Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૩/૦૩/૨૦૧૯

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

“જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?”

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

“જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં જેવું અંગ બંધાય જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજુ થતુ નથી…….તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ; ….

શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે,

‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’

પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ-બુદ્ધિવાળો જાણવો.……..

બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે,

‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે

—————————-

વચનામૃત ગઢડા અંત્ય ૨

દેહ અને આત્મા ને અલગ સમજવા….જગત અને તેનાં પદાર્થ નાશવંત છે…એમ સમજીએ તો જ સત્સંગ જીવ પર ચઢે છે…..અને સત્સંગ માં આવી ને આ જ કરવા નું છે……આજની સભા આ જ વચનામૃત પર હતી….

વસંત પંચમી પછી હજુ પણ ઉનાળા નાં પગરવ સંભળાયા નથી…… શિયાળા અને ઉનાળા ની વચ્ચે કમોસમી માવઠા વચ્ચે ફસાયેલા અમદાવાદ માં આજની સભા અધ્યાત્મિક જોશ થી ભરપૂર હતી….

સર્વ પ્રથમ મારા વ્હાલા નાં દર્શન….અંતર નાં ઉમંગ સહીત….

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન ની રમઝટ થી થઈ….. અંતર નાં તાર એક હરિ માં સહેજે જોડાઇ ગયા….અને એ જ અંતર ના પુકાર સાથે એક યુવકે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી રચિત…’ હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી…” કીર્તન રજુ કર્યું….ત્યારબાદ એક યુવકે ભૂમાનંદ સ્વામી રચિત” રસિયા વર સુંદર શ્યામ હસી ને બોલાવો રે…” કીર્તન રજુ કર્યું….! અદ્ભૂત કીર્તન…..!!! ત્યારબાદ પુ.દિવ્ય કિશોર સ્વામી નાં ઘૂંટાયેલ સ્વરે ” સાચે સાચું કહેશું રે…હરિ રાખે એમ રહેશું રે….”સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયુ…..સતપુરૂશ નાં મહિમા થકી અંતર માં હરી ને પામવા ની ઝંખના જાણે કે શબ્દ સ્વરે સભા માં છવાઈ ગઇ….!!!

ત્યારબાદ પુ. સ્વામીશ્રી નાં સાંકરી ખાતે નાં તા-૨૫-૨૬ ફેબ્રુઆરી નાં રોજ નાં દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચે ની લિંક પર થી આપણે જોઇ શકીશું…

અદ્ભૂત દર્શન……સાથીડા… મેરો નેહ નિભાવણા… બેકગ્રાઉન્ડ માં વાગતા પ્રેમ સખી નાં આ હૃદય ભીના કીર્તને ચક્ષુ નાં ખૂણા અશ્રુ ઓ થી ભરી દીધાં….!!!

આજે સભા માં , ખૂબ જ અનુભવી, વિદ્વાન, પ્રખર વક્તા અને સતત 40 વર્ષ સુધી બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપરું વિચરણ કર્યું છે…તેવા સદ. વિવેક સાગર સ્વામી હાજર હતાં …તેમણે ગ.અંત્ય ૨ વચનામૃત પર આધારિત અદ્ભૂત પ્રવચન કર્યું….જેનો માત્ર સારાંશ જ અહી જોશું..

 • બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ વચનામૃત નાં ભોમિયા હતાં….તેને સાક્ષાત જીવ્યા હતાં…એ સમયે એમણે સંતો ને સમગ્ર વચનામૃત નો મુખ પાઠ કરાવતા….
 • યૉગી બાપા ને ગ.અંત્ય 2, ભગતજી મહારાજ ને વરતલ-૧૬, શાસ્ત્રીજી મહારાજ ને ગ.મધ્ય ૭, પ્રમુખ સ્વામી ને અંત્ય-૭, મહંત સ્વામી ને અંત્ય ૫ નું વચનામૃત અતિ પ્રિય છે…
 • અંત્ય-૨ નાં વચનામૃત, માં જગત નાં નાશવંત પણા નો ઉલ્લેખ કર્યો છે….જેને ગુણાતીત પુરુષો સાક્ષાત જીવ્યા છે….આપણે આ બ્રહ્મ સત્ય ને સમજીએ તો જીવ જગત માં બંધાય જ નહીં…..સહજ જ વૈરાગ્ય અંતર માં જાગી ઉઠે…
 • જગત ની …એનાં સુખ ની આસક્તિ છોડવી અઘરી છે…..અને સર્વે દુખ એમા થી જ આવે છે…માટે જ ભગવાન ને સર્વે સુખ નાં સિંધુ જાણવા જેથી જગત માં થી આસક્તિ છૂટી એક ભગવાન માં થાય….
 • જીવ ને જગત નાં નાશવંત પણા નું જ્ઞાન હોવાં છતા એ મોક્ષ માર્ગે આગળ વધતો નથી…જગત નું પ્રધાન પણું ટળતુ નથી…. કાંરણ કે ..જીવ ને સત્સંગ માં કોઈ અંગ બંધાઈ જાય છે જે છેક સુધી રહી જાય છે…જીવ વિભ્રાંત થઈ જાય છે….પણ આત્મ વિચાર રહે તો તેમા થી બહાર નીકળી શકાય….એમ સત્સંગ માં આનું અંગ કેળવવું…..સમજણ રાખવી…
 • સતપુરૂશ ને સત્સંગ માં પ્રધાન રાખવા…..એમનાં થકી જ સત્સંગ નું અંગ સુદ્રઢ થાય છે….સત્સંગ માં આગળ વધાય છે…..કલ્યાણ નો માર્ગ ખુલે છે…..એમનો યોગ બ્રહ્મરૂપ કરે છે…
 • સતપુરૂશ નો યોગ તો દેવ પણ ઇચ્છે છે….માટે જ સર્વે અર્થ સિદ્ધ કરવા પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ ને ઓળખી…એમનો યથાર્થ સમાગમ કરી લેવો….પણ પ્રત્યક્ષ ની પ્રતીતિ આવવી અઘરી છે….જે નિત્ય અભ્યાસ, સતપુરૂશ માં દૃઢ હેત અને વિશ્વાસ, રાજીપા થી જ આવે…..મોક્ષ તો પ્રત્યક્ષ થી જ થાય….એ સિવાય ન થાય…!
 • આજે મહંત સ્વામી રૂપે શ્રીજી પ્રગટ છે….એમ દૃઢ …પરિપૂર્ણ સમજાય તો કશુ બાકી ન રહે…જીવ ને કેફ ચઢી જાય….જગત માં થી વૃત્તિ નીકળી એક ભગવાન માં સ્થિર થઈ જાય…
 • આ મોક્ષ ની વાત છે…..કલ્યાણ ની વાત છે…..જેને સમજ્યા સિવાય છૂટકો જ નથી…..

