Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

જુના મિત્રો….યાદો નો ખજાનો….

“……..જીવન માં મિત્રો કરવા કે દુશ્મન………દિલ થી કરવા અને જીવી જવા……..”


બાકાયદા બક્ષી દા

કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો??? …….ઉત્તર લગભગ ન મળે……અને વળી બીજો પ્રશ્ન પૂછો કે …તમે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે…? તો કદાચ તેનો ઉત્તર મળી શકે…….અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા …કેટલા સાથે તો- તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે……..અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય …એવી સ્થિતિ થાય…….!! મારી સમગ્ર જિંદગી માર્કેટિંગ ક્ષેત્ર માં જ ગઈ છે…અને હું કેટલા વ્યક્તિઓ ને જીવન માં મળ્યો હોઈશ……કદાચ હજારો માં હશે…..પણ મિત્રો નું લીસ્ટ બનાવું તો જીવન નો આ પરથારો કદાચ ટૂંકો પડે……! ભગવાન ની કૃપા એ મને અઢળક મિત્રો મળ્યા છે……! કોઈક ફિલસુફે સાચું જ કહ્યું છે કે……

” કોઈ વ્યક્તિ એના જીવન માં કેટલી સફળ છે…….એ જોવું હોય તો એના મિત્રો જોઈ લેવા….”

અને એ જ તો છે જિંદગીની ફલશ્રુતિ કે ” સફર ચલતા રહા…લોગ મિલતે ગયે ઔર કારવાં બનતા ગયા……”…! મિત્રો બનાવવા -હોવા એ કદાચ હૃદય ફાડી ને જીવાતી વાત છે…..કોઈ ને પોતાના અંતર ની વાત કહી શકો……અડધી રાત્રે ફોન કરી તું-તારી કરી ધમકાવી શકો…….એને ખોટું લાગે છતાં એને મનભરી છેડી શકો……..લડી શકો…….એની સલાહો….સૂચનો..ફરિયાદો…ને મનમૂકી ને જીવ શકો….એ જ તો મિત્રતા છે…..!

અને હું નસીબદાર છું કે – મારા કોઈ દુશ્મન જ નથી……બધા મિત્રો જ મળ્યા છે…..અને એવા કે આટલી ઉમરે મને બાકાયદા ખુલ્લેઆમ ધમકાવીને વાત કરી શકે…….! મારું બાળપણ ભિલોડામાં ગયું……સરકારી સ્કુલ માં ભણ્યા…..સેકન્ડરી સ્કુલ શ્રી નવીબાઈ રામજી આશર વિદ્યાલય માં અને હાયર સેકન્ડરી આણંદ ની શ્રી દાદાભાઈ નવરોજી સ્કુલ માં ગયા…….! SSC માં જે મિત્રો સાથે હતા તેમાં થી મોટાભાગ ના છેક પહેલા ધોરણ થી સાથે જ હતા પણ ત્યારબાદ કાળક્રમે જીવન ની ઘટમાળ માં બધા ખોવાતા ગયા…..કેટલાક મિત્રો નો સંપર્ક રહ્યો…..પણ અલપઝલપ ……! પણ મિત્ર અમિત ભટ્ટ ના ઉત્સાહ…..રાતદિવસ ના દાખડા થી એ સમય ના જુના મિત્રો ફરીથી સોશિયલ માધ્યમ ની મદદ થી એકસાથે થયા…….દિલ બાગ બાગ થઇ ગયું……….હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું……અને બધા નો ઉત્સાહ ઉમળકો એવો કે રૂબરૂ મળીએ……સમય ના એ વીતી ગયેલા પ્રવાહ માં એકબીજાને શોધીએ ..એ માટે પ્રયત્નો કરવા ની વાત આવી……અમિત હૃદય થી મંડી પડ્યો…….બધા અત્યારે ક્યાં હોય…..સમય હોય ન હોય……ક્યારે મળી શકાય એ બધા પ્રશ્નો નો ઉત્તર મળતો ગયો અને અનેક પ્રતિકુળતા વચ્ચે પણ એકબીજાને મળવા ની તીવ્ર ઈચ્છા થી ગયા રવિવારે – અમારી સ્કુલ ના એજ પ્રાંગણ માં પરિવાર સાથે મળવા નું ગોઠવાયું…….મારું કઈ નક્કી નહોતું કારણ કે- અમુક આયોજન એવી રીતે ગોઠવાયેલા હતા…..છતાં રીના ન આવી શકી અને હું એકલો મિત્રોને મળી આવ્યો. ઘણા મિત્રો ન આવી શક્યા…..પણ જે આવ્યા હતા તે છેક મુંબઈ..વેરાવળ…..બરોડા…ભરૂચ…….કોટા……જેવા દુર દુર ના સ્થળો થી આવ્યા હતા……! એના પર થી જ સમજાય કે મિત્રો નો ઉત્સાહ કેવો હતો……!

