Raj Mistry's world

Me,my stories and world around….


2 Comments

BAPS રવિસભા-05/05/2019

પુનઃ આજે પણ સુરજ દાદા ની એ જ ધોમ ધખતિ મેરેથોન……!! અમદાવાદ માં ગરમી પ્રેરિત સ્વયંભૂ જ કરફ્યૂ હતો, પણ રવિસભા નો સમય થાતાં જ હરિભક્તો તૌત્તેર મણ નો ઘર નો “ઉંબરો” ઓળંગી….સુરજ ને વટાવી ને …કેવળ એક સતપુરૂશ અને શ્રીજી ની આજ્ઞા ને વશ થઈ, મંદિરે ઉમટી પડ્યા….નાના બાળકો તો સવાર થી જ જાણે અધિવેશન ને બહાને સત્સંગ પ્રવાહ માં જ હતા…! ગુણાતીત કહે છે તેમ , જીવ નાં મોક્ષ સારુ, સત્સંગ થી મોટુ સાધન કોઈ જ નથી…. અને પરિણામે આજની સત્સંગ સભા આવા જ મોક્ષાર્થિ સત્સંગી ઓ થી શોભતી હતી…..

સર્વ પ્રથમ, મારા વ્હાલા નાં અદ્ભૂત દર્શન….!! ” ફુલ ની બાંધી રે પહોંચી ..ફુલ ની બાંધી….”…મોગરા નાં મઘમઘતા પુષ્પો થી આચ્છાદિત શામળિયા ની શોભા ની તો વાત જ થાય તેમ નથી….. જુઓ….

મન હૃદય તરબતર થઈ ગયા…..!! સભા ની શરૂઆત માં યુવક મિત્રો એ સ્વામિનારાયણ ધૂન દ્રારા હૃદય નાં તાર ને શ્રીજી માં જોડી દીધાં…..ત્યારબાદ એક યુવકે બ્રહ્માનંદ સ્વામી રચિત એક પદ…”રંગ રેલ પિયા ગિરધારી…..” રજુ કર્યું…..અને એ શ્યામ રંગ સર્વે નાં જીવને રંગી ગયો….! ત્યારબાદ એક અન્ય યુવકે પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભીનું પદ” શ્યામ સનેહી ઘેર આવ્યાં…..” રજુ કર્યું….!

આજે બાળ અધિવેશન હતુ અને કીર્તન સ્પર્ધા માં ઉત્તીર્ણ થયેલા બે બાળકો પૈકી યજ્ઞ મેહતા એ બ્રહ્માનંદ સ્વામી રચિત” નિશ દિન સંત સમાગમ કીજે….” અને દેવ મિસ્ત્રી એ મુક્તાનંદ સ્વામી રચિત ” મોહે તો તુમ પ્રભુ એક આધારા …” કીર્તન સ્વરાનઁકિત કર્યા….! અદ્ભૂત પ્રસ્તુતિ….નાની ઉમર માં સુર લય સાથે ભક્તિ પદ , એ પણ યથાર્થ ભાવ સાથે રજુ કરવા અઘરા છે….! પણ BAPS ની બાળ સેના ને જુઓ તો સમજાય કે..આપણા ગુણાતીત ગુરુઓ એ સત્સંગ નાં પાયા કેટલા ઊંડા …અને કેવા મજબૂત પાથર્યા છે…!!!

ત્યારબાદ એ જ ગુણાતીત સતપુરૂશ નાં અબુ ધાબિ ખાતે નાં 22-24 એપ્રિલ દરમિયાન નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો….

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી કે જે સ્વામીશ્રી સાથે અબુ ધાબિ મંદીર નાં શિલાન્યાસ પ્રસંગ માં ઉપસ્થિત હતાં તેમણે, તેં ભવ્ય સ્મૃતિ ની વાત કરતા કહ્યુ કે….

  • શ્રીજી એ સ્વયં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું પ્રતિપાદન કર્યું અને એમનાં જ અનુગામી ગુણાતીત પુરુષો એ આ સર્વોપરી સિદ્ધાંત ને મૂર્તિમંત કરતાં મંદિરો સ્થાપ્યા…
  • 1997 માં બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજે શારજાહ વિચરણ સમયે અનેક સંકલ્પ કર્યા, જેમાં અબુ ધાબિ માં મંદીર કરવા નો સંકલ્પ આજે 22 વર્ષ પછી સાકાર થયો….
  • અબુ ધાબિ ની 97 લાખની વસ્તી માં 33 લાખ ભારતીય છે….ભારત સરકાર, ત્યાંની સરકાર નાં સહયોગ થી આ મંદીર સાકાર થઈ રહ્યુ છે…..છેક 50 વરસ થી વિવિધ હિન્દૂ સંગઠન મંદીર માટે પ્રયત્ન કરતા હતાં, પણ સતપુરૂશ નાં સંકલ્પ બળે, એ લાભ આપણ ને મળ્યો…..કુલ 27 એકર જમીન માં આકાર લેનાર ભવ્ય મંદીર નો શિલાન્યાસ, 2300 થી વધું યજમાન ની હાજરી માં યોજાયો….હજારો લોકો (લગભગ ૧૭૦૦૦) પધાર્યા…સર્વે ને આપણાં સ્વયંસેવક, ઇસ્કોન નાં સ્વયં સેવકોં ની મદદ થી અદ્ભૂત મહા પ્રસાદ નો લાભ મળ્યો…..3 મંત્રીઓ હાજર રહ્યાં…ત્યાંના સર્વે સમાચાર પત્રો માં આ છપાયું…
  • સ્વામીશ્રી ની હાજરી માં રોજ સવાર સાંજ પૂજા-કથા વાર્તા કીર્તન નું આયોજન થતુ….એવરેજ 2-2.5 હજાર ભક્તો મુમુક્ષુ ઓ તેનો લાભ લેતા હતા…..માત્ર 150 જેટલા સ્વયં સેવકો …બાળકો…હરિભક્તો એ પોતાનો સઘળો સમય કૃષ્ણારપઁણ કરી સમગ્ર પ્રસંગ ને પાર પાડ્યો….ત્યાંના મોટા મોટા માણસો,અધિકારીઓ એ આ પ્રસંગ ને બિરદાવ્યો….મંદીર માં પોતાની સંપુર્ણ સેવા નાં સંકલ્પ રજુ કર્યા….અરે… સાઉદી અરેબિયા નાં 40 જેટલા હરિભક્ત મેથી નાં દાણા અને તલ નો હાર( સતત 3 માસની મહેનત કરી) બનાવી, સ્વામી શ્રી ને અર્પણ કર્યો….