અદ્ભૂત….અદ્ભૂત…..!! જીવ ને આટલી પ્રતીતિ આવે તો મોક્ષ પ્રત્યક્ષ જ છે……બસ શ્રીજી સ્વામી ને પ્રાર્થના કે આ મુદ્દા ની વાત જીવમાં દૃઢ થાય…..

આજે સભા માં પ્રસિધ્ધ ઇતિહાસ વિદ મકરંદ મેહતા હાજર હતાં….તેમનુ સન્માન થયુ…..

સભા માં અંતે સારંગપુર ખાતે ના ફૂલદૌલ ઉત્સવ ની જાહેરાત થઈ….

મહિલા દિન 16/3 નાં રોજ શાહીબાગ મંદિરે ઉજવાશે…..સમય માટે મંદીર નો સંપર્ક કરવો….

તો આજની સભા મોક્ષ માટે ની હતી…..પ્રત્યક્ષ ગુરુ રુપ હરિ માં દૃઢ પ્રતીતિ માં જ બધુ આવી ગયું….

થોડા માં ઘણુ સમજો….

જય સ્વામિનારાયણ…

રાજ


Leave a comment

એક પ્રાર્થના જસુબા ની…

સ્વામિનારાયણ સંપ્રદાય નો ઈતિહાસ ઝળહળતો છે….ગૌરવ વંતો છે……! આ સંપ્રદાય ના નિયમ ધર્મ…શુદ્ધ ઉપાસના….સિધ્ધાંત…શાસ્ત્રો….સંતો અને સ્વયમ શ્રીજી સર્વોપરી છે …..૨૦૦ વર્ષ ના આ ઈતિહાસ માં- સમાજ ને..મનુષ્ય જાતિ ને આ સંપ્રદાયે જે ધર્મ-નિયમ-જ્ઞાન-ભક્તિ ની સુવાસ આપી છે, તેવી કદાચ કોઈ સંપ્રદાયે આટલા ટૂંકા સમય માં- આટલી સહજ રીતે નહિ આપી હોય..! ઈતિહાસ સાક્ષી છે કે- શ્રીજી ના રાજીપા ખાતર એ સમય ના હરિભક્તો એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું…..કેટલાકે – પોતાના સર્વ ધન-ધાન્ય-પ્રતિષ્ઠા-સંતાન-સ્વયમ પોતાને શ્રીજી ને સંપૂર્ણ સમર્પિત કરી દીધા …..! રાજાઓ એ રાજ છોડ્યા….ગૃહસ્થો એ કાજ છોડ્યા….પરણેલા ઓ એ સંસાર છોડ્યો..રાજકવિઓ એ રાજ સેવા છોડી….મઠ ધારી ઓ એ મંડળ છોડ્યા…પંડિતો એ પોતાની લૌકિક વિદ્વતા છોડી…..સ્ત્રીઓ એ પોતાના પતિ -સંસાર ને છોડ્યા..અને કેવળ એક શ્રીજી ના વચને- ત્યાગ-વૈરાગ્ય યુક્ત અતિ કઠીન નિષ્કામ ધર્મ ને અપનાવ્યો……!!!

અને આવા તો હજારો ઉદાહરણ- ઈતિહાસ માં પ્રત્યક્ષ છે……હરિભક્તો માં જો કોઈનું સમપર્ણ સર્વોપરી ગણાતું હોય તો- ગઢડા ના દાદા ખાચર નું……..! શ્રીજી એ પોતાના જીવન ના ૨૫ થી વધુ વર્ષ -ગઢડા માં ગુજાર્યા…એ કહેતા કે- હું ગઢડા નો..અને ગઢડુ મારું..!!! એભલ ખાચર ના ધામ ગમન બાદ- શ્રીજી એ – કિશોર વય ના – પરમ એકાંતિક ભક્તરાજ દાદા ખાચર ને એક પિતા નો પ્રેમ આપ્યો…….અઢળક કસોટી ઓ પણ કરી …….પણ એમના સમર્પણ થી રાજી થઇ – શ્રીજી એ દાદા ના યોગક્ષેમ ની જવાબદારી લીધી…..! છેક એટલે સુધી કે- દાદાખાચર ને એમના કાકા જીવા ખાચર ની ગરાસ પડાવી લેવા ની મેલી મુરાદ થી બચાવવા- બે બે લગ્ન કરાવ્યા…..દાદા ખાચર નું પ્રથમ લગ્ન બોટાદ ના માતરા ધાધલ ની દીકરી કુમુદાબા સાથે કરાવ્યા ..પણ અમુક વર્ષ સુધી સંતાન નો યોગ ન થતા જીવા ખાચર ફરીથી જોરમાં આવી ગયા અને દાદા નાં યોગ ક્ષેમ માટે કુમુદાબા ની મરજી થી શ્રીજી એ જનક રાજા સમાન દાદા ને પુનઃ વિવાહ માટે મનાવ્યા…દાદા ની શરત -કે દાદા ની જાન ના ગાડા ને સ્વયમ શ્રીજી હંકારશે -એ માન્ય રાખી ને પણ શ્રીજી એ દાદા ના લગ્ન- ભટવદર ( ભાવનગર-જાફરાબાદ નજીક આવેલું એક નાનું ગામ) ના સંનિષ્ઠ સત્સંગી નાગપાલ વરુ ની ગુણીયલ ..નિષ્ઠાવાન દીકરી જસુબા સાથે ગોઠવ્યા…! ….આ લગ્ન પ્રસંગ નું વર્ણન કરવા માં આવ્યુ છે તેં અદ્ભુત છે……