બધા મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ સારો અભ્યાસ કરી રહ્યા છે…….સમયે એનું કામ કર્યું છે…..ઘણા બદલાઈ ગયા છે…….તો ઘણા એવાને એવા જ છે…………બધા મળ્યા.અને એટલો આનદ થયો કે સમય નો માર એ આનંદમાં ……હંસીખુશીમાં ધોવાઈ ગયો…….!…સ્કુલ ના પ્રાંગણ માં -ફર્યા…..સ્કુલ ના હાલ ના સંચાલકો મળ્યા…..એમને પણ એ વાત જાણીને આનંદ થયો કે અમે લગભગ ૨૫ વર્ષ બાદ મળી રહ્યા છીએ…….! પછી તો નજીક ના એક રેસ્ટોરન્ટમાં – ભિલોડામાં રહેતા મિત્રો એ અગાઉ થી જ આયોજન કર્યું હતું તેમ બધા એ ખુબ એન્જોય કર્યું……વાતો કરી…સાથે જમ્યા……..રમ્યા………!!!

ખુબ જ મજા આવી………અને આનંદ એ વાત નો થયો કે- વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે……બધાને રોજબરોજ તો રૂબરૂ ન મળી શકાય પણ ફેસબુક-વોટ્સેપ જેવા માધ્યમ થી સતત સંપર્ક માં રહી ને પણ દોસ્તી નો ગુલાલ કરી શકાય છે………!

તો મિત્રો……..- મારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – વિજ્ઞાન નો જો સદુપયોગ થાય તો વરદાન છે અને દુરુપયોગ થાય તો અભિશ્રાપ …….એમ અમારા કિસ્સા માં અમને વિજ્ઞાન નો સદુપયોગ ફળ્યો છે…….જુના મિત્રો……એમની યાદો……આટલા વર્ષો પછી પણ તરોતાઝા ..મઘમઘતી રાખવા નો મોકો મળ્યો છે……સત્સંગની સાથે સાથે સબંધ પણ જળવાઈ રહે તેવું ગોઠવાયું છે………

તો- કહેવાનું એટલું જ છે કે- જીવન નો કોઈ ભરોસો નથી…….કાલે શું થશે એ ખબર નથી…….અહી તો રાત ટૂંકી અને વેશ ઝાઝા છે…….અને એવામાં કોઈ પોતાનું મળે તો -મધદરિયે તરાપો મળ્યા નું સુખ થાય…….માટે બસ- જે પલ મળી……જે ક્ષણ આવી એમાં બસ..જીવી જવું………સ્વાર્થ ના વિચારો છોડી ક્યારેક અંતર ના સુખ નું એ વિચારવું…….! સારા મિત્રો- કઈ એમને એમ નથી મળતા….એ તો અનેક જન્મ ના પુણ્ય તપતા હોય ત્યારે એ ઋણાનુબંધ બંધાય છે……!

ચાલો મિત્રતા ના એ ઉત્સવને જીવી જઈએ………!!!

રાજ


Leave a comment

વિચરણ કાળ-૧

એક ગુજરાતી કહેવત છે કે- ” સાધુ તો ચાલતો જ ભલો”……સાચી વાત છે. જીવન એ પાણી જેવું છે, જો એક જ જગ્યા એ સ્થિર થઇ જાય તો ગંધાઈ ઉઠે છે…એનો અસલ મિજાજ ગુમાવી દે છે……આથી પળેપળ બદલાતા રહેવું…..ફરતા રહેવું- એજ જીવન છે. સાથે એ પણ સત્ય છે કે , આપણું જીવન એક સીધી રેખા મા નથી ચાલતું….એની ધરી પર ક્યારેક વર્તુળાકારે તો ક્યારેક ઉતર-ચઢાવ ના આભાસી રેખાચિત્રો મા ઘેરાયેલું રહે છે….!