અદ્ભૂત…..અદ્ભૂત….! ત્યારબાદ 26 એપ્રિલ નાં રોજ સ્વામીશ્રી એ પોતાનો રાજીપો આશીર્વચન રૂપે આપ્યો તેનાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…

સ્વામી એ પોતાનો અઢળક રાજીપો દર્શાવ્યો…..!!સંપની અદ્ભૂત વ્યાખ્યા સ્વામીએ અહી કહી છે….એ વ્યાખ્યા આપણે જીવવા ની છે….

ત્યારબાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી…જેની સેવા મહેનત અબુ ધાબિ મંદીર નાં પાયા માં છે, તેવા પુ. બ્રહ્મ વિહારી સ્વામી એ , અબુ ધાબિ મંદીર નો વિશેષ અહેવાલ રજુ કર્યો…..જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ તો , આ મંદીર ને ઐશ્વર્ય થી ભરપૂર જણાવ્યું….સમગ્ર દુબઇ નાં ટુકડા કરો તો યે આ મંદીર નું ઐશ્વર્ય બધે જણાશે….સર્વે નાં અંતર આ મંદીર ની જેમ શુદ્ધ થાશે..એવી ભાવના પ્રગટ કરી…
  • આ મંદીર તો ચમત્કાર જ છે….બાપા નો સંકલ્પ છે, તેથી આ રચાયું છે…કોઈને કલ્પના ન થાય એવું આ કાર્ય થયુ છે……This is the story of impossibles…. incredibles…
  • ભલ ભલા વિદ્વાનો પણ આ મંદીર ની રચના ને ચમત્કાર ગણે છે…..અને કહે છે કે પ્રમુખ સ્વામી ક્યાંય ગયા જ નથી……શ્રી શ્રી રવિશંકર મંદીર નું મોડલ જોઇ બોલી ઉઠ્યા કે….બીજા કરે એ નાશ પામશે…પણ પ્રમુખ સ્વામી એ આ જે કર્યું છે તેં સદાયે રહેશે…..!!! સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના અંદર નાં મતમતાંતર ભૂલી એક અવાજે આ મંદીર ને વખાણે છે…..!! ત્યાંની સરકારે તો આ મંદીર માટે જ નવો સરકારી વિભાગ બનાવ્યો…મંદીર ને ધ્યાન માં લઈ કાયદા બનાવ્યા…..!!😊😊 પુ. મોરારી બાપુ એ પણ આ મંદીર ના વખાણ કર્યા
  • ત્યાંના રાજ પરિવાર તરફ થી, મજલિસ માં પ્રખ્યાત ઉદ્યોગ પતી મુકેશભાઈ અંબાણી ને આ મંદીર ની અદ્ભૂત રચના વિશે જણાવવા માટે પુ. બ્રહ્મ વિહારી સ્વામી ને વિનંતિ કરવા માં આવી….!! સમગ્ર મંદીર પરિસર ની જમીન રાજ પરિવાર દ્રારા દાન માં મળી છે….અને એની સલામતી પણ એ જ પરિવારે પોતાના શિરે લીધી છે……આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ આ મંદીર ની રચના માં પાયા નો ભાગ ભજવ્યો છે…..
  • મહંત સ્વામી મહારાજ નાં વચન ને આધારે, પુ.બ્રહ્મ વિહારી સ્વામી, યુવરાજ નાં ભાઈ ને મળ્યા અને પાર્કિંગ ની જમીન સહજ મળી ગઇ….!!
  • UAE માં કોઈ ધાર્મિક કામ માટે ફાળો ઉઘરાવી ન શકો એવો નિયમ છે, પણ આપણા માટે ખાસ કાયદો બન્યો….અને આપણ ને ફાળો ઉઘરાવવા નો પરવાનો આપ્યો…..આપણા ગુરુ મહંત સ્વામી પ્રથમ વ્યક્તિ છે જેને ત્યાંની સરકાર દ્રારા રાજકીય અતિથિ રૂપે સન્માન થયુ….સાથે સાથે જોડે નાં બધા સંતો હરિભક્તો ને તેં સગવડ નો લાભ મળ્યો…….શેખ અને બધા અધિકારી , મહંત સ્વામી નું સ્વાગત કરવા એરપોર્ટ પધાર્યા….શેખ ઉત્સાહ થી 10-15 મિનીટ રાહ જોઇ ઉભા રહ્યાં….બાપા ને ભેટ્યા…સતત હાથ પકડી ને રાખ્યો….પોતાની ગાડી માં બેસાડી, પોતે ચલાવી ગ્રાન્ડ મસ્જિદ અને પોતાના ઘરે લઈ ગયા…..!!! ત્યાંની સરકારે, રાજ પરિવાર તરફ થી 17 થી વધું રાષ્ટ્ર પતી નાં બોડીગાર્ડસ મહંત સ્વામી ની સુરક્ષા માં આપ્યાં….અને સ્વામી શ્રી નાં પ્રભાવ થી એ સુરક્ષા સૈનિકો ને સ્વામી નો ગુણ આવ્યો…. સ્વામી ને ભેટવા માટે પ્રાર્થના કરી…!!!!
  • અરે…. આ મંદીર હજુ તો બને છે, પણ પરિવર્તન નો વાયરો એવો ચાલ્યો છે કે….ત્યાંના તમામ ભારતીય જ નહીં પણ અન્ય ધર્મ નાં લોકો પણ આ મંદીર ની સેવા માં આગળ આવ્યાં છે….કેનેડા નાં પુર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હારપર પણ સ્વામીશ્રી નાં દર્શને આવ્યાં…..