dadakhacharnijan

ચિત્ર સૌજન્ય- ગુગલ

ત્રણ દિવસે ગઢડા થી ભટવદર ગામ જાન પહોંચી…..સ્વયમ જગત નો નાથ આજે દાદા ખાચર ના સંસાર નો સારથી બન્યો હતો…..ગામ માં ખારોપટ અને પીવાના પાણી ની મોટી સમસ્યા હતી જે …મીઠો વીરડો ખોદી ….એ કાયમ ની સમસ્યા ને પણ શ્રીજી એ પોતાની કૃપા થી દુર કરી ( જે આજે પણ મોજુદ છે…મીઠું પાણી આજે પણ મળે છે) ..એકાદશીને ઉંચે ટીંગાળી દઈ … ઉપવાસ માં પણ સાધુ સંતો-હરિભક્તો ને પેટભરી જમાડ્યા…વેવાઈ નાગપાલ વરુ નો સંકલ્પ પૂરો કર્યો…..! જસુબા જેવી દીકરી દાદા ખાચર ને વરી એની પાછળ પણ શ્રીજી ની જ કૃપા હતી…..!.નીલકંઠ વરણી વેશે જયારે શ્રીજી ભટવદર પધાર્યા હતા ત્યારે -નાનકડી જસુબા એ જ શ્રીજી ને રોટલો દૂધ જમાડી રાજી કર્યા હતા..અને આજે તેનું ફળ મળ્યું હતું….! લગ્ન પુરા થયા અને દાદા-જસુબા ની જોડી શ્રીજી ને પગે લાગવા આવી ત્યારે શ્રીજીએ રાજી થઇ જસુબા ને માંગવા નું કહ્યું….અને જસુબા પણ કેટલા ગુણીયલ કે…એમણે એ સમયે જે માંગ્યું…જે શ્રીજી ના ચરણ માં પ્રાર્થના કરી- તે આજે પણ સુવર્ણ અક્ષરે આપણા સંપ્રદાય ના….સમગ્ર ભક્તિ પંથ માં ઝળહળે છે….અને ભક્તિ કરનાર ને- માર્ગ બતાવે છે કે- ભગવાન પાસે શું માંગવું?? કેવી રીતે માંગવું….?? જોઈએ એ પ્રાર્થના ને કે જેને કવિસંત યુગલદાસે પોતાના શબ્દો માં વર્ણવી છે …..એક એક શબ્દ વાંચજો…..

મારી અવિચળ ચૂંકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી… ꠶ટેક

રહે કેસર પીર(સિંદૂર) લલાટમાં, રહે સેંથો ચાંદલો સદાય… માગું વર નાથજી… ꠶

મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય…માગું વર નાથજી… ꠶

સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય…માગું વર નાથજી… ꠶

મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય…માગું વર નાથજી… ꠶

રાજપાટ ને ગામ ગરાસ જે, ભુવન સહિત તમારા કહેવાય… માગું વર નાથજી… ꠶

જયા લલિતા રમા ને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન..માગું વર નાથજી… ꠶

અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન… માગું વર નાથજી… ꠶

કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર…માગું વર નાથજી… ꠶

તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાઓ કરી પ્યાર..માગું વર નાથજી… ꠶

વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ…માગું વર નાથજી… ꠶

દુરિજનનું મેણું ઊતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ…માગું વર નાથજી… ꠶

અભય સુત( દાદા ખાચર) ને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર… માગું વર નાથજી… ꠶

અભયવંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર…માગું વર નાથજી… ꠶

વળી અભયસુત પહેલાં મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ…માગું વર નાથજી… ꠶

એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ… માગું વર નાથજી… ꠶

અને ઈતિહાસ માં દર્જ છે કે- જસુબા ની આ પ્રાર્થના થી રાજી થઇ શ્રીજી એ એમના વચન સ્વીકાર્યા…જીવન ના છેલ્લા શ્વાસ સુધી એ ગઢડા માં- દાદા ખાચર ને ઘરે રહ્યા…દાદા ને આવતી સાંસારિક સમસ્યાઓ- જીવા ખાચર ની ઉપાધિઓ- રાજકાજ માં અડચણો શ્રીજી એ પોતાને માથે લીધી અને દુર કરી……દાદા ખાચર ને અભય વર આપ્યું..!

આ ઉપર થી – હરિભક્તો એ- નવ વિવાહિત કન્યા એ – સ્ત્રી ભક્તો એ- શીખવા જેવું છે…….આ પ્રાર્થના નો સાર એટલો જ છે કે- જો તમે તમારું સર્વસ્વ એક ભગવાન ને અર્પણ કરી ને રાખો તો- ભગવાન તમારા થઇ ને રહે છે……!!!

હવે વિચારવા નું આપણે છે કે- આપણે ભક્તિ ના આ માર્ગ પર કેટલે પહોંચ્યા છીએ?? દાદા ખાચર અને જસુબા જેવી ભક્તિ..એનો એક માત્ર અંશ પણ આપણા માં છે???

રાજ


Leave a comment

BAPS રવિસભા-૫/૨/૨૦૧૭

ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;

અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી… ત્યાગ..૦

વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;

ઉપર વેશ તો આછો બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ..૦

…..પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;

નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી… ત્યાગ..૦


વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી

કહેવાય છે કે શ્રીજી ના અગ્રગણ્ય ૫૦૦ પરમહંસો માં એક એક અવતાર જેટલું સામર્થ્ય હતું….ગઢડા પ્રથમ ૭૧ માં જેમ શ્રીજી સ્વયમ કહે છે એમ….શ્રીજી પૃથ્વી પર પધારે ત્યારે પોતાના ધામ..પાર્ષદ ..મુક્ત સહીત જ પધારે છે….અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કે જેને ઈતિહાસ કહે છે તેમ…વૈરાગ્ય ની ચેતનવંતી -સાક્ષાત મૂર્તિ હતા…..શ્રીજી ની દયા થી ૩૦ થી વધુ મહાન ગ્રંથ ની રચના કરી…૩૦૦૦ થી વધુ વૈરાગ્ય-સાંખ્ય થી ભરપુર કીર્તન-પદ રચ્યા…હજારો ને વૈરાગ્ય ને માર્ગે વાળ્યા…..હજુ પણ વાળી રહ્યા છે…..અને વાળતા રહેશે……..! વસંતપંચમી ગઈ…અને એ જ એમની જન્મ તિથી હતી….આથી આજની સભા…એમના જીવન કથન ને સમર્પિત હતી…….

સભામાં સમયસર પહોંચી ગયો……મનભરી ને વિસ્ફારિત નેત્રે….શાંત હૃદયે…..જીવ ની સંતૃપ્તિ કરતા – ઠાકોરજી ના દર્શન કરવામાં આવ્યા……..

collage_20170205171258034_20170205171437355.jpg

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ…….પ્રેમાનંદ સ્વામી રચિત..”ધર્મ કુંવર હરિકૃષ્ણ જી ..તમે ભક્ત પતિ ભગવાન…” અને દાસ છગન રચિત…”મૂર્તિ મનોહર તારી  સુંદર વર શામળિયા”…..રજુ થયું…….