આમ તો હું જન્માક્ષર મા સહેલાઈ થી નથી માનતો, પણ આ વિજ્ઞાન અદભૂત છે, અને મને ખુદ નો એનો અનુભવ છે. ઘણા લોકો ના જન્માક્ષર કે કુંડળીઓ ( જો એકદમ સચોટ હોય તો) તમે એના જીવન ના પ્રવાહ વિષે કહી શકો છો. મારા જન્માક્ષર મહદ અંશે સત્ય ઠર્યા છે. મારું વિચરણ કે મુસાફરી નો યોગ કે મારું ભણતર કે મારા વ્યસાય વિષે ની વાતો સાચી પડી છે. જે હોય તે……તમે સ્વીકારો કે ન સ્વીકારો- પણ જીવન અને સમય- બ્રહ્માંડ ના એક સ્પષ્ટ રૂપરેખા મુજબ જ ચાલે છે…..દુનિયા કે જીવન ના બદલાવો- કદાચ એક ડીઝાઈન ના ભાગ હોઈ શકે છે. આ મત-મતાંતરો થી ભરેલી વાતો છે….નાસ્તિકો આને તદ્દન બક્વાસ ગણે છે…..તો અમારા જેવા આસ્તિકો- હરિ ની દયા કે મરજી જાણી ને જીવી જાય છે……! પહેલા , મે જીવન મા પોતાની જાતે જ પોતાનું નસીબ ઘડવા નો ઘણો પ્રયત્ન કર્યો…..ઉંધે માથે પછડાયો તો ક્યારેક સફળ પણ થયો…..પણ છેવટે – મે એક હરિ નું શરણું જ સ્વીકાર્યું, અને ગીતા ના કર્મયોગ ની જેમ- પોતાના કર્મો- છોડ્યા નહી…..કર્મ તો કરવા જ પડે….સ્વયં શ્રીજી એ કર્મ કરવાની આજ્ઞા કરી છે……અને પ્રત્યેક જીવે કર્મ તો કરવા જ પડે…..અને મે કર્યાં જ છે…એ પણ છેક સુધી…પણ જે ફળ મળ્યું, એ સહર્ષ ( ક્યારેક દુઃખી થઇ ને…..સંપૂર્ણ સ્થિતપ્રજ્ઞતા માટે હજુ હું લાયક નથી થયો) સ્વીકાર્ય છે…..! આનો એક ફાયદો એવો થયો છે કે – કોઈ પણ કાર્ય કરતાં પહેલા થતી- એના પરિણામ વિષે ની નકારાત્મકતા – હવે મારા માટે ઘણી ઓછી થઇ ગઈ છે.

ચાલો જે હોય તે- પણ આપણો- વિચરણ કાળ અત્યારે પુર જોશ મા ચાલે છે. ગયે અઠવાડિયે- હું મુંબઈ હતો- ટીકીટો ના ઝંઝાળ અત્યારે ખુબ જ છે- ટ્રેનો બધી ફૂલ છે….ફ્લાઈટો ડબલ ભાડા લે છે……તો બસો વાળા પણ જેમ ફાવે એમ લુંટી રહ્યા છે…..કારણ? લગ્ન ની સીઝન છે ..ભાઈ…..૨૦૧૨ મા તો પ્રલય આવવા નો છે… 🙂 આથી જલસા કરી લો ને ભાઈ…..! જીવ અવગતીયો ન જાય……..! તો મુંબઈ થી જયપુર જવાનો પ્રોગ્રામ હતો, પણ જેમ જીવન અનિશ્ચિત છે તેમ, અચાનક જ મારે- હરીદયા થી એ કેન્સલ કરી સૌરાષ્ટ્ર ના પ્રવાસે જવાનું થયું….! દાદર મંદિરે દર્શન કરી, સંતો ને મળી….મુંબઈ થી જેમતેમ કરી બસ મા કુટાતો….અમદાવાદ પહોંચ્યો ત્યારે- અહીં તો ભયાનક ઠંડી હતી…..પછી ખરેખર મે -મારા વ્હાલા શ્રીજી મહારાજ ને “થેન્ક્સ” કહ્યું….કારણ કે જો હું જયપુર ગયો હોત- તો મારા હાલ શું થાત? વળી, મારી પાસે સ્વેટર પણ ન હતું………!