અદ્ભૂત…અદ્ભૂત…!! તેની ઓડિયો લિંક નીચે છે…જેનાં પર થી આપ સાંભળી શકશો….

https://drive.google.com/file/d/1-HxqG8Ho26hywejc3OHIwR3vXha3ixOv/view?usp=drivesdk

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…..

  • આવતાં શનિવારે શાહીબાગ મંદીર નો પાટોત્સવ છે…..સવારે 6 વાગ્યા થી સર્વે ને લાભ મળશે…

સતપુરૂશ નાં સંકલ્પ કેવા બળવાન હોય છે…તેનાં દર્શન આજની સભા માં થયાં….. શ્રીજી , સતપુરૂશ દ્રારા પ્રગટ પ્રમાણ છે, તેની આ નિશાની છે…..

ગુણાતીત નાં કાર્યો અનંત છે….કારણ કે સંકલ્પ અનંત છે…..બસ જોતાં રહો આ લીલા ને….

પ્રથમ શ્રી હરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


1 Comment

BAPS રવિસભા-03/02/2019

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે? કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે.”

પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો એમ છે જે,

વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જિતાય છે અને ભગવાનની માહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેણે કરીને મન જિતાય છે.”
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

“જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે?”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે,

“જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે,….. તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે; એ જ એનો ઉત્તર છે.”

જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં. અને ગમે તેવાં દેશકાળાદિક ભૂંડાં આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં.”

(શ્રીજી મહારાજે પછી સીતાજી નાં ત્યાગ નો પ્રસંગ નો આધાર લઇ પ્રશ્ન પૂછ્યો….જે)

…….જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે. અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે પણ સીતાજીના જેવી સમજણ નથી….. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી?”

પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે,

ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો,…… પણ અતિશય વૈરાગ્ય ને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં.”

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”


વચનામૃત ગઢડા અંત્ય-૧૧

ગયા રવિવારે બ્રહ્મ ઉત્સવ સોલા ભાગવત ખાતે હતો અને આજની સભા નિયમિત હતી…..ઠંડી નું જોર ઘટ્યું છે પણ હરિભક્તો નું જોર..જોશ….અકબંધ હતાં……રવિ – સત્સંગ સભાનું બળ એવું પ્રબળ છે કે અઠવાડીયા નો જગત ની માયા રૂપી મેલ જે જીવ પર ચડ્યો છે ..એ પળ વાર માં ખરી પડે છે…….! માટે જ આપણાં ગુણાતીત ગુરુઓ ની આજ્ઞા નિયમિત રવીસભા ની છે…….

તો સર્વ પ્રથમ….મારા કેસર ભીના વ્હાલા નાં દર્શન….

સભાની શરૂઆત યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…. ત્યારબાદ યુવક મિત્ર જૈમિન વૈદ્ય દ્રારા મુક્તાનંદ સ્વામી રચિત ” મોહે તો તુમ પ્રભુ એક આધારા…” રજુ થયુ…..બ્રહ્મ સત્ય…! આ ખારા દોર જગત વચ્ચે મીઠાશ નો દરિયો…કોઈ હોય તો….આપણો એકમાત્ર આધાર હોય તો… એ શ્રીજી જ છે…એનાથી જ આપણે “જીવંત” છીએ…! ત્યારબાદ…” જોગી એ ગોંડલ ને ગોકુળ બનાવીયું…” રજુ થયુ….મહાતીર્થ સ્થાન ગોંડલ અક્ષર મંદીર નાં મહિમા ને જગત ભર માં, જોગીબાપા એ પોતાની સાધુતા અને સ્નેહ થી પ્રસરાવ્યો….ત્યારબાદ બુલંદ અવાજ માં બ્રહ્માનંદ સ્વામી રચિત” વ્હાલા લાગો છો વિશ્વ આધાર રે….સગપણ તમ સાથે..” કીર્તન રજુ થયુ…ખરેખર સગપણ તો હરિવર અને એમનાં સંત નું જ સાચું….બાકી બીજે ક્યાંય બંધાયા તો ઊંધે માથે લટકવા નું જ છે….

ત્યારબાદ સ્વામીશ્રી નાં મુંબઇ ખાતે નાં 12-13 જાન્યુઆરી નાં દિવ્ય વિચરણ નાં વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જેનાં દર્શન આપણે નીચે ની લિંક પર થી કરી શકીશું…

ત્યારબાદ પુ. વિવેક જીવન સ્વામી એ વચનામૃત ગઢડા અંત્ય ૧૧ પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

