આજની સભા – શ્રીજી ને સર્વ કર્તાહર્તા સમજવાની…….એક સત્પુરુષ ના મહિમા ને જાણવા ની હતી..! જીવ ને આટલું સમજાય તો -કલ્યાણ અવશ્ય થાય……! બસ- શ્રીજી સ્વામી અને ગુરુહરિ ને એ જ પ્રાર્થના કરીએ કે- આવા અનિવાર્ય ગુણ આપણા જીવ માં આવે….

જય સ્વામિનારાયણ

રાજ