ત્યારબાદ પુ.શ્રીજી ચરણ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ કરાવતા પ્રસંગો નું કથન રજુ થયું……પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે અવિરત..અસ્ખલિત….અખંડ સત્સંગ નું જીવતું જાગતું સ્વરૂપ…….! હરપળ બસ- ભગવાન ભજવા અને ભજાવવા…….જીવ ને સત્સંગ માં…ભગવાન માં જોડવા એ જ નિરંતર કાર્ય….! જીવન ના પ્રત્યેક પ્રશ્ન…સંશય…દુખ નું સમાધાન…સ્વામી કહેતા કે સત્સંગ જ છે….અને એ જ મોટી સેવા છે……! બસ..આ જ ગુણ -જો આપણા માં પણ આવે તો- શ્રીજી અને એમનું અક્ષરધામ ક્યાય છેટું નથી…!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના ૨૨ જાન્યુઆરી,૨૦૧૭ ના સારંગપુર ખાતે ના વિચરણ નો વિડીઓ દર્શન નો લાભ મળ્યો……

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન અને અનુભવી સંત ના મુખે – વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ના જીવન કથન પર અદભુત…અનેક અણજાણી વાતો ની જાણકારી મળી……નિષ્કુળાનંદ સ્વામી મૂળ શેખપાટ ના……શ્રીજી થી ૧૫ વર્ષે મોટા….અને રામાનંદ સ્વામી ના શિષ્ય….અને ભાદરા ના મુળજી શર્મા ( ગુણાતીતાનંદ સ્વામી) ના મિત્ર……! રામાનંદ સ્વામી દ્વારા શ્રીજી ની ઓળખાણ થઇ….અને એકવાર કામ કરતા માથામાં થયેલી ગંભીર ઈજા માં થી શ્રીજી એ બચાવ્યા અને…લાલજી સુથાર -શ્રીજી ના થઇ ગયા…..! શ્રીજી એ પણ પોતાના પૂર્વ ના મુક્ત ને- વૈરાગ્ય મૂર્તિ બનાવવા નું નક્કી કર્યું હોય તેમ રણ ના ભોમિયા તરીકે સાથે લઇ..વિવિધ ચરિત્ર કરી -લાલજી નો સંસાર નો મોહ છોડાવ્યો….એમની જ સાસરી અધોઈ માં જ સંવંત ૧૮૬૦ માં દીક્ષા આપી- નિષ્કુળાનંદ સ્વામી નામ આપ્યું…અને અધોઈ પાદર માં જ રહી…યમદંડ ગ્રંથ રચવા ની આજ્ઞા કરી…..ભણતર માં લગભગ અભણ કહેવાય એવા નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીજી ના એશ્વર્ય થી -જીવ માત્ર ને સંસાર ના પાશ તોડાવી- ભગવાન ના માર્ગે ચડાવે તેવા ૩૦ થી વધુ મહાન ગ્રંથો ની રચના કરી….૩૦૦૦ થી વધુ વૈરાગ્ય-કીર્તન -ભક્તિ પદ રચ્યા……..પોતાના બંને પુત્ર ને પણ વૈરાગ્ય નો ઉપદેશ આપી ત્યાગી બનાવ્યા……અંત સમયે ધોલેરા માં મહંત તરીકે સેવા કરી…૮૨ વર્ષ ની ઉમરે અક્ષરધામ પામ્યા……!

નિષ્કુળાનંદ સ્વામી ના જીવન કથન ને ટૂંક માં પમાય એમ જ નથી…….એના માટે તો કદાચ આ જીવતર ઓછું પડે……એમને સમજવા જતા..આપણે પણ કદાચ વૈરાગ્ય ના માર્ગે ચડી જઈએ તો નવાઈ નહિ…!

અદભુત માહિતી……!!!

સભાને અંતે જાહેરાત થઇ કે આ વર્ષે બોર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી ઓ માટે દર વર્ષ ની જેમ પ્રાર્થના સભાનું આયોજન ૧૯/૨ ના રોજ કરવામાં આવ્યું છે…સ્થળ -શાહીબાગ મંદિર…સમય- માટે મંદિર નો સંપર્ક કરવો……

તો- આજની સભા આપણા સંપ્રદાય ના સુવર્ણ ઈતિહાસ ને સમજવાની…….અજોડ પરમહંસો ની નિષ્ઠા….મહિમા ને સમજવા ની…….નિષ્કુળાનંદ સ્વામી ના વૈરાગ્ય ભીની ભક્તિ ના આસ્વાદ ને સમજવાની….માણવા ની હતી…..! જો આટલું સમજાય તો એ – સમજાય કે આપણ ને કેટલી મોટી પ્રાપ્તિ થઇ છે……સર્વોપરી શ્રીજી -સર્વોપરી ગુણાતીત પરંપરા…સર્વોપરી સિદ્ધાંત ……નો મહિમા શું છે…….!

સમજતા રહીએ……..કારણ કે સત્સંગ એ સમજણ નો માર્ગ છે……અને જો નિષ્કુળાનંદ સ્વામી ના જ શબ્દો માં કહી એ તો……

સખી સમજણમાં ઘણું સુખ છે,

 મોટું મા’તમ રે, જાણજે મનમાંય કે.. સખી સમજણ માં ૦ 

સખી અલબેલાજીને આશરી,

 ભવ વૈભવ રે, ભૂલ્યે ચિત્ત ન ચા’ય કે… સખી સમજણ માં ૦

સખી સરવે રીતે સુખ શ્યામમાં,

 જાણ્યું છે રે, જે કોઈ જને જરૂર કે… સખી સમજણ માં ૦

તું તો મનગમતાને મેલી કરી,

 હાથ જોડી રે, રહે હરિને હજૂર કે… સખી સમજણ માં ૦

સખી અખિલ બ્રહ્માંડના આતમા,

 જીયાં લગી રે, નથી જાણિયા નાથ કે… સખી સમજણ માં ૦

સખી ત્યાં લગી તાપ ટળે નહિ,

 અણ સમજે રે, આપે રહે અનાથ કે… સખી સમજણ માં ૦

સખી ખરી ખુમારી ચડ્યા વિના,

 પલટે નહિ રે, તેના પિંડનું પોત કે… સખી સમજણ માં ૦

સખી અંતર રહે છે અણોસરુ,

 જેવી ઝાંખી રે, રહે દીપક જ્યોત કે… સખી સમજણ માં ૦

સખી લાલી ચડી જેને લાલની,

 મતવાલી રે, સદા માણે છે સુખ કે… સખી સમજણ માં ૦

જેણે અલબેલા શું કરી એકતા,

 સુવાગણી રે, સદા ભોગવે સુખ કે… સખી સમજણ માં ૦

સખી સરવેનો સનેહી શ્યામળો,

 એને નથી રે, કોઈ અધિક ને ન્યૂન કે… સખી સમજણ માં ૦

સખી નિષ્કુળાનંદના નાથને,

 પામી છો રે, તારાં મોટાં છે પુણ્ય કે… સખી સમજણ માં ૦

જય સ્વામીનારાયણ………બસ અધ્યાત્મ માર્ગ માં જાગતા રહો……….