Darshan-Mumbai-7/2/12

ઘરે આખો દિવસ – ઘરમાં પૂરી ને- બીજે દિવસે સૌરાષ્ટ્ર ના પ્રવાસે ઉપડી ગયો….એ પણ યોગ્ય ઠંડી-રોધક સગવડ સાથે…..!  અને રાજકોટ થી જ અગત્ય ના કામે જામનગર જઈ આવ્યો……! હજુ તો પ્રવાસ ચાલુ જ છે……જોતા રહો- આ વિચરણ કાળ મને ક્યાં ક્યાં લઇ જાય છે…..???

પણ આજે ઘણું જ સારું અને અવિસ્મરણીય કામ થયું. લૌકિક કામ તો થાય છે- પણ આજે હું, રાજકોટ – કાલાવડ રોડ ના સ્વામિનારાયણ મંદિરે દર્શને ગયો અને ત્યાં જ મને પૂ. મહંત સ્વામી જેવા સદગુરુ સંત ના ચરણસ્પર્શ અને દર્શન નો અદભૂત લાભ મળ્યો. એકદમ સાદું જીવન, સાદી વાણી અને ઉચ્ચ અધ્યાત્મિક વિચારો – પૂ. મહંત સ્વામી ના દર્શન – એક લ્હાવો છે. BAPS ના સદગુરુ સંતો- આજે હજારો-લાખો મુમુક્ષો ને અધ્યાત્મ મા જોડી રહ્યા છે….પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના આ સંતો- સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક ઉદાહરણ છે…..

Darshan- Rajkot- 9/2/12

તો વિચરણ કાલ ક્યારેક મારા માટે હર્ષ લાવે છે તો ક્યારેક ગમગીની અને એકલતા……પોતાના લોકો થી દુર રહેવા ની ગમગીની…..! પણ છેવટે તો એ જ સત્ય છે…..એકલતા- પોતાની જાત ને સમજવામાં મદદ કરે છે….વિચરણ કે સફર- નવા નવા વ્યક્તિઓ ને સમજવામાં મદદ કરે છે તો…..સાથે સાથે જીવન ના અનેક રંગો મા – મારો રંગ કયો? એ જાણવામાં પણ મદદ કરે છે.

આથી સફર કે વિચરણ જરૂરી છે……એક જગ્યા એ સ્થિર રહી ને – પાળિયા કે પીલ્લર બનવાની કોઈ ઈચ્છા નથી. કર્મ સંપૂર્ણ કરવા ના છે….પણ ગાડી ની પાછલી સીટ પર બેસી ને – મારા સારથી( મારો હરિ) મને ક્યાં લઇ જાય છે?…એ એમના પર છોડ્યું છે. એ જે કરશે એ સર્વ શ્રેષ્ઠ જ હશે- બસ મારે એને સ્વીકારવાનું છે…..અને એ જ મારા માટે એક પડકાર હશે….!

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

રસપ્રદ ફોટા-૫

તો સફર જારી છે યારો..! પાછલા અમુક દિવસો માં મુસાફરી અને મુલાકાતો વધારે થઇ….આથી નવા સ્થળો પણ વધારે જોવાયા…..તો દેખીતી રીતે મારો કેમેરો વધારે ચાલ્યો…..જીવન ના રંગો, તેમાં એમના એમ જ ઝીલાયા…! જુઓ નીચેના ફોટા…..

સાવ સાચી વાત......

સાવ સાચી વાત….! સમગ્ર જીવન નો સાર એમાં સમાઈ ગયો છે. તમે ચીજ માં ચિત્ત લગાડો..એની પાછળ ભાગો તો સુખ તો આવવા નું જ નથી…ઉલટાની જફા વધવા ની છે…શ્રીજી મહારાજે, સ્વયમ વચનામૃત માં કહ્યું છે તેમ- જીવ જયારે એક ભગવાન સાથે જ જોડાય ત્યારે જ એ સાચા અને અખંડ સુખ ની પ્રાપ્તિ કરે છે….! હવે તમારે વિચારવા નું છે કે – શું કરવું?

વિસરાતો વારસો......

પહેલા ના લગ્નોમાં ( અત્યારે પણ જોવા મળે છે, પણ અલપઝલપ) વરઘોડો નીકળે એટલે વાળંદ , મશાલ અને તેલ ની કુંપી લઈને- સાથે રહે…અને અંતે દેવ દર્શન નો સમય થાય ત્યારે- કોઈ વડીલ/પુજારી રુક્મિણી વિવાહ ના પદો બોલે…અને દરેક પદ ના અંતે..વાળંદ..” અરુડો” એમ જોસ થી બોલે…! જોવા જેવી ઘટના છે….આવનારી પેઢી ને આ વારસો બતાવવા ની જરૂર છે……

બ્લુ ઇન યુરીનલ.......