  • ઇન્દ્રિય અને અંતઃકરણ વચ્ચે નો ભેદ સમજવો અને એમનાં કાર્ય…એનાં થી મળતું પરિણામ સમજવું જરુરી છે
  • ઇન્દ્રિયો ને જીતવી…અઘરી છે, પણ એ કર્યા વગર સુખી નહીં થવાય….સત્સંગ નું સાચું સુખ નહીં આવે……પ્રાગજી પુરાણી કઢી માં… તો પ્રેમાનંદ સ્વામી લોક નાં સુર લય માં ખેંચાયા….માટે ઇન્દ્રિય ને જીતી લીધી જ છે…એવો આત્મ વિશ્વાસ રાખવો નહીં…..
  • દૃઢ નિયમ ધર્મ રાખશું તો ઇન્દ્રિય ને કાળક્રમે નિયંત્રિત કરી શકશુ…… અને મન ને જીતવા તો નવધા ભક્તિ ..એ પણ માહાત્મ્ય સહીત…સિવાય કોઈ જ આરો નથી….એનાથી મન સ્થિર થાય છે અને એક ભગવાન માં જોડાશે..
  • મન નો કદાપિ વિશ્વાસ ન કરવો….અને સદાયે ભગવદ બળ રાખવું…..અને એ બળ..સત્સંગ થકી જ મળે…બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતાં કે…મન અસ્થિર છે…એક ભગવાન જ સ્થિર છે…માટે જો મન એક ભગવાન અને એનાં સંત માં જોડાશે તો તેં આપોઆપ સ્થિર થશે…
  • માટે જ જો પ્રત્યક્ષ સતપુરૂશ માં આત્મ બુદ્ધિ થશે ..દૃઢ જોડાણ થશે તો આપોઆપ નિર્વિકલ્પ સમાધિ જેવી અંતર માં શાંતિ થશે…
  • જગત માં છીએ…વ્યવહાર કરવા પડે… પણ જેવી જગત અને સ્નેહી માં પ્રીતિ છે….તેથી અધિક જો ભગવાન અને સંત માં કરીએ તો…. અંતર માં શાંતિ થાય….
  • ભગવાન અને સંત પોતાના ભક્ત ની આકરી કસોટી કરે તો પણ જો, એમનાં માં આત્મબુદ્ધિ દૃઢ હોય તો…. ભગવાન અને સંત નાં આ ચરિત્ર માં…સત્સંગ માં અભાવ…અવગુણ ન આવે…….ભાયલિ નાં જીવા ભાઈ અને તેમનાં પર શાસ્ત્રીજી મહારાજ નાં ગુસ્સા નું ચરિત્ર આ આત્મ બુદ્ધિ નું દ્યોતક છે…કેનેડા નાં ઉપેન્દ્ર ભાઈ ઓઝા અને ભગવાન ભાઈ માંડવીયા જેવા અનેક હરિભક્ત આજે પણ સત્સંગ માં આના જીવંત ઉદાહરણ છે….
  • અંતર માં…. સત્સંગ માં સમજણ હોય તો આત્મબુદ્ધિ દૃઢ રહે….

અદ્ભૂત પ્રસંગો……અદ્ભૂત પ્રવચન…!! જીવન માં જો આટલું સિદ્ધ થાય તો જીવ જરુર બ્રહ્મરૂપ થાય…!

ત્યારબાદ પુ. ઇશ્વરચરણ સ્વામીએ પણ ઉપરોક્ત પ્રવચન ને લગતા જ પ્રવચન નો લાભ આપતાં કહ્યુ કે….સતપુરૂશ નું સ્વરુપ …એમનો મહિમા ઓળખાશે તો આપોઆપ આત્મબુદ્ધિ થશે….ભગતજી મહારાજ નું જીવન ચરિત્ર આનો પુરાવો છે…..સત્સંગ માં મોટા પુરુષ અને ભગવાન…બીજા માં રહી ને આપણી કસોટી કરવા નાં જ….!! માટે તેની તૈયારી રાખવી જ…..

ત્યાંરબાદ સભા માં જાહેરાત થઈ કે…

  • આવતાં રવિવારે વસંત પાંચમી છે…..બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો પ્રતીક જન્મોત્સવ ધામધૂમ થી ઉજવાશે…..
  • જ્ઞાન સત્ર નો લાભ પુ. આદર્શ જીવન સ્વામી આપવા નાં છે….તારીખ 17 અને 24 ફેબ્રુઆરી…રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે….જે તેં વિસ્તાર નાં કાર્યકરો નો સંપર્ક કરવો….

જો આજની સભા નો એક એક શબ્દ જીવ માં દૃઢ થાય તો કશુ બાકી ન રહે…….બસ સત્સંગ માં જીવ દૃઢ રાખવો…..સમજણ રાખવી…………સમજણ અને મહિમા થી જ આ સત્સંગ જીવ માં દ્રઢ થશે…જીવ બ્રહમરૂપ થશે અને પરમપદ ને પામશે….અક્ષર સુખ- શાંતિ નો અનુભવ થશે.

જય સ્વામિનારાયણ…… જાગતા રહેજો….

રાજ


3 Comments

BAPS સ્મૃતિ રવિસભા-૨૧/૦૮/૨૦૧૬

“….એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે……….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ -વચનામૃત-ગઢડા પ્રથમ-૨૭

“હું તો ચિરંજીવી છું”


અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી

“સત્પુરુષ આ પૃથ્વી પર થી ક્યારેય જતા જ નથી…..સદાયે પ્રગટ રહે છે…..”


બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૩ ઓગસ્ટ,૨૦૧૬, સમય-સાંજ-૬ ; સ્થળ- સર્વસ્વ, સારંગપુર નૈમિષારણ્ય ક્ષેત્ર – આ અવની પર થી પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો દેહ સંકેલ્યો ..તેને આજે બરોબર એક અઠવાડિયું થયું…….અક્ષરબ્રહ્મ એ દેહ બદલ્યો…..જીવમાત્ર ના કલ્યાણ નો માર્ગ ખુલ્લો રહે એ માટે નવા પાત્ર ની..નવા સમર્થ દેહ ની પસંદગી કરી……..અને એ જ ગુણાતીત..ચિરંજીવી…શ્રીજી એ  વર્ણવેલા સમર્થ સંત….સત્પુરુષ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ તરીકે આજે આપણી સમક્ષ પ્રગટ બિરાજી રહ્યા છે….! તો- મહા સમર્થ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે જે અકલ્પનીય કાર્યો..ચરિત્રો….કર્યા તેની સ્મૃતિ ની આ સભા હતી….હરિભક્તો નું લૌકિક શોક -દુખ દુર કરવાની…..ચિરંજીવી ગુણાતીત તત્વ ના મહિમા ને સમજવાની સભા હતી…!