રાજ


Leave a comment

અમૃત વચનો………..!

ચાલો આજે માણીએ..સ્વયમ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના મુખે કહેવાયેલા અમૃત વચનો ને……….એક એક શબ્દ વાંચો…..સમજો………અને જીવ માં દ્રઢ કરો……….

————————————–

“જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”………………ગઢડા પ્ર.૧૧

આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયાં અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા, સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.”……………ગઢડા પ્ર.૧૯

કોઈ ગમે તેવાં શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”….ગઢડા પ્ર.૬૬

જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે………ગઢડા પ્ર.૨૭

“સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે……ગઢડા પ્ર.૫૪

ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે…………વરતાલ-૧૦

આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ………… એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે……….વરતાલ-૧૯

પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું…..’  ….સારંગપુર-૧૦

સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”………. વરતાલ-૧૧

………આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. ……ગઢડા મ.૧૩

2014_10_11_010_Sarangpur_fતો સમજવા નું આટલું જ છે કે -આપણ ને જે સત્પુરુષ મળ્યા છે…તે જ શ્રીજી ને પામવા નું શ્રેષ્ઠ માધ્યમ છે…………આમ વ્યક્તિ પૂજા ની વાત નથી પણ એમ સમજવાની વાત છે કે- એ સત્પુરુષ ના અંતર માં શ્રીજી અખંડ રહ્યા છે…….અને એટલા માટે જ એ પૂજનીય છે……..એ શ્રીજી રૂપી ધ્યેય ને પામવા નું માધ્યમ છે…એટલે જ મૂર્તિમાન થાય છે…એમની પૂજા થાય છે……..જેમ આરસ ની મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે…અને ભગવાન એમાં સાક્ષાત બિરાજે છે……..એમ શ્રીજી- આ જીવંત સત્પુરુષ ના હૃદય માં વસ્યા છે……..એટલે એ પૂજનીય છે………પણ ઉપાસના તો એક શ્રીજી ની જ….ધ્યેય તો એક શ્રીજી નું જ…!
સમજતા રહેજો……..અધ્યાત્મ રહસ્ય માર્ગ છે……………અને ગુરુ બિન જ્ઞાન નહિ……અને જ્ઞાન બિન- આ રહસ્ય નો ઉકેલ નહિ…….! એટલે જ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે- સર્વે ભક્તો માં મને જ્ઞાની ભક્ત વધારે પ્રિય છે…………….
જય સ્વામિનારાયણ……………..પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની જય…………
રાજ


1 Comment

વૈરાગ્ય મૂર્તિ સદ.નિષ્કુળાનંદ સ્વામી…

“ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના ..કરીએ કોટી ઉપાય જી….

અંતર ઊંડી જે ઈચ્છા રહે , તે તો કેમ તજાય જી……

વેશ લીધો વૈરાગ્ય નો , દેશ રહી ગયો દુર જી….

ઉપર વેશ અચ્છો બન્યો, માહીં મોહ ભરપુર જી….

પલ માં જોગી પલ માં ભોગી, પલ માં ગૃહી ને ત્યાગી જી….

નિષ્કુળાનંદ કે’એ નર નો , વનસમજ્યો વૈરાગ્ય જી…”

ઉપરોક્ત પદ – એ મહાત્મા ગાંધી ની પ્રાર્થના સભા માં- સાબરમતી આશ્રમ ખાતે રોજ ગવાતું……અને  આ પદ કોઈ પણ સત્સંગ કે અધ્યાત્મ નો પાયો છે…..એક દમ સો ટકા શુદ્ધ સોના જેવી ચમકતી વાત…..કે કોઈ પણ ત્યાગ -વૈરાગ્ય વિના ટકતો નથી….કારણ કે ત્યાગ એ બાહ્ય છુટકારો છે જયારે વૈરાગ્ય એ અંતર ની …માંહ્યલી વાત છે…જો મન માં મણ મોહ ભર્યો હોય તો….ભાગવા કામ નથી લગતા….ત્યાગી નથી થવાતું…! આ બ્રહ્મવચનો ઉદગારનાર છે- સ્વામિનારાયણ સંપ્રદાય નું ઝળહળતું રતન…વૈરાગ્ય ની સાક્ષાત મૂર્તિ- સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી……! એમને આજે યાદ કરવાનું ખાસ કારણ એ છે કે – આજ ના દિવસે જ…બરોબર ૧૬૫ વર્ષ પહેલા અર્થાત ઈસ્વીસન ૧૮૪૮ માં( એટલે કે શ્રીજી મહારાજ ના સ્વધામ ગમન ના ૧૮ વર્ષ બાદ…) આજની તિથી – કૃષ્ણ પક્ષ ની નોમ- અષાઢ માસ ના દિવસે- ધોલેરા મુકામે- ૮૨ વર્ષ ની ઉમરે અક્ષરધામ વાસી થયા હતા……..આવા મહા અદ્ભુત- સંત-વૈરાગ્ય ની મૂર્તિ- અને મહાકવિ- નિષ્કુળાનંદ ને જો યાદ ન કરી એ તો -સ્વામીનારાયણ સત્સંગ અધુરો લેખાય……..સર્વોપરી અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત અધુરો લેખાય…….!

તમને આશ્ચર્ય થશે કે પૂર્વાશ્રમ ના નિષ્કુળાનંદ સ્વામી- શેખપાટ ગામના  લાલજી સુથાર તરીકે ઓળખાતા અને કંકુ નામ ની સ્ત્રી ને પરણેલા….એમના બે દીકરા પણ હતા..અને એક દમ સીધુંસાદું ગૃહસ્થ જીવન જીવતા હતા…..શાસ્ત્રો ની રચના એટલે શું? એમણે લેશ માત્ર પણ જાણકારી ન હતી, પણ સ્વામિનારાયણ ભગવાન ની કૃપા થી એમણે નાના-મોટા ૨૪  ગ્રંથો રચ્યા..! પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભક્તિનિધિ, હૃદયપ્રકાશ, કલ્યાણનિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજીવિનય, અવતાર-ચિંતામણિ, ચિહ્ûનચિંતામણિ, પુષ્પચિંતામણિ, લગ્નશુકનાવલિ, વૃત્તિવિવાહ, શિક્ષાપત્રી પદ્યરૂપા, ચોસઠપદી અને ભક્તચિંતામણિ……અને યમદંડ …..!!