તો, આપને એક બાજુ વિસરાતા વારસા ની વાત કરી તો..બીજી તરફ વાત કરીએ- આધુનિક વિજ્ઞાન ની….!  કહેવાય છે કે- કોઈ પણ હોટલ ની સર્વિસ ની ગુણવત્તા જોવી હોય તો એના વોશરૂમ્સ જોવા!  દિલ્હી ની એક ફાઈવ સ્ટાર હોટલમાં મને કૌતુક જોવા મળ્યું. સામાન્ય રીતે ઓટોમેટિક યુરીનલ માં – તમે એનો ઉપયોગ કરો, એટલે આપમેળે પાણી ચાલુ થઇ જાય..પણ અહી,  પાણી સાથે બ્લુ લાઈટ પણ ઝળકી ઉઠતી હતી….કારણ ? ખબર નથી….હેતુ? ખબર નથી…પણ દેખાવ માં સારું લાગતું હતું…!

તો…..કેવું લાગ્યું?

તસ્વીરો- શબ્દો થી વધારે અસરકારક હોય છે….એ ફરીથી સાબિત થયું….આથી જીવન માં આંખો ની ભાષા ને જીભ કરતા વધારે મહત્વ આપો…

રાજ


3 Comments

મોબાઈલ કયો લેવો????

એક નવી કહેવત….” એક પૈસો , હજાર ઓપ્શન્સ”….તો એક..”બિચારા”…”ગરીબડા” પૈસા નું શું કરવું???? જવાબ સીધો સાદો -સપાટ છે….”યોગ્ય જગ્યા એ…સંતોષકારક રીતે વાપરવો…”….પણ ખરેખર આવું થાય છે ખરું…?? ના…નથી થતું. મેનેજમેન્ટ નું વિજ્ઞાન એવું કહે છે કે ૯૫% લોકો ને , ખરીદી કર્યાં પછી…ખરીદ કરેલી વસ્તુ પર પસ્તાવો થાય છે..( ભલે ને એ થોડીવાર માટે હોય…) અને એને કહેવાય Post purchase de- satisfaction…

હવે આવું મૂળ વાત પર…કે મેં આટલી બધી રામાયણ કેમ કરી?….હવે થયું એવું કે ,ભૂતકાળમાં ( લગભગ ૬ માસ પહેલા જ) મોબાઈલ કયો લેવો ? એ યક્ષપ્રશ્ન અને એના અગડમ-બગડમ જવાબ પર મારું મન હું ” ખાટું” કરી ચુક્યો છું….સામસંગ નો ટચ વાળો,ડબલ સીમ વાળો મોબાઈલ લઈને , માત્ર બે જ દિવસમાં વેચવો પડ્યો….કંટાળીને પુના થી ચાલુ કંપની નો ડબલ સીમ વાળો મોબાઈલ લીધો….શરુ શરૂમાં ચાલ્યું પણ બે-ત્રણ દિવસ પહેલા જ એને ,મારા થી કંઇક “ખોટું” લાગી ગયું અને ભાઈ “ચોટી” ગયા..( અર્થાત હેંગ થઇ ગયો…) અને મોબાઈલ ભાઈ … તે દિવસ ના…અને આજ નો દિવસ ,હજુ એ એમ જ ” ચોટેલા…લટકેલા” પડેલા છે!!!!…..અને અત્યારે જુના મોબાઈલ સાથે મારો સમય કટોકટી વાળો પસાર થઇ રહ્યો છે….લાગે છે કે હું ચંદ્ર પર રહું છું અને બધા નેટવર્ક….કનેક્શન કપાઈ ગયા છે…….જુના ફોન પર વાત થાય છે પણ….સાલું…મજા નથી આવતી….!!!!!

તો , જોઈએ છે તમારી સલાહ…..મોબાઈલ કયો લેવો????? …………તમે પણ કન્ફયુઝ થઇ ગયા ને….??? આ પ્રશ્ન જ એવો છે……આનો જવાબ શોધવો એ કદાચ લગ્ન કોની સાથે કરવું …એના કરતા પણ વધારે મુશ્કેલ સાબિત …થઇ…..શકે છે…..

તો જોઈએ…..ભવિષ્ય પાસે મારા માટે કયો મોબાઈલ છે……???

વિચારતા રહો…..

રાજ