ગયા રવિવારે તો સારંગપુર – સ્વામીશ્રી ના દિવ્ય વિગ્રહ ના દર્શન માં હતા…આથી ધુન્ય-રવિસભા માં હાજર ન રહેવાયું…..પણ આજની સભા મેઘ ભર્યા વાતાવરણ માં પણ કરવામાં આવી…..ઠાકોરજી ના દર્શન મનભરી ને કરવા માં આવ્યા…….

13932743_583304155191094_2773333572547166760_n

સભામાં આજે ખુબ જ ભીડ હતી…..સભાગૃહ છલોછલ ભરેલું હતું…કેટલાક હરિભક્તો ને તો મંદિર ના પ્રાંગણ માં જ સભા નો શ્રવણ લાભ લેવો પડ્યો…..અને કેમ ન હોય??? ગુરુહરિ ની વસમી વિદાય પછી ની આ પ્રથમ શ્રદ્ધાંજલિ -સ્મૃતિ સભા હતી……! સભાની શરૂઆત ધુન્ય-પ્રાર્થના થી થઇ…….પુ.પ્રેમવદન સ્વામી  દ્વારા ” ગુરુજી નહિ ભૂલું તમને…” અને  ” એક જ આશા છે જીવતર ની…..પ્રમુખ સ્વામી માં ખોવાવું…” રજુ  થયા અને પ્રમુખ સ્વામી મહારાજ નો દિવ્ય ચહેરો નજરો સમક્ષ છવાઈ ગયો……!

ત્યારબાદ વિધવાન સંતો ના મુખે – અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય પ્રસંગો ની સ્મૃતિ કરવામાં આવી….જોઈએ વિગતવાર સારાંશ…..

પુ.વિવેક જીવન સ્વામી


  • ૧૯૮૪ માં યુકે માં સ્વામીશ્રી ની પોપ સાથે મુલાકાત થઇ અને સ્વામિનારાયણ સંપ્રદાય ની ઓળખાણ આપવામાં આવી. અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની સહજ ઓળખાણ આપતા સ્વામીશ્રી  એ વિવેક જીવન સ્વામી દ્વારા પોપ ને વર્ણવ્યું કે જેમ – જીસસ ને ૧૨ શિષ્ય હતા અને એમાં પીટર સર્વ શ્રેષ્ઠ શિષ્ય હતા તેમ ગુણાતીતાનંદ સ્વામી -ભગવાન સ્વામિનારાયણ ના શિરમોર શિષ્ય હતા……
  • એ જ સમયે પોપ ના કડક ધડક કપડા ની વાત નીકળી તો સ્વામી એ સકારાત્મક ઉત્તર આપતા કહ્યું કે- પોપ એમની પ્રણાલિકા પ્રમાણે કપડા પહેરે છે અને આપણે આપણા ઇષ્ટદેવ ની આજ્ઞા મુજબ કપડા પહેરીએ છીએ…તેનો ગર્વ થવો જોઈએ….!
  • લંડન થી આવેલા એક ડોક્ટર ને ભગવાન ને સદાયે આગળ રાખવાનું કહેતા સ્વામી એ કહ્યું કે- ભગવાન ને સદાયે આગળ રાખવાથી બળ,સ્થિરતા અને શાંતિ મળે……..
  • ગુણાતીત પુરુષ સદાયે પ્રગટ રહે છે……બસ એક એમનામાં જોડાવા નું છે…..મહંત સ્વામી મહારાજ માં જોડાવા નું છે…

પુ.અક્ષર વત્સલ સ્વામી


  • સ્વામીશ્રી ના દેહ ત્યાગ થી સર્વે-ભક્ત-બિન ભક્ત અશ્રુભીના હતા……
  • જેમ ભગવાન અને ભક્ત વચ્ચે ના સંબંધ ના ભાગ ન પડે…તેમ બાપા અને સત્સંગ વચ્ચે ના સંબંધ નો ભાગ ન  પડે….
  • બાપા ની અમેરિકા માં બાયપાસ સર્જરી પછી ડોકટરે તેમને પોતાનું રોજિંદુ સત્સંગ કાર્ય કરવા પર બ્રેક લગાવવા ની વાત કરી….પણ માને એ બાપા શાના??? 🙂 સ્વામીશ્રી એ પોતાના દેહ ની મર્યાદા ને અવગણી રોજિંદુ સત્સંગ કાર્ય ચાલુ રાખ્યું…..ઉલટાનું વધાર્યું…! દેહ ના ચૂરેચૂરા ..એ પણ સત્સંગ માટે તો ગુણાતીત જ કરી શકે….!!!
  • એવી તો અનેક ડોકટરી સલાહો ને અવગણી…અઢળક શારીરિક દુખ ને બાજુ કરી……હરિભક્તો ના રાજીપા ખાતિર દેહ ને પતરાળા જેવો કરી નાખ્યો………
  • બાપા સદાયે હસમુખા રહ્યા છે…..દેહાતીત રહ્યા છે…શ્રીજી સાથે એકરૂપ રહી..ભક્તિ કાર્ય માં એકાગ્ર રહ્યા છે……..છતાં શ્રીજી એ કહ્યું છે કે જ્ઞાની ને અનંત લોચન હોય છે ..તેમ ભગવાન માં એકાગ્ર રહ્યા છતાં સત્સંગ ની ઝીણી ઝીણી વાતો પણ એમની નજર થી બહાર રહેતી નથી…..એ અનેક વખત જોવા મળ્યું છે…..
  • અમદાવાદ યુવક-યુવતી મંડળ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ થી ઉપવાસ -વારા ( રોજ બે યુવક નિર્જળા ઉપવાસ કરે) , જનમંગલ નામાવલી…માળા નું તપ ચાલતું હતું……તેની વાત કરતા કહ્યું કે- સ્વામીશ્રી એ યુવકો ના રદયમાં કેવી જગ્યા બનાવી હશે….!