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી

( ફોટો – અજ્ઞાત)

અદ્ભુત…અદ્ભુત………! ‘ભક્તચિંતામણિ’ શ્રીજીમહારાજની લીલાનો અદ્‌ભુત ગ્રંથ છે. ‘પુરુષોત્તમ પ્રકાશ’માં શ્રીજીમહારાજને પરબ્રહ્મ-અવતારી તરીકે તેમણે સુપેરે નિરૂપ્યા છે. ‘ચોસઠપદી’માં તો સંત-અસંતનાં લક્ષણ, ભગવાનની પ્રાપ્તિની મહત્તા, પંચવિષય, દોષો-વિકારોને ટાળવાનો કીમિયો, અક્ષરધામનું સુખ-વર્ણન વગેરે સ્વાનુભૂતિની નીપજ છે.  એવો પણ ઇતિહાસ છે કે તેમણે ચોસઠપદી પાંચવાર રચેલી. પોતે રચીને તૈયાર કરે ને કોઈ દ્વૈષી તેની ઉઠાંતરી કરી ફાડી નાખે. છેવટે એક એક પાનું વાંસની ભૂંગળીમાં સંતાડતા એમ, ચોસઠપદી જળવાઈ, ને ગ્રંથસ્થ થઈ. આ ઉપરાંત તેમણે બે હજાર જેટલાં ઉપદેશપદો અને મૂર્તિનાં પદો રચ્યાં છે.  નિષ્કુળાનંદ સ્વામીએ રચેલાં આ ગ્રંથો તેમજ કાવ્યોનું પરિશીલન કરતાં ખ્યાલ આવે છે કે એમનું શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત શબ્દોનું જ્ઞાન, જનજીવનનો બહોળો અનુભવ, ભૌગોલિક ખ્યાલ, ઇતિહાસ-પુરાણનાં દૃષ્ટાંતો રજૂ કરવાની હાથવગી ફાવટ, કડવો ઉપદેશ પણ મધુરતાનો પુટ ચઢાવીને આપવાની કુશળતા, સંત-અસંતની સદૃષ્ટાંત ઓળખ, અંતર્દૃષ્ટિ-આતમખોજની સૂઝ , ભગવાનના સુખનું અધિકાધિક પરપણું પરખાવવાની શક્તિ, શ્રીજીમહારાજના હૃદગત સિદ્ધાંતને નિરૂપતી સચોટ, નિઃશંક, સ્વાનુભૂત રજૂઆત… કેટકેટલું એમના દ્વારા સત્સંગને પ્રાપ્ત થયું છે ! અને ધોલેરા મંદિર ની અત્યંત કલામય તોરણ કળા આજે પણ એમની વિદ્વતા નો પુરાવો છે……..!

એમના જીવન ના બધા જ પ્રસંગો- જેવા કે શેખપાટ માં જન્મ….ગુણાતીતાનંદ સ્વામી ( પૂર્વાશ્રમ માં મુલજી શર્મા) સાથે રાતો-રાતો જાગી ને કરેલો મહા- સત્સંગ……કે શ્રીજી મહારાજ દ્વારા એમણે કચ્છ ના રણ માં ભોમિયા તરીકે લઇ જઈ ને- પોતાનું સ્વરૂપ ઓળખાવવું……ગૃહસ્થ માં થી ત્યાગી બનાવવા….અદ્ભુત અદ્ભુત છે……..! અરે…શ્રીજી મહારાજે જયારે એમની પરીક્ષા કરવા…..અલ્ફી પહેરાવી અને ભીક્ષા માંગવા- એમની સાસરી -અધોઈ ગામ માં જ મોકલ્યા…પત્ની કંકુ- ૪ વર્ષ ના માધવજી અને ૧ વર્ષ ના કાનજી ને લઇ ને- પિયર માં જ હતી….અને નિષ્કુળાનંદ સ્વામી નો આવો ભેખ જોઇને- રડી પડી……સંસાર ન ત્યજવા ઘણાયે કાલાવાલા કર્યા પણ- હરિપ્રેમ આગળ આ સંસાર ઓગળી ગયો……અને “નિષ્કુળાનંદ ” આપણ ને સાક્ષાત મળ્યા…..પછી તો પાછું વળી ને જોયું નથી……અધોઈ ગામ માં જ- શ્રીજી એ એમને યમદંડ ગ્રંથ રચવાની આજ્ઞા કરી……અને સીધાસાદા નિષ્કુળાનંદ દ્વારા જગ ને – સાહિત્ય ની દ્રષ્ટિ એ અત્યંત અમુલ્ય ગ્રંથ મળ્યો…જે આજે પણ અનેક યુનીવર્સીટી ઓ માં સાહિત્ય સંશોધન માં વપરાય છે…..એમની કળા કારીગરી ની વાત કરીએ તો….ધોલેરાનું મંદિર બાંધવામાં નિષ્કુળાનંદ સ્વામીની સેવા મુખ્ય છે. આ મંદિરની તમામ કલાકૃતિઓનાં રેખાંકનો એમણે કર્યાં હતા એટલું જ નહીં તેમણે જાતે ઘડેલ પત્થરનું તોરણ આજે પણ તેમની શિલ્પ તથા સ્થાપત્યની પ્રીતિ કરાવતું ઝૂલી રહ્યું છે.

ધોલેરા મંદિર

ધોલેરા મંદિર

નિષ્કુળાનંદ સ્વામીની સર્વોત્તમ કલા એમણે વડતાલમાં બનાવેલા બાર દરવાજાવાળા હિંડોળામાં વ્યક્ત થઈ છે. આ હિંડોળામાં બેસીને શ્રીજીમહારાજ ઝૂલ્યા હતા ત્યારે તેના બારેય દરવાજામાંથી તેમણે પોતાના સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. સ્વામીએ પોતાની કલા-કારીગીરી ગઢડા તથા જૂનાગઢમાં પણ દર્શાવી છે.

આ ત્યાગ અને વૈરાગ્ય ની મૂર્તિ નો પ્રભાવ એવો હતો કે…….સં. ૧૮૭૪માં નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજી ૧૮ વર્ષના થયા ત્યારે તે તેમનાં દર્શન માટે આવ્યા. એક માસ સુધી તે મંદિરમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને પિતાને પ્રણામ કરી પછી ઘેર જવા જણાવ્યું. પિતા પાસે પુત્ર ગયો ત્યારે પિતાએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને પુત્ર માધવજીએ સંસારનો ત્યાગ કર્યો, અને ગોપાળાનંદ સ્વામીએ એમને સાધુની દીક્ષા આપી ગોવિંદાનંદ નામ પાડ્યું. તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું કે ‘સિંહનાં સંતાન સિંહ જ હોય!’
ગોવિંદાનંદ સ્વામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા. આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા-આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી…….!