અદ્ભુત……અદ્ભુત……..! ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ – સ્વામીશ્રી ના વિદાય ને ..વિરહ ને વર્ણવતા ,પુ.અક્ષરજીવન સ્વામી રચિત નવીન કીર્તન…”મૂર્તિ તમારી પ્રમુખ સ્વામી ની ..આવે છે મુજ ને યાદ…” રજુ કર્યું……

પુ.બ્રહ્મવિહારી સ્વામી


  • સ્વામીશ્રી ની વસમી વિદાય થી સઘળા લોકો…અબાલ-વૃદ્ધ સર્વ દુખી છે……..
  • આપણો સંપ્રદાય પ્રેમે ..હેતે જોડાયેલો છે……અને પ્રમુખ સ્વામી એ સર્વ ભક્તો ને – અંગત પ્રેમ આપ્યો છે…..પર્સનલાઇઝડ પ્રેમ આપ્યો છે…તેથી જ એ સર્વ ને પોતીકા લાગ્યા છે…
  • સ્વામીશ્રી ના અગ્નિ સંસ્કાર પછી રાત્રે પ્રધાનમંત્રી મોદી સાહેબ નો ફોન આવ્યો અને ગળગળા અવાજે કહ્યું કે- સ્વામી ની યાદ હૃદય માં થી જતી નથી……તો તમારા ત્યાં શું હાલ હશે??? શોક ની આ ઘડી માં સમગ્ર દેશ તમારી સાથે છે……
  • જગવિખ્યાત કાર્ડિઆક સર્જન ડો.તેજસ પટેલ ને આમ સત્સંગ ઓછો પણ સ્વામી ના સમાચાર મળ્યા એટલે એટલા દુખી થયા કે – એમણે કહ્યું કે -એમનામાં સ્વામી ના દેહ ના દર્શન કરવા ની હિમત નથી….અને સંતો ની વિનંતી પછી આવ્યા તો – દેહ ના દર્શન કરી બોલ્યા કે – ત્રણ ત્રણ દિવસ પછી પણ સ્વામીશ્રી ના દેહ -મુખ પર એટલું બધું તેજ લાગે છે કે જે- કલ્પના..વિજ્ઞાન ના નિયમ બહાર છે…..!!!! નરી દિવ્યતા છે…..
  • પુ.મોરારી બાપુ ને અદ્ભુત અનુભવ થયો કે ત્રણ ત્રણ વર્ષ થી લૌકિક રીતે મૌન…નગણ્ય ક્રિયા કરવા છતાં કોઈ મહાત્મા આટલું વિશાલ કાર્ય કરે….લાખો હરિભક્તો અશ્રુભીના થઇ જાય…દર્શને આવે..!!!
  • આપણો સમજણ નો સત્સંગ છે…..સત્પુરુષ ના ચરિત્ર ની સ્મૃતિ કરવાથી દુખ હણાય છે…દુર થાય છે……
  • ૧૯૮૩ માં સ્વામી શ્રી ને ગંભીર હાર્ટએટેક આવ્યો એ સમયે પુ.બ્રહ્મવિહારી સ્વામી પાર્ષદ માં હતા અને એમણે-અન્ય પાર્ષદો એ બનાવેલા શુભકામના કાર્ડ જોઇને સ્વામીશ્રી એ કહ્યું કે- એક બીજાને યાદ કરીએ એટલે એકબીજા ના રદયમાં રહેવાય…હૃદય થી હૃદય ની વાત થાય….!
  • પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે કહ્યું છે તેમ…સ્વામીશ્રી ની સ્મૃતિ કરીએ તેમ -એ અચૂક હાજર થાય છે……એ આજે પણ આપણી વચ્ચે છે…..
  • સત્પુરુષ ની દ્રષ્ટિ નિરાવરણ હોય છે…..તે સઘળું જુએ છે…….જાણે છે…..અને એમના દર્શન થવા એ અનેક વેદ-ઉપનિષદ ..કુંભ મેળા કરતા પણ વધારે પુણ્ય શાળી છે…મોક્ષ દાતા છે….
  • If you love him……live him……!
  • પુ.ચિન્મયાનંદ સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન માટે પાછળ દોડતા યુવકો ને કહ્યું કે…..Don’t run behind your Guru……run for Guru…learn from Guru…!
  • બેપ્સ શતાબ્દી ઉત્સવ સમયે એક અખંડ જ્યોત સ્વામીએ પ્રગટાવી ને આજ્ઞા કરી હતી કે આ જ્યોત દ્વિ-શતાબ્દી સુધી અખંડ રાખજો…એ પછી નવી જ્યોત પ્રગટાવજો…!!!! અર્થાત આ સંસ્થા અક્ષર છે…..સત્પુરુષ સદાયે પ્રગટ છે…….જે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે બિરાજમાન છે….! એમનામાં મન-કર્મ વચને જોડાવા નું છે…..