સ્વયમ શ્રીજી મહારાજ ના આ અવની પર અવતરણ ના મુખ્ય ૬ હેતુ- પોતાના ગ્રંથો માં વર્ણવ્યા….ગુણાતીત સંતો નો મહિમા પણ એમણે છડેચોક ગાયો….જોઈએ એક પદ….

“ધન્ય ધન્ય એ સંત સુજાણને, 
જેનું ઊલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ.’
એવા શ્રીહરિના અખંડ ધારક સંતને ઓળખવા ગાયું: 
‘તમે અંતરની આંખે ઓળખી, 
કરો સદ્‌ગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે…”

આવા વૈરાગ્ય ના સાક્ષાત સ્વરૂપ એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ના ચરણો માં કોટી કોટી વંદન……..કે જેની ચોસઠ પદી  ના આધારે- એવું જ વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા સંતો ની પ્રાપ્તિ આજે સદેહે થઇ………ભગવદગો મંડળ -ગુજરાતી ભાષા કોશ -નિષ્કુળાનંદ સ્વામી માટે લખે છે કે…..”માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુળાનંદના કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમના કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે. તેમનું વાચન વધારે વિશાળ છે. તેમનું મનુષ્ય-સ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે. તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે. તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્યવસ્તુ વધારે વિસ્તૃત છે.”

બસ સાથે રહેજો…..અને નિષ્કુળાનંદ સ્વામી ના વૈરાગ્ય ને…એમના પદો ને માણતા રેજો……….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS પ્રમુખ સ્વામી દર્શનસભા- ૧/૦૭/૨૦૧૨

     ” આજ સખી આનંદ ની હેલી….હરિમુખ જોઈને હું થઇ છું રે ઘેલી…..”

રુદિયા ના ભાવ આજે જાણે કે રોકે-રોકાતા નથી…..એવું તો શું છે કે- આગળ વધતા પગ ને રોકવા માંગું તો રોકાતા નથી….?? અધ્યાત્મ, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય…..બધું જ જ કે જે હરિ તરફ લઇ જાય છે – એ સ્નેહ અને પ્રેમ થી જોડાયેલું છે. પેલી સતી- કે જેના એના બીજા અવતાર મા મહાદેવ ને પાર્વતી સ્વરૂપે મળે છે અને – મહાદેવ ને રીઝવવા નો પ્રયત્ન કરે છે પણ- મહાદેવ સહેજે મચક આપતા નથી અને તપ-વૈરાગ્ય નું કારણ આપી પાર્વતી ને ઓળખવા ની- સ્વીકારવા ની ના પાડી દે છે……પણ પાર્વતી- શિવ ને કહે છે કે’ હે મહાદેવ- પ્રેમ વિના વૈરાગ્ય પણ મહત્તા હીન છે…………..” બસ આવું જ છે……જયારે કોક જુવાનીયો- વૈરાગ ધારણ કરે છે- ત્યારે એ વૈરાગ – હરિપ્રેમ થી લથબથ હોય છે અને જો- એ પ્રેમ સહેજ પણ માર્ગ ચુકે તો – વૈરાગ એક તણખલા ની જેમ હણાઈ જાય છે……!

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા પુરુષ- આજકાલ અમદાવાદ ના આંગણે છે….અને આપણા જેવા હરિભક્તો ને ખુબ જ મોટું- એવું દર્શન નું સુખ આપી રહ્યા છે. સવાર ના દર્શન મા- તમે હરિભક્તો ની ભીડ જુઓ તો ખબર પડે કે – યોગીબાપા તદ્દન સાચા હતા……યોગીબાપા એ- જયારે કે પ્રમુખ સ્વામી મહારાજ-  સંસ્થા ની સેવા મા એક સામાન્ય કાર્યકર ની જેમ- દાખડો કરી રહ્યા હતા ત્યારે- હરિભક્તો ને કહ્યું હતું કે – આ પ્રમુખ સ્વામી ના દર્શન કરી લો……ભવિષ્ય મા આ સાધુ ની વાંસે લાખો માણસ ફરશે…..એમને મળવા નું- દર્શન કરવા નું દુર્લભ થઇ જાશે……! છેલ્લા બે દિવસ થી હું પણ આ સુખ પ્રાપ્ત કરી રહ્યો છું…..સવારે ૭.૩૦ ની આરતી મા જવાનું અને પછી- બાપા ના દર્શન કરવા – યોગ્ય જગ્યા એ- અન્ય હરિભક્તો ની જેમ ગોઠવાઈ જવાનું….! બાપા ના સહજ દર્શન થાય- એવી જગ્યા કઈ??? મને તો સીડી ( મંદિર ના રમણા) વાળી જગ્યા લાગી…….! અને બે-કલાક- સંતો ની ધૂન્ય અને કથાવાર્તા નો લાભ લેવાનો……તડકો વેઠવા નો…..પણ જયારે સ્વામીશ્રી આવે અને એમનું તેજસ્વી- હસતું મુખ જોવા મળે- એટલે બધું વસુલ…..!

તો આજે સવારે- સ્વામીશ્રી ના દર્શન નો અદભૂત લાભ મળ્યો…..ભીડ-સમય ના કારણે- ઠાકોરજી ના દર્શને ન જવાયું……પણ એ પહેલા- પૂ. ડોક્ટર સ્વામી એ કથાવાર્તા નો લાભ આપતા કહ્યું કે….

 • એક ભગવાન મા અટલ શ્રદ્ધા અને સંત નું માહાત્મ્ય ઓળખાય એટલે બધું જ સમજાય- બધા શાસ્ત્રો,પુરાણો કે વેદો મા આ જ વાત કરી છે…….
 • તપ-નિયમ-વ્રત થી દેહ ના ભવ ટાળવા- એ વાત એમણે વચનામૃત ને આધારે કહી……ગઈકાલે મે પણ નિર્જળા ઉપવાસ કર્યો હતો( મે મારી જિંદગી મા ક્યારેય ઉપવાસ નથી કર્યાં પણ – એક હરિ નો રંગ લાગ્યા પછી- એ સહજ થાય છે…..મને ખુદ ને આશ્ચર્ય છે…) – સંતો-હરિભક્તો એ પણ આ રીત થી દેહ ના ભવ ટાળ્યા છે…..અને આ તો ભક્તિ માર્ગ નું પ્રથમ પગથીયું છે….જ્યાં દેહ ના ભવ ટાળી- આત્મા ને – પરમાત્મા તરફ પ્રેરવા નો છે……

ત્યારબાદ- પૂ. સ્વામીશ્રી – ઠાકોરજી ના દર્શને પધાર્યા – એ સમયે- એમના દર્શને આવેલા- મહાનુભાવો- નું સ્વાગત થયું……સિંગાપોર એરલાઈન્સ ના વડા – ખાસ સ્વામીશ્રી ના દર્શને આવ્યા હતા……! આવા પ્રસંગો એ- પ્રમુખ સ્વામી કોણ છે??? શું છે?? એ સમજાય છે. તદ્દન સાદું વ્યક્તિત્વ પણ- હજારો લોકો એમની એક આજ્ઞા એ જીવન બદલી દે છે…..એ શું ઓછી વાત છે??? જુઓ સ્વામીશ્રી ના દર્શન….ગઈકાલ અને આજ……

સ્વામીશ્રી – દર્શન-૩૦/૦૬

સ્વામીશ્રી-દર્શન-૧/૦૭

અને નવાઈ ની વાત એ છે કે- દુર દુર થી હરિભક્તો અને -જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત નથી- એ લોકો પણ એમના દર્શને આવે છે….! બસ – મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી નો સંકલ્પ- કે પાંદડે પાંદડે – સ્વામિનારાયણ નું ભજન કરાવવું છે…….એ હવે સત્ય લાગે છે…..

વળી આનંદ ની વાત એ છે કે- આ વખતે – મંગળવારે -૩/૦૭ – ના રોજ ગુરૂપુર્ણીમાં છે- જે શાહીબાગ મંદિર ના સામે – આવેલા એડવાન્સ મિલ ના મેદાન મા થવાની છે( જગ્યા ચેક કરી લેવી….)…..પણ સવારે ૮ થી ૧૦ સુધી ની ગુરુ પૂર્ણિમા ની વિશેષ સભા – શાહીબાગ મંદિર ના નીચેના હોલ મા થવાની છે….અને મહાપ્રસાદ ની વ્યવસ્થા તમામ આગંતુકો માટે રાખેલી છે……

આજે – રાત્રે મારે બહાર  જવાનું હોવાથી- હું રવિસભા નો લાભ નહી લઇ શકું….આજે રવિસભા મા – પૂ. ડોક્ટર સ્વામી,મહંત સ્વામી અને પૂ.ત્યાગવલ્લભ સ્વામી -કથાવાર્તા નો લાભ આપવા ના છે…….અને ગુરૂપુર્ણીમાં ની સભા પણ કદાચ – ચુકી જવાશે…….આથી બસ- ઠાકોરજી ના ચરણો મા પ્રાર્થના કે- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ ની ભેટ અમને આપી ને- અમને સર્વસ્વ આપી દીધું છે……અને એમના થકી જ અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરી છે……આથી શ્રી ગુરુહરિ ના ચરણો મા શત્ શત્ વંદન કે- જેના કારણે ગોવિંદ ની પ્રાપ્તિ સહજ થઇ છે……

वंदे श्री पुरुषोत्तम च परमं ,धाम्यक्षरम ग्नान्दम,

वंदे श्री प्रागजी भक्तमेव मनगं ,ब्रह्म्स्वरुपम मुदा….

वंदे श्री यग्नपुरुष दास चरणं ,योगिराजम तथा…..

वंदे श्री प्रमुख्म गुनालय गुरूम ,मोक्षाय भक्त्या सदा….”

જય સ્વામિનારાયણ….

રાજ


1 Comment

બ્રહ્માનંદ રેલાવે રે…..

” કે આજ મને ભગવે રંગી દે હો મારા નાથ….હવે પાછા પગલે નથી થાવું……..” કદાચ આ પદ- વૈરાગ્ય ના અપ્રતિમ સૌંદર્ય…ભાવ ને દર્શાવે છે. મને ઘણી વાર સવાલ થાય છે કે – વૈરાગ્ય શું છે? …..માત્ર , એક ભગવાન ને નામ ખાતર…દૈહિક, ભૌતિક સુખો છોડી…ભગવા રંગે કેમ રંગાઈ જવું?….એની પાછળ કઈ મનોવૈજ્ઞાનિક દશા કામ કરતી હશે?…..લોક નજર મા ઘણા કારણ હોઈ શકે…અને એ કારણ અમુક અંશે સત્ય પણ હોઈ શકે….પણ જેણે મન-હૃદય થી વૈરાગ સ્વીકાર્યો છે….જેણે બ્રહ્મજ્ઞાન ને સાધ્યું છે….એના માટે ઉપર ની પંક્તિ…એકદમ સત્ય ઠરે છે…..

નિષ્કુળાનંદ સ્વામી એ – હરિના હાથે વૈરાગ સ્વીકાર્યું…અને એવું સ્વીકાર્યું કે એમના પદો એ- હજારો જણ ને વૈરાગ ના કઠીન માર્ગ તરફ પ્રેર્યા….! આજે પણ આ પદો આપણે સાહિત્યમાં વાંચીએ છીએ…આજે નવજુવાનીયાઓ – એ પણ ઉચ્ચ શિક્ષા ધરાવતા…ઉચ્ચ કે પ્રતિષ્ઠિત કુટુંબમાં થી આવતા..પૈસે ટકે સંપન્ન….વિદેશી નાગરિકતા ધરાવતા….કે  ..એક ના એક દીકરા હોવા છતાં….વૈરાગ મા સહજ જોડાઈ જાય છે…અને કદાચ આજ ચમત્કાર છે, જે આપણી નજર સામે થઇ રહ્યો છે.  જે હોય તે- આ માર્ગ માત્ર નસીબવંતા ઓ ને જ મળે છે…..” ભાગ્ય વિના નવ ભાવે રે….” એવો આ ભાવ છે….

આ વખતે ધુળેટી અર્થાત- ફૂલદોલ પર પૂ.પ્રમુખ સ્વામી મહારાજ લગભગ ૮ માસ, મુંબઈમાં, નાદુરસ્ત તબિયત ને કારણે રહ્યા બાદ- સારંગપુર પધાર્યા…અને સંતો-હરિભક્તો ને મનભરી ને લાભ આપ્યો…..સંતો ને રંગે રંગ્યા…..સદગુરુ સંતો પણ ઉત્સાહે – નાચ્યા….અને સમગ્ર વાતાવરણ – એક ભક્તિના રંગે રંગાઈ ગયું….BAPS.org સાઈટ પર – વીડીઓ મુકાયો છે…..જુઓ નીચેની લીંક…..

બ્રહ્માનંદ રેલાવે રે……….

 


બસ ભક્તિ નો રંગ આપણા પર પણ છવાતો રહે…..સંસારમાં રહી ને પણ – સંસાર ના દુઃખ-મોહ-સુખ-લાલસા આપણ ને ન લાગે – જીવ ને ચોંટી ન જાય- એવી જ શ્રીજી ને….પ્રમુખ સ્વામી મહારાજ ને પ્રાર્થના…..

જય સ્વામિનારાયણ…

રાજ