ત્યારબાદ વિડીયો દર્શન સ્મૃતિ નો લાભ મળ્યો…..વિવિધ આગેવાન -મોટા લોકો -સામાન્ય હરિભક્તો વગેરે નો સ્વામીશ્રી વિશેનો અનુભવ..પ્રતિભાવ રજુ થયો…….એમાં એક યુવકે વાત કરતા કહ્યું કે- એ પોતે એકવાર સ્વામીશ્રી ના દર્શને ગયો તો સંકલ્પ કર્યો કે..સ્વામીશ્રી માં ભગવાન હોય તો મારો હાથ પકડે…..પણ જયારે દર્શન કર્યા..પુરા કર્યા ..બહાર નીકળ્યો છતાં સ્વામી એ કઈ ન કહ્યું…..પણ અચાનક એને યાદ આવ્યું કે એની કોઈ વસ્તુ- ત્યાં સ્વામીશ્રી પાસે ટેબલ પર જ રહી ગઈ છે…એ પરત લેવા ગયો તો સ્વામીશ્રી એ તરત તેનો હાથ પકડી કહ્યું કે….આવા સંકલ્પ ન કરવા..!!! અને એના શરીર માં થી એક ઝણઝણાટી ભર્યો પ્રવાહ પસાર થઇ ગયો…!!!! અદ્ભુત…! સત્પુરુષ ના પારખા કરવા ની આપણા પામર જીવ ની શું વિસાત????

અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એ સભાને અંતે એ જ વાત કરતા કહ્યું કે…….આપણ ને જે મળ્યું છે તે સર્વોપરી છે…….ચિરંજીવી છે…..અને એની સ્મૃતિ જ સુખ આપે છે….! બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ત્રણ સૂત્ર સદાયે જીવન માં દ્રઢ કરવા……દાસ ના દાસ થવું, સેવક થવું…..સહન કરવું….! સંપ,સુહાર્દભાવ અને એકતા હમેંશા દ્રઢ કરવા……હરિભક્ત નો અવગુણ ક્યારેય ન લેવો……ગુણગ્રાહક બનવું..! આપણું વર્તન એવું ઉચ્ચ રાખવું કે જગત આખું સ્વામિનારાયણ સત્સંગી ને નમે…..! ગુણાતીત પુરુષ ક્યારેય આ પ્રુથ્વી પર થી જતા જ નથી…….સદાયે પ્રગટ રહે છે……માટે જ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ માં જીવ-મન-કર્મ-વચને જોડાઈ જવું…! એકાંતિક કલ્યાણ તો સત્પુરુષ જ કરી શકે…….બીજા કોઈનું કામ નહિ…..!

સભાને અંતે જાહેરાત થઇ કે….

  • ૨૫ મિ ઓગસ્ટ રોજ -જન્માષ્ટમી નો ઉત્સવ ધામધૂમ થી ઉજવાશે  ….
  • ગુજરાત સરકારે – બરોડા માં નવનિર્મિત ..સૌથી લાંબા ફ્લાય ઓવર નું નામ પ્રમુખ સ્વામી મહારાજ પર ર્કાહ્યું છે….આ સિવાય રાજકોટ માં અત્યાધુનિક હોલ…જૂનાગઢમાં નવીન માર્ગ- સર્કલ નું નામ પણ સ્વામીશ્રી ની સ્મૃતિ માં રાખવા માં આવ્યું છે…..
  • મીડિયામાં પણ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ તરીકે વર્ણન થયું જે દર્શાવે છે કે – બિન સત્સંગી લોકો પણ સ્વામી શ્રીને અક્ષરબ્રહ્મ તરીકે સમજતા થયા છે…..

અદ્ભુત…..અદ્ભુત….! સત્પુરુષ ના ચરિત્ર…..આજ્ઞા-ઉપદેશ ..ક્રિયાઓ સંભારી રાખવા થી..મનન કરવાથી….એમના સંગે આપણે પણ બ્રહ્મરૂપ થઇ જઈએ…..પરમપદ ને પામીએ….( ભગવાન સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા પ્રથમ-૩, મધ્ય-૩૧, અક્ષર વાતો-૩/૧૨)

બસ એટલું દ્રઢ કરવાનું છે કે – સત્પુરુષ આપણી વચ્ચે સદાયે રહે છે……ગુણાતીત તત્વ ચિરંજીવી છે……માટે મન-કર્મ-વચને-જીવે કરીને એક એમનામાં જોડાવા નું છે………એમનામાં મનુષ્ય ભાવ લાવવા નો નથી ..સદાયે દિવ્યભાવ લાવવા નો છે……!

 

આખરે આપણો મોક્ષ આપણા હાથમાં છે………!!! બાકી સત્પુરુષ તો બધાનું કલ્યાણ કરવા બેઠા છે…

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૧૭/૧૧/૨૦૧૩

“….પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તેતો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્‍યારે રહે છે, અને જગતના પદાર્થ સન્‍મુખ તો એની મેળે જ રહે છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ. અને તેને તો એજ ફીકર રહે છે જે ‘મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.’ માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એજ કઠણ છે. અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ. અને તે સત્‍સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થશે.

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્‍યાનું શું સાધન છે.?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનું સાધન તો અંતર્દષ્‍ટિ છે, તે અંતર્દષ્‍ટિ તે શું ? તો જેવા પોતાને પ્રત્‍યક્ષ ભગવાન મળ્‍યા છે તેની મૂર્તિ સામું જોઇ રહેવું એ અંતર્દષ્‍ટિ છે……..”

—– ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ ૪૯ —–

તો- આજ ની સભા – દેવ દિવાળી ની સભા હતી…..એક આત્મ-ઉત્સવ ની સભા હતી. “આત્મ ઉત્સવ” એટલે- અંતર્દ્રષ્ટિ દ્વારા – આત્મ ને ઓળખી- પરમાત્મા સાથે તાદાત્મ્ય -એકાકાર રૂપતા ધારણ કરવી…….! વળી-  આજે દેવદિવાળી- અર્થાત શાસ્ત્રીજી મહારાજ નો ડુંગર ભક્ત મા થી – યજ્ઞપુરુષ દાસ તરીકે ભાગવતી દીક્ષા દિન- ૨૯ નવેમ્બર-૧૮૮૨ અને યોગીજી મહારાજ નો પાર્ષદ તરીકે નો દીક્ષા દીન- ૮ નવેમ્બર-૧૯૦૮- ના રોજ થયા હતા- તેની યાદગીરી….!

આજે રવિસભા મા પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું- આથી ઠાકોરજી ને થાળ ધરાવી ચુક્યા હતા અને એ જમી રહ્યા હતા….આથી પલભર તો દર્શન ન થયા પણ એક મિત્ર એ મદદ કરી અને એણે પોતાના મોબાઈલ થી ખેંચેલા ફોટા દ્વારા મને લાભ આપ્યો…..તો તમે પણ કરો આજ ના દર્શન……

આજ ના દર્શન....

આજ ના દર્શન….

સભા મા સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કીર્તન પુરા થઇ ગયા હતા…..પણ હરિભક્તો દ્વારા જાણવા મળ્યું કે- ” હો રાજ મારે દીન દીન દિવાળી” અને અન્ય બે કીર્તન- સંતો દ્વારા રજુ થયા હતા..અને અમદાવાદ- શાહીબાગ ખાતે દિવાળી નિમિત્તે થયેલા ઉત્સવ નો વિડીયો રજુ થયો……….ત્યારબાદ- પૂ.વિવેકજીવન સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે- ગઢડા પ્રથમ -૪૯ ના વચનામૃત પર અદભૂત પ્રવચન -રસપ્રદ પ્રસંગો દ્વારા રજુ થયું…….જોઈએ સારાંશ….

  • અંતર્દ્રષ્ટિ- એટલે કે એક પ્રગટ ભગવાન ને અંતર મા વસાવવા- માધ્યમ- સતત સત્સંગ-કથા વાર્તા-લીલા ચરિત્ર નું પઠન….
  • એક ભગવાન મા જ જીવ જોડવો…….જો જગ ના વ્યવહાર મા જીવ રહે તો સત્સંગ માત્ર- ૫૦% જ કહેવાય…….
  • એક ભગવાન સિવાય કશે સુખ નથી………અને આ સુખ – સત્પુરુષ ના સમાગમ થી- હરિ સાથે જોડાઈ ને મળે છે……..ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે- સત્પુરુષ ના સાચા- સતત સમાગમ થી જગ ના વ્યવહાર થી થતો ફેર ટળી જાય છે……..
  • એક ભગવાન નો માર્ગ જ છે કે- જેના પર ચાલી ને જ મોક્ષ થાય……એ સદાયે યાદ રાખવું……
  • ગઢડા પ્રથમ-૩૮ ના વચ્નામૃત મા કહ્યું છે એમ- આ જીવ- ની ઉન્નતી નું નામું રાખવું……..સદાયે- એણે હરિ સાથે જોડી રાખવો અને ખબરદાર થઇ ને- આ જોડાણ નો ખ્યાલ રાખવો………
  • ભગવાન ને વશ કરવા- એમનાં ધારક સંત -ભક્ત ને વશ કરવા પડે…….અને તો જ મોક્ષ થાય….કલ્યાણ થાય…..
  • અંતર્દ્રષ્ટિ હોય તો- ગમે તેવો વિપરીત દેશકાળ કેમ ન હોય………સત્સંગ ટકી રહે છે…….

અદભૂત- વાત……બસ તો સાચા સત્સંગ ની શરૂઆત આત્મ ખોજ થી જ…..! અંતર્દ્રષ્ટિ થી જ……..

ત્યારબાદ- હિંમતનગર મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા ડીસેમ્બર- ૯ થી ૧૨ તારીખ સુધી ભવ્ય ઉજવણી સાથે થવાની છે- તે ભવ્ય ઉત્સવ ની ઉપલક્ષ મા ત્યાના મંદિર ના કોઠારી પૂ. ધર્મ વિનય સ્વામી એ મંદિર -સત્સંગ નો ટૂંક મા પરિચય આપ્યો…..અને બધા ને પરિવાર સહીત હાર્દિક નિમંત્રણ પણ પાઠવ્યું………..સ્વયં પ્રમુખ સ્વામી મહારાજે- અહિયા શીલા ન્યાસ કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા કે- “દિલ્હી અક્ષરધામ અને ગાંધીનગર અક્ષર ધામ વચ્ચે- હાઈ વે પર આ મંદિર હોવા થી- એ પણ અક્ષરધામ તુલ્ય- ભવ્ય બનશે……” અને આજે એ બધા જોઈ શકે છે……..! જય હો………!

સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ………

  • આજે બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ ના સહયોગ થી બ્રહ્મ મહોલ ખાતે- રક્તદાન શીબીર હતી- જે સફળ થઇ……
  • આવતા રવિવાર ની સભા- વિશિષ્ટ સભા છે- સમય સાંજે- ૫.૧૫ – જેમાં કીર્તન આરાધના- વિશેષ થાશે………સર્વે લાભ લેવો….
  • લગ્ન કંકોત્રી અને કાર્ડઝ- નવી ડીઝાઈન સાથે આવી ગયા છે- જેને રસ હોય તેણે મંદિર નો સંપર્ક કરવો…..
  • સ્વામિનારાયણ અક્ષર પીઠ મા- એક્ષ્પોર્ટ સુપરવાઈઝર ની જરૂર છે- સંપર્ક કરવા- મંદિર ઓફીસ જવું….

તો- બસ- સત્સંગ ની શરૂઆત કરીએ……..કારણ કે “પહેલું સુખ…..(તન નું હોય કે મન નું…..કે આત્મા નું)…….તે…જાતે નર્યા…” યાદ રાખવું….

રાજી રહેશો….

જય સ્વામિનારાયણ….

રાજ